KAILASA Library/આનંદપૂર્ણ જીવનની/ધ્યાન શા માટે ?Sign in
આનંદપૂર્ણ જીવનની

ધ્યાન શા માટે ?

This text was machine-transcribed from the printed book and may contain errors. Select the words and choose “Report a mistake”.

જીવનનું ખરું લક્ષ્ય શું છે ?

જિંદગીનું તમારું અંતિમ ધ્યેય શું છે ? વધુ અર્થોપાર્જન ? સદા માટે યુવાન, તંદુરસ્ત અને સુંદર રહેવું ? દીર્ઘકાલિન સુદૃઢ સંબંધો ? તમારા વ્યક્તિત્વને સુધારવું ?

જીવનમાં આપણને ખરેખર શું જોઈએ છે અને શા માટે તેના વિશે આપણે ગંભીરતાપૂર્વક વિચારવાની આવશ્યકતા છે. જીવનનાં કેટલાંક પાયાનાં સત્યો સમજવાની આવશ્યકતા છે. જે આપણા આખા જીવનને રૂપાંતરિત કરી શકે છે.

શા માટે આપણે ધન, સંબંધો કે નામ-કીર્તિ દ્વારા પરિપૂર્ણતા શોધીએ છીએ? જ્યારે પરિપૂર્ણતા તો આપણી સહજ પ્રકૃતિ છે.

બીજું અગત્યનું સત્ય એ છે કે આપણે પરિપૂર્ણતા આવી ભૌતિક વસ્તુઓ મેળવવાથી પ્રાપ્ત કરી શકતા નથી.

આપણે પરિપૂર્ણતાને સીધી જ મેળવવાની છે, અને જ્યારે આપણે પરિપૂર્ણતાને સીધા જ શોધીએ છીએ ત્યારે સાથોસાથ ઈચ્છિત ભૌતિક વસ્તુઓ પણ આપણા પ્રતિ આકર્ષિત થાય છે. હા, અસ્તિત્વ એટલું સારું છે કે, આ સત્ય છે એમ લાગે નહીં. અસ્તિત્વ ચમત્કારોથી ભરેલું છે. જીવનમાં અકસ્માતે કાઈ થતું નથી પ્રત્યેક ઘટના ચમત્કારનો આવિષ્કાર છે.

વાસ્તવમાં આપણે સહુ આનંદની શોધમાં છીએ,અને ઘણી જુદી જુદી રીતોથી આ શોધ કરીએ છીએ. આપણામાંના ૯૯ પ્રતિશત લોકોને એ ખબર નથી કે આનંદ એ જ આપણું સાચું ધ્યેય છે. આપણે આ જાણતા હોઇએ કે ન જાણતા હોઇએ, આપણે બાહ્ય જગતમાં આનંદની શોધ કરીએ છીએ જે ખરેખર આપણી અંદર જ છે અને ઉજાગર થવા માટેની પ્રતિક્ષા કરે છે.

એક નાની વાર્તા :

એક સાંજે, એક વ્યક્તિ પોતાના ઘરના વરંડામાં કોઇ ચીજને શોધવા મથામણ કરતો હતો. તેની પત્નીએ તેને પૂછ્યું કે તે શું કરે છે. તેણે જવાબ આપ્યો કે એક સોનાનો સિક્કો તેનાથી પડી ગયો છે જેને તે શોધી રહ્યો છે. પત્ની પણ સિક્કો શોધવામાં જોડાઈ. થોડી વારમાં લગભગ બધાં પડોશીઓ એકઠા થઈ ગયા અને સહુ ખોવાયેલા સિક્કાને શોધવા લાગ્યાં.

ઓચિંતા એક પડોશીએ પૂછ્યું, કે નિશ્ચિત કઇ જગ્યાએ તમારાથી સિક્કો પડી ગયો છે ? કેમ હજુ સુધી આપણને તે જડતો નથી ? પેલી વ્યક્તિએ જવાબ આપ્યો, ઓહ ! સિક્કો મારાથી ઘરમાં પડી ગયો છે. શોધવાવાળા સહુએ ગુસ્સે થઇને તેને પૂછ્યું, તો શા માટે આપણે અહીં શોધી રહ્યાં છીએ ? પેલા માણસે જવાબ આપ્યો, મુશ્કેલી એ છે કે મારા ઘરમાં દીવો નથી તેથી અહીં શેરીના દીવાના પ્રકાશમાં શોધવાનું શરૂ કર્યું.

તદ્ન આવું જ આપણે જીવનમાં કરતા હોઇએ છીએ. ખોટી જગ્યાએ જવાબો શોધવામાં આપણે નિષ્ણાત છીએ. આપણે આનંદને બધે શોધીએ છીએ,પૈસામાં, સત્તામાં, સંબંધોમાં કે વિચારસરણીમાં. પરંતુ એક તદ્ન સ્પષ્ટ દિશા કે જે અંદરની તરફ છે ત્યાં દષ્ટિ કરતા નથી.

આનંદ શું છે ?

દરેક વ્યક્તિએ અત્યંત ખુશીની ક્ષણો જિંદગીમાં અનુભવી હોય છે, પરંતુ તે

ધ્યાન શા માટે ?

ત્રણ અવસ્થા છે કે જેમાં આપણે સતત રહેતા હોઇએ છીએ – જાગ્રત અવસ્થા, સ્વપ્ન અવસ્થા અને ઊંડી સષુપ્ત અવસ્થા.

diagram

જાગ્રત અવસ્થામાં તમારી પાસે તમારા 'હું' ની ચેતના તથા વિચારો હોય છે.

સ્વપ્નની અવસ્થામાં વિચારો હોય છે પણ ‘હું’ ચેતના હોતી નથી.‘હું ’ ચેતના ન હોવાને કારણે જ તમારો સ્વપ્નો પર કાબુ હોતો નથી.

જયારે ઊંડી સષુપ્ત અવસ્થા દરમ્યાન ‘હું’ચેતના કે વિચારો આ બેઉ હોતા નથી. સામાન્ય રોજિંદી જિંદગીમાં તમે આ ત્રણેય અવસ્થાઓ વારાફરતી બદલ્યા કરો છો. તમે ગાઢ ઊંઘની ઈચ્છા રાખો છો અને ખલેલ વાળી સ્વપ્ન અવસ્થામાં સરી પડો છો. જ્યારે તમે જાગવા માંગો છો ત્યારે તમને ઊંઘ ચડી જાય છે.જેથી આ ત્રણ અવસ્થાઓ તમારા જીવનમાં થોડે ઘણે અંશે સંઘર્ષની બની રહે છે.

પરંતુ એક ચોથી અવસ્થા પણ છે જેનો આપણને અનુભવ નથી. તેને ‘તુરિયા’ અવસ્થા કહે છે. આ અવસ્થામાં ‘હું’ ચેતના તો રહે છે પણ વિચારો રહિતની, ઘટતી જાય છે. ભલે આપણે માનવ શરીરમાં જીવતા હોઈએ પરંતુ ખરી માનવીય જિંદગી જીવતા નથી હોતા, જ્યારે ચેતનાની સ્થિતિ આ આવર્તન સંખ્યા (ફ્રિકવન્સી) નીચે આવે ત્યારે આપણે આપણા દ્વારા લેવાતા નિર્ણયોથી પૂરા વાકેફ હોતા નથી. આપણે કયા પ્રકારના શબ્દો વાપરીએ છીએ કે કેવું વિચારીએ છીએ તેનાથી પણ આપણે વાકેફ રહેતા નથી. આપણી અંદર શું ચાલી રહ્યું છે તેની આપણને ખબર હોતી નથી.

એ એવું કે આપણે ઘરમાં તો રહીએ છીએ પરંતુ ઘરની અંદર શું ચાલી રહ્યું છે તેની આપણને કાંઈ ખબર નથી.

તમને પ્રશ્ન થશે કે તમારે શા માટે ધ્યાન કરવું ? તમારી જાગ્રત અને સુષુપ્ત બન્ને અવસ્થાઓમાં ઊંડી સજાગતતા લાવવા માટે ધ્યાનની આવશ્યકતા છે. ધ્યાનથી જાગ્રત અવસ્થામાં અને સુષુપ્ત અવસ્થામાં સ્વપ્નાવસ્થા દાખલ થવાને બદલે તુરીયા એટલે કે આર્નંદપૂર્ણ અવસ્થા જાગ્રત અને સુષુપ્ત અવસ્થાઓમાં પ્રવેશ કરશે.

ધ્યાનનો હેતુ એ છે કે છેવટ એક વખત માટે પણ આ ચોથી અવસ્થાનો અનુભવ કરવો. એક વખત જો આપણે આ ચોથી અવસ્થાનો અનુભવ કરી લઈએ તો પછી તેની વધુ ને વધુ અસર આપણે જાગ્રત અને સુષુપ્ત અવસ્થામાં ફેલાવી શકીએ. આપણી જાગ્રત અને ઊંડી સુષુપ્ત અવસ્થા પૂરી રીતે આ ચોથી તુરીયા અવસ્થાની અસર હેઠળ આવે તેને આપણે જીવનમુક્તિ કહીએ છીએ.

ધ્યાનના ફાયદા :

ધ્યાનમાં તમને શારીરીક, માનસિક, બૌદ્ધિક અને આધ્યાતિક સ્તરે રૂપાંતરિત કરવાની શક્તિ છે.

સ્વાસ્થ્ય ખરેખર શું છે ? શારીરિક સ્વાસ્થ્ય એટલે તમે ખાધેલો બધો ખોરાક

12

તમે સારી રીતે પચાવી શકો છો અને તે તમારા શરીરનો હિસ્સો બને છે. માનસિક સ્વાસ્થ્યનો અર્થ એ છે કે તમે જે કોઈ વિચારો અને સમસ્યાઓનો સામનો કરો છો, તે પચાવી શકો છો અને તેના સ્પષ્ટ ઉકેલો લાવી શકો છો. બીજા શબ્દોમાં કહીએ તો માનસિક સંઘર્ષો વિનાની જિંદગી. આધ્યાત્મિક સ્વાસ્થ્ય એટલે બધા મહાન ઉપદેશો અને ઊર્જાઓનો સ્વીકાર કરવો તેને પચાવવા અને જીવન મુક્તિ અનુભવવી. આ ત્રણેયનું હોવું એટલે સંપૂર્ણ સ્વાસ્થ્ય.

શારીરિક સ્વાસ્થ્ય :

ધ્યાન ઔષધનું પૂરક છે. ધ્યાનથી તમે તમારા લોહીનું દબાણ અને લોહીમાં સાકરના પ્રમાણને નિયમિત રાખી શકો છો.અને તમે શરીરની રોગ-પ્રતિકારક શક્તિમાં વધારો કરી શકો છો.ધ્યાનથી જૂના ચામડીની એલર્જી, દમ અને ઘૂંટણના દુઃખાવા જેવા હઠીલા રોગો પણ મટાડી શકો છો. ધ્યાનની શક્તિમાંથી કોઈ પણ રોગ છટકી શકે નહીં.

માનસિક સ્વાસ્થ્ય - પ્રજ્ઞાની જાગૃતિ અને અંતઃદ્રષ્ટિનાં પૂષ્પંકૂર ખીલવાં

માનસિક સ્તર પર ધ્યાનથી વિચારોની સ્પષ્ટતા વધે છે. ધ્યાન એકાગ્રતા અને સ્મરણશક્તિ સુધારવા માટે પ્રમાણસિદ્ધ રસ્તો છે. આ ઉપરાંત ધ્યાન તમને બુદ્ધિથી પ્રજ્ઞા અને પ્રજ્ઞાથી અંતઃદ્રષ્ટિ તરફ લઇ જાય છે.

ધ્યાનથી તમે મનથી પાર, ‘હોવું’ – અસ્તિત્વના સ્તર પર જાવ છો. જ્યાં કોઈ બંધનો નથી. તમારી સંપૂર્ણ સંભાવનાને ચકાસવા માટે તમે સ્વતંત્ર છો. તેથી જ ધ્યાનને લીધે તમે અચાનક જ આસપાસના જગત સાથે હળવાશ અનુભવો છો અને આવનારી પરિસ્થિતિઓને પહોંચી વળવા શ્રદ્ધાવાન અને સક્ષમ બનો છો. તમે તમારી તત્ક્ષણ સહજ સ્વંયસ્ફૂર્તિની પુનઃપ્રાપ્તિ કરો છો.

13

સ્વયં-ઉપચારક (સેલ્ફ હીલીંગ) વિચારો :

તમારી પાસે આરોગ્યની દૃષ્ટિએ તંદુરસ્ત શરીર હશે. તેનો અર્થ એ નથી કે તમે સંપૂર્ણ પણે સ્વસ્થ છો. અલબત્ત હું લાખો લોકોને જોયા પછીના મારા અનુભવમાંથી હું કહી શકુ છું કે, જે લોકોને પોતાના શારીરતંત્રની સ્વયં ઉપચારક સ્પષ્ટતા નથી હોતી તેમાંના ૯૯ પ્રતિશત લોકો કદાપિ પોતાની શારીરિક સ્વસ્થતા જાળવી રાખવા સક્ષમ હોતા નથી. હું જ્યારે ‘સ્વયં-ઉપચારક સ્પષ્ટતા’ કહું છું. ત્યારે એ કહેવા માંગુ છું કે, જ્યારે પણ હતાશા તમારી ચેતના પર કબજો કરવાની કોશિષ કરે ત્યારે હતાશામાંથી જાતને બહાર લાવવાની તમારી સ્પષ્ટતા અને સમજણ.

કોઈક ધ્યાનના કાર્યક્રમ અને આધ્યાત્મિક અભ્યાસ સાથે જોડાયેલ લોકોના એક જૂથ પર મેં એક સંશોધન - અભ્યાસ હાથ ધર્યો હતો. મેં તેમને ૨૦ મિનિટ દરમિયાન જે કાંઈ તેમના મનમાં આવે તે કોઈપણ જાતના ફેરફાર કે સુધારા કર્યા વિના લખવાનું કહ્યું. પછી મેં એવા લોકોના બીજા જૂથને કે જેવો કયારેય આધ્યાત્મિકતા સંપર્કમાં આવ્યા ન હતા. તેમને પણ ૨૦ મિનિટ માટે તેમના મનમાં જે કાંઈ આવે તે કોઈપણ જાતના ફેરફાર કે સુધારા વિના લખવાનું કહ્યું. આ અભ્યાસના પરિણામો આઘાતજનક હતા.

જે લોકો આધ્યાત્મિક સંસર્ગમાં આવ્યા ન હતા તેવા લોકોએ જો એક સો વિચારો લખ્યા હતા તો તેમાંના ૮૦ વિચારો વધુને વધુ હતાશા સૂચક હતા. ફક્ત ૨૦ વિચારો જ સ્વયં સ્વાસ્થ્યકારક હતા કે જે તેમને હતાશામાંથી બહાર કાઢી શકે. જ્યારે જે લોકો આધ્યાત્મિકતા અને ધ્યાનના સંસર્ગમાં આવ્યા હતાં તે જૂથમાં મેં જોયું કે તેમના ૬૦ પ્રતિશત વિચારો ‘સ્વયં ઉપચારક’ હતા. માત્ર ૪૦ પ્રતિશત વિચારો તેમને હતાશા પ્રતિ લઈ જનારા હતા.

ધ્યાનની આ જ અસર છે ધ્યાન તમને સર્વાંગી (હોલિસ્ટિક) સ્વાસ્થ્યની સ્થિતિમાં રાખે છે.

જ્ઞાન-હતાશાને જીતવાનું શસ્ત્ર:

ધ્યાન એટલે સત્ય સમજવાનું અને તે પ્રમાણે જીવન અનુભવવાનું. સત્યની સમજ કે જેને હું જ્ઞાન-શાસ્ત્ર કે શાસ્ત્ર-શસ્ત્ર કહું છું શાસ્ત્ર એટલે સત્ય અને શસ્ત્ર એટલે આયુધ જ્ઞાનના આયુધો સત્યના છે જે તમારી આંતરિક હતાશાનો નાશ કરી શકે છે. તમારી પાસે શાસ્ત્ર-શસ્ત્રો જેટલા વધારે તેટલા વધારે પ્રમાણમાં હતાશા તમારાથી ડરશે. તમારી પાસે જો તમારું સૈન્ય વિશાળ હોય તો સ્વાભાવિક જ છે કે શત્રુ દેશ તમારા પર આક્રમણ કરતા ડરશે. તમારો શસ્ત્રોનો ભંડાર જોઈને જ બીજો દેશ તમારા પર હમલો કરતા પહેલાં બે વખત વિચાર કરશે. એજ રીતે તમે જો તમારી અંદર સ્વયં સ્વાસ્થ્યકારક વિચારો એકત્રિત કરશો તો હતાશા તમારી સમીપ આવતાં વધુ ને વધુ ડરશે.

સ્વાતંત્ર્ય:

ધ્યાનથી તમે જીવન ખુબજ સુંદર રીતે વધારે સ્પષ્ટતા સાથે અને વધારે ધનિષ્ઠ રીતે માણી શકશો. તમે વધુ જાગ્રત બનશો, વધુ સર્જનાત્મક બનશો અને આંતરિક રીતે તમે ઊંડું અસ્ખલિત મૌન અનુભવશો. તમે હવે કર્તા નહીં રહો તમે હવે કર્તા ને જોનારા બની રહેશો. ધ્યાનનું આ ગૂઢ રહસ્ય છે. દૃષ્ટા બનવું એટલે તમારા પોતાના વર્તન અને લાગણીઓના સાક્ષી બનવું.

જેવા તમે સજગ બનો છો કે જે વર્તે છે તે ખરેખર તમે નથી. કે જે ક્રોધ અનુભવે કે પીડા કે હતાશાની લાગણી અનુભવે છે તે ખરેખર તમે નથી કે તરત જ તમે અસાધારણ સ્વાતંત્ર્યની અનુભૂતિ કરો છો.

આપણે સમજીએ કે ન સમજીએ આપણામાંની પ્રત્યેક વ્યકિત સ્વાતંત્ર્યની શોધમાં છે. આખી જિંદગી આપણે સ્વતંત્રતાને શોધતા હોઈએ છીએ. આપણે એવું માનીએ છીએ કે આપણું સ્વાતંત્ર્ય બીજા પર આધારિત છે. હવે તમે સમજો છો કે તમારા સ્વાતંત્ર્ય સાથે બીજા કોઈને કાંઈ સંબંધ નથી.

14

15

અકારણ પ્રેમ અને પ્રસન્નતા:

ધ્યાન દ્વારા અકારણ પ્રેમ એટલે શું તે તમે પહેલી વખત જ સમજશો. પહેલી વખત જ તમે બદલો મેળવી શકો તેના વિચાર વિના જ કાંઈક આપતા હશો. તમે ફક્ત પ્રેમ આપશો. કેમકે આપવા માટે તે તમારી પાસે વિપુલ પ્રમાણમાં છે. જે રીતે વાદળો ધરતી પર પાણીની વર્ષા કરે છે તે રીતે તમે જગત પર પ્રેમની વર્ષા કરશો કે પુષ્પ જેમ પોતાની સુવાસ તત્ક્ષણ સહજ રીતે આસપાસ પ્રસારે છે તેમ તમે પ્રેમ પ્રસારશો કેમકે તમે પ્રેમથી પૂર્ણ સભર અને છલોછલ છો.

કામ એક રમત :

આ એક પ્રયોગ કરો : તમે જે કાંઇ કરો તે સજાગતા સાથે કરો. જેમકે તમે જમો છો તો સજાગતા સાથે જમો. આ માટે વધારાના સમયની જરૂર નથી. સજાગતા સાથે ખરેખર તો તમે ઓછો સમય લેશો કેમકે તમે સજાગતા સાથે જમો છો. ત્યારે તમારા શરીરને આવશ્યક હોય તેટલું જ જમશો ખોરાકને અવિચારી રીતે ગળામાં ઠાંસશો નહીં. સજાગતામાં અગાધ બુદ્ધિશક્તિ છે તમારા બધા આયોજન કરતાં સજાગતા વધુ સારા ચમત્કારો કરી શકે છે. સજાગતા આયોજનની વિરુદ્ધ નથી જતી તે તમારી યોજનામાં પરિપૂર્તિ કરે છે, તમારી સંભાવનામાં ઉમેરો કરે છે.

જ્યારે તમારી સજાગતા હાજર છે ત્યારે તમારો ‘હું ’ ગેરહાજર છે. સજાગતાની હાજરીમાં અહંકાર ટકી શકતો નથી. તમારો અહંકાર હાજર હોય છે ત્યારે તમારી સજાગતા ગેરહાજર હોય છે અને તમારા ‘હું’ ની ગેરહાજરી તમને જીવનમુક્ત બનાવશે.

સજાગતામાં તમે સમુચિત રીતે કાર્ય કરશો અને તમારી ઊર્જાને અસરકારક રીતે વાપરશો. પરિણામે દિવસને અંતે પણ તમે સવાર જેટલા જ તરોતાજા રહેશો. કામ તમને થકવી નાખતું નથી પણ તમારુ મન,તમારી વૃત્તિ તમને થકવી નાંખે છે. ધ્યાનનો આખો ખેલ એ છે કે કાર્યલક્ષી મનમાંથી બહાર નીકળવું અને જિંદગીની પ્રત્યેક ક્ષણને અસ્તિત્વના સુંદર દિવ્ય ખેલ તરીકે જોવી.

16