Books / Meditation Is for You Gujarati merged

19. રોકો એ આવેશને !

# રોકો એ આવેશને !

ધ્યાન અને સચનાઓ

રોકો, એ માત્ર શારીરિક પ્રવૃત્તિ પૂરતું જ નથી, તમે એટલી જ સરળતાથી આવેશને, ઈચ્છાને, અનિચ્છાએ થતી પ્રવૃત્તિ કે લાગણીને પણ રોકી શકો દછો.

તમને કંઈ કરવાનો આવેશ આવે કે તરત તેને રોકો. જયારે તમે દ્દુ:ખી હો, અને રડતા જ હો, રડતા જ હો, તો એ રૂદનની વચ્ચે તમારી જાતને આજ્ઞા કરો - ચુપ રહે ! તમને નવાઈ લાગશે કે તમે કેટલી સહેલાઈથી રડતાં બંધ થઈ જાઓ છો, તમે અટકી જાઓ છો. બસ એટલું જ.

છીંક આવતી હોય, એ ગમે તેવી કાબુમાં ન આવે એવી હોય, રોકી શકાય એવી

ન હોય, તો પણ તેને અધવચ્ચે રોકી શકો છો.

101

કામ હરણ

ધ્યાન અને સચનાઓ

આ પણ રોકો પદ્ધતિ છે ! પણ તફાવત એ છે કે તમે તમારી પ્રવૃત્તિ આવેશની અધવચ્ચે કે અચાનક અટકાવતાં નથી. અહીં તમે આવેશને કે ઈચ્છાઓને ધીમે ધીમે સંયમિત રીતે રોકવાની પ્રેક્ટિસ કરશો.

જયારે ઈચ્છા ઉદ્દૂભવે, ત્યારે ઈચ્છાને બારીકાઈથી ચકાસો. ચિંતનશીલ બનો.

ઈચ્છાનો તેની પૂરી તાકાતમાં સામનો કરો.

તમે આ આવેશ, આ ઈચ્છાને જાગૂતતાથી અનુભવો. પછી એકાએક તેને ત્યજી દો, બસ ત્યજી દો.

ધારો કે તમે એક સુંદર સ્ત્રીને જુઓ છો અને તમારા મનમાં ઈચ્છા ઉત્પન્ન થાય છે. તમારી ઈચ્છાને ચકાસો, એ ક્ષણે તમને શું થઈ રહ્યું છે, તેના તરફ લક્ષ આપો. તમારૂં શરી કેવી ઉષ્ણતા, કેવી ધ્રુજારી અનુભવે છે, તેનાથી જાગૂત થાઓ. તમારા તબકારા વધી રહ્યા છે. તમે સ્પષ્ટતાથી વિચારી શકતા નથી, તેનાથી વાકેફ થાઓ. ઈચ્છાએ તમારા પર કેવો કાબૂ જમાવી દીધો છે, એની નોંધ લો. તમારું

પોતાનું કે તમારી ઈચ્છાનું મૂલ્યાંકન ન કરો; તમારી જાતને એવું ન કહો કે આ ખરાબ ઈચ્છા છે. કોઈ અભિપ્રાય ન આપો. માત્ર તેના સાક્ષી બનો.

પછી અચાનક ઈચ્છાને ત્યજી દો.

એ શક્ય છે !

103

તમે સરળતાથી તેને છોડી શકો છો.

સ્પષ્ટતાપૂર્વક સમજી લો : તમે ઈચ્છાનું દમન કરતા નથી ! ઈચ્છાને દબાવો નહિ. દમન જ મોટા ભાગની આપણી માનસિક સમસ્યાઓનું મૂળ કારણ છે.

એવું ન વિચારો કે હું કેવી રીતે છોડું ? જયારે તમે આવેશની સામે લડો, આવેશને દબાવો, ત્યારે જ તે વધુ મજબૂત બને છે.

જયારે તમે અમુક બાબત વિષે પૂરેપુરો વિચાર કર્યો હોય છે, ત્યારે તેને છોડી દેવાનું તદ્દન સહેલું થઈ જાય છે.

જે ક્ષણે તમે કહો છો કે 'હું છોડું છૂં', તમે તેનાથી જુદા થઈ જાવ છો. તમે સાક્ષી બની

જાઓ છો. તમે તમારા શરીરને ઈચ્છાથી ભરેલું જુઓ છો. તમારા મનને ઈચ્છાથી ભરેલું જુઓ છો – પણ તમે એ નથી. એ ક્ષણે તમે જાગૃત થાવ છો કે આમાંના કોઈ તમે નથી. ફરી એકવાર તમે તમારા 'સ્વ' પર પાછા ફેંકાઈ જાઓ છો.

વ્યસનોમાંથી તમારી જાતને મુક્ત કરવા માટે ધ્યાનની આ ખૂબ સુંદર પદ્ધતિ છે. આપણે એવા ચેઈન સ્મોકર - સતત ધુધ્રપાન કરનારા, દારૂડિયાઓ, વ્યભિચારીઓ વિષે સાંભળ્યું છે કે એક દિવસ અચાનક

ધ્યાનની પદ્ધતિઓ

104

105

તેમણે પોતાના વ્યસનો ત્યજી દીધાં છે. અને ફરીથી કદી તેના તરફ પાછા ફર્યા નથી. તેઓ એ તે છોડવાનો પ્રયત્ન નહોતો કર્યો, બસ છોડી દીધું એટલું જ !

આ ધ્યાનથી માત્ર ક્રિયા જ નહિ, તેની તલપ પણ આપોઆપ છૂટી જાય છે. તમારે તમારા વ્યસનની સામે ઝઝૂમવું નથી પડતું. કારણ કે ઈચ્છા જ નથી રહેતી !