45. સપ્ત દિવસીય ચક્ર ક્નર્યવાહી
# સપ્ત દિવસીય ચક્ર ક્નર્યવાહી
165
ચક્રો શું છે ?
ચક્રો આપણા શરીરમાંના સુક્ષ્મ શક્તિકેન્દ્રો છે. સાત મુખ્ય ચ ક્રો છે – મલાધાર, સ્વાધિષ્ઠાન, મણિપૂરક, અનાહત, વિશુદ્ધિ, આજ્ઞા અને સહસ્રાર. જો કે તેમને ભૌતિક સ્થિતિસ્થાન નથી, તો પણ આ શક્તિકેન્દ્રો શરીરની લંબાઈને સમાંતર ઉપસ્થિત છે. શરીરની મહત્ત્વની ગ્રંથીઓ સાથે અંદાજે મેળ બેસાડે છે, તેની પ્રવૃત્તિઓ પર પ્રભાવ પાડે છે. ચક્રો આપણા શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય પર ગહન પ્રભાવ પાડે છે અને આપણા વિચારો અને લાગણીઓ પર અસર કરે છે.
ચક્રો બ્રહ્માંડની અમર્યાદ શક્તિની સીધી ચેનલો છે પણ નિરંક્શ જીવન પદ્ધતિ, તણાવ અને નકારાત્મક ભાવનાઓ, ચક્રોને બધ કરી દે છે, અથવા તો ખરાબ રીતે કાર્ય કરાવે છે. અજાણતાં જ આપણે આ શક્તિના અગત્યના ઉદ્દ્ભવસ્થાનોમાં અવરોધો ઉભા કરીએ છીએ.
શક્તિ સ્વાસ્થ્ય છે. આથી જ મોટાભાગના શારીરિક અને માનસિક રોગોને આંશિક રૂપે કે સંપૂર્ણતયા, કેવળ એ રોગને સંબંધિત ચક્રોને શુદ્ધ કરવાથી અને તેને શક્તિશાળી બનાવવાથી સજા કરી શકાય છે.