મનના સ્વામી કેવી રીતે બનવું ?
This text was machine-transcribed from the printed book and may contain errors. Select the words and choose “Report a mistake”.
દશ મિનિટનો પ્રયોગ:
દશ મિનિટ માટેનો એક સાદો પ્રયોગ કરો.
એક કાગળ અને પેન લો. આરામથી બેસો. જે કાંઈ તમારા મનમાં વિચારો આવે તે લખવા માંડો જાણે કે તમારા મન સાથે કોમ્પ્યુટર નોંધ લખવાનું સોફ્ટવેર જોડયું હોય તે રીતે જે કાંઇ વિચારો આવે તે તદ્દન તેવા જ લખો. વિચારોમાં કાંઇ સુધારો-વધારો ન કરો કે કોઈ વિચારોને દબાવો નહીં. આ પ્રયોગ ફક્ત તમારા માટે જ છે. તમે શું લખ્યું છે તે બીજું કોઈ જોવાનું નથી. દશ મિનિટને અંતે તમે શું લખ્યું છે તે તરત જ વાંચો. તમને આશ્ચર્ય થશે અને તમે સ્પષ્ટપણે જોઈ શકશો કે તમારા મનમાં જે રીતે વિચારો ઉદ્ભવે છે તેમાં કોઈ તર્ક હોતો નથી.
દાખલા તરીકે તમે શેરીમાં એક કૂતરું જુઓ છે. તરત જ તમે જ્યારે નાના હતા અને જે કૂતરાથી ડરતા હતા તે યાદ આવશે કે તમે નાના હતા ત્યારે જે કૂતરા સાથે રમતા હતા તે યાદ આવશે. ત્યાર પછી બીજો વિચાર તમારા બાળપણનો હોઈ શકે. ત્રીજો વિચાર તમે શાળાના જે ઓરડામાં બેસતા તે ઓરડો અને શિક્ષક યાદ આવશે. પછીનો વિચાર તમારા શિક્ષક જે ઘરમાં રહેતા હતા તેના ઘર વિશે હોઈ શકે.
તમે હમણા શેરીમાં જે કૂતરુ જોયું તે અને શિક્ષક કે જે તમને શાળામાં શીખવતા હતા તે બેની વચ્ચે કોઈ તાર્કિક સંબંધ છે જ નહીં. અલબત્ત થોડી જ ક્ષણોમાં તમે શેરીના કૂતરામાંથી તમારા બાળપણના શિક્ષક સુધીનો કૂદકો માર્યો. તમે જોઈ શકશો કે તમારા વિચારો સતત ચાલતા જ હોય છે.એક વસ્તુ પરથી બીજી પર. આ ને વિચારવું પણ ન કહી શકાય આ તો ફક્ત ‘જોડાણ ’ (એસોસિએશન) કહેવાય બસ એટલુજ. તમે કૂતરાને તમારા બાળપણ સાથે અને તમારા બાળપણને શિક્ષક સાથે અને એ રીતે આગળ જોડાણ કરો છો.
17
ફક્ત એક વખતના આ પ્રયોગમાંથી આવતી સમજ જ તમે તમારા સ્વયં બાબત જે રીતે વિચારો છો તેમાં અને તમે તમારી જાત પ્રતિ કે બીજા લોકો પ્રતિ જે વ્યવહાર કરો છો તેમાં ધરમૂળથી પરિવર્તન લાવશે.તમારું આખું જીવન રૂપાંતરિત થઈ જશે.
તમે એ સમજશો કે તમારા મનના બે વિચારો તાર્કિક રીતે સંકળાયેલા નથી. કે કોઈ એકવિચાર બીજા વિચારના ઉદ્ભવ માટે જવાબદાર નથી. બધા વિચારો અનિશ્ચિત રીતે છૂટા છવાયા, સ્વતંત્ર અને અતાર્કિક છે.
વિચારોના આવા અચોક્કસ પ્રવાહની પકડ (ક્લચ)માંથી કઈ રીતે છૂટવું ? પકડ (ક્લચ)માંથી છૂટવું એટલે શું ? આપણે જ્યારે મોટરકાર ચલાવતા હોઈએ અને ગિયરને પ્રથમમાંથી બીજામાં કે બીજામાંથી ત્રીજા કે કોઈ પણ ક્રમમાં બદલીએ છીએ ત્યારે પ્રત્યેક વખતે આપણે તટસ્થ (ન્યુટ્રલ) ગિયરમાંથી પસાર થવું પડે છે.
આપણે ક્લચને પૂરેપૂરી દબાવવી પડે છે કે છોડવી પડે છે, તટસ્થ-શૂન્ય સ્થિતિમાંથી પસાર થવું પડે છે અને ત્યાર બાદ જ આપણે પછીના ગિયરમાં જઈ શકીએ છીએ. ખરુંને ? આ જ રીતે આપણે મનમાં બે વિચારોની વચ્ચે એક ન્યુટ્રલ(શૂન્ય) જગ્યા અનુભવીએ છીએ. બે વિચારોની વચ્ચે રહેલી આ ખાલી જગ્યા, આ મૌન એ જ. બધા ગુરુઓ જેની વાત કરે છે તે શાશ્વત શાંતિ અને આનંદ છે. જ્યારે આપણે વિચારોને પકડતા કે વિચારોને ભૂત-ભવિષ્ય સાથે જોડતા અટકી જઈએ છીએ ત્યારે આપણે ક્લચની પકડમાંથી બહાર હોઈએ છીએ. જ્યારે આપણે આપણા વિચારોની પકડમાંથી બહાર હોઈએ છીએ ત્યારે આપણા વિચારો વચ્ચેના અવકાશ વિષે જાગ્રત બનીએ છીએ. અને વિચારો વચ્ચેનો ખાલી અવકાશ જેમ-જેમ આપણે વિચારોના પ્રવાહથી અલગ રહીએ છીએ તેમ તેમ વધતો જાય છે.
દુઃખનો દંડો (શાફ્ટ):
જિંદગીના આ સાદા પણ ગહન સત્યની ઊંડી સમજ આ રીતે હું આપીશ. સાત વર્ષ પહેલાં તમે જે દુઃખ અનુભવ્યું હોય ત્રણ વર્ષ પહેલા જે દુઃખ અનુભવ્યું હોય કે ગઈકાલે જે દુઃખ અનુભવ્યું હોય આ ત્રણેય એકબીજા સાથે જોડાયેલા ન હોય તેવા, સ્વતંત્ર અને એકાકી પ્રસંગ છે, પરંતુ તમે આ ત્રણેયને જોડવા માંડો છો અને દુઃખનો એક દંડો (શાફ્ટ) ઘડી કાઢો છો તમે આ છૂટાછવાયા દુઃખના વિચારોને જોડીને અને દુઃખના એક વધુ મોટા દંડા (શાફ્ટ)ની કલ્પના કરો છો અને વિશ્વાસ કરવાનું શરૂ કરો છો, કે તમારું જીવન દુઃખમય છે.
શું આમ ખરેખર હોય છે ? ના વચ્ચે વચ્ચે જે ખુશીના નાના મોટા મીઠા પ્રસંગો બન્યા તેનું શું ? વચ્ચે કોઈક કોઈક આનંદની અમુક પળો તો ચોક્કસ હશે જે સહેલાઈથી વિસરી જવાય છે. દંડો (શાફ્ટ) બનાવવા માટે ખુશીની પળોને ખૂંટવામાં નથી આવતી. તેથી દંડો, કોઈપણ દંડો ક્યારેય વાસ્તવિક હોતો નથી કારણકે તે તમારા જીવનચરિત્રના અધુરા ભાગ પર જ રચાયેલો હોય છે.
પ્રથમ તો તમે ઉપયોગના હેતુથી દુઃખપૂર્ણ યાદોની ફાઈલ બનાવો છો. કદાચ તમારા મેડિકલ ઈતિહાસ તરીકે તમારા ડોક્ટરને કહેવા માટે તમે તમારા દુઃખોની ફાઈલ બનાવો છો. સાથો સાથ તમે માનવા લાગો છો કે જે કાંઈ દુઃખો તમારા જીવનમાં આવ્યાં તે એકબીજા સાથે સંકળાયેલા છે. તમે માનવા લાગો છો કે તમારું જીવન દુઃખ છે તમારી જિંદગી પીડા છે. જે ક્ષણે તમે વિચારો છો કે તમારી જિંદગી દુઃખ કે પીડા છે તે જ ક્ષણે તમે તમારા માટે નર્ક ઘડી કાઢો છો.
ખુશીનો દંડો :
દશ વર્ષ પહેલાં તમે અનુભવેલી ખુશી, નવ વર્ષ પહેલાં તમે અનુભવેલી ખુશી અને એક વર્ષ પહેલા અનુભવેલી ખુશી, આ બધા સ્વતંત્ર એકાકી, એક મેકથી છૂટા વિચારો કે પ્રસંગો છે. પરંતુ અત્યારે તમે આ બધા વિચારોને સાંકળો છો અને એક મોટો દંડો બનાવો છો.
તમે તમારી ખુશીને કોઈક વસ્તુ, વ્યકિત કે સ્થળ જેમકે કોઈ એક રજાઓમાં ફરવા ગયા હો તે સ્થાન સાથે ઓળખો છો. અત્યારે તમે ફરી-ફરીને તે વ્યકિત તે વસ્તુ, તે સ્થળ કે તે જ ખુશીના પ્રસંગોને તમારા જીવનમાં લાવવાના પ્રયત્નો કરો છો. પરંતુ તમે ગમે તેટલા પ્રયત્નો કરશો તો પણ તે જ ખુશીનો તમે ફરીથી અનુભવ નહીં કરી શકો. આને કારણે તમે વધારે દુઃખમાં ધકેલાવ છો.
દુઃખનો દંડો કે ખુશીનો દંડો બંને પીડા પ્રતિ લઈ જાય છેઃ
જીવનમાં આપણે સતત દુઃખનો દંડો અથવા ખુશીનો દંડો રચતા હોઈએ છીએ. જો તમે દુઃખનો દંડો રચ્યો હશે તો તમે તેને તોડવાની કોશિશમાં હશો અને જો

ખુશીનો દંડો રચ્યો હશે. તો તમે તેને લંબાવવાની કોશિશમાં રહેશો. પરંતુ તમે એ સમજતા નથી કે તમે ખુશીના દંડાને લાંબો કરી શકતા નથી કે દુઃખના દંડાને તોડી શકતા નથી. એ તો તમારી કલ્પના માત્ર છે, ચૂંટેલી સ્મૃતિ છે. દંડો પોતે જ અવાસ્તવિક અને કાલ્પનિક છે.
ફક્ત જવા દો... અને તમે ઊડી શકો છો !
ઉત્તર ભારતમાં મારા આધ્યાત્મિક ભ્રમણ દરમિયાન પક્ષીઓને પકડવા માટે શિકારીઓ કેવું છટકું ગોઠવે છે તે મેં જોયું છે. બે ઝાડ વચ્ચે તેઓ એક દોરડુ બાંધે છે. દોરડાંની મધ્યમાં એક લાકડીથી પકડાવે છે. દોરડું લાકડીના મધ્યબાગે બાંધ્યું હોય છે. શિકારી દ્વારા પક્ષીઓ પકડવાનું આજ ખરૂ છટકું છે. તમને થશે કે આવી નાની લાકડીથી પક્ષીઓ કઈ રીતે ફસાય છે ? આ કેવી રીતે શકય છે ? શિકારી લાકડીને દોરડાંની મદદથી બે ઝાડની વચ્ચે લટકાવે છે. બસ એટલું જ. જ્યારે પક્ષી આવે છે અને લાકડી પર બેસે છે ત્યારે પક્ષીનું પોતાનું જ વજન લાકડીને ઉપરથી નીચે તરફ લઈ જાય છે. પક્ષી ઊંધું-ચત્તું થઈ જાય છે. લાકડીને વળગેલું પક્ષી હવે ઊંધે માથે લટકે છે અવળે માથે થયેલું
પક્ષી તેની સમતુલાની સૂધબૂધ ગુમાવે છે, પોતાને અસ્થિર સમજવા લાગે છે અને લાકડી પરની પોતાની પકડ વધુ મજબુત બનાવે છે. જાણે એનું જીવન લાકડી પર જ આધારિત હોય તેવી રીતે લાકડીને પકડી રાખે છે. તે ઊંધે માથે લટકે છે. તેથી વિચારે છે ‘જો હું લાકડી છોડી દઈશ તો શું થશે ?’ ‘હું પડી જઈશ અને મરી જઈશ’.
કોઈ પક્ષી પડી ગયું હોય અને તેનું માથું ફુટી ગયું હોય તેવી કોઈ નોંધ નથી. પરંતુ આ સમજવા માટે પક્ષીને બુદ્ધિ નથી. તે તો લટક્યા જ કરે છે. છોડી ન દેવાથી તે પોતાની ફક્ત સ્વતંત્રતાતો નહીં પરંતુ જિંદગી પણ ગુમાવે છે. કારણ કે આખરે શિકારી તેને પકડી લે છે.

આ પક્ષીની માફક જ તમે એ સમજતા નથી કે જો તમે તમારા મનને છોડી દો છો કે તે જ ક્ષણે તમે પરમહંસ બની જાવ છો.! તત્ક્ષણ તમે મુક્ત બનો છો અને સહેલાઈથી ઊડવાનું શરૂ કરી શકો છો.
જે ડર લાકડીને જકડી રાખનાર પક્ષીને હોય છે તે તમને અત્યારે છે. તમારો ડર અને પક્ષીનો ડર એક જ છે. પક્ષી માને છે કે તે છોડી શકતું નથી. જો છોડશે તો મરી જશે. આ જ રીતે તમે તમારા મનને જકડી રાખો છો. અને વિચારો છો કે, હું આ છોડી શકું નહીં. જો હું એવો વિશ્વાસ કરવાનું શરૂ કરૂં કે , હું અગઠિત, પકડ બહારના છૂટા, અને અતાર્કિક વિચારો માત્ર છું, તો હું ખોવાઈ જઈશ.
શિકારી નિરાંતે ચાર-પાંચ કલાક પછી આવે છે. પક્ષીને લઈ જાય છે. અને પિંજરામાં મૂકે છે. અને ચાલ્યો જાય છે. હવે પક્ષી પાસે ઊડવા માટે સ્વાતંત્ર્ય નથી કે સમતોલ રહેવા લાકડી. મૂર્ખ પક્ષી એટલું પણ સમજતું નથી કે તેણે જો
ફક્ત લાકડીને છોડી દીધી હોત તો એ સરળતાથી ઊડી ગયું હોત.
આ જ રીતે તમે જે પણ બાબતને તમારી ઓળખ કે સલામતી સમજો છો , જેમકે તમારું શિક્ષણ, તમારુ મન, તમારી જિંદગી, તમારા સંબંધો, કે બેંકમાં તમારી જમા રાશી, વગેરેને તમે જકડી રાખો છો. છેવટે યમરાજા તમારી ઓળખની લાકડી દૂર કરવા આવે છે અને ત્યારે તમે ન તો મુક્ત આત્મા, પરમહંસ છો કે ન તો તમારી ઓળખને પકડી રાખી શકો છો. તમને સ્વાતંત્ર્ય પણ નહીં હોય અને તમારી ઓળખની લાકડી કે જે તમે પકડી રાખી છે. તે પણ નહીં હોય કેમકે તે લાકડી તો આભાસ માત્ર છે.
પણ જો પક્ષી પકડ છોડી દે અને હળવું બને તો એક બે ક્ષણો માટે સમતોલન માટે કદાચ ડગમગશે. તેને સમતોલન પ્રાપ્ત કરતાં એક કે બે ક્ષણ લાગશે પણ એ કયારેય પડશે કે મરી જશે નહીં. જ્યારે તે લાકડી છોડશે ત્યારે થોડી સેકેન્ડ માટે કદાચ તે નીચે પડશે પરંતુ તરત જ તે પોતાની જાતને સંભાળી લેશે અને ઊડવા લાગશે.

આજ ક્ષણે સ્વયંમાં શ્રદ્ધા રાખો.
તમારી ઓળખ ખોવાઈ જાય તેની ફિકર
ન કરો. ફક્ત તમારામાં વિશ્વાસ કરો અને
તમારી ઓળખને પડતી મૂકો. તમે
તત્કાળ પરમહંસ બનશો. મુક્તિ
પામશો. તમારે કરવાનું એ છે કે તમારે
વિશ્વાસ રાખવાનો છે કે તમે પકડ મુક્ત
છો. તમે વિશ્વાસ ન રાખો તો પણ આ
સત્ય છે.
સ્પષ્ટ સમજી લો, છોડી દો, અને તમે ક્યારેય પડશો નહીં કે મરી જશો નહીં. તમે એક પરમહંસ બની જશો.
તમે પકડમુક્ત થાવ છો ત્યારે તમારા જીવનમાં ક્રાંતિકારી પરિવર્તન આવે છે. તમારી રોજિંદી વિચારસરણીમાં, તમારા નિર્ણયોમાં, અને તમારા નિત્યક્રમ અને જીવનશૈલીમાં પરિવર્તન આવે છે. આ ક્રાંતિમાંથી હિંમતપૂર્વક પસાર થવું, તમારામાં થતી પ્રક્રિયામાંથી પસાર થવું, તેને હું તપ કહું છું.
મારા પરિભ્રમણ દરમિયાનના જૂજ પ્રસંગોએ મેં એ પણ જોયું છે કે, જ્યારે એક પક્ષી લાકડી પર લટક્યું હોય છે ત્યારે બીજું એક પક્ષી કે જે આ જ રીતે આ છટકામાં ફસાયુ હતું પરંતુ તેનામાં લાકડી છોડી દેવાની અને પાંખો ખોલવાની હિંમત હતી તે પાછું આવે છે લટકતા પક્ષીને ચાંચો ભરાવે છે. અને કહે છે. ‘એય છોડી દે ’શાંત થા હું તારા જેવું જ હતું. મને પણ આ સમસ્યા આવી હતી.જેવું હું શાંત થયું હું સરળતાથી ઊડવા લાગ્યું. પુનઃ સમતોલન પ્રાપ્ત કરવામાં ફક્ત એક કે બે ઘડી જ લાગે છે. હું છૂટું થયું. હું ક્યારેય પડ્યું નથી કે મારું શિર ફોડ્યું નથી કે હું મરી ગયું નથી. હું ફક્ત સ્વતંત્ર થયું છું હું ફક્ત મુક્ત પક્ષી થયું છું. ચાલ હિંમત કર ! પણ લટકતું પક્ષી આ માનવા તૈયાર નહીં થાય. સમજી લેજો કે મુક્ત પક્ષીની ફરજ છે કે બીજાં પક્ષીઓને મુક્ત કરાવે. સ્વતંત્ર પક્ષીનું એ કર્તવ્ય છે કે લાકડીના છટકામાં ફસાયેલા પક્ષી પાસે જવું, તેને ટકોરવું અને કહેવું કે ‘તારી જાતને મુક્ત કર’.
hવે તમને જણાવું કે હું તે મુક્ત પક્ષી છું અને તમારી પાસે એ કહેવા માટે આવ્યો છું કે તમારા માટે નીચે મેં સલામતિની જાળી બાંધી છે. તમે પડી જશો તો પણ તમે ઈજા નહીં પામો. હળવા બનો. છોડી દો. તમે ફક્ત ઊડશો.
જુઓ, ગુરુનો સમાજ, સંધ આ સલામતિની જાળી છે. તમે પડી જશો તો પણ તમને ઈજા નહીં થાય.
પહેલું તો એ કે તમે પડશો જ નહીં પણ તમને સંપૂર્ણ ખાતરી આપવા માટે સંઘની આધ્યાત્મિક સમાજની રચના કરવામાં આવી છે. તેથી હું તમને સહુને સંઘમાં આવવા અને આધ્યાત્મિક સંઘનો અનુભવ કરવા નિમંત્રણ આપું છું.
બધાં ફસાયેલાં પક્ષીઓને બચાવવા, તેમને મદદ કરવા અને પોતાની જાતને સ્વતંત્ર કરવા પ્રેરવા તે મુક્ત પક્ષીની જવાબદારી છે તે સમજી લેજો.
શારીરિક, માનસિક અને લાગણીવિષયક પ્રશ્નોના ઉપાયો
જ્યારે આપણે પકડ છોડી દઈએ છીએ. કે તરત જ આપણને આંતરિક સ્વસ્થતા (ઇનર હિલિંગ), ગહન મૌન અને શાંતિનો અનુભવ થાય છે.
બીજું તે આંતરિક સ્વસ્થતા બાહ્ય સુખાકારી તરીકે પ્રકાશિત થાય છે. જે આપણું શારીરિક સ્વાસ્થ્ય છે.
ત્રીજું આ સ્વાસ્થ્ય, સ્વાભાવિક રીતે માનવીય સંબંધોમાં પણ પરાવર્તિત થાય છે.ચોથું આ ત્રણેય અદ્ભુત રીતે કાર્ય કરે છે. આપણે સર્જનાત્મક અને ઉત્પાદક બનીએ છીએ.
લાંબા ગાળાની બિમારીનો ઉપાય :
લોકો મારી પાસે આવે છે અને કહે છે ‘સ્વામીજી’ છેલ્લા ત્રીસ વરસથી મને ઘૂંટણનો દુખાવો છે. ‘ના, આવું બને જ નહીં’ કૃપા કરીને સમજો કે ખરેખર આવું બની શકે જ નહીં હું તમારો અનાદર કરતો નથી કે એવું કહીને કે તમારા બધા પ્રશ્નો તમારા મસ્તિષ્કમાં છે તમારી પીડામાં વધારો કરવા માંગતો નથી. હું માત્ર સાદું સત્ય કહું છું કે તમારા બધા પ્રશ્નો તમારા મસ્તિષ્કમાં જ છે. હું માત્ર એક સત્ય ટાંકું છું.
ઘૂંટણનું દર્દ કે જે બે વર્ષ પહેલાં અનુભવ્યું કે ઘૂંટણનું દર્દ કે જે તમે એક વર્ષ પહેલાં અનુભવ્યું કે ઘૂંટણનું દર્દ તમે બે મહીના પહેલાં અનુભવ્યું કે ઘૂંટણનું દર્દ તમે બે કલાક પહેલાં અનુભવ્યુ તે બધા એકબીજાથી અલગ અનુભવો છે. માત્ર તમે આ બધાને સાંકળો છો. એટલે તમે એવું તારણ કાઢો છો કે તમને વીસ વરસથી ઘૂંટણનું દર્દ છે. શું એ ખરેખર સાચું છે કે તમને વીસ વરસથી સતત ઘૂંટણનો દુઃખાવો છે ? વચ્ચે વચ્ચે જ્યારે ઘૂંટણનો દુખાવો નથી હોતો તેવા સમયનું શું છે ?
તમારે જે મહત્વની વાત સમજવાની છે તે એ છે કે તમે આ બધા દુખાવાને એકસાથે જોડો છો. અને એક સળંગ ઘટના તરીકે જુઓ છો એટલે સ્વયં સ્વાસ્થ્યની સંભાવનાને અવરોધો છો. તમે જ્યારે ધ્યાન કરો છો ત્યારે તમે આ બધાને એકબીજાથી અલગ એવા પ્રસંગો તરીકે જોવા સક્ષમ બનો છો.
હતાશાનો ઉપાય :
જ્યારે હતાશા વિશે વાત કરીએ ત્યારે સમજી લો કે એક મહિના પહેલાં આવેલી હતાશા, એક વર્ષ પહેલાં આવેલી હતાશા, અને ત્રણ વર્ષ પહેલાં આવેલી હતાશા એકબીજાથી સ્વતંત્ર, એકાકી અને ન જોડાયેલા હોય તેવા પ્રસંગો છે. તમે આ બધા પ્રસંગોને જોડવાનું શરૂ કરો છો અને એવા નિષ્કર્ષ પર આવો છો કે હતાશા તમને સતત રહે છે. તમે એવો વિચાર પેદા કરો છો કે તમારી જિંદગી હતાશા જ છે અને પછી તે વિચાર સાથે જ તમે લડવાનું શરૂ કરો છો જે ફક્ત હતાશાજનક વિચારોમાં વૃદ્ધિ કરે છે.
તમે જ્યારે દૃઢપણે માનો છો કે તમારા છેલ્લાં દશ વર્ષ દુઃખ અને હતાશા ભરેલા જ હતાં. તમે તમારી આસપાસ એક મજબુત માનસિક વાતાવરણ ઊભુ કરો છો અને સ્વાભાવિક રીતે જ એવું માનવા લાગો છો કે તમારું ભવિષ્ય પણ દુઃખ અને હતાશાથી ભરેલું છે.
24
25 ધારો કે તમારી સામે બેહેલી વ્યક્તિને તમે શત્રુ સમજો છો. અને અચાનક તમે જુઓ છો કે તેનું મસ્તક અલગ પડેલું છે તેના હાથ અલગ છે તેના પગ અલગ છે. તો શું તમને તેની સાથે લડવાની ઈચ્છા રહેશે ? ના ! એ તો લડાઈ કરવા માટે લાયક પણ નથી. તેને તમે કલ્પ્યુ હતું તેવું ઠોસ અસ્તિત્વ પણ નથી. જેથી લડવા માટે સામે કોઈ છે જ નહીં.
અદ્રશ્ય થઈ જાય છે. જે ક્ષણે તમે તમારા મનમાંથી હતાશાને કાઢવાની કોશિશ કરો છો તે જ ક્ષણે તમે તેને લાંબી અવધિ માટે વધારી મૂકો છો.
એ રીતે જ્યારે તમે ધારી લો છો કે તમારી સામે એક બહુ જ મોટી સમસ્યા છે કે એક પ્રચંડ વ્યક્તિ તમારી સામે છે કે તરત તમે લડવાનું અને વધુ મુશ્કેલીમાં પડવાનું શરૂ કરો છો. તમારી હતાશા તમે જેવો માનો છો તેવો મોટો શત્રુ નથી. એ માત્ર છૂટા પડી ગયેલાં અંગોવાળી વ્યક્તિ સમાન છે. એ તો તમે જ છો જેણે તેના છૂટા અંગો ને જોડયા છે અને તેમાં પ્રાણ પૂર્યો છે. હતાશા સાથેની તમારી લડાઈ જ તમારી હતાશા નું મૂળ કારણ છે.
તમે ઊંડી હતાશામાં હો ત્યારે શું કામ પર જવાનું બંધ કરશો ? ના હતાશા તમારા મનમાં હોય તો પણ તમારું શરીર હરેફરે છે. તમે કામ કરો છો. તમે કદાચ પહેલાં જેવા ઉત્પાદક કે કાર્યક્ષમ ન રહ્યા હો પણ છતાં તમારું શરીર ગતિશીલ છે.
‘હતાશા જીવવા ને બદલે હું કહીશ કે ‘પકડ મુક્ત (અન કલચ્ડ) જીવો’
પ્રાચીન હિન્દુ ધર્મ કથા રામાયણમાં એક સુંદર વાર્તા છે. વાનરરાજ વાલીની સામે જે કોઈ આવે છે અને તેની સાથે લડાઈ કરે છે. તે પોતાની અડધી શક્તિ તેની સામે હારી જાય છે. એ જ રીતે જે કોઈ વિચાર-દ્વંડાની સામે થાય છે અને દ્વંડા સાથે લડાઈ શરૂ કરે છે તે પોતાની અડધી શક્તિ દ્વંડા સામે હારી જાય છે.
જ્યારે આપણે હતાશામાં જીવીએ છીએ ત્યારે આપણને આ બધા પ્રશ્નો નથી થતા, હું હતાશામાં છું તો મારું શરીર કેવી રીતે ચાલે છે ? હું હતાશામાં છું તો હું મારાં ચુકવણાં કેવી રીતે કરીશ ? આપણને આવા સવાલો થતા નથી. હતાશા આપણા જીવનનો હિસ્સો બની જાય છે.
જે ક્ષણે તમે દ્વંડાથી તમારી જાતને છૂટી પાડો છો. અને તટસ્થ અવકાશ અનુભવો છો તે જ ક્ષણે તમારામાં આંતરિક સ્વાસ્થ્ય શરૂ થાય છે. જે ઘડીએ આંતરિક સ્વાસ્થ્ય શરૂ થાય છે. તે જ ઘડીએ શારીરિક કક્ષાએ પણ તમે સ્વસ્થ બનો છો.
શરૂઆતમાં તમને કદાચ પ્રશ્નો થાય ‘પકડ મુક્ત થઈ હું કેવી રીતે જીવી શકું ? ’ ‘હું મારું શરીર પણ કેવી રીતે ચલાવી શકીશ ? ’ પકડ મુક્ત જીવવા માટેની સતત યાદ તમારા શરીર કે મનની ગતિવિધિમાં અવરોધ પેદા નથી કરતી તે સમજો. તે તો ફક્ત હતાશાને દૂર કરે છે. કારણકે આમ કરી તમે હતાશાની પકડમાં પકડાયા વિનાજ હતાશાજનક વિચારોને ઊઠવા-શમવા દો છો.
વ્યસનનો ઉપાય:
વ્યસન શું છે ? એ એવું વર્તન કે ક્રિયા છે કે જે તમે ન કરો તો તમે કાંઈક ગુમાવી રહ્યા છો તેવી લાગણી થાય. પરંતુ જો તમે તે કરો છો તો કાંઈ ખુશીની લાગણી નથી થતી. તે વર્તન કે ક્રિયા ફક્ત યાંત્રિક બની રહે છે. વ્યસન એટલે એવી માન્યતા કે કોઈ વસ્તુ, વ્યક્તિ કે પરિસ્થિતિ ને કારણે તમને ખુશી કે આહલાદ મળે છે.
હતાશાને ત્યાગવાનો પ્રયત્ન ન કરો, કારણકે તમારી સહજ પ્રકૃતિથી જ એ છૂટી જાય છે. અને તમારાથી દૂર સરી જાય છે. તમારી સહજ પ્રકૃતિથી જેમ ખુશી તમારા મનમાંથી અદ્રશ્ય થાય છે તેમ હતાશા પણ તમારા મનમાંથી
26 27 હવે વ્યસનની વ્યાખ્યા સમજો: યાદ કરી કરીને ખુશીના દંડાને લંબાવવાનો પ્રયત્ન કરવો. એ જાણવા છતાં કે તે જઆનંદનું પુનરાવર્તન થવાનું નથી છતાં પણ તમે તે જ વ્યક્તિ, પરિસ્થિતિ, પ્રસંગો કે ઘટનાઓને ફરી ફરીને તમારા જીવનમાં લાવો છો. વ્યસનો અનેક જાતના હોય છે. કેટલાક લોકો પાર્ટીના આદતી હોય છે. કેટલાક ધુમ્રપાનના અને કેટલાક મધપાનના. યાદ રાખો બાહ્ય જગતની કોઈ પણ વસ્તુને તમારા જીવનમાં વારંવાર લાવશો તો તે તમને પ્રથમ વખત જેવી ઉતેજના આપશે નહીં. તે તો ફક્ત તમને વ્યસન તરફ લઈ જશે, આનંદ તરફ નહીં. પ્રથમ વખત તમે મીઠાઈ ખાવ છો તેનો અનુભવ અદ્ભૂત હોય છે. તેનો આહ્લાદ એક્દમ અલગ હોય છે. પરંતુ તમે તે જ મીઠાઈ વારંવાર ખાધા કરો તો પહેલાં જેવો અનુભવ થતો નથી. પરિણામે તમે તે મીઠાઈને જોવાનું પણ પસંદ નહીં કરો. તમે તેને જોતા વેંત જ કહેશો ‘ઓહ હવે વધારે મીઠાઈ નહીં ! તેથી મને અજંપો થાય છે’. તે જ રીતે કોઈ વ્યક્તિ સાથેની પ્રથમ મુલાકાત વખતની ઉત્તેજના તદ્ન અલગ જ હોય છે. જે સમય જતાં એકદમ ઓસરી જાય છે.
લોકો આવે છે અને મને પૂછે છે, ‘હું મારી આદતો કેવી રીતે તોડી શકું ? ’ જૂઓ HABIT (આદત) એક સુંદર શબ્દ છે. તેમાંથી ‘એચ’ કાઢી લ્યો તો ‘એ બીટ’ (થોડું) રહે છે. અને જો એમાંથી ‘બી’ કાઢી લ્યો તો ‘ઈટ’ (તે) રહે છે. ફક્ત જ્યારે તેમાંથી ‘આઈ’ હું કાઢો ત્યારે જ ‘ઈટ’ (તે) મરે છે, તમે જ્યારે ‘હું’ ને દૂર કરો , તમે જ્યારે ‘હું’ ફેંકી દો ત્યારે જ ‘તે’ (વ્યસન) નિર્મૂળ થાય છે.
સ્પષ્ટપણે સમજી લ્યો, બે દિવસ પહેલાંનું,દશ વર્ષ પહેલાંનું અને વીસ વર્ષ પહેલાંનું તમારું ધુમ્રપાન આ ત્રણેય એકબીજાથી તદ્ન સ્વતંત્ર ઘટનાઓ છે. એકબીજા સાથે જોડાયેલ નથી. માનસિક રીતે તમે જ્યારે તેને જોડવા માંડો છો અને માનવા લાગો છો કે તમને ધુમ્રપાનનું વ્યસન છે ત્યારે આ માન્યતા જ વ્યસનનો દંડો રચે છે. અને પછી તમે તેની સાથે લડવાનું શરૂ કરો છો. ‘હું’ ને
છોડવું જોઈએ તેમ જ્યારે કહું છું તેનો અર્થ જ આ છે તમારી માન્યતા જે તેને આદત બનાવે છે. તમે માન્યતા છોડો છો કે તરત જ આદત છૂટી જાય છે.
જો તમે એવું માનો છો કે ધુમ્રપાન એક સુખદ અનુભવ છે તો તમે વધુને વધુ ધુમ્રપાન કરવાનું ચાલું રાખશો અને જ્યારે તમે માનશો કે ધુમ્રપાન દુઃખદ અનુભવ છે તો તમે તેની સામે લડવાનું શરૂ કરશો. આ બેઉ રીતે તમે જીતવાના નથી. અને તમે એમ માનો છો કે ધુમ્રપાન સુખદ છે અને અનિયંત્રિતપણે ધુમ્રપાન કરો તો તમને કેવું લાગે છે તે જુઓ. જ્યારે પૂર્ણ સજાગતા સાથે ધુમ્રપાન કરશો ત્યારે તે ક્દી આનંદપૂર્ણ અનુભવ નહીં હોય એ ખરેખર ક્યારેય સુખકારક નહીં હોય.
તમે જ્યારે ધુમ્રપાન કરો છો ત્યારે તે ક્ષણે તમારા અંતરના ઊંડાણમાં શું થાય છે તે જુઓ. તમે તે કાંઈ માણતા નથી હોતા તમે માત્ર કશાકથી છટકવાની કોશિશ કરતા હો છો. તમે ફક્ત ધારો છો કે ધુમ્રપાન સુખદ છે. અને જ્યારે ધુમ્રપાન કરો છો.ત્યારે સુખ ન જણાતું હોય તો પણ તેમાંથી તમે સુખ નિચોડવાની કોશિશ કરો છો.
તમે જો તમારા જીવનને ઊંડાણપૂર્વક તપાસશો કે ધુમ્રપાન હોય કે જાતીય પ્રવૃતિ, કે ધન કે અન્ય કાંઈ સુખ,તમે પહેલી વખત માણેલું સુખ મળતું હોય તેવા પ્રયત્ન કરો છો. તમે તેમાંથી સુખ ખેંચી લેવાનો પ્રયાસ કરો છો. ‘ના’ આ સુખ જ છે. બીજું શું સુખ હોય ? તમે આ સુખ છે તેમ માનીને તમારી નિરાશાને ઢાંકવાનો પ્રયત્ન કરો છો.
આ સુખ છે તેમ તમે માનવા માંગો છો. એકાદ વ્યસન છોડવા માટે તમારા શ્રેષ્ઠ પ્રયત્નો કરો. તમે ક્યારેય સફળ નહીં થાવ. જો તમે તે વ્યસન છોડો છે તો તે કોઈ ભય કે પ્રલોભનને વશ થઈને છોડો છો જે એક વધારે મોટું વ્યસન છો. તમે કોઈ ભય કે પ્રલોભનને વશ થઈ તમે ધુમ્રપાન છોડો છો ત્યારે તમે તમારી ચેતનાનું તમારા અંતરતમનું કાંઇ ઇષ્ટ કરતા નથી તમે તમારી જાતને વધારે ક્ષતિ પહોંચાડો છો.
તમે કદાચ ધુમ્રપાન છોડી દીધું હશે પરંતુ ભય કે લોભ કે જેને લીધે તમે ધુમ્રપાન છોડ્યું તે તમારા ‘અંતરમનમાં ઉમેરાઈ જશે ’. ધુમ્રપાનથી તો તમે ફક્ત આ શરીર નો નાશ કરો છો. ભય કે લોભને કારણે તમે જન્મ જન્માંતર સુધી તમારા પૂર્ણ હોવાનો નાશ કરો છો. પુર્નજન્મમાં પણ તમે ભય–લોભને સાથે લઈ જાવ છો. ધુમ્રપાનની આદત કદાચ નવા શરીરમાં જોડે નહીં આવે પરંતુ ભય અને લોભની વૃત્તિઓ જરૂર સાથે આવશે. તેથી ઉત્તમ રસ્તો એ છે કે તમને વ્યસન છે તે વિચારને જ છોડી દો. વ્યસન છૂટી જશે.
ધ્યાનની રીતોઃ
પકડ છોડો (Unclutch)– કોઈપણ સમયે કોઈપણ સ્થળે
તમે જ્યારે ધ્યાન માટે બેસો છો ત્યારે કુદરતી રીતે જ વિચારો આવવાના શરૂ થઈ જાય છે. જે ક્ષણે તમે જુઓ છો કે એક વિચાર આવે છે તો તમે તેને અર્થ ન આપો. તમે જો તેને તમારા ભૂતકાળ સાથે જોડો તો જ તમે તેને અર્થ આપો છે. અર્થ આપ્યા વિના જ પકડમાંથી મુક્ત થવાનું યાદ રાખો અને જુઓ શું થાય છે. જેવું તમે યાદ કરો છો કે આ વિચારની પકડમાંથી મુક્ત રહું અને તેને કોઈ અર્થ ન આપું, થોડી ક્ષણો માટે મૌન, મનમાં એક નાનો અવકાશ અનુભવાશે. જે ક્ષણે તમે જાગ્રત બનો છો કે આ મૌન છે, તે એક બીજો એક વધારે વિચાર બને છે, પછી તે વિચારમાંથી પણ મુક્ત રહો. તરત જ ફરીથી એક વધારાનો વિચાર આવશે. ‘હું મૌનમાં છું ’કે ‘હું પકડ છોડી રહ્યો છું ’આ વિચારોની પકડ પણ છોડી દો બે વિચારો વચ્ચે અવકાશ કે મૌનની અવધિ લાંબી ને લાંબી થતી રહેવી જોઈએ આ જ મૂળ ઉદ્દેશ છે.
ચક્ર જાગૃતિ:

નિત્યધ્યાનની પદ્ધતિને સમજતા પહેલાં આપણે આપણા શરીરમાં રહેલા ચક્રો એટલે કે ઊર્જાના સૂક્ષ્મ કેન્દ્રો વિશે જાણવાની જરૂર છે. સાત ચક્રો પર કામ કરવું એટલે ઊર્જાના નવા પ્રસારણ માર્ગોને જાગ્રત કરવા ટેલિવિઝનની નવી ચેનલો મેળવવા જેવું આ કામ છે.
આપણા શરીરમાં સાત ઊર્જા કેન્દ્રો છે અને દરેક કેન્દ્ર ખાસ લાગણીની વૃત્તિઓ સાથે જોડાયેલું છે. આ સાત લાગણીઓ છે. કામ, ભય, ચિંતા, લોકોનું ધ્યાન મેળવવાની ઈચ્છા,ઈર્ષ્યા, અહંકાર અને અસંતોષ આજનો માણસ આ સાત વૃત્તિઓથી જ વિચારે છે. આ વૃત્તિઓમાંથી કોઈ એક વૃત્તિની પરિપૂર્તિ માટે જ તેનું શરીર પ્રવૃત્ત રહે છે.
કેટલાક લોકો ઈચ્છા, કામ કે સ્પર્શ માટે પ્રવૃત્ત હોય છે. કેટલાકને ભય પ્રવૃત્ત રાખે છે. ઈચ્છાઓ જેવી લાગણીથી પ્રવૃત્ત થવામાં કશું ખોટું નથી. પરંતુ તમારે પ્રેમ જેવા લાગણીના ઉચ્ચ આયામો પણ અનુભવવા જોઈએ. તમારે સમજવું જોઈએ કે માત્ર તમારી ઊર્જને કારણે જ તમે બધી પ્રવૃત્તિ કરી શકો છો આ વૃત્તિઓને લીધે નહીં
ચક્રોને જાગ્રત કરવાથી તમે લાગણીના આ આવેગોના માનસિક ઢાંચામાંથી બહાર નીકળી શકશો અને મુક્ત વ્યક્તિની માફક કાર્ય કરી શકશો. તમે વૃત્તિઓના માનસિક ઢાંચામાંથી બહાર નીકળશો તો જ તમે મુક્તિનું મૂલ્ય સમજી શકશો.
દાખલા તરીકે તમે એક ચક્ર, જેમકે ઈર્ષ્યા સાથે જોડાયેલા ચક્રમાંથી બહાર નીકળશો તો તમે જગતને નવા જ આયામ, ઈર્ષ્યામુક્ત જગત તરીકે અનુભવી શકશો. જે કોઈપણ ઓળખ આજે તમારા વ્યક્તિત્વની હોય, ગમે તે ઉદ્દેશ પર તમારું જીવન ચાલતું હોય તે ઓળખ કે ઉદ્દેશ ઓગળી જશે.તમે બિલકુલ જ નવી ઊર્જા અનુભવશો.
ઉદાહરણ તરીકે તમને જો એકાએક શેર-બજારના ધંધામાં રસ જાગે તો તમે ટેલિવિઝન, સામયિકો અને લોકો પાસેથી શેર-બજાર વિષેની તાજી જાણકારી મેળવવાનું શરૂ કરી દેશો. એકાદ મહિના પછી તમને લાગશે કે આખું વિશ્વ શેર-બજાર વિશે વધુ જાગ્રત થઈ રહ્યું છે. તમને એવું લાગવા માંડે છે કે બધે આસપાસ શેર-બજાર સંબંધિત જ લોકો છે. એવું નથી કે વિશ્વ બદલાયું છે. ફક્ત તમારો દૃષ્ટિકોણ બદલાયો છે.
જ્યારે તમારું ઊર્જા કેન્દ્ર ખસે છે ત્યારે તમે તમારી આસપાસ તે જ પ્રકારના લોકોને એકઠા કરવા માંડો છો.
એટલે તમે જો તમારું ઊર્જા કેન્દ્ર ખસેડો તો તમે જેને જુઓ છો તે જગતને બદલી શકો છો. હિંદુ ધર્મ શાસ્ત્રમાં કહે છે કે સાત જગત છે. આનો ખરેખર અર્થ એ છે કે જગતને કેવું જોવું તે તમારી આ સાત વૃત્તિઓ નક્કી કરે છે.
નિત્યધ્યાન કરવાની રીત
દરેક સાત મિનિટના એવા પાંચ તબક્કાનું આ ધ્યાન છે
૧. અરાજક શ્વસન (Chaotic Breathing)
સમય ગાળો : ૭ મિનિટ

વજ્રાસનમાં બેસો (ઘૂંટણથી બન્ને પગ વાળી પગને અંદર રાખી એડી પર કૂલા ટેકવીને બેસવું) સામાન્ય રીતે આપણાં શરીરમાં ઊર્જાનું વહન સહસ્ત્રાર ચક્ર (મસ્તિષ્ક કેન્દ્ર) થી મૂલાધાર ચક્ર (મૂળ કેન્દ્ર) તરફ થાય છે. વજ્રાસનની સ્થિતિ આ પ્રવાહને ઉલટાવવામાં સહાયરૂપ થાય છે અને ઊર્જાની ઊર્ધ્વગતિને આધાર આપે છે.
આંખો બંધ રાખો, હાથને તમારી કમર પર રાખો અને અરાજકપણે શ્વાસ લો. અરાજકપણે કોઈ નિશ્ચિત તાલ નિયમ વિના ઊંડા શ્વાસ લો અને બહાર કાઢો. ફક્ત શ્વાસોચ્છ્વાસ પર ધ્યાન આપો. તમારું સંપૂર્ણ હોવું શ્વસનક્રિયા બની જવું જોઈએ અને આખું શરીર પ્રવૃત્ત થવું જોઈએ.
આ પ્રથમ ભાગ એકદમ ભૌતિક છે. વજ્રાસનમાં બેઠક અને અરાજકપણે શ્વાસ લેવા છોડવાની ક્રિયા અનેક શારીરિક અને માનસિક પ્રશ્નોને મટાડશે. તમે જોઈ શકશો કે તમને જો પાચનનો પ્રશ્ન હશે તે સંપૂર્ણ પણે મટી જો શરીરની સક્રિયતા વધશે અને તમારું પાચનતંત્ર સુધરી જશે.
નિત્ય ધ્યાનનો પ્રથમ ભાગ શારીરિક સ્વાસ્થ્ય સ્થાપવા માટે છે. એક અગત્યની વાત તમારે નોંધવી જોઈએ કે તમારા શ્વાસની ગુણવત્તા તમારા મનની સ્થિતિ પ્રમાણે બદલાય છે. તમારી લાગણીઓ શ્વસન ક્રિયા પર અસર પાડે છે. તમે
જ્યારે ચિંતામાં હો છો ત્યારે તમારા શ્વાસની ગતિ બદલાય છે. તમે જ્યારે ગુસ્સામાં હો છો ત્યારે શ્વાસની ગતિ બદલાય છે. તમે જ્યારે તાણ અનુભવતા હો અને જો ત્યારે ઊંડા શ્વાસ લ્યો તો તરત જ તમે હળવાશ અનુભવવા લાગો છો અને તાણ દૂર થઈ જાય છે.
શ્વાસ અને મન અરસપરસ સંકળાયેલા છે એકમાં બદલાવ લાવતાં બીજું એની મેળે બદલાય છે. લાગણીઓ કદાચ આપણા હાથમાં ન હોય પરંતુ શ્વાસ આપણા હાથમાં છે. જો આપણે શ્વાસનું નિયમન કરીએ કે આપણી શ્વાસોચ્છ્વાસની ગતિમાં પરિવર્તન લાવીએ તો આપણે સીધીજ રીતે લાગણીઓમાં અને મનની સ્થિતિમાં પરિવર્તન લાવી શકીશું.
આપણે એક નિશ્ચિત ઢબે શ્વાસ લઈએ છીએ અને છોડીએ છીએ. આપણા ભૂતકાળના સંસ્કારો, મનના અચેતન વિસ્તારમાં સંગ્રહાયેલી સ્મૃતિઓ આપણાં શ્વસનતંત્રમાં એક ખાસ પ્રકારની ઢબ ગોઠવે છે. પરિણામે આપણે તેવીજ લાગણીઓ અને સંસ્કારોને આપણા પ્રતિ આકર્ષિત કરીએ છીએ. અને એવા એક દુશ્ચક્રમાં ઘૂમીએ છીએ જેમાં આપણા ભૂતકાળના સંસ્કારો આપણા શ્વાસોચ્છ્વાસની ઢબ રચે છે અને બદલામાં શ્વાસોચ્છ્વાસની ઢબ તેવા જ સંસ્કારો અને ઘટનાઓને ભવિષ્યમાં આકર્ષે છે. આ દુશ્ચક્ર તોડવાનું રહે છે.
નિત્યધ્યાનની શરૂઆત અરાજક શ્વસનથી શરૂ થાય છે. શ્વાસોચ્છ્વાસ અનિયમિત હોવાથી તેને કોઈ નિશ્ચિત ઢબ કે લય હોતા નથી. મનને ઘડનારી અને વ્યક્ત કરનારી સ્થાપિત ઢબ તૂટી જાય છે. જેથી વિચારોનો પ્રવાહ જે રીતે વર્ષોથી વહેતો હતો તે રીતે વહેતો અટકે છે.
આપણા સ્નાયુઓ બાયો-સ્મૃતિ–ઊર્જા સ્વરૂપે આપણી ભૂતકાળની બધી સ્મૃતિઓને સંઘરે છે. ઊંડા અરાજક શ્વાસોચ્છ્વાસ સ્નાયુઓમાંની તાણને ઢીલી કરે છે અને સ્નાયુઓ અને શરીરનાં અંગોમાં કોતરાયેલી સ્મૃતિ-ઢબનું નિર્મૂલન થવાનું શરૂ થાય છે. સામાન્યપણે આપણા સ્નાયુઓ તણાવયુક્ત હોય છે જેને અરાજક શ્વાસન સ્નાયુઓને હળવા કરશે અને કંડારાયેલી સ્મૃતિઓની સફાઈ શરૂ કરશે.
આપણી અંદરની પ્રત્યેક લાગણી એક વિશિષ્ટ પ્રકારની શ્વસન ઢબ ઊભી કરે છે. તમે જોયું હશે કે નાના બાળકો ઊંડા અને અનંદપૂર્વક શ્વાસ લેતા હોય છે. જેમ જેમ તેઓ મોટા થાય છે તેમ તેમ સમાજ દ્વારા દુઃખ, સુખ, અપરાધભાવ, માન્યતાઓ વગેરેની સંકલ્પનાથી અમુક માનસિકતાના ઢાંચામાં તેઓ ઘડાય છે અને પછી તેમના શ્વાસોચ્છવાસની ગુણવત્તા સંપૂર્ણપણે બદલાઈ જાય છે.
લાગણીઓને દબાવવાની આદતને લીધે રચાયેલી શ્વાસોચ્છવાસની ઢબને હલાવવા માટે આપણે તેમાં અરાજકતા દાખલ કરવી પડે છે. શ્વસનની બીજી ઢબ કે લય દાખલ કરવા તે ઉપાય નથી.
ભૂતકાળની બધી છાપ દૂર કરવા માટે તમારે તમારા શ્વસનતંત્રમાં પૂરેપૂરી અરાજકતા ઉમેરવી પડે છે. તેથી આ ધ્યાનમાં પ્રાણાયામ જેવી કોઈ લયબદ્ધ શ્વસન ક્રિયા અનુસરસો નહીં. ફક્ત અરાજકપણે શ્વાસ લો, અરાજક શ્વાસોચ્છવાસ તમારી બધી જૂની સ્મૃતિઓને વળગેલી લાગણીઓના લગાવને તોડી નાખશે.
સૂકા પાનવાળા વૃક્ષને હલાવવા જેવું આ છે. કરમાયેલાં પાન બધાં ખરી જશે. અરાજક શ્વસન તમારા દબાયેલા મનોતંત્રને હલાવવા માટે છે. જેથી તેમાં કંડારાયેલી બધી સ્મૃતિઓ છૂટી પડી જશે.
ઊંડા અરાજક શ્વાસોચ્છવાસ શરીરમાં વિપુલ પ્રમાણમાં પ્રાણવાયુ દાખલ કરે છે અને અંગારવાયુનો નિકાલ કરે છે. તેથી હવાની હેરફેર પુષ્કળ જથ્થામાં
તમારી પૂરેપૂરી જાગૃતિ ગૂંજન પર કેન્દ્રિત કરો. ગૂંજન બની જાવ મનનું સતત બોલવાનું ચાલુ જ હોય છે. આ સતત વાતચિતને આપણે આંતરિક બબડાટ કહીએ છીએ. ગૂંજન એ આ આંતરિક બબડાટને ઘટાડવાની ઉત્તમ પદ્ધતિ છે. આંતરિક બબડાટ બીજું કશું નહીં પરંતુ આપણી અંદર સતત ચાલતા સ્વતંત્ર વિચારો છે. ગૂંજન શરીરને ઊર્જા તરીકેની અનુભૂતિ કરાવે છે. જેવું તમે ગૂંજન શરૂ કરો છો કે તમે જાણે કે તરતા હો તેવી હળવાશ અનુભવો છો. શરીરનું ભારેપણું દૂર થાય છે કારણ કે ગૂંજન મનના આંદોલનો સાથે શરીરના આંદોલનોને એકમેકના મેળમાં લાવે છે. તમે તમારી જાતને ઊર્જા તરીકે અનુભવવા લાગો છો.
તાણમાં આવ્યા વિના હળવાશથી જ આ કરજો. તમારું આખું અસ્તિત્વ અને ઊર્જાને આ આંદોલનો ઉત્પન્ન કરવામાં ડુબાડી દો. ગૂંજનના ધ્વનિની વચ્ચેના અવકાશને ઘટાડતા જાઓ. થોડા વખત પછી તમને લાગશે કે તમારા પ્રયત્ન વિના જ ગૂંજન ચાલુ રહે છે અને તમે ફક્ત સાંભળનાર બની રહો છો. શરીર અને મન ગૂંજનના આંદોલનો સાથે તાલબદ્ધ પડઘો પાડવાનું શરૂ કરે છે. આ ગૂંજન સ્વાસ્થ્યપૂર્ણ આંતરિક વાર્તાલાપ અને સ્વસ્થ ઉચ્ચ ભાવવાહી સજાગતા પેદા કરશે.
૩. ચક્ર સજાગતા :
સમય ગાળો : ૭ મિનિટ

વજ્રાસનમાં અથવા ઈચ્છો તો સુખાસનમાં (પલાંઠી વાળીને) બેસો. તમારા હાથની આંગળીઓ વડે ચિનમુદ્રા કરો, તમારી સજાગતા (ધ્યાન)ને દરેક ચક્ર (ઊર્જા કેન્દ્ર) પર (એક મિનિટ) રાખી મૂલાધાર ચક્ર (મૂળ કેન્દ્ર) થી શરૂ કરી સહસ્ત્રાર ચક્ર (મસ્તિષ્ક કેન્દ્ર) સુધી લઈ જાવ. સજાગતાને જે તે કેન્દ્ર પર લઈ જાવ ત્યારે તે વિશિષ્ટ કેન્દ્ર બની જાવ. દરેક ઊર્જા કેન્દ્રને તમારું સંપૂર્ણ અને ઉત્કટતા પણ વધતા જશે. આ મનોદર્શન સ્વસ્થ મન, સ્વસ્થ વિચારો અને ઉચ્ચ ભાવનાત્મક જાગૃતિ સ્થાપવામાં સહાયરૂપ થશે. આ તબક્કાના અંતે તમે હળવા અને ઊર્જાસભર હોવાનો અનુભવ કરશો.
ઉપરાંત જ્યારે તમે ઊર્જા કેન્દ્ર પર એકાગ્ર થાવ છો, ત્યારે તમારું મન પણ સહેલાઇથી ભટકી જશે નહીં. મન સહેલાઇથી સ્થિર થશે કારણ કે આ કેન્દ્રો જીવંત ઊર્જા કેન્દ્રો છે. તમે શરીરના બીજા કોઈ ભાગ પર એકાગ્ર થાવ છો ત્યારે તમારું મન સહેલાઇથી ભટકી શકે છે.
૪. પકડ મુક્ત રહો (બી અનકલટર્ડ) :
સમય ગાળો : ૭ મિનિટ
ધ્યાનના આ તબક્કામાં તમે એ સમજ સાથે રહો કે તમારા વિચારો બિનજોડાયેલા, અવ્યવહારુ અને પકડ બહારના છે. તમને વિચારો આવે તો પણ તેમને દબાવવાની કે તેમને પ્રતિક્રિયા આપવાની કોશિશ ન કરો. એ સમજ સાથે વિચારોને જોયા કરો કે આ વિચારો અતાર્કિક અને એકબીજાથી અલગ છે. આમ કરતાં સહજ રીતે જ તમારામાં સાક્ષીભાવની ચેતના જાગ્રત થશે.
તમને જણાવી દઉં, તમે સમજો કે ન સમજો, સ્વીકારો કે ન સ્વીકારો તમે શરૂથી પ્રબુદ્ધ, જીવન-મુક્ત છો જ.તમે સ્વાભાવિક રીતે જ પકડ મુક્ત જ છો. શાંત બનીને મૌન બેસો અને પકડ મુક્તિની આ અવસ્થાનો શુદ્ધ પણે હોવાનો અને પરમ આનંદનો અનુભવ કરો, મુક્તિની અવસ્થાની અનુભૂતિ માટેની આ અંતિમ પદ્ધતિ છે.

૫. કૃતજ્ઞતા:
સમયગાળો : ૭ મિનિટ
નિત્ય ધ્યાનનું સમાપન આપણે વૈશ્વિક ઊર્જા સાથે આપણા જોડાણ (Connection) થી કરીએ છીએ. આ તબક્કામાં આપણે વિશ્રામ કરીએ છીએ અને વૈશ્વિક ઊર્જામાં વિરામ કરીએ છીએ. તમે અખિલ બ્રહ્માંડ સાથે જોડાયેલા છો તેવી ભાવના સાથે વિશ્રામની સ્થિતિમાં માત્ર બેસો. તમારા ગુરુ કે કોઈ દેવતા કે જેમને માટે તમને પૂજ્યભાવ હોય તે ગુરુ કે દેવતા સાથે તમે જોડાયેલા છો તેવી લાગણી અને ઊંડા આદરભાવ સાથે પૂર્ણ નિષ્ક્રિયતાની સ્થિતિમાં બેસો. ફક્ત વિશ્રામની સ્થિતિમાં રહો અને સ્થિર થાવ.
અસ્તિત્વ પ્રતિ અને ગુરુ પ્રતિ, આ મહાન જ્ઞાન કે જે આપણને અજ્ઞાનમાંથી મુક્ત કરાવે છે અને આપણને નિત્યાનંદ-શાશ્વત આનંદની સ્થિતિમાં મૂકે છે પ્રતિ હૃદયપૂર્વકની કૃતજ્ઞતા વ્યક્ત કરો અને ધન્યતાનો અનુભવ કરો.
આ ધ્યાનની પદ્ધતિનો દરરોજ દિવસમાં એક વખત મહાવરો કરો અને તમારા અસ્તિત્વના, તમારા હોવાના એક નવા આયામની અનુભૂતિ કરો, નિત્યધ્યાન તમારા શરીર અને મનને શુદ્ધ ચૈત્ન્ય અને પરમ આનંદની અનુભૂતિ માટે સક્ષમ કરશે.
આનંદપૂર્ણ જીવનની ચાવીઓ
નિત્ય ધ્યાનના ફાયદા :
દરરોજ ત્રીસ મિનિટનું નિત્ય ધ્યાન તમને આપશે:
- તાણમાંથી મુક્તિ
- સુધારેલા માનવ સંબંધો
- આંતરિક શાંતિ અને સંતોષ
- અંતઃસ્ફૂરણાની જાગૃતિ (Awakened intuition)
- નિયમિત લોહીનું દબાણ
- સુધારેલો ઊંઘનો ઢાંચો
- સુધરેલી સ્પષ્ટતા
- આખા દિવસ માટે ઊર્જા સ્તરમાં વધારો
- દિવ્ય ઊર્જા સાથે જોડાણ.(Connection)
તમે તમારા પરિવારજનો અને મિત્રોને નિત્યધ્યાનનો સંપર્ક કરાવી શકો છો. (http://www.dhyanapeetam.org/web/ND_initiation.asp) જેમ જેમ વધુને વધુ લોકો જીવન મુક્ત તરીકે પકડ મુક્ત સ્થિતિમાં જીવશે તેમ તેમ પૃથ્વીના આપણા ગ્રહ પર સામૂહિક હકારાત્મકતા માટે તેઓ સહયોગ કરશે. વ્યક્તિગત ચેતનાનો આ ફેરફાર સામૂહિક ચેતના પ્રતિ વિધેયાત્મક દિશામાં આગળ વધશે. જે પરિણામ સ્વરૂપે આ પૃથ્વીના ગ્રહ પર મુક્ત સંસ્કૃતિની સ્થાપના કરશે.