Books / Meditation Is for You Gujarati merged

17. અહમૂ બ્રહ્માસ્મિ

# અહમૂ બ્રહ્માસ્મિ

આ ધ્યાન વિષે

83

આ કઠિન પણ સુંદર ધ્યાન છે. બધું જ સમાવી લેવાનું ધ્યાન છે. સામાન્ય રીતે ધ્યાનની આપણી બધી પદ્ધતિઓ કંઈક નકારવા પર આધારિત છે. હું શરીર નથી, હું મન નથી. અહીં સાવ ઊંધુ છે – આમાં દરેકનો સમાવેશ કરીએ છએ, અને છેવટે નિર્ણય લઈએ છીએ, હું બધું જ છું.

સૂચનાઓ

આંખો બંધ કરીને ધ્યાનમાં બેસો. જે કંઈ તમારી અંદર અને તમારી બહાર છે, તેનાથી સભાન રહો.

તમારા પોતાનાથી શરૂ કરો. તમારા શરીરથી, તમારા મનથી, તમારા વિચારોથી, તમારા તમારી લાગણીઓમાંથી વાકેફ થાઓ. એ બધાનો તમારી અંદર સમાવેશ કરો. એકાગ્ર થયા વગર વહેતા રહો, તમારા શ્વાસથી વાકેફ થાઓ. એ બધાનો તમારી

82

અંદર સમાવેશ કરો. તમારા શરીરના પ્રવાહી રૂપથી વાકેફ રહો. તમે માનો છો. એટલું શરીર અક્કડ નથી !

જયારે તમારી આંખો બંધ થશે, ત્યારે તમને જાણ થશે કે, તમારું શરીર સક્ષ્મ રીતે આકાર બદલે છે. સ્વરૂપ બદલે છે. વજનમાં ભારે બની જાય છે, હલકું બની જાય છે. વિસ્તાર પામે છે. સંકોચાય છે. કેવળ આપણાં તેના વિષેના વિચારો અચલ રહે છે. તેને લીધે જ આ ફેરફારો આપણા લક્ષમાં આવતાં નથી.

અનેકવાર સભાનપણે આપણું લક્ષ તેના તરફ જાય છે. જયારે તમે વિરોધના વાતાવરણમાં હો, તમને ભય લાગતો હોય, જુદા કે એકલવાયા હો એવી લાગણી થતી હોય, ત્યારે તમને સંકોચાઈ ગયા હો, તેવી લાગણી થતી હોય છે. જયારે તમે આનંદમાં હો, પ્રેમસભર હો, વહેતા રહેતા હો, ત્યારે તમને લાગે છે કે જાણે તમે આખા ઓરડાને ભરી દો છો. જયારે તમે બધામાં સામેલ હો છો, ત્યારે તમને લાગે છે કે તમે વિસ્તરી રહ્યા છો.

તમારા અસ્તિત્વમાં બધાનો સમાવેશ કરો. એવું ન રહેશો કે 'હું નથી.' એના કરતાં એમ કહો કે 'હું છું.' ધીરે ધીરે તમને એવું લાગવા લાગશે કે, તમારી અંદર કોઈ કેન્દ્ર નથી. કેન્દ્ર વગર અહમ્ સ્થિર થઈને કેમ રહી શકે ? અહમુને જુદાપણાંના ભાવની આવશ્યકતા છે. બધુ જ સમાવી લેવાના ભાવમાં અહમુને સ્થાન જ ક્યાં છે ?

અહમુ જતો રહેતાં માત્ર ચેતના રહે છે. એવી ચેતના, જે આકાશને તમારામાં સમાવવા માટે વિસ્તરે છે, જે આકાશ તમારો અંશ બની જાય છે. તે સૂર્યોદયનો સમાવેશ કરે છે, જે તમારી અંદર થઈ રહ્યો છે. પ્રભાતના પરિમલનો સમાવેશ કરે છે, જે પણ તમે જ છો. તમે જોશો કે તમારી

અંદર પવન વાય છે. વૃક્ષો અને ખડકો, તારાઓ, જેને તમે જોઈ પણ શકતા નથી, એ બધાં જ તમારી અંદર છે. એ ગજબનો અનુભવ છે. એ અનુભવ લીધા વગર, તમે દરેક વસ્તુના પરસ્પર સંકળાયેલા સંબંધના ભાવને કેવી રીતે સમજી શકશો ?

તમારી સીમાઓ હંમેશા ઘણી જ મર્યાદિત રહી છે - હવે તે સમગ્ર અસ્તિત્વને સમાવીને વિસ્તરી રહી છે !

આંતર ધ્યાન

પદ્ધતિ વિષે

85

પરાપૂર્વકાળથી એમ કહેવામાં આવે છે, 'તમારી આંખો બંધ કરો, અને તમારા સાચા સ્વરૂપને અંદર જુઓ.' 'વિજ્ઞાન ભૈરવ તંત્ર' જે ધ્યાનની પદ્ધતિઓનો પ્રાચીન ખજાનો છે, તેમાં શિવે દેવીને તદ્દન આ જ સૂચના આપી છે.

આંખો બે પ્રકારનું કાર્ય કરે છે. જ્યારે તે ખુલ્લી હોય છે, ત્યારે તે આખી દ્દનિયાના સમાચારો લાવનાર સંદેશવાહક છે. જ્યારે તમે તેને બંધ કરો છો, ત્યારે એ તમને તમારી અંદરના વિશ્વનું દર્શન કરાવે છે.

પરંતુ આંખો બંધ કરવાનો અર્થ એવો નથી કે, તમારે માત્ર તમારી પાંપણો બંધ કરવી. જયારે આપણને આંખો બંધ કરવાનું કહેવામાં આવે છે, ત્યારે આપણે સામાન્ય રીતે માત્ર પાંપણો જ બંધ કરીએ છીએ. આપણે બંધ કરેલી આંખની પાંપણોની પાછળ, આપણે બહારની દુનિયાના માનસિક ચિત્રો જોવાનું ચાલુ રાખીએ છીએ. આપણે બહારનું ટી.વી. બંધ કરી દઈએ છીએ અને અંદરનું ટી.વી. ચાલુ રાખીએ છીએ ! ખરા અર્થમાં આપણી આંખો કદી બંધ થતી જ નથી હોતી.

આંખોના હલન-ચલનને સ્થિર કરવા માટે એક બહુ જ અસરકારક માર્ગ છે. કેવળ કલ્પના કરો કે તમારી આંખોના ડોળા પથ્થર બની ગયા છે ! તમારી આંખોના ડોળાને સ્થાને તમારી પાસે મૂદ્દ ગોળ પથ્થરના બે નાના ગોળા છે ! માનસિક રીતે એવી કલ્પના કરો. જે ક્ષણે તમે આમ કરશો, તે જ ક્ષણે તમે જોશો કે માત્ર તમારી આંખોનું હલનચલન જ સ્થિર નથી થયું, પણ તમારા વિચારો પણ સ્થિર થઈ ગયા છે. જ્યારે તમારી આંખોનું હલનચલન બંધ થશે, ત્યારે તમારા વિચારો તદ્દન ધીમા પડી જશે.

સૂચનાઓ

તમારી આંખો બંધ કરો અને એવી કલ્પના કરો કે તમારી આંખોના ડોળા પથ્થર થઈ ગયા છે.

કંઈ જ કરો નહિ, માત્ર પ્રયત્ન કરો, અને તે જ સ્થિતિમાં રહો. આ સહેલું નથી. તમે આ સ્થિતિમાં થોડીક પળો માટે રહી શકો, એવી સ્થિતિ આવતાં પહેલાં કેટલાય સપ્તાહો સુધી પ્રેક્ટિસ કરવી પડશે. પણ એ પરિશ્રમ કરવા જેવો છે કારણ કે પ્રથમ વખત જ તમે તમારી અંદર નિહાળતા હશો.

તમે તમારા શરીરને અંદરથી ક્યારેય જોયું જ નથી.

હવે તમારા દરેક અવયવને અંદરથી નિહાળો. જયારે તમે તમારા હાથ હલાવો છો, ત્યારે તમે માત્ર તેની બાહ્ય બાજુથી જ વાકેફ છો. હવે અંદરની બાજુથી પણ વાકેફ બનો. તમારા શરીરની અંદરના ભાગમાં પસાર થાવ.

તમારી આંગળીના ટેરવાથી શરૂ કરો. ખૂબ જ ગહન રીતે તેનાથી વાકેફ થાવ. માત્ર આંગળીના ટેરવાથી – બીજા કશાથી નહિ – વાકેફ રહો પણ ધીરેથી ઉપરની બાજુએ, તમારા હાથ તરફ આગળ વધો. દરેક અવયવ પાસે જાવ. દરેક અવયવથી વાકેફ થાવ. સંપર્ણતયા દરેક અવયવમાં પ્રવેશો. તમે તમારા શરીરના દરેક ભાગમાં જોરદાર સંવેદનશીલતા અનુભવશો.

જયારે તમે અંદરથી તમારા શરીરનો અનુભવ કરશો, ત્યારે તમને ખ્યાલ આવશે કે તમે શરીર નથી. તમે શરીરના સાક્ષી છો, પછી તમે કેવી રીતે શરીર હોઈ શકો ? તમે શરીર છો, એવા ભયમાંથી તમે મુક્ત થશો. તમે તમારા શરીર સાથેની એકરૂપતા તોડી નાખશો.

હવે તમે વધારે ઊંડા, તમારા મનના ઉંડાણ તરફ આગળ વધશો. તમારા મનને અંદરથી જોવા લાગો. આ સરળ નથી. શરૂઆતમાં તમે જે બધું જોશો તે તમારૂં મસ્તક હશે. પણ એ તમારું મન નથી. તમારૂં મન તમારા મગજથી ભિન્ન છે. તમે સામાન્ય રીતે તમારા મન તરીકે શાની કલ્પના કરો છો તેનો વિચાર કરો. તેને બહારથી જુઓ. હવે પ્રક્રિયાને ઉલટાવો. મનમાં પ્રવેશો અને તેને અંદરથી જોવાનો પ્રયત્ન કરો.

પ્રેક્ટિસથી તમે આ કરી શકશો. તમારા શરીરની જેમ, તમે જોશો કે તમે તમારા મનથી ભિન્ન છો. તમે સાક્ષી છો.

જો તમે તમારૂં શરીર નથી, તમે તમારૂં મન નથી – તો તમે કોણ છો ?

તમે એ બંન્નેના સાક્ષી છો. એ તમારું સાચું સ્વત્વ છે. તમે તમારા સાચા સ્વત્વના સાક્ષી ન બની શકો, કારણ કે તમે તેની બહાર નથી. જેના તમે સાક્ષી નથી બની શકતા, એ તમે છો.

આ પદ્ધતિઓ સાથે ધીરજ રાખો, તાત્કાલિક પરિણામોની અપેક્ષા ન રાખો. પ્રથમ દિવસે ચમત્કારો તમારા પર કદી પડવાના નથી ! નિરાશ ન થાઓ. જયારે અનુભવ થશે, ત્યારે બધા જ પરિશ્રમો મૃલ્યવાન સાબિત થશે. એ તમારી અંદર કાયમી પરિવર્તન લાવશે.

તેને માટે તૈયાર રહો !

આત્મ સ્ફૂરણા

પદ્ધતિ વિષે

પ્રતિપળે આપણાં પોતાનાથી વાકેફ રહેવાની આ પદ્ધતિ છે. મૃળમાં 'વિજ્ઞાન ભૈરવ તંત્ર'ની આ પદ્ધતિને પશ્ચિમમાં મહાન ગુરૂ ગુર્જીએફે લોકપ્રિય બનાવી.

સુચનાઓ

આપણે આપણાં પોતાનાથી વાકેફ થવાની સ્થિતિને થોડીક ક્ષણોથી વધારે સમય જાળવી ન શકીએ. પછી આપણે ભૂલી જઈએ છીએ. તમે એમ

માનો છો કે તમને યાદ છે, પણ તમારા મને નવા વિચાર તરફ કૂદકો મારી જ દીધો હોય છે.

જાતનું સ્મરણ, એ વિચારવાની બાબત નથી; એ માત્ર જાગૃતતા છે.

જો તમે વિચારો કે, હું છું, તો તમે મૂળ મુદ્દો ચૂકી ગયા છો. આપણે સામાન્ય રીતે - હું છું, હું છું, હું છું, એવું વારંવાર કહેતાં ધ્યાન પૂરું કરીએ છીએ. શબ્દો એ અનુભવ નથી. શબ્દાંકન ન કરો. એવી લાગણી અનુભવો કે હું છૂં. તેના વિષે વિચાર ન કરો.

જયારે તમે ચાલતાં હો, ત્યારે એક ક્ષણ માટે ચાલતાં અટકી જાઓ. અને વાકેફ થાઓ કે તમે છો. આ જાગૃતતાને તમારી સાથે રાખો. ખ્યાલ રાખો કે તમે તમારા ચહેરા પર સૂર્યને અનુભવો છો, તમારા વાળમાં પવનને અનુભવો છો. જે અનુભવ લઈ રહ્યું છે, તેનાથી જાગૃત થાવ. હું છું એવી લાગણી અનુભવો. એક ક્ષણ માટે તમે તમારા પોતાનામાં પાછા ફેંકાઈ જશો ! તમે ગહન શાંતિની, વાસ્તવિકતાની એક ઝલક અનુભવશો. આને શબ્દોમાં સમજાવી શકાય નહિ. તમારે તેનો અનુભવ કરવાનો હોય. તમે કોઈ વસ્તુને સ્પર્શ કરો, તો સ્પર્શની માત્ર સંવેદના અનુભવો.

જયારે કોઈક તમને સ્પર્શ કરે, ત્યારે સ્પર્શની સંવેદના અનુભવો. જેનો સ્પર્શ થઈ રહ્યો છે, તેની સંવેદના અનુભવો. તમારી ચેતના વધારે તીવ્ર બને છે. આ જાગૃતતાને હંમેશા તમારી સાથે રાખો. આ છે, કોઈપણ સમયે – કોઈપણ સ્થાનની પદ્ધતિનું ધ્યાન.

વસ્તુતઃ તેને પૂરા સમયનું ધ્યાન બનાવો.

ચિદાકાશ ધ્યાન

ધ્યાન વિષે

આકાશ પર ધ્યાન, એ શૂન્યનું ધ્યાન છે. સ્વચ્છ ભૂરૂં આકાશ સદંતર ખાલી છે. તેના પર ધ્યાન ધરવું એટલે સ્પષ્ટતામાં પ્રવેશવું.

સૂચનાઓ

એવો દિવસ પસંદ કરો, જ્યારે આકાશ તદ્દન ભરું, વાદળ વગરનું અને વિશાળ હોય. શાંત સ્થળે, માત્ર તમારી પીઠ પર સૂતા રહો અને આકાશ તરફ જોવાનું શરૂ કરો.

મટફું મારશો – તમારી આંખોમાંથી પાણી વહેવા લાગે તો પણ. બસ, એકીટસે જોતા જ રહો. તમારી આંખોમાં પીડા થશે; પીડાને અવગણો. એક વખત આંસુઓથી આંખો ચોખ્ખી થઈ જશે. પછી એકીટસે જોવાનું વધારે સરળ થશે. આકાશ વિષે વિચારવા ન માંડો ! એવું વિચારવાનું શરૂ ન કરો કે આકાશ કેટલું અદ્દ્ભુત અને ભૂરું દેખાય છે. જે ક્ષણે તમે એવું વિચારવાનું શરૂ કરશો, તમે તમારી જાતને આકાશથી ભિત્ર કરી નાંખશો. આકાશ વિષે વિચારવાનું તમારું કામ નથી. તમારે માત્ર આકાશમાં પ્રવેશવાનું છે.

માત્ર જોવાથી, આકાશની શુદ્ધતાની સંવેદના અનુભવો, ભૂરા આકાશની પવિત્રતાથી જાગૃત રહો. તે શુદ્ધતામાં પ્રવેશો. આકાશમાં ઊંડે સુધી પ્રવેશો. આકાશમાં ઊંડે ને ઊંડે સુધી જોયા કરો, જાણે કે તેના વધુને વધુ ઊંડાણમાં તમે કંઈક શોધી રહ્યા છો.

Section 2

તમે તેની સાથે એકરૂપ બની જાવ ત્યાં સુધી એકીટસે જોયા જ કરો. તમે વિચારો કે તમે તેની સાથે એક થયા છો ! તમને તમારી મેળે ખબર પડશે કે તમે તેની સાથે એક થઈ ગયા છો. આમ છતાં એક કલાક કે એથી વધુ સમય પણ લાગે. થોભો નહિ, તમારા લક્ષને ભટકવા ન દો. તમારી આંખોને પ્રકાશ પરથી ખસેડો નહિ. હવે તમારી આંખો બંધ કરો. જો એકાત્મતા થઈ હશે, તો આકાશ તમારી અંદર છે એવી લાગણી અનુભવશો. તમારું મન ખરી ૫ડશે, તમારા વિચારો ખરી ૫ડશે. આ આકાશમાં જ રહો.

શરૂઆતમાં, આ થોડી ક્ષણો માટે જ થશે. પણ પ્રેક્ટિસથી તમે આ સ્થિતિને વધુને વધુ સમયગાળા માટે અનુભવશો. તમારી અંદરના સ્વચ્છ આકાશને લીધે, તમને મનના અભાવનો અનુભવ થશે.

અ-મનનો અનુભવ થશે.

હૃદય કુમળ

પદ્ધતિ વિષે

આ ધ્યાન તમારા હૃદયના કેન્દ્રને ખોલવા માટેના માર્ગોમાંનો એક માર્ગ છે. હૃદય એવું દ્વાર છે, જેના દ્વારા તમે વાસ્તવિકતામાં પ્રવેશી શકો છો. જો તમે રોજિંદા વ્યવહારમાં મગજનો વધુ ઉપયોગ કરતા હો, જો તમે લાગણી કરતાં બુદ્ધિ પર વધારે મદાર રાખતા હો, તો આ ધ્યાન તમને વિશેષ ઉપયોગી છે. ખરેખર તો આપણામાંના મોટા ભાગના મગજનો જ વધુ ઉપયોગ કરતા હોય છે.

લાગણીપ્રધાન લોકો આજની દ્વનિયામાં લાંબો સમય ટકી શકતા નથી. આપણે બધાએ આપણા મનને મજબૂત કરી નાંખ્યું છે. આપણાં હૃદયનું કેન્દ્ર નબળું છે, કારણ કે આપણે તેને પૂરતા પ્રમાણમાં કામ કરવાની તક આપતા નથી. આપણે હૃદયથી પ્રવત્તિઓ ચલાવતા નથી, આપણે હૃદયથી કામ લેતાં નથી.

તમે વિશ્વને તમારા હૃદયથી જોવાનો પ્રયત્ન કરો, તમને વિશ્વમાં એકતા જોવા મળશે. મન અંતરાયો ઊભા કરે છે, હૃદય અંતરાયો દૃર કરે છે. હૃદયના કેન્દ્રને ક્રિયાશીલ કરવાથી, સ્વાભાવિક જ, તમારા જીવનમાં પ્રેમનો પ્રવાહ સર્જાય છે.

સૂચનાઓ

સરળ, છતાં પણ વિચિત્ર !

તમારે માત્ર આટલું જ કરવાનું છે : એવી કલ્પના કરો કે તમે મસ્તક વગરના છો ! આ મજાક નથી; આ કઠની પદ્ધતિ છે.

ચાલો, બેસી જાઓ, એવી લાગણી અનુભવો કે તમારે મસ્તક નથી.

એવું અનુભવો કે તમારું માથું અદેશ્ય થઈ ગયું છે.

તમારી બધી જ એકાગ્રતા હવે હૃદય પર છે.

શરૂઆતમાં એ માત્ર આડંબર હશે; તમે અસામાન્ય છો અને મૂળથી છટા પડી ગયા છો, એવો અનુભવ થશે.

તમે પૃછશો – મારી બધી જ્ઞાનેન્દ્રિયોનું શું થશે ? હું કેવી રીતે જોઈશ, સાંભળીશ અને બોલીશ ?

તમારી જ્ઞાનેન્દ્રિયો ગૂમ નથી થવાની. તે માત્ર હૃદયપ્રવેશમાં સરી ગઈ છે.

જેવી રીતે અંધજનો 'જોવા' માટે પોતાના હાથનો ઉપયોગ કરે છે, તેવી જ રીતે તમે તમારા હૃદયનો ઉપયોગ કરશો. તમે તમારા હૃદયથી, તમારા હૃદયમાંથી જોશો.

પ્રયત્ન કરો.

93

તમે એ કરી શકો છો.

અરિસાની સામે ઊભા રહો અને તમારી આંખોમાં ઊંડાણથી જૂઓ. એવી લાગણી અનુભવો જાણે કે તમે હૃદયથી જોઈ રહ્યા છો.

તમારી દરેક ક્રિયાને હૃદયના કાબૂમાં રહેવા દો. તમારી ક્રિયાઓમાં પ્રેમની લાગણી અનુભવો .

ધીમે ધીમે તમે, હૃદયના કેન્દ્રને ખીલતું, ખરાં અર્થમાં ખીલતું હોવાની લાગણી અનુભવશો. તમે અંદરની બાજુએ ખિલાવટની લાગણી અનુભવશો. તમે પ્રેમના પ્રવાહની લાગણી અનુભવશો.

તમે જોશો કે તમારી પ્રત્યેક ક્રિયા વધુ પ્રેમાળ બની જશે. એથી જ, જયારે કોઈ પ્રેમમાં પડ્યું હોય છે, ત્યારે આપણે કહીએ છીએ – તેણે પોતાનું ભેજું ગુમાવી નાખ્યું છે ! જ્યારે ત મે પ્રેમમાં રહેતા હો છો, જ્યારે તમારા હૃદયનું કેન્દ્ર ઉભરાય છે, ત્યારે તમે ખરેખર તમારું મગજ ગુમાવી દો છો. ત્યારે તમારી ક્રિયાઓ પર મસ્તકનો કાબૂ રહેતો નથી.

આ ધ્યાન માટે કોઈ નિશ્ચિત સમયગાળો નથી. તમને જયારે ધ્યાન કરવા માટે આંતરિક દબાણ આવે ત્યારે કરો. અને તમને ધ્યાન કરવાની લાગણી થયા જ કરશે. જેમ જેમ તમે આ ધ્યાનની પ્રેક્ટિસ કરતા રહેશો, તેમ તેમ તમને લાગશે કે, તમે વધુને વધુ પ્રેમાળ બનતા જાવ છો. તમારા સંબંધો નાટ્યાત્મક રીતે સુધરી જશે. વિશ્વમાં તમને સંવાદિતા દેખાવા લાગશે. તમે પરમાત્મા તરફ એક ડગલું આગળ વધશો.

જ્યોતિસ્તંભ

ધ્યાન વિષે

આ પદ્ધતિ 'વિજ્ઞાન ભૈરવ તંત્ર'માંથી લેવામાં આવી છે. તે કહે છે : 'એવું વિચારો કે તમારૂં સત્ય એક કેન્દ્રમાંથી બીજા કેન્દ્ર તરફ ઉપર ઊઠે છે, તમારી કરોડ સુધી ઉપર આવે છે, અને તેથી તમારામાં 'જીવંતતા'નો ઉદય થાય છે.

તમારું શરીર અને તમારું મન, એ બંન્નેનો પાયો કરોડ છે. તમારું શરીર અને તમારું મન બંશ્વેનાં મુળ કરોડમાં છે. તમારી ઉંમર તમારી કરોડ પર આધાર રાખે છે. જો તમારી કરોડ વળી શકે એવી હોય, તો તમે યુવાન છો, જો તમારી કરોડ અક્કડ હોય, તો તમે વૃદ્ધ છો !

સાત મુખ્ય ચક્રો, અથવા શક્તિકેન્દ્રો, શરીરની લંબાઈની સાથે આવેલા છે.

કરોડના પાયામાં નીચેના છેડે મૂલાધાર ચક્ર, સેક્સનું કેન્દ્ર છે. માથાની ટોચ પર સહસ્રાર ચક્ર છે, જે આપણને પરમાત્મા તરફ ખુલ્લા કરે છે.

કરોડરજ્જ્ શક્તિનો માર્ગ છે. આ ધ્યાનમાં તમે તમારી શક્તિને મૂલાધાર ચક્રથી ઉપરની તરફ સહસ્રાર ચક્ર સુધી લઈ જશો.

આ ગતિ સહેલાઈથી થતી નથી, કારણ કે આ ગુરૂત્વાકર્ષણથી વિરૂદ્ધની ગતિ છે ! તમારી શક્તિને નીચેની તરફ ગતિ કરવાનું સહેલું છે. હકીકતમાં આપણી ૮૦ ટકા શક્તિ મલાધાર ચક્રમાં પડી હોય છે. એ વજન જેવું છે, જે તમને જમીન તરફ ખેંચી રહ્યું છે. તમે એ નોંધ્યું નથી કે તમારી પીઠનાં નીચલા ભાગને કેવું ભારેપણું લાગે છે ?

જયારે આ શક્તિને ઉપરની બાજુએ લાવવામાં આવે છે, અને સહક્ષાર ચક્ર દ્વારા તેને મુક્ત કરવામાં આવે છે, ત્યારે તમે ગજબની ભારવિહીનતાની, સ્વતંત્રતાની લાગણી અનુભવો છો. તમને દિવ્ય આનંદનો આસ્વાદ મળશે.

સૂચનાઓ

95

આંખો બંધ કરીને, કરોડને ટક્રાર રાખીને અનુકૂળ સ્થિતિમાં બેસો.

હવે તમે તમારા વિષે એવી કલ્પના કરો કે તમે પ્રકાશના બનેલા છો. આ માત્ર કલ્પના

નથી. તમે પ્રકાશ છો જ, બધું જ પ્રકાશ છે. તમે પોતે શક્તિ છો, એ રીતે વિચારવાનો તમને મહાવરો નથી, તમને તમારી જાતને કેવળ ભૌતિક પદાર્થ તરીકે જોવાની જ ટેવ છે.

કલ્પના કરો કે તમે પ્રકાશનો સ્તંભ છો.

ધ્યાનની પદ્ધતિઓ

ല്ലി

97

હવે તમારૂં લક્ષ સેક્સ કેન્દ્ર તરફ લઈ જાઓ. એવી લાગણી અનુભવો કે આ કેન્દ્ર, પ્રકાશના દડાની જેમ ચળકતું અને જીવંત બની ગયું છે. હવે, કલ્પના કરો કે પ્રકાશ ઉપર તરફ, તમારી નાભીના કેન્દ્ર સુધી આવે છે. તમે એવું અનુભવશો કે તમારી અંદર હંફ ઉપર તરફ ગતિ કરે છે. આ ખરેખરી હુંફ છે ! જયારે નાભી પ્રકાશનો ઉજ્જવળ ગોળો, પ્રકાશનું ઉદ્દભવ સ્થાન બની જાય, ૫છી ઉપર તરફ જવાનું શરૂ કરો.

તમારા હૃદયના કેન્દ્ર સુધી પ્રકાશ ઉપર તરફ ગતિ કરે છે. એવી લાગણી અનુભવો. તમારા હૃદયમાં પ્રકાશ અને હૂંફનો અનુભવ કરો. તમારા શ્વાસોચ્છુશ્વાસ ઊંડા બને છે, અને હૃદયના ધબકારા તણાવમુક્ત થઈ ગયા છે, એવી લાગણી અનુભવો. ભ્રમરનાં ચક્ર સુધી - બંજ્ઞે ભ્રમરની વચ્ચેનો ભાગ છે, ત્યાં સુધી શક્તિ ગતિ કરે છે, એવી કલ્પના કરો. સમગ્ર પ્રદેશ પ્રકાશથી ઘેરાયેલો અનુભવો. ધીમે ધીમે સહસ્રાર ચક્ર જે તમારા મસ્તકનાં મથાળે આવેલું શક્તિનું ક્ષેત્ર છે ત્યાં જાઓ.

શક્તિ તમારા સહસ્રાર ચક્ર સુધી પહોંચે, ત્યાં સુધીમાં તમને ઘણાં વિચિત્ર અનુભવો થશે. તમને ચક્કર આવતાં હોય તેવું, કે ઘેન ચડે તેવું લાગશે. તમારા મગજને આટલી બધી શક્તિ સંભાળવાની ટેવ નથી. ક્યારેક જો મસ્તક તરફ ઘણી બધી શક્તિ ગતિ, કરે તો મગજમાં રફોટ થયો હોય એવી લાગણી અનુભવાય. ડરો નહિં. જો તમને ચક્કર આવતા હોય, તમે પડી જતાં હો, તો તમારી જાતને પડવા દો. જો તમને એવું પણ લાગતું હોય કે, તમે બેભાન થઈ જશો, તો પણ ચિંતા ન કરો. આ યોગ તંદ્રાના નામથી ઓળખાતી અતિગાઢ નિદ્રા છે. ઘણાં ધ્યાનીઓને આ સ્થિતિનો અનુભવ થાય છે. અને તેનાથી ડરવાં જેવું કશું જ નથી. તમે અડધા કલાકમાં તમારી મૂળ સામાન્ય સ્થિતિમાં આવી જશો.

જયારે શક્તિ મસ્તક સુધી પહોંચે છે, ત્યારે તમારું આખું મસ્તક હંકાળું બની જાય છે, તમારૂં મસ્તક પ્રકાશનો ગોળો બની જાય છે.

હવે, આ શક્તિને બ્રહ્માંડમાં છુટી કરી દો. તમારું મસ્તક એક પુષ્પ-સુંદર કમળનું પુષ્પ બની ગયું છે એવું અનુભવો. ફૂલને ધીરે ધીરે ખીલવા દો, અને તેની શક્તિને બ્રહ્માંડમાં છોડી દો.

સાવધાન : ક્યારેય ધ્યાનને અધરું છોડશો નહીં. તમે પ્રારંભ કરો, એ પહેલા એટલી ખાત્રી કરો કે ઓછામાં ઓછા બે કલાક સુધી કોઈ તમને ખલેલ ના પહોંચાડે. ધ્યાન દરમ્યાન થનારી બધી જ ખલેલોને અવગણો. જો તમે ઊઠી જાવ અને અધવચ્ચે ધ્યાન છોડી દો, તો શક્તિ તે વિશિષ્ટ કેન્દ્રમાં જામી જશે અને શારીરિક કે માનસિક સમસ્યા ઊભી કરશે.

આ ધ્યાન તમારી કામવાસનાની શક્તિને આધ્યાત્મિક શક્તિમાં પરિવર્તિત કરવાનો સુંદર માર્ગ છે. તમે જયારે આની નિયમિત પ્રેક્ટિસ કરશો ત્યારે તમે જોશો, કે ધીરે ધીરે તમારી કામેચ્છા શાંત થઈ જશે. આખો દિવસ તમે વધુને વધુ પ્રાર્થનામય છો, એવી લાગણી અનુભવશો. તમારા મસ્તક તરફ જતી આટલી બધી શક્તિથી તમે વધારે ક્રિયાશીલ બનશો. અને તમે વધારે દક્ષતાથી કાર્ય કરશો અને સૌથી અગત્યનું એ કે તમે આનંદની શાશ્વત સ્થિતિમાં હશો.