9. ધ્યાનની કેટલીક શાસ્ત્રીય પદ્ધતિઓ છે. તેમાંથી મારે માટે કઈ યોગ્ય છે, તેનો મને શી રીતે ખ્યાલ આવે ?
# ધ્યાનની કેટલીક શાસ્ત્રીય પદ્ધતિઓ છે. તેમાંથી મારે માટે કઈ યોગ્ય છે, તેનો મને શી રીતે ખ્યાલ આવે ?
પરિણામોને અનુસરો !
જો કોઈ પદ્ધતિ તમને સ્પર્શે છે, તો તેને બસ અજમાવો.
તમારી બધી જ શક્તિ તમારા પ્રયત્નની પાછળ લગાડી દો. એ જરૂર તમને ઉપયોગી થશે જ, એવી દઢ માન્યતા સાથે અત્યંત સરહદયતાથી તેને અજમાવો. થોડા જ દિવસમાં તમને ખ્યાલ આવી જશે કે એ તમારે માટેની યોગ્યત પદ્ધતિ છે કે નહિ.
મારું તમને સૂચન છે કે, શરૂઆતમાં તમે બેઠકની પદ્ધતિ કરતં 'ક્રિયા'ની પ્રેક્ટીસ કરો. કારણ કે અત્યારની ઘડીએ તમારી અંદર ઘણી જ હલચલ છે. જો તમે સ્થિર બેસીને નિરીક્ષણ કરશો, તો તમે તમારી અંદરની અસાધારણ હલચલને જ જોશો.
આથી જયારે તમે માત્ર ધ્યાન તરફ વળી રહ્યા છો, ત્યારે 'ક્રિયાની' પદ્ધતિ પસંદ કરો – કારણ કે આ પદ્ધતિઓ શુદ્ધિકારક છે, સફાઈ કરનારી છે. આ પદ્ધતિઓ બાહ્ય દેષ્ટિએ ક્રિયાશીલ છે, પણ આંતરિક દેષ્ટિએ તમને સુમેળ અને શાંતિનો અનુભવ કરાવશે.
એક વખત તમે ધ્યાનમાં સ્થિર થઈ જાઓ, એક વખત તમે તમારા બધા જૂના અવરોધોની સફાઈ કરી નાંખો, પછી તમે તમારી પસંદગીની કોઈપણ પદ્ધતિને અજમાવી શકો છો.
તમે પદ્ધતિની, યોગ્યતા શી રીતે ચકાસી શકો છો ?
જો કોઈ પદ્ધતિ તમને તમે વધુ તણાવમુક્ત, વધુ એકાગ્ર, વધુ સંવેદનશીલ છો, એવું અનુભવવામાં મદદરૂપ લાગે તો તે ઉપોયગી છે. જો એ તમને વધુ આનંદપૂર્ણ બનાવે, તમને વિકસવામાં સહાયક બને, વધુ શક્તિમાન છો, એવો અનુભવ કરાવે, તો તે પદ્ધતિ તમને ઉપયોગી છે.
જો તમને લાગે કે એ કામની નથી, તો એને તજી દો અને બીજી પદ્ધતિ શરૂ કરો. પણ ધીરજ રાખો ! ઉતાવળમાં, પરિણામનો લાભ રાખીને સંપૂર્ણ રીતે ઉપયોગી પદ્ધતિ છોડીના દો.
મોટા ભાગે, તમે પહેલી પાંચમી આઠ પદ્ધતિઓ પસંદ કરો. તેમાંથી એકાદ તો તમારે માટે યોગ્ય હશે જ.
તેને ખોળી કાઢો.
29
તેને સતત ચાલુ રાખો.