Chapter 4

પ્રશ્ન : જ્યારે કોઈ મારું અપમાન કરે છે ત્યારે મને ખૂબ જ ઠેસ પહોંચે છે અને હું જલ્દી, ગુસ્સે થઈ જાવું છું. આને હું કઈ રીતે નિવારી શકું ?

1 sections

Section 1

પ્રશ્ન : જ્યારે કોઈ મારું અપમાન કરે છે ત્યારે મને ખૂબ જ ઠેસ પહોંચે છે અને હું જલ્દી, ગુસ્સે થઈ જાવું છું. આને હું કઈ રીતે નિવારી શકું ?

તમારે તેને શા માટે દૂર કરવાનો પ્રયત્ન કરવો જોઈએ ? દુઃખ, ગુસ્સો, માનહાનિ ને દબાવવાનો પ્રયાસ કરશો તો તે દૂર નહીં થાય પરંતુ દમિત અવસ્થામાં તમારી સિસ્ટમમાં કાયમ રહેશે. દમન કરેલી લાગણીઓ ઘણીવાર ખૂબ જ ભયંકર હોય છે. થોડો ગુસ્સો, થોડું મનદ્દ્રઃખ ભેગા થતાં થતાં સમય જતાં પ્રબળ બનતાં જાય છે. જે છેવટે તમને મોટા પ્રમાણમાં નુકશાન કરે છે. તેની અવગણના ન કરો, તેને તરછોડો નહીં. તમારી જાત પ્રત્યે સહાનુભૂતિ પણ ન બતાવો અને જે વ્યક્તિએ તમને ઠેસ પહોંચાડી છે તેને પ્રતિક્રિયા પણ ન આપો. બસ તમારી લાગણીઓને ફક્ત તમારી સિસ્ટમમાં વિહરતી જોયા કરો. થોડો સમય લાગશે, કદાચ થોડા કલાકો, થોડા દિવસો, પણ પછી તમે ક્યારેય કલ્પના પણ નહીં કરી હોય તેવું રૂપાંતર તમારામાં થશે. લાગણી આખરે તો એક શક્તિ છે. પ્રચંડ શક્તિ છે. આટલી બધી કાચી શક્તિ તમારી સિસ્ટમમાં ક્યાં સુધી પરિભ્રમણ કરતી ફરી શકે ? જે ક્ષણે તમે દ્વઃખને અવગણ્યા વગર, જેવું છે તેવું સ્વીકારી લો છો, જીવનમાં તેની ભૂમિકાને સ્વીકારી લો છો, કે તરત જ દુ:ખના બધા જ ગુણોમાં પરિવર્તન આવી જાય છે. જે ગુસ્સો અને દ્દ્રઃખની લાગણી તમે સહન કરતા હતા તેનું પ્રેમ અને પરમ આનંદમાં રૂપાંતરણ થઈ જાય છે.

આ અનુકંપા છે. શાંતિ શક્તિ છે. જે આપણા બધામાં વહી રહી છે. જે કુરુપતાને સુંદરતામાં ફેરવે છે. અને અનુકંપા તેનું પોતાનું ઈનામ લાવે જ છે.