પ્રકરણ - ૪ ચિંતાઓ વગર જીવવું.
This text was machine-transcribed from the printed book and may contain errors. Select the words and choose “Report a mistake”.
આપણે હવે બીજા 'ચક્ર' વિશે જાણવા જઈ રહ્યા છીએ. 'મણિપુરકા ચક્ર' તે નાભિના વિસ્તારમાં આવેલું છે.
સંસ્કૃતમાં 'મણિપુરકા'નો અર્થ થાય છે. 'રત્નોનું નગર'
આ ચક્ર સતત થતી ચિંતાઓથી બંધ થઈ જાય છે. અને જ્યારે તમે તમારી ચિંતાઓની ચિંતા કરવાનું બંધ કરી દો છો, તે ખીલી જાય છે.
(મેડિટેશનની પધ્ધતિ : મણિપુરકા શુધ્ધિ ક્રિયા - (ખ્રિસ્તી પધ્ધતિ છે.)
આપણે ચિંતા શું છે તેનું વિશ્લેષણ કરીશું.
કોણ કહેશે ચિંતા શું છે ?
(એક સ્ત્રી જવાબ આપે છે) માસ્ટર જ્યારે આપણે ધંધો અથવા બાળકો અથવા તબિયત વગેરેની સમસ્યાઓ વિશે વિચારીએ છીએ, ત્યારે ચિંતામાં પડી જઈએ છીએ.
તમે ચિંતા થવાના કારણો કહો છો. હું તમને ચિંતાના કારણો વિશે નથી પૂછતો. હું તમને 'ચિંતા' શું છે તે પૂછું છું. જોહું તમને કારણો વિશે પૂછીશ તો આ બેઠક ક્યારેય પૂરી નહીં થાય !
તમે બધાજ એક લાંબી યાદી સાથે તૈયાર હશો.
માસ્ટર મારો ધંધો નબળો પડી ગયો છે ..... !
માસ્ટર મને ઘરમાં શાંતિ નથી ..... !
માસ્ટર મને એટલી બધી સમસ્યા છે કે તમે કલ્પના પણ ન કરી શકો ..... !
મને બાળકો નથી તેની ચિંતા છે !
માસ્ટર મારા બાળકો મારી ચિંતા બની ગયા છે !
આપણને બધાને બધો જ સમય ઘણી બધી ચિંતાઓ હોય છે. અને જો આપણને કોઈ ચિંતા નહીં હોય, તો ચિંતા કેમ નથી તેની ચિંતા કરીશું ! આપણે અસલામતી અનુભવવા માંડીએ છીએ. તેથી આપણે શાની ચિંતા કરવી તે વિચારવાનું શરૂ કરી દઈએ છીએ ! હું કહું છું; આ હકીકત છે ! અમુક વૃધ્ધ નિવૃત્ત લોકો મારી પાસે આવીને કહે છે; “માસ્ટર અમારે શું કરવું તે જ સમજાતું નથી. અમારા છોકરાઓ પરણીને ઠરીઠામ થઈ ગયાં છે. તેઓ અમને કશું પૂછતાં જ નથી. અમે જાણતાં નથી અમારે શું કરવું, વિચારવા જેવું કશું જ નથી. જીવવા માટે કોઈ બાબત જ નથી. માસ્ટર અમે શાંતિથી મરવા માંગીએ છીએ.”
તે લોકોને કોઈ ચિંતા નથી, તેથી શું કરવું તેની ખબર પડતી નથી ! એ લોકો પોતાના મનને કાર્યરત રાખવા માટે
પૂરી કોશિશ કરે છે. પરંતુ તેવું તેમને કશું મળતું નથી ! અને તેમના માટે આ નવું છે. કારણ કે તેઓ અત્યાર સુધી અમુક ચિંતાઓ કે બીજા કશાકમાં, એક અથવા બીજા વિચારોમાં સતત અટવાયેલાં રહ્યાં છે.
ચિંતાની વ્યાખ્યા કરતાં પહેલાં હું તમને એક વાત કહેવા માંગુ છું કે, આપણી ગમે તે સંસ્કૃતિ હોય, નાણાંકીય સ્થિતિ હોય, ઉંમર હોય અથવા બીજું કાંઈપણ હોય, આપણા બધામાં એક વાત સામાન્ય છે અને તે છે ચિંતા !
જો હું તમને પૂછીશ કે; તમે ચિંતા શું કામ કરો છો ? તો તમે ઘણાં બધાં કારણોની યાદી આપી દેશો. તમે હંમેશા એવું વિચારો છો, કે ચિંતા બહારની બાબતોને કારણે થાય છે. તમે હંમેશા બહારની દુનિયામાં, તમારી આસપાસના માણસો, ઉપર તમને ચિંતા કરાવવાનો આક્ષેપ મુકશો.
જરા વિચારો; જો ચિંતાનું કારણ બહારનું હોય તો કમ સે કમ એક વ્યક્તિ તો આ બધાં કારણોને દૂર કરીને ચિંતામુક્ત થઈ શક્યો હોત. દરેકને ચિંતાઓ હોય છે.
આનું કારણ એ છે કે, આપણે બધાં જ એવું વિચારીએ છીએ કે ચિંતાનું કારણ બહાર છે. હકીકતમાં ચિંતાનું કારણ આપણી અંદર જ ઉંડાણમાં પડેલું હોય છે. આ સત્ય છે. આ જ કારણે દરેકને એક યા બીજી ચિંતા દરેક સમયે રહે છે.
આપણે પ્રશ્ન પર પાછા આવીએ; ચિંતા શું છે ?
જો તમારી અંદર નજર કરશો તો તમને જણાશે કે ચિંતા પરિસ્થિતિને તમે આપેલા પ્રતિભાવ સિવાય બીજું કશું જ નથી. કોઈપણ પરિસ્થિતિ તમને ચિંતા કરાવશે કે નહીં, તેનો સંપૂર્ણ આધાર તમે પરિસ્થિતિ સામે કેવી પ્રતિક્રિયા કરવાનું પસંદ કરો છો તેના પર આધારીત હોય છે. અને ચિંતા તમારી અંદર ચાલતી કાયમી ગપશપ બની ગઈ છે, જે તમને કાયમ અસ્વસ્થ રાખે છે.
દાખલા તરીકે, ધારો કે તમારા મિત્રને નવી નોકરી મળે છે. અને તમારી પાસે આવીને ખૂબ જ ઉત્સાહથી તેને મળતાં પગાર અને બીજા ફાયદાઓની વાતો કરે છે. તમે શું પ્રતિક્રિયા આપશો ? અજાગૃતપણે તમારા મનમાં અર્થહીન બબડાટ ચાલુ થઈ છે.
તમે વિચારવા માંડશો, “અરે તેને નવી નોકરી મળી ગઈ. તે ઘણા બધા ફાયદા અને આનંદ ઉઠાવી રહ્યો છે. મારું શું ? મારી પત્ની જ્યારે મારા મિત્રને મળેલો પગાર અને ફાયદાઓ વિશે જાણશે ત્યારે શું કહેશે ? આ માણસને તેને ન મળવા દેવો એ જ સારું છે. નહીંતર હું મુશ્કેલીમાં મુકાઈ જઈશ. મારે બીજી સારી નોકરીની તપાસ ચાલુ કરી દેવી જોઈએ ? જો નહીં મળે તો શું થશે ? મારા માટે કોઈપણ રીતે, કંઈપણ સારું બનતું જ નથી.
આ ચિંતા છે !
તમે જ્યારે બહારના ચોકઠાંનો આશ્રય લઇને તેના સંદર્ભમાં સતત તમારી જાતને મૂલવો છો અને તે બાબતમાં તમારા મનમાં જે આંતરીક બબડાટ કાયમ ચાલ્યા કરે છે, તે ચિંતા છે. અને સમય જતાં તે તમારો સ્વભાવ બની જાય છે.
હું મારો પડોશી જેટલું કરે છે તેટલું કરી શકું છું ?
હું મારા બોસને પ્રભાવિત કઈ રીતે કરી શકું ?
મારા છોકરાંઓ શું વિચારશે ?
બધો જ સમય આપણને બીજાની મંજુરીની જરૂર પડે છે. પછી તે કુટુંબ હોય, કામ હોય કે પછી સમાજ હોય. અને આપણી ચિંતાનો આ જ મોટો ભાગ હોય છે. આપણી આખી જીંદગી, બીજા પાસેથી પ્રમાણપત્રો મેળવવાની પ્રવૃત્તિ સિવાય બીજું કશું જ નથી. જો બીજા લોકો તમને-સારો પતિ, સારો કર્મચારી, સારો પાડોશી વગેરે જેવાં પ્રમાણપત્રો આપવાનું ચાલુ ન રાખે, તો આપણને ચિંતા થવા લાગે છે કે આપણી જીંદગી નકામી થઈ ગઈ છે.
આપણે આપણું વ્યક્તિત્વ ફક્ત બીજાઓએ આપેલાં પ્રમાણપત્રોને આધારેજ ઘડીએ છીએ. આપણે બધાંએ આપણી જાતમાં વિશ્વાસ રાખવાનું બંધ કરી દીધું છે. અને આજ સૌથી મોટી સમસ્યા છે.
આપણે જ્યારે નાના બાળક હોઈએ છીએ, ત્યારે આપણે આપણી પોતાની જાતમાં જ કેન્દ્રીત હોઈએ છીએ. તમે ક્યારેય નાના બાળકને એવી ચિંતા કરતું જોયું છે, કે લોકો તેને માટે શું વિચારે છે ? ના ! બાળકને જોવું કેટલું આનંદદાયક છે ! કારણ કે તે ચિંતા મુક્ત હોય છે. અને એ જે કરતું હોય છે તે સમગ્રપણે કરતું હોય છે. કારણ કે તેના વિશે બીજા લોકો શું કહેશે તેની ચિંતા તેને હોતી નથી.
આપણે જેમ જેમ મોટાં થતાં જઈએ છીએ, સમાજ પોતાના વિચારો સતત આપણા મનમાં ભરતો જાય છે. સમાજ આપણને બીજાના અભિપ્રાયો અને વિચારની સાથે આપણી જાતની મુલવણી કરવાનું શીખવે છે. મા-બાપ, શિક્ષકો, મિત્રો અરે અજાણ્યા લોકો પણ સતત આપણને આવું શિક્ષણ આપતાં રહે છે. સમાજ આપણને આપણી દરેક પ્રક્રિયા અને શબ્દો માટે બીજાના પ્રમાણપત્રો અને ટેકા માટે આધારીત બનાવી દે છે. માટે જ આપણે સતત, બીજા લોકો આપણા માટે શું કહેશે તેની સદાય ચિંતા કર્યા કરીએ છીએ.
તમે જ્યારે કોઈ બાબતની ચિંતા કરો છો, ત્યારે તમને લાગે છે કે તમે તમારી જાતને કોઈ ચોક્કસ, વિરોધી કામગીરી બાબતે મુલવતા હો છો. તેથી ચિંતાઓ કરવાથી તમારા જીવનને દિશા મળે છે. ચિંતા વગર તમને એવું લાગે છે કે એવી કોઈ ધરી જતી રહી છે, જેની આસપાસ તમે ફરી શકો. માટે આપણે હકીકતમાં આપણી ચિંતાઓના પ્રેમમાં પડી જઈએ છીએ !
એક નાની વાર્તા :
ત્રણ માણસો એક ટાપુ પર દુઃખી હાલતમાં રહેતા હતાં. તેઓ એ પણ જાણતા નહોતા કે તેઓ કેટલા વરસોથી અહીંયા જ છે.
ઓચિંતા જ કીનારે તેમણે એક બોટલ તણાઈને આવેલી જોઈ, તેમણે તરત જ તેને પકડી લીધી.
તેમણે તેના ઢાંકણા ઉપર હાથ ઘસ્યો અને એકાએક તેમાંથી એક જીન પ્રગટ થયો. તેઓ આઘાત પામી ગયા.
જીને તેમને કહ્યું; “મને આ બોટલમાંથી મુક્ત કરવા બદલ આભાર, તમારામાંથી દરેક જણ પોતાની એક ઈચ્છા પ્રગટ કરી શકે છે. જેને હું પુરી કરી આપીશ.”
ત્રણે જણ ખૂબ જ ઉત્સાહમાં આવીને ઉત્તેજીત થઈ ગયા. અને થોડી વાર વિચારવા લાગ્યા.
પહેલા માણસે કહ્યું; “હું મારી પ્રેમીકા સાથે લગ્ન કરવા માંગુ છું અને ખુશીથી જીવવા માંગું છું.”
જીને કહ્યું; “તારી ઈચ્છા પૂરી થશે.”
પહેલો માણસ ટાપુ પરથી અદ્રશ્ય થઈ ગયો અને જીને બીજા માણસ સામે જોયું.
બીજા માણસે કહ્યું; “હું ખૂબ જ શ્રીમંત વેપારી બનવા માંગુ છું.”
જીને કહ્યું; “તારી ઈચ્છા પૂરી થશે.”
બીજો માણસ અદ્રશ્ય થઈ ગયો. અને જીને ત્રીજા માણસને તેની ઈચ્છા પૂછી.
ત્રીજા માણસે કહ્યું; “મારા બે મિત્રો સાથે વરસો થી હું રહ્યો છું મને તેમની ખોટ સાલશે. મારે અહીં જ તેમની સાથે જ રહેવું છે.”
જીને કહ્યું; “તેમજ થશે” જીન પેલા બે માણસોને પાછા બોલાવીને જે હાલતમાં ત્રણે હતા તે જ હાલતમાં ત્યાં છોડીને અદ્રશ્ય થઈ ગયો.
ટાપુ પર ઘણાં વરસ દુઃખી થયા પછી પણ માણસ નવી જીંદગી માટે તૈયાર નહોતો. તે ટાપુની જીંદગી સાથે એટલો બધો બંધાઈ ગયો હતો ! હું જ્યારે, આપણે ચિંતાઓના પ્રેમમાં પડી ગયા છીએ, તેમ કહું છું ત્યારે મારો કહેવાનો અર્થ આ હોય છે. આપણે ફરિયાદ કરીએ છીએ કે બહારની બાબતો આપણને દુઃખી કરે છે. પરંતુ આપણે તેની સાથે જોડાઈ ગયા છીએ. હું જ્યારે કહું છું કે; તમે તમારી ચિંતાઓના પ્રેમમાં પડી ગયા છો, ત્યારે તમારા માનવામાં નથી આવતું. પરંતુ એ હકીકત છે.
લોકો આવીને મને કહે છે કે; “મારો ધંધો દિવસે દિવસે બગડતો જાય છે.માસ્ટર ! મેં ખૂબ જ મોટું નુકસાન સહન કર્યું છે. અને મને લાગે છે આવતા મહીને હજુ આનાથી વધારે ખરાબ હાલત થવાની છે.”
હું તેમને પુછું છું; “તમે જ્યારે આ બધું જાણો છો, તો પછી અત્યારે જ ધંધો બંધ કેમ નથી કરી દેતાં ? તમારે શું કામ સહન કરવું જોઈએ ?”
પરંતુ તેમને આઘાત લાગે છે.
તેમને માનવામાં ન આવ્યું હોય તેમ પૂછે છે; “તમે કેવી વાત કરો છો માસ્ટર ? પછી હું શું કરીશ ?”
ચિંતા કરવાનું કારણ ન હોય તો તમારો અહમ્ તેનું અસ્તિત્વ ગુમાવી દે છે. તેથી તમે દુઃખી હાલતમાં રહેવાનું પસંદ કરો છો. તમે જ્યારે ચિંતામાં હો છો ત્યારે તમને એવું લાગે છે કે તમે કંઈક છો. તમને લાગે છે, તમે સ્થૂળ રૂપે અસ્તિત્વ ધરાવો છો. કારણ કે તમે ચિંતાઓના ઉકેલ લાવો છો અને સતત તેના વિશે વિચારો છો.
જેવા તમે આ સતત થતી ચિંતામાંથી મુક્ત હો છો ત્યારે તમે દિવ્ય આનંદમાં હો છો. પરંતુ આ સ્થિતિમાં તમે હોતાં જ નથી ! તમને કાર્યરત રાખવા માટે કોઈ બાબત હોતી જ નથી. કંઈ પણ ઉકેલવાનું હોતું જ નથી. તમને અસલામતી લાગે છે કે તમારું અસ્તિત્વ જ નથી. ચિંતા મુક્ત સ્થિતીનો આનંદ લેવા માટે તમારે તમારા સ્થૂળ અસ્તિત્વની ઈચ્છાને, અહમ્ને ત્યાગવા પડે છે. અને ચિંતા બાબતમાં સૌથી પહેલાં એક વાત; ચિંતા, તમારા મનને ખોરાક આપવા માટે અને તેને કાર્યરત રાખવા માટે તમે પોતે લીધેલો નિર્ણય છે. અને આમાં સૌથી ઉપરની વાત; દરેક
વ્યક્તિ એમ જ વિચારે છે કે ફક્ત "તેને જ ઢગલા બંધ ચિંતાઓ છે અને પોતે એકલો જ અતિશય દુઃખી છે. જ્યારે બીજા બધાં જ ખુબ જ સુખી છે ! વિચિત્ર વાતતો એ છે કે દુનિયાની દરેક વ્યક્તિને એવું લાગે છે કે તે એકલો જ ખૂબ જ કમ નસીબ છે. દુઃખી છે ! આ કેવી રીતે શક્ય બને ?
એક નાની વાર્તા :
એક રાજાને જાણવા મળ્યું કે તેના રાજ્યના બધાજ લોકો હતાશામાં ડૂબી ગયા છે. કારણ કે દરેક વ્યક્તિને એવું લાગે છે કે તેને સૌથી વધુ ચિંતા છે અને બીજા લોકને બિલકુલ ચિંતા નથી.
રાજાએ ઢંઢેરો પીટાવ્યો કે લોકોએ પોતાની ચિંતાની અદલા બદલી કરી નાંખવી. પોતાની મોટી ચિંતાઓ આપી જવી અને બીજાની નાની ચિંતાઓ લઈ જવી. આ માટે એક દિવસ જાહેર કરવામાં આવ્યો.
એક મોટા મેદાનમાં ચિંતાઓ નાંખવા માટે મોટું વાસણ તૈયાર રાખવામાં આવ્યું. એવું જાહેર કરવામાં આવ્યું કે જેનેપોતાની ચિંતા બદલવી હોયતે આ વાસણમાં પોતાની મોટી ચિંતા નાંખી દે અને તેને જે ગમે તે નાની ચિંતા તેમાંથી લઈ લે. શરત એટલી જ હતી કે જેટલી મોટી ચિંતાઓ નાંખે તેટલી નાની ચિંતાઓ તો લેવી જ.
આ પ્રસંગ માટે રાજ્યના બધા જ પ્રજાજનો ભેગા થઈ ગયા. અને એક બીજાની સાથે એક બીજાની ચિંતાઓ વિશે વાતો કરવા લાગ્યા.
લાંબો સમય પસાર થયા પછી જાહેર કરવામાં આવ્યું કે, સૌ પોતપોતાની મોટી ચિંતા વાસણમાં નાંખી દે અને નાની લાગે તે ચિંતા લઈ લે.
ઘણો સમય પસાર થઈ ગયો પણ એકેય વ્યક્તિ પોતાની ચિંતા વાસણમાં નાંખવા માટે આગળ વધી નહીં !
આપસમાં લાંબા સમયની ચર્ચા પછી દરેકને એવું લાગ્યું કે બીજાઓની ચિંતાઓ કરતાં તેમની પોતાની ચિંતાઓ વધારે સારી હતી !
હું તમને કહું છું. મોટા ભાગે આપણે હકીકતોનાં મૂળ સુધી ગયા વગર જ હવામાં વાતો કરતાં હોઈએ છીએ. જો આપણે આપણી કહેવાતી ચિંતાઓના તળીયા સુધી તપાસીએ, તો આપણે સમજી શકીએ કે આપણે દરેક બાબતને અનેક ગણી મોટી બનાવી દઈએ છીએ. જે હકીકતમાં એટલી બધી ખરાબ હોતી નથી.
ચાલો આપણે હવે, તમે જ્યારે ચિંતા કરો છો ત્યારે હકીકતમાં તમારા મનમાં શું બને છે તેનું વિશ્લેષણ કરીએ.
તમે જ્યારે કોઈ બાબતની ચિંતા કરતા હો ત્યારે તમારા મનનું નિરીક્ષણ કરજો.
તમને જણાશે કે તમારા મનમાં વિચારોનો પ્રવાહ સતત વહ્યા કરે છે. સંપૂર્ણ પણે એક બીજાથી સંબંધ વગરના વિચારો અને સામાન્ય રીતે નકારાત્મક વિચારો. તમારા મનમાં કરંટની જેમ નકારાત્મક અને એક પછી એક શબ્દોનો પ્રવાહ સતત ચાલ્યા કરે છે.
તમે જો જો, આપણે બે પ્રકારની વાતચીત કરતાં હોઈએ છીએ. બહાર વાત કરવી અને મનમાં વાત કરવી. બહાર
વાત કરવી એટલે, આપણે જે બીજાઓ સાથે વાતોનું, વિચારોનું આદાન-પ્રદાન કરીએ છીએ તે, અંદર વાત કરવી એટલે આપણાં મનમાં આપણી સાથે વાતો કરીએ છીએ તે. હકીકતમાં આ અંદરની વાતચીતની પ્રક્રિયા સતત આપણી અંદર ચાલતી જ રહે છે. આ અંદરનો જે બબડાટ છે, તેને જ ચિંતા કહેવાય છે.
તમારા મનમાં સતત બેકાબુ બનીને ચાલી રહેલાં આંતરીક વાર્તાલાપ સિવાય, ચિંતા બીજું કશું જ નથી. આ બબડાટ તમારો ગુરુ બની ગયો છે. એણે તમારા પર કાબુ મેળવી લીધો છે. તે બધો જ સમય ચાલ્યા કરે છે.
બહાર તમે જે કાંઈ બોલો છો, તમે કાળજી પૂર્વક બોલો છો. કારણ કે જો તમે તેમ ન કરો તો સમાજને જવાબ દેવો પડે છે. ખરું કે નહીં ? પરંતુ તમારી અંદરની વાતચીતને કોઈ પ્રકારનું નિયંત્રણ હોતું નથી. તમે જે શબ્દો બહાર બોલો છો તેની તીવ્રતા ઘટાડવા વોલ્યુમ સ્વીચ હોય છે. આ વેલ્યુમ સ્વીચ વગર શબ્દોને નિયંત્રિત કઈ રીતે કરી શકાય ?
તમે તમારી અંદર જે બોલો છો, તમે તેનું નિયંત્રણ કરતાં નથી, કારણ કે તમને તમારી જાત પ્રત્યે માન હોતું નથી. તમને જે મનમાં આવે તે તમે તમારી અંદર કહી દો છો. આપણે જમવાની થાળીમાં ક્યારેય કચરો ફેંકીએ છીએ ? ના, આપણે તેને કચરા ટોપલીમાં નાંખીએ છીએ. તમે બીજાની જમવાની થાળીનું ધ્યાન રાખો છો અને તમારી જાતને કચરા પેટી સમજો છો. આને લીધે જ તમને અપચો થઈ જાય છે.
બહારની વાતચીતમાં તો ક્યારેક અટકાવ પણ આવે છે. આ અંદર નો બબડાટ સતત ચાલ્યા જ કરે છે. એ તમને પાગલ બનાવી શકે છે ! હકીકતમાં ઘણીવાર બીજાઓ સાથે બહાર વાતો કરવાથી, તમે તમારા આંતરીક બડબડાટને લીધે પાગલ થવામાંથી બચી જાવ છો. આ કારણે જ દુનિયામાં આટલું બધું બોલવાનું વધી ગયું છે. લોકો શાંત રહેવાથી ડરે છે. કારણ કે તેમની અંદર પાગલખાનું હોય છે. તેથી લોકો ભેગાં થાય છે, સામાજીક બને છે. વાતો કરે છે અને તેમની જાતને રોકાયેલી રાખે છે.
આપણાં માટે આ આંતરીક બબડાટનો ચોક્કસ મતલબ શું છે ?
તમે જ્યારે એકલા હો, ત્યારે આ એક નાની કસરત કરજો. થોડી મિનિટો માટે તમારી આંખો બંધ કરીને બેસી જજો. પેન અને કાગળ સાથે રાખજો. તમારા મનને કોઈ વસ્તુ પર કેન્દ્રીત ન કરતાં. તમારા મનના ફકત સાક્ષી બની જજો. જો જો તમારા મનમાં શું થઈ રહ્યું છે. મોટેભાગે તમે જેવી આંખો બંધ કરશો, એટલે તરત જ તમે જોશો કે વિચારોનો પ્રવાહ સતત તમારા મનમાં વહી રહ્યો છે. તમારા મનમાં સતત પ્રવૃત્તિ ચાલી રહી છે. જે જે વિચારો આવે તેને પ્રામાણિકતાથી લખતા જાવ. પાંચ મિનિટ માટે આ કરો.
હવે તમે કાગળ જે પર લખ્યું છે તે વાંચો. તમે આઘાત પામી જશો. તમે જે કંઈ કાગળ પર નોંધ્યું હશે તે તમારો આંતરીક બબડાટ છે. તમને વાંચતા જણાશે કે, તમારા વિચારો કેવા અસંબંધિત છે. કેટલા અપ્રસ્તુત છે ! એક ક્ષણ માટે તમે અહીં હશો, તો બીજી ક્ષણે અમેરીકા હશો. પછીની ક્ષણો તમારી ઓફિસમાં હશો તો; તો બીજી ક્ષણે વળી તમારા બાળકો વિશે વિચારતા હશો ... ! તમારા મનની આ સ્થિતિ છે - આ બેકાબુ વિચારોનો પ્રવાહ- આ તમારું મન છે. જેને ભરોસે તમે જીવો છો ! આ મન જ તમારી બધી ચિંતાઓ પેદા કરે છે. જો તમે આટલું જ સમજી જાવ તો, તમારા આંતરીક બબડાટ અને ચિંતાનોમાંથી સ્વતંત્ર થવા માટેની છલાંગ લગાવી શકો છો.
એક નાની વાર્તા :
એક દિવસ રસ્તા પર એક અકસ્માત થઈ ગયો.
લોકો ભેગા થઈ ગયા. અને જોયું કે એક નવી કાર દિવાલ સાથે અથડાઈને છૂંદો થઈ ગઈ હતી.
તેમણે ડ્રાઈવરને પૂછ્યું; “સાહેબ, જો તમને બરાબર ગાડી ચલાવતાં આવડતી નથી, તો પછી ગાડી શું કામ ચલાવો છો?”
માણસે જવાબ આપ્યો; “અલબત્ત મને ગાડી ચલાવતાં આવડે છે. મને ફક્ત તેને કેમ રોકવી તે નથી આવડતું !”
માણસને ચલાવતા આવડતું હતું; પરંતુ રોકતા નહોતું આવડતું. તમે પણ વાહન ચલાવો છો. પણ તમને રોકતાં નથી આવડતું. અને આ ખુબજ જોખમી બાબત છે. તમારું મન વાહન જેવું છે. તેને કેમ રોકવું તે તમને આવડતું નથી. તમારા આંતરીક બબડાટને રોકવાની કોશિશ કરો ફક્ત થોડી સેકંડો માટે ...
તમે રોકી શકો છો ?
તમે જ્યારે તેને રોકો છો ત્યારે વિચારો બેકાબુ બનીને વધારે પ્રમાણમાં ઘસી આવે છે. કારણ કે તમારા મનમાં એક વધારાનો વિચાર ઉમેરાય છે. તમારે વિચારોને રોકવા છે !
તમે તમારા મનને ચલાવતાં નથી - તમારું મન તમને ચલાવે છે ?
ચિંતા ને સમજવા માટે આપણે આપણાં મનને ઊંડાણ પૂર્વક સમજવાની જરૂર પડે છે. ચિંતા મન દ્વારા થાય છે. મન દ્વારા જ તેને બહાર કાઢી શકાય છે. પરંતુ આપણે આનો જવાબ બીજી બધી જગ્યાઓ પર શોધીએ છીએ. આપણે ચિંતાનું મૂળ આપણા મનમાં અંદર જઈને શોધવાને બદલે કાયમ બહાર જ શોધ્યા કરીએ છીએ. આપણે વિચારીએ છીએ; “જો મારી પાસે હજુ વધારે પૈસા હોત તો, મારી બધી ચિંતાઓ પુરી થઈ જાત ! જો મારો દેખાવ વધારે સુંદર હોત તો ... ! જો મારી પાસે વધારે સારી નોકરી હોત તો ... ! જો ... જો ... જો ... !
ચિંતાનો ઉકેલ બહારની બાબતોમાંથી ક્યારેય મળતો નથી. તે આપણી જાતની અંદરથી જ મળી શકે છે.
એક વાર્તા :
બુધ્ધને દસ હજાર શિષ્યો હતા. જેમને તેઓ રોજ સવારમાં પ્રવચન આપતા હતા.
એક દિવસે બુધ્ધ મજબૂત રીતે ગાંઠ મારેલી એક દોરી લાવ્યા અને શિષ્યો સામે ધરીને કહ્યું; “તમારામાંથી કોઈ આ ગાંઠ ઉકેલી શકશે ?”
શિષ્યોએ આવીને ગાંઠને ખેંચી. દબાવી પણ તેને ખોલી શક્યા નહીં.
પછી એક બુદ્ધિશાળી શિષ્ય આવ્યો. ગાંઠનું ધ્યાનથી નિરીક્ષણ કર્યું અને સરળતાથી ખોલી નાંખી.
તમારે ગાંઠનું નિરીક્ષણ કરવાનું છે કે તેને કઈ રીતે અને શું કામ મારવામાં આવી છે. અને એક વખત તમને ખ્યાલ આવી જાય, પછી તમારે ફક્ત ગાંઠ મારતી વખતે જે પ્રક્રિયા કરવામાં આવી હોય તેથી ઊંધી ક્રિયા કરવાની છે. તમે સરળતાથી ગાંઠ ખોલી શકો છો. આવું કરવાને બદલે તમે તેને ખેંચો અને દબાવો, તો તમે ક્યારેય ગાંઠને ખોલી નહીં શકો. ઉપરથી તે વધારે મજબૂત બની જશે.
આપણી સમસ્યાઓ બાબતમાં આવું જ બને છે. તમે જે સમસ્યાઓ, રોગો, લાગણીઓમાંથી નીકળવા માટે મથો છો, એ બધી તમારી સિસ્ટમમાં પડેલી ગાંઠો સિવાય કશું જ નથી. એક બાબત તમે સ્પષ્ટતાથી સમજી જાવ કે આ ગાંઠો કઈ રીતે પેદા થઈ છે, તો પછી તેને ખોલવા માટેના યોગ્ય પગલાં તમે લઈ શકો છો.
ચિંતા ‘મણિપૂરક’ ચક્ર સાથે ગાઢ રીતે સંબંધિત છે. આ ચક્ર નાભિ વિસ્તારમાં આવેલું છે. નકારાત્મક વિચારો મણિપૂરક ચક્ર પર સીધો હુમલો કરે છે.
એક નાનું પરીક્ષણ કરજો. તમને જ્યારે એવું લાગે કે નકારાત્મક વિચારો આવવા લાગ્યા છે. તમે તેની અંદર જોજો તે ક્યાંથી ઉદ્ભવી રહ્યા છે. તમને ખ્યાલ આવશે કે તે હંમેશા નાભિમાંથી ઉદ્ભવે છે.
તમે જ્યારે પણ ચિંતા અનુભવો છો, જ્યારે એવી સ્થિતિ આવે છે કે જેને તમે સરળતાથી સંભાળી શકતાં નથી, ત્યારે તેની સૌથી પહેલી અસર તમારા નાભિ વિસ્તાર પર થાય છે. તમારી હોજરી પર થાય છે. તમને તમારી હોજરીમાં ભારનો અનુભવ થાય છે. માટે જ આપણે હંમેશા કહીએ છીએ; “હું આ પચાવી નહી શકું” મારાથી આ વાત હજમ નહીં થાય.” આવી બાબતમાં દુનિયાની દરેક ભાષામાં આ જ અર્થમાં આ શબ્દો વ્યક્ત થાય છે. આ વૈશ્વિક છે. સતત થતી ચિંતા આપણું ‘મણિપૂરક ચક્ર’ બંધ કરી દે છે.
તો આ ચક્રને ખોલવાનો રસ્તો શું છે ? આપણે આ ચક્રને સારી સ્થિતિમાં કઈ રીતે રાખી શકાએ ? તમે શું વિચારો છો ? તમે મને કહો.
“માસ્ટર આપણે કોઈપણ પરિસ્થિતિમાં ચિંતા ન કરવી જોઈએ”
જરા તમારી જાતને ચિંતા ન કરવાનું કહેવાનો પ્રયત્ન કરો. શું થશે ? તમે એક વધારે ચિંતા પેદા કરશો, મારે ચિંતા નથી કરવી. ચિંતા અટકાવવાનું ક્યારેય ન કહો. તે બિલકુલ અશક્ય છે. એક જ વાત બની શકે, તમારી ચિંતાઓની ચિંતા કરવાનું છોડી દો !
ચિંતાઓની ચિંતા ન કરવાનું કહેવાનો મારો મતલબ શું છે ? ચિંતાઓને ફક્ત જોયા કરો, તેનાથી વ્યગ્ર ન બની જાવ. તમે જ્યારે ચિંતાઓને વારંવાર દોહરાવો છો અને પછી તેની ચિંતામાં જ ધકેલાઈ જાવ છો, ત્યારે ચિંતા હકીકતમાં તેનાં મૂળીયા નાંખી દે છે. ચિંતાઓની ચિંતા કરવાનું કહેવાનો મારો મતલબ આ છે. બસ તેને થવા દો. તેને જીવન આપવાનું શરૂ ન કરો. તમે માંસ અને લોહી આપીને તેને ખોરાક પૂરો ન પાડો.
તમે જ્યારે તમારા મનને કાબુમાં રાખવાનું કહો છો, નકારાત્મક વિચારો નહીં કરવાનું કહો છો, ત્યારે, તે દોરીની ગાંઠને મજબૂત કરવા જેવું છે. તમારું મન વધારે તણાવગ્રસ્ત થઈ જાય છે અને સંકોચાઈ જાય છે. આ તમને ગાંઠ ખોલવામાં ક્યારેય કોઈપણ રીતે મદદરૂપ થઈ શકે નહીં.
તમે જ્યારે દમન કરો છો, ત્યારે આ દમિત થયેલી યાદો સીધી જ તમારા મણિપૂરક ચક્ર તરફ જાય છે. જ્યારે મણિપૂરક ચક્ર આવી યાદોથી ઝેરી થઈ જાય છે. ત્યારે તમારી ક્રિયાઓ અજાણતા જ આક્રમક બની જાય છે. જેમકે
કશુંક પકડીને ખેચવું. વસ્તુઓની તોડફોડ કરવી. તમારા શરીર સાથે ખરાબ વર્તન કરવું.તમારી જાત સાથે અને બીજા સાથે લડવું. વગેરે વગેરે.
આ બધી દમિત યાદોની અભિવ્યક્તિ છે. માટે જ લોકો કહે છે કે તેમનું પેટ ગુસ્સાથી બળી રહ્યું છે. અથવા તમને પેટમાં ભારનો અનુભવ થાય છે. તમારી અંદર અતિશય પ્રમાણમાં દબાયેલો ગુસ્સો પડેલો છે. તેથી તમારામાં અતિશય પ્રમાણમાં નકારાત્મકતા છે. જે વધારેને વધારે નકારાત્મતા પેદા કર્યા કરે છે.
નકારાત્મકતા શું છે ?
ધારોકે કોઈ કારણોસર તમે ધંધામાં નિષ્ફળ જાવ છો. તમે કેવી પ્રતિકાય કરશો? તમે ધંધામાં નિષ્ફળ ગયા છો એટલે ઉદાસ બની જશો; ત્યાં સુધી બરાબર છે. તમે ત્યાંજ અટકી નહીં જાવ; તમે નાસીપાસ થઈ જાવ છો. ગુસ્સે થઈ જાવ છો અને બધા જ પ્રકારની વાતોને તમારા મગજમાં પ્રવેશવા દો છો.
આ મારો ખરાબ સમય ચાલી રહ્યો છે !
હું જે કંઈ પણ કરૂં છું, તેમાં નિષ્ફળ જ જાવ છું.!
હું દરેક વખતે આવો કમનસીબ શા માટે હોઉં છું ?
મારે શું કરવું જોઈએ ? અને આવું બધું !
આ જ નકારાત્મકતા છે; આજ ચિંતાનું મૂળ છે. આપણી ચિંતા બાબતની ૯૯% ચિંતાઓ ક્યારેય સાચી હોતી નથી. ૯૯% આપણી ચિંતાઓ સંપૂર્ણ પણે અકારણ હોય છે. ધીરેધીરે આ નકારાત્મક અભિગમ, આ નકારાત્મક આંતરીક બબડાટ તમારી જાતમાં કાયમી સ્થાન ગ્રહણ કરી લે છે અને પછી તમે જે કંઈપણ કરો છો, તેમાં નકારાત્મકતા જ જોતા થઈ જાવ છો. અને તમે તમારી અંદર મજબૂત થયેલી બાબતોથી બિલકુલ અજાણ હો છો. આ જ સૌથી મોટું જોખમ છે. હકીકતમાં તમારી સિસ્ટમની અંદર ઘર કરી ગયેલી આ બાબતમાંથી, તમને જાગૃત કરવા એ ઘણું કઠીન કામ છે. કારણ કે એ તમારો સ્વભાવ બની ગયો છે. તમે તેને તમારાથી અલગ જોઈ શકતાં નથી. તમે તેનો જ ભાગ બની ગયા છો.
આ નકારાત્મક અભિગમનું તબીબી નામ ડીપ્રેશન-હતાશા છે. અમુક લોકો ઓછાં હતાશ હોય છે, અમુક લોકો વધારે હતાશ હોય છે. બસ આટલું જ. તમે આ બબડાટને જેટલો વધારે તમારા પર સવાર થવા દો છો એટલા તમે વધારે હતાશ થાવ છો. જે લોકો ઓછાં હતાશામાં હોય છે, તેઓ એ વખતે તેનો ઓછો અનુભવ કરે છે અને જે લોકો વધારે પ્રમાણમાં હોય છે, તે વધારે અનુભવે છે. પરંતુ અનુભવતો બન્ને કરે જ છે.
માટે હતાશા કે નકારાત્મકતા, નકારાત્મક વિચારોના સંગ્રહ સિવાય કશું જ નથી. જે તમે તમારી જાત સાથે વાત કરવા માટે વાપરો છો. અને એક વખત તમે તમારા મનમાં આવા વિચારોને પ્રવેશવા દો છો પછી તે તમારી દરેક નાની નાની નિષ્ફળતાઓ સાથે આવવા લાગે છે. તે તમારા આ અભિગમને બળ પુરું પાડવાનું ચાલુ રાખે છે. આખરે ચિંતા બળવાન આદત છે.
પરંતુ તે પડેલી આદત છે. એટલે તમે તેને બીજી આદતોની જેમ જ લાત મારીને દૂર કરી શકો છો. પરંતુ તમે તેને એક આદત તરીકે વિચારતા નથી; તમે એવું વિચારો છો કે એ મજબૂત અને ગંભીર વાસ્તવિકતા છે. આ જ સમસ્યા છે. એટલે જ તમે તેને લાત મારીને છોડી શકતા નથી.
મન એક નોંધણી કરતું અદ્ભૂત યંત્ર છે. તે તમારા નકારાત્મક વિચારોની તરેહોનો સંગ્રહ કરે છે. તે તમારા ભૂતકાળના અનુભવોથી બંધાયેલી ગ્રંથિઓનો સંગ્રહ કરે છે. તમારી ચિંતાઓનો સંગ્રહ કરે છે. તમે મનને જે કંઈ શીખવો છો તેને તે શીખીને વફાદારીપૂર્વક પુનરાવર્તન કરે છે. આ રીતે તમે તમારી નકારાત્મક માનસિકતાનું સ્વરૂપ બનાવો છો. માટે તમારાં મનને કંઈપણ કહેતાં પહેલાં ખૂબ જ સાવચેત રહો. આપણે બીજાને કંઈપણ કહેતી વખતે ખૂબ જ સચેત રહીએ છીએ, પણ આપણી જાતની અંદર વાત કરતી વખતે ક્યારેય પુરું ધ્યાન નથી આપતાં.
જેવી રીતે ખાવાની નબળી આદતો તમારી ધમનીઓમાં કોલેસ્ટ્રોરોલ જમા થવાનું કારણ બને છે, તેવી જ રીત સતત થતી ચિંતા તમારી જાતમાં ચિંતાઓને કાયમ માટે મજબૂત બનાવે છે. કોલેસ્ટ્રોરોલ જે રીતે તમારી ધમનીઓમાં રૂકાવટ બને છે, તેવી જ રીતે ચિંતાઓ તમારી શક્તિને બહાર લાવવામાં રૂકાવટ બને છે.
અમુક સમય પછી ચિંતા તમારા સ્વભાવનો જ ભાગ બની જાય છે; તમારી અજાગ્રત ક્રિયા બની જાય છે. તમે જો ચિંતાનું કારણ દુર પણ કરી દો, તો પણ તમારો મુડ નીચો રહે છે. શા માટે ? કારણ કે વરસોથી તમે અંદર દબાવી દીધેલી તમારી બધી જ ચિંતાઓ, તમારા બધો જ ગુસ્સો, તમારી જાતની અંદર અદ્રશ્ય સ્તરોમાં ત્યાં હજુ પડેલો હોય છે. ચિંતા પાણી ઉપર ઉઠતા તરંગો જેવી જ છે, જે સમયે-સમયે ઉપર ઉઠે છે. પરંતુ ડિપ્રેશન-હતાશા પોતે જ પાણી છે.
આપણે ડીપ્રેશન અથવા નકારાત્મકતામાંથી બહાર કઈ રીતે નીકળી શકીએ ? માત્ર સાવચેત અને જાગૃત બની જાવ. જેવા નકારાત્મક વિચારો સપાટી પર આવે કે તરત જ તેને માનસિક દૃષ્ટિએ નકારાત્મક શબ્દો રૂપે, વિસર્જિત કરો અને વિખરાતા જુઓ. જો તમે આમ કરવાનું ચાલુ ચાલુ રાખશો તો તમારામાં નકારાત્મક ભાવ પેદા જ નહીં થવા દો. તમારા મનનું પ્રોગ્રામીંગ જુદું જ બનશે. તે વધારે નકારાત્મક નહીં બને.
જો તમે આંતરીક બડબડાટની ઉપર થોડી સેકંડો માટે પણ જાવ છો. તો તમે વધારે જાગ્રત બનો છો. વધારે જીવંત બનો છો. એક વાત સમજીલો, ચિંતા અવાસ્તવિકતા છે. બિન જરૂરી છે. પછી ‘મણિપૂરક ચક્ર’નો ભંડાર કુદરતી રીતે જ ખુલી જાય છે.
યસ ... તમારે કંઈ સ્પષ્ટતા જોઈએ છે. ?
“માસ્ટર વિચારો મનનો ભાગ છે અથવા તે મનની અભિવ્યક્તિ છે ?
તમારૂં મન અને તમારા વિચારો એક જ છે. મન અને વિચારો વચ્ચે કોઈ ફરક નથી. મન વિચાર છે અને વિચાર મન છે. મન વિચારોના સંગ્રહ સિવાય અને વિચારોના સતત ચાલતા પ્રવાહ સિવાય કશું જ નથી. વિચારો તમે તમારી જાત સાથે સતત શબ્દોમાં વાત કરો છો, તેનાથી વધારે કશું જ નથી.
તમે જ્યારે ચિંતામાં હો, ત્યારે તમારી જાતને તેનાં ઉડાંણ સુધી પ્રવેશવા દો, પૂરી સ્પષ્ટતા અને સ્વીકાર સાથે કોઈપણ જાતનો ડર રાખ્યા વગર તેમાં પ્રવેશો. યાદ રાખો સ્વીકાર વાંઝીયો હોતો નથી. સ્વીકાર એક મહાન મેડિટેશન પધ્ધતિ છે. સ્વીકાર પુષ્કળ શક્તિ છૂટી કરે છે, તમને ખૂબ જ સ્પષ્ટતા અને સ્વાધીનતા આપે છે.
તમે જ્યારે તમારી ચિંતાઓનો સ્વીકાર કરો છો, તેના ઊંડાણમાં પ્રવેશો છો, ત્યારે તમે અદ્ભુત સમજણ પર આવો છો કે ચિંતાઓ માત્ર તમારી જ પેદાશ છે. તમે એ જાણી શકો છો કે તમારું મન કેવી રમત રમીને તમારા તણાવનું, ટેન્શનનું કારણ બને છે.
આ હું જ્યારે કહું છું, ત્યારે તમે ફક્ત તેને બુદ્ધિપૂર્વક સમજો છો. જ્યારે એ તમારો પોતાનો અનુભવ બની જાય છે. તમારામાં સ્પષ્ટતા આવે છે, ત્યારે તમે ચિંતાઓથી પર થઈ જાવ છો. પછી હતાશા તમને સ્પર્શી શકતી નથી. તમે દુઃખમાંથી બહાર આવી જાવ છો.
એક નાની વાર્તા :
હું જ્યારે કલકત્તામાં હતો અને ‘ઈશાવાસ્ય ઉપનિષદ’ પર વ્યાખ્યાનો આપતો હતો, ત્યારે એક માણસ મને મળવા આવ્યો. તેણે કહ્યું; “માસ્ટર મને એક સમસ્યા છે. હું રાતના ઊંઘી શકતો નથી કારણ કે હું જે વિસ્તારમાં રહું છું, ત્યાં પુષ્કળ કુતરાંઓ છે. આખીરાત તેઓ ભસ્યા કરે છે. સવાર સુધી ભસવાનું ચાલુ રાખે છે. આમેય મને ઊંઘ ઓછી આવે છે અને આ ભસવાના અવાજોને લીધે હું બિલકુલ આરામ કરી શકતો નથી.
મેં તેને કહ્યું; “ઘરે જાવ અને આજે રાત્રે હું કહું તેમ કરો. તમે જ્યારે ભસવાનું સાંભળો, ત્યારે ગુસ્સો બિલકુલ છોડી દેજો, તમારા મનમાં જે નકારાત્મક લાગણી પેદા થાય તેને પણ છોડી દેજો. કોઈપણ જાતનો પ્રતિકાર કર્યા વગર માત્ર ભસવાનો અવાજ સાંભળજો. તમારી જાતને કહેજો કુતરાં ભસે છે બસ, આટલું જ. તમારી જાતને પ્રતિક્રિયા કરવા ન દેતા. સમસ્યા ભસવામાં નથી પરંતુ તમે જે પ્રતિક્રિયા કરો છો તેમાં છે.”
માણસ પોતાના ઘરે જતો રહ્યો, અને મેં જે કહ્યું તે પ્રમાણે કર્યું. થોડા દિવસ પછી તે મારી પાસે આવ્યો અને કહ્યું; “માસ્ટર તમે જે કહ્યું તે પ્રમાણે મેં પ્રતિકાર કરવાનુ બંધ કરી દીધું. ‘હરામી કુતરાઓ મારી ઊંઘ કેવી રીતે બગાડી શકે!’ તેવું વિચારવાનું બંધ કરી દીધું. ધીરે ધીરે મેં મારા વિચારોને બદલવાની કોશિશ કરી :
કુતરાઓ ભસે છે તે મારી ઊંઘ બગાડે છે ... ’
‘કુરતાઓ ભસે છે ... ’
‘અમુક પ્રાણીઓ અમુક પ્રકારનો અવાજ કરે છે ... ’
સમય પસાર થતાં જ હું આ વાક્ય પર આવી ગયો. મને ઊંઘ આવી રહી છે. ગમે તેમ પણ મને આજકાલ અદ્ભૂત ઊંઘ આવે છે. આભાર માસ્ટર !”
આ તમારી સાથે પણ બની શકે છે. જો તમે તમારી નકારાત્મકતાને છોડવાનું જાણતા હો. જો નકારાત્મક પ્રતિક્રિયા આપવાનું છોડી શકતા હો, તો કોઈપણ પરિસ્થિતિની સાથે કામ પાડીને તેનો ઉકેલ લાવી શકાય છે. ‘મણિપૂરક ચક્ર’ ને ખોલવાની આ ચાવી છે.
પરંતુ મન હંમેશા બંધાવા માટે આતુર હોય છે, આંતરિક બબડાટની સાથે ગોઠવાઈ જવા તૈયાર હોય છે. ચિંતાનું આ પાયાનું કામ છે. મન હંમેશા દરેક વસ્તુની કોપી બની જાય છે. તેને હંમેશા ભૂતકાળ, વર્તમાન કાળ અને ભવિષ્યની સરખામણી જોઈએ છે. અને આ સરખામણી, આ અભિપ્રાયો, આ ચુકાદાઓજ ચિંતાને જન્મ આપે છે.
ચિંતાઓ આપણાં મનની જાણીતી તરેહોનાં રહેઠાણ સિવાય કશું જ નથી. આ તરેહોને માનસશાસ્ત્રના ક્ષેત્રમાં અંકીત કોતરણીઓ કહે છે. આ કોતરણીઓ ભૂતકાળની યાદોના સિક્કાઓ છે. વિચારો આપણી અંદર રહેલો વર્તમાન અને ભવિષ્યની અનિચ્છનીય ક્રિયાઓનો સ્ત્રોત છે. આ સંગ્રહાયેલ કોતરણી ને કારણે જ આપણે વર્તમાનને અતાર્કિક પ્રતિક્રિયાઓ આપીએ છીએ.
આપણે દરેક ક્ષણને જેવી છે તેવી કેમ નથી લઈ શકતા ? આપણે ભૂતકાળ અને ભવિષ્યની ક્ષણોને જોડીને જ આપણો આખરી મત કેમ બાંધીએ છીએ ? શા માટે મન જે દરેક વસ્તુઓ જુએ છે તેમાં મળતા પણું જોવા માંગે છે? અને તેમાં એ જ્યારે નિષ્ફળ જાય છે, ત્યારે તેને માટે પચાવવું કેમ મુશ્કેલ બની જાય છે ? આવું બનવાનું કારણ એ છે કે, તમે દરેક બાબતને તમારી અંદરના માનસ નકશા પ્રમાણે જ જુઓ છો. તમારી અંદર કોતરાયેલી નકશી પ્રમાણે જુઓ છો અને જ્યારે તેમાં નિષ્ફળતા મળે છે, ત્યારે તમે ચિંતામાં આવી જાવ છો.
તમે મને ક્યારેય ચિંતા કરતો જોયો છે ? તમારા માંના કેટલાએ મને પૂછ્યું કે હું કાયમ આવો આનંદિત અને નિશ્ચિંત કેમ રહુ છું. હું તમને કહું છું : હું બસ આ ક્ષણમાં જીવું છું. બસ આટલું જ. ભૂતકાળને મારા મનમાં સંદર્ભ માટે લઈને ફરતો નથી. હું બસ આવા પ્રકારના સંદર્ભોથી મારા મનનો બોજ વધારતો નથી. હું મારી સ્વયં સ્ફૂરણાથી કામ કરું છું. જુની ઘરેડમાંથી નહીં.
હું વહેતી નદી જેવો છું. તમારામાંથી ઘણાં મારી સાથે હશો ત્યારે હિમાલયમાંથી પ્રવાહિત થતી ગંગાને જોઈ છે. એ અતિ સુંદર છે. તે અમુક ચોક્કસ જગ્યા પર શાંત દેખાય છે, તો ક્યાંક તોફાની દેખાય છે, ક્યાંક સ્ફટીક જેવી નિર્મળ દેખાય છે તો બીજી જગ્યાએ ડહોળી દેખાય છે. જેવો માણસ તેની સામે આવે છે તેવો અનુભવ તેને થાય છે.
બે વ્યક્તિઓ તેની સામે જઈને અનુભવની નોંધોની સરખામણી કરી શકે ? કેવું મૂર્ખતાભર્યું લાગે ? નદી બસ અસ્તિત્વનું સંગીત બનીને વહ્યા કરે છે. બસ ! હું ગંગા જેવો છું. હું કોઈપણ યોજના વગર વહ્યા કરું છું. સ્વયં સ્ફુરણાથી, ચિંતા વગર, અસ્તિત્વ જ મહાન યોજનાકાર છે.
મારી આ સ્વયં સ્ફુરણાને લીધે લોકો મારી ટીકા કરે છે કે હું પરસ્પર વિરોધી વાતો કરું છું. અહીં તમે બધાં છો, તેમાંથી કેટલાએ મારા કહેવાતા વિરોધાભાસી જેવા શબ્દો વિશે, વર્તન વિશે ફરિયાદ કરી છે ? હાથ ઊંચો કરો !
(લાંબો સમય પસાર થાય છે થોડા લોકો કરે છે.) જોયું મને ખાત્રી છે કે તમારામાંના દરેકના મનમાં આવો વિચાર અમુક મુદ્દા પર આવ્યો જ હોવો જોઈએ. પરંતુ જેમનામાં હિંમત હતી તેમણે તેના હાથ ઊંચા કર્યા.
ગંગા વિસંવાદી છે તેવું તમે કહી શકો ? તમે આવું કહી શકો કે ગંગા એ અમુક ચોક્કસ પ્રકારે જ વહેવું જોઈએ ? ના ! નદી આ રીતે વહે છે બસ, આટલું જ; તમે તેની ટીકા કરી શકો નહીં. આવી જ રીતે હું વહ્યા કરું છું અને તમે મને વિસંવાદી કહી શકો નહીં. હું ક્ષણે-ક્ષણે જીવું છું. જ્યારે તમે આગળ પાછળની ક્ષણોને જોડીને, ગૂંચવીને જીવો છો. પરીણામ શું આવે છે ? તમને ભારનો અને ચિંતાનો અનુભવ થાય છે.
તમે જ્યારે ઘણી બધી ક્ષણોનો ભાર ઉપાડો છો તો તે ભારે ન લાગે ? આવી જ રીતે જો એક જ ક્ષણમાં હોતો હળવાશ ન લાગે ? તમારી બધી ચિંતાઓનું કારણ તમે ભૂતકાળની ઘરેડને વર્તમાન સાથે, ભવિષ્યની ક્ષણો સાથે જોડી દો છો, તે છે. આ બધી પ્રક્રિયામાં તમે વર્તમાન ચૂકી જાવ છો, હકીકતમાં જે તમારા માટે ભેટ હોય છે. તમે સતત ભૂતકાળ અને ભવિષ્યને ખાતર વર્તમાન ચૂકી જાવ છો. અંતે ભૂતકાળ અને ભવિષ્યકાળ જ રહે છે, તમારો વર્તમાન કાળ રહેતો નથી.
ચિંતાના પ્રવાહની આ તરેહોના પ્રવાહો તમારા મનને ટેકો આપતું તત્વ બની જાય છે.
એક નાની વાર્તા :
બે મિત્રો એક નવી બહાર પડેલી ફિલ્મ જોવા થિયેટરમાં ગયા.
બેમાંથી એક જણાએ જોયું કે, તેનો મિત્ર વારંવાર ઘડીયાળ સામે જોયા કરે છે.
તેણે તેને હળવેથી પૂછ્યું, "તને ફિલ્મમાં મજા નથી આવતી?"
મિત્રે જવાબ આપ્યો; " આવે છે, હું તો માત્ર મજા કરવામાં હવે કેટલો વધારે સમય બાકી રહ્યો છે, તેનો વિચાર કરું છું."
હકીકતમાં આપણામાંના મોટાભાગના આવા જ છીએ. આપણે ચિંતાથી એટલા બધા ટેવાઈ ગયા છીએ કે, જો કોઈપણ ચિંતા ન હોય તો, આપણને ચિંતાવગરનો સમય કેટલો ચાલશે, તેની ચિંતા થાય છે ! આપણે જ્યારે મજા કરતાં હોઈએ છીએ, ત્યારે આપણે વિચારતા હોઈ છીએ કે હવે મજા કરવાનો કેટલો સમય બાકી રહ્યો છે. પછી આપણે ક્યારેય મજા કઈ રીતે કરી શકીએ ? જ્યારે તમે સતત આ રીતે જ વિચારો છો, ત્યારે તમે તમારી જાતને બધો સમય ભવિષ્યમાં જ રાખો છો. જ્યારે તમે ભવિષ્યની ક્ષણને આનંદ માટે પડકવાનો પ્રયત્ન કરો છો ત્યારે તમે વર્તમાન ક્ષણનો આનંદ ગુમાવી દીધો હોય છે !
હું જે કહેવાનો પ્રયત્ન કરું છું તે તમને સમજાય છે ?
જો તમે તમારી જાતનું અને તમારા કુટુંબના બીજા સભ્યોનું ઊંડાણ પૂર્વક વિશ્લેષણ કરશો તો, તમને હું જે કહું છું, તેનું તમે નિરીક્ષણ કરી શકશો.
દરેક વ્યક્તિ જ્યારે ચિંતા ગ્રસ્ત હોય છે, ત્યારે તે પોતાને મહત્વની અને સર્જક સમજતી હોય છે. હકીકતમાં જેમ ચિંતા વધારે હોય તેમ વ્યક્તિને પોતાની જાત માટે વધારે સારું લાગે છે. કારણ કે આટલી બધી ચિંતાઓને સંભાળી શકવાનો તેના અહમને સંતોષ મળે છે. આટલા માટે જ તમે જ્યારે તમારી ચિંતા બાબતમાં બીજા સાથે વાતો કરો છો ત્યારે તરત જ કહેશો; "અરે આતો કંઈ નથી, મારી સમસ્યાઓ સાંભળશો તો તમને ખ્યાલ આવશે કે તે કેવી ભયંકર છે." આવું એટલા માટે બને છે કે, લોકો મોટી ચિંતાઓ ઉઠાવીને પોતાની જાતને મહાન સમજે છે.
સતત ચિંતાઓ વિશે વિચારવાથી શું બને છે ? કશું જ નહીં. તમારી દસ ચિંતાઓ પછીની અગિયારમી ચિંતા હતાશા લાવે છે. બસ આટલું જ.
આપણે કામ કરતી વખતે પણ ચિંતા કરતાં હોઈએ છીએ. સ્પષ્ટતાથી સમજીલો. જ્યાં ચિંતા હોય છે, ત્યાં કામ થતું નથી. અને જ્યારે ખરેખર કામ થાય છે, ત્યારે ચિંતા હોતી નથી. જ્યાં ચિંતા હોય છે ત્યાં સર્જનાત્મકતા હોતી નથી. અને જ્યાં સર્જનાત્મકતા હોય છે ત્યાં કોઈ ચિંતા હોઈ શકે જ નહીં. સર્જનાત્મકતા સાચી ભક્તિ છે. તમે જ્યારે સર્જન કરતાં હો છો, ત્યારે તમે ભગવાનની નજીક હો છો. સર્જનાત્મકતા હૃદયમાંથી આવે છે. ચિંતા મનમાંથી આવે છે.
તમે ભૂતકાળની પાછળ દોડો છોઅને ભવિષ્યનું વિચાર્યા કરવામાં તમારો વર્તમાન ચૂકી જાવ છો. ભૂતકાળને છોડીને વર્તમાન જીવવું એજ આધ્યાત્મિકતા છે. અત્યારે તમે ભૂતકાળના બોજથી ભરાયેલા છો. તમારો બોજો દરરોજ વધતો જાય છે. આને લીધે તમારી જાતને બોજથી દબાઈ ગયેલી અનુભવો છો.
ભૂતકાળના બોજામાંથી કેમ મુક્ત થવું તે તમે જાણતા નથી. તમે ફક્ત તેને લઈને કેમ ફરવું તે જ જાણો છો. તમને લાગે છે કે તમારે તેને લઈને જ ફરવાનું છે. સમાજે તમને આ શીખવી દીધું છે. જો તમે તેને છોડી દેવાની કોશિશ કરશો તો તમે ગુનાહિત ભાવના અનુભવશો, એવું તમને શીખવી દેવાયું છે.
સમાજ તમને કહે છે કે જો તમે ભૂતકાળને છોડી દેશો તો મહાન નહીં રહો. હું તમને કહું છું, આ તદ્દન મુર્ખામી ભર્યું છે. તમારે તમારો ભૂતકાળ સાથે લઈને જીવવાની કોઈ જ જરૂર નથી. જે લોકો તમને આવું કહે છે, તેઓ એ જાણતાં નથી કે, તમારે અસ્તિત્વ પ્રત્યે ખૂબ જ કૃતજ્ઞતા અનુભવવાની, અને દરેકને તેનો અંશ માનવાની બાબત છે. નહીં કે ભૂતકાળના બનાવોને માથે લઈને અલગતા અનુભવવાની.
તમે જ્યારે ભૂતકાળ છોડી દો છો, ત્યારે વર્તમાન તમને આશ્ચર્યજનક લાગે છે. સમાજે તમને હંમેશા વર્તમાનને ભૂતકાળની જેમ માણતા શીખવ્યું છે. વર્તમાનને વર્તમાનની જેમ ક્યારેય નહીં. તે તમને દરેક બાબતને ભૂતકાળ બનાવીને આનંદ માણવાનું શીખવે છે.
મેં લોકોને પોતાની સાથે કેમેરા અને વિડિયો કેમેરા લઈને રજાઓ ગાળવાં જતાં જોયા છે. તેઓ તેમની આસપાસ ફેલાયેલા અદ્ભૂત કુદરતી સૌંદર્યને માણવાને બદલે, આ બધાં દ્રશ્યોને તેમના કેમેરામાં ઝડપવા માં જ અટવાયેલા જ રહે છે.
પછી તેઓ ઘરે જશે, ફીલ્મો ને ધોશે, ચાર દિવાલોની વચ્ચે સોફા પર બેસશે અને ફોટામાં અથવા વિડિયોમાં પેલાં કુદરતી દ્રશ્યોનો આનંદ માણશે. તેઓ અસલ વસ્તુ ચૂકી ગયા હોય છે બસ. અને આ બધા ફોટોગ્રાફ્સ કુટુંબી જનો અને મિત્રોને બતાવીને કહ્યા કરશે કે અમે આટલી જગ્યાઓની મુલાકાત લીધી છે ! પરંતુ તેઓ જ્યારે ખરેખર તે જગ્યાઓ પર હોય છે, ત્યારે ક્યારેય તેનો આનંદ ઉઠાવતાં નથી ! તેઓ બધું જ ગુમાવી દે છે.
તમે પરિવર્તનને ભૂતકાળ બનાવીને પછી જ તેનો આનંદ લો છો. માટે જ લોકો કહે છે; “એ અમારા સોનેરી દિવસો હતા.” હકીકતમાં તે દિવસો દરમ્યાન એ વખતે તમે ક્યારેય નહીં વિચાર્યું હોય કે આ સોનેરી દિવસો છે. એ વખતે તમે કહેતાં હશો કે આના પહેલાંના દિવસો 'સોનેરી' હતાં. બસ આટલું ! આવી રીતે તમારી ચિંતાઓથી તમે તમારી જાતને છેતરો છો.
તમે વર્તમાનની સુંદરતા સંપૂર્ણ પણે ગુમાવી દો છો. તમે જ્યારે વર્તમાન સાથે તાલમાં, લયમાં હો છો ત્યારે દરેક ક્ષણ ઉત્સવ બની જાય છે અને તમારે આનંદ મેળવવા માટે ભૂતકાળના બનાવોને યાદ કરવાની જરૂર પડતી નથી. જ્યારે દરેક ક્ષણ ઉત્સવ હોય છે, ત્યારે તમે સતત વર્તમાનમાં રહો છો, કારણ કે તમે દરેક ક્ષણનો આનંદ ઉઠાવા છો. તમે આનંદ માટે ક્યારેય ભૂતકાળ પાસે જતાં નથી.
ચિંતાઓ માટે ભૂતકાળનું વિશ્લેષણ કરવું એ સમય નો બગાડ છે. કારણ કે દરેક ક્ષણે તમે નવી વ્યક્તિ હો છો ! દરેક ક્ષણે તમે વિસ્તરો છો; દરેક ક્ષણે તમે ઊપર ઉઠતા હો છો. તમે આખા અસ્તિત્વનો હિસ્સો છો અને અસ્તિત્વ
દરેક ક્ષણે બદલાય છે. પછી તમે ઉપર ઉઠેલી બુદ્ધિથી ભૂતકાળનું વિશ્લેષણ કઈ રીતે કરી શકો ? એ બિલકુલ અપ્રસ્તુત છે.
આગળ વધેલી બુદ્ધિથી ભૂતકાળનું ક્યારેય વિશ્લેષણ ન કરો. એ મુર્ખતા ભર્યું કામ છે. એ તમને વધારે ચિંતા અને દોષની ભાવના તરફ દોરી જાય છે. દરેક ક્ષણે તમે મૃત્યુ પામો છો અને નવી વ્યક્તિ બનો છો. આ સત્ય છે. જરા સમજવાની કોશિશ કરો.
તમે ક્યારેય કોઈ ભેંસ અથવા ગાયને ચિંતા કરતી જોઈ છે ? તમે કોઈ છોડને ચિંતા કરતો જોયો છે ? શું તેઓ ચિંતાઓ વગર જીવતા નથી ? પછી તમે ચિંતા શું કામ કરો છો ? હું તમને કહું છું; "ચિંતા માણસની તદ્દન બિન સર્જનાત્મક આદત છે. ચિંતાઓ તમારી અંદર સતત બબડાટના સ્વરૂપે પેદા થયા કરે છે અને તમને બિન સર્જનાત્મકમાં ડૂબેલાં રાખે છે.
તમારી બધી જ ચિંતાઓ, તમે જે ભાષા જાણો છો તેના શબ્દોના સંગ્રહ સિવાય કશું જ નથી. અને તે તમારામાં વધારે ગુંચવણો અને ખોટા અર્થઘટનોનું કારણ બને છે. શબ્દો જ દરેક ગેરસમજનું મૂળ કારણ છે. પરંતુ કરવું શું? આપણે માત્ર શબ્દોથી જ વાતચીત કરવાનું જાણીએ છીએ.
હું લોકોને હંમેશા કહું છું; "હું કહું છું કંઈક અને તમે સમજો છો કંઈક બીજું" અને અહીં જ સમસ્યા શરૂ થાય છે. દરેક પોતાનો શબ્દકોષ (ડિક્શનેરી) લઈને ફરે છે. તેમની રીતે શબ્દોનું અર્થઘટન કર્યા કરે છે.
એક નાની વાર્તા :
એક માણસે તેની પત્નીને કહ્યું; "તને ખબર છે. એવું કહેવાય છે કે રંગ કરવાની પીંછીઓ બનાવવા માટે દસ વરસે ૫૦૦૦ ઊંટોનો ઉપયોગ થાય છે."
પત્નીએ કહ્યું; "હે ભગવાન ! તો પછી એ લોકો પ્રાણીઓ પાસે બીજું શું શું કરાવતા હશે તે તો કલ્પના બહારની વાત છે."
પતિ કંઈક કહે કહે છે અને પત્ની કંઈક બીજું જ સમજે છે. આપણે બધાં મોટે ભાગે આવું જ કરીએ છીએ. માટે જ કહુ છું, શબ્દો ગુંચવાડો છે. પરંતુ દુઃખની વાત એ છે કે માણસ ફક્ત શબ્દોથી વાત કરવાનું જ જાણે છે. તે શબ્દોમાં, વધારેને વધારે શબ્દોમાં પકડાતો જાય છે.
તમે જો જો, શબ્દો હંમેશા બીજાં વધારે શબ્દો પેદા કરે છે. પરંતુ બે શબ્દોની વચ્ચે એક અવકાશ, શાંતિ હોય છે. એક નાની જગ્યા, જેને આપણે ધ્યાનમાં લઈ શકતા નથી. આ એવો અવકાશ છે. જેના માટે આપણે જાગૃત થવાની જરૂર છે. આપણને હકીકતમાં જે જોઈએ છે, તે આ અવકાશમાં રહેલું હોય છે.
આ અવકાશ એટલો સૂક્ષ્મ છે કે આપણે આખો દિવસ તેમાંથી પસાર થઈએ છીએ, છતાં પણ તેના આનંદની ઉપેક્ષા કરીએ છીએ. જ્યારે હું વાતો કરૂં છું, ત્યારે તમે તમારા આંતરીક બબડાટનો વધારે અનુભવ કરતાં નથી કારણકે તમે મારા વ્યાખ્યાનમાં અત્યંત તલ્લીન હો છો. તમે જ્યારે મારા શબ્દોમાં ખૂબ જ તન્મય હો છો, ત્યારે હું વચ્ચે થોડો અવકાશ અને શાંતિ આપું છું અને એ અવકાશ વચ્ચેની શાંતિ તમે જે માટે અહીં આવ્યા છો તેનો ઉકેલ આપે છે.
અમુક વખત મારાં વ્યાખ્યાનમાં હું વાતો કરતી વખતે લાંબો અવકાશ આપું છું. હું આ અવકાશ આપું છું, જેથી તમે ગ્રહણ કરી શકો અને શાંતિના સાક્ષી બની શકો, જે તમારી અંદર જાગ્રતતા વધારવામાં મદદ કરે છે. પરંતુ નિરપવાદ શું બને છે ? જે ક્ષણે હું અવકાશ આપું છું, લોકો બેચેન બનવાનું શરૂ કરી દે છે. તેઓ બેચેનીથી પોતાની વસ્તુઓની ચિંતા કરવાનું શરૂ કરી દે છે અથવા આજુબાજુ જોઈને વાતો કરવાનું શરૂ કરી દે છે. ફરી શબ્દો ભેગા કરવા માંડે છે.
સાચી શાંતિ ફક્ત પૂર્ણ જાગ્રતતા સાથે પ્રવાહીત થાય છે. બીજું કશું જ નહીં. આમાં માત્ર તમારું મોં બંધ રાખવાનું નથી. જો તમને આ શાંતિ, અને જાગૃતતાની ઝલક મળી જાય, તો તમે સમજી જશો કે બધો સમય હું શું કહી રહ્યો છું.
હવે તમારું મન પૂછવાનું શરૂ કરશે; "હું આંતરીક બબડાટ અને વિચારોને બંધ કઈ રીતે કરી શકું ? હું સાચી શાંતિનો અનુભવ કઈ રીતે કરી શકું ?" આવા વિચારો તમારા મનમાં ખટકવા માંડશે અને તે એક વધારાની ચિંતા બની જશે !
જુઓ સમજવાનો પ્રયત્ન કરો : તમે ક્યારેય વિચારવાનું બંધ કરી શકો નહીં. તમારે વિચારવાનું બંધ કરવું છે. એ પણ એક બીજો વિચાર જ છે ! જો તમે બળપૂર્વક એકાદ ક્ષણ માટે શાંત રહેવાની કોશિશ કરશો તો, તે આપણે જે મેળવવી છે તે શાંતિ નહીં હોય, તે પરાણે લાવેલી મૃત શાંતિ હશે. આપણે જે શાંતિ પ્રાપ્ત કરવી છે, તે તરંગીત અને દિવ્ય આનંદવાળી શાંતિ-અસ્તિત્વની શાંતિ છે.
આ માટે શું કરવાની જરૂર છે ? માત્ર મનનું નિરીક્ષણ કરો. બસ આટલું જ. નિરીક્ષક બની જાવ. કોઈપણ ચૂકાદો ન આપો; કોઈપણ વિચારનો પ્રતિકાર ન કરો. ભગવાને આપેલી ભેટ હોય તે રીતે આભારવશતાની લાગણીથી તેનું નિરીક્ષણ કરો. આંતરીક શાંતિ તરફનું આ પહેલુ પગલું છે.
ધીરે-ધીરે તમારી જાગૃતતા વધતી જશે અને એ તમને તમારી જાતમાં કેન્દ્રિત કરશે અને તમારી અંદર શાંતિનો વધારો કરશે. હું જ્યારે કહું છું કે શાંતિમાં વધારો થશે ત્યારે મારો કહેવાનો અર્થ છે, તમારો આંતરીક બબડાટ ઘટતો જશે અનેતમે વધારે નિરીક્ષણ કરતાં જશો. આ વધેલી શાંતિ સાથે તમારી જાગૃતતા વધશે અને તમારી અંદર એક વર્તુળાકાર પ્રક્રિયા શરૂ થઈ જશે.
આ જાગૃતતા સાથે તમે તમારી આસપાસની સુંદરતાની મજા લઈ શકશો. એવું નથી કે સુંદરતા એકાએક આવી ગઈ છે. તે તો હંમેશા ત્યાં હતી જ ! પરંતુ તમે તે માટે જાગૃત નહોતા. તમે તમારી અંદર એટલા બધાં રોકાયેલા હતા કે તમને તે દેખાતી નહોતી. હવે તમારી જાગૃતતા સાથે તમે તેને ઉત્સવની જેમ માણી શકો છો ! એકાએક કુદરત તમારી તરફ તેની સમગ્ર ભવ્યતા સાથે ખીલવાનું શરૂ કરી દે છે. તમારું આંતરિક પરિવર્તન થાય છે. અને જ્યારે આ બને છે; બહારની દુનિયા આપો આપ પરિવર્તિત થઈ જાય છે !
તમે જ્યારે જાગૃતતામાં શીખો છો, ત્યારે તમે તમારા મનનાં પૂરેપૂરા શાણપણનો ઉપયોગ કરો છો. મન તમારું કહ્યાગરું આવશ્યક સાધન બની જાય છે. તમને જ્યારે ઈચ્છા થાય ત્યારે તમે તેનો ઉપયોગ કરી શકો છો. એ તમારું જોખમી દુશ્મન મટીને વિશ્વાસુ મિત્ર બની જાય છે.
જ્યારે તમારો આંતરીક બબડાટ ઘટી જાય છે; જ્યારે તમારો ટી.પી.એસ. અથવા એક સેકંડમાં આવતા વિચારોનો દર, એક સેકંડ માટે અટકી જાય છે, ત્યારે તમે એ સેકંડ પૂરતા પૂરેપૂરા વર્તમાનમાં હો છો. તમે તમારો ભૂતકાળ અને ભવિષ્યનો રસ્તો ખુલ્લી કિતાબની જેમ જોઈ શકો છો. જ્યારે તમારો આંતરિક બબડાટ ઊંચો હોય છે, ત્યારે તમે બધો જ સમય કાંતો ભૂતકાળમાં હો છો અથવા ભવિષ્યમાં હો છો. વર્તમાનમાં ક્યારેય નથી હોતા.
ભવિષ્ય અને ભૂતકાળનો માર્ગ સ્પષ્ટ જોઈ શકવો એટલે શું, તે હું તમને સમજાવું છું; ક્યારેક તમને આ અનભવ થયો હશે : તમે જ્યારે કોઈ પ્રવચન અથવા પાર્ટી અથવા કોઈ બીજી જગ્યાએ જાવ છો અને અચાનક જાણે ક્યાંથી તમને એવું લાગે છે. કે આવું જ દૃશ્ય પહેલાં પણ બની ગયું છે. આવો જ વાર્તાલાપ, જગ્યા, આ જગ્યાની થોડી રસવાળી બાબતો, આ બધું પહેલાં તમે જેમ જોયું હોય તેમ એ દૃશ્ય ફરી વખત તમારા મનમાં ઉપસી આવે છે. તમને આંચકો લગી જાય છે. અથવા તમારા મનમાં કોઈ એક ચોક્કસ વ્યક્તિ વિશે વિચાર આવે છે, એવો કોઈ મિત્ર કે જેનો ઘણાં સમયથી સંપર્ક નથી થયો. અને એજ વખતે તમારા પર તેનો ફોન આવે છે. તમે હવે પછીની થોડી ક્ષણોમાં શું બનશે તે જાણી શકો છો. આવું બને છે ત્યારે તમને નવાઈ લાગે છે. આ થોડી પળો દરમ્યાન તમે પૂરેપૂરા વર્તમાનમાં હો છો. ગમે તેમ પણ આકસ્મિક જ તમે વર્તમાનમાં આવી જાવ છો.
તમે ગંભીરતાથી ક્યારેય વર્તમાનમાં હોતા નથી. તમે હંમેશા ભૂતકાળ અથવા ભવિષ્યમાં હો છો. તમે વર્તમાનને સ્પર્શ્યા વગર જ ભૂતકાળ અને ભવિષ્યકાળમાં ફર્યા કરો છો. આ સત્ય છે. પરંતુ આકસ્મિક જ તમારા વિચારો ધીમા પડી જાય છે અને એક સેકંડ માટે તમે વર્તમાનમાં આવી જાવ છો.
તમે જ્યારે એક સેકંડ માટે સંપૂર્ણ વર્તમાનમાં હો છો, ત્યારે તમારો ભૂતકાળ અને ભવિષ્ય તમારા માટે પારદર્શક બની જાય છે. એટલે તમને આવી અંતઃસ્ફુરણાઓ થાય છે.
તમે જુઓ છો; આપણું વિચારવાનું ક્યારેય સ્પષ્ટ હોતું નથી. એ માત્ર એકબીજા સાથે જોડાયેલું હોય છે. આ સાચું વિચારવાનું નથી.
હું તમને સમજાવું છું; જોડાયેલું વિચારવાનું એટલે શું.
તમે સવારમાં ઉઠો છો અને તમારા બગીચામાં એક ખીલેલું ગુલાબ જુઓ છો. તરત જ તમારું મન ભૂતકાળમાં તમને ક્યારેય કોઈએ ગુલાબ આપ્યું હશે ત્યાં પહોંચી જશે; તમારું મન તમે એ વખતે ફૂલને જે પ્રતિક્રિયા આપી હશે તેમાં અથવા પેલી વ્યક્તિ વિશે વિચારવા માંડશો. પછી તે વ્યક્તિ સાથે થયેલી ઘટનાઓ વિચારવા માંડશો. અને શું બને છે? તમારી સામે જે ગુલાબ ખીલેલું છે, તેની મજા લેવાનું તમે ચૂકી જાવ છો !
આવી રીતે તમે ભૂતકાળ પાછળ દોડો છો અને વર્તમાનને ગુમાવી દો છો. હું તમને 'જોડાવું' શબ્દ આ અર્થમાં કહું છું. તમારા મનની હાલની ગોઠવણીનો આ સ્વભાવ છે. જ્યાં સુધી તમારા મનની ગોઠવણી આ રીતની રહે છે, ત્યાં સુધી તમે સતત ભૂતકાળ અથવા ભવિષ્યની પાછળ શબ્દો પેદા કર્યા કરો છો. તમારી અંદર વધારે ને વધાર શબ્દો પેદા થયા કરે છે.
ગુરુઓ હંમેશા વર્તમાનમાં જીવે છે. આટલા માટે તેમની સામે ભૂતકાળ અને ભવિષ્યનો વિશાળ દરિયો ખુલી ગયો હોય છે. તમારા માટે આવું આકસ્મિક જ ક્યારેક એક સેકંડ માટે બને છે. આવું બને છે, ત્યારે તમે ચોંકી જાવ છો! તમે અજાગૃત પણે જીવવાથી એટલા બધાં ટેવાઈ ગયા છો કે તમે જ્યારે એક ઝાટકા સાથે જાગૃતતામાં આવી જાવ છો, ત્યારે તમારા માટે આ વાસ્તવિકતા ઘણી બધી વધારે થઈ જાય છે.
તમે વર્તમાનમાં અથવા વાસ્તવિકતામાં કેટલો સમય રહો છો, તેમાં તમારો ટીપીએસ મુખ્ય ભાગ ભજવે છે. તમારો ટીપીએસ જ્યારે વધારે હોય છે, ત્યારે તમે અજાગૃતતામાં જીવો છો. તમે વાસ્તવિકતામાં ફેંકાવવા માટે ઘણા દૂર હો છો.
સમજીલો : તમે જે કરો છો તેજ તમારા માટે બોલશે. તમારું બોલવું તમારે માટે કશું જ નહીં કરે. પછી તમે તે બહાર બોલો કે તમારી અંદર બોલો. તેનાથી કોઈ ફરક પડતો નથી. માત્ર જાગૃતતા લાવો અને આપોઆપ બોલવાનું અટકી જશે.
લોકો મને કહે છે; “માસ્ટર અમે વેકેશન માણવા ગયા અને તે નરકમાં ફેરવાઈ ગયું.” હું તમને કહું છું. નરક તમારી અંદર છે, જેને તમે તમારી સાથે દરેક જગ્યાએ લઈ જાવ છો. તમે જ્યાં જશો ત્યાં તમને એ ચોક્કસ દેખાવાનું જ! તમે જ્યારે જીવતા હો છો, ત્યારે બીજાને નરકમાં નાંખો છો અને જ્યારે મરો છો ત્યારે તમને નરક મળે છે. તમે જ્યાં પણ જાવ છો, તમારે તમારા નરકને સાથે લઈ જવું છે. તમને નરકથી એટલો બધો લગાવ થઈ ગયો છે કે, તમને કોઈ સ્વર્ગ બતાવે તો પણ તમને ત્યાં મજા નહીં આવે !
એક નાની વાર્તા :
એક દિવસ ત્રણ માછીમારો માછલીઓ વેચવા ગયા. તે દિવસે તેમને ખૂબ જ મોડું થઈ ગયું, એટલે તેમણે રસ્તામાં કોઈક ઘરમાં રાતવાસો કરવાનું નક્કી કર્યું.
તેઓ એક સ્ત્રીના ઘરમાં દાખલ થયા. તે સ્ત્રી પોતાના જીવન નિર્વાહ માટે જસ્મીનના ફૂલોનો વેપાર કરતી હતી. માછીમારોએ તે સ્ત્રીને તેના ઘરમાં એક રાત રોકાવા દેવા માટેની વિનંતી કરી.
સ્ત્રીએ હા પાડી. એટલે પેલા ત્રણે જણાં તેમને ફાળવેલા રૂમમાં સુવા માટે ગયા.
આખું ઘર જસ્મીનના ફૂલોની સુગંધથી ભરાયેલું હતું.
માછીમારોએ ઘણી બધી કોશિશ કરી પણ, એ લોકોને કેમેય કરીને ઊંઘ ન આવી.
તે લોકો આમ-તેમ પડખાં ફેરવી રહ્યા હતાં. શું કરવું તેની તે લોકોને ખબર પડતી નહોતી.
પછી એકાએક ત્રણમાંનો એક માછીમાર ઉભો થયો, બહાર ગયો અને તેમની માછલીઓ ભરવાની ટોપલીઓ લઈ આવ્યો, અને તેમના માથા નીચે મૂકી દીધી. તરત તેઓ ઘરસઘાટ ઊંઘી ગયા !
આપણે જ્યાં પણ જઈએ છીએ, ત્યાં આપણી ચિંતાઓને સાથે લઈને જઈએ છીએ, અને તેને પોષણ આપવાનું આપણને સારું લાગે છે. અને આપણે ફરીયાદ પણ કરીએ છીએ કે, આપણને હંમેશા ખૂબ જ ચિંતાઓ રહે છે. આપણે અમુક વસ્તુમાંથી મુક્ત થવા ઈચ્છીએ છીએ, પરંતુ આપણે આપણામાં પરિવર્તન લાવીને તેમાંથી મુક્ત થવાનું ઇચ્છતા નથી. આ રીતે આપણી અંદર કેટલો બધો વિરોધાભાસ હોય છે.
ગમે તે હોય, આમાંથી આપણે મુક્ત કઈ રીતે થઈ શકીએ ? આપણો અભિગમ કેવો હોવો જોઈએ ?
કેવી રીતે મુક્ત થવું અને તમારો અભિગમ કેવો હોવો જોઈએ; આ બંને સવાલોનો ફક્ત એક જ જવાબ છે. તમે જે કંઈપણ કરો, તેમાં તમે આનંદનો અનુભવ કરી શકવા જોઈએ બસ. આટલું જ. તમારી અંદરનો અવકાશ અથવા તમારી જાગૃતતા જ તમારા જીવનની ગુણવત્તા નક્કી કરે છે. આ અવકાશ-જગ્યા હંમેશા શુધ્ધ અને આનંદિત હોવી જોઈએ.
એ સાબિત થઈ ચૂક્યું છે કે, એક વૈજ્ઞાનિક જ્યારે પ્રયોગ કરતો હોય છે, ત્યારે તેની જાગૃતતા જ મુખ્ય ભાગ ભજવે છે. નિરીક્ષણોથી એવું પણ જાણવા મળ્યું છે કે, આવી જ બાહ્ય પરિસ્થિતિનું નિર્માણ કરીને બીજા વૈજ્ઞાનિક પાસે તે જ પ્રયોગ કરાવવાથી પરિણામોમાં ફરક આવ્યો હતો. તેમણે સાબિત કર્યું છે કે, આપણા આંતરીક વિચારો આપણી ક્રિયાઓનું અને તેનાં પરિણામોનું નિયંત્રણ કરે છે.
હું તમને હવે કહું છું; “આનંદ અથવા દિવ્ય આનંદ ભવિષ્યને આકર્ષ છે.” આ મહાન સત્ય છે. તમે જ્યારે આનંદથી ઉભરાતા હો છો, ત્યારે અસ્તિત્વ તમારા પર વરસી પડે છે અને ભૌતિક સંપત્તિનો પ્રવાહ તમારા તરફ વહેવા લાગે છે. હંમેશા આભારવશતાની લગાણી સાથે રહો. બાકીનુ બધું આપોઆપ બન્યા કરશે.
માત્ર એટલું જ નક્કી કરો કે, કોઈપણ બાબતમાં દુઃખ અનુભવવું નથી. મનમાં જો કોઈ ચિંતા, દોષભાવના અથવા દુઃખી બનાવ આવેતો તેની સામે જુઓ, સાક્ષી બની જાવ, મુસ્કુરાવ અને કહો; “નહીં, તું મને અસર કરી શકશે નહીં. તું શું કરીશ ?” સરળતાથી તેની સામે જુઓ અને પ્રણામ કહી દો. આપોઆપ જ તે બનાવ અથવા દોષભાવના તમને કોઈ જ અસર નહીં કરે. તમારી ઉપર તે હુમલો નહીં કરી શકે આમ કરીને તમે દુઃખની અવગણના કરો છો. હું તમને તેનાથી દૂર ભાગી જવાનું નથી કહેતો. હું તમને એટલું જ કહું છું, તેની સામે જુઓ અને કહી દો આ મુદ્દો બરાબર સમજાઈ ગયો.
જો તમે આ વિચારોને દબાવવાનો પ્રયત્ન કરશો તો તે હુમલો કરવાનો લાગ જોઈને તમારા મનમાં પાછળના ભાગામાં છૂપાઈ રહીને પડ્યા રહેશે. વિચારોને એટલું કહો કે તમે શક્તિ વગરના છો. તમે જોશો કે તે આપોઆપ અદ્રશ્ય થઈ જશે. તે સમજશે કે તમને ઈજા પહોંચાડવામાં કંઈ માલ નથી. અને તે અદ્રશ્ય થઈ જશે !
હંમેશા યાદ રાખો : તમને તમારા મન, શરીર અથવા આત્મામાંથી જો કોઈ તાકાત આપી શકે તો તે ફક્ત આધ્યાત્મિક્તા જ આપી શકે. અને એ તમને આપોઆપ પરમ આનંદ તરફ લઈ જાય છે. તમને જે કોઈ બાબત નબળાં પાડે, તે આધ્યાત્મિકત નથી અને તેથી તેની પાછળ ન પડો. આ નિયમને અફર પણે અનુસરો. ક્યારેય ન ભૂલો કે દિવ્ય આનંદ જ તમારો સ્વભાવ છે.
અને એક વધારે વાત : તમે જ્યારે કોઈપણ સુંદર વસ્તુ જુઓ ત્યારે, તમારી જૂની વિચાર તરેહો સાથે સરખાવીને ઠંડા પ્રેક્ષક બની રહેવાને બદલે, તેનો સંપૂર્ણ અનુભવ કરો. તમે સૂર્યોદય અને સૂર્યાસ્તને આશ્રમમાં થવા બીજે ક્યાંય તમારી જગ્યામાં જોયા છે ? તમે ક્યારેય આકાશમાં પ્રકાશના કિરણોનું રંગોમાં સુંદરતાથી થતું પરિવર્તન એકાગ્રતાથી નિહાળ્યું છે ? મોટાભાગનાં આપણે જાણતા નથી કે સૂર્યાસ્ત થઈ રહ્યો છે, અથવા સરળતાથી કહી દઈએ છીએ; “હા સૂર્ય આથમી રહ્યો છે; તેથી શું; તે તો દરરોજ એની રીતે આથમે જ છે.”
હું તમને કહું છું ; જ્ઞાન તમારી નિખાલસતાને ખતમ કરી નાંખે છે અને તમારા માટે જીવન ફીક્કું બની જાય છે. નહીંતર તમે જ્યારે સૂર્યોદય અથવા સૂર્યાસ્ત જુઓ ત્યારે તે તમારૂં મેડિટેશન બની જાય છે. તેની તરફ તમારા ભૌતિક
જ્ઞાનથી જોવાને બદલે, જો તમે તેનો ભાગ બની જાવ; તેમાં એકરૂપ થઈ જાવ, તો તમે જોશો કે તમે પણ આ ઉત્સવની ઉજવણી કરી રહેલાં અસ્તિત્વનો જ એક અંશ છો. પરંતુ આપણે કહેવાતા ‘જ્ઞાનને’ કારણે ફિક્કાં પડી ગયાં છીએ અને આપણું આ અજ્ઞાન પણ શબ્દોનો સંગ્રહ અને આપણો આંતરીક બબડાટ તથા ચિંતા સિવાય કશું જ નથી. આપણે ઘણાં બધાં શબ્દોનો સંગ્રહ કર્યો છે અને આપણે તેની સાથે જ જીવીએ છીએ. માટે જ આપણને કોઈ બાબત વિસ્મય પમાડતી નથી. અરે ભગવાન પણ જો તમારી પાસે આવીને કહે કે હું ભગવાન છું તો તમે કહેશો; “તેથી શું ?” તમારા કહેવાતા જ્ઞાનના કારણે તમે દરેક બાબતને એમને એમજ મળી છે તેવું સમજી લો છો. કિંમત વગરની સમજી લો છો.
તમારા કહેવાતા જ્ઞાનને કારણે તમે સંપૂર્ણ અસ્તિત્વને આ રીતે જ સમજો છો અને આ રીતે તમે સમગ્ર અસ્તિત્વને ચૂકી જાવ છો. તમે દુનિયાદારીની વસ્તુઓ પાછળ દોડ્યા કરો છો, જે તમને ફક્ત વધુને વધુ લાલસાઓ-તૃષ્ણાઓ અને ભય આપે છે. આ વસ્તુઓ પછી તમને ફરીથી તમારી મૂળ જાતથી અલગ કરી દે છે; તે તમને તમારી અંદર જોવાને બદલે બહાર જોવા માટે પ્રેરે છે; તે તમને તમારી આંતરીક તાકાત પર આધારિત કરવાને બદલે બહારની દુનિયાની ચીજો પર આધારીત કરી દે છે; તે તમને દિવ્ય આનંદમાં કાયમ માટે કેન્દ્રીત કરવાને બદલે, આનંદ અને હતાશાની વચ્ચે વારાફરતી ઝુલતા કરી દે છે.
તમને એવું લાગવા માંડે છે કે, બહારની દુનિયા જ સર્વસ્વ છે અને વધારે મોડું થાય તે પહેલાં તમારે દોડીને તેને પકડી લેવી જોઈએ. માટે જ તમે હંમેશા ઉતાવળમાં હો છો, તમારી અંદર હંમેશા બબડાટ ચાલુ રહે છે. આ કારણે જ તમે ઉંદરડાની જેમ દોડવાની હરીફાઈમાં હો છો. આથી જ તમે હંમેશા ભવિષ્યમાં જીવો છો, વર્તમાનમાં ક્યારેય નહીં.
જ્ઞાન ફક્ત માહિતીઓ, હકીકતો અને આંકડાઓ જ છે; તે સંપૂર્ણ પણે મૃત છે. જ્ઞાન ભેગું કરો, પરંતુ તેને કોઈપણ કાળે તમારું નિયંત્રણ ન કરવા દો. શીખવાનું ચાલુ રાખવું એ અલગ બાબત છે અને જીવનને જીવન તરીકે જોવું બીજી બાબત છે. મન જે કંઈ જુએ છે, તેની માહિતી ભેગી કરીને તેમાંથી તારણો તારવે છે, સારાંશો કાઢે છે અને ચુકાદાઓ આપે છે. તમે વધુ ને વધુ શબ્દો ભેગા કરવા માંગો છો, બસ આટલું જ : પરંતુ આનો ઉપયોગ શું ?
હું થોડા ભક્તોને લઈને મથુરા ગયો હતો. ભગવાન કૃષ્ણની જન્મભૂમિ. તે ખૂબ સુંદર જગ્યા હતી. કૃષ્ણના દિવસોનો અનુભવ કરતાં અમે યમુના નદીમાં બોટમાં બેઠા હતાં. ખૂબ જ બુદ્ધિશાળી લોકાના જૂથ સાથે મારો દિવ્ય આનંદ હું વહેંચી રહ્યો હતો. હું કૃષ્ણની રાસલીલાની જગ્યા બતાવી રહ્યો હતો. હું એટલો ઉર્મિલ થઈ ગયો હતો કે ન પૂછો વાત. અને મારા ભક્તો મને કહી રહ્યા હતા કે આ જગ્યાની ટાઈલ્સ હમણાં જ બદલાવી હોય તેવી નવી લાગે છે ! હું આઘાત પામી ગયો મેં તેમને કહ્યું, આના કરતાં હું ઓછા જ્ઞાની એવા લોકોને સાથે આવ્યો હોત તો હું મારી ઉર્મિલતાના તરંગોની વહેંચણી તેમની સાથે જરૂર કરી શકત.
જ્ઞાન અંતે મરેલું જ હોય છે. ગમે તેમ લોકો માણસની કિંમત આંકવા માટે જ્ઞાનનો ઉપયોગ કરે છે. તમારી પાસે જેટલું વધારે જ્ઞાન હશે એટલું તમને વધારે માન મળશે.
જ્ઞાનથી તમે સતત મન સાથે જ જીવો છો. તમારા મનથી ક્યારેય અસ્તિત્વને જાણી શકો નહીં. તમે અસ્તિત્વને ફક્ત તમારા હૃદયથી જ જાણી શકો. ફક્ત પ્રેમ દ્વારા જ તમે અસ્તિત્વને ઓળખી શકો અને મન પ્રેમને જાણતું નથી; ફક્ત હૃદય જ પ્રેમને જાણે છે. મન હંમેશા ગણતરીવાળો પ્રેમ જાણે છે. જે પ્રેમ છે જ નહીં. તે તમારી જાતને સપાટી પરનો સંતોષ આપવા માટે તમે કરેલી બીજી ગણતરી છે.
આધ્યાત્મિકતા એટલે માણસ અને અસ્તિત્વ વચ્ચેની સંપૂર્ણ સંવાદિતા અને ગહન સંબંધની સમજણ. તમે જ્યારે આ સમજી જાવ છો અને તમારી બધી જ મથામણ છોડી દો છો, ત્યારે તમે નદીના પ્રવાહની જેમ વહેવા માંડો છો. નદી પોતાની યાત્રા પુરી કરીને મહાસાગરમાં વિલીન થઈ જાય છે. તમારે ફક્ત જતું કરવાની જરૂર છે.
હું એમ નથી કહેવા માંગતો કે, તમે એક ખૂણામાં બેસી જશો એટલે નદી જેવા બની જશો. ના ! તમારું કામ એવા અતૂટ નિર્ભય વિશ્વાસથી કરો અને એવું અનુભવતા રહીને કરો કે, જે શક્તિ આખા બ્રહ્માંડને સંભાળે છે, તે જ શક્તિ તમારો શ્વાસોશ્વાસ ચલાવે છે અને તે જ જીવન શક્તિ તમારી કાળજી લઈ રહી છે. આટલુ પુરતું છે.
માત્ર જવાબદારી ઉચ્ચ સત્તાને સોંપી દો અને રીલેક્સ થઈ જાવ. પછી તમે મહારાજાની જેમ જીવી શકશો. પછી તમે વહેતી નદીનું તાલબધ્ધ સંગીત સાંભળી શકશો, અસ્તિત્વમાં ભળી શકશો, તમારી અને અસ્તિત્વ વચ્ચે સંવાદિતા આવશે. તમારે આ સંવાદિતા સાથે તાલ મેળવવાની જરૂર છે. અને પછી તમારી બધી જ ચિંતાઓ અદ્રશ્ય થઈ જશે !
અલબત્ત અસ્તિત્વ તમારી સંભાળ લે છે તેની કોઈ સાબિતી નથી. અમુક બાબતોને સાબિત કરી શકાતી નથી. તમે સાબિત કરી શકો છો કે આ જ પૂર્વ દિશા છે ? ના ! તમે સૂર્યોદય અને સૂર્યાસ્તની વિલક્ષણતાને સાબિત કરી શકો? ના! તમે ફક્ત તેનો અનુભવ કરી શકો. તમે તેને જેમ સાબિત નથી કરી શકતાં, તેમ તેને અ-સાબિત પણ નથી કરી શકતા.
તમે વિજ્ઞાનથી સૂર્યને રોજ ઉગતો અને આથમતો અટકાવી શકો ?
સમજી ગયા ! અસ્તિત્વ એક બાબત એવી છે કે જે તર્કની બહાર છે. જો તમે અસ્તિત્વને તર્કથી સાબિત કરી શકો તો એનો અર્થ એ થયો કે તર્ક અસ્તિત્વ કરતાં મહાન છે. અને આવું ક્યારેય ન બની શકે !
એક માણસે મને પૂછ્યું; “માસ્ટર, આધ્યાત્મિક બનવા માટે મારે હિંદુ થવું જોઈએ ?” પ્રશ્ન સાંભળીને મને આંચકો લાગી ગયો. તમારે હિંદુ બનવાની જરૂર નથી. જુઓ ખૂબ જ સ્પષ્ટતાથી સમજીલો, તમારી સમજણ પર ગમે તેનો કાબુ હોય તેને આધ્યાત્મિકતા સાથે કોઈ સંબંધ નથી. આધ્યાત્મિકતાના ઘેરાવામાં બધું જ આવી જાય છે.
‘હું આ છું, કે હું પેલો છું.’ તમારાં આ બધા જ ચિન્હો છોડી દો. તમારી જીંદગીને ખુલ્લી રાખો. આ જ આધ્યાત્મિકતાનો પાયો છે. આ કંઈક આવું છે : જે માણસ હંમેશા બંધિયાર રૂમમાં જ રહે છે, તે ખુલ્લી હવા અને તાજગી વિષે જાણતો નથી. તે હંમેશા વાડા બંધીના વિચારોવાળો હોય છે. એક વખત તમે જે ક્ષણે આવા બંધનો તમારા પર સ્વીકારો લો છો, પછી તમારી અંદરના અસીમ પ્રેમ અને કરૂણાને તમે જાણી શકતા નથી. તમે ફક્ત ચિંતા અને ફરિયાદ જ કર્યા કરો છો. તમે ખીલી શકતા નથી.
ભગવાન બુધ્ધને એક વખત કોઈ પુછ્યું કે, લોકો કરૂણા સભર ના હોય તેને કેવા પ્રકારનું નર્ક આપવું જોઈએ. તેમણે જવાબ આપ્યો; “તમે તેમને નર્કમાં મોકલી શકો નહીં, કારણ કે તેઓ પહેલેથી નર્કમાં જ હોય છે. તમે જ્યારે નર્કમાં હો છો, ત્યારે બીજા માટે નર્ક પેદા કરો છો. કારણ કે તમારી પાસે જે હોય તે જ તમે બીજાને આપી શકો.
એક નાની વાર્તા :
એક માતા અને પુત્ર વચ્ચે ગરમાગરમ દલીલો ચાલતી હતી, અને માતાએ પૂછ્યું; “તારે મગજ જેવું કશું છે કે નહીં?”
પુત્ર હસવા માંડ્યો.
માતાએ પૂછ્યું કે તું કેમ હસે છે?
પુત્રએ જવાબ આપ્યો; “જે તમારી પાસે નથી હોતું એના વિશે જ તમે બીજાને પૂછો છો?”
આપણે જ્યારે અશાંત હોઈએ છીએ ત્યારે બીજાની શાંતિમાં ખલેલ પહોંચાડીએ છીએ. આપણા મનને આપણે વારંવાર ચકાસીને જોવું જોઈએ કે, એવી કઈ બાબત છે, જે મજા અથવા પરમ આનંદ આપી શકે. સ્પષ્ટતાથી સમજી લો, સુખ દિવ્ય આનંદ કરતાં અલગ છે. દિવ્ય આનંદ તમારી અંદરની અતિ સુંદર, અત્યંત લાગણીવશતાની અનુભૂતિ છે. જે તમને અસ્તિત્વના અલગ જ પ્રકારના અવકાશમાં મુસાફરીનો અનુભવ કરાવે છે. સુખ અથવા ખુશી મોટે ભાગે બહારની દુનિયાની વસ્તુઓ સાથે સંબંધિત હોય છે અને આપણા માટે સતત દુઃખ પેદા કરે છે.
સુખ એ બીજા સાથે સંબંધિત છે. જ્યારે દિવ્ય આનંદ પોતે જ પરિપૂર્ણ છે. દિવ્ય આનંદ કંઈક એ છે કે જેને વિરુદ્ધની બાજુ હોતી જ નથી. સુખ અને ખુશી લોલક જેવાં છે, જે ઝુલીને સામેના છેડ જઈને પાછા આવવા બંધાયેલા છે. પરંતુ પરમ આનંદ લોલક નથી; તે ક્યારેય ઝુલતો નથી, બસ તે માત્ર ‘હોય છે’
વારંવાર તમારા મનને બારીકાઈથી તપાસો અને જાણો કે શું આનંદ આપે છે. પછી તેને અનુસરવાનું શરૂ કરો. એક વખત તમારી અંદરથી જ અવાજ આવશે કે તમે પરમ આનંદની લાગણી તરફ આગળ વધી રહ્યા છો; એક વખત તમારી જાતમાં શ્રધ્ધા બેસી જશે, એટલે તમે તમારા જીવનની બધી બાબતોને ફરી વખત ગોઠવશો અને તેને આ પરમ આનંદ તરફની તેજસ્વી દિશા આપશો. તમારી દરેક ક્રિયા અને દરેક વિચાર પરમ આનંદનો અનુભવ કરવા માટેનાં હોવા જોઈએ. તમે અત્યારે શક્તિ ખર્ચો છો, પછી તમે તેને મેળવતા થઈ જશો. તમે હંમેશા શક્તિથી ઉભરાતા હશો.
અમુક લોકો કહે છે કે અમારે ચિંતાઓ છોડીને શાંતિથી જીવવું છે. તે લોકો જે શાંતિ વિશે વાત કરે છે, તે જીવંત શાંતિ નથી. તે તો મૃત શાંતિ છે. તે તો જીવન વગરની અને નિષ્ક્રિય શાંતિ છે. જે જીવનની વિવિધ લાગણીઓને કઈ રીતે સંભાળવી તે નહીં જાણવાના પરિણામે આવે છે. આવી શાંતિ લોકો ઝંખે છે, કારણ કે જીંદગીને સંભાળવી તેમના માટે વધારે પડતું થઈ જાય છે. તે ‘દ્રાક્ષ ખાટી’ છે કહીને દૂર જતા રહેવા જેવી વાત છે.
સાચી શાંતિ તો તમારી અંદરથી આવે છે, જેને બહાર શું ચાલી રહ્યું છે, તેનાથી કોઈ ફરક પડતો નથી. તમે માત્ર તમારી જાતમાં ખુશ હો છો; તમે દરેક બાબત અને દરેક વ્યક્તિને એ રીતે જુઓ છો કે, એક તાજગી તમને ચૂમતી જાય છે અને પસાર થઈ જાય છે. કોઈપણ વ્યક્તિ કે વસ્તુ હોય તમારી શાંતિ તમારી સાથે જ રહે છે. લોકો કે સંજોગો તેમાં કોઈપણ પ્રકારનો ફેરફાર કરી શકતાં નથી.
સાચી શાંતિ તમારી અંદરના દિવ્ય આનંદની અનુભૂતિ સિવાય બીજું કશું નથી. જ્યારે શાંતિ પરમ આનંદમાંથી જન્મે છે, ત્યારે તે તમને અને બીજાઓને શાંતિની સ્થિતિમાં રાખે છે. એક વખત તમને તમારી અંદર આ શાંતિ મળી જાય પછી, તમે ક્યારેય નહીં કહો કે “મને શાંતિથી જીવવા દો. શાંતિમાં છોડી દો.” વગેરે વગેરે ... જે ક્ષણોમાં તમે આવી વાત કહો છો; એનો અર્થ એ છે કે તમે બીજાની કૃપાથી શાંતિ મેળવવાનો પ્રયત્ન કરો છો, જે ખરી શાંતિ જ નથી.
શાંતિ તમારી અંદર વિકાસ પામતું વિશ્વાસપાત્ર કેન્દ્ર છે, જે તમને હંમેશા તમારી જાત પ્રત્યે ખુશ રાખે છે. બહાર ગમેતે બનશે તે એક બીજો બનાવ હશે. બસ આટલું જ. તેને તમારી શાંતિ સાથે ક્યારેય સંબંધ નહીં હોય. જે ક્ષણે તમે તેને તમારી શાંતિ સાથે સંબંધિત કરો છો ત્યારે સ્પષ્ટતાથી સમજી લો, તમારી અંદર સાચી શાંતિ આવી નથી.
અમારી દર વરસની હિમાલયની સફરમાં, તેમાંના અમુક લોકો ત્યાંની મુશ્કેલીઓ અને શરીરને અનુકુળ ન આવે તેવી પરિસ્થિતિઓની ફરીયાદ કરતાં હોય છે. ત્યારે હું લોકોને વારંવાર કહું છું કે હિમાલયમાં હોવું એ જ બહુ મોટા આશીર્વાદ છે. જે ઘણાં બધાં લોકોને મળતાં નથી, અને તમારે તેનો ફક્ત આનંદ ઉઠાવવો જોઈએ અને બાકી બીજુ બધું નજીવું સમજીને છોડી દેવું જોઈએ. ગમે તેમ પણ લોકો તરત જ વ્યગ્ર બની જાય છે અને આવી નજીવી બાબતોની વાતો કરવા લાગે છે.
આવા એક પ્રસંગે, તેમાંના જ બે યુવાન ભક્તોએ મને કહ્યું; “માસ્ટર આ લોકો મુશ્કેલીઓ વિષે વાતો કરે છે અને તેના વિષે ચિંતા ન કરવાનો પ્રયત્ન કરે છે, પરંતુ અમને તો કોઈ મુશ્કેલી દેખાતી જ નથી ! અમે તો બધો સમય અમારી અંદર આનંદ જ કરીએ છીએ !” મારો કહેવાનો મતલબ આ જ છે. જ્યારે તમે તમારી જાત પ્રત્યે ખુશ હો છો. ત્યારે ત્યાં ‘મારી શાંતિ’ કે ‘તમારી શાંતિ’ જેવી કોઈ વાત જ હોતી નથી. તે જે કંઈપણ હોય, પણ ‘તે’ છે. બસ આટલું જ. તમે અહીં છો, તેઓ ત્યાં છે, એકબીજા સાથે કશું જ સંકળાયેલું નથી બસ. આટલું જ. તમે માત્ર તમારી શાંતિ અને દિવ્ય આનંદની સ્થિતિમાં ચાલ્યા કરો.
ફરીયાદ, ચિંતા સાથે સંબંધિત છે કારણ કે તમે અશાંત હો છો અને શબ્દોમાં જકડાયેલા હો છો. જો તમે, માત્ર પાણીનો એક નાનો જગ અને બે જોડી કપડાં સાથે હિમાલયમાં ફરતાં ભિક્ષુકોને જુઓ, તો તમને ખ્યાલ આવશે કે તમારે પણ આના કરતાં વધારાની બીજી કોઈ જરૂર નથી. તેના વિષે ફરિયાદ કરવા જેવું કશું જ નથી.
તમે ફરીયાદ શા માટે કરો છો ? હકીકતમાં જે લોકો ફરીયાદ કરે છે, તેઓને ઘણીબધી વસ્તુઓ એમ જ મળી ગઈ હોય છે; તેઓ જાણતા નથી કે શું કરવું અને તેઓ ફરિયાદ કરે છે ! જો તમારી પાસે બધું પૂરતું હોય અને જીવવા માટે તમારે કોઈ સંઘર્ષ કરવો ન પડતો હોય, તો તમારી પાસે ફરિયાદ કરવાનો સમય હોય છે. પરંતુ જ્યારે તમારું જીવન સંઘર્ષની ટોચ પર હોય છે ત્યારે તમે તમારા કામમાં એકાગ્ર બની જાવ છો અને ફરિયાદ કરતાં નથી. કારણ કે તમે જો ફરિયાદો કરવામાં રહેશો, તો તમારું કામ કોણ કરશે ?
હિમાલયમાં સૌથી વધુ મજબૂત હોય તે જ બચે છે. તમારે બધો વખત જાગ્રત અને સાવધાન રહેવું પડે છે. ત્યાંની ઊંચી ભેખડો ગમે ત્યારે તમારી ઉપર પડી શકે છે; એકાએક બરફ વર્ષા થાય છે અને જાણીતી કેડીઓને ઢાંકી દે છે; ખોરાક પાણી એકાએક ખૂબ જ ઓછાં કરી નાખવા પડે છે. કારણ કે પૂરતો પૂરવઠો હોતો નથી. અને આવી ઘણી બાબતો હોય છે.
આવા સંજોગોમાં તમારે ત્યાંના લોકોનું નિરીક્ષણ કરવું જોઈએ. એ લોકો ખૂબ જ નિખાલસ, નિર્દોષ અને ઉષ્મા ભર્યો આવકાર આપવાવાળાં હોય છે, જેઓ ક્યારેય ત્યાંની ફરીયાદ કરતાં નથી. તેમની પાસે ઘણું બધું શીખવાનું છે. તેઓ કોઈ બાબતને અજુગતિ જોતાં જ નથી; તેઓ બસ ખુશીથી રહે છે. આટલું જ. તેમની આસપાસ જે બની રહ્યું હોય છે, તેની સાથે તેઓ પોતાની પ્રવૃત્તિઓને સરળતાથી ગોઠવી દે છે. તેઓ ચિંતા કરતા નથી.
અત્યારે તમારી પાસે જે કંઈ છે, તે લઈને તમે શા માટે નીકળી પડયા નથી ? જે લોકો ભારતમાં જન્મીને મોટાં થયા હોય છે, તેઓ જ્યારે અમેરિકા જઈને પાછા આવે છે, ત્યારે ભારતની પરિસ્થિતિઓ વિશે ફરીયાદો કરવાનું ચાલુ કરી દે છે; અહીંના બાથરૂમો વિષે, રસ્તાઓ વિષે, સગવડો વિષે, અને બીજું શું શું નહીં. આ બધું બતાવે છે કે તમે જે રીતે આ વ્યક્ત કરો છો, તે બતાવે છે કે તમે વધારે આંડબરી બનીને ફરીયાદો કરો છો. નહીંતર તો વિદેશમાં ફરીને આવવાથી તમારે વધારે વિશાળ મનના બનીને ખીલવું જોઈએ.
તમે જ્યારે ઊંડાણ પૂર્વક સમજણ કેળવો છો, ત્યારે તમે ફરીયાદો કરવાનું બંધ કરી દો છો. જ્યારે તમે સમજી જાવ છો કે, તમારી અંદર હોવા છતાં પણ તમે વરસી શકતાં નથી, પરંતુ અસ્તિત્વ દરેક માણસ અને દરેક વસ્તુ ઉપર પોતાની મહેરબાની વરસાવી રહ્યું છે, ત્યારે તમે ફરીયાદો કરવાનું છોડી દો છો. તમે ફરિયાદો કરો છો, કારણ કે તમને એવું લાગે છે કે, તમારી પાસે કશું કિંमती છે, અને તે અસ્તિત્વે તમને આપેલું નથી.
ખૂબ જ સ્પષ્ટતાથી સમજી લો. કોઈપણ કિંમતી અથવા કિંમત વિનાનું હોતું નથી. કોઈપણ પાપી અથવા પુણ્યશાળી નથી. બધું કુદરત સાથેની સંવાદિતા અને સમજણ મુજબ લયમાં ચાલે છે અને તમને અસ્તિત્વના અને તેની ભેટોના સ્વીકારનારા બનાવે છે. આ પ્રકારની ઊંડી સમજણ તમને જાગ્રતતામાં ફેરવે છે.
જો તમે ખુલેલાં હો છો, અસ્તિત્વ વરસે છે. અસ્તિત્વ સતત સદાય વરસતું જ રહે છે. ફક્ત આપણે એ જાણતાં નથી તેનો સ્વીકાર કેવી રીતે કરવો. આપણે હંમેશા બીજી બાબતો તરફ જોતાં હોઈએ છીએ. આપણે આપણાં ‘મણિપૂરક ચક્ર’ માં અતિશય દબાઈ ગયાં છીએ ! આપણે શબ્દો ભેગા કરવામાં જ અતિશય રોકાયેલા છીએ !
જ્યારે તમે તમારી જાત સાથે રહેવાનું શીખી લો છો, ત્યારે તમે અસ્તિત્વ સાથે ગાઢ સંપર્કમાં આવો છો. પરંતુ આપણે ક્યારેય આપણી જાત સાથે હોતાં નથી. આપણે બધો જ સમય લોકો સાથે, અવાજો સાથે હોઈએ છીએ. આપણે આપણી જાત સાથે રહેવામાં ખૂબ જ ભય અનુભવીએ છીએ. આપણે એકલા પડી જઈએ છીએ અને વિભાજીત થઈ જઈએ છીએ. આપણી સાથે હોઈએ છીએ, ત્યારે આપણે હતાશામાં જતાં રહીએ.
તમે તમારી માતાના ગર્ભમાં એકલાં જ હતાં. અને એજ તમારો સાચો સાચો સ્વભાવ છે. પરંતુ તે પછી શું બને છે? તમે વિચારવાનું શરૂ કરી દીધું છે. તમારે સુખી થવા માટે લોકોની જરૂર છે. તમે લોકો સાથે હસો છો, તમે લોકો સાથે રડો છો, તમે લોકો સાથે વાતો કરો છો, તમે લોકોને કારણે બધું જ સહન કરો છો અને બીજું શું શું નહીં. તમારી જાત સાથે કઈ રીતે ઉજવણી કરવી તે તમે જાણતા નથી.
જે ક્ષણે તમે તમારી જાતને એકલી અનુભવો છો; તમે તમારી અંદર વિભાજીત થવા લાગો છો, તમારો આંતરિક બબડાટ શરૂ થઈ જાય છે, તમારી ચિંતાઓ શરૂ થઈ જાય છે. તમે એવું વિચારવાનું શરૂ કરો છો કે અવાજ કેમ પેદા કરવો અથવા કોને બોલાવીને વાત કરવી અથવા કોની સાથે કોમ્પ્યુટર પર ગપસપ કરવી અને આવા પ્રકારની નકામી વાતો તરફ દોડો છો.
જો તમને બધો જ સમય લોકો અને અવાજ સાથે રહેવાની જરૂર પડતી હોય, તો તમે સ્પષ્ટ રીતે તમારી જાત સાથે રહેતાં ગભરાવ છો. તમે તમારી અંદર નજર કરતાં ગભરાવ છો. અને તેથી તમે બહાર જુઓ છો. તમે જ્યારે
મેડિટેશન કરતાં થઈ જાવ છો, પછી તમને ખ્યાલ આવે છે કે તમારે સુખી થવા માટે સંબંધોની જરૂર નથી. તમારી જાત માટે તમે જ પૂરતાં છો. જ્યારે તમે તમારી જાત સાથે શક્તિથી રહી શકતાં નથી, ત્યારે તમે તમારી જાતના પરિઘ ઉપર જ રહો છો, કહેવાતા સંબંધોથી જકડાયેલાં.
તમારો સૌથી પહેલાં તમારી જાત સાથે સંબંધ હોવો જોઈએ. જ્યારે આ સંબંધ મજબૂત અને સ્થિર હોય છે, ત્યારે બીજા સાથેના સંબંધો આકસ્મિક બની જાય છે. તમારે અત્યારે હવે પરિઘ ઉપર રહીને કેન્દ્રની જેમ રહેવા માટે અને કેન્દ્રમાં રહીને પરિઘ પર રહેવા માટે શું કરવાની જરૂર છે ? તમારે પરિસ્થિતિને ઉલ્ટી ફેરવવાની છે. આ માટે તમારે અંદરથી માપવાનું શરૂ કરવાનું છે. તમારે તમારી અંદર શાંતિ સ્થાપિત કરવાની છે.
આ માટે તમારામાં તમારા મનની પાર જવાની હિંમત જોઈએ. તમે દરેક જણને મુલાકાત આપવા તૈયાર છો, પરંતુ તમારી જાતને નહીં. તમે બીજાને મુલાકાત આપો છો, કારણ કે તેથી તમારો અહમ પોષાય છે. તમે તમારી જાતને મુલાકાત નથી આપતાં, કારણ કે તમને ડર છે કે સત્ય બહાર આવી જશે અને તમે તેનો સામનો નહીં કરી શકો. તમે બધી જ ખોટી જગ્યાઓમાં પરમ આનંદની શોધ કરવામાં અનુકુળતા અનુભવો છો અને એ તમને છેતરે છે. જો તમારે ખરેખર દિવ્ય આનંદ શોધવો હશે, તો તમે તે શોધી શકશો. પરંતુ તમારામાં હિંમત જોઈએ.
હકીકતમાં આપણે બધા એક જ ચીજની શોધમાં છીએ. તે છે દિવ્ય આનંદ પરંતુ આપણે બધાં તેને સતત ખોટી જગ્યાઓમાં શોધી રહ્યા છીએ. હું જો યુવાનોને પૂછીશ, તમને કઈ બાબતમાં સુખ મળે છે. તો તેઓ તરત જ કહેશે 'ડ્રગ્સમાં' તેઓ પણ પરમ આનંદની શોધમાં જ છે. ક્યારેય જેનો અંત ના આવે, તેવા દિવ્ય આનંદની શોધમાં. પરંતુ ખોટી દિશામાં !
આપણાં મૂળભૂત વિચાર તંત્રની જગ્યા નકારાત્મક વિચાર તરેહોએ લઈ લીધી છે અને તેથી આપણે આપણાં રસ્તાથી વિરુધ્ધ દિશામાં ઘણાં દૂર જતાં રહ્યાં છીએ. આપણી જીંદગી જેવી હોવી જોઈએ, તેના કરતાં બિલકુલ અલગ જ છે. ડ્રગ્સ લેવાથી તમે દિવ્ય આનંદ મેળવી શકો ? ડ્રગ્સ લઈને તમે તમારી જાતથી ભાગી છૂટો છો અને પરિસ્થિતિને વહેલી કે મોડી વધારે ખરાબ કરી નાંખો છો અને તમારું સ્વાસ્થ્ય મુશ્કેલીમાં મુકાઈ જાય છે. આખી બાબતમાં રહેલી મૂર્ખતા તો જુઓ !
આવા વિચારો તમને મૂર્ખતા પૂર્ણ લાગે છે, કે કારણ કે તે તમારાથી ખૂબ જ દૂર છે. એ તમારા જમીર પર ઘા કરે છે અને તમને ઈજા પહોંચાડે છે. પરંતુ સુખને શોધવા માટેની તમારી મરજી, તમારી પ્રવૃત્તિઓ પણ આના જેવી જ છે. પરંતુ અલગ પ્રમાણમાં. એટલી બધી જમીરના સ્તર સુધી નહીં. માટે એવું ન વિચારો કે ડ્રગ્સ લેનારા મૂર્ખ છે. તમને જ્યારે સમય મળે ત્યારે તમારા મનનું નિરીક્ષણ કરજો અને તમને સમજાઈ જશે હું શું કહેવા માંગુ છું.
જાગૃતતાથી તમારી જાતની અંદર જુઓ અને મન કઈ રીતે કામ કરે છે, તેનું નિરીક્ષણ કરો, તમારી ચિંતાઓ કેવી રીતે મૂળીયા નાંખે છે તે જુઓ. આપણે બધાં જ શબ્દોનો સંગ્રહ કરીએ છીએ, અભિપ્રાયો બનાવીએ છીએ અને વારંવાર આજ તરેહો પર ચાલ્યા કરીએ છીએ.આવી રીતે ચિંતા મૂળીયાં નાંખે છે અને બળવાન બનતી જાય છે.
જ્યારે કોઈક દિવસ તમારો દિકરો મોડો ઘરે આવે છે, ત્યારે તમે એવું ધારી લો છો કે, ઘણું કરીને તે કોઈ ખરાબ સોબતમાં ચડી ગયો હશે, માટે જ તે મોડો આવે છે. તમારામાં આવી નોંધણી શરૂ થઈ જાય છે. બીજી વખત જ્યારે તેને ખરેખર તેના ક્લાસમાં મોડું થયું હશે, ત્યારે તમારી નોંધણી સપાટી પર આવશે અને તમે એવી જ પ્રતિક્રિયા
આપશો. તમારી પ્રતિક્રિયા તમારા દીકરાને ફક્ત નાસીપાસ જ નથી કરતી, પરંતુ તેને મન માન્યું કરવા માટે બળ પૂરું પાડે છે અને તે તમારી ખુલ્લી અવજ્ઞા કરવા માંડે છે. તમારે એ સમજવાની જરૂર છે કે દરેક વ્યક્તિ વિકસતી અને વહેતી હોય છે અને તમે તેને તમારી પોતાની કલ્પનાના ચોકઠાંમાં ઢાળવાની કોશિશ કરો તે તેને મદદરૂપ થતું નથી.
કલ્પનાઓ સાથે જીવવું સહેલું છે, પરંતુ હું તમને કહું છું : તમે જે માનતા હો છો, તેમાં ૯૯% ખોટું હોય છે. તમને સમજાશે કે તમારી અને બીજી વ્યક્તિ વચ્ચે એક મોટો પડદો છે. તમે જો લીલા રંગના ચશ્મા પહેર્યા હશે તો તમને આખી દુનિયા લીલા રંગની દેખાય છે. બસ આટલું જ.
મોહમ્મદ નબી કહે છે; “તમે જ્યારે દુનિયાને અમુક રીતે જુઓ છો, ત્યારે એ ‘અમુક’ તમે જ છો” તમે જ્યારે મને કોઈક બીજાની વાત અથવા ફરીયાદો કરો છો, ત્યારે તમારે કબુલવું જોઈએ કે તમે ચિંતામાં છો અને તેથી જ આ બધી વાત મને કહો છો, પરંતુ હકીકતમાં તમે તમારું જ મન સાફ રીતે બતાવતા હોય છો, કારણ કે તમે તે બાબતને એવી રીતે જ જુઓ છો, જેવી તમારે તેને જોવી હોય છે. જેવી હોય તેવી ક્યારેય નહીં. જ્યારે તમે તમારે જોવું હોય તેવું જ જુઓ છો, ત્યારે તમે ઘણું બધું ગુમાવી દો છો.
હકીકતમાં શું બન્યું હોય છે. હું તમને સમજાવું છું :
થોડા વરસ પહેલાં હું એક ડ્રાઈવરને લઈને આશ્રમથી દરરોજ શહેરમાં જતો હતો.
એક દિવસ મારે એક ચોક્કસ શેરીમાં જવાનું હતું અને મે તે શેરીને યાદ કરીને ડ્રાઈવરને સૂચના આપી કે તે શેરીની બાજુમાં મસ્જીદ છે.
તેણે કહ્યું કે, ત્યાં એ વિસ્તારમાં મસ્જીદ છે જ નહીં.
મેં તેને મસ્જીદની બાજુની જાણીતી હોટેલનું નામ આપીને તેને યાદ અપવાવાની કોશિશ કરી, પરંતુ તે તેને ઓળખવામાં પણ નિષ્ફળ ગયો.
અને છેલ્લે મેં તેને કહ્યું કે તે વિસ્તારમાં એક હનુમાનજીનું મંદિર પણ હતું.
તેના ચહેરાપર તરત જ ચમક આવી ગઈ અને તેને તે જગ્યાનો ખ્યાલ આવી ગયો. પછી તે મને તે શેરીમાં લઈ ગયો અને મેં તેને પેલી મસ્જીદ બતાવી, જે બરાબર મંદિરની બાજુમાં જ હતી અને મંદિર કરતાં પાંચ ગણી મોટી.
તે આઘાત પામી ગયો !
એ રૂઢિચુસ્થ હિંદુ હતો. તેથી તેણે આટલા મહિનામાં ક્યારેય મસ્જીદ તરફ નજર નહોતી કરી. હું તમને કહું છું: ક્યારેય જીવનમાં કોઈપણ બાબતને ઝડપણે વળગી ન રહો અથવા અંધશ્રધ્ધાળુ ન બનો.
જરા નદી બાબતમાં વિચારો. તમે જ્યારે પહેલી વખત નદીમાં પગ મૂકો છો અને બહાર કાઢો છો અને ફરી વખત પાછો પગ અંદર મૂકો છો, ત્યારે શું એ જ નદી હોય છે ? ના ! નદીનો ચહેરો બદલાઈ ગયો હોય છે. એનું એ પાણી ત્યાં હોતું જ નથી, નવું પાણી આવી ગયું હોય છે. આવું હોય છે કે નહીં ?
માટે તમારી જાતને કોઈપણ બાબતથી ઓળખાવવાની મથામણ ન કરો. જીવન સતત બદલાતું રહે છે. તમારી સાંકડી માન્યતાઓને કારણે તમારો આધ્યાત્મિક વિકાસ બંધ પડી જાય છે અને દબાઈ જાય છે. તમે આંખે ડાબલા બાંધેલા
ઘોડા જેવા બની જાવ છો. જે રસ્તાને માત્ર મર્યાદિત જ જોઈ શકે છે. જીવનમાં વિશાળ દૃષ્ટિ હોવી જરૂરી છે.
આપણા વડવાઓએ આપણને ખોરાક તો પુષ્કળ આપ્યો છે, પરંતુ તેનો સ્વાદ લેવા માટે જીભ નથી આપી. આ જીંદગીનો આનંદ માણવો તે આપણાં ઉપર આધાર રાખે છે. બહારની દુનિયાની વસ્તુઓમાં નહીં. પરંતુ તમે તેનો કઈ રીતે આનંદ લો છો તે મહત્વની વાત છે. આ ખૂબ જ સ્પષ્ટતાથી સમજી જવાની જરૂર છે. જીવનને આનંદ પૂર્ણ બનાવવું કે દુઃખી બનાવવું તે તમારા મનની સ્થિતિ પર જ આધારીત છે.
જો તમે તમારા મનની અત્યારની સ્થિતિમાં સંપૂર્ણ ખુશ હો તો તે બરાબર છે. પરંતુ જો તમને તેમાં થોડો ફેરફાર કરવાની જરૂર લાગતી હોય, તો ક્યાંક સમસ્યા છે. તમે ઘણી વખત છોડને વધીને ખીલવા માટે તેના સૂકાં પાંદડાં, ડાંભળા કાપીને દુર કરવાનો પ્રયત્ન કરો છો. આવો છોડ જલ્દી વધે છે !
કાંતો તમે તમારા મનની હાલની પરિસ્થિતિમાં જીવો અથવા ખરાબ ભાગ કાઢી નાંખીને નવી સ્થિતિ બનાવો. તમે કપડાંને જે રીતે બીજો રંગ ચડાવો છો, તે રીતે તમારા મનની હાલની સ્થિતિ ઉપર બીજો રંગ ચડાવી શકો નહીં. તમે મનની સ્થિતિને છોડી શકો નહીં, તેમાં સંપૂર્ણ પરિવર્તન જ થવું જોઈએ, નહીંતર પાછા જુના રસ્તે લપસી પડવાનું જોખમ હંમેશા રહે છે.
જ્યારે તમારી મનઃસ્થિતિ સ્પષ્ટ હોય છે, તમને ક્યારેય ચિંતા થશે નહીં. તમે જ્યારે શબ્દો અને અટપટી વિચારો તરેહોથી ગુંચવાયેલા હો છો, ત્યારે જ હંમેશા તમને ચિંતા થાય છે. હું લોકોને હંમેશા કહું છુંઃ તમે જ્યારે તમારી જાત બાબતમાં ચોક્કસ નથી હોતા, ત્યારે જ તમે ચિંતા કરવાં માંડો છો; કે ગ્રહો નડતાં હશે ! તમે વિશ્લેષણ કરવાનું શરૂ કરો છો. કયો ગ્રહ ક્યાં કેન્દ્રીત છે અને તે તમને કઈ રીતે નડે છે. હકીકતમાં સમસ્યા એ છે કે તમે જ તમારા કેન્દ્રમાં નથી.
તમારી પાસે સમય હોય ત્યારે તમારા મન ઉપર કામ કરજો. તેને જોઈને સાફસૂફ કરજો. આખરે તો તમે દિવસના ચોવીસ કલાક, તમે તમારા મન સાથે જ હો છો. હો છો કે નહીં ? તો પછી તેને સાફ શા માટે ના રાખવું ?
મેં એવા લોકોને જોયાં છે, જેમને પોતાના ઘર માટે ગૌરવ હોય છે. તેઓ વેક્યુમ ક્લીનર વાપરીને તેમના ઘરને ધૂળ વગરનું બિલકુલ ચોખ્ખું રાખે છે. તેઓ ધૂળનો એક રજકણ પણ સહન કરી શકતાં નથી. તેઓ કારપેટને પણ એવી જ સાફ કરે છે. પરંતુ જે ઘરમાં તમે ચોવીસ કલાક રહો છો તેનું શું ? તમારું મન ? તમે તેની સાથે ચોવીસ કલાક હો છો; તમારો દરેક નાનો વિચાર કે ક્રિયા તેની સાથે સંકળાયેલી હોય છે.
તમે તમારા ઘરમાં શક્તિના તરંગો પેદા કરવા માટે વાસ્તુશાસ્ત્ર, ફેંગશૂઈનો ઉપયોગ કરો છો. પરંતુ તમે એક વાત સમજતાં નથી; તમારે તમારા ઘરને સતત શક્તિથી ભરવું પડે છે, કારણ કે તમે તેને સતત નકારાત્મકતાથી ભર્યા કરો છો. આ સત્ય છે.
તમે જ્યારે તમારા ઘરને નકાત્મક વિચારો અને તમારી ચિંતાઓથી ભર્યા કરો છો, ત્યારે એ જગ્યા એજ નકારાત્મક વિચારો તમારી તરફ પાછા તરંગીત કરે છે અને પછી જે ક્ષણે તમે ઘરમાં દાખલ થાવ છો, તમે તે નકારાત્મક વિષ ચક્રમાં પકડાઈ જાવ છો.
ઘરમાં દાખલ થતાં પહેલાં તમે બિલકુલ બરાબર હતાં એવો અનુભવ તમને કેટલી વખત થયો છે ? જે ક્ષણે તમે ઘરમાં પગ મૂકો છે કે તરત જ તમે જાણીતી નકારાત્મક તરેહોની પકડમાં આવી ગયા હો તેવો અનુભવ કરો છો. આ બીજું કશું જ નથી પરંતુ તમારા પોતાના વિચારો છે, જેનાથી તમે તમારા ઘરને ભરી દીધું હોય છે. પછી તમે શું કરો છો? તમે ઘરની ગોઠવણી બદલવા માટે વાસ્તુશાસ્ત્રીને બોલાવો છો અથવા મંદિરના પૂજારીને બોલાવી યજ્ઞ કરાવો છો અને ઘરને પવિત્ર બનાવો છો અથવા તમારા ઘરને તમે ફેંગશૂઈના વિચારો પ્રમાણે ગોઠવો છો.
જ્યારે આ બાબતો પૂરી ગંભીરતાથી કરવામાં આવે છે, ત્યારે તમારા ઘરમાં તે ઉપયોગી થાય છે, પરંતુ તમારે એક વાત સમજી લેવી જોઈએ; આ બધી વધારાની રીતો છે. હકીકતમાંતમારે તમારી જાતને પવિત્ર કરવી જોઈએ અને મનની સ્થિતિને પરમ આનંદદાયક બનાવવી જોઈએ, જે આપોઆપ આનંદના કિરણો પ્રસરાવ્યા કરે અને જેમાં તમે રહો છો તે જગ્યાને આનંદથી ભરી દે.
એક માણસને પૂછવામાં આવ્યું કે તમારા ભૂતકાળ અને વર્તમાન કાળમાં શું ફરક છે.
માણસે જવાબ આપ્યો; “પહેલાં હું જમીન પર સાદડી પર પર બેસીને જમતો હતો. અત્યારે હું ટેબલ પર બેસીને જમું છું.”
તમે જોયું તેના ભૂતકાળ અને વર્તમાનમાં તેનું મોઢું તો એજ હતું ને ! જો તમારામાં ધરખૂળથી પરિવર્તન ન આવે તો તમારા જીવનમાં આવો જ ફરક પડે છે. જેવી રીતે સુંદરતા જોનારની આંખમાં અને સ્વાદ ચાખનારની જીભમાં હોય છે, તેવી જ રીતે તમારી માનસિક સ્થિતિ તમારા જીવનની વ્યાખ્યા નક્કી કરે છે.
ઘણીવાર આપણે જાણતાં હોઈએ છીએ કે, આપણે બદલવાની જરૂર છે. પરંતુ આપણે પાછા આપણી અનુકૂળ સ્થિતિમાં આવી જઈએ છીએ. આપણે પાછા એજ ચક્રમાં ફસાઈ જઈએ છીએ. આપણી એક બાજુ એમ કહે છે કે આપણે બદલાવું જોઈએ અને બીજી બાજુ તમને અજાણતાં જ તમારી જુની ધરેડોમાં ફરીથી લઈ જાય છે. જો તમને બદલવા માટે ઘણી તકો આપવામાં આવી હોય, તો પણ તમને તમારી વર્તમાન સ્થિતિમાં છેતરાવાનું ગમે છે અને તમે તકને ગુમાવી દો છો.
તમારી આ માનસિક સ્થિતિ જ તમારી મજબૂત વાસ્તવિકતા બની જાય છે. તમે સરળતાથી તેને બહાર પ્રસાર્યા કરો છો.
તેને બદલવાનો પ્રયત્ન કરો. હું તમને કહું છું : જો તમે આવી જ માનસિક સ્થિતિમાં જીવશો તો તેમાં એક વધારે જોખમ પણ છે. તમારા બાળકો પણ તમારા માંથી આવી જ માનસિક સ્થિતિ ગ્રહણ કરી લે તેની પૂરી શક્યતા છે.
એક નાની વાર્તા :
એક પતિ-પત્ની બન્ને ખીસ્સા કાતરું હતાં.
તેઓ ઘણીવાર ચર્ચા કરતાં જો તેમને બાળક થશે તો, તે ખૂબ જ સમૃધ્ધ બનશે !
તેમને એક બાળક થયું.
નવા જન્મેલા બાળકની જમણા હાથની મુઠ્ઠી સતત ભીડાયેલી હતી. તેઓ તેને ખોલી શક્યા નહીં. ડોક્ટરે પણ મુઠ્ઠી ખોલવા બધા જ પ્રયાસો કર્યા પરંતુ મુઠ્ઠી ખુલી નહીં અને છેલ્લે ડોક્ટરે પોતાની સોનાની ચેન કાઢી બાળકની આંખ સામે ઝુલવી. બાળકે ધીરેથી તેની મુઠ્ઠી ખોલી નાંખી, તો તેની અંદર નર્સની વીંટી હતી !
આ ફક્ત એક રમૂજ છે, પરંતુ માતા પિતા તરીકે તમારી જે માનસિકતા છે. તમારા બાળકોમાં આવે તેની પૂરી શક્યતા છે. માટે દરેક ક્ષણે તમારી જાગૃતતા અને સભાનતા ઉપર ધ્યાન આપતાં જાવ; તમારી અંદરનાં બબડાટને અને માન્યતાઓને સાફ કરતાં જાવ.
આપણે હંમેશા બાળકોને નિયંત્રિત કરીએ છીએ અને તેમને કઠપૂતળી બનાવી દઈએ છીએ. બાળકોમાં કુદરતી શક્તિ હોય છે. આપણે તે શક્તિને આપણાં ચોકઠામાં બંધ કરવાનો પ્રયત્ન કરીએ છીએ, જેથી આપણાં માટે તેને સંભાળવાનું સહેલું બની જાય.
એક નાની વાર્તા :
બે કૂતરા રોડ ઉપર ચાલી રહ્યા હતા.
એકે કહ્યું : “મારૂ નામ સેન્ડી છે. તારૂં નામ શું છે ?”
બીજાએ એક સેકન્ડ રોકાઈને કહ્યું; “મને લાગે છે મારૂં નામ ‘નહીં.’ ‘નહીં.’ રોજર છે.”
આ કુતરો જ્યારે કંઈક તોફાન કરતો ત્યારે તેનો માલિક તેને કહ્યા કરતો હતો, નહીં. નહીં. રોજર. અને કૂતરો વિચારવા માંડ્યો કે મારૂં નામ જ, ‘નહીં નહીં રોજર’ છે. આ કૂતરાની જેમજ બાળકો પણ આપણા શબ્દો અને આપણી શારીરિક ભાષાને શીખીને ગ્રહણ કરી લે છે. જ્યારે બાળકો ખૂબ મોટાં થઈ જાય છે અને જ્યારે કોઈ બાબતમાં ભટકવાનું શરૂ કરે છે, ત્યારે તેઓ તરત જ તે ચોક્કસ બાબત માટેનાં આપણાં ભૂતકાળના શબ્દો અને ક્રિયાઓને યાદ કરે છે અને તેને આધારે તેનો નિર્ણય કરીને વર્તન કરે છે. માટે તમે જ્યારે તમારાં બાળકો સાથે હો, ત્યારે તમારે વધારે જાગૃત રહેવું જોઈએ અને તેમની બુદ્ધિને હંમેશા દબાવી દેવાને બદલે, જીવંત રાખવી જોઈએ.
માતાઓ હંમેશા આવું કરવાનો પ્રયત્ન કરતી હોય છે. દાખલા તરીકે, જો વરસાદ હશે તો તરત જ બાળકને કહેશે કે, અંદર આવી જાવ તમને શરદી થઈ જશે. જ્યારે આવા બનાવો વારંવાર બને છે, ત્યારે બાળકનું મન આપોઆપ તેના લયમાં આવી જાય છે અને તે જેવો વરસાદને જુએ છે કે તરત જ શરદી થઈ જાય છે. અરે, પછી સામાન્ય ઝરમર થતી હોય તો પણ બાળક છીંકો ખાવાનું શરૂ કરી દે છે.
હું તમને કહું છું : હકીકતમાં માણસનું શરીર તીવ્ર બુદ્ધિશાળી હોય છે, પોતાની જાતે જ સુધારા કરે છે, આપોઆપ સાજા થવાનું તંત્ર ધરાવે છે. અહીં જ સમસ્યાઓ અને આપણી ચિંતાઓ શરૂ થાય છે.
એક નાની વાર્તા :
એક ઊંટ તેના બચ્ચાને તેમની જાતિના શરીર વિષે સમજાવી રહ્યું હતું.
તેણે કહ્યું; “તને ખબર છે આપણને ખૂંધ એટલા માટે હોય છે કે, આપણે તેમાં પાણીનો સંગ્રહ કરી શકીએ જેથી જ્યારે આપણે ઘણા દિવસો રણમાં રહેવું પડે ત્યારે તે કામ આવે.
બચ્ચાએ પૂછ્યું; “આપણી આંખોના પોપચાં આટલા લાંબા કેમ છે ?”
ઊંટે જવાબ આપ્યો; “રેતીના તોફાનોમાં આપણી આંખોનું રક્ષણ કરવા માટે.”
પછી બચ્ચાએ પુછયું; “આપણા પગના તળીયા આટલા ગોળાકાર અને ઉપસેલા કેમ છે ?”
ઊંટે જવાબ આપ્યો; “કારણ કે રણમાં ઝડપથી મુસાફરી કરી શકીએ.”
બચ્ચાએ પુછયું; “પિતાજી તો પછી આપણે અહીં પ્રાણી સંગ્રહાલયમાં શું કરી રહ્યા છીએ ?”
આપણા શરીરની સંરચના અતિ સુંદર કરવામાં આવી છે. જો આપણે તેને કુદરતી બુદ્ધિ પ્રમાણે ચાલવા દઈએ, તો તે સરસ રીતે ગોઠવાઈ જાય છે. જે ક્ષણે તેના પર તમે તમારી શરતો લાદો છો કે, મુશ્કેલીઓનો અનુભવ શરૂ થઈ જાય છે.
હિમાલયમાં સાધુઓ-ભિક્ષુકો-ગુફાઓમાં રહેતાં હોય છે. તેઓ આપણાં બધાં કરતાં સૌથી વધુ તંદુરસ્ત લોકો હોય છે. સૂર્યનો તાપ હોય, વરસાદ હોય બરફ હોય, તેઓ સરળતાથી જીવે છે; તેમના શરીરો, પરિસ્થિતિઓ સાથે આપોઆપ ગોઠવાઈ જાય છે. આપણે માત્ર કુદરત પર અને તેની સાથે જોડાયેલી રોગ પ્રતિકારક શક્તિ પર વિશ્વાસ રાખવો જોઈએ. પરંતુ ગમે તેમ કરીને આપણે તેના પર ચિંતાઓ, આપણી માનસિકતાઓ બેસાડ્યા કરીએ છીએ. આપણા બધા જ રોગોનું મૂળ કારણ આ જ છે.
એક ગુરુ જ તમને નવી માનસિકતા આપીને તમારો નવો જન્મ કરાવી શકે. આ કંઈક એવું છે કે, જે ગુરુની હાજરીમાં સરળતાથી ગ્રહણ થઈ શકે છે. જ્યારે ગુરુની શક્તિ તમારામાં પ્રવાહિત થાય છે, ત્યારે તમારી માનસિકતામાં પરિવર્તન આવે છે અને તમારો નવો જન્મ થાય છે. તમને જેના અસ્તિત્વની ક્યારેય જાણ જ નહોતી તેવા આકાશમાં તમે પ્રવેશ કરો છો.
તમે જ્યારે આ રીતે ફરી વખત જન્મો છો, ત્યારે તમે બધી જ ચિંતાઓ, બિમારીઓ અને બીજી લાગણીઓમાંથી મુક્ત થઈ જાવ છો અને આમાંનુ ક્યારેક કંઈક બનશે તો પણ, તમે ક્યારેય કલ્પના પણ નહીં કરી હોય,તેવી સરળતાથી તેને સંભાળી શકશો. તમારી સાથે અને તમારી આસપાસ જે કંઈ બની રહ્યું હશે, તેના તમે માત્ર નિરીક્ષક બની શકશો.
જે હોટેલમાં અમારો મેડિટેશન પ્રોગ્રામ ચાલતો હતો, ત્યાં બીજે દિવસે હું ટેલિવિઝન જોઈ રહ્યો હતો. એક ભારતીય ચેનલ પર જુની હિંદી ફિલ્મનું યુગલ ગીત આવી રહ્યું હતું. હું મારા સેક્રેટરીને કહી રહ્યો હતો આ ચેનલો એવું બતાવે છે કે માણસની જાગૃતતામાં સહેજ પણ વિકાસ થયો નથી. તે મારા નિરીક્ષણ પર નવાઈ પામી ગયો અને મારી સાથે સંમત થઈ ગયો.
આવી જ રીતે ઘરેડ વારંવાર પુનરાવર્તીત થાય છે, જેમ કે પાંચ માણસો બંધરૂમમાં બોલને આમ તેમ લાતો મરી રહ્યા હોય છે. કમ સે કમ પશ્ચિમમાં, તેઓ દરેક બાબતના અંતિમ સુધી લઈ જઈ વિસ્તારે છે અને પછી જ પાછા વળે છે. પશ્ચિમમાં ભલે જાગૃતતા ન હોય પણ સામાજીક બુદ્ધિ તો છે જ. જાણીતી પધ્ધતિઓનો જ વારંવાર ઉપયોગ કરવાથી આ બુદ્ધિ સંપૂર્ણ પણે મૃત થઈ જાય છે.
ચિંતાઓ આપણા મનમાં સંગ્રહાયેલી જાણીતી ઘરેડો, સિવાય કશું જ નથી. જે વારંવાર આપણા ઉપર સવાર થઈ જવા તૈયાર હોય છે.
હું જ્યારે લોકોને આ વાત કરૂં છું ત્યારે તેઓ કહે છે; “માસ્ટર, તમે જે કહો છો તે હું સમજી શકું છું. પરંતુ હું તેના પર કાબુ રાખી શકતો નથી.” હું કહું છું પહેલાં જરા શબ્દોને પૂરેપૂરા તમારી અંદર ઉતરી જવા માટે જગ્યા બનાવો; બસ. આટલું પરતું છે. આમાં તમને મેડિટેશન જ મદદ કરી શકે. હું હંમેશા મેડિટેશનના પ્રોગ્રામમાં તમને બહારની સમજણ આપું છું અને મેડિટેશન દ્વારા તમારી અંદર ઉતરીને કામ કરૂં છું.
પરંતુ લોકો મને કહે છે; “માસ્ટર અમારે અમારાં કામો કરવાના હોય છે, બિલો ચૂકવવાના હોય છે, લક્ષ્યો પાર પાડવાનાં હોય છે; પછી અમે મેડિટેશન કઈ રીતે કરી શકીએ ?” હું તેમનો જવાબ એક સરળ મેડિટેશનની પધ્ધતિથી આપું છું; તમારી પાસે બિલો ચૂકવવાનો અથવા લક્ષ્યો પાર પાડવાનો સમય હોય કે ન હોય, પરંતુ તમારી પાસે શ્વાસોશ્વાસ લેવાનો સમય ચોક્કસ હોય છે. નહીંતર તમે જીવી શકો જ નહીં ? હવે તમારી શ્વાસોશ્વાસની સાથે જાગૃતતાને ઉમેરી દો બસ. આટલું જ. ફક્ત તમારા શ્વાસોશ્વાસનું નિરીક્ષણ કરો. આ સરળમાં સરળ અને ખૂબ જ શક્તિશાળી મેડિટેશન છે, જે તમે કરી શકો છો.
દરેક વખતે આ પધ્ધતિ યાદ રાખો અને અમલમાં મૂકો. એ તમારી આદત બની જશે. તમે જ્યારે તમારી જાગૃતતાને, તમારા શ્વાસોશ્વાસ સાથે જોડો છો, ત્યારે તમે વર્તમાન ક્ષણમાં હો છો. વર્તમાનમાં રહેવું તમને પરમ આનંદમાં લઈ જાય છે. ‘હમણાં હોવું’ એ પરમ આનંદમાં જીવવાનો સીધો રસ્તો છે. માત્ર અંદર આવતા અને બહાર જતા શ્વાસમાં તમારી જાગૃતતા ઉમેરો.
માટે પરમ આનંદ માટે તમારે કોઈ વધારાનો સમય ફાળવવાની જરૂર નથી. તમારે કોઈ મેડિટેશન કેમ્પ કે શાંત સ્થળે જવાની જરૂર નથી. તમે તમારી રોજીંદી પ્રવૃત્તિઓ સાથે જ આ કરી શકો છો. તમે જેમ જેમ તમારી જાગૃતતા વધારતા જાવ છો, તેમ તેમ તમારાં કામ વધારે અસરકારક રીતે પૂરાં થવા માંડે છે.
તમારી જાગૃતતામાં ફેરફાર કરવા સિવાય મેડિટેશન બીજું કશું જ નથી. આ તમારી જાતની અંદરની શક્તિને વાળવાની વાત છે. આ કોઈ પલાંઠી વાળીને, ટટ્ટાર થઈને, ખૂણામાં બેસી જઈને, મનને નિયંત્રિત કરવાની વાત નથી. જો તમે આવું કરવા જશો, તો તમને ગરદન અને પીઠના દુઃખાવા સિવાય બીજું કશું જ નહીં મળે ! તમને એક વધારાની ચિંતા થશે અને તમે એ રીતે બેસીને પણ મેડિટેશન નહીં કરો શકો.
મેડિટેશન કરવા માટે તમારે, વર્તમાનમાં રહેવાનો, અત્યારે અને અહીં જ પ્રયાસ કરવાનો છે. જ્યારે તમે વર્તમાનમાં હો છો, ત્યારે તમે અસ્તિત્વનો અને તેના આનંદનો અનુભવ કરી શકો છો. તમે જ્યારે વર્તમાનમાં હો છો, ત્યારે અસ્તિત્વ સાથે સંવાદિતામાં રહો છો. તમે જ્યારે વર્તમાનમાં હો છો ત્યારે ખુદ અસ્તિત્વ જ તમને શીખવે છે.
અસ્તિત્વ એ મહાન ગુરુ છે. એટલા માટે જ કહેવાય છે કે જીંદગી એક મહાન શિક્ષક છે. તમે જ્યારે તેને ચૂકી જાવ છો, ત્યારે તમે શીખવા માટે તમારો મનગમતો સમય પસંદ કરો છો. તમે જ્યારે આમ કરો છો, ત્યારે જીંદગી તમને આંચકાઓ આપે છે. જેથી તમે જાગી જાવ અને ઝડપથી શીખવા માંડો ! નહીંતર તમને શીખવા માટે જીંદગીઓ લાગે છે.
હવે જુઓ, તમે ખેદ સાથે ભૂતકાળ પાછળ દોડી રહ્યા છો અથવા ઉત્કંઠા સાથે ભવિષ્ય પાછળ દોડી રહ્યા છો. આ ઘરેડના કારણે તમે તમારો વર્તમાન બરબાદ કરી રહ્યા છો. પછી શું બને છે; તમે ક્યારેય યોગ્ય રીતે કામ કરતાં નથી, તમે માત્ર તમારા ભૂતકાળની યાદો અથવા ભવિષ્યની ઉત્કંઠાની પ્રતિક્રિયાઓ કરો છો. તમે જ્યારે માત્ર પ્રતિક્રિયા કરો છો, ત્યારે તમે તમારી પૂરી પૂરી ક્ષમતાનો ઉપયોગ કરતાં નથી. તમે માત્ર પ્રોગ્રામીંગ કરેલા રોબોટની જેમ વર્તન કરો છો; તમે તર્કને અનુસરો છો; તમારી પ્રજ્ઞા અને જાગૃતતાને નહીં.
તમારી ૮૦% શક્તિ ભૂતકાળ અને ભવિષ્યમાં બંધ રહી જાય છે અને વર્તમાન માટે ફક્ત ૨૦% જબચે છે. માટેજ તમને એવું લાગે છે કે તમે નબળા અને શક્તિહીન છો. જાગૃતતા વધારવાની સાથે જ આ સ્થિતિ બદલી જાય છે અને જિંદગી ઊંચા આકાશમાં ઉડવા લાગે છે, જે વધારે આનંદીત, ઉત્તેજીત અને પરમ આનંદથી ભરપૂર હોય છે!
યસ ...
“માસ્ટર તમને એવું લાગે છે કે માત્ર અમારા શ્વાસોશ્વાસના સાક્ષી બની જવાથી અમે પરમ આનંદ પ્રાપ્ત કરી શકીએ છીએ ?”
હા. તે અતિ શક્તિશાળી પધ્ધતિ છે. તમે જ્યારે તમારા શ્વાસોશ્વાસનું નિરીક્ષણ કરો છો ત્યારે તમારી જાગૃતતા તીવ્ર હોય છે અને તમારી જાણ બહાર એક પણ વિચાર છટકી શકતો નથી. જ્યારે દરેક વિચાર તમારી જાગૃતતામાંથી પસાર થવાનું શરૂ કરે છે ત્યારે, તમે આપોઆપ તમારા માટે નકારાત્મક વિચારો પેદા કરતાં નથી.
તમારા વિચારોને સુધારવા માટે તમારે સમય ખર્ચવો પડતો નથી; જાગૃતતા જ તમારું એ કામ કરી આપે છે. તમારી વિચારવાની સિસ્ટમ આપોઆપ નવી રીતે ઘડાય છે. જાગૃતતા તમારી વિચારધારાને હકારાત્મક શક્તિ તરફ પરિવર્તિત કરે છે.
હકીકતમાં આપણે એવું વિચારવા કેળવાયેલાં છીએ કે, આપણે કામ કરીશું અને અમુક સ્વરૂપે દુઃખનો અનુભવ કરીશું, તો જ આપણને સુખની કિંમત સમજાશે. તેથી આપણને દુઃખ મળે ત્યાં સુધી આપણે દોડીએ છીએ; આપણે સીમાને અથડાઈએ ત્યાં સુધી દોડીએ છીએ. આપણે સીમાના ખ્યાલથી એટલા બધાં ટેવાઈ ગયા છીએ કે, કોઈ આપણને કહે કે ત્યાં કોઈ વાડો, કોઈ સીમા નથી, તો આપણે તે માનવા તૈયાર થતાં નથી. આપણે દોડીએ છીએ વાડને અથડાઈએ છીએ અને પીડા વહોરી લઈએ છીએ. પછી અટકી જઈએ છીએ. પીડા અનુભવી લીધી તેના સંતોષ સાથે. પછી આપણને એવું લાગે છે કે આપણી ઈચ્છા પૂરી થઈ. આપણને હંમેશા એવું લાગે છે કે આપણે ઉશ્કેરાટ અને ચિંતાઓમાંથી પસાર ‘થવું’ જ જોઈએ, જેથી પછી આપણે સુખના વરસાદની કિંમતનો અનુભવ કરી શકીએ. આપણે દુઃખ અને ચિંતાની અનંત તૈયારીમાં હોઈએ છીએ.
અને આમાં અમુક લોકો એવાં પણ હોય છે : જે પોતાને માટે ચિંતાઓ પેદા કરે છે અને પછી તેને ભૂલવા માટે દારૂ પીવે છે ! આજે આવી બાબત ખૂબ જ સામાન્ય છે. ડુક્કર કાદવની ગંધ સહન કરી શકતું નથી અને તેની પોતાની આદત પ્રમાણે તે નાક કાદવમાં જ બોળ્યા કરે છે. તમે એવું વિચારો છો કે દારૂપીવાથી તમે તમારી બધી ચિંતાઓને મારીને હટાવી દીધી છે. પરંતુ વાસ્તવિકતામાં તમે તેની અંદર વધારે ઊંડા ઉતરી ગયા હો છો.
આપણને કંઈક જોઈએ છે, પરંતુ આપણે આપણી જાત માટે વિરોધાભાસી પરિણામો પેદા કરીએ છીએ અને પછી આપણી જાત માટે ચિંતાઓ કરીએ છીએ.
એક નાની વાર્તા :
એક માણસના ઘરે એક વણ નોતર્યો મુલાકાતી આવ્યો.
માણસે તેની પત્ની, કે જે રસોડામાં હતી તેને કર્કશ અવાજમાં બૂમ પાડીને મુલાકાતી માટે કોફી લાવવાનું કહ્યું. પત્નીએ એવા જ અવાજે અંદરથી કહ્યું કે ઘરમાં કોફી નથી અને કોફી ખરીદી લાવવાના પૈસા પણ નથી. પતિ ગુસ્સે થઈ ગયો અને તેની પત્નીને ધમકાવવા માંડ્યો અને છેલ્લે કોફી ન આપવા માટે તેને એક તમાચો મારી દીધો. પત્નીએ રડવાનું શરૂ કરી દીધું. મુલાકાતીએ જે બની રહ્યું હતું તે જોયું અને હળવેથી ઊભા થઈને બહાર જતો રહ્યો. પત્નીએ આંસુ લૂછી નાંખ્યા અને પતિને ઠાવકાઈથી કહ્યું; “તમે જોયું ? મેં રડવાનો કેવો ઢોંગ કરીને પેલાને બહાર કાઢી મૂક્યો !” પતિએ જવાબ આપ્યો; “એ તો મેં ગુસ્સે થવાનો ઢોંગ કરીને તને રડાવી !” મુલાકાતી પાછો આવ્યો અને કહ્યું; “ મેં પણ જતા રહેવાનો ઢોંગ કર્યો હતો અને હવે પાછો આવી ગયો છું.”
આપણા વિચારો આપણાં શબ્દો કરતાં જુદા જ હોય છે અને આપણે આપણી જીવાતી જીંદગીને ગુમાવી દઈએ છીએ. રામકૃષ્ણ કહે છે; “આપણા વિચારોને શબ્દો સાથે જોડવા તે પ્રાયશ્ચિત કરવા જેવું છે.” પરંતુ આપણે શું કરીએ છીએ? આપણે આપણા વિચારોને કાપકૂપ કરીને પછી શબ્દો તરીકે બહાર લાવીએ છીએ. શબ્દો બહાર આવે તે પહેલાં આપણાં મનમાં ઘણી બધી ગણતરીઓ થઈ જતી હોય છે. આપણો ‘નફો અને નુકસાન’ જોઈએ છીએ અને ભવિષ્યનું વિશ્લેષણ કરીને પછી જ વાત કરીએ છીએ. માટે આપણું વ્યક્તિત્વ ક્યારેય એક સૂત્રી હોતું નથી. અને આપણે ટૂકડાઓમાં વિભાજીત રહીએ છીએ.
લોકો મને પૂછે છે કે તમે કોઈપણ તૈયારી વગર જ કલાકો સુધી વાતો કઈ રીતે કરી શકો છો. તમે જુઓ છો, હું જે સત્ય છે તે જ કહું છું. ખેલદિલીપૂર્વક નિખાલસતાથી બસ. આટલું જ. મારે સત્યને વધારીને કહેવાની ચિંતા હોતી નથી. હું ક્યારેય મારા શબ્દોને સુધારતો નથી. મારા માટે વિચારવું એજ બોલવું છે. તમારા માટે પહેલાં વિચારવાનુ બને છે, પછી તેના પર કાપકૂપ થાય છે અને પછી જ શબ્દો રૂપે વાતચીત થાય છે. આખી પ્રક્રિયામાં નિર્દોષતા ખોવાઈ જાય છે અને તમે ઘણાં બધાં શબ્દોમાં પકડાઈ જાવ છો.
તમે મને કલાકો સુધી સાંભળી શકો છો, કારણ કે હું નિખાલસતાથી વાત કરું છું. નહીંતર તમે અશાંત બની જતા હોત. હું તમને જે કહેવાનો પ્રયત્ન કરી રહ્યો છું તે સાંભળતી વખતે તમે અશાંત નથી બની જતાં, એ જ તમે અહીં ફક્ત સમય પસાર કરવા જ નથી આવ્યા તેની સાબિતી છે.
જ્યારે નિખાલસતા હોય છે, ત્યારે તમે વિચાર્યા વગર જ પ્રવાહિત થયા કરો છો. નહીંતર તમે તમારી માનસિક સ્થિતિમાં જ નીરસ થઈને બંધાઈ જાવ છો.
તમે એક જ પાટા વાળા મનનાં બની જાવ છો.
એક નાની વાર્તા :
એક માણસ ઊંઘવાની સખત કોશિશ કરી રહ્યો હતો. પરંતુ તેને ઊંઘ નહોતી આવતી. કારણ કે પડોશીનાં કૂતરાં તીવ્રતાથી ભસતા રહેતાં હતાં.
આવું થોડી રાતો માટે ચાલતું રહ્યું.
છેલ્લે તેણે આ બાબતમાં મકાન માલિક સાથે વાત કરવાનું નક્કી કર્યું.
પડોશી ટસનો મસ ન થયો અને કહ્યું; “હું આ બાબતમાં કશું જ કરી શકું તેમ નથી. તમારો શું કરવાનો વિચાર છે ?”
માણસે જવાબ આપ્યો; “સારું, હું આજે રાત્રે તમારા કૂતરાઓને મારા વાડામાં બાંધી દઈશ, પછી જોજો તમને શું થાય છે.”
જરા વિચારો માણસે જે સૂચન કર્યું તે કેટલું મૂર્ખતાઁથી ભરેલું છે ! તે વારંવાર પેલી બાબતમાં મનના એક જ પાટાથી જઈ રહ્યો છે. તેને ઉકેલ કઈ રીતે મળવાનો ? તમે જ્યારે નિખાલસ હો છો, ત્યારે તમને એક ક્ષણ માટે પણ પડકાર હોતો નથી. તમે તરત જ ઉકેલ પર આવી જાવ છો. તમારી પાંખો ફેલાવીને સરળતાથી નીચે આવી જાવ છો!
યસ … કોઈ પ્રશ્ન ?
“માસ્ટર અમારી જીંદગીમાં આટલી બધી ચિંતાઓ અને તણાવોનું મૂળ કારણ શું છે ?
તમે જુઓ છો આપણા મનમાં દરેક બાબતમાં અમુક કલ્પના હોય છે. આપણી આસપાસના લોકો વિશે, જ્યાં રહેતા હોઈએ તે જગ્યા વિષે, ઊભી થતી પરિસ્થિતિઓ વિષે, અને આપણે જેને અનુસરીએ છીએ તે જીવન શૈલી વિષે. આપણે સતત એવી અપેક્ષા રાખતા હોઈએ છીએ કે, દરેક બાબત આપણી કલ્પના પ્રમાણે બને પરંતુ વાસ્તવિકતા હંમેશા આ કલ્પનાઓ કરતાં જુદી હોય છે. આપણી કલ્પનાઓ અને વાસ્તવિકતા વચ્ચેનું અંતર આપણા જીવનમાં તણાવો પેદા કરે છે.
આપણાં મનમાં આપણે એક કાલ્પનિક દુનિયા પેદા કરેલી છે અને તેને વાસ્તવિકતામાં ફેરવવાની સતત ઇચ્છા રાખીએ છીએ. જેટલી આપણી કલ્પનાશક્તિ વધારે મોટી હશે, તેટલું વાસ્તવિકતા તરફનું અંતર વધશે અને આપણું ટેન્શન પણ એટલું જ વધશે.
આપણે દર વખતે એવું વિચારીએ છીએ કે, આપણે આપણી કલ્પના પ્રમાણેની વાસ્તવિકતાના બિંદુપર આવી ગયા છીએ. પરંતુ જ્યારે આપણને તે મળી જાય છે. ત્યારે આપણી કલ્પના વધારે આગળ વધી ગઈ હોય છે અને તેથી આપણે ખરેખર તેને ક્યારેય મેળવી શકતાં નથી. આ બાબત આપણી અંદર અસ્વસ્થતા, તણાવ અને ચિંતાઓ પેદા કરે છે.
હકીકત એ છે કે આપણે કલ્પનાઓ સાથે કામ કરીએ છીએ તેવું આપણે જાણતા પણ નથી. આપણી કલ્પનાઓએ એવું મજબૂત રૂપ ધારણ કરી લીધું હોય છે કે, આપણે તેને કલ્પના તરીકે જોતાં જ નથી. આપણે તેમાં જકડાઈ ગયા હોઈએ છીએ. ખૂબ જ સ્પષ્ટતાથી સમજી લો; કોઈ બાબત માટે કામ કરવાથી તમારામાં તણાવ પેદા થતો હોય, તો પછી તમે વાસ્તવિકતા માટે કામ કરતાં નથી, તમે તમારા કલ્પનાના વિસ્તારમાં કામ કરતાં હો છો.
આપણી અપેક્ષાઓને બહારની દુનિયામાંથી પૂરી કરવાનો આપણે દરેક ક્ષણે પ્રયત્ન કરતાં રહીએ છીએ. લોકો જો આપણી કલ્પના પ્રમાણે પ્રતિક્રિયા અથવા પ્રતિભાવ ના આપે તો આપણે તૂટી પડીએ છીએ. નાનામાં નાની થી માંડીને મોટામાં મોટી બાબત માટે આપણે આપણી કલ્પના પ્રમાણેનું મેચીંગ શોધતા હોઈએ છીએ. આપણી અંદર આ એક અભાન પ્રક્રિયા બની ગઈ હોય છે, તેથી આપણે ટેન્શનનું કારણ સમજી શકતાં નથી. કારણ આખી બાબતમાં રહસ્યમય રીતે ગુંથાઈ ગયું હોય છે જેથી તેને ઓળખી શકાતું નથી.
જો તમે હકીકતમાં આ મુદ્દા પર તમારી જાગ્રતતા લાવો અને તમારી જાતનું થોડાં કલાકો માટે નિરીક્ષણ કરો, તો તમે સમજી જશો કે તમારું આખું મન કેવી રીતે કામ કરે છે. માત્ર તમારા મનના નિરીક્ષક બની જવાનું નક્કી કરો અને તમારી આજુબાજુના લોકોનાં પણ, તો તમે જાણી શકશો કે તમારું મન જે નાની નાની બાબતો જુએ છે અથવા કરે છે તેમાંથી સતત કેવીરીતે અપેક્ષાઓ પેદા કરે છે, અને ક્યારેક તે વાસ્તવિકતા સાથે મેચ થાય છે અને ક્યારેક નથી થતી. અને જ્યારે આવું બને છે, ત્યારે તમારી અંદર કેવી રીતે તણાવ અને ચિંતાઓ પેદા થાય છે. આ આખી બાબતને તમે પ્રવાહીત જાગ્રતતા સાથે જોશો, તો તમે જોઈ શકશો કે, તમારું મન કેવી રમતો રમીને તમારા માટે ટેન્શન પેદા કરે છે. એક વખત તમે નિરીક્ષક બની જશો, તો તમારી ચિંતાઓ ખરી પડશે અને તમે બહારની દુનિયાના કોઈપણ બનાવોમાં ઊંડાણમાં નહીં ઉતરો. તમે જ્યારે બહારની દુનિયા બનાવોમાં ઊંડા ઉતરો છો, ત્યારે તમે તમારી અંદર માહિતીના શબ્દોનો ખડકલો કરો છો, તેમાંથી નવી ચિંતાઓ પેદા થાય છે. અને એક વાત : તમે જ્યારે સમય પત્રક પ્રમાણે યોજના બનાવો છો અને વાસ્તવિતા મેળવવા માટે સમય બગાડ્યા વગર યોજના પ્રમાણે કામ કરો છો, ત્યારે તમે વાસ્તવિકતાના રસ્તે હો છો. તમને કામ કરતાં ચિંતા વધારે થતી હોય અને ક્યાંય પહોંચતા ન હો તો, પછી તમે એવા રસ્તે છો જ્યાં વાસ્તવિકતા અને તમારી વચ્ચે અંતર છે. આવા સમયે તમારે તમારી અંદર જોવું જોઈએ અને તમારા વિચારોને સીધા કરવા જોઈએ.
સમય પત્રક પ્રમાણે યોજના બનાવવી તે બરાબર છે, પરંતુ તમારી યોજનાને કઈ રીતે અમલમાં મૂકવી તેના વિશે જ વિચાર્યા કરવું તે બરાબર નથી. આને મનોવૈજ્ઞાનિક યોજના કહેવામાં આવે છે, જે ટેન્શન અને ચિંતાઓ પેદા કરે છે.
જો યોજના બનાવવા માટે તમને બે કલાક લાગતાં હોય, તો તેનો અમલ કરવા માટે તમારી પાસે બાવીસ કલાક હોય છે. તો પછી યોજનાનો અમલ કેમ નથી થતો ? કારણ કે તમે બાકી વધેલા સમયમાંથી ૮૦% સમય યોજનાનો અમલ કેવી રીતે કરશો તેની ચિંતા કરવામાં બગાડી નાંખતા હો છો.
તમે જ્યારે વારંવાર યોજનાને તમારી અંદર જ પુનરાવર્તિત કર્યા કરો છો, ત્યારે તમે તમારી અસરકારક શક્તિ તેમાં વહાવી દેતાં હો છો. યોજનાનો અમલ કરવામાં શક્તિ વાપરવાને બદલે તમે આ રીતે વેડફી નાંખો છો. પછી કામ કેવી રીતે થાય ?
એક વધારે વાત : તમે જો ખરેખર કામ પુરું જ કરવા માંગતા હો, તો તમારે કોઈ પણ ચિંતા વગર કામ પર લાગી જવું જોઈએ. મને કહેવા દો. ટેન્શન અને ચિંતા હકીકતોથી ભાગી છૂટવાનાં બહાનાં છે. ટેન્શન અને ચિંતાના ખોટાં બહાનાં નીચે તમે જવાબદારીમાંથી ભાગી છૂટો છો.
દરેક સમસ્યાનો ઉકેલ તેના ગર્ભમાં રહેલો હોય છે. તમારે જો તેને ખરેખર ઉકેલવો હોય તો તમે તેને ઉકેલી શકો છો. તમારે ગહન જાગૃતતાથી સમસ્યાની અંદર તપાસ કરવી જોઈએ અને ઉકેલ આપોઆપ બહાર આવીને ઊભો રહેશે. પરંતુ તમે જ્યારે તેનો ઉકેલ લાવવા નથી માંગતા અને તેના વિશે વાતો જ કરવામાં તમને સારું લાગે છે. તમે તેના વિશે વાતો કરવાનું ચાલુ રાખો છો અને તેની આસપાસ ઘૂમ્યા કરો છો અને મહાનતા અનુભવો છો કે તમારે એ બાબતની કેટલી બધી ચિંતા છે.
જવાબદારીને ખભા પરથી ખંખેરી દેવાનો શ્રેષ્ઠ રસ્તો છે, તેમાં છેતરામણાં મનથી ઉતરવું. ટેન્શન અને ચિંતાની સ્થિતિમાં. ઘણી વખત લોકોને હતાશાની દશામાં સારું લાગે છે, કારણ કે તેમને કોઈ પણ જવાબદારીઓ ઉઠાવવી પડતી નથી. તેઓ સરળતાથી બધી જ જવાબદારીઓ માંથી મુક્ત થઈ શકે છે.
એક નાની વાર્તા :
લોકોને સાજા કરનાર-હીલર- તરીકે જાણીતો માણસ એક ગામની મુલાકાતે ગયો.
થોડીવારમાં જ તેની આસપાસ લોકોનું ટોળું ભેગું થઈ ગયું.
તેણે સ્પોન્ડી લાઈસીસના ગંભીર દર્દથી પીડાતા એક માણસની ગરદન ઉપર સ્પર્શ કર્યો અને તરતજ તેનું દર્દ ગાયબ થઈ ગયું.
પછી તેણે એક માણસના માથા પર હાથ મૂક્યો અને તે માણસના માથાનો દુઃખાવો ક્ષણમાં જ જતો રહ્યો.
તે કાખઘોડી લઈને તેના ટેકે ઉભેલા એક માણસ તરફ આગળ વધ્યો. પરંતુ કાખઘોડીને આધારે ઉભો રહેલો માણસ દૂર ખસી ગયો અને કહ્યું; “મને અડતાં નહીં.”
હીલર ગુંચવણમાં પડી ગયો અને પૂછયું શું કામ ન અડું.
પેલા માણસે કહ્યું; “મે હમણાં જ મારી અપંગતા માટેના વળતર માટે અરજી કરી છે.”
આપણે આપણી સમસ્યાઓ વિશે અંતહીન વાતો કર્યા કરીએ છીએ, પરંતુ જ્યારે આપણને તેનો તરત ઉકેલ આવી જાય તેવો રસ્તો કોઈ બતાવે છે, તો તે આપણને સ્વીકારવો મુશ્કેલ લાગે છે ! આપણને જ્યારે કોઈ આવો રસ્તો બતાવે છે, ત્યારે આપણે તરત જ આપણી અંદર શૂન્યાવકાશ અનુભવીએ છીએ. આપણને લાગે છે કે પછી આપણાં માટે જીંદગીમાં બીજું કશું જ કરવાનું નહીં રહે. આપણે અતિશય હળવાશ અનુભવીએ છીએ ! આપણે જોઈએ છીએ કે જ્યારે સમસ્યા જ નહીં રહે તો આપણે યોગ્ય રીતે વિચારી જ શકીશું નહીં, કારણ કે આપણે આપણી સમસ્યાઓથી ઉપર ઉઠીને ક્યારેય વિચાર્યું જ નથી હોતું !
તમારા બધાં જ ટેન્શનો અને ચિંતાઓ તમારે માટે અનુકુળ વિસ્તારો છે, જેમાં તમે જવાબદારીઓથી તમારી જાતને છૂપાવી શકો છો. તમે જો ખરેખર કંઈ કરવા જ માંગો છો, તો પછી તમને તેમ કરતાં કોણ રોકે છે ? તમે શા માટે બિનઉત્પાદક ટેન્શન અને ચિંતામાં એકરૂપ થઈ જાવ છો ? તમે આ કરો જ છો અથવા નથી કરતાં, કારણ કે તમારી પાસે ઘણો બધો સમય હોય છે અથવા કારણ કે તમે વાસ્તવિકતામાંથી ભાગી છૂટવા માંગો છો અથવા તમે ઘણાં બધાં, ટેન્શન અને ચિંતાઓ તમારા પર રાખવામાં ગહન મહાનતા અનુભવો છો. બસ આટલું જ.
માટે તમારી જીવન શૈલી વિષેની બધી જ કલ્પનાઓ છોડી દો. અને વર્તમાન ક્ષણમાં જીવવાનું શરૂ કરી દો, અને બધું જ આપોઆપ બનવા માંડશે. યાદ રાખો. તમે તમારા અનુકુળ વિસ્તારમાં લાંબો સમય રહી નથી શકતા. આજે નહીં તો કાલે વાસ્તવિકતા તમને શોધી જ લેવાની છે. માટે જાગૃતતાથી જીવવાનું શરૂ કરો, જાગૃતતાથી નિર્ણયો લો અને જે નિર્ણયો લીધા હોય, તેની જવાબદારી ઉઠાવી લો.
બીજાના નિર્ણયો પ્રમાણે કરવું અને છેલ્લે તેમને દોષ આપવો ખૂબ જ સહેલો છે. આવું ક્યારેય ન કરો. આ સૌથી મૂર્ખતા પૂર્ણ અને કાયર વાત છે. ક્યારેય કોઈને પણ કોઈપણ બાબત માટે દોષ ન દો. યાદ રાખો તમે જ્યારે કોઈપણ બાબતને સંભાળી નથી શકતા, ત્યારે જ તેના માટે બીજાનો વાંક કાઢો છો.
યસ ...
“માસ્ટર આપણે હંમેશા રીલેક્સ કઈ રીતે રહી શકીએ?”
જ્યારે તમારી જાગૃતતા હંમેશા સચેત હોય છે, ત્યારે તમે હંમેશા રીલેક્સ હો છો. આ સ્થિતિ મેળવવા માટે મેડિટેશન તેની ચાવી છે. ઓછામાં ઓછું બુદ્ધિના સ્તરે, પહેલાં આ સમજી લો. પછી તમે ટૂંકા ગાળા માટે હળવાશ અનુભવવાનું શરૂ કરશો. આ ગાળો પછી લંબાતો જશે અને અંતે તમે કાયમ માટે રીલેક્સ સ્થિતિમાં જ રહેશો.
હું લોકોને હંમેશા કહું છું : તમે એક સાચા ગુરુને શોધી કાઢો અને તે જ્યારે ઊંઘમાં હોય ત્યારે તેનું નિરીક્ષણ કરો. સાચા ગુરુ, જ્યારે ઊંઘમાં હશે ત્યારે તેનામાંથી બાળકો જેવી નિર્દોષતા બહાર ફેલાતી હશે. બીજી બાજુ સામાન્ય માણસ ઊંઘમાં હશે ત્યારે તણાવમાં ખેંચાયેલો લાગશે.
ગુરુ હંમેશા સર્વોચ્ચ જાગૃતતાની સ્થિતિમાં હોય છે અને તે ફક્ત તેના શરીરને રીલેક્સ કરવા જ ઊંઘે છે. તમે જ્યારે સતત જાગૃતતામાં હો છો, ત્યારે તમે ક્યારેય તણાવમાં હોતાં નથી. ફક્ત તમે જ્યારે તમારી જાતને અજાગૃતતામાં પડવા દો છો, ભ્રમમાં પાડો છો, ત્યારે તમે તમારા જીવન માટે ટેન્શન પેદા કરો છો. કાયમ માટે રીલેક્સ રહેવાનો એક માત્ર રસ્તો છે, તમારી અંદર કે બહાર બનતી દરેક બાબત પ્રત્યે હંમેશા જાગૃત રહેવું.
જાગૃતતા સાથે રીલેક્સ થતાં શીખો. તમે જ્યારે ગુરુ સાથે હો છો. ત્યારે જો તમારી જાતને રીલેક્સ થવા દો છો તો ગુરુ તમારી અંદર પ્રવેશે છે, તેની સ્થિતિ તમારામાં સોંસરવી પ્રવેશી જાય છે. જો તમે બંધ અને તણાયેલા હશો તો તે તમારામાં પ્રવેશી નહીં શકે.
‘ઉપનિષદ’ શબ્દનો અર્થ જ ‘ગુરુના ચરણોમાં બેસવું’ તેવો થાય છે જો તમે ગુરુના ચરણમાં રીલેક્સ થઈને ખુલ્લા મન સાથે બેસી શકતા હો, તો પછી તે તમારી અંદર પ્રવેશીને તેની બધી જ કરુણા સાથે તમારી ઉપર કામ કરશે. પછી ત્યાં શબ્દોની જરૂર જ નહીં પડે. એ જ્યારે તમારી અંદર પ્રવેશવાનો પ્રયત્ન કરતાં હોય છે, ત્યારે તમને રોકાયેલાં રાખવા માટે શબ્દોનો ઉપયોગ કરે છે. ગુરુ તમને રીલેક્સ કેમ થવું તે શીખવી શકે છે.
તમે જ્યારે ગુરુની હાજરીમાં રીલેક્સ થાવ છો, ત્યારે હકીકતમાં તમે તમારા શરીરમાં ગોઠવાતા હો છો, તમે તમારી પોતોની નિજતામાં ગોઠવાતા હો છો, તમે તમારા પોતના વ્યક્તિત્વમાં રીલેક્સ થયાનો અનુભવ કરો છો. પછી તમારી અંદર કોઈ તિરાડ રહેતી નથી અને તમે એક સૂત્રી બની જાવ છો. માટે ગુરુની હાજરીમાં રીલેક્સ થવાની પ્રેકટીસ કરો.
રીલેક્સેશન માટે આજ ટૂંકામાં ટૂંકો અને અંતિમ રસ્તો છે. યસ ...
“માસ્ટર, તમે હંમેશા દિવ્ય આનંદ અનુભવો છો ? તમે ક્યારેય લાગણીઓમાં ઝૂલતા નથી?”
(‘માસ્ટર હસે છે’...) હા. હું હંમેશા દિવ્ય આનંદમાં રહું છું. ૨૪ x ૭ માં તમારી ભાષામાં ! આવું છે કારણ કે મારી જાતમાંથી અનેકતા અદૃશ્ય થઈ ગઈ છે. જ્યાં દિવ્ય આનંદ હોય ત્યાં અનેકતા હોતી નથી. ફક્ત જ્યારે અનેકતા અદ્રશ્ય થઇ જાય છે, ત્યારે જ દિવ્ય આનંદ હોય છે.
મારી જાતમાં, કોઈ લાલસા અથવા ભય, મોત અથવા દ્વેષ અથવા કોઈપણ જાતની વિરોધાભાસી લાગણીઓ નથી. ફક્ત એક જ લાગણી છે દિવ્ય આનંદ ! હું જે કહું છું તેની સાથે જોડાવું તમારા માટે થોડું મુશ્કેલ છે. સિવાય કે તમારા માટે એ અનુભવની સમજણ હોય. એ સિવાય આ સમજવું તમારા માટે મુશ્કેલ છે. તમે કદાચ બુદ્ધિના સ્તર પર તેને સમજી શકશો. અત્યાર પુરતું એટલું સમજી લો કે હું હંમેશા દિવ્ય આનંદમાં છું. બસ આટલું પુરતું છે !
સમજી લો : દિવ્ય આનંદ તરફનું પહેલું પગલું જોનાર, નિરીક્ષક, સાક્ષી બનવું તે છે. જીંદગીને નાટક જોતાં હો તે રીતે સરળતાથી જુઓ. તમે જ્યારે નિરીક્ષણ કરો છો, ત્યારે તમારું મન સ્થિર થઈ જાય છે. એ જ્યારે સ્થિર થઈ જાય છે, ત્યારે દોરી પકડાઈ જાય છે. તમે જ્યારે એ સ્થિરતાનો એક વખત પણ અનુભવ કરો છો, ત્યારે તમે દોરી પકડી લીધી હોય છે.
આ દોરી તમને સ્થિરતાનો સમય વધારવામાં માર્ગદર્શક બને છે. આ સ્થિરતા તમારી ગુરુ છે. બહારના ગુરુ તમને તમારી અંદરના ગુરુને શોધવામાં મદદ કરે છે. બસ આટલું જ. તમે જ્યારે સ્થિરતાને શોધી લો છો, ત્યારે તમે સમજી જાવ છો કે, બધી જ લાગણીઓ ફક્ત મનની રમત જ છે.
સમજી લો; તમે ક્યારેય કોઈપણ લાગણીને સભાન પ્રયત્નો કરીને છોડી શકો નહીં. તમે તેને છોડવાનો વધારે પ્રયત્ન કરશો તેટલાં તમે તેની સાથે વધારે બંધાતા જશો અને એ તમારા માટે ત્રાસ દાયક બની જશે. લાગણી તમને ઈજાગ્રસ્ત કરી દેશે. એક જ રસ્તો છે લાગણીઓનું નિરીક્ષણ કરવું. જેવું તમે તમારી લાગણીઓનું નિરીક્ષણ કરો છો કે તરત જ તમારી લાગણીઓ વચ્ચેનું અંતર વધવા માંડે છે.
અત્યારે તમે તમારી લાગણીઓની જાળમાં એટલા બધા ફસાયેલા છો કે તમે તેને તમારી જાતથી જુદી જોઈ શકતાં નથી. તમે જ્યારે નિરીક્ષણ શરૂ કરો છો, તમે તમારી અને તમારી લાગણી વચ્ચે અંતર પેદા કરવાનું શરૂ કરો છો. ધીરે ધીરે અંતર વધતું જાય છે અને એક દિવસ એવો આવે છે કે, દ્રશ્યમાંથી, જોનારો અદ્રશ્ય થઈ જાય છે.
પછી તમારે લાગણીઓને છોડવા માટે કોઈ પ્રયાસ કરવો પડતો નથી. લાગણીઓ પોતે જ તમને સ્પર્શવાનું છોડી દે છે અને તમે તેનાથી મુક્તિ અનુભવો છો, છૂટકારો અનુભવો છો. તમે તેની સાથે વધારે સંબંધિત રહી શકતાં નથી. તે બસ તમારી જાતમાંથી અદ્રશ્ય થઈ જાય છે. તમારી અંદર જાગૃતતાનો બદલાવ આવે છે. પછી તમે નવી વ્યક્તિ બની જાવ છો.
તમે જ્યારે નિરીક્ષક બની જાવ છો, ત્યારે ત્યાં દુઃખ અથવા ચિંતાઓ માટે જગ્યા જ હોતી નથી. ત્યાં તમારી અંદર ફક્ત પ્રેમ જ હોય છે. પછી તમે પ્રેમના અસ્તિત્વનો અનુભવ કરો છો. અસ્તિત્વ તમારા પર દરેક મિનિટે અસીમ પ્રેમ વર્ષા કર્યા કરે છે.
એક નાની વાર્તા :
એક માણસ ખૂબ જ નબળા હૃદયનો છે તેવું બધાં જાણતાં હતા.
તેનું કુટુંબ તેને કોઈ ઉગ્ર સમાચાર કહેતી વખતે ખૂબ જ કાળજી લેતું હતું.
એક દિવસ તેમને જાણવા મળ્યું કે તેમના શ્રીમંત કાકા તેના માટે એક મિલિયન ડોલર મૂકીને મૃત્યુ પામ્યા છે.
તેઓ ખૂબ જ ઉત્તેજીત થઈ ગયા અને તેઓ એ નહોતા જાણતા કે આ સમાચાર પેલા માણસને કઈ રીતે આપવા. તેઓને ડર હતો કે આ સમાચાર સાંભળીને તે ઢળી પડશે.
કુટુંબના એક સભ્યે સૂચન કર્યું; “આપણે ફેમીલી ડોક્ટરને બોલાવી લઈએ તો સારું રહેશે.તેમને આ સંભાળી લેવાનું કહી દઈએ.”
તેમણે ફેમીલી ડોક્ટરને બોલાવ્યા અને બધી બાબત કહી.
ડોક્ટરે કહ્યું; “ચિંતા ન કરો, હું સંભાળી લઈશ. તમે વિચારો છો એટલું એ મુશ્કેલ કામ નથી. ડોક્ટર તરત જ પેલા માણસના રૂમમાં ગયા અને તેની સાથે વાતો શરૂ કરી. તેણે ઈરાદા પૂર્વક પેલાને પૂછ્યું; “તમને જો એકા એક એમ કહેવામાં આવે કે તમને એક મીલીયન ડોલર રોકડા મળ્યા છે. તો તમે શું કરો ?”
માણસે જવાબ આપ્યો; “હું તેમાંથી અર્ધી રકમ તમને આપી દઉં ડોક્ટર.”
ડોક્ટર ત્યાં જ ઢળી પડ્યા અને મરી ગયા.
આપણે બીજાની જીંદગીને નાટકની જેમ જોવા માટે તૈયાર હોઈએ છીએ, પરંતુ જ્યારે આપણી વાત આવે છે ત્યારે તે પચાવવી મુશ્કેલ બની જાય છે ! આપણે બીજાને સલાહ આપવા માટે હંમેશા તૈયાર હોઈએ છીએ. મેં એક પુસ્તકમાં વાંચ્યું છે : સલાહ એક એવી બાબત છે જે દરેકને આપવી ખૂબ જ ગમે છે. પરંતુ લેવા માટે કોઈ તૈયાર નથી હોતું !
તમે જ્યારે કમળ જેવા બની શકો છો - પાણીની અંદર રહેવા છતાંય ના ભીંજાવું,- તમે જીંદગીની રમત રમવાનું શીખી લીધું. એક વાત સમજી લો. અસ્તિત્વ જાતે જ વિવિધ રસ્તે વ્યક્ત થતું હોય છે. આપણી ભૂમિકા તેને સમજીને ગહન જાગૃતતા સાથે તેના પ્રવાહમાં વહેતા રહેવાની છે.
તમે જ્યારે સમજી લો છો કે, બધું જ સર્જન અસ્તિત્વના ઈશારે વહી રહ્યું છે. પછી તમે આપોઆપ તમારા ઉશ્કેરાટો અને ચિંતાઓ છોડી દો છો. તમારે એ સ્થિતિમાં પહોંચવું પડે છે, કે જ્યાં તમારા મૂળભૂત ‘હોવાપણાં’ને તમારી આજુબાજુ જે બની રહ્યું છે, તે સ્પર્શી ન શકે. આવું બને છે જો તમે અનુભવથી સમજી જાવ કે અસ્તિત્વ સતત પરિવર્તનશીલ છે.
બહાર તમે જુદી લાગણીઓ વ્યક્ત કરતાં હો, પરંતુ તમારી અંદરની મૂળભૂત જાત તો સતત એજ જોઈ શકતી હોય છે કે, બહારના બનાવો અસ્તિત્વની દોરીના મણકાની જેમ પસાર થઈ રહ્યાં છે. આ એ દોરી છે, જે તેમને એક સાથે રાખે છે. યસ ?
“પરંતુ માસ્ટર, અમે જાણી જોઈને ચિંતાઓ કરતાં નથી. પછી તમે એમ કહો છો કે અમે ચિંતાઓ જાતે જ અમારી ઉપર લઈ લઈએ છીએ ?”
ચિંતા તમારા મનની અજાગૃત સ્થિતિ બની ગઈ છે. તમારે એમાં કોઈ ઈરાદો મુકવાની જરૂર નથી. તે બસ ‘છે’.
બસ. આટલું જ ! તમારે કોઈ જાગૃત પ્રયત્ન કરવો પડતો નથી, તે તમારામાં બધો સમય હોય જ છે.
એક નાની વાર્તા :
એક સ્ત્રીએ હોટેલના રિસેપ્શન ટેબલ પર ફોન કર્યો અને મદદ માટે ચીસ પાડી.
રિસેપ્સનીસ્ટ તેની રૂમમાં ગઈ.
સ્ત્રીએ રિસેપ્સનીસ્ટને ચીસ જેવા અવાજે કહ્યું; “સામેના રૂમની બારીમાંથી મને એક નગ્ન માણસ દેખાય છે.”
રિસેપ્સનિસ્ટે બારીમાંથી જોયું તો એક પુરુષના શરીરનો ઉપરનો ખુલ્લો ભાગ દેખાતો હતો.
તેણીએ કહ્યું; “અરે તેના શરીરનો ફક્ત ઉપરનો ભાગ જ ખુલ્લો છે. તમે કઈ રીતે માની લીધું કે તે નગ્ન છે?”
સ્ત્રીએ કહ્યું; “ટેબલ ઉપર ચડી જા અને પછી જો !
બધું જ બરાબર હોય તો પણ આપણે સર્ચ લાઈટ લઈને ચિંતાઓને શોધવા નીકળીએ છીએ ! આપણે આવું ઈચ્છાપૂર્વક ક્યારેય નથી કરતાં. આપણે હંમેશા સ્વાભાવિક જ આવું કરતાં હોઈએ છીએ. આજ સમસ્યા છે ! આપણા મનની સ્થિતિમાં ૧૮૦ ડીગ્રી બદલાવ લાવવાની જરૂર છે.
બીજી એક વાર્તા :
એક પોલિસ તેના રાતના રાઉન્ડમાં નીકળ્યો હતો તેણે ગલીની વચ્ચે એક મરેલી ગાયને જોઈ.
તેણે ગાયને બાજુની શેરીમાં ઢસડીને લઈ જવાનું શરૂ કર્યું.
ત્યાંથી પસાર થતાં એક માણસે તેને પૂછ્યું કે તમે ગાયને શેરીમાં ઢસડીને શું કામ લઈ જઈ રહ્યા છો.
પોલિસે જવાબ આપ્યો; “કાલે જ્યારે મારે આનો રીપોર્ટ લખાવવો હશે ત્યારે મને સહેલું પડશે કારણ કે હું બાજુની ગલીનું નામ જાણું છું.”
કારણ કે આપણે જાણતા નથી નિખાલસ કેમ બનવું તેથી આપણે હંમેશા ચિંતામાં હોઈએ છીએ. આપણી જીંદગીની દરેક બાબતોને આપણા માનસિક ચોકઠાંમાં ફીટ કરવા માટે આપણે ગુંચવી નાંખીએ છીએ. આપણે એક પ્રવાહની જેમ વહેતાં નથી. તમે જ્યારે પ્રવાહની જેમ જીવો છો, ત્યારે તમારે બિન જરૂરી કામો કરવા પડતાં નથી. તમે ફક્ત આનંદ લો છો અને આગળ વધી જાવ છો.
દાખલા તરીકે, હું હમણા તમને કહું છું તમારે હંમેશા દિવ્ય આનંદમાં રહેવું જોઈએ, તમે તરત જ વિચારવાનું શરૂ કરી દેશો કે દિવ્ય આનંદમાં કઈ રીતે રહી શકાય ! તમે દરેક બાબતની શરૂઆત ચિંતાથી જ કરવાનું જાણો છો; આ જ સમસ્યા છે. માટે જ તમે જ્યારે મને કશુંક પૂછો છો ત્યારે હું તમને સીધે સીધું અથવા ઘણા બધા શબ્દોમાં નથી કહેતો. હું બસ થોડા સૈધ્ધાંતિક વિધાનો કહું છું જેથી તમારું મન ચિંતાની કોઈ કેડી ન પકડી લે. પરંતુ એ જ વખતે તમને શક્તિ આપું છું કે જેથી તમે તેને સીધાં જ સમજણ સાથે તમારી અંદર ઉતારી શકો.
યસ ...
“માસ્ટર, અમારે જો ચિંતા કરવું શરૂ ન કરવાનું હોય તો, અત્યારે તમે જે કહો છો તેને અનુસરવાનું કઈ રીતે શરૂ કરવું જોઈએ.”
બસ મારા શબ્દો પાછળની શક્તિ અને પ્રેરણાને તેના પર તમારું મગજ વાપર્યા વગર જ તમારી અંદર ઓગળી દો. અને વર્તમાનમાં જીવવાનું શરૂ કરી દો. બસ આટલું જ. તમે તમારા મનને અંદર ઓગળી દો. અને વર્તમાનમાં જીવવાનું શરૂ કરી દો.બસ આટલું જ. તમે જ્યારે મનને તેના પર વાપરો છો ત્યારે તેમાં તર્ક આવશે અને એક વખત તર્ક અંદર આવશે પછી મુશ્કેલી શરૂ થઈ જશે.
બસ મારા શબ્દોની પાછળની શક્તિને અનુભવો, હું જેને શાંતિ કહું છું - એવી શાંતિ કે જેમાં હંમેશા તમારી અંદર ઉતારવાનો પ્રયાસ કરું છું. આ શાંતિ અંતે તમારે જ્યાં જવાનું છે ત્યાં તમને લઈ જશે. ક્યારેય મારા શબ્દોના અર્થ કાઢવાનો પ્રયત્ન ન કરો.
ક્યારેય શબ્દો ભેગા ન કરો. ફક્ત બુધ્ધિજીવીઓ જ શબ્દો ભેગા કરે છે, વધારે ને વધારે શબ્દો, તેઓ શબ્દો ભેગાં કરીને વધારે ને વધારે ગુંચવણમાં પડે છે. તેઓ શબ્દો ભેગા કરીને એવું વિચારે છે આમાંથી અમુક બિંદુ પર તેમને અમુક સમય સ્પષ્ટતા મળી જશે, પરંતુ એવું ક્યારેય બનતું નથી.
તમે જુઓ છો હું જ્યારે બોલું છું તેને જ્યારે એક બીજા સાથે જોડવામાં આવે અને વિશ્લેષણ કરવામાં આવે તો વિરોધાભાસી લાગે છે, પરંતુ એ જે ક્ષણે બોલાયું હોય છે તે ક્ષણ માટે તે સંપૂર્ણ સત્ય હોય છે. હું જે કંઈપણ બોલું છું તે ક્ષણ માટે તે પૂર્ણ સત્ય હોય છે. હું તેજ બોલું છું. પરંતુ તમે મારા એકલા શબ્દોને આધારે જ અટકળો બાંધો છો. માટે તે ક્ષણ માટે બસ તેને પ્રશ્ન વગર સ્વીકારી લો. એ તમને અનુસરવા માટે શક્તિ અને બુદ્ધિ આપશે.
તમે જ્યારે સંપૂર્ણ શ્રધ્ધા સાથે ચાલો છો ત્યારે તમે ચિંતામાં ન હોઈ શકો. આ જ સાચી પ્રાર્થના છે. તમારી ચિંતાઓનો ઢગલો કરીને તેનો ઉકેલ માંગવો તે પ્રાર્થના નથી. પ્રાર્થના એટલે અસ્તિત્વમાં સંપૂર્ણ શ્રધ્ધા મૂકવી. અને તે તમારું કામ કરે. તે અનુભવવું.
માટે તમારી બુધ્ધિ સાથે ન સાંભળો. ગહન મેડિટેશન સાથે સાંભળતા શીખો તમારી લાગણી અથવા રસ્તા કોઈપણ હોય પરંતુ જે મુદ્દો કહું છું તે વખતે તેમાં જ ઊંડા ઉતરીને સાંભળો. આટલું પુરતું છે. તમે આપોઆપ શક્તિથી ભરાઈ જશો અને મજબૂત બનશો. આ બધાં છૂપાં રહસ્યો હું તમને આપી રહ્યો છું.
તમે જ્યારે મારા શબ્દોને પકડો છો ત્યારે તમને ચિંત થાય છે કે તેને ભૂલી જશો. તમે તેનો ઉતારો કર્યા કરો છો. હું તમને કહુ છું. જે ક્ષણે તમે તેને ઉતારવામાં પડેલા હો છો. તે ક્ષણમાં તમે આખી વાત ચૂકી જાવ છો. તમે મારા શબ્દોની પાછળની શક્તિ તમારી અંદર ઉતારી નથી શકતા કે નથી મારા શબ્દોને પૂરા ઉતારી શકતા. તમે અર્થહીન નોંધો લઈને ઘરે જશો અને થોડા દિવસ પછી તે નોંધપોથી પણ તમારા ઘરમાં ક્યાંક ખૂણામાં પડી હશે. અમુક સમય પછી, તમે કદાચ તમને મળશે તો તેનું માથું અથવા પૂંછડાનું ઠેકાણું નહીં હોય. તે કંઈક આવું છે. તમે એક પુસ્તક વાંચ્યું છે અને તમારા હાથમાં તેના છેલ્લા બે જ પાનાં રહી ગયાં છે. ફક્ત બે જ પાનાથી તમે આખા પુસ્તકનું અવતરણ કરી શકો ? નહીં ! આવી જ રીતે તમે મારા થોડા શબ્દો ઉતારી લઈને આખી બાબતને ફરીથ ભેગી કરવાની કોશિશ ન કરો. હું જ્યારે વાત કરતો હોઉં ત્યારે બસ પૂરેપૂરા હાજર રહો. આટલું પુરતું છે.
મારા શબ્દો ભૂલી જવાની ચિંતા છોડી દો. તમે જો મને તમારી પૂરેપૂરી હાજરી આપશો તો મારા શબ્દ તમારી અંદર સોંસરવા ઉતરી જશે અને તેનું કામ કરશે. તમારું પરિવર્તન મહત્વનું છે મારા શબ્દો નહીં. તમારી સમગ્ર જાતથી મને સાંભળો, તમારા મનથી નહીં. તમે જ્યારે સમજી જશો અને તમારામાં પૂર્ણ પરિવર્તન આવી જશે. પછી તમે શબ્દો ક્યારેય નહીં ભૂલો. જો તમે ભૂલી જશો તો એનો અર્થ એ હશે કે તમે તેને સમજ્યા નથી.
ફક્ત મારા શબ્દો જ નહીં પરંતુ કોઈપણ બાબતને દૃઢપણે વળગી ના રહો. દરેક ક્ષણ ભૂતકાળ બની જાય છે, પછી શું કામ વળગવાનું ? વળગવાનું દુઃખો ઉપર દુઃખો જ લાવશે. ભવિષ્ય માટે વિચારવાનો પણ કોઈ મુદ્દો નથી. તે હજી આવવાનું છે માટે તમે શાનો વિચાર કરી રહ્યા છો ? ભવિષ્ય પણ વર્તમાનના સ્વરૂપમાં જ આવવાનું છે. માટે વર્તમાન ઉપર જ ધ્યાન કેન્દ્રીત કરો.
તમે જોયું તમે જ્યારે વર્તમાનમાં હો છો ત્યારે તમે કોઈ પસંદગીઓ કરતાં નથી. ચિંતા હંમેશા તમે પસંદગીઓ કરતા રહો છો તેના પાયામાંથી ઉભી થાય છે. વર્તમાનમાં તમે પૂરા અનુભવને પી જાવ છો, બસ બધી જ ચિંતાઓ અદ્રશ્ય થઈ જાય છે. તમે એટલા માટે પસંદગી કરો છો કે કોઈ બાબત મજબૂત અહમ્ની રમત સિવાય કશું જ નથી. આટલું સમજી લો.
લોકો મને પૂછે છે; “માસ્ટર, મને એવો ડર લાગે છે કે કદાચ એકાએક દુનિયાનો અંત આવી જશે.”
દુનિયાનો અંત આવી જશે તો શું થશે ? જો દુનિયાનો અંત આવી જશે તમારી સાથે બધાનો અંત આવી જશે. કોઈના માટે કોઈ બાબતમાં ચિંતા કરવા જેવું રહેશે જ નહીં. તમે પહેલેથી જ ચિંતામાં છો કારણ કે દુનિયામાં કંઈ ચિંતા કરવા જેવું છે. હવે જો દુનિયાનો જ અંત આવી જવાનો હોય તો પછી ચિંતા કરવા જેવું કશું જ રહેતું નથી. રહે છે ? પરંતુ તમે તેના વિષે પણ ચિંતામાં છો !
જુઓ મન પોતે જ કેવું વિરોધાભાસી છે. ચિંતા કરવા જેવું કંઈ છે તેથી તમે ચિંતા કરો છો અને જો ચિંતા કરવા જેવું કશું રહેતું જ નથી તો તમે તેની ચિંતા કરો છો. જો તમે તમારી બધી ચિંતાઓમાં જાગૃતતાથી નજર કરો તો તમને સમજાશે કે તે તમારી અભાનતામાં તમારી ઉપર કેવી ચાલાકીથી રમત રમે છે.તમને જણાશે કે તમારી ચિંતાઓ પાયા વગરની અને ભ્રમિત છે. તમે તેને પકડીને ક્યારેય નીચે ફેંકી શકો નહીં કારણ કે તેને પાયો જ નથી. તેનું અસ્તિત્વ જ નથી.
હકીકતમાં તમારી બધી જ લાગણીઓ તમારી અભાનતાની રમત સિવાય કશું જ નથી. તમે જ્યારે સંપૂર્ણ જાગૃતતા સાથે જીવો છો ત્યારે તમે ક્યારેય લાગણીઓમાં ઝુલતા નથી. માટે જ હું વારંવાર કહું છું તમારી જાતને જાગૃતતા સાથે પ્રવાહિત થવા દો, વહેવા દો.
તમે જોયું તમારી ચિંતાઓ, તમારા શબ્દો જ હકીકતમાં તમારી જીંદગી બનાવે છે અથવા બગાડે છે. તેનામાં તમારી અને બીજાઓ ઉપર અસર કરવાની કેટલી બધી શક્તિ છે. દા.ત. હું જ્યારે ‘ગાય’ શબ્દ ઉચ્ચારું છું તરત જ શું બને છે ? ચાર પગ, બે શીંગડા અને એક પૂંછડીવાળું ચિત્ર તમારા મનમાં ઉપસે છે, બરાબર ? એક સાદા બે અક્ષરો તમારા મનમાં આખું ચિત્ર ઊભું કરી દે છે. શબ્દો આવા શક્તિશાળી હોય છે. જ્યારે આપણે શબ્દોનું માન નથી રાખતાં અને તેનો ઉપયોગ ખોટી રીતે કરીએ છીએ ત્યારે આપણી મુશ્કેલીઓને આમંત્રણ આપીએ છીએ.
એક નાની વાર્તા :
બિરબલ એક જાગ્રત ગુરુ, અને અકબર તેનો બાદશાહ બંને સાથે રસ્તા પર ચાલી રહ્યા હતા. તેઓ એક ચંદનના લાકડાંના વેપારી પાસેથી પસાર થયા અને તેમણે તેને જોયો. અકબરે બિરબલને કહ્યું; "મને સમજ નથી પડતી શું કામ, પણ મને આ માણસને ફાંસીએ ચડાવી દેવાની ઇચ્છા થાય છે.”
એક મહીના પછી બંને પાછા એ જ ચંદનના લાકડાંના વેપારી પાસેથી પસાર થયા. આ વખતે અકબરે કહ્યું ; “આ વિચિત્ર બાબત છે પરંતુ આજે મને આ માણસને અમુક જાગીર ભેટમાં આપવાનું મન થાય છે. આવું કેમ થતું હશે?”
બિરબલે લાંબો સમય મુંગા રહ્યા પછી જવાબ આપ્યો; “એક મહીના પહેલા ચંદનના લાકડાના વેપારીનો ધંધો નબળો પડી ગયો હતો, અને જ્યારે તમને તેણે જોયા ત્યારે તેના મનમાં વિચાર આવ્યો કે જો તમે મરી જાવ તો તમારા દરબારીઓ આવીને તમારી અંતિમ ક્રિયા માટે બધા જ ચંદનના લાકડાં મોંઘા ભાવે ખરીદી લેશે. તેના મનમાંથી નકારાત્મક તરંગો બહાર ફેલાયા જેણે તમારા મનમાં તેના પ્રત્યે ધિક્કારની લાગણી પેદા કરી. મેં તરત જ બીજે દિવસે આપણા મહેલના ટેબલ ખુરશી બનાવવા માટે તેના બધા જ લાકડાં ખરીદી લીધાં, આજે તમને જોઈને તમારા પ્રત્યે તેના મનમાં ખૂબ જ આભારવશતાની લાગણી પેદા થઈ છે. અને આ હકારાત્મક તરંગો તમારી પાસે પહોંચ્યા અને તમને લાગ્યું આ માણસને જાગીર ભેટ આપવી જોઈએ !”
સમજાયું. વિચારો ખૂબ જ શક્તિશાળી હોય છે. માટે જ તમારે ચિંતા મુક્ત અને શુધ્ધ માનસિક હાલતમાં રહેવું જોઈએ.
યસ … ?
“માસ્ટર પુસ્તકમાં કહે છે ‘નાની બાબતો માટે પરસેવો ન પાડો.’ પરંતુ નાની બાબતો પણ કામની હોય છે. ખરૂં કે નહીં માસ્ટર ?”
તમે જો બુદ્ધિની દૃષ્ટિએ જોશો તો તમે નાની બાબતો માટે પરસેવો ન પાડવો જોઈએ તે વાત યોગ્ય લાગશે.
એક નાની વાર્તા :
એક યુવાન માણસ તેના મિત્રને મળવા ગયો.
તેણે જોયું કે તેનો મિત્ર દિવાલ પરથી વોલ પેપર ઘસીને ઊખેડી રહ્યો હતો.
તેણે તેને પૂછ્યું; “તું દિવાલનો રંગ બદલવાનો છે ?”
મિત્રએ જવાબ આપ્યો; “ના, હું ઘર બદલવાનું છું.”
તમે જોયું તમે નાની બાબતોની ઉપેક્ષા કરી શકો નહીં. પરંતુ તમે એટલા બુદ્ધિશળી હોવા જોઈએ કે તેના પ્રત્યે જરૂર પૂરતું જ ધ્યાન આપો નહીંતર તમારે પરસેવો પાડવાનું શરૂ કરવું પડે છે. લોકો જ્યારે કહે કે નાની બાબતો પ્રત્યે ધ્યાન ન આપો, ત્યારે ક્યારેય તેમને સાંભળો નહીં. યાદ રાખો : એક નાનું કાણું મોટા વહાણને ડૂબાડી શકે છે. બસ એટલું સમજી લો કે તમારે તેની સાથે બુદ્ધિપૂર્વક કામ પાર પાડવાનું છે અને એ વખતે તમારે જાગૃત રહેવાનું છે.
સૌથી પહેલાં, તમારે જે તે કહેવાતી નાની બાબત વિષે સંપૂર્ણ પણે ખાતરી કરી લેવી જોઈએ. અને તે અગત્યની હોય તો પછી તમારામાં વિરોધાભાસ નહીં હોય અને આપોઆપ તેને પૂર્ણ કરવા માટેની તમારામાં શક્તિ આવશે. તમને જ્યારે સંપૂર્ણ ખાત્રી નહીં હોય તો તમારામાં પૂરી શક્તિ નહીં આવે અને તમે તમારી રીતે તે કરશો. એનો અર્થ એ થશે કે તમારી પાછળ તમારી બધી જ બુદ્ધિનો ટેકો નહોતો. કારણ કે બુદ્ધિ શક્તિ છે અને શક્તિ બુદ્ધિ છે.
જો તમે તેની પાછળ પરસેવો પાડી રહ્યા છો તો ક્યાંક કશુંક ખોટું છે. સ્પષ્ટતાથી સમજીલો, બધાં જ દુઃખો આપણાં વિરોધાભાસમાંથી ઊભાં થાય છે તમારે જે કરવાનું હોય તે બાબતમાં તમે પોતે જ જો સ્પષ્ટ ન હો તો તમે તે કરી શકતાં નથી. અને તમારી જાતમાં સ્પષ્ટતા લાવવા માટે તમારી બુદ્ધિને પોષણ આપીને ખીલવવી જોઈએ.
જ્યારે બુદ્ધિ ખીલીને સપાટી પર આવે છે, વિરોધાભાસો અદ્રશ્ય થઈ જાય છે અને તમે એક સૂત્રી બનવાનું શરુ કરો છો. તમે જ્યારે એક સૂત્રી બનવા લાગો છો ત્યારે તમારી બુદ્ધિ વધારે વિકસે છે. તમારે આ વર્તુળમાં આવી જવાની જરૂર છે. આ વર્તુળ તમારી ચિંતાઓને પણ સાફ કરી નાંખે છે. ગુંચવાણોમાંથી મુક્તિ મેળવવાનો ફક્ત આ એક જ રસ્તો છે. બુદ્ધિ. જો તમે ખરેખર તમારો આંતરિક બબડાટ અને ચિંતાઓ છોડી દેવા માંગતા હો તો તમારે એક નાની કસરત કરવી જોઈએ.
તમને જે આનંદ આપતી હોય તે બધી જ બાબતોનો વિચાર કરો. તમારા મનને તૈયાર કરો કે તમે આ જ બધી બાબતોને વળગી રહેશો તે સિવાય કોઈપણ બાબત નહીં. બીજી કોઈપણ બાબત કરતાં આ બાબત તમને પુરતી શક્તિ આપશે. આનંદ આપતી બાબતો યાદ કરો અને પછી તેના વિશે ભૂલી જાવ. પ્રયત્ન કરો અને તમને લાગશ કે તમારામાં ઘણી બધી શક્તિ આવી ગઈ છે.
સમજાયું, તમે તમારી ચિંતાઓ વિશે વારંવાર વાતો કરીને તેને વધુને વધુ શક્તિ આપી દો છો. દા.ત. એક ગૃહણી જ્યારે ટેલિફોન ઉંચકે છે, ત્યારે તેની બહેનપણીને કહેશે આજે કામ વાળી નથી આવી અને આ દિવસ માટે તે તેની હતાશા છે. જો તમે નોકરાણી ન આવવાથી ખરેખર હતાશ થયા હો અને તમારે તેમાંથી ખરેખર બહાર જ નીકળવું હોય તો પછી કામવાળીનો વિચાર છોડી દો અને બસ તમારી જાતે કામ કરવા માંડો ! તમને આ વધારે તાર્કિક નથી લાગતું ?
પરંતુ તમે શું કરો છો ? તમે તેના વિશે જ વાતો કરો છો અને ઈચ્છો છો કે તમારી બહેનપણી પણ તમારી હતાશાને પોષણ આપે. જો તેણી તમારા તરફ સહાનુભૂતિ નહીં બતાવે તો, અથવા એમ કહેશે કે જીવન આવું જ છે તારે આગળ જવું જોઈએ, પછી તમે તરત જ બીજી બહેનપણીને ફોન કરશો અને તેને કહેશો કે પેલી બહેનપણી કેટલી અવિચારી છે! જરા વિચારો ! જો તમારે ખરેખર જીવનમાં આગળ વધવું જ હોત તો તમે પેલી બેનપણીના શબ્દો પ્રમાણે કર્યું હોત. ખરું કે નહીં ?
જો તમારે ખરેખર હતાશામાંથી બહાર આવવું હોત અને જીવન આગળ ચલાવવું હોત તો તમે તે પ્રમાણે કરવા માટે ચોક્કસ તમારી બુદ્ધિ વાપરી હોત. પરંતુ તમે અલગ પ્રતિક્રિયા શા માટે આપો છો ? કારણ એ છે કે તમને તમારી ચિંતાઓમાં અનુકુળતા લાગ છે નહીં કે તેને દૂર કરવાનો રસ્તો શોધવામાં.
મેં તમને હમણાં જે નાની માનસિક કસરત કરવાનું કહ્યું તેને કરવાનું ચાલુ રાખશો તો તમે જોશો કે તમારી બધી જ ચિંતાઓ અદ્રશ્ય થઈ જાય છે અને સાથે સાથે તમે નવી માનસિક ગોઠવણ પણ મેળવો છો. તમારી અંદર શક્તિની લહેર આવતી જુઓ છો, કારણ કે તમે પહેલાં જે શક્તિ તમારી ચિંતાઓ કરવામાં ખર્ચી નાંખતા હતા તે એક[?]
તમને પાછી મળે છે !
તમારી જાતની પ્રમાણિક તપાસ કરો અને શોધી કાઢો કે તમે છૂપી રીતે તમારી ચિંતાઓને પોષણ આપીને ઉછેરતાં નથી અને તમે પરિવર્તન માટે તૈયાર છો.
તમે જ્યારે તમારી ચિંતાઓ પાછળ જવાનું છોડી દો છો ત્યારે તમને દેખાય છે કે બીજા લોકો નિઃસહાય બનીને તે વર્તુળમાં કેવા સપડાયેલાં છે. તમે જોશો કે એ લોકો પોતાની ચિંતાઓને બીજા લોકો સાથે વાતો કરીને કેટલી મોટી બનાવી રહ્યાં છે. આ ચિંતાઓ વિશે વાતો કરવી તેને હું 'ચિંતાઓ કરવી' કહું છું. ફક્ત તમે જ્યારે આનું નિરીક્ષણ કરો છો, તરત જ તે અટકી જાય છે.
હું તમને ફરી વખત કહું છું. હું તમને ચિંતાઓથી દૂર ભાગી જવાનું કહેતો નથી. હું કહું છું લોકો સાથે તેના વિષે વાતો કરીને તેને અનેક ગણી મોટી ન બનાવો. તેની પાછળ તમારી શક્તિ વાપરો નહીં. તેને બદલે સીધો તેનો સમાનો કરો. ચિંતાઓ અટકાવ માટે શું કરવું જોઈએ તે શોધો, સમય બગાડ્યા, વગર બસ. આટલું જ.
તમારી જાતને તપાસો કે તમે ચિંતામાં અનુકૂળતા અનુભવ્યાનું શરૂ કર્યું છે કે નહીં; ચિંતા તમને નિમંત્રિત કરે છે કે તમે ચિંતાને નિયંત્રિત કરો છો તે જોવાનું આ માપ છે. જો વારંવાર ચિંતા વિશે વાતો કરવામાં તમને અનુકૂળતા લાગતી હોય તો ચિંતાઓ તમને નિયંત્રિત કરે છે, જો તમે તેને વળગી નથી રહેતાં અને સીધો જ તેનો યોગ્ય રીતે સામનો કરો છો તો તમે ચિંતાઓને નિયંત્રિત કરો છો !
યસ ...
“માસ્ટર, અગાઉ તમે દારૂ પીવા વિશે વાત કરી હતી. મારા પતિ હંમેશા એવું કહે છે કે તે ચિંતાઓ દૂર કરવા માટે પીવે છે. માટે શું કરવું જોઈએ ?''
મેં તમને કહ્યું તેમ આ એક સામાન્ય સમસ્યા છે. ગમે તેમ પણ જો તમારા પતિ અહીં હાજર હોત તો વધારે મદદ રૂપ થાત. જો તમે દારૂપીવાની આદતનું વિશ્લેષણ કરશો તો તમને સમજાશે કે તેમાં કેટલો વિરોધાભાસ છે. હું તમને સમજાવવાની કોશિશ કરું છું.
તમે મજા કરવા માટે પીવો છો, પરંતુ તમે અંતે અતિ કષ્ટદાયક રીતે દુઃખી થાવ છો. તમે સામાજીક ગણાવ તે માટે પીવો છો, જેથી સમાજ તમારો સ્વીકાર કરે. પરંતુ તમે તો દલીલબાજ બની જાવ છો !
તમે સુધરેલા ગણાવ તે માટે પીવો છો. પરંતુ અંતે તમે સહન ન થઈ શકે તેવા બની જાવ છો.
તમે એટલા માટે પીવો છો કે તમારી બધી ચિંતાઓ ભૂલીને ઊંઘી શકો, પરંતુ સવારે ઉઠો છો ત્યારે... ? અતિશય થાકેલા લાગો છો !
તમે લાગણીઓના તરંગોનો ઉછાળો અનુભવવા માટે પીવો છો, પરંતુ અંતે તમે હતાશામાં સરી પડો છો !
તમે આત્મ વિશ્વાસનો અનુભવ કરવા માટે પીવો છો, પરંતુ અંતે તમને તમારી જાતનો જ ડર લાગે છે તમે વાર્તાલાપ સારી રીતે જાળવી શકાય તે માટે પીવો છો, પરંતુ અંતે તમે આડું અવળું અને અસંબધ્ધ બોલો છો.
તમે તમારી સમસ્યાઓને સુલઝી ગયેલી જોવા માટે પીવો છો પરંતુ અંતે તેનો ગુણાકાર થયેલો જુઓ છો. આ બધી જ સત્ય હકીકતો છે અને તમે તે મારાં કરતાં વધારે જાણો છો ! હવે મને પ્રામાણિકતાથી કહો; શું હકીકતમાં પીવાનો કોઈ અર્થ છે ? આવી જ રીતે તમે આ બાબતોમાં જ નહીં પરંતુ જીવનની દરેક બાબતોમાં વિરોધાભાસી હો છો. જો તમે શું કરવું છે તે સ્પષ્ટતાથી જાણતા હો એ તેને માટે તમારી શક્તિનું છેલ્લું બુંદ પણ ખર્ચી નાંખવા તૈયાર હો તો તમે સ્થિરતાથી આગળ વધી શકો છો અને આનંદનો અનુભ કરી શકો છો. પછી તમે ક્યારેય જાતે વિરોધાભાસી નહીં બનો.
તમે જ્યારે પણ પીવો, દરેક વખતે પૂરી જાગૃતતા સાથે પીવો. હું તમને સમજાવું છું : તમે જ્યારે પણ પીવા બેસો, દરેક વખતે સભાનતાથી પીવો, ધીરેથી તમારી દરેક હિલચાલનું ધ્યાનથી નિરીક્ષણ કરતાં જાવ. પીણાંના દરેક ટીપાંનો સ્વાદ લેતાં જાવ, તેની સામે તમારું શરીર શું પ્રતિક્રિયા કરે છે તે જોતાં જાવ. તેને તીક્ષ્ણ જાગૃતતાથી ભરેલી પ્રક્રિયા બનાવી દો. હું તમને ખાત્રી આપું છું, જો તમે પીવાનું નક્કી કરો ત્યારે દરેક વખતે આ પ્રમાણે કરશો તો, તમારે આદત છોડવી નહીં પડે, આદત તમને છોડીને હંમેશા માટે જતી રહેશે.
કોઈપણ બાબતની આદત સભાનપણે અથવા યાંત્રિક રીતે થતી પ્રક્રિયા છે. દારૂ અને તમાકુ જ આદતો નથી. ધર્મ પણ એક આદત જ છે. લોકો અભાન પણે અને યાંત્રિક રીતે પ્રાર્થના કરે છે. સામાન્ય રોજિંદી બાબતોને અનુસરતા હોય તેમજ. તેઓ જો એક દિવસની પ્રાર્થના ચૂકી જશે તો તેઓ મુશ્કેલીમાં પડી જશે. તે લોકો માટે તે આદત છે. અને તેથી જ્યારે ચૂકી જવાય છે ત્યારે ઉશ્કેરાટ પેદા થાય છે. જેવી રીતે દારૂડિયાને સાંજે પીવાનું ન મળે તો રઘવાયો બની જાય છે. તેવી રીતે યાંત્રિક ધાર્મિક માણસ રોજિંદી પ્રાર્થના ચૂકી જાય છે ત્યારે ખાલીપણાનો અનુભવ કરે છે.
પૂર્ણ જાગ્રતતા સાથે કોઈ બાબત કરવી અને ડર વગર અને યાંત્રિક રીતે કોઈ બાબત કરવી તેની વચ્ચેનો ફરક સમજવો જોઈએ. આગળની રીતે જ કોઈપણ બાબતને કરવાથી તે તમને કોઈ પ્રકારના બંધનમાં નાંખતી નથી. તે તમને જગ્યા અને સમયમાં બાંધતી નથી. તમે ગુરુ થઈ જશો. પાછળની રીતે કોઈપણ બાબત કરવાથી તમે બંધાઈ જાવ છો અને તે દુઃખનું કારણ બને છે. તમે તેના ગુલામ બની જાવ છો.
આદત છોડી દેવા માટે જાગ્રતતા સાથે વહેતા રહો; તે તમને સાચા રસ્તે પરિવર્તિત કરશે. યાદ રાખો : તમારે આદત છોડી દેવાની જરૂર છે એવું ક્યારેય ન વિચારો. જે કોઈ બાબતનો તમે પ્રતિકાર કરો છો તે બાબત દૃઢતાથી વળગી જાય છે. તમારે ફક્ત તેને ગહન જાગૃતતાથી પરિવર્તિત કરવી પડે છે. બસ આટલું જ. તમે જ્યારે પરિવર્તનની ભાષા સમજી જાવ છો ત્યારે તમે સાચા રસ્તે હો છો ; તમે ખુલ્લા પણાના માર્ગમાં હો છો.
લોકો મને કહે છે; “માસ્ટર, તમે બોલો છો તે ઘણું જ પ્રેરણાદાયી છે. હવે અમારે તેનો રોજિંદી જીંદગીમાં અમલ કરવા જોઈએ અને જોવું જોઈએ કે તે કામ કરે છે કે નહીં !
જુઓ સ્પષ્ટતાથી સમજી લો : હું હંમેશા કાર્યક્ષમ બાબતો જ કહું છું; જેનો વ્યવહારમાં ઉપયોગ કરી શકાય. હું એવી વાત કરતો જ નથી જે રોજિંદી જીંદગીમાં ન કરી શકાય.
હકીકતમાં હું જે કંઈ કરી રહ્યો છું તે ‘વેદાંત’નું પુનરાવર્તન છે. પરંતુ જુદા શબ્દોમાં, આધુનિક સંદર્ભ પ્રમાણે, જેથી તમને સાંભળવામાં અનુકૂળ લાગે; જેથી તમને લાગે કે આ તમને જ લાગુ પડે છે; જેથી તમે તેનું અનુસરણ કરી શકો. અને તેમાં બીજી એક વાત છે : જો તમે આ વિચારો પુસ્તકમાં વાંચશો તો તે ફક્ત લખનારના મગજમાંથી તમારા મગજમાં આવશે. ત્યાં કોઈ અનુભવ કરવાની તક હોતી નથી. પરંતુ તમે જ્યારે એજ શબ્દો ગુરુ પાસેથી સાંભળો છો, જ્યારે તે વ્યક્તિ પોતાના આત્માના અનુભવથી બોલતી હોય છે; ત્યારે તે તમારી અંદર ઊંડે સુધી પ્રવેશી જાય છે. પછી તમે તે તરફ સભાન હો અથવા ન હો.
સ્પષ્ટતાથી સમજી લો : હું તમારી સાથે મારા જ્ઞાનની વહેંચણી કરી રહ્યો નથી. હું તમારી સાથે મારો અનુભવ, મારી જીંદગી વહેંચી રહ્યો છું. જ્યારે હું મારી જાતની અંદર થી બોલું છું ત્યારે તેને તમારી જાતને સ્પર્શવું પડે છે. તે તમારી જીંદગીનું પરિવર્તન કરી દે છે. આમાં બીજો કોઈ રસ્તો નથી.
વિવેકાનંદ શિકાગોમાં બોલ્યા હતાં : "મારા વહાલા અમેરિકન ભાઈઓ અને બહેનો ..." ત્યારે આખું સભાગૃહ તેમનું અભિવાદન કરવા માટે તાળીઓના ગડગડાટથી ગુંજી ઉઠ્યું હતું. એક મહિલાએ લખ્યું; "એ ફક્ત અભિવાદન જ નહોતું, તેમણે સમગ્ર દેશને જીતી લીધો હતો. અમને એવો અનુભવ થયો હતો કે જાણે અમારામાં, અમારી જાતમાંથી પ્રેમનો કરંટ પસાર થઈ રહ્યો છે ... !" મહિલાએ પછી વિવેકાનંદને પૂછ્યું હતું કે આવું કેમ બન્યુ હતું. અને તેમણે સરળતાથી જવાબ આપ્યો હતો; "કારણ કે એ મારા અંતરમાંથી આવ્યું હતું."
વિવેકાનંદ પોતાની જાતમાંથી બોલ્યા હતા. શબ્દો જ્યારે મગજમાંથી ઉદ્ભવે છે ત્યારે તે બીજા માણસના મગજને સ્પર્શે છે અને તેને 'વાતચીત' કહેવાય છે. શબ્દો જ્યારે એક વ્યક્તિના હ્રદયમાં ઉદ્ભવે છે ત્યારે તે બીજી વ્યક્તિના હ્રદયને સ્પર્શી જાય છે અને તેને કહેવાય છે, 'લાગણીઓનું આદાન પ્રદાન' 'આત્મૈક્યતાં'. માત્ર વાતચીત પૂરતી નથી. આપણે લાગણીનું આદાન પ્રદાન કેમ થાય તે જાણવું જોઈએ. હવે હું તમને કહું છું, હું મારા હ્રદયના તળીયેથી વાત કરૂં છું તેથી તમે પૂરા હ્રદયથી સાંભળો છો.
બોલનાર જ્યારે સમગ્રતાથી બોલે છે ત્યારે સાંભળનાર સમગ્રતાથી સાંભળવા માટે બંધાઈ જાય છે. તેની જીંદગી પરિવર્તન પામવા માટે બંધાઈ જાય છે. જો મારા શબ્દો તમારી જીંદગીને સ્પર્શતા ન હોય તો, ખૂબ સ્પષ્ટતાથી સમજી લો; મને બોલવાનો કોઈ અધિકાર નથી. તમને મારા અનુભવમાં શંકા કરવાની છૂટ છે. તમને એમ લાગે કે મારા શબ્દો તમારી જીંદગીનું પરિવર્તન નહીં કરી શકે, તો તમારે દોષભાવના રાખવાની જરૂર નથી. આમાંથી બહાર નીકળી જાવ. પરંતુ હું તમને કહું છું; હું તમને ન સ્પર્શી જાવ તેવું બને જ નહીં !
જો તમે મને તમારા હ્રદયથી સાંભળો છો તો તમે જોશો કે મારું શીખવેલું આપોઆપ સમય આવતાં તમારા જીવનમાં કામ કરે છે જે શિક્ષક પોતાની જાત માટે જ અચોક્કસ હોય તેણે જ તેના શિષ્યોને કહેવું પડે છે કે પાછા જાવ અને મારા શબ્દોની પ્રેક્ટિસ કરીને આવો. જ્યારે સાચા ગુરુ બોલે છે, બસ સાંભળવાનું આપોઆપ બને છે. સમગ્રતાથી સાંભળો, પરિવર્તન આપોઆપ બનશે.
'છાંદોગ્ય ઉપનિષદ' સુંદર રીતે વર્ણન કરે છે :
ગુરુ શિષ્યો સામે નવ વખત પુનરાવર્તન કરે છે : 'ત ત્વમ્ અસિઃ' તમે તે છો. ફક્ત સાંભળવાથી, ફક્ત ગુરુ પાસેથી સાંભળવાથી, શિષ્યને આધ્યાત્મિક અનુભવ થઈ જાય છે ! જ્યારે ગુરુ અને શિષ્ય સમગ્રતાથી કામ કરે છે, ત્યારે જ આ શક્ય બને છે.
તમે જ્યારે ગુરુની આજુબાજુ હો છો ત્યારે શબ્દો બિલકુલ અપ્રસ્તુત હોય છે. ફક્ત શાંતિમાં ગુરુની આસપાસ હોવું અને તેમને ગ્રહણ કરવા, એ જ તમારામાં હકીકતમાં પરિવર્તન લાવી શકે છે. પરંતુ કરવું શું ? તમે તમારા આંતરીક બબડાટમાં એટલા બધા જકડાઈ ગયા હો છો કે તમારી સોંસરવું ઉતરવું મારા માટે અશક્ય બની જાય છે, તેથી જ હું બોલું છું. હું શબ્દો બોલીને તમને શાંત કરૂં છું.
તમે શું એ વિચારો છો કે હું તમારી સાથે વાત કરી રહ્યો છું ? કારણ કે જો હું નહીં બોલું તમે સતત તમારી અંદર તમારી જાત સાથે વાતો કરશો - ભૂતકાળની સમીક્ષા કરીને તેનું વિશ્લેષણ કરશો, ભવિષ્યની ચિંતા કરશો, તારણો કાઢશો, ચૂકાદાઓ આપશો, અભિપ્રાયો આપશો અને બીજું શું શું નહીં; જો હું બોલું છું તો તમે મારા પ્રવાહને ચૂકી જવાના ડરથી પૂરી ઉત્સુકતાથી મારા શબ્દો ગ્રહણ કરશો. અને હું આ સમયનો ફાયદો ઉઠાવીને તમારી અંદર પ્રવેશ કરું છું.
હું જ્યારે બોલતો હોઉં છું ત્યારે હકીકતમાં અંદર તદ્દન શાંત હોઉં છું. તમે જો જો જ્યારે ગુરુ બોલે છે ત્યારે તે તેની અંદર જાતે જ શાંત હોય છે. અને એટલે જ એ ગુરુ છે ! પરંતુ તમારા કિસ્સામાં, તમે શાંત હશો તો પણ તમારી
અંદર તમારી જાત સાથે વાતો કરતાં હશો ! અંદરનો બબડાટ ત્યાંજ હશે. આ જ ફરક છે. તમારી શાંતિ તમારી અંદરથી ભાગી છૂટવા માટે સંભાળય નહીં તે રીતે તરફડતી હોય છે. તમારી અંદર, એક વિષયથી બીજા વિષય ઉપર, જેની વચ્ચે કશું લેવા દેવા હોતું નથી, તમે વાંદરાની જેમ કુદાકુદ કરતા રહો છો. તમારી અંદર આ પાગલ ખાનું ચાલતુંહોય છે અને તમે બહાર શાંત દેખાતા હો છો. બસ આટલું જ.
માટે પહેલા ‘કેમ સાંભળવું તે જાણો.’ તમારા મગજથી ન સાંભળો. તમારું સમગ્ર હોવા પણું મારી સામે ખોલી દો પૂરી શ્રધ્ધા અને સમર્પણથી સાંભળો. મારા શબ્દો લઈને ભાગી જવા માટે તરફડો નહીં; મને તમારી જાતમાં ઉમેરી દો. આ જ ઘણું પૂરતું છે. તમારી અંદરની મારી હાજરી જ કિમીયો કરશે.
યસ ... આપણે હવે ‘મણિપૂરક શુધ્ધિ ક્રિયા’નામની મેડિટેશન પધ્ધતિમાં પ્રવેશ કરીએ છીએ. જે ‘મણિપૂરકચક્ર’ ને સંપૂર્ણ શુધ્ધ કરે છે.
મણિપૂરક શુધ્ધિ ક્રિયા :
(કુલ સમય : ૩૦ મિનિટ)
‘મણિપૂરક શુધ્ધિ ક્રિયા’ પ્રાચીન ક્રિશ્ચિયન પધ્ધતિમાંથી લેવામાં આવી છે. જે તેમાં ‘ગ્લાસા લોલીઆ’ના નામે ઓળખાય છે. આગળ જતાં સૂફીઓ એ તમને ‘ગીબ્બરીશ’ તરીકે અપનાવી. આ પધ્ધતિ તમારી અંદર ઊંડાણમાં પડેલી નકારાત્મક માનસિક વિચારસરણીની છાપો અને ચિંતાઓ બહાર કાઢી નાંખે છે. તે તમારી અંદર દમન થઈને પડેલી લાગણીઓ અને ચિંતાઓને શુધ્ધ કરી દે છે. એક વખત તમે આ પધ્ધતિનો ઉપયોગ કરશો, પછી તમને તમારા નાભિ વિસ્તારમાં ખૂબ હળવાશ લાગશે. આ વિસ્તારમાં જ તમારી ચિંતાઓ અને ગૂંચવાયેલી વિચારસરણીઓ દબાયેલી પડી હોય છે. આ મેડિટેશન કર્યા પછી નવી ચિંતાઓ ભેગા કરીને ‘મણિપૂરક ચક્ર’ ઉપર ફરીથી લાદવી કે નહીં તે તમારા પર આધારીત છે.
આ પધ્ધતિનો ઉપયોગ હોજરી ખાલી હોય ત્યારે જ કરવો જોઈએ. અથવા જમ્યા પછી બે કલાક બાદ કરી શકાય; નહીંતર તમને વોમિટ થઈ શકે.
આંખો બંધ કરીને ઊભા રહો. તમારું ધ્યાન ‘મણિપૂરક ચક્ર’ પર લઈ જાવ અને તે વિસ્તારમાં ભાર લાગી રહ્યો છે તેનો અનુભવ કરો. તે તમારી બધી ચિંતાઓથી ભરેલો છે. એક મિનિટ સુધી તમારું ધ્યાન ‘મણિપૂરક ચક્ર’ પર કેન્દ્રિત કરો. વિવિધ કારણોથી તમારી અંદર ગોંધાઈ રહેલી ચિંતાઓ અને ગુસ્સાનો અનુભવ કરો.
હવે નાભિના વિસ્તારમાંથી જેટલા મોટા અવાજે કરી શકો તેટલા મોટેથી નકામા અવાજો કરવાનું શરૂ કરો. બૂમો પાડવા માટે શબ્દોનો ઉપયોગ ન કરો. જો તમે શબ્દોનો ઉપયોગ કરશો તો ફક્ત જાણીતી અને સપાટી પરની લાગણીઓ જ સપાટી પર આવશે અને શબ્દો તેમની પાછળ રહેલી લાગણીઓ પર કામ કરવાને બદલે બીજા વધારે શબ્દો ઊભા કરશે. તદ્દન સ્પષ્ટ લવારાની જેમ મોટેથી બૂમો પાડો; ફક્ત આજ તમારી અંદરની અભાનતાને ખુલ્લી કરશે, ફક્ત આજ તમારી અંદર ઊંડાણમાં છૂપાઈને પડેલી લાગણીઓને ખુલ્લી કરશે. તમારા હાથ ઉછાળો, બૂમો પાડો, જો આંસુ આવે તો વહેવા દો.
આ બધું તમારી પૂરી તાકાતથી કરો, જેથી તમારી બધી નકારાત્મક લાગણીઓનું વોમિટ થઈ જાય. દુઃખદાયક બનાવોને યાદ કરો. તેમાં સંડોવાયેલી વ્યક્તિને યાદ કરો અને તે બનાવો સાથે સંકળાયેલી લાગણીઓને યાદ કરો. બધી જ લાગણીઓને બહાર લાવો જે તમારી અંદર ભળી ગઈ છે. બીજી કોઇપણ બાબતમાં ધ્યાન ન આપો.
વીસ મીનિટ પછી અટકી જાવ. શાંતિથી દસ મિનિટ આંખો બંધ રાખીને બેસી રહો. તમારા વિચારોના ફક્ત સાક્ષી બની જાવ. તમારા મણિપૂરક વિસ્તારમાં હળવાશનો અનુભવ કરો. તમે જોશો કે તે વિસ્તાર એકદમ હળવો અને આનંદિત થઈ ગયો છે. તમારી આખી જાત એકદમ હળવી અને મુક્ત થઈ ગઈ છે.
(જૂથમાં આ પધ્ધતિનો ઉપયોગ સંગીત સાથે કરવો.)
ઓમ્ શાંતિ, શાંતિ, શાંતિ:
ધીરેથી ખૂબ જ ધીરેથી તમારી આંખો ખોલો. આપણે બીજી બેઠકમાં મળીશું. આભાર.