પ્રશ્ન : ૧૯૭૦ સૂધી, ધાર્મિક અને સાંસ્કૃતિક સ્થળો, મંદિરો, ધાર્મિક પુસ્તકો, વગેરેને સાચવવા માટે ઘણી ધધી ધાર્મિક સંસ્થાઓ અતિશય સારી સેવાઓ આપતી હતી. પરંતુ તેમાં અતિશય ઘટાડો થઈ ગયો છે. આવું બહારના ખોટા હસ્તક્ષેપને કારણે થયું છે કે પછી બીજું કંઈ કારણ છે ?
Section 1
પ્રશ્ન : ૧૯૭૦ સૂધી, ધાર્મિક અને સાંસ્કૃતિક સ્થળો, મંદિરો, ધાર્મિક પુસ્તકો, વગેરેને સાચવવા માટે ઘણી ધધી ધાર્મિક સંસ્થાઓ અતિશય સારી સેવાઓ આપતી હતી. પરંતુ તેમાં અતિશય ઘટાડો થઈ ગયો છે. આવું બહારના ખોટા હસ્તક્ષેપને કારણે થયું છે કે પછી બીજું કંઈ કારણ છે ?
ફરી વખત કહું છું, જ્યાં સુધી સમાજ અજ્ઞેયવાદમાં જકડાયેલો રહેશે ત્યાં સુધી ઘણાં બધાં લોકો આ સેવાઓને અસરકારક રીતે ઘટાડતા જ રહેશે. આ સિસ્ટમનો પ્રવાહ ખસેડવાને બદલે તે સિસ્ટમને જ ધરાશાયી કરી દેવી જોઈએ. હકીકતમાં તે પોતે જ સમાજ માટે ખૂબ જ ખરાબ બાબત છે. પરંતુ એ લોકોને તેનો અહેસાસ નથી.
હું જે કહેવા માંગું છૂં તેની વાસ્તવિકતાને સમજવાની કોશિશ કરો. તમે આ વિચારો આ લેખમાં વાપરો કે ન વાપરો, પરંતુ તેને અજમાવો અને તમારી જિંદગીમાં અનુસરો. આ વિચારોને લોકો સુધી પહોંચાડવા માટે તમારી પેનનો ઉપયોગ કરો. એ તમારા ફાયદામાં છે અને તમારી ફરજ પણ.
88
89
થઈ નહોતી. જો ખરેખર શરણાગતિ થઈ હોય તો આ પ્રશ્ન, આ શંકા ઊભી જ ન થાત. આ ફક્ત મનની ગુંચવણ અને દંભ છૂપાવવાનો માત્ર રસ્તો છે.
આપણાં બધાના મનમાં ધર્મ બાબતમાં કંઈક સુંદર વિચાર સાચવી રાખેલો હોય છે, આપણે તેને આપણને જે રસ્તે મજા આવે તે રસ્તે લઈ જઈએ છીએ. ધર્મ એવી બાબત છે જેને તમારે તમારી આખી જિંદગી સૂધી તમારી સાથે લયમાં રાખવો પડે છે. એ કોઈ એક સમય અમુક સમય માટેનું મનોરજન નથી.
સત્ય એ છે કે તમે તમારી જિંદગીને જે બાજુ લઈ જાવ છો તે તમારો સાચો ધર્મ છે. પછી તે પૈસા હોઈ શકે. સેક્સ હોઈ શકે. એ જ તમારો ધર્મ છે, એટલા માટે જ તમે આખી જિંદગી તેની વિચારધારા પ્રમાણે જીવતા હો છો.
તમને સમજણ પડે છે ? કોશિશ કરો અને શોધી કાઢો કે હકીકતમાં તમારો ધર્મ શું છે ? તમારી વિચારધારાને તમારી જિંદગીથી અલગ રાખવી તે દંભ છે. તમારો જે પણ ધર્મ હોય, તેને તમારે તમારી જિંદગીમાં પૂરેપૂરો જીવવો જોઈએ.
પ્રશ્ન : (પત્રકાર) "પરંતુ હું ખાસ એ ગુરુની વિચારધારામાં, આદર્શોમાં ખૂબ જ માનું છું છતાં -"
જોયું મેં કહ્યું જ તેમ ધર્મ તમારી માન્યતામાં રહેવાની કોઈ બાબત નથી. એ તમારા જીવનમાં ફેરવાઈ જવો જોઈએ. ધર્મને અને જિંદગીને અલગ રાખવી એ ગાંડપણ છે. આપણું જીવન દંભી બની જાય છે. તમે જીવનનાં કોઈ ચોક્કસ રસ્તાને માનતા હો અથવા કોઈ ચોક્કસ વિચારધારા કે
પ્રદક્ષિણા કરો. તો તે ખુશીથી કરશે. કારણ કે જટિલ કામો અહમુને ખૂબ જ વધારે સંતોષ આપે છે. પરંતુ મુક્ત ગુરૂઓને રીતો સાથે કંઈ લેવા-દેવા નથી, તેઓને માત્ર પરિણામ સાથે સંબંધ છે. તમે જયારે વિધિઓ કરો છો, ત્યારે તમારું મન તે પ્રવૃત્તિમાં રોકાયેલું રહે છે. એ સમયે તમારૂં આંતરિક મન મારા માટે ખુલ્લું હોય છે અને મારે તમને જે આપવું હોય તે આપી દઉં છું. આ એક રહસ્યમય પદ્ધતિ છે. જે મન ઈન્કાર કરે છે. જે મન પ્રશ્નો કરે છે તેને બીજી પ્રવૃત્તિમાં રોકી દેવામાં આવે છે. પછી મારો ખરો સંદેશ તમારી અંદર પ્રવેશે છે. અંતે આ રસ્તે પણ જો હું વધારે લોકોની અંદર પહોંચી શકતો હોઉં અને તેમને ફાયદો કરાવી શકતો હોઉં તો પદ્ધી થવા દો.
તમારી જાતે ધ્યાનમાં દાખલ થવા માટે તમારી પાસે ખૂબ જ વિકસિત મન જોઈએ. જેને માટે આખા સમાજના મનનું સ્તર વિકાસિત હોવું જરૂરી છે. પરંતુ એ થઈ રહ્યું છે. ધીરેથી પણ ચોક્કસ રીતે. આખી દુનિયામાં આ પરિવર્તન થઈ રહ્યું છે. ઓ.કે. મને લાગે છે કે આપણે સમયની બહાર જઈ રહ્યા છીએ. છેલ્લો પ્રશ્ન ?
પ્રશ્ન : આજની પેઢી માટે ધ્યાન જ વ્યવહારૂં વિકલ્પ છે ?
અલબત્ત, ખાસ કરીને આજના જમાનાને, જયાં ખૂબ જ સ્ટ્રેસ છે, માનસિક તણાવ છે, કૌટુંબિક સંબંધો તૂટી રહ્યા છે, ધ્યાન અદ્દ્ભુત કામ કરી શકે છે. અને તેમાં તમારે એટલો બધો સમય અને પરિશ્રમ આપવો પડતો નથી. આજના સમયમાં દરેક આધ્યાત્મિકતાની બાબતમાં ખૂબ જ ચિંતા કરવામાં રોકાયેલા છે. હું સમજું છું ? પરંતુ માત્ર રોજ અર્ધોકલાક તો ધ્યાન માટે આપો જ – કોઈપણ ધ્યાન સુંદર અને સારું છે. એવું જરૂરી નથી કે હું જે પદ્ધતિ શીખવું છૂં તે જ રીતે કરવું જરૂરી છે. તમને જે
પ્રશ્ન : અમે એવી વાતો સાંભળી છે કે ઘણા ગુરૂઓ વિવિધ ચમત્કારો કરે છે. જેમ કે તેઓ ભવિષ્ય ભાખી શકે છે. આવું કઈ રીતે બને છે ?
મને એક ઉદ્દાહરણ આપવા દો. ધારો કે તમે ટ્રાફિકથી ધમધમતા રોડની એક બાજુ ઊભા છો, તમે સામેની બાજુએ જુઓ છો. તમે ૨૦૦ મીટર સુધીના ટ્રાફિકનું હલનચલન જોઈ શકો છો. હવે ધારો કે તમે બાજુમાં આવેલા મકાનના ધાબા ઉપર ચડી જાવ છો. શું તમે ૨૦૦ મીટરથી વધારે લાંબા અંતર સુધીના ટ્રાફિકને નહીં જોઈ શકો ?
આ જ રીતે, સામાન્ય મન ભૂત અને ભવિષ્યને ખુબ જ મર્યાદિત સમજી શકે છે. પરંતુ ઊપર ઊઠેલી જાગૃતતા (જે માત્ર જીવનમુક્તિ પછી જ આવે છે) ભૂતકાળ અને ભવિષ્યકાળને અનંતતામાં જોઈ શકે છે. આ એક સાદી સરળ વસ્તુ છે. સત્ય હંમેશા સાદું સરળ જ હોય છે. એક જ વાત છે કે સામાન્ય મનમાં આવી વાતો ઉતરતી નથી. તેને તે ગ્રહણ કરી શકાતું નથી. જેથી તમને એ ચમત્કાર જેવું લાગે છે. 'જ્ઞાની'ઓ અને 'જ્ઞાનશક્તિ' માટે સમય અને સ્થળની કોઈ મર્યાદાઓ હોતી નથી. તેથી જ જે દેશમાં હું ક્યારેય ગયો નથી, તે દેશના મારા દર્દીઓ સાજા થઈ જાય છે. આખી દુનિયામાં જેમણે પહેલાં મને ક્યારેય જોયો નથી તે લોકો ધ્યાન વખતે મને તેમના મનમાં જુએ છે.
પ્રશ્ન : મુક્ત ગુરૂઓ પણ નીતિ-નિયમો શું કામ રજૂ કરે છે ?
માણસનું દુ:ખ એ છે કે જ્યારે મહાન સત્યોને સરળ રીતે રજૂ કરવામાં આવે છે ત્યારે તેને સ્વીકારવાનો ઈન્કાર કરી દે છે. કારણ કે મન જટિલ છે. અને તેને જટિલ બાબતો જ ગમે છે.
જો હું લોકોને કહીશ કે તમે અર્ધો કલાક ધ્યાન કરો . માત્ર શાંતિથી બેઠા બેઠા. તેઓ નહીં કરે. પરંતુ જો હું એમ કહું કે પેલા મદિરની ૧૦૮
91
90
સૌથી વધુ અનુકૂળ હોય તેને અનુસરો, જેની પણ સાથે તમારો તાલમેળ બેસી જાય તમે લયમાં આવી જાવ તેને અનુસરો. તમે રૂપાંતરણ ચોક્કસ જોઈ શકશો. ફક્ત તમારા જીવનમાં જ નહીં પરંતુ તમે આ રસ્તે બીજા જે લોકો પાસે જશો તેમાં પણ પરિવર્તન લાવી શકશો અને આમ જ સમાજમાં પણ પરિવર્તન થશે.
92
આભાર...

પ્રેમ શું છે ?
ભૂલાવામાં પાડી દે તેવો સરળ પ્રશ્ન. પરંતુ જુઓ એ તમને કેટલા ઊંડાણમાં લઈ જાય છે.
સામાન્ય રીતે એવું જાણવામાં આવે છે કે પ્રેમ હોર્મોન્સનું તોફાન છે. તે લાલસા, ભય, ગુસ્સો અને ઈર્ષાને ખેંચવાનું અને ધક્કો મારવાનું કામ કરે છે. આ રીતનો પ્રેમ કરવો એટલે, હોર્મોન્સે અને મને પેદા કરેલી પાયમાલીના ભોગ બનવું. તે ખરેખર નર્ક જ હોઈ શકે !
પરંતુ આપણામાંના મોટાભાગના આખી જિંદગી પ્રેમને આપવાનું અને લેવાનું જે શીર્ષક આપ્યું છે જે ૫દવી આપી છે તેનાથી ઊપર પ્રેમ વિષે કલ્પના જ નથી કરી શકતા. પ્રેમનો સાચો અર્થ સમજવા માટે, પહેલાં આપણે માનસના સ્વભાવને સમજવો જોઈએ. માણસ બુન્દિ, લાગણી અને તે પોતે, એમ ત્રણ બાબતનું સંયોજન છે. અને સૌથી છેલ્લે હાર્દમાં, કેન્દ્રમાં 'આત્મા' છે અથવા 'સ્વ' છે, જે આ બધાથી પર છે.
જયારે 'આત્મા'નો પ્રકાશ બુદ્ધિ ઉપર પ્રવાહીત થાય છે ત્યારે બુદ્ધિમાંથી શક્તિનો ધોધ છૂટે છે અને તે બુદ્ધિ શક્તિમાં રૂપાંતરિક થાય છે. જયારે આત્મા, લાગણી દ્વારા કામ કરે છે ત્યારે લાગણીઓ શુદ્ધ થાય છે અને તે વિશ્વાસ રૂપે રજૂ થાય છે. જયારે 'આત્મા' 'સ્વ' ને સ્પર્શે છે ત્યારે 'સ્વ' પ્રેમ રૂપે વહે છે. પ્રેમ જાગૃતતાનું સંપૂર્ણ, પરમરૂપે ખીલવું છે. આપણને મળેલી તે પરમ શક્યતા છે.
"પ્રેમ એ છે જે બધી જ બાબતનું જોખમ ઊઠાવે છે, બદ્યું જ આપે છે અને કશું જ માંગતો નથી."
આપણે બધા એક રીતે જ પ્રેમ કરીએ છીએ. અથવા પ્રેમના અલગ અલગ પ્રકારો હોય છે ?
પ્રેમ એક જ છે પરંતુ તેની અભિવ્યક્તિ વ્યક્તિએ વ્યક્તિએ અલગ હોય છે. બુદ્ધિ યુક્ત પ્રેમ મગજમાંથી આવે છે. જે મનની સાથે ગાઢ રીતે સંકળાયેલા હોય છે. આ પ્રેમ બધા કરતાં સૌથી વધુ ભ્રષ્ટ છે.
બુદ્ધિ પ્રેમને વેપાર તરીકે ગ્રહણ કરે છે. એક પ્રકારનો સોદો. તે સખત રીતે આપવામાં અને લેવામાં જ માને છે. તેનો અભિગમ ગણતરીપૂર્વકનો હોય છે. "આમાં મારૂં શું ? 'આમાં મને શું મળે ?' આ પ્રકારનો પ્રેમ હંમેશા, અપેક્ષાઓ, અધિકારપણું, ઈર્ષા અને હિંસામાં પરિણમે છે. આ પ્રકારનો પ્રેમ ક્યારેય પૂરેપૂરો સંપૂર્ણપણે આપનાર કે લેનાર બનતો નથી.''
ભાવનાત્મક, લાગણીશીલ પ્રેમ હૃદય દ્વારા વ્યક્ત થાય છે. તેથી તે પ્રેમનું વધારે શુદ્ધ રૂપ છે. અહીં સોદા ઉપર ભાર નથી મુકતો પરંતુ સંબંધ ઉપર ભાર મુકાય છે. આ પ્રેમ વિશ્વાસ કરે છે, વધારે પડતી અપેક્ષા રાખ્યા વગર જ આપે છે. આમાં જો કોઈ સમસ્યા ઊભી થાય તો પ્રેમ એની જાતે તેને જ ઊકેલી નાંખે છે. આ પ્રેમ મોટા પ્રમાણમાં આપનાર બને છે.
પ્રેમ જયારે 'સ્વ'માંથી વ્યક્ત થાય છે. ત્યાં આપવા લેવાનું કર્ણું હોતું જ નથી. ત્યાં બસ પ્રેમના કિરણોનું પ્રસારણ હોય છે. આ પ્રેમમાં દ્વુઃખ કે સમસ્યાઓ પેદા થતી નથી, કારણ કે તે બીજા ઉપર આધારિત નથી. હકીકતમાં તેને કોઈ પાત્રની જરૂર પડતી નથી. તે માત્ર કિરણોત્સર્ગ છે, ઊભરાવું છે. આ પ્રકારનો પ્રેમ આપનાર અને લેનાર બંક્ષેને ખૂબ જ સુંદર રીતે રૂપાંતરિક કરે છે.
પ્રેમ જયારે બુદ્ધિમાંથી પ્રગટે છે. ત્યારે તેને 'પ્રેમમાં પડવું' કહેવાય છે. તે જયારે લાગણીમાંથી પ્રગટે છે ત્યારે 'પ્રેમમાં છૂ' તેમ કહી શકીએ. પ્રેમ જયારે 'સ્વ'માંથી પ્રગટે છે ત્યારે તેને 'પ્રેમમાં વિહરવું' કહેવાય છે !
અને ફક્ત એ પ્રેમ જ મૃલ્યવાન છે જે તમને ઉડવા માટે પાંખો આપી શકે .
સામાન્ય પ્રેમ અને દિવ્ય પ્રેમમાં શું ફરક છે ? શું બંન્ને એક સરખી બાબતની, શોધની અભિવ્યક્તિ છે ?
હું તેને ફક્ત બે પ્રકારનો પ્રેમ કહી શફું - 'વિભાજીત' પ્રેમ અને 'દિવ્ય' પ્રેમ.
સામાન્ય પ્રેમ વિભાજન કરે છે. દિવ્ય પ્રેમ જોડે છે.
સામાન્ય પ્રેમને સીમાઓ હોય છે. દિવ્ય પ્રેમ સીમાઓને ઓળખતો જ નથી.