Books / Meditation Is for You Gujarati merged

18. રોકો એ ક્રિયા !

# રોકો એ ક્રિયા !

ધ્યાન વિષે

આપણું જીવન કરવું, મેળવવું અને હોવું, ના ધ્ર્વવોની વચ્ચે ઝોલાં ખાય છે. જીવનમાં આપણે હંમેશને માટે 'કરવા' પર એકાગ્ર થઈએ છીએ.

જેની સાથે તમે સંપૂર્ણરીતે સંકળાયેલા હો, તેવી ક્રિયામાંથી જયારે તમે એકાએક અટકો છો ! ત્યારે એ આઘાતથી શાંતિમાં ગરકાવ થઈ જાવ છો – એ ૫ળે તમે તમારા સ્વ ઉપર પાછા ફેંકાવો છો.

સચનાઓ

ට විව

આ મેડિટેશન એકલા અથવા જ્રથમાં કરી શકાય છે. એક વ્યક્તિને સાથે રાખવાની. જે અટકી જાવ ! કહી શકે. પરંતુ આ હુકમ ઘણી બધી વખત આપવો જોઈએ, અથવા તમારે સતત તેના માટે તૈયાર રહેવું પડે. તમે ચાલતાં હો, વાતો કરતાં હો, કામ કરતાં હો, નૃત્ય કરતાં હો - જ્યારે તમે હ્રકમ સાંભળો, ત્યારે તમે સ્થિર થઈ જાવ. બસ, ક્રિયા અટકાવી દો અને પૂતળું બની જાવ. જો તમારો એક હાથ ઊપર હોયર હોય,

તમારું મોં ખુલ્લાં હોય, તો એમ જ બસ, પૂતળું બની જાવ. આ પૂરી સહૃદયતાથી કરો. વધારે અનુકૂળ સ્થિતિમાં જવાનો સહેજ પણ પ્રયત્ન ના કરો. પૂતળું બનવામાં એક ક્ષણનો વિલંબ પણ ઘણો વિલંબ છે.

તમે આ રમત પોતે પણ તમારી જાત સાથે રમી શકો છો. જયારે તમે દોડતાં હો, નહાતાં હો, ચા પીતાં હો - તમારી જાતને હુકમ આપો અટકી જા ! અને અટકી જવાનો પ્રયત્ન ના કરો, બસ, અટકી

આપણે અસ્વસ્થ થઈને એક પ્રવૃત્તિથી બીજી પ્રવૃત્તિ તરફ આગળ વધીએ છીએ. આખા જીવન દરમ્યાન આપણે કંઈ પણ કર, કર જ કરીએ છીએ. આપણે કામ કરીએ છીએ, વાતો રીએ છીએ, સંબંધોમાં સંકળાઈએ છીએ, હલનચલન કરીએ છીએ. આયોજન કરીએ છીએ, શારીરિક રીતે અને માનસિક રીતે આપણે અવિરત કંઈ ને કંઈ કરતાં જ હોઈએ છીએ.

આપણે શા માટે કરીએ છીએ ? કારણ કે, આપણે મેળવવામાં જકડાયા છીએ. આપણે હંમેશા વધુને વધુ માલિકી ધરાવવા પ્રયત્ન કરીએ છીએ. મેળવવાથી આપણે બહુ સમર્થ હોવાની લાગણી અનુભવીએ છીએ. એથી આપણે વધારે ધન, વધારે પ્રતિષ્ઠા, વધારે મિત્રો, વધારે સ્ત્રીભિત્રો, વધારે પ્રમાણપત્રો, વધારે તંદ્દરસ્તી, વધારે સૌંદર્ય, વધારે જ્ઞાન મેળવવા પ્રયત્ન કરીએ દળીએ.

કરવા અને મેળવવાની વચ્ચે, આપણને એ ખ્યાલ પણ નથી રહેતો કે આપણે હોવાને ભૂલી ગયા છીએ. સત્ય એ છે કે હોવું, એ કરવું અને મેળવવુંની પહેલાં આવે છે. ૫ણ આપણે એ હાર્દને સ્પર્શયા તે વાતને બહુ વખત વીતી ગયો છે.

અટકો ! એ બીજી પદ્ધતિ વિજ્ઞાન ભૈરવ તંત્રમાંથી લીધી છે અને ગુર્જીએફે તેને લોકપ્રિય બનાવી છે.

આ પદ્ધતિ સરળ છે : તેમાં આવશ્યકતા એટલી જ છે, કે તમે જે કંઈ કરતા હો. તેમાં વચ્ચેથી એકા એક અટકી જવાનું ! તમને એ ખ્યાલ ન હોવો જોઈએ કે તમે અટકી જવાના છો. એથી વધારે સારૂં એ છે કે કોઈક બીજી વ્યક્તિ જ દિવસ દરમ્યાન તમારા પર નજર રાખે અને પોતાની ઈચ્છા પ્રમાણે માત્ર ચીસ નાંખે રોકો. આ થોડેઘણે અંશે સ્ટેચ્યુની રમત રમવા જેવું છે !

એકાએક આવેશ આવે ત્યારે અટકી જાઓ.

જયારે તમે ગુસ્સામાં હો, એટલો ગુસ્સો

કે તમને કોઈને મારવાનું મન થાય, કે

કંઈક તોડફોડ કરવાનું મન થાય – બસ

અટકી જાઓ. જો તમે એકાએક તમારા

બાળકને, તમારી પત્નીને, તમારા મિત્રને જુઓ અને તમને એને ભેટવાનો

જ્યારે તમે અટકી જાઓ છો ત્યારે શું થાય છે. તમારા શરીરની બહાર તમારી

જે શક્તિ વહેતી હતી, તમારા લક્ષના પાત્ર તરફ વહેતી હતી - જયારે તમે વાતો કરતા હો, ચાલતા હો, ત્યારે તમારું લક્ષ, તમારી શક્તિ બહારની બાજુએ અન્ય વિષયો તરફ, અન્ય લોકો તરફ વહે છે. તમારૂં લક્ષ તમારી શક્તિ છે. જ્યારે તમે એ શક્તિને બહાર જતાં પ્રવાહને અચાનક રોકો છો, ત્યારે એ શક્તિનું શું થાય છે ? એ તમારી અંદર પાછી આવે છે. તમારી શક્તિ, તમારું ધ્યાન એકાએક અંદરની તરફ ગતિ કરે છે. ફરીથી એકવાર તમે તમારા શાંત કેન્દ્રમાં ફેંકાઈ જાઓ છો. એકવાર તમને આ કેન્દ્રની ઝાંખી થઈ જાય, પછી તમે ફરીથી તમારી જાતને એ પ્રવૃત્તિમાં ખોવાવા દેશો નહીં. જયારે તમે આ કરી રહ્યા હશો, ત્યારે પણ તમે સતત તમારા 'સ્વ'થી વાકેફ હશો. તમે તમારી આંતરિક શાંતિના સંપર્કમાં આવશો, ત્યારે તમને એ જાણ થશે, કે બધી જ પ્રવૃત્તિઓ માત્ર સપાટી પરની લહેરો છે. આજ કાયમી ધ્યાનની મનઃસ્થિતિ છે.

ધ્યાન તમારા માટે જ છે.

જાવ. તમે જ્યારે ક્રિયામાં સંપૂર્ણપણે ડૂબેલા હો, અને એકા એક અટકી જાવ છો, ત્યારે દરેક અટકાવ તમને અસંતુલનમાં ફેંકે છે. તમે તમારા કેન્દ્રમાં ફેંકાવ છો, તમે શાંતિની ક્ષણોનો અનુભવ કરો છો ! ધ્યાનની ક્ષણનો અનુભવ કરો છો.