KAILASA Library/કૃતજાતામાં (Krutajatanmam)/પ્રકરણ - ૭: ગૃહત્યાગSign in
કૃતજાતામાં (Krutajatanmam)

પ્રકરણ - ૭: ગૃહત્યાગ

This text was machine-transcribed from the printed book and may contain errors. Select the words and choose “Report a mistake”.

આધ્યાત્મિક વિકાસ માટે આશ્રમનું વાતાવરણ શા માટે જરૂરી છે ?

નિત્યાનંદ કહે છે :

“લોકો મને પૂછે છે કે મારા આશ્રમો શા માટે છે ? એક સમૂહની રીતે આશ્રમમાં રહેવા પાછળ મુદ્દો શું છે ? સંયુક્ત કુટુંબમાં રહેવામાં અને આશ્રમમાં રહેવામાં કેવી રીતે ફરક પડે છે ?”

આપણે વિચારવાની જરૂર છે કે માણસો માટે જાગૃત હસ્તીઓ તરીકે વિચારવું જોઈએ નહીં કે તેમની સામાજિક ઉપયોગીતા તરીકે. જો તમે ડોક્ટર છો. તો તમારો ધંધો ડોક્ટરનો છે; તમારો મૂળભૂત ‘સ્વ’ ડોક્ટર નથી. માસ્ટર તમને તમારા આંતરિક અવકાશ, તમારા ‘સ્વ’ ને ઓળખવામાં મદદ કરવાનો પ્રયત્ન કરે છે. તમે એક ડોક્ટર કરતાં કંઈક વધારે છો; તમે તમારી અંદરનો ‘સ્વ’ છો. મારા આશ્રમમાં હું લોકોને તેમનો આંતરિક ‘સ્વ’ પાછો મેળવવામાં મદદ કરું છું. આ આંતરિક ‘સ્વ’ ની સરખામણીમાં, આપણે બધો જ સમય જેમાં વિતાવ્યો છે એ બાહ્ય ‘સ્વ’ અતિશય નાનો અને અપ્રસ્તુત દેખાય છે. કોઈએ તેની લાંબો સમય ચિંતા કરવી જોઈએ નહીં. આપણે આપણી પાસે એ છે કે નહીં તેની ચિંતા કરીશું નહીં.

બાહ્ય જિંદગી જીવનનો માત્ર એક ભાગ જ છે. તમે કદાચ પૂછશો, “આ સ્થિતિ એ હું મારા ઘરમાં રહીને જ શા માટેના પહોંચી શકું ? આશ્રમ શા માટે જરૂરી છે ?”

તમારું ઘર સામાજિક ખ્યાલ પર આધારિત છે. તે તમને સત્ય ભૂલાવી દે છે. આંતરિક ‘સ્વ’ નો આદર્શ આશ્રમનો આધારસ્તંભ છે; તેનો ઘેરાવો, સમજણો વચ્ચે લાવીને આપણા આધ્યાત્મિક માર્ગમાં અવરોધો ઊભા કરીને આપણને આગળ વધતા અટકાવશે. આશ્રમમાં લોકો આપણને મહાન સત્ય સુધી પહોંચવા માટે ઉત્સાહિત કરે છે.

માણસ માત્ર એક વ્યક્તિ તરીકે દૂર એકાંતવાસી બનીને એકલો રહી શકે નહીં. કોઈ માણસ ટાપુ નથી. એવું જ્હોન ડોન્ને કહ્યું હતું. માણસ સામાજિક પ્રાણી છે. જો આપણને સતત ફરી ફરીને ઉચ્ચતર સત્યોની યાદ અપાવવામાં આવે તો, આપણે તેને જીવીએ છીએ, તેને વિકિરણીત કરીએ છીએ.

આશ્રમો, દિવ્ય આનંદથી ભરેલા મજબૂત તરંગોના ઉદ્ભવ કેન્દ્રો છે. તરંગો આંતરિક ‘સ્વ’ ને ધ્રુજાવે છે અને ખસેડે છે; પહેલાં આપણે જે કંઈપણ બાંધ્યું હોય તેનો ભાંગીને ભૂક્કો કરી નાંખે છે અને સપાટ બનાવી દે છે. સંઘ એવું પર્યાવરણ છે જે દિવ્ય આનંદના તરંગો પ્રસારિત કરે છે, દિવ્ય આનંદમાં રહેવાની વારંવાર યાદ અપાવે છે આટલા માટે જ આશ્રમો ઊભા કરવામાં આવે છે.

કોઈ જ્યારે માસ્ટરના ચરણોમાં બેસે છે, ત્યારે બધી જ શંકાઓ દૂર થઈ જાય છેઃ ઉચ્ચતમ આધ્યાત્મિક સ્તરો સુધી પહોંચવાની ઇચ્છાઓ પરિપૂર્ણ કરવાની શક્તિ પેદા થાય છે.

માસ્ટરને પ્રેમ કરવો સહેલો છે ; આપણી સાથેના બીજા લોકોને પ્રેમ કરવો વધારે મુશ્કેલ છે. આશ્રમમાં લોકો શરતો અને કારણો વગર એક બીજાને પ્રેમ કરતા શીખે છે. માસ્ટરનો સ્વતંત્ર દિવ્ય આનંદ વહેંચાય છે. આશ્રમ એક આદર્શ સંયુક્ત કુટુંબ છે. એ લોહીના સંબંધોનું બંધન નથી. એ ગહન લાગણીભર્યા અને આદર્શ સંબંધોનું જોડાણ છે. આશ્રમ જીવનમાં પ્રવેશવા માટે પરિપક્વતાની જરૂર પડે છે. આ કાંઈ થિયરી નથી પરંતુ હકીકત છે જે અનુભવાય છે અને વ્યક્ત થાય છે.

નિત્યાનંદના એક કાકા તેમની સંભાળ રાખતા હતા. કાકા-કાકી આ મહિલાની સંભાળ રાખતી વખતે ખુશ નહોતા, અને તેણીને મદદરૂપ ના થવું પડે એટલે હંમેશા એક યા બીજા બહાના શોધી કાઢતા હતા. મહિલા પોતે પણ ચીડીયણ અને દુઃખી વ્યક્તિ હતી. તેણી પૈસાદાર હોવા છતાં પણ ખૂબ જ દુઃખી અને કંજૂસ હતી. તેણી ઘણીવાર નિત્યાનંદને તમાકુ ખરીદી લાવવાનું કહેતી અને છોકરો પૈસા માગતો ત્યારે તે કહેતી કે તારા પિતા પાસેથી લઈલે. આ બાઈ ઉનાળાની સખત ગરમીના મહિનાઓમાં પણ તેના પાડોશીઓને પોતાના કૂવામાંથી પાણી ભરવા માટે ના પાડતી.

જ્યારે તે મૃત્યુ પામી ત્યારે તેને માટે કુંટુંબમાંથી કોઈએ આંસુ સાર્યા નહોતા! તેની સૌથી વધુ સંભાળ રાખનાર વ્યક્તિ નજીકમાં રહેતા ડોક્ટર હતા. જે તેની પાસે જરૂર વખતે હાજર રહેતા. તેની સાથે પણ તેણી ખરાબ વર્તન કરતી અને ભૂતકાળમાં પોતાના કૂવામાંથી ડોક્ટરને પાણી લેવા નહોતું દીધું. તેમ છતાં તેમણે તેણીના મૃત્યુ સુધી ખૂબ જ દયા ભાવથી તેની સારવાર કરી હતી.

જો કે તેણીના મૃત્યુથી કોઈપણ ખાસ દુઃખી થયું નહોતું. મિત્રો અને પડોશીઓને સાંત્વના આપવા માટે તેમની સામે ગૃહિણીઓએ પોતાના બધાં ઘરેણાં ઉતારી નાંખ્યા હતા અને હલકી સસ્તી સાડીઓ પહેરી લીધી હતી. જેમ જેમ મહેમાનો આવવા માંડે, તેમ તેમ બૈરાઓ વિલાપ કરવાનું શરૂ કરી દે. અને એક વખત ઔપચારિક રડવાનું પૂરું થઈ જાય એટલે તરત મહિલાઓ સામાજિક કૂથલીમાં પડી જાય અને ખરખરો કરવા આવેલા મહેમાનોને કોફી-નાસ્તો આપવા લાગે. સંબંધીઓનું નવું જૂથ આવે એ દરેક વખત રોવા કકળવાનું ફરીથી શરૂ થઈ જાય અને તરત જ કૂથલી થાય અને કોફી નાસ્તો અપાય. આ બધા દંભથી નિત્યાનંદ આઘાત પામી ગયા. કુટુંબે અતિઉત્સાહથી શક્ય ઠેકાણાંઓની ચર્ચા કરવાનું ચાલુ કરી દીધું હતું.

એક દિવસ એ મોટી ઉંમરની સંબંધી સ્ત્રીએ નિત્યાનંદની સામે જ આ ચર્ચા શરૂ કરી. છોકરાએ તેના તરફ તીખી નજરે જોવાનું શરૂ કર્યું. સ્ત્રીએ પૂછ્યું કે તું મારી સામે આમ કેમ તાકી રહ્યો છે ? નિત્યાનંદ એ તેની સાથે નજર મેળવીને તીખી નજરે જોવાનું ચાલુ રાખ્યું. પેલી સ્ત્રી સમજી ગઈ કે છોકરાને તેના સગપણ માટેની ચર્ચા થાય છે તે ગમતું નથી અને પૂછ્યું કે તું શું લગ્નની વિરુદ્ધમાં છો ? તું શા માટે અકળાઈ ગયો છે? નિત્યાનંદાએ પોતાના સ્વભાવથી વિરુદ્ધ પેલી સ્ત્રીને ઉધ્ધત રીતે પૂછ્યું. “લગ્ન કરવાથી તમને શું મળ્યું ?” સ્ત્રી જવાબ ના આપી શકી; બદલામાં તારે મોટા થઈને શું બનવું છે એમ પૂછ્યું. નિત્યાનંદાએ બેધડક કહી દીધું કે એને સંન્યાસી, સ્વામી બનવું છે. તેમણે પોતે મોટા થશે ત્યારે કેવા લાગશે એનું ચિત્ર પણ દોર્યું હતું.

નિત્યાનંદની માતા પોતાના દિકરાનો માનસિક અનુરાગ તેના બચપણથી જ જાણી ગયા હતાં. નિત્યાનંદ તેમની માતાની ખૂબ જ નજદીક હતાં. યુવાવસ્થામાં પહોંચ્યા પછી પણ તેઓ પોતાની માતાના ખોળામાં માથું રાખીને સૂતા અને તેને પોતાના આધ્યાત્મિક અનુભવો વિશે વાતો કરતા. તેઓ પોતાની માતા સાથે રસોડામાં પુષ્કળ સમય વિતાવતા. કોઈ પ્રસંગે જ્યારે નિત્યાનંદ હસે, જોક કરે અથવા મૂર્ખામી કરે ત્યારે નિત્યાનંદ જોતા કે તેમની માતા આંખોમાં આંસુ સાથે ઉદાસ થઈ ગયા છે. માતાને દિકરાના આવા વર્તનથી ખાત્રી થઈ જતી કે, નજીકના ભવિષ્યમાં જ તે મને છોડીને જતો રહેવાનો છે.

નિત્યાનંદની સત્ય પાછળની શોધમાં શિક્ષણ આકસ્મિક જ મળતું ગયું હતું. તેણે પોતાના ભણવાના પુસ્તકો પાછળ ક્યારેક જ સમય આપ્યો હતો.

નિત્યાનંદ ૧૭ વરસના થયા ત્યાં સુધીમાં તેમણે પોતાનો મિકેનિકલ એન્જી.નો ડિપ્લોમાનો અભ્યાસ પૂરો કરી દીધો હતો. હવે ગૃહત્યાગ કરવાની ઇચ્છા અસહ્ય બની ગઈ હતી. તેમને લાગ્યું કે હવે પોતે સંન્યાસી જીવનમાં પ્રવેશવા માટે તૈયાર છે. તેમને થયું કે તેઓ જે રીતે ઘરમાં રહે છે એ રીતે વધારે વખત રહી નહીં શકે. તેમને પોતાની આખી જિંદગી એક જૂઠ લાગતી હતી. સામાજિક બંધનોમાં જીવવું તેમને ગૂંગળામણ ભર્યું લાગતું હતું.

હમણાં અમે બિદાદી આશ્રમમાં પુરાણી ચીજો તપાસતા હતાં તેમાં એકા એક અમને નિત્યાનંદાએ જ્યારે ૧૭ વરસના હતા ત્યારે તામિલમાં લખાયેલ ડાયરીના થોડાં પાના હાથ લાગી ગયા હતા. આ લખાણોમાં તેમને ગૃહત્યાગ કરવા માટે ઈંધણ પૂરું પાડનારી બાબતો હતી.

નિત્યાનંદાએ ૧૫ જુલાઈ ૧૯૯૪એ લખ્યું છે.

મેં કે.એસ.નારાયણ સ્વામી થાત્યા એ આપેલ બધા જ કાગળો અને તાવીજ લીધાં, કાગળો વાંચ્યા, તેને ફાડી નાંખ્યા અને બધું જ કૂવામાં અને કચરા પેટીમાં નાંખી દીધું.

૧૬ જુલાઈ ૧૯૯૪એ તેમણે લખ્યું :

જ્યારે, બ્રહ્મ સુખીને એક માણસે લાત મારી અને સુધારણા લક્ષી ડહાપણ મેળવ્યું. બરાબર આવી જ રીતે સંત પેટ્ટીના દ્વારે એક સ્ત્રીની ફૂંકમાંથી એન્લાઈટેન્મેન્ટ મેળવ્યું હતું ! એ મહાન દિવસ આજે છે. દોઢ કલાકના ગહન મેડિટેશન પછી મન સંપૂર્ણ પણે લક્ષ્ય પ્રત્યે એક કેન્દ્રી થઈ ગયું.

(બ્રહ્મ સુખી, કુપ્પામ્માલ તરફથી દીક્ષાપત્રમાં નિત્યાનંદને અપાયેલ ઉપનામ હતું.)

૧૭ જુલાઈ ૧૯૯૪ એ તેમણે લખ્યું હતું;

આજે મેં અડધોથી એક કલાક મેડિટેશન કર્યું. મન એકદમ શાંત હતું. 'તેની' સાથે કોઈ જોડાણ નહોતું. 'તે' ગુસ્સામાં હતો. મેં જ્યારે તેની સાથે વાત કરી ત્યારે તેણે યોગ્ય પ્રતિભાવ ના આપ્યો.

૧૮ જુલાઈ ૧૯૯૪ એ અંતે તેમણે લખ્યું હતું :

મારી ઈન્દ્રિયો ઉપર મારા મનને કબજો મેળવવા દેવો છે ! હજુ સુધી મારું ડહાપણ અને મારું મન પરિપક્વ થયું નથી. તે પોતાની રીતે વર્તે છે. મારા ડહાપણમાં વધારો કરવા માટે મારે રાતના ૧૧ થી ૧ વાગ્યા સુધી પ્રાણાયામ કરવા સારા છે.

આ બનાવોની શ્રૃંખલા, નિત્યાનંદની સિધ્ધ, રહસ્યવાદી કે જેમની પાસે ખૂબ જ ડહાપણ અને શક્તિઓ હતી, તેમની સાથેની મુલાકાતો સંબંધિત છે. નિત્યાનંદાએ તિરૂવન્નામલાઈમાં ફરતા રહેતા રહસ્યવાદીઓ પાસે જવાનું અને ફરવામાં સમય વ્યતિત કરવાનું શરૂ કરી દીધું હતું. જેવી રીતે રામકૃષ્ણા પરમહંસે આવા રહસ્યવાદીઓ પાસેથી આધ્યાત્મિક ટેકનીકો શીખી હતી તેવી જ રીતે નિત્યાનંદ શીખવા લાગ્યા હતા.

તેઓ, આ ૮૦ વરસના વૃધ્ધ સિધ્ધ જે અરૂણાચલના ગિરિવલમ માર્ગ પર બેસી રહેતા તેમને નિયમિત મળવા જતા હતા. સિધ્ધ દેખાવમાં અને વર્તનમાં પાગલ માણસ જેવા હતા. તેની પાસે એક ભિક્ષા પાત્ર હતું અને લોકો તેમાં ખાવાનું નાંખી જતા. તે ખાઈ લેતા અને વાસણને ધોયા વગર

“મારી ઉંમરના બીજા છોકરાઓ જેવી રીતે વાસનાઓમાં જકડાયેલા હતા અને તેને તાબે થઈ ગયા હતા, તેવી જ રીતે હું શક્તિના ખેલમાં જકડાયેલો હતો અને તેમાં હૃદય પૂર્વક ઓત પ્રોત થઈ ગયો હતો. જ્યારે સિધ્ધે મને કહ્યું કે હું પાટ્ટીનાત્યારની જેમ મારી જાતને વેચી રહ્યો છું ત્યારે મેં નારાયણ સ્વામી થાત્યા એ આપેલ યાચાત્યુ (માદળીયું) ફાડીને ફેંકી દીધું હતું. તેમ છતાં મેં તેમને આ બાબત જણાવી નહોતી. બીજે દિવસે સિધ્ધે મને માર્યો હતો. એમણે મને જે શારીરિક માર માર્યો હતો તેની પીડાની અસર શરીર કરતાં મન પર ઘણી વધારે થઈ હતી. એ જ્ઞાન પ્રતિક્રિયાત્મક બદલાવ જેવું હતું. જેવી રીતે, પાટ્ટીનાત્યાર, “કાડત્રા ઉસીયુમ વારાચ્ચુ કાન કડાઈ વાગીક્કાએ” (કાણાં વગરની સોય નકામી છે) કહેવતનો અર્થ સમજી ગયા હતા અને તેમણે પોતાની બધી જ ખરાબ આદતો છોડી દીધી હતી તેમજ બધી મિલ્કતનો ત્યાગ કરીને પવિત્ર શહેર વારાણસીમાં પહોંચી ગયા હતા. તેવી જ રીતે સિધ્ધે મને જે ધક્કો માર્યો હતો એ પ્રકાશપૂંજ હતો કે જેણે મને જાગૃત કરી દીધો હતો. મેં બધા જ શક્તિઓના ખેલ છોડી દીધા અને તરત જ ગૃહત્યાગ કરી દીધો. ”

જો તમે આ કાગળની ચિઠ્ઠીઓ વાંચશો તો તમને આખરી નિર્ણય લેવાયો એ પહેલાંની મારા મનની રમતનો ખ્યાલ આવશે. એ થોડા દિવસો દરમ્યાનના વિચારોનો ઝોક જુઓ. એ થોડા દિવસો માટે, સિધ્ધ સાથે અથડામણ ચાલુ હતી ત્યારે મારું મન લોલકની જેમ આમથી તેમ ઝૂલા ખાઈ રહ્યું હતું. એ સમયે એક વખતે મેં થાત્યાએ આપેલ માદળીયું ફાડી નાંખ્યું હતું. બીજી જ ક્ષણે, એ તોડેલું માદળીયું પાછું મેળવવા માટે અપેક્ષા રાખી રહ્યો હતો. મને એવો વિચાર આવતો હતો કે કદાચ મેં માદળીયું ફાડીને કંઈ ખોટું તો નથી કર્યું ને ? એન્લાઈટેન્મેન્ટ મેળવી શકું. તેમ છતાં હું બ્રહ્માંડીય સ્ત્રોતમાંથી જ્ઞાન ખેંચીને અસ્તિત્વમાં અટલ શ્રદ્ધા સાથે આગળ વધતો જ ગયો. "

આ બનાવ પછી તરત જ નિત્યાનંદને થયું કે ગૃહત્યાગ કરવાનો સમય થઈ ગયો છે. એકાએક એક સાંજે અંદરથી તીવ્ર ઈચ્છા પેદા થઈ કે તેમને તાત્કાલિક અમલમાં મૂકવાની જરૂરત મહેસૂસ થઈ. તેમને થયું કે જિંદગી જે તરફ દોરી રહી છે. એમાંથી કૂદકો મારીને બહાર નીકળીને વધારે મોડું કર્યા વગર પોતે જેવી જિંદગીની શોધ ખોળ કરી રહ્યા છે એ જીંદગીમાં છલાંગ મારવાની જરૂર છે. તેઓ જે રીતે જીવી રહ્યા હતા એ જીવન તેમનાથી વધારે સહન થઈ શકે તેમ નહોતું.

નિત્યાનંદને આ વાત પોતાની માતાને સૌ પ્રથમ કરવી હતી. તેઓ તેણીને ખૂબ જ ચાહતા હતા અને ઈચ્છતા હતા તેને શકય એટલો ઓછો આઘાત લાગે અને તે ઓછી દુઃખી થાય. એ રાત્રે જયારે જુદા થવાની તલપ વધારે અનુભવાઈ, ત્યારે નિત્યાનંદ લગભગ ૧૦ વાગ્યે પોતાની માતા પાસે ગયા. તેમણે માતાને પૂછ્યું, "જો હું મૃત્યુ પામું તો તું શું કરે ?"

તેની માતાએ પૂછ્યું, "તું આવો અમંગલ પ્રશ્ન કેમ પૂછે છે? શું ખોટું થયું છે?"

નિત્યાનંદાએ કહ્યું, "કશું જ નહીં, કોઈ ચોક્કસ કારણ નથી, બસ મારે એમજ જાણવું છે."

પરિસ્થિતિને આધીન થવાના ભાવથી તેની માતાએ કહ્યું, "હું શું કરી શકું ? આવું બને તો મારે સ્વીકારી લેવાની જરૂર પડે."

નિત્યાનંદાએ પછી માતાને કહ્યું કે "હું ઘરનો ત્યાગ કરવાનો છું અને સંન્યાસ લેવાનો છું."

મને લાગે છે આ યોગ્ય સમય છે કે હું એ માટે ગૃહત્યાગ કરી દઉં.

નિત્યાનંદ નસીબદાર હતા કે તેમના માતા પિતા સામાજિક અસરોથી રૂક્ષ અને ભ્રષ્ટ નહોતા બની ગયેલા. તેઓ ઘણી બધી રીતે નિખાલસ અને ભલાભોળા હતા. તેઓ ખરેખર એટલું જ ઇચ્છતા હતા કે તેમનો દીકરો એવું જ કરે જેમાં તેને સુખની અનુભૂતિ થાય. કૌટુંબિક જ્યોતિષીની આગાહી હતી કે દીકરો વહેલો કે મોડો ઘર છોડવાનો જ છે એટલે એ પણ અપેક્ષિત જ હતું. તેમની આશા એવી હતી કે આ મોડું બને. છોકરો પોતાની સંભાળ કેવી રીતે રાખશે એની તેમને ચિંતા હતી, હજુ નિત્યાનંદ તિરૂવન્નામલાઈમાંથી ક્યારેય બહાર ગયો જ નથી તો એ પોતાનો આશરો અને ખોરાક કેવી રીતે મેળવશે એ વાતની ચિંતા એમને થતી હતી.

આજે લાખો લોકો નિત્યાનંદની ભક્તિ કરે છે. ૧૯૯૫માં પાછા જઈએ. જ્યારે તેઓ ઘર છોડવા તૈયાર થયા હતા, ત્યારે તેઓ કોણ છે એ કોઈ જ જાણતું નહોતું. નિત્યાનંદને પોતાને પણ ખ્યાલ નહોતો કે શું બનવાનું છે. તેઓ જાણતા હતા કે તેમને આત્મસાક્ષાત્કાર કરવો છે, અને તેમણે વિચાર્યું હતું પોતે કદાચ ૭૦-૮૦ વરસના થશે, ત્યાં સુધીમાં થઈએ જશે. અસ્તિત્વે એમના માટે શું સંગ્રહ કરી રાખ્યું હતું એ વિષે એમની પાસે કોઈ કડી નહોતી, તેઓ એ પણ જાણતા નહોતા કે પછી તેઓ માર્ગના દરેક પગથિયે અસ્તિત્વના ચરણોમાં સમર્પિત થતા જશે.

એક દિવસે તેમણે અમારામાંના એક જૂથને કહ્યું હતું, “એ સમયે મારો ખ્યાલ એવો હતો કે તીવ્ર પ્રયાસો અને મેડિટેશન દ્વારા હું એન્લાઈટેન્ડ થઈશ. અને આત્મ સાક્ષાત્કાર થયા પછી, હું પોતે જ મારી એન્લાઈટેન્ડ સ્થિતિમાં રહીશ. મારા માટે અસ્તિત્વે ભવ્ય મિશનનું આયોજન કરી રાખ્યું હશે એ વિષે હું બહું જ ઓછું જાણતો હતો.” કહ્યું કે તેમને સામાજિક પ્રત્યાઘાતોના હુમલાનું દબાણ પણ સહન કરવું પડ્યું હતું પરંતુ તેમાંથી તેઓ વધારે મુશ્કેલીઓ વગર પસાર થઈ ગયા હતા.

જ્યારે નિત્યાનંદ તેના આત્મસાક્ષાત્કાર પછી પહેલી વખત તિરૂવન્નામલાઈ પાછા ફર્યા ત્યારે, જેવો તેમણે શહેર વિસ્તારમાં પગ મૂક્યો કે તરત જ તેમને પગમાં પથ્થરની ઠોકર વાગી. જ્યારે તેમણે નીચે જોયું, ત્યારે તેમણે જોયું કે એ શિવલિંગ હતું જાણે કે તેમનું સ્વાગત કરવા પોત જ ત્યાં ગોઠવાઈ ગયું હોય ! બચપણથી જ તેમના દાદાજીએ નિત્યાનંદને વારંવાર કહ્યું હતું કે ભગવાન અરૂણાચલેશ્વર અને ઉન્નામુલાઈઅમ્માન તેના માતા પિતા છે અને નિત્યાનંદાએ અરૂણાચલને હંમેશા પોતાનું જ ઘર માન્યું હતું. નિત્યાનંદાએ નીચા નમીને શિવલિંગને પોતાના હાથમાં લઈ લીધું અને પોતાની માતાના આશીર્વાદ લેવા ચાલ્યા ગયા.

હમણાં, આશ્રમમાં એક બ્રહ્મચારીએ નિત્યાનંદને પૂછ્યું હતું કે, એન્લાઈટેન્મેન્ટ પછી બીજી વ્યક્તિના આશીર્વાદ લેવા જવું કેવી રીતે શક્ય છે. પછી ભલે તે પોતાની માતા કેમ ના હોય ? એક વખત એન્લાઈટેન્ડ થયા પછી માસ્ટરે બીજા લોકોને આશીર્વાદ આપવાના હોય તેમની પાસે લેવાના ના હોય.

નિત્યાનંદાએ સમજાવ્યું :

મને આત્મસાક્ષાત્કાર થયો એ પહેલાંના સમયમાં જ, મેડિટેશન અને તપશ્ચર્યાને પરિણામે લગભગ મારા બધા જ સંસ્કારો અને ભૂતકાળના અનુભવો ઓગળી ચૂક્યા હતા. તેમ છતાં મને લાગ્યું હતું કે એક અવરોધ હજુ બાકી રહી ગયો છે. મેં મારી ભીતરમાં તપાસ કરીને શોધી કાઢ્યું કે એ એક ગુનાહિત લાગણી હતી. જ્યારે હું ઘરનો ત્યાગ કરવા માંગતા હતો ત્યારે મેં તેમની પાસે રજા માંગી હતી અને તેણે આંસુ સારીને કહ્યું હતું કે જ કંઈ સમજે છે, અને બસ પોતે બેસીને સાંભળે છે અને તેમાંજ તેમને સંતોષ છે. નિત્યાનંદોએ હમણાં જ તેમને સંન્યાસિની તરીકે દીક્ષા આપી છે. જ્યારે ભગવા કપડા સ્વીકારવાનો તેમનો વારો આવ્યો ત્યારે, નિત્યાનંદોએ, દરેકને હસીને પૂછતા હતા એમ જ પૂછ્યું હતું, "તમે તમારા માતા પિતાની આજ્ઞા મેળવી છે?" (તેણીના માતા પિતા હજુ જીવંત છે.)

તેણીએ સરળતાથી જવાબ આપ્યો હતો, "ના, સ્વામી, મેં બસ ઘર છોડી દીધું છે અને તમારી પાસે આવી ગઈ છું."

નિત્યાનંદ વારંવાર, તેમના માતા પિતાની નિખાલસતા, સરળતા અને સંપૂર્ણ નિષ્કપટતા વિષે અને આ બાબતે પોતાને માર્ગ પર અવરોધ વગર કેવી રીતે મદદ કરી છે, એ વિષે વાતો કરે છે.

નિત્યાનંદના કુટુંબના નજીકના સગા સંબંધીઓમાં સમાચાર ફેલાઈ ગયા કે તે ગૃહત્યાગ કરી રહ્યા છે. મિત્રો અને સંબંધીઓ આશ્વાસન આપવા માટે ભેગા થવા માંડ્યા, અને ઘર શોક મનાવવા માટેનું સ્થળ બની ગયું. નિત્યાનંદ ઘરમાં વચ્ચે મૂકેલા સોફા પર બેઠા હતા અને બધા જ મુલાકાતીઓ તેની આસપાસ ભેગા થયા હતા. તેની સામે દુઃખ ભરી નજરે જોતા હતા અને રડી રહ્યા હતા. તે બધા જ જાણતા હતા કે નિત્યાનંદ ઘર છોડીને જતો રહેવાનો છે અને છતાં તેને આવું ન કરવા માટે સમજાવવાનો પ્રયત્ન કરી રહ્યા હતા. નિત્યાનંદોએ એ લોકોને જવાબો આપ્યા, એ તેના સામાન્ય નરમ સ્વભાવથી તદ્દન અલગ, નિખાલસ અને તોછડા અને ટૂંકા હતા. આથી એ લોકો વધારે પ્રશ્નો પૂછતા અટકી ગયા હતા.

એક કાકાએ નિત્યાનંદને ઘર શા માટે છોડી રહ્યો છે કહીને પડકારના ભાવમાં પૂછ્યું, "શું અમે બધા આધ્યાત્મિક લોકો નથી ?" નિત્યાનંદોએ વળતો સ્થાનિક ધાર્મિક સંસ્થામાં રહેવા મોકલી દેવા જોઈએ, જેથી આપણે જાણી શકીએ કે એ સલામત છે અને એ લોકો તેનું ધ્યાન રાખી શકે. નિત્યાનંદના નાનાએ કહ્યું કે નિત્યાનંદ પોતેજ પોતાનો આશ્રમ સ્થાપશે, માટે તેણે પોતાની આધ્યાત્મિક સાધના કરવા માટે બીજે કશે જવાની જરૂર નથી અને તિરૂવન્નામલાઈથી મોટું કોઈ આધ્યાત્મિક કેન્દ્ર નથી. નિત્યાનંદ હસ્યા અને તેમને કહ્યું કે એ લોકો મને ત્યાં બે દિવસથી વધારે રહેવા નહીં દે. તેઓ પછી મને ઘરે પાછા જવાનું કહેશે અને અઠવાડિયે એકવાર આવવાનું કહેશે, પછી કદાચ બે અઠવાડિયે એકવાર અને અંતે પોતાને ઘરે જ રહેવાનું કહેશે, નોકરી મેળવવાનું અને પરણી જવાનું કહેશે. તેમના નાનાએ કહ્યું, "ના, ના, ના. તને કોઈ ખલેલ નહીં પહોંચાડે," પરંતુ નિત્યાનંદ પાસે આવું બધું સાંભળવાની ધીરજ નહોતી.

પછી કોઈકે કહ્યું, "આના બે-ત્રણ દિવસમાં લગ્ન કરી નાંખીએ; કોઈ છોકરી પસંદ કરી લઈએ." પછી તેમણે કેટલો દહેજ માંગવો, આ તો કુટુંબની આબરૂનો સવાલ છે વગેરે ચર્ચા કરવાનું ચાલુ કરી દીધું. "આપણે તેને આવું કેમ કરીને કરવા દઈ શકીએ ? લોકો જ્યારે સાંભળશે કે છોકરો કુટુંબ છોડીને જતો રહ્યો છે ત્યારે શું કહેશે?" ચર્ચા આગળ ચાલવા લાગી. અમુક લોકો એવું ઇચ્છતા હતા કે નિત્યાનંદની ચોકી કરવી જોઈએ જેથી તે ભાગી જઈ શકે નહીં.

ચેન્નાઇથી (એ દિવસોમાંનું મદ્રાસ) આવેલા મામાએ સૂચન કર્યું કે નિત્યાનંદ ચેન્નાઇમાં અમારી સાથે રહેશે. નિત્યાનંદને મનમાં થયું કે આ બાબત તેમને મદદરૂપ થશે. તેમની ઇચ્છા ઉત્તરમાં હિમાલયમાં જવાની હતી. તેઓ જાણતા હતા કે ઉત્તર તરફ જવા માટે તેમણે ચેન્નાઈથી ટ્રેન પકડવી પડશે. તેમણે નક્કી કર્યું હતું કે એક વખત પોતે પરિભ્રમણ શરૂ કરશે પછી પૈસાને સ્પર્શ નહીં કરે. ભારતમાં રેલ્વેમાં ટિકિટ વગર મુસાફરી કરવી શક્ય હતી, જ્યારે બસમાં અશક્ય હતી, અને તેમને ચેન્નાઈ પહોંચવા માટે બસમાં યાત્રા કરવી પડે તેમ હતી, જેના માટે તેમની પાસે પૈસા નહોતા. નસીબ જોગે તેના મામા તેમને ચેન્નાઈ લઈ જવા તૈયાર થયા હતા. બધું આપો આપ સમું સૂતરું બની રહ્યું હતું !

હકીકતમાં , નિત્યાનંદ માટે એક જ સમસ્યા હતી કે જ્યારે તે ઘર છોડશે ત્યારે તેમણે અરૂણાચલને પણ છોડવો પડશે. અરૂણાગીરી યોગીશ્વરા સાથેના અનુભવ પછી તેને જીંદગીમાં પહેલી વખત લાગ્યું હતું કે તેમનામાં કંઈક ખૂટે છે. જ્યારે પણ લોકોએ તેમને શું ખુટે છે એવું પૂછ્યું, ત્યારે હકીકત એ હતી કે એક અથવા બીજી બાબત ખૂટે છે તેની સાથે તેમને કશું લાગતું વળગતું નહોતું. ફક્ત તેઓ જ્યારે તેમના પ્રિય અરૂણાચલેશ્વરની રજા લેવા મંદિરમાં આવ્યા ત્યારે તેમને લાગ્યું કે તેઓ કશુંક ગુમાવી રહ્યા છે.

તેમણે તિરૂવન્નામલાઈ છોડ્યું એ પહેલાં નિત્યાનંદ અરૂણાચલેશ્વરના મંદિરે ગયા અને દેવતાની સામે પવિત્ર ગર્ભગૃહમાં ઊભા રહ્યા, ત્યારે પહેલી વખત તેમને અરૂણાચલેશ્વર સાથેના જોડાણની ગહનતાનો અનુભવ થયો. તેમને એવું લાગ્યું નહીં તેઓ એમને ગુમાવી રહ્યા છે. ના; પણ એ ઉદાસ જરૂર થયા કારણ કે તેઓ ત્યાં થતા બધા જ ઉત્સવો અને પૂજાઓ ગુમાવી રહ્યા હતા. જેવા તેઓ તેમના પ્રિય અરૂણાચલેશ્વરની સામે જઈને ઊભા રહ્યા, કે તરત જ તેમની આંખોમાં આંસુની અવિરત ધારાઓ શરૂ થઇ ગઈ. મૂર્તિના સ્વરૂપે તેમનું મન ભરી દીધું. માણસ જે કંઈ જુએ છે તેની આંખોમાં સંગ્રહાઈ જાય છે. માણસ જે કાંઈ તીવ્રતાથી જુએ છે એ તેના મનમાં સંગ્રહ થઈ જાય છે. કોઈપણ બાબત મનમાં આવી રીતે સંગ્રહ થાય છે, તે બાબત માણસનું ધ્યાન વારંવાર આકર્ષે છે. જે ક્ષણે તેમને લાગ્યું કે તેઓ મૂર્તિને ફરી વખત જોઈ શકવાના નથી એ વખતે મૂર્તિનું સ્વરૂપ તેમને છોડી ગયું. ગુમાવી દેવાની લાગણી અદૃશ્ય થઈ ગઈ. નિત્યાનંદાએ મૂર્તિની

240

પાછળ કરૂણા અને આશીર્વાદ પ્રસારની જીવંત શક્તિના દર્શન કર્યા. તેમણે ભગવાન તેમને આશીર્વાદ આપતા હોય તેઓ ઊંડાણમાંથી આવતો અવાજ સાંભળ્યો, “તું મારી પાસે પાછો આવવાનો છે. તું સફળતા પૂર્વક પાછો આવવાનો છે.” નિત્યનંદાએ મૂર્તિ સામે સાષ્ટાંગ દંડવત્ પ્રણામ કર્યા અને ગહન પ્રેમ અને સંતોષ સાથે તેમની રજા લીધી. નિત્યાનંદને અનુભવ થયો કે અરૂણાચલેશ્વર યાત્રામાં તેમની સાથે જ છે.

નિત્યાનંદ જ્યારે પણ તિરૂવન્નામલાઈમાંથી બસમાં પ્રવાસ કરતા, ત્યારે અરૂણાચલ તેમની દૃષ્ટિ મર્યાદાની બહાર ના જાય ત્યાં સુધી પાછળ જોયા કરતા. સામાન્ય રીતે આવું પ્રવાસ શરૂ થયા પછી લગભગ અર્ધા કલાક સુધી ચાલતું. આ વખતે જેવો તેમણે ચેન્નાઈ તરફનો પ્રવાસ શરૂ કર્યો, પછી, બસ ચેન્નાઈ પહોંચી ત્યારે આંખો ખોલી ત્યાં સુધી પર્વતને જોયા કર્યો હતો, તેને થયું કે પ્રવાસ દરમ્યાન પોતાના વહાલા અરૂણાચલનું સ્વપ્ન જોતા જોતા પ્રવાસ દરમ્યાન ઊંઘી ગયો હતો. તેમની અંદરનો આંતરિક અવકાશ અરૂણાચલની ભવ્યતાથી ભરાઈ ગયો હતો.

માછલી હંસનું પ્રતિબિંબ જુએ છે. અને તેને પોતાનું બનાવવા ઈચ્છે છે

પોતાના આત્મસાક્ષાત્કાર પછી તરત જ નિત્યાનંદને, પોતાને અહીં જે મિશન પૂરું કરવા માટે મોકલવામાં આવ્યા હતા તેનું દર્શન થઈ ગયું હતું. તેમણે લોકોનું પરિવર્તન કરીને, તેમના અભિગમો બદલીને અંતે તેમની પોતાની દિવ્યતાને જાગૃત કરવાનું કાર્ય મિશન સ્વરૂપે ઉપાડી લીધું. જ્યારે તેમણે ઘર છોડ્યું ત્યારે તેમણે નક્કી કર્યું હતું કે તેઓ દક્ષિણ ભારતમાં પાછા આવશે નહીં તેમ છતાં પણ તેમના મનમાં તેઓ જ્યાંથી આવ્યા હતા ત્યાં પાછા ફરવાની તીવ્ર લાગણી થવા લાગી.

241

તેમને બીજું સુંદર દર્શન એ થયું હતું કે તેમને એન્લાઈટેન્ડ ચેતના વ્યક્ત કરતા સુપ્રિમ હંસ, પરમહંસનું દર્શન થયું હતું, એ હંસ અત્યારે ધ્યાનપીઠમ્, નિત્યાનંદના મિશનનું આધ્યાત્મિક કેન્દ્ર છે, તેના પ્રતીક ચિન્હ રૂપે છે. આજે ધ્યાન પીઠમ્, નિત્યાનંદના મેડિટેશન દ્વારા લોકોનું રૂપાંતરણ કરવા માટેના નિત્યાનંદ ફાઉન્ડેશનના વૈશ્વિક મિશનનો એક ભાગ છે.

પછીના દિવસોમાં નિત્યાનંદ જ્યારે પરમહંસ કહેવાતા હંસના આ દર્શન ઉપર પ્રકાશ પાડયો, ત્યારે તેમણે અમને આ સૂક્ષ્મ દૃષ્ટિ વિષે વાત કરી હતી. તેમણે કહ્યું હતું કે વાર્તામાં આવતો હંસ એન્લાઈટેન્ડ માસ્ટરનું પ્રતીક છે અને હંસને જોઈ રહેલી માછલી તેમના શિષ્યો છે.

મહાન હંસ, પરમહંસ આકાશમાં ઊંચે ઉડી રહ્યો છે. તે ઉડે ત્યારે તેનો પડછાયો પૃથ્વી પરના વિવિધ તળાવો અને સરોવરોમાં પડે છે. આ તળાવો અને સરોવરોમાં રહેલી માછલીઓ હંસનો પડછાયો જોઈને ખુશ થાય છે. માત્ર પડછાયાનું દર્શન જ તેમને આનંદથી તરબોળ કરી દે છે અને તેઓ હંમેશા હંસ સાથે જ રહી શકાય તેવું ઈચ્છે છે. માછલીઓની નિશાળો તેમને માટે ચોક્કસ વિસ્તારો તેમના પોતાના છે એવું નક્કી કરવાનું શરૂ કરે છે. જેની અંદર તેઓ હંસના પડછાયાને પકડી રાખવા માંગે છે. અમુક માછલીઓ હંસ માટે મંદિરો બાંધે છે. અમુક માછલીઓ આશ્રમો બાંધે છે. માછલીઓને આશા છે કે તેઓ હંસને આ સીમાઓમાં રાખી શકશે, અને એવું માનીને આ બધું કરે છે કે હંસ હંમેશા પોતાના કબજામાં જ રહેશે.

અમુક માછલીઓએ હંસ માટે વેબસાઈટ બનાવી છે! બીજી તેમના માટે પુસ્તકો પ્રકાશિત કરે છે. હંસનો પડછાયો જેવો એક તળાવમાં પસાર થાય છે, તો બીજું જૂથ કહે છે કે “અહીં સિએટલમાં અમારી પાસે હંસ છે; અહીં વાન કુંવરમાં અમારી પાસે હંસ છે: હંસને બેંગલોર સાથે જ લાગે અલગ ખૂણાઓ, અલગ યથા-દર્શન અને અલગ વિરૂપીકરણના રૂપમાં આવતો જતો રહે છે.

જો પાણી શાંત હોય, તો માછલીઓ એક પડછાયો જુએ છે; જો પાણી વમળોવાળું હોય તો તેઓ બીજો પડછાયો જુએ છે; તેઓ જ્યારે પાણી સાથે ચાલે છે ત્યારે બીજું સ્વરૂપ જુએ છે. તેઓ એક બીજા સાથે દલીલો કરે છે કે દરેકે જે જોયું છે એ જ સાચો હંસ છે, જ્યારે ખરેખર તો બધાએ માત્ર પડછાયો જ જોયો હોય છે. દરેક પડછાયાને એક માછલી અથવા તેનું જૂથ પકડી રાખે છે અને તેને વહેંચતી નથી.

તેમણે જે જોયું છે તે હંસની વાસ્તવિકતાની દલીલોની શરૂઆત કરતાં પહેલાં તેઓ પડછાયો તળાવની સીમાઓ ઉપરથી પસાર થાય ત્યાં સુધી રાહ પણ જોતી નથી. હંસ બસ ઉડવાનું ચાલુ રાખે છે. માછલીઓ બસ દલીલો કરવાનું ચાલુ રાખે છે. માછલીઓ વર્તમાન ક્ષણ, આખા ખેલની ખરી વાસ્તવિકતા ચૂકી જાય છે.

શું માછલીઓ પડછાયાનો એક ભાગ છે ? જે ભ્રમ ચાલી રહ્યો છે તે શું છે ?

જ્યારે તેઓ હંસનો પડછાયો જોતી નથી, ત્યારે હમણાં થોડો સમય પહેલાં જે પડછાયાએ તેમને આનંદથી ભરી દીધી હતી એ પડછાયા નો સંગ્રહ હોતો નથી. તેમની યાદો ખૂબ જ ટૂંકી હોય છે અને તે પાછી પોતાના ખાવાના, વંશવેલો વધારવાના, લડવાના અને મરવાના કામમાં લાગી જાય છે.

માત્ર જ્યારે તેઓ પડછાયો જુએ છે અને એ તેમનામાં આનંદ લાવે છે ત્યારે જ તેમનું આધ્યાત્મિક નાટક ફરી વખત શરૂ થઇ જાય છે. જો તેઓ પડછાયો જોતા નથી. ત્યાં હંસ હોતો નથી, કોઈ હલચલ હોતી નથી. પાણી હંસની હોય તે જ બને છે. તમારી અંદર પેદા થતો દરેક વિચાર પરિપૂર્ણ થઈ જાય છે. તમે જે જુઓ છો તે પડછાયો નહીં પરંતુ સ્ત્રોત જુઓ છો. એન્લાઈટેન્ડ માસ્ટરો આ સ્તરેથી સંચાલન કરતા હોય છે.

અમુક સિદ્ધો, જેઓ એન્લાઈટેન્ડ નથી હોતા અને આધ્યાત્મિક ટેકનીકો અને રહસ્યવાદનો ઉપયોગ કરતા હોય છે, તેઓ પણ વિઝ્યુલાઇઝેશન અને આવી બીજી પદ્ધતિઓથી પોતાની ઈચ્છાઓને સાકાર કરતા હોય છે, પરંતુ તેઓ આવું સચેત જાગૃતતા સાથે નથી કરતા અને પોતાની અજાગૃતતાથી સંચાલન કરીને ગંભીર મુશ્કેલીઓમાં ફસાઈ જાય છે.

નિત્યાનંદાએ જ્યારે પોતાના પહેલા આધ્યાત્મિક અનુભવ પછી ઘર છોડ્યું, ત્યારે તેમની પાસે ક્ષણભંગુર સામાજિક જિંદગીની સ્પષ્ટ સમજણ હતી. તેમ છતાં તેમનું મન તદ્દન ખાલી નહોતું. તેમાં હજુ છૂટી પડેલી એન્લાઈટેન્ડ નજીક પહોંચેલી માછલીને હંસથી જુદૂ પાડનાર તત્વ હતું. પરિભ્રમણ અને તપશ્ચર્યાએ તેમાં રહેલી અશુદ્ધિઓને બાળી નાંખી, મનને જાણી જોઈને પાછળ છોડી દેવામાં આવ્યું હતું જેથી અંતિમ જોડાણ થઈ શકે. અંતે માછલીએ ઉપર જોયું અને હંસ બની ગઈ, નિત્યાનંદ એન્લાઈટેન્ડ નિત્યાનંદ બની ગયા.

બદલામાં હંસ હવે બીજી માછલીઓને ઉપર જોવા માટે પ્રેરણા પૂરી પાડે છે, જેથી તેઓ પણ તેમની સાથે આકાશમાં જોડાઈ શકે !

મારા માસ્ટર, રહસ્ય તમારી કલા છે

બીજા વિશ્વયુદ્ધ દરમ્યાન ચર્ચિલે રશિયા માટે કહેલું વિખ્યાત વિધાન છે, “વિકટ સમસ્યાની અંદર રહસ્યથી વિંટળાયેલ કોયડો છે.”

તે કોણ છે? તે પિતા, માતા, પુત્ર, ભાઈ, મિત્ર, પ્રેમી અથવા કોઈ નકલ છે? આપણે જાણીએ છીએ કે તેને નકલ તરીકે ઓળખાવું ગમે છે; આ બાબત ગુંચવણને વધારે સંપૂર્ણ બનાવે છે શું તે બધા જ સ્વરૂપોમાં એક છે? તે શિવનું તાંડવ બની શકે છે; તે કૃષ્ણાનું અમૃત પણ બની શકે છે.

શું તે રાતના ભયાનક કડવા સ્વપ્ન જેવા કડવા છે અથવા સુંદર સ્વપ્ન જેવા મીઠા છે? ક્યારેક તે ખખડાવી નાંખે છે. આંખો ગુસ્સાથી લાલ થઈ જાય છે. માણસ સ્વીકાર સાથે શાંત રહેવાનું શીખી જાય છે. ક્યારેક તે વાનરવેડા ગુસ્સાથી દાંત કચકચાવવાના સ્વરૂપમાં આવી જાય છે. શિવ કૃષ્ણાના સ્વરૂપમાં આવી જાય છે. હું લખું છું ત્યારે પણ મારી આંખોમાં આસું આવી જાય છે, અને જેવું મેં લખેલું હું વાચું છું ત્યારે પણ રડી પડાય છે; તેની હાજરીમાં શું બને છે તેના માટે શું શું કહેવું!

તે બધા જ સ્વરૂપોમાં છે, અને નિરાકાર છે. તે કોઈ ચોકઠામાં પકડાઈ જવાની ના પાડે છે. પથ્થરમાં ફેરવાઈને કાલ્પનિક રીતે પૂજાવાની ના પાડે છે; પછી તે પોતાના ભક્તોની કલ્પનાઓમાં રંગ પૂરતા હાથ વાળા માસ્ટર બની જાય છે. કાં તો તે ‘સિંહ સ્વપ્ન’ બનીને આપણાંમાં ડહાપણ જગાડે છે; કે પછી તે ઝેન લાકડી બનીને અણી ઘોંચીને આપણને જાગૃતતામાં ધકેલે છે. પછી તે આપણો આધાર બનીને આપણને રાહત આપે છે તે આપણી સાથે વિવિધ ચોકઠાં અને સમથળ બનીને આપણી સાથે સંબંધિત રહે છે, જે આપણને સંતુલિત અને ગુંચવણોમાં રાખીને, પછી પોતે એક ચોકઠામાં સ્થિર જાય છે જે માસ્ટર અને આપણી જાતને મારી નાંખે છે.

માસ્ટર ચોકઠાઓથી પર છે; પરિમાણોથી પર છે. તે એક, બે ત્રણ અથવા અનેક પરિમાણીય નથી. તેનાં પરિમાણો અને સ્વરૂપો અનંત છે; અનંત પરિમાણીય છે.

આપણે વારંવાર કાદવમાં પડીએ છીએ, એટલે અચકાઈએ છીએ. આપણે જે રીતે સમજીએ છીએ કે દિવ્ય આનંદમાં ઉંચે ઉડાન ભરવી એ આપણો સ્વભાવ નથી. આપણી વ્યગ્રતાઓ અને ભય આપણા ઉપર કામ કરે છે અને આપણી ઉપર ભયાનક સ્વપ્નાં અને કલ્પનાઓ પેદા કરે છે.

માસ્ટરે જે કહ્યું તેમાં ઘણો વધારે ગહન અર્થ છે. સ્પષ્ટ અર્થ છે કે તેઓ ઈચ્છે કે જે રીતે પોતે દરેક ક્ષણે વહી રહ્યાં છે તેમ જ દરેક તેમની સાથે વહે; અહીં જ અને અત્યારે જ તેમનો સ્વાદ માણો. લોકો ચિંતા કર્યા કરે છે કે અત્યારે અમે એમની સાથે છીએ પછી આપણે એમને ક્યારે જોઈ શકીશું. તમે મને હવે પછી ક્યારે જોઈ શકશો એના વિચારો કરીને, અત્યારે જ આનંદમગ્ન બની જવાની તક તમે વેડફી નાંખો છો. આ ક્ષણને ઝડપી લો. બસ. બની રહો.

પોતાના માસ્ટરના રહસ્યના તાણા વાણા ઉકેલવાએ શિષ્યનું કામ નથી; તેને સમજવાનો પ્રયત્ન પણ કરવાનો નથી; તેમાં સો ટકા નિષ્ફળતા જ મળવાની છે. તમે બધા એટલું કરી શકો અને કરો, બસ માત્ર બની રહો અને આ ક્ષણના દિવ્ય આનંદની મજા માણો.

તેમણે ૨૦૦૫માં હિમાલયની યાત્રામાં માસ્ટર સાથેના સંબંધો વિષે વાત કરતી વખતે આ, શબ્દો કહ્યા હતા.

“માસ્ટર, ગુરુ કોણ છે ? ગુરુ એ છે જેમનામાંથી નિત્ય આનંદ, અનંત દિવ્ય આનંદ વ્યક્ત થઈ રહ્યો હોય. તેઓ આવી જ અનંતતાનો બીજા અનુભવ કરે એ માટે સિધ્ધાંતો અને અવકાશની રચના કરે છે. સિધ્ધાંતો અને અવકાશની જરૂરીયાત વગર જ હિમાલયમાં સદાકાળથી ગુરુ શિષ્ય પરંપરા અસ્તિત્વમાં છે. આ સૌથી જૂનામાં જૂનો સંબંધ છે. આ સંબંધ

જો તમે આ સત્યને સમજી જાવ અને આધ્યાત્મિક જ્ઞાનને માન આપો તો તમે આધ્યાત્મિક માસ્ટરની જરૂરીયાત સામે શંકા નહીં ઉઠાવો. માણસને માસ્ટરની જરૂર પડે છે. આધ્યાત્મિક માસ્ટરને પસંદ કરવા અથવા એન્લાઇટન્ડ વ્યક્તિને તમારા ગુરુ બનાવવા એ તમારી પસંદગીની વાત છે. જો તમે તમારા માસ્ટર દ્વારા માર્ગદર્શિત નહીં હો, તો તમને બીજું કોઈ માર્ગદર્શન આપશે અને જો એ વ્યક્તિ યોગ્ય રીતે સક્ષમ નહીં હોય તો, તમારે ભોગવવાનું આવશે.

જો તમે તમારા માસ્ટર તરીકે રાજકારણી વ્યક્તિને પસંદ કરશો તો તે તમને ડરાવીને તમારા પર રાજ કરશે; જો તમે બીજી કોઈ નામાંકિત વ્યક્તિને પસંદ કરશો તે લોભનો ઉપયોગ કરીને તમારા પર કાબુ રાખશે. માત્ર આધ્યાત્મિક માસ્ટર જ તમારા પર પ્રેમથી રાજ કરે છે અને તમને મુક્તિ અપાવે છે.

એક નાની વાર્તા :

એક ડૉક્ટર, એક એન્જીનિયર અને એક રાજકારણી, કોનો ધંધો સૌથી જૂનો છે એના વિષે દલીલો કરી રહ્યા હતા. ડૉક્ટરે કહ્યું કે અમારો ધંધો સૌથી વધુ પુરાણો છે કારણ કે ભગવાને ઇવનું સર્જન આદમની પાંસળીમાંથી કર્યું હતું. એન્જીનિયર સહમત ના થયો અને કહ્યું કે તેનો ધંધો જૂનો છે કારણ કે તેણે અંધાધૂંધીમાંથી સૌથી પહેલા આદમનું સર્જન કર્યું હતું.

રાજકારણીએ કહ્યું, “અરે! તમને શું લાગે છે અંધાધૂંધીનું સર્જન કોણે કર્યું હતું.”

જે લોકો અંધાધૂંધીનું સર્જન કરે છે એ લોકો જ તમારા પર રાજ કરશે ! તેઓ તમારી અંદર ભય, લાલચ અને કલ્પનાઓ આરોપીત કરે છે. તેઓ આ બાબતોને તમારી સમક્ષ તમારી ઈચ્છાની પરિપૂર્ણતાના સ્વરૂપમાં રજૂ

એ તમારી મા છે. માટે જ માસ્ટરનું સ્થાન મા, પિતા અને ભગવાનની પહેલા મૂકવામાં આવે છે અને એ જ તમારો પહેલો સંબંધ હોય છે, એ છેલ્લો સંબંધ પણ છે; એન્લાઇટેન્મેન્ટ ઉપર માસ્ટર અને શિષ્ય એક જ શક્તિમાં એકરૂપ બની જાય છે.

મેં મારા વિવિધ મેડિટેશન પ્રોગ્રામોમાં આ વિષય જેટલું ગહન બીજું કંઈ પણ શીખવ્યું નથી. મારે ખરેખર જે કહેવાનું છે એ હંમેશા આ માસ્ટર- શિષ્ય સંબંધ વિષે જ કહેવાનું હોય છે. તેમ છતાં પણ તમે મારા અમુક કોર્સ કર્યા હોવા છતાં તમે આ સમજી શક્યા નથી. હવે કમ સે કમ તમારામાંનો અમુક સાંભળવા ઈચ્છે છે. અને ભવિષ્યમાં ઘણાં વધારે આવશે.

જો તમારામાં યોગ્ય લાયકાત હશે તો તમે સાંભળશો, આનંદ લેશો અને રૂપાંતરણ પામશો. જો લાયકાત નહીં હોય તો જતા રહેશો. તમે કૂદકો મારવાના છો. જો ના મારી શકો તો રીલેક્સ બની જાવ અને ઉજવણી કરો.

મેં ત્રણ સ્તરે શીખવ્યું છે, મેં અગાઉ પ્રાથમિક કોર્સમાં લાઈફબ્લીસ જેવા પ્રોગ્રામમાં મેં મન-શરીરના શક્તિ કેન્દ્રોને શક્તિસ્ફૂર્ત કરવા માટેની મેડિટેશન ટેકનીકો શીખવી છે તેમાં તમે માસ્ટરને જુઓ છો અને સાંભળો છો. પછીના સ્તરમાં, જે નિત્યાનંદ સ્ફુરણ પ્રોગ્રામ છે, જેમાં હું મૃત્યુ વિષેના મારા અનુભવોનું વર્ણન કરું છું અને તમને તમારા જીવનની પ્રગતિમાં અવરોધરૂપ બનતી ભૂતકાળની યાદોને બહાર ફેંકી દેવાની પ્રક્રિયામાંથી પસાર કરું છું, જેમાં તમે માસ્ટર સાથે વધારે સંબંધિત થાવ છો. પછી હિલીંગ દિક્ષા વખતે તમે શિષ્ય બનવા ઈચ્છો છો અને હું તમને મારા શિષ્ય તરીકે સ્વીકારું છું. તમે મારી સાથે હો છો. મારા શરીરની ભાષાનું અવલોકન કરો છો જેનાથી તમે તેને મનમાં ગ્રહણ કરી શકો છો.

પરિવર્તન આવી ગયું હતું. એવું લાગે છે કે પછી માસ્ટરની આસપાસની દરેક બાબતો બદલાઈ ગઈ છે. અત્યારે દુનિયાના ઘણા ભાગોમાં નવા આશ્રમો ખુલી ગયા છે.

બિદાદી આશ્રમનો દેખાવ બદલી ગયો છે અને બદલતો રહેશે. દરેક નવું બાંધકામ ઉપયોગમાં લેવાનું શરૂ થાય ત્યાં જ નાનું પડવા લાગે છે. અનુયાયીઓ ગુણાકારની સંખ્યામાં વધતા જાય છે. વરસ પહેલા માસ્ટર પોતે પ્રોગ્રામોના બે સ્તરનું, કદાચ ત્રણનું સંચાલન કરતા હતા, તે હવે આચાર્યો કરે છે.

હજુ, તેમને સહજ ગણીને કાઢી શકાય નહીં અને તેઓ ક્યારેય એક જ હોતા નથી એવી તેમની બધી જ ચેવતણીઓ છતાં માસ્ટર એવા જ રહ્યા છે. તેમના વિષેની એક બાબતમાં બધા જ ચોક્કસ પણે કહી શકે છે અને બાબત છે તેમની અચોક્કસતા, એ બદલાઈ નથી. તેમની સાથેની અને તેમની આસપાસની દરેક ક્ષણ અલગ હોય છે. અણધારી હોય છે, મન અને જીવનું સાહસ હોય છે. બીજા માટે અવિરત કરુણા તેમનો હોલ માર્ક છે જે બદલયો નથી.

જિંદગીમાં નિત્યાનંદનું મિશન ખૂબ જ સાદું છે તેઓ નાવના સુકાની છે જે આપણને જિંદગીના ભ્રમોના સમુદ્રમાંથી બહાર લઈ જાય છે: તેઓ જીવનમરણના ચક્રને તોડનાર છે. તેઓ કાલ ભૈરવ છે. જે આપણાં આત્માઓને સ્થળ અને સમયમાંથી અપૂર્વ કરુણા સાથે બહાર લઈ જાય છે.

તેમણે ઘણાં નિત્યાનંદ પ્રોગ્રામોમાં જાહેર કર્યું છે :

“હું તમને જે કહું છું તે સત્ય છે. ક્યારેય પણ તમે તમારી જાગૃતતા ગુમાવી

પરિશિષ્ટ

પરમહંસ નિત્યાનંદ

પરમહંસ નિત્યાનંદ

પરમહંસ નિત્યાનંદા આપણી વચ્ચે હાલ વિદ્યમાન જીવન મુક્ત માસ્ટર છે. ધ્યાન અને આંતરિક પરમાનંદના વિશ્વવ્યાપી આંદોલન દ્વારા નિત્યાનંદા રોજિંદા તણાવ જેવી વ્યવહારૂ પરિસ્થિતિ અને જીવન મુક્તિ જેવી ગહન ખોજ માટેના ઉકેલો બતાવે છે.

નિત્યાનંદાએ નાની ઉંમરે જ ઘર છોડ્યું અને ભારતના ચારે ખૂણે યાત્રા સ્થળોમાં ફર્યા અને અનેક યોગીઓ અને તાંત્રિકોના સંપર્કમાં આવ્યા. ધ્યાન, યોગ, જ્ઞાન, ભક્તિ, તંત્ર અને બીજા પૂર્વના આધ્યાત્મિક વિજ્ઞાનો દ્વારા તેમને આત્મજ્ઞાન થયું. માનવીય સ્વભાવના હાર્દ અંગેની તેમની પ્રબુદ્ધ સુઝને આધારે નિત્યાનંદાએ સમગ્ર માનવ જાત માટે તેમનું મિશન નક્કી કર્યું છે.

વૈદિક પરંપરામાં મૂળભૂત શ્રદ્ધા સાથે વિશ્વના બધા ધર્મોને અંતિમ સત્ય પામવાના માર્ગ તરીકે સ્વીકારતા નિત્યાનંદા વિશ્વભરમાંથી બધા સમાજ, સંસ્કૃતિ, ભાષા, ઉંમર અને જાતિના લોકોને આકર્ષે છે.

ભારતમાં બેંગલોર નજીક બીદદીમાં આવેલ નિત્યાનંદા ધ્યાનપીઠમ્ આશ્રમ, ૨૦૦૩માં શરૂઆત થઈ ત્યારથી જ, વિશ્વભરમાં શ્રદ્ધાળુઓ માટે આધ્યાત્મિક કેન્દ્ર બની ગયેલ છે. આ સંસ્થામાં અગણિત સેવાભાવિ પ્રવૃત્તિઓ અને કાર્યક્રમો થાય છે. વિશ્વભરમાં વ્યાપેલા આશ્રમો અને કેન્દ્રો, Quantum spirituality ના કાર્યક્રમો યોજે છે, જેમાં ભૌતિક અને આધ્યાત્મિક વિશ્વ એકબીજામાં ભળીને પરમાનંદમય જીવન સર્જે છે.

આ સંસ્થા દ્વારા યોજાતા કાર્યક્રમોમાં ધ્યાન, યોગ, કોર્પોરેટ, લીડરશીપ પ્રોગ્રામ, નિત્યા સ્પીરીચ્યુઅ હીલીંગ પદ્ધતિ દ્વારા વિનામૂલ્યે શક્તિ હીલીંગ, યુવાનો માટે વિનામૂલ્યે શિક્ષણ, કલા અને સંસ્કૃતિને ઉત્તેજન, સત્સંગ, વિનામૂલ્યે સારવાર અને આંખના ઓપરેશન, વિશ્વરમાં આશ્રમોમાં સદાવ્રત. આશ્રમના ગુરૂકૂળ દ્વારા બાળકોને સર્વગ્રાહી શિક્ષણ, ભારતમાં આધ્યાત્મિક

કાર્યક્રમો અને શિબિરો

નિત્યાનંદ મિશન વિશ્વભરમાં લાખો લોકોને શરીર, મન અને આત્માના સ્તરે લાભ આપવા માટે વિશિષ્ટ મેડિટેશનના કાર્યક્રમ યોજે છેતેમાંના થોડા નીચે પ્રમાણે છે.

આંતરિક ઉજાગરણ (Inner Awakening)

આંતરિક ઉજાગરણ કાર્યક્રમ

આંતરિક ઉજાગરણ ઉત્કટ પરિવર્તનકારી 'માસ્ટર' કાર્યક્રમ છે. આ ૨૧-દિવસનું ઉર્જા ચક્ર છે. આમાં ભૌતિકમાંથી દિવ્યતા તરફ જવાનો એક માર્ગી કિમિયો છે. સાચા સાધક પર કામ કરી તેને પરમ તરફ દોરવા માટે માસ્ટર પૂર્ણ રીતે હાજર હોય છે. વધુમાં, ઉત્કટ ઊર્જા ક્ષેત્ર, બીડદી આશ્રમમાં ૨૧ દિવસ રહેવાનો જીવનભરનો લ્હાવો મળે છે.

નિત્યાનંદ। કહે છે,

Inner Awakening કાર્યક્રમ દરેક વ્યક્તિમાં જીવન મુક્તિના દરેક પરિમાણને પેદા કરવા માટે પ્રયોજેલ છે. મારો દરેક કાર્યક્રમ એક ભાગને, મારા એક પરિમાણને તમારામાં પેદા કરે છે.

દાખલા તરીકે, લાઈફ બ્લીસ પ્રોગ્રામ લેવલ - ૧ (LBP-1) ‘આનંદપૂર્ણ જીવન’ એ એક ભાગને પેદા કરવા પ્રયોજ્યો છે. લાઈફ બ્લીસ પ્રોગ્રામ લેવલ-૨ (NSP)- ‘મૃત્યુ સુંદર રીતે અનુભવવું’ એ ભાગને પેદા કરવા પ્રયોજ્યો છે. નિત્યયોગ એ બીજા એક ભાગ ‘યોગી શરીર’ માટે પ્રયોજ્યો છે. દરેક કાર્યક્રમ તમારામાં જીવનમુક્તિનો એક ભાગ પેદા કરવા બનાવ્યો છે.

એક પરિમાણનો અનુભવ થાય ત્યારે એક જાતનું દ્વાર મળે છે, એક પ્રેરણા, લાગણી વધારે ઉંડા ઉતરવાની, કમભાગ્યે જીવનમુક્તિમાં પ્રવેશવા અને જીવન થાય છે.

  • સાંસ્કૃતિક, ઐતિહાસિક અને આધ્યાત્મિક રીતે અગત્યના સ્થળોની યાત્રા કરી શકશો જેવાં કે પરમહંસ નિત્યાનંદાનુ જન્મ સ્થળ તિરવન્નમલાઈ, પતંજંલીનું જન્મસ્થળ ચિદંમ્બરમ્ વિ.
  • મન-શરીર સયંત્ર વિષેની સમજણ અને જીવનને ઉત્સવ તરીકે કેવી રીતે જીવાય એ વિષે ગહન સૂઝ અને સમજણ માટે અભ્યાસ વિ, ચર્ચાઓ અને વાદ વિવાદ માં ભાગ લેશો.
  • જવાબદારી પૂર્વક સમાજ સેવા માટે અને તમારી સર્જનાત્મકતા અને બૌદ્ધિકતાની ક્ષમતાને વિસ્તારવા માટેની યોજનાઓની કલ્પના, પ્રયોજન અને અમલ કરશો.
  • બેંગલોર બેંગલોર આશ્રમમાં ના રહસ્યવાદી વટવૃક્ષની આસપાસના ક્ષેત્રમાં સતત આંતરિક હીલીંગ અનુભવશો.
  • દિવસના બધા જમણ વખતે સાત્વિક આર્યુવેદ્દિક ભોજન માણશો.

વિશ્વભરમાંથી લોકો આ કાર્યક્રમમાં ભાગ લે છે અને તેમના આંતરિક અવકાશ અને બાહ્ય જીવનમાં Quantum છલાંગ અનુભવશો.

કલ્પતરુ

આ એક દિવસના મેડિટેશન પ્રોગ્રામથી તમારામાં જીવન મુક્તિના બીજ નંખાય છે. કલ્પતરુ ધ્વારાતમને મળશે :

શક્તિ - જીંદગીમાં જે બદલવાની જરૂર હોય તે સમજવા અને બદલવા માટેની શક્તિ. બુદ્ધિ - જીંદગીમાં જે બદલવાની જરૂર નથી તેને સમજીને સ્વીકારવાની બુદ્ધિ. યુક્તિ - ગમે તેટલું બદલવાનો પ્રયત્ન કરો પણ તમે જે વાસ્તવિકતા તરીકે જુઓ છો તે પોતે જ એક સતત બદલાવું સ્વપ્ન છે તે સમજવા અને સ્વીકારવાની સ્પષ્ટતા. ભક્તિ - શ્રદ્ધા, સવિયલ, શાશ્વત અને પરમ સાથે ગહન જોડાણની લાગણી. મુક્તિ - આ ચારે વચ્ચે સંવાદિતા સધાય ત્યારે મળતી અંતિમ મુક્તિ, જીવન મુક્તિ. આ કાર્યક્રમ તમને તમારા કાર્યો અને હેતુઓ વચ્ચે સંવાદિતા લાવવાની ઊર્જાથી સજ્જ કરે છે જેથી તમે સફળતા અને આંતરિક પરમાનંદ સાથે જીવો છો. દોરવવાને બદલે મનના સ્વામી કેવી રીતે બનવું તે અનુભવજન્ય રીતે બતાવે છે. તત્ક્ષણ સ્પષ્ટતા અને સંશ્લેષણ પેદા કરવા માટે એ વિલક્ષણ બૌદ્ધિક સમજણ સાથે શક્તિશાળી મેડિટેશન શીખવે છે.

લાઈફ બ્લીસ પ્રોગ્રામ લેવલ ૩ - ભક્તિ સ્ફુરણા પ્રોગ્રામ

(LBP Level-3 BSP) તમારી ઉપાસના પૂર્ણ કરો.

આ કાર્યક્રમ બીજાઓ અને તમારા ‘સ્વ’ સાથે જોડાવાના વિવિધ પરિણામોને પ્રગટ કરે છે. એ સ્પષ્ટ રીતે બતાવે છે કે સંબંધ એ તમારા પોતાના અજ્ઞાત પાસાઓને ઉજાગર કરી તમારી સમક્ષ પ્રગટ કરે છે.

લાઈફ બ્લીસ ટેકનોલોજી (LBT)

જીવન વિજ્ઞાનનો વિનામૂલ્ય નિવાસી કાર્યક્રમ

લાઈફ બ્લીસ ટેકનોલોજી (LBT)એ ૧૮ થી ૩૦ વર્ષના યુવાઓ માટેનો નિવાસી કાર્યક્રમ છે. પૂર્વની વૈદિક શિક્ષણ પદ્ધતિ આધારીત આ કાર્યક્રમ આધુનિક યુવાવર્ગને સારી શારિરીક, માનસિક અને લાગણી વિષયક આરોગ્ય અને વ્યવહારુ જીવન માટે કારીગરી શીખવવા માટે ડીઝાઇન કરેલ છે. સર્જનાત્મક સમજણ અને નિખાલસતા પોષીને તથા વ્યવહારુ કારીગરી શીખવીને તે આર્થિક રીતે સ્વાવલંબી અને આધ્યાત્મિક રીતે પરિપૂર્ણ યુવા તૈયાર કરે છે. સૌથી વધુ તો એ જીવન મુક્ત માસ્ટર સાથે રહેવાની અને તેમની પાસેથી શીખવાનું જીવનમાં ક્યારેક જ મળતી અમૂલ્ય તક આપે છે.

લાઈફ બ્લીસ ટેકનોલોજી કાર્યક્રમ

નિત્યાનંદા મિશનની પ્રવૃત્તિઓ

વિશ્વભરમાં મેડીટેશન અને
વ્યસન મુક્તિ શિબિરો : આજ સુધીમાં
૨૦ લાખથી વધુ લોકોએ લાભ લીધો
છે.

❖ નિત્યા સ્પીરીચ્યુઅલ હીલીંગ : કોસ્મીક એનર્જી હીલીંગ પદ્ધતિમાં ૫૦૦૦થી વધુ માન્ય હીલર દ્વારા વિનામૂલ્યે હીલીંગ કરવામાં આવે છે. વિશ્વભરના આશ્રમો અને કેન્દ્રો દ્વારા દરરોજ ૨૦,૦૦૦ વ્યક્તિઓને માનસિક અને શારીરીક હિલીંગનો લાભ અપાય છે.

નિત્યા સ્પીરીચ્યુઅલ હીલીંગ

❖ અન્નદાન : બધા આશ્રમોના અન્ન મંદિર દ્વારા દર અઠવાડીયે મુલાકાતીઓ, ભક્તો અને શિષ્યોને આરોગ્યપ્રદ ભોજન વિનામૂલ્યે આપવામાં આવે છે.

❖ નિત્યાનંદ સંપ્રદાય અને તેની તાલીમ : સંન્યાસી, બ્રહ્મચારી અને બ્રહ્મચારણી તરીકે દિક્ષીત સાધકો, યોગ, મેડીટેશન, ગહન આધ્યાત્મિક ક્રિયાઓ, સંસ્કૃત, વેદ ઉચ્ચારણ, જીવન કળાની વર્ષોની સઘન તાલીમ લે છે. આ સાધકો નિત્યાનંદા મિશનના વિશ્વભરના આશ્રમોમાં ૧૦૦% સ્વયં સેવક તરીકે મિશનની પ્રવૃત્તિઓ ચલાવે છે.

❖ નિત્ય યોગ : મહર્ષિ પતંજલિના મૂળ યોગ સૂત્રના આધારે વિશ્વભરમાં ક્રાંતિકારી યોગ પદ્ધતિ શીખવાડાય છે.

❖ મંદિરો અને આશ્રમો : વિશ્વભરમાં ૩૦ થી વધુ વૈદીક મંદિરો અને આશ્રમો.

❖ જેલમાં મેડીટેશન પ્રોગ્રામ : જેલો અને રીમાન્ડ હોમમાં અંતિમવાદી વલણોને સુધારવા મેડીટેશન પ્રોગ્રામ યોજવામાં આવે છે. અંતેવાસીઓમાં આશ્ચર્યકારક પરિવર્તન જોવા મળ્યાં છે.

❖ તબીબી શિબિરો : વિના શુલ્ક સારવાર, એલોપથી, હોમીયોપથી, આયુર્વેદ, એક્યુપંકચર, આંખોના ચેક અપ, આંખોની સર્જરી, બનાવટી અંગોના ડોનેશન, સ્ત્રીરોગ અને ઘણું બધુ.

Contact Us : Listed Below are some of the main centers of Nithyananda Mission.

USA : Los Angeles Los Angeles Vedic Temple 9720 Central Avenue, Montclair, CA 91763 USA Ph. : + 1 909 625 1400 Email : [email protected], [email protected] URL : www.lifeblissfoundation.org

MALAYSIA : Kuala Lumpur 14, Jalan Desa Gombak 5, Taman Desa Gombak 53000 KL, MALAYSIA Ph. : +601 78861644 / + 601 22350567 Email : [email protected], [email protected] URL : www.mynithyananda.com

India : Bengaluru, Karnataka

Banyan Tree at Bidadi Ashram

(Spirtitual headquarters and Vedic Temple) Nithyananda Dhyanapeetam, Nithyanandapuri, off Mysore Road, Bidadi, Bengaluru - 562 109 Karnataka, INDIA Ph. : +91 9742203311 / + 91 92430 48957 Email : [email protected] URL : www.nithyananda.org

Varanasi, Uttar Pradesh
Nithyananda Dhyanapeetam
Leelaghar Bldg, Manikarnika Ghat
Varansai, INDIA
Ph. : +91 + 9918401718

નિત્યાનંદ ગેલેરીયા

Interior view of Nithyananda Galleria bookstore

પરમાનંદી જીવન માટે ઉત્પાદનોની વિશાળ શ્રેણી

  • નિત્યાનંદના દ્રષ્ટિવંત ઉપદેશો વિડીયો, ઓડીયો ટેપ, CD અને પુસ્તકો ૨૬થી વધુ ભાષાઓમાં
  • જીવંત સંગીત અને મેડિટેશન તથા આંતરિક શાંતિ માટે ભજન કિર્તન. શરીર મન અને આત્માના કાયાકલ્પ માટે
  • મેડીટેશન અને યોગ માટે પુસ્તકો, કીટ અને CD ઉત્તેજનાપૂર્ણ જીવન શૈલી માટે મંત્રેલ માળાઓ, બ્રેસલેટ, ફોટોગ્રાફ, વસ્ત્રો અને ભેટ માટેની ચીજો.
  • પુરૂષો અને સ્ત્રીઓ માટે શાંતિ અને ઉચ્ચત્તર શક્તિ માટે રૂદ્રાક્ષના આભુષણો

વધુ માહિતી માટે www.nithyanandagalleria.com અને www.lifeblissgalleria.org ની મુલાકાત લો અથવા [email protected] અથવા [email protected] પર Email કરો.

વધુ વાંચન માટેના સૂચનો :

☯ સચોટ ઉકેલો

☯ મેડીટેશન (ધ્યાન) તમારા માટે જ છે.

☯ જીવન મુક્તિ(પરમહંસ નિત્યાનંદનો પ્રબોધ)

☯ પરમાનંદ પૂર્ણ જીવનની ચાવીઓ

☯ સામાન્ય સવાલોનાં અસમાન્ય જવાબો

☯ Living Enlightenment (Gospel of Paramahamsa Nithyananda)

☯ Don't Worry be Happy

☯ Instant Tools for Blissful Living

☯ You can Heal

☯ Follow Me In

☯ The Door to Enlightenment

☯ Songs of Eternity

☯ You are no sinner

☯ So you want to know the truth ?

નિત્યાનંદના ૫૦૦થી વધુ વ્યાખ્યાનો

http:// www.youtube.com / Lifeblissfoundation પર ઉપલબ્ધ છે.

અરૂણાચલ મૂક ઈશારાથી બોલાવી રહેલ પર્વત

અરૂણાચલ પર્વત

જ્યારે અરૂણાચલ માણસની સૂઝ અને ગણિતથી પર છે, તો પછી કોઈ તેને કેવી રીતે જાણી શકે ? તેને સમર્પિત થઈ જાવ પર્વત જાતે જ તમારી સમજમાં આવી જશે. માત્ર આ એક જ રસ્તો છે.

અસ્તિત્વની શક્તિથી શક્તિ સ્ફૂર્ત થયેલ અરૂણાચલ સમગ્ર વિશ્વનું ધ્યાન કેન્દ્ર છે. અહીં જે દેખાય છે તે અરૂણાચલ ટેકરી છે, તે દુનિયાભરમાંથી સાધકોને તેમના ધર્મ સંપ્રદાય, પ્રણાલી, પંથના બંધનો તોડીને પોતાના તરફ આકર્ષે છે.

અરૂણાચલ મંદિર અને શહેર
Childhood photo of Nithyananda

બાળક નિત્યાનંદ પહેલા દિવસથી જ મોહક !

Nithyananda meditating at age 10 in a framed picture

૧૦ વરસની ઉંમરે જ્યારે
મેડિટેશનમાં બેઠા હતા
ત્યારે લેવાયેલ નિત્યાનંદનું
ચિત્ર

તેમના બન્ને ભાઈઓ સાથે.
પાછળ અરુણાચલ મંદિરના
નવ શિખરોમાંથી બે દેખાઈ
રહ્યા છે. મંદિરૉના સાનિધ્યમાં
ફરતા રહેવું તેમને માટે સૌથી
વધુ આનંદદાયક બાબત હતી.

Nithyananda with his two brothers
Clearer portrait of young Nithyananda meditating

ઉપરનું ચિત્ર
જેને સંગ્રહી
રાખવા માટે
વધારે સ્પષ્ટ
બનાવવાયું છે.

Parents Loknayaki and Arunachalam

માતા લોકનાયકી અને પિતા અરૂણાચલમ્

દેવી-દેવતાઓના સ્વરૂપોના ભાગો

દેવી-દેવતાઓના સ્વરૂપોના
ભાગો. આનાથી નિત્યાનંદ
પાયાની સામગ્રી તરીકે ભીની
માટીનો ઉપયોગ કરીને
વિવિધ મૂર્તિઓ બનાવતા
હતા અને પોતાના હૃદયના
સંતોષ માટે શણગારતા હતા.

દેવતાઓની પાંચ મૂર્તિઓ

નિત્યાનંદ ધગશ અને ઉત્સાહથી દેવતાઓની ભક્તિ કરતા હતા, તેમાં તેમને અસ્તિત્વની જીવંત નિશાનીઓ માનતા હતા. ઉપરની પાંચ મૂર્તિઓને તેઓ જ્યાં પણ જતા ત્યાં સાથે લઈ જતા અને તેની ભક્તિ કરતા હતા.

પૂજાની સામગ્રી અને દેવતાઓના વસ્ત્રો

પૂજાની સામગ્રી અને દેવતાઓના વસ્ત્રો જેનો તેઓ પૂજા વિધિમાં ઉપયોગ કરતા હતા.

ગણેશની મૂર્તિ

ગણેશની મૂર્તિ જેણે નિત્યાનંદના આગ્રહથી પ્રસાદ આરોગ્યો હતો.

ભારતના કન્યાકુમારીની કૌટુંબિક
ધાર્મિક યાત્રાએ. પાછળ છાયા
ચિત્રમાં દેખાતું દૃશ્ય સૂર્યાસ્ત
વખતે દેખાતા વિખ્યાત
વિવેકાનંદ રોકનું છે.

ભારતના કન્યાકુમારીની કૌટુંબિક ધાર્મિક યાત્રા
રૂદ્રાક્ષ માળાની પેટી

રૂદ્રાક્ષ માળાની પેટી. તેઓ જ્યારે સબરીમાલા ટેકરી પર આવેલ ભગવાન અય્યપ્પાની વાર્ષિક યાત્રાએ જતા ત્યારે પહેરતા હતા. તેના પર તેમનું સન્યાસ પહેલાનું નામ રાજ શેખરન કોતરેલું જોઈ શકાય છે.

ચંદનના લેપથી શણગારેલ ગણેશની મૂર્તિ સાથેનો જૂથ ફોટો

ચંદનના લેપથી શણગારેલ
ગણેશની મૂર્તિ જે તેમની
સૌથી પ્રિય મૂર્તિ છે તેની
સાથે નો જૂથ ફોટો.

રઘુપતિ યોગી

રઘુપતિ યોગી.
નિત્યાનંદ ની
આધ્યાત્મિક સાધનમાં
મિત્ર, ફ઼ીલોસોફ઼ર
અને માર્ગદર્શક.

દેવી પરાશક્તિ

દેવી પરાશક્તિ (અસ્તિત્વની સ્ત્રૈણશક્તિની
ઓળખ) જેના તેમનો મનમાં દર્શન થયા
હતા અને તેમણે તેને નરમ પથ્થરમાંથી
કોતરીને તૈયાર કરી હતી.

તિરૂવન્નામલ્લઈના અરૂણાચલ મંદિરમાં
આવેલ ક્રિતિક મંડપ, જ્યાં રઘુપતિ
યોગીએ તેમને આકરી કસરતો કરાવીને
તાલીમ આપી હતી. તેઓ તેમને આ
સ્તંભો ઉપર વારંવાર ચડવાની કસરત
કરાવતા અને અમુક વખતે માત્ર એક
જ હાથનો ઉપયોગ કરીને ચડવાનું
કહેતા હતા.

ક્રિતિક મંડપ
શંખ

ભૌતિક વસ્તુઓ પેદા કરવાના ખ્યાલનું નિર્દેશન કરવા માટે રઘુપતિ યોગીએ હાજર કરેલ શંખ.

રઘુપતિ યોગીએ હવામાંથી હાજર કરીને નિત્યાનંદને આપેલ રૂદ્રાક્ષની માળા, જેને તેઓ દરરોજ પહેરી રાખે છે. ચંદનનો લેપ અને કંકુ જે તેઓ પોતાની છાતી પર લગાવે છે તેના ડાઘ માળા પર જોઈ શકાય છે.

રૂદ્રાક્ષની માળા
ધ્યાન સેમીનાર

ભાવાતીત ધ્યાનના
સેમીનારમાં નાના
નિત્યાનંદ ચમકતી આંખો
અને ઉત્સાહથી વ્યાખ્યાન
સાંભળી રહ્યા છે.

તિરૂવન્ના મલાઈમાં
માસ્ટર-યોગી રામ
સુરતકુમારની કૃપા
દ્રષ્ટિમાં ઉજવણી થઈ
રહી છે.

યોગી રામ સુરતકુમાર
ચિત્ર

તેમને જ્યારે પૂછવામાં આવ્યું કે મોટા
થઈને તમે શું બનશો ત્યારે લાગણીના
આવેશમાં આવીને પોતાનું આ ભાવિ
ચિત્ર દોર્યું હતું. આ સ્વચિત્ર જોઈને
કોઈપણ સમજી શકશે કે તેમણે
છોકરમતમાં બનાવેલ ચિત્રનો અર્થ
અને અગત્યતા કેટલી બધી છે.

Books and notes
A standing photo of two people in orange robes on a hillside path

તિરૂવન્નામલાઇમાં પરિભ્રમણ વખતે
તેમના આધ્યાત્મિક માર્ગદર્શક અને
તેમની સંભાળ રાખનાર માતાજી
વિભૂધાનંદા સાથે.

નિત્યાનંદ જ્યારે પોતાની ભૌતિક શાસ્ત્ર અને રસાયણ શાસ્ત્રની પ્રયોગશાળાની નોંધપોથી તૈયાર કરતા ત્યારે, તેઓ તેની સાથે જ વધારે ઉત્કટ અભિરૂચિથી પૂજા કરવાની અને યજ્ઞોની રીતો લખતા હતા. આ બધું એમણે એ ઉંમરે કર્યું હતું જ્યારે સ્કૂલનું હોમવર્ક પૂરું કરવું અઘરું કામ ગણાય. અહીં જે નોંધો દેખાય છે, એ તેમની ઉત્કટ અભિરૂચિની સાબિતી છે. આજે મંત્રોના આ પુસ્તકોની નકલો કરીને તેમના શિષ્યોને પૂજાવિધિ કરવા માટે વાંચવા માટે વહેંચવામાં આવે છે.

Pair of wooden sandals (paduka)
Copper plate with yantra (Shri Chakra)

વિભૂધાનંદાએ આપેલ પાદૂકા,
જેને તેમણે નાની ઉંમરે જ
અભિરૂચિમાં લીધી હતી. આ
જે જ્યારે તેઓ ઘરમાં આ
પાદુકા પહેરીને ચાલતા ત્યારે
કાનફાડી નાંખે એવો પટ પટ
અવાજ આવતો. એ યાદ કરીને
હસી પડે છે.

પવિત્ર શ્રી ચક્રના માનસિક દર્શનને
આધારે તેમણે તાંબાના પતરાં પર
કોતરેલું શ્રી ચક્ર, જ્યારે તેમને
પૂછવામાં આવ્યું કે ગૂંચવાડા ભરેલી
આકૃતિ તમે આટલી સરળતાથી
કેવી રીતે કોતરી હતી, ત્યારે તેમણે
સમજાવ્યું કે, તેમાં નવ ત્રિકોણો
વિવિધ ખૂણાઓ પ્રમાણે ગોઠવેલા
છે. તમે જ્યારે ખ્યાલને સમજી જાવ
છો, ત્યારે એ સરળ બની જાય છે.

માતાજી વિભૂધાનંદાએ તામીલમાં આપેલ દીક્ષા પત્ર

દીક્ષા પત્ર

બ્રહ્મયોગીની વિબુથાઈ, જેમણે મહા લૂ લૂ શ્રી શ્રી શ્રીલા શ્રી પંચમુખ યોગી બ્રહ્મર્ષિ ઈસાક્કી મહામુનિવરની કૃપાથી ઊચ્ચ આધ્યાત્મિક સ્થિતિ પ્રાપ્ત કરી છે, એવી હું મારા વહાલા લોકનાયકી અને અરૂણાચલમના પુત્ર રાજશેખરને આજે ભાવ વરસના ૧૦મા દિવસે, વૈસાખીના મહિનામાં મંગળવાર પૂર્ણિમાના વિકાસમ તારા ના દિવસે, તેના અતિ ઉત્સાહના પ્રતિભાવરૂપે દીક્ષા આપું છું જેથી તે મેં અનુભવેલ દિવ્ય આનંદનો અનુભવ કરી શકે.

દિક્ષા શિષર્ક : બ્રહ્મ સુખી

આપની

ઈસાક્કી મુનિવરની શિષ્યા વિપુથાઈ ઉર્ફે કુપ્પામ્માલ બ્રહ્મયોગીની

તિરૂવન્ના મલાઈ

૨૪-૫-૯૪

ઈસક્કી મામુનિવર

નિત્યાનંદમાં
આધ્યાત્મિક ઉત્તેજતા
પોષનાર વિભૂધાનંદા
માતાજીના ગુરુ,
ઈસાક્કી સ્વામીગલ.

શંખ

ઈસાક્કી સ્વામીગલે
ભેટ આપેલો શંખ,
તિરૂવન્નામલાઈની
શેરીઓમાં જ્યારે
અરૂણાચલેશ્વરનાં
વરઘોડો નીકળે ત્યારે
નિત્યાનંદ આ શંખ
ફૂંકતા.

આત્મપુરાણ પુસ્તક

આત્મપુરાણ (ઊપનિષદોનો સંચય) જે
ઈસાક્કી સ્વામીગલે નિત્યાનંદને ભેટ આપ્યો
હતો. નિત્યાનંદાએ વેદાન્ત ઉપર વાંચેલ સૌ
પ્રથમ પુસ્તક.

ઓલાઈ યુવાડી હસ્તપ્રત

ઓલાઈ યુવાડી (તાડના પાંદડા પર લખાયેલ હસ્તપ્રત) જેમાં રૂદ્રમ, ચમકમ્ અને બીજા વૈદિક મંત્રો લખેલા છે. આ હસ્તપ્રત ઈસાક્કી સ્વામીગલે નિત્યાનંદને આપી હતી.

Nithyananda meditating on a rock
Nithyananda seated in meditation in a cave
Nithyananda seated outdoors on tiger skin

અરુણાચલ નિત્યાનંદ માટે
સર્વસ્વ હતો. તેનો એકપણ કરાડ
કે ખડક એવો નહીં હોય જેણે
નિત્યાનંદની અભિરુચિનો
અનુભવ નહીં કર્યો હોય. આ
ચિત્રોમાં તેમને પોતાના પ્રિય
અરુણાચલની ભવ્યતામાં
સૂર્યપ્રકાશનો આનંદ માણતા
જોઈ શકાય છે.

Annamalai Swamigal

રમણ મહર્ષિના શિષ્ય અન્નામલાઈ
સ્વામીગલ, જેમણે ‘શરીર અને
મન’થી પર જવાનો મહત્વપૂર્ણ
ખ્યાલ નિત્યાનંદને તેમની સત્યની
શોધખોળ વખતે આપ્યો હતો.

Ramakrishna Paramahamsa

રામકૃષ્ણ પરમહંસનું ચિત્ર જેઓ
નિત્યાનંદના બીજા સૌથી વધુ
આદરણીય માસ્ટર હતા અને
તેમનું આ ચિત્ર તેઓ હંમેશા
પોતાની સાથે જ રાખતા.

તિરૂવન્ના મલાઈમાં આવેલ સ્મશાન –
નિત્યાનંદના મેડિટેશન માટેના પવિત્ર
સ્થળો, તેઓ પોતાના ઘરમાં બહુ જ
ઓછો સમય ગાળતા. પોતાની પાસે
રાખેલ ચાવીથી ઘર ખોલીને આવતા.
તેમના માતા-પિતાએ તેમના આ
અનિયમિત સમય માટે ક્યારેય ટોક્યા
નહોતા.

Cremation ground shrine
Group photograph of students

નિત્યાનંદાએ જ્યાં
ડિપ્લોમા મિકેનીકલ
એન્જીનીયરીંગનો
અભ્યાસ કર્યો હતો એ
ગુડીયાથામ કોલેજમાં
તેમના સહપાઠીઓ
સાથેનો ફોટોગ્રાફ

A dark shrine recess within a temple structure

તિરૂવન્નામલાઇના મંદિરમાં અરૂણાચલેશ્વરની સમાધી. જે મુખ્ય મકાનના પાછળના ભાગમાં આવેલ છે. એ ચાર સ્તંભોવાળો અંધારો ખૂણો, જેમાં અરૂણાગીરી યોગીશ્વરાની જીવ સમાધી આવેલ છે, જેમાંથી નિત્યાનંદના બોલાવવાથી યોગીશ્વરા દરરોજ બહાર આવતા હતા અને નિત્યાનંદાએ એમ ધારી લીધું હતું કે ત્યાં કોઈ દરવાજો છે, જેમાંથી તેઓ આવે છે જે એક ગુફા જેવો ભાગ છે.

નીચેનો ફોટોગ્રાફ એ.આર.નટરાજન દ્વારા લખાયેલ પુસ્તક “અરૂણાચલ ઋગ્વેદથી રમણ સુધી”ની પહેલી આવૃત્તિ ડીસે. ૨૦૦૨માંથી લેવામાં આવેલ છે.

Ramana Maharshi next to text and an image of Dakshinamurti

આ એ વટવૃક્ષ છે, જેની અરૂણાચલ પર્વતમાં રમણ મહર્ષિએ એક વખત મુલાકાત લીધી હતી અને તેના વિશે વાત કરી હતી. તેઓ કહે છે કે એક દિવસ તેઓ અરૂણાચલ પર્વત પર ચાલી રહ્યા હતા ત્યારે તેઓ એક વટવૃક્ષ તરફ ખેંચાઈ ગયા હતા. એ વૃક્ષની નીચે એક યુવાન યોગી તેમનાથી ઘણી વધારે મોટી ઉંમરના શિષ્યોને ઉપદેશ આપી રહ્યા હતા. પરોક્ષ રીતે રમણ મહર્ષિ આ વૃક્ષ અને તેમણે જોયેલા યોગીની સરખામણી ભગવાન દક્ષિણામૂર્તિ સાથે કરી છે. જે સ્વયં શિવનો અવતાર છે.

આ એ જ વટવૃક્ષ છે જેના વિષે શંકરાએ પોતાના દક્ષિણામૂર્તિ સ્ત્રોતમાં ગાયું છે : જેની નીચે યુવાન દક્ષિણ તરફ મોં રાખીને પોતાની મોટી ઉંમરના સાધુઓને શાંતવાતાવરણમાં ઉપદેશ આપી રહ્યો હતો.

અરૂણાગીરી યોગીશ્વરાએ
આધીભૌતિક વટવૃક્ષની અંદર ભેટ
આપેલ ભગવું વસ્ત્ર જે આજે
બેંગલોરના આશ્રમના સંગ્રહ
સ્થાનનો એક ભાગ છે.

Folded red cloth

નિત્યાનંદ કહે છે :

“જ્યારે મેં આ વટવૃક્ષ નીચે યુવાન માસ્ટર પોતાનાથી મોટી ઉંમરના શિષ્યોને, અરુણાગીરી યોગીશ્વરા અથવા દક્ષિણામૂર્તિ તરીકે ઉપદેશ આપી રહ્યા હતા. તેના બધા ઉલ્લેખો જોયા ત્યારે તેને ખાત્રી થઈ ગઈ કે, તેઓ શંભાલા, સમર્ષિઓનું સામ્રાજ્ય, જે બ્રહ્માંડીય શક્તિનું કેન્દ્ર છે તેનો ઉલ્લેખ કરી રહ્યા હતા.”

હિમાલયમાં ગંગોત્રી અને ગૌમુખથી ઉપર ૧૭,૫૦૦ ફૂટની ઊંચાઈ પર આવેલ તપોવનમાં થઈને શંભાલા પહોંચી શકાય છે. માસ્ટરની મદદથી માણસ કોઈ પણ જગ્યાએથી શંભાલા પહોંચી શકે છે. એન્લાઈટેન્ડ માસ્ટર તમને ત્યાં પહોંચાડવા માટે કોઈ પણ સમયે હવાઈ પટ્ટીનું કામ કરે છે. આ હવાઈ પટ્ટીઓને શક્તિ ક્ષેત્રો કહેવાય છે. જ્યાંથી તમે શંભાલા પહોંચવા માટે ઉડાન ભરી શકો છો.

જો કે શંભાલા આ પૃથ્વી પરનું ભૌતિક સ્થાન નથી. શંભાલા એક આધ્યાત્મિક અનુભવ છે. જે રમણે જોયું હતું અને મેં અરૂણાગીરી યોગીશ્વરા સાથે જોયું હતું અને બન્ને એ જે વટવૃક્ષ જોયું હતું એ બિદાદીમાં આવેલ આપણા આશ્રમમાંનું જ વટવૃક્ષ છે.

રમણ મહર્ષિ જે વટવૃક્ષનો ઉલ્લેખ કરે છે, અને બિદાદીમાં આવેલું વટ વૃક્ષ એરપોર્ટ અથવા હેલી પેડ જેવાં છે, જેના પર સવાર થઈને તમે આધ્યાત્મિક પ્લેનમાં બેસીને જ્યાં શુદ્ધ ચેતનામાં અરૂણાગીરી યોગીશ્વરા, દક્ષિણામૂર્તિ સ્વરૂપે, જે સ્વયં ‘શિવ’ છે, તે રહે છે ત્યાં પહોંચી શકો છો.