પ્રશ્ન : પ્રેમ અને પીડા હંમેશા સાથેને સાથે જ કેમ હોય છે ? મારા સંબંધોમાં મારા સાથીદારને હું ઘણી સ્વતંત્રતા આપવાનો પ્રયત્ન કરું છું. પરંતુ અંતે સહન કરવાનું માટે જ આવે છે. મારો ઉપયોગ થાય છે તેવું લાગે છે. આવું કેમ ?
Section 1
પ્રશ્ન : પ્રેમ અને પીડા હંમેશા સાથેને સાથે જ કેમ હોય છે ? મારા સંબંધોમાં મારા સાથીદારને હું ઘણી સ્વતંત્રતા આપવાનો પ્રયત્ન કરું છું. પરંતુ અંતે સહન કરવાનું માટે જ આવે છે. મારો ઉપયોગ થાય છે તેવું લાગે છે. આવું કેમ ?
પહેલી વાત તો એ કે, તમે જેને ચાહો છો તેને "સ્વતંત્રતાની છટ આપવાની" તમારી વાત ખોટી નથી લાગતી ? પ્રેમનો પર્યાય જ પૂર્ણ સ્વતંત્રતા છે. પ્રેમનો અર્થ જ એ છે કે બિનશરતી પૂરેપૂરું આપવું તમે જયારે કહો છો કે; હું જેને ચાહું છું તેને અમુક પ્રમાણમાં સ્વતંત્રતા આપું છં. તમને જેટલી યોગ્ય લાગે તેટલી. એનો મતલબ એ થયો કે તમે પ્રેમને બાંધીને, તમારી પાસે રાખીને તમે અમુક જથ્થામાં આપો છો.
તમારા સાથી પ્રત્યે અધિકારની, કબજાની લાગણી હોવી તે કુદરતી વાત છે. તે તમારા અહમુને કારણે છે. તમારો સાથી તમારાથી થોડો સમય દૂર રહે, થોડું અંતર રાખવાની જરૂર પડે તે કલ્પના જ દુ:ખકારક છે બરાબરને ? તમે તેને આવી છટ આપવાનો પ્રયત્ન પણ કરો છો પણ તમને એવું લાગે છે કે તમારી લાગણીઓનો ગેરઉપયોગ થાય છે. પ્રામાણિકપણે તમે ક્યારેય એવું સ્વીકારી શકો નહીં કે, તે તમે આપેલી છૂટનો ઉપયોગ પોતાને માટે બીજાની સાથે રહેવા માટે કરે, ખરું ?
"દરેક વખતે જયારે જ્યારે હું મારા સાથીને સંબંધોમાં છટ આપું છૂં ત્યારે મારો ગેરલાભ લે છે." આ બાબતને આ રીતે સામાન્ય નિયમ બનાવવાની ભૃલ ન કરતાં.
સામાન્ય સવાલોના અસામાન્ય જવાબો
22
તમે ક્યારે સહન કરો છો ? તમે ક્યારે માંદા પડો છો ? તમારો પડોશી નવી કાર ખરીદે છે, ત્યારે તમને શું થાય છે ? તમારા પુરુષમિત્ર / સ્ત્રીમિત્ર કોઈ બીજા માટે ક્યારે તમને છોડી દે છે ?
હવે ધારો કે તમે આવી પરિસ્થિતિઓને ગુસ્સો કે દ્દ્રઃખ કર્યાં વગર જેમ છે તેમ સ્વીકારી લો છો. તો હવે તમારે પહેલાં જેટલું સહન કરવું પડશે ? તમારો પાડોશી નવી કાર લાવે તેમાં સ્વાભાવિક રીતે જ તમારે માટે દ્દઃખી થવા જેવું કશું જ નથી. અરે આપણા કોઈ સ્વજનનું મૃત્યુ થાય ત્યારે જે દ્દઃખ થાય તેને તમે નકારી ન શકો.
દરેક પરિસ્થિતિને કોઈપણ પ્રકારની પ્રતિક્રિયા આપ્યા વગર તે ક્ષણના અનિવાર્યપણાને સ્વીકારી લો. આવકારો. તમને જે દૂ.ખ પહોંચાડે છે, તે તમારા અનુભવ પ્રત્યેની નકારાત્મક પ્રતિક્રિયા છે. આપણી શાંત અનુમતિ વગર આપણને કોઈ દ્દઃખ પહોંચાડી શકે નહીં.
તમારા પોતાના અનુભવોના ન્યાયાધીશ બન્યા વગર માત્ર સાક્ષી બની રહેવાની ટેવ કેળવો. તમને દુ:ખ પહોંચાડનાર કારણને સૌ પ્રથમ સ્પષ્ટતાથી સમજી લો. તે ખુલ્લું કે દેખીતું હોય કે રહસ્યમય. આવું કરવાની ક્ષમતા એક-બે દિવસમાં નહીં આવે. પરંતુ નિયમિત પ્રેક્ટિસ કરવાથી થોડા સમયમાં આવી જશે.
દ્ધુઃખ સહન કરવાના છૂપાયેલા કારણોમાંથી મુખ્ય કારણ એ છે કે "કદાચ તમને તેમાં મજા આવતી હોય !"
દાખલા તરીકે તમે માંદા પડો તો તમને એક ફાયદો થાય છે, કે બધાંનું તમારા તરફ ધ્યાન ખેંચાય છે. બધા જ તમારી કાળજી રાખે છે. જે માટે તમે તરસતા હો છો. તપાસ કરો કે તમારા પર કે બીજા પર આવતું દુઃખ તમને આનંદ કેમ આપે છે. સહન કર્યા વગર જ આવો આનંદ આપે તેવી કોઈ બીજી ચેનલ હોઈ શકે ? જરૂર છે !
પગથીયું પહેલું : જાગૃત બનો !
റ്റു
પગથીયું બીજું : પરિસ્થિતિને અત્યારે જેવી છે તેવી જ કોઈપણ પ્રતિક્રિયા કે પ્રતિભાવ આપ્યા વગર સંપૂર્ણપણે સ્વીકારી લો. જાગતપણે સ્વીકાર કરો. (Awareness with acceptance)
સવાલનો બીજો ભાગ છે. શું કર્મનું ફળ ભોગવવું જરૂરી છે ?
હા. એક રીતે તે જરૂરી છે. કારણ કે દ્દઃખ આપણા વિકાસ માટેનું શક્તિશાળી ઉદ્દીપક છે. જેવી રીતે બીજમાંથી વૃક્ષ બનીને વિકસવા અને ખીલવા માટે બીજનું ફાટવું જરૂરી છે. અતિશય દ્દ્ર:ખ તમારા અહસ્મૃને તોડી નાંખે છે. તમને જીવન પ્રત્યે ખુલ્લા અને તેને સમજવા શક્તિમાન બનાવે છે. તમારી વિચારસરણી બદલાય છે અને તમે દરેક બાબતને તેના વાસ્તવિક સ્વરૂપમાં જોવાનું શરૂ કરો છો. તમે દુ:ખ અને તમારી જાત વચ્ચેના રહસ્યને ઓળખતા થાવ છો કે, એ 'તમારું' દુ:ખ નથી પરંતુ તમારા માટે અતિ જરૂરી એવું કંઈક છે. હકીકતમાં એ તમે ચોક્કસ પરિસ્થિતિને આપવા પસંદ કરેલી પ્રતિક્રિયાનો પડઘો, પત્યુત્તર, જવાબ છે. એક વખત જો આ તમને સમજાઈ જાય તો પછી તમે વધારે વખત દ્દ્રઃખી કઈ રીતે રહી શકો ? તમે જયારે જાગૃતપણે દ્દઃખનો સ્વીકાર કરો છો ત્યારે તમે તેમાંથી ખરેખર બહાર નીકળી જાવ છો !
દ્દ્રઃખ એ આનંદ પામવાની જરૂરી ચાવી નથી, પરંતુ જો તમે તેમાંથી બરાબર બોધ લીધો હશે તો દુઃખની અવાસ્તવિકતા તરફ તમારી આંખો ચોક્કસ ખોલી નાંખશે, એ તમને શીખવે છે કે દુ:ખ સહન કરવું કેટલું બિનજરૂરી છે. આ વાતને "હું દ્વઃખ સહન કરવું જરૂરી છે" એ અર્થમાં કહું છું.

પ્રશ્ન : તમે કહો છો કે દ્દુ:ખને છોડી દેવાથી પરમ આનંદ આવે છે. પરંતુ તે આનંદ જયારે શમી જાય છે. ત્યારે તે એટલું જ દુ:ખ આપે છે. હું દુ:ખમાંથી આનંદ તરફ કેવી રીતે આગળ વધી શકું ?
24
તમારે સૌથી પહેલા એ સમજવાની જરૂર છે કે દુ:ખ અને આનંદ એકબીજાના વિરોધી નથી. આનંદને દુ:ખ સાથે કશું જ લેવાદેવા નથી. આનંદ એ દુ:ખના સામા છેડાનો શબ્દ છે. જેમકે બીજા વિરોધી શબ્દો હોય છે. એક બીજા વગર તેમનું અસ્તિત્વ જ શક્ય નથી. તેઓ એકબીજાના પૂરક છે. તમે તદ્દન સાચા છો. તમે દુ:ખ વગર આનંદ માણી જ ન શકો. દુ:ખના અનુભવ વગર તમે પરમસુખના અનુભવને કઈ રીતે સમજી શકો ? ભારતીય પ્રાચીન ધર્મગ્રંથોમાં સૂચક રીતે જ આનંદ અને દુ:ખ બંશ્વે માટે સહન કરવું, એક જ શબ્દ વાપરેલા છે. કારણ કે બંશ્વેનું અંતિમ સ્વરૂપ એક જ છે. તમે જયારે દુ:ખ અને સુખ બંશ્રેના વિચારોથી ઉપર ઊઠો છો, ત્યારે પરમ આનંદની અનુભૂતિ થાય છે. માટે દુ:ખ અને સુખના ભાવો શમી જાય, તમને હેરાન કરવાનું બંધ કરે, અંદર બધું જ શાંત થઈ જાય, પછી જે આંતરિક અનુભૂતિ થાય તે જ ખરૂં પરમ સુખ છે. પરમઆનંદ છે. આતો સુખ અને દુ:ખ બંન્નેથી પર છે. એ તો સંપૂર્ણ સંવાદિતા છે. અલૌકિક આંતરિક શાંતિ છે !
હું શું કહેવા માંગું છૂં તે સમજાય છે ને ?
