KAILASA Library/સચોટ ઉકેલો/ચેપ્ટર - ૯ અસંતોષની લાગણીમાંથી કૃતજ્ઞતા તરફSign in
સચોટ ઉકેલો

ચેપ્ટર - ૯ અસંતોષની લાગણીમાંથી કૃતજ્ઞતા તરફ

This text was machine-transcribed from the printed book and may contain errors. Select the words and choose “Report a mistake”.

આપણે હવે છેલ્લા ચક્રમાં જઈશું - ‘સહસ્રારા ચક્ર’ જે માથાની ટોચ પર આવેલું છે.

સંસ્કૃતમાં ‘સહસ્રારા’નો અર્થ છે ‘હજાર પાંખડીઓ વાળું’ આ ‘ચક્ર’ને જ્યારે સક્રિય કરવામાં આવે છે ત્યારે, મગજમાં હજાર પાંખડીઓવાળું કમળ ખીલી ગયું હોય તેવો રહસ્યમય અનુભવ થાય છે. આ ‘ચક્ર’ અસંતોષની લાગણી અને જીંદગી એમ જ મળી ગઈ છે તેમ સમજીને મામુલી ગણી નાંખવાથી તે બંધ થઈ જાય છે અને કૃતજ્ઞતા અને સંતોષની લાગણી છલકાવવાથી તે ખીલી જાય છે !

(મેડિટેશન પધ્ધતિ : સહસ્રારા ધ્યાન – સૂફી મેડિટેશન પધ્ધતિ છે)

એક માણસ ભગવાનને રોજ પ્રાર્થના કરતો હતો; “હે ભગવાન મારી પાસે પૂરતાં પૈસા નથી. મહેરબાની કરીને મને એક કરોડ રૂપિયાની લોટરી જીતવામાં મદદ કરો ! જો હું જીતી જઈશ, તો હું તમને વચન આપું છું, કે ઈનામની રકમમાંથી ૨૦% રકમ હું તમારી મૂર્તિ પ્રતિષ્ઠા કરવામાં આપી દઈશ. જો તમને મારી વાત માનવામાં ના આવતી હોય તો, મહેરબાની કરીને, ૨૦ લાખ તમે જાતે જ તમારી પાસે રાખી લે જો અને મને ફક્ત બાકી વધેલા ૮૦ લાખ આપી દો.”

આપણાં બધા જ વ્યવહારો બરાબર આવા જ હોય છે – શુધ્ધ ધંધાદારી ! આપણાં જીવનમાં ભલે કદાચ આ ખુલ્લી રીતે દેખાતું નહીં હોય, પરંતુ જો તમે તમારી પ્રાર્થનાના અસ્તિત્વનું ગહનતાથી વિશ્લેષણ કરશો તો, તમને સમજાઈ જશે કે તમે દરેક સાથે હંમેશા ધંધાદારી સોદા જેવા જ વ્યવહારો રોજ કરો છો, ભગવાન સાથે પણ !

એક નાની વાર્તા :

એક દિવસ એક ગરીબ માણસ બાદશાહ અકબરના મહેલ પર ગયો.

તેની ઈચ્છા તેના છોકરાના અભ્યાસ માટે થોડા પૈસા માગવાની વિનંતી કરવાની હતી.

મદદ માગવા આવનારને ક્યારેય ખાલી હાથે પાછા ના વાળવા માટે અકબર જાણીતો હતો.

જ્યારે આ માણસ મહેલ પર પહોચ્યો ત્યારે તેણે જોયું કે અકબર હાથ પહોળા કરીને ખુદાની બંદગી કરી રહ્યો હતો. તેથી તે બીજા લોકોની સાથે બહાર લાઈનમાં ઉભો રહીને રાહ જોવા લાગ્યો. જ્યારે અકબર બહાર આવ્યો ત્યારે દરેક જણે પોતાની માંગણી રજુ કરી અને તેના તરફથી મદદ મેળવી.

ફક્ત પેલો ગરીબ માણસ કંઈ પણ માંગ્યા વગર જ પાછો ફરી ગયો.

અકબરનું ધ્યાન તેના પર ગયું અને તેણે તેને પાછો બોલાવ્યો.

તેણે તેને પૂછ્યું : “તમે કશું જ માંગ્યા વગર કેમ જતા રહેતાં હતાં ?”

માણસે જવાબ આપ્યો; “બાદશાહ હું તમારી પાસે ભીખ માંગવા આવ્યો હતો. પરંતુ મેં જોયું કે તમે પોતે જ ભીખ માંગી રહ્યા હતા!”

જો તમે આપણી પ્રાર્થનાઓનું વિશ્લેષણ કરશો તો તમને ખ્યાલ આવશે કે હકીકતમાં આપણે બધાં જ ભિખારીઓ છીએ. આપણે બસ માંગ, માંગ અને માંગ જ કર્યા કરીએ છીએ. આપણી પ્રાર્થનાઓ ફક્ત ભિક્ષા પાત્રો સિવાય બીજું કશું જ નથી. આપણે ભૌતિક વસ્તુઓ માટે સુંવાળા સંબંધો માટે, સત્તા માટે, ધ્યેયો પ્રાપ્ત કરવા માટે, શારીરિક સુંદરતા માટે અને બીજું શું શું નહીં, બસ માંગ માંગ જ કરીએ છીએ.

આપણે હંમેશા કંઈકને કંઈક માગતા જ હોઈએ છીએ અથવા બીજી માગણીઓ આપણા મનમાં હોય છે. હકીકતમાં આપણે માંગવા સાથે ખૂબ જ સંવાદિતામાં હોઈએ છીએ, આ આપણી અંદર ચાલતી એક પ્રકારની અભાન પ્રક્રિયા બની ગઈ છે. અને કદાચ એવી દલીલ કરીએ કે આપણે માંગતા નથી, કારણ કે આપણે તેને માંગણી તરીકે જોતાં જ નથી. આપણે તેને જીંદગીની સ્વાભાવિક રીતો તરીકે જ જોઈએ છીએ ! આપણે તેમાં એટલાં બધાં સંલગ્ન થઈ ગયા છીએ કે આપણે તેનાથી આપણી જાતને દૂર રાખી શકતાં નથી.

સમજી લો : દુનિયામાં ફક્ત બે જ પ્રકારના ધર્મો છે; પ્રાર્થના આધારીત ધર્મ અને કૃતજ્ઞતા આધારીત ધર્મ.

પ્રાર્થનાના પાયાવાળા ધર્મમાં ભગવાન પાસે એક અથવા બીજું માંગવાનું જ હોય છે. જેને ખૂબજ મોટા પ્રમાણમાં પુષ્કળ માણસો અનુસરે છે, કારણ કે, તે આપણાં માંગવાના અભિગમ સાથે ખૂબ જ લયમાં હોય છે. તે બચપણથી આપણા મનને જે રીતે ઘડવામાં આવ્યું હોય છે તેની સાથે સંવાદિતામાં હોય છે. આપણને બચપણથી જ પ્રાર્થનામાં માંગવાનું શીખવવામાં આવ્યું હોય છે. આપણને ભગવાન અથવા અસ્તિત્વ સાથે વાત કરવાનો આ ખૂબ જ સ્વાભાવિક રસ્તો લાગે છે.

બીજી બાજુ, કૃતજ્ઞતાની લાગણી વ્યક્ત કરવાનો ધર્મ, જે માત્ર, ભગવાન અથવા અસ્તિત્વ તરફ અંદરથી કૃતજ્ઞતાની લાગણી વહાવડાવવા પર આધારીત છે. આપણને બચપણથી જે શીખવવામાં આવ્યું છે તેનાથી આ તદ્દન વિરોધી છે. આપણને હંમેશા એવું શીખવવામાં આવ્યું છે કે કંઈક મળે તો જ આભાર માનવો. બસ આટલું જ. આપણને સામાજીક રીત ભાત માટે જ કૃતજ્ઞતા વ્યક્ત કરવાનું શીખવવામાં આવ્યું છે, આનાથી વધારે બીજું કશું જ નહીં!

પછી આપણે હંમેશા આભાર વશ કેવી રીતે રહી શકીએ ? આપણા માટે તે ઘણું વધારે પડતું બની જાય છે ! માટે જ, આ કૃતજ્ઞતાની લાગણી વ્યક્ત કરવાનો ધર્મ અમુક થોડા પસંદગીના લોકો જ અનુસરે છે. ફક્ત અમુક થોડા મેડિટેશન કરતાં ધર્મો, જેવા કે બુધ્ધીઝમ અથવા સૂફીઝમ ધર્મો જ કૃતજ્ઞતાના પાયા પર આધારીત છે. આ ધર્મોના ખૂબ જ ઓછાં અનુયાયીઓ છે, પરંતુ અનુયાયીઓની ગુણવત્તા ખૂબ જ ઉંચી હોય છે.

તમે સમજો : પ્રાર્થના કરવામાં કશું જ ખોટું નથી. પરંતુ પ્રાર્થના કરતી વખતે માંગણીઓને જ ચોંટી રહેવું, એટલે મુશ્કેલીઓની શરૂઆત. પ્રાર્થનાનો ઉપયોગ મેડિટેશનમાં છલાંગ મારવાના પાટીયાં તરીકે કરવો જોઈએ, મેડિટેશન કે જ્યાં કૃતજ્ઞતાની લાગણી પ્રાર્થના બની જાય છે અને તમારી જાત દિવ્ય આનંદ બની જાય છે !

તમે કદાચ વિચારતાં હશો : “કૃતજ્ઞતા વ્યક્ત કરવી તે સમાજીક આદત હોઈ શકે. તે મેડિટેશન કેવી રીતે બની શકે”? પરંતુ તમે જ્યારે કૃતજ્ઞતાની લાગણી હકીકતમાં વ્યક્ત કરવાનું શરૂ કરશો ત્યારે તમે તેનો અર્થ સમજી જશો. તમે જ્યારે કૃતજ્ઞતા વ્યક્ત કરવાનું શરૂ કરો છો, ત્યારે જ તમે તમારી જીંદગીની કિંમત સમજો છો.

હું તમને કહું છું : તમે ફક્ત, જે લોકો તમારી જરૂરિયાતો પૂરી કરે છે અને તમારી સંભાળ રાખવા માટે સીધાં જ જવાબદાર હોય છે તેઓ પ્રત્યે જ સભાન હો છો. પરંતુ અત્યાર સુધી અને બીજી હજારો વખત, જેણે તમને મદદ કરી છે, તમારું રક્ષણ કર્યું છે અને તમારી સંભાળ રાખી છે એ અસ્તિત્વ, એ બ્રહ્માંડ, એ વૈશ્વિક શક્તિ જેના વિષે તમે સભાન પણ નથી.

પરંતુ તમે હંમેશા એવું જ વિચારો છો કે જે કંઈ તમને આપવામાં આવ્યું છે, તે તમારો હકક હતો અથવા અકસ્માતે જ તમને મળી ગયું છે. તમે જ્યારે, તમારી સંભાળ લેતા અસ્તિત્વના હાથને જોવાનું અને અનુભવવાનું શરૂ કરો છો ત્યારે તમને સમજાય છે કે અસ્તિત્વને અહીં તમારી જરૂરિયાત હતી. ફક્ત પછી જ તમે સમજો છો કે અસ્તિત્વ સતત તમારા પર વરસી રહ્યું છે.

હકીકત એ છે કે તમે ‘જીવતાં’ છો એ જ બતાવે છે કે અસ્તિત્વને તમારી હાજરીની જરૂર છે અને તે તમારી સંભાળ રાખે છે. તમે જ્યારે આ સમજી નથી શકતાં; ફક્ત ત્યારે જ તમને ફિક્કા પણું લાગે છે અને તમે હતાશ થઈ જાવ છો, અને એવું કહેવા લાગો છો કે તમે દુનિયાની સૌથી હલકી વ્યક્તિ છો.

તમે જો તમારા આત્માના અવાજને સાંભળશો કે શું કહેવામાં આવી રહ્યું છે, તો તમે તમારી જાત સાથે લયમાં આવો છો અને અસ્તિત્વની આપવાની બધી જ રીતો પ્રત્યે ખૂબ જ લાગણીશીલ બની શકો છો !

આપણાંમાના મોટા ભાગના ભય સાથે ભગવાનની પ્રાર્થના કરે છે. તમે માતાઓને ઘણીવાર બોલતી જુઓ છો તે તેમનાં બાળકોને કહેતી હોય છે, જો તેઓ ચોક્કસ બાબત નહીં કરે તો ભગવાન તેના પર ગુસ્સે થશે. આ પ્રકારના વિધાનો બચપણથી જ બાળકની અંદર મૂળીયાં નાંખી દે છે, અને તેમનાં મનમાં ભગવાન વિષેનો ખોટો ખ્યાલ પેદા કરે છે. તમે ખૂબ જ નાની ઉંમરથી બાળકોનું આવી રીતે જ ઘડતર કરો છો. તેઓ જ્યારે મોટાં થાય છે, ત્યારે તેમને આના લીધે ખૂબ જ ગંભીર દ્વિધાઓનો સામનો કરવો પડે છે. અસ્તિત્વને પ્રેમ અને કૃતજ્ઞતા સાથે આલિંગવાને બદલે, તેઓ ભય અને માનથી તેનાથી દૂર ઉભા રહે છે.

ભયને કારણે જો ધર્મનું અનુસરણ કરવામાં આવે છે તો તે તમને કશે જ નહીં લઈ જાય; તે તમારી અંદર પરિવર્તન માટેનો સરળ રસ્તો નહીં બનાવે. તમારી માંગણીઓમાં તમને વિશ્વાસ હશે તો કદાચ તમે ભૌતિક બાબતોમાં પ્રગતિ કરી શકશો, પરંતુ તમે અંદરથી તો જ્યાં હશો ત્યાં જ રહેશે. ભૌતિક રસ્તે સાચી પરિપૂર્ણતા અથવા જીવનનો સાચો હેતુ ક્યારેય સિધ્ધ નહીં થાય; એ માત્ર આંતરીક સ્તરે જ શક્ય બને છે. જે લોકો કહેવાતી સફળતાની હતાશામાંથી પસાર થતાં હશે, તેઓ હું જે બાબત સંબંધે વાત કરું છું તેને સારી રીતે સમજી ગયા હશો. આપણે પહેલાંના સેશનમાં સફળતાની હતાશા વિષે ઘણી ચર્ચા કરી છે.

ધર્મનું અનુસરણ દિવ્યતા અથવા અસ્તિત્વના ગહન પ્રેમ અને કૃતજ્ઞતાની લાગણીથી થવું જોઈએ. છતાં પણ સમાજ તમને ભયના નામે ભગવાનને ભજવાનું શીખવે છે, હું તમને કહું છું : આવું ક્યારેય ના કરો. હંમેશા પરમાત્મા તરફ પ્રેમ અને કૃતજ્ઞતાની લાગણીથી પ્રાર્થના કરો.

એક નાની વાર્તા :

જૂનૈદ નામના એક સદગુરુ, દિવસમાં નિયમિત પાંચ વખત ખુદા તરફ કૃતજ્ઞતા વ્યક્ત કરતા હતા.

એક વખત, તે અને તેમના અનુયાયીઓ, જે ગામડાંઓમાં સુફીઝમના ધર્મ તરીકે સ્વીકાર થયો નહોતો તેવા ગામડાંઓમાં ફરી રહ્યા હતા.

પહેલાં ગામમાં, લોકોએ તેમના પર ભીખ માંગી હોવાનાં આક્ષેપો મૂક્યા અને ભીખના પાત્રો ફેંકી દીધાં. બીજા ગામમાં લોકોએ ભીખ આપવાની જ ના પાડી દીધી.

ત્રીજા દિવસે જે ગામમાંથી તે લોકો પસાર થયા ત્યારે લોકોએ તેમના તરફ દુશ્મનાવટ ભર્યું વર્તન કર્યું અને તેમને લાકડીઓ અને પથ્થરો મારીને ગામની બહાર ધકેલી દીધા.

તે રાત્રે રોજની જેમ જ, સંત જૂનૈદે ઘુંટણીએ પડીને ભગવાન પ્રત્યે કૃતજ્ઞતાની લાગણી વ્યક્ત કરી. તેમના શિષ્યો

તેમનું નિરીક્ષણ કરી રહ્યા હતા. તેમને માટે આ સહન કરવું વધારે પડતું હતું. તેઓ સમજી નહોતાં શકતા કે જૂનૈદ ખુદાનો શા માટે આભાર માને છે. તેઓ અત્યંત ક્રોધાયમાન થઈ ગયા હતાં.

તેઓ બરાડી ઉઠ્યા; “માસ્ટર ! ત્રણ દિવસથી આપણે ખાધાવગરના છીએ ! આજે આપણને પેલા ગામમાંથી કૂતરાઓની જેમ મારીને હાંકી કાઢવામાં આવ્યા છે ! તમે આ બધાને માટે આભારની લાગણી વ્યક્ત કરી રહ્યા છો?”

જૂનૈદે તેમની સામે જોયું અને કહ્યું; “તમે ત્રણ દિવસની ભૂખ વિષે વાત કરો છો ! પરંતુ ખુદા એ તમને ત્રીસ વરસ સુધી ખોરાક પૂરો પાડ્યો છે તેના માટે તેનો આભાર માન્યો છે ? અને એક વાત જાણી લો; મારી ખુદા પ્રત્યેની કૃતજ્ઞતાની લાગણી જે મળ્યું છે તે માટે નથી અથવા કશું મેળવવા માટેની નથી. એ તો બસ મારી જાતમાં રહેલા ગહન પ્રેમની અભિવ્યક્તિ છે; એ તો પસંદગી વગરની પ્રાર્થના પૂર્ણ અભિવ્યક્તિ છે. બસ આટલું જ.”

તમે જ્યારે તમારી અંદર કૃતજ્ઞતાની લાગણીથી ઉભરાતા હો છો, ત્યારે તમે તમારી અંદર જ એવી જગ્યા શોધી લીધી હોય છે જેમાં બીજા કશાની જરૂર પડતી નથી. પછી તમે બીજા કશાની ચિંતા જ કરતાં નથી. તમે યોગ્ય રસ્તા પર હો છો. તમારા વિકાસમાં તમારું મન અવરોધરૂપ બનતું નથી. તમારું મન અદ્રશ્ય થઈ ગયું હોય છે. જ્યારે તમારા માટે કોઈ જગ્યા હોતી નથી, ત્યારે અસંતોષની લાગણી ક્યાંથી આવશે ? હૃદયમાંથી અસંતોષની લાગણી આવી શકતી નથી. અસંતોષ ચોખ્ખો મનનો પરિપાક છે.

તમારું મન હંમેશા તમારી અને અસ્તિત્વની વચ્ચે ઉભું રહે છે. તે તમને અસ્તિત્વને સાંભળતાં, જોતાં, અનુભવતાં અને તેની લાગણીનો અનુભવ કરતાં અટકાવે છે. એક વખત તમે તમારા મનની ઉપર જઈને અસ્તિત્વની સુંદરતા જોઈ લો છો, પછી કૃતજ્ઞતા તમારી પ્રાર્થના બની જાય છે અને તમારી જાત દિવ્ય આનંદ બની જાય છે ! પછી તમે મુક્તિ અનુભવો છો અને આનંદ માણો છો !

તમે જ્યારે તમારા મનના મૃત તર્કોને છોડી દો છો, તમે નદીની જેમ વહેવ લાગો છો. પસંદગી વગર પ્રયાસ વગર, આનંદિત બનીને, પ્રવાહ સાથે. પછી તમે તમારું પાત્ર ભજવતાં જાવ છો અને તમે દરેક ક્ષણનો આનંદ ઉઠાવો છો. પછી તમે સમજી જાવ છો કે, તમે આ અદ્ભુત નાટકનું એક પાત્ર છો, જેમાં તમે તેના ચલાવનાર પ્રત્યે જેટલા વધારે લાગણીશીલ હો છો, તેટલી વધારે અસરકારકતાથી તમે તમારું પાત્ર ભજવી શકો છો અને તમારા પાત્રમાંથી તેટલો જ વધારે આનંદ મેળવી શકો છો !

તમે જ્યારે પ્રવાહની વિરુધ્ધમાં જાવ છો, ત્યારે તમારે તેમાં પ્રયાસો અને મહેનતની પસંદગી કરવાની જરૂર પડે છે. તમે જ્યારે પ્રવાહની સાથે જાવ છો, તમારે કોઈ પ્રયાસો કરવાની જરૂર પડતી નથી. તમે મુંઝવણો અનુભવતાં નથી; તમે ફક્ત હળવાશ અનુભવીને આનંદીત બનીને વહ્યા કરો છો ! પછી તમને દરેક બાબત સુંદર દેખાય છે.

એક નાની વાર્તા :

એક માણસ વગડામાં પસાર થઈ રહેલી રેલ્વેમાં બેઠો હતો.

તેણે પોતાનો બધો જ સમય અવલોકન કરવામાં, ડબ્બામાં બહારથી પસાર થઈ રહેલાં દ્રશ્યોનું નિરીક્ષ કરવામાં પસાર કર્યો હતો.

એક આધેડ મહિલા તેની બાજુમાં બેઠી હતી તેણે કહ્યું કે તેની મુસાફરીનો સૌથી સુંદર ભાગ શ્વાસ થંભાવી દે તેવાં આ બહારના દ્રશ્યો જોયાં તે હતો.

મહિલાએ તેનું માથું હલાવ્યું થોડીવાર બેસીને બારી બહાર જોયું અને જતી રહી.

થોડીવાર પછી મહિલા પાછી આવી, થોડાં સમય બેઠી અને બારીની બહાર જોયું. અને પછી ઉભી થઈને જતી રહી. થોડાં સમય પછી તે પાછી આવી અને આ વખતે તે માણસની પાછળ બેઠી.

થોડી મિનિટો પસાર થઈ, તેણીએ પેલા માણસની પીઠ પર ટપલી મારી અને પૂછ્યું; “તમે મેં ના જોયું હોય તેવું કંઈ જોયું ?”

આપણે બધાં જ્યારે, અસ્તિત્વ સાથે કઈ રીતે રણકવું તે ના જાણતાં હોઈએ ત્યારે અસ્તિત્વની સુંદરતા ચૂકી જઈએ છીએ. આપણે બધાં બધો જ સમય આનંદ માણવા માટેનાં કારણોની શોધમાં હોઈએ છીએ, ઉત્સવની ઉજવણીનાં કારણોની, આપણે શાનો આનંદ માણવો તેના પ્રશ્નો પૂછવામાં, અને બીજી બાબતોમાં હોઈએ છીએ ! આ બધાંને કારણે આપણે અસ્તિત્વ સાથેનો આપણો સંબંધ ગુમાવી દીધો છે.

આપણી આજુબાજુની દરેક બાબત તરફ કૃતજ્ઞતા અનુભવવાને બદલે, આપણે બધો જ સમય માંગતા અને પ્રશ્નો કરતાં રહીએ છીએ. આપણે અસ્તિત્વ સાથેનો સંબંધ ફરી પાછા જોડાવાની જરૂર છે. કૃતજ્ઞતા આ સંબંધ ફરી પાછો જોડી આપવામાં મદદ કરી શકે છે. તે તમને ફરી એક વખત તમારાં મૂળ શોધવામાં મદદ કરી શકે છે. તે તમને કુદરત સાથે, અસ્તિત્વ સાથે એકતાનો અનુભવ કરવામાં મદદરૂપ થઈ શકે છે.

એક નાની વાર્તા :

એક દિવસ એક માણસે મંદિરમાં ખૂબજ તીવ્રતાથી પ્રાર્થના કરી, “હે ભગવાન, મહેરબાની કરીને મને ૧૫ દિવસ માટે ૧૦૦૦ રૂપિયા આપો. તે મેળવવા માટે હું મરણીયો બની ગયો છું. આ પૈસા હું તમને ૧૬ દિવસ પછી મારો પગાર થશે એટલે પાછા આપી દઈશ.”

મંદિરનો પુજારી આ માણસની કાકલૂદી ભરી પ્રાર્થનાઓ સાંભળી રહ્યો હતો.

તેને આ સ્થિતિમાં જોઈને પૂજારીને ખૂબ જ દુઃખ થયું.

પુજારી પાસે ૫૦૦ રૂપિયા હતા, તેણે તે કવરમાં મૂક્યા અને પેલા માણસને આપીને કહ્યું કે ભગવાને આ રૂપિયા તમને આપવાનું કહ્યું છે.

માણસ અતિશય ખુશ થઈ ગયો. તે કવર ઘરે લઈ ગયો અને ખોલ્યું.

તેણે પૈસા ગણ્યા અને જોયું તો તેમાં ફક્ત ૫૦૦ રૂપિયા જ હતાં. ૧૦૦૦ રૂપિયા નહીં.

બીજે દિવસ તે મંદિરે ગયો અને ભગવાનને પ્રાર્થના કરી, “હે ભગવાન, બીજી વખત પૂજારી સાથે પૈસા નહીં મોકલતા; સીધે સીધા મને જ આપજો. એ તેમાંથી અર્ધા પોતાની પાસે રાખી લે છે.”

આપણે દરેક બાબતને કિંમત વગરની ગણી કાઢીએ છીએ અને તેથી જ અસંતોષી રહ્યાં છીએ ! યાદ રાખો : જીવન ‘પોતે જ’ તમને મળેલી ભેટ છે ! તમે તે મેળવવા માટે સખત મહેનત કરી છે? તમારામાંથી કોઈ કહેશે કે તેણે ખૂબ જ મહેનત કરીને આજીવન મેળવ્યું છે ? ના. માટે આપણને તેના મૂલ્યનું ભાન નથી ! આપણે બસ દરેક બાબતને, આપણાં શરીરોને, આપણાં રોજિંદા ખોરાકને, કુદરતનાં સૌંદર્યને, દરેક બાબતને મામુલી ગણી નાંખીએ છીએ. આપણે ભગવાન પાસે હીરાની વીંટીઓ માંગીએ છીએ પરંતુ વીંટી પહેરવા માટે આપણને આંગળીઓ આપી છે, તે માટે તેનો આભાર માની છીએ ? સમય જતાં આપણાં માટે હીરાની વીંટીઓ પણ પોતાની કિંમત ગુમાવી બેસે છે.

એક નાની વાર્તા :

એક દિવસ, સ્કૂલમાં ભૂગોળના એક શિક્ષકે તેના વિદ્યાર્થીઓને દુનિયાની સાત અજાયબીઓ લખવાનું કહ્યું.

દરેક બાળકે, ચીનની મહાન દિવાલ, પિરામિડો, એફિલ ટાવર વગેરેનાં નામ લખ્યાં.

એક છોકરી લખ, લખ જ કરી રહી હતી. માથું હલાવતી હતી અને લખવાનું ચાલુ રાખતી હતી.

શિક્ષક તેની પાસે આવ્યાં અને પૂછ્યું; “શું થયું, તું શીખેલું ભૂલી ગઈ છે ?”

નાની છોકરીએ કહ્યું; “ના. હું થોડી અવઢવમાં પડી ગઈ છું. સાત કરતાં ઘણી વધારે અજાયબીઓ છે.”

શિક્ષકને નવાઈ લાગી, તેણે છોકરીની નોટ લીધી અને વાંચી પછી તેણે આખા વર્ગના બાળકો સાંભળે તેમ મોટેથી વાંચી, “દુનિયાની સાત અજાયબીઓ નીચે મુજબ છે : હું જોઈ શકું છું, હું સ્પર્શ કરી શકું છું, હું સુંધી શકું છું, હું સ્વાદ માણી શકું છું, હું પ્રેમ કરી શકું છું ...”

આખો વગ એકાએક ગાઢ શાંતિથી ભરાઈ ગયો.

આ બધી નાની બાબતો આપણે ભૂલી જઈએ છીએ કારણ કે આપણે વિચારીએ છીએ કે તે નાની છે. જે વસ્તુ આપણને સરળતાથી મળી જાય છે તે દરેક વસ્તુ આપણા માટે નાની બની જાય છે. આ દુનિયામાં લાખો લોકો છે જે લોકો સાંભળી શકતાં નથી, બોલી શકતાં નથી, સ્વાદનો અનુભવ કરી શકતાં નથી. આપણે આ બધી બાબત માટે ક્યારેય વિચારતાં નથી. આપણે હંમેશા વધારે શું છે. વધારે સારું શું છે. હવે પછી શું એવું જ વિચારીએ છીએ, બસ.

એક નાની વાર્તા :

એક માણસ પોતાના ગામ જવા માટે હાઈવે પર મુસાફરી કરી રહ્યો હતો.

એક કલાકની મુસાફરી પછી, તેની કારને આંચકા લાગ્યા અને તે બંધ પડી ગઈ.

પેટ્રોલ ખલાસ થઈ ગયેલું તે જોઈને હેબતાઈ ગયો.

તે પરસેવે રેબઝેબ થતો. પ્રાર્થના કરતો કરતો, હાંફતો હાંફતો થોડા કિલોમીટર ચાલીને છેલ્લે શહેરમાં પહોંચ્યો.

તેણે એક પેટ્રોલ પંપ જોયો, ત્યાં જઈને તેણે પેટ્રોલ પંપવાળાને સમજાવ્યું કે, તેની પાસે એક પણ પૈસો નથી અને તે ગામ પહોંચવા માટે પેટ્રોલની જરૂર છે. તે લોકોએ તેને ના પાડી.

તે રસ્તાની સામેની બાજુના બીજા પેટ્રોલ પંપ પર ગયો અને તેમને પોતાની પરિસ્થિતિ સમજાવી. પંપ મેનેજરને તેની દયા આવી અને તેને મફતમાં થોડા લીટર પેટ્રોલ ભરી આપવા સંમત થયો.

માણસે પૂછ્યું ; “તમે મને થોડા લીટર પેટ્રોલને બદલે તેટલા પૈસા આપશો ? રોડની સામેના પંપ પર તમારા કરતાં પેટ્રોલ સસ્તું મળે છે.”

આપણી પાસે કશુંક ના આવ્યું હોય ત્યાં સુધી આપણને તે ખૂબ જ કિંમતી લાગે છે અને ત્યાં સુધી તેને મેળવવા માટે આપણે પ્રાર્થના કરવાના મૂડમાં રહીએ છીએ; જે ક્ષણે આપણને તે મળી જાય છે. તે પોતાની કિંમત ખોઈ બેસે છે અને આગળ વધી જઈએ છીએ. બીજું મેળવવાની પ્રાર્થના કરવા માટે !

આપણે હંમેશા ‘પછી શું’ ના અભિગમ સાથે જ જીવીએ છીએ. આને કારણે આપણે કૃતજ્ઞતા સાથે સંબંધમાં રહી શકતાં નથી.

દાખલા તરીકે, જો આપણે દુકાનમાં જઈએ અને અમુક નવી સગવડતા વાળી નવી એલાર્મ ઘડીયાળ જોઈએ તો આપણને લાગશે કે આપણને આ નવી સગવડતા આપણી જીંદગીમાં વધારે ઉપયોગી સારી રીતે ઉપયોગી થશે. આપણને એવું લાગશે કે જો આ નવી સગવડ મળી જાય તો, તેને લીધે આપણી જીંદગીની આખી ગુણવત્તા બદલી જશે. આપણને એવું લાગે છે કે આ ઘડીયાળને લીધે આપણે આપણી જીંદગીમાં વધારે અસરકારક બની શકીશું. તેથી આપણે તેને ખરીદી લઈએ છીએ અને ઘરે લઈ જઈએ છીએ.

થોડા દિવસો પછી શું બને છે ? આપણી પાસે એ કિંમતી ઘડીયાળને સાફ કરવાનો પણ સમય હોતો નથી ! બિચારી ઘડીયાળ ક્યાંય ધૂળ ખાતી પડી હશે અને તમે તેને ખરીદવા માટે ઠપકો સાંભળ્યો હશે અને તમારા ઘરના કચરામાં એક આઈટમનો વધારો થયો હશે ! અને તમે વળી કોઈ બીજી નવી વસ્તુ તરફ, કોઈ નવી ઈચ્છા તરફ આગળ વધી ગયાં હશો !

આપણી પાસે જે નથી હોતું તેના માટે આપણને તે પહાડ જેટલું મોટું લાગે છે અને એવું થાય છે કે તેના વગર આપણે જીવી નહીં શકીએ, પરંતુ હકીકતમાં જ્યારે તે આપણને મળી જાય છે, ત્યારે એ વસ્તુ ગમે તેમ પણ આપણાં માટે ખૂબ જ નાની બની જાય છે. આ રીતે આપણે જીંદગી તરફની અદ્ભૂત કૃતજ્ઞતાના અભિગમને ચૂકી જઈએ છીએ. આપણે ‘પછી શું’ ની પાછળ દોડતાં રહીએ છીએ.

રમણ મહર્ષિ ભગવાનને કહે છે : “હું અતિશય બુધ્ધિશાળી છું. મારી પાસે જે હતું તે બધું જ મેં તેને આપી દીધું છે. મારી આખી જીંદગી દુઃખોથી ભરેલી જીંદગી. તું બદલામાં તારી કરુણા અને તારી હાજરીનો દિવ્ય આનંદ આપ!

રમણ મહર્ષિ ભગવાનને કહે છે કે હું તારા કરતાં પણ વધારે જ્ઞાની છું કારણ કે મેં તારી સાથે જ્ઞાનથી અદલાબદલી કરી છે. અસ્તિત્વ તરફ કૃતજ્ઞતા વ્યક્ત કરવાની કેવી અદ્ભૂત વંદનીય લાગણી ! તમે જ્યારે તે વાંચો ત્યારે તે સીધો જ પ્રહાર કરે છે.

બીજી એક નાની વાર્તા : રામકૃષ્ણ પરમહંસ વિષે :

એવું કહેવાતું કે, રામકૃષ્ણ જ્યારે ચૈતન્ય મહાપ્રભુના વતનથી કોઈને આવેલું જોતાં ત્યારે તે તેના પગમાં પડી જતાં.

ચૈતન્ય પ્રભુ ભારતના મહાન એન્લાઈટેન્ડ ગુરુ હતા.

આવા જ એક પ્રસંગે, જ્યારે રામકૃષ્ણ કોઈના પગમાં પડી ગયા ત્યારે તેમની આસપાસના લોકોએ તેમને પૂછ્યું કે તમે આવા સામાન્ય નાશવંત માણસના પગમાં શા માટે પડી ગયા.

તેમણે જવાબ આપ્યો; “આ માણસ સામાન્ય છે અથવા અસામાન્ય છે તે અગત્યનું નથી, તે ‘બાનીગાતી’ - કે જ્યાં ચૈતન્યે ખૂબ જ મહત્વનું ‘સંકિર્તન’ કર્યું હતું ત્યાંથી આવ્યા છે. જે ક્ષણે મેં સાંભળ્યું કે તે ત્યાંથી આવ્યા છે, તે નામ સાંભળતાંની સાથે જ મારા મનમાં ચૈતન્યની યાદો પેદા થઈ. મારા માટે એ જ પુરતું છે. તે લોકો મારા મનમાં ચૈતન્યને લાવ્યા તે બદલ તેના તરફ કૃતજ્ઞતા વ્યક્ત કરવા માટે હું તેમના પગમાં પડી ગયો. જો આ ક્ષણોમાં હું તેમને ના મળ્યો હોત તો કદાચ હું કોઈ બીજી નકામી વાતો માટે વિચારતો હોત. તે એ લોકો છે જેમણે મારામાં દિવ્ય યાદો અને વિચારોની જ્યોતિ પ્રગટાવી.”

આ હતો રામકૃષ્ણ નો જવાબ !

ચૈતન્યના વિચારો મગજમાં લાવી દેવા માટે રામકૃષ્ણ તેમના પગમાં પડી જતાં હતાં ! આજે આપણે આવી કલ્પના કરી શકીએ ? હું જ્યારે કહું છું, કે દરેક બાબત અને દરેક વ્યક્તિ, પછી તે ગમે તે કરતી હોય તેના તરફ કૃતજ્ઞતા બતાવો, ત્યારે મારો કહેવાનો અર્થ આ હોય છે. તે બધાં જ અસ્તિત્વનો હિસ્સો છે અને તે બધાં જ અસ્તિત્વ વડે વગાડતી ઓર્કેસ્ટ્રામાં એકબીજાના લયમાં વાગી રહ્યાં છે. તમે જ્યારે આ જે બની રહ્યું છે તેની પ્રત્યે ઉર્મિશીલ હો છો, ત્યારે તમે જે બની રહ્યું છે તેના પ્રત્યે કૃતજ્ઞતાની લાગણી અનુભવી શકો છો.

મહાન ગુરુઓ પાસેથી આપણે આ કૃતજ્ઞતાની લાગણી મનમાં ગ્રહણ કરવાની જરૂર છે. આપણે તેમની પાસેથી ગ્રહણ કરી શકીએ એવી આ એક જ બાબત છે. બીજા બધાંની સંભાળ આપોઆપ લેવાશે, કારણ કે જ્યારે તમે આ ગ્રહણ કરી લો છો, ત્યારે યોગાનુયોગની શક્તિ તમારા માટે કામ કરવા લાગે છે અને અસ્તિત્વ બસ તમારા પર વરસતું રહે છે.

માટે સમજી લો : ઈચ્છા અને કૃતજ્ઞતા ક્યારેય સાથે રહી શકતાં નથી. તમે જ્યારે એક પછી એ ઈચ્છાઓ કરતાં હો છો, ત્યારે એનો અર્થ છે તમે કૃતજ્ઞતાથી જીવતાં નથી. તમે જ્યારે કૃતજ્ઞતાથી જીવો છો, ત્યારે તમારામાં ક્યારેય કોઈ ઈચ્છાઓ પેદા થતી નથી. જ્યારે તમે કૃતજ્ઞતા સાથે જીવો છો, ત્યારે તમને જે કંઈપણ આપવામાં આવે છે તે એ ક્ષણ પૂરતું તમારી પરિપૂર્ણતા માટે પુરતું હોય છે બસ. અરે તમે માંગો તે પહેલાં તમને મળી ગયું હોય છે, જેથી માંગવાનો પ્રશ્ન રહેતો નથી !

તમે જ્યારે કૃતજ્ઞતા સાથે હો છો ત્યારે દરેક બાબત સંપૂર્ણ હોય છે. એ સિવાય દરેક બાબત તમને ખામી વાળી અને કદરૂપી લાગે છે. માણસની લાલસા એટલી બધી હોય છે કે તેને જો આખી દુનિયાનો રાજા પણ બનાવી દેવામાં આવે તો પણ એ વિચારશે : “મહાસાગરો હજી મારા તાબામાં નથી; સૂર્ય અને તારાઓ હજુ મારા હુકમો માનતાં નથી.”

‘શિવ પુરાણો’માં શિવ અને ‘બ્રહ્મા કપાલા’ની વાર્તા છે.

‘બ્રહ્મ કપાલા’ (ખપ્પર) માણસની ખોપરીનું બનાવેલું ભિક્ષા પાત્ર છે. જેમાં શિવ ભિક્ષા માંગતા હતા.જ્યારે ‘બ્રહ્મ કપાલા’ (ખપ્પર)ની આશ્ચર્યજનક વાત એ હતી કે લોકો જેટલી ભિક્ષા તેમાં નાંખતા, તે બધી ભિક્ષા આ પાત્ર ગળી જતું હતું !

શિવ તેને ભરવા માટે ગમે તેટલો પ્રયત્ન કરે, તો પણ પાત્ર હંમેશા ખાલી જ રહેતુ હતું.

આ ‘બ્રહ્મ કપાલા’(ખપ્પર) હકીકતમાં આપણી અંદર છે. એ આપણા અહમ્ સિવાય બીજું કશું જ નથી; આ અહમ્ બધું હજમ કરી જાય છે અને વધારેની માગણી કરતો રહે છે ! આ અહમ્ જ આપણાં ઉપર જે વરસી રહ્યું છે તેનો આનંદ માણવા દેતો નથી.

તમારે માંગણીના પાયા પર જીવવું અથવા ‘કૃતજ્ઞતા’ના પાયા પર જીવવું, એ પૂરેપૂરું તમારા પર આધારીત છે. કૃતજ્ઞતા, અમુક પ્રકારની નૈતિકતા નથી કે જેને તમારા પર બહારથી લાદી શકાય. એ એક અભિગમ છે, જે તમારી અંદરથી ખીલવો જોઈએ, અસ્તિત્વ અને તેના રસ્તાઓની ગહન સમજણમાંથી ખીલવો જોઈએ. જ્યારે કૃતજ્ઞતા આવે છે, ત્યારે તે તમારી આખી જીંદગીની સમજણનો અર્થ બદલી નાંખે છે અને તમારા માટે અનંત શાંતિ અને આનંદ લાવે છે.

એક વખત એક માણસ રમણ મહર્ષિ પાસે ગયો અને કહ્યું; “ભગવાન મારે શાંતિ જોઈએ છે !”

રમણે જવાબ આપ્યો; “તારા પોતાના વિધાનમાંથી ‘મારે’ શબ્દ હટાવી દે, ‘જોઈએ છે’ શબ્દ હટાવી દે અને પછી જે રહે છે તે જ શાંતિ છે !”

અસ્તિત્વ સાથે જીવંત રીતે જોડાવાનો એક જ રસ્તો છે. આપણી શરતો, આપણો અહમ્ છોડી દેવો અને આપણી આસપાસ આપણે જાતે જ ઉભી કરેલી દિવાલોને તોડી પાડવી; પછી જ તમે જોઈ શકો છો કે જોડાણ તો હંમેશા અહીં જ હતું ! તમારે ખાસ કશું નવું કરવાની જરૂર જ નહોતી, જે તમારું નહોતું બસ તેને છોડી દેવાનું હતું. બસ આટલું જ !

તમે જ્યારે, પ્રેમાળ, વહેતાં અને કૃતજ્ઞતાથી ભરપૂર હો છો, ત્યારે તમને હંમેશા એવું લાગે છે કે તમારામાંથી અસ્તિત્વની પ્રચંડ શક્તિનો ધોધ છૂટી રહ્યો છે અને તમે પરિપૂર્ણતાની લાગણી અનુભવો છો. કંઈક મેળવ્યું છે એટલા માટે નહીં, પરંતુ તમે પોતે જ એ બની ગયા છો માટે ! આ એ પરિપૂર્ણતા છે, જેની શોધમાં દરેક માણસ ભટકે છે, છતાં તે તેનાથી સભાન નથી. એ ભૌતિક ચીજોમાં તેને વારંવાર શોધે છે અને દરેક વખતે તેને ચૂકતો જાય છે.

તમે તે સ્વીકારો અથવા ના સ્વીકારો, અસ્તિત્વ તમારી સંભાળ રાખે છે અને તમારે બધાએ તેમાં શ્રધ્ધા રાખવાની જરૂર પડે છે અને કૃતજ્ઞતા સાથે તમારી ફરજ બજાવવાની છે. પછી જ તમે તમારા પર અસ્તિત્વની કૃપા વરસાવી શકો છો.

પરંતુ આપણને શ્રધ્ધા નથી.

એક નાની વાર્તા :

એક માણસ ભગવાનમાં શ્રધ્ધા રાખ્યા વગર જીવતો હતો.

એક દિવસ, એકાએક તે પહાડ પરથી ગબડી પડ્યો, અને તેણે જોયું કે તે એક ઝાડના મૂળને પકડીને લટકી રહ્યો છે.

તે આતંકિત થઈ ગયો.

તેને એકાએક લોકો કાયમ ભગવાનની વાતો કરતા હતા તે યાદ આવ્યું.

તેણે પોતાની જાતે વિચાર્યું; “ભગવાનની મદદ માગવાનો પ્રયત્ન કરી જોવો જોઈએ.” અને તેણે રડીને ચીસો પાડી; “હે ભગવાન ! મને તારામાં ક્યારેય શ્રધ્ધા નહોતી, તું ખરેખ ક્યાં છે ? તું મને અત્યારે બચાવી શકે છે ?”

ભગવાનનાં અવાજની ગર્જના સંભળાઈ; ‘ચોક્કસ પુત્ર, બસ તું તેં પકડેલા મૂળીયાને છોડી દે, હું તને નીચેથી પકડી લઈશ.”

માણસ ફરી વખત રડતાં રડતાં ચીસ પાડીને બોલ્યો; “અહીં બીજું કોઈ છે જે મને મદદ કરી શકે !”

આપણે અસ્તિત્વ ઉપર શ્રધ્ધા રાખવા માટે બસ તૈયાર જ નથી ! તમારી મુળભૂત ગુણવત્તા બ્રહ્માંડમાં શ્રધ્ધા રાખવાની છે. જે તમારી અંદર સમાયેલું છે અને એ જ તમને પૃથ્વી પરના ભગવાનની જેમ જીવતાં શીખવે છે. તમે તમારા અજ્ઞાન અને અહમને કારણે આ અદ્ભૂત તકને ચૂકી જાવ છો.

જો આપણે બ્રહ્માંડીય શક્તિ પ્રત્યે સભાનતાથી કૃતજ્ઞતાની લાગણી અનુભવીએ તો આપણે આપણી જાત માટે તે આપણને તેના ખોળામાં લઈને સંભાળ રાખે છે તેવો અનુભવ કરી શકીએ. આપણે એવો અનુભવ કરી શકીએ કે આ શક્તિ આપણને પોતાનાં પારણાંમાં ઝુલાવીને આપણો ઉછેર કરી રહી છે, જેવી રીતે એક માં પોતાના બાળકને ઉછેરે છે અને તમે આ માનો અથવા ના માનો આ જ સત્ય છે.

એક નાની વાર્તા :

એક માણસને એવું સ્વપ્નું આવ્યું કે, જીવનની યાત્રામાં તે અને ભગવાન એક સમુદ્ર કિનારા પર ચાલી રહ્યા છે.

તેણે ભગવાનને કહ્યું; “હે ભગવાન ! મેં સ્વપ્નામાં જોયું કે તમે અને હું દરિયા કિનારે રેતીમાં ચાલી રહ્યા હતા. મેં જ્યારે પાછળ ફરીને આપણે ચલતાં હતા તે રસ્તે જોયું તો, જીંદગી જ્યારે ખૂબ જ કસોટી ભરી હતી, હું જ્યારે ભયંકર મુશ્કેલીઓમાં હતો, ત્યારે રસ્તા પર ફક્ત પગલાંની એક જ હાર હતી, બીજી હાર દેખાતી નહોતી, મારા આવા ખરાબ સમયે તમે દૂર કેવી રીતે જતા રહ્યા હતાં ?”

ભગવાને જવાબ આપ્યો; “પુત્ર, એ સમય દરમ્યાન હું તને દોરીને તેમાંથી બહાર ખેંચી રહ્યો હતો ”

હું તમને મારા પોતાના અનુભવો કહું છું : મારા ભ્રમણ કરવાના દિવસોમાં, મેં ૩૦,૦૦૦ કી.મી.થી વધારે મુસાફરી કરી હતી, તેમાંથી ૨૦૦૦ કી.મી. થી વધારે પગપાળા ચાલીને કરી હતી. મેં માત્ર બે કપડાંના ટૂકડા અને ભિક્ષા પાત્ર સાથે લઈને મુસાફરી કરી હતી. મેં પ્રતિજ્ઞા કરી હતી કે પૈસાને સ્પર્શ કરવો નહીં, અને બીજી વખત જમવા માટે ખાવાનું બચાવવું નહીં.

લોકો મને પૂછતા કે આ કેવી રીતે શક્ય બને. હવે હું તમને કહું છું : મેં બસ અસ્તિત્વમાં શ્રધ્ધા રાખી અને એન્લાઈટેન્મેન્ટની સ્થિતિ પ્રાપ્ત કરવાના ધ્યેય ઉપર જ પુરેપુરું ધ્યાન કેન્દ્રીત કર્યું હતું, અને અસ્તિત્વ એ મારી સંભાળ રાખી; આ આવી રીતે બન્યું.

જ્યારે તમે મને એવું કહેતાં સાંભળો છો કે અસ્તિત્વમાં શ્રધ્ધા રાખો; ત્યારે કદાચ તમે એવું જ વિચારતાં હશો આ તો વરસો પહેલાંનો ન્યાય અને સંતોનો ખ્યાલ છે. તેમાંથી હું કહેતો હોઈશ ના, બિલકુલ નહીં. હું મારા પોતાના અનુભવમાંથી બોલું છું. ‘મારી’ સાથે જે બન્યું છે તેમાંથી બોલું છું. જે અત્યારે બરાબર તમારી સામે જ બેઠો છે ! અને મને લાગે છે કે અહીં જે લોકો ભેગાં થયાં છે તેમાંથી હું ઉંમરમાં સૌથી નાનો છું ! માટે હું કોઈ જૂના જમાનાની વાતો કરતો નથી. આટલું સમજી લો,

બસ માત્ર કૃતજ્ઞતા સાથે જીવવાનો પ્રયત્ન કરો અને ચમત્કારો બનતાં નિહાળો. અસ્તિત્વ આપતું જ રહે છે. જો તમે કોઈપણ પ્રશ્ન વગર સ્વીકારવા તૈયાર હો તો, માત્ર હ્રદયનું પાત્ર ખુલ્લુ રાખો.

એક નાની વાર્તા :

એક માણસને સ્વપ્ન આવ્યું કે તે સ્વર્ગમાં પહોંચી ગયો છે અને ફરિસ્તાઓ તેને બધે ફેરવીને સ્વર્ગ બતાવે છે. તેઓ બાજુ બાજુમાં ચાલતા હતા.

પહેલાં તેઓ એક મોટી કાર્યશાળામાં પ્રવેશ્યા જે ઘણાં બધાં ફરિસ્તાઓથી ભરાયેલી હતી.

આખો ઓરડો પ્રવૃત્તિઓથી ધમધમી રહ્યો હતો.

જે ફરિસ્તો સાથે હતો તે ઉભો રહ્યો અને માણસને સમજાવ્યું; “આ સ્વીકારવાનો વિભાગ છે. અહીં, પ્રાર્થના દ્વારા ભગવાનને જે અરજીઓ કરવામાં આવે છે તેનો અહીં સ્વીકાર કરીને તેને યોગ્યતા પ્રમાણે અલગ પાડવામાં આવે છે.”

માણસે રૂમમાં ચારેબાજુ નજર કરી તો, ઘણાં બધા ફરિસ્તાઓ કાગળના ટૂકડાઓ પર લેખલી અરજીઓ અલગ પાડવામાં અતિશય મશગુલ હતા. લાંબા કાગળો, ફાટેલા કાગળો અને બીજાં ઘણાં બધાં. આ બધી અરજીઓ દુનિયાભરના લોકો તરફથી અલગ અલગ ભાષાઓમાં આવેલી હતી.

પછી તેઓ આગળ વધ્યા અને બીજા વિભાગમાં પ્રવેશ્યા.

આ વિભાગ પણ ઘણાં બધાં કાર્યરત ફરિસ્તાઓ અને પેકેટો અને કાગળોથી ભરાયેલો હતો.

માર્ગદર્શક ફરિસ્તાએ સમજાવ્યું ; “આ પેકેજીંગ અને વિતરણ વિભાગ છે. અહીં, જે લોકોની માંગણીઓ આવી હોય છે, તેના પર વિચાર વિમર્શ કરીને તેમને નીચે પૃથ્વી પર આશીર્વાદ અને દિવ્ય આનંદ મોકલવામાં આવે છે.”

તે બંને આગળ વધ્યા અને લાંબી પરસાળ પસાર કરીને, એક નાના દરવાજા પાસે રોકાયા.

માણસના આશ્ચર્યની વચ્ચે, અહીં ફક્ત એક જ ફરિસ્તો બેઠો હતો, જે ડેસ્ક પર વાંકો વળીને બેઠો હતો.

માણસે તેના માર્ગદર્શક ફરિસ્તાને પૂછ્યું; “આ વિભાગમાં આટલી બધી શાંતિ કેમ છે? આ કયો વિભાગ છે?”

ફરિસ્તાએ શાંતિથી જવાબ આપ્યો; “દિવ્ય આનંદ અથવા આશીર્વાદ જેને મળી ગયા હોય, તેમણે મોકલેલી પહોંચરસીદ સ્વીકારવાનો આ વિભાગ છે. તેનું અહીં વર્ગીકરણ કરવામાં આવે છે.

આપણે બધાં જ માંગ માંગ જ કરીએ છીએ, પરંતુ જે મળી ગયું છે તેના માટે આપણામાંના કેટલા આભાર માને છે? આપણા માંના કેટલા પોતાની માંગણીની પ્રાર્થનાઓ સાથે કૃતજ્ઞતાની લાગણી સામેલ કરીને વ્યક્ત કરે છે?

જ્યારે તમે એકલાં હો, ત્યારે આ એક નાનો પ્રયોગ અજમાવવાનો પ્રયત્ન કરજો :

બે કલાક માટે, તમારી ચિંતાઓ અને જરૂરીયાતોને બાજુમાં મૂકી દેજો, અને અત્યાર સુધીમાં અસ્તિત્વ તરફથી તમને જે મળી ગયું છે એ બધાં ઉપર ધ્યાન કેન્દ્રીત કરો. તમે તરત જ વિચારવાનું ચાલુ કરી દેશો, “જો મારી જરૂરીયાતો વિષે ચિંતા જ ના કરતો હોઉં, તો હું તેને કઈ રીતે સંતોષી શકું? આ મારા કુટુંબની સંભાળ કોણ લેશે? મારા ધંધાનું શું થશે?” કબૂલ છે તમારે આ બધી બાબતો માટે વિચારવું જોઈએ. પરંતુ માત્ર હવે પછીના બે કલાક માટે, તમારા માથા પરનો આ બધો જ ભાર ઉતારી નાંખો. અને હું જે કહું છું તે કરો.

કોઈપણ રીતે, તમે એવું વિચારો છો કે, તમારું કુટુંબ અથવા તમારો ધંધો તમારા કારણે જ ચાલે છે? હું તમને કહું છું, દરેક બાબતો આપણાં કારણે જ સરળતાથી નથી ચાલી રહી, આપણે તેમાં નથી એટલે સરળતાથી ચાલી રહી છે ! જો આપણાં કુટુંબ અને આપણી મિલકતોને ટેકો આપવા માટે અસ્તિત્વને આપણી બુદ્ધિ ઉપર આધાર રાખવો પડતો હોત, તો આપણે બધાં અત્યારે કંગાળ બની ગયાં હોત! અને ખૂબ જ સ્પષ્ટતાથી સમજી લો : બસ. ચિંતાઓ જ કરવાથી કશું જ પ્રાપ્ત કરી શકાતું નથી. હું વિચારું છું કે આપણે પહેલાં ચિંતાઓ વિષે ઘણું બધું બોલી ગયાં છીએ!

માટે માત્ર થોડી મિનિટો માટે, તમારી આંખો બંધ કરો અને તમારા પર જે વરસી ગયું છે, તમને જે મળી ગયું છે તેના પર ધ્યાન આપો, માનસિક રીતે દરેક બાબતો પરથી પસાર થાવ- તમારૂં શરીર, તમારી મિલ્કત, એ લોકો જેણે તમને મદદ કરી હોય અને ટેકો આપ્યો હોય, તમારૂં ઘર, તમારી એશો આરામની ચીજો, તમારા વેકેશનની રજાઓ, દરેકે દરેક બાબતનો રીલેક્સ થઈને કૃતજ્ઞતા પૂર્વક આનંદ પૂર્વક માણો. જેટલો વધુમાં વધુ સમય લઈ શકાય તેટલો લો.

દોડીને ઉતાવળમાં પસારના થઈ જતાં. તમારા મનમાં જે છે તે બધી બાબતોને જીવો. એ લાગણીમાં રહો. સંતોષની લાગણીમાં થોડીવાર રોકાવ. તમારી જાતને કૃતજ્ઞતાની લાગણીથી ભરાઈ ગયેલાં છલકાઈ રહેલાં અનુભવો. તમે જ્યારે તમારી આંખો ખોલશો, તમે જોશો કે તમારી પાસે જે છે તે આખી જીંદગી ચલાવવા માટે પૂરતું છે ! તમને નવાઈ લાગશે કે હવે વધારે તમને શું જોઈએ !

તમારે માત્ર કૃતજ્ઞ બની જવાનું છે ! કૃતજ્ઞત બની જવાનો સૌથી સારો રસ્તો છે કારણ વગર જ આનંદ માણવો. તમે જે કંઈ જુઓ તેનો આનંદ ઉઠાવો. તમે જે કંઈ સાંભળો તેનો આનંદ ઉઠાવો, અને જે કંઈ કરો તે એવા ઉચ્ચ વિશ્વાસ સાથે કરો કે અસ્તિત્વ તમારી સંભાળ લઈ રહ્યું છે. પછી તમારી નજરોમાં જીંદગી બદલી જશે અને તમે બધો જ સમય છલકાતાં હશો કારણ કે તમે હંમેશા આનંદ માણતાં હશો.

એક નાની વાર્તા :

એક માણસ કેરીના ઉપવનની બાજુમાંથી પસાર થઈ રહ્યો હતો, તે ઉપવન વિવિધ પ્રકારની કેરીઓથી લચી પડ્યું હતું.

તે ઉપવનમાં દાખલ થયો, ચારેબાજુ જોયું, તેનો અભ્યાસ કર્યો, કંઈક લખી લીધું અને અર્ધા કલાક પછી, આંકડાઓ અને હકીકતો સાથે બહાર નીકળી ગયો.

થોડા સમય પછી બીજો માણસ એજ ઉપવન પાસેથી પસાર થયો.

તે તેમાં પ્રવેશ્યો, થોડી કેરીઓ તોડી, આનંદથી ખાધી અને જતો રહ્યો !

હવે, મહેરબાની કરીને કોઈ કેરીના ઉપવન પાસે અટકતાં નહીં અને કેરીઓ ખાતાં નહીં. તે માટે કદાચ તમને પથરા મારવામાં આવશે ! હું જે કહેવા માંગુ છું તે સમજવાનો પ્રયત્ન કરો. માત્ર પ્રશ્નો કર્યા વગર આનંદ કરવાનું શીખી લો. મારા કહેવાનો મતલબ એ નથી કે તમે તમારું બધું જ કામકાજ છોડી દો અને સદાય આનંદ જ કર્યા કરો.

તમારે કામ કરવાની જરૂર છે તેમાં કોઈ શંકા નથી. તમે જો ફક્ત આનંદ કરતાં રહેશો તો કોઈ તમને બધી વસ્તુઓ આપી જવાનું નથી. હું ફક્ત એટલું જ કહું છું કે આનંદીત થવા માટે કારણો ના શોધો, બસ દરેક બાબતમાંથી આનંદ ઉઠાવો. આનંદને તમારો સ્વભાવ બનાવી દો, પછી કૃતજ્ઞતા તમારી મુળભૂત જાત બની જશે.

તમારો ધંધો કોઈપણ હોઈ શકે, તમારો સામાજિક મોભો કંઈપણ હોઈ શકે, તમારી નાણાકીય સ્થિતિ ગમે તેવી હોઈ શકે, પરંતુ આનંદ માણવો તે એવી બાબત છે કે આ બધાં ઉપરાંત દરેક માણસ તે કરી શકે છે. સમસ્યા એ છે કે: તમને હંમેશા એવું લાગે છે કે દરેક બાબત માટે કોઈ કારણરૂપ પાસું હોય જ છે, આનંદ કરવા માટે પણ. તમે આ પ્રકારની વિચાર શૈલીથી તમારા મનને તાલીમ આપી છે. તમને ઘણીવાર એવું લાગે છે કે બીજાઓને તેમની યોગ્યતા કરતાં વધારે મળ્યું છે, જ્યારે તમને તમારા પ્રયાસો પ્રમાણે પુરતું મળતું નથી, તેને માટેનું આ પણ એક કારણ છે.

તમે હંમેશા વિચારો છો કે માણવા માટે તમારે સખત મહેનત કરવાની જરૂર છે. ના ! સખત કામ કરવું બરાબર છે. ફરીયાદો બંધ કરવાનો અને અસંતોષની લાગણી થતી અટકાવવાનો આ એક જ રસ્તો છે.અસ્તિત્વ વરસી રહ્યું છે. તમે જો તેનો આનંદ ઉઠાવવાનું પસંદ કરશો, તો તમે આનંદ માણશો. આ ચોખ્ખી તમારી જ પસંદગી છે. તમે ખોટી પસંદગી કરો છો અને પછી ફરીયાદ કરો છો અથવા બીજાનો દોષ કાઢો છો. યાદ રાખો, તમારી સાથે જે કંઈ પણ બને છે, તેના માટે બીજું કોઈ જવાબદાર નથી. દરેક બાબત ‘તમે’ આ અભાનતામાં કરેલી સભાન પસંદગી હોય છે. તમારી અંદરની જાગૃતતાની ખામીને કારણે, તમે બસ અભાન અને ચીલાચાલુ નિર્ણયો કરો છો અને જીંદગી સામે ફરિયાદો કર્યા કરો છો.

હંમેશા યાદ રાખો : સ્વર્ગ અને નર્ક બહારની દુનિયામાં આવેલી ભૌગોલિક જગ્યાઓ નથી. તમે તેને તમારી જાતની અંદર પેદા કરો છો. જે ક્ષણે તમે અસ્તિત્વમાંથી વિશ્વાસ ગુમાવી દો છો, તમે તેની સાથેનો પ્રેમ તોડીને બીજે વળી જાવ છો, તે ક્ષણથી તમે જ્યાં પણ જાવ છો તમારી સાથે નર્કને લેતાં જાવ છો. એવુંના વિચારતા કે નર્ક ક્યાંય તમારી બહાર છે. તે માત્ર તમારા મનમાં જ છે. એ તમારી જ પસંદગી છે, તમે સ્વર્ગમાં છો અથવા નર્કમાં એ નિર્ણય તમારો સ્વભાવ કરે છે.

એક નાની વાર્તા :

એક મહિલા શિક્ષકે વિદ્યાર્થીઓને પૂછ્યું; “કોઈ મને કહેશે કે નર્ક ક્યાં આવ્યું છે ?”

લાંબી શાંતિ પછી એક છોકરી ઉભી થઈને જવાબ આપ્યો; “મારા પપ્પાના સ્ટડીરૂમમાં મિસ.”

શિક્ષિકાને નવાઈ લાગી અને તેણે છોકરીને આવું કેમ કહ્યું તે પૂછ્યું.

છોકરીએ જવાબ આપ્યો; “જ્યારે પણ હું પપ્પાના સ્ટડીરૂમમાં જાવું છું ત્યારે તે કહે છે. આ નર્કમાંથી બહાર જા!”

બાળકોને નાની ઉંમરથી જ તાલીમ આપવામાં આવે છે કે સ્વર્ગ અને નરક બહારની જગ્યાઓ છે. તેમને એવું વિચારવાની તાલીમ આપવામાં આવે છે કે ભગવાન તમારી ઉપર ક્યાંક મોટા સિંહાસન ઉપર બેઠેલો છે અને આપણી દરેક હિલચાલનું નિરીક્ષણ કરી રહ્યો છે, અને આપણાં પાપ અને પુણ્યની નોંધણી કરી રહ્યો છે.

આ રીતે વિચારવાથી, આપણે આપણી દરેક ક્રિયા માટેના કાર્ય અને તેની અસરોના વર્તુળમાં ફરવાનું શરૂ કરી દઈએ છીએ. આપણે સારાં કામોને સ્વર્ગ સાથે અને ખરાબ કામોને નર્ક સાથે જોડી દઈએ છીએ. આપણે ભગવાન વિષે વિચારવાનું શરૂ કહી દઈએ છીએ અને સમગ્ર અસ્તિત્વને લેવડ-દેવડનું કેન્દ્ર બનાવી દઈએ છીએ. આપણામાંની દરેક વ્યક્તિ પોતાની રીતે વેપારી બની જાય છે, આપણો ખરો ધંધો પછી ગમે તે હોય !

તમે મંદિરે જાવ છો ત્યારે શું કરો છો ? તમે ફૂલો, નારીયેળ અને ફળો ખરીદો છો અને દર્શન કરવા અંદર જાવ છો અને પછી તમારા કુટુંબના નામે દેવતાને પ્રસાદ ચઢાવો છો. તમે નામ અને જન્મ વખતના ગ્રહો વગેરે કહો છો, તમારા કુટુંબના દરેક સભ્ય માટે આવું કહીને ધાર્મિકવિધિઓ કરો છો.

ગરીબ પૂજારી તેના હાથમાં એક પાત્ર પકડી રાખે છે અને તમે તમારા કુટુંબના બધા જ સભ્યોની લાંબી યાદી તેને સંભળાવો છો. તમને ખૂબ જ ડર લાગે છે કે ભગવાન કદાચ તેમના આશીર્વાદ ખોટી વ્યક્તિને મોકલી આપશે તો, ખોટા ઘરે મોકલી આપશે તો ! તમે તેને તમારું ચોક્કસ ભૌગોલિક સરનામું આપો છો. અને તમે તેમને ખાત્રી કરાવવાનો પ્રયત્ન કરો છો કે આ પ્રસાદ ‘તમે જ’ ચડાવ્યો છે, બીજા કોઈએ નહીં, આ બધું કર્યા પછી તમે મંદિરની બહાર આવો છો. હું સાચું કહું છું ને ?

જાણે કે જો તમે આ બધું નહીં કહો તો ભગવાન તમને ઓળખશે નહીં ! જાણે કે તમારે ભગવાનને તમારી હસ્તીની જાણકરવાની જરૂર છે જેથી તે તમારા પર વરસી શકે. હું તમને કહું છું : તમારે બધાંએ આટલું જ કરવાની જરૂર છે; તેના પ્રત્યે સતત કૃતજ્ઞતાના અનુભવો, બસ. તે હંમેશા તમારી ઉપર વરસી જ રહ્યો છે.

એવું નથી કે તે તમને મુશ્કેલીમાં જુએ છે અને પછી તેમાંથી તમને બહાર કાઢે છે, અથવા તમે બરાબર છો એવું જોઈને તમારી ઉપેક્ષા કરે છે. આ બધી આપણી ઘડાયેલી માનસિક શૈલીઓ છે જે આપણે ભગવાન ઉપર લાદી દઈએ છીએ અને પછી વાંચવાનો પ્રયત્ન કરીએ છીએ. આ બધું જ સમાજે આપણને ખૂબ જ નાની ઉંમરથી શીખવેલું છે.

આપણી વચ્ચે કૃતજ્ઞતાના ખ્યાલને વધારી ઘટાડીને ખૂબ બેડોળ-વિકૃત કરી નાંખવામાં આવ્યો છે. આપણને એવું લાગે છે કે, કૃતજ્ઞતા એક એવી બાબત છે કે, આપણને જ્યારે ગંભીર મુશ્કેલીમાંથી બહાર કાઢવામાં આવે, ત્યારે જ અનુભવવાની હોય છે. અથવા તો જ્યારે કોઈ પોતાનું બધું વહેંચી દે, ત્યારે અનુભવવાની બાબત છે. આવી મૂર્ખામીભરી માન્યતાઓ આપણને શીખવવામાં આવી છે.

હું તમને કહું છું : બસ કૃતજ્ઞતાની લાગણી સાથે મંદિરમાં પ્રવેશો; દરેક દેવતાની સામે થોડી મિનિટે ઊભા રહો. ગહન આભારવશતાની લાગણી વ્યક્ત કરો અને એજ મુડમાં મંદિરની બહાર આવી જાવ. આટલું જ પુરતું છે. બાકીના સંભાળ લેવાઈ જશે. આજ સાચી અને અંતિમ પ્રાર્થના છે. કૃતજ્ઞતા જ અંતિમ પૂજા અથવા પ્રસાદ છે.

આ થોડાં દિવસો તમે અહીં રહેવાનાં છો, તેનો અસરકારક ઉપયોગ, હું કહું જે છું તેનો અનુભવ કરવામાં કરો. આ સાત દિવસોમાં કૃતજ્ઞતાને તેના મૂળીયાં તમારી અંદર નાંખવા દો. અત્યારે તમે બહારની દુનિયાથી દૂર છો ત્યારે જ આ શક્ય બનશે. ખૂલી જાવ અને તમારી જાતને ખીલવા દો. આ તમારે માટે ભાગ્યેજ મળતી તક છે. તમારાં માટે આ પરિવર્તન પામવાની તક છે. તેને ગુમાવી ના દેતાં. તમારી અંદર એ કે નવી જગ્યા પેદા કરો, જ્યારે તમે

આ જગ્યા છોડશો ત્યારે એ તમારી સાથે જ આવશે.

તમે સમજો : સમસ્યા એ છે, કે આપણે હંમેશા આપણાં મગજથી ભગવાનને પહોંચવાનો પ્રયત્ન કરીએ છીએ. તમે ક્યારેય તમારા મગજ વડે ભગવાનને પહોંચી શકો નહીં. જો તમે સરળતાથી તમારા મગજને છોડી દો, તમે આપોઆપ તમારા હૃદયમાં સ્થિર થઇ જશો અને તમારી જે જરૂરીયાત છે તે તમે શોધી લેશો, તમારે તેના સુધી પહોંચવાની પણ જરૂર નહીં પડે. એ તો પહેલેથી જ તમારી અંદર રહેલો જ છે !

તમારા મગજથી તમે તેને હંમેશા બહાર શોધશો અને ભગવાનને તમે બહાર ક્યાંય શોધી નહીં શકો. તમારા મગજ સાથે, તમે આભારવશ બનવાનાં કારણો શોધો છો. જ્યારે તમે તમારા મગજમાંથી હૃદય તરફ ખસો છો, ત્યારે તમારા માટે સમગ્ર નવી જગ્યા ખુલી જાય છે, અને તમને લાગે છે કે તમે હંમેશા જાણો જ છો, અને જ્યારે તમારા હૃદયથીકામ લો છો, ત્યારે તમે હંમેશા કૃતજ્ઞતામાં હો છો. આપણે ક્યારેય એવું કહીએ છીએ કે, ‘મગજે કૃતજ્ઞતા અનુભવી’ ? ના ! આપણે હંમેશા કહી છીએ, ‘હૃદયે કૃતજ્ઞતા અનુભવી’ ખરું કે નહીં ?

પછી તમે પૂછશો; અમે અમારા મગજમાંથી હૃદય તરફ કેવી રીતે જઈ શકીએ માસ્ટરજી” ? માત્ર તમારા મગજથી જાગૃત રહો. બસ આટલું પુરતું છે ! તમે તમારા મગજથી અજાગૃત છો એટલે જ તેને ગમે તે રીતે કામ કરવા દો છો, યાંત્રિક રીતે કામ કરવા દો છો. એક વખત તમે તમારા મગજ માટે જાગૃત થઈ જશો, એટલે તમે તેને છોડી શકશો.

કૃતજ્ઞતા કોઈ સદ્ગુણ નથી જેને વિકસાવી શકાય એ તમારો મૂળભૂત અભિગમ બની જવો જોઈએ. તમારી જાતને અસ્તિત્વ સાથે લયમાં અનુભવવા માટે તમારે આનાથી વધારે કશું જ કરવાની જરૂર નથી. તમે જ્યારે ‘ફક્ત’ કૃતજ્ઞતા જ અનુભવો છો, ત્યારે તમે તમારી જાતને સુંદર રીતે અસ્તિત્વ સાથે લયમાં રાખી શકો છો, અને પછી અસ્તિત્વ, તમારી સામે તેની જાદુઈ ભવ્યતાના રહસ્યો ખોલી નાંખે છે. પછી તમારે પાછળ બેસીને આનંદ કરવાની જ જરૂર રહે છે !

હું તમને લયમાં રહેવું એટલે શું તે સમજાવું છું રેડિયો કેવી રીતે કામ કરે છે તે આપણે બધાં જાણી છીએ. જાણીએ છીને ને ?

યસ માસ્ટરજી ...

બરાબર. એક જ રેડિયો, તેના ભૌતિક રૂપમાં કોઈપણ જાતના ફેરફાર કર્યા વગર, ઘણાં બધાં રેડિયો સ્ટેશનોમાંથી પ્રસારિત થતાં કાર્યક્રમો સાથે જોડાયેલો હોય છે. ખરું કે નહીં ? જ્યારે તમે કોઈ ચોક્કસ એક સ્ટેશનનો પ્રોગ્રામ સાંભળતા હો, અને જો તેમાં ખલેલ આવતી હોય અથવા બીજા સ્ટેશનનો અવાજ પણ ભેગો આવતો હોય તો તમે શું કરો છો ? મને કહો.

અમે તેનું ફાઇન ટ્યુનીંગ કરીએ છીએ માસ્ટરજી.

બસ આમ જ ! તમારે કોઈ સ્ટેશન સ્પષ્ટતાથી સાંભળવા માટે તેનું ફાઇન ટ્યુનીંગ કરવું પડે છે બરાબર. બસ આ જ ખ્યાલને આપણી જાતને અસ્તિત્વ સાથે લયમાં લાવવા માટે વાપરો.

આપણી આસપાસ હજારો કાર્યક્રમો ચાલી રહ્યાં છે. આપણી જાતને જેની સાથે લયમાં રાખીશું ‘તેનો’ આપણે અનુભવ કરીશું. હવે કોઈપણ એક પ્રોગ્રામ સાથે લયમાં રહેવું તે ચોખ્ખી આપણી પસંદગી છે; આમાં કોઈ વાંધો ઉઠાવી શકે ? ના. તમને તમારે જે પ્રોગ્રામ સાંભળવો હોય તે પસંદ કરવાની છૂટ છે, હું ખરું કહું છું ?

(ઓડિયન્સમાં ગણગણાટ થાય છે) યસ માસ્ટરજી ...

આવી જ રીતે, જો તમે, માણસના મને તમારી આજુબાજુ પેદા કરેલી અંધાધૂંધી સાથે લયમાં રહેવાનું પસંદ કરશો તો, તમે વેરવિખેર બની જશો. તમે ચિંતાઓના અંતહીન વમળમાં ફસાઈ જશો, અને અસંતોષ, બેચેની, દ્વિધાઓ અને બીજી ઘણી બધી મુશ્કેલીઓમાં પણ ફસાઈ જશો.

જેવાં, તમે જ્યારે તમારી જાતને અસ્તિત્વ સાથે લયમાં રાખવાનું પસંદ કરો છો, એવી કેન્દ્રીય ધરી કે જે આ સમગ્ર નાટકને ચલાવે છે, ત્યારે તમે યોગ્ય દોરી પકડી લીધી હોય છે; તમારી આસપાસ ચાલી રહેલી અંધાધૂંધીઓ વચ્ચેથી યોગ્ય દોરી પકડી લીધી હોય છે અને તમે આ બધી જ લાગણીઓમાંથી મુક્ત થઈ જાવ છો. તમે એક સુંદર ફુલ બની જાવ છો, જે સુગંધ સાથે ખીલી રહ્યું છે.

તમારી પહેલાંની લાગણીઓ સાથે, તમને તમારી જીંદગી અસંતોષની અંતિમ કાયમી સ્થિતિમાં હોય તેવી લાગે છે. પછીની લાગણીઓ સાથે, તમારી જીંદગી સંગીત બની જાય છે. જે અસ્તિત્વની મુળભાષા છે; અને તમે કૃતજ્ઞતા સાથે બધો જ સમય માત્ર આનંદ માણો છો. તમે અસ્તિત્વ સાથે તમારી જાતને જેટલા વધારે લયમાં લાવો છો, તમારી જીંદગી એટલી જ વધારે ઉર્મિશીલ બની જાય છે.

અસંતોષ તમને નીચે તરફ ખેંચે છે, તમને બોજથી લદાયેલા ભારે અને દુઃખી બનાવી દે છે. બીજી બાજુ કૃતજ્ઞતા અને પરિપૂર્ણતાની લગાણી સાથે જ આવે છે અને તમને હળવા ફૂલ અને દિવ્ય આનંદમય બનાવે છે. આપણે બધાં જ અસંતોષ અનુભવીએ છીએ, અપૂર્ણતા અનુભવીએ છીએ કારણ કે, આપણે દરેક બાબતને મામુલી અને એમ જ મળી ગઈ છે તેવું માનીએ છીએ. તમે જ્યારે દરેક બાબતોને આવી રીતે સમજો છો, ત્યારે તમે ઘણું બધું ગુમાવી દો છો અને તમને કોઈપણ બાબત સુખી અથવા આનંદમય બનાવી શકતી નથી. હું તમને કહું છું : ક્યારેય કોઈપણ બાબતને એમ જ મળી ગઈ છે એવું ના માનો.

એક નાની વાર્તા સાંભળો :

એક ભિખારીએ એક માણસને અટકાવ્યો અને તેને પૂછ્યું; “બે વરસ પહેલાં તમે મને કાયમ ૨૦ રૂપિયા આપતાં હતાં; ગયું આખું વરસ તમે મને ફક્ત ૧૦ રૂપિયા જ આપ્યા છે; છેલ્લે થોડા મહિનાથી તમે મને ફક્ત બે જ રૂપિયા આપો છો ? આવું શા માટે ?’

માણસે જવાબ આપ્યો; “પહેલાં હું કુંવારો હતો, પછી મેં લગ્ન કર્યા અને અત્યારે એક બાળક છે, એટલા માટે” ભિખારીએ રડીને કહ્યું; “શું ? તમે મારા પૈસા તમારૂં કુટુંબ ચલાવવામાં વાપરો છો ?

ભિખારી કહે છે કે, “તમે મારા પૈસા તમારૂં કુટુંબ ચલાવવામાં વાપરી રહ્યા છો !” હકીકતમાં, આપણામાંના ઘણાં બધાં એવું વિચારતા હોય છે, કે બીજી વ્યક્તિ આપણી જરૂરીયાતો પુરી કરે એવી આશા રાખવી તે આપણો જન્મ સિધ્ધ અધિકાર છે અને આપણે બીજી વ્યક્તિ આપણા માટે આટલું તો કરે જ ને, બસ એમ જ સમજતાં હોઈએ છીએ.

આપણે જ્યારે આવો અભિગમ વાપરીએ છીએ ત્યારે આપણને એ ભાન નથી રહેતું કે આપણામાં કેટલું ભયંકર અજ્ઞાન ભરેલું છે. આપણે એ બાબતથી બિલકુલ અજાગ્રત હોઈએ છીએ કે આપણામાં જ સંપૂર્ણ ખામી છે. આ સમગ્ર અભિગમને મુળભૂત રીતે બદલવાની જરૂર છે. અરે, તમારા પોતાના પિતા, અથવા માતા, અથવા પતિ, અથવા પત્ની ને પણ એમ જ મળી ગયાં છે એવું ના માનવું જોઈએ.

એક વધારે વાર્તા :

એક દિવસ એક માણસ કામ પરથી ઘરે આવ્યો અને તેણે જોયું કે તેની પત્ની અતિશય ખરાબ મૂડમાં છે. પત્નીએ તીણી ચીસ પાડીને તેને કહ્યું; “મારે હવે ઘરનાં બધાં જ કામ જાતે કરી લેવા માટે મારા મનને તૈયાર કરવું પડશે. નોકરાણીએ નોકરી છોડી દીધી છે !”

માણસે સહાનુભૂતિથી પૂછ્યું; “શા કારણથી છોડી દીધી ડીયર ?”

પત્નીએ જવાબ આપ્યો; “તમારા કારણે ! તેણે કહ્યું કે તમે તેની સાથે ટેલિફોન પર અતિશય ઉધ્ધતાઈથી વાત કરી અને તેને લાગ્યું તેણે પોતાનું સ્વમાનનું રક્ષણ કરવું જોઈએ એટલે નોકરી છોડી દીધી.” માણસ મુંઝવણમાંપડી ગયો અને બાફી માર્યું; “પરંતુ મને લાગ્યું કે હું તારી સાથે વાત કરી રહ્યો હતો !”

આપણે હંમેશા સંબંધોને મામૂલી રીતે લઈએ છીએ અને તેને લીધે ગુંચવણોમાં પડી જઈએ છીએ. દરેક વ્યક્તિને સમગ્રના એક ભાગ તરીકે સમજીને તેની સાથે વર્તન કરવાનું શીખીલો અને તેના તરફ કૃતજ્ઞતા અનુભવો; પછી તમે ક્યારેય કોઈને મામુલી નહીં સમજો. પછી તમે અસ્તિત્વનો એક ભાગ બનીને દરેકની પૂજા કરશો અને દરેકને માન આપશો.

તમે જ્યારે દરેક બાબતને એમ જ મળી ગયું છે, તેવું નથી સમજતાં, હળવાશથી નથી લેતાં, ત્યારે તમે તમને જે મળ્યું છે, તે આશિર્વાદ છે, તેમ ગણો છો. જો તમે બેસીને વિશ્લેષણ કરશો તો, તમને ભાન થશે કે આપણે હંમેશા આપણને જે નથી મળ્યું તેની જ ગણતરી કરતાં હોઈએ છીએ ! આપણા ઉપર ગમે તેટલું વરસે તો પણ આપણે સુખી નથી થતાં કારણ કે આપણને જે નથી મળ્યું, તેનાં જ વિચારો કરવામાં રહીએ છીએ.

કલ્પના કરો તમારે અત્યારે બેસીને તમને જીંદગીમાં જે ચીજો આશીર્વાદ રૂપે મળી છે. તેની યાદી બનાવવાની છે. તમે યાદીની શરૂઆત તમારી પોતાની આંખોથી કરી શકો છો. મેં જેમ પહેલાં કહ્યું તેમ, તમને ખબર છે કેટલા લોકોને દૃષ્ટિના આશીર્વાદ નથી મળ્યા તમે કલ્પના કરી શકો છો કે એક સવારે તમે ઉઠો છો અને તમને ખબર પડે છે કે તમે આંધળા થઈ ગયા છો ? તો શું થશે ? તમે કદાચ તમારી પથારીમાંથી ઉભા થઈને બાથરૂમમાં પણ નહીં જઈ શકો ! પહેલાં જે દરેક કામો આભાર માન્યા વગર કરતાં હતાં તે બધાં હવે પ્રયાસોની માંગણી કરશે.

ગમે તે હોય, જો તમે તમને જે ચીજો આપવામાં આવે છે તેની યાદી લખવાનું શરૂ કરશો તે ઘણી લાંબી યાદી થશે એક વખત આ યાદી પૂરી થઈ જાય, પછી તમને જે વસ્તુ નથી આપવામાં આવી તેવું લાગતું હોય તેની યાદી લખી નાંખો. આ પણ ખૂબ જ લાંબી યાદ થશે... હકીકતમાં ખૂબ જ લાંબી ! મોટે ભાગે યાદી મર્સિડીઝ બેન્ઝ કારથી શરૂ થશે અને પૂરી થશે ત્યાં સુધીમાં યાદી બેન્ઝકારથી પણ લાંબી થઈ ગઈ હશે ! બન્ને યાદીઓ અંત વગરની છે, અનંત છે. જો તમે ગંભીરતાથી એક વસ્તુ ચૂક્યા વગર લખશો તો.

બરાબર છે. હવે આપણી પાસે બે યાદીઓ છે. હવે કઈ યાદી જોવી તે આપણી ઉપર છે. આપણે જે વસ્તુઓ આપણને નથી આપવામાં આવી તે યાદી જોઈને આપણે આપણી જીંદગી ફિક્કી અને મૃત બનાવવી છે. અથવા જે વસ્તુઓ આપણા ઉપર વરસાવવામાં આવી છે, તે યાદી જોઈને આનંદીત થવું છે, આપણી જીંદગીને સુંદર બનાવવી છે. આ ચોખ્ખી આપણી જ પસંદગીની વાત છે !

જે વ્યક્તિ દરેક બાબતોને એમ જ મળી ગઈ છે તેમ સમજતી હશે તે લાલસા અને અસંતોષ સાથે બીજી યાદી જોશે. તમે જ્યારે લાલચુ હો છો ત્યારે તમે આપોઆપ અસંતોષ અનુભવો છો, કારણ કે તમારી લાલસાનો ક્યારેય અંત હોતો નથી અને તેથી તમને ક્યારેય સંતોષ થતો જ નથી ! ગમે તેમ પણ આ વ્યક્તિ, પહેલી યાદીમાં જીવનનો જે આનંદ છે, તેને પૂરેપૂરો ગુમાવી દે છે !

તેની પાસે કંઈપણ આવે પછી તે નાનું હોય કે મોટું, તેને તે સામાન્ય લાગે છે અને તે બીજી વસ્તુ આવવાની રાહ જુએ છે. અને જ્યારે બીજી વસ્તુ આવે છે તે પણ તેને સામાન્ય લાગે છે. કારણકે તે હવે પછીની વસ્તુ માટે જ વિચારી રહ્યો હોય છે.

હકીકત ધ્યાનમાં લેતા જે વ્યક્તિ હંમેશા કૃતજ્ઞતાની લાગણીમાં હોય છે. તે જાણતો પણ નથી હોતો કે બીજી યાદી હોય છે ! તે હંમેશા દરેક ક્ષણે કૃતજ્ઞતા અનુભવે છે અને તે શ્વાસોશ્વાસ લે છે. જીંદગી તેના માટે અનંત ઉત્સવની ઉજવણી બની જાય છે. તે ખૂબ જ હળવો અને આનંદીત હોય છે. તેનું નિરીક્ષણ કરવું આનંદ દાયક હોય છે. તેની અંદરથી તેની પોતાની વિશિષ્ટ ભાષા પણ જાણતો નથી ! તે ફક્ત દરેક બાબતનો ગહન પ્રેમ અને કૃતજ્ઞતાથી આનંદ માણવાનું જ જાણે છે, બસ.

દરેક સમયે કૃતજ્ઞતાની લાગણીમાં રહેવાથી, જીંદગીની કહેવાતી બધી જ ભૌતિક અને ફિક્કી વસ્તુઓ પવિત્ર અને અદભૂત બની જાય છે ! હું તમને કહું છું : તમને એવું લાગે છે કે જીંદગી ભૌતિક બની ગઈ છે તેનું કારણ એ છે કે તમે દરેક વસ્તુને એમ જ મળી ગઈ છે એમ સમજો છો. એટલે તમે જેવી વિચારો છો તેવી જીંદગી નીરસ અને ભૌતિક નથી. દરેક બાબતો અતિશય સુંદર છે. તમારું મન ભૌતિક અને નીરસ બની ગયું છે. તમારૂં મન જ તમને અસ્તિત્વના સુંદર રસ્તાઓની આરપાર જોવા દેતું નથી.

તમારૂં મન એક ભૌતિક ઘરેડ બની ગયું છે, જે સતત પુનરાવર્તન કર્યા કરે છે ‘હવે પછી શું’.

તમે જ્યારે બાબતો પ્રત્યે વિસ્મય ભરેલા અભિગમથી જુઓ છો, આદર ભાવથી જુઓ છો, ત્યારે તમે કૃતજ્ઞતા અને પરિપૂર્ણતાથી ભરાઈ જાવ છો, કારણ કે તમે એ સમયે પ્રશ્નો કરતાં નથી. તમે તમારા મનને બિલકુલ રમત કરવા દેતાં નથી. તમે બસ તમારા હૃદયથી રણકતા રહો છો. પછી તમે નાના બાળક જેવાં બની જાવ છો, અને જ્યારે તમે બાળક જ બની જાવ છો, ત્યારે કશું જ ભૌતિક રહેતું નથી. દરેક બાબત અદ્ભૂત બની જાય છે !

માટે જ બાળકો જોવામાં અતિશય સુંદર લાગે છે. તેમનાં મન મૃત નથી હોતાં; તેમનાં મન તાજાં અને વહેતાં હોય છે. સમાજે તેમના મનને હજુ જાણીતી ઘરેડોમાં પલોટ્યા નથી હોતાં.

દરેક બાબત પ્રત્યે કૃતજ્ઞતા અને આદર ભાવથી જોતાં શીખી જાવ. તમારા પોતાના શરીરનું જ ઉદાહરણ લો. અત્યારે જ આ નાનો પ્રયોગ અજમાવવાનો પ્રયત્ન કરો. બેસીને આંખો બંધ કરો. મનમાં કલ્પનામાં જુઓ કે તમારા જમણાં હાથની નાની આંગળી એક નાના અકસ્માતમાં કપાઈ ગઈ છે. જુઓ કે તે આંગળી હવે તેની મૂળ લંબાઈ કરતાં પોણા ભાગની જ રહી ગઈ છે. તમને ખબર છે તમારા શરીરમાં બીજે ક્યાંય કોઈ ઉણપ નથી. તમારૂં શરીર સંપૂર્ણ છે. એકાએક તમારી નાની આંગળી જ કપાઈ ગઈ છે.

તમારી પ્રતિક્રિયા શું હશે ? તમારા માટે આ પચાવવું ખૂબ જ મુશ્કેલ હશે. તમે દરેક સાદા કામ માટે તમારા હાથનો ઉપયોગ કરતાં હશો, તેમાં નાની આંગળીનું પણ કામ પડે જ છે. ખરૂં કે નહીં ? તમને શું થશે ? તમે કદાચ હતાશ થઈ જશો.

હવે જરા વિચારો, આ દુનિયામાં કેટલા લોકો ઘણી બધી અપંગતાવાળા છે. એવા ઘણા બધાં લોકો છે જેમની પાંચેય આંગળીઓ નથી ! તમારા મસ્તકથી પગના અંગૂઠા સુધી, જો કોઈ એક નાનું અંગ પણ ઓછું હોય તો, તમે જીંદગીની અમુક મજા લેવાનું ચૂકી જાવ છો, હું સાચો છું ને ?

દરરોજ તમારા રૂમમાં, તમારી સાથે થોડી મિનિટો ગાળવાનો પ્રયત્ન કરો, તમારા શરીરના દરેક ભાગને પ્રેમથી સ્પર્શો અને તેણે જીંદગીમાં ઘણા બધા આનંદ માણવામાં મદદ કરી છે તે બદલ તેનો આભાર માનો. તમે ક્યારેય તમારા શરીર વિષે આવી રીતે વિચાર્યું છે ? તમે તમારા શરીરને એમ જ મળી ગયું છે તેમ સમજો છો ! તમે તમારા શરીરને કેટલી વખત ગાળો દો છો ? આપણામાંના અમુક તો તેમનાં શરીરને ધિક્કારે છે. કારણ કે તેમને એવું લાગે છે કે તે પુરતું સુંદર નથી. હું તમને કહું છું, જો તમે આ પ્રયોગ દરરોજ કરશો અને તમારા શરીરના દરકે અંગ પ્રત્યે કૃતજ્ઞતા અને પ્રેમ અનુભવશો તો, તમે જોઈ શકશો કે તમારૂં આખું શરીર અને ચહેરો, નવી જ કાંતિ, નવી જ આભા ફેલાવી રહ્યો છે.

તમારૂં શરીર તમારા મનને પ્રતિભાવ આપે છે. ક્યારેય તેની અવગણના ના કરો. અથવા તેને એમ જ મળી ગયું છે એવું ના સમજો. અંતે તો તમે તમારા શરીર વડે જે ઘણી બધી બાબતોનો આનંદ માણી શકો છો. આજે અહીં

આવવા માટે અને આ બધી વાતો પ્રયાસ વગર સાંભળવા માટે પણ તમારા શરીરના બધા જ ભાગો યોગ્ય સ્થિતિમાં હોય તે જરૂરી છે. ખરૂં કે નહીં?

એક નાની વાર્તા :

એક ખ્રિસ્તી ઘરમાં, એક છોકરી ડાઈનીંગ ટેબલ પર તેની માતા સાથે બેઠી હતી.

ટેબલ પર જમવાનું પીરસાઈ ગયું હતું અને છોકરીએ આભાર વ્યક્ત કર્યા વગર જ જમવાનું શરૂ કરી દીધું.

માતાને આંચકો લાગી ગયો અને તેને કહ્યું કે તું આવું કઇ રીતે કરી શકે.

છોકરીએ તરત જ જવાબ આપ્યો; આ થાળમાં એવી એક પણ વસ્તુ નથી, જેનો મેં પહેલાં એક વખત આભાર ના માન્યો હોય.”

હું જે તમને કહી રહ્યો છું કે આપણે દરેક બાબતોને એમ જ મળી ગઈ છે એમ સમજીએ છીએ તેનો મતલબ આ છે. નાના બાળકોના મનમાં આવા પ્રકારનો અભિગમ મૂળીયાં નાંખી દે છે તે જોઈને ખૂબ જ દુઃખ થાય છે.

એક વધારે નાની વાર્તા :

એક યુવાન છોકરીએ તેની માતાને પૂછ્યું; “મમ્મી ક્રિસમસને કેટલાં વધારે દિવસો બાકી રહ્યાં છે?”

માતાએ પૂછ્યું; “તારે શા માટે જાણવું છે?”

છોકરીએ જવાબ આપ્યો; “હું વિચારમાં પડી ગઈ હતી કે, સારી છોકરી બનવાનું શરુ કરવા માટે મારી પાસે સમય છે કે નહીં?”

આપણે આ રીતે બાળકોને વિચારવા માટે અને વર્તન કરવા માટે તાલીમ આપીએ છીએ. આપણે તેને સોદાબાજી કેવી રીતે કરાય તે શીખવીએ છીએ. આપણે તેમને એ બધી જ બાબતો શીખવીએ છીએ, જે સોદાબાજી સિવાય કશું જ નથી, આપણે તેને સ્વયંસ્ફૂરિત બનીને વહેતાં રહેવાનું શીખવતાં નથી. આપણે તેમને કોઈપણ જાતના હેતુ વગર જીવવાનું શીખવતાં નથી. આપણે તેમને માટે દરેક બાબત હેતુ લક્ષી બનાવી દઈએ છીએ. આ બધી જ બાબતો અંતે વાહિયાત હોય છે.

આ બધી બાબતો જે તેમના પર લાદવામાં આવી છે, તમારે સૌથી પહેલા આ બધી બાબતોને હટાવવા માટે જ સખત પ્રયત્ન કરવાનો છે. ખૂબ જ સ્પષ્ટ બની જાવ : હું જે આ બધું કરી રહ્યો છું, તે આ બધી બાબતોને હટાવવાનું જ કામ કરી રહ્યો છું. હું સતત આ જ કરી રહ્યો છું. તમે કલ્પના કરી શકો કે આ કેટલું મોટું કામ છે! પેઢીઓથી લોકો તેમના વિચારો તમારા પર લાદતા આવ્યા છે. મારે સૌથી પહેલાં તેને હટાવવાના છે અને પછી તમારી અંદર તમારા માટે ખીલવા માટેની જગ્યા કરવાની છે.

જ્યારે હું લોકો પ્રત્યે કૃતજ્ઞતાની લાગણી અનુભવાનું કહું છું; ત્યારે તેઓ જાય છે અને પાછા આવીને મને કહે છે; ‘માસ્ટરજી, આ દિવસોમાં હું ટેક્સી ડ્રાઈવરો અને ઘરના નોકરોને પણ થેક્યું કહ્યું છે.’ સ્પષ્ટતાથી સમજી લો જ્યારે કૃતજ્ઞતા તમારી હસ્તી બની જાય છે. ત્યારે તમારે આવી બધી બાબતોને જણાવવાની પણ જરૂર પડતી નથી.

મને એક વાત કહો : તમે જ્યારે તમારી કોઈ વહાલી વ્યક્તિના મૃત્યુની ઘેરી વ્યથામાં હો છો, ત્યારે તમે એ વ્યથાને શબ્દોમાં વ્યક્ત કરો છો? તમે દુઃખને શબ્દોમાં વ્યક્ત કરી શકો? ના! એ તમારી અંદરની ઊંડામૂળીયા મૂકેલી લાગણી બની જાય છે. ખરૂં કે નહીં? તમે માત્ર તેનો અનુભવ કરી શકો છો; તમે તેનું બીજા સમક્ષ વર્ણન કરી શકતાં નથી. ખરું કે નહીં. હા કે ના ?

હા માસ્ટરજી ...

આવી રીતે, જ્યારે કૃતજ્ઞતા જ તમારું સમગ્ર ‘હોવા પણું’ બની જાય છે, ત્યારે એ બસ, તમારી સ્થિતિ બની જાય છે; તમે તેનું વર્ણન કરતાં નથી. તમે તેનું ક્યારેય વર્ણન કરી પણ ના શકો. અલબત્ત, સામાજીક કારણોસર ‘થેન્ક્યુ’ કહેવું બરાબર છે. કારણ કે જો તમે તેને વ્યક્તના કરો તો બીજી વ્યક્તિના કાન સુધી પહોંચતું નથી.

પરંતુ અહીં જે કહેવાનો પ્રયત્ન કરી રહ્યો છું, તે એ છે કે, આપણે મનની કૃતજ્ઞતાથી આપણી જાતને કૃતજ્ઞતા બનાવી દેવાની જરૂર છે. આપણે જે કૃતજ્ઞતાની લાગણી વિષે વાત કરી રહ્યાં છીએ તેને ક્યારેય શબ્દોમાં વ્યક્ત કરી શકતાં નથી, કારણ કે તે અંતરના ઉંડાણમાં ‘વહેતી’ હોય છે.

લોકો મને ઘણીવાર કહે છે, “માસ્ટરજી, તમારી સાથે જોડાયા પછી અમારા જીવનમાં ઘણી બધી બાબતો બની છે એ બદલ અમે તમારા પ્રત્યે ખૂબ જ કૃતજ્ઞ છીએ.”

હું તમને કહું છું : સામાજીક રીતભાતોને લીધે તમે કોઈ બાબત માટે વ્યક્તિનો આભાર માની શકો. પરંતુ કૃતજ્ઞતા એવી બાબત છે જેને તમે વ્યક્તિ તરફ વાળી શકો નહીં. જ્યારે તમે કોઈક વ્યક્તિથી તમને કંઈક મળી ગયું હોય, ત્યારે જે કૃતજ્ઞતા અનુભવો છો. તે બસ એક મનની કૃતજ્ઞતા છે. આ કૃતજ્ઞતાનું બાલમંદિરનું સ્તર છે.

સાચી કૃતજ્ઞતા, તમારી આખી જાતમાં ફરી વળતી ગહન લાગણી છે. કંઈક મેળવવાના પરિણામે નહીં. પરંતુ બસ તમારા ‘હોવા પણા’ ને લીધે આવે છે, જે અસ્તિત્વ રૂપી જીવન બળની કરુણાના વિચારમાંથી આવે છે. બસ આ કૃતજ્ઞતાની લાગણીને કોઈ સંબંધોની જરૂર નથી, તે કોઈપણ વ્યક્તિ અથવા કોઈપણ બાબત પર આધારિત નથી હોતી, તે વાસના, ગુસ્સો, ધિક્કાર અથવા પ્રેમ જેવી લાગણીઓના ચઢાવ-ઉતારમાંથી નથી આવતી. તે બસ ‘હોય છે’, બસ આટલું જ.

તમે તમારી કૃતજ્ઞતા શબ્દો દ્વારા વ્યક્ત કરો છો કારણ કે તમે અહમ્‌થી ભરેલાં છો અને તમે એવું નથી ઈચ્છતા કે, લોકો તમને તમે અવિનયી છો તેવું કહે. જે ક્ષણે તમે તેને વ્યક્ત કરો છો તે ક્ષણે જ તમે તેની સાથે કપટ કરો છો અથવા તેનું મૂલ્ય ઓછું કરી દો છો.

હકીકતમાં, તમારા ‘શરીરની ભાષા’ જ તમારી અંદરની કૃતજ્ઞતાને પહોંચાડવાનું કામ કરતી હોય છે. તમારી આંખો આ કામ કરે છે, તમારી મુસ્કાન આ કામ કરી શકે છે. તમારી હૂંફ શબ્દ કરતાં વધારે સારું કામ કરી શકે છે. બીજી કોઈ બાબત કરતાં આંસું, કૃતજ્ઞતાને સૌથી વધારે સારી રીતે વ્યક્ત કરી શકે છે. તમે જ્યારે પૂરેપૂરા ઉભરાઈ ગયાં હો છો, તમે જ્યારે તમારાં રોમ રોમમાં કૃતજ્ઞ બની ગયાં હો છો. ત્યારે આંસુંઓનો પ્રવાહ વહેવા માંડે છે.

હું તમને રડવાનું નથી કહેતો ! હું તમને ફક્ત એટલું જ કહું છું કે, તમે જ્યારે છલકાઈ રહ્યા હો છો ત્યારે તમારું શરીર જ એ કહી દે છે, તમે તેને છૂપાવી શકતાં નથી અને તમારી ખરી જાતની એ જ સાચી સ્થિતિ હોય છે.

અને યાદ રાખો, આ આંસુઓને, કોઈ જાતિ, કોઈ સંપ્રદાય અથવા કોઈ ધર્મ સાથે કશું જ લાગતું વળગતું નથી. તેનું હિન્દુઓના આસું અથવા મુસ્લિમોના આસુંઓ તરીકે વર્ગીકરણ કરી શકાતું નથી; આ આંસુઓને કોઈ ધર્મ સાથે સંબંધ નથી. તેમને-‘સ્વ’-હોવા પણું સાથે સંબંધ છે અને ‘સ્વ’ આ બધાંથી પર છે. કૃતજ્ઞતા એક એવી બાબત છે જે માણસે બનાવેલાં બધાં જ બંધનો અને ઘરેડોને ઓગાળી શકે છે; માટે જ તે અંતિમ શ્રેષ્ઠ પ્રાર્થના છે.

કોઈપણ ગહન બાબતને સંપૂર્ણપણે વ્યક્ત કરી શકાતી નથી. કવિઓ તેને વ્યક્ત કરવા માટે કવિતાઓ લખે છે. ચિત્રકારો તેને વ્યક્ત કરવા માટે ચિત્રો દોરી શકે છે, લેખકો તને લખીને વ્યક્ત કરી શકે છે, પરંતુ કોઈક ભાગ તો

એવો બાકી રહી જ જાય છે જે આ બધી બાબતો દ્વારા વ્યક્ત ના થઈ શક્યો હોય. અસ્તિત્વને ક્યારેય સામાન્ય બાબતો વડે વ્યક્ત કરી શકાય નહીં. માટે જ તે આટલું બધું રહસ્યમય અને આકર્ષક છે. માટે જ તે, જ્યારે ‘તમારી અંદર’ બને છે, ત્યારે તમે શબ્દોમાં વર્ણન કરો છો, તેનાથી વધારે ઉત્તેજના પૂર્ણ હોય છે. માટે જ તમે તેનો ફક્ત અનુભવ કરી શકો છો અને તેને વ્યક્ત કરી શકતાં નથી. માટે જ તમે અહીં મારી પાસે વારંવાર આવો છો!

મારી સાથે, તમારે કોઈ કૃતજ્ઞતા વ્યક્ત કરવાની હોતી નથી, કારણ કે તમે વ્યક્ત ના કરો તો પણ, હું જાણી જાવ છું. જ્યારે તમારા પર કૃતજ્ઞતાની લાગણી ફરી વળી હોય છે. ત્યારે તમે કંઈપણ કરો તે પહેલાં જ હું જાણી જાવ છું! તમારા હૃદયના ધબકારા જાણી જાવ છું ! હું તમારી આંખોના ઊંડાણમાંથી જાણી લઉ છું ! હકીકતમાં, તમે જ્યારે મારી સામે વ્યક્ત થાવ છો, ત્યારે તમે ઈરાદાપૂર્વક તમારી જાતને ખોટા રસ્તે દોરતાં હો છો, કારણ કે, મોટા ભાગનો સમય, તમારું વિચારવાનું અને બોલવાનું વિરોધાભાસી હોય છે. તમે કદાચ અંદર બીજું વિચારતાં હો છો, પરંતુ બહાર બીજું કશુંક વ્યક્ત કરતાં હો છો.

યાદ રાખો : જ્યારે વ્યક્તિ તેની અંદરથી ખીલી જાય છે, ત્યારે અસ્તિત્વ તે જાણી લે છે. અસ્તિત્વ પ્રત્યે ગહન કૃતજ્ઞતા અનુભવો, આટલું જ પુરતું છે. તમારે તેને વ્યક્ત કરવાની જરૂર નથી, માત્ર તે ‘બની જાવ’ બસ.

ભારતમાં, ગુરુના ચરણ સ્પર્શ કરવાનો રિવાજ છે. જ્યારે તમારા પર ગુરુ પ્રત્યે કૃતજ્ઞતાની લાગણી ફરી વળી હોય ત્યારે, તેને વ્યક્ત કરવાનો કોઈ રસ્તો નથી હોતો. બસ તમે તેના ચરણોનો સ્પર્શ કરો છો, તમે તેમની સાથે એકત્વનો અનુભવ કરો છો અને તમારી અંદર કૃતજ્ઞતા વ્યક્ત કરો છો.

ઘણી બધી જગ્યાએથી ઘણાં બધાં લોકો મને મળવા આવે છે. તેમાંના અમુક આવીને મારી પાસે ઉભા રહે છે. અને કશું જ કહેતાં નથી. બસ માત્ર તેમની આંખોમાંથી આનંદના આંસુ વહેવા લાગે છે. તેઓએ પરાણે કશું કહેવું પડતું નથી, કારણ કે તેમના આંસુઓ જે કહી રહ્યા છે તેનાથી વધારે તેઓ કશું જ કહી શકતાં જ નથી. તેઓ માત્ર તેમની અંદરની જાતથી લગણીશીલ હોય છે.

જ્યારે તમે ગુરુની હાજરીમાં હો છો, ત્યારે માત્ર ગહન પ્રેમ અને કૃતજ્ઞતાની લાગણીથી જ રહો, તેમની નજીક રહેવા મળ્યું છે તેની કૃતજ્ઞતાની લાગણી અનુભવતા રહો. તમે જોશો કે તમારા બધાં જ પ્રશ્નો ઓગળી ગયા હશે અને તમે પળવારમાં જ એક ચોક્કસ પ્રકારના આનંદથી ભરાઈ જશો ! તમે જ્યારે સરળતાથી ભરાઈ જાવ છો, તેનો મતલબ એ છે કે, તમે સાચો દોર પકડી લીધો છે. તમે જ્યારે સરળતાથી ભરાઈ ના શકો, અને અસંતોષની લાગણી સાથે જ રહી જાવ, પ્રશ્નોના જવાબ વગર રહી જાવ, ત્યારે તમે‘ચૂકી ગયા હો છો’!

ગુરુ સાથે હંમેશા ગહન જાગૃતતા સાથે રહો; પછી તમે ચૂકી નહીં જાવ. તમે જ્યારે કૃતજ્ઞતા સાથે ગુરુ સાથે હો છો, ત્યારે ગુરુની શક્તિનો પ્રવાહ તમારી જાતની અંદર રેડાય છે અને તેમનો અનુભવ તમને તેની સાથે વહાવી જાય છે.

અને જ્યારે તમે ગુરુ પ્રત્યે માત્ર કૃતજ્ઞતા જ અનુભવો છો, ત્યારે ધીરે ધીરે ગુરુ સાથે શારીરિક રીતે હાજર રહેવાની જરૂરીયાત પણ ઓગળતી જાય છે. કૃતજ્ઞતાની લાગણી તમને સમય અને જગ્યાને કાપી નાંખવામાં મદદ કરે છે. તે તમારી સીમાઓ ઓગળી નાંખે છે અને તમને વિસ્તારે છે. તમે જ્યારે વિસ્તરો છો, ત્યારે તમે દરેક બાબત સાથે એકત્વ અનુભવો છો, અમુક સમય પછી, તમને કૃતજ્ઞતા પણ ખલેલ જેવી લાગે છે; માત્ર પ્રગાઢ શાંતિ ફેલાઈ જાય છે !

હું તમને કહું છું : સંબંધોમાં પણ, તમને એમ લાગે કે કોઈ સંબંધોનો અંત આવી ગયો છે અને પ્રેમ ખોવો નથી, તો તે વ્યક્તિ સાથે કૃતજ્ઞતા અનુભવો અને છુટા પડી જાવ, બસ. તમે તે વ્યક્તિ સાથે આટલો સમય રહ્યા છો તે બદલ તમારી અંદર બસ કૃતજ્ઞતાની લાગણી અનુભવો, તેમની પાસેથી જે શીખ્યા હો અને જેનો આનંદ માણ્યો હો તે બદલ કૃતજ્ઞતા અનુભવો અને છૂટા પડો. પછી તે પણ સુંદર બની જશે !

લોકો મને પૂછે છે, “માસ્ટરજી, અમે અમારા દુશ્મનો પ્રત્યે કૃતજ્ઞતા કઈ રીતે અનુભવી શકીએ.”

હું પુછું છું ‘શા માટે નહીં?’ તમારા કહેવાતા દુશ્મનો જ તમને મજબૂત બનાવવા માટે જવાબદાર છે. તેઓ તમારા માટે પડકાર છે; તે તમારો વિકાસ કરે છે. તમને ઈજા પહોંચાડીને, તેઓ તમને જીંદગી સાથે કામ પાડવા માટેના વિવિધ પાસાઓ બતાવે છે. તો પછી તેમના પ્રત્યે કૃતજ્ઞતા શા માટે ના અનુભવવી જોઈએ?

આખરે તો, તમે વિકાસ પામવા માંગો છો, ખરું ને? દરેક ક્ષણે તમે વધારે જ્ઞાની થવા માંગો છો, ખરું ને? જો આ લોકો તમારા માટે તકો ખુલ્લી નહીં કરે તો, તમે માત્ર તમારી આસપાસના મિત્રો તરફથી ખોટે રસ્તે દોરવાતા રહેશો. અને એ તમને વધારે મદદરૂપ નહીં થાય. તમને બરાબર ઘસી નાંખવાની જરૂર છે, ફક્ત પછી જ તમે ફાટશો અને જ્ઞાન ખીલશે.

બીજને વિકસીને વૃક્ષ થવા માટે ‘ફાટવું પડે’ છે. જો બીજ, બીજ રહેવામાં જ ખુશ હોય તો, તે સમય જતાં વિખેરાઈ જશે અને મરી જશે, બસ આટલું જ. તેનામાં કોઈ પરિવર્તન નહીં થાય.

જ્યારે કહેવાતી દુશ્મની આવે છે, ત્યારે એક સામાન્ય માણસ પણ તેને કદરૂપું દેખાય તેવું બનાવી દે છે. તે તેને એવા પોઈન્ટ પર લઈ જાય છે જ્યાં દરેક બાબત એક વિષચક્ર બની જાય છે, ધિક્કારથી ધિક્કાર તરફ આગળ વધતી. ઘણાં બધાં કુટુંબોમાં વારસાગત વેરઝેર હોય છે. તે એટલું બધું કદરૂપું બની જાય છે કે તેની સાથે કામ પાડી શકાતું નથી. શા માટે? એ ‘તમે’ છો જેણે તેને આ રીતે વિકસવા દીધું છે. તમે તેનું સ્વરૂપ જાગૃતતા અને જ્ઞાન સાથે ઘડાવા નથી દીધું. તમે પરિપૂર્ણતામાં નહોતાં એટલે તેને આવી ખરાબ રીતે વિકસવા દીધું.

જો તમે જ પરિપૂર્ણ હોત, તમને દુશ્મની વિકસવા દેવાની કોઈ જગ્યા જ ના દેખાત! હું જે કહું છું તે સમજાય છે? જ્યારે તમે દરેક સમયે પરિપૂર્ણતાની સ્થિતિમાં હો છો, ત્યારે તમને આ પ્રકારની બાબતો માટે જગ્યા જ દેખાતી નથી. તમારા માટે તે અજાણી ભાષા બની જાય છે. જો બીજી વ્યક્તિ દુશ્મની ચાલુ રાખવા માગતી હશે, તો પણ તમને તેના તરફ તિરસ્કારની લાગણી નહીં થાય. જો તે સંબંધોનો અંત લાવવા માંગતી હશે તો તમે ફક્ત ફરી કૃતજ્ઞતા સાથે તેનો અંત લાવશો!

ઘણાં બધાં કુટુંબોમાં, લોકો એક બીજાની સામે નજર પણ મેળવતાં નથી અથવા જાહેર જગ્યામાં એકબીજાની અવગણના કરવામાં દુઃખ વહોરી લે છે. આવી બધી બિન જરૂરી બાબતો શા માટે? આવી બાબતો માટે તમે શા માટે તમારી શક્તિ વેડફી નાંખો છો? ધિક્કારને ક્યારેય તમને ગળી જવા ના દો. તેની સામે ગહન જાગૃતતા અને જ્ઞાનથી જુઓ અને ધિક્કાર અદ્રશ્ય થઈ જશે અને ફક્ત પ્રેમ અને કૃતજ્ઞતા જ બાકી રહેશે!

યસ ... કોઈ પ્રશ્ન?

માસ્ટરજી, આ દિવસોમાં હું તમારા પ્રત્યે ફક્ત કૃતજ્ઞતા જ અનુભવું છું, અને કોઈપણ રીતે, મને તમારા તરફથી કશું જ મેળવવાની ઈચ્છા નથી. પરંતુ વિચિત્ર રીતે, મને એવી ઈચ્છા છે કે, તમે મારું નામ યાદ રાખો. અને મને અત્યારે અને પછી પણ મારા નામથી બોલાવો ! શું મારા તરફથી આ કોઈ પ્રકારનો અસંતોષ અથવા લાલસા છે માસ્ટરજી ?’’

(માસ્ટરજી હસે છે)

તમે આ ખુબ સુંદર વાત સાથે આવ્યા છો. આ બતાવે છે કે તમે તમારી જાતનું ખૂબ જ ઉંડાણપૂર્વક વિશ્લેષણ કર્યું છે. તમે સમજો: જ્યારે તમે તમારા મનથી કોઈ તમારા પર ધ્યાન આપે એવી શોધ કરો છો, ત્યારે તે લાલસા નથી; ત્યારે તે મારા પ્રત્યેનો ગહન પ્રેમ છે. બસ આટલું જ.

તમે જ્યારે કોઈ માંગણી સાથે પ્રાર્થના કરો છો, ત્યારે તે આભારવશતા નથી હોતી અને તમારી અહમ્‌ની રમત હોય છે. પરંતુ તમે જ્યારે ગહન પ્રેમથી માંગો છો. ત્યારે તે પ્રાર્થના બની જાય છે. જે કૃતજ્ઞતા અને ભક્તિથી ભરેલી હોય છે. બંનેમાં આ ફરક છે.

તમે જાગૃતતામાં છો, માટે તેને અસંતોષ અથવા લાલસા કહી શકાય નહીં. સમય જતાં તમારામાંથી આ પણ છૂટી જશે. અને વધારે એક વાત : આવો પ્રશ્ન પૂછવાની તમારામાં હિંમત તો છે ! મને ખાત્રી છે કે બીજાં ઘણાં છૂપી રીતે આવું જ અનુભવતાં હશે, પરંતુ મોટેથી કહી શકતાં નહીં હોય ! તેમનો કદાચ પોતાની જાતને એવું કહીને આશ્વાસન આપ્યું હશે કે, “નામમાં વળી શું છે ?” અથવા કદાચ આવું પૂછવામાં તેમને શરમ આવતી હશે ! અલબત્ત, નામમાં કશું જ નથી. પરંતુ તમારે અનુભવની સમજણથી તેનાથી પર થવાની જરૂર પડે છે, તેમાંથી તમારી જાતને બહાર દોરીને નહીં. હકીકત એ છે કે તમે પ્રશ્ન કર્યો છે તે બતાવે છે કે, તમે હિંમત પૂર્વક તેમાંથી પસાર થવા માંગો છો.

યસ ! તમને સમજાઈ ગયું ?!”

હા માસ્ટરજી ...

લોકો મને પૂછે છે; “માસ્ટરજી, અમે તમારા તરફની કૃતજ્ઞતા બતાવવા માટે બદલવામાં શું કરી શકીએ ?” હું તેમને કહું છું, “તમે મારા માટે સારામાં સારું એ જ કરી શકો કે તમે ખીલી જાવ !” આ એક જ શ્રેષ્ઠ બાબત છે જે તમે મારા માટે કરી શકો અને હું તમારા માટે કરી શકું. આ સમજી ગયા. જ્યારે તમે આ શબ્દોને આત્મસાત કરી લો છો અને તમારી જાતને કૃતજ્ઞ બનાવી દો છો, ત્યારે તમે મારા માટે બદલામાં ઘણું બધું કર્યું હોય છે.

પરંતુ એક વાત હું તમને કહીશ : જો તમને એવું લાગતું હોય કે તમારે કશુંક કરવું છે, તો સમાજ માટે કંઈ સેવા કરો; બીજાને મદદ કરો. તમે જે આનંદ શોધ્યો છે તે માટે બીજાને જાગૃત કરો. તે અહમ્ અથવા મોટાઈની ભાવનાથી ના કરતાં તેને પ્રેમની વહેંચણીની ભાવનાથી કરજો, આનંદની વહેંચણીની ભાવનાથી કરજો. આમાં તમારી પૂરેપૂરી શક્તિ આપીને આવું કરવામાં આનંદ માણો. એ તમારા માટે આનંદદાયક મેડિટેશન બની જશે અને તેમના માટે જાગૃતતા લાવવાનું સાધન બની જશે.

દરેક સમયે તમે કૃતજ્ઞતા અનુભવો, એટલે હકીકતમાં તમે મેડિટેશનમાં હો છો. માટે માત્ર કલ્પના કરો કે જો તમે કાયમ માટે કૃતજ્ઞતામાં હો ! તો તમે કાયમ માટે મેડિટેશનમાં હો !

એક વાત સમજો : કૃતજ્ઞતા ક્યારેય શીખવી શકાતી નથી. અલબત્ત, આભાર વશતાની લાગણીનો ખ્યાલ, બાળકો નાના હોય ત્યારે તેમને આપી શકાય, જેથી તેઓ તેના વિષે જાણી શકે. પરંતુ તે એક સામાજીક ઘરેડ બની જાય છે. જેવી રીતે તમને વડિલોને માન આપવાનું શીખવવામાં આવ્યું છે, તેવી જ રીતે તમને સ્કુલમાં શિક્ષકોને અને બીજાઓને માન આપવાનું શીખવવામાં આવ્યું છે. આ માત્ર મનની યાંત્રિકતા છે, તમારી અંદરની ખરી લાગણી નહીં.

તમે જ્યારે અસ્તિત્વ સાથે જોડાણ અનુભવો છો, ત્યારે જ ફકત તમારામાં સાચી કૃતજ્ઞતા ઉદ્ભવે છે. બીજો કોઈ રસ્તો જ નથી. જ્યારે આ રીતે કૃતજ્ઞતા ઉદ્ભવે છે ત્યારે તે કોઈ ચોક્કસ દિશામાં નથી હોતી, તે માત્ર તમારી સુગંધ બનીને ફેલાય છે, બસ આટલું જ.

જ્યારે આ બને છે, ત્યારે તમે આપોઆપ જાણી જાવ છો કે આ કૃતજ્ઞતા જ તમારી પ્રાર્થના છે ! આ પ્રાર્થના જ ‘ફક્ત’ તમને ઉપર ઉઠાવે છે. તમારામાં પ્રેમ અને પરિપૂર્ણતાનો ઉદય કરે છે. તમે અસ્તિત્વ સાથે સંવાદ કરવાનું રહસ્ય જાણી લો છો ! તમે દરેક સમયે કેવી રીતે જોડાયેલું રહેવું તે જાણી લો છો. તમે કોઈપણ કારણ વગર આનંદમય કેવી રીતે રહેવું. તે જાણી લો છો. તમે દરેક બાબત અને દરેક વસ્તુને સમગ્રનો જ ભાગ કેવી રીતે જોવો તે જાણી લો છો. તમે, વિભાજન કરવું, વિશ્લેષણ કરવું અને અશાંતિની લાગણી અનુભવવાને બદલે એક સૂત્રી કેવી રીતે બનવું તે જાણી લો છો.

આ બધાં ઉપરાંત, તમે ગુરુ સાથે કેવી રીતે સંબંધિત થવું તે પણ જાણી લો છો. તમારી કૃતજ્ઞતા જ તમારી પ્રાર્થના બની જાય છે, ત્યારે જ ગુરુ સાથેના સાચા સંબંધની શરૂઆત થાય છે. નહીંતર પછી તમે માંગો છો અને જ્યારે તમે માંગો છો, તમે ‘ચૂકી જાવ છો.’

હજુ પણ વધારે સ્પષ્ટતાથી સમજી લો : હું તમને આભારી થવાનું શીખવતો નથી, હું માત્ર તમારી અંદર એક જગ્યા બનાવવાનો પ્રયત્ન કરું છું, જ્યાં હું કહું છું તેમ તમે ‘અનુભવ’ કરી શકો; જે તમારી અંદરનો તમારો પોતાનો અનુભવ બની જાય. મારા શબ્દો પાછળની શક્તિ તમારી અંદર જગ્યા પેદા કરે છે. બસ આટલું જ.

જ્યારે પણ તમને મુક્તિ આપવામાં આવે છે. તમે વધારે સારી વ્યક્તિ બનો છો અને તમે ખીલવા માટે તૈયાર હો છો. તમે જ્યારે મનોવૈજ્ઞાનિક ગુલામી નીચે હો છો, ત્યારે તમારા માટે વિસ્તારવું અને તમારી અંદર જગ્યા શોધવી મુશ્કેલ હોય છે.

હું લોકોને હંમેશા કહું છું હું ‘મુક્તિ અપાવનાર ગુરુ છું’ હું જ્યારે લોકો પર કામ કરતો હોઉં છું ત્યારે તેમને વિશાળ સ્વતંત્રતા આપું છું. ફક્ત પછી જ તેમને માટે નવી ભૂમિની શોધખોળ કરવી અને વિસ્તારવું સહેલું થઈ જાય છે.

અલબત્ત, હું મા-બાપને એવું નથી કહેતો કે તમારાં બાળકોને સંપૂર્ણ સ્વતંત્રતા આપી દો અને કોઈ દખલ કર્યા વગર તેનું નિરીક્ષણ કર્યા કરો. હું માત્ર એટલું કહું છું કે મનોવૈજ્ઞાનિક ગુલામીની અવગણના કરવી જોઈએ. તેમને વિકસવા માટેની બધી જ પરિસ્થિતિઓ પેદા કરો. જરૂરી સાવધાની રાખો, તેમાં કોઈ શંકા નથી. પરંતુ તેમના વિચારોને દબાવી દેવાને બદલે તેમને સત્યનો તેમની રીતે જ અનુભવ કરવા દો. તેમને વિકસવા માટે પૂરતી જગ્યા આપો અને તેમને તેમની અંદરના દિવ્ય આનંદનો અનુભવ કરવા દો.

અમુક વખતે લોકો મને પૂછે છે, “માસ્ટરજી, તમે દરેક વખતે આટલા બધા દિવ્ય આનંદમાં કેવી રીતે રહી શકો છો?”

ગુરુઓ હંમેશા દરેક સમયે દિવ્યતાની સ્થિતિમાં જ હોય છે કારણ કે તેમની અંદરથી સતત કૃતજ્ઞતાની લાગણી ઊભરાતી હોય છે; કારણ કે તેઓ દરેક સમયે અસ્તિત્વ સાથે સંવાદિતામાં હોય છે !

તમે જ્યારે માત્ર મારા તરફ જ અથવા બીજા કોઈ તરફ જ કૃતજ્ઞતા વ્યક્ત કરો છો, ત્યારે તમે સમગ્રને ચૂકી જાવ છો. કૃતજ્ઞતા એવો કોઈ પ્રકાશના પ્રવાહનો શેરડો નથી કે જેને નિયંત્રિત કરીને અમુક પસંદગીના લોકો તરફ વળી શકાય. એ એક સુગંધ છે. તમે જ્યારે તેને ધારણ કરો છો, ત્યારે એ તમારામાંથી બસ પ્રસર્ચા કરે છે. માટે જ ગુરુઓ બધો જ સમય આટલા બધાં દિવ્ય આનંદમાં દેખાય છે. ગુરુ સુગંધ જેવાં હોય છે જેને તમે અનુભવી શકો છો. અને તેનો આનંદ માણી શકો છો ! માટે જ તમે ખેંચાઈને વારંવાર અહીંયા આવો છો !

જુઓ એક વાત સમજી લો : દરેક ક્ષણ દિવ્ય આનંદમય હોય છે, તમે જો તેને ગ્રહણ કરવા અને સમજવા તૈયાર હો તો. એ કંઈ ત્યારે જ નથી હો તો, જ્યારે આપણે કોઈ પ્રસંગની ઉજવણી કરતાં હોઈએ અથવા આપણને સફળતા મળી હોય, અથવા આપણે કશુંક પ્રાપ્ત કર્યું હોય, એ ક્ષણ જ સુંદર હોય છે એવું નથી હોતું.

દરેકે દરેક ક્ષણ સુંદર હોય છે, કારણ કે અસ્તિત્વ સ્વયંસ્ફૂરણાથી અને આનંદપૂર્ણ રીતે વહેતું રહે છે. અને દરેક ઘટનાઓ સંક્રમિત રીતે દરેક સમયે બન્યા કરે છે. તમે જ્યારે આ સમજી જાવ છો, ત્યારે તમને કશું ‘ખોટું’ હોય તેવું લાગતું જ નથી. પછી તમે લોકોને બધો જ સમય ફરિયાદો કરતાં જુઓ છો ત્યારે તમને નવાઈ લાગે છે.

તમે જ્યારે અસ્તિત્વ પ્રત્યે કૃતજ્ઞતા અનુભવો છો, ત્યારે સમગ્ર અસ્તિત્વ તમારા માટે મંદિર બની જાય છે. પછી તમે

જ્યાં પણ હો છો, તમે પ્રાર્થનામય અને મેડિટેશનમાં હો છો. તમારે મંદિરમાં જઈને પ્રાર્થના કરવાની જરૂર રહેતી નથી. તમે બસ સમગ્ર સાથે એકરૂપ થઈ જાવ છો અને બધો જ સમય દિવ્ય આનંદનો અનુભવ કરતાં રહો છો.

જ્યારે સમગ્રનો અનુભવ મંદિર બની જાય છે, ત્યારે વૃક્ષો, આકાશ, પૃથ્વી દરેક બાબત એક બની જાય છે. પછી જ્યારે તમે વંદના કરવા વાંકા વળો, ત્યારે તમે શું માંગી શકો ? તમે બસ ગહન અસ્તિત્વનો ભાગ હોવા બદલ કૃતજ્ઞતાથી નમી પડો છો, બસ આટલું જ.

જ્યારે આ બને છે, ત્યારે તમે વૃક્ષો સાથે, આકાશ સાથે, ધરતી સાથે અને બીજી દરેક બાબત સાથે સંબંધથી જોડાઈ જાવ છો. પછી તમે મનની ભાષાના સંવાદમાંથી હૃદયની ભાષાનાં સંવાદ તરફ ખસી જાવ છો. પછી તમે તમારું કેન્દ્ર મનની જગ્યાએ હૃદયમાં ખસેડી દો છો.

તમારામાં જે લોકો એવું માનતા હોય કે ભગવાન તમારી પ્રાર્થનાઓનો જવાબ આપે છે તેમના માટે આ કહું છું : ભગવાન એટલો બધો કરુણામય છે કે પછી મોટેભાગે તમારી પ્રાર્થનાઓને અનુત્તર રહેવા દેતો જ નથી. જવાબ આપે જ છે !

આ આવું છે; કોઈ બાળકને શરદી થઈ હોય અને આઈસ્ક્રીમ માંગે તો તમે તેમને આપશો ? ના તમે તેને નહીં આપો.

હવે કદાચ બાળકને તમારા માટે ખરાબ લાગણી થશે. પરંતુ તમે જાણતાં હો છો કે તમે બાળક માટે સૌથી ઉત્તમ છે તે જ તમે કરી રહ્યા છો. કારણ કે બાળક જે માંગી રહ્યું છે તે આ સમયે તેના માટે યોગ્ય નથી.

આવી જ રીતે, તમારા ઘેરા અજ્ઞાનને લીધે, તમે જાણતાં નથી કે તમારા માટે ઉત્તમ શું છે અને ભગવાન પાસે વિવિધ વસ્તુઓ માંગ્યા કરો છો.

પરંતુ શુધ્ધ કરુણાથી, ભગવાન મૃદુતા પૂર્વક તમારી પ્રાર્થનાઓને ચારે બાજુએથી સાફ કરે છે અને તમારા માટે જે ખરેખર જરૂર હોય તે ચીજ તમને બક્ષિસમાં આપે છે અને તમને અણી ઘોંચીને વધારે જ્ઞાન તરફ ધકેલે છે. તમારા માટે આમ કરવામાં તેનો ઉદ્દેશ ફક્ત આટલો જ હોય છે. યાદ રાખો : જેટલું તમારું જ્ઞાન વધે છે તેટલી તમે ઓછી પ્રાર્થનાઓ અને માંગણીઓ કરો છો.

ભગવાન પાસે તમે શું માંગી શકો ? જે ક્ષણે તમે માંગો છો, ત્યારે તેનો અર્થ એવો થાય છે કે થોડી એવી બાબતો છે જેના વિષે ભગવાન જાણતો નથી ! તમને એવું લાગે છે કે જ્યાં સુધી માંગશો નહીં ત્યાં સુધી, ભગવાનને ખબર નહીં પડે. આ કેટલું બેહૂદું છે. છે કે નહીં ? એવી કોઈ બાબત હોઈ શકે ખરી કે જેના વિષે ભગવાન ના જાણતો હોય ?

સમજી લો : ભગવાન તમારા માટે જે ‘જરૂરી’ છે તે આપે છે, તમે ‘જે ઈચ્છો છો તે નહીં’ જો તે તમે જે ઈચ્છો તે બધું જ તમને આપવા લાગે, તો તમે દુઃખની એક ખીણમાંથી બીજી ખીણમાં ડૂબતા જાવ ! એ જ્યારે તમારા માટે જરૂરી હોય તે આપે છે ત્યારે, તમે જ્ઞાનમાંથી વધારે જ્ઞાન તરફ આગળ વધો છો અને અમુક જગ્યાએ માંગવાનું છૂટી જાય છે અને કૃતજ્ઞતા આવી જાય છે.

ભગવાન તમને મુશ્કેલીઓમાંથી બહાર આવવા માટે તાકાત અને હિંમત આપે છે.

તે તમને તમારી કહેવાતી સમસ્યાઓને ઓગળી નાંખવા માટે ડહાપણ આપે છે.

તે તમને તમે જ તૈયાર કરેલા જ્ઞાનના અમૂલ્ય સ્ત્રોતો આપે છે, તમારા માટે સમૃધ્ધિ લાવે છે.

તે તમને એવી તકો આપે છે જેમાં તમે પ્રેમની નવી ભૂમિ શોધી શકો અને તમારી સંભાળ રાખી શકો.

તે તમને તમારા માટે જરૂરી હોય એવી બધી જ ચીજો આપે છે જેથી તમે સમજી શકો કે તમારી પાસે જે છે એટલું જ તમારા માટે જરૂરી છે.

તે તમને પુષ્પ બનવા માટે અને સુગંધ સાથે ખીલવા માટે જેટલું જરૂરી હોય છે તે બધું જ આપે છે.

આપણી સાથે પાયાની સમસ્યા એ છે કે, આપણે બધાં એ માનવા તૈયાર છીએ કે આપણે જે માંગીએ તે આપવાની ભગવાનમાં શક્તિ છે. પરંતુ આપણે એ ભૂલી જઈએ છીએ કે તેની પાસે એટલી બુદ્ધિ અથવા જ્ઞાન પણ છે કે તે આપણા માટે શું સારું છે અને શું ખરાબ છે તે નક્કી કરી શકે છે ! બસ આપણે માનીએ છીએ કે ભગવાન પાસે ફકત શક્તિ છે અને આપણે માંગ, માંગ કરીએ છીએ.

આપણને હંમેશા એવું જ લાગે છે કે આપણા માટે શું શ્રેષ્ઠ છે તે આપણે જાણીએ છીએ અને તેને માટે ભગવાનની શક્તિનો ‘ઉપયોગ’ કરવાની ઇચ્છા રાખીએ છીએ ! આપણે તેને સ્પષ્ટ કહીએ છીએ. આપણને જે જોઈએ છે તે ‘મેળવવા’ માટે આપણે આપણી બુદ્ધિ અને ભગવાનની શક્તિનો ‘ઉપયોગ’ કરવાની ઇચ્છા રાખીએ છીએ ! આપણે તેને સ્પષ્ટ કહીએ છીએ : મારે આ જોઈએ છે, બાબત ગમે તે હોય, પરંતુ મહેરબાની કરીને મારા માટે તારી શક્તિથી કરી દે ! આપણે આપણી બધી ઇચ્છાઓ, આપણી પસંદગી પ્રમાણે ટોપલીઓમાં ભરીને ભગવાનને પ્રાર્થના સ્વરૂપે મોકલીએ છીએ !

આપણો આ અભિગમ જ આપણને ગુંચવાણોમાં નાંખી દે છે. તમારે સમજવું જોઈએ કે ભગવાન પાસે માત્ર શક્તિ જ નથી પરંતુ જ્ઞાન પણ છે, જેનાથી તમારા માટે શું સારું છે તેનો નિર્ણય તે લઈ શકે. તમે જ્યારે આટલું સમજી લો છો, ત્યારે તમે માંગવાનું છોડી દો છો.

તમે એવું વિચારો છો કે, આખી દુનિયા તમારી બુદ્ધિના કારણે ચાલી રહી છે. ખૂબજ સ્પષ્ટતાથી સમજી લો તમારામાંબુદ્ધિ નથી એટલે જ આખી દુનિયા ચાલી રહી છે.

તમે વેપારના ખ્યાલોથી ખૂબજ ટેવાઈ ગયેલાં છો, માટે તમારા માટે એ સમજવું ખૂબ જ મુશ્કેલ બની જાય છે કે, કોઈક એવું છે જેની સાથે તમારી લોહીની સગાઈ પણ નથી, એ તમારી બિનશરતી સંભાળ રાખી શકે છે, બદલામાં કાંઈપણ મેળવવાની અપેક્ષા વગર જ. તમને સાચવી શકે છે. તમારા માટે આ વાત માનવી અતિશય મુશ્કેલ છે !

હું તમને કહું છું : અસ્તિત્વ, બીજું કોઈપણના રાખી શકે એટલી તમારી સંભાળ રાખે છે. આ સત્યને હું તમને કહુ છું, પરંતુ તેનું તમારી અંદરથી ભાન થવું, તેને તમારો પોતાનો અનુભવ બનાવવો, તે તમારી ઉપર જ આધાર રાખે છે. ફકત પછી જ, તે તમારું તાજું જ્ઞાન બની શકે છે.

હું લોકોને હંમેશા કહું છું, “હું તમને આધ્યાત્મિકતા શીખવી શકું નહીં, પરંતુ તમે તે શીખી શકો !” હું તમને મહાન સત્યો કહી શકું, જેથી તમે કમ સે કમ એટલું તો જાણી શકો કે તમે શું જાણતા નથી. પરંતુ તમારી સમજણમાં તેને સત્ય બનાવવું તે તમારા ઉપર છે. હું તમને, તમારે જેટલા વખત સાંભળવું હોય તે દરકે વખતે સત્ય કહેવા તૈયાર છું.

એક નાની વાર્તા :

એક વખત જ્યારે શંકર-પરિવ્રાજકા યાત્રા - પગપાળા પવિત્રધામોની યાત્રા પર, તેમના શિષ્યો સાથે નીકળ્યા હતા ત્યારે એક જગ્યાએ તેમને અતિશય તરસ લાગી.

તેમણે ચારે બાજુ તપાસ કરી પરંતુ તેમની તરસ છીપાવે તેવું કશું મળ્યું નહીં.

ત્યાં ફકત એક તાડનાં ઝાડનો બગીચો હતો. જેમાંથી લોકો તાર્ડી બનાવતા હતા.

શંકરા તાડના બગીચાના ઝુંડમાં પ્રવેશ્યા અને ત્યાં કામ કરતાં લોકોને તરસ છીપાવવા માટે કશુંક આપવાની માંગણી કરી.

તેમણે કહ્યું કે અમારી પાસે તાડી સિવાય કશું જ નથી.

શંકરા એ તાડી માગી લીધી અને પી ગયા.

શિષ્યોએ તેમને તાડી પીતાં જોયા. તરત જ તેમણે પણ તાડી માગી અને પી લીધી !

તાડીની શંકરા ઉપર કોઈ જાતની અસર ના થઈ કારણ કે તે તો એન્લાઈટેન્ડ માણસ હતા. તેમનામાં અસીમ સભાનતા હતી !

તે તો સ્થિરતાથી ચાલવા લાગ્યા પરંતુ તેમનાં શિષ્યો તેમની પાછળ લથડીયાં ખાતાં ખાતાં ચાલતા હતા !

થોડા સમય પછી તેઓ ફરી ચાલી રહ્યા હતાં પરંતુ આ વખતે રણ વિસ્તારમાં ચાલી રહ્યા હતાં.

તે લોકોને તરસ લાગી અને આ વખતે તેમને ફક્ત લુહારની કોઢ દેખાઈ.

અન્ય કશું જ પ્રાપ્ય ન હતું. ઉપસ્થિત કાર્યકરને શંકરાએ પૂછ્યું કે અહીં પીવા લાયક કંઈક છે ? કામ કરનારે કહ્યું કે અહીં કંઈ પીવા જેવું કશું નથી. પરંતુ શંકરાએ પીગળેલું પોલાદ જોયું, પ્રવાહી લોખંડ જોઈને કામ કરનાર પાસેથી તે માંગીને પી ગયા. પ્રવાહી પી લીધા પછી તેઓ પોતાના અનુયાયીઓ તરફ ફરીને તેમને (તે પીણું) ધરવા લાગ્યા. શિષ્યો તો કેવળ સ્તબ્ધ બની ગયા.

શંકરા તેમને સમજાવવા માંગતા હતા કે તેમણે એમના કહ્યા મુજબ કરવું જોઈએ, નહીં કે તેમના કર્યા મુજબ તાડીના નશાની એમના ઉપર કોઈ અસરના થઈ કેમકે તેઓ અસીમ ચૈતન્યમાં સ્થાયી હતા. તમને અનુભૂતિ ન થઈ હોય તો તમે નહીં જાણો. તેથી તમે બહારથી જોઈને એની નકલ કરી શકો નહીં. તમારા પ્રત્યેકની ભીતરમાંથી એ થવું જોઈએ. એ પછી જ તમે જાણશો.

સત્યને કેટલી નિષ્ઠાથી અને કેવા સંબંધથી તમે અનુભવવા માંગો છો એ તમારો પોતાનો નિર્ણય છે. એ માત્ર તમારો પોતાનો નિર્ણય છે. હું માત્ર એને જ મદદ કરી શકું, જે સ્વયંને મદદ કરે છે. જો તમે તમારો હાથ મારા હાથ સુધી લંબાવવા ઇચ્છતા હો તો જ હું તમને ઉપર ઉઠાવવા માટે મારો હાથ આપી શકું. જો તમે સાચેસાચ ઉપર ઉઠવા માંગતા હો તો ઓછામાં ઓછું તમે તમારો હાથ મારા તરફ ધરશો. નહીંતર, તમે જ્યાં છો ત્યાં રહેવાની તમારી સ્વતંત્રતા હું મંજૂર રાખીશ. બસ આટલું જ. એથી તેઓ કહે છે, “તમને બંધનગ્રસ્ત રહેવાની આઝાદી ઈશ્વર આપે છે.”

આપણામાંનાં મોટા ભાગના વિચારે છે કે આપણને જે રીતે મળવી જોઈએ એ રીતે ઈશ્વર મદદ કરતો નથી. હું કહું છું કે તમારા કરતાં ભગવાન તમને વધુ સારી રીતે જાણે છે. આ સત્ય છે. તમારે એ સમજવું જોઈએ. પ્રયત્ન કરીને શંકાને ફગાવી દો અને શ્રધ્ધા કેળવોએ પૂરતું છે. એ પછીની કાળજી આપોઆપ લેવાશે.

એક નાની વાર્તા :

માછલીઘરમાં બે સોનેરી માછલી હતી. એકે બીજીને પૂછ્યું; “તું પ્રભુનાં અસ્તિત્વમાં માને છે ?” બીજીએ પ્રત્યુત્તર આપ્યો; “અન્ય બીજું કોણ આમ રોજેરોજ આપણું પાણી બદલતું હોય એમ તું માને છે ?

જો તમે માનતા હો કે અસ્તિત્વ તમારી બધી જરૂરિયાતોની દરકાર કરે છે તો તમે કોઈપણ પ્રકારની ચિંતાથી મુક્ત

બની જશો. પરંતુ યાદ રાખજો. મેં કહ્યું છે તેમ, તમારી ઇચ્છાઓ કરતાં તમારી જરૂરીયાત અલગ બાબત છે. તમારી જરૂરીયાત અલ્પ છે પરંતુ ઇચ્છાઓ ઘણી બધી. તમારી જરૂરિયાતો અસ્તિત્વ મારફત આપોઆપ સંતોષાય જાય છે. જ્યારે તમારી ઇચ્છાઓ વધે છે, તમે અસ્તિત્વમાંથી શ્રધ્ધા ગુમાવી દો છો. કેમકે તેના દ્વારા તમારી ઇચ્છાપૂર્તિ થયેલી તમને લાગતી નથી.

તમે જુઓ. સાધારણ માન્યતાએ માત્ર માન્યતા છે જ્યારે સામે છેડે શ્રધ્ધા એવી માન્યતા છે જે શક્તિ સાથે સંયોજાઈને અમલમાં મૂકાય છે. તમે માન્યતાથી શરૂ કરી શકો. પણ તમારે અંત તો શ્રધ્ધામાં જ કરવો પડે. માન્યતાથી શંકા ઉદભવશે પણ શ્રધ્ધાથી શંકા નહીં રહે કારણ કે તમે એને અનુભવી હશે. તમે જ્યારે અહોભાવની લાગણી જાતે અનુભવશો ત્યાર પછી તમારે માટે વધુને વધુ ઐશ્વર્યને આકર્ષી શકશો. મારા સ્વાનુભવથી આ વાતની હું ઘોષણા કરું છું.

એક નાની વાર્તા :

એકવાર એક છોકરો રાજાના મહેલની મુલાકાતે ગયો. એણે મહેલમાં એક રાત રહેવા માટે એને મંજૂરી મળે એવી વિનંતી કરી. રાજાએ મંજૂરી આપી અને છોકરો ત્યાં રહ્યો. બીજી સવારે છોકરાએ રાજા પાસે જઈને એને અપાયેલા આવાસમાં રહેલી ખામીઓની અગણિત ફરિયાદો કરી. આવી વ્યક્તિને એક દિવસ પણ રહેવા દેવી વધુ પડતું છે એમ કહી રાજાએ છોકરાને ત્યાંથી દૂર હટાવવા હુકમ કર્યો. છોકરાને ખૂબ ખરાબ લાગ્યું અને તેણે સુફી સંત પાસે જઈને બનાવનું વર્ણન કર્યું. સંતે કંઈ જ ન કહ્યું, માત્ર છોકરાને પોતાનો શિષ્ય બનવા કહ્યું. થોડા મહિના પછી સંતે છોકરાને જણાવ્યું કે તેઓ રાજાની મુલાકાતે જવાના છે તો છોકરાએ પણ તેમની સાથે આવવું. તેઓ ત્યાં ગયા અને થોડા દિવસ મહેલમાં રહેવાની પરવાનગી માંગી. રાજા સંમત થયા.

બીજે દિવસે સવારે રાજાએ સંતને અપાયેલી સવલતો આરામદાયક હતી કે નહીં તે પૂછ્યું. સાધુએ પોતાને માટે કરેલી સગવડ માટે રાજાનો અંતઃકરણથી કૃતજ્ઞભાવ વ્યક્ત કર્યો. આથી રાજા ખૂબ ખુશ થયા અને તરત જ સંતને અપાતી સગવડ પ્રત્યે વધુ ધ્યાન આપવા એમના માણસોને હુકમ કર્યો.

સંતે છોકરાને કહ્યું; “હવે તું જુએ છે ને ? આ જીવનનું રહસ્ય છે. અહોભાવની અનુભૂતિ કરો અને તમારા પર તે જ ભરપૂર વરસશે.”

આવું ત્યારે જ બને જ્યારે તમે તમને જે કંઈપણ મળેલ છે તેમાંથી ખામીઓ શોધવાને બદલે ઈશ્વરનો આભાર માનો છો. આભાર દાખવીને તમે સકારાત્મક ઉર્જા તરંગોને વહેતા મૂકો છો. જે આપોઆપ તમારી ધારણાથી પણ વધુ પરત લાવે છે.

એનો અર્થ એ નથી કે તમારે તમારા મુખેથી લોકોની પ્રશંસા કરવી અને વધુ મેળવવા લુચ્ચાઈથી તેમને છેતરવા. એમ નહીં, પરંતુ બાહ્ય જગતની ચીજો પ્રતિ બેપરવા રહીને જ્યારે તમે અહર્નિશ કૃતજ્ઞ ભાવની સ્થિતિમાં હો છો, ત્યારે તે અહોભાવ તમારામાંથી પ્રસારીત થયા કરશે. અને ત્યારે બધી જ બાબતો આપોઆપ તમારા માટે બન્યા કરશે.

લોકો મને પૂછે છે, “સ્વામીજી, આપણી આસપાસ ઘણી બધી યાતનાઓ છે એવું કેમ ?” હું તેમને કહું છું, આ બધું અર્થહીન છે. સૌ પ્રથમ તો તમે માની લીધું છે એટલું બધું દુઃખ છે જ નહીં. યાતના છે. પરંતુ તમારા માનસે એને વિસ્તૃત કરી મૂકી છે. તમે જો યોગ્ય ગણત્રી માંડો તો તમે સમજશો કે આ બધામાં તમારું દિમાગ કેવી રમત રમે છે. આમ આ બધી બાબતોને વધારીને કહેવાની સહજ સામાજિક વાત બની ગઈ છે. બીજું કે પીડા છે કેમકે શ્રધ્ધા અલોપ થઈ ગઈ છે. બસ આટલું જ. અભાનપણે ખોટા રસ્તે દોરવાઈને આપણે લોલુપ બની ગયા છીએ.

જુઓ - સમજો - ઈશ્વર સૃષ્ટિમાં ઘટતી ઘટનાઓનો દોરી સંચાર કરે છે. બધી જ ઘટનાઓનું સમયબધ્ધ સંચાલન

થાય છે. એથી અત્યારે અસ્તવ્યસ્ત લાગતી ઘટનામાં, તમે જેમ જેમ વધુ જાગૃત થતા જાવ છો તેમ તેમ તેમાં આશ્ચર્યજનક ક્રમબધ્ધતાની અનુભૂતિ કરી શકો છો. આપણે એથી સભાન થવું જોઈએ અને એ અનુસાર આપણે ભાગ ભજવવો જોઈએ એ પછી જીવન સંગીતની જેમ વહેતું રહેશે.

નાનકડા બનાવોથી માંડી મોટા પાયે બનતી ઘટનાઓ બાબતે જ્યારે તમે એમાં રહેલી વિલક્ષણતાઓ પ્રત્યે સંવેદનશીલ બનો છો ત્યારે તમે સમજવા લાગશો કે સમગ્ર પ્રક્રિયામાં તમને માત્ર સાધનરૂપ બનાવીને કેવી રીતે બાબતો ફરીથી ક્રમબધ્ધ ગોઠવાઈને ઘટનાઓ બન્યાં કરે છે.

યોગાનુયોગની શક્તિ એના પૂર્ણ પ્રભાવથી આપમેળે તમારી સમક્ષ પ્રગટ થવા લાગે છે. તમે જાગૃત બની જશો કે અતિસુક્ષ્મ વૈશ્વિક વાદ્યમંડળીનો તમે એક હિસ્સો છો, જેણે સંગીત લહેરીમાં વિહરીને એની મઝા માણવાની છે. તકલીફ ત્યારે જ શરૂ થાય છે જ્યારે તમે પ્રવાહની સામે બાથ ભીડી એની વિરૂધ્ધ જવાની કોશીશ કરો છો.

એક નાની વાર્તા :

એક દિવસ લોકોએ દોડતાં આવીને એક માણસને કહ્યું કે તમારી પત્ની નદીમાં પડી ગઈ છે અને તણાઈ રહી છે. એ માણસ તરત જ નદી તરફ દોડ્યો કપડાં કાઢીને પાણીમાં કૂદી પડ્યો અને ઉપરવાસ તરફ તરવા લાગ્યો.

લોકો ચીસો પાડીને કહેવા લાગ્યા; “તમે ઉપરવાસ તરફ કેમ તરો છો ? દેખીતું છે કે તે પ્રવાહની દિશામાં જ ડૂબી ગઈ હશે.”

પેલા માણસે બૂમ પાડીને કહ્યું; “હું મારી પત્નીને બરાબર જાણું છું. નદીમાં પણ એ સામા પ્રવાહે જ ગઈ હશે. પ્રવાહની સાથે નહીં !”

(ખડખડાટ હાસ્ય)

આપણે જ્યારે સામા પ્રવાહે જઈએ છીએ ત્યારે તકલીફ શરૂ થાય છે. કારણ કે એનો મતલબ એ થાય છે કે આપણે ઈશ્વર અને આપણી વચ્ચે આપણા અહમને દખલગીરી કરવા દઈએ છીએ. બીજી બાજુ જો આપણે ઈશ્વરીય પ્રવાહ સમજીએ અને એની સાથે જઈએ તો આપણે એટલા સહજ બનીએ છીએ કે આપણા માર્ગમાં આવતી પ્રત્યેક ચીજને સહજભાવે સ્વીકારી શકીએ છીએ અને અહોભાવથી વિસ્તરતા રહીએ છીએ.

જ્યારે તમે સ્વાભાવિક હો છો ત્યારે એનો અર્થ એ છે કે તમે કોઈપણ જવાબદારી લેવા માટે તૈયાર છો. હું હંમેશા લોકોને કહું છું; ફરજ એટલે સહજભાવે સ્વીકારવાનું સામર્થ્ય. માસ્ટરો આખા જગતની જવાબદારી લઈ લે છે. કેવી રીતે ? કેમકે તેઓ સહજ છે અને ઈશ્વરીય પ્રવાહ સાથે સતત ગતિ કર્યા કરે છે. તેઓ જાણે છે કે જો તેઓ માત્ર ઈશ્વર સાથે સાતત્ય જાળવશે તો ઈશ્વર કુદરતી રીતે જ બધી બાબતોને બનવા દેશે.

આપણા આશ્રમમાં રહેતા આશ્રમ વાસીઓને જો તમે પૂછશો તો મારી સાથેનાં અનુભવોની વાતો તમને કહેશે. એમને માટે અગાઉથી કોઈ વાતની જાણ થવી કે મારી સાથે ડગ માંડવા મુશ્કેલ બની જાય છે, કેમકે હું સતત અસ્તિત્વના પ્રવાહમાં વહેતો રહું છું. તદુપરાંત, કાર્યશીલ બનવા માટેની દોરવણીનો પૂરતો સમય જરૂરી હોવાનાં એમના વિચારોને ફગાવી દેતાં, તેઓ પ્રથમ શીખે છે. તે પછી ધીરેધીરે ગમે ત્યારે ગમે તે વસ્તુ માટે તૈયાર રહેતા તેઓ શીખી જાય છે ! આશ્રમમાં આમ બન્યા કરે છે. ક્ષણેક્ષણની પ્રેરણાથી દરેક બાબતો બન્યા કરે છે.

આશ્રમમાં થતી ક્રમબધ્ધ વ્યવસ્થાને જોઈને બહારના લોકો દંગ થઈ જાય છે. પછી એ પૂજા હોય કે સમારંભ, હું તેમને થોડા કલાકો અગાઉ કહી દઉં છું અને વ્યવસ્થા થઈ જશે. હું તેમને થોડા સમય પહેલા કહું છું કારણ કે હું કોઈ ચોક્કસ યોજના કે બંધનો વિના સતત વિહર્યા કરું છું.

જો આપણે અસ્તિત્વના પ્રવાહ સાથે વહેતા શીખી જઈએ તો આપણે ચિંતામુક્ત બની જીવી શકીએ. પરંતુ કોણ જાણે કેમ કુદરત સાથે ઝૂઝવાની કળા આપણે હસ્તગત કરી લીધી છે. પછી આપણે પીડા વહોરીએ છીએ. ઈશ્વરીય પ્રવાહ સાથે તમે સાતત્ય કેળવો પછી તમે જોશો કે પ્રતિક્ષણ તમારી સંભાળ લેવામાં આવે છે અને જે ક્ષણે જરૂરી હોય તે તમને આપવામાં આવે છે

તમે જ્યારે અસ્તિત્વ સાથે સંવાદિતા કેળવો છો ત્યારે તમે ઈશ્વરીય તેજ અને ઉર્જા પામો છો. તમારા માટે બનતી બાબતમાં જેમ ઝીગસો પઝલમાં બને છે તેમ વસ્તુ આપમેળે ફરીથી વ્યવસ્થિત બનીને યથાસ્થાને ગોઠવાઈ જતી જોવા તમે સમર્થ બની જશો. તમે જ્યાં જશો ત્યાં લોકો તમારું ઉત્સાહ અને ઉમકળાભેર સ્વાગત કરતા જોઈ શકશો.

લોકો તમારા તરફ અલગ દૃષ્ટિકોણથી જોવા લાગશે. તેઓ તમારા પ્રત્યે અવર્ણનીય ખેંચાણ અનુભવશે. તમારું જીવન અદૃશ્ય સંગીતકાર દ્વારા રચાયેલા ગીત જેવું બની જશે જેના પર તમે માત્ર નિત્ય કર્મ કરો છો. જીવન કેવળ સંગીત અને નૃત્ય બની જાય છે. જિંદગી ઉજવણી બની જાય છે.

પરંતુ ઉજવણીને બદલે આપણે આખો વખત કંઈક વિશેષ, કોઈક ચમત્કારની શોધ કર્યા કરીએ છીએ. આપણે હરદમ ચમત્કારો બનવાની રાહ જોયા કરીએ છીએ. અને આપણને લાગે છે કે આવું બનતું નથી.

હું તમને કહું છું ચમત્કારો કરી શકાતાં નથી, તેઓ સતત આપણી આસપાસ થયા કરે છે. તમારામાં રહેલી એને ઓળખવાની તમારી ક્ષમતા મુજબ તેને ચમત્કૃતિ બનાવી શકાય છે. ઈશ્વરીય સંવાદ સાધવા માટે અહોભાવનો ઉપયોગ કરો અને જુઓ કે કેવો ચમત્કાર સર્જાય છે ! અહોભાવ તમને ચમત્કાર સાધી આપશે. કાં તો તમે એની મજા માણો અથવા એને ગુમાવી દો. પસંદગી તમારી છે.

જ્યારે તમે એમને ગુમાવી દો છો. ત્યારે તમે અસંતુષ્ટ રહ્યા કરો છો. બારણાં ખુલ્લા છે પણ તમે સતત એના પર ટકોરા માર્યા કરો છો. હું કહું છું કે તમને જોઈતું બધું જ ત્યાં છે જ. માત્ર તમારે એને આવકારવાની જરૂર છે. પણ તમે માનવા તૈયાર નથી તમારી આજુબાજુ બનતા ચમત્કારોને તમે જોતા નથી, એને બદલે તમે એની શોધમાં બીજે નીકળી પડો છો.

સમજો - દારૂમાં પરીવર્તિત પાણી એ ચમત્કાર નથી. ઈશ્વરમાં રૂપાંતરીત માનવી એ સાચી ચમત્કૃતિ છે. કદાચ મહાન જાદુગર પી.સી. સરકાર પ્રથમ બાબત કરી શકશે. પછીની વાત ઊંડી સમજણ માંગી લે છે.

એક નાની વાર્તા :

શ્રી રામકૃષ્ણ દ્વારા વારંવાર કહેવાતી એક નાની વાર્તા :

બે ભાઈઓ સાથે રહેતા હતાં. મોટાભાઈએ વેપાર કરવાનું નક્કી કર્યું. જ્યારે નાનાભાઈ સાધુ થવા નીકળી પડ્યો. થોડાં વર્ષો પછી તેઓ એકબીજાને મળ્યા. તેઓએ વીતેલા થોડાં વર્ષો દરમ્યાનમાં મેળવેલી સિધ્ધિઓ અંગે પરસ્પર પૃચ્છા કરી. મોટાભાઈએ બાહ્ય જગતમાંથી મેળવેલી ભૌતિક ઉપલબ્ધિઓની યાદી જણાવી. એણે પોતાના ધંધા વિશે અને પોતે કેટલી બધી સંપત્તિ એકઠી કરી છે એની વિસ્તૃત વાત કરી. પછી એણે નાના ભાઈને એની સિધ્ધિઓ અંગે પૂછ્યું.

નાનોભાઈ એને નદીએ લઈ ગયો અને બિલકુલ ખચકાયા વિના પીંણી પર પગે ચાલીને નદી પાર કરી દીધી અને ગર્વભેર જાહેર કર્યું; “મેં જે મેળવ્યું તે આ” મોટાભાઈએ હોડી ભાડે કરી નૌકા વિહારથી નદી પાર કરી અને કહ્યું; “શું ? જે મેળવવા માટે બે જ પૈસા ખર્ચાય તે મેળવવામાં તે આટલા બધાં વર્ષો વેડફી નાખ્યાઁ ?”

લોકો વિચારે છે કે બાહ્ય જગતમાં જો તેઓ ચમત્કારો કરી શકે છે તો તેઓ આધ્યાત્મિક અને શક્તિશાળી બની ગયા છે. નહીં ! સમજો - આધ્યાત્મિકતા એ બાહ્ય જગતમાં ચમત્કારોનો ખેલ નથી. એ તો આંતર વિશ્વનો ખેલ છે. તમારા વ્યક્તિત્વનું રૂપાંતરણ કરવાનો એ છે મહાન ચમત્કાર - વ્યક્તિ પરિવર્તન એ મહાન ચમત્કૃતિ છે.

લોકો ફરી ફરીને ઘણીવાર મને ચમત્કાર કરવા માટે વિનવે છે હું તેમને કહું છું કે કહેવાતા ચમત્કારો મારી ભૂમિકાને સમજવાનો માપદંડ ન બની શકે. પરંતુ તેઓ સાંભળવા માગતા નથી. પછી તેમને સમજાવવા માટે સ્થૂળ એવી સાદી રીતથી હું એકાદ-બે બાબતો કરું એટલે લોકો આવા ચમત્કારોને જોવા માટે આવવાનાં શરૂ થઈ જાય છે. જાણે કે જાદુનો ખેલ હોય ! નહીં કે પરિવર્તનની પ્રક્રિયા. મારી ફિકર આ જ છે.

એક દિવસ, કેટલાક અનુયાયીઓની સતત આગ્રહભરી વિનંતીથી મેં અંતરીક્ષમાંથી લક્ષ્મીની મૂર્તિ કાઢીને તેમને આપી. મેં તેમને સમજાવ્યું કે તે કોઈ ચમત્કાર નથી ફક્ત કારણ આટલું જ છે કે તમે જે જુઓ છો તેના કારણ અને અસર વચ્ચેનાં સેતુ અંગે તમે જાણતા નથી એથી તમને એ ચમત્કાર લાગે છે.

ખરેખર, દૂર સંચારથી જેમ વસ્તુ લાવવામાં આવે છે એવું છે જેમ કે તમારા અવાજનાં તરંગો ટેલિફોન વિદ્યુત સંજ્ઞામાં ફેરવાઈને કોઈ માધ્યમમાં પરીવર્તન પામી ફરીથી અવાજ બીજા છેડે સંભળાય એ રીતે હું સ્થૂળ વસ્તુનું ઉર્જા શક્તિમાં રૂપાંતરણ કરી અવકાશમાં વહાવી દઉં અને ફરીથી એને સ્થૂળ રૂપે પાછી મેળવું છું. બસ આટલું જ. આમાં કોઈ ચમત્કાર નથી.

માટે ચમત્કારો શોધવાનું બંધ કરો. પ્રભુ પ્રત્યે સ્નેહ અને કૃતજ્ઞતાની લાગણી સાથે જીવો અને તમે જોશો કે આપોઆપ સાચા ચમત્કારો તમારી સાથે થવા લાગશે. તમારું પરિવર્તન એ જ મહાન ચમત્કાર છે. જે ગુરુ થકી થઈ શકે છે. અને યાદ રાખજો તમારે ગુરુ પાસેથી ચમત્કારોની અપેક્ષા રાખવાની નથી; તમારે જરૂર છે તો માત્ર સમજણની.

જેમ જેમ તમારી બુદ્ધિ વિકાસ પામે છે તેમ તેમ તમે તમારી રોજિંદી પ્રવૃત્તિઓ અનાયાસે સંભાળી લેશો અને તમે શાંતિ અનુભવશો. અત્યારે માની લઈએ કે તમે મેનેજર છો. તમારે ઘણાં કર્તવ્યો છે, ખરું કે ? તમે લોકોને કામે રાખો, તેમના કાર્યની ગુણવત્તા જુઓ, તેમનું વેતન નક્કી કરો વગેરે. આ બધું તમે તાણ અનુભવ્યા વિના કરી શકો? સમજદારી વડે તમે તાણ વિના જ આ કરી શકશો.

તમે શાંતિ અનુભવશો. યાદ રાખો કે જરૂર છે સમજની, સત્તાની નહીં.

તમે જ્યારે સમજો અને અનુભવો કે અસ્તિત્વ તમારી સંભાળ લે છે, તમે બદલાશો અને આ બધી ભ્રમણાઓથી મુક્ત એવી વ્યક્તિ બનવા તરફ તમારી ગતિ હશે. આપણે હંમેશા જ્યોતિષીઓ, ભવિષ્યવેત્તાઓ, ગ્રહો અને સિતારાઓ પર ભરોસો મૂકીએ છીએ, પરંતુ વિશ્વનો જીવન સ્ત્રોત એવા અસ્તિત્વ પર વિશ્વાસ કરતા નથી.

ભારતમાં પોપટને પોતાના ભાવિ વિશે પૂછવાની એક રોમાંચક પ્રથા છે. રસ્તાની બાજુપર ફૂટપાથ પર પાંજરામાં પોપટને પૂરીને એનો માલિક બાજુમાં બેઠો હોય છે. રસ્તેથી પસાર થતા લોકો ત્યાં અટકીને પોપટના માલિકને થોડા પૈસા આપીને નિષ્ઠાપૂર્વક પોતાનું ભવિષ્ય જાણવા માગશે. માલિક પાંજરું ખોલશે અને પોપટ બહાર આવશે અને માલિક તેના કાગળોની થપ્પીમાંથી એક કાગળ ઉપાડવાનો હુકમ કરશે. પોપટ પાંજરાની બહાર આવશે, ચાંચથી કાગળ ઉપાડશે અને માલિકની સામે ધરી દેશે. માલિક કાગળ પરનું લખાણ વાંચી સંભળાવશે. આ છે માણસના ભવિષ્યની આગાહી ! છ ઇન્દ્રિયોનું જ્ઞાન ધરાવનાર માનવી ચાર ઈન્દ્રિયોવાળા પોપટ પાસે પોતાનું ભવિષ્ય જાણવા માંગે છે ! એ કેવી રીતે બને ? હું કહું છું કે આવી મુર્ખામી છોડીને લયબધ્ધ થાવ. કૃતજ્ઞભાવરૂપી મધ્યવર્તી સૂરને પકડીને અસ્તિત્વ સાથે લય સાધો.

તમે જ્યારે ગુરુજનોને નિહાળશો ત્યારે તેઓ કેટલા સૌમ્ય, મોહક અને દૈવી દેખાય છે ! કારણ એજ કે તેઓ અસ્તિત્વના તાલે તાલ મિલાવે છે. પરંતુ તમે તેમની સ્થિતિ સમજી શકતાં નથી, તમે માત્ર તેમના સ્થાનને જ જુઓ છો. જ્યારે તમે તેમની ભૂમિકાને સમજો ત્યારે તમે સમજશો છો કે તેઓ ઈશ્વરમાં એકાકાર બની ગયા છો અને તેથી તેઓ બધો સમય સદાય ખુશહાલ જણાય છે. આ સ્થિતિને તમારે પામવા માટે કોશિશ કરવાની છે.

એના બદલે તમે શું કરો છો ?” ઓહો ! એ તો ગુરુ છે. હંમેશા ખુશમિજજમાં હોય છે. એમને મારી પીડાની શી ખબર હોય ? હું અહીંયા મારા રોટલા રળવા માટે સંઘર્ષ કર્યા કરૂં છું અને તેઓ તો આખો વખત અહોભાવ દાખવવાની વાતો કરે છે.”

હું કહું છું; તમે ગુરુના ચરણમાં પડેલી માત્ર ગુલાબની પાંદડીઓ જુઓ છો; તમે માત્ર એમનું સ્થાન જુઓ છો અને વિચારો છો કે તમારી રોજેરોજની વાતો તેઓ જાણતા નથી. યાદ રાખજો. એમણે મેળવેલું સન્માન એમની સ્થિતિને કારણે છે, નહીં કે સ્થાનને કારણે. આ સ્થિતિનું નિર્માણ થતાં પૂર્વે એમને જે વિટંબણાઓથી પસાર થવું પડ્યું હશે એનો ખ્યાલ તમને હોતો નથી.

તમે આજીવિકા માટે કરાતા સંઘર્ષની વાત કરો છો. હું મારો અનુભવ કહું છું, મારા પરિભ્રમણના ઘણાં બધા દિવસો મેં અન્ન વિના ચલાવ્યું છે. અલબત્ત, તે સમયે મેં એને ઈશ્વર તરફથી મળેલી અવકૃપા ગણી ન હતી. સત્યની શોધમાં હું એટલા જુસ્સાથી નીકળ્યો હતો કે મારે માટે બધું જ યોગ સમ હતું જેમાં અન્નથી વંચિત રહેવાની પરીસ્થિતિનો સમાવેશ થાય છે.

તમે જાણો છો કે થોડાક સખાવતી ગૃહોને બાદ કરતાં અને ઉત્તર ભારત કે જ્યાં સન્યાસીઓને ખૂબ આદર અપાય છે, તે સિવાય લોકો હંમેશા સન્યાસીઓની અવગણના કરે છે. સન્યાસીઓને શંકાની દૃષ્ટિથી જોવામાં આવે છે. તેમને લાગે છે કે તેઓ તમારી મિલકત ચોરવા આવ્યા છે. હું કહું છું તેમનો અનાદર ન કરો. તેમને એક વાડકી ભાત કેમ આપતા નથી ? તેમને માટે તે પૂરતું છે. લોકોને કંઈક આપવાનો વારો આવે ત્યારે ક્યારેય કંજૂસ ન બનશો. જો તમે ધનવાન બનવા આતુર ન હો તો જે માણસ પોતાની સંપત્તિમાંથી થોડોક હિસ્સો અન્યને આપે છે તે જ ધનવાન છે અને જે પોતાની બધી સંપત્તિ છોડીને મૃત્યુ પામે છે. તે મહા ધનવાન બનશે.

ગમે તેમ પણ હું મારા સ્વાનુભવથી તમને કહું છું તે સમજો. ઘેરા વિષાદ અને સંઘર્ષ વચ્ચે પણ ગહન આસ્થા અને અહોભાવથી કાર્યરત રહીને તમારી આંતરીક સૂઝથી એમાંથી માર્ગ કાઢશો તો તમે જોશો કે માત્ર કૃતજ્ઞભાવ અને વિવેકના જોરે તમે સફળતાથી તેમાંથી બહાર નીકળી જશો.

તમે જો કંઈક કિંમતી ચીજ ગુમાવી બેસો તો પણ આભારી બનજો કારણ કે અલ્પ સમય માટે પણ તમને એનાથી ખુશી પ્રાપ્ત થઈ હતી. બસ આટલું જ. તમે જ્યારે પૂર્ણપણે કૃતજ્ઞ બનો છો ત્યારે કંઈપણ ગુમાવ્યાનો વસવસો નહીં કરો. જ્યાં સુધી એ તમારી પાસે હોય ત્યાં સુધી એનો આનંદ માણશો અને એના ગયા પછી પણ આભારવશ થયાની લાગણી અનુભવ્યા કરશો.

એક નાની વાર્તા :

એક રાજા છૂપાવેશે રાત્રે પોતાના રાજ્યની નગરચર્ચા જોવા નીકળતો. જ્યારે આખું શહેર નિદ્રાહીન હોય ત્યારે રોજ રાત્રે એક સાધુને વૃક્ષ નીચે આનંદપૂર્ણ સ્થિતિમાં બેઠેલા જોતો અને સાધુ માટે ઊંડો આદર ઉદ્ભવતાં તેણે એક રાત્રે સાધુને પોતના મહાલયમાં રહેવા વિનંતી કરી.

સાધુએ કહ્યું; “બરાબર, હું આજે જ આવીશ. આવતીકાલ ક્યારેય નિશ્ચિત હોતી નથી.”

આમંત્રણનો આમ એકદમ સ્વીકાર થઈ જતાં રાજા મનમાં થોડાક ખચકાયો, છતાં એમને મહેલમાં લઈ ગયો. મહેલમાં એણે સાધુને ઉત્તમ આવાસ અને ભોજન આપ્યા.

મહાત્માએ બધી જ વસ્તુઓનો ઉત્કૃષ્ટ આસ્વાદ માણ્યો. રાજા નિરીક્ષણ કરતો હતો કે એમણે બધી ભૌતિક સવલતોને માણી. એના માન્યામાં નહોતું આવતું કે સાચા મહાત્મા આવી રીતે આનંદ ભોગવી શકે. દિન પ્રતિદિન મહાત્મા પ્રત્યેનો એનો આદર ઘટવા લાગ્યો અને એને છેતરાયાની લાગણી થવા લાગી. અંતે એક દિવસ મહાત્માએ રાજાને કહ્યું; “તમને કશુંક મુંઝવી રહ્યું છે, સ્પષ્ટતા કેમ કરતા નથી ?”

રાજાએ કહ્યું; “હા, હું જ્યારે તમને મારી જેમ જ આ બધું ભોગવતા જોઉં છું ત્યારે તમારી અને મારી વચ્ચે રહેલો ભેદ મને સમજાતો નથી.”

મહાત્મા હસ્યા અને કહ્યું; “એમ વાત છે ! ચાલો આપણે ચાલવા જઈએ.”

રાજા સમંત થયો. અને તેઓ ચાલવા ગયા. તેઓ લાંબો સમય ચૂપચાપ ચાલતા રહ્યા.

તેઓ નદી કિનારે આવ્યા જ્યાં રાજાની સરહદ પૂરી થયાની નિશાની હતી. મહાત્માએ કહ્યું; “મારો વસવાટ ખતમ થયો. હું તમારું રાજ્ય છોડીને જાઉં છું. તમે આવો છો ?”

રાજા બોલ્યો; “કેવી રીતે ! મારે મારું રાજ્ય અને મારા લોકો તેમજ અન્ય ઘણી સમસ્યાઓનું સમાધાન કરવાનું છે!”

મહાત્માએ કહ્યું “તમારી અને મારી વચ્ચે આટલો જ ફરક છે. હું અત્યારે બધું જ છોડીને જઈ શકું છું જ્યારે તમે?” તમારા પ્રશ્નનો ઉત્તર મળી ગયો ને ?

રાજા મહાત્માનાં શબ્દોથી ફક્ત આશ્ચર્યચકિત થઈ ગયો.

મહાત્માઓ જાણે છે કે પ્રત્યેક ચીજ ઈશ્વરને આધિન છે. તમે કામચલાઉ એના માલિક છો. તમે ઘણી બધી વસ્તુઓના માલિક ન હો કે હો હંમેશા અહોભાવ દર્શાવો. જીવન મુક્તિનો આ માર્ગ છે. આ એક બાબત તમે સમજી જાવ તો તમે અઢળક મુક્તિની મોજ માણી શકો છો.

બીજી સુંદર વાર્તા :

ભગવાન અને વિશ્વનાં બધાંજ વૈજ્ઞાનિકોની સભા મળી અને સ્પર્ધા શરૂ થઈ. ભગવાને જે વસ્તુની રચના કરી તેને વૈજ્ઞાનિકોએ કોઈક ને કોઈક પદાર્થમાંથી ઓળખી શકાય એ રીતે ફરીથી પેદા કરી. વૈજ્ઞાનિકો કોઈપણ સમસ્યા વિના તેને ફરીથી પેદા કરવા માટે સક્ષમ હતા. છેવટે, ઈશ્વરે ધૂળમાંથી માનવીનું સર્જન કર્યું અને વૈજ્ઞાનિકોને પડકાર કર્યો. વૈજ્ઞાનિકોએ ધૂળ ઉઠાવવા માંડી. ભગવાને કહ્યું; “થોભો ! મારી નહીં તમારી ધૂળમાંથી સર્જન કરો.”

માણસે સમજવાનું એ છે કે ઈશ્વર પોતે સર્જક, સર્જીત અને સર્જન છે. એ પછી જ નિશ્ચિતરૂપે દરેક બાબત કે વસ્તુને માણવાની શરૂઆત થઈ શકે. એ પછી જ માલિકી અને કર્તાપણાનો ભાવ જતો કરી શકાય.

તેથી સમજો : જ્યારે તમે સંતોષ, ચિંતાઓ અને નિરાશા શોધવાનું વલણ બદલીને વર્તમાનને અહોભાવથી સ્વીકારી લેશો, ત્યારે અસ્તિત્વની શક્તિનો વધુમાં વધુ ઉપયોગ કરવા માટે આપોઆપ સમર્થ બની જશો. તમે તે પછી અસ્તિત્વના વધુ સારી રીતે ગુણગાન કરી શકશો અને કૃતજ્ઞતા ભાવ તમારું સહજ વલણ બની જશે.

એક નાની વાર્તા :

એક માણસ પોતાની પત્ની માટે શાકભાજી ખરીદવા બજારમાં ગયો. એણે ભીંડા ખરીદ્યા, ઘેર આવીને એની પત્નીને બતાવ્યા. પત્નીએ ભીંડા જોઈને કહ્યું; “ઓહ ! આ તો કેવા પાકટ ભીંડા છે. હું તેને રાંધી શકીશ નહીં.” બીજે દિવસે એ માણસ વધુ કુમળા ભીંડા વીણીને ખરીદી લાવ્યો. ઘરે આવીને ભીંડા પત્નીને બતાવ્યા. પત્ની બોલી; “આ શું લાવ્યા ? મારા મનમાં જે વાનગી બનાવવાનો વિચાર છે તે માટે આ તો ઘણાં કૂમળા ભીંડા છે.”

બીજે દિવસે બજારમાં જઈને એણે દુકાનદારને કહ્યું; “મહેરબાની કરીને ન વધુ પાકા, ન વધુ કુણાં એવા ભીંડા મને આપો.” દુકાનદારે જાતે સારામાં સારા ભીંડા વીણીને પેલા માણસને આપ્યા અને તેણે ઘેર જઈને પોતાની પત્નીને આપ્યા.

પત્નીએ તે જોયા અને બોલી; “આ શું ? આજે પણ તમે ભીંડા જ લાવ્યા ?”

(અટ્ટહાસ્ય)

આપણામાંનાં ઘણાં બધાની સરળતાથી કદર નથી થતી. જ્યારે આપણે સહજભાવે વખાણી નથી શકતાં ત્યારે એનો મતલબ એવો થાય કે આપણામાં ફરિયાદ કે અસંતોષનો સ્વભાવ રહેલો છે. ખરેખર તો, અસંતોષ આપણા મગજ માટેનો ખોરાક છે.

અસંતુષ્ટ હોવું એટલે દિમાગને વાગોળવા માટે ખોરાક આપવો. મગજ એના પર પોરસાચા કરે ને કાર્યરત રહે છે. જ્યારે આપણે અતિ સંતુષ્ટ હોઈએ છીએ ત્યારે શું થાય છે ? મન ભૂખ્યું થઈ જાય છે. એને ખબર નથી કે એણે શું કરવું. એ એનો ખોરાક શોધવા લાગી જાય છે.

એક સ્ત્રી પગરખાની દુકાને ગઈ. એણે પોતાનાં પગને બંધબેસતા પગરખાની માંગણી કરી અને દુકાનદારે ધીરજપૂર્વક અને ઘણીબધી જોડી બતાવી. સ્ત્રીએ એક પછી એક બધાં અજમાવી જોયા. એને એમાંની એકપણ જોડ પોતાને માટે સંપૂર્ણ રીતે બંધબેસતી લાગી નહીં. છેવટે, વેચનારે એને એક જોડી બતાવીને એને અજમાવવા કહ્યું, એણે જોડા પહેરી જોયા અને બોલી, “આ બરાબર બંધ બેસે છે. નવાઈભરી વાત છે કે આ માપ જ યોગ્ય છે.”

(હાસ્ય)

જ્યારે તમે નિશ્ચય કરીને બેઠા છો કે સંતુષ્ટ નથી જ થવું તો તમને કોઈ મદદ નહીં કરી શકે. તમારા મનની આ એવી દશા છે જેને માત્ર તમે જ મદદ કરી શકો. આપણામાંના મોટા ભાગના અસંતોષ અનુભવીને અને એની વાતો કરીને એક પ્રકારની રાહત અનુભવે છે. કેમકે કાયમ કંઈક વાતનો વિષય જોઈએ. મન એમાં સતત અટવાયેલું જ રહે છે.

સંતોષની અનુભૂતિનો મતલબ મનનો લોપ. આપણે હંમેશા સંતુષ્ટ રહેવાની અનુભૂતિ ઈચ્છતા હોવાનો દાવો કરીએ છીએ, પણ જ્યારે વાસ્તવમાં એમ બને છે ત્યારે સ્વીકારી શકતા નથી. આપણું મન લુચ્ચાઈથી પોતાનો પાઠ ભજવ્યા કરે છે, કેમકે એને સતત કંઈક ચાવવા જોઈએ.

ક્ષિતિજ પાછળ દોડતી વેળા આપણે સલામતીનો અનુભવ કરીએ છીએ, ક્ષિતિજ એ કેવળ કાલ્પનિક રેખા છે, પણ એની પાછળ દોડવામાં આપણને સલામતિ લાગે છે કેમકે દોડવા માટે કંઈક તો છે ! મનને દોડવા માટે હંમેશા સજ્જ રખાયેલું છે.

તમે જ્યારે આવા છો, ત્યારે ખરેખર તો તમે તમારી જાતને મૂર્ખ બનાવો છો. તમે હંમેશા તમારી જાત માટે વિરોધાભાસી પરીણામોનું સર્જન કરો છો. ઉદાહરણ રૂપે તમે તમારા હૃદયનાં ઉંડાણથી ચાહો છો કે તમે સંતોષી હો, પણ સાથોસાથ તમને અપાયેલી ચીજો માટે સતત ફરિયાદ અને ઉપેક્ષાભાવ રાખી તમારી જાતને અસંતોષની લાગણીથી અવળે માર્ગે દોર્યા કરો છો.

તમને જોઈએ છે બીજું અને અન્ય બીજું કશુંક તમારા પર છવાઈ જાય છે. અને સંતોષ મેળવવાની ઝંખનાનો જીવનભરનો પ્રયાસ ચાલુ રાખવામાં તમને રાહતનો અનુભવ થાય છે !

એક વાત સમજો : જે ક્ષણે તમે તમારી જાત સાથે જ વિસંગતિ સર્જો છો તે ક્ષણેથી તમારી મુસીબતો શરૂ થઈ જાય છે. તમને તમારી જિંદગી કેવી બને તે ગમે એ વિશે સ્પષ્ટ થવાની કોશીશ કરો અને એ રીતે તમારી ઉર્જાનાં એકએક

અંશને એવી બનાવવા તરફ વાળો - તમે જ્યારે આવી સ્પષ્ટતા સાથે જીવો છો, તો પછી તમે ક્યારેય તમારી જાતથી વિપરીત કંઈ કરશો નહીં અને જોશો કે તમે જે બનવા માંગતા હતા તે જ બનો છો.

તમે જ્યારે તમારી અંદરના અવકાશમાં દાખલ થાવ છો, ત્યારે અહોભાવ યોગ બની જાય છે. પરમ સંતુષ્ટિ આપોઆપ થઈ જાય છે.આપણે જાણીએ છીએ કે સામાન્ય સંતોષ હંમેશા કારણોસર આવે છે. બાહ્ય જગતમાં કંઈ બને એની સાથે જોડાયેલી કોઈક વાતથી કામચલાઉ તમારું વ્યસ્ત મન નિરાંત પામે છે. બસ મન જ્યારે આરામમાં હોય ત્યારે તમે કહો છો કે તમે સંતુષ્ટ છો. એ સાચો સંતોષ નથી.

સાચી સંતુષ્ટિ એમાં છે કે તમે અસ્તિત્વની કૃપા પ્રતિ કાયમી કૃતજ્ઞતાનો ભાવ અનુભવ્યા કરો. સાચો સંતોષ વધુ કંઈ માંગતો નથી. અકારણ એ તે ફક્ત બધું માણ્યા કરે છે, એને કોઈ કારણની જરૂર પડતી નથી. તમે જ્યારે આ કક્ષાએ પહોંચો છો ત્યારે તમે જાણવા માંગશો કે અસંતોષ વળી શું કહેવાય ?

એક નાની વાર્તા

એક માણસે ડોક્ટર પાસે જઈને અનિદ્રાની ફરિયાદ કરી.

ડૉક્ટરે પૂછ્યું : “એમ, તમે રાતે ઊંઘી જ શકતા નથી ? પેલા માણસે જવાબ આપ્યો, “ હું રાત્રે તો સારી રીતે ઊંઘી જાઉં છું.”

ડૉક્ટર પૂછ્યું, “ તો સમસ્યા શી છે ?”

માણસે પ્રત્યુત્તર આપ્યો, “ હું બપોર બાદ અને સાંજે ઊંઘી શકતો નથી.”

(ખડખડાટ હાસ્ય)

આપણે કોઈ માપદંડ વિના વધુ ને વધુ માંગતા જ રહીએ છીએ. આપણી પાસેની માપપટ્ટી તો અમાપ છે, અને એજ મોટો પ્રશ્ન છે. વધુને વધુ માગવાની મનોવૃત્તિથી આપણે પૂર્ણપણે અંધ બની ગયા છીએ. એને કારણે આપણે એ પણ જાણતા નથી કે આપણે ક્યાં ઉભા છીએ. લાંબા સમયથી આપણે આત્મનિરીક્ષણ કર્યું જ નથી. આપણે કેવું અભાન જીવન જીવી રહ્યા છીએ. આપણે આપણાં જ માટે અંદર પીડાનું સર્જન કરીએ છીએ અને પછી રાહતની શોધમાં બહાર ભટકીએ છીએ.

આ ટૂચકા પર તમે હસી શકો છો કેમકે તમે જાણો છો કે તમે એને માત્ર જુઓ છો; તમને ખબર છે કે તમે એનો હિસ્સો નથી. જીવનમાં ઘણીવાર તમે આ જ પરિસ્થિતિમાં મૂકાવ છો અને તમે એ જાણતા નથી. એ સમયે તમે નિરીક્ષક નથી હોતા. સમગ્ર વાતમાં તમે એટલા ઓતપ્રોત હો છો કે એ તમારે માટે તે અતિ ગંભીર બાબત બની જાય છે. તે તમારા માટે નક્કર વાસ્તવિકતા બની જાય છે.

જ્યારે પણ તમને કોઈ સમસ્યા સતાવે ત્યારે તમે આ ટૂચકો યાદ રાખવાની કોશીશ કરજો. તત્કાળ એ મજાક સાથે તમને સાંકળવાની કોશીશ કરીને સભાનપણે જોજો કે તમને શું મુંઝવે છે. અંતરમાં ઊંડા ઉતરીને જુઓ કે તમને સાચેસાચ કોઈ મુંઝવણ છે કે પછી તમે તમારા મનને ખેલ કરવા દો છો. અંતે તમે માત્ર હસી પડો એમ બને.

એક નાની વાર્તા -

એક મહિલા લાંબી હવાઈ મુસાફરી કરતી હતી. બધાને માટે જમણ પીરસવા માટે એર હોસ્ટેસ આવી. તેણે જોયું કે મહિલા ભરનિદ્રામાં સૂતેલી હતી એટલે તે એના પછીની વ્યક્તિ તરફ ખસી.

મહિલા થોડીવારે જાગી અને પોતાનું જમવાનું માંગ્યું. એરહોસ્ટેસ તેના માટે તેનું ખાણું લઈ આવી. મહિલાએ ખાણાને સ્પર્શ કર્યો અને તાડૂકી પડી; “તમે આ કેવા પ્રકારની હવાઈ સેવા ચલાવો છો ? જમવાનું ગરમ નથી? આ ઉડ્ડયન પકડવા માટે મેં અઢળક નાણાં ખર્ચ્યા છે. અને હું ગરમ ખાણું પણ મેળવી શકતી નથી ?”

એરહોસ્ટેસે દિલગીરી વ્યક્ત કરીને કહ્યું; “બેન, અમને માફ કરશો. ખોરાક ગરમ કરવાનું સાધન કામ નથી કરતું. અન્ય મુસાફરોએ પણ આ જ રીતે એમનું ભોજન લીધું.”

મહિલા બોલી; “એમ વાત છે ? તો તો બધું બરાબર છે.”

(હાસ્ય)

જુઓ કે ભોજન હજુપણ ઠંડુ જ રહે છે, પણ મહિલા હવે નારાજ નથી કારણ કે બીજાએ પણ આ રીતે ભોજન લીધું છે. એટલે જ હું કહેવા માંગું છું કે બધો મનનો ખેલ છે. બધી જ બાબત મનની ઇચ્છાનુસાર ગોઠવાય છે. મન પોતાનાં હાથમાં દોરી સંચાર રાખીને આપણને નચાવે છે. કેમકે તમે એને તમારો અંકુશ સોંપ્યો છે. સંતુષ્ટિ પર તમે તમારી જાતને કેન્દ્રિત નથી કરી એટલે મનનાં ઇશારે હાલકડોલક થયા કરો છો.

આથી હું કહેતો હતો તેમ, દિવસને અંતે તમે જો હસી ના શકો તો એનો મતલબ એ છે કે તમે હજુ આખી બાબત વિશે ગંભીર છો. તમને હજુ પણ એવું લાગે છે કે આખા જગતનો ભાર તમે વેંઢારો છો અને તમારા થકી જ દુનિયા ચાલી રહી છે.

તમે ઊંડાણથી જુઓ તો સત્ય એ છે કે આપણે ઈશ્વરાધિન છીએ. જે સમગ્ર લીલા પર નિયંત્રણ રાખતી સર્વ વ્યાપી અંતિમ શક્તિ છે. આપણો આંતર સ્વભાવ પણ એ અસ્તિત્વ સાથેનું અનુસંધાન પાછું શોધવાનો છે. આપણે જેથી ગૂંચવાડા વિના સહજભાવે તેના પ્રવાહમાં વહી શકીએ. પરંતુ ક્યાંક આપણે આ સમજણ ચૂકી જઈએ છીએ અને અસ્તિત્વથી આપણી જાતને વિમુખ કરી દઈએ છીએ. અને પછી ભૌતિક વસ્તુઓ પાછળ દોટ લગાવવાનું શરૂ કરી દઈએ છીએ. એમ વિચારીને કે આપણે જે શોધીએ છીએ તે એમાં જ છે.

જો તમે જીવનમાં એકાદવાર પ્રાણી સંગ્રહાલયની મુલાકાતે ગયા હશો તો તમે નોંધ્યું હશે કે સિંહો અને વાઘનાં પાંજરા સામે લાંબી કતાર લાગી હશે. સદાય, તમે લોકોને વાઘ-સિંહના પાંજરા સામે ડર અને આદર સાથે પ્રશંસા કરતા લાંબા સમય સુધી ઊભા રહેલા જોશો.

આપણે આમ કરીએ છીએ કારણ કે સમજ્યા વિના આપણાંથી વધુ મોટી અને શક્તિશાળી વસ્તુઓને જોઈને આપણે વિચિત્ર રીતે નિશ્ચિંત બની જઈએ છીએ. એ આપણને એવી રાહતની લાગણી આપે છે કે આપણે અંતિમ સત્તા નથી. આપણે જાણીએ છીએ કે આપણે અંતિમ શક્તિ નથી. એવી જ કોઈ પ્રભાવશાળી ટક્કરની શોધ આપણી જાત કર્યા કરે છે જે આપણને વૈશ્વિક સ્તરે આપણે ભજવવાનાં પાત્ર અંગે યાદ અપાવ્યા કરે.

લોકો મંદિરોમાં એટલે જાય છેકે તેઓ જ્યારે મૂર્તિઓને જુએ છે ત્યારે તેમને આવી પ્રતીતિ મળી જાય છે. જે લોકોને આવી હૈયાધારણ મંદિરમાં નથી મળતી તેઓ બીજેથી તે શોધે છે. પરંતુ ગમે તે રીતે, આપણે અંતરનાં ઊંડાણે તો જાણીએ છીએ કે આપણે અંતિમ સત્તા નથી. આ લાગણી આપણા માટે પ્રયોગાત્મક બનવી જોઈએ. તે પછી આપણે ચોક્કસપણે તેને જાણી શકીશું.

જો તમે હિમાલયમાં જાવ તો અસ્તિત્વની ગહનતાની ચિરંજીવ અને પ્રબળ યાદગીરી મળી જશે. શિખરથી શિખર સુધી પર્વતોનું અડીખમ હોવું, પહાડનું ખીણમાં પટલાવું અને આદિ કે અંત દૃષ્ટિગોચર થયા વિના ખીણનું પહાડરૂપે પ્રગટ થવું; તથા અનેકવિધ મિજાજ સાથે, નોખા નોખા રંગમાં, અલગ કેડીઓ પર ખીણમાં સતત વહેતી ગંગાનદી અસ્તિત્વ ની ભાષામાં કિલકિલાટ કરતી રહે છે. જો માનવ સર્જીત કોઈ વિશ્વ ન હોય તો તે છે હિમાલય. હિમાલય સાબિત કરે છે કે મનુષ્યો સર્વસત્તાધીશ નથી.

તમે જ્યારે હિમાલયને નિહાળો છો, ત્યારે તમે જોઈ શકશો કે દૂર દૂર સુધી દેખાતા બર્ફીલા પહાડો, બર્ફીલા જ જણાય છે, તે પછીથી આ પહાડો પાણી બની જઈ, અંતે કેવળ જળરૂપે વહે છે. આવી ઉત્કૃષ્ટ એવી કુદરતની કરામતો છે.

પુસ્તકો શબ્દોથી જે શીખવી નથી શકતા તે માત્ર નિહાળવાથી હિમાલય તમને શીખવી શકે છે. માત્ર તમારામાં એને ઝીલવાની તૈયારી હોવી જોઈએ.

હિમાલય મર્મભેદી મૌનવાળી સજીવ ઉર્જાનો પુંજ છે. એને માત્ર તમારી ઑસરવો ઉતરવા દો. તમે જો એ સમજી જાવ તો તમે ઈશ્વરીય ઓજસનો અંશ બની જાવ છો, પછી તમે એને નજાકાત અને વિનમ્રભાવે, પ્રશ્નો પૂછ્યા વિના જ સ્વીકારી લેશો.

જ્યારે તમે અસ્તિત્વ સામે ખુલ્લા બનો છો ત્યારે એ તમને સભર બનાવી દે છે. જેટલા તમે તમારી જાતને એની સમક્ષ પ્રગટ કરશો, તેટલા તે તમને તરબતર કરી દેશે. તમે બધાં એમ વિચારો છો કે ભગવાનને ભેટવા સખત મહેનત કરવી પડે, જરાય નહીં. તમે વાનરનાં બચ્ચાંને એની માનાં કોટે વળગેલું જોયું છે ? એમાં શક્ય છે કે વાનર એને છોડી દે, બચ્ચું પડી જાય. જ્યારે બિલાડીનાં મામલામાં બિલાડી પોતાનાં બચ્ચાંને વળગી રહે છે. તેથી બચ્ચા સંપૂર્ણ પણે સુરક્ષિત હોય છે.

તમારે અસ્તિત્વને કોટે વળગવાનું નથી. તમારે તો બધું છોડીને ફક્ત તમારું કર્તવ્ય નિભાવવાનું છે, ઈશ્વર તમારી સંભાળ લેશે. અસ્તિત્વ માટે નીચા પડી જવું કોઈ મોટો સોદો નથી, ભગવાન તમારા માટે ઝૂકે એ સોદો મહાન છે. આવું ત્યારે જ બની શકે જ્યારે તમારામાં અડગ આસ્થા હોય તેમજ તમે સ્નેહ અને સદ્ભાવ ભરી જિંદગી જીવતા હો.

એક નાની સુંદર વાર્તા :

એક ધર્મભીરુ અને સ્નેહાળ માણસ હતો. અને એણે જીવનમાં ઘણાં સત્કાર્યો કર્યા હતા. એની જાણમાં એ વાત આવી કે એક વ્યક્તિ પાસે અમુક પુસ્તક હતું જેમાં એવા લોકોનાં નામ હતા જેઓ ઈશ્વર પ્રત્યે પ્રીતિ ધરાવતા હતાં. એ જાણવા માટે ઉત્સુક હતો કે એમાં એનું નામ સામેલ હોય અને પેલી વ્યક્તિ પાસે જઈને પૂછ્યું કે એ પેલી કિતાબ જોઈ શકે છે ! એણે વારંવાર બધાં પાનાં ઉથલાવીને જોયાં પણ એમાં એ પોતાનું નામ શોધી શક્યો નહીં. એ ઘણો હતાશ થઈને ત્યાંથી ચાલ્યો ગયો. એક વર્ષ પછી એ પાછો જોવા માટે આવ્યો કે પુસ્તકમાં એનું નામ સમાવિષ્ટ થયું કે નહીં. ફરીવાર, પણ એને ક્યાંય જડ્યું નહીં. જવા માટે એ જેવો ફર્યા કે પેલા માણસે કહ્યું; “મહાશય, જરા થોભો. આ પુસ્તકમાં એવા લોકોનાં નામની યાદી છે જેઓ ઈશ્વરને ચાહે છે. મારી પાસે એક બીજી નાનકડી પુસ્તિકા છે જેમાં થોડાંક નામ છે. એ એવા લોકોનાં નામોની યાદી છે જેને ઈશ્વર ચાહે છે.”

એણે એને પુસ્તિકા બતાવી. માણસને એમાં પોતાનું નામ જડી ગયું.

ઈશ્વર સામે નીચા પડવું સરળ છે. ગમે તેમ પણ એ કેટલો બધો સ્નેહાળ, કેવો મહાન દાતા, કેવો સમર્થ અને શું શું નથી ? તમે ઈશ્વરને ચાહો છો એ કહેવાનું ચાલુ રાખો અને જ્યાં છો ત્યાં જ રહો. પણ જ્યારે પ્રભુને તમે અમૂર્તરૂપે અનુભવવા લાગો છો અને તમારી અંદર રૂપાંતરણની પ્રક્રિયા થાય છે, ત્યારે ઈશ્વર તમારે વશ થાય છે. તમે અગાઉ ક્યારેય જાણ્યું ન હોય એ રીતે, અનેક રીતે તમે તમારી જાતને કૃપાપાત્ર બનેલા અનુભવો છો. આવો કરુણાસભર પરમેશ્વરનો પ્રેમ છે.

આપણને અસ્તિત્વથી, ઈશ્વરથી, કુદરતથી ડરવાનું શીખવવામાં આવ્યું છે. ચાલતી વખતે પગમાં ક્લીપર પહેરવાનું શીખવ્યું છે કે જેથી ધરતી આપણને ઈજા ન પહોંચાડે, વરસાદથી પલળવાની બીકે દૂર ભાગતા શીખવ્યું છે, તો ફૂંકાતા પવનથી બચવા ઘરમાં પૂરાઈ રહેવાનું સમજાવાયું છે. વળી પ્રાણીઓથી દૂર રહેવાનું આપણે શીખ્યા છીએ,

એ સિવાય કેટ કેટલું નથી શીખ્યા !

હું તમને કહું છું, પૃથ્વી ગ્રહ પર અસ્તિત્વ જ એકમાત્ર તમારો મિત્ર છે. જમીનને સ્પર્શીને ચાલવાની લાગણી કેવી અદ્ભૂત છે એનો તમને ખ્યાલ છે ? મારી યુવાનીનાં દિવસોમાં હું ક્યારેય પગમાં ચંપલ નહોતો પહેરતો. સિવાય કે કૉલેજમાં કે જ્યાં નિયમ મુજબ મારે પગરખાં પહેરવા પડતા. હું કેવળ ખુલ્લા પગે ચાલતો. પછી એ ઘર હોય કે નિશાળ અથવા મારા પરિભ્રમણનાં દિવસો.

અહીં આશ્રમમાં પણ મોટેભાગે હું ઉઘાડા પગે ચાલુ છું. અલબત્ત, મારી આસપાસનાં લોકો મારા પગને ઈજા થશે, એમ કહીને મને સ્લીપર પહેરાવવાનાં લાડ લડાવે છે. હું તેમને પૂછું છું કે જે ઉઘાડા પગ વડે મેં ભારતભરનું પરિભ્રમણ કર્યું તેને હવે કેમ અને શું વાગી જાય ?

તમે આવું બધું કરીને કેવળ અસ્તિત્વથી અળગા થઈ જાવ છો. ઘણાં લોકો મને પૂછે છે; “માસ્ટરજી, ખડકાળ ધરતી પર વર્ષોની રઝળપાટ પછી પણ આપના પગ આટલા મૃદુ અને સ્વસ્થ કેમ છે ?” તે હું તમને હવે કહું; અસ્તિત્વથી મેં મારી જાતને કદી અલગ અનુભવી નથી; તેનું સાચું કારણ આ છે. મને હંમેશા લાગ્યું કે હું અસ્તિત્વનો એક હિસ્સો છું. મને સદાય એવી લાગણી રહી છે કે હું પ્રકૃતિ સાથે જોડાયેલો છું. તેથી હું કશાય ભય વિના બેપરવા બનીને ભમ્યા કરતો હતો.

કલ્પના કરો કે ઘોર જંગલમાં હિંસક પ્રાણીઓની સાથે તમારે એકલાં રહેવાનું છે કે જ્યાં ખોરાક નથી અને ખ્યાલ પણ નથી કે પછીનું અન્ન તમે ક્યારે પામશો કે આકાશની છત સિવાય સૂવા માટે કોઈ સ્થાન નથી ? તમને કેવું લાગશે ? ફફડી જાવ કે નહીં ?

તમને આવું થાય છે કારણકે તમને શીખવવામાં આવ્યું જ નથી કે પ્રકૃતિ ક્યારેય ઉણો ન ઉતરે એવો તમારો દોસ્ત છે. તમે મદદ માટે લોકો પાસે દોડી જાવ છો કેમકે તમે માનો છો કે લોકો જ મદદરૂપ થઈ શકે. તમે એ વિસરી જાઓ છો કે ઈશ્વર જ લોકો દ્વારા તમને મદદ પહોંચાડે છે. તમારો વિશ્વાસ હંમેશા લોકો પર રહ્યો છે, પરમાત્મા પર નહીં.

જ્યારે તમે પરમેશ્વરમાં શ્રધ્ધા મૂકો છો, ત્યારે પૃથ્વીનાં શહેનશાહની જેમ જીવી શકો છો. મારા રઝળપાટનાં દિવસો મેં માણ્યા હતા. મંઝિલનાં કોઈ ખ્યાલ વિના ચરણ દોરે ત્યાં હું ગતિ કર્યા કરતો. હું ગમે તે ગાડીમાં ચઢી જતો અને જ્યાંનું દૃશ્ય મને આકર્ષે તેવા કોઈ સ્ટેશન પર ઉતરી જતો. એ સમયે મને હિન્દી ભાષા આવડતી ન હતી અને મોટાભાગે મારું ભ્રમણ ઉત્તર ભારતમાં હિમાલયમાં રહ્યા કરતું. રસ્તો જાણવા પૂછપરછ પૂરતા થોડા હિન્દી શબ્દો મેં જાણી લીધેલા.

ખરેખર તો, કોઈપણ ભાષા શીખવા માટે, પ્રથમ મુશ્કેલી તમારો એ વિચાર છે કે તમને તે ભાષા આવડતી નથી. તમે તમારી જાતને એ ભાષાથી અળગી રાખો છો એથી તમને એ અઘરી લાગે છે.

અહીંયા ફરીવાર, તમારો સર્વજ્ઞ હોવાનો સ્વભાવ તમને વિમુખ રાખે છે.

ગમે તે રીતે, મોટાભાગે, હું મારી જાતે વિચરણ કર્યા કરતો, કોઈ સાધુઓનાં ઝુંડ સાથે ફરતો નહીં. મને ક્યારેય એકલો હોઉં એવું લાગતું ન હતું. નિસર્ગનાં એક ભાગરૂપે હું મઝા માણતો રહેતો. જ્યારે તમે પ્રકૃતિ સાથે તમારી જાતને સાંકળવાનું શીખી જાવો છો ત્યારે તમે અસ્તિત્વનો આનંદ માણી શકો છો. મારે અન્ન માટે કદી ભિક્ષા માંગવી પડી ન હતી. મને ભૂખ લાગતી ત્યારે કોઈપણ સ્વરૂપે, કોઈનાં દ્વારા ખોરાક મળી જતો. મારા કહેવાનો મતલબ એ જ છે કે કેવળ ભરોસો રાખો અને પ્રકૃતિ તમારી સંભાળ લેશે.

લોકો મને પૂછે છે; “માસ્ટરજી, તમે તમારા જીવનમાં ઘણો સંઘર્ષ કર્યો અને પછી ધ્યેય સુધી પહોંચ્યા. અમારે પણ

ધ્યેય પ્રાપ્તિ માટે સંઘર્ષ કરવો નહીં પડે?’’ હું તેમને જણાવું છું; ‘‘મેં સંઘર્ષ કર્યો કેમકે એક તાળું ખોલવા માટે મેં ૧૦,૦૦૦ ચાવીઓ અજવાવી જોઈ. લગાતાર વર્ષો સુધી અખતરાઓ કર્યા અને સાચી ચાવી શોધી કાઢી. હવે મારી પાસે ચાવી છે. હું જે ઈચ્છે એને તે આપવા માટે તૈયાર છું. તમને એનાથી તાળું ખોલતાં એકાદ ક્ષણ જ લાગશે. અલબત્ત, જો તમને લાગતું હોય કે તમારે પીડા ભોગવવી છે, તો એ માટે તમે સ્વતંત્ર છે, હું એમાં વિક્ષેપ કરવા નથી માંગતો.

તમારો એકમાત્ર પ્રયાસ એ જ રહેવો જોઈએ કે પ્રકૃતિને તમારામાંથી વહેતી રહેવા દો. અસ્તિત્વ સામે જેટલા પડકારો ઓછા કરશો તેટલા પ્રયત્નો ઓછા કરવા પડશે. એ સીધે સીધી હિસ્સેદારીનો નાતો છે. તમે જ્યારે જાગૃત બનો છો ત્યારે તમે માત્ર ખાલીખમ એવું માધ્યમ બનીને જીવો છો, જેમાંથી ઈશ્વરીય પ્રવાહ સતત વહેતો રહે છે. બસ આટલું જ. તમારા પક્ષે જ્યારે બધા પ્રયાસો પડતા મૂકાય છે ત્યારે અસ્તિત્વ અનાયાસે જ તમારા થકી વહેવા માંડે છે.

કહો - કહોને કોઈ પ્રશ્ન પૂછવો છે ?

‘‘માસ્ટરજી, સંતુષ્ટ થવામાં મેડિટેશન કેવી રીતે સહાય કરે છે ?’’

જુઓ, તમે જ્યારે નિરંતર ધ્યાન કરો છો, પછી તમે મૃદુ અને વિનમ્ર બની જશો. તમે ખુલ્લા, સંવેદનશીલ અને જાગૃત થઈ જશો. પ્રતિક્ષણ તમારા ચૈતન્યને વિસ્તરતું તમે અનુભવી શકશો. તમારી ચેતના તમારી લાગણીઓ અને કર્તૃત્વનો નિર્ણય કરે છે. તેથી વારંવાર હું તમને મેડિટેશન કરવાનું કહું છું. તે તમારા આત્માની શુદ્ધિ કરશે. દરેક બાબતો તમારી સમક્ષ વધુ સ્પષ્ટ થતી જશે.

તમે તમારા કેન્દ્ર (ચેતનતત્વ) ને દિમાગથી દિલ તરફ ગતિ કરતું અનુભવશો. તમારું મન અને તમારી વચ્ચેનું અંતર વધે છે ત્યારે તમારું આખું ચેતાતંત્ર વિવિધ લાગણીઓથી કંપી ઉઠે છે અને એ લાગણી છે હાશકારો, એક ઊંડો સંતોષ, અકારણ એવો સમષ્ટિ પ્રત્યેનો ગહન પ્રેમ જે સતત આનંદ અને મસ્તીનો ભાવ જગાવ્યા કરે છે.

જ્યાં સુધી તમે તમારા મન વડે સંચાલન કર્યા કરશો ત્યાં સુધી માત્ર વધુને વધુ માંગણી કરતા રહેશો; તમે વિશ્લેષણ કરશો, વહેંચશો અને અંતે બધાથી ઉપર એક અસંતોષની લાગણી અનુભવશો. તમે જ્યારે હ્રદયથી સંચાલન કરો છો ત્યારે તમારી પૃથ્થકકરણની પ્રક્રિયા બંધ કરી દેશો અને ના તો ભૂતકાળને ભૂલવાની કોશિશ કરશો કે ના તો ભવિષ્યની ચિંતા કરશો. તમે માત્ર લેખાજોખાં વિનાના વર્તમાનમાં હશો અને એ ભૂમિકાએ તમે માત્ર સંતોષ અને કૃતજ્ઞતાની લાગણી અનુભવશો. તમારામાં કોઈ નવા જ પ્રદેશનો ઉઘાડ થયેલો અનુભવશો.

જ્યારે તમે એ અવકાશ મેળવી લીધો હોય છે ત્યારે જે ઉર્જા પહેલાં નકારાત્મક વિચારો માટે વેડફાતી હતી તે બધી જ ઉર્જા, અસંતોષ દૂર થઈ જતાં તમે દિવ્ય આનંદ અને ઐક્યનો અનુભવ કરશો તથા ઉર્જાથી ભર્યા ભર્યા છો એવું અનુભવશો.

તે પછી કૃતજ્ઞતા તમારી પ્રાર્થના બની જશે અને હું આભારવશ છું એ તમારો મંત્ર !

ઈશ્વર પ્રતિનાં અહોભાવની સ્થિતિમાં જ્યારે તમે હો છો ત્યારે તમારી અંદર ઉઠતા ચૈતન્યનાં ધોધને તમારાથી શબ્દોમાં વર્ણવી શકાય એમ હોતો નથી. એ અનુભૂતિથી જ સમજાય છે તમારા માર્ગમાં આવતી નાનામાં નાની ચીજ પણ તમને એટલો સંતોષ આપશે કે તેનાથી કુદરત વધુ ને વધુ આપવા પ્રેરાશે અને પછી અસ્તિત્વ તમારા પર વરસી રહ્યું છે તેવું તમને લાગશે.

અચાનક, જ્યાં વધુ ને વધુ મસ્તીની અનુભૂતિ થવા લાગે છે ત્યાં સમગ્ર વાત એક નવું પરિમાણ લઈ લે છે. પ્રત્યેક વહેતી પળોથી તમે વિવશ બનતાં જાવ છો. અસ્તિત્વ એટલું બધું સભર લાગવા માંડશે કે તમે તમારી જાતને અને સારાય જગતને અનંત આનંદમાં ડૂબેલા અનુભવશો.

જ્યારે તમે માંગો છો ત્યારે દેખીતી રીતે જ તમે ખોવાયેલા હો છો. જ્યારે તમે આભાર વશ હો છો ત્યારે તમારા પર ભરપૂર વર્ષા થઈ રહી હોય છે. તમે કેવળ આખો વખત આભારવશ રહો છો. આખી બાબતની એ જ ગુરુચાવી છે. અલબત્ત, તમારા સમગ્ર અસ્તિત્વથી તમારે અહોભાવની અનુભૂતિ કરવી પડે, ઉપરછલ્લી નહીં. અંતઃકરણથી જો અહોભાવ અનુભવો તો વાત બનવા લાગશે.

સૂવા જાવ ત્યારે નિદ્રાવશ થતા પહેલાં, અસ્તિત્વ સાથે વધુ એક દિવસનું સાંનિધ્ય સાંપડ્યું એવો અહોભાવ અનુભવજો. જ્યારે જાગો ત્યારે ઈશ્વર સાથે વધુ એક દિવસ વીતાવવાની અહોભાવની લાગણી સાથે જાગો. કૃતજ્ઞભાવને તમારું અસ્તિત્વ (સ્વભાવ) બનાવી દો એ જ સાદામાં સાદો સૌથી અસરકારક ધ્યાનનો માર્ગ છે.

હું તો કહું છું કે તમારામાંથી કેવળ અહોભાવનો પ્રવાહ વહાવીને એ અનુભૂતિથી દુનિયાની આખી સિકલ તમે બદલી શકશો.

સમગ્ર આંતકવાદ, યુદ્ધો, ધાર્મિક ઝનૂન, બિમારી, ગરીબી વગેરેનો, પ્રત્યેક માનવી માટે જરૂરી કૃતજ્ઞભાવ અંગેની જાગૃતિનો પ્રચાર કરીને, તમે જડમૂળથી અંત લાવી શકો છો.

જ્યારે દરેક જણ કૃતજ્ઞભાવને અનુભવે અને તેને ઉજાગર કરે ત્યારે ત્યાં પ્રેમ જ હોઈ શકે, ધિક્કાર ન હોઈ શકે કે ન હોઈ શકે અસૂયા. આ એકમાત્ર લાગણીથી વૈશ્વિક નકારાત્મકતાને જડમૂળથી નાબુદ કરી શકાય છે. કારણ કે સમગ્ર નકારાત્મક તત્ત્વોના કારણોનું શમન આપમેળે થઈ જશે. કૃતજ્ઞતાના ભાવનું આ જ તો સૌંદર્ય છે !

બરાબર – હવે આપણે સહસ્ત્રાર મેડિટેશન એટલે કૃતજ્ઞતાનું ધ્યાન નામે ઓળખાતી મેડિટેશનની સુંદર રીત કરવામાં થોડો સમય વીતાવીએ.

(ભેગા થયેલા પ્રત્યેકને સ્વયં સેવકો ફૂલો વહેંચે છે)

સહસ્ત્રાર મેડિટેશન

(કુલ સમયગાળો - ૩૦ મીનીટ)

(હળવું સંગીત વગાડાય છે)

આ મેડિટેશન સુફીઈઝમમાંથી લીધેલું છે. કૃતજ્ઞતાની લાગણી દર્શાવતું મેડિટેશન છે.

ટટ્ટાર બેસો. તમારા હાથમાં ફુલ પકડી રાખીને આંખો બંધ કરો. તમારા ‘સહસ્ત્રારચક્ર’ પર ધ્યાન કેન્દ્રિત કરો. તમારા દેહના બીજા અંગો વિશે ભૂલી જાવ. માત્ર તમારા માથાના ટોચનાં બિંદુ પર ધ્યાન કેન્દ્રિત કરીને ત્યાં હળવાશ અનુભવો.ચહેરા પર મૃદુ સ્મિત ધરીને હળવા બનો.

તમારા સમગ્ર અસ્તિત્વથી તમે તમને દેહ આપનાર જન્મદાતા માતા-પિતા પ્રત્યે તમારી કૃતજ્ઞતા વ્યક્ત કરો. યાદ રહે તમારે તમારા સમગ્ર અસ્તિત્વથી તેમનો આભાર માનવાનો છે.

અહોભાવ વ્યક્ત કરો તમારા પિતા પ્રતિ, જેણે તમને જીવન આપીને તમારી બધી જ જરૂરિયાતો પૂરી પાડી છે.

આ ધરતી પર જ્યારે તમારું અવતરણ થયું ત્યારે તમને આવકારનાર બધાં ડોકટરો અને નર્સોનો તમે આભાર માનો.

આભારી બનો એ લોકોના જેઓએ ઇસ્પિતાલો કે આરોગ્યગૃહો બનાવ્યાં. જેમાં તમારો જન્મ થયો.

ઋણભાવ વ્યક્ત કરો એ સૌ લોકો પ્રતિ જેમણે તમે નાનકડા શીશુ હતા ત્યારે તમારી સંભાળ લીધી, તમારી યુવાનીમાં તમારા અન્ન, વસ્ત્ર અને આવાસની વ્યવસ્થા માટે કાર્ય કરનાર લોકોનો આભાર માનો. પ્રાથમિક શિક્ષણ આપનાર સૌ ગુરુજનો પ્રત્યે કૃતજ્ઞતા દાખવો.

આભારી બનો તમારા યુવાનકાળનાં સૌ મિત્રોનો જેણે તમારી જિંદગી સુખ અને મોજ ભરી બનાવી, જેમણે તેમની નિર્દોષતા અને ખુશી તમારી સાથે વહેંચી. તમારો ઉછેર કરવા માટે, તમારી કાળજી લેવા માટે તમે તમારા ભાઈબેનો તેમજ અન્ય સગાંઓનો આભાર માનો.

જાણે-અજાણે કે અભાનપણે કે સભાનતાથી જો તમે એમની લાગણીને ઠેસ પહોંચાડી હોય તો એમની ક્ષમાયાચના કરો.

એવા બધાં લોકો પ્રત્યે આભાર વ્યક્ત કરો કે જેમણે તમને વ્યવસાયિક શિક્ષણ આપ્યું હોય, જેમણે તમને તમારા વ્યવસાયમાં ટકવાની મદદ કરી હોય, જેમણે તમને તમારી જાત પર નિર્ભર રહેવા માટેની હૂંફ આપી હોય.

એના પ્રતિ ઋણી બનો જેમણે તમને જ્યારે જરૂરીયાત પડી ત્યારે નાણાંકીય સહાય કરી હોય.

જ્યારે જ્યારે જરૂર પડી ત્યારે તમારે માટે તબીબી સારવાર આપનારા અને તમારી તંદુરસ્તીનો ખ્યાલ રાખનારા ડોક્ટરો અને નર્સો પ્રતિ કૃતજ્ઞભાવ પ્રગટ કરો.

તમારા જીવનમાં તમને સ્નેહ અને સલામતિ આપવા માટે તમારા પતિ કે પત્ની પ્રતિ કૃતજ્ઞતા દાખવો. તમને ઠેસ પહોંચાડી હોય એવા તેણે કરેલા કોઈ કૃત્ય માટે તેમને માફ કરી દો. તમારી જાણ બહાર તમે કદાચ કોઈ એવું કામ કર્યું હોય જેનાથી તેમની લાગણી દુભાઈ હોય તો એવી કોઈપણ બાબત માટે તમે એમની માફી માંગી લો.

કૃતજ્ઞભાવ એવા બધા જ લોકોને અર્પણ કરો જેમણે તમારા આધ્યાત્મિક જીવનમાં પ્રોત્સાહન અને પ્રેરણા પૂરા પાડ્યા હોય.

તમારા સમગ્ર જીવનગાળા દરમ્યાન કોઈકને કોઈકરૂપે તમારી સેવા બજાવનાર એવાં બધાં જ લોકોને તમારો આભાર અર્પણ કરો. જેમકે દૂધ પહોંચાડનાર દૂધવાળો, કરીયાણા વાળો, ધોબી, કચરો વીણનાર, તમારા નોકરો, તમરો ડ્રાયવર વગેરે એવા લોકો જેને તમે સ્વાભાવિક ઢંગમાં સ્વીકારી લો છો. તમે એ પ્રત્યેકની, જાણ્યે-અજાણ્યે કે સભાનપણે અભાનપણે જો લાગણી દુભાવી હોય તો ક્ષમા માંગી લો.

તમે તમારા શત્રુ પ્રત્યે જેમણે તમને મજબૂત અને ક્ષમાશીલ બનાવવા માટે તમને પીડા પહોંચાડી હોય તેમનો આભાર માનો.

એવા લોકો પાસેથી પણ ક્ષમાયાચના કરો જેમને પીડા આપવામાં તમે કારણભૂત બન્યા હો. કૃતજ્ઞતા અર્પણ કરો એવા સૌ જનોને જેમણે તમને શારીરિક, માનસિક, સામાજીક, આર્થિક અને આધ્યાત્મિકરૂપે સહાય કરી હોય.

પ્રત્યેકને યાદ કરો અને તમારી ફુરસદે તમે એમના પ્રતિ ઋણભાવ વ્યક્ત કરો.

વારાફરતી તમારા દેહનાં બધાં જ અંગોને આભાર અર્પણ કરો.

કૃતજ્ઞભાવ અર્પણ કરો એ મનને એની ચમત્કારિક કાર્યશીલતા માટે.

અહોભાવ અર્પણ કરો એ દેવત્વનો, અસ્તિત્વનો, અખિલાઈનો અને પરમાત્માનો કે જેમણે તમારા જીવનમાં આ બધી જ બાબતો શક્ય બનાવી.

આ થોડા દિવસો મારા શબ્દો સાંભળવા માટે અને તમારો વિશ્વાસ મારામાં મૂકવા માટે હું તમારા સૌનો કૃતજ્ઞતાપૂર્વક આભારી છું.

હું તમારા સૌનો કૃતજ્ઞતાપૂર્વક આભારી છું.

તમે હવે તમારી આંખો ખોલીને, સફેદ વસ્ત્ર પર અહોભાવનાં ફૂલો અસ્તિત્વને અર્પણ કરી શકો છો.

(ભેગા થયેલા લોકોમાંથી દરેક જણ આવીને કૃતજ્ઞભાવે પુષ્પો ધરે છે)

અહોભાવ વ્યક્ત કરો તમારા પિતા પ્રતિ, જેણે તમને જીવન આપી તમારી બધી જરૂરિયાતો પૂરી પાડી.

આ ધરતી પર જ્યારે તમારું અવતરણ થયું ત્યારે આવકારનાર બધાં ડૉક્ટરો અને નર્સો તમે આભાર માનો.

આભારી બનો એ લોકોના જેઓએ ઈસ્પિતાલો કે આરોગ્યગૃહો બનાવ્યાં. જેમાં તમારો જન્મ થયો.

ઋણભાવ વ્યક્ત કર્યો એ સૌ લોકો પ્રતિ જેમણે તમે નાનકડા શીશુ હતા ત્યારે તમારી સંભાળ લીધ તમારી યુવાનીમાં તમારા અન્ન, વસ્ત્ર અને આવાસની વ્યવસ્થા માટે કાર્ય કરનાર લોકોનો આભાર માનો. પ્રાથમિક શિક્ષણ આપનાર સૌ ગુરુજનો પ્રત્યે કૃતજ્ઞતા દાખવો.

આભારી બનો તમારા યુવાનકાળનાં સૌ મિત્રોનો જેણે તમારી જિંદગી સુખ અને મોજ ભરી બનાવી, જેમણે તેમની નિર્દોષતા અને ખુશી તમારી સાથે વહેંચી તમારો ઉછેર કરવા માટે તમારી કાળજી લેવા માટે તમે તમારા ભાઈ-બેનો તેમજ અન્ય સગાંઓનો આભાર માનો છો.

જાણે-અજાણે કે અભાનપણે કે સભાનતાથી જો તમે એમની લાગણીને ઠેસ પહોંચાડી હોય તો એમની ક્ષમાયાચના કરો.

એવા બધાં લોકો પ્રત્યે આભાર વ્યક્ત કરો કે જેમણે તમને વ્યવસાયિક શિક્ષણ આપ્યું હોય, જેમણે તમને તમારા વ્યવસાયમાં ટકવાની મદદ કરી હોય, જેમણે તમને તમારી જાત પર નિર્ભર રહેવા માટેની હૂંફ આપી હોય.

એના પ્રતિ ઋણી બનો જેમણે તમને જ્યારે જરૂરિયાત પડી ત્યારે નાણાંકીય સહાય કરી હોય.

જ્યારે જ્યારે જરૂર પડી ત્યારે તમારે તબીબ સારવાર આપનારા અને તમારી તંદુરસ્તીનો ખ્યાલ રાખનારા ડૉક્ટરો અને નર્સો પ્રતિ કૃતજ્ઞભાવ પ્રગટ કરો.

તમારા જીવનમાં તમને સ્નેહ અને સલામતિ આપવા માટે તમારા પતિ કે પત્ની પ્રતિ કૃતજ્ઞતા દાખવો. તમને ઠેસ પહોંચાડી હોય એવા તેણે કરેલા કોઈ કૃત્ય માટે તેમને માફ કરી દો. તમારી જાણ બહાર તમે કદાચ કોઈ એવું કામ કર્યું હોય જેનાથી તેમની લાગણી દુભાઈ હોય તો એવી કોઈપણ બાબત માટે તમે એમની માફી માંગી લો.

કૃતજ્ઞભાવ એવા બધા જ લોકોને અર્પણ કરો જેમણે તમારા આધ્યાત્મિક જીવનમાં પ્રોત્સાહન અને પ્રેરણા પૂરા પાડ્યા હોય.

તમારા સમગ્ર જીવનગાળા દરમ્યાન કોઈકને કોઈકરૂપે તમારી સેવા બજાવનાર એવાં બધાં જ લોકોને તમારો આભાર અર્પણ કરો જેમકે દૂધ પહોંચાડનાર દૂધવાળો, કરીયાણા વાળો, ધોબી, કચરો વીણનાર, તમારા નોકરો, તમરો ડ્રાયવર વગેરે એવા લોકો જેને તમે સ્વાભાવિક ઢંગમાં સ્વીકારી લો છો. તમે એ પ્રત્યેકની, જાણ્યે-અજાણ્યે કે સભાનપણે અભાનપણે જો લાગણી દુભાવી હોય તો ક્ષમા માંગી લો.

તમે તમારા શત્રુ પ્રત્યે જેમણે તમને મજબૂત અને ક્ષમાશીલ બનાવવા માટે તમને પીડા પહોંચાડી હોય તેમનો આભાર માનો.

એવા લોકો પાસેથી પણ ક્ષમાયાચના કરો જેમને પીડા આપવામાં તમે કારણભૂત બન્યા હો. કૃતજ્ઞતા અર્પણ કરો એવા સૌ જનોને જેમણે તમને શારીરિક, માનસિક, સામાજીક, આર્થિક અને આધ્યાત્મિકરૂપે સહાય કરી હોય.

પ્રત્યેકને યાદ કરો અને તમારી ફુરસદે તમે એમના પ્રતિ ઋણભાવ વ્યક્ત કરો.

વારાફરતી તમારા દહેજઅને દેહનાં બધાં અંગોને આભાર અર્પણ કરો.

કૃતજ્ઞભાવ અર્પણ કરો એ મનને એની ચમત્કારિક કાર્યશીલતા માટે.

અહોભાવ અર્પ કરો એ દેવત્વનો, અસ્તિત્વનો, અખિલાઈનો અને પરમાત્માનો કે જેમણે તમારા જીવનમાં આ બધી જ બાબતો શક્ય બનાવી.

આ થોડા દિવસોથી મારા શબ્દોનો સાંભળવા માટે અને તમારો વિશ્વાસ મારામાં મૂકવા માટે હું તમારા સૌનો કૃતજ્ઞતાપૂર્વક આભારી છું.

માટે હું તમારા સૌનો કૃતજ્ઞતાપૂર્વક આભારી છું.

તમે હવે તમારી આંખો ખોલીને, સફેદ વસ્ત્ર પર અહોભાવનાં ફુલો અસ્તિત્વને અર્પણ કરી શકો છો.

(ભેગા થયેલા લોકોમાંથી દરેક જણ આવીને કૃતજ્ઞભાવે પુષ્પો ધરે છે)