પ્રકરણ ૭: વિજ્ઞાન, પવિત્ર જ્ઞાન માટે તમારી જાતને પરીશુદ્ધ કરો.
This text was machine-transcribed from the printed book and may contain errors. Select the words and choose “Report a mistake”.
હોવાપણાનું સત્ય સૂર્ય-ચન્દ્રનાં ચક્રકાળ સાથે બદલાતુ નથી. કેટલાક પુસ્તકો તમારામાં જ્ઞાન જગાવી શકે, કેટલાક પુસ્તકો તમારામાં ભક્તિ જગાવી શકે, પણ ઉપનિષદો જ્ઞાનભક્તિ-વિજ્ઞાન, આ ત્રણે તમારામાં જગાવી શકે
ઉપનિષદો અત્યંત મહાન છે ! માત્ર તેને વાચવાથી અને સમજવાથી, તે પાવન સમજણને, પવિત્ર ભાવનાઓને, તમારા અસ્તિત્વની પવિત્રતાને પરીશુદ્ધ કરે છે. અમુક પુસ્તકો છે જે તમારી સમજશકિતને શુદ્ધ કરે છે. કેટલાક પુસ્તકો છે જે તમારી પવિત્ર ભાવનાઓને શુદ્ધ કરે છે, પરંતુ, માત્ર ઉપનિષદો જ તમારી સમજશકિત, ભાવનાઓ અને તમારા પવિત્ર હોવાપણાને, અસ્તિત્વને શુદ્ધ કરે છે.
હોવાપણું એટલે કે ભૂત, વર્તમાન અને ભવિષ્યનાં તમારા અસ્તિત્વ તરીકે મુક્તિનો અનુભવ કરવો. તમારા ભવિષ્ય, વર્તમાન અને ભૂતકાળ તરીકે મુક્તિ. તમારા સ્વ ને શુદ્ધ કરવા માટે, સમજણ કે તમારા અસ્તિત્વનો એક ભાગ થઇ જાય, જે તમારી જાત સાથે જ્ઞાન તરીકે સાથે રહે છે, જે એક શક્તિશાળી અસ્તિત્વવાદી અને અનુભવવાદી સત્ય છે.
દાખલા તરીકે, તમારી જાત બાબતે તમારી અંદર મજબૂત વિશ્વાસ હોય કે - તમે ભાગ્યશાળી આત્મા છો, ભગવાન તમને મદદ કરી રહ્યો છે અને તમારી સતત સંભાળ લઈ રહ્યો છે ; તમે એને પ્રાર્થના કરી શકો છો અને તે તમને આધાર આપી રહ્યો છે - તો તમારી જાત બાબતે તે એક અત્યંત સરસ, સુક્ષ્મ, પવિત્ર અનુભવ છે. અને તે જ રીતે, જો તમને એ ભાવનાનું જોડાણ હોય કે, “જ્યારે પણ હું મારા ભગવાન કે ગુરૂને બોલાવીશ, તુરત જ તે મને પ્રતિભાવ આપશે, તે મારા માટે હાજર છે” જો તે તમારા હિસ્સા તરીકે તમારામાં હોય તો તે માત્ર શ્રદ્ધા કે માન્યતા નથી.
આ બધુ માત્ર શ્રદ્ધા કે વિશ્વાસ નથી. આ તમારા દ્વારા તમારી આસપાસ અનુભવાતી વધારે નક્કર, કહેવાતી વાસ્તવિકતાથી વધારે વાસ્તવિકતા છે. જો તમને એમ લાગતુ હોય કે, જે ક્ષણે તમે પ્રાર્થના કરો છો, તમે તમારા ઈષ્ટ દેવતા કે ગુરૂને પોકારો છો, તે તુરત જ પ્રતિભાવ આપે છે, તમારા માટે તે હાજર છે – તે સૌથી સુક્ષ્મ, પવિત્ર લાગણી છે. અને, "છેવટે, હું જાણું છું કે હું આત્મસાક્ષાત્કાર પામવાનો છું અને બ્રહ્માંડ માં શાંતિથી રહેવાનો છું. જન્મ અને મરણનાં ચક્રનું દુઃખ ભોગવવાનો સવાલ જ નથી.” ક્યારેક લોકો બહુ મક્કમપણે આવુ માને છે. તે શ્રદ્ધા નથી, તે બાબતે અત્યંત સ્પષ્ટ થઈ જાઓ.
શ્રદ્ધા તે છે જેમાં સૂર્ય-ચન્દ્રનાં ચક્રકાળ સાથે વધારો કે ઘટાડો થાય. જે કાંઈ સૂર્ય-ચન્દ્રનાં ચક્રકાળ સાથે વધે કે ઘટે તે શ્રદ્ધા છે. પૂર્ણિમાં દરમિયાન તમને લાગે છે કે બધુ બરાબર થઈ રહ્યું છે, અમાવાસ્યા દરમિયાન તમને લાગે છે કે "ના, મને ખબર નથી શું થઈ રહ્યું છે?”, તો એ શ્રદ્ધા છે. તે કે જે સૂર્ય-ચન્દ્રનાં ચક્રકાળ સાથે આવે ને જાય તેને શ્રદ્ધા કહે છે.
પણ, ક્યારે શ્રદ્ધાના આ થવા અને ન થવા ઉપરાંત, કેટલીક સમજણો તમારી જૈવિક-સ્મૃતિનો ભાગ બની જાય છે, એ ત્યાં હંમેશા હોય છે – ચડતી અને પડતીનાં સમયમાં. આ વસ્તુઓ જ અત્યંત સુક્ષ્મ પવિત્ર લાગણીઓ, સમજણો, અને હોવાપણાનું સત્ય હોય છે.
પવિત્ર લાગણી, હોવાપણાનું સત્ય અને પવિત્ર સમજણો, સૂર્ય અને ચન્દ્રનાં આવવા કે જવાથી બદલાતા નથી. જો તમારી સમજણ બૌદ્ધિક હોય, “છેવટે તો આ બધુ જ્યાંથી આવ્યુ તેમાં વિલીન થઈ જવાનું છે”, બસ. જો આ સમજણ સૂર્ય અને ચન્દ્રનાં ઉદય અને અસ્ત સાથે બદલાય નહી તો તેને જ્ઞાન કહે છે, પવિત્ર જ્ઞાન.
તે જ રીતે, “મારા મનમાં ગમે તેટલી આત્મશંકા હોય, આત્મઘૃણા હોય, મારી જાત પ્રત્યે અસ્વીકૃતિ ભાવ હોય, જે સ્રોતમાંથી હું બન્યો છું તે મારા તરફ અસ્વીકૃતિનો ભાવ રાખી શકે નહી. તે મૂળ સ્રોત છે. આજે કે આવતી કાલે મારે તેમાં જ વિલીન થવાનું છે. તેણે મારૂ રક્ષણ કરવું જ પડે અને મને પોતાનામાં વિલીન કરવો પડે. એટલે, તે જ અંતિમ, પરમ છે. જો આ સમજણ, આવી લાગણી નું જોડાણ તમારામાં જન્મે, જે સૂર્ય અને ચન્દ્રનાં ઉદય અને અસ્ત સાથે બદલાય નહિ, તો તેને પાવન લાગણી, ભક્તિ કહે છે.
અને હું, હોવાપણું. “હું પોતાની જાતને બંધનમાં કે મુક્ત અનુભવતો હોઉં, છેવટે હું કદી બંધનમાં ન હોઈ શકું, કારણ કે હું બ્રહ્માંડ નું પ્રતિબિંબ છું. બ્રહ્માંડ કે તેનું પ્રતિબિંબ એકેય બંધનમાં ન હોઈ શકે. તમે સૂર્યને બાંધી શકો નહી, એટલું જ નહી તમે પાણીમાં કે અરીસામાં રહેલ તેનાં પ્રતિબિંબને પણ, શું તમે બાંધી શકો? તમે અરીસાને બાંધી શકો, તમે ઘડામાં પાણીને બાંધી કશો, પણ તમે પ્રતિબિંબને ન બાંધી શકો. જો તમારા અંતરતમ મનમાં આ સમજણ આવી જાય, કે જે સૂર્ય અને ચંદ્ર ઉદય-અસ્ત સાથે આવતી કે જતી નથી, વધતી કે ઘટતી નથી, તેને વિજ્ઞાન, જ્ઞાન (ચૅગ્નતૌંઠ) , પવિત્ર જ્ઞાન, વૈશ્વિક જ્ઞાન કહે છે.
કેટલાક પુસ્તકો તમારામાં જ્ઞાન જગાવી શકે, કેટલાક પુસ્તકો તમારામાં ભક્તિ જગાવી શકે, પણ ઉપનિષદો જ્ઞાન-ભક્તિ-વિજ્ઞાન, આ ત્રણે તમારામાં જગાવી શકે. ઉપનિષદો, માત્ર ઉપનિષદો જ તમારામાં આ ત્રણે સંપૂર્ણપણે જગાવી શકે તેટલા શક્તિમાન છે.
તે ગંગા માતા અને સરસ્વતિ માતાની ભેટ છે. સરસ્વતી અને ગંગા વચ્ચે, તે ખીણમાં, સંસ્કૃતિ વિકાસ પામી, એવી સંસ્કૃતિ જેને ક્યારેય યુદ્ધો કરવાની કે રક્ષણ કરવાની જરૂર નહોતી, તેને કોઈ દુશ્મની કે માલિકીભાવ નહોતો, જેણે ક્યારેય બહારની દુનિયાની કે સગવડોની પરવા ન કરી. આપણા પૂર્વજો બહારની દુનિયા બાબતમાં અજ્ઞાની ન હતા, તેઓને એ બાબતની ફીકર નહોતી ! તે મહાન સંસ્કૃતિ કે જેણે તમામ જરૂરિયાતો પુરી કરીને, સહજ રીતે જ અદ્ભૂત શાંતિ આપી, તે અવકાશમાં ઉપનિષદો આ રીતે થયા.
સમજો, સૌથી મહત્ત્વની, પરમ સંપતિ જે તમારા જીવનમાં તમે એકત્ર કરી શકો છો તે જ્ઞાન છે - પવિત્ર જ્ઞાન, ભક્તિ, પવિત્ર ભાવના, વિજ્ઞાન, પવિત્ર વૈશ્વિક સમજ, જ્ઞાન, ભક્તિ, વિજ્ઞાન. સમજો, તમારે ઉપનિષદોને અનુભવવા માટે જે સમજશક્તિની જરૂર છે તે માત્ર નિખાલસપણું છે, બીજુ કંઈ જ નહીં.
નિખાલસ બનીને તેને ગ્રહણ કરવા માત્રથી જ્ઞાન, ભક્તિ, વિજ્ઞાન-આ ત્રણેય તમારામાં સંભવી શકે છે
