પ્રકરણ - ૫: શિવ માનવ સ્વરૂપમાં દેખા દે છે.
This text was machine-transcribed from the printed book and may contain errors. Select the words and choose “Report a mistake”.
મિત્ર તરીકે ભગવાન
નિત્યાનંદ કહે છે :
“આત્મસાક્ષાત્કાર તેની પોતાની રીતે અંત નથી. તે આધ્યાત્મિક યાત્રાની માત્ર શરૂઆત છે. એ અનુભવની શરૂઆત માટેનો ઉંબરો છે, અંતિમ મંઝિલ નથી.”
આપણે પહેલાંના પાનાંઓ પર અવતારો વિષે વાત કરી છે. એન્લાઈટેન્ડ આત્માઓને તેમના સંગ્રહીત થયેલા સંસ્કારોને પરિણામે ફરી વખત જન્મ લેવાની જરૂર પડતી નથી, છતાં હજુ પણ પૃથ્વી પર પુનઃજન્મ ધારણ કરે છે. તેમણે પોતાની વાસનાઓ, સંસ્કારો અને કર્મોને સંપૂર્ણપણે ઓગાળી દીધા હોવાથી બીજા સામાન્ય જીવોની જેમ ફરીથી જન્મ લેવાની જરૂર પડતી નથી. આપણે પહેલાં વાંચ્યું તેમ આપણે આપણી સાથે આવેલી ઈચ્છાઓ અને માનસિક વલણો, જે આપણી ભૂતકાળની ક્રિયાઓને આધારે બંધાય છે, તે આપણું ફરી જન્મ લેવા માટેનું કારણ બને છે અને આપણું જન્મ-મૃત્યુનું ચક્ર ચાલુ રહે છે. એક વખત આ કર્મિક બોજનો અંત આવી જાય તો આત્મસાક્ષાત્કાર થાય છે અને જીવન-મરણનું ચક્ર અટકી જાય છે. એન્લાઈટેન્ટ હસ્તીઓનો આપોઆપ પુનઃજન્મ થતો નથી.
એ સાચું છે કે આપણા બ્રહ્માંડમાં બીજા સ્થાનો પર બુદ્ધિશાળી જીવો અસ્તિત્વ ધરાવે છે. તેમ છતાં માત્ર પૃથ્વી ગ્રહમાંથી જાગૃત હસ્તીઓ એન્લાઈટેન્મેન્ટ તરફ પ્રગતિ કરે છે, જે (સુપર કોન્શિયસનેસ) શ્રેષ્ઠ જાગ્રતતાની સ્થિતિ છે. અસ્તિત્વની જરૂરીયાત મુજબ એન્લાઈટેન્ડ હસ્તીઓ પૃથ્વી ગ્રહ પર અવતારરૂપે પાછી આવે છે. તેમને ફરીથી બોલાવવામાં આવે છે. પૃથ્વી ગ્રહપર તેમની હાજરીની અતિશય જરૂરીયાત ઊભી થઈ હોય છે. આ એન્લાઈટેન્ડ હસ્તીઓની આધ્યાત્મિક હકારાત્મકતાની આ ગ્રહ પર ભેગી થયેલી નકારાત્મકતા સામે પ્રતિક્રિયા કરવા માટે જરૂર પડે છે.
નિરાકારને જોયેલાં સ્વરૂપોથી પર ગ્રહણ કરી શકે છે અને નિરાકારને દિવ્યતા તરીકે સ્વીકારે છે. આ તબક્કે વ્યક્તિ બ્રહ્માંડના ઈરાદા મુજબ તેની સાથે ચાલે છે અને વહે છે. તેમાં પોતાની કોઈ મરજી હોતી નથી.
એન્લાઈટેન્ડ હસ્તીઓ પહેલેથી જ બ્રહ્માંડને સમર્પિત હોય છે : બૌધ્ધિક રીતે, સંવેદનાત્મક રીતે અને તેમની ઈન્દ્રિયોથી તેમને પોતાની ઈચ્છાથી કશું પણ કરવાની સ્વતંત્રતા હોતી નથી. તેઓ જે કંઈ પણ કરે છે તે બ્રહ્માંડીય દિવ્યતાથી માર્ગદર્શીત હોય છે. એન્લાઈટેન્ડ હસ્તીઓ તેમની ભીતરની પોતાની દિવ્યતા પ્રત્યે પૂર્ણપણે જાગૃત હોય છે અને આ જાગૃતતા તેમની દરેક ક્રિયાઓને સંચાલિત કરે છે. તેમની જિંદગીનું મિશન બ્રહ્માંડીય ડહાપણથી માર્ગદર્શિત થયેલ હોય છે.
માસ્ટર આપણને ઘણી વાર કહે છે :
“તમારા બધા માટે ‘ભગવાન’ એક માત્ર ખ્યાલ છે; અને ‘હું’ હકીકત. મારા માટે ‘ભગવાન’ સત્ય છે; ભગવાન સત્ય અનુભૂતિ છે અને ‘હું’ માત્ર એક ખ્યાલ છે; તે હકીકત નથી.”
નિત્યાનંદ જ્યારે લગભગ નવ વરસના હતા અને અરૂણાગીરી યોગીશ્વરને મળ્યા ત્યારે તેમના પોતાના આંતરિક સ્વભાવની પહેલી જાગૃતતા આવી. તેઓ અવતારી હસ્તી હોવાની પહેલી વખત જાણ થઈ અને પહેલી વખત તેમના જીવન મિશનની અણધારી માહિતી મળી.
તિરૂવન્નામલાઈમાં અરૂણાચલાના મંદિરની અંદર અરૂણાચલેશ્વર ભગવાનની છત્રછાયામાં મુખ્ય મંદિરની પાછળના ભાગમાં અરૂણાગીરી યોગેશ્વરાની જીવસમાધી છે.
નિત્યાનંદએ આ જગ્યા પર કોઈપણ જાતની ચૂક વગર નિયમિત આવવાનું શરૂ કરી દીધું. એક વખત એ જીવ સમાધી પાસે પહોંચ્યા અને ‘સ્વામી, સ્વામી’, નામની બૂમ પાડી અને યુવાન માણસ મુસ્કુરાતા મુસ્કુરાતા ઉભરી આવ્યો. નિત્યાનંદ એવા ધ્યાન મગ્ન થઈ ગયા કે તેમની સાથે વાત કરવાનું પણ ભૂલી ગયા. તેમને એવું લાગ્યું જાણે કે પોતે તેમનો જ એક હિસ્સો છે. તેમણે પોતાની જાતને દિવ્ય આનંદ અને સુખથી ભરાઈ ગયેલી અનુભવી. તેમણે રોજરોજ કલાકોના કલાકો વાતો કરી હતી. જો કે મંદિરની આ જગ્યામાં ખૂબ જ થોડા લોકો આવતા હતા, એટલે મોટા ભાગે તેઓ બંને એકલા રહી શકતા હતા.
નિત્યાનંદે યુવાન માણસને તેમનું નામ પૂછ્યું હતું. યુવાન માણસે કહ્યું હતું કે તેનું નામ અરૂણાગીરી યોગેશ્વર છે. નિત્યાનંદને એ વખતે અરૂણાગીરી યોગેશ્વર કોણ છે તેનો ખ્યાલ જ નહોતો અને તેમનું નામ પણ જાણતા નહોતા. અરૂણાગીરી યોગેશ્વર તેના હીરો, આદર્શ અને પ્રેરણામૂર્તિ બની ગયા હતા. નિત્યાનંદએ માની લીધું હતું કે મોટા થઈને પોતે જે બનવા માંગે છે એવા જ અરૂણાગીરી યોગેશ્વર હતા. યુવાન માણસની દરેક બાબતો ચુંબકીય આકર્ષણવાળી અને મોહિત કરી દેનારી હતી.
યુવાન માણસ સાથેનો નિત્યાનંદનો લગાવ એટલો બધો હતો કે તેઓ તેમને જોવા માટે સૂર્યોદય થવાની રાહ જોઈ શકતા નહોતા. તેઓ સવારે ખૂબ જ વહેલા ઉઠી જતા અને મંદિરમાં જીવ સમાધિ પાસે જવા માટે તરત જ નીકળી પડતા. જ્યારે નિત્યાનંદની માતાએ નવાઈ પામીને પૂછ્યું કે સ્કૂલમાં જવા માટે ક્યારેય આટલી ઉતાવળ કરતો નથી અને હવે આટલી વહેલી સવારે ક્યાં, શા માટે જાય છે? ત્યારે તેણે બહાનું બતાવી દીધું કે તેને સ્કૂલમાં વધારાના ખાસ વર્ગોમાં હાજરી આપવી પડે છે. આ જુવાન માણસ સાથે નિત્યાનંદએ જે અનુભવ્યું હતું એ આત્માનો અવર્ણનીય આનંદ હતો. જોયું તો ફરીથી તેને શાંત, સુખી અને નિરાંતે બેઠેલું સોનેરી પક્ષી દેખાયું. તે ફરી ઉપર જવા માટે ઉડ્યું.
તે ઉપર નીચે, ડાબી-જમણી બાજુ ઉડ્યું. દરેક વખતે તેણે સોનેરી પક્ષી જોયું અને તેની નજીક પહોંચવા લાગ્યું; પાછું તે પહેલાં ચાખેલાં મીઠાં ફળ ચાખવા માટે અટકયું અને વધારે ખાવા માટે ગયું તો પાછા કડવાં અને ખાટાં ફળોનો સ્વાદ લેવો પડ્યો.
અને અંતે વૃક્ષની ટોચ પર જ્યાં સોનેરી પક્ષી બેઠું હતું ત્યાં પહોંચ્યું. તેણે એ પક્ષીને નજીકથી ધ્યાનથી જોયું તો એ ચોંકી ગયું કે આ સોનેરી પક્ષી બીજું કોઈ નથી પણ હું પોતે જ છું. તે વધારેને વધારે નજીક ગયું અને વધારે ખુશ થતું ગયું અને નિરાંત અનુભવતું ગયું. નાના પક્ષીને સોનેરી રંગના પક્ષી સાથે ગહન લાગણીનો અનુભવ થયો. એ પ્રેમ હતો : પ્રેમમાં પડવાનું નહોતું. પણ પ્રેમમાં ઉભરવાનું હતું, પ્રેમનો ઉદય હતો. તરત જ તેણે પોતાની ખોટી ઓળખ ગુમાવી દીધી અને સોનેરી પક્ષીમાં એકરૂપ થઈ ગયું.
નિત્યાનંદની લાગણીઓ પણ આવી જ હતી. જો કે તેમણે એ વખતે તેમની લાગણીઓ ઉપનિષદ્ના શબ્દોની જેમ વર્ણવી નહોતી. એ તેમની ભીતરની સ્વ-અનુભૂતિ હતી, જે એ વ્યક્તિ સાથેના જોડાણ માટેની કડી હતી. જેથી તેઓ કોઈપણ કારણ વિના જ એ વ્યક્તિ પ્રત્યે આટલા સઘન રીતે આકર્ષાયા હતા. એ એવું હતું કે જાણે તેમણે પોતાની જાતને જ જોઈ હોય, પોતાને જ યુવાન અજાણ્યા માણસ તરીકે જોયા હોય, જે વધારે સમય અજાણ્યા જેવા ના લાગ્યા હોય.
અરુણાગીરી યોગીશ્વર પહેલી વ્યક્તિ હતા, જેમણે નિત્યાનંદને પોતાની
સાધનાના માર્ગે આગળ વધી રહ્યો હતો તેમાં કંઈક અસાધારણ અથવા રહસ્યમય છે એવું ક્યારેય લાગ્યું નહીં. નિત્યાનંદ માટે અરુણાગીરી યોગીશ્વર બીજા સાધુઓ જેવા જ હતા, બીજા કરતા યુવાન હતા અને જેની સાથે રહેવામાં પોતાને અનુકૂળતા આવતી હતી. નિત્યાનંદ તેમણે આપેલ ભગવો ઝભ્ભો પોતાની સાથે લઈ ગયા અને ઘરે બીજા કપડાંની સાથે સાચવીને મૂકી દીધો.
અમુક દિવસો પછી, નિત્યાનંદની માતાએ તેના કપડાં વચ્ચે આ ઝભ્ભો જોયો અને તેના વિષે પૃચ્છા કરી. તે જાણવા માંગતી હતી કે તે એ ક્યાંથી લાવ્યો અને કોણે અને શા માટે આપ્યો. નિત્યાનંદાએ કહ્યું કે એમને મંદિરમાં એક યોગી મળ્યા હતા એમણે આપ્યો છે પછી તેની માતાએ બાબતમાં પૂછવાનું બંધ કરી દીધુંઃ થોડા દિવસો પછી નિત્યાનંદ એ ઝભ્ભો પોતાના માર્ગદર્શક કુપ્પામ્માલને બતાવ્યો. તેણીએ પણ પૂછયું કે આ ઝભ્ભો તને કોણે આપ્યો છે ? નિત્યાનંદાએ જવાબ આપ્યો કે આ ઝભ્ભો તેને અરુણાગીરી યોગીશ્વરાએ આપેલ છે.
કુપ્પામ્માલ અચંબામાં પડી ગયા. તેણીએ ઉગ્ર પ્રતિભાવ આપતાં કહ્યું કે યોગીશ્વરા આવો ઝભ્ભો નિત્યાનંદને પોતાના શિષ્ય તરીકે સ્વીકાર્યા વગર આપે જ નહીં. પછી તેણીએ જાણવા માંગ્યું કે છોકરો તેમને કેવી રીતે ક્યાં મળ્યો હતો. નિત્યાનંદાએ કહ્યું કે તે મંદિરના પાછળના ભાગમાં સ્મશાનમાં તેમને નિયમિત મળે છે. કુપ્પામ્માલને લાગ્યું કે નિત્યાનંદ તેને બધી જ બાબતો કહેતો નથી. તેણીએ નિત્યાનંદને કહ્યું કે તું મને એ જગ્યાએ લઈ જા અને મને અરુણાગીરી યોગીશ્વરને બતાવ. નિત્યાનંદ નિખાલસપણે તે અરુણાગીરી યોગીશ્વરને જ્યાં મળતો હતો ત્યાં લઈ ગયા અને બૂમ પાડી “સ્વામી, સ્વામી.” તેમ છતાં આ વખતે તેને કોઈ પ્રતિભાવ મળ્યો નહીં. સામાન્ય રીતે જેવો તે બૂમ પાડતો કે તરત જ સ્વામીજી આવી જતા હતા.
છોકરાની અકળામણ જોઈને કુપ્પામ્માલ તેની તરફ હસી પડ્યા, તેણી એ પૂછ્યું, “તેઓ કેવી રીતે આવે? ક્યાંથી આવી શકે? અહીંયા રહેવા માટે કોઈ જગ્યા જ નથી. હોય તો મને બતાવ!”
છોકરો, એક કબર જેવી જગ્યા તરફ ગયો, સામાન્ય રીતે અરુણાગીરી યોગીશ્વર જ્યાંથી બહાર આવતા હતા એવું તેણે ધાર્યું હતું, એ સ્થાન પર પ્રવેશી શકાય એવી કોઈ ખુલ્લી જગ્યા ના જોઈને નિત્યાનંદ આશ્ચર્યમાં પડી ગયા. ત્યાં માત્ર પથ્થરનો સ્લેબ હતો જે તેની નીચે પડેલાને ઢાંકતો હતો અને એ પથ્થર પર આકૃતિ કોતરેલી હતી. આ આકૃતિ પોતે જેને દરરોજ મળતો હતો એ અરુણગીરી યોગીશ્વર જેવી જ લાગતી હતી.
આઘાતથી ગુંચવાઈ જઈને, ડરી જઈને નિત્યાનંદાએ રડવાનું શરૂ કરી દીધું. તેને સમજાતું જ નહોતું કે શું બની રહ્યું છે. કુપ્પામ્માલ પોતાની સામાન્ય સમજણ અને છોકરાએ જે કંઈ કહ્યું હતું તેના સ્વીકારની વિરુધ્ધમાં પોતે જ કશું સમજી કે સ્વીકારી શકતી નહોતી. કદાચ તે સમજી ગઈ હતી, પરંતુ તે સમજી હતી તેનો સ્વીકાર કરી શકતી નહોતી. જે બની ગયું હતું તેનો ખુલાસો કરી શકતી નહોતી. નિત્યાનંદ બેકાબુ બનીને રડી રહ્યા હતા.
કુપ્પામ્માલે પૂછ્યું, “તેઓ કેવા દેખાતા હતા? તેમણે શું કર્યું હતું?” તને એ ક્યાં લઈ ગયા હતા? તેમણે શું કહ્યું હતું? તું એમની સાથે કેટલો સમય રહ્યો હતો? નિત્યાનંદે જે કંઈપણ બની ગયું હતું એ બધું જ તેને સમજાવ્યું. સ્મશાનમાં પહેલી વખત અરુણાગીરી યોગીશ્વર તેના તરફ આવતા કેવી રીતે દેખાયા, તેમણે છોકરો પોતાને કોઈપણ સમયે કેવી રીતે બોલાવી શકે છે, દરરોજ તેઓ કેવી રીતે મળતા હતા, તે તેને વિવિધ જગ્યાઓએ કેવી રીતે લઈ જતા હતા, વટવૃક્ષ વિષે, તેમની આસપાસના વૃધ્ધ માણસો વિષે
વહેલી સવારે છોકરો રોજ તેમને જે જગ્યાએ બોલાવતો હતો તે સ્થળ પર દોડી ગયો. તે જીવસમાધિની સામે બેઠો અને પશ્ચાતાપના આંસુ સારવા લાગ્યો. "તમે શા માટે બહાર આવતા નથી?" તમે મારા પર ક્રોધિત થયા છો? મારાથી કોઈ ભૂલ થઈ ગઈ હોય તો મને માફ કરી દો. હું તમારા વગર જીવી શકીશ નહીં. મહેરબાની કરીને બહાર આવીને મને મળો. મને દર્શન આપો, મારી સાથે વાત કરો, "તે ધ્રુસકે ધ્રુસકે રડી પડ્યો.
એકાએક નિત્યાનંદને પોતાની સામે અરુણાગીરી યોગીશ્વરા દેખાયા, પરંતુ ખૂબજ જુદા સ્વરૂપમાં અરુણાગીરી યોગીશ્વરા, છોકરો પહેલાં તેમને જે હાડમાંસના શરીરમાં, સ્થૂળ સ્વરૂપમાં જોતો હતો. તેવા સ્વરૂપમાં નહોતા. તેઓ ખૂબ જ અલગ સ્વરૂપમાં હતા. તેમનું આખું સ્વરૂપ પ્રકાશનું હતું. તેજસ્વી અને અગમ્ય. અરુણાગીરી યોગીશ્વરાના પગ જમીનને સ્પર્શ નહોતા કરતા તેઓ પારદર્શક અને ઝગમગતા સ્વરૂપમાં હતા.
અરુણાગીરી યોગીશ્વરાએ અમાપ કરુણા અને પ્રેમથી છોકરા તરફ સ્મિત કર્યું. તેમણે કહ્યું. "હે પ્રિય, તું અને હું એક જ છીએ. આપણે ક્યારેય જુદા થઈ શકીએ જ નહીં. પરંતુ ખેલ પૂરો થઈ ગયો છે. તને હવે મારી ખોટ ક્યારેય નહીં સાલે. તું મારાથી ક્યારેય અલગ નહીં થાય. આપણે એક જ છીએ."
આટલું કહેતા કહેતા અરુણાગીરી યોગીશ્વરાનું સ્વરૂપ છોકરાની અંદર એકરૂપ થઈ ગયું અને તેની નજર સામેથી અદૃશ્ય થઈ ગયું. એ ક્ષણથી પછી ક્યારેય નિત્યાનંદને પોતે અરુણાગીરી યોગીશ્વરાથી અલગ છે એવું લાગ્યું જ નથી. તેઓ અત્યારે તેમનો જ ભાગ છે એવું લાગે છે, તેના પર ગહન પરિપૂર્ણતા, દિવ્ય આનંદ તેમના પર ઉતરી આવ્યો હતો એ પ્રેમ, કરુણા, બધી જ હકારાત્મક લાગણીઓના ધસમસતા પ્રવાહની તેના સર્વોચ્ચ સ્તરે વર્ષા હતી.
એ દિવસે નિત્યાનંદના બચપણનો અંત આવી ગયો. નિત્યાનંદનું ચાલવાનું, બીજા લોકો સાથે વાતચીત કરવાનું વધારે પુખ્ત બની ગયું. તેવી અનુભૂતિ અને પોતાના એન્લાઈટેન્મેન્ટ સાથે જ નિત્યાનંદ પૂર્ણ વિકસિત બની ગયા.
નિત્યાનંદ કહે છે :
“હું ખરેખર કોણ હતો તેના સાક્ષાત્કારની મારા માટે મોટે ભાગે એ પહેલી ક્ષણ હતી. એ મારો પહેલો આધ્યાત્મિક અનુભવ હતો, મારા આત્મ સાક્ષાત્કાર, એન્લાઈટેન્મેન્ટની પહેલી ક્ષણ હતી. એ ક્ષણ પછી મારા માટે કશું જ ગુમાવવાનું નહોતું. પછી મેં કંઈપણ ગુમાવી દીધું છે એ વિચાર ને જ ગુમાવી દીધો.”
નિત્યાનંદને પાછળથી ભાન થયું કે જે વ્યક્તિ સાથે તે રમ્યા હતા, જેમની સાથે ગાઢ રીતે સંકળાયેલા હતા, એ અરુણાગીરી યોગીશ્વરા બીજું કોઈ નહીં, પરંતુ ખુદ શિવ, અરુણાચલ પોતે જ હતા.
ઘણાં વરસો પછી બિદાદીના પોતાના આશ્રમમાં નિત્યાનંદ શિવને ફરીથી મળ્યા ! આ અનુભવનું વર્ણન આ જીવન કથાના હવે પછીના ભાગમાં કરવામાં આવશે.
નિત્યાનંદ, શિવે તેમને આપેલું ભગવું વસ્ત્ર તેની સાથે જોડાયેલી બધી જ યાદો સાથે જાળવી રાખે છે. તેમણે પોતાના બધાં જ પરિભ્રમણો, રઝળપાટ, તપસ્યાના આધ્યાત્મિક પ્રયત્નો દરમ્યાન આ વસ્ત્ર તેમની સાથે જ રાખ્યું હતું. આ ભગવુ વસ્ત્ર, બચપણથી લઈને તેમની જીંદગીમાં વિવિધ તબક્કે એન્લાઈટેન્મેન્ટના તબક્કા સુધી શું શું બન્યું તેનું સાક્ષી છે.
આ બનાવ પછી, નિત્યાનંદ ઉપર વિરક્તિની ભાવના, મોહમાં લપેટાયા
વગર સાક્ષી બની રહેવાની ભાવના ઉતરી આવી. આ પોતાની આસપાસ શું બની રહ્યું છે અને શું બનવું જોઈએ એવી કોઈપણ અપેક્ષા વગરની લાગણી હતી. તેમની ભીતરમાં નવી ચેતનાએ પ્રકાશવાનું શરૂ કર્યું હતું. જે સ્પષ્ટ નિર્દેશ કરતી હતી કે પોતાની આસપાસ જે કંઈપણ બની રહ્યું છે તે ક્ષણભંગુર છે. શું સનાતન છે અને શું ક્ષણિક છે તે પોતાની ચેતનામાં વ્યક્ત થઈ ગયું છે અને અનુભવાઈ ગયું છે તેની સ્પષ્ટતા.
નિત્યાનંદાએ પોતાના કુટુંબ અને મિત્રો સાથેનો સંબંધ પૂરો કરી દીધો હતો. તેમને કુપ્પામ્માલ અને બીજા આધ્યાત્મિકમાં આગળ વધેલા જીવો સાથે જ વધારે ફાવતું હતું. તેઓ વારંવાર અરૂણાચલ ટેકરી પર જતા અને ખડક પર બેસી રહેતા; બસ, માત્ર અરૂણાચલ સાથે રહેવા માટે જ. તેમના અનુભવ પછી તેમને ક્યારે એવું લાગ્યું નથી કે અરૂણાચલ માત્ર પથ્થર અને ખડકની બનેલી ટેકરી છે; તેના માટે એ જીવંત શક્તિ હતી.
નિત્યાનંદ જ્યારે પણ મંદિરના પરિસરમાં હોય, ત્યારે તેમને તેમના પ્રિય અરૂણાગીરી યોગીશ્વરાની નિકટતાનો અનુભવ થતો. તેમને એવા ગૌરવનો અનુભવ થતો, જેવી રીતે કોઈ બાળકને એવું થાય કે મારા પિતા અતિ મહત્વની વ્યક્તિ છે. આ બાબતે તેમને અરૂણાગીરી યોગીશ્વરાએ પ્રદાન કરેલા સધન અને શક્તિશાળી અનુભવો ને ફરીથી અનુભવવાની તક આપી હતી.
આ બનાવને ફરી યાદ કરતાં નિત્યાનંદાએ અમને કહ્યું હતું, “મારા શરીરની ભાષા મને અરૂણાગીરી યોગીશ્વરામાંથી મળી છે. તેઓ એવા જ દેખાતા હતા, જેવો અત્યારે હું દેખાઉં છું.”
ભગવાન રમણ મહર્ષિ, એક વખત અરૂણાચલ ઉપર ગયા હતા. એ વટવૃક્ષ વિષે તેઓ વાત કરે છે. રમણ કહે છે એ દિવસે તેઓ અરૂણાચલ ઉપર ચાલી રહ્યા હતા. એ વખતે આ વટવૃક્ષ સુધી પહોંચી ગયા હતા અને તેમણે એક યુવાન યોગીને તેમનાથી ઉંમરમાં ઘણાં મોટાં શિષ્યોને વટવૃક્ષની નીચે ઉપદેશ આપતા જોયા હતા. ભગવાન રમણે આ વૃક્ષ અને તેમણે જોયેલા યોગીને શિવના જ અવતાર ભગવાન દક્ષિણામૂર્તિ સાથે જોડી દીધા હતા.
આ એજ વટવૃક્ષ છે, જેના વિષે શંકરાએ પોતાના દક્ષિણામૂર્તિ સ્તોત્રમ્માં ગાયું છે; જેની નીચે યુવાન છોકરાએ દક્ષિણ તરફ મોં રાખીને વૃદ્ધ સાધુઓને ત્યાંની શાંતિમાં ઉપદેશ આપ્યો હતો.
રમણે કહ્યું છે કે કોઈપણ માણસ એ જગ્યાએ પોતાની ઇચ્છાથી જાતે જઈ શકતો નથી. પછી તેમણે કહ્યું છે કે જ્યારે મેં એ જગ્યાએ ફરી વખત જવાનો પ્રયત્ન કર્યો હતો. ત્યારે તેમનો પગ મધપૂડામાં પડી ગયો હતો અને ગુસ્સે ભરાયેલી મધમાખીઓએ મારા પર હુમલો કર્યો હતો. રમણ આને પોતે એ જગ્યા ફરી વખતના જવું જોઈએ તેનો ઈશારો સમજ્યા હતા. પાછળથી રમણ મહર્ષિના શિષ્ય મુરુગનારે અમુક સાધકોના જૂથ સાથે આ વટવૃક્ષ સુધી પહોંચવાનો પ્રયાસ કર્યો હતો. આ સમગ્ર જૂથ જે અરૂણાચલ ટેકરીને ખૂબ સારી રીતે જાણતું હતું. તો પણ ભૂલું પડી ગયું હતું અને છેલ્લે તેમને પ્રયાસ છોડી દેવો પડ્યો અને જૂથને પાછા ફરી જવું પડ્યું હતું.
નિત્યાનંદ કહે છે :
“જ્યારે હું આ વટવૃક્ષ કે જેની નીચે યુવાન માસ્ટર પોતાની મોટી ઉંમરના શિષ્યોને અરૂણાગીરી યોગીશ્વરા અથવા દક્ષિણામૂર્તિ તરીકે ઉપદેશ આપે છે, એવા ઉલ્લેખો જોઉં છું ત્યારે હું માની લઉં છું કે તેઓ શંભાલા સપ્તર્ષિઓના સામ્રાજ્યના ઉલ્લેખ કરે છે. જે બ્રહ્માંડીય શક્તિના કેન્દ્રો છે.” છીએ કે ગૌમુખ અને તેની ઉપરના સ્થાને જવા માટે પોતાનું સ્થૂળ શરીર છોડવું ખરેખર ખૂબ જ જોખમી કામ છે. ગંગોત્રીના નીચેના સ્તરે પણ સમાધિની અવસ્થામાં બહાર રહેવું અતિશય મુશ્કેલ અને કઠીન કામ છે. ૨૦૦૪માં જ્યારે તેમણે ગૌમુખની યાત્રા કરી ત્યારે તેઓ ઘણા કલાકો સુધી ગહન સમાધિમાં ઉતરી ગયા હતા.
એમના એક અનુભવ વિષે વાત કરતી વખતે માસ્ટરે કહ્યું અને હસી પણ પડ્યા, હું શંભાલામાં શક્તિની સાથે હતો. મેં તેમને કહ્યું કે જો તેમની ઈચ્છા હોય કે હું અહીં જ રહું તો મને ખુબ જ આનંદ થશે અને હું પાછો મારા સ્થૂળ સ્વરૂપમાં નહીં જાઉં, કાચી સેકંડમાં તેમણે મને મારા ભૌતિક શરીરમાં પાછો ફેંકી દીધો, કમસે કમ એ સમયે નજીકના ભક્તોને રાહત થાય એ માટે જતો!”
એન્લાઈટેન્ડ માસ્ટરો દેવલોક પામ્યા પછી પણ આપણા ઉપર કેવી રીતે પ્રભાવ પાડતા રહે છે
પરમહંસ યોગાનંદ પોતાની કથા ‘ઓટોબાયોગ્રાફી ઓફ યોગી’માં મહાવતાર બાબાજી વિષે વિસ્તૃતપણે વાત કરે છે. આ બાબા આજે પણ હિમાલયન વિસ્તારોમાં વિહરે છે. બાબાજી, જેમનો પરમહંસા યોગાનંદા ઉલ્લેખ કરે છે અને જેમને પોતાની હિમાલય યાત્રા દરમ્યાન પરમહંસ નિત્યાનંદ મળ્યા હતા. એ શોધખોળ કરનારા સાધકો માટે આજે પણ ઉપલબ્ધ છે. હકીકતમાં આપણે જેનું વર્ણન આ કથાના પાછળના ભાગમાં કરવાના છીએ. અમે જ્યારે ૨૦૦૫માં માસ્ટર સાથે હિમાલય વિસ્તારની યાત્રાએ ગયા હતા ત્યારે નિત્યાનંદના એક શિષ્યને મહાવતાર બાબાજીના દર્શન થયા હતા. એ વખતે અમે કેદારનાથ તરફ જઈ રહ્યા હતા. આવી જ રીતે અરુણાગીરી યોગીશ્વરા પણ બધા જિજ્ઞાસુઓ માટે આ પૃથ્વી પર ઉપલબ્ધ છે. એ સ્વયં શિવ જ છે.
અરુણાગીરી યોગીશ્વરા સાથેના આ અનુભવે યુવાન નિત્યાનંદમાં ‘અદ્વૈત’ના અનુભવ માટેની તલપ અને રસ પેદા કર્યા હતા. નિત્યાનંદના આધ્યાત્મિક રસની શરૂઆત ખૂબ જ નાની ઉંમરના દેવ-દેવીઓની મૂર્તિઓને શણગારવાથી અને તેની સાથે રમવા સાથે થઈ હતી. તેઓ જ્યારે હવામાં અધ્ધર રહી શકતા યોગીને મળ્યા ત્યારે તેમને અસાધારણ યોગીક અનુભવોની ઓળખાણ કરાવવામાં આવી હતી. જ્ઞાનના માર્ગ માટે કુપ્પામ્માલ સાથે ઓળખાણ કરાવાઈ હતી. અરુણાગીરી યોગીશ્વરા સાથે તેમણે પોતાની આંતરિક જાત માટેનો અનુભવ પહેલી વખત કર્યો હતો. આ પ્રસંગે તેમનામાં વિવિધ પરિમાણની આધ્યાત્મિક આતુરતાની તરસ જગાવી હતી.
અરુણાગીરી યોગીશ્વરા સાથેના અનુભવ પછી નિત્યાનંદાએ જીવ સમાધિ પર વધુને વધુ સમય ગાળવાનું શરૂ કરી દીધું હતું. સ્મશાનની જે જગ્યામાં માસ્ટરનું શરીર સાચવી રાખવામાં આવ્યું હતું, તે હજારો વરસ સુધી સતત શક્તિના તરંગો પ્રસારિત કરતું રહે છે. શરીર બધી જ યાદો સાથે રાખે છે. કોઈ શરીર વગર વિચારી શકે જ નહીં. આપણે માનીએ છીએ તેમ શરીર માત્ર ભૌતિક પદાર્થ નથી, અને મન આપણે માનીએ છીએ તેમ માત્ર યાદોનું સંગ્રહસ્થાન નથી. શરીર અને મન બંને યાદો જ છે. જો કોઈ યાદો બદલી શકે, તો શરીરને પણ બદલી શકે છે. એન્લાઈટેન્ડ માસ્ટરોની યાદો તીક્ષ્ણ, પવિત્ર અને શક્તિશાળી હોય છે. આ યાદોને જાળવી રાખવા માટે જ તેમના શરીરનું દહન કરવાને બદલે તેને દફનાવવામાં આવે છે. બીજી બાજુ સામાન્ય લોકોની યાદો, સંસ્કારોથી ભરેલી હોય છે. માટે જ તેમના શરીરોને બાળી નાંખવામાં આવે છે, જેથી તેમના આ સંસ્કારો ભૂતપ્રેત બનીને જીવતા લોકોને પરેશાન ના કરી શકે અને બીજે ઉલ્લેખ કર્યો છે તે
હાજરી પણ સુધારી દીધી !
નિત્યાનંદ ૨૦૦૪માં આ ચોકીદારને પોતાની સ્કૂલમાં મળ્યા હતા. એ વૃદ્ધ માણસ અત્યારે વધારે વૃદ્ધ થઈ ગયા છે. તેઓ નાનો છોકરો ઘરથી દૂર રહેવાની ગમગીની સહન કરીને જે ગહન તીવ્રતાથી આધ્યાત્મિક પ્રાપ્તિઓ માટે રંગાઈ ગયો હતો, તે યાદ કરીને અને આજના જીવંત એન્લાઈટૅન્ડ માસ્ટરને મળીને તેમની આંખોમાં આંસું આવી ગયા અને ગદ્ગદ્ થઈ ગયા હતા.
નિત્યાનંદ કહે છે :
હું "એકબીજા સાથે સંકળાયેલા ના હોય, વિરોધાભાસી હોવા છતાં એકબીજાનું સમર્થન કરતા લાગે અને અતાર્કિક હોય તેવા ઘણાં બધા પ્રસંગો આ શરીરની આસપાસ બની ગયા છે. આપણે જ્યારે તેને શબ્દોમાં વ્યક્ત કરવાની ઈચ્છા કરીએ છીએ અથવા હકીકતને શબ્દોમાં લખવાનો પ્રયાસ કરીએ છીએ ત્યારે આ પ્રસંગો જુઠ્ઠાણાં બની જાય છે. આધ્યાત્મિક અનુભવો બહુ પરિમાણીય હોય છે. લખેલા શબ્દો વધુમાં વધુ બે-પરિમાણીય હોય છે."
મારી જીવનકથા સત્યના બધાં જ પરિમાણોની નોંધપોથી બની શકે નહીં. લખેલા શબ્દો સત્યના બધાં જ પરિમાણોની નોંધ કરી શકે નહીં. કારણ કે સત્ય લખાયેલા બધા જ શબ્દોથી ઘણું વધારે ગહન હોય છે. એ માત્ર આંકડાકીય ફેર ગણતરીઓ છે. તેનો હેતુ પ્રેરણા પૂરી પાડવાનો હોય છે. અરુણાગીરી યોગીશ્વરા સાથેના મારા અનુભવો એન્લાઈટૅન્મેન્ટ કરતાં પણ ઘણાં વધારે ગહન હતા. આત્મ સાક્ષાત્કાર એક પરમ અનુભવ છે. તે અંતિમ અને છેલ્લો અનુભવ નથી. તે બીજા ઘણાં વધારે આધ્યાત્મિક અનુભવોનું પ્રવેશદ્વાર છે."
જીવ જે ફળો ભોગવે છે તે સુખ અને દુઃખ વગેરેનો સ્વભાવ હોય છે. આ બધા સંબંધિત અનુભવો એ અ-ભેદમાંથી જન્મેલા હોય છે. ઈશ્વરનો અનુભવ સનાતન અને શુદ્ધતા, જ્ઞાન અને સ્વતંત્રતાનો સ્વભાવ છે. સંબંધિત અનુભવ રાજસ્ (રજોગુણ)ની હાજરીની અસર હોય છે, પરંતુ ઈશ્વરની લાક્ષણિકતા સત્ય છે, આને લીધે, તેના માટે ઈન્દ્રિયગમ્ય અનુભવ હોતો નથી. હકીકતમાં તે ક્રિયાઓનો કર્તા અને ક્રિયાઓનું પરિણામ બંને છે, ઈશ્વરની કામગીરી તેના અસ્તિત્વમાં હોય છે. તેના અસ્તિત્વનું મૂલ્ય સમગ્ર બ્રહ્માંડની પ્રવૃત્તિઓ કરતાં પણ વધારે હોય છે. તેનું અસ્તિત્વ જ સમગ્ર બ્રહ્માંડના પ્રગટીકરણને ગતિ આપે છે.
આ જ વૃક્ષમાં વ્યક્તિ (પક્ષી) ભ્રમ અને અસહાયતાના કારણે ઘેરી વ્યથામાં આવી જાય છે. તે જ્યારે બીજા (પક્ષી) ને, આરાધ્ય માલિકને જુએ છે ત્યારે તેને પોતાની ભવ્યતાનું ભાન થાય છે અને દુઃખોમાંથી મુક્તિ મેળવે છે.
જીવની વ્યથા, ભૂતકાળમાં કરેલ ડહાપણ વગરના કૃત્યોની અસરોના સ્વરૂપો સાથે તેને પુષ્ટિકર્તા બનીને રહેવાની અશક્તિનું પરિણામ હોય છે. આવા વગર વિચારી કૃત્યો નિઃશંકપણે તેને સંબંધિત પરિણામો તરફ દોરી જાય છે અને આ કૃત્યો સત્યના નિયમો સાથે લયબધ્ધ હોતાં નથી; તે પીડાકારક અનુભવોના સ્વરૂપે વ્યક્તિને યાતના આપે છે. સંબંધિત અનુભવ વગર વ્યક્તિ જીવી શકે નહીં અને દરેક અનુભવ ડહાપણની ઉણપે પેદા કરેલો હોય છે, તેથી જૂના પીડાના જથ્થામાં તેની પીડાઓમાં ઉમેરો થતો જાય છે.
આવી રીતે સર્વોચ્ચ બિંદુએથી વ્યક્તિના અનુભવોની સળંગતા માત્ર ઘેરી વ્યથા જ હોય છે. પોતાની વાસનાઓ અને કર્મોના સ્વરૂપોના બંધનને કારણે જીવ અસહાયતા, ગુંચવણો અને નિઃસહાયતા અનુભવે છે.