12. ધ્યાનમય જીવન તરફ
# ધ્યાનમય જીવન તરફ
લોકો મને પૂછે છે – "તપ શું છે ? ધ્યાનમાં તપ જરૂરી છે ?"
હું તમને જે કહી રહ્યો છૂં, એ તપ સિવાય બીજું કશું જ નથી !
તમારા શરીર ૫૨. વિચારો ૫૨ લાગણીઓ ૫૨ કામ કરવું એ = તપ નહિંત તો બીજું શું છે ?
તપનો અર્થ એવો નથી કે. પર્વતો પર જવું અને આધ્યાત્મિક પ્રવૃતિઓ કરવા માંડવી અને બધા પ્રકારના કર્મકાંડો કરવા મંડી પડવું !
તપનો અર્થ એવો નથી કે અન્નવસ્ત્ર વગર રહેવું, કે અંધારી ગુફામા રહેવું, કે પછી શરીરને ગમે તેમ કરીને રીબાવવું. જયારે તમે તમારા શરીરને કોઈપણ રીતે વંચિત રાખો છો, ત્યારે ધ્યાન કરતાં, વંચિત વસ્તુઓ પ્રત્યે લક્ષ કેન્દ્રિત થવાનો હંમેશા ભય હોય જ છે. જો હું તમને માત્ર ૨૪ કલાક અન્ન વગર રહેવાનું કહું, તો તમે ખોરાક લેવાનો બંધ કરશો પણ તમે ખોરાકનું ધ્યાન ધરવા લાગશો. તમે ખોરાક સિવાય બીજા કશાનો વિચાર જ નહિ કરી શકો. સાચા ઉપવાસનો અર્થ એ નથી કે, તમે જે ખોરાક ખાધો નથી તેનું જ ધ્યાન ધર્યા કરો. પણ સાચો ઉપવાસ એ છે કે તમને ખોરાક વિષેનું તદ્દન વિસ્મરણ થાય. પણ બહુ ઓછા લોકો આ ભેદ સમજે છે. એથી જ ત્યાગનો માર્ગ દરેકને માટે નથી.
અલબત્ત, આ બધા શરીરને સંભાળવાના વિવિધ માર્ગો છે, વિવિધ પ્રકાર છે. કેટલાક ધ્યાનઓ ઉગ્ર તપશ્ચર્યા દ્વારા શરીરને શિસ્તમાં લાવવાનો માર્ગ અપનાવે છે. પણ એ જરૂરી નથી કે દરેક વ્યક્તિ એ જ માર્ગ અનુસરે.
ട്ടാ
એક નાનકડી વાર્તા :
એક યોગીએ કઠોર તપશ્ચર્યાની વિધિઓમાં પૂર્ણતા પ્રાપ્ત કરવા માટે પર્વતો પર ઘણાં વર્ષો વિતાવ્યાં. તેણે જટિલ કર્મકાંડો અને મંત્રોમાં પ્રવિણતા મેળવી. ૫વિત્ર ગ્રંથો વાંચ્યા અને ચિંતનમાં અગણિત કલાકો પસાર કર્યા. પંદર વર્ષ પછી જ્યારે એને લાગ્યું કે એની તપશ્ચર્યા પૂરી થઈ છે, ત્યારે તે લોકોને તેમના જીવનમાં આધ્યાત્મિકતાનું શું મહત્ત્વ છે એ સમજાવવા નીચે સપાટ પ્રદેશમાં આવ્યા. એ એક શહેરમાં આવ્યા કે તરત જ એમના આગમનના સમાચાર ફેલાઈ ગયા અને તેમને એક આધ્યાત્મિક સંમેલનમાં આવવાનું આમંત્રણ મળ્યું. અન્ય આમંત્રિતોમાં એક યુવાન માસ્ટર હતો, જે તપની પારંપરિક વિધિઓમાં માનતો ન હતો.
યોગી પ્રવેશ્યા, કે તરત જ યુવાન એમની દિશામાં ફર્યો અને કંઈક કઠોર વચનો કહ્યાં.
યોગીને આશ્ચર્ય થયું કે એ યુવાનના શબ્દો સાંભળીને પોતાની અંદર ક્રોધનું મોજું ઉભરી રહ્યું હતું. આટલાં વર્ષો પછી, આટલા બધા પ્રયત્નો પછી પણ... ! કોઈક અજાણી વ્યક્તિના થોડાક શબ્દોથી, ક્રોધ તેનું કદરૂપું મસ્તક ફરીથી ઊંચકવા લાગ્યો !
કંઈ પણ પ્રત્યુત્તર આપ્યા વગર, યોગી પાછા ફરી ગયા અને શાંતિથી ખંડની બહાર નીકળી ગયા. જ્યારે કોઈકે દોડીને માફી માગી અને પાછા આવવા વિનંતી કરી ત્યારે યોગીએ જવાબ આપ્યો : "મને ખ્યાલ આવ્યો છે કે મારી તપશ્ચર્યા હજુ અધુરી છે. હું હજુ એક શિખાવ જ છું. મારે મારું કાર્ય શરૂ કરવા હવે અહીંથી નીકળી જવું જોઈએ. હું જયારે ખરા અર્થમાં તૈયાર થઈ જશઈ, ત્યારે પાછો આવીશ."
ട് ട
તમારા શરીરની, વિચારોની, લાગણીઓની શુદ્ધતા કરવી, એ જ સૌથી મોટું તપ છે. અને આ તપ તમે અત્યારે જ કરી શકો છો, તમે જયાં ઊભા છો ત્યાં જ કરી શકો છો. આ બધું ધ્યાનનો યોગ્ય પાયો નાખવા માટે, ભૂમિકા તૈયાર કરવા માટે છે.
જાગૃતતા એ જ ચાવી છે.
મેં તમને કહ્યું છે, 'તમારા શરીર પ્રત્યે સતત નજર રાખો, તમારા વિચારો પ્રત્યે નજર રાખો, તમારી લાગણીઓ પ્રત્યે નજર રાખો.'
બીજા શબ્દોમાં કહ્યું તો : 'જાગૃત રહો.'
જાગૃતતા ધ્યાનનો પાયો છે, ધ્યાનનું કેન્દ્ર છે, ધ્યાનનું ધ્યેય છે.
જાગૃતતા જ તમારો મુખ્ય ચાવીરૂપ શબ્દ છે.
ભલે કોઈ પણ પદ્ધતિ અપનાવો, કોઈપણ ધર્મ પાળતા હો, અધ્યાત્મની કોઈપણ શાખાને અનુસરતા હો - જાગૃતતા પર જ લક્ષ કેન્દ્રિત કરવાનું હોય છે. આ પુસ્તકમાં દર્શાવેલી પ્રત્યેક પદ્ધતિનું આ સામાન્ય સૂત્ર છે.
જયારે તમે કોઈપણ વસ્તુ પર નજર રાખો છો, ત્યારે તેના સાક્ષી બની જાઓ છો, તમે બહારની વ્યક્તિ બની જાઓ છો. તમે જે વસ્તુનું નિરીક્ષણ કરતા હો છો, તેની સાથેની તમારી એકરૂપતા છૂટી જાય છે. ધીમે ધીમે તમે એ જોઈ શકો છો કે, એ કોઈક તમારા પોતાનાથી બહારની વસ્તુ છે.
તમારું શરીર, તમારું મન, તમારા વિચારો વિષે જાગૃત બનતાં જ, તમે તેનાથી મુક્ત બની જાઓ છો.
તમારી પ્રજ્ઞાને જગાડો, તમારા ચૈતન્યને જગાડો.
તમે જાણે કોઈ બહારની વ્યક્તિ છો, એમ તમે તમારા શરીરની પ્રવૃત્તિઓનું નિરીક્ષણ કરો, અને તમે તમારા શરીરને ખંખેરી નાખશો.
તમારા અર્થહીન, ગતિશીલ વિચારોનું નિરીક્ષણ કરો, અને તમે તમે તમારા વિચારો સાથેની એકરૂપતાને છોડી દેશો.
તમારી ચંચળ, ક્ષણે ક્ષણે બદલાતી લાગણીઓનું નિરીક્ષણ કરો, અને તમને સમજાશે કે તમારી લાગણીઓ એ તમે નથી.
માત્ર તમારી ગહન જાગૃતતા દ્વારા તમે મુક્ત થઈ શકો છો.
'જીવનમાં ધ્યાન'થી 'ધ્યાનમાં જીવન' સૂધી
અત્યારે તમે પ્રારંભિક તબક્કામાં છો. અત્યારે તમે હજુ ધ્યાન વિષે જાણકારી મેળવી રહ્યા છો.
એથી તમે પૂછો છો, ''હું મારી જીવન પદ્ધતિમાં ધ્યાનનો સમાવેશ શી રીતે કરી શરૂં ? મારે કેટલા કલાક પ્રેક્ટીસ કરવી જોઈએ ? મારે માટે કઈ પદ્ધતિ યોગ્ય છે ?''
આ તબક્કે આ પ્રશ્નો તદ્દન યોગ્ય છે.
શરૂઆતમાં તમે જીવનમાં ધ્યાનની પ્રેક્ટીસ કરશો.
તમારે તમારી જીવન પદ્ધતિમાં ધ્યાનને સભાનતાપર્વક દાખલ કરવાનું છે. એક પદ્ધતિ પસંદ કરો અને દરરોજ અડધો કે એક કલાક પ્રેક્ટીસ કરો. તમને કેવું લાગે છે તે જૂઓ. જો તમે એક પદ્ધતિનો આનંદ માણવા લાગો, તો ઓછામાં ઓછા દસ દિવસ, પરિણામની અપેક્ષા વગર, તેને વળગી રહો. જો કોઈ પદ્ધતિ તમને સ્પર્શી ગઈ હોય, તો તે કોઈક રીતે પણ તમારામાં પરિવર્તન ના લાવે એવું નહીં બને. ક્યારેક આ પરિવર્તન સુક્ષ્મ હોઈ શકે અને ક્યારેક તમારા કરતાં બીજાઓ તમારા પરિવર્તનને વધારે સારી રીતે જોઈ શકશે.
ઘણીવાર લોકો મારી પાસે આવે છે અને કહે છે, "સ્વામીજી, મેં આ ધ્યાનની પ્રેક્ટિસ શરૂ કર્યા પછી લોકો મને કહે છે કે મારા ચહેરા પર ચમક છે અને હું વધારે સ્ફર્તિવાળો અને હકારાત્મક અભિગમવાળો બની ગયો છું !''
આથી કોઈક કક્ષાએ કંઈક પરિવર્તન ચોક્કસ થાય જ છે. તમને પરિણામોનો સીધો અનુભવ ન થાય, તો ધીરજ ન ગુમાવો. ધીરજનાં ફળ મીઠાં છે !
ધીમે ધીમે તમે નવી પદ્ધતિઓની પાછળ પડવાનું છોડી દેશો. તમને એકાદ કે થોડીક એવી પદ્ધતિઓ મળશે કે જે તમને અનુકુળ હશે અને તમે તેની પરિપાટીમાં સ્થિર થશો. હાલમાં આ પદ્ધતિઓ હજુ નવી છે, એટલે તમને ઉત્તેજિત કરશે અને તમારું મન તમને ફરતી ફરતી પદ્ધતિઓ અજમાવવાનું કહેશે. એ મીઠાઈની દુકાનમાં જવા જેવું છે, જ્યાં ઘણી બધી વાનગીઓ છે, અને તમે નક્કી નથી કરી શકતા કે તમારે કઈ વાનગી ખાવી છે !
તમારા મનને રોકો નહિ. તમારું મન જે પદ્ધતિને અજમાવવાનું કહે એને અજમાવો અને તમે જે કંઈ અજમાવો એ પૂરા દિલથી અજમાવો. તમારા
અખતરામાં તમારી પૂરી તાકાતને કામે લગાડી દો, તમારા પૂર્ણ ઉત્સાહને એમાં જોડી દો. દરેક પદ્ધતિ પર એવી રીતે કામ કરો, દરેક પદ્ધતિને એવી રીતે અપનાવો, જાણે કે એ એક માત્ર પદ્ધતિ જ ઉપલબ્ધ છે. લોભી ન થાવ, ધીરજ ન ગુમાવો. અન્યથા તમે ધ્યાનની કલ્પના સાથે માત્ર દેખાડો કરતા રહેશો અને તમે કદી ધ્યાનના આત્માનો અનુભવ નહિ લઈ શકો.
અને કેવળ એક જ અનુભવ પર્યાપ્ત છે !
ધ્યાનના આનંદની એક ઝાંખીથી જ તમને ધ્યાન પ્રત્યે પ્રેમ ઉત્પન્ન થશે.
પછી તમે મને નહિ પૂછો કે તમારે કેટલા કલાક ધ્યાન ધરવું જોઈએ. તમે જયારે સવારે જાગશો, ત્યારે તમારા મનમાં પ્રથમ વિચાર ધ્યાન માટેનો જ હશે. તમે જયારે સ્નાન કરશો, જયારે વસ્ત્રો પરિધાન કરશો, જયારે ભોજન લેશો, ત્યારે તમે દરેક ક્રિયા એટલી કાળજીપૂર્વક કરશો કે, તમારી દરેક ક્રિયા, દરેક ક્ષણ, ધ્યાન સાથે જીવંત બની જશે. ધ્યાનાવસ્થા તમારા જીવનની સ્વાભાવિક સ્થિતિ બની રહેશે. તમે 'ધ્યાનમાં જીવન' જીવતા થઈ જશો.
હું ઈચ્છૂં છૂં કે, તમે આ સ્થિતિ પ્રાપ્ત કરો.
પણ અલબત્ત, એ સહેલું નથી. પ્રથમ, તમારે ધ્યાનના ખ્યાલથી ટેવાવું પડશે.
તમારે દરરોજ થોડો સમય ધ્યાનની પ્રેક્ટિસ કરવી ૫૩શે અને ૫છી એ લાગણી દિવસના બાકીના ભાગમાં વિસ્તારવી પડશે.
આ પુસ્તકમાં તમને ધ્યાનની પદ્ધતિના બંગ્ને પ્રકારના સંગ્રહો મળશે :
га
બેઠક પદ્ધતિઓ, જેની તમે નિશ્ચિત સમયગાળા માટે અને દિવસમાં નિશ્ચિત કરેલી સંખ્યામાં પ્રેક્ટિસ કરશો.
કોઈપણ સમયે, કોઈપણ સ્થળે – પદ્ધતિઓ, જેની તમે એમ જ પ્રેક્ટિસ કરી શકો છો – કોઈપણ સમયે, કોઈપણ સ્થળે ! તમે જયારે કામ પર જતી વખતે ગાડી ચલાવતા હો. તમારાં કપડાંની ઈસ્ત્રી કરતાં હો, તમારા શયનખંડથી રસોડા તરફ જતા હો, ત્યારે પણ - તમે આ પદ્ધતિની પ્રેક્ટીસ કરી શકો છો.
તમને ગમે તો, બે-એક બેઠક પદ્ધતિ અને એક કોઈપણ સમયે – કોઈપણ સ્થળની પદ્ધતિ, દસ દિવસ માટે પસંદ કરો. એક સાથે ઘણી બધી પદ્ધતિઓ ન અજમાવો.
તમે એમાંથી એકને પણ ન્યાય નહિ આપી શકો.
કોઈપણ સમય - કોઈપણ સ્થળ પદ્ધતિ, જીવનને ધ્યાનમાં પરિવર્તિત કરવાનું પ્રથમ પગલું છે.
ચેતવણી
તમે જયારે ધ્યાનની પ્રેક્ટિસનો આરંભ કરશો, ત્યારે તમે તમારા શરીરમાં અને માનસિક સ્થિતિમાં અસામાન્ય ફેરફાર જોશો. અણધાર્યા અનુભવો માટે તૈયાર થઈ જાવ. યાદ રાખો, ધ્યાન અને શુદ્ધિની પ્રક્રિયા છે. તમે તમારા સમગ્ર જીવનના બધા દબાણો અને અવરોધોને બહાર ફેંકો છો અને તમારા શરીરમાં શક્તિનો પ્રવાહ વહેવડાવો છો, જેની આજ સુધી તમને આદત નથી. તમે આસપાસ કુદકા મારશો, ચક્કર-ચક્કર ઘૂમશો,
ચીસો પાડશો, તમે એવું એવું કરશો, જે તમે ઘણાં બધાં લાંબા સમયથી કર્યું નહિ હોય ! તમારા જીવનતંત્રને આ પરિસ્થિતિને પહોંચી વળવા માટે સમય લાગે છે.
પ્રારંભમાં કદાચ તમને શરીરમાં અતિશય ગરમીનો અનુભવ થશે. માથાનો દુ:ખાવો થશે, આંગળીઓમાં અને ટેરવાઓમાં કંઈ ભોંકાતું હોય એવી લાગણીનો અનુભવ થશે. શક્તિના અચાનક ધસારાને કારણે આ બધું થાય છે. તમારામાંના કેટલાક દ્દુખાવો, અનિદ્રા અને હતાશથી પિડાશો. આ થોડા સમય માટે જ છે. ધ્યાન ચાલુ રાખો અને એ બધું અદેશ્ય થઈ જશે.
જો તમે કોઈ ગંભીર માંદગીથી પિડાતા હો અથવા એક પદ્ધતિ તમને સતત મુશ્કેલીમાં મૂકતી હોય, તો ડૉક્ટરની સલાહ લો અથવા તો પદ્ધતિ તજી દો.
પણ આ બધી અસ્વસ્થાઓને કારણે બીજી પદ્ધતિઓ અજમાવવાનું છોડી ન દો ! કેવળ આગળ વધો અને ધ્યાનમાં ડુબી જાઓ
તમે જોશો કે તમારી નજર સામે જ તમારા જીવનમાં પરિવર્તન આવ્યું છે.
પરિવર્તનો જે તમે જોશો
ધ્યાનની સાથે તમે બીજી શાની નોંધ લેશો ?
પ્રથમ જયારે શારીરિક લક્ષણો શાંત થઈ જાય છે, ત્યાર પછી તમે પોતે વધુ ગહન અને વધુ સમય ટકી રહે એવાં પરિવર્તનો જોશો. આ રાસાયણિક
ફેરફારો છે, જે ઉલટાવી ના શકાય એવા છે. એક વખત તમે ધ્યાનના હાર્દને સ્પર્શી લો, પછી તમારૂં જીવન કદી ફરીથી પહેલાંનાં જેવું નહિ થઈ જાય.
તમે ખરેખર ધ્યાનનો સ્પર્શ મેળવ્યો છે એની તમને શી રીતે ખબર પડશે ? તમારામાં થતા ફેરફારોને તમે જ શોધી લો !
કેવળ સ્વતંત્રતા
તમને જે એક મહત્ત્વના ફેરફારનો અનુભવ થશે, તે છે સ્વતંત્રતાની ચોક્કસ પ્રકારની લાગણીનો.
સ્વતંત્રતા શા માટે ? સ્વતંત્રતા સાથે શું લાગે-વળગે ?
આપણા સમગ્ર જીવન દરમ્યાન આપણે સ્વતંત્રતા શોધીએ છીએ. આપણે તે હાંસલ કરીએ કે ન કરીએ. પરંતુ આપણામાંનો દરેક સ્વતંત્રતાની શોધમા છે. ધ્યાન બીજું કશું જ નથી, પણ સ્વતંત્રતા માટેની ગંભીર શોધ છે. આપણે સાંભળ્યું છે કે ધ્યાન સ્વતંત્રતા અપાવે છે, એથી આપણે મુક્ત થવા માટે ધ્યાન તરફ વળીએ છીએ.
પરંતુ આપણે 'ફ્રીડમ' શબ્દને 'સમજવામાં' ભૂલ કરીએ છીએ. આપણે આપણા, સામાન્ય રોજિંદા જીવનમાં જે શોધીએ છીએ, તે કાં તો, 'અમુક માટેની સ્વતંત્રતા' અથવા 'અમુકમાંથી સ્વતંત્રતા' હોય છે.
અમુક માટેની સ્વતંત્રતા – આપણે ઈચ્છીએ તે બધું કરવા માટે, મેળવવા માટે અને હોવા માટે – આપણને યોગ્ય લાગે, તે રીતે જીવન માટેની સ્વતંત્રતા છે.
અમુકમાંથી સ્વતંત્રતા – રોગ, ચિંતા, ક્રોધ, તણાવ, લઘુતાગ્રંથિ, પીડા – આ બધી બાબતો જેનાથી આપણને ડર લાગે છે, જેને આપણે ધિક્કારીએ છીએ, તેમાંથી સ્વતંત્રતા - મુક્તિ.
આપણી બધી જ પ્રવૃત્તિઓમાં, આપણને આ બે બાબત - અમુક માટે સ્વતંત્રતા અથવા અમુકમાંથી સ્વતંત્રતા પ્રવૃત્ત કરે છે. કંઈક સાર્ચુ મેળવવાની લાલસા અથવા ખરાબ વસ્તુનો ભય.
આપણા સમગ્ર જીવનને, લાલસા અને ભયના આ દોરડાં કાબુમાં રાખે છે. પણ જયારે તમે આ બે દોરડાંના કાબૂમાં હો છો, ત્યારે તમને જેની ઝંખના છે, એ સ્વતંત્રતા ક્યાં છે ?
થોડા દિવસ પહેલાં, ક્યારેક જ આવતો એક ભક્ત, જે કલાકાર પણ છે, એ મારી સાથે વાત કરતો હતો. એ મને કહેતો હતો કે એ શા માટે ધ્યાનને ધિક્કારતો હતો.
"સ્વામીજી, હું આ બધા નિયમો અને શિસ્તને ધિક્કારું છૂં. હું મારી ઈચ્છા પ્રમાણે મારી રીતે જીવવા માટે સ્વતંત્ર રહેવા માગું છૂં. જૂઓ, હું સવારે દસ વાગે ઊહું છું. સૌથી પહેલાં કૉફી લઉં છું, પછી જયારે મને મન થાય ત્યારે તરવા જાઉં છું, વગેરે, વગેરે...''
અને પોતાની આખા દિવસની દિનચર્યા મને કહી સંભળાવી.
પછી મેં તેને પછયું : "જો તમને કોઈ છ વાગે જગાડે તો શું થાય ? અથવા તો જો એક સવારે કૉફી તમારી પથારી પાસે ન પહોંચે તો શું થાય ? ''
"અરે ! તો તો હું ગાંડો થઈ જાઉ", એણે હસતાં હસતાં કહ્યું.
ല്ദ
"અને જો વરસાદ વરસતો હોય અને તમે તરવા ન જઈ શકો તો ?" મેં પૂધ્છયું.
"છટ્ર, એ તો ગંદી બાબત છે. હું જો તરવા ન જાઉં, તો ખરેખર મારો આખો દિવસ ગંદો જાય."
પછી મેં તેને પૂછ્છ્યું.
"જો તમારી સ્વતંત્રતા આટલી બધી શરતો પર નિર્ભર હોય, તો તમે ખરેખર સ્વતંત્ર છો ખરાં ?"
ખરા અર્થમાં સ્વતંત્ર હોવું એટલે કોઈપણ સંજોગોમાં સ્વતંત્ર રહેવું.
એને જ હું સ્વતંત્રતા કહું છું. નહિ કે, અમુક માટે સ્વતંત્રતા અથવા અમુકમાંથી સ્વતંત્રતા. સંપૂર્ષપણે વર્તમાન ક્ષણમાં જ જીવવું એ જ કેવળ સ્વતંત્રતા છે. તમે આ સ્વતંત્રતાનો અનુભવ ત્યારે જ કરી શકો છો, જયારે તમે લાલસાથી કે ભયથી, ભવિષ્યની આશાથી કે ભૂતકાળના પસ્તાવાથી બંધાયેલા ન હો. જે સ્વતંત્રતા કોઈપણ બાહ્ય સંજોગો પર નિર્ભર ન હોય, એ જ માત્ર સાચી સ્વતંત્રતા છે. ધ્યાન દ્વારા તમે આ વતંત્રતાનો અનુભવ કરી શકો છો.
અકારણ પ્રેમ
ધ્યાનની સાથે. તમે એક આશ્ચર્યકારક બાબતનો અનુભવ કરવાનું શરૂ કરશો અને તે છે પ્રેમ !
લોકો બધા જ પ્રકારના ચમત્કારો માટે તૈયાર હોય છે. તેઓ પોતાના માનીતા દેવતાઓનાં દર્શન પામવા તૈયાર છે, અને કેવી કેવી બાબતો
માટે તૈયાર હોય છે. પણ તેઓ પ્રેમના ચમત્કાર માટે ઓછામાં ઓછા તૈયાર હોય છે !
ધ્યાનમાં ઊતર્યા પછી કેટલો બધો પ્રેમ ઉભરાય છે અને તમારા અસ્તિત્વને તરબોળ કરે છે, એ જાણીને તમને આશ્ચર્ય થશે. ધ્યાન દ્વારા તમે જાગૃતિનો અનુભવ કરશો, તમારા અસ્તિત્વના કોઈક એવા સ્તરનો અનુભવ કરશો, જેનો તમને આ પહેલાં ક્યારેય પરિચય નહીં થયો હોય. તમે તમારા આનંદમાં તમને મળતી દરેક વ્યક્તિને સહભાગી બનાવવા ઈચ્છશો ! આ આનંદ તમારી અંદરથી પ્રેમ સ્વરૂપે ઉત્મરાશે.
અને સ્વતંત્રતાની જેમ જ, આ પ્રેમ, તમે આજ સુધીમાં અનુભવેલા પ્રેમ કરતાં જુદા જ પ્રકારનો હશે.
આપણે આખા જીવન દરમ્યાન સ્વાર્થથી ભરેલાં અલ્પ પ્રેમની લેવડ-દેવડ જ કરી છે. આપણે આપણાં સમગ્ર જીવન દરમ્યાન પ્રેમ કર્યા છે અને પ્રેમ પામ્યા છીએ, પણ તે કોઈક કારણ માટે, જાણતાં કે અજાણતાં તમે કોઈક કારણસર જ પ્રેમ કરો છો. તમારા સૌથી ઘનિષ્ઠ સંબંધોમાં પણ - પતિ, પત્ની, મા-બાપ અને બાળકની સાથે પણ - પ્રેમ કરવા માટે કોઈક છુપાએલું કારણ હોય છે. આપણો પ્રેમ દૃષિત પ્રેમ છે, તે ઈર્ષા અને માલિકીપણાને કારણે નાશ પામે છે.
કોઈપણ કારણ વિના પ્રેમ હોવો, એટલે શું ? એ તમે ધ્યાન દ્વારા તમારા જીવનમાં પ્રથમ વાર જ સમજાશે. પ્રથમ વખત જ તમે બદલામાં કંઈપણ મેળવવાની આશા સાથે પ્રેમ નહિ આપતા હો. તમે પ્રેમ આપશો, કારણ કે તમારી પાસે આપવા માટે પુષ્કળ પ્રેમ છે. જે રીતે ફલ પોતાની સુગંધ ચારે બાજુ ફેલાવે છે, અથવા તો જેમ વરસાદી વાદળ પૃથ્વી પર વરસે છે, એવી જ રીતે તમે વિશ્વ પર પ્રેમ વરસાવશો.
તમે પ્રેમ કરશો, કારણ કે તમારાથી પ્રેમ કર્યા વગર રહી શકાતું નહિ હોય !
અસીમ આનંદ
ધ્યાન દ્વારા જીવન એક આનંદ બની જાય છે, જેને માટે કોઈ જ કારણ હોતું નથી.
જયારે આનંદ થવા માટે કોઈ કારણ હોય છે, ત્યારે વહેલો કે મોડો તે આનંદ દ્રઃખને લાવશે જ.
તમને સરસ ભોજન મળ્યું હોવાને કારણે તમને સુખ લાગતું હોય, તો તમને ફરીથી જયારે ભૂખ લાગશે, ત્યારે તમારી હાલત દયાજનક થઈ જશે. વાત ખતમ ! તમે કોઈકના પ્રેમમાં પડ્યા છો, માટે તમને સુખ લાગતું હોય, તો જયારે તમારી વચ્ચે પ્રથમ કલહ થશે, ત્યારે તમે ઉદાસ બનવાના જ છો અને એવું ના માનતા કે તમારી બાબતમાં એવું નહિ બને ! દરેકના જીવનમાં આમ થાય છે. જીવનનો આ નિયમ છે.
બધી જ ખુશીઓ જયારે તે ખલાસ થઈ જાય છે, ત્યારે તે દુ:ખ પ્રત્વે દોરી જાય છે. માટે જ પ્રાચીન ભારતમાં, સુખ અને દુ:ખ બંશ્રેનો ઉલ્લેખ કરવા માટે એક જ શબ્દ હતો : અને તે હતો 'દુઃખ' !
પરંતુ ધ્યાન દ્વારા અનુભવાતા આનંદમાં ખલેલ પડતી નથી, તેમાં ખલેલ પાડી શકાતી નથી. તમે સાજા હો કે માંદા હો – આનંદ એવો ને એવો જ રહેશે. ઠંડી હોય, ગરમી હોય, વરસાદ હોય કે હિમવર્ષા હોય, આનંદ એવો જ રહે છે. ના તો તમારી પોતાની પરિસ્થિતિ કે ના તો બાહ્ય સંજોગો,
તેમાં ફેરફાર લાવી શકે છે ! બહારના સંજોગો જેમાં પરિવર્તન ના લાવી શકે, એવા આનંદનો તમને જયારે અનુભવ થાય, ત્યારે સમજી લેવાનું કે તમે ગહન રીતે અંતર્મુખ થઈ રહ્યા છો.