Chapter 5

પ્રશ્ન : શું દુનિયાના દ્વઃખ અને દર્દને દૂર કરવાનો ચેતનાની જાગૃતતા જ એકમાત્ર રસ્તો છે ?

1 sections

# પ્રશ્ન : શું દુનિયાના દ્વઃખ અને દર્દને દૂર કરવાનો ચેતનાની જાગૃતતા જ એકમાત્ર રસ્તો છે ?

હું પહેલાં એક વાતનો ખુલાસો કરી દઉં. ચેતનાની જાગૃતતા, દર્દ અને દ્દઃખથી દૂર ભાગવાનો રસ્તો નથી. અલબત્ત તે દ્વઃખના સ્વભાવના ઊંડાણમાંથી સમજે છે. "હું શું કામ દુઃખી છૂં ? મારી અંદર એવું શું છે જે દુઃખનું કારણ બને છે ?" આ બાબતને ગહનતાથી વિસ્તૃત રીતે સમજવાનો રસ્તો છે.

તીવ્ર આંતરિક શુદ્ધતાથી દુ:ખના સ્વભાવ અને કારણને જોવાથી તે આપોઆપ અદેશ્ય થઈ જાય છે. કારણ કે હવે દ્દઃખને ત્યાં રહેવાનું કોઈ કારણ જ નથી. અને આ અહેસાસ જ તમને પરમ આનંદના સ્તર પર લઈ જાય છે. જે ચેતનાની જાગૃતિનું સ્તર છે.

ચેતનાની જાગૃતિ તમને જીવનમાં પહેલીવાર એ સત્યનું ભાન કરાવશે કે અત્યાર સુધી જે સુખ ભોગવ્યું તે સાચું સુખ નહોતું. મુક્તિ તમારા પર સાચા આનંદ અને વાસ્તવિક લાગણીના તરંગોનાં ઉછાળાનો વરસાદ વરસાવે છે. તે તમને પરમ સુખ, સુખની પરાકાષ્ઠાનો સાચો સ્વાદ ચખાડે છે.

પરંતુ એટલું યાદ રાખો કે, જ્યાં સુધી તમે દ્વઃખના વર્તુળની અવરોધક દિવાલને તોડશો નહીં - સંપૂર્ણ જવાબદારીથી દુ:ખથી આરપાર નજર નહીં નાંખો, ત્યાં સુધી તમે આમાંનું કશું જ અનુભવી નહીં શકો. મુક્તિ દુ:ખમાંથી બહાર આવવાનો સરળ રસ્તો નથી. માટે તમારે દુ:ખનો અને તેના અનુભવોનો આભાર માનવો પડે છે. કારણ કે દુ:ખ, પરમ આનંદ પામવા માટેનું, મુક્તિ માટેનું ઉદ્દીપક છે.

તમને ખાત્રી છે કે તમારી ક્યાંય ભૂલ નથી ? પ્રેમ હંમેશા દ્દઃખો લઈને જ આવે છે. તેવું લાગવાનું કારણ એ છે કે પ્રેમીઓ હંમેશા એકબીજાને પોતપોતાની ઊંચી અપેક્ષાઓના સોનાના પીંજરામાં કેદ કરી દે છે. પરંતુ સાચોપ્યાર બંધનમાં ક્યારેય ખીલી શકે નહીં. તમે તમારા પ્રેમીને બંધનમાં રાખો અને પછી તે પણ વખતોવખત તમને બંધનમાં રાખે, અંતે બંશ્વેને એવી લાગણી થવા માંડે કે આ પ્રેમ એક દ્દુ:ખી અવસ્થા છે. આના કરતાં તો પ્રેમ ન કરવો એ જ બહેતર છે. પરંતુ તમે એક વખત પ્રેમથી મોં ફ્રેરવી લો પછી દ્દનિયામાં બીજું છે પણ શું ?

પ્રેમ, આનંદ અને સ્વતંત્રતાનું પ્રવેશદ્વાર બની શકે છે. અથવા નરકનું દ્વાર પણ બની શકે છે. પ્રેમને તમે દ્દઃખના અર્થમાં અનુભવો તેનો મતલબ એ છે કે, તમે પ્રેમનો મૂળભૂત અર્થ ભૂલી ગયા છો.

એક કહેવત છે કે, "જો તમે કોઈને ચાહો છો તો તેને સ્વતંત્ર રહેવા દો. જો તે તમારા પ્રેમમાં હશે, તો તમારી પાસે આવશે જ. જો તે પાછો ન આવે તો તેનો અર્થ જ એ છે કે તે તમારો ક્યારેય નહોતો."

આ વાતને અનુસરી જો જો. માત્ર તમારા પ્રેમીના સંબંધમાં જ નહીં પરંતુ કોઈપણ સંબંધોમાં, પછી તમે નહીં કહો કે પ્રેમ અને દુ:ખ સાથે સાથે જ આવે છે.

પ્રશ્ન : અમે ઈન્ડિયામાં કર્મના સિદ્ધાંત સાથે ઉછર્યા છીએ. જેમાં કર્મનું ફળ ભોગવવું જ પડે છે. શું આપણા જીવનમાં કર્મોનું ફળ ભોગવવું જરૂરી છે ?

આપણે શરૂઆતમાં સમજી લીધું કે, ભોગવવું એ જીવનની સ્થિતિ નથી. તે મનની સ્થિતિ છે. એ તમારા જીવનની ઘટના નથી. તમે કોઈપણ ઘટનાને આપેલી પ્રતિક્રિયા છે. તમે કોઈ ચોક્કસ પરિસ્થિતિમાં શું સહન

21

માનવું મુશ્કેલ લાગે છે ને ? આવું જરૂર બનશે ! તમે જાતે તેનો અનુભવ નહીં કરો, ત્યાં સુધી જ તમને મુશ્કેલ લાગશે. તમારી જાતને એક તક આપી જૂઓ ?