નિત્ય યોગ
This text was machine-transcribed from the printed book and may contain errors. Select the words and choose “Report a mistake”.
યોગ ફક્ત શારીરિક તંદુરસ્તી માટે નથી. યોગ શરીર, મન અને આત્માના ઐક્યને સાધવા માટે શરીરને તૈયાર કરવા માટે પણ છે. નિત્ય યોગ તે આ ઐક્ય માટે શરીરની ભાષામાં ઋષિ પતંજલિની તૈયાર કરેલી પદ્ધતિ છે.
યોગ શું છે ?
યોગના પ્રાચીન વિજ્ઞાનના પિતા પતંજલિ યોગના પાયાના શાસ્ત્ર યોગસૂત્રના આરંભે જ કહે છે.
યોગઃ ચિત્ત વ્રુત્તિ નિરોધઃ
ઋષિ પતંજલિ કહે છે, યોગ મનનો અટકાવ છે. તેનો અર્થ એ નથી કે યોગ મનના અટકાવ સાથે પૂરો થાય છે તે સમજો બલ્કે, યોગ શરૂ થાય છે જ્યારે મન અટકે છે !
ખરેખર તો યોગ ક્યારેય પૂરો થતો નથી. તે શરૂ થઈ શકે છે. યોગ સતત ચાલતી પ્રક્રિયા છે.
યોગ કઈ રીતે ચાલતી પ્રક્રિયા છે તે સમજવા માટે એક અગત્યનું સત્ય જાણવાની જરૂર છે. જે કાંઈ થઈ રહ્યું છે તે ઈષ્ટ છે. સ્પષ્ટ પણે સમજી લેજો તમને થતો પ્રત્યેક અનુભવ તમારી ચેતનાને ઊંચે લઈ જાય છે અને તમને વધુ પુખ્ત બનાવે છે. અરે ! ધનની હાનિ પણ તમને થોડી પુખ્તતા આપે છે. સ્વાસ્થ્યની હાનિ પણ તમને કાંઈક સમજણ આપે છે. તમે જ્યારે આ સત્યને આત્મસાત્ કરી લો છો ત્યારે તરત જ તમે જીવનને હર પળે એક અદ્ભૂત ઘટના તરીકે જુઓ છો.
એક નાની વાર્તા :
એક વખત સમુદ્રમાં એક જહાજ જઇ રહ્યું હતું. જહાજના કપ્તાને અચાનક સામે તેજસ્વી પ્રકાશ જોયો અને તે જહાજને તેના માર્ગની દિશા બદલવાની ચેતવણી આપવા દોડયો. તેણે ઝડપથી જાહેર કર્યું , 'ટકરાવ અટકાવવા માટે તમારો માર્ગ પંદર અંશ ઉત્તર તરફ વાળો, સામેથી અવાજ આવ્યો, અમારી ભલામણ છે કે ટકરાવ અટકાવવા માટે તમે તમારો માર્ગ પંદર અંશ દક્ષિણ તરફ વાળો. '
હવે જહાજનો કપ્તાન ગુસ્સે થયો અને ધમકીભર્યા ઘમંડી અવાજમાં જવાબ આપ્યો, 'દેશનું આ સૌથી મોટું જહાજ છે. અમારી પાસે ત્રણ વિનાશક મિસાઇલ, રક્ષા સાધનો અને ઘણાં મદદરૂપ જહાજો છે. હું આદેશ આપું છું કે તમે તમારો માર્ગ પંદર અંશ ઉત્તર તરફ બદલો નહીંતર અમારા જહાજની સલામતિ માટે અમે વળતા પગલાં લઇશું. '
સરળ અવાજમાં પ્રત્યુતર આવ્યો, 'અમે દીવાદાંડી છીએ. '
સમજો, અસ્તિત્વ સતત ઘટિત થયા કરે છે અને તમને એ રીતે માર્ગદર્શન આપ્યા કરે છે કે જે કાંઇ તમને થાય છે તે શક્ય તેટલી શ્રેષ્ઠ રીત છે. તેની સાથે લયમાં જાઓ એ જ સર્વોત્તમ માર્ગ છે, ઊંચા તરંગ સાથે રેડિયો ટ્યુન કરવાની જેમ. યોગનો શાબ્દિક અર્થ છે જોડાવું.
પતંજલિ-યોગના સ્થાપક
યોગ શાસ્ત્રના સ્થાપક પતંજલિ છે. મુક્તિના અનુભવને સિદ્ધ કરવા માટે સ્પષ્ટ, વૈજ્ઞાનિક અને તર્કશુદ્ધ યોગ પદ્ધતિ વિકસાવનારા તેઓ પ્રથમ ગુરુ છે.
પતંજલિ યોગના આધ ગુરુ હતા અથવા એમ કહેવાય કે તેઓ આધ્યાત્મિક નાવિક હતા જેમણે નકશો તૈયાર કર્યો અને મુક્તિના માર્ગનું સંપૂર્ણ દ્દિશાસૂચન કર્યું. તેમણે સ્પષ્ટ નિઃશંક દિશાઓ આપી અને મુકિતના અનુભવને આત્મસાત્ કરવા ક્રમબદ્ધ સૂત્રો આપ્યાં. વૈજ્ઞાનિકો જે રીતે બહારના ભૌતિક જગતની ઘટનાઓને સમજાવવા માટે સૂત્રો રચે છે તેમ પતંજલિએ આંતરિક જગતને સમજવા અને મુક્તિ અંગે અદ્ભૂત સુંદર સૂત્રો અને વૈજ્ઞાનિક પદ્ધતિ રચ્યાં.
રઘુપતિ યોગી-યોગના આચાર્ય
મને મહાન જીવંત યોગ ગુરુ યોગીરાજ યોગાનંદ પુરી કે જેઓ રઘુપતિ યોગી તરીકે ઓળખાય છે તેમની સાથે રહેવાનું મહાન સદ્ભાગ્ય પ્રાપ્ત થયું હતું. પતંજલિએ શોધેલા યોગશાસ્ત્રના તેઓ અનુભવસિદ્ધ નિષ્ણાત હતાં.
તેઓ આસનો કે જેમાં શરીરને વાળીને વિવિધ સ્થિતિમાં રાખવાની હઠયોગની ભૌતિક બાબતો પ્રાણાયામ એટલે કે જીવન ઊર્જા સાથે કામ કરવાની બાબતો, મન સાથે કામ કરવાની બાબતો, અંતર્દર્શન ધ્યાનની ક્રિયાઓ, લાગણીઓ અને ભાવજગત સાથે કામ કરવાની બાબતો અને અન્ય આયામો સહીત યોગની બધી જ બાબતો પર પ્રભુત્વ ધરાવતા હતા.
યોગના કેન્દ્રસ્થ સત્યોમાં તેમની ઊંડી અંતઃદૃષ્ટિ હતી. જેમણે પતંજિલની ચેતનાને આત્મસાત્ કરી હોય તેવી વ્યકિત જ પતંજલિને પુનઃજીવન આપી શકે છે. પતંજલિના ચૈતન્યને કે પતંજિલની આંતરિક શાંતિને અનુભવી હતી એવા એક મહાન આચાર્ય તેઓ હતા અને તેમની સાથે રહેવાનું મને મહા સદ્ભાગ્ય મળ્યું હતું.
તેમનામાં આશ્ચર્યકારક અને અકલ્પનીય શારીરિક શક્તિઓ હતી જે તેઓ સરળતાથી વ્યક્ત કરતા। તેઓ પોતાની છાતી ફરતે લોખંડનું દોરડું બાંધતા, શ્વાસને પૂરેપૂરો બહાર કાઢી અને પછી શ્વાસને અંદર ભરતી વખતે લોખંડના દોરડાના ટૂકડા કરી નાંખતા.
સામાન્યતઃ આવું થઈ શકે તે તાર્કિક મન સ્વીકારી શકે નહીં કે સમજી શકે નહીં. પરંતુ આ મહાન યોગી માટે આ બધું શક્ય હતું. મને તેમની નીક્ટ રહેવાનું સદ્ભાગ્ય પ્રાપ્ત થયું હતું. મેં તેમને હવામાં ઊડતા જોયા છે. તે પણ એક વખત નહીં પરંતુ અનેક વખત. તેઓ ઊંડો શ્વાસ લે અને શ્વાસને ભરી રાખે જેવું આમ કરે કે તરત જ તેમનું શરીર હવા ભરેલા ફુગ્ગાની માફક જમીનથી અદ્ધર ઊંચકાઈ જાય.
ત્રણ થી તેર વરસની વય સુધી મને તેમના ચરણે તેમના માર્ગદર્શન અને પ્રેમાળ કાળજીનું સૌભાગ્ય મળ્યું હતું. દરરોજ પ્રાતઃકાળથી મધ્યાહ્ન સુધી ઓછામાં ઓછા ચારથી પાંચ કલાક તેઓ પારંપારિક યોગિક ક્રિયાઓ જેમ કે વિવિધ આસનો નેતિ, ધૌતિ કે જેમાં મારે આંતરડા અને અંદરની કાર્યતંત્રને સાફ કરવા માટે લાંબુ કાપડ ગળી જવાનું હોય વગેરે મારી પાસે કરાવતા
ઈરાદા સાથે શરીરને ચલાવો અને પરિણામો મેળવો !
કોઈ દિવસે રઘુપતિ યોગી મને સ્થિર બેસવાનું અને ખૂબજ શાંતિપૂર્ણ બની સ્થિરતા, સૌમ્યતા અને શાંતિ પર ધ્યાન કરવાનું કહેતા અને દશ મિનિટ બાદ તેઓ અચાનક જ મને ઊભા થવાનું અને મંદિર પરિસરનો મારાથી શક્ય તેટલી વધુ ઝડપથી દોડીને ચક્કર મારવાનું કહેતા.
તેઓ મારા શરીરને આમ તેમ વાળવાનું કહેતા. જ્યાં તેઓ મને યોગ શીખવાડતા હતા તે મંદિરમાં વીસ થી ત્રીસ થાંભલા હતા. તેઓ મને પથ્થરના આ દરેક થાંભલા પર ચડઉતર કરાવતા અને થાંભલા પર ચડવા ઉતરવા માટે મારે ફક્ત એક હાથનો જ ઉપયોગ કરવાનો !
હું તેમને પૂછતો કે તેઓ શા માટે મને આ બધા થાંભલા પર ચડાવે છે કારણ કે મેં કોઈ પુસ્તકમાં કે સૂત્રોમાં ક્યાંય વાંચ્યું ન હતું કે થાંભલા ચડવા તે યોગનો એક ભાગ છે.
તમારું તંત્ર પ્રતિભાવ આપી શકે છે અને આપશે. આને કારણે જ નિત્યયોગ દ્વારા શરીર-મનનું રૂપાંતરણ થાય છે. નિત્યધ્યાનમાં આંતરિક જગતને પ્રથમ સાફ કરવામાં આવે છે જેથી મન તેના સુમેળમાં આવી જાય છે. પછી જે રીતે ઈરાદા સાથે શારીરિક ગતિવિધિ કરવામાં આવે છે તેને શરીર અનુસરે છે. ઈરાદો છેક સ્નાયુઓની સ્મૃતિ અને શરીરના કોષોની બુદ્ધિમત્તામાં પ્રવેશ પામે છે.
વૈજ્ઞાનિક પુરાવો :
આપણે એ છીએ જે આપણી સમજ છે. જે આપણી સમજ છે તે પ્રમાણે આપણી ક્રિયાઓ છે. જે આપણી ક્રિયાઓ છે તે પ્રમાણે આપણી નિયતિ છે. આ ઉપનિષદમાંથી લીધેલું અવતરણ નથી પરંતુ ડો. બ્રુસ લિપ્ટનના પુસ્તક ‘ધી બાયોલોજી ઓફ બિલીફ માંથી લીધેલું વાક્ય છે. ડો. લિપ્ટન, શરીરના કોષના શરીર વિજ્ઞાનશાસ્ત્રી છે અને તેમણે કોષો કેવી રીતે વર્તે છે તે વિશે નવું સંશોધન રજુ કરેલું છે. આપણને સમાજે શીખવ્યું છે કે, આપણે એ રીતે વર્તીએ છીએ જે રીતે આપણા જનીનની રચના હોય. ડો. લિપ્ટન, પોતાના સંશોધન પછી આનાથી ઉલટું જ કહે છે. આપણા જનીન આપણે જે રીતનું વર્તન કરીએ છીએ તેના દ્વારા બને છે.
ઈરાદા અને દર્શનશીલતાના સામર્થ્યના એવા અનેક નોંધાયેલા કિસ્સાઓ છે જેમાં ઈરાદા અને મનોદર્શન ખરેખર ભૌતિક હકિકતમાં પરિણામ્યા હોય. જેમકે લોકોએ કેન્સર જેવા જીવલેણ રોગોને મટાડ્યા હોય છે કે પોતાની મર્યાદાઓને હડસેલીને ભયંકર શારીરિક પડકાર ભરી સ્થિતિમાંથી બહાર આવીને ધારેલી ક્ષમતા કરતાં પણ ખૂબ આગળ નીકળી ગયા હોય છે. શરીરની કોષીય સ્મૃતિને રૂપાંતર કરનારી ઈરાદાની શક્તિથી આવું શક્ય બને છે.
આ પ્રાચીન સત્ય આધુનિક વૈજ્ઞાનિક નિષ્કર્ષોના આધારે હવે પુરવાર થઈ ગયું છે. એ સાબિત થઈ ગયું છે કે જે આપણે ઊંડાણથી અને સતત રીતે વિચારીએ છીએ તેની આપણા પર અગાધ અસર પડે છે શારીરિક રીતે, માનસિક રીતે અને આધ્યાત્મિક રીતે.
નિત્ય યોગનો હેતુ :
નિત્યયોગ વિશ્વને મારું સમર્પણ છે એ એવું વિજ્ઞાન છે, એવું સૂત્ર છે જે મને થયો તે જ મુક્તિનો અનુભવ સહુને આપશે.
નિત્યયોગનો હેતુ સરળ છે. આનંદની અનુભૂતિ કરવી અને અભિવ્યક્તિ કરવી, નિત્યયોગ વડે તમારા આંતરજગતમાં આનંદ અનુભવવાની ક્ષમતા અનેકગણી વધી જશે. તમારા શરીરમાં આનંદના કિરણોને પ્રસાર કરવાની શક્તિ આવવા લાગશે.
hાલની સ્થિતિ પ્રમાણે તમારું શરીરતંત્ર આવી મુક્ત અવસ્થામાં રહેવા માટે, અનુભવને સતત પ્રસારિત કરવા માટે કદાચ તૈયાર નહીં હોય. નિત્ય યોગ તમારા શરીરને આંતરિક આનંદ, શાશ્વત આનંદ ને અનુભવવા, તેમાં ટકી રહેવા અને સતત તેનો પ્રસાર કરવા તૈયાર કરે છે.
નિત્યયોગ દ્વારા હું સાધકોને આ તાલીમ માત્ર આનંદની અનુભૂતિ કરાવવા માટે નથી આપતો પરંતુ આ અનુભવ તેમનામાં સ્થાયી થાય અને તે આનંદ સતતપણે તેમના જીવનમાં પ્રસરે તે માટે આપું છું. નિત્યયોગનો હેતુ લોકોને પકડમુક્ત થવામાં અને સનાતન આનંદનો અનુભવ મેળવવામાં મદદરૂપ થવાનો છે. લોકોને જણાશે કે શારીરિક રોગોનું નિવારણ તો એક ઉપપેદાશ, આડ અસર તરીકે થાય છે.
તેજ રીતે ધ્યાન માત્ર માનસિક સુખાકારી માટે નથી. માનસિક સુખાકારી જે ધ્યાન દ્વારા થાય છે તે તો તેની ફક્ત એક આડઅસર છે. નિત્ય યોગનું ધ્યેય તો તમારા આખા જીવનને, પ્રત્યેક પ્રવૃત્તિને અને પ્રત્યેક હલનચલનને યોગમાં,
આનંદપૂર્ણ જીવનની ચાવીઓ આનંદમાં રૂપાંતરિત કરવાનું છે.
આજે વિશ્વભરમાં નિત્ય યોગની કાર્યશાળાઓ ચલાવવામાં આવે છે. નિત્યયોગનો પ્રત્યેક કાર્યક્રમ પતંજલિના અષ્ટાંગ યોગના આસનો, પ્રાણાયામ, મુદ્રા વગેરે બધા અંગોને સાથે વણી લઈને શરીર, મન અને આત્માના ઐક્યને ઊંડાણ આપે છે.
નિત્યયોગ તમારા જીવનમાં વધુ પ્રવૃત્તિઓ ઉમેરવા માટે નહીં પરંતુ તમારી પ્રવૃત્તિઓમાં વધુ જીવન ઉમેરવા માટે છે.
જો તમે હાજર હો, તમે જાગ્રત હો અને કાંઈપણ કરતી વખતે તમે સંપૂર્ણપણે વર્તમાનમાં રહો છો તે યોગ છે, તે નિત્ય યોગ છે.
પરમહંસ નિત્યાનંદ વિશે

પરમહંસ નિત્યાનંદ આપણી વચ્ચે હયાત જીવનમુક્ત ગુરુ છે. ધ્યાન અને આંતરિક શાંતિ માટેના વૈશ્વિક આંદોલન સાથે નિત્યાનંદ રોજિંદા વ્યવહારિક તણાવથી લઈને મુક્તિની ખોજ જેવી ગહન બાબતો માટેના ઉપાયો આપે છે. તેમણે નાની ઉંમરે ઘર છોડ્યું અને સંપૂર્ણ ભારતનો પ્રવાસ ખેડ્યો, પવિત્ર તીર્થોની મુલાકાત લીધી અને આધ્યાત્મિક ગુરુઓ તથા રહસ્યવાદીઓને મળ્યા. ધ્યાન, યોગ, તંત્ર, જ્ઞાન, ભક્તિ અને પૂર્વના તાત્વિક વિજ્ઞાન દ્વારા તેમણે સહજ જ્ઞાનને પ્રાપ્ત કર્યું. માનવ સ્વભાવના હાર્ડને જાણવાની પ્રબુદ્ધ અંતર્દૃષ્ટિ પ્રાપ્ત નિત્યાનંદે બૃહદ્ માનવતા માટેનું પોતાનું જીવન ધ્યેય નિશ્ચિત કર્યું છે. જીવનમુક્તિની પ્રાચીન પરંપરાના સશક્ત આધાર સાથે વિશ્વના સઘળા ધર્મોને અંતિમ સત્ય માટેના પથમાં સમાવિષ્ટ કરીને નિત્યાનંદ સામાજિક, સાંસ્કૃતિક, ભાષા, ઉંમર અને જાતિના બધા અવરોધો ઓળંગીને વિશ્વભરમાંથી લોકોને આકર્ષે છે.
નિત્યાનંદ મિશન વિશે
નિત્યાનંદ મિશન ધ્યાન અને આંતરિક આનંદના પ્રસાર માટે વૈશ્વિક આંદોલન છે. સંસ્થા દ્વારા અપાતી સેવાઓમાં ◼ ધ્યાન ◼ યોગ ◼ કોર્પોરેટ નેતૃત્વ કાર્યક્રમો ◼ નિત્યાનંદ આધ્યાત્મિક રોગ નિવારક પદ્ધતિ દ્વારા નિઃશુલ્ક ઊર્જા સારવાર ◼ વિના મૂલ્યે યુવાનોને શિક્ષણ ◼ કલા અને સંસ્કૃતિને પ્રોત્સાહન ◼ સત્સંગ (આધ્યાત્મિક મેળાવડા) ◼ વિના મૂલ્યે મેડિકલ શિબિરો અને આંખના ઓપરેશનો ◼ વિશ્વભરના આશ્રમોમાં મફત ભોજન ◼ આશ્રમ પરિસરના ગુરુકુલ દ્વારા બાળકોના શિક્ષણ માટેની સર્વાંગી શિક્ષણ પ્રણાલી અને વિશિષ્ટ રીતે તૈયાર કરેલા સંખ્યાબંધ ધ્યાનના કાર્યક્રમોનો સમાવેશ થાય છે.
નિત્યાનંદ મિશન દ્વારા અપાતા કાર્યક્રમો.
આંતરિક જાગૃતિ
આંતરિક જાગૃતિ ૨૧ દિવસનો સઘન રૂપાંતરકારી મુખ્ય (માસ્ટર) કાર્યક્રમ છે. તેની રચના એ રીતે કરવામાં આવી છે કે દરેક વ્યક્તિમાં જીવન મુક્તિની બધીજ બાબતો પુનઃનિર્મિત થાય અને ઐહલૌકિકથી દિવ્યતા પ્રતિ ઉર્ધ્વગતિની (ઉલટાવી ન શકાય તેવી) જીવનપ્રક્રિયા સ્થાપાય.
લાઈફ બિલસ એન્જિનિયરીંગ (LBE)
LBE એ જીવન મુક્ત ગુરુના સાનિધ્યમાં રહેવાનો અને તેના ઘનિષ્ટ અને રૂપાંતરકારી પ્રભાવને અનુભવવાનો ૯૦ દિવસનો નિવાસી કાર્યક્રમ છે. આ કાર્યક્રમ ભારતમાં બેંગાલુરુ આશ્રમમાં ચલાવવામાં આવે છે જે તમને યોગ, ધ્યાન તેમજ વૈવિધ્યસભર અનેક પ્રવૃત્તિઓ દ્વારા તમારી અંતરતમ ગહેરાઈ સુધી લઈ જાય છે અને તમારી સર્વોચ્ચ મૂળભૂત સંભાવનાને જાગ્રત કરવામાં સહાય કરે છે. હયાત જીવનમુક્ત ગુરુ પાસેથી સીધા જ શીખવાની અને જીવનમુક્ત જીવન માટે મન અને શરીર સજ્જ કરવાની જીવનભરની આ એક અમૂલ્ય તક છે.
કલ્પતરુ
એક દિવસીય ધ્યાનનો આ કાર્યક્રમ તમારામાં જીવનમુક્તિના બી વાવે છે. આ કાર્યક્રમ તમને તમારી ક્રિયાઓ અને ઈરાદાઓને એકરૂપ રાખવા સશક્ત કરે છે. જેથી તમે બાહ્ય જગતમાં સફળ તથા આંતરિક રીતે આનંદમય બનો છો.
અમારા સંપર્ક માટે :
અમેરિકા, લોસ એન્જિલિસ
Los Angeles Nithyananda Vedic Temple
9720 Central Avenue
Montclair, CA 91763 USA
Ph: +1-909 625 1400
Email: [email protected]
URL: www.lifebliss.com
મલેશિયા કૌલાલંપુર
14, Jalan Desa Gombak 5, Tarnan Desa Gombak 53000 KL, MALAYSIA Ph: +601 78861644 / +601 22350567 Email: [email protected], [email protected] URL: www.mynithyananda.com
ભારત બેંગાલુરુ, કર્ણાટક
(આધ્યાત્મિક વડું મથક અને નિત્યાનંદ વેદિક મંદિર) Nithyananda Dhyanapeetam, Nithyanandpuri, Off Mysore Road, Bidadi, Bengaluru-562 109 Karnataka, INDIA. Ph: +91-97422 03311 / +91 92430 48957 Email: [email protected] URL: www.nithyananda.org
વધુ વિગત માટે: www.nithyanandagalleria.com અથવા www.lifeblissgalleria.org ની મુલાકાત લો. Email: [email protected] અને [email protected]
નિત્યાનંદના પ્રવચનોની પ૦૦ થી વધુ વિડીયો કલીપ વેબસાઈટ www.youtube.com/lifebliss-foundation પર ઉપલબ્ધ છે.
આ પુસ્તિકા ધ્યાનની પ્રબળ પદ્ધતિઓ અને યોગના રહસ્યો માટેની વ્યવહારુ માર્ગદર્શિકા છે તથા મનની આંતરિક પ્રક્રિયા, ધ્યાનની આવશ્યકતા અને યોગનું મૂળ ધ્યેય શું છે તેની વિરલ અને પ્રબુદ્ધ અંતર્દૃષ્ટિ આપે છે.
લેખક વિષે
પરમહંસ નિત્યાનંદ આ સહસ્રાબ્દિના જીવનમુક્ત ગુરુ છે. ધ્યાન અને આંતરિક શાંતિ માટેના વૈશ્વિક આંદોલન સાથે નિત્યાનંદ રોજિંદી તાણથી લઈને મુક્તિ સુધીના કોઈપણ પ્રશ્નોના ઉપાયો આપે છે.
Ebook ISBN: 979-8-88572-869-0
લાઈફ બ્લીસ ફાઉન્ડેશન દ્વારા પ્રકાશિત

M.R.P. for India only Rs.20