KAILASA Library/ઉપનિષદો/પ્રકરણ ૫: બ્રહ્માંડની સ્વ પ્રત્યે આંદોલિત અભિવ્યક્તિSign in
ઉપનિષદો

પ્રકરણ ૫: બ્રહ્માંડની સ્વ પ્રત્યે આંદોલિત અભિવ્યક્તિ

This text was machine-transcribed from the printed book and may contain errors. Select the words and choose “Report a mistake”.

ઉપનિષદનો અર્થ છે માત્ર બેસવું.જયારે તમે બેસો છો, ત્યારે સત્ય પ્રગટ થાય છે. જયારે ઋષિ ઓ "જે મંત્રનું દર્શન કરે છે", સમાધિમાં, પોતાની જાત સાથે બેસતા, ત્યારે તેમનું સમગ્ર અસ્તિત્વ બ્રહ્માંડ ના પવિત્ર સત્યોની સાથે આંદોલિત થવા લાગતું,તે અભિવ્યક્તિ એ ઉપનિષદો છે.

જે રીતે તમને તમારી સમક્ષ રજુ કરે છે, જે રીતે તે જગતને તમારી સમક્ષ રજુ કરે છે, જે રીતે ઈશ્વરને તમારી સામે રજુ કરે છે, જે રીતે જીવનને તમારી સમક્ષ રજુ કરે છે, ઉપનિષદો સાથે કશાયની સરખામણી થઈ શકે તેમ નથી; પછી તે તેમના દ્વારા આપવામાં આવેલ તથ્યોની પવિત્રતા હોય કે પછી તેઓ જે કવિતા વ્યક્ત કરે છે તે, કે પછી નાદમાત્ર ( ધ્વનિમાત્ર )જેની અંદર કુંડલિની જાગવાના આંદોલનોનો તેઓએ સુંદર રીતે સમાવેશ કર્યો છે. ઉપનિષદો માત્ર ભાષાકીય અને કાવ્યમય મહત્ત્વ નથી ધરાવતા, પણ તેઓ શબ્દોચ્ચારનું મહત્ત્વ પણ ધરાવે છે. ધાર્મિક ઈતિહાસકારોએ ઉપનિષદોને હિન્દુવાદ હેઠળ વર્ગીકૃત કરીને હિન્દુવાદને સન્માન બક્ષ્યું છે. અલબત્ત, હિન્દુઓ તેના વારસદારો છે, પણ આપણે તેમને જીવવા જોઈએ અને તેમને આખા વિશ્વ સાથે વહેંચવા જોઈએ. તે આપણો વારસો છે, પણ તે માત્ર આપણી એકલાની માલિકીનાં નથી, તેઓ તો આખી સૃષ્ટિની માલિકીનાં છે.

ઉપનિષદનો અર્થ છે બેસવું, બસ એટલું જ. માત્ર બેસવું. જ્યારે તમે બેસો છો, જ્યારે તમે બેસો છો - હું એમ નથી કહેતો કે જ્યારે તમારૂ શરીર બેસે છે, હું એમ કહું છું કે જ્યારે તમે બેસો છો, ત્યારે સત્ય પ્રગટ થાય છે. ઉપનિષદો માત્ર સાચા સંદર્ભથી શીખવવા જોઈએ.

ઉપનિષદો ! જ્યારે ઋષિ-મુનિઓ સમાધિમાં, પોતાની જાત સાથે બેસતા, ત્યારે તેમનું સમગ્ર અસ્તિત્વ ધ્રૂજવા માંડતું, આંદોલિત થવા લાગતું, પવિત્ર સત્યોની સાથે પ્રતિધ્વનિત થવા લાગતું. બ્રહ્માંડ તેમના દ્વારા ગાવા અને પ્રકાશિત થવા લાગતું. તે અભિવ્યક્તિ એ ઉપનિષદો છે

એટલા માટે, સંસ્કૃતમાં આપણે મંત્રદ્રષ્ટાની વ્યાખ્યા “તે જે મંત્રનું દર્શન કરે છે”, નહી કે “તે જે મંત્ર લખે છે કે સાંભળે છે”. તેનો અર્થ એવો થાય કે જ્યારે તમે અનુભવો છો, ધ્વનિનો અનુભવ પણ હંમેશા આંખો દ્વારા થાય છે. જો કાન દ્વારા, ધ્વનિ સાંભળવામાં આવે તો, તમે સાંભળો છો. જો ધ્વનિ પાંચે ઈન્દ્રિયો દ્વારા સમજવામાં આવે તો તેનો તમે અનુભવ કરી રહ્યા છો.

એટલા માટે, જ્યારે ધ્વનિને જોવામાં આવે છે, મંત્રોને જોવામાં આવે છે, જ્યારે તમારી આંખો ધ્વનિનો અનુભવ કરે છે, લીટીઓ જેનો તમે અનુભવ કરો છો, તેને અક્ષર કહે છે. આપણાં ઋષિઓએ દરેક ધ્વનિનો અનુભવ કર્યો. “અ”, જ્યારે તેમણે તે ધ્વનિનો અનુભવ કર્યો, જે રેખા દ્વારા તેમની આંખોએ તે ધ્વનિનો અનુભવ કર્યો, તે રેખા અક્ષર બની જાય છે. તેઓ એટલી હદ સુધી પરિપક્વ હતા, ચિંતાઓથી એટલા મુક્ત હતા, તેમની તમામ મૂળભૂત જરૂરીયાતો સંતોષાઈ જતી હતી, એ તેની વિશિષ્ટતા હતી અને તેઓ ઉચ્ચ અવકાશમાં રહેતાં હતાં. એ તેમની સુંદરતા હતી !

ગંગા નદી ઉપનિષદો માટે જવાબદાર છે. તેણીએ જે રીતે ગંગાની ખીણને સમૃદ્ધ બનાવી છે ! તમામ મૂળભૂત જરૂરીઆતો, બધુ જ તેણીએ પુરૂ પાડયું છે. નશીબજોગે, કોઈ યુદ્ધ નહોતા, જેથી ઋષિઓને લડવાની કે પોતાનાં અસ્તિત્ત્વ માટે રક્ષણ કે બચાવ કરવાની જરૂર નહોતી. તમામ પ્રાકૃતિક ઉર્જાઓ, શકિતઓ આધારરૂપ હતી, તમામ જરૂરીયાતો સંતોષાઈ જતી હતી. તે વાતાવરણ, તે જગ્યા તેમને પોતાની જાતની અંદર “બેસવા” માટે, સમાધિમાં બેસવા માટે, વિશ્વ સાથે, સૃષ્ટિ સાથે, પ્રકૃતિ સાથે અદ્ભૂત સંભાવનાઓ રચતી હતી. અસ્તિત્ત્વએ પોતાની જાત વિષે તેમના થકી ગાવા માંડયુ છે.

દરેક ઉપનિષદની પાર્શ્વભૂમિ જુદી જુદી છે પણ તેમના દ્વારા પ્રકાશિત થતાં સત્યો અત્યંત સુંદર રીતે ગુંથવામાં આવેલા છે. કોઈ એક સૃષ્ટિ વિષેનું સત્ય દર્શાવે છે, તો કોઈ માનવી વિષેનું સત્ય ઉદ્ઘાટિત કરે છે, કોઈ મૃત્યુ વિષેનું સત્ય ઉઘાડે છે તો કોઈ જીવન વિષેનાં સત્યને બતાવે છે. જાણે કે તમારા તમામ સવાલો ફોડવામાં આવ્યા છે, અને તમે ત્યાં છો , વિશ્વનાં પ્રત્યક્ષ ઈન્દ્રિયગમ્ય જ્ઞાનમાં અને સમગ્ર વિશ્વ તમારી સમજ, તમારા જ્ઞાનમાં છે. વિશ્વ સંબંધી જ્ઞાન ! જ્યારે વિશ્વ તમારી સમજમાં હોય છે, ત્યારે તમે વિશ્વની સમજમાં હોવ છો.

વિશ્વનું જ્ઞાન ! મનુષ્યને વિશ્વનો બોધ થવા માટે જે કાંઈ સમજ જરૂરી છે, તે તમામ સુંદર રીતે રજુ કરવામાં આવ્યુ છે, પુનરાવર્તિત કરવામાં આવ્યુ છે, અને શક્ય હોય તે તમામ શંકાઓ કે જે ઉભી થઈ શકે છે તેનાં જવાબ આપવામાં આવ્યા છે. એટલા માટે, ઉપનિષદો સમગ્ર સૃષ્ટિ માટે છે. આપણે તેના માલિક કે વારસદાર હોઈ શકીએ, પણ તે સમગ્ર સૃષ્ટિ માટે છે. જે કોઈ ભ્રમણા, આભાસ કે માયાથી પીડાય છે, તેમને આ ઉપનિષદો આપવા જોઈએ. આપણે ઉપનિષદીક જ્ઞાનનું તેમની સાથે આદાનપ્રદાન કરવું જોઈએ.

આ ઉપનિષદોનાં દરેક ધ્વનિ, દરેક અક્ષર, દરેક શબ્દ, દરેક લીટી સમર્થ જ્ઞાનથી આંદોલિત છે. શક્તિવાન જ્ઞાન ! હજુ પણ ઉપનિષદો ભારતને જીવિત રાખે છે. તે ઉપનિષદો જ છે જે, ભારત, ભારતનાં ખ્યાલની કરોડરજ્જુ સમાન છે. આપણે જે કાંઈ આધ્યાત્મિક આકાંક્ષાઓ અને સાક્ષાત્કાર ધરાવીએ છીએ તે તમામ સાથે મુકીએ-તે ઉપનિષદો છે. ઉપનિષદો કરોડો લોકોનાં લાખો વર્ષોના આધ્યાત્મિક સાક્ષાત્કારનું મૂર્ત સ્વરૂપ છે.

ઉપનિષદોમાં કશું જ કહેવાનું બાકી નથી રાખ્યું, એક પણ શબ્દ બિનજરૂરી નથી. તમે તેને સુધારી ન શકો, તેનું સંપાદન ન કરી શકો કે ન તેની કોઈ સમજૂતિ આપી શકો. ભાષ્ય લખવાનો અર્થ એવો થાય કે કશુક સમજૂતિ વિનાનું રખાયુ છે જેની તમારે સમજ આપવી જરૂરી છે. સંપાદન કરવું તેનો અર્થ એવો થાય કે તેમાં કશુક વધારાનું છે જે જરૂરી નથી. સંપાદન માત્ર શક્ય નથી એટલુ નહી પણ તેની અનુમતિ પણ નથી. ભાષ્ય ની અનુમતિ છે, પરંતુ વ્યવહારિક રીતે તે શક્ય નથી, કારણ કે તેમાં કંઈ જ ન સમજાવ્યું હોય તેવુ નથી. તમામ ભાષ્યો, ટીકાઓ, ભલે પછી તે શંકર, રામાનુજ, માધ્વ દ્વારા લખાયેલી હોય, તે અમુક વિચારો કે અભિપ્રાયોનું પુનરાવર્તન છે જેને તેઓ પ્રકાશમાં લાવવા માગતા હતા. પ્રકાશમાં લાવવું શક્ય છે, પણ ભાષ્ય લખવું શક્ય નથી, કારણ કે આ મહાન ઉપનિષદોમાં કશું જ વણકહ્યું રાખવામાં આવ્યુ નથી. ઉપનિષદો પર ભાષ્ય શક્ય નથી. ધાર્મિક રીતે તેની અનુમતિ છે, પણ તે શક્ય નથી.

સંપાદન શક્ય પણ નથી અને તેની અનુમતિ પણ નથી. તમામ આચાર્યો, આધ્યાત્મિક ગુરૂઓ, જેઓ હિન્દુવાદને સ્વીકારતા નથી તેઓ પણ, "સંપાદન નહીં" નો મૂળભૂત વિવેક ધરાવતા હતા. દાખલા તરીકે, રામાનુજાચાર્ય ઉપનિષદોમાંનાં કેટલાક ફકરાઓ માન્ય નહોતા કરતા,પણ તેમણે ક્યારેય તેનું સંપાદન ન કર્યું. તે જ રીતે, ચાર્વાક, ભૌતિકવાદીઓ કેટલાક શ્લોકોને માન્યતા નથી આપતા, પણ તેનું સંપાદન નથી કર્યું. બૌદ્ધો પણ, કે જેઓ એક ઉપનિષદ - મહાનિર્વાણ ઉપનિષદ - ને સ્વીકારે છે, અને અન્ય ઉપનિષદોને નથી સ્વીકારતા, તેમ છતાં તેમણે કોઈ સંપાદન નથી કર્યું. તમે જોશો કે કોઈપણ બૌદ્ધ મઠમાં કે વિશ્વવિદ્યાલયમાં સાચવી રખાયેલાં ઉપનિષદોનાં તાડપત્રો એટલા જ આધારભૂત છે જેટલા મૂળ હિન્દુ ધાર્મિક સ્થળોનાં તાડપત્રો છે. મૂળ પ્રતોમાં કોઈ ગૂંચવાડો ક્યારેય નહીં થાય, કોઈ સંપાદન કે સુધારો નહી, કોઈ ફેરફાર નહીં, કોઈ પ્રકારની વિકૃતિ નહીં. તે જ રીતે, જો તમે શંકર મઠો (હિન્દુ ધાર્મિક સ્થળો) માં સાંચવી રાખવામાં આવેલા બૌદ્ધ સૂત્રોનાં તાડપત્રો જોશો તો જણાશે કે તે શત પ્રતિશત ખરા છે, જેમ છે તેમ જ ! તેઓ બૌદ્ધ ધર્મને ભલે માનતા ન હોય, પણ કોઈપણ તેમાં કશુક ઉમેરવાની, ફેરફાર કરવાની કે કોઈ શબ્દ કાઢી નાખવાની હિંમત નહીં કરે.

આ મહાન હિન્દુ સંસ્કૃતિ, જીવનશૈલી અને પરંપરામાં, તે ગ્રંથો કે જેમને તમે માનતા નથી, તેમાં પણ તમે કોઈ ફેરફાર, સંપાદન કે વિકૃતિ નથી કરતા. કેટલી પ્રામાણિકતા અને પ્રતિબદ્ધતા ! તે વાણી, સરસ્વતિ પ્રત્યેનાં અકલ્પનીય પ્રતિબદ્ધતા કે આદર છે. આ ઉપનિષદો, કે જે વૈદિક પરંપરાની જીવાદોરી સમાન છે, હિન્દુ પરંપરાની જીવાદોરી છે, ભારતની જીવાદોરી છે, તેઓને સ્મરણમાં રાખવા તે પણ એક આનંદ છે.

Portrait of Paramahamsa Nithyananda