KAILASA Library/કૃતજાતામાં (Krutajatanmam)/પ્રકરણ - ૬: પ્રથમ આધ્યાત્મિક જાગૃતિSign in
કૃતજાતામાં (Krutajatanmam)

પ્રકરણ - ૬: પ્રથમ આધ્યાત્મિક જાગૃતિ

This text was machine-transcribed from the printed book and may contain errors. Select the words and choose “Report a mistake”.

પસંદગીવિહિનતા એન્લાઈટેન્ડ હસ્તીઓની લાક્ષણિકતા હોય છે

અવતારોને પણ તેમના સ્થૂળ શરીરને વૃદ્ધિ પામવા માટે યોગ્ય બાબતો પૂરી પાડવી જરૂરી હોય છે.

રામકૃષ્ણની જીવનકથામાં સરદાનંદા કહે છે :

શું અવતારોમાં બચપણની શરૂઆત જ તેમના એન્લાઈટેન્ડ પૂર્વ જન્મોની યાદો અતૂટ રીતે અસ્તિત્વ ધરાવે છે ?

પુરાણો કહે છે. અવતારોની ભીતરમાં હંમેશા સુષુપ્ત સ્વરૂપે રહેલી હોવા છતાં, આ યાદો હંમેશા પોતાની રીતે જ બચપણમાં પ્રગટ થતી નથી. તેમ છતાં જેમ જેમ અવતારનું મન-શરીર પરિપક્વ થતું જાય છે, તેમ તેમ તેની યાદો થોડા અથવા બિલકુલ પ્રયાસો વગર જ જાગૃત થતી જાય છે.

ઉછેર અને કેળવણીની વ્યાપકતાને તેમના મિશનની અસરકારકતા માટે ટેકો અને સાનુકૂળતાની જરૂર પડે છે. દિવ્ય અસ્તિત્વ, પરાશક્તિ એ તેમના માટે જે મિશન નક્કી કર્યું હોય, તેની સાથે તેમને પૃથ્વી ઉપર ગોઠવવા માટેની પ્રક્રિયાઓનું આયોજન કરે છે. પ્રસંગો ધ્યેય અને આયોજન વગર બનતા હોય તેવા દેખાય છે, પરંતુ એ ખરેખર ક્યારેય ધ્યેય અને આયોજન વગરના હોતા નથી. આમાં એક અને બીજા પ્રસંગોને અને તેને સાંકળતા પ્રસંગો માટેના માર્ગનું પહેલેથી નિર્માણ થઈ ગયેલું હોય છે.

વ્યંગાત્મક રીતે આપણા જેવા સામાન્ય નાશવંત જીવો માટે આપણને આપણા માર્ગો પસંદ કરવાની છૂટ હોય છે. જીવન પથ પર આગળ વધતી વખતે આપણે બધાએ ઘણાં બધા ફંટાતા રસ્તાઓનો સામનો કરવો પડતો હોય છે. અને આપણે જે રસ્તે જવું હોય તે રસ્તો આપણને પસંદ કરવાની

નિત્યાનંદ કહે છે કે આપણે બધા જ એન્લાઇટન્ડ છીએ; આપણે બધાં જ આપણી ભીતરમાં દિવ્યતા લઈને જ જન્મ્યા છીએ. આપણામાંના મોટા ભાગના જે ચૂકી જઈએ છીએ, એ છે આપણી ભીતરમાં રહેલી દિવ્યતા પ્રત્યેની જાગૃતતા. તેઓ કહે છે. “તમારી અને મારી વચ્ચે માત્ર એક જ ફરક છે. હું જાણું છું કે હું દિવ્ય છું અને તમે હજુ આવું જાણતાં નથી.” જો કે આ સત્ય આપણી અંદર અસ્તિત્વ ધરાવે જ છે, આપણે તેને પ્રાપ્ત કરી શકતાં નથી. આપણે માત્ર તેના પ્રત્યે જાગૃત થવાની જરૂર છે બસ, આટલું જ કરવાનું છે.

દિવ્યઆનંદ જે એન્લાઇટેન્મેન્ટનું ફળ છે. તે પસંદગી વિહિનતાની સ્થિતિમાંથી ઉદ્દભવે છે. જો આપણે દિવ્યઆનંદની પસંદગી કરવાનો પ્રયત્ન કરીએ તો, તે ગેરહાજર હશે. જો આપણાં અસ્તિત્વના ભવ્ય આયોજનના ભાગ રૂપે જિંદગીની હેતુ વિહિનતા સમજી શકીએ તો આપણે એન્લાઇટેન્મેન્ટમાં પહોંચી જઈએ અને દિવ્ય આનંદનો અનુભવ કરી શકીએ.

આપણો અહમ્ માને છે જીંદગીનો હેતુ છે- ભૌતિક સંબંધોને લગતો અને આપણે આધ્યાત્મિક હેતુઓ માટે જેટલું વધારે કામ કરીએ એટલો જ આપણો અહમ્ વધારે મજબૂતી અનુભવે છે. જો આપણે બધા જ હેતુ જતા કરીએ અને એન્લાઈટેન્મેન્ટનો હેતુ જ પકડી રાખીએ તે પણ નિરર્થક છે. માત્ર આપણને જ્યારે ભાન થાય કે જિંદગી સંપૂર્ણપણે હેતુવિહિન છે અને આપણે અહમ્ છોડી દઈએ ત્યારે જ આપણને આત્મસાક્ષાત્કાર થાય છે.

તાર્કિક રીતે વિચારીએ છીએ તોપણ, અસ્તિત્વનો ઉદ્દેશ શું છે ? આપણે ભૌતિકતા અને આધ્યાત્મિકતાની વ્યાખ્યા કેવી રીતે કરી શકીએ? પરમાત્મા જ દરેક બાબતોનું સર્જન કરે છે જેમાં જંગલો પણ સામેલ છે. શું તેમણે જ

સમય જતાં આપણે એક જવાબદારી પૂરી કરીએ છીએ, ત્યાં જ બીજી દસ નવી જવાબદારીઓ આપણી રાહ જોતી ઊભી હોય છે. દોડવું આપણી આદત બની ગઈ છે કેવી રીતે રિલેક્સ થવું એ આપણે જાણતા નથી. આપણે જ્યારે નાના હોઈએ છીએ ત્યારે આપણી જાતને કહીએ છીએ કે યુનિવર્સિટીમાંથી સ્નાતક થઈ ગયા પછી અમે રિલેક્સ થઈ જઈશું; પછી આપણે આપણું લક્ષ્ય લગ્ન ઉપર તાકીએ છીએ; પછી બાળકો ઉપર ; પછી બાળકોના ભણતર પર; પછી તેમના લગ્ન પર. ત્યાં સુધીમાં આપણે ૬૦ વરસના થઈ જઈએ છીએ, આપણે આમાં જ રસ્તો ભૂલી જઈએ છીએ ! આમાં આનંદ કરવાનો પ્રશ્ન જ ક્યાં છે?

આદિકાળથી આપણે જે પાપ કરીએ છીએ, એ પાપ છે, ધ્યેયોનો પીછો કરવો અને એમાં જ આપણે જિંદગીનો માર્ગ ચૂકી જઈએ છીએ. જ્યારે આપણે જીવતા હોઈએ ત્યારે આપણી જાતને દિવ્ય આનંદિત બનવા દેવી જોઈએ. જ્યારે આપણે ઉતાવળ કરીએ છીએ, ત્યારે આપણે વિચારવું જોઈએ કે આપણે શા માટે ઉતાવળ કરી રહ્યા છીએ : આપણે આપણી અંદર – એ આશામાં કે એક વખત આપણે ધ્યેય પ્રાપ્ત કરી લઈશું પછી શાંતિ થઈ જશે, એવું માનીને અશાંતિને આવવા દેવી જોઈએ નહીં; આવું ક્યારેય બનવાનું નથી. જો આપણે આપણી જવાબદારીઓ પરિપૂર્ણ કર્યા પછી પણ વર્તમાન ક્ષણમાં રિલેક્સ ના થઈ શકતા હોઈએ, તો આપણને હજુ પણ અપૂર્ણતાનો અનુભવ થવાનો જ છે. જ્યારે પણ આપણે દોડીએ, ઉતાવળ કરીએ, ત્યારે આપણે આપણી જાતને પૂછવું જોઈએ શા માટે? શું કામ?

કદાચ આપણી પાસે મોટું મકાન હોય, મોટી કારો ચલાવતા હોઈએ, અને આપણી ચારેબાજુ લોકો આપણી વાહ વાહ કરતા હોય. શું આપણે આમાંની કોઈ બાબત આપણી સાથે લઈ જઈ શકવાના છીએ ? શું આપણે મરીશું ત્યારે એક ચેકબુક પણ લઈ જઈ શકવાના છીએ ? આ બધું જ નિરર્થક છે. લેવાનું શરૂ કરીશું. મોભાનો કોઈ મતલબ નહીં રહે; વ્યક્તિની પોતાની આંતરિક સ્થિતિ જ બધું બની જશે.

જ્યારે અર્થ છૂટી જાય છે, ત્યારે સાચો અર્થ બહાર આવે છે. નિત્યાનંદના એન્લાઇટેન્મેન્ટના માર્ગને તેના પોતાના પડકારો હતા. પછીથી કહેવામાં આવ્યું છે તેમ તેમનો પહેલો આધ્યાત્મિક અનુભવ તેઓ જ્યારે માત્ર બાર વરસના હતા ત્યારે થયો હતો. જો કે તેમને આત્મ સાક્ષાત્કાર થતાં બીજા ૧૦ વરસ લાગ્યા હતા. અત્યારે નિત્યાનંદ કહે છે કે તેમણે પહેલાં જતું કર્યું હોત તો કદાચ આત્મસાક્ષાત્કાર વહેલો થયો હોત. તેમના પોતાના સંઘર્ષો, મથામણો અને ઉગ્ર તપસ્યાઓ એ જે વહેલું બની શકે તેમ હતું તેમાં મોડું કરાવ્યું હતું.

પાડોશી ગુરુ, કુપ્પામ્માલ હવાલો લઈ લે છે

જ્યારે નિત્યાનંદ સાતેક વરસના હતા અને એક દિવસ અરુણાચલેશ્વર મંદિરમાં દેવી સંનિધી પાસે હતા, ત્યારે તેમને એકાએક એક સોનેરી રંગની આકૃતિ દેખાઈ. આ આકૃતિએ તેમના પર એટલી ગહન છાપ પાડી કે તેને તરત જ દોરી લેવાની તાલાવેલી થઈ. તે પોતે જ તાંબાનું પતરું અને છીણી લઈ આવ્યા અને પોતાની યાદમાંથી તેના પર કોતરણી કરવાનું શરૂ દીધું.

જ્યારે નિત્યાનંદનાં દાદીમાંએ તેમને આ કામમાં લાગેલા જોયા, ત્યારે એ છોકરો શું કરી રહ્યો છે અને શાની આકૃતિ છે એ જાણવા માટે ઉત્સુક બની ગયા. નિત્યાનંદાએ તેમને કહ્યું કે પોતે પોતાના મનમાં જે જોયું છે તે દોરી રહ્યો છે. તેમના આ ખુલાસાથી દાદીમાને સંતોષ ના થયો. પોતાનો પૌત્ર આ બધું શું કરી રહ્યો છે એ નક્કી ન થતાં તેણે તેમની સહેલી કુપ્પામ્માલ પાસે સલાહ માંગી.

કુપ્પામ્માલ, બ્રહ્મયોગિની વિભુધાનન્દા દેવી માતાજી કુપ્પામ્માલ તરીકે જાણીતા હતા, જે સાચા આધ્યાત્મિક માર્ગી હતા. કુપ્પામ્માલના માતા ઘણાં સમય સુધી સંતાન વિહોણાં હતા. માતાના ગુરુ, શેષાદ્રી સ્વામીગલ તિરૂવન્નામલાઈમાં રમણ મહર્ષિના સમકાલીન હતા અને મહાન ખ્યાતિવાળા એન્લાઈટેન્ડ માસ્ટર હતા. શેષાદ્રી સ્વામીગલે મહિલાને આશીર્વાદ આપ્યા અને ખાવા માટે મુઠ્ઠી ભરીને કાદવ આપ્યો. મહિલા સંપૂર્ણ શ્રદ્ધા સાથે અને કોઈપણ જાતના ખચકાટ વગર એ કાદવ ખાઈ ગયા. એ વર્ષના અંત ભાગમાં કુપ્પામ્માલનો જન્મ થયો હતો, જાણે કે દિવ્યતાની દિર્ધદ્રષ્ટિ કામ કરતી હોય.

કુપ્પામ્માલે ૧૨ વરસની ઉંમરે જ કુંડલિની તંત્રની કળામાં નિપૂણતા મેળવી લીધી હતી. તેણી ૨૧ વર્ષના થયાં ત્યાં સુધીમાં ક્યારેય માસિક, ઋતુદર્શન થયું નહોતું, તે જ્યારે ૧૯ વરસના હતા, ત્યારે તેમની મરજી વિરુદ્ધ પરણાવી દેવામાં આવ્યા હતા અને તેમને તેમની આધ્યાત્મિક પ્રવૃત્તિઓ કરતાં અટકાવી દેવામાં આવ્યા હતા. તેમના લગ્ન પછી બે વરસ પછી આધ્યાત્મિક પ્રવૃત્તિઓ છોડ્યા પછી જ તેમનું રજઃસ્વલા બનવાનું શરૂ થયું હતું.

તેઓ-તિરૂપ્પુગાઝ માદર સંગમ – જે તિરૂપ્પુગાઝ વગેરે જેવાં મહાન તામિલ સાહિત્યના પ્રચાર કરતી નાની ચળવળ છે તેની સાથે ગાઢ રીતે સંકળાયેલા હતા. કુપ્પામ્માલ તાંત્રિક પ્રક્રિયાઓમાં નિષ્ણાત હતા અને તેઓ જે ઈચ્છે છે તે વસ્તુઓ હાજર કરી શકતા હતા. તેમને દેવી પાર્વતીના દર્શન રાજરાજેશ્વરી રૂપે થયાં હતાં. તેણી નિત્યાનંદ માટે મહાન પ્રેરણા અને કરુણામય માર્ગદર્શિકા બની રહ્યા હતા. તેના વ્યક્તિત્વને ઘડવામાં તેણીનો ઘણો મોટો ફાળો હતો.

કુપ્પામ્માલે નિત્યાનંદને પૂછ્યું કે તે આ આકૃતિ કેવી રીતે દોરી અને તેણે શું આપ્યા હતા અને કુપ્પામ્માલ દ્વારા નિત્યાનંદ પાસે આવ્યા હતા, એ આજે બિદાદીના આશ્રમના સંગ્રહ સ્થાનમાં હાજર છે.

ઈસાક્કી સ્વામીગલ અવધૂત હતા. તેઓ ક્યારેય કોઈ કપડાં પહેરતા જ નહોતા. કુપ્પામ્માલે છોકરાને ઘણાં બધા પુસ્તકો આપ્યા હતા અને અનુમાન કર્યું હતું કે છોકરો આ પુસ્તકો ઉપર તેના પોતાના ડહાપણ આધારિત વિવરણો આપશે ત્યાં સુધી પુસ્તકો તેની પાસે જ રાખી મુકશે. નિત્યાનંદ યાદ કરે છે કે તે ઈસાક્કી સ્વામીગલ અને કુપ્પમ્માલ સામે કલાકો સુધી બેસીને વિવિધ ઉપનિષદોમાંથી શાસ્ત્રીય માહિતીનો સંગ્રહ જે તામિલમાં લખાયેલો હતો, એ પુસ્તક આત્મપુરાણ વાંચ્યા કરતા હતા. કુપ્પામ્માલ નિત્યાનંદાએ જે વાંચ્યું હોય તે સમજાવતા જતાં અને જરૂર પડે ત્યારે ઈસાક્કી સ્વામીગલ તેના પર ટીપ્પણી કરતા અને સુધારા કરતા. આત્મપુરાણ વેદાંતનું પહેલું પુસ્તક હતું જેનું નિત્યાનંદાએ અભિદર્શન કર્યું હતું.

જરખનો હુમલો થશે તેનો જૂનો ભય

નિત્યાનંદ હજુ દસ વરસના નહોતા થયા એ પહેલાંના બચપણના સમયમાં દરરોજ અરૂણાચલ પર્વત પર ફરી વળતા. તેઓ વહેલી સવારે ચાર વાગ્યે શરૂ કરીને, કિર્તન કરતાં કરતાં પૂરા ચાર કલાક ટેકરીની પ્રદક્ષિણા કરતા હતા. આ સમય દરમ્યાન, હવે પછી શું બનશે તેની બિલકુલ ચિંતા કર્યા વગર નિત્યાનંદ વર્તમાનક્ષણમાં જ રહેતા - જાણે કે નિર્દોષ બાળક પોતાની માતાના ખોળામાં રમી રહ્યું હોય તેવા વહાલનો અરૂણાચલની વ્યાપકતામાં આનંદ ઉઠાવતા.

એક સવારે તેમણે મધરાતના સમય બાદ તરત જ શરૂઆત કરી દીધી. એ દિવસોમાં ત્યાં રસ્તાઓ નહોતા, ટેકરીની આસપાસની કેડીઓ પર લાઈટો નહોતી. માત્ર જંગલ જ હતું, આખા રસ્તે ગાઢ ઝાડી જ હતી. સોનાનાડી કહ્યું હતું. અસ્તિત્વ જ કોઈપણ પ્રસંગમાં આપણી સંભાળ રાખે છે.

તેમના એન્લાઈટેન્મેન્ટ પહેલાંના પોતાના અનુભવોમાંથી આ બીજો અનુભવ છે, જેમાં અસ્તિત્વમાં અતૂટ શ્રધ્ધા રાખવા માટે શું કરવું જરૂરી છે અને અસ્તિત્વ કેવી રીતે સંભાળ રાખે છે, તેની અનુભૂતિ થઈ હોય.

રુદ્રાક્ષમુનિ સાથે મિલન

નિત્યાનંદાએ, લોકો જેમને રુદ્રાક્ષમુનિ કહેતા હતા, જેઓ રાત્રે જ અરૂણાચલેશ્વરના મંદિરમાં આવતા રુદ્રાક્ષ મંડપમની બાજુમાં બેઠક જમાવતા. નિત્યાનંદાએ આ જગ્યાએ ઘણાં દિવસો સુધી તેમની રાહ જોઈ પણ સફળ ના થયા. એક રાત્રે, રુદ્રાક્ષની ઘણી બધી માળાઓ પહેરેલી વ્યક્તિ મંદિરમાં પ્રવેશી. નિત્યાનંદ તેને રુદ્રાક્ષ મુનિધારીને તેમની પાછળ દોડ્યા. નિત્યાનંદાએ માણસની દિનચર્યાનું ધ્યાન રાખ્યું અને તેની સેવા કરવા માટે અને તેની સાથે વાતો કરવા માટે રાહ જોઈ.

એક દિવસ નિત્યાનંદાએ પેલી વ્યક્તિ મંદિરની બહાર નીકળી એટલે તેની પાછળ ચાલવાનું ચાલુ કર્યું અને જોયું તો એ મંદિરથી વધારે દૂર નહીં એવા એક ઘરમાં ગઈ તેને કુટુંબ અને બાળકો હતા ! નિત્યાનંદને થયું કે તે છેતરાઈ ગયા છે અને તેમને ગુસ્સો આવ્યો. તેમણે તેની પાસે જઈને પૂછ્યું કે તમે રૂદ્રાક્ષ મુનિ નથી એ મને કહ્યું કેમ નહીં?

આ માણસ માયાળુ હતો. તેણે નિત્યાનંદને સમજાવ્યું કે તારી રુદ્રાક્ષ મુનિને મળવાની તાલાવેલી જોઈને અને જો તે નહીં મળે તો તું કેટલો નિરાશ થઈ જઈશ, એ વિચારીને તું નિરાશના થા એટલા માટે એ રમત ચાલુ રાખી હતી ! તેણે કહ્યું, "તું રુદ્રાક્ષમુનિ મળી ગયા છે એવું માનીને ખૂબ જ ખુશ હતો. હું તારો એ આનંદ ઝુંટવી લેવા માગતો નહોતો. અને તને મારી નિત્યાનંદ આજે પણ આ બનાવને આ અદ્ભૂત વ્યક્તિ સાથેના ગાઢ લગાવ સાથે યાદ કરે છે, જેમણે પોતાની મોટી ઉંમર અને પોતે મહાજ્ઞાની હોવાં છતાં, પોતાની નામોશીના ડર વગર સ્વીકારી લીધું હતું કે નાનો છોકરો સાચો હતો. તેમણે પાછળથી અમને કહ્યું હતું કે જિંદગીએ પોતાને સતત કોઈક દ્વારા, કોઈ બાબત દ્વારા દરેક તબક્કે સતત શીખવ્યું છે. લોકો સહજતાથી પોતાની સાધનાની શોધખોળમાં યોગ્ય સમયે આવતા-જતા ગયા અને સ્પર્શતા ગયા.

અન્નામલાઈ સ્વામીગલ અને પોતાની જાતે જ કરેલો ઘાવ

નિત્યાનંદ જ્યારે પણ થઈ શકે ત્યારે પોતાનો સમય અરૂણાચલ મંદિરમાં વિવિધ દેવી-દેવતાઓની મૂર્તિઓને સાફ કરવામાં ગાળતા હતા. અત્યારે તો તેમની પાસે જુવાન અનુયાયીઓનું જૂથ છે. જે તેમને કહેવામાં આવ્યું હોય તે કરે છે. તેઓ આસપાસમાં બધું સ્વચ્છ રાખે છે અને મૂર્તિઓને શણગારીને નાના ઉત્સવોનું આયોજન કરે છે. કુટુંબના મિત્ર જેવી એક લેડી ડોક્ટર યાદ કરતાં કહે છે કે જ્યારે નિત્યાનંદને દેખાય કે દેવીદેવતાઓની સંભાળ નથી લેવાઈ અને મંદિરમાં સાફ-સૂફી નથી થઈ ત્યારે તેમની આંખોમાં આંસુ આવી જતા અને તરત જ સાફ-સફાઈના કામમાં લાગી જતાં.

૧૦ વરસની ઉંમરની આસપાસ નિત્યાનંદે તિરૂવન્નામલાઈમાં શ્રી રમણ આશ્રમમાં જવાનું શરૂ કરી દીધું હતું. સૌથી પહેલાં એક સંબંધી તેમને ત્યાં લઈ ગયા હતા. પછી તેણે પોતે જ આશ્રમની મુલાકાતો લેવાનું શરૂ કરી દીધું હતું તેઓ ત્યાં મેડિટેશન કરવામાં અને આશ્રમની લાઈબ્રેરીમાંના પુસ્તકો વાંચવામાં કલાકો વિતાવતા હતા. આમાં એક પ્રસંગે, તેમના

કુટુંબીજન તેમને, રમણ મહર્ષિના એન્લાઇટેન્ડ શિષ્ય હતા એવા વૃધ્ધ માણસ અન્નામલાઇના સ્વામીજીને મળવા માટે લઇ ગયા. નિત્યાનંદ અન્નામલાઇના શિષ્યો સાથે નિયમિત બેસવા લાગ્યા.

નિત્યાનંદ કહે છે કે અન્નામલાઇ સ્વામીગલ પાસે જવાનું એક આકર્ષણ એ હતું કે તેઓ વ્યાખ્યાન પુરું થાય પછી કેન્ડીઓ વહેંચતા અને નાના નિત્યાનંદને કેન્ડી અતિશય પ્રિય હતી ! અન્નામલાઇ સ્વામીગલ "અદ્વૈત" ફિલોસોફીના નિષ્ણાત હતા. 'અદ્વૈત' ફિલોસોફીમાં વ્યક્તિ અને દિવ્યતા વચ્ચે અલગતા નથી; બંને એક જ છે. માયા અથવા ભ્રમના સ્વરૂપમાં આપણું અજ્ઞાન છે જે આપણને ભાન થતાં અટકાવે છે કે આપણે બંને દિવ્ય છીએ, આપણે પરમાત્મા સ્વરૂપ જ છીએ.

વ્યાખ્યાન દરમ્યાન એક દિવસ, અન્નામલાઇ સ્વામીગલે ભ્રમ અથવા માયા નો ખ્યાલ સમજાવતી વખતે, તેમણે જ્યારે કહ્યું, "આપણે શરીર નથી; આ શરીર સત્ય નથી. જે સત્ય છે તે આત્મા છે; આત્મા ઉપર પીડાની કોઈ અસર થતી નથી; આપણે પીડા અને દુઃખથી પર છીએ."

માયાનો ખ્યાલ શંકરાની અદ્વૈત ફિલોસોફીનો પાયો છે અને તેમણે વેદાન્ત ફીલોસોફીના સિદ્ધાંતોમાં ચર્ચા વિચારણા અને નિર્ણય કરવા માટે એ મુદ્દો ઊભો કર્યો હતો. વેદાન્તનો ખરો મતલબ છે 'જ્ઞાનનો અન્ત' અને આ અર્થમાં સમજાવવા માગે છે કે જીંદગીના સત્ય વિષે જે જાણવાનું હતું, એ જાણાઈ ગયું છે. રમણ મહર્ષિ જેવા ઋષિઓ અને અન્નામલાઇ સ્વામીગલ જેવા તેમના શિષ્યોએ ભ્રમ અથવા માયાના ખ્યાલની લંબાણપૂર્વકની વિગતવાર ચર્ચા દ્વારા વ્યક્તિની દિવ્યતા વિષેના અંતિમ સત્યને સમજાવ્યું છે.

'યા, મા, ઈતિમાયા', શાસ્ત્રો કહે છે, એનો મતલબ છે. 'જે નથી એ માયા છે.' માયાનું અંગ્રેજીમાં શિથિલ ભાષાંતર 'illusion' 'ભ્રમ' કરવામાં લઈ શકીશું કે નહીં એ પણ નક્કી નથી, ત્યારે એ વિશ્વાસ ડગી જાય છે. આ એક સાદી ક્રિયા પણ આપણા સંપૂર્ણ નિયંત્રણમાં નથી. છતાં પણ આપણે માનીએ છીએ કે આપણે આપણાં ભવિષ્યનું નિયમન કરીએ છીએ અને કરી શકીએ છીએ. હકીકત એ છે કે આપણી મુક્ત ઈચ્છા શક્તિથી આપણે હવે પછીની ક્રિયા કઈ કરવી તે નક્કી કરી શકીએ છીએ, તેમાં આપણી ગમે તેટલી ક્ષમતા હોવા છતાં ભવિષ્યને આકાર આપી શકવાની શક્તિ નથી. આપણે આપણા વર્તમાનને વ્યાખ્યાયિત કરી શકીએ છીએ અને કરવાં જોઈએ; આટલું આપણે કરી શકીએ અને કરવું જોઈએ. ભવિષ્ય પોતાની રીતે જ પોતાની કાળજી રાખે છે.

તેમ છતાં, આપણું મન સતત ભૂતકાળ અને ભવિષ્યકાળ વચ્ચેની દ્વિધાના જાળામાં ઝકડાઈને તેના પર જ કેન્દ્રિત થયેલું રહે છે. આપણા મનને દરેક બાબતને ભૂતકાળમાં જે બન્યું હતું અને ભવિષ્યમાં જે બની શકે તેમ છે તેના જ આધારે અર્થઘટન કરવાનું ગમે છે. આપણને દ્વિધામાં જીવવું ગમે છે.

જો એકક્ષણ માટે આપણે આપણી ઈચ્છાઓ અને વિચારોને તિલાંજલિ આપી શકીએ, જો આપણે માત્ર આપણા મનને નિષ્ક્રિય કરી શકીએ, તો જ આપણે વર્તમાનમાં રહી શકીએ, તો જ આપણે વાસ્તવિક્તામાં હોઈએ, જીંદગીમાં હોઈએ, દિવ્ય આનંદમાં હોઈએ. વર્તમાનમાં હોવું, અહીં અને અત્યારમાં જ હોવું એ જ આપણે વાસ્તવિક્તામાં છીએ તેની ખાત્રી છે, માયામાંથી મુક્ત છીએ તેની ખાત્રી છે. આ સ્થિતિમાં જ આપણે જિંદગી જેવી છે તેવી જોઈ શકીએ છીએ, આપણે જેવી ઈચ્છીએ છીએ તેવી નહીં.

વર્તમાનની આ સ્થિતિમાં, કોઈ અપેક્ષાઓ હોતી નથી. દરેક બાબત જેવી આવે છે, તેવી જ આપણે સ્વીકારીએ છીએ; અપેક્ષાઓ નથી હોતી એટલે વળગણ નથી હોતું. અહીં લાગણીઓનું બંધન નથી હોતું અને આપણને આતુર હોય છે. તેને સંતોષ થાય ત્યાં સુધી તે સવાલ ઉઠાવે છે અને તારણના તર્ક સામે સવાલ ઉઠાવવાનું ચાલુ રાખે છે. તે વાસ્તવિકતામાં શંકા કરશે અને જ્યાં સુધી તેની સમજણના છીછરાપણાંથી પર જશે ત્યાં સુધી આ વાસ્તવિકતા પર શંકા કરવાનું ચાલુ રાખશે અને તેના પોતાના અનુભવથી સત્ય સમજશે ત્યાં સુધી શંકા ચાલુ રાખશે.

આપણે પણ મોટેભાગે, જે બૌદ્ધિક જ્ઞાન પુસ્તકો અથવા બીજે કશેથી મેળવ્યું હોય તેના આધાર પર પ્રશ્નો પૂછવાનું વલણ ધરાવીએ છીએ. આપણે એ દર્શાવવા પ્રશ્નો પૂછીએ કે આપણે કંઈક જાણીએ છીએ. આ પ્રકારનાં પ્રશ્નો ત્રાસદાયક હોય છે; આમાં સરખામણીમાં પોતાના જ્ઞાન કરતાં બીજાનું જ્ઞાન ઉતરતું છે એ સાબિત કરવાનો જ ઈરાદો હોય છે. આવા પ્રશ્નોનો જવાબ આપી દેવામાં આવે તો પણ બીજા પ્રશ્નો પેદા કરે છે, કારણ કે આવા પ્રશ્નો સાચી શોધખોળની ઈચ્છામાંથી ઉદ્ભવતા નથી, પરંતુ બીજાનું જ્ઞાન સ્વીકારવાની અનિચ્છામાંથી પેદા થતા હોય છે.

નિત્યાનંદના પ્રશ્નો બાળકની ઉત્સુકતામાંથી, સત્યની સ્થાપના કરવાના અભિગમમાંથી અને શંકાના સ્વભાવમાંથી જ આવતા હતા, નહીં કે એક પરિપક્વ વ્યક્તિના ઘમંડમાંથી.

નિત્યાનંદ કહે છે :

“જ્યારે તમારો અહમ્ છૂટી જાય છે ત્યારે પ્રશ્નો રહેતા નથી. માત્ર શંકાઓ રહે છે. શંકાઓ, તમે જે વ્યક્તિને પ્રશ્નો પૂછો છો તેમાં તમારો વિશ્વાસ છે એવું વ્યક્ત કરે છે. બૌદ્ધિક પ્રશ્નો તમારો પોતાનો આંતરિક ઘમંડ વ્યક્ત કરે છે.”

નિત્યાનંદએ તેમને પૂછ્યું. "સ્વામી, તમે આ મને પહેલાં કેમ ના શીખવ્યું? મારે શીખવા માટે મારી જાતને કાપવી તો ના પડત. મારે પીડા અને દુઃખ અનુભવવા ના પડત."

અન્નામલાઈ સ્વામીગલે કહ્યું, "બેટા આ પીડા માટે ચિંતા ના કર. એ જતી રહેશે. તારામાં સત્યનું પરીક્ષણ કરવાની હિંમત છે અને તે તું તારા માટે શોધી લે છે. આ સાચા શોધકની નિશાની છે. તારી હિંમત તને મુક્તિ અપાવશે જે આ પીડા કરતાં ઘણી બધી વધારે મૂલ્યવાન છે.”

પોતાના શરીર પર જાતે પાડેલો ઘા અને મેડિટેશન, જેમાં તેણે પહેલી વાર અનુભવ લીધો, તેનાથી નિત્યાનંદના જીવનમાં નવા પ્રકરણની શરૂઆત થઈ. આ અનુભવે તેમને વિચારોના ભ્રમથી પર થઈને સીધા જ વિચારોના સ્ત્રોત સુધી પહોંચવામાં મદદ કરી.

વસ્તુ તરીકે જે દેખાય છે તેની લાક્ષણિકતાઓ, જોવાની પ્રક્રિયા અને જોનાર પોતે, બધા જ અલગ અલગ તરંગ લંબાઈના સ્તરે વિચારો જ છે. પહેલી વ્યક્તિ વિષય અથવા જોનાર છે. ત્રીજી વ્યક્તિ વસ્તુ છે જે દેખાયું છે અને આ બંને વચ્ચે જે છે તે જોવાની પ્રક્રિયા છે. નિત્યાનંદાએ જ્યારે વિચારોના સ્ત્રોત તરફ જવાનું શરૂ કર્યું ત્યારે તેમને ભાન થયું કે આ ત્રણે એક જ હતા. પોતાના જ વિચારોએ પેદા કરેલા ભ્રમના વિવિધ સ્તરો હતા. વિચારોના મૂળ સ્ત્રોતમાં પાછા જવું એટલે સીધા જ વર્તમાન ક્ષણમાં જવું. વર્તમાન ક્ષણ માત્ર 'સ્વ' ની વાસ્તવિકતા જ હોય છે, બીજું કશું જ હોતું નથી. ‘સ્વ’ ના અનુભવમાં અનુભવ કરનાર અને અનુભવાયેલું સામેલ હોય છે.

શંકરા પોતાના આત્મષટકમ્ માં સુદર રીતે કહે છે :

અહમ્ ભોજનમ્ નૈવ ભોજયમ્ ના ભોક્તા, ચિદાનંદરુપ શિવોડહમ્ શિવોડહમ્

હું આહાર નથી. હું આહારિત નથી હું આહાર કરનાર નથી : હું ત્રણેયથી પર છું : હું સત્ય છું.

નિત્યાનંદાએ જાણી લીધું હતું કે અંતિમ વાસ્તવિકતા સુધી પહોંચવાનો માર્ગ વિચારોનો પીછો કરીને તેના મૂળ સ્ત્રોત સુધી પહોંચવાનો છે. અ-મનની સ્થિતિમાં પહોંચવાનો છે. તેમણે પોતાની સાથે બેસવાની આદત વિકસાવી લીધી અને અન્નામલાઇ સ્વામીગલે શીખવેલી પધ્ધતિને કોઈ ગંભીર મેડિટેશન તરીકે લેવાને બદલે એક રમત તરીકે તેનો વધારે મહાવરો કરવાની આદત કેળવી લીધી.

"માત્ર બેસવાનું, માત્ર 'હોવા' નું, મારી આદત બની ગઈ હતી." પાછળથી તેમણે અમને કહ્યું હતું.

આધ્યાત્મિક જાગરણ

નિત્યાનંદાએ અન્નામલાઈ સ્વામીગલે શીખવેલી ટેકનીકની પૂરી વચનબધ્ધતા અને શિસ્ત સાથે પ્રેકટિસ કરી. સ્વામીગલે તેમને કહ્યું હતું, 'આ મેડિટેશનનો મહાવરો કર અને તને તારા જવાબો મળી જશે.' અને તેઓ જવાબો મેળવવા માટે મરણીયા બન્યા હતા.

એકાદ વરસ પછી નિત્યાનંદ જ્યારે લગભગ બાર વરસના હતા ત્યારે અરૂણાચલની સામે અલગ આવેલા પાવાઝા કુન્દ્રુ (મોતી ખડક) નામે

નિત્યાનંદ દોઢેક કલાક સુધી આ સ્થિતિમાં રહ્યા હતા. તેઓ આનંદમાં ઝુમતા ઝુમતા ઘરે પાછા આવ્યા અને જે કંઈ બન્યું હતું તેના વિષે કુપ્પામ્માલને કહ્યું, કુપ્પામ્માલ તરત જ જાણી ગયા કે આ ઉંમરના છોકરા માટે અતિશય અસાધારણ એવો ખૂબ જ શક્તિશાળી આધ્યાત્મિક અનુભવ આ છોકરાને થઈ રહ્યો છે! અને તેની ખૂબ જ કાળજી રાખવી જરૂરી છે. તેણીએ તેની ખૂબ જ સારી સંભાળ રાખી હતી. આ આધ્યાત્મિક અનુભવની પછીની અસરો ત્રણ દિવસ સુધી થતી રહી હતી.

આ ‘સાતોરી’ અનુભવ નિત્યાનંદની જીંદગીમાં આધ્યાત્મિક વિકાસના નવા તબક્કાની શરૂઆત હતી. આ સ્થિતિમાં નિત્યાનંદ જ્યારે ઈચ્છે, ત્યારે પોતાની ચારેબાજુ બધું જ જોઈ શકતા હતા. સાતોરીના બનાવ પછી તેમણે સમ્પથ નામના પોતાના મિત્રને બોલાવ્યો અને તેને પોતાની સાથે મંદિરમાં લઈ ગયા અને પોતાની પીઠ ઝાડ તરફ રાખીને તેની સાથે બેઠા. તેમણે તેના મિત્રને કહ્યું. “અહીં જો, મારી સાથે કંઈક નવું વિચિત્ર બન્યું છે. હું હવે મારી ચારે બાજુ બધું જ જોઈ શકું છું.” તેના મિત્રે તેમની સામે આ વાત તેના મગજમાં ના ઉતરી હોય એ રીતે જોયું.

તેમણે પોતાના પોતાની સામે બેઠેલા મિત્રને કહ્યું, “મારી પાછળના વૃક્ષ તરફ જો. આ બિંદુ પર એક કીડી જઈ રહી છે એ તને દેખાય છે? અને પછી પોતાની પાછળ જે ચોક્કસ જગ્યાએ કીડી હતી તે સ્થાન દર્શાવ્યું જ્યાં હકીકતમાં એક કીડી જઈ રહી હતી. નિત્યાનંદાએ તેના મિત્ર પાસે પોતાના માથા પાછળ સિક્કાઓ અને વસ્તુઓ મુકાવી અને તેણે તેને સાચી રીતે બનાવી. નિત્યાનંદનો મિત્ર જે કંઈ બની રહ્યું હતું એ જોઈને આઘાતથી દિગ્મૂઢતાની ગયો અને પાણી પીવા માટે દોડી ગયો. પછીથી આ મિત્રે નિત્યાનંદના માતાપિતાને નિત્યાનંદાએ જે કરી બતાવ્યું હતું એ જણાવ્યું હતું. જતો હતો. દરેક મંદિરે તેમાં આવેલા બધા જ દેવી-દેવતાઓની મૂર્તિઓ સમક્ષ સાષ્ટાંગ દંડવત્ પ્રણામ કર્યા પછી જ હું મંદિર છોડતો. મારી પાસે દરેક દેવ માટે ખાસ લાંબા મંત્રો હતા. જો કોઈ તાકીદના કામને લીધે સવારની નિયમિત ક્રિયા ચૂકી જાઉં, તો દેવતાઓ મારા પર ગુસ્સે થશે એ બીકથી પહેલાની ચૂકની ખોટ પૂરી કરવા માટે પછીના સમયે બે વખત મંત્રોનો જાપ કરતો હતો. હું તેમને વિનંતી કરતો ગઈકાલનો હિસાબ યોગ્ય રીતે સરભર કરી દેજો!

હું મારા લેઘાના ખીસ્સામાં, મંદિરો અને દેવતાઓના નામ લખેલા કાગળના ટૂકડાઓમાં કાળજીપૂર્વક વીંટાળેલા કપૂરના ટૂકડા રાખતો. કપૂરની ટીકડીઓ મોંઘી હતી માટે હું કપૂરનો મોટો ગઠ્ઠો ખરીદતો અને તેને નાના ટૂકડાઓમાં કાપી નાંખતો. જ્યારે હું ગઠ્ઠો કાપતો ત્યારે બધા ટૂકડા એક સરખા થાય તેની ખૂબ જ કાળજી રાખતો જેથી દરેક દેવને એક સરખો હિસ્સો મળે ! જો કોઈ ટૂકડો બીજા ટૂકડા કરતાં મોટો કપાઈ જાય તો તે ટૂકડો અરુણાયલેશ્વરના મુખ્ય મંદિરે જતો. અરુણાયલેશ્વરને મોટો ટૂકડો આપવામાં મને કોઈ જ વાંધો નહોતો. તેમની વાત હોય ત્યાં સરખામણી ને કોઈ અવકાશ જ નહોતો !

સવારે જો કોઈ દેવતા સમક્ષ કપૂરનો ટૂકડો સળગાવવાનું ભૂલાઈ જાય તો હું પાછા ફરતી વખતે, ખોટ પૂરી કરવા માટે એ દેવ આગળ બે ટૂકડા સળગાવી દેતો હતો. એ દિવસોમાં આવું કરતા રહેવામાં ઘરે પહોંચવામાં ખૂબ જ મોડું થઈ જતું હતું ! મંદિરોમાં એક ક્રમ હતો. પહેલાં ક્યાંગા વીનયાગાર મંદિર, પછી પોલિસ સ્ટેશનનું મરીયામ્માન મંદિર પછી અરુણાયલેશ્વર મંદિર, પછી વલ્લભાવીનયાગાર મંદિર, પછી શ્રી વી. થાનમાલ સૌકાર જૈન હાયર સેકન્ડરી સ્કૂલની સામેનું મંદિર અને પછી હું સ્કૂલમાં જતો બસ આટલું જ.

મારા ભાઈને જ્યારે મંદિરની બહાર ઊભા રહીને રાહ જોવી પડતી ત્યારે તેઓ ખૂબ જ કંટાળી જતા અને મારા પર ખીજવાઈ જતા. હું એકલા મુખ્ય દેવતાને નમન કરીને જ બહાર નહોતો આવી જતો. હું દ્વારપાલકોને નમન કરતો, તેમની તબિયતના સમાચાર પૂછતો, નંદીની પૂજા કરતો અને આગળ આવું બધું ચાલતું રહેતું !

મંદિર આવવાનું થાય, ત્યારે મારા ભાઈ સાયકલને જોરથી પેંડલ મારવા લાગતા જેથી આગળ નીકળી જવાય અને મંદિર ચૂકી જવાય. પરંતુ હું ક્યારેય ચૂકતો નહીં ! હું બૂમ પાડી ઉઠતો, “હેં બીનયાગાર મંદિર આવી ગયું ઊભા રહો ! ઉભા રહો !” અને તે ઊભા રહી જતા. થોડા દિવસોમાં તેમની ધીરજ ખૂટી જતી. હું સાયકલ પર બેસવાને બદલે ચાલીને સ્કૂલે જતો, પરંતુ બે ત્રણ દિવસ પછી તેમને અફસોસ થતો એટલે ફરીથી પાછા સાયકલ પર લઈ જવાનું કહેતા !

કમ સે કમ મારો નાનોભાઈ મંદિરો અને ભક્તિમાં અભિરુચિ ધરાવતો હતો. જ્યારે મોટાભાઈને અભિરુચિ નહોતી અને તેમને મંદિર બહાર તેની સાયકલને સ્ટેન્ડ પર ચડાવીને મારા માટે રાહ જોવી પડતી એટલે મને ખીજયા કરતો, અમુક વખત તો મંદિર આવે એ પહેલાં જ યોગ્ય મંત્રોનો જાપ કરવા માંડતો જેથી મંદિરમાં મોડુંના થાય. કારણ કે મને ભાઈનો ઠપકો સાંભળવાની બીક લાગતી. એ જ્યારે મંદિર બાજુ વળાંક લે એ વખતે જ હું જાપ શરૂ કરી દેતો. તેથી મંદિરે પહોંચતા સુધીમાં હું મંત્રો પૂરા કરી શકતો. પછી હું તેમને કહેતો કે હું પ્રદક્ષિણા કરીને, કપૂર સળગાવીને હમણાં જ પાછો આવું છું.

૧૨ વરસની ઉંમર પહેલાં હું ક્યારેય સાયકલ ચલાવતા શીખ્યો જ નહોતો અને એટલે હું સાયકલ પર બેસી જ નહોતો શકતો. (આ મુદ્દા પર વાત