પ્રકરણ ૧૦: વિશ્વ તરીકે જીવવા માટે વૈશ્વિક જ્ઞાન
This text was machine-transcribed from the printed book and may contain errors. Select the words and choose “Report a mistake”.
ઉપનિષદો એ સૃષ્ટિને સૃષ્ટિમાંથી અપાયેલા, માનવજાતને વિશ્વમાંથી અપાયેલા સૌ પ્રથમ, સર્વોત્તમ અને અંતિમ શબ્દો છે.
ઉપનિષદો એ સૃષ્ટિને સૃષ્ટિમાંથી અપાયેલા, માનવજાતને વિશ્વમાંથી અપાયેલા સૌ પ્રથમ, સર્વોત્તમ અને અંતિમ શબ્દો છે.
ઉપનિષદો એ વિજ્ઞાન જેવા નથી, જેનો રોજેરોજ વિકાસ થતો હોય. દાખલા તરીકે, આજે વૈજ્ઞાનિક અમુક વસ્તુ સત્ય તરીકે જાહેર કરે અને બધા જ લોકો તેને સત્ય માનવા સંમંત થાય. લોકો તેમના જીવનનાં નિર્ણયો અને તે જાહેર થયેલ સત્યના આધાર પર દરેક બાબતે સુમેળ કરશે. દસ વર્ષ પછી, કોઈ બીજો વૈજ્ઞાનિક આવશે અને એવું સાબિત કરશે કે તે આખુ જાહેર થયેલ સત્ય ખોટુ છે અને કંઈક બીજી જ વસ્તુ સત્ય તરીકે જાહેર કરશે. ત્યારે, લોકો તેમનાં જીવનમાં તે રીતે સુમેળ કરશે. અને ફરી પાંચ વર્ષ પછી, કોઈ બીજો આવશે અને તેને ખોટુ જાહેર કરશે અને કોઈ નવી જ વસ્તુ સત્ય તરીકે જાહેર કરશે.
સમજો, જો સત્ય કાલે બદલાઈ જવાનું હોય તો તે આજે પણ સત્ય નથી. ઉપનિષદો વિજ્ઞાન જેવા નથી કે જે બદલાતા રહે અને વિકાસ પામતા રહે.
વિજ્ઞાન એક એવા વૈજ્ઞાનિક જેવું છે જે ઘનઘોર જંગલમાં ફાનસ લઈને ફરે છે અને જગતને જંગલ અંગે સત્યો જણાવે “અહી દશ વૃક્ષો, બે સાપ, અને .... અંધારૂ છે. ”. જ્યારે તે જંગલમાં આગળ ચાલે પછી “ના. જંગલ માત્ર દશ વૃક્ષો, બે સાપ નથી, તે તો પચીસ વૃક્ષોથી વધારે અને બે હાથીઓ છે”. જ્યારે તે જંગલમાં વધારે ને વધારે ઉંડો જાય એટલે કહે છે “ના, માત્ર પચીસ વૃક્ષો પણ નથી. કોઈપણ દિશામાં હું ફાનસને ફેરવું છું ત્યાં ચારે તરફ વૃક્ષો, વૃક્ષો જ છે અને જુદા જુદા પ્રકારનાં પ્રાણીઓ છે! વિજ્ઞાન આના જેવું છે. પણ ઉપનિષદો તે ઋષિઓ છે જે બેસે છે અને વિજળીનાં ઝબકારામાં સમગ્ર જંગલને જુએ છે અને તેનુ વર્ણન કરે છે. આ બન્ને વચ્ચેનો તફાવત સમજો. ફાનસથી જોયેલા વર્ણનો હંમેશા બદલાશે.
પણ ઉંચી ટેકરી પર બેઠેલા ઋષિઓએ વિજળીના એક જ ચમકારામાં જોયેલા અને લખેલા છે,
તે ઉપનિષદો છે !
ઉપનિષદો સૌથી પહેલા અને સર્વોત્તમ અને સત્ય વિશેના અંતિમ શબ્દો છે ! હૃદયથી સૌથી નજીક હોય તે રીતે તમામ સત્યો જાહેર કરતા ઉપનિષદો જેવું બીજું કશું નથી. જીવન જીવવાની આટલી સુંદર રીત. સાવ સરળ !
તમારી સમજણ ને સાફ કરો અને તેને તૈયાર રાખો ! ભગવદ ગીતાને ઉપનિષદ જેવી ગણવામાં આવે છે, ઉપનિષદ નહિં ! અવતારોનાં શબ્દો પણ હિન્દુ પરંપરામાં ઉપનિષદોની કક્ષા જેટલા નથી રાખવામાં આવ્યા.
શ્રુતિ સંભળાયેલ! ઉપનિષદો કોઈ ઋષિઓ દ્વારા કહેવામાં આવ્યા નથી, ઋષિઓ દ્વારા સાંભળવામાં (શ્રુતિ) આવ્યા છે. તે બ્રહ્મ છે જે પોતાના વિષે જ ગાય છે !
ઉપનિષદ તે પ્રત્યક્ષ રીતે સૃષ્ટિ છે જે પોતાની જાત વિષે વૈશ્વિક રીતે સૃષ્ટિને જાહેર કરે છે.
જીવન વિષેની તમારી જુની સમજણો ને ચોખ્ખી કરી નાખો. ઈશ્વર વિષેની તમારી જુની સમજણો સાફ કરી નાખો. તમારી જાત, જગત વિષેની તમારી જુની સમજણોને પડતી મુકો. તમારી તમામ જુની સમજણો ને છોડી દો અને બ્રહ્માંડમાંથી મૂળ વૈશ્વિક જ્ઞાન પ્રાપ્ત કરવા સ્વસ્થ થાવ, બ્રહ્માંડ જે રીતે તમને જીવાડવા ઈચ્છે છે એવું જીવન જીવો અને આયોજન કરો.
ઉપનિષદો અત્યંત રસાળ અને મજેદાર છે. તે સુષ્ક પુસ્તકો નથી. તેઓ કેવી અદ્ભૂત સમજ આપે છે ! તેમાં ખૂબ જ રસ રહેલો છે, તેમાં અત્યંત સુંદરતા સમાયેલી છે, તેમાં ખુબ જ આનંદ સમાયેલો છે. તેઓ જીવનથી ભર્યાભર્યા છે.
પ્રત્યેક ઉપનિષદીય મંત્ર તમારા માટે વિશ્વની રીતે જીવવા માટેની વૈશ્વિક સમજ છે. તમારો તમારી સાથેનો સંબંધ, તમારો ઈશ્વર સાથેનો સંબંધ, તમારો જીવન સાથેનો સંબંધ, તમારો તમામ વસ્તુઓ સાથેનો સંબંધ - આ ઉપનિષદીય મંત્રોથી વ્યાખ્યાયિત, ફરી ફરીને વ્યાખ્યાયિત કરી શકાય છે. આ છે ઉપનિષદીય મંત્રો !
ઉપનિષદીય મંત્રો તમારા દ્વારા આ પૃથ્વી પર સાંભળવામાં આવતા અવાજો કરતા અનેક ગણા શકિતશાળી છે. તમે એટલા શકિતશાળી આંદોલનોમાં આટલા શકિતશાળી સત્યો પ્રાપ્ત કરવાના છો.
તમારી જાતને તૈયાર કરો, તમારી જાત વિષેની તમારી જુની સમજણો ચોખ્ખી કરી નાખો, તેઓની સાથે પૂર્ણત્વ કરો કારણકે તમે પૂર્ણત્વ સાથે પૂર્ણતા કરવા જઈ રહયા છો અને સંપૂર્ણ પૂર્ણત્વના અવકાશમાં પ્રવેશો છો. જે ઉપનિષદોએ વિશ્વની અવસ્થા તરીકે, સૃષ્ટિની અવસ્થા તરીકે વર્ણવી છે.વૈશ્વિક સમજણ માટે તૈયાર રહો કારણ કે ઉપનિષદોનો દરેક શ્લોક જીવનહકારાત્મક છે.
દાખલા તરીકે, ઉપનિષદનો બીજો શ્લોક કહે છે કે “સેંકડો વર્ષ જીવવા માટેનો નિર્ણય કરો, આવી સ્વતંત્ર રીતે જીવવા માટે”
કેવું જીવન-હકારાત્મક વિજ્ઞાન ! તે જીવન-નકારાત્મક નથી. અને, જે કોઈ આ મંત્રો સાંભળે છે, તેમના ડી.એન.એ., સેકડો વર્ષ સુધી જીવવાનો નિર્ણય કરશે; નિર્ણય કરવાનો સમર્થન મેળવશે અને તે માટે તૈયાર કરવામાં આવશે. માત્ર આ વૈશ્વિક સમજણો આપીને જ નહીં, પણ તેમને તમારો અંતરભાગ જ- તમારા ડી.એન.એ., તમારી જૈવિક-સ્મૃતિ, તમારી સ્નાયુસ્મૃતિ બનાવે છે! એ તમારી જૈવિક સ્મૃતિ છે જેને ઉપનિષદો તરીકે તૈયાર કરવામાં આવે છે. તમારા ડી.એન.એ., તમારી સ્નાયુ-સ્મૃતિ અને જૈવિક સ્મૃતિને ઓળખવામાં આવ્યા છે અને તેને ઉપનિષદોમાં ફરી ગોઠવવામાં આવે છે.
દરેકે દરેક મંત્ર (શ્લોક) સાંભળવો જોઈએ, ચાહવો જોઈએ, વાગોળવો જોઈએ, પચાવવો જોઈએ, જીવવો જોઈએ, પ્રકાશિત કરવો જોઈએ અને સમૃદ્ધ કરવો જોઈએ ! તૈયાર થાવ, તમામ જુની સમજણો ત્યાગીને આ નવી સમજ જીવવા માટે.
તમારી આ જુની સમજણોને દુર કરીને આ નવી વૈશ્વિક સમજણો કે જેને ઉપનિષદો કહેવામાં આવે છે, તેમને સ્મૃતિમાં સંઘરવા, તમારા ડી.એન.એ., તમારા અંતર્ભાગમાં સંઘરવાની ક્રિયાને વૈશ્વિક સમજ કહે છે.
સંપૂર્ણ હિન્દુવાદ માટે, વૈદિક પરંપરા, ઉપનિષદો જ પુસ્તકો છે. ઋષિઓએ સૃષ્ટિને જે મુખ્ય સારરુપ સંદેશ આપ્યો તે.
ધમ્મ, જગતમાં આ વૈશ્વિક સમજણનો ફેલાવો કરવો તે જગતની આપણે કરી શકીએ તેવી સૌથી શ્રેષ્ઠ સેવા છે. એક વાર આ ઉપનિષદો અપાઈ જાય, પછી આ પુસ્તક સંપુર્ણ વૈદિક પરંપરા માટે મુખ્ય પુસ્તક બની જશે. સાવ નમ્રભાવે, એક સૌથી મહાન આધ્યાત્મિક ઘટના ઉપનિષદોનાં પ્રાગટ્ય ઉપનિષદોના આકાશિક પ્રમાણ (Akashika Record) દ્વારા આ વિશ્વમાં બની રહી છે.
હું કોઈ ટીકા કરવાનો નથી, માત્ર ઉપનિષદ કાળનાં ઋષિઓએ જે સંદર્ભથી સમજાવ્યુ છે, અને પુસ્તકો-પુર્વ (pre-text) અને પુસ્તકો-પશ્ચાત (post-text), તે સમજાવવાનો છું, અને તેનું પુનરાવર્તન કરવાનો છું.
ઉપનિષદોનો આનંદ માણવા માટે, ઉપનિષદોને અનુભવવા માટે, ઉપનિષદોને પ્રકાશમય કરવા માટે તૈયાર થઈ જાવ. મહાદેવના અવકાશમાંથી સીધા જ ઉપનિષદો પ્રાપ્ત કરીને આપ સૌ શિવગણ બની જાઓ, અને તે જીવો, જીવો અને જીવો !
તમારી તમામ જૂની સમજણો સાથે પૂર્ણત્વ કરો, વૈશ્વિક સમજણને તમારી પોતાની સમજણ તરીકે પ્રાપ્ત કરવા તૈયાર થઈ જાઓ.

ચાલો ઉપનિષદકાળના ઋષિઓને આપણા દ્વારા પ્રકાશિત કરીએ અને સમગ્ર વિશ્વ સાથે એમણે જે વહેંચ્યુ,
તે પામવા માટે આશિર્વાદ માગીએ.
ચાલો આપણે મહાદેવ, કે જેઓ આદિ ઋષિ, આદિ ગુરૂ છે અને જેમણે આ ઉપનિષદો સપ્તર્ષિઓ
(સાત પરીપુર્ણ ઋષિઓ)
અને સનત, સનતકુમાર, સનાતન, સનકાદિ ઋષિઓ (સદા યુવાન ચાર ઋષિઓ)
ને આ પરમ સત્યો આપવા માટે પસંદ કર્યા,
એ મહાદેવને આપણે પ્રાર્થના કરીએ કે આપણા
પરમપૂજ્ય પરમહંસ નિત્યાનંદ વિશે
પરમપૂજ્ય પરમહંસ નિત્યાનંદ, દુનિયાભરના લાખો લોકો દ્વારા અતિમાનસ ચૈતન્યના એક જીવંત અવતાર તરીકે સન્માનિત થયા છે અને આજે સનાતન હિંદુધર્મના એક સ્પષ્ટ, તર્કસંગત અને અરાજકીય અભિપ્રાય તરીકે ઓળખાય છે.તેઓ હિંદુત્વના સૌથી પ્રાચીન માળખાના -મહાનિર્વાણી પીઠના મહામંડલેશ્વર, (આધ્યાત્મિક અધ્યક્ષ) છે. ૨૦ થી વધારે ભાષાઓમાં પ્રકાશિત ૩૦૦ થી વધારે પુસ્તકોના રચયિતા અને ૧૭ લાખથી વધારે અભિપ્રાય ધરાવતા યુ-ટયુબ પર સૌથી વધુ જોવાતા આધ્યાત્મિક માર્ગદર્શક છે.
તેમના ભાષણો નિત્યાનંદ ટી.વી. પર તેમજ દ્વિમાર્ગીય વીડીઓ-કોન્ફરન્સ અને દુરદર્શનની આંતરરાષ્ટ્રિય વિવિધ ચેનલો દ્વારા દરરોજ જોવાય છે.પરમહંસ નિત્યાનંદને, કુણ્ડલિની જાગ્રત અને ચૈતન્યના ક્ષેત્રમાં આજે દુનિયાભરમાં,સર્વોત્તમ વિશેષજ્ઞ માનવામાં આવે છે,જેમણે આહારથી પરે અનુસંધાન કરવું. વૃદ્ધાવસ્થા અટકાવવી, ભૌતિક રૂપાંતરણ (Materialization), દુરસંવેદના (Teleportation), હવામાં તરવું (Levitation) અને આધ્યાત્મિક ઉપચારવિધિ (Healing) જેવા યોગિક અભ્યાસોને સફળતાપૂર્વક રહસ્યમુક્ત કર્યા છે.
સંચાલનથી ધ્યાનાવસ્થા, સંબંધોથી કર્મ, સફળતાથી આધ્યાત્મિકતા દરેક બાબતે પ્રબુદ્ધ દૃષ્ટિ ધરાવતાં, એક આધ્યાત્મિક પ્રતિભાસંપન્ન પરમહંસ નિત્યાનંદ વ્યાવહારિક વિદ્વત - સંપન્નતા અને હંમેશને માટે આંતરિક બદલાવની પ્રક્રિયા આપણને આપે છે. વ્યક્તિગત પરિવર્તનનાં કાર્યક્રમો અને અભ્યાસક્રમો, પ્રકાશનો, આધ્યાત્મિક ઉપચારવિધિ અને લોકોપકારક સેવાઓ દ્વારા સમૃદ્ધ કરતી દુનિયાભરની કેટલીક બિન-નફાકારક સંસ્થાઓના આધ્યાત્મિક અધ્યક્ષ છે.
એક વૈશ્વિક લોકોપકારક તરીકે પરમહંસ નિત્યાનંદ વ્યકિતના પરિવર્તન દ્વારા વૈશ્વિક શાંતિને પ્રોત્સાહિત કરવા માટે કાર્યરત છે. તેમના આધ્યાત્મિક મિશનમાં જગતભરના આશ્રમો અને કેન્દ્રો, જે આધ્યાત્મિક પ્રયોગશાળાઓ તરીકે સેવા આપે છે, જ્યાં આંતરિક વિકાસ ગહન છે અને બાહ્ય વિકાસ એ સહજ પરિણામ છે - નો સમાવેશ થાય છે.
દુનિયાભરમાં ધ્યાનાવસ્થા અને વ્યસનમુકિત માટેની શિબિરોનું આયોજન, ગ્રામ્યવિસ્તારમાં બાળકોને આશ્રય અને જરૂરિયાતમંદ લોકોને કૃત્રિમઅંગનું દાન અને મફત દવાઓ માટેની શિબિરો, જેલવાસીઓ માટે ધ્યાનાવસ્થાની શિબિર, પુરગ્રસ્ત વિસ્તારમાં બચાવકાર્ય અને ભૂકંપથી બચવા માટેની વ્યવસ્થા - આ બધાનો સેવા-પ્રવૃત્તિઓમાં સમાવેશ થાય છે.
પરમહંસ નિત્યાનંદ, ભારતીય સંસ્કૃતિ અને વૈદિક પરંપરા વિશે આંતરરાષ્ટ્રિય સ્તરે જાગૃતિ લાવવા માટે ગંભીરતાપૂર્વક વચનબદ્ધ પણ છે. એક પ્રબુદ્ધ રહસ્યવાદી, આધ્યાત્મિક ક્રાંતિકારી, શિક્ષિતયોગી, શક્તિશાળી ઉપચારક (Healer) અને સિદ્ધપુરુષ તરીકે પરમહંસ નિત્યાનંદ દુનિયાભરમાં લાખો લોકો માટે એક પ્રેરક વ્યક્તિત્વ છે.
તેમની પ્રમાણભૂતતા, ગહન અનુભૂતિ તેમજ વ્યવહારિક અને આનંદદાયક- બંને રીતે આધ્યાત્મિક બનવાની તેમની અતુલ્ય ભેટ- તેમના ઉપદેશોને ચોતરફ પહોંચવાની અનુમતિ આપે છે. ઉદાસીનતાથી કેન્સર સુધીની બિમારી ધરાવતા હજારો લોકોને ઘણી વખત એક સ્પર્શમાત્રથી જ ઉપચાર આપેલી છે.દર વર્ષે દુનિયાભરમાં દસ લાખથી વધારે લોકો સાથે આદાન-પ્રદાન કરતાં અને કાર્ય કરતાં પરમહંસ નિત્યાનંદ અને તેમનું મિશન મનુષ્યને આગળની ઉચ્ચ જીવનયાત્રામાં
- અતિમાનસ ચૈતન્યમાં - ડગ માંડવા માટે મદદ કરવા પ્રતિજ્ઞાબદ્ધ છે.
NITHYANANDA
UNIVERSITY
PRESS
- Over 2000 free talks on www.youtube.com/lifeblissfoundation crossing 16 million views. Visit: www.Nithyananda.org
- Live online morning satsangh by Paramahamsa Nithyananda via live streaming at www.Nithyananda.tv and video conferencing, viewed in thousands of places in over 40 countries every day.
- Over 250 e-books available for free online reading: http://lifeblissprograms.org/books
- Over 300 books of Paramahamsa Nithyananda's teachings published in 27 languages. [email Nithyananda University Press: [email protected]]
Ebook ISBN: 979-8-88572-490-6