13. બુદ્ધિની જાગૃતિ
# બુદ્ધિની જાગૃતિ
65
જીવનમાં હંમેશા પરિવર્તન આવ્યા જ કરે છે. બુદ્ધિ બીજું કંઈ નથી, પણ પ્રતિપળે જીવનને પ્રતિસાદ આપવાની ક્ષમતા છે. જીવન આપણી સામે જે પડકારો ફેંકે છે, તેના પ્રત્યેની જાગતતા છે ! બુદ્ધિ એટલે પરિસ્થિતિથી સજાગ હોવું, દરેક ક્ષણની જરૂરિયાત પ્રમાણે આપણા પ્રતિસાદમાં પરિવર્તન લાવવાની ક્ષમતા હોવી. જયારે તમને તમારા પોતાનામાં વિશ્વાસ ન હોય, ત્યારે તમારે સમાજે, કાયદાએ અને ધર્મોએ નક્કી કરેલા નિયમો અને બંધનો પર અવલંબિત રહેવું પડે છે.
બુદ્ધિશાળી મનુષ્ય ધાર્મિક ગ્રંથોના આધાર વગર જીવી શકે છે. તેને તેની જરૂર નથી હોતી. એ પોતાના પર જ, પોતાની આંતરસૂઝ પર જ આધાર રાખે છે. તમારી જવાબદારી તમે તમારા પોતાના પર લો, એ જ બુદ્ધિ છે.
આપણે જન્મજાત બુદ્ધિશાળી છીએ – પણ સમાજ આપણા કરતાં વધારે ચાલાક છે ! બાળપણથી જ, જ્યારે આપણે આપણી બુદ્ધિ પર આધાર રાખવા હજુ તૈયાર થયા ન હોઈએ, ત્યારથી જ સમાજ આપણા પર તેના નિયમો લાદી દે છે. એ આપણી બુદ્ધિની આસપાસ દિવાલ ચણી નાંખે છે. આપણી શક્તિને તે કુદરતી રીતે વહેતી રોકે છે. અંતે બુદ્ધિ બીજું કશું જ નથી, પણ આ સાંકળોમાંથી મુક્ત થવાની ક્ષમતા છે.
ધ્યાન આપણી બુદ્ધિને જાગૃત કરવાનો ખાત્રીપૂર્વકનો માર્ગ છે - કારણ કે તેને બાંધનાર સાંકળો તમારા મનમાં જ છે. ધ્યાન દ્વારા તમે મનથી પર, તમારા 'સ્વ'માં પહોંચો છો. 'સ્વ'માં કોઈ નિયમો નથી. તમે તમારી સંપૂર્ણ ક્ષમતાનો ઉપયોગ કરવા માટે સ્વતંત્ર થઈ જાઓ છો. આથી જ ધ્યાન દ્વારા તમને એકાએક તમારી આસપાસના વાતાવરણ સાથે ફાવટ આવી જાય છે. નવી પરિસ્થિતિઓનો મુકાબલો કરવામાં તમે અતિ સરળતાપૂર્વક સમર્થ છો, એનો તમને ખ્યાલ આવે છે. તમે તમારી સ્વયંસ્કૃર્તિને ફરીથી શોધી લો છો.
અંતર્જ્ઞાનનું ખીલવું
આપણે સામાન્ય અર્થમાં ઉપયોગ કરીએ છીએ, તે અર્થમાં અંતર્જ્ઞાન નથી. તેમ છતાં તમારામાંના કેટલાક વધારે શારીરિક સંવેદનશીલતા વિકસાવશે, દષ્ટિ પ્રાપ્ત કરશે વગેરે તે મહત્ત્વનું નથી. વિકાસની પ્રક્રિયાની આ આડપેદાશ છે. પોતાની જાતને સમજવા માટે અને તેને પરિપૂર્ણ કરવા માટેની સ્પષ્ટ સમજ એ જ અંતર્જ્ઞાન છે.
આપણે વિવિધ પ્રકારનાં મહોરાં પહેરીને આપણું જીવન વિતાવીએ છીએ. દરેક પાત્ર માટે, દરેક પ્રસંગ માટે, આપણે એક મહોરું રાખીએ છીએ - માતા, પિતા, પતિ, પત્ની, ડૉક્ટર, ગુહિણી, બોસ, સામાજિક - આ યાદીનો કોઈ અંત નથી ! સમાજે આપણા પર લાદેલા પાત્રો પ્રમાણે આપણે જીવીએ છીએ અને વિચારીએ છીએ. આ પાત્રો જ આપણું વ્યક્તિત્વ બની જાય છે.
ધ્યાન દ્વારા આપણે અતર્મૃખ બનીએ છીએ. આપણે આપણી પોતાની જાતની બહાર જીવવા લાગીએ છીએ. આપણે અખંડ બની જઈએ છીએ. આપણે વ્યક્તિગતતા તરફ જઈએ છીએ.
તમારું વ્યક્તિત્વ બદલાઈ શકે છે, પણ તમારી વ્યક્તિગતતા બદલી શકાતી નથી. દરેક વ્યક્તિ વિશિષ્ટ છે. ધ્યાન દ્વારા તમે તમારા પોતાની વ્યક્તિગતતાના સંપર્કમાં આવો છો. સ્વાભાવિક જ, તમે એ દિશામાં આગળ વધો છો, જે તમને વ્યક્ત કરે છે, જે તમને અંતિમ અર્થમાં પરિપૂર્ણ કરે છે. આ છે કાર્યરત અંતર્જ્ઞાન.
તમારા માર્ગ પરનાં કંટકો
તમારા માર્ગમાં ખરેખરું એક જ વિઘ્ન છે : અહમું. જે કોઈ બીજા પ્રક્રો ઊભા થાય, જે કોઈ સમસ્યાઓનો તમારે સામનો કરવો પડે, એ બધા અહમૂના જ વિવિધ સ્વરૂપો છે.
અહમ્ શું છે ?
અહમુ બીજું કર્યું જ નથી, પણ તમારો તમારા વિષેનો ખ્યાલ છે, તમારા વિષેના વિચારો અને અભિપ્રાયોનો સંગ્રહ છે. સ્પષ્ટ સમજી લો : અહમુ બીજું કંઈ નથી ૫ણ વિચારોનો સંગ્રહ છે ! એ કાલ્પનિક બાબત છે. અહમુને કોઈ વાસ્તવિક અસ્તિત્વ જ નથી. છતાં આ જ અહમુ છે, જે તમારા જીવનનું નિયંત્રણ કરે છે. તમારામાં અલગતાનો ભાવ ઉત્પન્ન કરનાર અહમુ જ છે.
ലും
જન્મ સમયે એ તમને તમારી માતાથી વિખૂટા પાડે છે. જન્મની ક્ષણ સુધી કોઈ જ અહમુ નથી હોતો. કોઈ સીમા નથી હોતી. બાળક કેવળ માનો જ એક અંશ હોય છે.
જન્મની ક્ષણે જ્યારે નાળ કાપવામાં આવે છે, ત્યારે બાળક, પહેલી જ વખત, પોતાની સીમાને સમજવા લાગે છે.
જન્મ પછીના પહેલા જ વર્ષમાં, અહમ્ તમારા વિષેનું અને દુનિયા વિષેનું ચિત્ર ખડું કરે છે.
તમારા 'હું' અને 'મારું'ના ભાવ માટે અહમ્ જ જવાબદાર છે.
તમારા સમગ્ર જીવન દરમ્યાન અહંભાવ તમને 'હું' વિરૂદ્ધ 'તેઓ'ની સ્થિતિમાં તમને મૂકે છે, એ તમને તમારા માતા – પિતાથી, મિત્રો અને અજાણ્યાઓથી, કુદરતથી, સમગ્ર અસ્તિત્વથી જુદા પાડે છે.
જયારે પણ તમે 'હું' શબ્દનો ઉપયોગ કરો છો, ત્યારે તમે અસ્તિત્વથી છટા પડી જાઓ છો. ખરેખર તમે છટા પડી શકતા નથી, કારણ કે તમે અસ્તિત્વના જ અંતર્ગત અંશ છો – પણ તમારા મનમાં તમે છૂટા પડી જાઓ છો. તમે તમારે માટે એવા વિશ્વની રચના કરો છો, જેમાં તમે બધાંથી જુદા છો. આ વિશ્વ માત્ર તમારા મનમાં જ અસ્તિત્વ ધરાવે છે - એ માત્ર માનસિક ખ્યાલ છે - પણ આપણે આ ખ્યાલને આપણી બધી જ ક્રિયાઓ પર શાસન ચલાવવા દઈએ છીએ.
તમે હંમેશા લોકોને કહેતાં સાંભળ્યા છે – 'આપણા બધાં દુઃખોનું મૂળ કારણ આપણો અહમ્ છે.'
કારણ કે અહમ્ શત્રુતા અને ઘર્ષણમાં સમૃદ્ધ બને છે. જે કોઈ વાતાવરણ તાપ જન્માવે છે, એ અહમુને જીવંત રહેવા માટેની ભૂમિકા બને છે. અહમુ તમારી પોતાની કલ્પનાનું ફળ હોય, તો પણ એ કપટી પ્રાણી દેવે
પોતે જીવંત રહેવા માટે, અહમુ હકીકતનું વિકૃત વૃત્તાન્ત રજૂ કરે છે, જેમાં બધી જ બાબતો અસંવાદિતાની સ્થિતિમાં હોય છે.
તમારા પોતાના જીવન પ્રત્યે દરષ્ટિ નાંખો.
જયારે પણ તમે દ્વઃખ, ક્રોધ, ઈર્ષા અનુભવો – ત્યારે હંમેશાં તે કોઈકથી જુદા પડ્યાની લાગણીનું, એકલતાની ભાવનાનું કે છેતરાયા હોવાની ભાવનાનું પરિણામ હોય છે. આપત્તિના સમયમાં, તમે સાવ એકલા છો એવી લાગણી અનુભવો છો.
આનંદના સમયે, સ્વાભાવિક જ તમે તમારી આસપાસની દરેક વ્યક્તિ અને દરેક વસ્તુ સાથે જોડાયેલા છો, એવી લાગણી અનુભવો છો. જયારે તમે આનંદમાં હો, સુખી હો, હસતા હો - આવા સમયે તમારો અહમુ તદ્દન નબળો હોય છે.
તમારા વર્તમાન જીવનમાં, આવી ક્ષણોનો તમારો અનુભવ બહુ અલ્પ સમયનો હશે. પણ ધ્યાન તમને ૫૨મ આનંદની કાયમી સ્થિતિમાં લઈ જાય છે. ધ્યાન સમગ્ર અસ્તિત્વની સાથે સુમેળ સાધવાની પ્રક્રિયા છે. ધ્યાનમાં જુદાઈને કોઈ જ સ્થાન નથી, અહમુને કોઈ જ સ્થાન નથી.
એક વખત તમને બધા સાથેની કાયમી સંવાદિતા સમજાઈ જાય, એક વખત તમને સમગ્ર અસ્તિત્વના ગહન આંતરસંબંધો સમજાઈ જાય, પછી અહમુને જાળવી રાખવાની શી જરૂર છે ? અહમૂ દુનિયા સામેનું
તમારું બખ્તર છે. અહમ્ યુદ્ધ વખતની તમારી ઢાલ છે. જો બધું જ શાંતિમય હોય, બધું જ સુસંગત હોય – તો પછી બખ્તર કે ઢાલની શી જરૂર છે ?
આથી જ તમને ધ્યાન વધારે અઘરૂં લાગે છે. ધ્યાન તદ્દન સરળ વસ્તુ છે. કેવળ શાંતિથી બેસવાનું છે અને તમારા શ્વાસનું નિરીક્ષણ કરવાનું છે. ખરેખર તો ધ્યાન શીખવવાની કે શીખવાની જરૂર જ નથી. ધ્યાન બસ થઈ જવું જવું જોઈએ.
પણ થોડી મિનિટો માટે સ્થિર બેસવું, એ પણ વાસ્તવિકતાની ઝાંખી મેળવવા જેવું છે. જો થોડી ક્ષણો માટે તમે શાંત બેસી શકો, તમારા દોડધામ કરતા વિચારોને શાંત કરી દો,
બસ 'સ્વ'માં હોવું – આટલું જ તમને સત્ય સમજાવવા માટે પર્યાપ્ત છે અને એક વખત સત્ય જાણી લીધું, પછી તમારા અહમ્ માટે સ્થાન જ ક્યાં છે ? અહમ્ તજી દેવો જ પડશે. તમે સ્વાભાવિક રીતે જ તજી દેશો.
માટે જ અહમ્ ધ્યાન સાથે આટલા આકરા ઘર્ષણમાં ઉતરે છે. ધ્યાન અહમ્ના મૃત્યુ કરતાં સહેજ પણ ઓછૂં નથી !
આથી સૌથી મોટી સમસ્યા અહમુના જોરદાર વિરોધ સામે જાગૂત રહેવાની જરૂર છે. જ્યારે તમે ધ્યાન ધરતા હશો, ત્યારે અમારો અહમ્ હજારો પ્રશ્નો લઈને આગળ આવશે. શંકા અહમુનું સૌથી ઘાતક હથિયાર છે !
અહમ્ સતત તમારા મનમાં શંકાઓ અને પ્રશ્નોનું નિર્માણ કરશે.
પ્રારંભમાં એ તમને ચિંતિત કરશે
શું હું ખરેખર ધ્યાન ધરી શકું ?
મારી પીઠની તકલીફ સાથે શું હું આટલા બધા કલાક બેસી શરૂં ?
શું ખરેખર આ મારે માટેનો માર્ગ છે ? હું તેમાં ખૂબ જ ઊંડો ઊતરી જઈશ તો શું થશે ? મારા કુટુંબનું શું થશે ? શું મારા મિત્રો મને મૃર્ખ ગણશે ? શું હું ખરેખર મૃર્ખ છૂં ? જો તમે કોઈ ગુરૂની સાથે રહીને કામ કરતા હશો, તો એ ગુરૂની વિરૂદ્ધ પણ શંકાઓ ઊભી કરશે. ગર ખરેખર વિશ્વાસપાત્ર છે ? કઈ પદ્ધતિ મારે માટે યોગ્ય છે એ તે જાણે છે ? મને ધ્યાન શીખવવાનો એમનો હેતુ શો છે ? શું આ કોઈક જાતની વર્શીકરણ વિદ્યા છે ? આથી જો આવા પ્રકારના પ્રશ્નો તમારા મનમાં ઊઠે, તો ચિંતા ના કરો : પ્રશ્નોને કેવળ તજી દો અને ધ્યાન ચાલુ રાખો. આવા પ્રશ્નો ઊઠવા માટે પોતાને દોષી ન માનો. આવા પ્રશ્નો સ્વાભાવિક જ દરેકના મનમાં ઊઠે છે.
અને આ પ્રશ્નો સાથે ઝઝુમો નહિ. અહમુ સાથે ઝઝુમવાની ભૂલ ન કરો ! કારણ કે અહમ્ કેવળ કાલ્પનિક છે. તેનું કોઈ હકારાત્મક અસ્તિત્વ નથી. અહમ્ બીજું કશું નથી, પણ જાગૃતતાનો અભાવ છે.
જેમ અંધકાર પ્રકાશનો અભાવ છે, તેમ અહમ્ જાગૃતતાના અભાવની સ્થિતિ છે.
જો તમે અંધારા ઓરડામાં હો તો રૂમને પ્રકાશિત કરવા તમે અંધકાર સાથે લડીને તેને બહાર કાઢી શકો ? અંધકારની સાથે લડવાનો કોઈ અર્થ છે ખરો ? તમારે કેવળ અંધકારને અવગણવાનો છે, અને અંદર એક દીવડો લાવવાનો છે. અંધકાર જાતે જ અદેશ્ય થઈ જશે. એ જ રીતે અહમુ સાથે લડવામાં તમારી શક્તિ બરબાદ ન કરો. ધ્યાનમાં જાગૃતતા લાવવામાં એકાગ્રતા કેળવો. ધીરે ધીરે પ્રશ્નો પોતાની જાતે જ ઓગળી જશે.
અહમુનો સૌથી મોટો પ્રવક્તા મન છે.
શરીરની જેમ જ મન પણ તમારા હાથમાંનું સાધન બની જવું જોઈએ.
મન અદ્દભૂત, પ્રચંડ શક્તિશાળી સાધન છે. તે સર્જનાત્મકતાનો ચમત્કાર છે.
સૃષ્ટિની રચનાની એ ઉત્તમ કૃતિ છે. અને એ સામાજિક આવશ્યકતા છે - મન વગર આપણે આ દુનિયામાં જીવી ન શકીએ.
પણ આપણે ભૂલી જઈએ છીએ કે, મન માત્ર એક સાધન છે – આપણે મનનું સાધન બની જઈએ છીએ ! આપણે મનનાં સંપૂર્ણ કાબૂમાં છીએ.
વાસ્તવિકતાથી આપણને જૂદા પાડવાની મનની સૌથી મોટી યુક્તિ છે. ભાષાનો ઉપયોગ.
Section 2
વાસ્તવિકતાથી આપણને જુદા પાડનાર શબ્દો છે. આપણે કંઈ પણ જોઈએ કે તરત તેને શબ્દોમાં વ્યક્ત કરીએ છીએ. જ્યારે તમે એક પુષ્પને જુઓ છો, ત્યારે તમે પોતાને કહો છો, 'આ એક ફૂલ છે.' આપણે આપણા જીવનને શબ્દો દ્વારા, અમૂર્ત કલ્પનાઓ દ્વારા આત્મસાતુ કરીએ છીએ. પરંતુ શબ્દો એ અનુભવ નથી ! 'પુષ્પ' શબ્દ, પુષ્પ નથી. 'પ્રેમ' શબ્દ,
પ્રેમ નથી. 'પ્રબુદ્ધતા' શબ્દ એ પ્રબુદ્ધતા નથી. શબ્દો તમારી અને વાસ્તવિકતાની વચ્ચે વાડ ઊભી કરે છે.
ધ્યાનને શબ્દોની જરૂર નથી. ધ્યાન વાસ્તવિકતાનો સીધો અનુભવ છે.
પણ મનમાં સતત શબ્દોની ગપસપ ચલાવ્યા જ કરે છે. મન તમને એક પણ ક્ષણ માટે તણાવમુક્ત થવા દેતું નથી. મન સતત વિચારો, કલ્પનાઓ, અભિપ્રાયો, રચ્યા જ કરે છે. એ વાસ્તવિકતાને વિકૃત કરવા શબ્દોનો ઉપયોગ કરે છે.
તમે તમારા મનને કેવી રીતે કાબૂમાં રાખશો ?
મેં જેમ અહમ વિષે કહ્યું તેમ - મન સાથે લડો નહિ. તમે તમારા મનની સાથે ઝઝૂમવાથી કશું જ મેળવવાના નથી. અરેખર તો તમે ઝઝૂમી શકતા જ નથી - કારણ કે ઝઝૂમવાનું કામ મનનું જ છે ! એથી મનનો એક અંશ મનના બીજા અંશ સામે ઝઝૂમે એવું થાય. એને બદલે તમે તમારા મનની પ્રવૃત્તિઓના સાક્ષી બનો. આ કંઈ સહેલું નથી. ખાસ કરીને આ માર્ગ પર, મન બહ્ય ખતરનાક સાથી છે ! પ્રારંભમાં તમારા મનમાં એ બધા જ પ્રકારના ભય અને શંકાઓ જગાડશે. જયારે તમે તમારા વિચારોના સાક્ષી બનવાનો પ્રયત્ન શરૂ કરશો, ત્યારે એ તમને ખાતરી કરાવશે કે, તમે સાક્ષી બની રહ્યા છો. પણ જો મન તમને આ વાત કહેશે તો, તેનો ર્થ એ થયો કે મન અત્યારે કામ કરી રહ્યું છે. જો તમે ખરેખરી રીતે સાક્ષી બનીને જોતા હશો, તો કોઈ અભિપ્રાયો, નિર્ણયો કે એવો ખ્યાલ પણ નહિ રહે, કે 'આ વિચારો છે અને હ્યું તેને સાક્ષીભાવે જોઉં ધ્હ્રું.'
પણ બહુ સ્પષ્ટતાથી સમજો : મન તમારો શત્રુ નથી. વિચારવામાં કશું જ ખોર્ટ્ર નથી. બીજી કોઈપણ પ્રક્રિયાની જેમ આ એક પ્રક્રિયા જ છે.
તમારી જાતને લડવાની સ્થિતિમાં ન મૂકો. કેવળ તમારા મનના તમે નિરીક્ષક બનો, તમારા વિચારોના નિરીક્ષક બનો. તમારા મનની રમતનો આનંદ માણો !
તમે જેમ જેમ તમારા વિચારોનું અવલોકન કરશો, તેમ તેમ, તમે જોશો કે તે વધુ ને વધુ ધીમે વહેવા લાગશે. જ્યારે તમારી જાગતતા વધારે ગહન બને છે, ત્યારે એ પ્રવાહમાં પડતા અવકાશથી તમે જ્ઞાત થશો. એ અવકાશનો તમે ઝબકારા જેવો અનુભવ કરશો, તેની ઝાંખી કરશો અને પછી તેનો લોપ કરશો. એ અવકાશમાં તમને સુંદર નીરવતાનો અનુભવ થશે.
ધીરે ધીરે આ મધ્યાંતરો વારંવાર થવા લાગશે. આ અનુભવને પણ વળગી ન રહેશો. મધ્યાંતરોની પ્રતિક્ષા ન કરશો. જયારે મધ્યાંતરો વિશાળ બનશે, ત્યારે તમે અતિશય સ્પષ્ટતાપૂર્વ માત્ર બાહ્ય દુનિયા જ નહિં, પણ તમારા આંતરિક વિશ્વને પણ જોઈ શકશો.
આ અ-મનનો અનુભવ છે.
એમ ન માનશો કે તમારે માટે આ વધું પડતું છે.
તમે ખરા દિલથી સમગ્રતાથી પ્રેક્ટિસ કરશો, ત્યારે તે બનશે જ.