Books / Meditation Is for You Gujarati merged

31. સર્ય ધ્યાન

# સર્ય ધ્યાન

121

ધ્યાન વિષે

પ્રકાશ ઉપરનું ધ્યાન તમને ધ્યાનના સર્વોત્તમ સુંદર અનુભવો કરાવશે જયારે તમે પ્રકાશનું ધ્યાન ધરશો, ત્યારે સર્વવ્યાપી, જોરદાર શક્તિ સાથે તમે લયમાં આવશો. જે પ્રવાહ જીવનને ટકાવી રાખે છે, તેનો તમે એક ભાગ બની જશો.

સૂચનાઓ

સમય : ૨૧ મિનિટ

આ ધ્યાનની પ્રેક્ટિસ સવારે કરો. સર્યોદય થતાં જ. સર્વ સજીવ જંતુઓ શક્તિ મેળવવા સૂર્ય તરફ વળે છે. આ મહાન જુવાળનો અંશ બની જાવ.

તમે સવારે ઊઠો, કે તરત જ તમે આની પ્રેક્ટિસ કરી શકો છો. પથારીમાં પડ્યા પડ્યા જ તમારી આંખો બંધ કરો અને અંદર શ્વાસ લો. તમે જયારે શ્વાસ અંદર લેતા હો, ત્યારે કલ્પના કરો કે મસ્તક દ્વારા સોનેરી પ્રકાશ તમારી અંદર રેડાઈ રહ્યો છે. પ્રકાશ તમારી અંદર, નીચે તમારા પગની, આંગળીના ટેરવા સુધી રેડાય છે ! એવું ન વિચારો કે આ કેવળ તમારી કલ્પના છે. તમે જેવી કલ્પના કરશો એવું જ બનશે. શક્તિ વાસ્તવિક રીતે તમારામાં વહે છે.

જયારે તમે ઉચ્છૂવાસ બહાર કાઢો, ત્યારે એથી ઉલટી કલ્પના કરો. ગાઢ અંધકાર તમારા પગની આંગળીના ટેરવામાંથી ઉપર ચડીને, તમારા મસ્તક સુધી આવે છે એવી કલ્પના કરો. અંધકાર તમારા મસ્તક દ્વારા બહાર નીકળી જાય છે.

સોનેરી પ્રકાશ, એ સશક્ત કરતી અને ટકાવી રાખતી પુરૂષશક્તિ છે. અંધકાર શાંત કરતી માદાશક્તિ છે.

તમે રાત્રે પથારીમાં જતાં પહેલાં પ્રેક્ટિસ કરી શકો છો. જો એ કરતાં કરતાં તમે ઊંઘી જાઓ, તો એ એક સુંદર અનુભવ બની શકે છે.

બેથી ત્રણ મહિના આ ચાલુ રાખો અને તમને તમારામાં ઘણાં પરિવર્તનો દેખાશે.

તમારી કામશક્તિ (મૂલાધાર શક્તિ)ના ઉર્ધ્વીકરણ માટે આ પદ્ધતિ ઘણી મહત્ત્વની છે. તમારી પીઠનો નીચલો ભાગ, કે જયાં હંમેશાં ભારીપણું લાગે છે, તેનાથી તમે મુક્ત થયા છો એવું લાગશે.

123

122

યંત્ર ધ્યાન

ધ્યાન વિષે

જયારે તમે કોઈપણ વસ્તુ પર ધ્યાન ધરો છો, ત્યારે તમારી અને તે વસ્તુની વચ્ચે ધીરે ધીરે શક્તિનું એક વર્તુળ રચાય છે.

યંત્રો અથવા શક્તિ, એ તાત્ત્વિક રીતે ધાતુ, લાકડું કે કાગળ પર દોરેલી ભૌમિતિક આકૃતિઓ છે. પ્રારંભના ગ્રંથોમાં 'યત્રોનો' ઉલ્લેખ બ્રહ્માંડની સંરચનાના રેખાકૃતિમય નિરૂપણ તરીકે થયો છે. જેવી રીતે પિરામીડ જેવી સંરચના શક્તિને શોષી લેવા માટે અને જાળવી રાખવા પ્રખ્યાત છે, તેવી જ રીતે 'યંત્રોની' પણ વિશિષ્ટ ભૌતિક સંરચના છે, જે લાંબા સમય સુધી શક્તિનો સંગ્રહ કરી શકે છે.

જયારે આધ્યાત્મિક વિકાસ પામેલી વ્યક્તિ યંત્ર પર ધ્યાન ધરે છે, ત્યારે તે ઉપચારાત્મક શક્તિને યંત્રમાં સંક્રમિત કરે છે. પછી યંત્ર બેટરીની જેમ. આ ઉપચારાત્મક શક્તિનો સંગ્રહ કરે છે. જ્યારે કોઈ રોગથી પીડાતી વ્યક્તિ તે જ યંત્ર પર ધ્યાન ધરે છે, ત્યારે તે શક્તિ તેનામાં સંક્રમિત થાય છે, અને તે આધ્યાત્મિક ઊર્મિની ઝાંખી અનુભવે છે, કે જેણે પેલા ભૌમિતિક સ્વરૂપને પ્રથમ જન્મ આપ્યો હતો.

સુચનાઓ

સમય : ૨૧ મિનિટ

ચક્રો શરીરની શક્તિના ભવ્ય પ્રવેશ દ્વારો હોવાથી, આપણે ચક્રો દ્વારા અતિઝડપથી અને સૌથી વધુ અસરકારક રીતે શક્તિને શોષી શકીએ છીએ. ચક્રો દ્વારા થતા ઉપચારની સુવિધા માટે આ ધ્યાન ઉપચારક યંત્રનો ઉપયોગ કરે છે.

તમને જયાં સમસ્યા થતી લાગતી હોય એ ચક્ર પર એકાગ્ર થાવ. ઉપચારક યંત્ર પર તમારી આંખોને સતત રાખીને, એવી કલ્પના કરવાનો પ્રયત્ન કરો, કે તમે તે ચક્રમાંથી એ યંત્રને જોઈ રહ્યા છો. એ ચક્રમાંથી તમે તમારા લક્ષને એ યંત્ર તરફ એકાગ્ર કરો. કલ્પના કરો કે એ યંત્રમાંથી શક્તિ તમારા તરફ વહી રહી છે.

તમારી અને યંત્રની વચ્ચે શક્તિનું વર્તુળ રચો. પ્રવાહનો અનુભવ કરો.

આ પ્રમાણે ૧૧ મિનિટ કરો.

પછી, તમારી આંખો બંધ કરો અને એવી કલ્પના કરો કે તે ચક્રના બિંદુ પર એ યંત્ર તમારા શરીરમાં પ્રવેશ્યું છે.

યંત્રને એ બિંદુ પર ટકી રહેવા દો. તેની શક્તિને તમારા સમગ્ર શરીરમાં વહેવા દો. પીડાતી ઈન્દ્રિય કે અવયવની આરપાર ઉપચાર શક્તિ વહે છે તેનો અનુભવ કરો. આ પ્રમાણે ૧૦ મિનિટ કરો.

તમે ઈચ્છો તો આ વર્તુળ ફરીથી રચી શકો દળે.

આ ધ્યાનને ૨૧ દિવસ સુધી ચાલુ રાખો.