KAILASA Library/આનંદપૂર્ણ જીવનની/જીવન મુક્તિ એટલે શું ?Sign in
આનંદપૂર્ણ જીવનની

જીવન મુક્તિ એટલે શું ?

This text was machine-transcribed from the printed book and may contain errors. Select the words and choose “Report a mistake”.

તમે અહીં છો, તેનો અર્થ એ થાય કે અસ્તિત્વ તમને આ સ્વરૂપમાં અહીં ઇચ્છે છે. તમે કોઈ અકસ્માત નથી, તમે એક ઘટના છો. તમે અસ્તિત્વનો ચેતના ચમત્કાર છો. રખે માનતા કે હું તમને હકારાત્મક વિચારસરણી શીખવું છું. આ ફક્ત જીવનનું સરળ અને સાદું સત્ય છે. તમને આ સત્યમાં શ્રદ્ધા હશે તો તમે જીવનને તેની શ્રેષ્ઠતામાં અનુભવવાનું શરૂ કરશો.

શ્રેષ્ઠ જીવન એટલે આંતરિક જગત અને બાહ્ય જગતમાં સંઘર્ષવિહીન જીવન. આને જ હું જીવન મુક્તિ કહું છું. એટલે કે જે કાંઇ છે તેની સાથેના જોડાણની ભાવનાથી આંતરિક અને બાહ્ય જગત વચ્ચે અંતર રહિત સતત સુંદર અને સંવાદી રીતે જીવવું.

મુક્ત જીવન માટે ચાર બાબતો આવશ્યક છે :

શક્તિ : તમે જે કાંઇ બદલાવ લાવી શકો તે માટેની ઊર્જા.

બુદ્ધિ : જેને બદલવાની જરૂરિયાત નથી તે સ્વીકારવાની સમજ તમારે જિંદગીમાં બધું જ બદલવાનું હોતું નથી તે જાણવાની સમજ, નહીંતર તો તમે વસ્તુઓને માણવાને બદલે બદલવામાં જ અતિ વ્યસ્ત થઈ જશો કારણ કે તમે એવું માનો છો કે આખું જગત તમારી ઈચ્છા પ્રમાણેનું થાય તો જ તે માણવા યોગ્ય બને.

યુક્તિ : અસ્તિત્વ એક સતત પરિવર્તનશીલ સ્વપ્ન છે એવી ઊંડી સમજ. જો તમે એ ખરા અર્થમાં સમજી જાવ કે અસ્તિત્વ એ એક સતત પરિવર્તનશીલ સ્વપ્ન છે, તો તમે અંદરનું પરમ સમાધાન, પરમ આરામ અને શાંતિ પામશો.

ગમે તેટલાં પ્રયત્ન કરો, ગમે તેટલું બદલો, આ અખિલ અસ્તિત્વ સતત પરિવર્તન પામ્યા કરે છે.

તમને આ સમજાય ત્યારે અચાનક તમે એક અપરિવર્તનશીલ કે જે અચલ છે તે નિત્યાનંદ, સનાતન આર્નંદ, સનાતન અપરિવર્તનશીલ સત્ય અને સનાતન શક્તિ સાથે જોડાણ પામો છો. સત્ય સાથેના જોડાણની આ અનુભૂતિને હું ભક્તિ કહું છું. આ ચોથું તત્ત્વ છે.

તમે જ્યારે આ ચાર બાબતોને અનુભવના સ્તર પર જીવનમાં વણી લ્યો છો ત્યારે તમે જીવન મુક્ત છો. જીવનમુક્તિનો પ્રકાશ તમારા દ્વારા પ્રસારિત થાય છે.

તમે જેવા જીવન મુક્ત બનશો કે તરત જ તમારો શ્વાસ હજારો લોકોની ચેતનાને ઢંઢોળશે અને માનવીમાં તે સીધી રીતે માનવ ચેતનાથી દિવ્ય ચેતનાની ક્રાંતિ લાવશે.

હું મારા અંતરતમથી તમને આશીષ આપું છું : તમે બધા જીવનમુક્ત બનો. તમે બધા જીવનમુક્તિ ફેલાવો, તમે બધા નિત્યાનંદ સનાતન-આનંદ પ્રસારો.

– પરમહંસ નિત્યાનંદ