પ્રકરણ-૩ નિર્ભેળ સત્ય, સીધે રસ્તે !
# પ્રકરણ-૩ નિર્ભેળ સત્ય, સીધે રસ્તે !
ઊંડાણથી તમે જોશો તો ખ્યાલ આવશે કે, આધ્યાત્મિક ક્ષેત્રમાં જેટલા વિરોધાભાસો છે તેટલા, નથી વિજ્ઞાનમાં, નથી ગણિતમાં, નથી તર્કશાસ્ત્રમાં, નથી ઈતિહાસમાં, નથી ભૂગોળશાસ્ત્રમાં, હકીકતમાં બીજા કોઈક્ષેત્રમાં નથી. બીજા ક્ષેત્રોમાં દરેક બાબતોને એક વાક્ય અથવા એક લયમાં રજૂ કરવામાં આવે છે. હકીકતો અને આંકડાઓ બહુ ઓછા હોય છે. પરંતુ મુખ્ય દોરી, મુખ્ય વિચાર એક સરખો હોય છે. વિજ્ઞાનમાં તમને એક વૈજ્ઞાનિક અને બીજા વૈજ્ઞાનિક વચ્ચે વધારે વિરોધાભાસ નહીં જોવા મળે. ગણિતમાં પણ નહીં જોવા મળે. આધ્યાત્મિક ક્ષેત્ર જેટલા વિરોધાભાસો તમને બીજા કોઈપણ ક્ષેત્રમાં નહીં જોવા મળે. આધ્યાત્મિક ક્ષેત્રમાં જો તમારી પાસે વિરોધાભાસો નહીં હોય તો, તે નવાઈની બાબત લાગશે. એક સુંદર કહેવત છે કે, જો બે જ્ઞાની માણસો એક જેવી જ વાત કહેશે તો, બે ઋષિઓ એકબીજાનો વિરોધ નહીં કરે તો, તમારે ચોક્કસ સમજવું કે બેમાંથી એક નકલી છે.
આધ્યાત્મિક ક્ષેત્રમાં આટલા બધા વિરોધાભાસ કેમ છે ? આટલી બધી નવી નવી ફિલોસોફીઓ કેમ છે ? દરેક માણસને આવું લાગે છે. ખાસ કરીને હિંદ્દ ધર્મમાં, એટલા બધા વાદો છે, ઘણા બધા સંપ્રદાયો છે, ઘણાં બધાં દેવતાઓ છે, શું કામ ? કારણ કે જ્યાં સ્વતંત્રતા હોય ત્યાં વિવિધતા હોવાની જ.
પશ્ચિમી સમાજમાં પુષ્કળ સામાજિક સ્વતંત્રતા છે એવું કહેવાય છે, કે તેઓ ત્રણ મહિને એકવાર તેમની કાર, હાઉસ (ઘર) અને પત્ની બદલે છે. ત્રણે નિયમિત ત્રણ મહિને એકવાર બદલાય છે. એ લોકો પાસે બાહ્ય દુનિયામાં, સામાજિક બંધારણમાં અદ્દ્ભૂત સ્વતંત્રતા છે. પરંતુ તેમની
દરેકે દરેક વ્યક્તિ પોતાનો અનુભવ અલગ રીતે વ્યક્ત કરે છે. દાખલા તરીકે. પતંજલિ કહે છે કે - મસ્તકમાં આવેલું ચક્ર, મુગુટ, સહસ્ત્રાર છે સામાન્ય રીતે જેનો અર્થ છે, હજાર પાંખડીઓવાળું કમળ પરંતુ જો તમે માણસની ખોપરીને ખોલશો, તો તેમાં તમને હજાર પાંખડીવાળું કમળ મળશે ? નહીં જ મળે. (અમુક મસ્તકમાં તમને કાદવ ભરેલો મળશે જેમાં કમળ ઉગે છે. કમળ નહીં મળે.) તો પછી પતંજલિ હજાર પાંખડીવાળા કમળની વાત શું કામ કરે છે ? મગજમાં જયારે શક્તિનો પ્રવાહ પહોંચે છે, ત્યારે જે અનુભવ થાય છે તેની તે આધ્યાત્મિક અભિવ્યક્તિ છે મગજમાં જયારે શક્તિ પહોંચે છે, મુગટના કેન્દ્રમાં ત્યારે હજારો પાંખડીઓવાળું કમળ ખીલતું હોય તેવો અનુભવ થાય છે. તમારી જાત તેની પોતાની ભવ્યતા આ રીતે વ્યક્ત કરે છે. આ ભૌતિક ઉદાહરણ દ્વારા આધ્યાત્મિક અભિવ્યક્તિ છે. રજુઆત છે. પરંતુ અપરિપક્વ વ્યક્તિ આ વાત સાંભળે છે ત્યારે તેને ભૌતિક બાબત સમજી લે છે. જેથી ખરેખર જે બને છે તે અલગ છે અને ખરેખર જે સમજવામાં આવ્યું છે તે અલગ છે. કોઈ જ્યારે પોતાના આધ્યાત્મિક અનુભવને સામાન્ય ભાષામાં વ્યક્ત કરવા માંગે છે ત્યારે ભાષાકીય શબ્દો અનુભવ સાથે તાલ મેળવી શકતા નથી. અને તેની રજૂઆતને બગાડી નાંખે છે.
એક જીજ્ઞાસુ અને પોતાની જાતને મુક્ત માનતો ઝેન ગુરુ પાસે ગયો અને પૂછ્યું; "મુક્ત માણસ બોલે છે ?" ગુરુ એ જવાબ આપો; "ના મુક્ત વ્યક્તિ ક્યારે બોલી શકતી નથી. આ ઘટના ક્યારેય શબ્દોમાં વ્યક્ત થઈ શકે જ નહીં. તેથી મુક્ત વ્યક્તિ ક્યારેય બોલતી નથી અને જો તે બોલે છે તો ખાત્રી સાથે તે મુક્ત નથી. "
માણસે પછી પૂછચું; "તો શું મુક્ત વ્યક્તિ ચ્યુપ રહે છે ? મૌન રહે છે ?"
ગુરુએ કહ્યું; મુક્ત માણસ ક્યારેય ચૂપ રહેતો નથી. જો તે મૌન રહે તો સ્પષ્ટ છે કે તે મુક્ત નથી. કારણ કે તમે મુક્તિને કબજામાં રાખી
આંતરિક દ્દુનિયામાં સ્વતંત્રતા નથી. તેમની આંતરિક દ્રનિયાને લાગે વળગે છે ત્યાં તેમને ચોક્કસ માન્યતા અને ચોક્કસ વિશ્વાસ તેમની ગળશ્યુથીમાં આપવામાં આવે છે. તેમણે તે પીવુ જ પડે છે. પછી તેને પચાવી જવું કે વોમિટ કરી નાખવું તે તેમની જવાબદારી છે. પશ્ચિમી સિસ્ટમમાં તેમને આંતરિક દ્વનિયામાં આઝાદી નથી. તેથી જ ત્યાં ઘણા બધા વાદો, સંપ્રદાયો કે વિવિધ ધર્મપૃજાની પ્રણાલીઓ પેદા નથી થઈ. બજારમાં ઢગલાબંધ ભગવાનો લવાતા નથી. પરંત્ર પૂર્વમાં આપણને આંતરિક દ્રનિયામાં અસાધારણ આઝાદી છે. કોઈપણ કોઈની પણ આંતરિક દુનિયામાં પ્રવેશી શકે છે, થોડી તપાસ કરો, નોંધો પ્રગટ કરો અને દુનિયામાં નવી ફિલોસોફી લાવો ! પૃથ્વી પર નવો ભગવાન લાવો માણસજાત માટે નવી વિચારધારા લાવો. જેવી બહારની દુનિયાની વાત આવે, સમાજની વાત આવે, આપણને સ્વતંત્રતા નથી. પરંતુ આંતરિક દુનિયામાં સ્વતંત્રતા છે. આટલા માટે જ આપણે ત્યાં આટલા બધાં સંપ્રદાયો, વાદો, પૂજાવિધિઓ અને ગુરુઓ છે. વિવેકાનંદે ખૂબ જ સુંદર રીતે કહ્યું છે કે - "કોઈપણ ક્ષેત્રમાં વિકાસ સાધવા માટે આઝાદી પાયાની શરત છે.'' પૂર્વમાં અંતરના વિજ્ઞાનમાં દાખલ થવા માટે સંપૂર્ણ આઝાદી છે.
પશ્ચિમમાં જો કોઈ વ્યક્તિ આધ્યાત્મિક બને, તો સંસ્થાએ તેને સાધુ જાહેર કરવો પડે છે. સંસ્થા નક્કી કરે છે કે તે સંત છે કે નહીં. પૂર્વમાં આવી કોઈ બાબતની જરૂર જ નથી. ત્યાં જો કોઈ માણસને એમ લાગે કે હું સાધુ બની ગયો છું, તો દ્દનિયાને સરળતાથી જાહેર કરી શકે છે કે હું સંત છૂં. પૂર્વમાં બાબતો તદ્દન અલગ છે. અહીં આપણને ઘણા ફિલોસોફરો, ઘણી બધી વિવિધતાઓ, ઘણા બધા ગુરુઓ અને ઘણા બધા રસ્તાઓ જોવા મળે છે. જેમાં સત્યને વ્યક્ત કરી શકાય છે. દરેકે દરેક ગુરુ અને દરેકે દરેક રસ્તાઓ તમને નિર્ભેળ સત્ય તરફ દોરી જાય છે. અલબત્ત જેટલા વિશ્વાસો, શ્રદ્ધા હશે તેટલા જ રસ્તાઓ પણ અસ્તિત્વમાં હશે. રામકુષ્ણ સુંદર રીતે કહે છે કે – 'યથોમત તતોપથ' જેટલી શ્રદ્ધા તેટલા રસ્તા.
46
47
48
શકો, કાબુમાં રાખી શકો તો જ તમે ચૃપ રહી શકો. તમે ક્યારેય તેને કાબુમાં રાખી શકો નહીં, માત્ર મુક્તિ તમને કાબુમાં રાખી શકે. જો તમે કોઈ વસ્તુનો કબજો કરી શકો તો તમે તેને ઓશિકા નીચે દબાવી શકો અથવા તમારી તિજોરીમાં મૂકી શકો અને ચ્યુપ રહી શકો. પરંતુ જયારે મુક્તિ, પરમાત્મા તમારો કબજો લે, ત્યારે તમે ક્યારેય ચૃપ ન રહી શકો. તો જો કોઈ વ્યક્તિ ચૂપ રહે છે તો મુક્ત ચોક્કસ નથી.
જીજ્ઞાસ માણસ સ્વાભાવિક રીતે જ ગુંચવણમાં પડી ગયો. પછયું: "આમા સત્ય શું છે.'' તમે કહો છો મુક્ત ગુરુ ક્યારે બોલતો નથી, વળી પાછા કહો છો કે તે ક્યારે ચૂપ રહી શકતો નથી, તો સત્ય શું છે ? તે શું કહે છે ?
ગુરુએ સુંદરતાથી કહ્યું; "તે ગાય છે" મુક્તિને વ્યક્ત કરવાનો એક માત્ર રસ્તો છે ગાવું. તે પોલા વાંસ જેવો બની જાય છે. દિવ્ય શક્તિ તેનો વાંસળી તરીકે ઉપયોગ કરે છે અને સુરમાં પોતાની સુંદરતા અભિવ્યક્ત કરે છે. આ માધ્યમથી આધ્યાત્મિકતા, વાસ્તવિકતા, રજ થાય છે.
'ગાવું' શબ્દનો અર્થ શું છે ? ગાવું શબ્દનો અર્થ છે શરીરની અભિવ્યક્તિની શારીરિક ભાષા, માત્ર શરીરની ભાષાથી જ તમે મુક્તિને અભિવ્યક્ત કરી શકો. તેને શબ્દોમાં કહી શકાય નહીં, કે તેને મૌનથી પણ વ્યક્ત કરી શકાય નહીં. મૌખિક મૌન કંઈક મૃત્યું જેવું છે. ગાવું તે પણ મૌન જેવું જ છે પરંતુ તે સૌંદર્યથી ભરપૂર છે. લયબદ્ધ ડોલન છે, નૃત્ય છે. જયારે મૌન શક્તિ સાથે ડોલે છે. જયારે તે તેની પરમ સીમાપર વ્યક્ત થાય છે ત્યારે તે ગાવું બની જાય છે. જે શબ્દો પણ નથી અને મૌન પણ નથી. મૌન નકારાત્મકતા છે. શબ્દ વિહિનતા, અવાજ વિહિનતા મૌન હકારાત્મકતામાં ગાવું છે. જ્યારે પણ કોઈ વ્યક્તિ મુક્ત થઈ જાય છે ત્યારે તેનું ચાલવું પણ નત્ય બની જાય છે. તેનું દરેક હલન-ચલન
પ્રેમની અભિવ્યક્તિ બની જાય છે. તેનું આખું અસ્તિત્વ ગાય છે, તેમાંથી પરમ સુખના ઝરણાં વહે છે. આનંદનો પ્રવાહ વહે છે, સરળ સત્યને વ્યક્ત કરવા માટેનો આ અને આ જ માત્ર એક માર્ગ છે. તે સત્ય હોતું નથી ખરેખર ગુરુ સત્ય વ્યક્ત કરતા હોય છે પણ તમે તેને ગ્રહણ કરતા નથી. વચ્ચે કંઈક એવું બને છે. કંઈક ખોવાઈ જાય છે કારણ કે ગુરુ અલગ કક્ષાએથી બોલે છે અને તમે વિચારસરણીની અલગ કક્ષાએથી સાંભળો છો. આવી અલગ અલગ કક્ષાઓ વચ્ચે શું આદાન-પ્રદાન થઈ શકે ? એક વાત બની શકે તમે તેની બોડી લેંગ્વેજ, શરીરની ભાષામાંથી જ ગ્રહણ કરી શકો. તમે તેની હાજરીમાંથી. હોવાપણામાંથી કંઈક પ્રાપ્ત કરી શકો. આજે એકમાત્ર સત્ય છે જે ગુરુ સાથે બની શકે છે. માટે જ હું કહું છું, "સરળ સત્ય સીધા રસ્તે" સરળ સય, ગુરુની હાજરીમાં વીજળીના ઝબકારાની જેમ તમારી પાસે આવી શકે છે. એક વખત એક રાજાએ જૈન ગુરુને ધર્મ શું છે ? તેના વિશે બોલવા માટે પોતાના મહેલમાં આમંત્રણ આપ્યું, ગુરુ આવ્યા, મંચ પર બેઠા, બસ તે બેઠા જ રહ્યા. બેઠા જ રહ્યા અને છેલ્લે ઊભા થઈને બહાર જતાં રહ્યાં.
આશ્ચર્યચકિત રાજાએ ગ્રુરુના શિષ્યને પૂછયું; ''શું થયું ? તમારા ગુરુ કશું બોલ્યા જ નહીં, તે આવ્યા, બેઠા અને જતા રહ્યાં !"
શિષ્યે જવાબ આપ્યો, "અરે ! શું કહો છો. આનાથી વધારે સુંદર રીતે તે ક્યારેય બોલ્યા જ નથી. જે સમજાવવું જરૂરી હતું તે તેમણે અદભુત રીતે સમજાવી દીધું છે.''
રાજાએ પૃછયું; "તમારા કહેવાનો મતલબ શું છે ? તો પછી તેઓ અહીં શા માટે આવ્યા ? આવું તો તેઓ પોતાના મઠમાં પણ કરી શક્યા હોત ! કશૂં જ ના બોલવા માટે તેમને અહીં સુધી લાંબા થવાની શું જરૂર હતી ? ''
50
શિષ્યે છટાદાર વાણીમાં જવાબ આપ્યો; "તેમને જે વહેંચવાનું હતું તે બોલીને વ્યક્ત થાય તેમ નથી. પરંતુ તે આપી શકાય છે. માત્ર તેમના શરીરની ભાષાથી, તેમના અસ્તિત્વથી, તેમની હાજરીથી, તે જે રીતે વ્યક્ત થઈ શકે છે તે શબ્દોથી ઘણું જ ઉપર છે."
ગુરુની હાજરીમાં કંઈક બને છે. કંઈક એવી ઘટના ઘટે છે. જો તમે તેને તમારા આંતરિક મૌનથી સાંભળો તો જ સાંભળી શકો છો. જો તમે તમારા મનથી સાંભળશો તો, તમારા મનનાં આંતરિક બબડાટથી ધ્યાન આપશો તો તમે માત્ર શબ્દો જ ગ્રહણ કરી શકશો, મારો સંદેશો નહીં.
જો તમે મારા શબ્દો જ ગ્રહણ કરીને પ્રત્યુત્તર આપશો તો કહેશો, "વાહ આ સ્વામીજી કેવા સરસ વક્તા છે. કેવા સરસ શબ્દોથી બોલે છે !" વગેરે વગેરે....
અથવા તમે એવું વિચારીને મારા શબ્દોનો પ્રતિકાર કરશો કે "તેઓ જે કહે છે તે શબ્દોમાં હું માનતો નથી. હું જે અનુભવું છું તે તદ્દન ભિન્ન છે."
Section 2
તો તમે મારા શબ્દો ગ્રહણ કરો છો અથવા તેનો પ્રતિકાર કરો છો. જો તમે તમારા મગજથી, તમારી બુદ્ધિથી કરતા હશો તો, ઉપરની બેમાંથી એક વાત બનશે અથવા તમે મારી હાજરીનો પરેપૂરો મતલબ ચુકી ગયા છો. ગ્રહણ કરવાની અને નકારવાની પ્રક્રિયામાં, હું જે કહેવા માંગું છું તે તમને સંભળાતું નથી. તમે જયારે ગ્રહણ કરો છો, ત્યારે તમે મારૂં એક વિધાન ચૂકી ગયા છો અને જયારે પ્રતિકાર કરો છો ત્યારે મારા બે થી ત્રણ સારા વિધાનો ચૂકી જાવ છો. તેથી તમે જે સાથે લઈ જાવ છો તે સંપર્ણ સત્ય હોતું નથી. તમે જે લઈ જાવ છો તે સમગ્ર હોતું નથી. તમે જયારે સમગ્ર લઈ જાવ છો. ત્યારે તમે પવિત્ર સત્ય લઈ જાવ છો. જે સંપૂર્ણ હોય છે. પરિપૂર્ણ હોય છે. પવિત્ર હોય છે.
જો તમે તમારા મગજથી સાંભળશો તો તમે ગ્રહણ કરશો અથવા નકારશો. બેમાંથી એકેય વાત તમને મદદ નહીં કરે: સિવાય કે તમે તમારી જાતના પૂરા ખુલ્લાપણા સાથે બેસો છો. જો તમે તમારી અંદર સતત ચાલી રહેલો બડબડાટ છોડી દો છો. તો તમે એવું કંઈક સાંભળી શકશો જે શાબ્દિક પરિભાષાથી પર છે. તમે જોશો કે તમારી અંદર કંઈક બની રહ્યું છે. મારી હાજરી જે રીતે તમારું રૂપાંતરણ કરી શકે તે રીતે મારા શબ્દો કરી શકે નહી. પછી તમે જે ગ્રહણ કરો છો તેને જ હું સરળ સત્ય કહું છું, તે તમને કેસેટો અને વિડીયો પ્રવચનોમાં નહીં મળે. તે તમને પુસ્તકોમાંથી નહીં મળે. તે તમને માત્ર ગુરુ દ્વારા જ આપી શકાય છે. સીધા રસ્તે સીધું.
હકીકતમાં તમે વેદો, બાઈકલ કે કુરાનમાંથી સરળ સત્ય મેળવી શકો નહીં. હકીકતમાં જયારે એ ગુરુઓ બોલે છે ત્યારે તમને કોઈ સમજણ આપવા અથવા તમારું જ્ઞાન વધારવા બોલતા નથી. તેમનો સમગ્ર હેતુ જ અલગ હોય છે. તેઓ એટલા માટે બોલે છે કે, તમે બોલવાનું છોડી દો. હું એટલા માટે બોલું છૂં કે તમે બોલવાનું બંધ કરી દો. તમે જો બોલવાનું બંધ કરશો તો જ, તમારી અને મારી વચ્ચે કંઈક બનશે, કંઈક રાસાયણિક પ્રક્રિયા. અલબત્ત સાચો શબ્દ કિમીયો છે. કંઈક કિમીયો બને છે. (કિમીયો એટલે હલકી ધાતુનું સોનામા પરિવર્તન કરવાની વિદ્યા) કંઈક પ્રકારનું પ્રવહન શરૂ થશે. આ જ વાસ્તવિક સત્ય છે. કારણ કે સંદેશ જેવો છે તે જ સ્વરૂપમાં સ્વીકારવા તમે શક્તિમાન નથી. આપણે થોડા શબ્દોનો ઉપયોગ એટલા માટે કરીએ છીએ કે તમારુ મન થોડું બાજુ પર રહે. તમારા મગજને કામે લાગેલું રાખી શકાય જયારે તમારું મન શબ્દોમાં લાગેલું હોય છે ત્યારે તમારી જાત (તમારૂં હોવાપણું) હું જે આપું છું તે સ્વીકારવા ખુલી જાય છે. સરળ સત્યને આગળ પસાર કરી શકાય છે. વાસ્તવિકતાને આગળ પસાર કરી શકાય છે અને નિત્યાનંદ તમારી જાતમાં દાખલ થઈ શકે છે. માટે ફક્ત તમારા મનને છોડી દો, તમારી અંદરના
બડબડાટને છોડી દો અને જુઓ અત્યારે તમારી અંદરના શરીરની અંદર શું થઈ રહ્યું છે.
આપણા બે શરીરો છે. એક બહારનું શરીર જે અહીંયા બેઠું છે. બીજું આંતરિક શરીર જે અહીયા બેઠં પણ હોઈ શકે અને ન પણ બેઠું હોય. ફક્ત તમારા આંતરિક શરીરમાં શું થઈ રહ્યું છે તેનો અનુભવ કરો. ફક્ત તમારા આંતરિક શરીરને તમારા બહારના શરીરમાં મુકી દો અને તમારા બાહ્ય શરીરમાં આંતરિક શરીરની હાજરી અનુભવો. બસ આટલું પરતું છે. તમે તમારા ગુરુની શારીરિક ભાષામાંથી શીખવા માંડશો. જો તમારું બાહ્ય શરીર જ અહીંયા હાજર હશે તો તમે મારા શબ્દોમાંથી શીખશો. જો તમારું આંતરિક શરીર પણ અહીં હાજર હશે તો તમે મારા શરીરની ભાષા (બોડી લેંગ્વેજ)માંથી શીખશો. મારા શબ્દોમાંથી તમે જે કંઈ મેળવશો તે અર્ધસત્ય હશે. મારી શારીરિક ભાષામાંથી તમે જે કંઈ શીખશો. જે કંઈ મેળવશો એ સરળ સત્ય છે. અત્યારે પણ જે રીતે તમે મને સાંભળી રહ્યા છો. આપણી વચ્ચે કંઈ પ્રકાશિત થઈ રહ્યું છે. ફક્ત આ આધ્યાત્મિક અનુભવ તમારી જાતને થવા દો. અને તમને સરળ નિર્ભેળ સત્ય મળી જ ગયું છે. સીધે સીધું ...
આભાર....
થોડી મિનિટો માટે હું તમારી લાગણીઓમાં ભાગીદાર થઈશ. તમારા સવાલોના જવાબો આપીને અથવા તમારા જવાબોના સવાલો પછીને -ગમે તે રીતે હું તમારી સાથે થોડી મિનિટો ગાળીશ.
હું જયારે હોલમાં દાખલ થયો ત્યારે કોઈએ મને કહ્યું કે; "સ્વામીજી માણસોનું જૂથ ખૂબ નાનું છે.''
હું ખરેખર ખુબ જ ખૂશ થયો. જયારે પણ હું નાના સમૃહ સાથે બેસું છૂં ત્યારે મને ભરપૂર સંતોષ થાય છે કે ખરેખર મેં કંઈક વહેંચ્યું. રાજકીય મિટીંગો માટે તમારે મોટો સમૃહ જોઈએ. આધ્યાત્મિક મિટીંગો માટે તમારે માત્ર સમૃહ જોઈએ, સંખ્યા કેટલી છે તે જરૂરી નથી.
ઓ. કે. પહેલો પ્રશ્ન.
ട്ടാ
પ્રશ્ન-૧ : વહાલા સ્વામીજી, આપણે દ્વનિયામાં છીએ કે દ્વુનિયા આપણી અંદર છે ?
નથી તમે દુનિયામાં કે નથી દુનિયા તમારામાં, તમે દુનિયામાં છો એ વિચાર જ તમને ભૌતિકવાદી બનાવે છે. દુનિયા તમારામાં છે એ વિચાર તમને આધ્યાત્મિકવાદી બનાવે છે. બંશ્રે વિચારો છે. મહેરબાની કરીને પહેલાં એકદમ સ્પષ્ટ બનો કે તમે દુનિયામાં છો. તો તમે ભૌતિકવાદી બનો. તમે દુનિયા પાછળ દોડો તો માત્ર તેની જ પાછળ દોડો, તમારે તે મેળવવી છે. તમારે તેના પર કબજો મેળવવો છે. જો તમે વિચારો છો કે દુનિયા તમારી અંદર છે. તો તમારા અસ્તિત્વ પાછળ, તમારી જાત પાછળ દોડો. તમારે તેનો કબજો મેળવવો છે. દોડવાનું સરપ્યું જ છે. બસ થોડું અંદરની તરફ ફંટાય છે, આધ્યાત્મિક પ્રગતિ માટે દોડવું અથવા કોઈ આધ્યાત્મિક અનુભવ માટે દોડવું, આપણે તેને રહસ્યની ફેરી કરવી કહીએ છીએ. પરમાત્માના સાક્ષાત્કાર માટે દોડવું એ પણ એક જાતના રહસ્ય વેપાર સિવાય બીજું કશું જ નથી. હકીકતમાં બંત્રે માનસિક કલ્પના જ છે. બંશ્વે વિચારો જ છે. જ્યારે તમે સમજી ગયા છો કે બંશ્રે વિચારો જ છે તો તમે ખરેખર તમારી સાથે આધ્યાત્મિક અનુભવ થવા દેશો અને જે શબ્દોથી કરી શકાય નહીં.
એક દાખલો :
ગંગા નદીની વાત કરીએ. ધારો કે વાંસની નાની લાકડી ગંગામાં તરી રહી છે. એ વાંસને વચ્ચે રાખવામાં આવે અને જો તમે એમ વિચારો કે ગંગા બે ભાગમાં વહેંચાઈ ગઈ છે. જમણી બાજુ અને ડાબી બાજુ. શું આ સાચું હશે ? તમે કહી શકશો કે ગંગાના બે ભાગ પડી ગયા છે.
54
ના હકીકતમાં ગંગા ક્યારેય વહેંચાતી નથી. તેના ભાગ પડતા નથી. કારણ કે તમે વાંસને વચ્ચે રાખીને તમારી સમજણ માટે ગંગાના ડાબો અને જમણો બે ભાગ પાડ્યા છે. તમે લેબલ માર્યું છે કે આ જમણી બાજુની ગંગા અને આ ડાબી બાજુની ગંગા. આ રીતે જ, આપણી ઉપયોગિતા માટે આપણે એકને શરીર કહીએ છીએ અને એકને દ્રુનિયા કહીએ છીએ. એ માત્ર નામકરણ છે. લેબલ છે.
જરા અંદર, તમારી જાતની અંદર જુઓ. હું અંદર જોવાનું શું કામ કહું છું ? તમે જાણો છો કે ઘણા લાંબા સમયથી તમે બહાર જ જોઈ રહ્યા છો. આ જ કારણ છે કે હું તમને અંદર જોવાનું કહું છું. તમે જયારે અંદરની તરફ નજર કરો છો ત્યારે તમને ખ્યાલ આવે છે કે ત્યાં ખરેખર આ કે પેલા વચ્ચે સીમા રેખા નથી. તમારી અને દુનિયા વચ્ચે કોઈ સીમા રેખા નથી. જો તમે સીમારેખા છે એવું દઢ પણે સમજશો તો તમે દુનિયામાં છો. અને જો બીજી સીમારેખાને દઢપણે માનશો તો દુનિયા તમારામાં છે એવું અનુભવશો. જે લોકો દ્વનિયામાં છે, દુનિયાદારી લોકો અને કહેવાતા ભૌતિકવાદીઓ, તેઓ કહે છે; "અમે દુનિયામાં છીએ" જે લોકો પોતાની આંખો બંધ કરીને ગુફામાં બેસી ગયા છે. હિમાલયમાં જતા રહ્યા છે તેઓ કહે છે; "દૂનિયા અમારી અંદર છે" પરંતુ બંને માત્ર વિચાર વિભાવનાઓ છે. વિચાર કલ્પનાઓ છે. તમે નથી જોઈ શકતા કે આવું જ છે. તમે આ હદને, સીમાને દઢપણે માનશો તો તમે દુનિયામાં છો અને પેલી હદને દઢપણે માનશો તો દ્દનિયા તમારી અંદર છે. બસ આ જ છે.
એક વખત તમે બંજ્ઞે વિચાર વિભાવનાઓ છોડી દેશો પછી બસ ફક્ત તમે જ છો. નિર્ભેળ, સરળ અને તમે જયાં પણ છો આનંદપપુર્ણ છો. સામાન્ય રીતે મહાન સંતો મુક્ત લોકો તમને શીખવે છે કે દુનિયા તમારામાં જ છે. તમે જાણો છો કે એ લોકો તમને આવું કેમ સમજાવે છે ? કારણ કે તમે દુનિયામાં છો એવા વિચારના પહેલેથી જ બંધાણી,
વ્યસની થઈ ગયા છો. તમને એ વિચારમાંથી બહાર લાવવા માટે તે લોકો તમને એવું સમજાવે છે કે દ્દુનિયા તમારી અંદર જ છે. હકીકતમાં તમારા પગામાંથી કાંટો કાઢવા માટે તમારે બીજા કાંટાનો ઉપયોગ કરવો પડે છે. પરંતુ એક વખત કાંટો નીકળી જાય પછી બંન્ને કાંટાને ફેંકી દેવા જરૂરી છે. પહેલેથી તમારા મનમાં જે ખ્યાલ તીક્ષ્ણ રીતે ઘૂસી ગયેલો છે તેને કાઢવા માટે દુનિયા તમારી અંદર છે તેવાં ખ્યાલનો કાંટા તરીકે ઉપયોગ જરૂરી છે. આખરી તબક્કે બંન્ને માનસિક ખ્યાલો છે. જયારે તમે આ સીમા રેખાઓને પડતી મુકો છો ત્યારે જ તમને વાસ્તવિકતા સમજાય છે. સત્ય સમજાય છે. તેને આ કે તે ખ્યાલ વડે રજૂ કરી શકાય નહીં, વ્યક્ત કરી શકાય નહીં.
ગંગામાંથી તમે પેલો વાંસ ખસેડી લો પછી તમે કહી શકશો કે ગંગા એક બની ગઈ ? ના. કારણ કે એ તો પહેલેથી આખી હતી. એકનું મહત્ત્વ ત્યાં સુધી જ રહે છે જયારે તમે કહો છો કે બે છે. જો ત્યાં બે જ ન હોય તો, તમે કઈ રીતે કહી શકો 'એક' છે ? તમને સ્પષ્ટતા થઈ ગઈ એક શબ્દ ત્યાં સુધી જ રહી શકે છે જયાં સુધી બે શબ્દ રહે છે. જયારે બે શબ્દ અદેશ્ય થઈ જાય છે. આ એક છે તેમ કઈ રીતે કહી શકો ? ના, આટલા માટે જ ઋષિમુનિઓએ આ ફિલોસોફીને 'અદ્વેત' કહી છે.
દ્વેત એટલે જોડફં. પરંતુ અદ્વેતને તમે એક ન કહી શકો. કારણ કે જો કહો તો ત્યાં બીજાની હાજરી છે તેમ સાબિત થાય જે અદ્વેતમાં આવતું નથી. અદ્વેતને માત્ર 'જોડકાં' નથી ના અર્થમાં લઈ શકાય, તેને ક્યારેય એક તરીકે વ્યક્ત ન કરી શકાય તેને માત્ર ક્યાંય અલગતા નથી એ રીતે વ્યક્ત કરી શકાય દ્વેત એટલે અલગપણું. અદ્વેત એટલે અલગ નહીં. બસ આટલું જ.
જો તમે એમ કહો કે તમે દુનિયામાં છો તો તમે અલગતા વ્યક્ત કરો છો. જો તમે એમ કહો કે દુનિયા તમારામાં છે તો પણ તમે એ જ કહો
Section 3
સમજી શકો છો. 'ચક્ર' કઈ રીતે કામ કરે છે તે સમજી શકો છો, શક્તિના કેન્દ્રને કઈ રીતે ખોલી શકાય તે પણ સમજી શકો છો. દા.ત., 'મણિ પુરક ચક્ર' દૂંટીનું કેદ્ર, હતાશા, ડીપ્રેસન સાથે આટલું નજીકથી કેમ સંકળાયેલું છે ? ધીરજ ન રાખી શકાય, સહન ન થઈ શકે તેવા કોઈ સમાચાર તમે જયારે પણ સાંભળો છો ત્યારે તેની સૌથી પહેલી અસર હોજરી પર થાય છે. તમને પેટમાં ગરબડ થશે અથવા ઝાડા થઈ જશે તમને ક્યારેય આવો અનુભવ થયો છે ? આપણે હંમેશા કહીએ છીએ "હું આ પચાવી નહીં શકું" માત્ર ઈંગ્લીશમાં જ નહીં પણ દરેક ભાષામાં સહન ન થાય તેવી વાત માટે આ વાક્ય પ્રયોગ કરવામાં આવે છે. 'અનાહત ચક્ર' પ્રેમ સાથે સંબંધિત છે. પ્રેમ અને હૃદય આ બંન્ને શબ્દો બધી ભાષામાં સમાનાર્થી છે. એવું નથી દરેક ભાષાઓ એક જ વખતે ઉદ્દભવી હોય. એવું નથી ભગવાને ભાષાની સી.ડી. (C.D.) બનાવી હોય અને દરેક દેશોમાં પાર્સલો મોકલી દીધાં હોય. તામિલ દક્ષિણ ભારતમાં, હિન્દી ઉત્તર ભારતમાં, ઈંગ્લીશ ઈંગ્લૅન્ડમાં. દરેક આ ભાષા અલગ જગ્યાએ અલગ સમયે ઉદ્દભવી છે. વિકસી છે. પરંતુ તમે જોશો કે દરેક ભાષામાં પ્રેમ અને હૃદયને સમાનાર્થી તરીકે વાપરવામાં આવે છે. આ બતાવે છે કે તમારી જાત અને તમારી લાગણીઓ, સંવેદનાઓની વચ્ચે ગહન સંબંધ અસ્તિત્વ ધરાવે છે. 'અનાહત ચક્ર' હૃદયનું કેન્દ્ર, પ્રેમની શક્તિ સાથે ગાઢ રીતે જોડાયેલું છે. તમે જો જાણતા હો કે લાગણીઓને કઈ રીતે સંભાળવી, તો આ સમજણથી ૫૦% સમસ્યાનું સમાધાન થઈ જાય છે. અને તે લાગણીના ચક્રને જાગૃત કરવાથી બીજા ૫૦%નું સમાધાન થઈ જાય છે. પુષ્કતા શક્તિ પેદા કરે છે અને શક્તિ પુજ્ઞતા પેદા કરે છે. દડો ફરે છે અને તમે પરમાનંદનો નિત્યાનંદનો અનુભવ કરો છો. થોડા સમયમાં જ દરેક ચક્રને સારી રીતે સમજવા માટે આપણી બેઠક થશે. પુષ્નતા મનના જાગૃત ભાગને સાફ કરે છે. ધ્યાન (મેડિટેશન) અજાગૃત ભાગને સાફ કરે છે. જ્યારે મનના બંશે ભાગ સાફ થઈ જશે ત્યારે તમે તમારી જાતનું સંપૂર્ણ રૂપાંતર થયેલું જોશો. તમારી અંદર કઈક અદ્દુભૂત ખીલેલું જોશો.
57
56
છો. જો તમને એક વખત અનુભવ થઈ જાય કે બેમાંથી એક પણ સત્ય નથી, તો જ તમે સત્યનો અનુભવ કરી શકો. સત્યને અલગતાપણાથી વ્યક્ત ન કરી શકાય, ફક્ત અદ્વૈતથી વ્યક્ત કરી શકાય.
પ્રશ્ન-૨ : વ્હાલા સ્વામીજી. આ પ્રોગ્રામમાં ધ્યાનની સાથે કુંડલીની જાગત કરવાની વિધિનો પણ પરિચય કરાવવામાં આવશે ?
અલબત્ત બે દિવસ પછી આપણે કુંડલીની શક્તિને ખૂબ જ સલામત અને વ્યવહારીક રીતે જાગૃત કરી શકાય તે બાબત શીખવાના જ છીએ.
જિંદગીમાંથી સર્વોત્તમ મેળવવા માટે, આનંદપૂર્ણ જીવન માટે, પરમ સુખી જીવન માટે, આધ્યાત્મિક જીવન માટે, વાસ્તવિક જિંદગીમાં બે બાબતો જરૂરી છે. એક તમારી જાત, તમારા અસ્તિત્વને સમજવાની પુખ્રતા અને બીજું મેડિટેશન (ધ્યાન). સમજણ તમારા જાગત મનને સાફ કરે છે. ધ્યાન તમારા અજાગૃત મનને સાફ કરે છે. ઘણી બધી બાબતો એવી છે કે ફક્ત સમજણથી જ અનુસરી શકાય નહીં. દરેક વ્યક્તિ સમજે છે કે ધ્રુમપાન તબિયત માટે ન્નુકશાનકારક છે. સિગારેટની જાહેરાતના દરેક બોર્ડ પર કાનૂની ચેતવણી આપેલી હોય છે. તેઓ કયા શબ્દો વાપરે છે ? ''સિગારેટ પીવી સ્વાસ્થ્ય માટે હાનિકારક છે.'' આપણે બધા જાણીએ છીએ. પરંતુ લોકો સહન કરે જ છે. આપણે તેને નિયંત્રિત કરી શકતા નથી. શા માટે ? અમુક જગ્યાએ ફક્ત બુદ્ધિ-યુક્ત સમજણ જ પુરતી નથી હોતી. તેથી આપણને મનનાં અજાગૃત વિભાગમાંથી શક્તિના પ્રવાહની જરૂર પડે છે.
મનના જાગત ભાગને બૃદ્ધિની, સમજણની પુષ્નતાથી સાફ કરી શકાય છે. અલબત્ત પચાસ ટકા સમસ્યાઓનો ઉકેલ બુદ્ધિથી મેળવી શકાય છે. આપણી આનંદપૂર્ણ જિંદગીમાં બુદ્ધિ ભાગ નથી ભજવતી એમ ન કહી શકાય. તેનું પોતાનું સ્થાન અને અગત્યતા છે જ. પરંતુ એ પૂરતું નથી. તે સંપૂર્ણ વિકલ્પ નથી. જો બૌદ્ધિક સ્પષ્ટતા હોય તો તમે દરેકે દરેક 'ચક્ર'ને
તેથી જ આ પ્રોગ્રામને હું 'આનંદ સ્કૂરણા' કહું છૂં. સ્કૂરણા એટલે ખીલવું. આપણી જાતમાં પરમ આનંદની સ્ફરણા સતત થતી રહે છે. ફક્ત આપણે અંદર નજર નથી કરતા. અંદર શું બની રહ્યું છે તે આપણે જોતા નથી. બસ અંદર નજર કરો. તમને દેખાશે. આ આનંદ સ્ફરણા, આ પરમ સુખનું ખીલવું .
પ્રશ્ર-૩ : વ્હાલા સ્વામીજી મને કઈ રીતે જાણવા મળે કે હું આધ્યાત્મિક જાગૃતતા માટે યોગ્ય છૂં કે નહીં ?
સુંદર પ્રશ્ન છે. કોઈ વ્યક્તિ અધ્યાત્મની શરૂઆત કરવા માટે અથવા આધ્યાત્મિક જાગૃતિ માટે યોગ્ય છે કે નહીં તેવો ખ્યાલ ધર્મગુરુઓએ પેદા કર્યો છે. તમે જીવંત છો એટલું જ પરતું છે. તમે આધ્યાત્મિકતા તરફ જાગત છો એ જ તમારી યોગ્યતા છે. પદવી છે.
એક વ્યક્તિ રમણ મહર્ષિ પાસે ગઈ અને પછ્છયું; ''ભગવાન હું આધ્યાત્મિક પ્રોગ્રામો માટે યોગ્ય છું ? હું આધ્યાત્મિક ક્ષેત્ર માટે લાયક દ્વું ?"
રમણ મહત્વિએ પૂછતું; "તમે જીવંત છો ?"
અનુયાયીએ કહ્યું: "અલબત્ત, હા."
"તો તમે પરતા યોગ્ય છો"; રમણ મહર્ષિએ કહ્યું.
કહેવાતા ધર્મગુરુઓ લોકોનું શોષણ કરવા માટે આવા ખ્યાલોનું સર્જન કરે છે. તમે જાણો છો, જો તમને ગુનાહિત ભાવમાં ન રાખવામાં આવે, નીસરણીના નીચેના પગથીયે ન રાખવામાં આવે તો તમે શરણાગતિ સ્વીકારો નહીં. માત્ર લોકોનું શોષણ કરવા માટે જ યોગ્યતાનો ખ્યાલ પેદા કરવામાં આવ્યો છે. આ યોગ્યતાના ગોરખધંધાઓ સમજણ અને આધ્યાત્મિકતાને મારી નાંખી છે.
સાચું કહેવા દો. તમે એવી કોઈ વ્યક્તિને નહીં શોધી શકો જે પોતાને યોગ્ય સમજતી હોય. હજારો વરસના મહાવરા પછી પણ તમને એવું લાગે
છે કે તમે યોગ્ય છો કે નહીં. હું નથી જાણતો શું કામ ! કારણ કે તમારા ઉપર ગુનાહિત ભાવ લાદી દેવામાં આવ્યો છે. સ્પષ્ટતા કરવા દો, ફક્ત મુંબઈ શહેરમાં જ નહીં. તમે ગમે ત્યાં રહેતા હો તમે યોગ્ય જ છો. જો તમે વિચારો કે તમે જીવિત છો એ જ પૂરતું છે. તમે યોગ્ય જ છો. યોગ્યતાનો ખ્યાલ તમારૂં માનસિક શોષણ કરવા માટે લાવવામાં આવ્યો છે.
ઝેન બદ્ધિઝમમાંથી એક સંદર વાર્તા :
એક માણસ ઝેન ગુરુ પાસે આવો જ પ્રશ્ન લઈને ગયો. "ગુરુજી હું આધ્યાત્મિક પ્રગતિ માટે યોગ્ય છૂં ? મને એવું લાગે છે કે તેમાં ઘણાં બધાં અવરોધો છે.''
ગુરુએ જવાબ આપ્યો; "આ શબ્દ 'અવરોધ' જ એક અવરોધક છે બીજું કશું જ નથી."
આધ્યાત્મિક જીવનમાં 'અવરોધ' શબ્દ જ અવરોધક છે કારણ કે દરેક વ્યક્તિ દિવ્ય જીવનની ક્ષમતા ધરાવે છે. જ્યારે વ્યક્તિ પહેલેથી જ દિવ્ય જીવનની ક્ષમતાવાળો હોય તો તમે કઈ રીતે કહી શકો કે તેને બીજી યોગ્યતાની જરૂરિયાત છે ? આ બધા નિયમો વ્યક્તિને ગુનાહિત ભાવમાં રાખવા માટે બનાવવામાં આવ્યા છે, એક પગથીયું નીચે રાખવા માટે. નહીંતર યોગ્યતા જેવું કશું હોતું જ નથી. જો તમને કોઈ યોગ્યતાની જરૂર હોય તો પછી આધ્યાત્મિકતાનો અર્થ જ શું છે ? એક વ્યક્તિ મારી પાસે આવી અને કહ્યું; "સ્વામીજી મેં ક્યારેય 'આયામ અને નિયમ પાળ્યા નથી.' પતંજલિની યોગ પદ્ધતિમાં પહેલું પગથિયું 'આયામ' છે. આયામ એટલે – બ્રહ્મચર્ય, અહિંસા, સત્ય, અપરિગ્રહ, અસ્થેય. આ પાંચ મહાન વ્રતો છે. જે તમારે પાળવા જોઈએ અને પછી જ તમે યોગ્ય માટે યોગ્ય ગણાવ."
એક વ્યક્તિ આવી અને પૂછયું; "સ્વામીજી હું આ પાંચમાંથી એક પણ બાબત પાળતો નથી, હું યોગ્યમાં કઈ રીતે દાખલ થઈ શકું ?"
અને દ્રવ્ય શબ્દ વાપરી શકો છો. જો એક જ બાબત હોય તો તમે દ્રવ્ય અથવા શક્તિ કઈ રીતે કહી શકો ? તેના જેવું જ છે, જેમ કે ત્યાં 'બે વસ્તુઓ' નથી. વિચારવું અને હોવું. ત્યાં ફક્ત એક જ બાબત છે. પરંતુ તમે સીમારેખા દોરો છો. કારણ કે આપણને સરહદો વગર ફાવતું નથી. સીધું જ ગણિત છે. કોઈપણ બાબતને ટુકડાઓમાં કાપી નાખવી. વસ્તુઓનું ટૂકડાઓમાં વિભાજન કર્યા વગર તમે તેને સમજી શકતા નથી. કોઈપણ બાબતને લેબલ લગાવીને તેને વધારે બુદ્ધિયુક્ત બનાવીને તેને લોજીકલ બનાવીને સમજવાનો આ એક રસ્તો છે. માટે તમે તમારી ઉપયોગીતા માટે ડાબી બાજુની ગંગા છે અને જમણી બાજુની ગંગા છે એવું કહો છો, પરંતુ હકીકતમાં બે ગંગાઓ ક્યાં છે ? માત્ર સરખામણીની વાસ્તવિકતામાં જમણી અને ડાબી બાજુ અસ્તિત્વમાં છે. અસ્તિત્વમી વાસ્તવિકતામાં બે ગંગા નથી. આ પણ એવું જ છે. ફક્ત સરખામણીની વાસ્તવિકતામાં 'વિચારવું' અને 'હોવું' અસ્તિત્વ ધરાવે છે. હકીકતમાં વાસ્તવિક અસ્તિત્વમાં, તમે છો. બસ એટલું જ માત્ર. 'અસ્તિત્વ' શબ્દ નીકળી જાય છે. 'વિચારવું' અને 'હોવું' માં કોઈ તફાવત નથી. તમે જો સીમારેખા બનાવો તો પછી તમે અહીં વિચારો છો અને પછી તેના પર તમે છો. પરંતુ વાસ્તવમાં કોઈ સીમા રેખા નથી. તમે કહી શકશો કે અહીં સુધી 'હોવાની' હદ છે અને પછી 'વિચારવા'ની હદ છે ? આવી બે વસ્તુઓ છે જ નહીં. શિવ અને શક્તિ જેવું કંઈ જ નથી. ફક્ત એક જ બાબત છે શક્તિ. જો એક જ રસ્તો છે તો 'શક્તિ' શબ્દ ઉચ્ચારવો જ ન જોઈએ. તમે જેટલી વધારે ચિંતા કરો છો કે તમે વિચારો છો એટલે તમે છો એટલા જ તમે છો, અથવા તમે વિચારો છો એટલે તમે છો તમે ગુંચવણમાં પડી જશો. બંને ફક્ત શબ્દો છે જેની સાથે આપણે રમીએ છીએ. રમત માટે એ બરાબર છે, પરંતુ વાસ્તવિક જીવન માટે નથી. તમે ક્યારેય રમકડાંના પ્લેનમાં મુસાફરી કરો છો ? જો તમે પ્રયત્ન કરશો તો તમને ખબર પડશે કે તમે ક્યાં ઊતરો છો ? શબ્દો સાથે પણ આવું જ છે. રમવા માટે ખૂબ સારા છે. પરંતુ જો તમે તેને ગંભીરતાથી લેશો તો તે તમને ક્યાંય નહીં લઈ જાય.
મેં કહ્યું; "જો તમે આ પાંચેય બાબતોનું પાલન કરતા હો તમારે યોગની જરૂરિયાત જ નથી ?''
પુષ્નતા અને મેડિટેશન એકબીજાને મદદ કરે છે. પુજ્ઞતા તમને શક્તિ આપે છે અને શક્તિ તમને પુજ્ઞતા આપે છે. સૌથી પહેલા તમે જ્યાં છો જેવા છો ત્યાંથી જ શરૂઆત કરી દો. તમે જોશો કે દડો આપોઆપ ફરવા માંડશે.
પ્રશ્ર-૪ : વ્હાલા સ્વામીજી "હું છું, એટલે હું વિચારું છું" આ સત્ય છે ?
ઉપરનો જ પ્રશ્ન બીજી રીતે સામેની બાજુએથી પુછાયો. જેમ કે જુનો શરાબ નવી બોટલમાં.
Section 4
એકદમ સ્પષ્ટતાથી સમજી લો. તમે 'હું વિચારું છૂં.' તેમ પણ ન કહી શકો, કે 'હું છૂં' તેમ પણ ન કહી શકો. તમે વિચારતા પણ નથી અને તમે પણ નથી. હું તમને આ જ જવાબ બીજી રીતે આપું છું. જો તમે વિચારતા હો તો તમે હોવા જોઈએ, તમારું અસ્તિત્વ હોવું જોઈએ. જો તમે અસ્તિત્વ છો, તો તમે વિચારી ન શકો. જો તમે વિચારો છો. તમારૂં અસ્તિત્વ હોવું જ જોઈએ. હકીકતમાં આ ખુબ જ જટિલ ગુંચવણભર્યો પ્રશ્ન છે. પહેલાના પ્રશ્ન જેવો જ. હું દુનિયામાં છૂં કે દુનિયા મારામાં છે. બે શક્યતા છે. આપણે છીએ અને વિચારી રહ્યા છીએ. અથવા આપણે વિચારીએ છીએ અને પછી છીએ. જુઓ આ એક સીમા વિહિનતા જેવું છે. તમારે ફરી વખત એક બિંદુ પર ઊભા રહેવું પડશે. તમારે ગંગામાં જમણી બાજુ નહાવું છે કે ડાબી બાજુ નહાવું છે. તમે ડાબે કે જમણે ક્યાંય નથી ! તમે ગંગામાં જ છો. એક વખત તમને સમજાઈ જાય કે હોવું અને વિચારવું અલગ નથી. પછી તમે જોશો કે સીમા, હદ ક્યાંય નથી. આજે રાજ મને રસ્તામાં ગાડીમાં પૂછતો હતો કે; "પદાર્થ અને શક્તિનું સાથે અસ્તિત્વ હોઈ શકે ?" મેં કહ્યું ના, એ દ્રવ્ય નથી. ફક્ત શક્તિ દ્રવ્ય છે. અને જો ફક્ત શક્તિ જ હોય તો તમે 'શક્તિ' શબ્દ શેના માટે વાપરી શકો ? જો ત્યાં કંઈક કહેવાતાં દ્રવ્ય જેવું જ હોય તો તમે શક્તિ
61
60
નિર્ભેળ સત્ય, સીધે રસ્તે !
62
63
પ્રશ્ન-૫ : વ્હાલા સ્વામીજી આધ્યાત્મિકતાના નામ પર આટલી બધી હિંસા કેમ થાય છે ?
લડાઈઓ અને હિંસા આધ્યાત્મિકતાના કારણેનથી થતી ધર્મોને કારણે થાય છે જ્યાં આધ્યાત્મિકતા જીવંત હોય ત્યાં લડાઈ ન હોય. જયારે બાહ્ય ધાર્મિક ક્રિયાઓ જ મહત્ત્વની બની જાય છે, સમસ્યાઓ શરૂર થઈ જાય છે. જો તમે ગીતાને મહત્ત્વ આપશો તો કોઈ સમસ્યા નહીં થાય. પણ તમે જયારે કષ્ણને મહત્ત્વ આપો છો. ત્યારે સમસ્યા શરૂ થાય છે. પરંત ગીતાને સમજવા માટે તમારે કૃષ્ણને પણ થોડું મહત્ત્વ આપવું પડે છે. શરૂઆત કૃષ્ણ સાથે કરવી તે એકદમ બરાબર છે. પરંતુ જો તમે અંતપણ કૃષ્ણ જ સાથે લાવો તો ચોક્કસ ક્યાંક સમસ્યા છે. આ ઘણું મજાનું છે. ચર્ચમાં જન્મ લેવો સારો છે, પરંતુ ત્યાં મરવાનું નહીં. તમે ધર્મથી શરૂઆત કરી શકો, પરંતુ જો તમે ઉપર જાવ, આગળ જાવ તો પછી ત્યાં આવા બધા ઝઘડા નહીં હોય. તમે 'અયોધ્યા' શબ્દનો અર્થ જાણો છો ? તે 'અયોધિ'માંથી આવે છે. જ્યાં યુદ્ધ નથી, લડાઈ નથી. જયાં યુદ્ધ થતાં નથી તે 'અયોધિ'. રામે 'અયોધિ'નો ખ્યાલ આપ્યો છે. મને લાગે છે કે તેમણે શાંતિપૂર્ણ, આનંદપૂર્ણ સ્વર્ગની કલ્પના કરી હશે. આજ કારણ છે કે તેમણે તે જગ્યાનું નામ 'અયોધિ' આપ્યું છે. યુદ્ધોથી પર, ઝઘડાથી પર, ગરબડોથી પર. આપણે રામને પકડીએ છીએ પણ તેમની દર્ષ્ટિને ભૂલી જઈએ છીએ. અહીંથી જ સમસ્યાની શરૂઆત થાય છે. આપણે તેમને પકડી રાખીએ છીએ. તેમની દરષ્ટિને નહીં. આપણે જ્યારે બાઈબલને બદલે ઈસુને ૫કડીએ છીએ ત્યારે જ સમસ્યા શરૂ થાય છે.
એક સૂંદર નાની વાર્તા છે : બનારસમાં ગંગાના કિનારે રામનો એક ભક્ત રહેતો હતો. તે રોજ સવારે નિયમિત તુલસી રામાયણનું ગાન કરતો હતો. તેની પાસે રામાયણની એક જ નકલ હતી તેને આખી રામાયણ મોઢે હતી. તે સતત રામનામનો જાપ કર્યા કરતો હતો અને તેમાં તેને આનંદ આવતો હતો. તે પરમાનંદમાં જ રહેતો હતો, તે વિસ્તારમાં તે ખૂબ જ લોકપ્રિય હતો. લોકો તેની પાસે આનંદપૂર્ણ પરમાનંદ જીવનનો આશીર્વાદ લેવા જતા હતા હતા.
એક દિવસ એક ભિખારી તેની પાસે આવ્યો અને પૃછ્યું : "સાહેબ મેં છેલ્લા ત્રણ દિવસથી કશું જ ખાધું નથી. મહેરબાની કરીને મને કંઈક ખાવાનું આપો.'' એક મુક્ત વ્યક્તિ, તેનું મન કરૂણાથી ભરાઈ ગયું કોઈ વ્યક્તિને ત્રણ દિવસથી ખાવાનું નથી મળ્યું તે વાત તે સહન ન કરી શક્યો. તે ખુબ જ દૃ:ખી થઈ ગયો. સામાન્ય માણસ માત્ર સહાનુભતિ અનુભવી શકે. પરંતુ રાુરુઓ ને કંઈક એવું બને છે, જેને ઈમ્પથી (સામી વ્યક્તિ જેટલું જ દુ:ખ થવું) કહેવાય છે. તેમને બીજાઓની લાગણીઓનો સંપૂર્ણ અનુભવ પોતાનામાં થાય છે. અને તેમનો પ્રત્યુત્તર બીજાને ઊંચે ઉઠાવે છે. તમે જયારે સામાન્ય માણસ સામે બીજાનું દ્વ:ખ વ્યક્ત કરો છો, ત્યારે તે તમને તેના દુ:ખમાં ઘસડી જાય છે. તમેતેની સમસ્યાઓના પ્રેમમાં પડી જાવ છો. તમે તેના સ્તર સુધી નીચે ઉતરી જાવ છો. અને તેના દ્દ્રઃખનો એક ભાગ બની જાવ છો. પરંતુ ગુરુઓ તેમને પ્રેમથી ઊંચે ઊઠાવે છે.
પેલો રામભક્ત ભૂખ્યા માણસનું દ્વઃખ સહન કરી શક્યો નહીં. તેની પાસે તુલસી રામાયણ સિવાય કશું જ નહોતું. તેણે તે પુસ્તક ભીખારીને આપીને કહ્યું; "પ્લીઝ આ પુસ્તક લઈ જાવ, બજારમા જઈને કહો કે આ પુસ્તક મારું છે, મેં તમને આ પુસ્તક આપ્યું છે. આ સાંભળીને બજારમાં લોકો ખૂબ જ પૈસા આપીને પુસ્તક ખરીદી લેશે. એ પૈસામાંથી તમારા માટે ખાવાનું ખરીદી લેજો.'' જે પુસ્તકની એ રોજ પૂજા કરતો હતો, જે પુસ્તકને તેણે બીજા લોકો સામે ક્યારેય ખોલ્યું નહોતું તે તેની પોતાની જાત જેવું, જીવ જેવું હતું. તે પુસ્તક તેણે એમ કહીને આપી દીધું કે; "પુસ્તક લઈ જાવ, બજારમાં વેચી દો, તમને પૈસા મળશે. એ પૈસાથી તમે ભોજન કરી લો."
િભિખારી જતો રહ્યો ત્યાર પછી પેલા ભક્તે રામને પ્રાર્થના કરી: "હે રામ મેં તમારા શબ્દોને આપી દીધા છે. તમારા શબ્દોનું માન રાખવા માટે."
64
રામની ફિલોસોફી શું છે ? 'આપવા' સિવાય બીજી કોઈ નહીં. સંપૂર્ણ ત્યાગ. સર્વસ્વનું સમર્પણ.
"'મેં તમારા શબ્દોનું માન રાખવા તમારા શબ્દો આપી દીધા છે." તમે જયારે માત્ર શબ્દો રાખવા માટે શબ્દો આપી દો છો ત્યારે, ત્યાં ઝઘડો, મારામારી, હિંસા હોતા જ નથી. તમે જયારે શબ્દોને પકડી રાખવાને બદલે તેના ભાવ પકડીને વર્તન કરો છો ત્યારે કુદરતી રીતે જ એકતા. શાંતિ, સંવાદિતા, અને પરમસુખનો અનુભવ થાય છે. શબ્દોના ભાવને જીવનમાં ઉતરવાને બદલે તેને પુસ્તકોમાં પકડી રાખવાથી જ સમસ્યા શરૂ થાય છે. જો તમે શબ્દો રાખવા માટે શબ્દો છોડી દેવા તૈયાર હો તો, કોઈ સમસ્યા ઊભી નહીં થાય. સમસ્યાનું અસ્તિત્વ જ નહીં હોય. આ જ એક અને એક માત્ર ઉકેલ છે. તમારી શક્તિને જીવનને સમજવામાં અને વિકાસ કરવામાં લગાડો. બાહ્ય ધાર્મિક ક્રિયાઓ અને સ્વરૂપોનું કોઈ જ મહત્ત્વ નથી.
પ્રશ્ર-૬ : વ્હાલા સ્વામીજી. તમે ચક્રો અને મંત્રો વિશે થોડું સમજાવશો ?
તમે બે બાબતો વિશે પૂછયું છે. ચક્રો અને મંત્રો.
પહેલા ચક્રો વિશે સમજાવું છું. ચક્રો તમારી અંદર રહેલા શક્તિના રહસ્યમય કેન્દ્રો છે. અલબત્ત તેનું કોઈ ભૌતિક અસ્તિત્વ નથી. તેને કાર્યરત કરીને તમે રોગોમાંથી મુક્તિ મેળવી શકો છો. આ સાત શક્તિ કેન્દ્રો તમારી શારીરિક, માનસિક, મનોવૈજ્ઞાનિક, સંવેદનાત્મક અને આધ્યાત્મિક પ્રક્રિયાઓનું નિયમન કરે છે.
દા.ત., તમારી હોજરી બગડી છે. અને તમને કોઈ સારા સમાચાર મળે છે. તમે તેનો આનંદ માણવાના મૂડમાં નહીં હો. તમે તેને માણી નહીં શકો. પરંતુ જો તમારી હોજરી રીલેક્સ હશે, તમે તમારી જાતમાં હળવાશ અનુભવતા હશો અને તમે કોઈ ખરાબ સમાચાર સાંભળશો અથવા કોઈ ભુલ કરશે તો તમે તેને હળવાશથી લેશો. તમે તેને માફ કરી દેશો. આ ચક્રો તમારી શારીરિક, માનસિક, મનોવૈજ્ઞાનિક, સંવેદનાત્મક અને આધ્યાત્મિક વર્તણુંકો અને પ્રક્રિયાઓનું ખુબ જ મહત્ત્વનો ભાગ ભજવે છે. જ્યારે તેમાં ખલેલ પહોંચે છે, જયારે તે તમારી સિસ્ટમ સાથે લયમાં નથી હોતા, ત્યારે તમને રોગો થાય છે. જયારે તે તમારી જાત સાથે 'ડીસ– ઈઝ' હોય છે ત્યારે તમને 'ડીસીઝ' થાય છે. જો આ ચક્રોને યોગ્ય રીતે, યોગ્ય પદ્ધતિથી કાર્યરત કરવામાં આવે તો તમે રોગથી મુક્ત થઈ જાવ છો. તમે ફક્ત રોગોથી મુક્ત જ નથી થતાં પરંતુ તમે ખરેખર ખુબ જ સ્વસ્થ પણ રહો છો.
જયારે આપણે કોઈપણ રોગથી પીડિત નથી હોતા, ત્યારે પણ આપણે ભાગ્યે જ સંપર્ણ સ્વસ્થતાનો અનુભવ કરીએ છીએ. તમે સંપર્ણ સ્વસ્થ છો કે નહીં તેનો માપદંડ શું છે ? વહેલી સવારે જેવા તમે પથારીમાંથી ઊઠો ત્યારે તમે પથારીથી બાથરૂમ સુધીના તમારા પગલાંનું નિરીક્ષણ કરજો. જો તે માત્ર ચાલવાને બદલે નૃત્ય કરતા હોય તો તમે સંપૂર્ણ સ્વસ્થ છો. પથારીથી બાથરૂમ સુધીની ચાલ, નૃત્ય જેવી હોવી જોઈએ. તમે સુંદર - સ્વસ્થ છો, તમે આનંદપૂર્ણ છો કે નહીં તે માપવાનો આ સમય છે. આ જ સમય છે જ્યારે તમે અજાગ્રતતામાંથી બહાર આવો છો, તમે કોણ છો – કેવા છો ? તે માપવાનો આજ સમય છે.
પ્રાણીઓ જયારે સવારે જાગે ત્યારે તેમનું નિરીક્ષણ કરજો. પક્ષીઓ કોઈપણ કારણ વગર આનદિત કીલકીલાટ કરે છે. વાદજરડાંઓ તમને બાંધેલા દોરડાથી છટા થવા માટે ફદાફદ કરે છે. બિલાડી કોઈપણ કારણ વગર આમતેમ આંટા મારે છે. માણસ જાત જ એક એવું પ્રાણી છે જે પડખું ફેરવે છે અને પાછૂં ઊંઘી જાય છે ! માણસ જાત એ એલાર્મ વાગતાં સાંભળીને જાગે છે એલાર્મ પાછો બંધ કરે છે અને ઊંઘી જાય છે. માણસ જાત જ માત્ર એવું પ્રાણી છે કે જેણે કુદરતથી, અસ્તિત્વથી પોતાની જાતને વિખુટી પાડી દીધી છે.
ଚିଚ
67
એક વખત એક આધેડ વયના પુરુષને કોઈ કારણસર પોતાની પત્નીથી છૂટકારો મેળવવો હતો. તેની પત્ની પાસે બિલાડી હતી અને પેલો માણસ બંશ્રેથી છટકારો મેળવવા માંગતો હતો. તેણે વિચાર્યું કે બિલાડીથી શરૂઆત કરું. તે બિલાડીને પકડીને અમુક માઈલ દૂર એક અજાણી જગ્યામાં મૂકી આવ્યો અને પાછો ઘરે આવવા નીકળ્યો. તે જયારે તેના ઘરે પહોંચ્યો ત્યારે તેણે જોયું કે બિલાડી તો ત્યાં તેની રાહ જોઈને ઊભી છે. બીજે દિવસે તે િબિલાડીને શહેરની બીજી બાજુ ૨૦ માઈલ દુર મુકી આવ્યો. કલાક પછી જોયું તો બિલાડી ઘરના દરવાજા પાસે ઊભી હતી.
ત્રીજા દિવસે તે ખરેખર ચીડાઈ ગયો, ડિસ્ટર્બ થઈ ગયો. તેણે બિલાડીને પકડીને કંતાનના કોથળામાં પૂરી દીધી અને ગાડીને ડાબી, જમણી, દક્ષિણ, પશ્ચિમ, આ રસ્તે, પેલા રસ્તે આમતેમ આડી અવળી બે-ત્રણ કલાક ફેરવીને એ એક જંગલ જેવી જગ્યાએ પહોંચ્યો, જેથી બિલાડી ક્યારેય ઘરનો રસ્તો શોધી શકે નહી. તેણે વિચાર્યું આને અહીં છોડી દઉ. આ જ ઉત્તમ જગ્યા છે કારણ કે મને પોતાને જ ખબર નહોતી કે આસપાસમાં આવી જગ્યા છે. માટે બિલાડીને ક્યારેય રસ્તો નહીં મળે. તેણે કંતાન કોથળો ત્યાં ખોલીને છોડી દીધો અને પાછો ઘરે આવી ગયો.
પાછા ફરતી વખતે તેણે રસ્તામાંથી પોતાની પત્નીને મોબાઈલ કર્યો; "ડીયર, બિલાડી ઘરમાં છે ?"
પત્નીને કહ્યું; "હા, બિલાડી અહીં જ છે."
પુરૂષે પૂછ્યું; "'પ્લીઝ બિલાડી પાસેથી ગમે તેમ કરીને ઘરનો રસ્તો જાણી લે ને, હું ભૂલો પડી ગયો છૂં. તે મને રસ્તો બતાવી શકશે.''
માણસ જાત જ એક એવું પ્રાણી છે જેણે કુદરત સાથેનું અનુસંધાન ખોઈ દીધું છે સાથે સાથે તેનો રસ્તો પણ ભૃલી ગયો છે.
માટે તમે સવારમાં ઊઠતાં જ તમારી ચાલને નૃત્ય કરતી જુઓ, તો તમે તમારો રસ્તો નથી ભૂલ્યા. તમે સ્વસ્થ જીવન જીવી રહ્યા છો. ચક્રોને જાગૃત કરવાથી માત્ર રોગોથી મુક્ત જ નથી થવાતું, એ તમને સ્વસ્થ જીવનની ઝાંખી પણ કરાવે છે. આપણામાંના મોટા ભાગના લોકો સ્વસ્થતાના સ્તરે સ્પર્શતા જ નથી. આપણે જન્મથી આંધળા માણસ જેવા છીએ, કે જે જાણતો જ નથી કે તેણે શું ગુમાવ્યું છે ? આપણે ક્યારેય નહીં સમજી શકીએ કે સંપૂર્ણ સ્વસ્થતાનો અનુભવ કેવો હોય છે ? કારણ કે આપણે તે ખૂબ જ નાની ઉંમરમાં ગુમાવી દીધા છે. માટે તમે જયારે આ ચક્રોમાં પ્રવેશ કરો છો ત્યારે તમને ખ્યાલ આવે છે કે અત્યાર સુધી તમે ખરેખર શું ગુમાવ્યું છે. આ ચક્રોની પાયાની ઓળખાણ છે.
હવે મંત્રો વિષે. ક્યારે એવું ન વિચારો કે શબ્દો ફક્ત શબ્દો જ છે. સ્પષ્ટતાથી સમજી લો ક્યારેય એવું ન વિચારો કે શબ્દો ફક્ત શબ્દો જ છે. તે પણ શક્તિનું સ્વરૂપ છે. દાખલા તરીકે હું 'ગાય' શબ્દ ઉચ્ચારું છૂં. તરત જ તમારા મનમાં, ચાર પગ, પંછડી, બે શિંગડા, બે કાન અને બીજૂં આખ્યું ચિત્ર ઉપજશે. હું સાચો છૂં ? તરત જ, ફક્ત અવાજથી જ તમારા મનમાં એક સ્વરૂપ પેદા થયું. તમે અવાજ વગર, શબ્દ વગર એ સ્વરૂપની કલ્પના કરવાની કોશિશ કરો, કદાચ તે ગાય નહીં હોય. તમે અવાજ વગર, શબ્દ વગર કોઈપણ બાબતને કલ્પનામાં જોતાની કોશિશ કરો. તમે ક્યારેય નહી જોઈ શકો. આ કલ્પના દેષ્ટિને ઈચ્છા શક્તિ કહેવાય છે.
તમારી સિસ્ટમમાં ત્રણ પ્રકારની શક્તિઓ છે. ઈચ્છા શક્તિ, ક્રિયા શક્તિ અને જ્ઞાન શક્તિ. બીજી બે શક્તિઓ માટે 'ઇચ્છા શક્તિ' પાયાની ધાતુ છે. આ પાયાની ધાતુમાંથી સોનું બનાવી શકાય છે. ઈચ્છા શક્તિ કાચી શક્તિ છે, અપક્વ શક્તિ છે. જેમાંથી જ્ઞાન શક્તિ અને ક્રિયા શક્તિનો વિકાસ થાય છે. ઈચ્છાશક્તિ જયારે ચોવીસ કેરેટ સોનું હોય છે ત્યારે તે જ્ઞાન શક્તિ હોય છે. જ્યારે તે અઢાર કેરેટ સોનું હોય છે ત્યારે તે
એક નાની
વાર્તા
ലും
68
ઈચ્છાશક્તિ છે. બાવીસ કેરેટ સોનું એટલે ક્રિયા શક્તિ અને ચોવીસ કેરેટ સોનું એટલે જ્ઞાન શક્તિ. પરંત્ કાચી ધાતુ પાયાની વસ્તુ છે. જે કલ્પના કરવાની ક્ષમતા છે, માટે કલ્પના દર્ષ્ટિની ક્ષમતા અને શબ્દો એકબીજા સાથે ગાઢ રીતે સંકળાયેલ છે. કાચી ધાતુમાં મંત્રો ઉછેરવા એટલે કાચી ધાતુંનું શુદ્ધિકરણ કરીને શુદ્ધ સોનું બનાવવું.
મંત્ર શબ્દમાં બે બાબતો છે : મનુ-ત્ર. મનનો અર્થ છે માણસ જાત, 'ત્ર'નો અર્થ જે રસ્તો બનાવે છે. માટે મંત્ર એ છે જે માણસને રસ્તો બતાવે છે. જે મનની બહાર નીકળવાનો રસ્તો બતાવે છે. જે આપણને મનની બહાર લઈ જાય છે. મનની ઉપર લઈ જાય છે.
માટે માણસને દ્વુનિયાની બહાર લઈ જવાની પદ્ધતિ, ટેકૃનિક એટલે મંત્ર તમે એમ પણ કહી શકો કે, માણસને દુનિયાની બહાર લઈ જાય તે મંત્ર. તમારી જાતમાં મત્રોને સતત એવી રીતે ઉતારવામાં આવે છે. જેમ કાચી ધાતુંને શુદ્ધ કરવા માટે એસિડ (તેજાબ) ઉમેરવામાં આવે છે. જેમાંથી બાવીસ કેરેટ સોનું બને છે. તમે જો એ પદ્ધતિ સતત ચાલુ રાખો તો તેમાંથી ચોવીસ કેરેટ સોનું બને છે. માટે મંત્રો આધ્યાત્મિક ક્ષેત્રમાં દાખલ થવા માટેની શક્તિશાળી પદ્ધતિ છે. વાસ્તવિક જીવનમાં પ્રવેશવાની પાવરફલ ટેકનીક છે.
રોજેરોજની જિંદગીમાં જેને તમે જીવન કહો છો – મંત્રો જરૂરી છે. એવું જરૂરી નથી કે મંત્રો સંસ્કૃત ભાષામાં જ હોવા જોઈએ. તમે ઈંગ્લીશ મંત્રો પણ વાપરી શકો છો. જેમકે; આઈ મસ્ટ સકસીડ ઈન માય ઓફિસ, આઈ મસ્ટ કન્વીન્સ ધેટ પર્સન, આઈ મસ્ટ ફલોરીશ માય બિઝનેસ. તમે જો આ વાક્યો સભાનતામાં પણ પુનરાવર્તિત કરતા હો તો તે મંત્રો છે. એવું ન વિચારો કે ઓમ નમ: શિવાય અથવા હરિ ઓમ્ નમો: નારાયણ જ મત્રો છે. આ પ્રાચીન મંત્રો છે. આધુનિક મંત્રોમાં તમે સવારમાં ઉઠતાક્ષની સાથે જ બોલી શકો, "આજે મારે પેલા માણસ સાથે વાત કરીને ધંધો મેળવવો જ છે.'' આજે પેલી સાથે મળીને અમુક વાતનો ફેંસલો
કરવો જ છે. તમે જે કાંઈ ગણગણો છો તે મંત્ર બની જાય છે. કંઈક મેળવવાનો આ રસ્તો છે. તમને જીવનમાં જે કાંઈ પ્રાપ્ત થાય છે તે પહેલા મંત્ર સ્વરૂપે હોય છે અને પછી જ વાસ્તવિક સ્વરૂપે બને છે. જો મંત્ર અભાન હોય તો, પરિણામ પણ અભાન હોય. જો મંત્ર સભાન હોય તો પરિણામ પણ સભાન હોય. જો તમે જાગૃતતાથી મંત્રોચ્ચાર કરશો તો તમે જાગૃત પરિણામોનો આનંદ મેળવી શકશો. જો મંત્ર અજાગૃતતામાં પુનરાવર્તન થશે તો તમને તેના હેતુ અને પરિણામની ખબર નહીં પડે. જયારે તેને જાગત રીતે ઉચ્ચારવામાં આવે છે, તેનું સતત રટણ કરવામાં આવે છે ત્યારે તમે તેના હેતુ માટે સ્પષ્ટ હો છો અને તમારે ક્યાં જવાનું છે ? શું જોઈએ છે ? તે ખબર હોય છે. અને તે તમને મળે છે. તમે જયારે સંપૂર્ણ સભાન અવસ્થામાં હો, તમારા મંત્રનાં બંધારણમાં પૂરેપૂરા સભાન હો, જાગૃત હો ત્યારે રસ્તો અને મંઝિલ એકદમ સ્પષ્ટ હોય છે અને તમે ત્યાં સરસ રીતે, સલામત રીતે, ચાલતા, ચાલતા નહીં પણ નૃત્ય કરતાં કરતાં પહોંચી જાવ છો. જો તમે અજાગ્રત હો. અભાન હો, તો તમે તમારા રસ્તા અને મંઝિલ પ્રત્યે સજાગ હોતા નથી તેથી કુદરતી રીતે જ તમે ઘસડાવ છો. જો તમે કારને કેવી રીતે બ્રેક મારવી, તેને કેવી રીતે અટકાવી તે જાણતા હો તો તમે કારને ચલાવો છો જો તમે તે જાણતા ન હો તો કાર તમને ચલાવે છે.
આપણે ધાર્મિક હોઈએ અથવા અધાર્મિક હોઈએ, આધ્યાત્મિક હોઈએ કે ભૌતિકવાદી હોઈએ. આપણે બધા જ સતત મંત્ર જાપ કરતાં હોઈએ છીએ. તમે બેધ્યાન પણે કે ધ્યાનથી સતત મંત્રો જપતા હો છો. આટલું બસ છે. જો તમારે સજાગ બનીને મંત્ર જાપ કરવો હોય તો તમારે જાણવું જોઈએ કે કારને કઈ રીતે અટકાવવી, અને તમે કારને ચલાવો છો. પરંતુ જો તમે મંત્રને તમારી પાસે જપ કરાવવા દેશો તો, જો તમે બેધ્યાનપણાની રીતે સતત ચાલતા દેશો તો, મંત્રો તમારી ક્રિયાઓનું નિયંત્રણ કરશે. કાર તમને ચલાવાતી હશે. જો તમે કાર ચલાવતા હશો તો તમને ખબર હશે કે તમે ક્યાં જઈ રહ્યા છો. જો કાર તમને ચલાવતી હશે કશું નક્કી નહીં કે તમે ક્યાં પહોંચશો.
આખા તળાવમાંથી પસાર થાય છે અને પોતાની અસર પેદા કરે છે.એક વાત છે કે પથ્થર થોડો મોટો હશે તો મોજાં મોટાં હશે, અને નાનો હશે તો નાનાં હશે. તેથી તમે જયારે કોઈ બાબતનું રટણ કરો છો, તમે કોઈના માટે પ્રાર્થના કરો છો ત્યારે તે તમારી જાત પર અને બીજાની જાત પર ચોક્કસ અસર કરે છે. તે પાણીમાં જે રીતે પથ્થર પ્રવેશે છે તેવી રીતે પ્રવેશ કરે છે; મંત્રને તમારા મનમાં નાંખવાથી તે તરંગો પેદા કરે છે, તે તમારી અને બીજાની સિસ્ટમ પર અસર પેદા કરે છે. તમે જયારે પથ્થર નાંખો છો ત્યારે તળાવના પરિધ પર જે થાય છે. તેવી જ અસર બીજાની જાત પર થશે. તળાવના કેન્દ્રમાં જે બને છે તે તમારી જાત પર બનશે. તેથી તમે જયારે બીજા માટે પ્રાર્થના કરો છો ત્યારે બીજા કરતાં તમારા પોતાના પર તેની વધારે અસર થાય છે. બીજાને અસર થાય છે. પણ તમે પરિણામ મેળવો છો. બીજાને પરિણામની અસર થાય છે. જયારે તમને પરિણામ પોતે મળે છે.
પ્રશ્ન-૮ : વ્હાલા સ્વામીજી, ચક્રોની અતિ સક્રિયતાની કોઈ આડ-અસર હોય છે ?
જો ચક્રોને યોગ્ય રીતો અને પદ્ધતિઓથી કાર્યાન્વિત કરવામાં આવે તો, સક્રિય કરવામાં આવે તો તે ફક્ત સારું સ્વાસ્થ્ય આપે છે. તેની કોઈ આડ-અસર થતી નથી. મેં જે ટેકનિકો વિકસાવી છે તે ફુલ-પ્રૂફ ટેકનિકો છે. કોઈપણ આડ-અસર વિનાની. તમે જો થોડી ખોટી રીતે અજમાવશો તો તમને પૂરી હકારાત્મક અસર નહીં થાય. બસ આટલું જ. તેની કોઈ આડઅસર નહીં થાય, બીજી અસર નહીં થાય. ટેકૃનિક યોગ્ય હોવી જોઈએ. કાર્યપદ્ધતિ બરાબર હોવી જોઈએ. જો તે બરાબર યોગ્ય હોય તો કોઈપણ સમસ્યા આવતી નથી.
બીજુ 'ચક્રો'ની બાબતમાં અતિ સક્રિયતા જેવું કશું હોતું નથી. જો ચક્ર વધારે સક્રિય હશે તો તમે તમારી જાગુતતામાં વિશાળતાનો અનુભવ કરશો. તે વધારે ને વધારે સારૂં કરશે. તમે 'અમૂત સાગર'માં ડૂબીને ક્યારેય
પ્રશ્ન-૭ : વ્હાલા સ્વામીજી. તમે કહો છો કે આપણે સમગ્રનો જ અંશ છીએ, પરંતુ હું મારી જાતને વ્યક્તિગત રીતે એકલી અને અલગ અનુભવું છું. તમે સમજાવશો ?
તમે ભલે વિચારો કે તમે સમગ્ર અસ્તિત્વથી અલગ છો, પરંતુ તમે નથી. તમે ચાહો કે ન ચાહો, તમે સ્વીકારો કે ન સ્વીકારો, તમે સમજો કે ન સમજો, તમે માનો કે ન માનો, તમે પરમાત્મા સાથે જોડાયેલા છો જ. તમે પરમાત્માના બાળક જેવા છો. તમારા ખોળામાં નાનું બાળક હોય, અને જો તે તમને મારે, લાતો મારે, મારતું જ રહે, છતાં તે તમારા ખોળામાં છે જ. આની જેમ જ તમે ઈન્કાર કરો તો પણ તમે ઈશ્વરતામાં છો જ. તમે નદીના પ્રવાહની દિશામાં તરો કે વિરૂદ્ધ દિશામાં તરો તમે નદીમાં જ છો. તમે વૈશ્વિક મન અને વૈશ્વિક જાગૃતતા સાથે સંકળાયેલા જ છો. દરેક મન ખૂબ જ નજીકની એકબીજા સાથે સંબંધિત છો. જો તમે બ્રહ્માંડીય જાગૃતતાનું વર્તુળ જોશો તો પરિઘ ઉપર ઘણાં બધાં બિદ્દુઓ છે. પરંતુ કેન્દ્રમાં તે દરેક દરેક જોડાયેલાં છે.
જો તમે કેન્દ્ર તરફ આગળ વધો છો તો તમારી અને બીજા બિંદ્દઓ વચ્ચેનું અંતર ઓછું અને ઓછું થતું જાય છે. અને જો તમે કેન્દ્રની બહાર તરફ આગળ વધો છો તો ત ત બીજાઓ વચ્ચેનું અંતર વધારે અને વધારે થતું જાય છે. જો તમે કેન્દ્ર તરફ ગતિ કરો છો તો તમે તમારા પડોશીઓની નજીક આવો છો, બીજાઓની નજીક આવો છો. તેથી તમે માનસિક સ્તરે માનો કે ન માનો પરંતુ હોવાપણાંના સ્તરે તમે બધા જ સાથે જોડાયેલા દછો.
Section 6
તેથી કોઈ પણ બાબત જાગુતતાથી કરવામાં આવે તો મનમાં તરંગો પેદા થાય છે. જેમ કે તમે તળાવમાં એક નાનો પથ્થર ફેંકો છો. અને તરંગો પેદા થાય છે અને તળાવના કિનારે પહોંચે છે. તે મોજાંની જેમ વિસ્તરે છે. તમે જ્યારે તમારા જાગત મનમાં પથ્થરની જેમ મંત્ર નાખો છો. ત્યારે મનમાં તરગો પેદા થાય છે. તે તળાવના કિનારા સુધી વિસ્તરે છે. તે
71
70
મરી શકો નહીં. ક્યારેય નહીં. તમે વધારેને વધારે આનંદપૂર્ણ બનતા જશો. અતિ સક્રિયતા તમારી સિસ્ટમમાં બિમાર-અસર ઊપજાવતી નથી. જો ચક્રને વધારે ને વધારે સક્રિય કરવામાં આવે તો તે માત્ર સારું સ્વાસ્થ્ય જ પેદા કરે છે, આનંદપૂર્ણ સ્તર પેદા કરે છે. આધ્યાત્મિક અનુભવ કરાવે છે અને છેલ્લે મુક્તિ આપે છે. તે તમને ક્યારેય ડિસ્ટર્બ કરતી નથી. જો ચક્રની 'તમસ' સ્થિતિ હોય, આળસું પણું હોય, નિષ્ક્રીય હોય તો જ મુશ્કેલી પેદા થાય છે.
પ્રશ્ર-૯ : વ્હાલા સ્વામીજી, હું અત્યારે બીજા ગુરુજીને અનુસરી રહ્યો છૂં. શું તો પણ હું આ ધ્યાનની પદ્ધતિઓ અજમાવી શકું ?
એક બાબતમાં બરાબર સ્પષ્ટ બની જાવ. અજમાયશમાં ગુરુના બદલવાથી કોઈ ફરક પડતો નથી. મહેરબાની કરીને એકદમ સ્પષ્ટ સમજીલો કે, આ બે-દિવસનો કોર્સ કરવાથી ગુરુ બદલવાની જરૂર નથી. દરેક ગુરુ એક જ શક્તિના સ્વરૂપો હોય છે. તેથી હું લોકોને ક્યારેય ગુરુ બદલવાનું કહેતો નથી. શક્તિ એક જ છે. જે અલગ અલગ ચેનલમાંથી વહે છે.
લોકો આવી મને પૂછે છે. "સ્વામીજી, હું બીજા ધાર્મિક વ્યાખ્યાનોમાં હાજર રહી શકું ? હું બીજા ગુરુજીનો અનુયાયી બની શકું ?" ચોક્કસ બની શકો. આ એવું નથી કે હું તમને બીજાની દ્દુકાનમાંથી મારી પોતાની દ્વુકાનમાં લાવું. આધ્યાત્મિકતાને ધંધાદારી સ્તરે લાવી ન શકાય. તમારા કોઈપણ ગુરુ હોય. તમે ગમે તેના પ્રત્યે આકર્ષાયા હો, તમે જેની સાથે સંવાદિતા અનુભવતા હો, ટ્યુનીંગ અનુભવતા હો તે જ તમારા ગુરુ છે. તેજ તમારા માસ્ટર છે. સંપૂર્ણ રીતે સાચું છે. આ તમને મદદ કરશે. તમને પ્રેરણા આપશે. આ તમને તમારા પોતાના ગુરુને અનુસરવા જાગ્રત કરશે. હું તમને જે આપી રહ્યો છું તે ફક્ત શક્તિ અને પ્રેરણા છે. શક્તિ અને પ્રેરણા જે તમારા રસ્તામાં ખીલે, બસ આટલું જ. આમાં ક્યાંય ગુરુ બદલવાનું, વિશ્વાસ બદલવાનું, ધર્મ બદલવાનું કે તમારી આધ્યાત્મિક ચેનલ બદલવાનું આવતું જ નથી. તમને ફક્ત શક્તિ અને પ્રેરણા મળે છે.
અલબત્ત, 'કુંડલીની' ફક્ત ગુરુની શક્તિથી જ જાગ્રત થઈ શકે. અને એને હું ગુરુની દૈવીકૃપા નથી માનતો. એ ગુરુની શક્તિ દૈવી કુપા છે. ગુરુશક્તિ ! બધી જ ગુરુશક્તિઓ એક સરખી જ હોય છે. તેમાં માત્ર સ્વરૂપનો ફરક હોઈ શકે છે.
રામ અને કૃષ્ણમાં ક્યારેય કોઈ ઝઘડો નથી થયો. પરંત્ રામના વાંદરા અને કૃષ્ણની ગાયો એકબીજાની સાથે આજેય ઝઘડી રહ્યા છે ! તેથી આ ફક્ત આપણું અજ્ઞાન છે. જે આપણા 'ગુરુ બદલવા' વગેરે જેવા શબ્દો વિચારવા પ્રેરે છે. કશું જ બદલવાની જરૂર નથી. ફક્ત પ્રેરણા અને શક્તિ જાગત થવી જોઈએ. તેથી આ બે દિવસના કોર્સને શ્રિક્ષાસ બદલવા સાથે, માન્યતા બદલવા સાથે, ગુરુ બદલવા સાથે કે ધર્મ બદલવા સાથે કશું જ લાગતું વળગતું નથી.
હું વિચારું છૂં કે હવે બેઠક પુરી થવાનો સમય થઈ ગયો છે. છેલ્લો પ્રશ્ન. હું આ એક પ્રશ્નનો જવાબ આપીશ. પછી આપણી બેઠક પુરી કરીશું
પ્રશ્ન-૧૦ : વ્હાલા સ્વામીજી, બેઠકમાં ભાગ લેનારા અને સ્વયંસેવકોએ સફેદ વસ્ત્રો જ શું કામ પહેરવા જોઈએ ?
મન રંગોથી ગાઢ રીતે પ્રભાવિત થયેલું છે. પશ્ચિમમાં હમણાં એક નવી શોધ થઈ છે. નવી ઉપચાર પદ્ધતિ વિકસાવી છે જેને કલર થેરપી કહે છે. તમે જાણો છો ? જો તમારા બેડરૂમમાં લાલ રંગની લાઈટ મુકશો તો તમને સારી ઊંઘ નહીં આવે. જો આછી વાદળી લાઈટ હશે તો તમને સ્વપ્નવિહિન ઊંઘ આવી જશે. જો વિવિધ રંગોનો ઉપયોગ કરવામાં તો આવે મન સફ્રિય બને છે. કદાચ એટલે જ ડિસ્કો લાઈટો વિવિધ રંગી રાખતા હશે !
ભારતમાં આપણે સદીઓથી કોઈ નામ આપ્યા વગર કલર થેરપીનો ઉપયોગ કરતાં આવ્યા છીએ. તમે જાણો છો, સફેદ કલરમાં આપણા મનમાં શાંતિ પેદા કરવાની શક્તિ રહેલી હોય છે અને સ્વીકારવાનું વલણ
હોય છે. જ્યારે સફેદ રંગનો ઉપયોગ કરવામાં આવે છે ત્યારે બિનજરૂરી તરંગો, બિનજરૂરી વિચારો શાંત થઈ જાય છે. સફેદ હંમેશા આનંદિત મૂડ ઉત્પન્ન કરે છે. રિલેક્સેશનનો મૂડ પેદા કરે છે, સુખ અને લય, સંવાદિતા પેદા કરે છે. આ કારણે જ સફેદ રંગ ઉપર ભાર મૂકવામાં આવે છે. અલબત્ત તે ફરજિયાત નથી. હું કોઈ આગ્રહ રાખતો નથી. એ માત્ર એક સૂચન છે. જો કોઈને સફેદ રંગ સિવાયના કપડામાં આવવું હોય - અલબત્ત કોઈ કપડાં પહેરીએ તો એ પૂરતું છે ! એવું નથી કે અમે એમ કહીશું કે તમે સફેદ કપડાં નહી પહેરો તો આ કોર્સ નહીં કરવા દઈએ. આવું કશું જ નથી. જે કંઈ નિયમો અહીં આપવામાં આવે છે તે ફક્ત માર્ગદર્શન છે. વધારે સારું પરિણામ લાવવા માટેનું ફક્ત માર્ગદર્શન છે. બીજી બધી જવાબદારી તમારી છે. તમને માત્ર સાદી સમજણ આપવા માટે છે.
74
મને લાગે છે આ ચર્ચા પૂરી કરવાનો સમય થઈ ગયો છે.
મારો પ્રેમ અને આશીર્વાદ તમારી સાથે જ છે.
આભાર....



"આધ્યાત્મિકતા દરેકે દરેક સમય અને ઉંમર સાથે સુસંગત છે.
76
મેડિટેશન - ધ્યાન કોઈ ગુપ્ત કે ખાનગી વિદ્યા નથી જે માત્ર જ્ઞાનિઓ અને યોગીઓ જ કરી શકે. તેના વ્યવહારિક ફાયદા આપણા બદ્યા માટે છે. આપણી ઉંમર, સંસ્કૃતિ અથવા દાર્મ કોઈપણ હોચ, બદ્યા જ મેડિટેશન - ધ્યાન કરી શકે છે.
ધ્યાન ફક્કત આપણું સ્વારસ્થ્ય અને માનસિક વ્યવસ્થા જ વધારતું નથી, તે આપણને આપસના સંબંધોને વધારે સારી રીતે સમજવામાં પણ મદદ કરે છે. આ બધા ઉપરાંત તે આપણને આપણા કુદરતી દિવ્ય સ્વાભાવના પરિચયમાં લાવે છે. જે આપણે ભૂલી ગયા છીએ."