KAILASA Library/ઉપનિષદો/પ્રકરણ ૪: સૌપ્રથમ અને સર્વોત્તમ પવિત્ર શાસ્ત્રોSign in
ઉપનિષદો

પ્રકરણ ૪: સૌપ્રથમ અને સર્વોત્તમ પવિત્ર શાસ્ત્રો

This text was machine-transcribed from the printed book and may contain errors. Select the words and choose “Report a mistake”.

વેદિક પરંપરા, કે જે વિશ્વભરમાં સૌપ્રથમ અને સર્વોત્તમ આધ્યાત્મિક પરંપરા છે, તેમાં ઉપનિષદો સૌપ્રથમ અને સર્વોત્તમ ગ્રંથો છે. ઉપનિષદીય જીવનશૈલીએ છ દર્શનોને જન્મ આપ્યો, ષડ્ દર્શન, જેમણે પછીથી અસંખ્ય સંપ્રદાયોને, આદેશોને , પરંપરાઓ, ધર્મોને જન્મ આપ્યો.

વેદિક પરંપરા, કે જે વિશ્વભરમાં સૌપ્રથમ અને સર્વોત્તમ આધ્યાત્મિક પરંપરા છે, તેમાં ઉપનિષદો સૌપ્રથમ અને સર્વોત્તમ ગ્રંથો છે. વેદિક પરંપરા આ પૃથ્વી ગ્રહ પર સૌપ્રથમ અને સર્વોત્તમ સૌથી પડતી આધ્યાત્મિક પરંપરા છે. તે જ રીતે, ઉપનિષદો વેદિક પરંપરાનાં સૌપ્રથમ અને સર્વોત્તમ પુસ્તકો છે. ઉપનિષદો તમામ આધ્યાત્મિક વિચારધારાઓ અને તમામ આધ્યાત્મિક વિચારપ્રવાહ નો સ્ત્રોત છે.

વેદિક પરંપરામાં, આપણે સ્વતંત્ર વિચારધારાનાં છ માર્ગો વિકસાવ્યા છે. સ્વતંત્ર વિચારધારાનો અર્થ એ છે કે એવી વિચાર પદ્ધતિ જે સતત તમને આવેશમય, ઉત્સાહિત, ઉર્જામય, આનંદિત, પ્રફુલ્લિત, સ્વાભાવિકપણે બુદ્ધિશાળી, જીવનના નિયમો સાથે સહજ રીતે સુમેળભર્યા, અને કુદરતી રીતે જ પ્રસન્ન રાખે. તમારા મૂળ સ્વભાવથી જ તમે આનંદિત, બુદ્ધિશાળી, જાગ્રત અને જાણકાર છો. તમે સર્વોચ્ચ સંભાવના, પરમ અસ્તિત્ત્વને અનુભવવા માટે સહજ રીતે જ સર્જાયા છો.

વૈચારિક વલણો જે તમારી સર્વોચ્ચ સંભાવનાઓને જાગ્રત કરે છે, જે તમને તમારી સર્વોચ્ચ સંભાવનાઓ મુજબ જીવવા માટે પ્રેરિત કરે છે, જે તમને સંપૂર્ણપણે ઉત્સુક બનાવે છે, સંપૂર્ણ રીતે આનંદમય, પૂર્ણ રીતે જાગ્રત, સંપૂર્ણપણે જીવિત પ્રતિત કરાવે છે, એવા વિચાર-વલણો, એને આપણે સ્વતંત્ર વૈચારિક વલણો કહીએ છીએ.

મુક્ત વિચારધારાની છ પદ્ધતિઓ જે વેદિક પરંપરાએ વિકસાવી છે તે છે ,સાંખ્ય, યોગ, પૂર્વ મીમાંસા, ઉત્તર મીમાંસા, ન્યાય, વૈશેષિક. આમ, આ છ મુખ્ય મુક્ત વિચારસરણીની વિચારધારાઓ વેદિક પરંપરાએ વિકસાવી છે.

સાંખ્ય: અસ્તિત્ત્વને (પરમ તત્ત્વને) સમજીને, જે નિયમોથી કુદરત, પ્રકૃત્તિ સંચાલન કરે છે અને તે મૂળ સ્રોત, ચેતના સાથે જે નિયમો વડે જોડાયેલ છે તે નિયમો સમજીને અને તે પ્રમાણે તેની સાથે તમારી જાતને સુમેળ કરીને આ મુક્ત વિચારધારાને ધારણ કરવી તે સાંખ્ય છે.

યોગ : તમારી જાત બાબતે તમે જે કંઈ વિચારો – તમારા શરીર અને ચિત્ત ,આ બન્નેને અસ્તિત્વ (પરમ તત્વ) સાથે એક સૂરમાં અને સુમેળ લાવીને અને તે દ્વારા પરમ સંપૂર્ણતા, સંતોષ, જ્ઞાન, આનંદ, ઉત્સાહ, પરમાનંદ, અસ્તિત્ત્વનો અનુભવ કરવો અને પરમાનંદનો અનુભવ તેમજ પરિતુષ્ટિનો અનુભવ કરવો તે વિચાર-વલણ ને યોગ કહે છે.

પૂર્વ મિમાંસા : તમારા કર્મો દ્વારા, બ્રહ્માંડની વિવિધ ઉર્જાઓ સાથે સુમેળ કરીને અને તે રીતે સર્વોચ્ચ અવસ્થાનો અનુભવ કરવો, આત્મ-સાક્ષાત્કાર, પરિતુષ્ટિ અને પૂર્ણતાનો અનુભવ કરવો, મુક્ત વિચારણાનો અનુભવ કરવો તેને પૂર્વ મીમાંસા, કર્મકાંડ કહે છે.

માત્ર સુમેળ કરવાથી જ તમારી સમજ, બુદ્ધિ તમારા માટેની, પ્રભુ માટેની, જગત માટેની-જીવ, ઈશ્વર, જગત-અને મુક્ત વિચારસરણી મુજબ જીવવું તેને ઉત્તરમીમાંસા, વેદાંત કહે છે.

માત્ર ભાગલા પાડવાથી, ભાગલા પાડવાથી, ભાગલા પાડવાથી અને વિશ્લેષણ કરવાથી, વિશ્લેષણ કરવાથી, વિશ્લેષણ કરવાથી માત્ર તર્કથી જ સમજીને અને તે પ્રમાણે મુક્ત રીતે વિચારવું તેને ન્યાય કહે છે. માત્ર ઉમેરો, ઉમેરો અને ઉમેરો અને સમાવેશ કરીને, સમાવેશ કરીને, સમાવેશ કરીને અને તેના દ્વારા મુક્ત વિચારવાનો અનુભવ કરવો તેને વૈશેષિક કહે છે.

સાંખ્ય, યોગ, પૂર્વ મીમાંસા, ઉત્તર મીમાંસા, ન્યાય, વૈશેષિક,વેદિક પરંપરા દ્વારા વિકસાવવામાં આવેલા આ છ મુક્ત વૈચારિક વલણો, મુક્ત વિચાર-વહેણોમાંના દરેક તમને ક થી માંડીને જ્ઞ સુધીનાં મુક્ત વિચારસરણીનો અનુભવ કરાવવા માટે સ્વતંત્ર રીતે પૂર્ણ છે.જો તમે સાંખ્યની સાધના કરતા હોય તો તમારે યોગ અથવા તો અન્ય મુક્ત વિચાર-વલણ નાં આધારની જરૂર નથી. સાંખ્ય જ તમે જ્યાં છો ત્યાંથી તમે જ્યાં હોવા જોઈએ ત્યાં સુધી લઈ જવા માટે પૂરતુ છે. તમે જ્યાં હો ત્યાં, તે તમારા સુધી પહોંચી શકે છે અને જ્યાં તમે હોવા ઘટે ત્યાં સુધી લઈ જઈ શકે છે. તે એક સ્વતંત્ર, બુદ્ધિગમ્ય, પોતાની રીતે જ પુરતો વિચાર-વલણ છે જેના થકી તમે મુક્ત વિચારધારાનો અનુભવ કરી શકો. સ્વતંત્ર બુદ્ધિશક્તિ સ્વતંત્રપણે તમે જ્યાં છો ત્યાંથી તમે જ્યાં હોવા જોઈએ ત્યાં દોરી જવા માટે શક્તિમાન છે. સાંખ્ય, જો તમે તેનો અમલ કરતા હોય તો, તમારે અન્ય કોઈ વિચાર-વલણ ના આધારની જરૂર નથી.

(વિભાગ ઉપમથાળુ : ઉપનિષદો, તમામ મુક્ત વિચારધારા, દર્શન શાસ્ત્રોના સ્ત્રોત)

મુક્ત વિચાર-વલણો એટલે જેને આપણે સંસ્કૃતમાં દર્શન કહીએ છીએ સમજશક્તિ. અંગ્રેજીમાં તમે દર્શનનું ભાષાંતર ફીલોસોફી તરીકે ન કરી શકો. ફીલોસોફી એ અત્યંત નબળો, ઉપરછલ્લો શબ્દ છે. હું તેના બદલે એક નવા શબ્દનો ઉપયોગ કરીશ - ફીલોસીઆ (philosia), જોવાની એક નવી સંભાવના.

ષડ્ દર્શન, છ ફીલોસીઆ જે વૈદિક પરંપરાએ વિકસાવી, આ તમામ છ, ઉપનિષદોમાંથી વિકસાવવામાં આવી છે. ઉપનિષદ એ માતા છે જેણે ષડ્ દર્શનને જન્મ આપ્યો, પ્રસ્તુત કર્યા. દરેક મુક્ત વિચારધારાએ હજારો સંપ્રદાયો, પરંપરાઓ, આદેશોને જન્મ આપ્યો, જે પશ્ચિમનાં "રીલીજીયન" (Religion) શબ્દનો સમાનાર્થી છે. જે તમે પશ્ચિમ જગતમાં "રીલીજીયન" શબ્દ દ્વારા સમજો છો, તેનો સમાનાર્થી શબ્દ સંસ્કૃતમાં "સંપ્રદાય ",આદેશો એવો છે, કારણ કે સનાતન ધર્મ, વૈદિક પરંપરા એ માતા છે જેમાંથી છ દર્શનો જન્મ્યા, વિકાસ પામ્યા, જેમાંથી અનેકાનેક ધર્મો જન્મ્યા. એટલા માટે વૈદિક પરંપરા કે હિન્દુઈઝમ ને (Hinduism) "ધર્મ" ( Religion )કહેવાતા નાનકડા ચોકઠામાં ગોઠવી કે સમાવી શકાય નહીં. તે અત્યંત નાનુ ચોકઠુ છે, કારણ કે દરેક ધર્મ "રીલીજીયન" માત્ર જીંદગી જીવવાની એક શૈલી માત્ર છે. વૈદિક પરંપરા, ઉપનિષદીય જીવનશૈલીએ છ દર્શનોને જન્મ આપ્યો, ષડ્ દર્શન, જેમણે પછીથી અસંખ્ય સંપ્રદાયોને, આદેશોને , પરંપરાઓ, ધર્મોને જન્મ આપ્યો. ઉપનિષદો એટલા વિશાળ છે કે કોઈ એક જ ધર્મના ચોકઠામાં ન સમાઈ શકે. ઉપનિષદ તમામ શ્રેષ્ઠ વિચારધારાઓનો સ્ત્રોત છે, શ્રેષ્ઠ દર્શનનાં વિચાર વહેણો છે - અસ્તિત્વમાં રહેવાની રીત, આટલી વિવિધ પસંદગીઓ વચ્ચે કે સાથે જીવવાની રીત, આ તમામ સંભાવનાઓ ઉપનિષદોમાં અભિવ્યક્ત કરવામાં આવી છે. પસંદગી ઉંડાણને સાબિત કરે છે, અવ્યવસ્થા કે ગુંચવાડાને નહીં.

વેદમાતાની ભવ્યતા ! તે જે રીતે માનવજાત માટે ખડે પગે ઉભી છે, માનવીય ચેતના માટે તેણે જે પ્રદાન કર્યું છે. આજે જગતમાં તમે જે કાંઈ જુઓ છો, કદર કરી શકો છો, ઉજવણી કરી શકો, તે બધુ વેદમાતામાંથી છે. તે તેની માનવજાતને ભેટ છે. પછી ભલે તે ગણિત શાસ્ત્ર હોય, જ્યોતિષશાસ્ત્ર હોય, ખગોળ વિદ્યા હોય, શરીરવિજ્ઞાન હોય, તમે તેનાં માટે જે શબ્દો વાપરો, તમામ વિચાર-વહેણો, વિચાર-વલણો, તમે જે કંઈ શ્રેષ્ઠ અથવા તો સારુ જુઓ છો અને સાંભળો છો, તે તમામ વેદમાતાની ભેટ છે !ઉપનિષદોમાંથી વિકાસ પામેલા વિચાર-વલણોની ભેટ.

ઉપનિષદોને વૈદિક પરંપરામાં શ્રેષ્ઠ ગ્રંથોનું સ્થાન આપવામાં આવ્યું છે. વૈદિક પરંપરાનાં પવિત્ર શાસ્ત્રોમાં ઉપનિષદોનું સ્થાન સૌથી ઉચ્ચ છે. બિન-વિવાદાસ્પદ ! તમામ સંપ્રદાયો અને આદેશો તમામ ષડ્ દર્શનો ( છ દર્શનો ) સાંખ્ય, યોગ, ન્યાય, વૈશેષિક, ઉત્તર મીમાંસા, પૂર્વ મીમાંસા – તમામ છ મુક્ત વિચારધારાઓ, દર્શનો ઉપનિષદોને સર્વોચ્ચ, પરમ શાસ્ત્રો, સૌ પ્રથમ અને સર્વોત્તમ પુસ્તકો તરીકે સ્વીકારે છે.

આધુનિક સમયમાં ધાર્મિક ઇતિહાસકારોએ ઉપનિષદોને ધર્મના એક ચોકઠામાં વર્ગીકૃત કરીને અને તેને વૈદિક પરંપરામાં ધકેલીને અથવા હિંદુ ધર્મ તરીકે વર્ણવીને બહુ મોટી ભૂલ કરી છે. જો આપણે ઉપનિષદોને કોઈ એક ધર્મનાં વાડામાં વર્ગીકૃત કરી દઈએ, તો તે ઉપનિષદોની ભવ્યતા અને સંભાવનાઓનું ઘોર અપમાન કર્યા બરાબર છે. તેથી, સૌથી પહેલા તો ઉપનિષદોને વર્ગીકૃત કરી શકાય નહી, અને જો તેમનું વર્ગીકરણ કરવાનું હોય તો હું તેમને તમામ મુક્ત વિચારધારાઓ , દર્શનો, તમામ જીવન-પદ્ધતિઓનાં સ્રોત તરીકે કે જે મનુષ્યને ઉચ્ચ કક્ષા સુધી લઈ જાય તે રીતે વર્ગીકૃત કરીશ. ઉપનિષદો તમામ મુક્ત વિચારધારાઓ , દર્શનો કે જે મનુષ્યને પરિપક્વ બનાવે છે તેમનું ઉદ્ગમ સ્થાન હોવાથી, દેખીતી રીતે જ ઉપનિષદો સૌથી પહેલા અને સર્વોત્તમ પવિત્ર ગ્રંથો છે.

ઉપનિષદો સૌથી પ્રથમ અને સર્વોત્તમ પવિત્ર ગ્રંથો છે, જેનાં આધારે તમારી જીવનશૈલી નો સુમેળ હોવો જોઈએ. ઉપનિષદોને વાંચવા જોઈએ, વારંવાર વાંચવા જોઈએ, સમજવા જોઈએ, પચાવવા જોઈએ, આત્મસાત કરવા જોઈએ, જીવવા જોઈએ, ફેલાવવા જોઈએ, પ્રસારવા જોઈએ અને પૂજવા જોઈએ. ઉપનિષદો સૌથી શુદ્ધ - પ્રાચીન શુદ્ધ સત્યો છે.

ઉપનિષદો એક સ્થિતિ, અવસ્થા છે, જે પોતા પાસે પોતાને રજુ કરે છે અને તેની સ્તુતિ કરે છે. એવી સ્થિતિ જે સ્વને દર્શાવે છે કે સ્વ કઈ રીતે બનવું તે દર્શાવે છે. દરેક ઉપનિષદનાં દરેક શ્લોકે એક મુક્ત વિચારધારા ને જન્મ આપ્યો કે જેણે અસંખ્ય મનુષ્ય જીવોને મુક્ત કર્યા.

Portrait of Paramahamsa Nithyananda