KAILASA Library/ઉપનિષદો/પ્રકરણ ૬: માત્ર ઉપનિષદો અવતારો ઉત્પન્ન કરે છેSign in
ઉપનિષદો

પ્રકરણ ૬: માત્ર ઉપનિષદો અવતારો ઉત્પન્ન કરે છે

This text was machine-transcribed from the printed book and may contain errors. Select the words and choose “Report a mistake”.

તમને સત્યમાં ભળી જવાની પ્રેરણા માટે કોઈ પણ આધ્યાત્મિક પુસ્તક કામ લાગી શકે, પણ બ્રહ્માંડ ને તમારી જાતમાં ભળી જવા માટે, માત્ર ઉપનિષદો જ કામ લાગી શકે. અવતારો ભારતમાં જન્મ લેતા રહેશે. જ્યાં સૌથી પવિત્ર ભૂમિ ઉપનિષદોને શ્વાસોચ્છવાસમાં લે છે.

જ્યારે પણ તમને ભય લાગે, કશાકની ભીતિ લાગે, તેવા આવેશમય સંજોગોમાં, તમે પરિસ્થિતિને તમારા પ્રયાસો દ્વારા બદલવાનાં પ્રયત્નો કરો છો. તે યોગ છે. અને, જો તમે ઉચ્ચતમ, પરમ ચેતનાને સમર્પિત થવાનો પ્રયત્ન કરો અને તે ચેતનાને હસ્તક્ષેપ કરીને તમને બચાવવા વિનંતી કરો છો, તે ભક્તિ છે.

અદ્વૈત ના મૂળ અવકાશમાં રહેવાથી તમે ક્યારેય દૂષિત નહીં થઈ શકો, તે જાણવુ, સહજ રીતે જ તમામ કહેવાતા ભય અને ધમકીઓને પીગળાવી નાખવું, તેને અદ્વૈત જીવવું કહે છે. ઉપનિષદો અદ્વૈત જીવવાનો જ પર્યાય છે.

ઉપનિષદોના અનેક અર્થઘટનો ઉપનિષદોની પવિત્રતા અને મૌલિકતાને ઓછી નથી કરતા. ક્યારેક લોકો હિન્દુ ધર્મમાં રહેલ મતભેદો અને ઝગડાઓ વિષે પુછે છે. શંકર, રામાનુજ, માધ્વ જેવા મહાન પંડિતો પણ અનેક મતભેદો ધરાવે છે. સર્વોચ્ચ કક્ષાના આચાર્યો એકબીજા સાથે સંમંત નથી. તો પછી, આપણે સામાન્ય માનવીઓ કઈ રીતે કાંઈપણ સમજી શકીએ? સાચું શું છે એ આપણે કઈ રીતે ઓળખી શકીએ?

એક વૈજ્ઞાનિક કંઈક શોધી કાઢે છે અને તેને નોબેલ પ્રાઈઝ (ઈનામ) મળે છે. થોડા વર્ષોમાં કોઈ બીજો વૈજ્ઞાનિક તે વૈજ્ઞાનિકે શોધ કરી હતી તેને ખોટી પૂરવાર કરે અને તેને પણ નોબેલ પ્રાઈઝ મળે છે. તેનો અર્થ એવો નથી કે બન્ને વચ્ચે મતભેદ છે. તે સત્યને રજુ કરવાનો જુદો દ્રષ્ટિકોણ છે. એવું નથી કે પહેલા વૈજ્ઞાનિકની શોધ ખોટી હતી. હકીકતમાં તેની પહેલી શોધનાં કારણે, તેણે જે રીતે આપણને પ્રેરણા આપી, તેનાથી બીજી શોધ ની શકયતા ખુલ્લી થઈ.

જ્ઞાનના ક્ષેત્રમાં, જુદા જુદા અભિપ્રાય એટલે કે જુદા જુદા વિચાર-વલણો, અને અનેક પસંદગીઓ. અદ્ભૂત સ્વતંત્રતા ! અદ્ભૂત સંભાવનાઓ ! દરેક વ્યક્તિ પોતાની રીતે શોધખોળ કરે છે, પોતપોતાની રીતે અભિવ્યક્ત કરે છે. અને, જ્યારે તમે શંકરને વાંચો છો, આત્મસાત કરો છો, તમે ક્યારેય શંકરનાં અનુયાયી નહી બનો, તમે શંકરની એક અભિવ્યક્તિ હશો.

એટલા માટે જ શૈવ પંથમાં એક સુંદર શબ્દ છે – શિવગણ,જે શિવનું સ્વરૂપ ધારણ કરે છે. તમે જ્યારે સતત શિવોહમનો બોધ અને પ્રકાશ કરો ત્યારે તમે શિવનાં અનુયાયી નહિ બની જાવ, તમે શિવનું સ્વરૂપ બનશો,તમે શિવસ્વરૂપ ધારણ કરશો, શિવ ગણ ! ગણ એટલે કે “જે મૂર્તિમાન કરે છે, જે સંતુષ્ટ થયેલ છે.”

એટલા માટે ઉપનિષદો પરનાં મતભેદો કે ભાષ્યો તમને ઉપનિષદોથી દુર ન લઈ જવા જોઈએ, પરંતુ મૂળ ઉપનિષદોમાં ઉંડા ઉતરવા તમને પ્રેરણા આપવા જોઈએ. આપણી પાસે હજારો અભિપ્રાયો, વિચારો હોય, પણ ઉપનિષદોની પવિત્રતા, ઉપનિષદોની પ્રમાણભૂતતા, ઉપનિષદોની અધિકૃતતા કે સત્તા બાબતે કોઈ સવાલ ઉઠાવતુ નથી. અહીં જ બધા એકબીજામાં ભળી જાય છે અને સાથે મળે છે. પ્રત્યેક વૈજ્ઞાનિકની શોધ, જુદો તાત્ત્વિક સિદ્ધાંત અને પ્રતિપાદન અલગ હોઈ શકે, પણ તેઓ તમામ વિજ્ઞાનના પ્રાણ નું જ સમર્થન કરે છે. તે જ રીતે, દરેક વિદ્વાન અલગ વિચારો, અલગ તત્ત્વચિંતન અને સિદ્ધાંતો ધરાવતા હોઈ શકે પણ તેઓ તમામ ઉપનિષદોનાં આત્માને પુષ્ટિ આપે છે.

ઉપનિષદોને જેમ જેમ તમે વધુ વાંચો, પુનરાવર્તન કરો, પચાવો અને આત્મસાત કરો તેમ તેમ તે તમને અંદરથી વધારે સુંદર બનાવે છે, તમારી આંતરિક સુંદરતામાં વધારો કરે છે.

દરેક સત્ય જે તમને બ્રહ્માંડની સમજમાં મુકે છે, તે બ્રહ્માંડને તમારી સમજમાં મુકે છે. બ્રહ્માંડ પિંડાંડમાં દાખલ થવું જોઈએ અને પિંડાંડ બ્રહ્માંડ પ્રવેશવું જોઈએ. બ્રહ્માંડ (Macrocosm) માનવપિંડ (Microcosm) નો ભાગ બનવું જોઈએ, માનવપિંડ બ્રહ્માંડ નો ભાગ બનવો જોઈએ. માત્ર ટીપું જ સમુદ્રમાં ન ભળી જવું જોઈએ, સમુદ્ર પણ ટીપામાં ભળી જવો જોઈએ.

બુંદ નું સમુદ્રમાં ભળી જવું તે આત્મસાક્ષાત્કાર છે.

જ્યારે સમુદ્ર બુંદમાં ભળી જાય છે ત્યારે તે અવતાર છે.

ઉપનિષદોની બાબતમાં, તમે જેટલા વધારે વાંચો, પુનરાવર્તન કરો, ફરી વાંચો, તમારૂ સમગ્ર આંતરમન સુંદર બની જશે. એક વાર તમે વાંચો અને સમજો એટલે તમે તેના વિચારમાં, તે સિદ્ધાંતમાં વિલીન થઈ જાવ. જ્યારે તે સિદ્ધાંત, વિચાર તમારામાં વિલીન થઈ જાય ત્યારે તમે નિશ્ચિત થઈ જાવ છો કે તમે તેને કદાપિ ભૂલશો નહીં, તે તમારા જીવનમાંથી ક્યારેય અદૃશ્ય નહીં થાય, તે તમારો પોતાનો એક ભાગ બની જશે.

માનવપિંડ બ્રહ્માંડ બની જાય તો તે આત્મસાક્ષાત્કાર છે. બ્રહ્માંડ માનવપિંડ બની જાય તો તે અવતારપણું છે. તમને બ્રહ્માંડ નો બોધ થઈ જાય છે અને બ્રહ્માંડ તમને સમજ (cognition)માં ધારણ કરે છે. તમે આ પરમ સત્યોમાં ભળી જાવ છો અને આ મહાન સત્યો તમારામાં ભળી જાય છે, બન્ને સંપૂર્ણપણે ભિન્ન છે.

ઉપનિષદોની બાબતમાં, તે મહાન સત્યો માત્ર તમને તે સત્યોમાં ભળી જવા માટે ઉશ્કેરશે જ નહી, તેઓ ખુદ પણ તમારામાં ભળી જશે. તમારી જાતને તે સત્યોમાં ભળી જવા માટે કોઈ આધ્યાત્મિક પુસ્તક તમને ઉશ્કેરી શકે, કે કોઈ સંતોના સ્તોત્ર કે ભક્તિસભર ભજનોનું શ્રવણ પણ તેમ કરી શકો. આવો ઉપદેશ મહાન ભક્તોએ અને વૈદિક કાળના સંતો જેવા કે મીરા, જ્ઞાનસંબંદર, મનિકકાવસાગર, રામદાસ, ચૈતન્ય મહાપ્રભુ આપે છે. તેઓ તમામે લાગણીઓ અને સંવેદનોની તીવ્રતાનો બ્રહ્માંડ સાથે ભળી જવા માટે, તેમાં વિલીન થઈ જવા માટે સુંદર રીતે ઉપયોગ કર્યો.

તમને સત્યમાં ભળી જવાની પ્રેરણા માટે કોઈ પણ આધ્યાત્મિક પુસ્તક કામ લાગી શકે, પણ બ્રહ્માંડ ને તમારી જાતમાં ભળી જવા માટે, માત્ર ઉપનિષદો જ કામ લાગી શકે. માત્ર ઉપનિષદો જ તમને તે ઉંચાઈ સુધી લઈ જઈ શકે ,તમે એટલા વિશાળ થઈ જાવ કે બ્રહ્માંડ તમારામાં વિલીન થઈ જાય. માનવપિંડ બ્રહ્માંડ તરીકે એટલો વિશાળ બની જાય કે બ્રહ્માંડ તેમાં સમાઈ જઈ શકે. તમારા મુખમાં આખી સૃષ્ટિને લેવા માટે, તમારૂ મોં આખી સૃષ્ટિનાં કદ જેટલું ખુલવું જોઈએ. જો સત્યને તમારામાં સમાવું હોય તો, તમારે સત્ય કરતા વધારે ઉંચાઈ હાંસલ કરવી પડે. તે માત્ર ઉપનિષદોથી જ બની શકે. એટલા માટે ઉપનિષદો માત્ર આત્મસાક્ષાત્કાર પામેલા જીવો જ નથી બનાવતા, તેઓ અવતારો પણ બનાવે છે.

લોકો મને પુછે છે, : “શા માટે માત્ર ભારતમાં જ આટલા અવતારો ?”. ભારત આ દેશનાં સાહિત્યને કારણે વધારેમાં વધારે અવતારો ઉત્પન્ન કરતો હતો, કરે છે અને કરતો રહેશે. ઉપનિષદો એકલા જ અવતારો ઉત્પન્ન કરવા માટે શક્તિમાન છે ! જો આ પૃથ્વી ગ્રહ પર અવતારો અવતરવાના હોય તો તેઓ આ દેશમાં જ, ભારતમાં જ સંભવી શકે, કારણ કે ઉપનિષદો માત્ર અહીં જ જીવ્યા છે. માત્ર ઉપનિષદોને કારણે જ આ ભૂમિ સૌથી પવિત્ર ભૂમિ છે. જ્યાં સુધી આ ભૂમિ ઉપનિષદોને શ્વાસોચ્છવાસમાં લે છે અને ઉપનિષદોને શ્વાસોચ્છવાસ માં લેતી રહેશે, અવતારો ભારતમાં જન્મ લેતા રહેશે.

વેદ વેદાંત સાર, વેદો અને વેદાંતોનો સાર એટલે ઉપનિષદો

ઉપનિષદોની તમને બ્રહ્માંડ માં મુકી દેવાની શક્તિ, અને તમને બ્રહ્માંડ સુધી પહોંચાડવાની શક્તિ, તેની તમને બ્રહ્માંડ માં તમને પ્રકાશિત કરવાની શક્તિ નિર્વિવાદ, અકલ્પનીય છે.

*****

Nithyananda seated in meditation