પ્રકરણ ૯: ઉપનિષદો તમારામાં રહેલ મહાદેવ તત્ત્વની સ્મૃતિ અપાવે છે
This text was machine-transcribed from the printed book and may contain errors. Select the words and choose “Report a mistake”.
તમારામાં રહેલુ મહાદેવ તત્ત્વ જે તમારી તમામ ઈચ્છાઓ પુરી કરે છે, જે તમારી બાબતમાં એટલી બધી “ભલી લાગણી” આપે છે, તે તમારુ સાચુ સ્વરૂપ છે. કોઈ તેને કાપી શકે નહી, કોઈ તેને બાળી શકે નહી કે કોઈ તમારામાંથી તેને લઈ જઈ શકે નહી!
ઉપનિષદોમાં કશુ જ વધારાનું કહેવાયુ નથી. કોઈ સુધારો કરવો કે ટીકા કરવી શક્ય નથી. તે એકદમ નિશ્ચિત અને પરિપૂર્ણ છે! કશું જ વધારાનું તેમાં ઉમેરી શકાય નહીં. હા, તમે કવચિત્ કોઈ વસ્તુ પર ભાર દઈને તેને ધ્યાન પર લાવી શકો અને તેનું પુનરાવર્તન કરી શકો. પાવન જ્ઞાન, પવિત્ર સમજણ, જીવનમાં તમારી ઉચ્ચ સંભાવનાઓને આંબવા માટે, તમારે શ્રેષ્ઠ હોવું ઘટે. જ્યારે તમારી બાજુમાં બેઠેલી વ્યક્તિને તમે જુઓ છો, તમને કેવી લાગણી થશે; જ્યારે તમે એક કુતરાને તમારી બાજુમાં બેઠેલો જુઓ તો તમને કેવી લાગણી થશે; તમે તમારી બાજુમાં આવેલ એક છોડને જુઓ અને તમને કેવી લાગણી થશે, તેનો આધાર એના પર છે કે એ તમને કેવો પ્રતિભાવ આપે છે, જો તમે એમ વિચારશો કે તમારી બાજુમાં બેઠેલ વ્યક્તિ જીવિત છે, તો તમે તેની સાથે પ્રેમથી વર્તશો કે પછી સંકોચાશો, તમે કોઈક રીતે પ્રતિક્રિયા આપશો. જો તમે કુતરાને તમારી બાજુમાં બેઠેલો જુઓ, તો તમે અમુક રીતે વર્તશો. પણ, જો તમે તેવી જ પ્રતિક્રિયા એક છોડ પ્રત્યે નહીં દર્શાવો તો તેનો અર્થ એ કે તમે તેને જીવિત, સજીવ નથી માનતા. આ તર્કને તમે સાંભળો: તમે ઉપસંહાર સમજી જશો. છોડ એટલો વધારે સજીવ નથી એવું આપણે શા માટે માનીએ છીએ, વ્યક્તિ વધારે જીવંત છે, કુતરો થોડો ઓછો જીવિત છે? કેમ? કારણ કે આપણી પાસે અધૂરું જ્ઞાન છે - કાર્ય જીવનનો નિર્ણય કરે છે.
અસ્તિત્વ જીવનને નક્કી કરે છે, કર્મ જીવનનો નિર્ણય નથી કરતું.
કેમ કે માનવી કુતરા કરતાં વધારે કર્મ કરી શકે છે, કુતરો છોડવા કરતાં વધુ કામ કરી શકે છે, તમે તેમના જીવનના અસ્તિત્ત્વને પણ કર્મોના આધારે મૂલવવા લાગો છો. આ એક પાયાની ગેરસમજ છે. આવી કેટલીક પ્રાથમિક ગેરસમજણો માત્ર ઉપનિષદોથી સુધારી શકાય, માત્ર અને માત્ર ઉપનિષદોથી! કારણ કે ઉપનિષદીય મહાત્માઓ તે પ્રકારનો આંતરિક અવકાશ ધરાવતા હતા.
જ્યારે કુતરો તમારી બાજુમાં બેઠો હોય, અને તેને તમે ક્ષુદ્ર જીવ માનો તો તમે કોઈ પ્રતિક્રિયા નહીં આપો અને કુતરો પણ કોઈ પ્રતિભાવ નહીં આપે. જો તમે તેના અસ્તિત્ત્વનો પણ સ્વીકાર કરો તો તે તેની જાતને ચાહે છે અને તમને પ્રેમ કરશે.
જે કોઈ તમને તમારી જાતને પ્રેમ કરતા કરી દે છે તે વ્યક્તિતને તમે પ્રેમ કરશો. તે જીવનનો નિયમ છે. તમારો અભિગમ જુદો હોઈ શકે: આદરપૂર્ણ, કયારેય પૂજનીય, કયારેક ભયનો, પણ જે કોઈ તમને તમારી જાતને પ્રેમ કરતા કરી દે છે, તમે તે વ્યક્તિને પ્રેમ કરશો. મારૂ સમગ્ર કાર્ય લોકોને તેમની જાતને સાચી રીતે પ્રેમ કરતા કરવાનું છે. હું તમારા અસ્તિત્ત્વને જીવન તરીકે સતત આદર આપું છું. જે રીતે હું તમારા અસ્તિત્વ ને પ્રતિભાવ આપુ છુ, તે જ રીતે, હું છોડના અસ્તિત્ત્વને પણ પ્રતિભાવ આપું છું. છોડવાઓને તેમના ભાગ તરીકે જે તેઓ નથી તેવી કોઈ બાબતે શોષણવૃત્તિ નથી હોતી. પણ માનવો તેમના ભાગ તરીકે જે તેઓ નથી તેવું કઈંક આત્મસાત કરે છે. તેથી, જે ક્ષણે હું તે ભાગને અલગ કરીને દર્શાવું – તમે શું છો – તમે તમારી જાતના પ્રેમમાં પડી જશો !
તમારામાં રહેલુ મહાદેવ તત્ત્વ જે તમારી તમામ ઈચ્છાઓ પુરી કરે છે, જે તમારી બાબતમાં એટલી બધી ‘ભલી લાગણી’ આપે છે, તે તમારુ સાચુ સ્વરૂપ છે. તમારા બધામાં તમારુ મહાદેવ તત્ત્વ આવેલું છે જે તમને તમારી બાબતમાં ખુબ જ સારુ વિચારવા પ્રેરે છે. ક્યારેક લોકો કહે છે કે તેઓએ ક્યારેય તે તત્ત્વને પોતાનામાં જોયુ નથી કે તે તત્ત્વ તેમનામાં નથી, અથવા તો તેઓ અહીં નીચે આવ્યા પછી કોઈએ તે ચોરી લીધું. સાંભળો. કોઈ તેને કાપી શકે નહી, કોઈ તેને બાળી શકે નહી કે કોઈ તમારામાંથી તેને લઈ જઈ શકે નહીં! આપણા બધા પાસે મહાદેવ તત્ત્વ આપણામાં છે. તમે ગમે તેટલો ઈન્કાર કરો, તમે તેની ઝલક પામો છો, તમે તેનો અનુભવ કરો છો. જે ક્ષણે હું તમને પ્રબુદ્ધ વ્યક્તિ તરીકે આદર આપુ છું, મહાદેવનાં સ્વરૂપે, શિવ ગણ તરીકે, તમે પોતે પણ તમારી જાતનો આદર કરવા માંડો છો.
જ્યારે તમે જાણી જાવ કે મહાદેવ તત્ત્વ હજુ પણ તમારામાં સક્રિય છે, જીવંત છે, તે મૃત્યુ નથી પામ્યુ, તમે તમારી જાતને પ્રેમ કરવા લાગશો !
તમારી જાતનાં પ્રેમમાં પડવું એ જ નિત્યોત્સાહ, નિત્યોત્સવ અનંત ઉત્સાહમાં રહેવાની એકમાત્ર રીત છે. બીજું કઈ પણ તમને અનંત ઉત્સાહ આપી નથી શકતું. તમારા મહાદેવ તત્ત્વનાં પ્રેમમાં પડો કે જે અનંત ઉત્સાહ, પ્રેરણા, નિત્યોત્સાહ, નિત્યોત્સવ છે. તે વ્યક્તિ જેણે પોતાની જાત બાબતનાં અનંત ઉત્સાહને સ્પર્શ્યો છે, તે જ તાર્કિક સહનશક્તિ થી પર હશે. અતાર્કિક સહનશક્તિ, તર્કથી પર સહનશક્તિ તમારામાં આવશે, જ્યારે તમે તમારા મહાદેવ તત્ત્વને સમજશો, તમારા ભગવાન-પક્ષને સમજશો કારણ કે તમે તે અસ્તિત્ત્વનાં પ્રેમમાં પડી જશો. તમે તે અસ્તિત્ત્વની સમાધિમાં પડી જશો.
તમારા મહાદેવ તત્ત્વનાં પ્રેમમાં હોવું તે ભક્તિ છે. તે જ ભક્તિ છે.
જ્યારે પણ તમે સુષ્ક થઈ જાઓ, તે તત્ત્વને ફરીથી પકડો. તે તમને અદ્ભૂત સહિષ્ણુતા આપશે જે કોઈપણ તર્કથી પર છે. તે માણસ જેણે તર્કથી પર સહનશક્તિ પ્રાપ્ત કરી લીધી છે તે કદી અસ્વસ્થ થઈ શકે નહી કે નાશ પામી શકે નહી. આ જીવનનો નિયમ છે. કારણ કે જ્યારે તમે તમારા મહાદેવતત્ત્વને જાણવા લાગો છો, ત્યારે તમે તમારા અસ્તિત્વના પ્રેમમાં હોવ છો. તમે તમારી સંભાવનાઓનાં પ્રેમમાં હોવ છો. તે કોઈ ભ્રમ કે આભાસ નથી. તે તમારામાંના દરેકની સંભાવના છે.
કોઈ તમારી ચેતના લઈ જઈ શકે નહી. કોઈ તમારા પ્રબુદ્ધતાને લઈ જઈ શકે નહી. કોઈ તમારી સમજણ ને લઈ જઈ શકે નહી – તમે મહાદેવ છો.
જ્યારે પણ તમને થાક કે કંટાળો આવે, યાદ રાખો, “હું મહાદેવ છું અને મહાદેવના અનુભવ સુધી પહોચવામાં મને મદદ કરવા અને યાદ કરાવવા માટે મારી પાસે મારા માસ્ટર તરીકે મહાદેવ છે ” સમજો, તમારી વિચારવાની કે કાર્ય કરવાની અસમર્થતા ક્યારેય તમારા મહાદેવ તરીકેનાં અસ્તિત્ત્વને તમારાથી દુર લઈ જઈ શકે નહીં.
તમારૂ કાર્ય તમારા મહાદેવપણાને, શિવપણાને, તમારા મહાદેવ તત્વ ને સ્પર્શતુ નથી. કેટલાક તેમની બુદ્ધિ દ્વારા તેને વ્યક્ત કરે છે, કેટલાક તેને પોતાના શરીર દ્વારા વ્યક્ત કરે છે અને કેટલાક કશુ કર્યા વગર ગુંચવણો ઉભી કરીને કરે છે, તમે માની લીધેલુ આ સૌથી મોટુ અસત્ય છે ! સમજો, નિષ્ક્રિયતા તમારા શિવપણાને દુર લઈ જતુ નથી. દાખલા તરીકે, જો તમે કંઈ ન કરો, તો ચિંતા ન કરો કે તમારૂ શિવપણું દુર થઈ જશે. પણ તે તમને તમારા શિવપણાનો અનુભવ નહીં કરાવે, અને તેનો વિકાસ નહીં કરે, તેને પ્રકાશિત નહીં કરે. તમે નિષ્ક્રિય હો તો, તમે ગુંચવાડો ઉભો કરો છો.
જ્યારે હું એમ કહું કે, તમારામાં મહાદેવ તત્ત્વ છે કે, સર્વજ્ઞ, સર્વશક્તિમાન, હંમેશા આનંદિત સર્વોચ્ચ સંભાવના તે તમારૂ અસ્તિત્ત્વ છે, તે તમારી સંભાવના છે, તે તમે છો.
તેને જીવવાનું શરૂ કરો, તમારા તે તત્ત્વ કે જે તમે છો તેને પ્રેમ કરવાનું શરૂ કરો. આ તત્ત્વને તમારા કાર્યક્ષેત્રમાં, તમારા વ્યવસાયમાં, તમારા પરીવારમાં, તમારા સંબંધોમાં, તમારા જીવનમાં અભિવ્યક્ત કરવાનું શરૂ કરો. નક્કી કરો, મહાદેવ દરેક પરિસ્થિતિ પ્રત્યે કેવી પ્રતિક્રિયા આપશે. “જો મહાદેવ આ પરિસ્થિતિમાં હોય, તો તે કઈ રીતે વર્તશે ? ચાલો હું તે પ્રમાણે જીવન જીવું. ” આ ધર્મ છે. તમારી તમામ સંભાવનાઓ સાથે તમે પ્રસન્નતાપૂર્વક જીવો.
જો મહાદેવ તત્ત્વ તમારામાં ન હોય તો તમે શ્વાસ પણ ન લઈ શકો. શ્વાસોચ્છવાસ માટે તમારે જેટલી ક્રિયાઓ કરવી પડે છે તે તમારી બધી કલ્પિત અને અકલ્પિત યોજનાઓને પુરી કરવા માટે કરવા પડતા પ્રયત્નો કરતા દસ હજાર ગણી ઓછી છે. તમારી કેટલી ચેતના, કેટલા અસ્તિત્ત્વની શ્વાચ્છોશ્વાસ માટે જરૂર પડે તેના કરતા દસ હજારમાં ભાગના પ્રયત્નો અને ચેતનાની જરૂર જીવનમાં તમારી તમામ કહેવાતી યોજનાઓને પુરી કરવા માટે પડે.
જો તમે અસ્તિત્ત્વમાં હો તો તમારૂ જીવન પ્રમાણમાં ઘણું સરળ છે, બધુ જ શકય છે ! તમામ શકયતાઓને તમારામાં પ્રકાશિત કરવા માટે, તમારે જુદી જુદી પદ્ધતિ કે રીતની જરૂર નથી. માત્ર જે કાંઇ તમે માનો છો તે તમારા માટે શકય નથી, તમારે તે ખોટી માન્યતાઓને કાઢી નાખવી પડશે. જે કાંઈ તમે તમારા માટે શકય ન હોવાનું માનવાનું શરૂ કરેલ છે, તે તમે કરી શકશો નહીં; તે ઠીક છે. પણ ઘણી બધી વસ્તુઓ માટે, તમે તે શકય નથી એવો નિર્ણય કર્યો નથી કે તેવું માનતા નથી -તે વસ્તુઓ તમારા માટે શકય છે ! માત્ર તે વસ્તુઓને યાદ રાખવાથી, તે તમારામાં ખુલવા માંડશે. જો તમે શકયતાઓને ખોલવા માંડશો તો તેઓ અચાનક તમારા માટે હાજર હશે. ઘણી બધી વસ્તુઓ માટે તમે તમારી જાત પર દ્વાર બંધ નથી કર્યું, તે તમારા માટે હાજર છે અને ખુલ્લી છે.
તમારી તમામ ક્ષમતાઓ બાબતે તમારી જાતને યાદ કરાવવું તે અદ્વૈત જીવવું છે. અને, તે માત્ર ઉપનિષદોથી જ શકય બને.
