KAILASA Library/ઉપનિષદો/પ્રકરણ ૩: પૃથ્વી પરનાં સૌથી પહેલા અને સૌથી પ્રમાણભૂત ગ્રંથોSign in
ઉપનિષદો

પ્રકરણ ૩: પૃથ્વી પરનાં સૌથી પહેલા અને સૌથી પ્રમાણભૂત ગ્રંથો

This text was machine-transcribed from the printed book and may contain errors. Select the words and choose “Report a mistake”.

ઉપનિષદો આ પૃથ્વી ગ્રહ પર લખાયેલા સૌ પ્રથમ પુસ્તકો છે. જયારે ઋષિઓ વિલીન થઈ ગયા ત્યારે જ આ સત્યો વ્યકત થયા. આ અપૌરુષેયત્વ, લેખકનાં નાমরહિત હોવું, તે આ સત્યોની શકિતને પ્રમાણભૂત કરે છે

કોઈપણ સત્ય, કોઈપણ સિધ્ધાંત, કોઈપણ ધર્મશાસ્ત્રમાં, જેટલો વધારે તે વ્યકિત તે શાસ્ત્રમાં મોજુદ હશે, તેટલું તે શાસ્ત્ર તેનાં પોતા માટે વધારે ઉપયોગી થઈ રહેશે અને નહીં કે સહુનાં માટે, કે માનવજાત માટે કે સમાજ માટે. જેટલો તે વ્યકિત શાસ્ત્રમાં ઓછો મોજુદ હશે, તેટલુ વધારે તે સત્ય, સિદ્ધાંત, ધર્મશાસ્ત્ર, તત્ત્વજ્ઞાન સમાજ માટે, સૌના માટે ઉપયોગી થશે. વ્યકિતનો પ્રભાવ માત્ર શાસ્ત્રને સમૃદ્ધ કરવા માટે હોવો જોઈએ, વ્યકિતની ઓળખાણ સ્થાપિત કરવા માટે ક્યારેય ન હોવો જોઈએ.

ઈતિહાસ હંમેશા એવા લોકો દ્વારા લખાયો છે જેમણે યુદ્ધો જીત્યા. અને એ જ કારણથી કોઈ ઈતિહાસ તદ્દન હકીકત વર્ણવતો નથી, "જે રીતે બન્યુ હોય તે રીતે”. માત્ર જ્યારે લેખકનાં કોઈ વિચારધારા પ્રત્યેનાં વ્યકિતગત સ્થાપિત હિતો, ડર અને લાલચ દૂર થઈ જાય, ત્યારે જ ઈતિહાસ સમગ્ર વિશ્વ માટે, સમગ્ર માનવજાત માટે હકીકતયુકત, સંપુર્ણ, ઉપયોગી બને.

કોઈપણ જાતના સ્થાપિત હિતો ન ધરાવતા લોકો દ્વારા લખાયેલ ઈતિહાસને પુરાણો કહે છે. પુરાણો કોઈપણ સ્થાપિત હિતો ધરાવતા લોકો દ્વારા લખાયેલા ઈતિહાસ કરતા વધારે સાચા, હકીકતયુકત છે. કોઈપણ ગ્રંથ, જેમાં લેખક વધારે પડતો મોજુદ હોય, તેવા ગ્રંથ ન વાંચવા. જો લેખક પોતાનામાં જ વિલીન થઈ ગયો હોય અને કોઈપણ વિચારધારા પ્રત્યેનાં તેના કોઈ સ્થાપિત હિતો, ભય કે લોભ સમાયેલા ન હોય , તો એ વ્યકિતને વાંચો, માત્ર તેનાં પુસ્તકોને નહીં. તે વ્યકિતનું જીવન માત્ર વાંચો. તેની આસપાસ રહો અને શીખો, તમને સત્યની પ્રાપ્તિ થશે.

લેખક પોતાનું નામ સ્થાપિત કરવા માંગતો હોય તો પણ, તેમાં કોઈ દૂષણ, કોઈ કારણ, કોઈ સ્થાપિત હિત, ભય કે લાલચ હોય છે. ક્યારેક લેખકો પોતાનું નામ ઉપયોગમાં નથી લેતા, પરંતુ કોઈ લોકપ્રિય વ્યક્તિનું નામ વાપરે છે, કારણ કે તેઓ તે લોકપ્રિય ઓળખ તેમની રચનાને રક્ષે તેમ તેઓ ઈચ્છે છે. જ્યારે વ્યક્તિ ગેરહાજર હોય, તેનાં અંગત સ્થાપિત હિતો, ભય અને લાલચ પીગળી જાય ત્યારે જ એ શુદ્ધ માધ્યમ બનીને પરમ અસ્તિત્વને ગીતરૂપી પરમ અસ્તિત્વનું પ્રાગટ્ય થવા દે છે.

અપૌરુષેયત્વ. ઉપનિષદો એટલે અસ્તિત્વ વિશે અસ્તિત્ત્વનાં ગીતો છે. અસ્તિત્વ વિશે અસ્તિત્ત્વનાં ગીતો છે !

ઉપનિષદો એટલા અસાધારણ છે કે કોઈ તેના પર પોતાનો માલિકીહકકનો દાવો ન કરી શકે.

માનવજીવનની શરૂઆતથી જ માનવીઓએ પૃથ્વી ગ્રહ પર ચારે બાજુ ફરતાં અનેક શહેરો બાંધ્યા છે. પરંતુ આ તમામ કાર્ય પછી પણ શું આપણે પૃથ્વી ગ્રહ પર આપણા માલિકીહકકનો દાવો કરી શકીશુ ? નહી ! માલિકીહકકના દાવા માટે તે ઘણી વિશાળ છે. કુદરતી આફતો અને સંકટો એ કુદરત તરફથી આપણને વારંવાર અપાયેલી કાયદેસરની નોટિસો છે જે કહે છે કે: “તમે આટલા બધા શહેરો બાંધ્યા છે તે કારણમાત્રથી તમે માલિકીહકકનો દાવો ન કરશો.” ઉપનીષદોમાં જણાવવામાં આવેલા આ મહાન સત્યો અત્યંત મહાન છે. તેઓ તમારા માધ્યમથી પ્રદર્શિત થયા, તેથી તેના પર તમે માલિકીનો દાવો કરી શકો નહી. કોઈ દેશનો દરિયાઈ માર્ગ તમે શોધ્યો તે કારણે તે દેશ પર માલિકીનો દાવો કરવો એ મુર્ખામણી છે. તમે માત્ર પૃથ્વી ગોળ છે તે શોધ્યુ તેથી તમે પૃથ્વી પર માલિકીનો દાવો ન કરી શકો.

આ ઉપનિષદોમાં પ્રગટ કરેલા સત્યો અત્યંત વિશાળ, અત્યંત મહાન છે. ઋષિઓ તેની માલિકીનો દાવો નહોતા કરવા માગતા એટલુ જ નહીં તેઓ તેમના નામ રચયિતા કે લેખક તરીકે પણ પાછળ છોડવા માંગતા નહોતા. બહુ થોડા માનવજીવો કે જેમણે પોતાની જાતને બ્રહ્માંડનાં - બ્રહ્મનાં ધ્વનીતરંગો સાથે કંપન કરે તે કક્ષાએ લઈ ગયા, તેઓ હકીકતમાં તેમાં જ વિલીન થઈ ગયા ! જ્યારે તેઓ તેમાં વિલીન થઈ ગયા ત્યારે જે કાંઈ સત્યો તેમને લાધ્યા, જે કોઈ સત્યો તેમના થકી અભિવ્યક્ત થયા, તે સત્યો ઉપનિષદોના રૂપમાં સંગ્રહિત થયા. તે ઋષિઓ સમજ્યા કે જ્યારે તેઓ વિલીન થઈ ગયા ત્યારે જ આ સત્યો વ્યક્ત થયા હતા. એટલા માટે જ તેઓએ બહુ સ્પષ્ટપણે તે સત્યો પર લેખક કે રચયિતા તરીકેના હકક નો દાવો ન કરવાનું નકકી કર્યું.

એક રબારી કે જે પોતાની આજીવિકા માટે થોડી ગાયો રાખીને એક નાની ગોશાળા ચલાવે છે, તેને ભગવાનના અભિષેક કરવા માટે તમામ દૂધ આપી દેવા કહેવું તે સૌથી મોટો ત્યાગ છે, કારણ કે તે તેની જીંદગીભરનાં પ્રયત્નોનું ફળ છે. તે જ રીતે, એક લેખક માટે પોતાનું નામ દર્શાવ્યા વગર, તેના લેખન પરના દાવાને અને નામને છોડી દેવુ, - અપૌરુષેયત્વ - તે સૌથી મોટો ત્યાગ છે. જો તમે એક લેખક હો, એક રચયિતા હો તો તમે આ વાતને સમજી શકશો, ખાસ કરીને, આવા ઉચ્ચ અને ઉદાત્ત સિદ્ધાંતોને અભિવ્યકત કર્યા પછી ઉપનિષદ કાળના ઋષિઓનાં ત્યાગને.

જે રજ આ ઉપનિષદોને પચાવી લે છે તે મહાદેવ તરીકે પ્રસ્થાપિત થશે, તે મહાદેવ બની જશે.

જે શબ ઉપનિષદોને પચાવશે તે શિવ બની જશે.

શક્તિ, ઉર્જા, ઉત્સાહ, આવેશ, જીવન, જ્ઞાન, પરમાનંદ, બુદ્ધિ, આ બધુ જે રીતે તમારામાં ઉતરી આવે છે, ઉપનિષદો શબને શિવમાં પરિવર્તિત કરી શકે છે. તે તમને, કોઈપણને મહાદેવ, શિવ બનાવી શકે છે. અપૌરુષેયત્વ, અરચયિતા હોવાના કારણેજ ઉપનિષદોને સૌથી પ્રમાણભૂત ધર્મશાસ્ત્રો કહ્યા છે. જ્યારે ઇતિહાસકારનાં સ્થાપિત હિતો અદૃશ્ય થઈ જાય છે, ત્યારે ઇતિહાસ સત્યયુક્ત, હકીકતયુક્ત બની જાય છે. જ્યારે કોઈ વૈજ્ઞાનિકનાં સ્થાપિત હિતો અદૃશ્ય થઈ જાય, ત્યારે વિજ્ઞાન સાર્વત્રિક (વિશ્વવ્યાપક) અને ઉપયોગી થઈ જાય છે. કોઈપણ વૈજ્ઞાનિક પ્રયોગોની બાબતમાં કશુ જ વૈજ્ઞાનિક નથી. અત્યારનાં મોટાભાગના વૈજ્ઞાનિક સંશોધનોનો હેતુ પ્રયોગો કે સંશોધનો માટે નાણાકીય સંશોધનો પુરા પાડતી વ્યક્તિ માટે ઉપયોગી હોય તેવા વિચારો કે સિદ્ધાંતોને સાબિત કરવા માટે હોય છે. નિષ્કર્ષ પહેલાથી નક્કી કરી લેવામાં આવે છે અને ત્યારબાદ પૂર્વસિદ્ધાંતને તપાસ્યા વિના સંશોધનો હાથ ધરવામાં આવે છે. એક સાચા સંશોધને, શોધખોળે પૂર્વસિદ્ધાંતને અનુસંધાન કરવું જોઈએ. જ્યારે સ્થાપિત હિતો પ્રવેશ કરે છે ત્યારે સત્ય મૃત્યુ પામે છે. ક્યાંય પણ સત્ય એ આખરી ધ્યેય નથી. જવલ્લે જ લોકો સત્ય સુધી આકસ્મિક રીતે જ પહોંચી જાય છે. જો તમારે સત્ય જાણવું હોય, તો પછી એવા વૈજ્ઞાનિકો પાસે જાવ જેમની પાછળ કોઈ સ્થાપિત હિતોનું નાણાકીય પીઠબળ ન હોય.

આ અપૌરુષેયત્વ, લેખકનાં નાমরહિત હોવું, તે આ સત્યોની શક્તિને પ્રમાણભૂત કરે છે કારણ કે ઋષિઓને, નફા કે બીનનફાનાં હિતોની વાત તો એક બાજુએ રહી, તેમને પોતાનું નામ પ્રસ્થાપિત કરવામાં પણ કોઈ રસ હોતો નથી. જ્યારે તમે સત્યની મહાનતાથી અભિભૂત થઈ જાવ છો, ત્યારે તમને એનું ભાન થાય છે કે તમે એના માલિક ન બની શકો. તમે એ સમજી શકશો કે તમારા કરતા સત્ય ઘણું મોટુ છે. તમે સત્ય પર ઉભા છો, સત્ય તમારા પર નહીં.

મહાન ઋષિઓએ એ શોધી કાઢયુ કે આ સત્યો સાર્વત્રિક છે, તેમને કોઈ વ્યકિત સાથે ઓળખાવીને તેમને ભ્રષ્ટ ન કરવા જોઈએ.વ્યકિતઓ બાબતનાં તમારા અભિપ્રાયો હંમેશા તે વ્યકિતઓ જે બોલે છે તે શબ્દોને પ્રભાવિત કરે છે. સ્વામી વિવેકાનંદ દ્વારા કહેવામાં આવેલા કેટલાક મહાન સત્યો વૈશ્વિક છે, પણ જે ક્ષણે તમે નક્કી કરો છો કે તેઓ હિન્દુ સંત છે, તમે તેમને સાંભળતા નથી. સમગ્ર વિશ્વ તેમને સાંભળતું નથી, માત્ર હિન્દુઓ જ તેમને સાંભળે છે. કેટલાક લોકો બાબતનાં તમારા અભિપ્રાયો તેમના દ્વારા પ્રદર્શિત થતા કેટલાક મહાનત્તમ સત્યોને તમને સાંભળતા અટકાવે છે. ઉપનિષદકાળના ઋષિઓ ઉપનિષદોને આ પ્રકારનું નુકશાન પણ થવા દેવા નથી માગતા, લેખકની છાપ આ સિદ્ધાંતો પર છવાઈ જાય તેવું નુકશાન થવા દેવા નથી ઈચ્છતા. ઉપનિષદકાળનાં આ ઋષિઓનો કેટલો મહાન ત્યાગ !

જો તમે કોઈ વ્યાપારીને કહો કે “તમારો ચહેરો ક્યાંય બતાવશો નહિં. માત્ર પૈસા કમાઓ”, તો તે પૈસા માટે થઈને બીજી કોઈપણ વસ્તુઓ ખુશીખુશી ત્યાગ કરવા તૈયાર થશે. પણ તે પૈસો છોડવા તૈયાર નહિં થાય કારણ કે તેણે પોતાનું સમગ્ર વ્યક્તિત્વ તેનાં પર બાંધ્યું છે. તે જ રીતે, એક રાજકારણી જાહેર પ્રજામાં લોકપ્રિય રહેવા માટે પૈસા છોડી દેશે કેમ કે તેણે તેની આખી જીંદગી તેનાં પર બનાવી છે. એક લેખક બધુ છોડી દેશે જમવાનું, ઉંઘ, પૈસા, બધુ છોડી દેશે પણ લેખક તરીકેનું પોતાનું નામ નહિં, કારણ કે તેનાં પર એણે પોતાની આખી જીંદગી બનાવી છે. પણ અહીં, તમારી સામે મહાનત્તમ લેખકો છે.

ઉપનિષદો આ પૃથ્વી ગ્રહ પર લખાયેલા સૌ પ્રથમ પુસ્તકો છે. અહીં આ સૌ પ્રથમ પુસ્તકોનાં લેખકો છે. કેટલી પ્રૌઢતા ! ત્યાગરાજાઓ, ત્યાગનાં રાજાઓ. જ્યાં સુધી ઉપનિષદોના સિદ્ધાંતો હયાત છે ત્યાં સુધી તેઓ આ પૃથ્વી ગ્રહને જીવિત, હયાત રાખશે. માટે, ઉપનિષદો સૌથી પહેલા લખાયેલા પુસ્તકો માત્ર નથી, પરંતુ ઉપનિષદો આ પૃથ્વી પરનાં અંતિમ પુસ્તકો પણ હશે કારણ કે જ્યાં સુધી આ સત્યો શેષ હશે, અસ્તિત્વમાં હશે, આ પૃથ્વી અસ્તિત્વમાં રહેશે. જો આ સત્યો વિલીન થઈ જાય, જતા રહે તો પૃથ્વી પણ નહી રહે.

માનવજાતનાં આટઆટલા અત્યાચારો પછી પણ જો પૃથ્વી ગ્રહ હયાત રહી શકી છે, તો તે આ ઉપનિષદકાળના સત્યોને જીવિત રાખવા માટે, કારણ કે આ મહાન સત્યો માત્ર પૃથ્વી પરની માનવજાત પાસે છે. દેવતાઓ, ભગવાનો કે અસુરો, દુષ્ટો નહી પણ માત્ર મનુષ્યજાત જ છે જેઓ આ સત્યોને આવકારવા અને તેમને પ્રજ્વલિત કરવા સશકત છે.

વિજ્ઞાન ત્યારે જ પુર્ણ થાય છે જ્યારે વૈજ્ઞાનિકો વિજ્ઞાનનાં સત્યોમાં વિલીન થઈ જાય છે. અને ઉપનિષદ કાળના ઋષિઓ આનું સૌથી ઉત્કૃષ્ટ ઉદાહરણ છે ! તેઓ સંપૂર્ણ રીતે આદર્શ જીવો છે, સર્વોચ્ચ પરમ સિદ્ધપુરુષો.

ચાલો ઉપનિષદકાળના ઋષિઓને આપણા દ્વારા પ્રકાશિત કરીએ અને સમગ્ર વિશ્વ સાથે એમણે જે વહેંચ્યુ, તે પામવા માટે આશિર્વાદ માગીએ. ચાલો આપણે મહાદેવ, કે જેઓ આદિ ઋષિ, આદિ ગુરૂ છે અને જેમણે આ ઉપનિષદો સપ્તર્ષિઓ (સાત પરીપુર્ણ ઋષિઓ) અને સનત, સનતકુમાર, સનાતન, સનકાદિ ઋષિઓ (સદા યુવાન ચાર ઋષિઓ) ને આ પરમ સત્યો આપવા માટે પસંદ કર્યા, એ મહાદેવને આપણે પ્રાર્થના કરીએ કે આપણા જીવનને પરિપૂર્ણ કરે અને શિવોહમ્‌નો અદ્ભૂત અનુભવ આપે.

Portrait of Nithyananda