Books / Meditation Is for You Gujarati merged

30. સૂક્ષ્મ શરીર ધ્યાન

# સૂક્ષ્મ શરીર ધ્યાન

ધ્યાન વિષે

આ પદ્ધતિ તમારી પોતાની અલૌકિક હાજરી પ્રત્યે જાગૃત થવાનો રસ્તો છે.

તમને જો પામિંગ કરવાની ટેવ હશે, તો તમને આ ધ્યાનની પ્રેક્ટિસ કરવાનું વધારે સહેલું થશે.

આપણે સૌને સાત શરીર હોય છે, અને દરેક શરીરનો ઉપયોગ દિવ્યતત્ત્વ તરફના દ્વાર તરીકે થઈ શકે છે. ભૌતિક શરીરથી તદ્દન નજીક, અલૌકિક શરીરને ઓળખવું સૌથી સહેલું છે. કારણ કે તે ભૌતિક શરીરની બહાર લગોલગ જ હોય છે. અલૌકિક શરીર તમારા ભૌતિક શરીરની આરપાર માર્ગ કરે છે અને કોચલાની જેમ તેની પેલે પાર વિસ્તરે છે.

સૂચનાઓ

119

જયારે તમે પામિંગની પ્રેક્ટિસ કરો છો, ત્યારે કેટલીકવાર તમને લાગે છે કે તમે વજનહીન થઈ ગયા છો, તમે ઊડવા માટે તૈયાર છો. તમે અન્ય પ્રકારની પદ્ધતિથી ધ્યાનની પ્રેક્ટિસ કરતા હો, ત્યારે પણ તમને આવી લાગણી થઈ શકે છે.

જયારે તમને આવું લાગે, કે તરત જ તમારી આંખો બંધ કરો અને તમારા શરીર વિષે સભાન થાવ.

તમારા સ્વરૂપથી વાકેફ થાઓ. આંખો બંધ કરીને, તમારા શરીરના એક પછી એક ભાગ તરફ ફરીને શરીરના દરેક ભાગના સ્વરૂપનો ખ્યાલ મેળવો. તમારી આંગળીઓના, હાથના, ભૂજાના સ્વરૂપને અનુભવો. તમારા પગ, તમારું ધડ, તમારું માથુ - તેને અનુભવો. તમારા આખા શરીરના સ્વરૂપથી વાકેફ થાવ. જયારે તમે તમારા સ્વરૂપનો અનુભવ લેશો, ત્યારે તે તમને તમારી સામે દેખાશે. ધીરે ધીરે, તમને ખ્યાલ

આવશે કે તમારા શરીરની ફરતે આકાશી રંગનો પ્રકાશ છે. આ પ્રકાશ ફેલાતો જશે, તમારા ભૌતિક શરીરની આસપાસની ઓરામાં વૃદ્ધિ થશે.

શરૂઆતમાં આંખો બંધ કરીને આનો અભ્યાસ કરો. જયારે તમે તમારી ઓરાને સારી રીતે જોઈ શકો, ત્યારે તમે ખુલ્લી આંખે પ્રયત્ન કરી શકો છો.

તદ્દન અંધારા ઓરડાને પસંદ કરો. રાત્રે પ્રેક્ટિસ કરો એ વધારે ઈચ્છનીય છે. જ્યારે તમે બંધ આંખે પ્રકાશ જોવા લાગો, ત્યારે ધીમેથી તમારી આંખો ખોલો. તમારા ભૌતિક શરીરની આસપાસ તમે એ જ આકાશી રંગના પ્રકાશને જોશો ! પ્રથમ જ વખત તમે તમારા અલૌકિક-ઈથરિક શરીરને જોશો. આપણે આપણા જીવનમાં ઘણી વખત આ શરીરનો અનુભવ કરીએ છીએ. પણ આપણે એ વિષે અભાન હોઈએ છીએ. જયારે તમે અજાણી વ્યક્તિઓથી ભરેલા ઓરડામાં પ્રવેશો છો કે મિત્રોથી ભરેલા ઓરડામાં પ્રવેશો છો, ત્યારે તમારી આંખે પાટા બાંધ્યા હોય, તો પણ તમે સહેલાઈથી તફાવત કહી શકો છો. જયારે કોઈ વ્યક્તિ તમારા તરફ વિરોધની લાગણી અનુભવે છે, ત્યારે તેનું ઈથરિક શરીર તમારા શરીરથી દર સંકોચાઈ જાય છે.

જયારે તમે ક્રોધની, વ્યાકુળતાની કે ઉદાસીનતાની લાગણી અનુભવો છો, ત્યારે તમને સંકોચાવાની લાગણી થાય છે. આ તમારું ઈથરિક શરીર છે, જે સંકોચાય છે, જયારે તમે કોઈ પ્રિય વ્યક્તિને મળો છો, ત્યારે બંનેને એવું લાગે છે, જાણે કે બંજ્ઞે એકબીજા તરફ વહો છો. એ તમારું ઈથરિક શરીર વિસ્તાર પામે છે. તેનાથી વાકેફ રહ્યા વિના, આપણે કોઈ પરિસ્થિતિનું મૃલ્યાંકન કરવા માટે, કે એકબીજા સાથે સંપર્ક સાધવા માટે આપણા અલૌકિક-ઈથરિક શરીરના સંકેતોનો ઉપયોગ કરીએ છીએ.

જયારે તમે તમારી ઓરા જુઓ, ત્યારે કંઈ જ ન કરો. કેવળ બેસો અને નિરીક્ષણ કરો. તમે જયારે નિરીક્ષણ કરી રહ્યા હશો. ત્યારે પણ ઓરા વિસ્તારવા માંડશે. એ મોટો ને મોટો થતો જશે. જયારે તમે કંઈ જ કરતા નથી. ત્યારે તમારી શક્તિ બહારની તરફ જતી નથી. એ તમારા અલૌકિક શરીરમાં એકઠી થાય છે.

જેમ જેમ તમારી ઓરા શક્તિશાળી બને, તેમ તેમ તમે શાંતિના ઊંડા ભાવને અનુભવવા લાગશો. તમે શાંતિ અનુભવશો. જયારે તમે અવારનવાર આ ધ્યાનની પ્રેક્ટિસ કરશો ત્યારે આ શાંતિનો ભાવ તમારો કાયમી અનુભવ બની રહેશે.