15. ધ્યાનની પદ્ધતિઓ
# ધ્યાનની પદ્ધતિઓ
Instruction : This page 78 printed blank in the book
આનંદ નટન-નર્તન
પદ્ધતિ વિષે
81
નત્ય એ ધ્યાનનું શક્તિશાળી સ્વરૂપ છે !
પદ્ધતિસરનું નૃત્ય અને મુક્ત નૃત્ય બંન્ને ધ્યાનની પદ્ધતિ બની શકે છે. મુક્ત નૃત્ય પણ બહુ મહત્ત્વની શુદ્ધિકારક પદ્ધતિ છે. અહીં કલ્પના એ છે કે, તમારી જાતને તમે નૃત્યમાં ખોઈ નાખો. એક નિપુણ નર્તક પદ્ધતિસરના નૃત્યમાં પણ આમ કરી શકે છે. કારણ કે પછી તે નૃત્યના નિયમો માટે સજાગ નથી રહેતો. જેવી રીતે આપણે વ્યાકરણને અવરોધ માન્યા વગર શુદ્ધ ભાષા બોલીએ છીએ, તેવી જ રીતે નિપુણ નર્તક, નૃત્યનું સ્વરૂપ ઔપચારિક હોય, તો પણ સ્વાભાવિકતાથી નૃત્ય કરે છે. પણ જો તમે શિખાઉ હો, તો 'મુક્ત નૃત્ય'ને જ માણવું એ તમારે માટે વધારે સારું છે. અન્યથા તમને નિયમોનું બંધન રહેશે.
સચનાઓ

મુક્ત નર્તનો અર્થ છે, તેમાં પગલાંની વિશિષ્ટ ગતિ નથી, નિયમો નથી, કંઈ જ નથી. તમારા શરીરને જે રીતે આનંદ થાય એ રીતે ફરો. નૃત્યને મુક્તપણે વહેવા દો. ક્રિયારત થાવ, જાતે જ આનંદ માણો. નૃત્યની અદ્દુભુત શક્તિનો ભાગ બની જાઓ.
મુક્ત નૃત્યના બે તબક્કાઓ છે : નર્તન અને વિશ્રાન્તિ નર્તન (૨૧ મિનિટ)
અહીં આપેલી ધ્યાનની પદ્ધતિઓમાંથી બધી જ પદ્ધતિઓનું મેં નિર્માણ કર્યું નથી. એ પદ્ધતિઓ મેં પ્રાચીન પવિત્ર ગ્રંથોમાંથી મેળવી છે. અને જેઓ પ્રેરણા મેળવવા માટે વિશ્વના એક છેડેથી બીજા છેડા સુધી પ્રાચીન આધ્યાત્મિક પરંપરા તરફ વળ્યા છે, એવા મહાન આધ્યાત્મિક આચાર્યો અને ગુરૂઓના વ્યાખ્યાનોમાંથી મેળવી છે. ઘણી પદ્ધતિઓમાં મેં મારા અનુભવના આધારે ફેરફાર કર્યો છે. કેટલીકનું મેં નિર્માણ કર્યું છે, અને કેટલીક બીજાની લઈને જેમની તેમ જ રજૂ કરવામાં આવી છે.
ઘણી પદ્ધતિઓમાં ઉદ્દભવ સ્થાન શોધવા મુશ્કેલ છે. એથી એ પદ્ધતિઓ કોઈની નથી અને તેના પર કોઈનો ઈજારો નથી.
સત્ય એ છે કે કોઈ સાચા ગુરૂને પદ્ધતિના નામ સાથે કંઈ લાગતું વળગતું નથી. એ પદ્ધતિ તમને મદદરૂપ થાય છે કે કેમ એટલા પૂરતો જ એમને તેમાં રસ છે. આથી કેવળ પદ્ધતિને માણો, અને અન્ય જે કોઈ એને માણી શકે એને એ આપો.
ધ્યાનની સુગંધને પ્રસરાવો !
તમારી આંખો બંધ કરો અને નૃત્યનો આરંભ કરો. ૫ગલાંની રીત વિષે બોજો ન રાખો. તમારા શરીરને ઢીલું છોડી દો.
તમે કેવા દેખાઓ છો, તમારાં વસ્ત્રો કેવાં દેખાય છે, તેની સાથે નિસ્બત ન રાખો. કોઈ તમારા પર નજર રાખતું નથી. આ કંઈ તમારૂં જાહેર પ્રદર્શન નથી.
જયારે તમે નૃત્ય કરતાં રહેશો, ત્યારે તમને થાક નહિ લાગે. તમારી અંદર વધુને વધુ શક્તિ ધસારો કરશે, અને તમે નૃત્ય ચાલુ જ રાખશો. જેમ જેમ વધારે નૃત્ય કરશો, તેમ તેમ તમે વધારે શક્તિશાળી બનશો. આ અન્ય ધ્યાનથી જુદું જ છે; અહીં નૃત્ય અને નર્તકથી સભાન ન રહો. અતિ ગહન રીતે નૃત્યમાં પ્રવેશો. બને તેટલી વધુ ઝડપથી અને શક્ય તેટલી મુક્ત રીતે નૃત્ય કરો. તમારી જાતને સંપૂર્ણરીતે ભૂલી જાઓ. તમે જ નૃત્ય બની જાઓ.