KAILASA Library/કૃતજાતામાં (Krutajatanmam)/પ્રકરણ - ૪: વૃદ્ધિ પામતી ચેતનાSign in
કૃતજાતામાં (Krutajatanmam)

પ્રકરણ - ૪: વૃદ્ધિ પામતી ચેતના

This text was machine-transcribed from the printed book and may contain errors. Select the words and choose “Report a mistake”.

આધ્યાત્મિક્તામાં ઉછેર

નિત્યાનંદ બાળક હતા ત્યારે તેના નાનાજી રાજશેખરન અથવા રાજુ મુદલીયાર, જેમના નામ પરથી નિત્યાનંદનું નામકરણ થયું હતું. તેઓ તેને દરરોજ અરુણાચલેશ્વરના મંદિરે લઈ જતા હતા. તેના દાદા જ્યારે તેને મંદિરની આસપાસ લઈ જતા હતા, ત્યારે તેને ધાર્મિક વાર્તાઓ અને હિંદુ પુરાણોની કથાઓ કહેતા હતા.

નિત્યાનંદને પ્રહ્લાદ, ધ્રુવ અને માર્કેડયની વાર્તાઓમાં ખાસ કરીને અતિશય રસ પડતો હતો. હિંદુ પુરાણોમાં, પ્રહ્લાદ, ધ્રુવ અને માર્કેડયને તેમની બાલ્યાવસ્થાથી જ આધ્યાત્મિક્તા તરફ ગહન રીતે આકર્ષિત થયા હતા તેની કથા છે. તેઓ દિવ્યતાના સ્વરૂપો પર ધ્યાન કરવામાં જ પોતાનો બધો જ સમય વ્યતીત કરતા હતા અને તરુણાવસ્થા પહેલાં જ એનલાઈટેન્ટેન્ડ થઈ ગયા હતા. હિંદુ ધર્મશાસ્ત્રોમાં તેઓ મહાન ભક્તો તરીકે પૂજ્ય ભાવ ધરાવે છેઃ ધ્રુવને અચળ તારા તરીકે પૂજવામાં આવે છે, જે સદાકાળથી એક જ જગ્યાએ એક જ દિશામાં અવિચળ પણે સ્થિર થયેલ છે. કિશોર નિત્યાનંદ માર્કેડયની વીરતા અથવા પ્રહ્લાદની ભક્તિ અથવા ધ્રુવની વિશિષ્ટતાને માનભરી રીતે ચાહતો હતો.

બાળકના મનમાં આ વાર્તા ખૂબ જ ઊંડાણમાં છવાઈ ગઈ હતી. આ ધાર્મિક અને રહસ્યમય વ્યક્તિઓ નિત્યાનંદની ભવિષ્યની પ્રવૃત્તિમાં પ્રેરણા મૂર્તિઓ, રોલ મોડલ બની ગઈ હતી. તેના દાદાજી તેના પહેલા ગુરુ હતા અને તેમની પાસેથી સાંભળેલી વાર્તાઓ, આધ્યાત્મિક્તાના શિક્ષણમાં તેના પહેલા આનંદદાયક પાઠો હતા.

ત્વરિત પૂજા ઘર

ઘરમાંથી જો જાણીતી ‘પીળીથેલી’ તેની જગ્યાએ ના મળે તો પૂછ્યા વગર જ ખબર પડી જતી હતી કે એ નિત્યાનંદે લીધી હશે. એક વખત સ્કૂલમાં તહેવારોની રજા પડી ત્યારે નિત્યાનંદ તેના થોડા મિત્રોને ભેગા કરીને અને પડોશમાં આવેલા મંદિરો અને મંદિરોના તળાવો પાસે ખભે પીળી થેલી ભરાવીને ફરવા નીકળી પડ્યા હતા. આ આનંદ વિહારોમાં તે બે બાબતો કરતા હતા; એક, મંદિરના પરિસરમાં પડેલાં કચરાના દરેક ટૂકડાને હોંશથી ઉપાડી લેવો અને કચરા પેટીમાં નાંખી દેવો, આવી રીતે ભગવાનની જગ્યાને સ્વચ્છ રાખવાની પોતાની લાગણી સંતોષવી; બીજું : ભીની માટીથી પોતાની પીળી થેલીને ભરી દેવી. ઘરે આવીને આ માટીમાંથી તેણે મંદિરમાં જોયેલી છે મૂર્તિઓ જેવી મૂર્તિઓ બનાવવી અને તેને ભક્તિભાવથી શણગારીને પૂજા કરવી.

આવી રીતે મૂર્તિઓની સંખ્યા વધતી જવાથી તેને ક્યાં રાખવી એ સમસ્યા ઊભી થઈ. આ વિચાર તેના મનમાં પેદા થતાં જ, તેમાં અલગ પૂજારૂમનો આકાર તૈયાર થયો. નિત્યાનંદ તેના મનમાં પેદા થતી આધ્યાત્મિક ઉર્મિઓ સાથે ક્યારેય સમાધાન કર્યું નથી. તેની પાસે, તેણે પોતે બનાવેલી મૂર્તિઓને રાખવા માટેનો પોતાનો પૂજારૂમ બનાવવાના પૈસા કે સામગ્રી નહોતા. તેને પોતાના માટે અલગ રૂમ માગવાનું ગમતું નહોતું. જેવો તે અસહાય થઈને વિચાર મગ્ન બનીને બેઠો કે તરત જ તેની નજર બિસ્કીટનાં ટીનનાં ખોખા પર પડી. તરત જ તેને ખ્યાલ આવી ગયો કે આનું શું કરી શકાય. તરત જ તેણે હથોડી, ફરસીથી લાકડાના નાના ટૂકડા અને લાંબા સ્ક્રૂથી ટીનનાં પતરાંને સુંદર રીતે જોડીને તેના ઘરના પાછળના ભાગમાં તેની મૂર્તિઓ માટે પૂજા ઘર તૈયાર કરી દીધું.

નિત્યાનંદની બીજી પ્રિય વસ્તુ હતી લાકડાની ચાખડી જેને પાદુકા કહેવાય છે, અને મોટે ભાગે જેને સંન્યાસીઓ પોતાના પગમાં પહેરે છે. નિત્યાનંદ જ્યારે પણ બહાર જાય, પછી તે મંદિરના ઉત્સવોમાં જવાનું હોય કે સંબંધીઓના ઘરે જવાનું હોય, હંમેશા પાદુકા પહેરીને જ જતા, જે ચાલતી વખતે સતત કર્કશ અવાજ કરે છે અને બીજા લોકોને તે બિલકુલ ગમતો નથી !

એક દિવસ, કુટુંબનો એક સભ્ય ઘરમાં ગેરવ્યાજબી ઉંચી કિંમત આપીને એલ્યુમિનીયમનું વાસણ લાવ્યો હતો. આ ખરીદીથી નિત્યાનંદના પિતા નારાજ થઇ ગયા અને પૂછ્યું “આ નકામા વાસણના આટલા બધા પૈસા શા માટે ખર્ચ્યા ?” નિત્યાનંદાએ પૂછ્યું શું આ નકામું વાસણ છે ? તેના પિતાએ કહ્યું ‘હા’ અને નિત્યાનંદ બહાર જતો રહ્યો. બીજે દિવસે જ્યારે તેના પિતા ઘરમાં દાખલ થયા, એવો જ નિત્યાનંદ ઉત્સાહથી હાથમાં લક્ષ્મીદેવીની મૂર્તિ લઈને તેમની પાસે ગયો. તેના પિતા આશ્ચર્યથી બોલી ઉઠ્યા, “આ મૂર્તિ તો અતિ સુંદર છે. તું આ મૂર્તિ ક્યાંથી લાવ્યો ?” છોકરાએ જવાબ આપ્યો, “મેં પેલી નકામી વસ્તુમાંથી આ ઉપયોગી વસ્તુ બનાવી દીધી.” પિતાજી કંઈ સમજી શક્યા નહીં અને તેને તેના કહેવાનો મતલબ પૂછ્યો. નિત્યાનંદે સમજાવ્યું, “તમે કહ્યું હતું કે એલ્યુમિનીયમનું વાસણ નકામું છે, માટે મેં રોડ પરની દુકાને જઈને તેને વેચી નાંખ્યું અને આ મૂર્તિ ખરીદી લીધી ! મેં બરાબર કર્યું ને ?” તેના પિતાજી બીજું કશું કરી શક્યા નહીં, પણ બાળકની આધ્યાત્મિકતા તરફ સતત વધી રહેલી અભિરુચિ જોઈને હસી પડ્યા.

તિરૂવન્નામલાઈમાં પુસ્તક મેળો

તિરૂવન્નામલાઈમાં એક વખત પુસ્તક મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું. નિત્યાનંદના માતૃપક્ષના દાદાજી રાજુ મુદલીયારને આધ્યાત્મિક

બાળક નિત્યાનંદ આ માણસની લાગણીઓને સમજી શક્યો નહીં, પરંતુ તેના તરફની આગ્રહભરી માંગણીથી તેણે બોલવાનું ચાલુ રાખ્યું. તેણે જ્યારે એક કલાકે બોલવાનું પૂરું કર્યું ત્યારે તેની આસપાસ ભેગા થઈ ગયેલા લોકોએ તેને તાળીઓ પાડીને વધાવી લીધો.

સ્ટોલનો માલિક હવે અભિભૂત થઈ ગયો હતો. તેણે બાળકના ચરણસ્પર્શ કર્યા અને ભાવાવેશમાં વારંવાર કહેવા લાગ્યો કે બાળકને ચોક્કસ કોઈ પ્રકૃત્તિદત્ત દિવ્યતાની બક્ષિસ મળેલી છે, નહીંતર તેની આવી નાની ઉંમરમાં આટલા વિશ્વાસથી અને સરળ રીતે કોઈ બાળક વાર્તા કહી શકે જ નહીં. નિત્યાનંદાએ તેના દાદાને પૂછ્યું કે મેં એવું શું કર્યું છે કે આ દુકાનદાર રડી રહ્યો છે. તેના દાદા પણ લાગણીશીલ બની ગયા હતા. તેણે છોકરાને સમજાવ્યું કે આટલા નાના છોકરાને આટલી બધી વાક્ચાતુરીથી છટાદાર રીતે બોલતા સાંભળીને તે આનંદના અતિરેકથી રડી રહ્યો હતો. તે તેની અતિશય ખુશીના આંસુ હતા.

જેવા તેઓ ઘરે પહોંચ્યા કે તરત જ નિત્યાનંદે તેના દાદા પાસે ફરીથી ખાત્રી મેળવી લીધી કે પેલા માણસને રડાવીને તેણે કશું જ ખોટું કર્યું. અને પછી તરત જ તે અદ્ભૂત રાહતની લાગણી સાથે પોતાના પ્રિય પૂજા ઘર તરફ દોડી ગયો !

ગણેશ સાથેની ઘટના

નિત્યાનંદ જ્યારે લગભગ ત્રણ વર્ષના હતા, ત્યારે તેને એક ગણપતિની મૂર્તિ ભેટમાં મળી હતી. ગણપતિ, ગણેશ અથવા વિનાયક કહેવાતા દેવ ભગવાન શિવ અને માતા પાર્વતીના પુત્ર છે. મોટું પેટ, હાથીનું મસ્તક અને ઉંદરની સવારી કરનાર ગણેશ, હિંદુઓમાં સૌથી વધુ લોકપ્રિય છે. મોટાભાગના હિંદુઓ કોઈપણ ગંભીર સાહસમાં ઝંપલાવતા પહેલાં સાથે યુદ્ધ કરવું યોગ્ય ના લાગતા, તેમણે તે બાળકને ત્યાંથી હટાવવા માટે પોતાના રૂદ્રો અને ગણોને મોકલ્યા. બાળકે તેમને સરળતાથી હરાવી દીધા અને શિવ પાસે પાછા મોકલી દીધા.

શિવના ક્રોધનો જ્વાળામુખી ભભૂકી ઉઠયો અને તેમણે પોતાના ત્રિશૂળથી બાળકનું મસ્તક છેદી નાંખ્યું. પાર્વતી સ્નાન કરીને પાછા આવ્યા ત્યારે તેમણે તેમના બાળકને મરેલું જોયું. પાર્વતી અચાનક ગુસ્સામાં આવી ગયાં, અને શિવને કહ્યું; મારા બાળકને પાછું આપો, નહીંતર હું તમારો ત્યાગ કરીને જતી રહીશ.

શિવે બાકી બચેલા પોતાના ગણોને આજ્ઞા કરી કે જાવ અને જે કોઈ જીવંત શરીર સૌથી પહેલાં સામું મળે તેનું મસ્તક લઈ આવો, જેથી તેઓ આ બાળકને તરત જ સજીવન કરી શકે. ગણોને સૌથી પહેલાં હાથી મળ્યો. શિવે હાથીનું મસ્તક બાળક સાથે જોડી દીધું અને તેને સજીવન કરી દીધું.

શિવે આ બહાદૂર નાના છોકરાને તેમના ગણોનો સેનાપતિ/માસ્ટર બનાવી દીધો અને તેને ગણપતિ અથવા ગણેશ એવું નામાભિધાન કર્યું.

બાળકૃષ્ણની સાથે આ બાળ ભગવાનની હજારો વાર્તાઓ મોટાભાગના હિંદુઓમાં અતિશય પ્રિય છે.

ગણપતિની મૂર્તિ ભેટમાં મળવાથી નિત્યાનંદ આનંદ વિભોર બની ગયા અને તીવ્ર ભક્તિભાવથી તેની પૂજા કરવાનું શરૂ કરી દીધું. આ મૂર્તિ તેને માટે કોઈ નિર્જીવ પૂતળું નહોતું; તેને માટે એ સાક્ષાત જીવંત ગણેશ હતા. તે મૂર્તિ સાથે વ્યક્તિગત સ્તરે જોડાઈ ગયા હતા. તે કલાકો સાથે મૂર્તિ સાથે રમ્યા કરતા, તેને સ્નાન કરાવતા, શણગારતા અને પ્રસાદરૂપે ભોજન થાળ ધરાવતા હતા. સમજી જશે, જ્યારે તેણે ફરીથી બાલદી ઉપર લીધી અને જોયું તો પ્રસાદ એમ જ પડ્યો હતો.

આટલો ગુસ્સો કર્યા પછી તેને થયું કે હવે વધારે ધમકીઓ આપવાનો કોઈ અર્થ નથી. તેને હવે માત્ર કરુણાની અનુભૂતિ થઈ કે ગણપતિએ પ્રસાદ કેમ આરોગ્યો નહીં?

શું કરવું તે તેને સમજાતું નહોતું અને ગણપતિ જમશે નહીં તો તેને તકલીફ થશે એવી ચિંતા થવા લાગી એટલે એક દિવસ તેણે આના વિષે તેના કુટુંબીજનોને વાત કરી. કુટુંબીજનોએ વિચાર્યું કે આ મજાક છે અને તેના તરફ હસી પડ્યા. તેમણે એમ પણ કહ્યું કે જો તે આ મૂર્તિને કૂવામાં નાંખી દેશે તો તેઓ તેને બીજી મૂર્તિ ખરીદી નહીં આપે.

આ સમય આસપાસ જ નિત્યાનંદને નામ્બી આન્દાર નામ્બીની વાર્તા સાંભળવા મળી. નામ્બીના પિતાજી ચર્ચમાં પાદરી હતા. એક દિવસ તેના પિતાજીને કોઈ સંદેશો આપવા માટે પ્રવાસમાં જવાનું થયું. તેથી તેમણે નામ્બીને રોજીંદી પૂજાવિધિ કરવાનું અને ભગવાનને પ્રસાદ ધરવાનું કહ્યું. નામ્બીએ પિતાએ સોંપેલું કામ પુરું કરવા માટે પૂજાવિધિ કર્યા પછી મૂર્તિ સામે પ્રસાદનો થાળ ધર્યો, આડશરૂપે આડો કપડાનો પડદો રાખ્યો અને મૂર્તિ પ્રસાદ ખાઈ લે તેની રાહ જોવા લાગ્યો. થોડા સમય પછી તેણે જ્યારે અંદર જોયું ત્યારે ખોરાક એમ જ પડેલો જોયો. નામ્બીએ રડવાનું શરૂ કર્યું. તેને લાગ્યું કે તેનાથી કોઈ અક્ષમ્ય ભૂલ થઈ ગઈ છે, જેથી ભગવાન તેના પર ગુસ્સે થયા છે એટલે જ તેણે ધરેલો પ્રસાદ ખાધો નથી. તે ડરી પણ ગયો હતો, કારણ કે તેના પિતાએ તેને જે વિશ્વાસથી કામ સોંપ્યું હતું તે તેણે પુરુ કર્યું નહોતું એટલે તેના પિતા પાછા ફરશે ત્યારે ગુસ્સે થશે. નામ્બી મંદિરના થાંભલા સાથે પોતાનું માથું અફાળવા લાગ્યો એ કહેવા લાગ્યો કે ઘરમાં મૂર્તિની સ્થાપના કરેલી હોય છે અને એ ઘરના સભ્યો ગણપતિની મૂર્તિની પૂજા-વિધિ કરતા હોય છે. તહેવારના દિવસે ખાસ મિઠાઈ બનાવવામાં આવે છે અને ભગવાનને ધરાવવામાં આવે છે. ગણપતિનો પ્રિય ખોરાક મોદકમ્ - લાડુ છે. જે ચોખાના લોટમાં કોપરું અને ગોળ નાંખીને બનાવવામાં આવે છે. ઉપરાંત ખાસ ફળો અને ફૂલો છે, જે ગણપતિને ગમે છે. ગમે તેમ પણ ઉંદર પર બેઠેલા મોટા પેટવાળા ગણપતિ બધા જ હિંદુઓના માનીતા દેવ છે !

સ્થાનિક પરંપરા મુજબ, તહેવારના ત્રીજા, ચોથા, અથવા દસમા દિવસ પછી ગણપતિની મૂર્તિને લઈ જઈને નજીકના જળાશયમાં વિસર્જિત કરવામાં આવે છે. જે પર્યાવરણને અનુકૂળ પ્રક્રિયા છે, કારણ કે મૂર્તિ કાદવમાંથી બનાવેલી હોય છે અને પાણીમાં ઓગળી જાય છે. મોટા શહેરોમાં વિસર્જનની આ પ્રક્રિયા મોટી જૂથ યાત્રાનું સ્વરૂપ લે છે જે નજીકની નદી કે સમુદ્ર સુધી જઈને તેમાં મૂર્તિનું વિસર્જન કરે છે. નાના શહેરોમાં મૂર્તિઓને વ્યક્તિ પોતાના માથા પર મૂકીને લઈ જાય છે, અથવા જો તેઓ શ્રીમંત હોય તો વાહનમાં લઈ જાય છે અને પછી નજીકના મંદિરની ટાંકીમાં અથવા તળાવમાં તેનું વિસર્જન કરે છે.

કુંભારો પોતાના મૂર્તિ બનાવવાના સ્થળ પર મોટા જથ્થામાં (ક્લે) માટી લાવે છે, તહેવારો પછી જ્યારે તેઓ ચાલ્યા જાય છે ત્યારે પાછળ ઉપયોગમાં ના લેવાયેલ અને ન વેચાયેલ સામગ્રી ત્યાં જ છોડી જાય છે. નિત્યાનંદ આવા દરેક સ્થળે દોડી જઈને વધેલી સામગ્રી એકઠી કરી લેતા હતા. જેથી આ વપરાયા વગરની માટીમાંથી પોતાની રીતે મૂર્તિઓ બનાવી શકે.

તેના ઘરમાં એક જ વ્યક્તિ હતી જે નિત્યાનંદ આ બધી માટી ઘરમાં લાવે તેની સામે તેને વાંધો હતો અને એ હતી તેની નાની. તે ઘણી વખત નાનીની ઉપર આ માટી ફેંકતા હતા. આખું ઘર આ માટી અને અર્ધી તૈયાર થયેલી આકૃતિઓથી ભરાઈ જતું હતું : નિત્યાનંદ માટીની આ બધી જ મૂર્તિઓની પૂજા પણ કરતા હતા અને સવારથી સાંજ સુધી તેની ઘંટડી મોટેથી વગાડતા રહેતા હતા. તેની નાનીને આ અવાજ સામે પણ વાંધો હતો. નિત્યાનંદ એક યોગી પાસેથી ભૂત-પિશાચને ભગાડવાનો મંત્ર શીખ્યા હતા; તેની નાની તેમની સાથે જેવો ઝઘડો શરૂ કરે કે તરત જ તે આ મંત્રના ઉપયોગ કરવા લાગતા હતા. અને સતત ઘંટડી વગાડવા લાગતા હતા. જેથી નાની શાંત થઈ જતા હતા. તેમના આ નાની નેવું વરસ ઉપરની ઉંમરે પણ આજે સ્વસ્થ રીતે જીવી રહ્યાં છે.

નિત્યાનંદ કહે છે :

પરાશક્તિના મનમાં મારા માટે જે મિશન છે એ માટે તેણે મારા શરીર અને મનને સુંદર રીતે તૈયાર કરેલ છે. તમે તેના ખેલને, તેની લીલાને જોઈ શકો છો. દિવસે દિવસે હું મારો આખો દિવસ મૂર્તિઓને શણગારવામાં અને તેની સાથે વાતો કરવામાં ગાળવા લાગ્યો હતો. મારી ઉંમરના પ્રમાણમાં મારી પાસે ઘણી બધી વધારે શક્તિ અને તાકાત હતી. મારી મા એ કહ્યું હતું કે એક વખત મેં સાગના લાકડાનો ભારે પલંગ તેની ઉપર સૂતેલી વ્યક્તિ સાથે, કોઈ વધારાના પ્રયાસ વગર જ ફેરવી નાંખ્યો હતો !

નિત્યાનંદ સંપૂર્ણપણે સ્વતંત્ર અને નિર્ભય હતા. તેની માતા અને બાકીના કુટુંબીજનો બીજે ક્યાંય જવાના બદલે તેને સાંભળવા માટે ટેવાયેલા હતા. તેની સ્પષ્ટતા અને પ્રેમ લોકોને તેની તરફ ખેંચી લાવતા હતા અને તે જે કંઈ કહે તે કરવા માટે તૈયાર રહેતા હતા.

બાળક નિત્યાનંદે આના વિષે યોગીને પૂછ્યું તો રઘુપતિ યોગીએ તેને કહ્યું કે આ લોકો ભૈરવો, શિવ ગણો અથવા સૈનિકો હતા, જે અત્યાર સુધી તેનું રક્ષણ કરતા હતા. હવે તું દીક્ષીત થઈ ગયો છે અને તું ગુરુમંત્રથી રક્ષિત છે, એટલે તેમને લાગ્યું કે હવે તારી આસપાસ રહેવાની જરૂર નથી. યોગી એ કહ્યું: “તેમણે તને મને સોંપી દીધો છે.”

નિત્યાનંદ પાસે આ દરેક ભૈરવના નામો છે અને દરેક ભોજનની શરૂઆત કરતાં પહેલાં તે આ નામો ભક્તિભાવપૂર્વક જપે છે. વરસો પછી, તેણે જ્યારે રામકૃષ્ણ પરમહંસના ધર્મપત્ની શારદાદેવીની જીવન કથા વાંચી ત્યારે તેણે જાણ્યું કે પોતાની આસપાસ જેમ ભૈરવો રહેતા હતા, તેવી જ રીતે શારદાદેવી જ્યારે બાળક હતા ત્યારે તેમની આસપાસ પણ સખીઓ, દેવી શક્તિની સાથીઓ રહેતી હતી.

નિત્યાનંદાએ રઘુપતિ યોગીએ તેને કહેલી બધી જ વાર્તાઓ પોતાની ડાયરીમાં લખી રાખી છે. અને તેમની સાથેના વાર્તાલાપ દરમ્યાન બનેલા બધા જ બનાવોને પણ नोंधी રાખ્યા છે. છોકરો દરેક બાબતો ડાયરીમાં લખી રાખે એ બાબતે રઘુપતિ યોગી વધારે પડતા ચોક્સાઈવાળા હતા.

નિત્યાનંદના ગૃહત્યાગ પછી, તેમના કુટુંબે થોડા ઘરો બદલ્યા હોવા છતાં તેની માતાએ નિત્યાનંદની ડાયરીઓ સલામત રીતે સચવાય તેની કાળજી રાખી હતી. તેમની માતા અને રઘુપતિ યોગીનો ખૂબ ખૂબ આભાર જેમને લીધે આજે આ માહિતી આપણાં માટે ઉપલબ્ધ છે.

રઘુપતિ યોગી નિત્યાનંદની જિંદગીમાં એક ઉદ્દેશથી આવ્યા હતા. તેઓ કદાચ આત્મસાક્ષાત્કારી માસ્ટર નહોતા, પરંતુ મહાન કુશળતાઓ અને શક્તિઓના યોગી ચોક્કસ હતા. તેમણે નિત્યાનંદના શરીરને

કરવાં સામાન્ય માણસ માટે અશક્ય હોય. રઘુપતિ યોગીએ જે કર્યું હતું, તે આ શોધોમાંની અમુક સાથે તદ્દન એક બંધબેસતું હતું.

રઘુપતિ યોગી ખૂબ જ અલ્પ આહાર લેતા હતા. તેમની પાસે ભૂખ અને તરસને કાબુમાં રાખવા માટેની ખાસ પધ્ધતિ હતી, જે પછીથી તેમણે નિત્યાનંદને શીખવી હતી. તેમના શિષ્યો જ્યારે તેમને ખાવા માટે વધારે પડતો આગ્રહ કરતા ત્યારે તેઓ તેમાંથી જરાક ખાતા અને પછી તેમની આંગળીઓથી તાળી પાડતા તેમના આંતરડા તેમના મોં માંથી બહાર આવતા. તેઓ તેમના આંતરડામાંથી ખાધેલા ખોરાકને સાફ કરી નાંખતા અને આંતરડાને પાછા અંદર ગોઠવી દેતા તેઓ પતંજલિની અષ્ટાંગયોગ પધ્ધતિઓમાં તજજ્ઞ હતા અને તેમણે આ પધ્ધતિઓનો ઉપયોગ નિત્યાનંદના મન અને શરીરને તૈયાર કરવા માટે કર્યો હતો.

રઘુપતિ યોગી નિત્યાનંદના ઘરે નિયમિત સવારે અચૂક આવતા. તેમણે નિત્યાનંદને ‘સામીઆર' કહેવાનું શરૂ કર્યું હતું, જે તામિલમાં સંન્યાસી અથવા માસ્ટર માટે વપરાતો શબ્દ છે. પછી તરત જ બધા જ આ નામનો ઉપયોગ કરવા લાગ્યા હતા, જેમાં તેના માતા-પિતા પણ સામેલ હતા. યોગી તેને યોગની પ્રેકટિસ કરાવવા માટે દરરોજ ત્રણથી ચાર કલાક સુધી મંદિરમાં લઈ જતા હતા. સમય જતાં તેમણે તેને પ્રાણાયામ અને આસનો સાથે અષ્ટાંગ યોગના આઠેય પાસાઓ શીખવી દીધા હતાં. યોગની પ્રેકટિસ પછી તેઓ રોજ સવારે છોકરાને નાસ્તો ખરીદી આપતા હતા. તેઓ ખૂબ જ પ્રેમાળ હતા અને છોકરાનો રસ જીવંત રાખવા માટે તેના માટે સમયાંતરે કેન્ડી અને ચોકલેટ લાવતા. નિત્યાનંદને તેમને સાથે ફાવી ગયું હતું અને તે તેમને ઘણાં પ્રશ્નો પૂછતો જેનો જવાબ યોગી ખૂબ જ ધીરજ પૂર્વક આપતા. યોગી જ્યારે નિત્યાનંદ સાથે હોય ત્યારે જો કોઈ મોટી વ્યક્તિ કંઈક પૂછવા અથવા વાતો કરવા આવે તો તેઓ કહેતા કે, “એવું ના માનતા કે હું આ

થઈ ગયાં. તેણે યોગીને આશ્ચર્ય પામતાં કહ્યું કે, 'તેણે દેવીને જોયાં ! મેં તેને ચારભૂજાઓ સાથે જોયાં !'

રઘુપતિ યોગીને પહેલાં તો છોકરાની વાત પર વિશ્વાસ જ ના બેઠો. તેમણે વિચાર્યું કે એ નિત્યાનંદની સક્રિય કલ્પના હશે. છોકરો ભાવાવેશથી ભરાઈ ગયો હતો, નિત્યાનંદ જ્યારે ઘરે ગયા ત્યારે તેણે હથોડી અને છીણી લીધી પછી એક નરમ પથ્થર લીધો અને તેણે જે સ્વરૂપે દેવીના દર્શન કર્યાં હતાં તેવી જ મૂર્તિને આકાર આપવાનું શરૂ કર્યું. ઘણાં પ્રયત્નો પછી પણ તેને સંતોષ થયો નહીં એટલે તે એ મૂર્તિને લઈને પોતાના ઓળખીતા શિલ્પકાર પાસે ગયા અને તેને મૂર્તિ પૂરી કરી આપવાની વિનંતી કરી. (રેતીના પથ્થરની આ મૂર્તિ અત્યારે આશ્રમમાં પ્રદર્શિત કરવામાં આવેલી છે). નિત્યાનંદ પૂરું થયેલું શિલ્પ લઈને રઘુપતિ યોગી પાસે ગયો અને કહ્યું 'તમે જ્યારે મને મંત્ર આપ્યો, ત્યારે મેં આ અમ્માને જોયા હતા. યોગીએ નિત્યાનંદને બેસી જવાનું કહ્યું અને તેના હાથ પકડી લીધા. સામાન્ય રીતે છોકરો યોગીમાંથી પોતાનામાં આવતી શક્તિના પ્રવાહનો અનુભવ કરતો હતો. આ વખતે તેને લાગ્યું કે તેનામાંથી શક્તિ યોગી તરફ પ્રવાહિત થઈ રહી છે !'

યોગી ઉભા થયા અને છોકરાના પગમાં પડીને સાષ્ટાંગ નમસ્કાર કર્યા. નિત્યાનંદ ચીસ પાડી ઉઠ્યા. થાત્યા આ શું કરી રહ્યા છો ? (તામિલમાં થાત્યાનો અર્થ દાદા થાય છે.) યોગીએ કહ્યું, 'વરસોથી આ મંત્ર મારી પાસે હતો અને હું તેનો ઉપયોગ કરતો હતો, પરંતુ મને ક્યારેય અનુભવ થયો નહીં. હું લાઈબ્રેરીયન જેવો હતો, જેની પાસે બધા જ પુસ્તકો હોવા છતાં તેની અંદરના લખાણની જાણ કે કોઈ અનુભવ નથી હોતો. મેં બીજ વાવ્યું હતું અને રાહ જોતો હતો. હવે બીજ અંકુરિત થયું છે !'

છોકરાને દરરોજ ઓછામાં ઓછા ૨૪ સ્તંભો પર ચડવું પડતું હતું. છોકરો થોડો તેમના પ્રત્યેના માનને લીધે અને થોડા તેમની સાથેના લગાવને લીધે તેમની દરેક આજ્ઞાનું પાલન કરતો હતો. વળી તેને સ્કૂલમાં કોઈ તકલીફ પડતી ન હોતી ! જો નિત્યાનંદને હોમવર્ક કરવાનું હોય અને તે યોગીને ફરીયાદ કરે તો પછીના દિવસે શિક્ષક બિમાર પડી જતા હતા !

યોગીએ નિત્યાનંદને કહ્યું હતું કે ૧૪ વરસની ઉંમર પહેલાં યોગા શીખી લેવા જોઈએ અને એટલે જ તેમણે તેને ૩ વરસની ઉંમરથી જ તાલીમ આપવાનું શરૂ કર્યું હતું, જેથી તેને તાલીમ આપવા માટે પૂરા ૧૦ વરસ મળે. તેમણે તેને આસનો, પ્રાણાયામ, ધ્યાન, મંત્ર અને બીજી ઘણી વિવિધ પધ્ધતિઓ શીખવી હતી. યોગી અવાજથી જાદુઈ બાબતો કરી શકતા હતા. એક અવાજથી તેઓ હજારો વાર દૂર રહેલા કૂતરાઓને આકર્ષી શકતા હતા. તેઓ પથ્થર પર હથોડા ઠોકવાનો અવાજ કરીને પથ્થરને તોડી શકતા હતા. બીજા એક અવાજથી તેઓ લોકોને દેખાતું બંધ કરી શકતા હતા. એક દિવસ નિત્યાનંદ સ્કૂલમાં ગયો નહોતો એટલે સ્કૂલનો ચોકીદાર તેને શોધવા આવ્યો ત્યારે નિત્યાનંદ દોડીને યોગી પાસે પહોંચી ગયો. એ વખતે યોગીએ એવો અવાજ કાઢ્યો કે છોકરો ચોકીદાર અને યોગીની સામે જ ઊભો હોવા છતાં ચોકીદાર તેને જોઈ શક્યો જ નહીં !

નિત્યાનંદ કહે છે :

"૧૪ વરસની ઉંમર પછી માત્ર એન્લાઈટેન્ડ માસ્ટર જ સાચું બ્રહ્મચર્ય પાળી શકે છે. જે અષ્ટાંગયોગના પાંચ પાસાંમાંનું એક પાસું છે."

સંન્યાસીઓની પરંપરાઓનું અપમાન કર્યા વગર મને કહેવા દો કે તેઓ જ્યાં સુધી એન્લાઈટેન્ડના બને ત્યાં સુધી સાચું બ્રહ્મચર્ય પાળી શકે નહીં.

રઘુપતિ યોગીએ તેમની સાથેના નિત્યાનંદના વરસોમાં તેના ધ્યાનાવસ્થાના વિવિધ અંગ વિન્યાસોના ફોટાઓ પાડવાની ગોઠવણ કરી હતી. એ દિવસોમાં ગ્રામીણ ભારતમાં ફોટોગ્રાફી ખૂબ જ મોંઘી હતી. યોગીએ આ ફોટાઓ પાડવા માટે હોટેલ માલિક ઉપાધ્યાય પાસેથી પૈસા ઉધાર લીધા હતા. તેમને જ્યારે પૂછવામાં આવ્યું કે આટલો બધો ખર્ચો શા માટે કરો છો, ત્યારે તે માત્ર મુસ્કુરાયા અને ક્યારેય જવાબ આપ્યો નહીં. જ્યારે ફોટાઓ તેમની પાસે આવ્યા ત્યારે તેમણે તેના પર લખ્યું "એક દિવસ આખી દુનિયા આ ફોટાગ્રાફ માટે મારો આભાર માનશે !"

આ એ જ ફોટોગ્રાફ છે જેને આપણે યુવાન નિત્યાનંદને ધ્યાનમાં બેઠેલા જોઈએ છીએ; તેમનો પહેલો ફોટોગ્રાફ લગભગ નવ વરસની ઉંમરે લીધેલો છે. રઘુપતિએ, નિત્યાનંદ સાથેના જ પોતાના ફોટાઓ લીધા છે. પોતાના એકલાનો એક પણ ફોટો પડાવ્યો નથી. છોકરાએ તેમને આ બાબતમાં સારી રીતે પૂછ્યું હતું. 'તમે તમારો પોતાના એકલાનો ફોટો શા માટે નથી પડાવતા? જો પડાવો તો હું તેને મારી પાસે રાખી શકું' રઘુપતિ યોગી માત્ર હસ્યા અને કહ્યું, "મારા ફોટાની પૂજા કરવાની કોઇપણની ઇચ્છા નહીં થાય; પરંતુ તેઓ તારા ફોટાની પૂજા કરશે !"

જે ફોટોગ્રાફરે આ ફોટાઓ પાડ્યા હતા તે જૂની યાદ તાજી કરતા કહે છે કે જ્યારે તે રઘુપતિ યોગી અને નિત્યાનંદના ફોટાઓ લઈ રહ્યો હતો, ત્યારે તેણે એ બંનેને ધ્યાનાવસ્થામાં જમીનથી થોડા ઇંચ ઉપર ઉંચકાયેલા જોયા હતા.

પતંજલિની ચેતનામાંથી યોગામાં ગહન સૂક્ષ્મ દૃષ્ટિ

યુએસએના લોસ એન્જલસમાં હમણાં જ અમારી સમક્ષ નિત્યાનંદે તેમના રઘુપતિ યોગી સાથેના દિવસો ફરીથી યાદ કર્યા હતા અને કહ્યું હતું :

રઘુપતિ યોગી નામના મહાન માસ્ટર આસપાસ રહેવાનું મને બહુ જ મોટું સદ્ભાગ્ય પ્રાપ્ત થયું હતું. હું જ્યારે તેમને મળ્યો ત્યારે તેમની ઉંમર લગભગ ૧૦૫ વરસની હતી. તેઓ પતંજલિના વંશવેલામાંથી હતા. પતંજલિ યોગા પધ્ધતિના આધ્યસ્થાપક હતા. તેઓ સૌ પ્રથમ માસ્ટર હતા જેમણે આત્મસાક્ષાત્કારના અનુભવોને ફરીથી પેદા કરવા માટેની સ્પષ્ટ વૈજ્ઞાનિક અને તાર્કિક પધ્ધતિનું સર્જન કર્યું હતું. પતંજલિ આવતાં પહેલાં સુધી આત્મસાક્ષાત્કાર એક અકસ્માત હતો : કોઈક તે પ્રાપ્ત કરી શકે અથવા પ્રાપ્ત ના કરી શકે. તે એક જુગાર જેવું વધારે હતું. તમારે રમવાનું હતું, પરંતુ જીતવાની કોઈ ખાત્રી નહોતી. પતંજલિ સૌથી પહેલાં એવા માસ્ટર હતા, જેને હું આધ્યાત્મિક દરિયાખેડુ કહી શકું. જેમણે હકીકતમાં માપ કાઢ્યા અને સંપૂર્ણ માર્ગદર્શનો આપ્યા. તેમણે સ્પષ્ટ અને સુરેખ માર્ગદર્શનો આપ્યા : એન્લાઈટ્મેન્ટના અનુભવોને ફરીથી પેદા કરવા માટેના ક્રમશઃ સ્પષ્ટ સૂત્રો અને સિધ્ધાંતો આપ્યા !

વૈજ્ઞાનિકો જેવી રીતે બહારની દુનિયાની વસ્તુઓને ફરી વખત ઉત્પાદિત કરવા માટેના સૂત્રોનું સર્જન કરે છે. તેવી જ રીતે પતંજલિએ ભીતરી દુનિયાના અનુભવો, એન્લાઈટ્મેન્ટને ફરીથી પેદા કરવા માટેના સુંદર સૂત્રોનું સર્જન કર્યું. રઘુપતિ યોગીએ યોગના આખા વિજ્ઞાનમાં નિપુણતા પ્રાપ્ત કરી લીધી હતી. માત્ર યોગોના શારિરીક પાસાંઓ જેમાં શરીરને વાળવાનું અને બીજું ઘણું હોય છે અને આપણે તેને આસનો કહીએ છીએ, તેમાં જ નહીં અથવા હઠયોગમાં જ નહીં પરંતુ યોગના બીજાં પાસાંઓ જેવાં કે શ્વાસોચ્છ્વાસ (પ્રાણ) પર કામ કરવું, મન સાથે કામ કરવું, લાગણીઓ અને વિઝ્યુલાઇઝેશન શક્તિ પર કામ કરવું વગેરે યોગના બધાં જ પરિમાણો પર તેમણે પ્રભુત્વ મેળવ્યું હતું.

મારી ઉંમરના ૩ અને ૧૩ વરસ વચ્ચે જ્યારે હું તેમની સાથે હતો, તેમણે

તેઓ મારી પાસે 'નેતિ'ની ક્રિયાપણ કરાવતા. યોગાની આ પ્રક્રિયામાં વ્યક્તિએ પોતાના આંતરડા અને પાચનતંત્રને સાફ કરવા માટે કાપડની એક લાંબી પટ્ટીને ગળી જવાની હોય છે. નિખાલસપણે કહું તો; અત્યારે આ બધી બાબતો વિષે મને આનંદનો અનુભવ થાય છે. એ દિવસોમાં હું આ બધાને ધિક્કારતો હતો !

પતંજલિના શબ્દો ઉપર એમણે આપેલી સૂક્ષ્મ દ્રષ્ટિઓ અમુક વખતે આશ્ચર્ય જનક અને રહસ્યો ખોલનારી હતી, તો અમુક વખતે તદ્દન વિરોધાભાસી પણ હતી. તે સમજાવતા કે પુસ્તકમાં પતંજલિના શબ્દો પકડાયેલા છે પરંતુ તેમના શરીરની ભાષા નહીં. માટે સ્વાભાવિક રીતે જ ઘણું બધું ગુમાવી દેવુ પડ્યું છે. માત્ર જે વ્યક્તિએ પતંજલિની ચેતનાનો અનુભવ કર્યો હોય તે વ્યક્તિ જ પતંજલિને જિંદગીમાં પાછા લાવી શકે અને મારું એ સદ્ભાગ્ય હતું કે, પતંજલિની ભીતરી જગ્યા જેવી જ જગ્યાવાળા અથવા એ જ ચેતનાનો અનુભવ કરેલા માસ્ટર સાથે મને રહેવા મળ્યું, તેમના એ અનુભવને લીધે તેઓ યોગાના વિજ્ઞાનના ગહનમાં ગહન સત્યોના રહસ્યોને ખુલ્લા કરી શકતા હતા.

મને યોગાના કોઈપણ પુસ્તકમાં સ્તંભો ઉપર ચડવા બાબતનો કોઈ સંદર્ભ ના મળતાં મેં તેમને પૂછ્યું કે તમે મને થાંભલાઓ ઉપર શું કામ ચડાવ્યો હતો. તો એમણે મને ખુબ જ સુંદર ખુલાસો આપ્યો હતો. કાંઈપણ હેતુ માટે તમે તમારા શરીરને નમાવો છો, તમારા શરીરને હલાવો છો, ત્યારે એ હેતુ, જે હેતુ સાથે તે કરો છો તેની યાદ, તે ખ્યાલ, તમારા શરીર અને મનમાં નોંધાઈ જાય છે અથવા પૂરેપૂરો તેમાં ઉમેરાઈ જાય છે. આ ખૂબ જ આશ્ચર્ય જનક રહસ્યોદ્ઘાટન હતું. તેઓ કહેતા, કોઈપણ આશય સાથે જો તમે તમારા શરીરને વાળો, તેને હલાવો છો અથવા શરીરને સક્રિય કરો છો, તો એ આશય, એ હેતુ તમારા શરીરમાં નોંધાઈ જશે; એ હેતુ, એ

શિવે કહ્યું, “તું પૃથ્વી પર જન્મીશ અને તપ કર્યા પછી મારું નૃત્ય જોઈશ” એ મુજબ આદિશેષ ચિદમ્બરમ્માં પતંજલિ તરીકે જન્મ્યા અને શિવ ત્યાં આવ્યા અને તેના માટે નટરાજ બનીને નૃત્ય કર્યું.

નિત્યાનંદાએ જ્યારે આ બનાવ વિષે અમને કહ્યું, ત્યારે અમારામાંના ઘણાને એ યાદ આવ્યું કે ઘણી બધી વખત, આનંદ દર્શનના સમયે નૃત્ય કરતી વખતે માસ્ટરના પોતાના ઝાંઝર તૂટીને નીકળી જતાં હતા; સોનાના ભારે ઝાંઝર તેના નૃત્યની શક્તિને માર્ગ કરી આપતા હતા.

યોગી રામ સુરત કુમાર - વીસરી સ્વામીગલ

બચપણમાં જ નિત્યાનંદ ઘણા બધાં બીજા સંતો સાથે મિત્રની જેમ વર્તતા હતા. તેમાંના એક સાક્કુપાઈ સ્વામી માત્ર ગુણપાટમાંથી બનાવેલા શણનાં વસ્ત્રો જ પહેરતાં હતાં, તામીલમાં તેને સાક્કુપાઈ કહે છે. અને મંદિરમાં સૂતા હતા. બાળકો તેમનાથી ડરતાં અને દૂર જ રહેતા. નિત્યાનંદ સાક્કુપાઈ સ્વામી પાસે ગયા અને તેમને પૂછ્યું કે તે અરૂણાચલને માનવ સ્વરૂપમાં કેવી રીતે જોઈ શકે. સાક્કુપાઈ સ્વામી હસ્યા અને કહ્યું, ‘મને છેતર નહીં. દૂર જતો રહે, દૂર જતો રહે,’ નિત્યાનંદ બીકના માર્યા દૂર દોડી ગયા. જ્યારે તેઓ સ્વામી શું કરી રહ્યા છે એ જોવા પાછા ફર્યા ત્યારે, સ્વામીને પોતાની દિશામાં જમીન પર સૂઈને સાષ્ટાંગ દંડવત્ પ્રણામ કરતા જોઈને નવાઈ પામી ગયા.

આ બનાવ પછી, નિત્યાનંદ જ્યારે પણ તેમની બાજુમાંથી પસાર થાય ત્યારે સાક્કુપાઈસ્વામી તેના તરફ કેન્ડી અને મિઠાઈ ફેંકતા, જેથી છોકરો તેમની નજીક ના આવે. નિત્યાનંદ વિચારતા કે આ માણસ પાગલ હતો. એક દિવસ, નિત્યાનંદાએ સાક્કુપાઈ સ્વામી તરફ એક રૂપિયાનો સિક્કો થાય તેઓ ત્યાં રોકાય અને પોતાના ભવિષ્ય વિષે પ્રશ્નો પૂછે. બાળકો સ્કૂલે જતી વખતે ત્યાં રોકાય અને પોતાના ભવિષ્ય વિષે પ્રશ્નો પૂછે. બાળકો સ્કૂલે જતી વખતે ત્યાં રોકાય અને પોતાની પરીક્ષાના પરિણામ વિષે પૂછે તેઓ આ ગૂઢ રહસ્યવાદી પાસેથી ભાગ્યે જ વાત કઢાવી શકતા હતા. એક દિવસ, સ્કૂલે જતી વખતે નિત્યાનંદ તેમની પાસે રોકાયા અને પૂછ્યું કે હું આજે સ્કૂલની ટેસ્ટમાં પાસ થઈશ કે નહીં ? તેને જવાબ મળ્યો, “મારા દિકરા, તું જીંદગીની પરીક્ષામાં પાસ થઈ જઈશ. !” નિત્યાનંદ આ શબ્દોનો અર્થ સમજી શક્યા નહીં. એક મહિલા જેણે આ શબ્દો સાંભળ્યા હતા તેણે તેને કહ્યું, “આગળ વધ બાળક ! તું અત્યારે આ શબ્દો નહીં સમજી શકે; પરંતુ પછીથી તું તેને યાદ કરીશ !”

પવિત્ર શહેર તિરૂવન્નામલાઈના અમુક કબ્રસ્તાનો નિત્યાનંદ માટે મેડિટેશન માટેનાં પવિત્ર સ્થાનો હતા. એક દિવસ સવારના સમયે અમે નાના જૂથમાં માસ્ટર સાથે તિરૂવન્નામલાઈમાં ફરી રહ્યા હતા, ત્યારે તેઓ અમને આ કબ્રસ્તાનમાં લઈ ગયા અને તેઓ જ્યાં બેસીને મેડિટેશન કરતા હતા તે ચોક્કસ સ્થાનો બતાવ્યા હતા. તેમણે એક મોટી કબર તરફ આંગળી ચીંધી ને કહ્યું, તમે ત્યાં પેલો ડબલ બેડ જોઈ શકો છો? તેના પર જ યોગી રામ સુરતકુમાર કાયમ બેસતા હતા. હું આજુબાજુમાં છુપાઈ જતો અને તેમનું નિરીક્ષણ કર્યા કરતો અને તેમનામાંથી પ્રસરતા રહસ્યના કિરણોનો આનંદ લેતો હતો. તેઓ મને દૂર જતા રહેવાનો ઈશારો કરીને કહેતા, ‘મને એકાંતમાં રહેવા દે, દૂર ભાગી જા !

તેઓ એક રાતને યાદ કરે છે, જ્યારે તેઓ કબ્રસ્તાનમાં મેડિટેશન કર્યા પછી પાછા ફરી રહ્યા હતા ત્યારે તેમણે જોયું કે રસ્તા વચ્ચે એક માણસ પડેલો છે અને અરૂણાચલની દિશામાં દંડવત્ પ્રણામ કરી રહ્યો છે, દેખાતી. સ્થાનિક પોલિસ ઇન્સ્પેક્ટર આવતા અને થાત્યાના ચરણોમાં બેસતા.

ચોરો તેમની પાસે વિનવણી કરવા આવતા કે પોલિસ સામે તેમને ખુલ્લા ના પાડે. જ્યારે તેઓ તેમની ખાત્રી આપતા ત્યારે અરીસો કશું જ બતાવતો નહીં. તેઓ ચોરેલા પૈસાનો અમુક ભાગ મંદિરમાં આપી દેવાનું કહેતા. અમુક વખતે ચોરોએ કોઈ સારા માણસને લૂંટયો હોય તો તેના પૈસા પાછા આપી દેવાનું કહેતા. દરરોજ તેમની પાસે હજારો રૂપિયા ભેગા થતા હતા.

આ સેવાના બદલામાં થાત્યાને લોકો તરફથી જે કંઈ મળતું એ બધું જ એ જ દિવસે ત્યાગી દેતા. એમણે કોઈપણ ભૌતિક સામગ્રી અથવા પૈસા ભેગા ના કરવાનું વ્રત લીધું હતું. સાધુઓ અને ભિખારીઓ થાત્યા જે છોડી દેતા હતા તે લેવા માટે તેમની આસપાસ ટોળે વળતા. નિત્યાનંદની માતા આધ્યાત્મિક લોકોને ભોજન કરાવવામાં ઉદાર સ્વભાવવાળી હોવાથી તેઓ થાત્યા માટે ઘરેથી ભોજન લઈને આવતા. નિત્યાનંદ તેમનો પરચૂરણ કામગીરી કરનાર છોકરો હતો, જે અરીસામાં ટેલીવિઝન શો જોઈને ખુશ થતો, શહેરમાં થતી બધી ગપશપ જાણી લાવતો અને જે લોકો કંઈક શોધવા માટે મદદ મેળવવા આવ્યા હોય તેમને તે મળ્યા પછી તેમને થતા આનંદની વાતો કરતો. એક વખત, તિરુનીર અજામલાઈ નામના નજીકના ગામમાં આવેલ મંદિરમાંથી મૂર્તિની તેના પાયામાંથી ઉખેડીને ચોરી કરવામાં આવી. થાત્યાના અરીસાએ બતાવ્યું કે મૂર્તિને વપરાયા વગર રહેતી પાણીની ટાંકીની અંદર સંતાડવામાં આવેલી છે અને પોલિસ તે શોધી કાઢી હતી. ચોરી કરનારે મૂળ મંદિરને નુકસાન પહોંચાડ્યું હતું એટલે થાત્યાએ પોલિસને પોલિસ સ્ટેશનમાં જ નવું મંદિર બાંધવાનું કહ્યું અને તેમણે બાંધ્યું. દાદાનો અરીસો પણ આ મંદિરમાં છે. મોટે ભાગે આ એક જ મંદિર એવું છે જે ભારતમાં પોલિસ સ્ટેશનની અંદર બંધાયું હોય અથવા કદાચ દુનિયામાં પણ ક્યાંય નહીં હોય !

એક દિવસ થાત્યા જ્યારે બાથરૂમમાં હતા ત્યારે નિત્યાનંદાએ અરીસાની ચકાસણી કરવાનું નક્કી કર્યું. તેણે અરીસા પર કાળી મેશ ચોપડી પરંતુ તેની પાસે પૂછવા જેવું કશું જ નહોતું. એકાએક અરીસા પર દેવીનું સ્વરૂપ દેખાયું. તેણી તેના તરફ હસ્યા. નિત્યાનંદ ગભરાઈ ગયા કે દેવી થાત્યાને કહી દેશે કે મેં અરીસાનો ઉપયોગ કર્યો છે. તે નીચે બેસી ગયા અને દેવીને પ્રાર્થના કરી કે મહેરબાની કરીને થાત્યાને કહેતા નહીં. દેવી એવી રીતે મુસ્કુરાયા જાણે કે કહેતા હોય હું તેને કશું જ નહીં કહું. પરંતુ સમસ્યા એ હતી કે દેવીને અદૃશ્ય કેવી રીતે કરવા.

જ્યારે થાત્યા બાથરૂમમાંથી બહાર આવ્યા ત્યારે નિત્યાનંદાએ તેમને અરીસો બતાવ્યો અને કબૂલાત કરી લીધી. તેઓ માત્ર હસ્યા. તેમણે કહ્યું “જો દેવીની ઈચ્છા અદૃશ્ય થવાની નહીં હોય તો તેઓ નહીં થાય, તેં કશું જ ખોટું કર્યું નથી.” થાત્યાએ અરીસો મૂકવા માટે પોતે જે ચાંદીનું બોક્સ વાપરતા હતા તે નિત્યાનંદને આપ્યું. આ બોક્સ આજે બેંગલોરના આશ્રમમાં છે.

ઘણીવાર જ્યારે નિત્યાનંદ સ્કૂલમાં નહોતા જતા ત્યારે શિક્ષકો પોતાને શિક્ષા ના કરે તે માટે થાત્યાની મદદ માંગતા હતા. થાત્યા તેને ખાત્રી આપતા હતા કે સ્કૂલમાં તારી હાજરી પૂરાઈ ગઈ હશે !

થાત્યા હવામાંથી વસ્તુઓ હાજર કરતા હતા. તેઓ લોકોને તેમની સમસ્યાઓનું સમાધાન પૂરું પાડતા હતા. એક વખત એક નીચી જાતિનો માણસ પોતાની સમસ્યા લઈને થાત્યા પાસે આવ્યો અને થાત્યાએ તેને વાસણમાંથી ફળ લઈ લેવાનું કહ્યું અને ‘જા’ એવું કહ્યું. આ બનાવ પછી ત્રીજા જ દિવસે થાત્યા દેવલોક પામી ગયા. તિરૂવન્નામલાઈમાં તેમની સમાધિ છે. જેનું નામ થોટ્ટાકારા થાત્યા છે. માળી દાદાના નામથી તેઓ ખૂબ જ જાણીતા હતા.

નિત્યાનંદાએ તેની પ્રથા મુજબ વધારે આધ્યાત્મિક જોડાણો વિકસાવવાનું ચાલુ રાખ્યું. તેઓ અરુણાચલ મંદિરની બાજુમાં થિરૂમાંજના ગોપુરમ્ પાસે બેસી રહેતા સંન્યાસીને મળ્યા. આ સંન્યાસી, નારાયણ સ્વામીગલના નામથી તિરૂવન્નામલાઈમાં ખૂબ જ લોકપ્રિય હતા. તેઓ મૌની સ્વામીગલ અથવા શાંત સાધુ કહેવાતા હતા, તેઓ ક્યારેય બોલતા જ નહોતા. એવી જ રીતે તેઓ ક્યારેય ભોજન પણ લેતા નહોતા. જ્યારે પણ કોઈ વ્યક્તિ તેમના આશીર્વાદ લેવા જાય ત્યારે તેઓ પોતાના બંને હાથ ઊંચા કરતા અને દસ મિનિટ સુધી એ મુદ્રામાં રાખતા. તેમની પાસે એક સ્લેટ હતી, જેમાં તામીલમાં લખેલું હતું કે, “સુમ્માઈરૂ સોલ્લારેન” જેનો અર્થ છે, ‘બસ શાંત રહો.’ તેઓ ખરેખર મનની અંદરના બડબડાટ વગર જ શાંતિથી બેઠા રહેતા. નિત્યાનંદ જ્યારે પણ મૌન સ્વામિગલ સાથે બેસતા ત્યારે તેમને પણ આંતરિક શાંતિનો અનુભવ થતો હતો. મૌનસ્વામિગલ હજુ પણ જીવે છે. તેઓ અરુણાચલ ટેકરી પર જતા રહ્યા છે. આ એકાંત જગ્યાએ છે અને જ્યાં તેઓ પંદર વરસથી ખોરાક અને પાણી વગર જ રહે છે.

બચપણથી જ નિત્યાનંદની શક્તિ જેવી જ શક્તિ અને અભિગમ ધરાવતા લોકો તેના તરફ આકર્ષાતા હતા, જેમણે બાળકને તેણે પસંદ કરેલા આધ્યાત્મિક માર્ગમાં આગળ વધવા માટે સ્વેચ્છાએ રાજીખુશીથી મદદ કરી હતી. બચપણની શરૂઆતથી જ સાધુ સંતો સાથેની મુલાકાતોએ બાળકમાં એ લોકો જેવા બનવાની તીવ્ર ઈચ્છાની જગાવી હતી.

ગણિત શિક્ષક

ઉત્સુક શોધખોળ કરનારાની આંખો યુવાન નિત્યાનંદમાં રહેલી દિવ્યતા જોવાનું ક્યારેય ચૂકતી નહીં.

તેના સ્કૂલના દિવસો દરમ્યાન નિત્યાનંદ તેના ગણિતના વર્ગમાં મોડા પડ્યા હતા. તેઓ અંદર પ્રવેશવાની રજા મેળવવા માટે દરવાજા બહાર ઊભા હતા. ગણિત શિક્ષક તેમના ટેબલ ઉપર નમેલા હતા. નિત્યાનંદ રાહ જોઈ રહ્યા હતા, ત્યારે જ શિક્ષકના મનમાં કંઈક આત્મ સ્ફૂરણ થઈ અને તેમણે તેની તરફ જોયું. તેમને લાગ્યું કે નિત્યાનંદ મેડિટેશનમાં હોય તેવું દેખાય છે. શિક્ષકે ધીરેથી પોતાના બંને હાથ ઊંચા કર્યા અને જોડ્યા અને ગહન પવિત્ર મુદ્રામાં ઊભેલા છોકરાને નમસ્કાર કર્યા. નિત્યાનંદ ખરેખર ગુંચવાઈ ગયા હતા !

પછીથી ગણિત શિક્ષકે નિત્યાનંદને તેના માતા-પિતા સાથે તેમની મુલાકાત કરવા માટે વિનંતી કરી, નિત્યાનંદ પોતાના માતા-પિતા સાથે તેમના ઘરે ગયા. શિક્ષકે જેવો બાળકને પોતાના ઘરમાં જોયો કે તરત જ તેમણે તેને સાષ્ટાંગ દંડવત્ પ્રણામ કર્યા અને એવો મહાન આનંદ અને લાગણી વ્યક્ત કરી, જાણે કે તેમણે તેમના પ્રિય દેવતા-ભગવાન અય્યપ્પાનાં આ છોકરામાં દર્શન કર્યા હોય. આવો જ અનુભવ તેમને દરવાજા બહાર રાહ જોઈને ઊભેલા નિત્યાનંદને જોઈને થયો હતો. તેમણે પોતાને આ છોકરાના શિષ્ય તરીકે જાહેર કરી દીધા. નિત્યાનંદ અવાક્ થઈ ગયા !

અભિરુચિના છૂટા છવાયા બનાવો

બચપણનો એક બનાવ જેને ફરીથી યાદ કરતાં નિત્યાનંદ આનંદીત થઈ જાય છે તે નીચે મુજબ છે.

માસ્ટર જ્યારે આ વાર્તા કહે છે ત્યારે ખડખડાટ હાસ્યથી આખા હલી જાય છે. આ વાર્તાઓ સાથે તેમને સંબંધિત થતા નિહાળવા અને તેઓ પોતાના બચપણના અનુભવોને અભિવ્યક્ત કરે તે જોવું, તેમજ નાનામાં નાની વિગત પણ ભૂલ્યા વિના કહેતા સાંભળવા એ એક લ્હાવો છે.

ક્યારેક જ તેઓ તેમના માતા-પિતા સાથે જોયેલી એક માત્ર ફિલ્મ વિષે વાત કરે છે. તે તિરૂવન્નામલાઈના બાલાસુબ્રહ્મનીઅન સિનેમા ઘરમાં બનાવવામાં આવી હતી. જેનું નામ હતું ‘મુદલ મારી પાડાઈ’ અર્ધી ફિલ્મ જોતાં સુધીમાં તેમણે કહ્યું કે તેમાંનાં લોહીયાળ દ્રશ્યો જોઈને તેમને આઘાત લાગી ગયો હતો. તેઓ થિયેટરમાંથી બહાર નીકળી ગયા હતા. આ પહેલા નિત્યાનંદ ભય વિષે કશું જાણતા જ નહોતા હવે તેમને લાગે છે એ વખતે ભય તેમની અંદર પ્રવેશવાનો પ્રયત્ન કરી રહ્યો હતો. તેઓ આ બાબતથી સચેત બની ગયા હતા અને તેથી જ થિયેટરમાંથી બહાર આવી ગયા હતા. એ પછી તેમણે એમના સમગ્ર બચપણ દરમ્યાન ક્યારેય ફિલ્મ અથવા ટેલિવિઝન જોયું નહોતું.

આપણે જ્યારે ફિલ્મ અથવા ટેલિવિઝન જોઈએ છીએ ત્યારે તેમાં દર સેંકડે બતાવાતી ફ્રેમો સીધે સીધી આપણા અભાન મનમાં ઊતરી જાય છે. ૨૦ મિનિટથી વધારે સમય સુધી ભયાનક અથવા હતાશ કરનારી ફિલ્મ જોવાથી તે આપણો મૂડ પણ એવો જ બનાવી દે છે; વારંવાર આવી ફિલ્મો જોવાથી અજાણતાં જ આપણું ચારિત્ર્ય પણ એવું જ થઈ જાય છે. માટે બાળકો માટે, જેમના મન ખૂબ જ કોમળ હોય છે અને સરળતાથી પ્રભાવિત થઈ જતાં હોવાથી, તેમને હિંસાત્મક અથવા ભયાનક ફિલ્મો જોવા દેવી ખૂબ જ જોખમી બાબત છે. પુખ્તવયના લોકોએ પણ નકારાત્મક કથા વસ્તુવાળી ટેલિવિઝન શ્રેણી અથવા ફિલ્મ એક ધારી ૧૫ મિનિટથી વધારે સમય સુધી જોવી જોઈએ નહીં.

નિત્યાનંદમાં રહેલ બાળક દરેક અવસરે મુક્ત થવાની રાહ જોઈ રહ્યો હોય છે. તેઓ વારંવાર, આપણને અણધારી રીતે જ બાળક જેવા તેમના વર્તનથી નવાઈમાં ડૂબાડી દે છે.

એક વખત, કોઈ ગંભીર બાબત પર ચર્ચા કરતાં કરતાં હું એક ભક્ત તરફથી મળેલી ભેટનું બોક્સ ખોલી રહ્યો હતો, જેમાં બેટરીથી ચાલતાં રમકડાં હતા. મને એવી સૂચના મળી હતી કે રમકડાંઓમાં બેટરી ફીટ કરીને નિત્યાનંદને આપી દેવાં. જેવો તેમણે મને બેટરી ગોઠવતા જોયો કે તરત જ મારા હાથમાંથી બેટરી અને રમકડાં ખેંચી લેતા કહ્યું, ‘ખરી મજા બેટરીઓ ફીટ કરવામાં જ છે.!’

ગંભીર બાબતની ચર્ચા, તેમની રમકડાંઓની ચાવીઓ ચાલુ અને બંધ કરવામાં અને તેના અવાજોમાં અધૂરી જ રહી ગઈ.

તેમના હાથમાં રમકડાં સોંપતી વખતે મેં કહ્યું હતું. કદાચ આ રમકડાં કોઈ અનાડી માટે અહીં મોકલવામાં આવેલા છે. મેં આશ્રમના આઠ વરસની ઉંમરના સૌથી નાના શિષ્યના સંદર્ભમાં કહ્યું હતું. તેમણે રીસમાં મોં મચકોડ્યું અને પ્રતિભાવ આપ્યો, ‘તે આવું કેમ કહ્યું ? આ રમકડાં તો મારા માટે છે !’

અલબત્ત થોડા કલાકોની રમત પછી એ રમકડાં પેલા અનાડી શિષ્ય પાસે જ પહોંચી ગયા હતા !

આવી ક્ષણોમાં તેમને નિહાળવા એ આપણાં માટે શીખવાનો મહાન અનુભવ બની જતો હોય છે. જો કોઈ ઍન્લાઈટૅન્ડ માસ્ટર, પોતાની આ