Books / Meditation Is for You Gujarati merged

53. મેડિટેશન માટેની સૂચનાઓ

# મેડિટેશન માટેની સૂચનાઓ

(કુલ સમય : ૩૦ મિનિટ)

મહામંત્ર મેડિટેશન 'અનાહતા ચક્ર'ને જાગત કરવા માટેની પ્રાચીન તિબેટિયન બૌદ્ધ પદ્ધતિ છે. અનાહત ચક્રનું સ્થાન હૃદય વિસ્તારમાં આવેલું છે. આ મેડિટેશન તમારા મનને સ્થિર અને મજબૂત કરે છે. તમારૂં મન હંમેશા વિચારો સાથે વળગી રહે છે. આ

મેડિટેશન તમારા મનને સ્થિર કરીને અ-મનની સ્થિતિમાં લઈ જાય છે. આ જંપીંગ બોર્ડ પરથી અનંતમાં છલાંગ લગાવવા જેવું છે.

આ મેડિટેશન તમારી અંદર શુભ શક્તિનો પ્રવાહ પેદા કરશે. તે તમને શક્તિથી છલોછલ ભરી દેશે, જેથી તમારે બીજાનું ધ્યાન ખેંચવાની જરૂરિયાત નહીં રહે અને તમે તમારામાંથી ઉભરાતી શક્તિને પરિણામે

179

બીજા લોકોને શક્તિ અને પ્રેમ આપવાનું શરૂ કરશો તમે જયારે આ મેડિટેશન કરો ત્યારે તમારે તમારા ગળામાં તમારી માળા પહેરવી જોઈએ. મેડિટેશન દરમ્યાન પેદા થતી શક્તિનો તે સંગ્રહ કરશે. વહેલી સવારે, ખાલી પેટે કરવું વધારે સારું છે, અથવા જમ્યા પછી બે કલાક પછી પણ કરી શકાય છે. આ મેડિટેશન એકલા અથવા જૂથમાં કરી શકાય છે. જુથમાં જે જગ્યામાં આ મેડિટેશન થતું હોય તે જગ્યામાં પણ અસરકારક શક્તિના તરંગો ફેલાય છે.