40. સ્ફર્નિ બાણ
# સ્ફર્નિ બાણ
151
પદ્ધતિ વિષે
જે ધ્યાનમાં કંઈક કરવાનું હોય, તે શરૂઆત કરનારાઓ માટે ઉત્તમ છે. સ્થિર બેસી રહેવા કરતાં, જયારે તમે કંઈ કરતા હો, ત્યારે જાગુતતા જાળવી રાખવાનું વધારે સહેલું છે.
આ ગતિશીલ ધ્યાન છે, 'દોડતાં દોડતાં' ધ્યાન કરવાનું છે.
દોડવાનું શા માટે ?
જયારે તમે દોડતા હો છો, ત્યારે તમે સ્વાભાવિક જ સાવધ હો છો, જાગૃત હો છો. જ્યારે તમે દોડતાં હો છો, ત્યારે તમે શરીર, મન અને આત્માના સુંદર ઐક્યનો અનુભવ કરો છો. આ એવું છે, જાણે કે તમારી અંદરની દરેક વસ્ત, એક જ ધ્યેય સાથે. એક બનીને કાર્ય કરે છે. જયારે તમે સ્થિર બેઠા હો છો, ત્યારે માત્ર તમારું શરીર જ સ્થિર બેસે છે, તમારું મન તો હજુ દોડ્યા જ કરે છે ! તમારું શરીર અને મન બે ભાગમાં વહેંચાઈ જાય છે. તમારું શરીર બેઠૂં છે, પણ મન તો પોતાના પ્રવાસે ઉપડી ગયું છે !
જયારે તમારું શરીર દોડે છે, ત્યારે ઉલટું જ થાય છે. જ્યારે તમે દોડો
છો, ત્યારે તમારું મન સ્થિર હોય છે. તમારું મન વાત કરવાનું બંધ કરી દે છે અને જયારે તમે દોડવાનું ચાલુ રાખો છો, ત્યારે થોડા જ સમયમાં, દોડ તમારા પર સવાર થઈ જાય છે. પછી શરીર કે મન કંઈ જ તમારું નથી. તમે તમારી દોડના બની જાવ છો. તમે જ દોડ બની જાવ છો.
સચનાઓ
દોડની શરૂઆત કરવા માટેનો સમય પસંદ કરો. વહેલું પ્રભાત ઉત્તમ છે. તેના પછી મોડી સાંજ પસંદ કરી શકાય. સુર્યોદય અને સુર્યાસ્ત એવા સમય છે, જ્યારે પ્રકૃતિની શક્તિને સ્વીકારવા તમારું શરીર વધુમાં વધુ ખુલ્લું હોય છે.
એવો માર્ગ પસંદ કરો, જે સારી રીતે સીધો અને સરળ હોય, બહુ કઠિન ન હોય, અને ત્યાં સારા પ્રમાણમાં શાંતિ અને નિર્જનતા હોય. એવો માર્ગ, જયાં તમે ધાર પરથી પડી જવાના ભય વગર, વાહનોની અવરજવરની નીચે ચગદાઈ જવાના ડર વગર, તમારા દોડવા પર એકાગ્ર થઈ શકો.

તમને દોડવાની ટેવ ન હોય તો ટૂંકા અંતરથી - અર્ધા માઈલથી શરૂઆત કરો.
તમે ધીમે ધીમે અંતર વધારી શકો છો.
ત્યાર પછી, કેવળ દોડો !
પેટમાંથી ઊંડા શ્વાસ લો. દરેક અવયવ સાથે દોડો. જયારે તમે થાકી જાઓ, ત્યારે તમારી જાતને ધકેલો નહિ, આરામ કરો અને આરામના સમયને માણો. તમારા બૂટ કાઢી
નાંખો, અને તમારા ખુલ્લા પગની નીચેની ધરતીનો અનુભવ કરો. જે એક શક્તિના ઉદ્દભવ સ્થાન સાથેનો આપણો સંપર્ક છૂટી ગયો છે, તે છે
ધરતીની શક્તિ - તેનું કારણ છે - સર્વત્ર કૃત્રિમ ફરસંબંધી અને આપણને ખુલ્લે ૫ગે બહાર જવામાં મઝા નથી આવતી.
ભારતમાં ખુલ્લે પગે ચાલવું એ પવિત્ર વ્યાયામ ગણાય છે. એથી જ ઘણા પજાસ્થાનોમાં પગરખાં પહેરીને અંદર જવાતું નથી. આ સ્થળોની શક્તિ ગ્રહણ કરવા માટે આપણી બધી ઈન્દ્રિયોને ખુલ્લી રાખવી એ ઉત્તમ છે.
જો રસ્તો સારો હોય તો ખુલ્લા પગે દોડવું એ ગજબનો અનુભવ બની શકે છે. ઘાસ પર કે સમુદ્ર કિનારે પ્રયત્ન કરો. માત્ર પૃથ્વીના સંપર્કમાં હોવું, એ જ જીવનના ઉદ્દભવસ્થાન સાથે સંકળાયેલા રહેવા બરાબર છે.
કેન્દ્રિત થઈને રહેવાનો આ સુંદર માર્ગ છે.

મર્યાદા બહારની દોડમાં જકડાઈ ન જાઓ. તમારે માટે સમયમર્યાદા ન બાંધો, તમારી કાર્યસિદ્ધિને સુધારવાનો પ્રયત્ન ન કરો. વજન ઘટાડવા માટે ન દોડો ! અલબત્ત, જો તમારૂં વજન ઓછૂં થાય તો એ સારૂં
છે – પણ કોઈ કારણથી ન દોડો. બસ દોડો. જો ઘણા દિવસો સુધી દોડ્યા પછી, તમને લાગે કે આ ક્રિયા કંટાળાજનક બની ગઈ છે. તો તેને તજી દો અને બીજા ધ્યાન તરફ વળો. તરવાનો પ્રયત્ન કરો, નૃત્યનો પ્રયત્ન કરો, ફરી પાછા તમને મન થાય ત્યારે દોડવા તરફ પાછા ફરો.
ત્યારે અનુસરવાની જે પાયાની સૂચનાઓ છે, તે ઉપરાંત તમે તમારે માટે નિયમો ન બનાવો. નિયમો ધ્યાનના આનંદનો નાશ કરે છે.
153