Books / Meditation Is for You Gujarati merged

55. શક્તિસાગર ધ્યાન (શક્તિનો મહાસાગર)

# શક્તિસાગર ધ્યાન (શક્તિનો મહાસાગર)

(કુલ સમય : ૩૦ મિનિટ)

'શક્તિ સાગર' મેડિટેશન ઝેન બુદ્ધિઝમમાંથી લેવામાં આવ્યું છે, જે તમને બ્રહ્માંડીય શક્તિ (કોસ્મીક એનર્જી)ને મેળવવામાં મદદ કરશે. આ મેડિટેશનની ચાવી, જયારે શરીર હલન-ચલન કરતું હોય ત્યારે મનને 'વિશુદ્ધ' પર સ્થિર રાખવું તે છે. તમે જયારે આ મેડિટેશન કરો છો. ત્યારે તમે સીધા જ બ્રહ્માંડીય શક્તિમાં પ્રવેશો છો.

આંખો બંધ કરીને તમારા ''વિશુદ્ધિ ચક્ર'' પર ધ્યાન કેન્દ્રિત કરો. ખુરશીની પાછળ અથવા કોઈ ટેકા સાથે ઊભા રહો. અને તેને પકડી રાખો. ધીમે ધીમે ઊભા જ ચાલવાનું શરૂ કરો, ખૂબ જ ધીમેથી શરૂ કરો. હવે ધીરે

ધીરે તમારી ચાલની ઝડપ વધારતાં જાવ. એ જ જગ્યાએ વધુને વધુ ઝડપથી ચાલવાનું રાખો. તમારી પૂરેપુરી ક્ષમતા તેમાં લગાવી દો. કોઈપણ જાતની પ્રતિકૂળતા વગર તમારી જાતને કોઈપણ સમયે વધારે પડતી ખેંચો નહીં. આ બધો જ સમય ધ્યાન 'વિશુદ્ધિ ચક્ર' પર જ કેન્દ્રિત રાખો. તમને લાગશે કે તેમાંથી ક્તિ બહાર આવી રહી છે. મહત્ત્વની બાબત એ છે કે એક વખત ઝડપ વધાર્યા પછી એકપણ બિંદ્ પર તેને ધીમી કરવાની નથી. ૨૦ મિનિટ ૫છી અટકી જાવ.

પછીથી ૧૦ મિનિટ માટે તમે જયાં છો, ત્યાં જ શાંતિથી બેસી રહો. તમારી આંખો બંધ રાખો અને તમારું ધ્યાન 'વિશુદ્ધિ ચક્ર' પર જ કેન્દ્રિત રાખો. તમે આ હલન-ચલન વખતે પેદા થયેલી શક્તિને તમારી અંદર શોષી લેશો.

આ મેડિટેશનની એક ચાવી છે, તે એ છે કે તમારું શરીર હલતું હોય ત્યારે તમારું સંપૂર્ણ ધ્યાન 'વિશુદ્ધિ ચક્ર' પર કેન્દ્રિત હોવું જોઈએ. તમે જયારે આમ કરો છો, ત્યારે બ્રહ્માંડિય શક્તિ તમારા 'વિશુદ્ધિ ચક્ર'માં થઈને તમારી અંદર પ્રવેશ કરે છે અને તમારા માટે પ્રચંડ ક્તિનો સ્ન્રોત બની જાય છે.

તમે આ મેડિટેશન કરતી વખતે તમારા ગળામાં તમારી માળા પહેરી શકો છો. એ મેડિટેશન દરમ્યાન પેદા થયેલી શક્તિનો સંગ્રહ કરવાનું કામ કરશે.

જૂથમાં શક્તિ સાગર મેડિટેશન કરવાનું હોય ત્યારે સંગીત સાથે કરવું.

અંતમાં માસ્ટરજી મંત્ર બોલે છે !

ઓમુ શાંતિ શાંતિ શાંતિ હી

ધીમેથી, ખૂબ જ ધીમેથી, તમારી આંખો ખોલી નાંખો. આપણે બીજી બેઠકમાં મળીશું. આભાર...

ચક્ર શુદ્ધિ : આજ્ઞા

ચક્રનું સ્થાન : આંખના ભવાંની વચ્ચે

ચક્રને બંધ કરનાર : ગંભીરતા

ચક્રને ખોલનાર : નિખાલસતા અને સરળતા

મેડિટેશન પદ્ધતિ : ઝોરોસ્ટીઆનીઝમ