32. નિત્યધ્યાન
# નિત્યધ્યાન
127
આપણા વિચારોનું અસ્તિત્વ ફક્ત સપાટી પરનું જ છે. ઉઠતા પરપોટા જેવું .
વિચારોને એક બીજા સાથે જોડ્યા સિવાય ઉઠવા દેવા અને મરવા દેવાની પ્રક્રિયાનો અર્થ છે, તેની પકડમાંથી મુક્ત થવું. જ્યાં સુધી આ કુદરતી પ્રક્રિયા બનવા દેવામાં આવે છે, ત્યાં સુધી બધુ બરાબર હોય છે. પરંતુ આપણે શું કરીએ છીએ, આપણાં આ વિચારોને કોઈ ઉદ્દેશ વિના એકબીજા સાથે જોડીને તેનો શાફટ બનાવવાનું શરૂ કરીએ છીએ. આવું કરીને સપાટી પરની અને પકડ મુક્ત પ્રક્રિયાને સપાટીની અંદર એકબીજા સાથે સાંકળી દઈએ છીએ. અહીં જ સમગ્ર સમસ્યાની શરૂઆત થાય છે. જયાં સુધી દરેક વિચારોને અલગ અલગ ઉઠવા દેવામાં અને મરવા દેવામાં આવે, ત્યાં સુધી આપણે શારીરિક અને માનસિક રીતે ગમે તેટલો ભાર સહન કરી શકીએ છીએ. અને આપણી જાગૃતતા હળવી અને દિવ્ય આનંદમય રહે છે. એક વખત આપણે વિચારોને જોડવાનું શરૂ કરીએ, આપણી જાગૃતતામાં દ્વઃખ પેદા થાય છે અને આપણને બોજારૂપ લાગે છે, જે આપણી જાતને નુકસાન કરવાનું શરૂ કરે છે. ચિંતા, વાસના, અસંતોષ, ઈર્ષા, ભય, અહમુ અને બીજાનું ધ્યાન ખેંચવાની જરૂરિયાત જેવી બધી જ લાગણીઓ શું છે ? આપણે સ્વતંત્ર બનાવો વચ્ચે, સ્વતંત્ર વિચારો વચ્ચે જોડાણો શોધી કાઢીએ છીએ અને આપણી જાત માટે એક ખ્યાલો પેદા કરીએ છીએ અને આપણી જાતને તે ખ્યાલોની સાથે જોડી દઈએ છીએ. તેમાંથી એક કાલ્પનિક શાફટ બનાવીએ છીએ અને તેના કારણે દુ:ખી થઈએ દઈએ.
આ એ લાગણીઓ છે, જે ધાર્મિક યુદ્ધો, સામાજિક સંઘર્ષો અથવા રાજકીય અશાંતિઓના હિંસક સ્વરૂપોનું સર્જન કરે છે. આ બધા જ પ્રકારની હિંસાનો પાયો અથવા મુળ આપણી લાગણીઓ છે અને આપણી લાગણીઓ,
નિત્યધ્યાન
નિત્ય ધ્યાન શા માટે ?
લાગણીઓ અને વિચારો આપણાં અભિગમને અને આપણા મનના સ્વરૂપને જન્મ આપે છે. લાગણીઓ અને વિચારોના ખેલને સમજી લેવો. તે મનની પાર જવાનું પહેલું અને અંતિમ પગલું છે. નિત્ય ધ્યાન ૩૫ િમનિટનું મેડિટેશન છે. મનની પકડમાંથી છટીને તેની પાર જવા માટે પરમહંસજીએ તેને ડિઝાઈન કર્યું છે. મનુષ્ય તેના મુળભૂત સ્વભાવથી મનની પકડમાંથી મુક્ત અને દિવ્ય આનંદમય છે. પકડ મુક્ત હોવું એટલે શું ?
આપણી અંદર ઉદ્દભવતો દરેક વિચાર એક પરપોટા જેવો હોય છે જે બંધાય છે, ઉપર આવે છે અને મૃત્યુ પામે છે. બીજો વિચાર આવતા પહેલા, દરેક વિચાર સ્વતંત્ર રીતે ઉપર આવે છે અને મૃત્યુ પામે છે. દા.ત., તમે ખુરશીમાં બેઠા છો અને એકાએક ઊભા થઈ જાવ છો. જે ક્ષણે તમે ઊભા થવાનું નક્કી કરો છે. એજ ક્ષણે બેસી રહેવાનો વિચાર છોડી ગયો હોય છે. જો તમે તમારા કોમ્પ્યૂટર પર કામ કરી રહ્યા છો અને તેને બંધ કરવાનું નક્કી કરો છો, એ ક્ષણે તમે કામ કરવા માંગો છો. એ વિચાર મરી ગયો હોય છે માટે દરેક વિચાર અલગ હોય છે અને ક્રમવાર આવે છે. એક પછી, બીજો પછીનો વિચાર આવે તે પહેલા એક વિચાર મરી જતો હોય છે આ જ આપણો સાચો સ્વભાવ છે.
આપણો સાચો સ્વભાવ પસાર થતી દરેક ક્ષણે વિચારોનો પરિત્યાગ કરવાનો છે. દરેક વિચારને પરપોટાની જેમ ફુલવા દેવાનો અને ફાટી જવા દેવાનો અને પછીના વિચારને ઉઠવા દેવાનો છે.
આપણી કાલ્પનિક શાફટ બનાવવાની અને તેને શક્તિશાળી બનાવીને આપણાં પર કામ કરવા દેવાની આપણી આદત છે.
આમ શાફટ બનાવતી વખતે ચાવીરૂપ બાબત એ છે કે, આપણે એવા વિચારો પસંદ કરીએ છીએ જે આપણને દુ:ખ અથવા આનંદ આપે. આપણે આનંદદાયક શાફટ બનાવવા માટે આનંદના વિચારો પકડીએ છીએ અથવા નકારાત્મક વિચારો પકડીએ છીએ અને તેને જોડીને દુ:ખનો શાફટ બનાવીએ છીએ. આપણે વારાફરતી દુ:ખ અને આનંદનો શાફટ બનાવીએ છીએ અને આ બે લાગણીઓ વચ્ચે ફંગોળાયા કરીએ છીએ, ઝૂલ્યા કરીએ છીએ. આ ૫કડમાંથી મુક્ત થવું, એજ દિવ્ય આનંદમય જીવનની ગુરૂચાવી છે.
જો તમે ઊંડાણપૂર્વક વિશ્વેષણ કરશો તો તમે સમજી શકશો કે આપણે આપણા વિચારોનો પરિત્યાગ કરવાને બદલે તેને કેવી રીતે જોડીએ છીએ અને કેવી રીતે આપણાં માટે દુ:ખ પેદા કરીએ છીએ. મન જ આ બધું જોડાણ શોધી કાઢે છે. હકીકતમાં આપણાં વિચારો વચ્ચે કોઈ જોડાણ હોતું નથી.
બધો જ સમય શબ્દો અને વિચારોને પોષણ આપવા માટે આપણને તાલીમબદ્ધ કરવામાં આવ્યા છે. માટે જ આપણે આ શાફટ પેદા કરીએ છીએ. આપણે શબ્દોને પોષણ આપીએ છીએ, કારણ કે હંમેશા ભય અથવા સ્વાર્થથી કામ લઈએ છીએ. ભય અથવા સ્વાર્થથી આપણે આપણા વિચારો વચ્ચે જોડાણ પેદા કરીએ છીએ. આપણે આ પ્રક્રિયાને છોડી દેવાથી ડરીએ છીએ, કારણ કે આપણે છોડી દઈએ, તો પછી પકડી રાખવા માટે આપણી પાસે કશું જ રહેતું નથી. આપણે શાફટ વગરની પકડ મુક્ત મનની સ્થિતિનો ક્યારેય અનુભવ કર્યો જ નથી કે જયાં ફક્ત માત્ર પરપોટા જેવા વિચારો જ છે.
પકડ મુક્ત સ્થિતિમાં, ભય અથવા સ્વાર્થને સ્થાન જ નથી. તમે માત્ર 'હો' છો. બસ આટલું જ. આ એ સ્થિતિ છે જેનો આપણે ભાગ્યે જ અનુભવ કર્યો છે. કારણ કે આપણે વિચારોના જાણીતા શાફટથી ટેવાઈ ગયા છીએ.
એક નાની વાર્તા :
આંખના નિષ્ણાંત એક આંધળા માણસની સારવાર કરી રહ્યા હતા. તેમણે તેને ખાત્રી આપી "એક વખત હું તમારી આંખનું ઓપરેશન કરી દઈશ, તમને તમારી દષ્ટિ પાછી મળી જશે અને તમે તમારી લાકડી ફેંકી દેશો."
આંધળા માણસે જ્યારે આ સાંભળ્યું ત્યારે તે ડરવા લાગ્યો. તેણે ડૉક્ટરને પૂછ્યું "હું સમજી ગયો કે મને મારી દેષ્ટિ મળી જશે, પરંતુ હું મારી લાકડી વગર ચાલી કેવી રીતે શકીશ ?"
માણસ લાકડી સાથે ચાલવા માટે એટલો બધો ટેવાઈ ગયો હતો કે તે દૃષ્ટિ પાછી મળી ગયા પછી તેને તેની લાકડીની જરૂર જ નથી પડવાની, તેટલું પણ સમજી શકતો નહોતો ! આવી જ રીતે જયારે આપણે પકડ મુક્ત સ્થિતિમાં દિવ્ય આનંદથી જીવી શકીએ છીએ, ત્યારે આપણને નવાઈ લાગે છે કે વિચારોના શાફટની પકડ વગર કેવી રીતે જીવી શકાય, આપણે તેને કોઈક અનિવાર્ય બાબત તરીકે જોઈએ છીએ. આ સમગ્ર બાબત કેવી કપોડકલ્પિત છે તે જોવામાં નિષ્ફળ જઈએ છીએ. આપણું મન કલ્પિત છે. આપણે તેને અધિકાર સંપન્ન કર્યું છે અને પછી તેના ગુલામ બની ગયા છીએ. આ માનસિક ગુલામી સિવાય બીજું કશું જ નથી. માત્ર તમારી અંદર ઉઠતાં વિચારોનું નિરીક્ષણ કરો. સ્પષ્ટતાથી જુઓ કે દરેક વિચાર કેવી રીતે ઉઠે છે અને મૃત્યુ પામે છે અને પછી બીજો વિચાર આવે છે. તીવ્રતાથી નિરીક્ષણ કરો કે તમે આપોઆપ આ વિચારોને કેવી રીતે જોડી
મેડિટેશન તમારા શરીર, વિચારો, લાગણીઓને શુદ્ધ કરે છે અને તેના સાચા અનુભવોનો પાયો નાંખે છે. આ માણસને પોતાના મનની પકડમાંથી મુક્ત થઈને અનંત દિવ્ય આનંદ સાથે જોડવાનો સીધો રસ્તો છે. નિત્ય ધ્યાન એવી પદ્ધતિ છે જે તમારા માટે જરૂરી એવું તમારા શરીરનું સંતુલન આપે છે અને તમારા શરીર, મન અને આત્મા સાથે સંપૂર્ણ લયબદ્ધતા લાવે છે. તમને આંતરિક પ્રજ્ઞાના શક્તિશાળી ચાલક બળથી સજ્જ કરીને આંતરિક અને બાહ્ય દુનિયામાં ઊંચે ચડાવે છે.
આ માર્ગદર્શિત ૩૫ મિનિટની મેડિટેશન પદ્ધતિ છે અને પાંચ પગથિયામાં સરખે ભાગે વહેંચાયેલી છે. મહેરબાની કરીને સૂચનાઓ ધ્યાનથી સાંભળો.
સૂચનાઓ :
131