Books / Meditation Is for You Gujarati merged

7. ધ્યાનનું સમગ્ર રહસ્ય આ જ છે – દષ્ટા બનવું, તમારા પોતાનાં કાર્યોના અને લાગણીઓના સાક્ષી બનવું.

# ધ્યાનનું સમગ્ર રહસ્ય આ જ છે – દષ્ટા બનવું, તમારા પોતાનાં કાર્યોના અને લાગણીઓના સાક્ષી બનવું

જયારે તમે તમારી પોતાની પ્રવૃત્તિઓના સાક્ષી બનશો. ત્યારે તમને ખ્યાલ આવશે કે તમારી અંદર કોઈક છે જેમાં પરિવર્તન થતું નથી, જેને ક્રોધ આવતો નથી, જેને અફસોસ થતો નથી, જેને ધન, સહીસલામતી કે કીર્તિની પડી નથી.

વાસ્તવમાં એ તમે છો.

અને જે બાકીનું છે. એ તમારી આસપાસ તમે સર્જેલું તમારું વ્યક્તિત્વ છે.

એક વખત તમને જ્ઞાત થાય કે જે કાર્ય કરે છે એ 'તમે' નથી, જે ક્રોધ કરે છે, દુભાય છે કે નિરાશ થાય છે એ 'તમે' નથી, ત્યારે તમે મુક્તિનો અસાધારણ ભાવ અનુભવશો.

ધ્યાન દ્વારા આવું બનશે.

ધ્યાન તમને અંતિમ મુક્તિ બક્ષે છે - મુક્તિ તમારી જાતથી, તમે તમારા માટે સર્જેલા તમારા વ્યક્તિત્વના બંધનોમાંથી.

ધ્યાનના આધ્યાત્મિક લાભો તો ગણ્યા ગણાય નહિ તેટલા છે ! ધ્યાન તમને બ્રહ્માંડની અનંત શક્તિના સીધા સંપર્કમાં ગોઠવી દે છે. દિવ્યતા. જે આપણા સહુમાં સુષુપ્ત અવસ્થામાં છે, ધ્યાન તેની શોધ માટેના દ્વાર ખોલી આપે છે. ધ્યાનનું વર્ણન શબ્દોથી પર છે. તેના લાભો અનુભવવાના હોય, સમજાવવાના ન હોય !