KAILASA Library/ઉપનિષદો/પ્રકરણ ૮: અદ્વૈત ભાવમાં જીવવું , ઉપનિષદોની મુખ્ય વિષય વસ્તુSign in
ઉપનિષદો

પ્રકરણ ૮: અદ્વૈત ભાવમાં જીવવું , ઉપનિષદોની મુખ્ય વિષય વસ્તુ

This text was machine-transcribed from the printed book and may contain errors. Select the words and choose “Report a mistake”.

અદ્વૈત જીવવા માટે જરૂરી તમામ બૌદ્ધિક સમજણ હોવી તેને જ્ઞાન કહે છે. અદ્વૈત જીવવા માટે તમામ જરૂરી ભાવનાઓના જોડાણ માટેની શક્તિ હોવી તેને ભક્તિ કહે છે. અદ્વૈત જીવવા માટે જરૂરી તમામ વૈશ્વિક સમજણ હોવી તેને વિજ્ઞાન કહે છે.

અદ્વૈત જીવવા માટે જરૂરી તમામ બૌદ્ધિક સમજણ હોવી. અદ્વૈત માં જીવવુ એટલે સર્વશક્તિમાન, સર્વજ્ઞ, નિત્ય આનંદમય, સચ્ચિદાનંદમય સ્થિતિનું પ્રકાશિત થવું.

સચ્ચિદાનંદ (સત્ય -જ્ઞાન - આનંદ) એ કોઈ હિન્દુ મગજની કલ્પના નથી. તે કોઈ તારક વનના કે નૈમિષારણ્યના કેટલાક પૌરાણિક ઋષિઓ દ્વારા કહેવાતી પરીકથા નથી. સચ્ચિદાનંદ એક વાસ્તવિકતા છે !

ઉપનિષદો. ઉપનિષદો અદ્વૈતિક જીવનનું સૌથી શક્તિશાળી વિસ્તૃત રૂપ છે. ઉપનિષદો જ્ઞાન, પવિત્ર જ્ઞાન ને એ રીતે સમજાવે છે કે જે તમારા માટે અદ્વૈત જીવવા માટે જરૂરી છે ! આટલા બુદ્ધિશાળી મગજમાં કલ્પનાઓ કે ભ્રમણાઓ સંભવી શકે નહી. તેઓ કે જે આટલા ઉચ્ચ જ્ઞાનને પ્રાપ્ત કરી, સમજી અને કાવ્યમય રીતે રજુ કરી શકે, તેમના પર તમે કલ્પનાઓ કે ભ્રમણાઓ ધરાવતા હોવાનો આરોપ મુકી શકો નહી. એટલે જ, સચ્ચિદાનંદ ભ્રમણા નથી. એ તમારા સવારના નાસ્તા કે રાતની ઉંઘ જેટલું જ સત્ય છે. જો તમે આવો અને મને કહો કે તમે હમણાં જ નાસ્તો કર્યો, તો હું તમારા પર ભ્રમણા નો આરોપ નહીં મુકું. હું જાણું છું કે તે હકીકત છે. કારણ કે નાસ્તો શક્ય છે, તમે તે ખાઈ શકો છો. તે બહુ સાદી વાત છે ! જો તમે મને એમ કહો કે તમે રાત્રે શાંતીથી સરસ રીતે ઉંઘ્યા, તો હું તમારા પર, તમે સારી ઉંઘ કરી હોવાના ભ્રમમાં છો એવો આરોપ નહી મુકું. રાતની સારી ઉંઘ એ તદ્ન સાદી સંભાવના છે !

સચ્ચિદાનંદ, સવજ્ઞ, સર્વશક્તિમાન, હંમેશા આનંદમય એ તદ્ન સાદી સંભાવના છે. તમારી ઉચ્ચતમ સંભાવનાઓના અસ્તિત્વનો અસ્વીકાર કરવો તે દયનીય બાબત છે. તમારી ઉચ્ચ સંભાવનાઓને નકારવી એટલે તમારા ભવિષ્યને નકારવા બરાબર છે ! જો તમે એ બાબતનો અસ્વીકાર કરશો કે તમે સમૃદ્ધ, સુખી, સગવડતાવાળા બની શકશો, તો તમે તમારા સમગ્ર ભવિષ્યને નકારો છો. તે જ રીતે, સચ્ચિદાનંદની તમારી શક્યતાને નકારવી એટલે કે તમારા આધ્યાત્મિક ભવિષ્યને નકારવું. તે તો આધ્યાત્મિક આત્મહત્યા છે! આધ્યાત્મિક આત્મહત્યાનો અપરાધ કરવા મજબૂર કરતા લોકોને તમે અનુમતિ ન આપો. અને તેવા અસંખ્ય લોકો છે જે તેમના પ્રત્યક્ષ, પરોક્ષ બોધ અને ઉપદેશો દ્વારા તમને આધ્યાત્મિક આત્મહત્યાનો અપરાધ કરવા મજબુર કરે છે. ટી.વી., સીનેમાઓ, પુસ્તકો, મનોરંજન કાર્યક્રમો, પ્રસારણ માધ્યમ, ઇન્ટરનેટ દ્વારા લોકો તમને સતત તમારી આધ્યાત્મિક સંભાવનાઓને નકારવા માટે મજબુર કરે છે.

ગુરૂ આ તમામ અજ્ઞાન માટે મૃત્યુઘંટ સમાન છે. ગુરૂ તમારી આધ્યાત્મિક સંભાવનાઓ બાબતે જાગ્રત કરવા માટે એક શકિતશાળી સાધન છે. તમારા આધ્યાત્મિક ભવિષ્ય બાબતે તમને જાગ્રત કરવા, તમને તમારી આધ્યાત્મિક સંભાવનાઓ બાબતે જાગ્રત કરવા, તે ગુરૂનું કાર્ય છે.

સચ્ચિદાનંદ એ કોઈ ભ્રમ કે આભાસ કે કલ્પના નથી. સચ્ચિદાનંદ, સચ્ચિદાનંદમાં જીવવું શક્ય છે.

અદ્વૈત જીવવા બાબતમાં હું સૌ પ્રથમ આ નિવેદન કરવા માંગું છું

બીજું. તે આધ્યાત્મિક સંભાવના માટે જે સમજણ જરૂરી છે તેને જ્ઞાન કહે છે, પવિત્ર, ધર્મસંબંધી જાણકારી.

ત્યારબાદ, જ્યારે તમે અદ્વૈત જીવવાનું શરૂ કરો છો, તમે આ પરિવર્તન તરફ જઈ રહ્યા હો છો ત્યારે તમને ભાવનાની શકિત ની જરૂર પડે છે. ભક્તિ, ધાર્મિક ભાવનાઓ, લાગણીઓ અને ભાવનાઓની તીવ્રતાનો ઉપયોગ અદ્વૈત જીવનમાં પ્રવેશવા માટે અને તમને આગળ અને આગળના સોપાનો સર કરવા માટે કરી શકાય છે.

કોઈપણ વ્યક્તિએ સંન્યાસ-જીવન અપનાવવાનો નિર્ણય ક્યારેય બૌદ્ધિક વિશ્લેષણ કરી અને નિષ્કર્ષ પર આવીને કર્યો હોતો નથી, જે કોઈએ તેમ કર્યું તે ક્યારેય સફળ થઈ શક્યા નથી. તમારી ભાવનાઓ જ પવિત્ર શક્તિ છે જે તમને એક અવકાશમાંથી અન્ય અવકાશમાં પહોંચાડી શકે છે. જેઓએ તે શક્તિ, તે તાકાત, પવિત્ર ભાવનાઓ અને ભક્તિનો ઉપયોગ સંન્યાસનો નિર્ણય લેવામાં કર્યો તેઓ સફળ રહ્યા છે. માત્ર તેઓ જ સફળ સંન્યાસીઓ રહ્યા છે, તેઓ નહીં કે જેઓ બૌદ્ધિક વિશ્લેષણ છે. જો તમે અદ્વૈત જીવવા તૈયાર હો તો તે ખરેખર તમારી શુદ્ધ ભક્તિની શક્તિ છે ! તે ત્યારે જ બની શકે જ્યારે તમે તમારી ભાવનાઓ અને ભક્તિની શક્તિનો ઉપયોગ કરો. તે જીવન છે.

સમજો, અદ્વૈત જીવવાનો અનુભવ લેવા, તમારા માટે જરૂરી પવિત્ર ભાવનાઓ એટલે ભક્તિ છે. અને અદ્વૈત જીવવાનો અનુભવ લેવા તમારા માટે જરૂરી પવિત્ર જ્ઞાન એટલે કે કોઈપણ શંકાથી પર એવી પાયાની સમજણ એટલે વિજ્ઞાન.

આધ્યાત્મિક પુસ્તકોનું વાંચન કે સત્સંગનું શ્રવણ આધ્યાત્મિક સમજણ પામવાની શક્યતાને અનુમતિ આપે છે. જો તમે ગુરુમુખેથી દશ વિચારો સાંભળો તો તમે તેમાંથી બે વિચારો પર ચર્ચા કરશો, પણ ચાર કે પાંચ વિચારો અચાનક જ તમારી સમજણમાં બેસી જશે અને અડગ સમજણ બની જશે ! તમે તે અંગે સવાલ પુછવાનું ભુલી જાવ તો પણ. સત્સંગનો હેતુ તમારા આધ્યાત્મિક જ્ઞાનને આત્મસંશય, આત્મ-ઘૃણા, આત્મનિગ્રહથી પર દરરોજ ઉચ્ચ અને વધારે ઉચ્ચ સ્તરે લઈ જવાનો છે.

ઉપનિષદોનો મુખ્ય વિષય તમને જ્ઞાન – પવિત્ર સમજણ, ભક્તિ, પવિત્ર ભાવનાઓ, સંવેદન શક્તિ, વિજ્ઞાન, પવિત્ર વૈશ્વિક જ્ઞાન આપીને અદ્વૈત જીવવા માટે તૈયાર કરવાનો છે.

સત્યો, પવિત્ર ભાવનાઓ, પવિત્ર વૈશ્વિક જ્ઞાન, આ જ્ઞાનને તમારી જાતમાં એકત્ર કરવું તે અદ્વૈત જીવન છે.

Swamiji seated in front of Dakshinamurthy statue