પ્રકરણ ૧: ઉપનિષદો : પૂર્ણ પૂર્ણત્વનો મૂળ સ્ત્રોત
This text was machine-transcribed from the printed book and may contain errors. Select the words and choose “Report a mistake”.
અદ્વૈત ભાવમાં જીવવું (Living Advaita) મતલબ કે તમે પૂર્ણ છો તેવો સાક્ષાત્કાર થવો, પૂર્ણતાની સાથે એક છો, તમે તુટેલા કે છુટા પડેલા ભાગ નથી.
અદ્વૈત ભાવમાં જીવવું (Living Advaita) મતલબ કે તમે પૂર્ણ છો તેવો સાક્ષાત્કાર થવો, પૂર્ણતાની સાથે એક છો, તમે તુટેલા કે છુટા પડેલા ભાગ નથી. તૂટેલા એટલે કે કાયમ માટે છુટા પડી ગયેલા, જુદા થઈ ગયેલા એટલે કે અંદરથી વિભાજીત થયેલા, વિભાજીત થઈ ગયેલા એટલે કે આંતરિક પેટા વિભાજન. તમે તુટેલા નથી અને જુદા પડી ગયેલા નથી કે પૂર્ણથી એક હિસ્સા તરીકે છુટા પડી ગયેલા પણ નથી. પૂર્ણ એક પૂર્ણ તરીકે અસ્તિત્ત્વમાં છે. એવું નથી કે હવે તમે પૂર્ણત્વ પ્રાપ્ત કરશો અને ભવિષ્યમાં પૂર્ણ પૂર્ણત્વ અનુભવશો. પૂર્ણત્વ એ સંપૂર્ણ પૂર્ણત્વ છે જ્યારે તમને ખ્યાલ આવે છે કે ભૂતકાળમાં પણ તમે હંમેશા સંપૂર્ણ પૂર્ણ હતા.
પૂર્ણત્વનું પૂર્ણતાનું ઉંડાણ તમારી અંદર પૂર્ણ છે, જ્યારે તમે સમજી જાવ છો કે ભૂતકાળમાં પણ તમે પૂર્ણ હતાં.જ્યારે તમારી ભૂતકાળની અપૂર્ણતાઓ અર્થહીન અને અસંબધિત થઈ જાય ત્યારે તે યાદ ન રહી શકે તેવી, તમારાથી ન ઓળખી શકાય એવી થઈ જાય છે અને તમારી અંદર ત્યારબાદ તેનું કોઈ સ્થાન નથી રહેતું, ત્યારે તમે અદ્વૈત ભાવમાં જીવો છો
કોઈ વ્યકિત એમ કહે કે “હું ભવિષ્યમાં સંપૂર્ણપણે પૂર્ણ હોઈશ” તો તે યોગી છે. કોઈ વ્યકિત એમ કહે કે “હું અત્યારે જ સંપૂર્ણપણે પૂર્ણ છું.” તો તે તાંત્રિક છે. જો કોઈને એવું સમજાઈ જાય કે “હું માત્ર ભવિષ્યમાં જ કે વર્તમાનમાં જ નહીં, ભૂતકાળમાં પણ હું સંપૂર્ણપણે પૂર્ણ હતો.” તો તે અદ્વૈતી છે.
અદ્વૈત જીવવાનો અર્થ એ કે માત્ર ભવિષ્ય કે વર્તમાનમાં જ માયામુકત, અનુભવયુકત ભ્રમણામાં રહેશો, એવું નહી પણ ભૂતકાળમાં પણ તમે માયાની પકડમાં કયારેય નહોતા એવું સમજાય તેને અદ્વૈત ભાવમાં જીવવુ કહે છે.
ઉપનિષદો તમામ ધર્મોનાં મૂળ સ્રોત છે, તમામ સત્યોના મૂળ સ્રોત છે ! ઉપનિષદોનો મુખ્ય સંદેશ માત્ર એવો નથી કે ભવિષ્યમાં તમે પૂર્ણ હશો. “ભવિષ્યમાં તમે પૂર્ણ હશો”, એવો સંદેશ યોગ સૂત્રોનો છે. “તમે વર્તમાનમાં પૂર્ણ છો” તે સંદેશ શિવસૂત્રોનો છે. “તમે ભૂતકાળમાં પણ પૂર્ણ હતા” એ સંદેશ ઉપનિષદોનો છે.
માત્ર ભવિષ્યમાં અથવા તો વર્તમાનમાં પૂર્ણ થવાથી તમારી અંદર સંપૂર્ણ રૂઝ (healing) નથી આવી જતી, તે માત્ર ત્યારે જ બને છે જયારે તમને સમજાય કે ભૂતકાળમાં પણ તમે પૂર્ણ હતા. માત્ર ઉપનિષદોમાં જ તમને એવું કહેવાની અને તમને એવો અનુભવ કરાવવાની હિંમત છે કે ભૂતકાળમાં પણ તમે સંપૂર્ણપણે પૂર્ણ હતા ! જો તમે યોગ સૂત્રો અપનાવશો તો શું થશે તેની ભવિષ્યવાણી થઈ શકે, જો તમે શિવસૂત્રોનો અમલ કરો તો શું થશે તેનો અનુભવ થઈ શકે, ઉપનિષદોની સમજણ આવવાથી શું થઈ શકશે, એ ના કે આપણે ધારી શકીએ છીએ ના તે સમજાવી શકીએ છીએ.
અદ્વૈત જીવવું એટલે કે ભવિષ્યમાં કે વર્તમાનમાં જ સંપૂર્ણપણે પૂર્ણ થવું એવું નહી, પણ અનુભવથી એવું સમજવું કે તમે ભૂતકાળમાં પણ સંપૂર્ણપણે પૂર્ણ જ હતા. તમારામાં કયારેય પણ કોઈપણ અપૂર્ણતા નહોતી , આ અનુભૂતિ એટલે જ અદ્વૈત ભાવમાં જીવવું (Living Advaita). એ સાક્ષાત્કાર માત્ર ઉપનિષદો જ આપી શકે.
અદ્વૈત જીવન તમારામાં સ્વસ્થતા લાવે છે, પૂર્ણતા લાવે છે, પરિપૂર્ણ કરે છે, સંપૂર્ણ આનંદ આપે છે, અને તે પણ માત્ર ભવિષ્ય કે વર્તમાન પૂરતી જ નહીં પરંતુ તમારા ભૂતકાળમાં પણ. માત્ર અદ્વૈત જીવન જ તમારા ભૂતકાળને બદલવાની તાકાત ધરાવે છે. તમને એમ થશે કે "ભૂતકાળ કઈ રીતે બદલી શકાય? તે તો પૂરો થઈ ગયો છે. " "ના ! કંઈ જ પુરૂ થયું નથી ! ભૂતકાળનું જે કંઈ તમને યાદ રહે છે તે હજુ પણ અસ્તિત્ત્વમાં છે, તે હાજર છે. કાંઈ પણ જે હાજર નથી તે જીવિત નહીં હોય કે તમારા પર તેનું કોઈ વર્ચસ્વ નહીં હોય. તેથી ભૂતકાળ કે ભવિષ્ય વર્તમાન છે, જ્યાં સુધી તમને યાદ રહે છે, તે હજુ હયાત છે, જીવિત છે. તમારી તમામ આકાંક્ષાઓ, સર્જનો, કબુલાતો જે ભવિષ્યમાં તમે ઈચ્છતા હતા તે ભવિષ્ય વિષે છે, પણ વર્તમાનમાં છે. એટલા માટે જ એ એટલા સમર્થ છે કે એ તમને અનુભવથી એ દિશામાં દોરી રહયા છે. તમારી તમામ પીડાઓ, અપરાધભાવો, અપૂર્ણતાઓ ભૂતકાળ બાબતની છે, પણ તે વર્તમાનમાં છે. એટલા માટે તે હજુ પણ પીડાદાયક છે, તે હજુ પણ અપૂર્ણ અનુભવાય છે.
ઉપનિષદો જ જાહેર કરે છે , એક સ્પષ્ટ સમજણ થી, વર્તમાનમાં અનુભવ આપતા તમારા ભૂતકાળને પૂર્ણ કરે છે, વર્તમાનમાં તમારા ભવિષ્યને અને વર્તમાનમાં તમારા વર્તમાનને. અને જ્યારે પૂર્ણત્વ વર્તમાનનું વર્તમાનમાં થાય છે, ભૂતકાળનું વર્તમાનમાં થાય છે, ભવિષ્યનું વર્તમાનમાં થાય છે, ત્યારે જ પૂર્ણ પૂર્ણત્વ થાય છે, ત્યારે નહી કે તમારુ ભવિષ્ય અને વર્તમાન પણ તમારુ ભૂતકાળનુ પણ પરિવર્તન થાય છે. કોઈપણ હિસાબ પૂરો થતો નથી જ્યાં સુધી તમે બ્રહ્માંડમાં અદ્વૈત જીવન અનુભવો અને અદ્વૈત જીવવાની સ્થિતી માં પહોંચો. જીવનનો છેલ્લો વિજય, જો તમે અદ્વૈત જીવન પામી શકો, તમારો સંપૂર્ણ ઈતિહાસ, તમારો ભૂતકાળ ફરીથી લખાઈ જશે, અને માત્ર તમારા માટે તમે અદ્વૈત જીવવા સુધી પહોંચી જાવ તો તમારો ભૂતકાળ “સંગ્રહાલયમાં” જતો રહેશે પણ તેની નોંધ નહીં લેવાય. તમારી તમામ ફાઈલો હજુ નિર્ણયની રાહ જોઈ રહી છે, એક બાજુએ મૂકી નથી દેવાઈ.
એક વખત, કોઈ વ્યક્તિનો ભૂતકાળ બ્રહ્માંડમાં નોંધાઈ જાય છે, તે પુરાણ તરીકે ઉતરી આવે છે. એટલે કે અમીબાથી માંડીને ભગવાન અનંતનારાયણ. એમણે એમનો પ્રવાસ પૂર્ણ કર્યો છે, રમત જીતી લીધી છે, અને તેની બ્રહ્માંડમાં નોંધ લેવાઈ છે. તેથી, હવે તે ભાગવત પુરાણ તરીકે પ્રસ્તુત કરે છે, મત્સ્યથી કલ્કી અવતાર.
આજે પણ, જાગૃત થઈને અને અદ્વૈત જીવીને, આપણે પુરેપુરો ઈતિહાસ ફરીથી લખી શકીએ છીએ. માત્ર સામાજીક દ્રષ્ટિકોણથી જ નહીં, વૈશ્વિક દ્રષ્ટિકોણથી પણ ! અદ્વૈત જીવવાનો નિર્ણય કરવો એટલે કે એ નિશ્ચય સુધી પહોંચવુ કે જે અવકાશમાંથી પૂર્ણ પૂર્ણત્વનો દરેક ક્ષણે અનુભવ થાય અને ત્યાં સુધી વધવું કે તમારો ભૂતકાળ પણ ફરી લખાઈ જાય, માત્ર વર્તમાન અને ભવિષ્ય જ નહીં.
પતંજલી, યોગનાં પિતામહ, એટલું જ કહેવાની હિંમત કરે છે કે “તમારૂં ભવિષ્ય પૂર્ણ થઈ શકે છે, આ અભ્યાસ કરો.” વિજ્ઞાનમાં ભૈરવ તંત્રમાં મહાદેવ ત્યાં સુધી કહેવાની હિંમત કરે છે કે “તમારો વર્તમાન પણ તુરત જ પૂર્ણ થઈ શકે છે, આ પ્રક્રિયાઓનો અભ્યાસ કરો.” માત્ર ઉપનિષદો, જે હકીકતમાં કોઈએ લખ્યા નથી, ફક્ત પ્રવાહિત થયા છે, માં જ એવું કહેવામાં આવ્યુ છે કે “માત્ર તમારૂ ભવિષ્ય કે વર્તમાન જ નહીં, પણ તમારો ભૂતકાળ પણ બદલી શકાય છે, તેને ફરીથી ગોઠવી શકાય છે. કારણ કે કશુ જ પૂર્ણ નથી જ્યાં સુધી તમે અદ્વૈતમાં જીવવાનું શરૂ નથી કરતા.
મહાદેવ, વટવૃક્ષ નીચે દક્ષિણામૂર્તિ સ્વરૂપે, માત્ર મૌન ધારણ કરીને બેઠા અને વૈશ્વિક જ્ઞાન, વેદોને સ્પંદન સ્વરૂપે પ્રસારિત કર્યા અને સ્પંદિત મૌન, જીવંત, જીવિત મૌન સ્વરૂપે પ્રકાશિત કર્યા અને ઋષિઓએ (પ્રબુદ્ધ ઋષિઓ) અવકાશી (વૈશ્વિક) વિવરણને શબ્દોમાં ગુંથ્યા, અને તેમને જગતમાં વહેંચ્યા. આ રીતે ઉપનિષદો અસ્તિત્ત્વમાં આવ્યા અને આ પૃથ્વી ગ્રહ પર આપવામાં આવ્યા.
“જીવનમુકત” શબ્દ દ્વારા તમને જે વિચાર, જે વચન આપવામા આવ્યુ છે, એનાથી પણ પરે છે અદ્વૈતમાં જીવવાનું સત્ય. જીવનમુક્તિ હંમેશા કાં તો ભવિષ્ય અથવા તો વર્તમાન બાબતે હોય છે, માત્ર અદ્વૈત જીવન પાસે જ એ હિંમત છે કે તમને ભૂતકાળનું સત્ય પણ કહી શકે છે. જ્યાં સુધી ભવિષ્ય પૂર્ણ ન હોય, ભૂતકાળ પણ પૂર્ણ ન હોઈ શકે ! તમારું મૃત્યુ થાય ત્યાં સુધી, તમારી છેલ્લી ક્ષણ સુધી, તમારુ પૂર્ણ જીવન ચરિત્ર ન લખાઈ શકે. તે જ રીતે, જ્યાં સુધી તમારૂ ભવિષ્ય પુરૂ ન કરી નાખો ત્યાં સુધી તમારો ભૂતકાળ સ્થિર ન થઈ શકે. તેથી, એવી ભ્રમણામાં ન રહેશો કે તમારો ભૂતકાળ પુરેપુરો જીવાઈ ગયો છે અને પુરો થઈ ગયો છે. અનુભવથી ભવિષ્ય, વર્તમાન, ભૂતકાળ તમામને પરિવર્તિત કરવાનો નિર્ણય, એને જ અદ્વૈત માં જીવવું કહે છે.
આ એક મહાન સત્ય વિષે મનન કરો -માત્ર તમારા ભવિષ્ય અને વર્તમાન નહીં પણ તમારા ભૂતકાળ વિષે પણ પૂર્ણ પૂર્ણત્વને પૂર્ણ કરવું, પ્રકાશિત કરવું. ધ્યાન કરો, તમને અનુભૂતિ થશે.
