Books / Meditation Is for You Gujarati merged

54. હું તમને પદ્ધતિ સમજાવું છું :

# હું તમને પદ્ધતિ સમજાવું છું

અનુકુળ સ્થિતિમાં પલાઠીવાળીને નીચે બેસો. તમારૂં માથું, ગરદન અને કરોડ સીધી લીટીમાં રહેવા જોઈએ. તમારામાંથી જે નીચે ના બેસી શકતા હોય, તે ખુરશી પર બેસી શકે છે. રીલેક્સ થઈ જાવ અને આંખો બંધ કરી દો. આપણે આંખો બંધ કરી દઈએ પછી પણ આપણે પોપચાની પાછળ કલ્પના ચિત્રો અને છાપો જોતા હોઈએ છીએ. આ બધું બંધ કરવા માટે કલ્પના કરો કે, તમારી આંખોના ડોળા પથ્થર જેવા બની ગયા છે. માનસિક દબાણ આપીને તેને સખત બનાવી દો. પછી કલ્પનાઓ અદેશ્વ થઈ જશે. આપણી આંખોનું હલન-ચલન, આપણા મનમાં ચાલતા વિચારો સાથે ખૂબ જ ગાઢ રીતે સંકળાયેલું છે, માટે જ તમારી આંખોના હલન-ચલનને સ્થગિત કરી દેવાનું કહ્યું છે. તેને સ્થગિત રાખવાની વધારે પડતી ચિંતા ના કરો. માત્ર મેડિટેશનની પ્રક્રિયા ચાલુ રાખો.

હોઠ બંધ રાખીને મ.....મ.... અવાજ કરો. ખૂબ જ અંદરથી, ધારો કે એલ્યુમિનિયમના ખાલી વાસણમાં મોં રાખીને તમારે હમીંગ કરવાનું હોય અને જેવો અવાજ પેદા થાય તેવો અવાજ પેદા કરો. ધ્યાનમાં રાખો કે આ અવાજ હમ્... કે ઓમ... નથી, તે બસ તમારા હોઠ બંધ રાખીને મ.... મ.... અવાજ કરવાનો છે. બીજો શ્વાસ અંદર લેવાનો થાય ત્યાં સુધી જેટલો લંબાવી શકાય તેટલો લંબાવીને કરવાનો છે. તે જેટલો ઊંડાણમાંથી થઈ શકે, તેટલો ઊંડાણમાંથી કરવાનો છે. નાભિ કેન્દ્રમાંથી આવવો જોઈએ અને જેટલો મોટો થાય તેટલો કરવાનો છે. દરેક મ…. મ…. પછી ઊંડો શ્વાસ લેવાનો પ્રયાસ ના કરો, શરીરને જયારે જરૂર પડશે ત્યારે તે પોતે જ શ્વાસ લઈ લેશે. તણાવમાં ના આવો. આ તરંગો પેદા કરવામાં તમારી આખી જાત અને સમગ્ર શક્તિને કામે લાગી જવા દો. હમીંગ ચાલી રહ્યું છે અને તમે માત્ર તેના સાક્ષી બનીને તેને જોઈ રહ્યા છો ! થોડા સમય પછી, તમને લાગશે કે તમારા કોઈપણ પ્રયાસ વગર હમીંગ ચાલી રહ્યું છે અને તમે માત્ર તેના સાક્ષી બનારા બની ગયા છો.

૨૦ મિનિટ પછી, હમીંગ બંધ કરી દો. જો તમે કેસેટ વગાડતા હશો તો તમને 'સ્ટોપ' સંભળાશે, તરત જ અટકી જાવ.

હમીંગ બંધ કર્યા પછી, તમારી આંખો બંધ રાખો અને ૧૦ મિનિટ સુધી શાંત અને નિષ્ક્રિય બેસી રહો. મુસ્કુરાતા ચહેરા સાથે દિવ્ય આનંદમય મૂડમાં રહો. મનમાં કોઈ વિચાર આવે તો, આવવા દો. બસ ટી.વી. જોતા હો તેવી રીતે તમારા મનનું અવલોકન કરો, કોઈપણ વિચારનો પ્રતિકાર ના કરો અને તેના પર કોઈ ચુકાદો ના આપો. શાંત અને આનંદમય રહો. આ સમય દરમ્યાન, ૨૦ મિનિટના હમીંગે જે શક્તિ પેદા કરી હશે, તે તમારી આખી જાતના ખૂણે ખૂણાને અંદરથી પૂરેપૂરા શુદ્ધ કરી નાંખશે. (મહામંત્ર મેડિટેશનની જૂથ પ્રેક્ટિસ સંગીત સાથે કરો)

(અંતે સ્વામીજી ઉચ્ચારે છે)

ઓમ શાંતિ શાંતિ શાંતિ હી

ધ્યાન તમારા માટે જ છે.

ધીમેથી, ખૂબ જ ધીમેથી, તમારી આંખો ખોલી નાંખો. આ શાંતિને તમારી સાથે લઈ જાવ. આપણે પછીની બેઠકમાં મળીશું. આભાર.....