52. મેડિટેશન માટેની સૂચનાઓ
# મેડિટેશન માટેની સૂચનાઓ
(કુલ સમય : ૩૦ મિનિટ)
'મણિપૂરક શુદ્ધિ' ક્રિયા મેડિટેશન પદ્ધતિ પ્રાચીન ખ્રિસ્તી ધર્મમાંથી લેવામાં આવી છે. જે 'ગ્લાસા લોલીઆ' તરીકે જાણીતી છે. જેને પછીથી સફીઓએ 'ગિબ્બેરીષ' તરીકે અપનાવી હતી. આ પદ્ધતિ તમારા મનના ઊંડાણમાં પડેલી ઘરેડો અને ચિંતાની છાપોને ખાલી કરી નાંખે છે. તે તમારી દમન થયેલી બધી જ ચિંતાઓ અને
ગુસ્સાની લાગણીઓને સાફ કરી નાંખે છે. એક વખત તમે આ પદ્ધતિનો અમલ કરશો, પછી તમે તમારા 'મણિપુરકા' વિસ્તારને, નાભિ વિસ્તારને હલકો થઈ ગયેલો અનુભવશો. જે તમારી ચિંતાઓ અને મનની ગુંચવાયેલી ઘરેડોનો વિસ્તાર છે. આ મેડિટેશન કર્યા પછી નવી ચિંતાઓ
ભેગી નહિ કરવાનું અને તમારા 'મણિપુરકા' વિસ્તારમાં ફરીથી બોજ વધતો અટકાવવાનું તમારા પર નિર્ભર કરે છે.
આ પદ્ધતિનો ઉપયોગ ખાલી પેટે જ કરવો જોઈએ, અથવા જમ્યા પછી ઓછામાં ઓછા બે કલાક પછી કરવો જોઈએ, નહિતર તમને ઉલ્ટી થઈ જવાની શક્યતા રહે છે.
આંખો બંધ કરીને ઊભા રહો. તમારા 'મણિપુરક ચક્ર' પર ધ્યાન કેન્દ્રિત કરો અને જુઓ કે તે વિસ્તારમાં કેવો ભાર લાગે છે. તે તમારી બધી જ ચિંતાઓથી ભરેલો છે એક મિનિટ માટે તમારા ધ્યાનને મણિપુરકાચક્ર પર કેન્દ્રિત કરો. વિવિધ કારણોસર તમે ગોંધી રાખેલ ગુસ્સો અને ચિંતાઓને અનુભવવાનો પ્રયત્ન કરો.
હવે, નાભિ વિસ્તારમાંથી બિલ્કુલ અર્થ વગરના અવાજો કરવાનું શરૂ કરો, જેટલા મોટા અવાજો કરી શકો તેટલા મોટા અવાજ કરો. બૂમો પાડવા માટે શબ્દોનો ઉપયોગ ના કરો. જો તમે શબ્દોનો ઉપયોગ કરશો તો ફક્ત જાણીતી અને તાજી લાગણીઓ જ સપાટી પર આવશે, તેમજ શબ્દો બીજા વધારે શબ્દોને બહાર લાવશે, નહીં કે તેની
પાછળની લાગણીઓને તદ્દન અર્થ વગરની બૂમો પાડો, ગિબ્બેરિશની જેમ, ફક્ત આ અવાજો જ તમારા અર્ધ જાગૃતને ખુલ્લું કરશે, ફક્ત આ જ તમારી અંદર ઊંડાણમાં છૂપાયેલી લાગણીઓને ખુલ્લી કરશે. તમારા હાથને હવામાં ઉછાળો, બમો પાડો, ચીસો પાડો, જો આસું વહેવા માંડે, તો વહેવા દો.

તમારાથી જેટલું શક્ય હોય તેટલું વધારે આ બધું કરો, તમારી બધી જ નકારાત્મક અનુભૂતિઓને વોમિટ કરી નાંખો. પીડાદાયક અનુભવોને યાદ કરો, તેમાં સંકળાયેલ બધી વ્યક્તિઓને યાદ કરો અને આ બનાવોમાં સંકળાયેલ લાગણીઓનો અનુભવ કરો. બધી જ લાગણીઓને બહાર કાઢી નાંખો. સંપૂર્ણપણે તેમાં જ ખોવાઈ જાવ. બીજી કોઈપણ બાબત પર ધ્યાન ના આપો.
૨૦ મિનિટ પછી અટકી જાવ, આંખો બંધ રાખો. પછી ૧૦ મિનિટ માટે શાંતિમાં બેસી જાવ. માત્ર તમારા વિચારોના સાક્ષી બની જાવ. 'મણિપુરકા ચક્રમાં હળવાશનો અનુભવ કરો. તમે અનુભવશો કે તે એકદમ હળવું અને દિવ્ય આનંદમય થઈ ગયું છે તમે આખે આખા હળવાફૂલ અને મુક્ત બની ગયા છો.

176
(જૂથમાં કરતી વખતે સંગીત સાથે કરવું)
(અંતે સ્વામીજી બોલે છે…)
ઓમ શાંતિ શાંતિ શાંતિ હી
ધીમેથી, ખુબ જ ધીમે, તમારી આંખો ખોલી નાંખો, આપણે હવે પછીના સેશનમાં મળીશું. આભાર.....
મહામંત્ર ધ્યાન (આઘ ધ્વનિનું ઉચ્ચારણ)
ચક્ર શુદ્ધિ : અનાહતા ચક્રનું સ્થાન : હૃદય વિસ્તારમાં ચક્રને બંધ કરનાર : બીજાનું ધ્યાન પોતાના તરફ ખેંચવાની જરૂરિયાત ચક્રને ખોલનાર : નિસ્વાર્થ પ્રેમ મેડિટેશન પદ્ધતિ : તિબેટિયન તંત્ર