44. અવયવોની તણાવમુક્તિ
# અવયવોની તણાવમુક્તિ
સૂચના અને ધ્યાન

તત્કાલ તણાવમુસ્તિ માટે સૌથી ઝડપી અને સૌથી લોકપ્રિય પદ્ધતિઓમાંની આ એક છે. જો ખાનગી ધ્યાન ઉપલબ્ધ હોય, તો જમીન પર પડી રહીને આ પદ્ધતિની પ્રેક્ટિસ કરો.
તમારી આંખો બંધ કરો.
તમારા ઉદરમાંથી ખરેખરો ઊંડો શ્વાસ લો, તમારે તમારો શ્વાસ રોકી રાખવાનો છે, એથી શક્ય તેટલો વધારે ઉોંડો શ્વાસ લો.
તમારી અંદર શ્વાસને રોકીને એક પછી એક અવયવને જોરથી ભીડવાનું શરૂ કરો. પગની આંગળીના ટેરવાથી શરૂ કરો.
ટેરવાંને શક્ય તેટલા ખેંચો તેને ઢીલા પડવા ન દો. તમારા પગ અને પગની ઘૂંટી તરફ વળો, પછી ઉપર પગની પીંડી તરફ, તમારા ઘૂંટણો અને તમારા નિતંબ તરફ, જલદીથી ઉપર તરફ જાવ, કારણ કે તમે તમારા શ્વાસને એક મિનિટથી વધારે સમય માટે રોકી નહિ શકો.
હવે તમારી કમર અને ઉદર તરફ જાવ. તમારા પેટના સ્નાયુઓને શક્ય તેટલા તંગ કરો. સ્વાભાવિક જ તમારા સાથળના મૂળના સ્નાયુઓ પણ ખેંચાશે.
ઉપર તરફ તમારી છાતી અને પીઠ તરફ આગળ વધો. તમારી પીઠ પરની કરોડના એકેક મણકાને તંગ કરો. હાથની આંગળીઓથી શરૂ કરીને, તમારા બાવડાના સ્નાયુઓ સુધી તમારી ભુજાઓને તંગ કરો. તમારા ખભાના હાડકાના, ડોકના અને ગળાના સ્નાયુઓને તંગ કરો, પ્રયત્ન કરો અને ખાસ કરીને તમારી ડોકમાંના તણાવને જકડી રાખો.
તમારા ચહેરા તરફ જાવ.

તમે જાણો છો એના કરતાં વધારે સ્નાયુ તમારા ચહેરામાં છે.
તમારું મોઢૂં, નસકોરાં, આંખો, આંખની ભ્રમરો, કપાળ અને ગાલના
રનાયુઓને તંગ કરો. તમારી આંખોની પાંપણ જોરથી બંધ કરો. તમારા દાંત ભીડો, તમારા ચહેરાને સતત દડા જેવો સજ્જડ કરો. યાદ રાખો કે આ સમય દરમ્યાન તમારા શરીરને ઢીલું પડવા દેવાનું નથી.
આ તણાવની સ્થિતિમાં જેટલો વધુ સમય રહી શકો એટલો સમય રહો. જયારે તમે તમારા શ્વાસને વધુ સમય પકડી રાખી શકો નહિ, ત્યારે એક જ મોટા ઉભરા સાથે શ્વાસને બહાર છોડી દો, અને સાથે સાથે તમારા અવયવો અને ચહેરાના સ્નાયુઓને તદ્દન ઢીલા છોડી દો. આ શારીરિક અને માનસિક તણાવમુક્તિની સ્થિતિમાં એક મિનિટ રહો.
આ પદ્ધતિ તમારા શરીર અને મન બંશ્વેને તણાવમુક્ત કરે છે અને તમને બે જ મિનિટમાં તાજગી આપે છે. જો તમને સમય હોય તો આ પ્રક્રિયાનું ત્રણ વખત પુનરાવર્તન કરો.