Books / Meditation Is for You Gujarati merged

39. મૌન બિદ્દ

# મૌન બિદ્દ

પદ્ધતિ વિષે

આ શ્રવણ ધ્યાન છે. શ્રવણ ધ્યાન ક્રિયારહિત ધ્યાન છે. તમારે કશું જ કરવાનું નથી - માત્ર સાંભળો. માત્ર સાંભળવાથી પણ ઘણું ઘણું બની શકે છે !

આપણે હંમેશા અવાજના તાંડવમાં રહીએ છીએ. અવાજો હંમેશા આપણા તરફ આવતા હોય છે, આપણા પર તૃટી પડતા હોય છે, આપણા પર ફરી વળતાં હોય છે. આપણે તોફાનમાં ખોવાઈ જઈએ છીએ. પણ એ તોફાનના કેન્દ્રમાં શાંતિ હોય છે. જેને આપણે સાંભળી નથી. આ ધ્યાન આપણને અવાજના તોફાનના કેન્દ્રમાં રહેલી શાંતિથી જાગૃત કરાવે છે.

સૂચનાઓ

147

ક્યાંક, ગમે ત્યાં બેસી જાઓ વધુ ઘોંઘાટવાળું સ્થાન હોય તો વધારે સારું ! અવિરત અવાજવાળી જગ્યા. એ કદરતી અવાજ હોઈ શકે, નદીનો ખળખળાટ કે ધોધનો પછડાવો પ્રવાહ અથવા તો રેલ્વે સ્ટેશન કે બજારમાં પણ બેસી શકાય .

શાંતિથી બેસો. દરેક દિશામાંથી તમારા તરફ આવતા અવાજના મોંજાઓને અનુભવો. બધી જ દિશાઓમાંથી તમારા

તરફ વહેતા અવાજોની વચ્ચે, આ અવાજના તોફાનના કેન્દ્રમાં તમે પોતે છો, એવી લાગણી અનુભવો.

તમે કેન્દ્રમાં છો અને અવાજો તમારા તરફ વહી રહ્યા છે.

અનુભવો કે તમે જયાં છો ત્યાં, કેન્દ્રમાં કોઈ જ અવાજ નથી ! કેન્દ્રમાં સંપૂર્ણ શાંતિ છે. જો કેન્દ્રમાં અવાજ હોત, તો તમે બહારના અવાજ સાંભળી શક્યા ન હોત, અવાજો તમારામાં પ્રવેશે છે, તમને વીધે છે. પણ કેન્દ્રમાં તે અટકી જાય છે.

તમારી અંદર, એક એવું બિંદ્દ છે, જ્યાં બધા જ અવાજ અટકી જાય છે. આ એ કેન્દ્ર છે, જ્યાંથી દરેક અવાજ સંભળાય છે. એ કેન્દ્રને ખોળી કાઢો.

એકાએક, તમે તેને શોધી કાઢશો.

એકાએક તમારી જાગૃતતા અંદરની તરફ વળશે.

તમારી જાગૃતતા બહારની અવાજની દુનિયામાંથી ખસી જશે અને તમે કેન્દ્રમાં હશો, જયાં નીરવતા છે. એક એવું બિંદુ છે, ત્યાં અવાજ પ્રવેશી ન શકે. એ બિંદ્દ તમે છો.

એક વખત તમે એ નીરવતાને સાંભળશો, પછી તમને ફરીથી કદી અવાજથી કનડગત નહિ થાય, અવાજ તમને સ્પર્શી નહિ શકે.

આપણે હંમેશા માનીએ છીએ કે આપણે આપણા કાન દ્વારા અવાજો સાંભળીએ છીએ. આ પદ્ધતિથી તમે શોધી કાઢશો કે અવાજો કાન દ્વારા કે મસ્તક દ્વારા પણ સંભળાતા નથી. અવાજો હંમેશા નાભિના કેન્દ્રમાં સંભળાય છે ! એ જ અવાજનું કેન્દ્ર છે.

ઘોંઘાટને આટલું મહત્ત્વ શા માટે ? કારણ કે વધુ પડતા ઘોંધાટની એવી જ અસર છે, જે કાનને ડાટો દઈને બંધ કરવાથી થાય ! જયારે અવાજ સમજી ન શકાય એવો હોય, અવિરત હોય, જયારે તમે જુદા જુદા અવાજોનો તફાવત ન પારખી શકો, ત્યારે અવાજ પોતે જ અવરોધ બની જાય છે. તમે ગીતો સાથે આ પદ્ધતિનો પ્રયોગ ન કરી શકો - કારણ કે ગીતની ભાષા તમે સમજી શકશો, તમે અર્થ પર એકાગ્ર થશો, તમે તરત જ તમારા મસ્તકનો ઉપયોગ કરશો. એ સામાન્ય અવાજ હોવો જોઈએ.

અવાજની વચ્ચે તમારા કાનને તમારી આંગળીઓથી બંધ કરવાનો પ્રયત્ન કરો. એકાએક તમે નવો જ અવાજ સાંભળશો – મૌનનો અવાજ. આ નવો અવાજ, અવાજની અનુપસ્થિતિ છે. આવો ખરેખર અવાજ છે, અને તમે સહેલાઈથી એ સાંભળી શકો છો !

અવાજની સાથે, આપણે અવાજના ઉદ્દભવસ્થાન તરફ વહેવા લાગીએ છીએ; મૌનની સાથે આપણે આપણા પોતાના કેન્દ્રમાં, અંદરની બાજુએ વહેવા લાગીએ છીએ.

બહારની અવાજની દ્દુનિયા અને કેન્દ્રનો મૌનનો અવાજ, આ બંન્નેને સાંભળતા શીખો. એકમાંથી બીજા તરફ વળો. બહારથી અંદર જાઓ અને ફરીથી પાછા ફરો. દરેક વખતે તમારી સમજણશક્તિની કુશાગ્રતા વૃદ્ધિ પામશે. અંદર અને બહારની વચ્ચે સરળતાથી વહેવાનું શીખો, અને તમે આ જે ખેલ છે તેને જોશો !

પ્રત્યાહાર ધ્યાન

ધ્યાન વિષે

149

આ પદ્ધતિ બહારની દ્રુનિયામાંથી આવતા સંકેતોને બંધ કરે છે. તમે દુનિયા વિષે જે કંઈ જાણકારી મેળવો છો, તે તમારી પાંચ ઈન્નિયો દ્વારા મેળવો છો : દૃષ્ટિ, ધ્વનિ, સ્વાદ, ગંધ અને સ્પર્શ.

આ ધ્યાન, ઈન્દ્રિયો દ્વારા થતા બધા અનુભવોને નકારે છે. જ્યારે તમે તમારી જાતને દુનિયા માટે બંધ કરી દો છો, ત્યારે તમે તમારી જાતને તમારા શરીરથી પણ બંધ કરી દો છો. તમારી શક્તિ અંદરની તરફ પાછી ફરે છે.

સુચનાઓ

આ ધ્યાન કોઈપણ સ્થળે કોઈપણ સમયે કરી શકાય છે.

આ ક્ષણે તમે જયાં પણ હો, ત્યાં તમારી ઈન્દ્રિયો દ્વારા તમને મળતા સંકેતોની નોંધ લો. તમે બગીચામાં પુષ્પોને જોઈ શકો છો. તમે પક્ષીઓને ગાતાં સાંભળી શકો છો. તમે તમારા પગ પર સળવળતી કીડીને અનુભવી શકો છો.

તમારે શું કરવાનું છે ?

બસ, તમારી ઈન્દ્રિયોને બંધ કરી દો.

માત્ર કલ્પના કરો કે તમે અંધ થઈ ગયા છો. કલ્પના કરો કે તમે પક્ષીઓને સાંભળી શકતા નથી, કીડીના સળવળાટનો અનુભવ લઈ શકતા નથી. કલ્પના કરો કે તમે એક જડ મૂર્તિ બની ગયા છો, તમે બરફ જેવા ઠરી ગયા છો. કલ્પના કરો કે તમે બિલફુલ હલીચલી શકતા નથી.

આવી લાગણીના ઊંડાણમાં જાવ.

તમે આ કરી શકો છો !

કેવી રીતે ?

માત્ર એક ક્ષણ માટે શ્વાસ લેવાનું બંધ કરો, અને તમારી ઈન્દ્રિયો પોતાની જાતે જ બંધ થઈ જશે.

જયારે શ્વાસ અટકે છે. ત્યારે સંવેદના પણ અટકી જાય છે. તમારા શ્વાસને રૂંધી રાખો અને જુઓ, તમને તમારી ચામડી પર સળવળાટનો અનુભવ થાય છે ? અવાજો પણ દૂર દૂર જતા રહે છે. તમારું શરીર થીજી ગયું હોય એવું લાગે છે. તમે તમારા હાથને ઊંચો કરી શકતા નથી !

તણાવમ્પુક્તિ માટે આ ખૂબ જ સુંદર પદ્ધતિ છે.

જયારે તમે બહારની બાજુએ વહી શકતા નથી,જયારે તમે તમારી ઈન્દ્રિયો દ્વારા માહિતી મેળવી શકતા નથી, ત્યારે તમે તમારી જાત તરફ પાછા ફેંકાવ છો. તમે શાંતિનો ટાપુ બની જાઓ છો. આ શાંતિમાં તમને તમારું પોતાનું કેન્દ્ર મળશે.

હવે, તમે જયારે પણ બહાર જુઓ છો, જ્યારે પણ તમે સાંભળો છો, ત્યારે તમે તમારા કેન્દ્રના શાંત બિંદુમાંથી જ આ કરતા હશો અને એક વખત તમે આ કેન્દ્રને શોધી કાઢો, પછી તમે ફરીથી ક્યારેય ઈન્દ્રિયોના કોલાહલમાં ખોવાઈ નહીં જાવ.

તમારી પોતાની ઈચ્છાથી તમે તમારી ઈન્દ્રિયોને બંધ કરી શકશો, અને આમ તમે તમારી ઈન્દ્રિયોના સાક્ષી બની શકો છો.