પ્રકરણ ૨: ઉપનિષદોઃ અપૌરુષેય, શુદ્ધ સત્યનાં રચયિતાહીન ગ્રંથો
This text was machine-transcribed from the printed book and may contain errors. Select the words and choose “Report a mistake”.
ઉપનિષદો, “અપૌરુષેય” અર્થાત જેનો કોઈ લેખક કે રચયિતા નથી, એ એકમાત્ર શબ્દ દ્વારા તમારી સમક્ષ પ્રગટ થાય છે.
કોઈપણ પુસ્તકને સમજાવતાં પહેલા, આપણે તે શેના માટે લખાયેલુ છે તે અને કોણે એને માટે તૈયાર કર્યું તે સમજાવવુ જરૂરી છે. કોણે તે પુસ્તકને તે શેને માટે તૈયાર કર્યું તે સમજાવતા પહેલા આપણે એ સમજાવવું જોઈએ કે તે કોણે લખ્યુ છે.
જ્યારે પણ કોઈ પુસ્તક લખવામાં આવે છે ત્યારે સત્ય અને વ્યકિતત્વ જે સત્યને રજુ કરે છે, તે બન્ને તે પુસ્તકમાં વ્યક્ત થાય છે. તમામ પુસ્તકો લેખકોના જીવનચરિત્રો છે, કારણ કે કોઈપણ પુસ્તક એવું નહી હોય જે લેખકની પ્રસ્તુતિની સુવાસ ન ધરાવતુ હોય. જેમ વધારે વ્યકિતગત સમાવેશ, તેમ તે વધારે કાલ્પનિક બને છે. કોઈપણ પુસ્તકમાં જેમ લેખકની પ્રસ્તુતિ વધારે, તેમ સત્ય ઓછુ રજુ થયેલું હોય છે, જેમ વધારે વ્યકિતગત સ્પર્શ, વાસ્તવિકતા ઓછી.
સ્થાપિત હિતો ધરાવતા માનસમાં થી ઈતિહાસને બહાર રાખવો જોઈએ. કોઈપણ માનસશાસ્ત્રીય ભય કે લોભ ઈતિહાસને નફો કરતા ઉદ્યોગ માટે લખતા વ્યકિત જેવો બનાવી દે છે. કમનસીબે, સમાજ માનસશાસ્ત્રીય ભય, લોભ અને સ્થપિત હીતોને ઓળખતો નથી. જ્યારે કોઈ ભૌતિક રીતે લાલચુ હોય અને અબજો રૂપિયા કમાય તો તે તમે ઓળખી શકો છો. પણ, માનસશાસ્ત્રીય રીતે લાલચુ લોકોએ માનવીય ચેતનાને જે નુકશાન પહોંચાડયુ છે તે સમાજનાં ધ્યાન પર નથી આવતું.
જીવનની પ્રાથમિક વસ્તુઓને માનવ મનનાં પાગલપણાથી બહાર રાખવી જોઈએ. કોઈપણ ક્ષેત્રમાં, માનવ મસ્તિષ્ક દખલગીરી કરે, વ્યકિતનાં ભય અને લાલચ ને નિર્ણય લેવા માટે અનુમતિ અપાય છે, સત્ય ને કાં તો કમજોર બનાવાય છે અથવા નષ્ટ કરવામાં આવે છે. ભય સામાજીક કે કાયદેસર રીતે માનવીય પાગલપણા તરીકે સ્વીકાર્ય નથી. પણ કમનસીબે, લાલચ એક કાયદેસરનું માનવીય પાગલપણું બની ગયુ છે. માનવીયતાને કોઈપણ નફાકારક સ્થાપિત હિતોથી બહાર રાખવી જોઈએ, ખાસ કરીને સૈદ્ધાંતિક ભીતિઓ (ભય) અને લાલચોથી. કોઈપણ સમાજ જે શાંતીથી જીવવા માગતો હોય અને સ્વર્ગ, ઉપનિષદીક સમયનો સત્યલોક (સત્યનું ઘર) ઉભો કરવા માગતો હોય, તે સમાજે સમજવુ જરૂરી છે કે , જે રીતે તમે પોતાને સમજો છો, તમને તમારા માટે જે પ્રમાણે ઈતિહાસમાંથી શીખવવામાં આવ્યુ છે, અને જે લોકોએ તમારો ઈતિહાસ લખ્યો છે તે માનસિક ભય અને લાલચ તેમ જ સ્થાપિત હિતો વગરનો હોવો જોઈએ. સ્થાપિત હિતો ધરાવતા લોકો દ્વારા અને તે માહિતી પર આધાર રાખીને લખાયેલો ઈતિહાસ તમે વાંચશો, જો તમે તેના આધારે તમારી જાત વિષે ખ્યાલ ઉભો કરશો, તો તમે પણ એક જ સમસ્યાઓથી પીડાશો જેનાથી તે ઈતિહાસકાર પીડાતો હશે. તમે કેટલી બધી કાળજી લો છો, જ્યારે તમે ખોરાક ખાવ છો, કારણ કે તે તમારા જીવનનો ભાગ બનવાની છે, કોઈપણ ખ્યાલને સ્વીકારતા પહેલા, એટલે કે, કોઈ પુસ્તક વાંચતા પહેલા, માહિતી સ્વીકારતા પહેલા પણ તમારે એટલી જ પરવા કરવી જરૂરી છે. તમારૂ શિક્ષણ સંપૂર્ણપણે બીન – નફાકારક (મફત) હોવુ જોઈએ, નફો કરવા માટે, તે સંપૂર્ણપણે મફત હોવુ જોઈએ. જ્ઞાન અબાધ છે. એટલા માટે જ ઉપનિષદો હવે તમારા માટે સ્વતંત્રપણે ઉપલબ્ધ છે.
માનવતાને શુદ્ધ કરવા માટે અને ઉપનિષદીય સંસ્કૃતિને પાછી લાવવા માટે એકમાત્ર રસ્તો હોય તો એ છે કે – ઈતિહાસ એવા લોકો દ્વારા રચાયેલો હોવો જોઈએ જેમની પાસે શુદ્ધ દ્રષ્ટિ હોય.
ભય અને લાલચ ધરાવતા લોકોથી પ્રભાવિત દ્રષ્ટિ, તે જે જોઈ રહ્યા હોય તે ક્ષણે પણ તે જે જોઈ રહ્યા છે, તેને વિકૃત કરે છે. અને, જો તેઓ તેને લખી નાખે અને તમે તેને તમારા જીવનમાં ઉતારવા માંડો તો તમે પણ તે જ ભય અને લાલચની નકશી તમારા જીવનમાં ઉતારશો. ખોરાક અને દવામાં રહેલ ભય અને લાલચ તમારા શરીરને અશુદ્ધ કરે છે. ઈતિહાસ અને તમે સમજેલા સિદ્ધાંતોમાં રહેલ ભય અને લાલચ તમને માનસિક રીતે અશુદ્ધ કરે છે. ધાર્મિક અને આધ્યાત્મિક ખ્યાલોમાં રહેલ ભય અને લાલચ તમારી ચેતનાને બંધક બનાવે છે. ધર્મ અને આધ્યાત્મિકતા પ્રાકૃતિક, ભૌતિક, માનસિક સ્થાપિત હિતોથી સંપૂર્ણ રીત દુર રાખવા જોઈએ.
ઉપનિષદ પરંપરામાં ધાર્મિક અને આધ્યાત્મિક સિદ્ધાંતોની સંપુર્ણ શુદ્ધતા જળવાઈ છે ! આપણે ધન્યતા અનુભવવી જોઈએ કે વૈદિક પરંપરાએ આધ્યાત્મિક સિદ્ધાંતોમાં કોઈપણ જાતના ભૌતિક કે માનસશાસ્ત્રીય સ્થાપિત હિતો (vested interests) વિના પરમ શુદ્ધતા-પવિત્રતા જાળવી છે.
ઉપનિષદકાળના કોઇપણ ઋષિ કોઇના દાસ કે કોઇના સ્વામી ન હતા, તેઓને કોઇ સ્થાપિત હિત કે વિચારધારા સાચવવાના નહોતા કે ન તો કોઇ સંસ્થાને જીવીત રાખવાની હતી. તેના કારણે કોઇપણ જાતના ડર કે લાલસાનાં માનસશાસ્ત્રીય કે ભૌત્તિક સ્થાપિત હિતો વગર ઉપનિષદીય પરંપરા શુદ્ધ રહી શકી. જો કોઇપણ વસ્તુમાં વ્યકિતગત પ્રભાવ આવે તો તે વસ્તુની પવિત્રતા કે શુદ્ધતા ઓછી થઈ જાય છે. જેમ જેમ વધારે વ્યકિતત્વવાદી, તેમ તેમ તે ઓછી સત્યવાદી અને માનવતાને ઓછી ઉપયોગી. વર્તમાનમાં માનવતા અત્યંત વ્યકિત-આધારિત, વ્યકિતત્વવાદી, સત્તાકેન્દ્રી છે.
ઉપનિષદો, તેમની ભૂમિકા માત્રથી, પ્રથમ લીટીથી જ રહસ્યમય છે. ઉપનિષદો, "અપૌરુષેય" અર્થાત જેનો કોઈ લેખક કે રચયિતા નથી, એ એકમાત્ર શબ્દ દ્વારા તમારી સમક્ષ પ્રગટ થાય છે. રચયિતા વગર કેમ ? કારણ કે તેને કોઈ સ્થાપિત હિત સ્પર્શ્યું નથી. સ્થાપિત હિતોની વિવિધ કક્ષાઓ કે સ્તર છે: ભૌત્તિક સ્તર , પૈસા-ધન, પછી, માનસશાસ્ત્રીય સ્તર ,નેતા બનવા માટે, તમારી ઇચ્છા મુજબ લોકોને પ્રભાવિત કરવાના પ્રયત્નો કરવા. ત્યારપછી, સામુહિક માનસશાસ્ત્રીય સ્તર , અમુક ચોક્કસ વિચારધારાને પેઢીઓ સુધી જીવિત રાખવાના પ્રયત્નો કરવા અને કોઈ વિચારધારા દ્વારા માનવતા પર પ્રભાવ પાડવાના પ્રયાસ કરવા, અને કોઈ ચોક્કસ વિચારધારા ના માધ્યમથી માનવતાને કાબુમાં અને બંધનમાં રાખવાના પ્રયાસ કરવા. ઉપનિષદો દૂષણોની આવી બધી કક્ષાઓથી મુક્ત છે.
સમગ્ર બ્રહ્માંડમાં, દૂષણ-રહિત ગ્રંથો અને જ્ઞાનના સ્ત્રોત ઉપનિષદો છે. કોઈ વ્યક્તિ તેમાં સંકળાયેલ નથી, નથી પોતાની મહાનતા બતાડવી કે નથી તેમના કોઈ સ્વાર્થી હિતોનું અસ્તિત્વ.
।। અપૌરુષેય અપ્રમેય અચિંત્ય અનિર્વચનિય ।।
રચિયતાહીન, અમાપ્ય, અચિંત્ય, અનિર્વચનિય
અપૌરુષેય, જેનો કોઈ રચયિતા નથી. જે ઋષિઓએ તેમની રચના કરી તેમના નામો નથી નોંધવામાં આવ્યા કારણ કે ઉપનિષદ ગ્રંથોમાં જે તથ્યો, પરમ સત્યોનું દર્શન કરાવવામાં આવ્યું છે તેના પર ઉપનિષદ કાળના ઋષિઓનો કોઈ પ્રભાવ નથી. એટલા માટે તે અપૌરુષેય છે.
બ્રહ્મસુત્રોનો પ્રથમ શ્લોક-
અથાતો બ્રહ્મજિજ્ઞાસા ।। ૧ ।।
હવે આપણે યથાર્થતા જાણવાની ઇચ્છા કરીએ.
તેનો અર્થ છે, કોઈ સ્થાપિત કે સ્વાર્થી હિતો નહીં, કોઈ સિદ્ધાંતો નથી, “આપણે ઈશ્વરમાં શ્રદ્ધા રાખીએ છીએ” નું કોઈ પૂર્વાનુમાન પણ નહીં. બ્રહ્મસૂત્રનાં અભ્યાસ પછી, શિષ્ય નાસ્તિક કે આસ્તિક બનવાનું પસંદ કરી શકે છે. એટલી વિશાળ , ઉદાર સંભાવના. જ્ઞાન સંભાવનાના સ્રોતમાંથી કે સ્વાતંત્ર્યના સ્રોતમાંથી હોવુ જોઈએ.
ઉપનિષદકાળનાં ઋષિઓનાં અંતરમન કેટલા પવિત્ર હતા, કોઈપણ જાતના સ્વાર્થી હિતો સિવાયનાં, કોઈ વિચારધારા કે કોઈ વિચારો પ્રત્યેના હિતો સિવાય. એટલા માટે જ તેઓ પોતાને અદ્યતન કરવા અને પુન:શોધ કરવા માટે જીવંત હતા.
આ આધ્યાત્મિક સત્યો, જેમના દ્વારા લખાયા હતા તેમના કોઈપણ જાતના સ્વાર્થી હિતો કે ડર અને લાલચનાં પ્રભાવ હેઠળ આવેલા નથી. જ્યારે સત્યોને રજુ કરવામાં આવ્યા છે ત્યારે વિચારધારાની કેટલી બધી શુદ્ધતા જાળવવામાં આવી છે ! ઉપનિષદો પરમ સંસ્કારી અને મૂળ પાયાથી જ સુસંસ્કૃત મગજોમાંથી ઉત્પન્ન થયા છે. જો આપણી સંસ્કૃતિ ભવિષ્યમાં પરિપક્વ થશે, આવતા થોડા હજારો વર્ષમાં, ધર્મ, ઈતિહાસ અને માહિતી પ્રસારણ, એ ત્રણે કોઈપણ વ્યકિતનાં ડર, લાલચ કે વિચારધારાનાં પ્રભાવહીન અને તદ્દન બીનનફાલક્ષી થઈ જશે. જ્યારે સંસ્થાકીય પ્રાથમિકતાઓ વિચારણામાં અને અસ્તિત્ત્વમાં આવે ત્યારે સત્ય બાબતે સમાધાન થાય છે.
આપણાં ભય કે લાલચની દખલગીરી વગર તે ઉપદેશોને તેમનાં શુદ્ધ સ્વરૂપમાં સાચવી રાખીને આપણે એ મહાન આત્માઓ ,ઉપનિષદકાળનાં ઋષિઓ - અને તેમની પવિત્રતા, ત્યાગ અને સમર્પણ પ્રત્યે આપણો આદર, પ્રેમ, કૃતજ્ઞતા સમર્પિત કરી શકીએ. ઋષિઓએ સત્યની પવિત્રતા જાળવી રાખી કારણ કે જીવિત કે અસ્તિત્ત્વમાં રહેવાનો તે શ્રેષ્ઠ માર્ગ છે, શ્વાસોચ્છવાસ માટેનો શ્રેષ્ઠ માર્ગ, ખોરાક લેવા માટેનો શ્રેષ્ઠ માર્ગ, વસ્ત્ર પરિધાન કરવા માટેનો, મનોરંજન માટેનો, જીવનનાં ભોગોનો આનંદ ઉઠાવવા માટેનો, વિચારવા માટેનો, અનુભવવા માટેનો, અને અસ્તિત્ત્વ જાળવવા માટેનો સૌથી શ્રેષ્ઠ રસ્તો છે - કે માત્ર પરમ સત્યનાં સ્ત્રોતમાં રહેવું.
