KAILASA Library/સચોટ ઉકેલો/પ્રકરણ - ૮ અહમને ઝાંખો કરવોSign in
સચોટ ઉકેલો

પ્રકરણ - ૮ અહમને ઝાંખો કરવો

This text was machine-transcribed from the printed book and may contain errors. Select the words and choose “Report a mistake”.

હવે પછીનું 'ચક્ર' 'આજ્ઞા ચક્ર' (Ajna Chakra) છે. જે આંખના બન્ને ભવાંની વચ્ચે આવેલું છે.

સંસ્કૃતમાં 'આજ્ઞા'નો અર્થ થાય છે, 'ઈચ્છા' અથવા 'હુકમ' 'આજ્ઞાચક્ર' 'ગુરુચક્ર' તરીકે પણ ઓળખાય છે.

આ 'ચક્ર' ગંભીરતા અને અહમ્ થી બંધ થયેલું હોય છે અને તેને નિખાલસતા, સરળતા, જ્ઞાન અને અહમ્ ના સ્વરૂપોને ઝાંખા કરીને ખીલવી શકાય છે.

(મેડિટેશન પધ્ધતિ : દિવ્યનેત્ર મેડિટેશન - આ ઝોરાષ્ટ્રીયન મેડિટેશન પધ્ધતિ છે.)

'આજ્ઞા ચક્ર', 'ચક્ર રાજ' - 'ચક્રો' ના રાજા તરીકે ઓળખાય છે.

આ 'ચક્ર' એટલું બધું મહત્વપૂર્ણ છે કે તેને કાર્યરત કરવા માટે કામ ના કર્યું હોય તેવો એક પણ ધર્મ નથી. જ્યારે આ 'આજ્ઞાચક્ર' ખુલી જાય છે, ત્યારે આખી જાત જ્ઞાનના અલગ જ ક્ષેત્રમાં પ્રવેશે છે. મનની બધી જ સમજ શક્તિઓનાં સ્તરો ખૂલી જાય છે. માટે જ બધા જ ઉચ્ચકોટીના ભગવાનો તેમનાં કપાળમાં ત્રીજી આંખ સાથે રજુ કરાયા છે. ત્રીજી આંખ 'આજ્ઞાચક્ર' જાગૃત થઈ ગયું છે તેની નિશાની છે.

જમાનાઓથી કહેવાય છે કે, જો તમે ભારતના પવિત્ર શહેર વારાણસીમાં મૃત્યુ પામો, તો તમને આપોઆપ મોક્ષ મળી જાય છે. વારાણસી, આપણે જે રીતે જાણીએ છીએ તેવું ફક્ત એક શહેર જ નથી. તે એક એવું ક્ષેત્ર છે, જ્યાં 'વારણા' એટલે આંખના ભવાં અને 'નાસી' એટલે નાકને મળે છે. જ્યાં બરાબર 'આજ્ઞાચક્ર'નું સ્થાન છે. એ મોક્ષ અથવા એન્લાઈટેન્ડ સ્થિતિમાં અહમ્ ના મૃત્યુનું સૂચન કરે છે.

'આજ્ઞાચક્ર' અહમ્ સાથે, ગંભીરતા સાથે, પોતાની જાત માટે જ વધુ પડતું વિચારવા સાથે અને તેથી જીંદગીને અતિ ગંભીરતાથી લેવા સાથે સંબંધિત હોય છે.

ગંભીરતા, બીજા બધાંને ભોગે કોઈ એક બાબતને બિન જરૂરી વધારે મહત્વ આપવા સિવાય બીજું કશું જ નથી. તે, જીંદગીને દરેક મિનિટે પ્રગટ થતાં નાટક સિવાય કશું જ નથી એ રીતે જોવાની અશક્તિમાંથી આવે છે. ગંભીરતા જીંદગીમાંથી વધારે પડતી અપેક્ષાઓ રાખવાનું પરિણામ છે.

એક નાની વાર્તા :

બે છોકરાઓ દરિયા કિનારે રેતીના મહેલ બનાવી રહ્યાં હતાં.

બન્ને વચ્ચે અચાનક ઝઘડો થઈ ગયો અને એક છોકરાએ ગુસ્સો થઈને લાત મારીને મહેલ તોડી નાંખ્યો.

બીજો છોકરો રાજા પાસે ગયો અને તેણે પોતાની ગંભીર સમસ્યાની ફરિયાદ કરી.

રાજા તેના તરફ, રેતીના મહેલને આટલું બધું મહત્વ આપવા માટે હસવા લાગ્યો.

પરંતુ ઝેન સાધુ જે રાજાના સલાહકાર હતા, તે રાજા તરફ હસવા લાગ્યા.

તેણે પૂછ્યું; “તમે પોતે જ્યારે આ પથ્થરોના મહેલો માટે લડાઇઓ કરીને તમારી ઊંઘ બગાડો છો. તો પછી છોકરાઓ રેતીના મહેલ માટે લડે છે, તેના પર શા માટે હસો છો ?’’

આપણી બધી જ ગંભીરતા માત્ર રેતીના મહેલો માટે હોય છે ! આટલું સમજી લો. બાળકો માટે નાની ઉંમરે રેતીના મહેલ કિંમતી હોય છે, એવી જ રીતે આપણી ઉંમરે આપણા માટે પથ્થરના મહેલ કિંમતી હોય છે. બસ આટલું જ.

રેતીનો મહેલ હોય કે પથ્થરનો મહેલ હોય, બન્નેની પાછળ ગંભીરતા એક સરખી જ હોય છે, ફક્ત ગંભીરતાની વસ્તુ અલગ હોય છે. માટે બાળકો જ્યારે રેતીના મહેલ માટે લડતાં હોય ત્યારે હસો નહીં.

ગંભીરતા જીવનની સ્વતંત્રતા અને ખુલ્લાપણાં પ્રત્યે તમારા મનને બંધ કરી દે છે. તમને ફીક્કાં અને મૃત બનાવી દે છે. એ તમારા વિચારોને અંકુશમાં રાખીને, તમે હંમેશા જે જીવન શૈલી જીવો છો તેની સાથે જ ચોટીં રહેવા માટે મજબૂર કરે છે.

એક ઝેન મઠમાં, શિષ્યો વચ્ચે હરીફાઇ યોજવામાં આવી કે સૌથી સારો બગીચો કોણ બનાવશે.

એક શિષ્ય ખૂબજ ગંભીર પ્રકૃતિનો હતો.

તેણે હરીફાઇને પણ ખૂબ જ ગંભીરતાથી લીધી.

તે પોતાના બગીચાને હંમેશા સ્વચ્છ અને વ્યવસ્થિત રાખતો અને ઝાડુ મારીને બરાબર સાફ રાખતો. દરેક ઘાસ એક સરખી ઊંચાઈનું રાખતો અને બધાં જ નાના છોડવાંને કાપકૂપ કરીને વ્યવસ્થિત રાખતો.

તેને ખાત્રી હતી કે પહેલું ઇનામ તેને જ મળશે.

હરીફાઇના દિવસે, ગુરુએ બધાં જ શિષ્યોના બગીચામાં આંટો મારીને નિરીક્ષણ કર્યું.

આ શિષ્યના બગીચાને સૌથી છેલ્લો નંબર આપવામાં આવ્યો.

દરેક જણ આઘાત પામી ગયા.

શિષ્ય ગુરુ પાસે ગયો અને પોતાને છેલ્લો નંબર આપવા માટેનું કારણ પૂછ્યું.

તેણે પૂછ્યું; “ગુરુજી, મારા બગીચામા શું ખામી છે ? મને તમે છેલ્લો નંબર શા માટે આપ્યો ?”

ગુરુએ તેની સામે જોયું અને કહ્યું; “બધાં સૂકાં પાંદડાં ક્યાં છે ?”

જે બગીચાને આ રીતે જાળવવામાં આવે છે એ લાંબો સમય જીવતો નથી ! આ મૃત બગીચો છે.

ગંભીરતા, સ્વયંસ્ફુરણાને મારી નાંખે છે. જે સર્જનાત્મકતાનો નાશ કરી દે છે.

વિજ્ઞાને સાબિત કર્યું છે કે, તમે જ્યારે તમારા કામને રીલેક્સ અને હળવા મૂડથી કરો છો, ત્યારે તમારી વિચારવાની અને નિર્ણય લેવાની ક્ષમતા આપોઆપ વધી જાય છે. એ જ કામ જ્યારે ગંભીર રીતે કરવામાં આવે છે ત્યારે તમારું મન ફિક્કું બની જાય છે.

હું તમને કહું છું : આપણી બધી જ ગંભીરતા બસ એક બિમારી છે. જ્યારે હું કહું છું ત્યારે મારો મતલબ છે ‘બધી જ’. અને આપણી બધી જ બિમારીઓના મૂળ ગંભીરતામાં હોય છે. ગંભીરતા બિમારીનું નિમિત્ત બને છે અને બિમારી ગંભીરતાનું નિમિત્ત બને છે.

એક રાત્રે એક માણસે મને ફોન કર્યો અને રડવા માંડ્યો.

તેણે કહ્યું; “હું તમારા પગમાં પડું છું માસ્ટરજી ! મને મદદ કરો. હું ખૂબ જ હતાશ થઈ ગયો છું ! હું મારા જીવનનો અંત લાવવા જઈ રહ્યો છું !” અને આવું બધું.

મેં તેને શાંત કરવાનો પ્રયત્ન કર્યો, અને છેલ્લે કહ્યું; “તમે આવતીકાલે જ મારા આશ્રમમાં આવી જાવ અને મારી સાથે થોડા દિવસો રહો, આપણે જોઈએ શું થઈ શકે છે”.

તેણે જવાબ આપ્યો; “આવતીકાલે જ માસ્ટરજી ! ઓહ … આવતીકાલે તો મારે ઓફિસ જવાનું છે. અઠવાડિયાના અંતે આવી શકું ?”

આપણાંમાંના મોટા ભાગના આવા જ છીએ - આપણી કહેવાતી સમસ્યઓ વિષે બિનજરૂરી તણાવમાં આવી જતાં. આપણી ગંભીરતાને તોડી પાડવા માટે એક ઝાટકો જ પૂરતો છે. આપણે જ્યારે વાસ્તવિકતા પ્રત્યે જાગૃત થઈ જઈએ છીએ, ત્યારે આપણે જોઈ શકીએ છીએ કે, હકીકતમાં આપણી સમસ્યાઓ કેટલી અપ્રસ્તુત છે !

તમે જ્યારે કંઈ અતિ ગંભીરતાથી કરો છો; તમે જ્યારે પરિણામ માટે અતિશય ચિંતાયુક્ત હો છો, ત્યારે તમે તમારી જાત પાસેથી તેની પૂરેપૂરી ક્ષમતાથી કામ લઈ શકતાં નથી.

અલબત્ત, તમારે આયોજન જરૂર કરવું જોઈએ, તમારે આગળ વિચારવું જોઈએ. પરંતુ તે પ્રામાણિકતાથી કરો, નહીં કે ગંભીરતાથી. ગંભીરતા અને પ્રામાણિકતા એક સરખાં નથી. પ્રામાણિકતા કામ પ્રત્યેનો ઉત્સાહ અને જોશ છે. પરિણામોની વધારે પડતી ચિંતાં કર્યા વગર કામ કરવું એ તેના પ્રત્યેની પ્રામાણિકતા છે.

તમે જ્યારે ગંભીર હો છો, ત્યારે તમે આનંદ કરી શકતાં નથી, હસી શકતાં નથી. તમે ગંભીર હો ત્યારે હસી કઈ રીતે શકો ? બન્ને એક બીજાના પૂરા વિરોધી છે. કાંતો ગંભીર રહો, અથવા તમે હસી શકો. તમે આ બન્ને એક જ સમયે સાથે કરી શકો નહીં કારણ કે, ગંભીરતાની મુળભૂત વ્યાખ્યા જ એવી છે.

પરંતુ તમે જ્યારે પ્રામાણિક હો છો ત્યારે તમે હસી શકો છો અને રમતીયાળ રહી શકો છો.તમે તમારુંકામ સર્જનાત્મક રીતે અને રમતાં રમતાં કરી શકો છો અને કામ આનંદથી પુરું થાય છે. અને કારણ કે તમે જ કામ પુરું કર્યું હોય છે, માટે તમે પ્રામાણિક છો જ.

પ્રામાણિકતામાં ચિંતા હોતી જ નથી, તેમાં ફક્ત ઉત્સાહ જ હોય છે.

તમે જ્યારે ગંભીર હો છો, ત્યારેતમે અભિમાની બની જાવ છો, કારણ કે આખી બાબતને એક વૈશ્વિક નાટક તરીકે જોવામાં નિષ્ફળ તમે જાવ છો. તમને તમારું અસ્તિત્વ અતિશય ‘હું’ પણાંને લીધે લાગે છે, માટે તમે અતિશય ગંભીર હો છો. જો તમે સમજી શકો કે સમગ્ર બાબત એક નાટક છે. તો તમે ક્યારેય ગંભીર નહીં બનો. જ્યારે તમારામાં આ સમજણ ઊંડાણમાંથી પ્રગટે છે, ત્યારે તમે અસ્તિત્વના નાટક સાથે તાલમાં રહીને પૂરા આનંદથી બધું જ કામ કરતાં જાવ છો. અને તમે જ્યારે આવી રીતે કરો છો ત્યારે તમે ગંભીર હોતાં નથી, તમે બસ પુરી પ્રામાણિકતાથી તમારું પાત્ર ભજવતાં હો છો, બસ આટલામાં બધું જ.

તમે સમજો આમાં બે બાબતો હોયછે : સમયના ક્રમ પ્રમાણે કરેલું આયોજન અને માસનશાસ્ત્રીય આયોજન. સમય પ્રમાણેનું આયોજન સમય પત્રક છે જે તમે નક્કી કરો છો : સવારે આટલા વાગે ઉઠશો, આટલા સમયમાં પ્રાતઃક્રિયાઓ પતાવશો, ચોક્કસ સમયે ઓફિસે પહોંચશો અને ઓફિસના અમુક ચોક્કસ કામો દિવસ દરમ્યાન પૂરાં કરશો. આ બરાબર છે. સારા પરિણામો લાવવા માટેનો, અને કામની ગોઠવણ કરવાનો આ વ્યવહારુ રસ્તો છે. આ આયોજન પ્રમાણે સહૃદયતાથી કામ કરવાથી તમે વધારે અને વધારે સુખની પ્રાપ્તિ કરી શકો છો.

બીજી બાજુ માનસશાસ્ત્રીય આયોજન, જે તમારા મનમાં છે, જેને સમય અથવા જગ્યા સાથે કશું જ લાગતું વળગતું નથી. સમયપત્રકના આયોજન ઉપરાંત તમારા મગજમાં સતત ગંભીર માનસિક આયોજન ચાલતું જ હોય છે. જે તમને એવું વિચારતા રાખે છે કે તમે ગંભીર અને ફરજ પરસ્ત છો. આ સમયપત્રક પ્રમાણે થયેલાં આયોજન તરફની નકારાત્મક ગ્રંથિ સિવાય કશું જ નથી. તમે તમારા આયોજનનું વિશ્લેષણ કર્યા કરો છો એન ફિક્કા થતાં જાવ છો કારણ કે તમારી બધી જ શક્તિ વારંવાર વિશ્લેષણ કરવામાં જ વપરાઈ જાય છે.

માનસિક આયોજન તમારા અહમને પાનો ચડાવે છે. એથી તમને તમે મહાન અને કિંમતી છો તેવું લાગે છે. તે તમને ગંભીર રહેવામાં મદદ કરે છે. એ તમને એવું લગાડે છે કે તમે કામને ખૂબ જ મહત્વ આપો છો. તેનાથી તમને એવું લાગે છે કે બધી ચિંતા તમારા હાથમાં છે અને તમે જ આ કામ કરી શકો છો. તમે દરેક નાની બાબતો કરવા માટે તલસાટ અનુભવો છો અને તમને એવું લાગે છે કે તમારું સુખ એમાં જ સમાયેલું છે. આ માનસિક આયોજન છે.

હું તમને કહું છું : હકીકતમાં આ રસ્તો સુખને મુલતવી રાખવાનો છે, જીવનને મુલતવી રાખવાનો છે, અમુક બાબત બની જશે પછી જીવનનો આનંદ કરવાનું શરૂ કરવાનો છે !

આપણે હંમેશા વિચારીએ છીએ, “જો મારા લગ્ન થઈ જશે, મારી જીંદગી સેટલ થઈ જશે. માટે મારે પહેલાં લગ્ન કરવા માટે તૈયારીઓ કરવી જોઈએ. જો મારે બે બાળકો હશે તો મારી પત્નીને સંતોષ હશે.

એક વખત હું નિવૃત્ત થઈશ પછી શાંતિથી જીવીશ.

આ એક અભિગમ છે - “અત્યારે ગંભીર બની જાવ, પાછળથી હું આનંદ કરી શકીશ !”

અંતે તમે અત્યારે કે પાછળથી ક્યારેય સુખી થઈ શકતાં નથી. તમે કોઈપણ સમયે સુખી થવાની તમારી ક્ષમતા ગુમાવી દો છો.

બસ, સહજતા સાથે, સ્વયંસ્ફુરણા સાથે, નિખાલસતા સાથે જીવો.

સંપૂર્ણતાને ચીકણાઈપૂર્વક વારંવાર વળગી ના રહો. હું તમને કહું છું : સંપૂર્ણતાની લત તમને માનસિક રીતે અસ્વસ્થ બનાવી દે છે. તમે જે કાંઈ કરો સમગ્રતાથી કરો, પ્રામાણિકતાથી કરો બસ. પછી આપોઆપ, તમે જે કંઈ કરશો તે સંપૂર્ણ હશે અને તમારે સંપૂર્ણતાની બિલકુલ ચિંતા નહીં કરવી પડે.

સંપૂર્ણતાનો આગ્રહ તમારા મનની પેદાશ છે. તે તમારું ધ્યેય બની જાય છે. તમે તેના માટે ધ્યેયની જેમ કામ કરો છો. અને તમે જ્યારે તેને જ ધ્યેય સમજીને કામ કરો છો ત્યારે તે મૃત અને ભૌતિક બની જાય છે. તમે જ્યારે સમગ્ર અને તમારા હૃદયમાં સ્થાપિત થયેલાં હો છો, ત્યારે તે એક ગહન અનુભવ બની જાય છે. પછી તેમાંથી જે બહાર આવે છે, તે સુંદર હોય છે અને તમને આનંદ પણ આપે છે. પછી તમે જે કાંઈ કરો છો, તમે અસ્તિત્વ સાથે લયમાં હો છો.

સંપૂર્ણતાનો દૃઢાગ્રહ તમને ક્યારેય આનંદ આપતો નથી, તે ફક્ત અહમને સંતોષે છે. તમને એવુ લાગે છે કે તમને સંતોષ થયો છે, પરંતુ તે તમારા અહમ્‌નો સંતોષ હોય છે, એમાં તમને તમારી જાતમાં પરિપૂર્ણતાનો અનુભવ ક્યારેય નહીં થાય. ખૂબ જ સ્પષ્ટ બની જાવ : જે લોકો સંપૂર્ણતાના અતિ આગ્રહી હોય છે, એ લોકો સૌથી મોટા અભિમાની હોય છે. એ લોકોસમગ્ર બનવાની દિશા ચૂકી ગયા હોય છે. અને એક વાત જાણી લો : તમે જ્યારે ગહનતામાં ઉતરો છો, ત્યારે જ સમગ્રતા શક્ય બને છે. સંપૂર્ણતા ક્યારેય શક્ય નથી કારણ કે તે તમારા મનમાં હોય છે. અને તમારું મન સંપૂર્ણતાની વ્યાખ્યા બદલતું રહે છે.

અને એક વધારે વાત : ભૂલો કરવાની હિંમત હોવી જોઈએ. ગંભીર લોકો ભૂલ થઈ જશે એ બાબતથી હંમેશા ડરતાં હોય છે. એ લોકો પોતાની જાતને અતિશય ગંભીરતાથી લે છે. તે લોકો પોતાની જાત માટે અતિશય વિચારે છે. તેમને માટે કોઈ તેમની ભૂલ બતાવીને આંગળી ચીંધે તે અસહ્ય થઈ જાય છે. હકીકતમાં હું તમને કહું છું, જે લોકો નાની ભૂલો કરવાથી ડરતાં હોય છે, તેઓ અંતે ગંભીર ભૂલો કરી બેસતાં હોય છે !

ભૂલ કરવામાં ખોટું શું છે ? તમે કહેશો, “માસ્ટરજી, મારા કામમાં ભૂલ થાય તે મને પોષાય તેમ નથી. માટે હું આટલો ગંભીર છું.” તમે જે કહો છો તે કદાચ સાચું હશે તમારું કામ તમને ભૂલો કરવાની રજા નહીં આપતું હોય, પરંતુ હું અહીં જે કહેવાનો પ્રયત્ન કરી રહ્યો છું તે આ મુદ્દો નથી. તમે જ્યારે ભૂલો કરો છોત્યારે લોકો તમારા તરફ આંગળી ચીંધે છે અને એ તમે સહન કરી શકતાં નથી. તમારો અહમ્ ઘવાવાનો જ છે, અને તમે આ બાબતમાં અતિ લાગણીશીલ છો. તમે આ જાણો છો. માટે જ તમારા અહમ્‌ને ઠેસના પહોંચે માટે, તમે ભૂલોના થાય તેની તમારાથી બનતી મહત્તમ કોશિશ કરો છો.

તમારા અહમ્‌નું રક્ષણ કરવા માટે, તમે સભાનપણે અને અભાનપણે અતિશય આયોજન કરતાં રહો છો. પરંતુ તેના માટે તમે જે કારણો આપો છો તે અલગ હોય છે. તમે જુઠ્ઠું બોલતાં નથી. ના ! એ તમારી સિસ્ટમ જે રહસ્યમય રીતે કામ કરે છે તેનાથી તમે અજાણ હો છો, એની પાછળ તમારો અહમ્ કામ કરતો હોય છે. પરંતુ તમે ગહનતાથી વિશ્લેષણ કરીને જુઓ, તો હું જે કહી રહ્યો છું તે તમે સમજી જશો.

ભૂલો કરવી તેમાં કશું જ ખોટું નથી. હકીકતમાં, થોડી ભૂલો કરવાથી તમે સ્પષ્ટતાથી સમજી શકો છો કે, ભૂલોની અવગણના કેવી રીતે કરવી, કારણ કે તમે તેને અનુભવથી સમજી ગયા હો છો. તમે ભૂલોમાંથી જેટલું વધારે શીખો છો તેટલું તમે ભૂલો કેવી રીતે ના કરવી તેના વિષે વધારે જાણી શકશો.

ભૂલો કેવી રીતે ના કરવીતે જાણવું, એ ખૂબ જ મહત્વની બાબત છે. જ્યારે તમે કોઈપણ બાબતની બન્ને બાજુ જોઈ હોય છે. ફક્ત ત્યારે જ તમે બન્ને બાજુઓને ખોલીને તેને અનુભવ કર્યો હોય છે. નહીંતર જ્યારે તમને પોસાય તેમ ન હોય ત્યારે અજાણી બાજુ પડી જવાનું જોખમ હંમેશા રહે છે.

ફક્ત એક વાત : એની એજ ભૂલ બીજી વખત ના કરો ! તમારું મન હંમેશા ઘરેડનું પુનરાવર્તન કરે છે. આવું ભૂલો સાથે પણ ના કરો. નવી ભૂલો કરો ! અને વધારે અને વધારે સારી સમજણ તરફ આગળ વધો.

હું એમ નથી કહેવા માંગતો કે તમે જાણી જોઈને ભૂલો કરો. એ વળી પાછી ફરી મૂર્ખતા કરી કહેવાશે. હું ફક્ત એટલું જ કહેવામાUsers માંગુ છુ કે દરેક બાબત તમારા પૂરેપૂરા જ્ઞાન અને ઉત્સાહથી કરો. પરંતુ કદાચ, ભૂલ થઈ જશે તો ? એવી ચિંતા કર્યા વગર કરો. તમે જ્યારે ચિંતામાં હો છો ત્યારે જ ભૂલ થઈ શકે છે, તમે તમારો અહમ્ ઘવાશે તેની ચિંતા મા હો છો.

તમે જ્યારે અહમ્ ઘવાવાની વધારે પડતી ચિંતા નથી કરતાં, ત્યારે તમારામાં કોઈપણ પ્રકારનો કુદકો મારવાની હિંમત હોય છે. તમારી બધી જ કહેવાતી ચિંતા તમારો અહમ્ ઘવાશે તેની હોય છે. તમે જ્યારે તેમાંથી મુક્ત હો છો ત્યારે તમે વધારે સ્વતંત્રતા અને હિંમતથી જ કામ કરો છો. તમે વધારે ખુલવા ઈચ્છો છો.

એક નાની વાર્તા :

કલબ હાઉસમાં એક માણસે પોતાની પાનાની રમત પૂરી કરી હતી અને કલબમાંથી જવાની તૈયારીમાં હતો. તે કોટ ભરવવાના સ્ટેન્ડ પાસે ગયો અને કોટ પહેરતો જ હતો ત્યાં પાછળથી નમ્રતા ભર્યો અવાજ આવ્યો; “સર, પરંતુ તમે મી. ફિલીપ છો ?”

માણસ પાછળ ફર્યો અને જવાબ આપ્યો; “ના હું નથી”.

પેલા આવજે કહ્યું; “ભગવાનનો આભાર. હું ફિલીપ છું અને એ કોટ મારો છે.”

આપણને, કદાચ ભૂલ થઈ જશે તો, આપણી જાતને અથવા આપણા અહમ્ને ઈજા થશે તો એ વાતથી અતિશય ડરીએ છીએ. તેથી આપણે કામ કરતી વખતે ઉત્તેજના અને ગંભીરતાથી વિચારતાં હોઈએ છીએ, આપણાથી ભૂલ થઈ જશે તો? આપણે એટલા રાંક બની જઈએ છીએ ! આ બીજું કશું જ નથી પરંતુ અહમ્નું છુપું સ્વરૂપ છે. તમે તમારો અહમ્ ઘવાશે તેનાથી ખૂબ જ ભયભીત હો છો, માટે તમે આ રીતે વર્તન કરો છો. તમારા અહમ્નું રક્ષણ કરવાનું છોડી દો, અને મુક્ત રીતે આગળ વધો.

ગંભીરતાથી દૂર ખસી જાવ. ગમે તેમ હોય પણ આપણે હંમેશા આધ્યાત્મિકતાને ગંભીરતા સાથે જોડી દઈએ છીએ. આ બહુ જ ખોટો ખ્યાલ છે. ગંભીરતા ક્યારેય ધર્મ અથવા આધ્યાત્મિકતા બની શકે નહીં.

હું તમને ઘણી બધી જોક્સ અને નાની વાર્તાઓ શા માટે કહેતો રહું છું ? આવી બધી વાતો ન કહું તો તમે બધાં ગંભીર બનવાનું શરૂ કરી દેશો અને તમે જો ગંભીર બની જશો તો, તમે મૃત અને ભારે બની જશો. તમે જીવંત અને હળવા નહીં રહો. હું અહીં તમને ભારેખમ બનાવવા નથી આવ્યો.

અહીં, હું તમને ભાર વગરના અને હળવા બનાવવા માટે છું. હું તમને એ બતાવવા માટે અહીં છું કે તમારી

ગંભીરતા, તમારા અહમ્‌ના બીજા સ્વરૂપ સિવાય કશું જ નથી. તમે જે ‘નથી’, તે તમને બતાવવા માટે હું અહીં છું. તમે તમારા માટે અત્યારે તમે જે છો, તેને બળ પૂરું પાડવા માટે હું અહીં નથી.

જે લોકો પોતાના ભૂતકાળ અને ભવિષ્યથી હંમેશા લદાયેલા રહે છે તેઓ ગંભીર હોય છે. તે લોકો સ્વયં સ્ફુરણાથી કેવી રીતે હસવું તે જાણતાં નથી. તેમને એવું લાગે છે કે ભૂતકાળ અને ભવિષ્યને પૂરી ગંભીરતાથી પોતાના ખભા પર લઈને ફરવું તે તેમની ફરજ છે. આ અતિશય અહમ્ પ્રેરિત અભિગમ છે. તેમને એવું લાગે છે કે તેઓ જો આમ નહીં કરેતો તેમના સિવાય બીજું કોઈ તે કરી શકશે નહીં.

સૌથી પહેલાં તો ભૂતકાળ અને ભવિષ્યને ખભા પર લઈને ફરવાની જરૂર નથી. બસ વર્તમાનમાં રહો. આટલું જ પુરતું છે. આવા લોકો તેમનો વર્તમાન સંપૂર્ણ પણે ગુમાવી દે છે. આવા લોકો તેમના જીવનમાં હસવાનું સંપૂર્ણ પણે ગુમાવી દે છે.

હાસ્ય એવી બાબત છે જે તમારા આત્મામાંથી શક્તિના કિરણો તમારા શરીરમાં લાવે છે. તે તમારી આખી જાતનો સંપૂર્ણ કાયાકલ્પ કરી નાંખે છે. બીજી કોઈપણ બાબત કરતાં તે તમને વધારે સાજા કરે છે. તે તમને વર્તમાનની એવી અદ્ભૂત ઝાંખી કરાવે છે, જેને મેળવવા માટે તમારે મેડિટેશનની બીજી મુશ્કેલ પધ્ધતિઓ અજમાવવી પડે છે.

હસવું એ સૌથી શક્તિશાળી મેડિટેશન પધ્ધતિ છે.

હસવું એ મહાન આધ્યાત્મિક ગુણ છે. નિખાલસતા અને હાસ્ય હંમેશા સાથે આવે છે. મેં પહેલાં કહ્યું તેમ, ગંભીરતા ક્યારેય હાસ્ય સાથે રહી શકે નહીં. કાંતો તમે ગંભીર હો છો અથવા તમે હસતાં હો છો. જ્યારે તમે ‘સ્વાભાવિક’ હો છો ત્યારે તમે હસી શકો છો અને પ્રામાણિકતાથી તમારી ફરજ નિભાવી શકો છો.

આપણાંમાંના કેટલાં પૂરા હૃદયથી હસી શકે છે ? હસવામાં પણ આપણે સંયમિત હોઈએ છીએ ! સમાજના કહેવાતા એટીકેટે તમને સૌજન્યપૂર્વક હસવાનું શીખવ્યું હોય છે. નાનાં બાળકો જ્યારે હસે છે ત્યારે આપણે તેને આવું એટીકેટવાળું હસવાનું શીખવીએ છીએ. આપણે તેમની અભિવ્યક્તિની સ્વાભાવિક રીતો પર ઠંડુ પાણી રેડી દઈએ છીએ. આપણે તરત જ કહી દઈએ છીએ બસ હવે નહીં આટલું પુરતું છે ! આપણે તેમના હસવાને પણ બીબાં ઢાળ બનાવી દેવાનો પ્રયત્ન કરીએ છીએ.

મેં માતાઓને તેમની દીકરીઓને કહેતા સાંભળ્યું છે; “પુરુષની જેમ હસ નહીં; સ્ત્રીની જેમ હસ !” હાસ્યને તમે કેવી રીતે જાતિ સાથે જોડી શકો ? હાસ્ય કંઈક એવી બાબત છે જે તમારી મૂળભૂત જાતમાંથી આવે છે. હું તમને કહું છું, તમારા બાળકોને આ રીતે બીબાંમાં ઢાળવાની તમારી બધી જ પ્રવૃત્તિઓ તેમને બસ તમારી પોતાની જાત જેવાં ફિક્કાં અને મૃત બનાવી દે છે. જ્યાં સુધી તમે તેમને તમારી ડુપ્લીકેટ નકલ નથી બનાવી દેતાં ત્યાં સુધી તમને જંપ વળતો નથી.

આ વરસે હું અમેરિકાની મુલાકાતે ગયો ત્યારે થોડો સમય થોડાં બાળકો સાથે ગાળ્યો હતો. મેં તેમની સાથે બે કલાક સુધી વાતચીત કરી હતી. મેં ઘણી બધી જોક્સ કહી પણ તેઓ પૂરી સરળતાથી હસતાં નહોતાં. ત્યારે મને આઘાત લાગી ગયો. આજના બાળકો કહેવાતી નકલી પુખ્તતા મેળવી લે છે અને તેમની સિસ્ટમમાંથી હાસ્યને બહાર રાખે છે. જો તેઓ નાનાં ભૂલકાંની જેમ હસી ના શકે, તો પછી તેઓ મોટાં થઈને શું કરશે ? મારા માટે આ અસહ્ય હતું.

લોકો મને પૂછે છે, મારું હસવું ચેપી છે પેલા નાના બાળકો સાથે મને મારું હાસ્ય પહેલી વખત બિનચેપી લાગ્યું ! તેઓ મારી સામે, ચહેરા પર પુખ્તતાના ભાવ લાવીને જોઈ રહ્યાં હતાં. મને ડર લાગયા માંડ્યો કે તેઓ ‘મને’ ગંભીર બનાવી દેશે !

તમે સમજો પુખ્તતામાં એવું કશું જ નથી જેથી હાસ્યને બહાર રાખવું પડે. પરંતુ ગમે તે રીતે, આપણને એવું લાગે છે કે જ્યારે આપણે પુખ્ત હોઈએ ત્યારે આપણે જાતે જ આપોઆપ સમજીને ઓછું હસવું જોઈએ. હાસ્ય પોતે જ એક તાકાત છે. કારણ કે તે તમારા મૂળભૂત ‘સ્વ’માંથી શક્તિને સપાટી પર લાવે છે.

જો તમે મારા સેશનમાં બેસવાનું ચાલુ રાખશો, તો મોટાભાગના સમયમાં ફક્ત હસવાનું જ હશે. અમુક જોક્સ ફટાકડાની જેમ ફૂટે છે અમુક વાર્તા કહું છું અને બધાં જ હસે છે. હું મારી બેઠકમાં ગંભીરતાને ક્યારેય પ્રવેશવા દેતો જ નથી. મારા આશ્રમમાં જે લોકા કામ કરે છે તેમનામાં પણ હું ક્યારેય ગંભીરતા સ્થાપિત થવા દેતો નથી.

એક નાની વાર્તા :

એક ખૂબ જ રમૂજી વક્તાને શહેરમાં ભાષણ આપવા માટે આમંત્રણ આપવામાં આવ્યું હતું.

તે પ્રોગ્રામમાં પોતાના લોકોના મોટા જૂથને સાથે લાવ્યા.

આયોજકોને વક્તા સાથે આટલાં બધાં લોકો આવેલાં જોઈને નવાઈ લાગી.

વક્તાએ આયોજકોને થયેલું આશ્ચર્ય જોયું અને તેમણે સમજાવ્યું; “આજના દિવસોમાં લોકોને હસાવવા બહુ જ મુશ્કેલ કામ થઈ ગયું છે, તેથી હું મારાં પોતાના સાંભળનારા (શ્રોતાઓ) સાથે લઈને આવ્યો છું.”

કહેવાતા ઊંચા વર્તુળોમાં લોકો હસે છે, પરંતુ ખૂબ જ સંસ્કારી અને સારી રીત ભાતથી ! આ સાચું હાસ્ય નથી; એ મેડિટેશનમાં લઈ જાય તેવું હાસ્ય નથી, જેના વિષે આપણે વાત કરી રહ્યાં છીએ. એ તો માત્ર તેમના અંદરના અહમ્ની અભિવ્યક્તિ છે. બસ આટલું જ.

જ્યારે જોક સાંભળો છો ત્યારે તમે શા માટે હસો છો, તેનું જો તમે વિશ્લેષણ કરશો તો, મેં હમણાં જે તાર્કિક વિધાનો કર્યાં તે તમે સમજી શકશો. તમે જ્યારે તર્કને વળગી રહો છો, ત્યારે તે પેદા કરેલો હોય છે, અને એવી જોકની પંચલાઈન સાંભળો છો, ત્યારે તર્ક ઢગલો થઈને તૂટી પડે છે ! જે ક્ષણે તમારે તર્ક ઢગલો થઈ જાય છે, તમારા વિચારો, તમારું મન પણ ઢગલો થઈ જાય છે અને તમે અ-મનની સ્થિતિમાં આવી જાવ છો અથવા ‘સાતોરી’ ની સ્થિતિમા હો છો. તમે બુદ્ધ બની જાવ છો !

તમે જ્યારે અ-મનની સ્થિતિમાં હો છો, ત્યારે તમે વર્તમાનમાં હો છો. તમે જ્યારે હસો છો ત્યારે તમે વર્તમાનમાં હો છો કારણ કે તમે જ્યારે હસો છો ત્યારે વિચારો હોતાં નથી. તમે જ્યારે વિચાર વગરના હો છો. ત્યારે તમે વર્તમાનમાં હો છો. જ્યારે તમે વિચારતાં હો છો ત્યારે કાં તો તમે ભૂતકાળ અથવા ભવિષ્યમાં હો છો.

હાસ્ય ‘સમગ્ર’ હોય છે, તમને સાજા કરે છે અને તમારું પરિવર્તન કરે છે. માણસ જાત માટે આ સૌથી સરળતાથી મળતી અને સૌથી સારી દવા છે.

હું તમને કહું છું : જીંદગી અતિશય કિંમતી છે તેને ફિક્કી અને મંદ ક્ષણોમાં વેડફી નાંખવી ના જોઈએ. હસો અને તમારા જીવનને શક્તિ અને દિવ્ય આનંદ સાથે જોડી દો. તમે ગમે તે કામ કરતાં હો, બસ સતત આનંદમાં રહેવાનો નિર્ણય કરી લો. પ્રામાણિક બનો. ગંભીર નહીં.

તમે જ્યારે હસો છો ત્યારે તમે તમારી આસપાસ શક્તિના તરંગો પ્રસારીત કરો છો; તમે તમારી આસપાસ ઉપચારક આનંદના તરંગો પ્રસારીત કરો છો. માટે જ્યારે કોઈ ખરાબ મુડ વાળી વ્યક્તિ અંદર આવે છે ત્યારે તે તેની આસપાસ એવા જ તરંગો પ્રસારિત કરે છે અને તેના આજુબાજુના લોકો પર તેની અસર થવાની પૂરેપૂરી શક્યતા છે. હું ડોકટરોને હંમેશા અમુક શુદ્ધિકરણનું મેડિટેશન કરવાનું કહું છું, કારણ કે તેઓ સતત નકારાત્મક વિચારો ધરાવતા અને રોગી દર્દીઓથી ઘેરાયેલાં હોય છે.

યસ ...

“માસ્ટરજી પરંતુ હસવા માટે અમારે કારણની જરૂર પડે છે. અમને કોઈ રમૂજી બાબત જોવા જ ન મળતી હોય તો કેવી રીતે સતત હસતાં રહેવાનું નક્કી કરી શકીએ.”

આપણે હંમેશા એવું જ વિચારીએ છીએ કે હસવા માટે આપણે કોમેડિયન અથવા જોકની જરૂર પડે છે. હું તમને કહું છું: તમે જ્યારે વર્તમાન ક્ષણોમાં જીવવાનું શરૂ કરો છો ત્યારે તમારું આખું અસ્તિત્વ જ અતિ સુંદર અને હળવું થઈ જાય છે. તમારા શ્વાસોશ્વાસની ક્રિયા, તમે લીધેલા ખોરાકનું લોહીમાં ફેરવવાનું, બનાવોનું અસ્તિત્વમાં એક સાથે બનવું, દરેક બાબત ખૂબ જ સુંદર બની જાય છે. તમે દિવ્ય આનંદમાં હો એવું તમને લાગે છે અને કાયમ મુસ્કુરાતા અને હસતાં રહો છો. તમારી આખી જાતમાંથી હાસ્ય અને દિવ્ય આનંદ પ્રવાહિત થયા કરે છે.

જોક વખતે હસવું બરાબર છે, પરંતુ તમે જ્યારે અસ્તિત્વ સાથે લયમાં અવી જાવ છો, ત્યારે તમે બસ વૈશ્વિક નાટકનો આનંદ માણો છો અને તમે દરેક બાબત પર હસો છો. પછી ત્યાં ગંભીરતા માટે જગ્યા જ હોતી નથી, અહમ્ માટે જગ્યા જ હોતી નથી. પછી તમે રૂક્ષ હોતા નથી. તમે ફુવારાની જેમ હાસ્યની છોળો ઉડાડો છો. તમે અસ્તિત્વની રમતની ગહન સમજણ મેળવી લો છો અને તમે હસો છો.

તમે જોઈ શકો છો કે દરેક દરેક વ્યક્તિ ફક્ત અભિનેતા છે પરંતુ તેમની ભૂમિકા સાથે તેઓ અતિશય ગંભીર બની ગયાં છે અને તમને તેના પર હસવું આવે છે. તમને એ વાત પર હસવું આવે છે કે રમત રમતી વખતે એક બીજાને કેવા ભ્રમમાં નાંખે છે. તમે એ વિચારથી પણ હસો છો કે તમે પણ રમત કરી રહ્યા છો ! તમે ‘હું’ થી અને ‘મારા’થી, તેમજ અહમ્ અલગ થઈ જાવ છો.

એક નાની વાર્તા :

એક વખત, સાચી આધ્યાત્મિકતાના અર્થ બાબતમાં ચર્ચા વિચારણા કરવા માટે બૌધ્ધ સાધુઓનું એક સંમેલ્લન થયું હતું.

દરેક સાધુ મંચ પર ગયો અને આધ્યાત્મિકતાના અર્થ વિષે લાંબુ ભાષણ આપ્યું.

છેલ્લે ઝેન સાધુનો બોલવાનો વારો આવ્યો. તે સ્ટેજ પર ગયો અને બસ હસવા જ માંડ્યો ! તે હસતો જ રહ્યો, હસતો જ રહ્યો. તેના પૂરા અસ્તિત્વથી હસતો જ રહ્યો. હાસ્ય તેની નાભિમાંથી આવતું હતું. તેણે બેકાબુ પણે હસવા માંડ્યું અને સતત હસતો રહ્યો. અને તેનું હાસ્ય એટલું બધું ચેપી ગયું હતું કે, તરત જ રૂમમાં જેટલાં હાજર હતાં તે બધાં જ હસવા માંડ્યા.

સાધુ શા માટે હસે છે તે જાણ્યા વગર જ !

તેના પ્રત્યે સભાન થયા વગર જ, બધા જ સાધુઓના હાસ્યથી હકારાત્મક શક્તિના જથ્થાબંધ તરંગો રૂમમાં ફેલાઈ ગયા.

સાધુઓ અદ્ભૂત ઉચ્ચતાએ પહોંચી ગયા.

તેમની વિચારવાની ક્રિયા તૂટી પડી અને તેમની જાત દિવ્ય આનંદથી ભરપૂર થઈ ગઈ.

ઝેન સાધુ અંતે બોલ્યો; “આજ સાચી આધ્યાત્મિકતા છે.”

હાસ્ય આધ્યાત્મિકતાનો સૌથી ઊંચો ગુણ છે. તે તમને એન્લાઈટેન્મેન્ટ તરફ દોરી જઈ શકે છે ! હસવામાં રોગમાંથી સાજા કરવાની મહાન શક્તિ રહેલી છે. જો તમે તમારી બિમારી પર હસી શકો, તો તમે તંદુરસ્ત બની જાવ છો. હસવું એ અસ્તિત્વની શક્તિ સાથે જોડાવાનો સુંદર રસ્તો છે, જે સાજા કરવાની શુધ્ધ શક્તિ છે.

આપણાં મેડિટેશન પ્રોગ્રામમાં આપણે હંમેશા નૃત્ય અને હાસ્યને સામેલ કરીએ છીએ. બુધ્ધ બનાવવાનો તે જ સરળમાં સરળ રસ્તો છે ! નૃત્ય તમને સરળ અને હળવા બનાવે છે. નૃત્યની જેમ જ, હસવું એ પણ સરળ અને આનંદદાયક મેડિટેશન છે. તમે જ્યારે કોઈપણ જાતની પરવા વગર જ નૃત્ય કરો છો, ત્યારે તમે પોતે જ નૃત્યુ બની જાવ છો. પછી તમારામાંથી શક્તિનો ધોધ છૂટે છે.

જો તમે તમારી કહેવાતી ઓળખાણોથી મુક્ત હો, તો જ તમે કોઈપણ જાતની પરવા કર્યા વગર નાચી શકો છો. જ્યાં સુધી તમે એમ વિચારો છો કે હું અમુક છું, ત્યાં સુધી આનંદમાં નાચી શકતા નથી. નૃત્ય તમારી અંદરની બહાર આવતી અભિવ્યક્તિ છે અને હું તમારા ગોઠવેલા નૃત્યની વાત નથી કરતો જેમાં તમારે એકએક પગલું ક્રમવાર મૂકવાનું હોય છે. હું એ વિષે વાત કરી રહ્યો છું જેમાં તમે તમારી બધી જ કહેવાતી ઓળખાણો ને ફેંકી દો છો અને તમે અસ્તિત્વ સાથે એકત્વ અનુભવીને આનંદથી નાચી ઉઠો છો, ઝૂમો છો.

પોતાના પ્રત્યેની સભાનતા અહમ્નું પ્રદર્શન છે. એવા લોકો પોતે નાચશે તો બીજા લોકો શું કહેશે તેના ભયથી લદાયેલા હોય છે અને તેથી તેઓ શાંતિથી બેસી રહે છે. ફરીવાર કહું છું. તેવા લોકો પોતાના અહમ્નું રક્ષણ કરતાં હોય છે અને તેઓ જીંદગીનો આનંદ ગમે તે રીતે ગુમાવી દે છે.

તમારા ઘરમાં ક્યારેક એક વખત તો સંગીત ચાલુ કરીને નાચ કરો. બસ હું પણું જતું કરવાનો નિર્ણય કરો. એ તત્કાળ મેડિટેશન બની જશે. અને તમને તમારા મનની ઉપર લઈ જશે અને શબ્દો નહીં કરી કરી શકે તેવું તમારૂં પરિવર્તન કરી દેશે. સ્વાભાવિક બની જાવ. મુળભૂત જે છો તે જ બની જાવ. જે લોકો તમારા નૃત્યની ટીકા કરતાં હશે તે લોકો બસ નૃત્યનો આનંદ ચૂકી જશે. નૃત્ય અને હસવું તમારા અહમ્ને ઓગાળવા માટેની સરળ પધ્ધતિઓ છે. જે તમને અસ્તિત્વમાં એકરૂપ કરે છે.

યસ …

“માસ્ટરજી અમે ક્યારે જાણી શકીએ કે અમારો અહમ્ વધારે નથી ?”

બસ મૂકી દો, જ્યારે તમને એવું લાગવા માંડે કે તમારું અલગ અસ્તિત્વ નથી, ત્યારે તમારો અહમ્ ઓગળી ગયો હોય છે. જ્યારે તમે એન્લાઈટેન્ડ બની જાવ છો ત્યારે તમારો અહમ્ ભૂંસાઈને નાશ પામે છે. જ્યારે તમારો અહમ્ છૂટી જાય છે, ત્યારે તમે જે દિવાલો ઉભી કરી હતી તે અદ્રશ્ય થઈ જાય છે અને તમારા માંથી મુક્ત રીતે અસ્તિત્વ વહેવા લાગે છે. તમે જાણતાં હો કે ના જાણતાં હો, તમે સ્વીકારો કે ન સ્વીકારો, અસ્તિત્વ તમારા થકી પ્રવાહિત થવા માટે દરેક મિનિટે પ્રયત્ન કરતું જ હોય છે, પરંતુ તમે અહમ્‌થી એટલાં બધા ભરપૂર હો છો કે તમે તેને સ્વીકારી શકતાં નથી. તમે તમારા અહમ્‌ને લીધે અસ્તિત્વના ચમત્કારો ચૂકી જાવ છો. તમે અસ્તિત્વ સાથે જોડાઈ શકતાં નથી અને તમે અહમ્‌માં, અજ્ઞાનમાં અને દુઃખમાં જીવવાનું ચાલુ રાખો છો.

તમે અહમ્‌માં એટલાં બધાં ભરપૂર છો કે તમે તમારી પોતાની જાતથી ઘણાં દૂર રહીને જીવો છો. તમારી અંદર એટલા બધા માલનો ભરાવો થઈ ગયો છે કે તમારે તેના પર કાબુ મેળવવાની જરૂર હોય છે, એ માલ જે તમે ઘણા જન્મોથી સંગ્રહ કરતાં આવ્યા છે; ફક્ત આ એક જ જીંદગીનો નહીં. તમારી પોતાની જાતમાં જ તમારા પોતાના માટે જ જગ્યા નથી ! અને આ કારણે જ, તમે બધો જ સમય તમારી સપાટી પરથી જ કામ લો છો. તમારી પોતાની અંદરની જાત પાસેથી નહીં.

જ્યારે તમારો અહમ્ ઓગળી જાય છે, ત્યારે તમે અસ્તિત્વમાં સ્થિર થઈને તેમાં એકરૂપ બની જાવ છો ! આ સ્થિતિ, આ સ્તર એન્લાઈટેન્ડ ગુરુઓની હોય છે. હું લોકોને ઘણીવાર કહું છું, “તમે જે નથી તેનો નાશ કરી નાંખો” લોકો મારી સામે આઘાતથી જુએ છે. હું જ્યારે આ કહું છું, ત્યારે મારો કહેવાનો અર્થ એ હોય છે કે, તમે તમારો મૂળભૂત ‘સ્વ’ છો. આ તમારો ‘સ્વ’, તમારી પોતાની જાત. તમારે અલગ અલગ રીતે કાર્યરત અને છૂપાયેલા અહમ્‌નાં સ્વરૂપોનો નાશ કરવાનો છે. અને મારા કહેવાનો મતલબ આ જ છે, “તમે જે નથી તેનો નાશ કરી દો અને તમે એન્લાઈટેન્ડ થઈ જાવ છો !”

તમે અસ્તિત્વનો જ ભાગ છો, આ સિવાયનું તમે બીજું કંઈપણ વિચારતા હો, તો તે અહમ્ છે. આ આવું છે: એક માછલી છે, તેને ગમે કે ના ગમે, તે સ્વીકારે કે ના સ્વીકારે, તે માને કે ના માને, તે સમુદ્રનો જ એક હિસ્સો છે. તેની પાસે બે જ પસંદગી હોય છે. તે કાંતો સમુદ્રમાં આનંદથી રહે અથવા સમુદ્ર સાથે લડવાનું ચાલુ રાખે અને પોતાની જીંદગીને દુઃખદાયક બનાવીને સમુદ્રમાં રહે.

તમે જ્યારે અસ્તિત્વ સાથે વહેતાં છો, ત્યારે તમે તમારી જીંદગીની દરેક ક્ષણનો આનંદ લઈ શકો છો. તમે કૂવારા જેવા બની જાવ છો, સર્જનાત્મક અને પ્રવાહી બની જાવ છો.

એક નાની વાર્તા :

એક શિક્ષક તેમના વિદ્યાર્થીઓને પિકનિક માટે બહાર લઈ ગયા.

તેઓ રમતો રમ્યા, નાસ્તો કર્યો અને આનંદ કર્યો.

એકાએક શિક્ષકે, આકાશમાં બનેલા મેઘધનુષ્ય પર વિદ્યાર્થીઓનું ધ્યાન દોર્યું.

બાળકોએ આદરયુક્ત ભયથી ઉપર જોયું.

શિક્ષકે તેમને આ રીતે જોયાં અને જાહેર કર્યું; બરાબર છે, હવે આપણે મેઘધનુષ જેણે બનાવ્યું છે તે કલાકારને તાળીઓથી વધાવી લેશું.”

વિદ્યાર્થીઓ એક મિનિટ માટે મુંઝવણમાં પડી ગયા. પરંતુ ઝડપથી સમજી ગયા અને જોરથી તાળીઓથી અભિવાદન કર્યું.

બાળકોને તેમની આસપાસની અસ્તિત્વની સુંદરતાનો સ્વીકાર કરવાનું શીખવવું જોઈએ. નહીંતર તેઓ બહુ જલ્દી અસ્તિત્વ સાથેનો સંબંધ ખોઈ બેસે છે અને અભિમાની બની જાય છે. તેમને યાંત્રિક અને અભિમાની બનવાં ના દેવાં જોઈએ. તેમને ફુવારાની જેમ પ્રવાહીત થતાં અને લાગણીશીલ બનાવીને ઉછરવા દેવા જોઈએ.

તમે જ્યારે અસ્તિત્વનો સ્વીકાર કરી લો છો ત્યારે તમે તેની નજીક પહોંચી જાવ છો. આખું અસ્તિત્વ એક સર્જનાત્મકતા છે. સર્જનાત્મક વ્યક્તિ તેના મગજ કરતાં તેના હ્રદયની વધારે નજીક હોય છે. તમે જ્યારે સર્જન કરો છો ત્યારે તમે ભગવાનની નજીક હો છો. ભગવાન સર્જક છે, તે સર્જક છે અને સર્જન પણ તે જ છે. તમે જ્યારે સર્જન કરો છો ત્યારે તમે તમારી જાતની અભિવ્યક્તિ કરો છો, જે અસ્તિત્વનો ગુણ છે તમે જ્યારે સર્જન કરો છો, ત્યારે તમે તમારા પ્રેમની વર્ષા કરતાં હો છો અને અસ્તિત્વનો સ્વીકાર કરતાં હો છો; તમે અસ્તિત્વમાં થોડી વધારે સુંદરતા ઉમેરતાં હો છો.

તમે જ્યારે અસ્તિત્વથી પૂરેપૂરા વિસ્મય પામેલાં હો છો ત્યારે તમે સર્જન કરી શકો છો. બીજી બાજુ જ્યારે તમે અહમ્‌થી પૂરેપૂરા ભરપૂર હો છો, ત્યારે તમે કશું સર્જન કરી શકતાં નથી; અને છતાં પણ તમે કંઈ કરો છો તો તે તમારું સર્જન નિર્જીવ સર્જન હશે. એ પ્લાસ્ટીકના ગુલાબ જેવું હશે. જે સંપૂર્ણ દેખાય છે, પરંતુ તેમાં જીવંત સુગંધ હોતી નથી. જ્યારે કોઈ કલાકાર પ્રેમમાંથી સર્જન કરે છે, ત્યારે તે તેના સર્જનને ચોક્કસ પ્રકારની ગુણવત્તા આપી શકે છે. જો તે અહમ્‌માંથી સર્જન કરે છે તો તે જીવન વગરનું હોય છે.

તમે અસ્તિત્વના રણકાર સાથે પ્રતિધ્વનિ કરી શકો છો. તમે જોઈ શકો છો કે એક નાનું પત્તું અને ડાળી અસ્તિત્વનું અથવા ભગવાનનું જ સ્વરૂપ છે. તમે જ્યારે આ સ્થિતિમાં હો છો, ત્યારે તમે જે કંઈ મેળવવાની ઈચ્છા કરો છો, તમને મળે છે, કારણ કે તમે અસ્તિત્વ સાથે લયમાં ચાલતાં હો છો. પછી જીંદગી ચમત્કાર બની જાય છે ! જેને આપણે અસ્તિત્વની એકરૂપતા કહીએ છીએ.

અને એક બાબત સમજી લો : તમે જ્યારે અસ્તિત્વ સાથે રણકતાં હો છો, ત્યારે તમે લોભીયા બનીને માંગતા નથી. તમને જે ક્ષણે જેટલું જરૂરી હોય, બસ અસ્તિત્વ તમને આપ્યા કરે છે. તમે માંગો તે પહેલાં જ. જ્યારે હું કહું છું કે, તમે માંગો તે મળે છે.” તે કહેવાનો મારો મતલબ આ છે.

સમસ્યા એ છે કે આપણે આપણી જાતને અસ્તિત્વથી ખૂબ જ દૂર લઈ ગયા છીએ. આપણા સ્ત્રોતથી, જે આપણી અંદર હાજર છે, તેનાથી આપણે દૂર થઈ ગયા છીએ. તમારે સૌથી પહેલાં તમારા અહમ્‌ને ઝાંખો કરીને તમારી આસપાસ ફેલાયેલી સુંદરતાને સ્વીકારીને તેના વખાણ કરવા જોઈએ. તે આપોઆપ તમારામાં પરિવર્તનનું બીજ રોપાશે. એ તમને સમજાવશે કે તમારા અહમ્ કરતાં જીવન શક્તિ અતિશય મહાન છે, જે આખા બ્રહ્માંડનું સંચાલન કરે છે.

તમે જેટલી વધારે તમારી જાતને અસ્તિત્વ તરફ ઢીલી કરશો એટલા તમે વધારે અહમ્ વિહીન બનતાં જશો. તમે જેટલાં વધારે અહમ્ વગરના બનશો, તેટલા તમે અસ્તિત્વ તરફ વધારે ઢળશો.

યસ ...

“માસ્ટરજી, અમે બુદ્ધિના સ્તર પર જાણીએ છીએ કે અહ્મને સમર્પિત કરી દેવો જોઈએ. પરંતુ અમે તે પ્રમાણે કરી શકતાં નથી, શા માટે?

તમે જાણો છો, માણસ સમગ્ર પણે બધું જ જતું કરવા તૈયાર હોતો નથી. અને તેને બધો જ સમય કશાકને વળગીને લટકી રહેવું ગમે છે અને આ કશુંક તેનો અહમ્ છે. તમારો અહમ્ તમારી તાકાત છે. તમે તેને વરસોથી રક્ષણ પૂરું પાડો છો. ‘તમારા હોવા પણાનો’ એ પાયો છે.

તમે એ જાણતાં નથી કે અત્યારે તમે જે અનુભવી રહ્યો છો તેનાથી પણ એક વધારે સુંદર દુનિયા છે. અને તેમાં દિવ્ય આનંદ છે. તમારો અહમ્ તમારા માટે જ જીવલેણ છે. પરંતુ સાદું સત્ય એ છે કે - તમારે તેને જતો કરવો પડે છે.

આ કંઈક આવું છે : ધારો કે એક બીજ વાવેલું છે. તેને વિકસીને વૃક્ષ બનવું હશે તો બીજને વિલીન થઈ જવું પડશે, ખરું કે નહીં? પરંતુ જો બીજ એમ વિચારે કે પહેલાં હું વૃક્ષ બનું પછી જ વિલીન થઈશ. તો શું આ શક્ય છે? ના! આવી જ રીતે માણસ ખીલવાનું મુલતવી રાખે છે. બસ આટલું જ.

માણસ જ્યાં સુધી ગુરુને મળતો નથી ત્યાં સુધી તેને પોતાને ખબર જ પડતી નથી કે અવરોધ ક્યાં છે. તેનો અહમ્ રસ્તામાં ક્યાં આડો ઉભો છે. પરંતુ એક વખત તે ગુરુને મળે છે. તેને ચાવી મળી જાય છે ! પછી તેનો ઉપયોગ કરવો કે નહીં તે તેના હાથમાં હોય છે. ગુરુનો મુખ્ય ઉદ્દેશ તેના શિષ્યોના અહમને ભૂંસી નાખવાનો જ હોય છે.

ગુરુના શબ્દો અને ક્રિયાઓ, ઉપર ઉપરથી જોતાં એકદમ થયેલી અને યોગ્ય નહીં લાગે. પરંતુ તેમાંજ સત્ય છૂપાયેલું હોય છે; તેમાં એક જ હેતુ છૂપાયેલો હોય છે તમારા અહમ્નો નાશ કરવાનો. ગુરુ પોતે માણસ જાત માટેની પૂરેપૂરી નિર્ભેળ અનુકંપામાંથી નીચે ઉતરી આવ્યા હોય છે. તેમને કોઈપણ બાબત અથવા કોઈપણ વ્યક્તિમાં સ્થાપિત હિત હોતું નથી. તે ભૂલાવામાં નાંખનારા ઇચ્છાઓના મહાસાગરથી પર હોય છે. તે અહીં તમને, તમો જે સ્થિતિમાં છો તેમાંથી ઊંચકવા માટે હોય છે. અસીમ દિવ્ય આનંદની સ્થિતિમાં જ્યાં ફક્ત ‘હું’ વગરની સભાનતા હોય છે.

‘ચાન્ડી’મંત્રોમાં, જે સ્ત્રી શક્તિની દેવી છે, અને તેમાં ૭૦૦ સંસ્કૃત કાવ્ય પંક્તિઓ છે. ચાન્ડી દેવી કેવી રીતે વિવિધ રાક્ષસોને મારી નાંખે છે તેનું વર્ણન છે. તેમાં તેણે સાતસો સાચા માણસોને નથી માર્યા. જો તેણે સાચા માણસોને માર્યા હોત તો તે જેલના સળીયાની પાછળ હોત. અને આપણે તેને મંત્રોબોલીને પૂજતા ના હોત ! તે કાયદાની રીતે ગુનેગાર બની ગઈ હોત.

રાક્ષસો માણસમાં રહેતા વિવિધ પ્રકારના દુર્ગુણો અને અહમ્ના પ્રતીક રૂપે છે. અને દેવીએ આ અહમ્ને મારીને માણસને તેમાંથી મુક્તિ આપવી હતી. આપણે આ સમજવું જોઈએ. આ રાક્ષસોમાંનો એક રાક્ષણ ભેંસના માથાવાળો છે તે આપણને તે બતાવવા માટે છે કે આપણામાંના અમુક એટલી બધી જાડી ચામડીના છીએ કે ગુરુ તમને વારંવાર પોતાના રસ્તે લઈ જવા માટે જાગ્રત કરે છે, પરંતુ તેઓ, પોતાના રસ્તાને મજબૂત રીતે પકડી રાખે છે! આપણે ગુરુના પોકાર સામે લાગણીશીલ નથી.

તમને ખબર છે, ગુરુ સાથે દલીલો કરવી એટલે, તમે તમારી જ જાતને મોટામાં મોટી સજા કરો છો. હું તમને પ્રામાણિકતાથી કહું છું, તમે જ્યારે ગુરુ સાથે દલીલોમાં જકડાઈ જાવ છો, ત્યારે તમને એનાથી વધારે બીજું કશું નુકસાન કરી શકાતું નથી. તમે જ્યારે ગુરુ સાથે દલીલો કરો છો ત્યારે તમે તમારી જાતને પુરતું નુકસાન કરી જ લો છો. ગુરુ જાણે છે કોને કેવી રીતે તેમના જ રસ્તે ખીલવવા અને સામી વ્યક્તિને છેલ્લે પોતાની જાતને હિંમત અને શ્રધ્ધા સાથે ખોલવાની જ છે.

યસ . . .

“માસ્ટરજી, હું જાણું છું કે તમે મારા ગુરુ છો છતાં પણ તમારી હાજરીમાં હું આળો બની જાવ છું. અને મને ખચકાટ લાગે છે.”

(માસ્ટરજી હસે છે) તમે આ વિધાન કર્યું છે એનો મતલબ એ છે કે તમે તમારી આ સ્થિતિમાંથી બહાર આવવા માંગો છો. તમે છલાંગ મારવાનો નિર્ણય લીધો છે.

હું તમને સમજાવું છું : તમારી અંદરના ‘સ્વ’ એ મને સ્પષ્ટ રીતે ઓળખી લીધો છે; પરંતુ, તમારું મન લડાઈ કરે છે. જો તમે તમારી જાતે મને ઓળખ્યો ના હોય તો, તમે મારી પાસે વારંવાર આવવાનું ચાલુ ન રાખત. અહીં આવવા માટે તમને ઘરમાં ઘણી મુશ્કેલી પડી છે, ખરું કે નહીં ? તમારા માટે સૌથી સહેલી રીત એ છે કે તમે ઘરમાં રહો અને તમારું કામ કરો. આ વાત તમારા કુટુંબને સુખી કરશે, ખરું કે નહીં ?

તો પછી તમે મને મળવા માટે વારંવાર આશ્રમમાં શા માટે આવો છો ? તમારે વારંવાર અહીં આવીને તમારા ઘરમાં દલીલોનો સામનો શા માટે કરવો જોઈએ ? ઘરમાં રહીને એ લોકોને ખુશ રાખવા વધારે સહેલું નથી ? કારણ એ છે કે, તમે જે ખેંચાણ અનુભવો છો તે તમારી મૂળભૂત જાતના સ્તરનું છે. એ તમને અહીંથી પાછા જવા નહીં દે, તેણે મને એક વખત ઓળખી લીધો છે એટલે તમે ગમે તેટલી કોશિશ કરશો છટકી નહીં શકો !

તમારી અંદરનો ‘સ્વ’ હવે મને ઓળખે છે. પરંતુ તમારું મન તેમાં બાધારૂપ બને છે તેવું લાગે છે. યાદ રાખો હંમેશા તમારું દિલ જે કહે તે જ કરો. જે તમારે ખરેખર અહીં કરવાની જરૂર છે. તમે ત્યારે તમારા હૃદયને અનુસરો છો. ત્યારે તમે મારા સુધી પહોંચી જશો. જ્યારે તમે તમારા મનને અનુસરો છો, ત્યારે તમે મને ગુમાવી દો છો.

તમે તમારી જાતને મને સોંપી દેતાં ખૂબ જ ડરો છો. આ જ સમસ્યા છે. તમારો અહમ્ તમારી સામે ઝઝુમે છે. તમને તમારી ઓળખ માટે અસલામતી લાગે છે. તમને લાગે છે કે તમારી ઓળખ ઓગળી રહી છે. તમે તમારી જાતની ઓળખ વગર, તમે જ્યાં જવાના છો ત્યાં તમે ભટકી જશો એવું તમને લાગે છે. તમારો અહમ્ મૃત્યુની કટોકટી અનુભવી રહ્યો છે.

જ્યારે આ બને છે, જીવનની બધી જ પરિસ્થિતિની જેમ જ, અહમ્ તરત જ તેનો ખોરાક માંગે છે અને આ કિસ્સામાં તમે તે આપી શકો તેમ નથી. તેથી તમે મારા તરફ શંકા કરવાનું શરૂ કર્યું છે ! તમે તમારી લાગણીઓમાંથી અનેક રસ્તે કારણો શોધવા માંડ્યા છો. તમે બહાનું શોધી કાઢવાનું શરૂ કર્યું છે અને શોધી શકતાં નથી. તમારું મન હાથીની સૂંઢની જેમ આમ તેમ ઝૂલી રહ્યું છે. મારી તરફના તીવ્ર પ્રેમ તરફથી, બીજીબાજુ પ્રેમમાં તીવ્ર શંકા તરફ અને વળી પાછું મારા તરફના પ્રેમ તરફ.

યાદ રાખો, પ્રેમ તમારા હૃદયમાંથી આવે છે અને ભય તમારા મનમાંથી. હંમેશા તમારા હૃદયને જ અનુસરો. પ્રેમ કુદરતી છે; ભય સામાજીક છે. ભય અને શંકા તમારા મનમાં બહારથી ઊંડે સુધી ઉતારી દેવામાં આવેલાં છે.

ખૂબ જ સ્પષ્ટતાથી સમજી લો : શંકા કરવામાં કશું જ ખોટું નથી. શંકા તમારા માટે એન્લાઈટેન્ડ તરફ ટોર્ચનું કામ કરે છે. તમારા મનને શંકાઓ વગર આગળ વધારવું અતિશય મુશ્કેલ છે. પરંતુ તમારી શંકાઓ છેલ્લે શ્રધ્ધામાં ફેરવાઈ જવી જોઈએ. ફક્ત ત્યારે જ તમે પ્રગતિ કરતાં હો છો. જેવા તમે તમારી અંદર તરફ વળો છો, આવું બનશે જ. યસ … ?

“અમારે શું કરવું જોઈએ માસ્ટરજી ?”

બસ, પૂરેપૂરા પ્રેમમાં પડી જાવ. બસ આટલું જ ! પૂરેપૂરા પ્રેમમાં પડવું એટલે પૂરેપૂરા અહમ્ વિનાની સ્થિતિમાં આવી જવું. આટલા માટે જ ગુરુ - જે અહમ્ શૂન્ય સ્થિતિમાં હોય છે, એ જ ફક્ત કરુણા વરસાવી શકે છે અને પ્રેમ કરી શકે છે. બીજી બધી લાગણીઓ જેવી કે, ગુસ્સો, ઉશ્કેરાટ વગેરે તેમનાં અસીમ પ્રેમનાં નકલી સ્વરૂપો હોય છે. તેને ઉશ્કેરાઈને ગુસ્સે થવું પડે છે. તે તમારા સ્તર સુધી નીચે આવે છે. તમારા સ્તરની લાગણીઓ બતાવે છે અને તમને સમજણના એક નવા જ સ્તરમાં લઈ જાય છે. બસ આટલું જ. તમે જ્યાં સુધી તેની ભાષા, અસ્તિત્વની ભાષા નથી સમજતાં, ત્યાં સુધી તે તમારી ભાષામાં વાત કરે છે ! યસ ?

“પરંતુ માસ્ટરજી, અમે સમગ્ર પણે પ્રેમમાં કેવી રીતે પડી શકીએ ? એ બોલવા જેટલું, કરવું સહેલું નથી લાગતું!”

પહેલી વાત : તમારી દરેક ક્રિયાઓમાં જાગૃતતા પ્રવાહિત કરો. સાક્ષી બની જાવ. તમને એવું લાગવા માંડશે કે દરેક બાબત એક નાટક છે અને તમે આકસ્મિક જ તમારું પાત્ર ભજવતાં તેનું નિરીક્ષણ કરો છો. બીજી વાત - તમે જે કંઈ જુઓ, તેનો ન્યાય તોળવાનું બંધ કરી દો. તમે જ્યારે ન્યાય તોળવાનું બંધ કરી દો છો, ત્યારે તમે દરકે બાબતમાં અને દરેક વ્યક્તિને પૂરી નિખાલસતાથી બસ ચાહવા લાગો છો.

તમે જ્યારે ન્યાય તોળો છો, ત્યારે તમે ‘ખરેખર શું છે’ તે જોતાં નથી. તમારે જે જોવું હોય તે જ જુઓ છો, આપણાંમાંના મોટેભાગનાઓએ દરેકે પોતાના અભિપ્રાયો પહેલેથી જ તૈયાર રાખ્યા હોય છે. આપણા માટે તે પાયાના પથ્થરો હોય છે. પછી આપણે તને મજબૂત પાયો બનાવીને પ્રતિક્રિયાઓ કરીએ છીએ. જ્યારે આપણે કોઈપણ બાબત જોઈએ છીએ, ત્યારે સૌથી પહેલાં આપણે તેને પહેલેથી બાંધેલા આપણા અભિપ્રાયોની દૃષ્ટિએ જ જોઈએ છીએ.

જો આપણે આ રીતે કામ કરીએ, તો આપણે વસ્તુઓ ખરેખર જે છે તેને કઈ રીતે જોઈ શકીએ ? આપણે ક્યારેય પ્રેમમાં કઈ રીતે પડી શકીએ ? તમે પ્રેમમાં તો જ પડી શકો, જો તમે દરેક બાબતને તાજગી ભરી રીતે સ્વીકારો, ચોક્કસ નિખાલસતા પૂર્વક સ્વીકારો. પરંતુ તમે શું કરો છો ? તમે પ્રેમ કરવા માટે પણ કાં પૈસા અને કારણોનું

વિશ્લેષણ કરવાનું શરૂ કરી દો છો. તમે જ્યારે વિશ્લેષણ કરવાનું શરૂ કરો છો, ત્યારે તમે તેને ગુમાવી દો છો. તમે જ્યારે અંતે પ્રેમ કરવાનો નિર્ણય કરો છો ત્યારે ઘણું બધું મોડું થઈ ગયું હોય છે.

જુઓ ગુરુ શિષ્યનો સંબંધ ફક્ત તમારા અહમ્ને છોડાવવા માટેનો હોય છે. તમે જ્યારે એકલાં હો છો, ત્યારે તમારો અહમ્ છોડી શકતાં નથી. ગુરુ તમારા માટે સાધન, ટેકો બની જાય છે, જેથી તમે અહમ્ છોડી શકો. તમે જેટલા તમારી જાતને ગુરુની અંદર વધારે ઓગાળી શકશો, એટલા વધારે તમે ખૂલી શકશો અને તમારા અહમ્ને છોડી શકશો. તમને ક્યારે ખબર પડે કે તમારો અહમ્ ઓગળી રહ્યો છે ? તમે જ્યારે ચોક્કસ પ્રકારનો એવો આનંદ અનુભવવા માંડો કે જેનો તમે ક્યારેય પહેલાં અનુભવ ન કર્યો હોય ત્યારે.

તમે કોઈપણ કારણ વગર જ આનંદનો અનુભવ કરવાનું શરૂ કરો છો. તમારું હોવાપણું જ તમને ખુશ કરે છે. અલબત્ત, ગુરુ સાથે હો છો ત્યારે તમે સતત તમારા અહમ્ને ઓગાળવાની પ્રક્રિયામાં રહો છો અને એ વખતે એવી ક્ષણો આવે છે કે તમે તમારા વિકાસ માટે ઘણાં ડગલાં આગળ વધ્યા હો છો અને તમને કોઈપણ કારણ વગર અસીમ આનંદનો અનુભવ થાય છે.

બસ, જરા નાના બાળક તરફ જુઓ. તેઓ જીંદગી તરફ ખૂબ જ ઉત્સાહીત હોય છે. તેઓ અતિશય પ્રેમાળ હોય છે. તમને એ વાતની ક્યારેય નવાઈ લાગી છે કે તમે તેમના જેટલાં ઉત્સાહિત કેમ નથી ? તમે એક જમાનામાં તેમનાં જેવાં જ હતા, હતા કે નહીં ? તો પછી આપણે એ ઉત્સાહ અને નિખાલસતા ક્યાં ગુમાવી દીધાં છે ? ચાલો મને કહો. તમને શું લાગે છે, આપણે એ ક્યાં ગુમાવી દીધાં છે ?

(એક વ્યક્તિ સાહસ કરે છે) “અમે મોટા થઈ ગયા છીએ, પુખ્ત બની ગયા છીએ માસ્ટરજી. અમે તેમનાં કરતાં વધારે અનુભવી છીએ...”

વાહ, વાહ ! અનુભવી ? કેવા અનુભવી ? કંટાળાના ? અણગમાના ? જુઓ એકદમ સ્પષ્ટતાથી સમજી લો - આપણે બધાં એવું વિચારીએ છીએ કે આપણે બાળકો કરતાં વધારે પુખ્ત છીએ અને તેથી જીંદગી પ્રત્યેનો આપણો અભિગમ બરાબર છે અને જ્યારે બાળકોને હજુ તેમાંથી પસાર થવાનું છે તેમજ હજુ પુખ્તતા મેળવવાની છે.

સાચું એ છે કે આપણે વધારે બુદ્ધિશાળી બની ગયાં છીએ, જેથી આપણે આપણાં હૃદય સાથેનો આપણો સંબંધ ગુમાવી દીધો છે. આપણે પૂરેપૂરા મગજથી જ જીવીએ છીએ. આપણી લાગણીઓને પણ આપણું મગજ જ દોરવણી આપે છે. આપણે આપણી મૂળ જાતમાંથી લાગણી અનુભવવાનું બંધ કરી દીધું છે. આપણે આપણો ‘સ્વ’ સાથેનો સ્પર્શ ગુમાવી દીધો છે.

આપણે જ્યારે આ દુનિયામાં આવ્યા ત્યારે આપણે ઉજવણી અને સ્વયંસ્ફૂરણાની સ્થિતિમાં હતા. વરસો થતાં ગયાં તેમ સમાજે આપણને તેમનાં બીબાંમાં ઢાળી દીધા છે અને આપણા મગજને તેને અનુરૂપ તૈયાર કર્યું છે. મગજ આ રીતે મજબૂત બનતું ગયું અને આપણને તેની દોરવણી પ્રમાણે ચલાવવા માંડ્યું. આપણી સ્વયંસ્ફૂરણા ખોવાઈ ગઈ.

હું તમને કહું છું, આપણાં અહમને ઓગાળવાની આ પ્રક્રિયામાં આપણે આપણી અંદરના બાળકને શોધી કાઢવાનો પ્રયત્ન કરીએ છીએ. આપણે જ્યારે નાના હતાં ત્યારે આપણી જાતને ભગવાનની વધારે નજીક અનુભવતાં હતાં. જેવાં આપણે મોટાં અને કહેવાતાં પુખ્ત બની ગયાં, એટલે આપણા સામાજીક મગજે આપણી અંદરના બાળકને દબાવી દીધું છે. ઘણાં લોકો મને પૂછે છે; “માસ્ટરજી તમે અંતિમ સત્ય વિષે વાત કરતી વખતે પણ નાના બાળક જેવા લાગો છો. આવું કઈ રીતે બને છે ?” હવે તમે જ મને કહો, શું હું બાળક જેવો એટલા માટે લાગું છું કે હું મોટો અને પુખ્ત નથી થયો ? ! તમે ફક્ત તમારા અનુકૂળ રસ્તાઓ પ્રમાણે દરેક બાબતનું વિવેચન કરીને અભિપ્રાયો આપો છો, તમારી પોતાની ફિલોસોફીઓ પ્રમાણે, આજ સમસ્યા છે.

પરંતુ સામાજીક અભિસંધાનમાંથી, કોઈપણ પ્રકારની તાલિમ વગર જ બહાર નીકળવાની આપણામાં ક્ષમતા છે.

તમને કદાચ આ વાત વાહિયાત લાગશે, પરંતુ આ સત્ય છે. આપણાંમાં આવી ક્ષમતા છે જ. આપણાંમાં તરવાની અને ઉડવાની ક્ષમતા છે જ. લોકો ભલે કહેતાં હોય કે આપણે આવું નથી કરી શકતાં. જો તમે તાજાંજ જન્મેલા બાળકને સ્વીમીંગ પુલમાં મૂકશો તો તે અંદર ખેંચાયા વગર જ તરતું રહેશે.

અહમ્ ઘણી બધી રીતે પ્રગટ થાય છે અને આપણે જીવનની દરેક મિનિટ તેની ઈચ્છા પ્રમાણે જ જીવીએ છીએ. હકીકતમાં આપણે બધા જ આપણી રોજંદી જીંદગીમાં મહોરાં પહેરીને ફરીએ છીએ. જ્યારે આપણે આપણી માતા સાથે કામ પાડતાં હોઈએ ત્યારે અલગ મહોરું વાપરીએ છીએ; જ્યારે આપણે આપણાં પિતા સાથે કામ પાડતાં હોઈએ ત્યારે અલગ મહોરું વાપરીએ છીએ; આપણાં બોસ માટે વળી બીજું અલગ મહોરું વાપરીએ છીએ. વગેરે જ્યાં સુધી આપણે યોગ્ય વ્યક્તિ સાથે યોગ્ય મહોરું વાપરીએ ત્યાં સુધી તો બરાબર છે. તમે જ્યારે વ્યક્તિ સાથે ખોટા મહોરાનો ઉપયોગ કરો છો ત્યારે તમારો અહમ્ અંદર દાખલ થાય છે. તમારે અસરકારક રીતે મહોરાંને બદલીને ખેલનો આનંદ લેવો જોઈએ. પછી જ તમે સાક્ષી બની શકો છો. અને પછી તમે રમતમાં અંગત રીતે સામેલ થતાં નથી.

તમે ત્યારે જ આનંદ માણી શકો. જ્યારે તમે જાણતાં હો કે તમે મહોરાં સિવાય પણ બીજું કશુંક છો. નહીંતર મહોરૂં તમને નચાવે છે અને તમે જીંદગીનું બધું જ લાવણ્ય ગુમાવી દો છો. તમે જ્યારે જાણી લો છો કે તમે ફકત મહોરાંનો ઉપયોગ જ કરો છો, ત્યારે તમારી ઈચ્છાઓ છૂટી જાય છે.

આ કંઈક આવું છે: તમે જ્યારે મોટાં થાવ છો ત્યારે તમે આપોઆપ રમકડાં છોડી દો છો ખરૂં કે નહીં ? પછી તમને રમકડામાં રસ રહેતો નથી; આવી રીતે, તમે જ્યારે આ મહોરાંઓને બુદ્ધિપૂર્વ જુઓ છો, ત્યારે તેમના માટે તમને કોઈ ઈચ્છાઓ થતી નથી; તમે ફકત તેનો ઉપયોગ કરો છો અને આગળ વધી જાવ છો.

અહમ્ પોતાની જાતે જ ઘણીબધી રીતે પ્રગટ થાય છે – માટે તેના માટે આ બધી સમજણ આપવી જરૂરી છે. આ બધી સમજણ તમને ખ્યાલ આપશે કે તમારી અંદર તરફની યાત્રામાં કયા કયા અવરોધો છે અને તમે ક્યાં ઉભા છો.

તમારી અંદર જેટલા ઓછા અવરોધો હશે, એટલા તમે વધારે પ્રવાહિત થઈને વહી શકો છો. જ્યારે તમારામાં ઓછા અવરોધો હોય છે ત્યારે તમે વધારે નમ્ર અને ફુવારા જેવા બનો છો. જ્યારે તમારામાં વધારે અવરોધો હોય છે ત્યારે તમે વધારે ઘનિષ્ઠ હો છો અને તમારી અંદર સોંસરવું નીકળવું ખૂબ જ મુશ્કેલ હોય છે. તમારો અહમ્ દરેક બાબત સામે મજબૂત દિવાલ બનીને ઊભી રહી જાય છે.

દાખલા તરીકે, તમને જ્યારે કોઈ કશુંક કહે છેત્યારે તમારી પહેલી પ્રતિક્રિયા શું હોય છે ? તમારી પહેલી પ્રતિક્રિયા ચોક્કસ પ્રકારનો પ્રતિકાર કરવાની હોય છે, ‘ના’. તમે જ્યારે ‘ના’ કહો છો, ત્યારે તમારા અહમ્ને સંતોષ મળે છે. તમને તમારી જાત માટે અંદરથી મજબૂત અને ચોક્કસ છો તેવું લાગે છે. જ્યારે ‘હા’ કહો છો, ત્યારે તમને તમે પ્રવાહી અને નમ્ર હો તેવું લાગે છે. આવા સમયે તમારા અહમ્ને તે આજ્ઞાંકિત બની ગયો હોય તેમ લાગે છે તેથી તમે ‘ના’ કહો છો.

આટલા માટે જ જ્યારે, ઘરમાં, સ્કુલમાં, કામની જગ્યામાં અથવા ગમે ત્યાં તમે નિયમોનો ભંગ કરો છો ત્યારે તમને અંદરથી આનંદ થાય છે. હકીકતમાં તમે જ્યારે નિયમોની ખુલ્લી અવજ્ઞા કરો છો, ત્યારે તમને તમારી જાત માટે મહાનતાની લાગણી થાય છે. સ્કુલ-કોલેજના છોકરાં જ્યારે ક્લાસમાંથી ગાપચી મારે છે ત્યારે તેમને મજા આવે છે. શા માટે ? કારણ કે તેઓ જ્યારે નિયમોને ‘ના’ કહે છે ત્યારે તેમના અહમ્ને બળ મળે છે. તમે જ્યારે નાના બાળકોને કોઈ ચોક્કસ બાબત માટે ના પાડશો ત્યારે તે ફકત તેના વિષે પૂછી લેશે. મોટા લોકો જ એકબીજાના નિયમોની અવજ્ઞા કરવામાં આનંદ માણે છે.

પતિ પત્ની ક્યારેય પહેલાં જ સૂચનમાં એકબીજાને ભાગ્યેજ જીતી શકતાં હોય છે ! દાખલા તરીકે આપણા ભક્તોને જ જુઓ. જો પતિ મારી સાથે પહેલાં જોડાશે તો પત્નીની પહેલી પ્રતિક્રિયા મારો વિરોધ કરવાની હશે. કદાચ તે મારા

પુસ્તકો છૂપી રીતે વાંચતી હોય અને વખાણ પણ કરતી હોય, તો પણ પોતાના પતિ સામે તે વિરોધ જ કરશે. મારી સાથે લયમાં આવવા માટે તેમનાં પતિઓએ કેટલી બધી મુશ્કેલીઓમાંથી પસાર થવું પડશે અને પછી પત્ની પણ આવશે.

આ અહમ્ની રમત છે. ‘હા’ કહેવાથી તમે કુદરતી રીતે જ પ્રવાહી સ્થિતિમાં, કોઈપણ અવરોધ વગર વહી શકો છો. આનો મતલબ એ નથી કે તમારે દરેક બાબતને આંખો મીચીને ‘હા’ પાડી દેવાની છે. ના ! એનો અર્થ એ છે કે. તમે તમારા અહમ્થી પ્રભાવિત થયા વગર તમારી અંતઃસ્ફૂરણામાં વિશ્વાસ રાખીને નિર્ણયો લો. બસ આટલું જ. તમે આપોઆપ સાચી બાબતોના લયમાં આવવા માંડશો.

એક વાત સમજી લો કે ‘ના’ નકારાત્મક પગલું નથી અથવા તે તમારા માટે રક્ષણાત્મક ફરીસ્તો બનશે નહીં બસ, પ્રતિરોધ વગર સ્વીકાર્ય અને ખુલ્લાં બનો એટલું પુરતું છે. યસ ... ?

“પરંતુ માસ્ટરજી, અત્યાર સુધી હું એવું વિચારતો હતો કે પોતાની જાતને વધારે પડતું મહત્વ આપવું એટલે જ અહમ્ પ્રગટ કરવો !”

ના. અહમ્ વિવિધ સ્વરૂપે આવે છે - સક્રિય અને છૂપી રીતે, જેની આપણે અત્યાર સુધી ચર્ચા કરતાં હતાં માટે જ તે એટલું યુક્તિઓવાળું તત્વ છે કે તેને બુદ્ધિથી સરળતાથી પકડી શકાતું નથી.

સક્રિય અહમ્ને ઓળખવો સહેલો છે. સક્રિય અહમ્ વાળા લોકો, પોતે ખૂબ જ ઉચ્ચ કક્ષાના હોવાની ભાવનાથી વર્તે છે, તેઓ ખુલ્લામાં પોતાની જાતનું મહત્વ પ્રદર્શિત કરે છે; તેઓ લોકો સામે નમી જતાં નથી; તેઓ તુંડ મિજાજી હોય છે. આવા અહમ્ સાથે ગુરુને કામ પાડવાનું હકીકતમાં સહેલું પડે છે, તેને માત્ર તેના પર થોડા ફટકા મારવા પડે છે અને તે તૂટી જાય છે !

એક નાની વાર્તા :

એક માણસે જુગારમાં પોતાની બધી જ મિલકત ગુમાવી દીધી અને તે મુફલિસ બની ગયો.

એક દિવસ તે રોડ પર હલકા પ્રકારની હોટલમાં ગયો અને નાસ્તા માટે ટેબલ પર બેઠો.

વેઈટર ઓર્ડર લેવા આવ્યો.

માણસને નવાઈ લગી. વેઈટર તેનો જૂનો મિત્ર હતો કે જે પહેલાં તેના જેટલો જ પૈસાદાર હતો.

તેણે તેની સામે જોયું અને કહ્યું; “તું આવી હોટલમાં કામ કરે છે ?!”

પેલાએ જવાબ આપ્યો; “હું અહીં ફકત વેઈટર છું. અહીં જમતો નથી.”

સક્રિય અહમ્ને ઓળખવો ખૂબ જ સહેલો છે. સક્રિય અહમ્વાળી વ્યક્તિ, તેના અહમ્નું રક્ષણ કરનાર પૈસા, મિલ્કત વગેરે બધું જ જતું રહે તો પણ પોતાના અહમ્ને ત્યાગી શકતો નથી. સક્રિય અહમ્ને કાપકૂપ કરીને સરળતાથી તોડી પાડી શકાય છે.

પરંતુ છૂપાયેલો અહમ્, ખૂબજ રહસ્યમય અને ચાલાક હોય છે. જે લોકોમાં આ પ્રકારનો અહમ્ હોય છે, તે લોકો ખૂબજ વિનયી દેખાય છે, તેમનામાં લોકોનો સામનો કરવાની હિંમત હોતી નથી. માન મેળવવાથી શરમાતા હોય છે, વગેરે. આ પ્રકારના અહમ્ની સૌથી ખરાબ બાબત એ છે કે તે લોકો એવું વિચારે છે કે તેઓ બિલકુલ અભિમાની નથી. સત્ય હકીકત એ છે કે તેઓ જ બીજાં બધાં કરતાં સૌથી વધુ અભિમાની, અહમ્વાદી હોય છે ! તેઓ પોતાના અહમ્‌નું ખૂબજ કાળજીપૂર્વક રક્ષણ કરે છે અને એટલેજ આવી બધી વિનયી બાબતો હંમેશા કરતાં રહે છે.

જ્યારે તમે ગહન સમજણ અને જાગૃતતામાં હો છો, ત્યારે તમે ફક્ત તમારા અહમ્‌ના સાક્ષી જ હો છો, અને આ સ્થિતિમાં, તમે આપોઆપ વિનયી પણ નથી હોતાં કે અભિમાની પણ નથી હોતાં; તમે માન માગતાં પણ નથી કે તેનાથી શરમાતા પણ નથી, અને તમે આ બન્ને બાબતો વિષે ક્યારેય વિચારતાં પણ નથી; તમે બસ ‘હો’ છો. બસ આટલું જ. જ્યારે કોઈ તમારી વાતને મંજુર રાખીને તમને માન આપે છે ત્યારે તમે બસ અસ્તિત્વ સાથે રણકતાં હો છો અને તમે તેને ત્યાં જ છોડી દો છો. બસ આટલું જ. અને તમારે કોઈ સરખામણી કે દાવાની જરૂર પડતી નથી.

માટે ખૂબ જ સ્પષ્ટ બની જાવ; ઘણીવાર લોકો એવું વિચારે છે કે સક્રિય અહમ્ જ એક અહમ્ હોય છે. ના. છૂપો અહમ્ પણ હોય છે, જેની આપણે હમણાં જ ચર્ચા કરી અને આ અહમ્ સાથે કામ પાડવું અતિ મુશ્કેલ હોય છે.

સક્રિય અહમ્‌વાળા લોકો સૂકી અને સખત ડાળી જેવાં હોય છે. તેને સરળતાથી ભાંગી શકાય છે. જ્યારે છૂપા અહમ્‌વાળા લોકો તાજી અને લીલી ડાળી જેવાં હોય છે. જેટલા વખત તેના પર ફટકો મારવામાં આવે છે તેટલો વખત તે વળી જાય છે, પરંતુ તૂટતાં નથી. તેમનો અહમ્ એટલી સારી રીતે રક્ષાયેલો હોય છે કે, તેની સાથે કામ પાડવું મુશ્કેલ બની જાય છે. હકીકતમાં આવા લોકો તેમના અહમ્‌નું રક્ષણ કરવા માટે, સખત મહેનત કરતાં હોય છે, પરંતુ મધુર અને છૂપે રસ્તે. છૂપો અહમ્ સક્રિય અહમ્ કરતાં વધારે જોખમી છે.

દાખલા તરીકે, તમે અત્યારે ક્લાસમાં મારી સાથે છો. તમારા મનમાં ઘણાં બધાં પ્રશ્નો પેદા થતાં હશે. પરંતુ તમે નિખાલસતાથી બધા જ પ્રશ્નો પૂછી લો છો ? ના. તમે તેને કુશળતા પૂર્વક તમારી અંદર દબાવી દો છો. તમે તેને કુશળતા પૂર્વક એટલા માટે દબાવી દો છો કે, તમને ભય લાગે છે કે પ્રશ્નો પૂછવાથી તમે મૂર્ખ દેખાશો. તમે મૂર્ખ દેખાવા નથી માંગતા અને એટલે પ્રશ્નો પૂછતાં નથી. તમે તમારા અહમ્‌ને ઢાલ બનીને રક્ષણ આપો છો. હા. જો મારી હાજરીમાં તમારા પ્રશ્નો ઓગળી જતાં હોય તો, તે અલગ વાત છે. પરંતુ અત્યારે એ બાબત અહીં નથી.

તમે તમારા તરફની બીજાની પ્રતિક્રિયાઓ અને અભિપ્રાયોની ખૂબ જ ચિંતા કરો છો. કારણ કે તમે જેને આટલા વરસોથી પાળી પોષીને મોટો કર્યો છે એવા તમારા અહમ્‌ને સહેજપણ ગોબો પડે તે તમે સહન કરી શકતાં નથી. આ અહમ્ તમારા માટે સ્થિર રહેવાનો ખીલો છે. જો તે આંચકાથી હલી જાય તો, તમે આધારહીન બની જશો એવું તમને લાગે છે. તેથી તમે વિનયી બની રહેવાના બહાના નીચે, શાંત રહો છો. તમે ગુરુની હાજરીમાં તમારા અહમ્‌ને ખુલ્લો કરવાની એક વધારે તક ગુમાવી દો છો. તમે ખીલવા તરફનું એક વધારે ડગલું ભરવાનું ચૂકી જાવ છો.

હું તમને એક વાત કહું છું : અંતે તો બધા જ પ્રશ્નો મૂર્ખતા ભર્યા જ હોય છે. એવું ના વિચારો કે અમુક પ્રશ્નો બીજા પ્રશ્નો કરતાં ડહાપણ ભર્યા હોય છે. જ્યારે ગહન સમજણ આવી જાય છે. પ્રશ્નો આપોઆપ ઓગળી જાય છે. આજ સાચું ડહાપણ છે. ગમે તેમ પણ આપણે આપણા અહમ્‌ને રક્ષવા માટે ખૂબ સાવધાની પૂર્વક રમત રમીએ છીએ.

આ એક બીજો વધારાનો ખેલ છે જેમાં આપણે સામાજીક અહમ્‌ને નામે પોષણ પુરું પાડીએ છીએ.

આ સામાજીક અહમ્ શું છે ?

તમને એવું લાગે છે કે તમારી જીંદગી તમારા માટે ખૂબ જ ખાનગી છે અને બીજા કોઈએ તેની અંદરનું કશું જાણવું જોઈએ નહીં.

દાખલા તરીકે, લોકો મારી પાસે તેમના બાળકોની વિલક્ષણ રીતભાતો વિષે ચર્ચા કરવા આવે છે. પરંતુ જ્યારે આજુબાજુ બીજા લોકો હાજર હોય છે ત્યારે એલોકો અનુકુળતા અનુભવતાં નથી. બીજા લોકો આ બધી બાબતો જાણી જાય તે તમને ગમતું નથી કારણ કે તમે સમાજની નજરમાં તમારા વિષે અને તમારા કુટુંબના સભ્યો વિષે સમાજમાં એક ચોક્કસ પ્રકારની ‘છાપ’ ઉભી કરી હોય છે, લોકોને તમારી કૌટુંબિક જાણકારી મળી જાય તો તમને એવું લાગે છે કે એ લોકો સામે તમારી આખી જાત ખુલ્લી થઈ ગઈ છે. તમને ડર લાગે છે કે તમે ઉભી કરેલી આખી છાપ તૂટીને ઢગલો થઈ જશે. અને પછી સમાજને બતાવવા જેવું તમારી પાસે કશું જ રહેશે નહીં, આ સામાજિક અહમ્ છે.

આ છબી તમે ખૂબજ દુઃખો સહન કરીને ઉપસાવી હોય છે, જે છબી તમારા માટે અને સમાજ માટે તમારી ઓળખ બની ગઈ હોય છે અને તેને આધારે જ તમે ઓળખાતાં હો છો. બીજાઓ કરતાં તમારા માટે એ મહત્વની ઓળખ બની ગઈ હોય છે ! જો તમે તમારી જાતને અને તમારા કુટુંબને તમે જેવાં છો તેવાં જ બતાવો તો તે તમારા માટે ઘણું આરામદાયક બની જાય છે. કારણ કે પછી તમારે કશું ઢાંકીને છૂપાવવા પણું રહેતું જ નથી.

અલબત્ત, તમે કદાચ કહેશો; "માસ્ટરજી, અમે આ બધી બાબતોને એટલા માટે છુપાવીને રાખીએ છીએ કે લોકો તેના વિષે ગુસપુસ ચાલુ ના કરી દે." હું તમને કહું છું : બીજા કોઈ પણ કોઈના વિષે વાત કરવા માટે યોગ્ય જ નથી. જો તેઓ વાતો કરે છે, તો તેઓ મૂર્ખા છે. જો તમે આટલું યાદ રાખો તો તમે તેમને અને તેમની વાતોને જે શક્તિ પૂરી પાડો છો તે આપોઆપ અદૃશ્ય થઈ જશે. તમે જ તેમને તમારા પર અસર પેદા કરવાનું બળ આપો છો, ખરું કે નહીં ? હવે તે પાવર અદૃશ્ય થઈ જશે.

બસ, નિર્ણય કરી લો અને ખુલ્લી કિતાબની જેમ જીવો, બસ આટલું જ. તમારી હિંમત અને તમારા શરીરની ભાષા જોઈને જ લોકો આપોઆપ સમજી જશે કે તમારી ખોદણી કરવી નકામી છે ! હું તમને કહું છું : સામાજીક અહમ્‌ને છોડી દેવો અને કોઈપણ જાતનું ખાનગીપણું છોડી દેવું તે, મહાન મુક્તિ છે.

સામાજીક અહમ્‌ને કારણે આપણે હંમેશા સભાનપણે રહેવું પડે છે. આપણે આપણી જાત પ્રત્યે વધારે પડતાં સભાન એટલા માટે રહીએ છીએ કે લોકો હંમેશા આપણા તરફ જ જુએ છે અને આપણી જ વાત કરે છે. ખૂબ જ સ્પષ્ટ બની જાવ. તમે જ્યારે જાત પ્રત્યે વધારે સભાન હો છો ત્યારે તમે ખૂબ જ અભિમાની હો છો. તમે એવું જ વિચારો છો કે તમે મહાન હસ્તી છો અને દરેક વખતે બધાંની આંખો તમારા પર જ હોય છે. આટલા માટે જ તમે તમારા પ્રત્યે સભાન બની જાવ છો.

જો તમે એવું વિચારી લો કે, તમે ‘કશું જ નથી’ તો તમે આટલાં બધાં જાત પત્યે સભાન રહેશો ? ફક્ત તમે એવું વિચારો છો કે ‘હું કંઈક છું’, એટલે જ તમે સભાન હો છો. અને સૌથી ઉપરની વાત, તમે એવું વિચારો છો કે સભાન રહીને તમે માનવતા પ્રદર્શિત કરો છો. આ એવી કંઈક બાબત છે જેના વિષે તમે જાણતાં પણ નથી. અને આ રીતે તમે સહન કરો છો. બસ તમે સતત એવું વિચારતા રહો છો કે તમે નમ્ર અને વિનયી બની રહ્યા છો અને એવાં જ બનવાનું સતત ચાલુ રાખો છો.

તમે જ્યારે જાત પ્રત્યે સભાન હો છો ત્યારે તમે જીવતાં છો છતાં જીવતાં નથી. આ તમારી સુંદરતા અને લાવણ્યની આડે આડશ ઉભી કરવા જેવું છે. આના કારણે તમારી સુંદરતા પૂરેપૂરી મુક્ત રીતે બહાર આવી શકતી નથી. કુદરત અને પ્રાણીઓ સામે જુઓ. તેઓ કેવાં સુંદર રીતે અને મુક્ત રીતે વહેતાં હોય છે. આવું કેમ છે ? કારણ કે તેઓ તેમની જાત પ્રત્યે સભાન નથી. તેઓ બસ અસ્તિત્વ સાથે રહીને જ સુખી છે. જે ક્ષણે તમે એવું વિચારવાનું શરૂ કરો છો કે લોકો તમારું નિરીક્ષણ કરી રહ્યાં છે, તરત જ અહમ્ પ્રવેશ કરે છે અને તમે તમારું કુદરતી હોવા પણું ગુમાવી દો છો.

મોટી ઉંમરના માણસો જેટલાં બાળકો પોતાની જાત પ્રત્યે સભાન હોતાં નથી, જો તમે તેમને રમતાં જોશો તો, તમે જોઈ શકશો કે, તેમની દરેક બાબતમાં અતિશય સુંદરતા અને નિખાલસતા હશે. તમે જ્યારે તમારા અથવા બીજાના ફોટા પાડો છો ત્યારે પણ તમો જોશો તો ખ્યાલ આવશે કે સભાનતા વગર જ લીધેલા ફોટા, કેમેરા સામે પોઝ આપવાનું કહીને લીધેલાં ફોટા કરતાં વધારે સારા આવતાં હોય છે.

જે ક્ષણે તમને પોઝ આપવાનું કહેવામાં આવે છે તમે તરત જ સભાન થઈ જાવ છો, તમારા અહમ્‌ને ડર લાગે છે કે લોકો કંઈક કહેશે અને તેનામાં ગોબો પડી જશે તો. સભાન અહમ્ દરેક વખતે દરેક બાબતમાં કાર્ય અને કારણનું ગણિત ગણતો રહે છે. તે દરેક વખતે બીજાની નજરોનું વજન કરતો રહે છે અને પોતાની મુક્તિ ગુમાવતો રહે છે.

આપણાં મેડિટેશનના વર્ગોમાં પણ, તમે જો જો, હું મેડિટેશન શરૂ કરતાં પહેલાં તમને કપડાંની પટ્ટીથી તમારી આંખો બંધ કરી દેવાનું કહું છું, પરંતુ તમે સૌથી પહેલાં શું કરો છો ? તમે પહેલાં જોવાનું ચાલુ કરો છો કે બીજા લોકોએ પોતાની આંખો બરાબર બાંધી છે કે નહીં ! તમે મેડિટેશન હોલમાં પણ જાત પ્રત્યે અતિશય સભાન હો છો. તમારામાં અમુક બરાબર મેડિટેશન કરતાં નથી. કારણ કે તમે મારી અને સ્વયંસેવકોની આંખો ખૂલ્લી છે તે પ્રત્યે સભાન હો છો ! તમે અચકાંતા જ મેડિટેશન કરો છો અને મેડિટેશન કેમ્પમાં આવવાનો મૂળ હેતુ ગુમાવી દો છો.

તમે જ્યારે ગણતરીઓ કરવાનું બંધ કરીને ખુલ્લા થવાનું શરૂ કરો છો, ત્યારે તમે હંમેશા વિસ્મય અને તાજગીથી ભરાઈ ગયેલા રહો છો. જીંદગી તમારા માટે ક્યારેય ફિક્કી અને અવરોધરૂપ બનતી નથી.

અને એક વધારે વાત : નિખાલસ વ્યક્તિ ક્યારેય કોઈને કશું નુકસાન કરતી નથી. કારણ કે નુકસાન પહોંચાડવા માટે તમારે ગણતરી કરવાની જરૂર પડે છે. કદાચ જો તે અજાણતાં જ નુકસાન કરી બેસે છે, તો લોકોને ખોટું નહીં લાગે કારણ કે તેમને ખબર હોય છે કે આ વ્યક્તિએ જાણી જોઈને આવું નથી કર્યું. નિખાલસ વ્યક્તિની શરીરની ભાષા જ આ કહી દે છે અને તેની પડખે ઉભી રહે છે.

બરાબર છે... હવે... આપણે અહમ્‌ના એક મહત્વના સ્વરૂપ તરફ આગળ વધીએ છીએ. એવો અહમ્ જે જ્ઞાનમાંથી આવે છે.

તમે જેમ જેમ મોટા થતાં જાવ છો, તેમ તેમ લોકો સાથેની વાતચીતમાંથી તેમના વિષેના અભિપ્રાયો અને શાસ્ત્રોમાંથી માહિતીઓ એકઠી કરતાં જાવ છો. આ બન્ને ભેગા મળવાથી તમારૂં જ્ઞાન બને છે. તમારો આખો માનસિક અભિગમ બને છે. તમે જે કંઈપણ જુઓ છો, તમે આ માનસ નકશાની દૃષ્ટિએ જ જુઓ છો.

તમે જે કંઈ જુઓ છો એ તદ્દન તમારા મનમાં પહેલેથી રહેલા દૃષ્ટિકોણ પ્રમાણે જ બની જાય છે. તમે જીવતી લાશ જેવા બની જાવ છો ! તમારામાં વિકસવાની કોઈ જ તક રહેતી નથી. તમે કાયમ એક ચોક્કસ રંગના ચશ્માથી જ જુઓ છો. એ રંગ, જે ‘તમે’ જ કાચ પર ચડાવેલો છે ! તમે કલ્પના પણ નથી કરી શકતા કે આ વિસ્મયથી ભરેલી દુનિયામાં તમે આ રંગને લીધે કેટલું બધું ચૂકી જાવ છો.

એક નાની વાર્તા :

એક માણસ તેના મિત્રને કહી રહ્યો હતો; “તને ખબર છે, મેં મને જ મૂર્ખ બનાવ્યો છે.”

મિત્રે પૂછ્યું; “શા માટે, શું થયું ?

માણસે કહ્યું; “મેં મારાઘરની દસ બારીઓ બદલી નાંખી અને પછી મને ખબર પડી કે મારા ઘરની બારીઓના કાચમાં તિરાડો છે.”!

જો આપણે એક ક્ષણ માટે પણ આપણી અંદર નજર કરીએ, તો આપણે સમજી શકીએ કે આપણે જે જોઈએ છીએ એમાં આપણે એક જ નજરથી જોઈ શકીએ છીએ. પરંતુ ગમે તેમ પણ આપણે અંદર નજર કરતાં નથી. આપણને એવું લાગે છે કે આપણે બધું જ જાણીએ છીએ, અહીં જ સમસ્યા શરૂ થાય છે. મૃત જ્ઞાન આપણને ક્યાંય પણ સામેલ થવા દેતું નથી.

આમાં સૌથી જોખમી બાબત એ છે કે, તમને એવું લાગે છે કે તમે તમારા જ્ઞાનથી ખૂબ જ મજબૂત બની ગયા છો. તમને લાગે છે કે તમારી જ્ઞાનની નીતિમત્તાને કારણે તમારૂં ચરિત્ર મજબૂત બની ગયું છે. તમારી આ થોડીક જાણકારી તમારી જાત પરના બોજા સિવાય કશું જ નથી.

તમારી જાત તો નદી જેવી છે અને તમે તેને તમારા કહેવાતા જ્ઞાનથી સ્થગિત કરી દીધી છે. સાચું જ્ઞાન એ છે કે જેનાથી તમે જાણી શકો કે રસ્તામાં જે કાંઇ જ્ઞાન આવે તેને છોડતાં જવું અને નાના બાળકની જેમ જીવવું, નિખાલસતા અને સ્વયં સ્ફૂરણાથી વહેતા રહેવું, તમારે અહમ્માંથી સ્વયંસ્ફૂરણા તરફ આગળ વધવાની જરૂર છે.

આપણે બધાં આપણી જીંદગીમાં જે કંઈ જોઈએ છીએ, તેને વિભાજીત કરવા અને તેને લેબલ મારવા માટે હંમેશા તૈયાર હોઈએ છીએ. દરેક પ્રસંગે બસ આપણે જીંદગીની નિખાલસતા ઝુંટવી લઈએ છીએ. આપણે, લોકોને, જગ્યાઓને, સંજોગોને, આપણા રસ્તામાં આવતી દરેક બાબતોને વિભાજીત કરી દઈએ છીએ.

એક નાની વાર્તા :

એક માણસ એક દિવસ સિનેમાઘરમાં ફિલ્મ જોવા ગયો.

એક વિખ્યાત આંતરરાષ્ટ્રીય સ્ટુડિયોની શબ્દ રચનાથી ફિલ્મની શરૂઆત થઈ. જેણે આ ફિલ્મ બનાવી હતી.

માણસે પોતાની જાતને કહ્યું; “અરે ! આ ફિલ્મ તો મેં પહેલાં જોઈ છે ?” આમ કહીને તે ઉભા થઈને સિનેમાઘરની બહાર નીકળી ગયો.

આ સ્ટુડિયોની દરેક ફિલ્મ તેના ચોક્કસ શબ્દાંકનો સાથે જ શરૂ થાય છે અને માણસ શબ્દ રચના જોઈને એવા નિર્ણય પર આવી ગયો કે તેણે પહેલાં આ ફિલ્મ જોઈ લીધી છે ! બસ સાચી ફિલ્મ તે ચૂકી ગયો. બસ આટલું જ.

આપણે બધાં આવા જ છીએ; ખાસ કરીને પુખ્તવયના લોકો. બાળકો આવાં નથી હોતાં. તેઓ દરેક બાબતને તાજગી સાથે જુએ છે. તેઓ જીવનથી અતિશય ભરપૂર હોય છે; તે આપણી જેમ મૃત નથી હોતાં.

તમે જ્યારે દરિયા કિનારે બીચ પર જાવ ત્યારે બાળકોનું અવલોકન કરજો, તેઓ કેટલાં ઉત્સાહીત અને ઉત્તેજીત હોય છે. આવી જ રીતે તમે જ્યારે ત્યાં જાવ છો ત્યારે, તમને એવું લાગે છે કે આ બીચને તો તમે પહેલેથી જ જાણો છો. કુદરતી બેજોડ સુંદરતા અને તાજગી પણ તમારા તમે રંગેલા કાચમાંથી પસાર થઈને જ તમારી પાસે આવે છે. તમે પહેરેલા ચશ્મા તમે છોડવા તૈયાર નથી. બસ, દરિયાકિનારો પણ તમારા માટે તમારા જ્ઞાનને બળ પુરૂં પાડનારી જગ્યા બની જાય છે. હું તમને કહું છું જો તમને એવું લાગતું હોય કે તમને જીંદગીમાં મજા નથી આવતી, તો તેનું કારણ તમારું મન છે, તમારો મજબૂત અહમ્ છે; એટલા માટે નહીં કે જીંદગી ખૂબસુરત નથી.

એક નાની વાર્તા :

એક માણસ રજાઓ ગાળવા માટે સ્વીટ્ઝર્લેન્ડ ગયો અને એક મહીના પછી પાછો આવ્યો.

એક સાંજે તે તેના મિત્રને મળ્યો અને બન્ને જણાંએ બહાર જમવા જવાનું નક્કી કર્યું.

મિત્રે તેને પૂછ્યું; “તેં તો સ્વીટ્ઝર્લેન્ડના કુદરતી દ્રશ્યોનો આનંદ માણ્યો ને ?”

માણસે જવાબ આપ્યો; “હા. માણી શકત. પરંતુ પહાડના શિખરો આડાં આવતાં હતાં.”

આપણે અતિશય લાગણી વિહીન છીએ; આપણે કુદરતથી ખૂબ જ દૂર જતાં રહ્યાં છીએ, આપણી આજુબાજુ પુષ્કળ સૌંદર્ય વિખરાયેલું પડેલું છે. પરંતુ આપણે તેનો આનંદ ઉઠાવી શકતાં નથી, અને ફરીયાદો કરીએ છીએ કે અહીં આનંદ માણવા જેવું કશું જ નથી.

આનંદ માણવાની ક્ષમતા તમારી અંદર જ છે. તેને માટે બહારની કોઈ બાબતોને દોષ ના આપો. બાળક તરીકે તમે

તમારી આસપાસની બાબતોનો આનંદ ઉઠાવેલો જ છે. પછી શું બની ગયું ? તમે ગંભીર બની ગયા અને આનંદ માણવાનું ભૂલી ગયા. તમે તમારા કહેવાતા જ્ઞાનથી ફિક્કાં બની ગયા છો.

મેં પહેલાં કહ્યું તેમ, લોકો મને ઘણી વાર પૂછે છે; “માસ્ટરજી, તમારી પાસે આટલું બધું જ્ઞાન હોવા છતાં તમે બાળક જેવાં કેમ લાગો છો ? દરેક વખતે તમે જોક્સ કહો છો, તમે નિખાલસતાથી હસો છો અને અમે તમને આશ્ચર્યથી જોઈ રહીએ છીએ ! તમે જ્યારે જોક કહેવાનું શરૂ કરો છો, ત્યારે અમે તેને પહેલાં સાંભળી હોવાથી હસતાં નથી, પરંતુ તમે તમને કોઈએ એ જોક પહેલી વખત કહી રહ્યું હોય તેમ તમે તેનો ભરપૂર આનંદ માણો છો!”

તમે સમજો. હું જ્યારે તમને કહું છું કે તમે તમારી નિખાલસતા અને આનંદ માણવાની ક્ષમતા ગુમાવી દીધી છે. ત્યારે હકીકતમાં મારો કહેવાનો મતલબ આ જ હોય છે. તમે તમારા જ્ઞાનથી, હું બધું જ જાણું છું એવો અભિગમ અપનાવી લીધો છે.

હવે જ્યારે મેં તમને આ કહ્યું છે, ત્યારે હું તમને એક વાર્તા ફરી વખત કહું છું. જે હું મારી વાતો દરમ્યાન ઘણીવાર કહું છું જેમાં મને અત્યારે પણ હસવું આવે છે !

તામિલનાડુના એક ગામમાં, મંદિરના વાર્ષિક ઉત્સવ માટે ખુલ્લામાં એક હંગામી મંચ-સ્ટેજ ઉભુ કરવામાં આવ્યું હતું, જેના પર પ્રખ્યાત નાટક કંપનીઓ તેમનાં નાટકો ભજવતી હોય છે, ખાસ કરીને મહાન હિંદુ મહાકાવ્યો જેવાં કે રામાયણ અને મહાભારતમાંથી દૃશ્યો ભજવાતાં હોય છે.

હું તે નાટકો જોવા કાયમ જતો,

આવા જ એક પ્રસંગે, એ લોકો મહાભારતમાંથી એક દૃશ્ય ભજવતાં હતાં, જેમાં દુઃશાસન દ્રૌપદીનું વસ્ત્રાહરણ કરવાની કોશિશ કરે છે અને છેલ્લે ભગવાન ક્રિષ્ણ દ્રૌપદીને બચાવી લે છે.

દ્રૌપદીનું પાત્ર, એક પુરુષ સાડી પહેરીને ભજવતો હતો.

તેમની યોજના પ્રમાણે તેણે સાત સાડીઓ પહેરવાની હતી, એક ઉપર એક અને દુઃશાસન ગણતાં ગણતાં એક પછી એક સાડી ખેંચવાનો હતો.

જ્યારે સાતમી સાડી ખેંચાવા લાગે ત્યારે દ્રોપદીએ ભગવાન ક્રિષ્ણને મદદ માટે બૂમો પાડવાની હતી અને ક્રિષ્નાએ હાજર થવાનું હતું.

ગમે તે રીતે, પુરુષ બનતો દ્રૌપદી જ્યારે તૈયાર થતો હતો, ત્યારે સાતમી સાડી પહેરવાનું ભુલી ગયો અને તેણે છ જ સાડીઓ પહેરી.

સ્ટેજ ઉપર દુઃશાસને સાડીઓ ખેંચવાનું શરૂ કર્યું. અને જ્યારે છઠ્ઠી સાડી ખેંચવા માંડી ત્યારે એકાએક દ્રૌપદીને હકીકતમાં પોતાની ભૂલનું ભાન થયું !

તેણે દુઃશાસનને ચીસો પાડીને કહેવા માંડ્યું, “એય છોડી દે, એય છોડી દે.”

દુઃશાસને વિચાર્યું કે દ્રૌપદી પોતાનું પાત્ર ખૂબ જ સુંદર રીતે ભજવી રહી છે અને તેણે સાડી ખેંચવાનું ચાલુ રાખ્યું! અને છઠ્ઠી સાડી ખેંચી લીધી !

છેલ્લે, દ્રૌપદી સ્ટેજ પર ફક્ત અર્ધી ચડ્ડી અને બ્લાઉઝ પહેરીને સ્ત્રીના મેકઅપમાં ઉભી હતી ! પરંતુ તે કલાકાર ખૂબ જ હોશિયાર હતો, તેણે બૂમ પાડીને કહ્યું; “હે ભગવાન ક્રિષ્ણ, તમે કેટલા મહાન છો, તમે મારી લાજ રાખવા માટે મારી જાતિ જ બદલી નાંખી !"

(માસ્ટરજી વાર્તા પૂરી કરતાં સુધીમાં તો ખડખડાટ હસી પડે છે)

માટે સમજી લો : જ્ઞાન બરાબર છે પરંતુ તેને તમારી જાતને ભૌતિક રીતે દ્રઢ બનાવવા માટે ના વાપરો. તમારો મુળભૂત સ્વભાવ નદીની જેમ વહેવાનો છે. નિખાલસતા જ તમારો સ્વભાવ છે. તમે તમારા કહેવાતા જ્ઞાનને લીધે તેનાથી દૂર જતાં રહ્યાં છો. જો તમે નિખાલસતાથી જીવો તો તમારા માટે આખી નવી દુનિયા ખૂલી જાય છે.

બસ દરેક ક્ષણનો ખુલ્લાપણાં સાથે સામનો કરો. અગાઉથી કોઈ ખ્યાલો બાંધી ન રાખો. જો તમે આ રીતે જીવશો તો, તમને કોઈ ભૌતિક બનાવી નહીં શકે. તમે જોઈ શકશો કે તમારી રોજિંદી જીંદગી જે તમે આજ સુધી જીવતાં હતા તે ખૂબ જ તાજી અને આનંદ માણવા જેવી બની ગઈ છે.

જ્યારે આ તમારો અભિગમ બની જાય છે, ત્યારે દરેક વ્યક્તિને તમારામાં ખુલ્લાપણું દેખાવાની પૂરેપૂરી શક્યતા હોય છે અને તે તમારી સામે ખૂબ જ આનંદદાયક રીતે ખૂલી જાય છે. પછી તે એક હકારાત્મક વર્તુળ બની જય છે જેમાં તમે દરેક ક્ષણે તાજગીથી તાજગી તરફ આગળ વધતાં રહો છો. પછી ત્યાં દરેક જગ્યાએ તાજગી જ હોય છે; કશું વાસી હોતું જ નથી !

તમે જ્યારે અહમ્ સાથે જીવો છો, ત્યારે તમને અમુક વિવિધ સાધન સામગ્રીની જરૂર પડે છે, અમુક આધારની જરૂર પડે છે, તમારી આજુબાજુ અમુક લોકોની હંમેશા જરૂર પડે છે. આ આધાર તમને તમારી ઓળખ આપે છે, આના વગર તમે કશું જ નથી. એક રાજા ત્યારે જ રાજા કહેવાય, જ્યારે તેની પાસે રાજ્ય હોય. બીજી બાજુ, એક ‘પરમહંસ’ એવો માણસ છે, તેને કશાની જરૂર પડતી નથી અને એ જ્યારે પગ લાંબા કરે છે ત્યારે ઊંઘી જાય છે અને હાથ લાંબા કરીને ખાઈ લે છે ! તે બસ અસ્તિત્વના પ્રવાહને અનુસરે છે. તેણે આત્માને ઓળખી લીધો હોય છે અને તે પોતાની અંદર જ રાજા હોય છે. તેને રાજ્યની જરૂર પડતી નથી !

પરંતુ તમે જ્યારે ‘પરમહંસ’ બની જાવ છો ત્યારે તમારી આજુબાજુ આપોઆપ સામ્રાજ્ય ઉભું થઈ જાય છે, પરંતુ તે તમને સ્પર્શી શકતું નથી કે નથી તમને દુષિત કરી શકતું. માત્ર નબળાં લોકો જ પોતાના માટે સામ્રાજ્ય ઉભું કરે છે અને તેમાંથી તેમનો આધાર અને શક્તિ મેળવે છે. માત્ર નબળા લોકોને ટેકા માટે ‘મોભા’ની જરૂર પડે છે. તેમને ટેકા માટે અહમૂની જરૂર પડે છે. ‘પરમહંસ’ માટે તેમની ‘સ્થિતિ’ જ તેમના માટે બધું જ કરે છે; તે મોભાથી અને તેની આસપાસની બાબતોથી અસ્પૃશ્ય હોય છે.

તમે જીંદગી માટે વિવિધ સામગ્રીઓ માટે શોધ કરો છો. કારણ કે તેના વગર તમને જીંદગી ખૂબ જ ખાલી ખાલી લાગે છે. ભૌતિક લાગે છે. તમને આવું લાગે છે, કારણ કે તમે હંમેશા ચમત્કારોની શોધમાં હો છો. દરેક ક્ષણે તમારી નજર સામે જ અસ્તિત્વના મહાન ચમત્કારો બનતાં રહે છે, પરંતુ તમે પહેલેથી જ એટલાં બધાં તમારા અહમૂથી ભરાયેલાં હો છો કે તમે અસ્તિત્વના મહાન ચમત્કારોને ચૂકી જાવ છો !

તમારૂં શરીર જ એક ચમત્કાર છે. અત્યાર સુધીમાં શોધાયેલા કોઈપણ સુપર કોમ્પ્યુટર કરતાં પણ તે મહાન છે. અબજો કોષો અને એક બીજા સાથે સંકળાયેલી હજારો પ્રક્રિયાઓ તમારા શરીરમાં બન્યાં કરે છે. તે પૃથ્વી પરનો સૌથી મહાન ચમત્કાર છે. જો તમે મનને કેવી રીતે છોડી દેવું અને અસ્તિત્વ સાથે લયમાં રહીને કેવી રીતે જીવવું તે જાણી લો, તો તમે સમજી શકો છો કે તમે ચમત્કારોને નામે જેને શોધી રહ્યાં છો તે અસ્તિત્વમાં બની રહેલી એકધારી સંક્રમિક ઘટનાએ સિવાય કશું જ નથી. તમારો અહમ્ આ બધી બાબતોને સામાન્ય બનાવી દે છે. બસ આટલું જ. તમારૂં જ્ઞાન હંમેશા વિભાજન કરીને વિશ્લેષણ કરતું રહે છે અને દરેક બાબતને તાર્કિક અને ભૌતિક બનાવી દે છે.

યસ ... ?

“માસ્ટરજી, અમે આ બધું જાણતાં હોવા છતાં અમે બધું અમારા પર શા માટે લઈએ છીએ?”

યસ... આ ખુબ જ સુંદર પ્રશ્ન છે ! જ્યારે આપણી પાસે આનંદથી જીવવાનો વિકલ્પ છે. ત્યારે આપણે દુઃખો શા માટે પસંદ કરીએ છીએ?!

તમે સમજો, તમે તમારી જાતને જાણતાં નથી, તમારો જે મૂળભૂત ‘સ્વ’ છે, એજ તમારી ખરી ઓળખ છે. સમયાંતરે તમે બહારની દૂનિયા સાથે સંબંધિત થતાં જાવ છો અને તમારી જાત માટે એક બનાવટી ઓળખ ઉભી કરો છો. આ બનાવટી ઓળખ સાથે તમે બહારની દુનિયા સાથે સંબંધિત રહી શકો છો. આ બનાવટી ઓળખ તમારો અહમ્ છે. એ પુરેપૂરો બીજા લોકોએ તમારા પર લગાવેલાં લેબલોથી બનેલો છે. તમે જાણતાં જ નથી કે તમે હકીકતમાં કોણ છો.

ધારો કે હું તમને પુછું કે તમે કોણ છો ? તમે શું કહેશો ? તમે કહેશો; “હું ફલાણાનો પિતા છું.” અથવા “હું ફલાણાની બહેન છું.” અથવા “હું ડોક્ટર છું.” વગેરે. પરંતુ આ બધું શું છે? આ બધાં ફક્ત તમારા સંબંધો અને ધંધા છે. તમે તમારા પિતાના પુત્રી છો, તમારા પતિના પત્ની છો, તમારા બાળકની માતા છો અને બીજું ઘણું બધું. તમે આ બધું તમારી આસપાસના લોકો માટે છો. તો પછી તમે તમારી જાત માટે શું છો ?

તમે અત્યારે માત્ર સંબંધોમાં અને ધંધામાં જ હયાત છો. તમારો અહમ્ આ બધાંમાંથી બંધાયો છે. તમારી ઓળખ ફક્ત આ બધાંને લીધે જ છે. માટે જ તમને હંમેશા તમારી ઓળખ ગુમાવી દેવાનું જોખમ રહે છે. આ બધી માણસોએ બનાવેલી તકલાદી બાબતો છે, માટે તે ગમે ત્યારે તુટી શકે છે. માટે જ તેને નિભાવવા માટે તમારે સખત મહેનત કરવી પડે છે.

તમારો મૂળભૂત સ્વભાવ હકીકતમાં ‘એકલાં’ રહેવાનો છે. તમે જ્યારે તમારા માતાના ગર્ભમાં હતાં, ત્યારે તમે એકલાં જ હતાં. હકીકતમાં તમે જ તમારી જાત માટે પૂરતાં છો. આ જ તમારી વિશિષ્ટતા છે. સમય જતાં તમારી આ વિશિષ્ટતાનો કબજો તમારું વ્યક્તિત્વ લઈ લે છે. વિશિષ્ટતા કુદરતી છે; વ્યક્તિત્વ સામાજીક છે.

આ આવું છે : એક પાર્સલ એક જગ્યાએથી બીજી જગ્યાએ ફરતું રહે છે અને દરેક જગ્યાએ તેના પર વિવિધ માહિતીઓના સિક્કા લાગતાં જાય છે. પાર્સલ હકીકતમાં આ લાગેલા સિક્કાઓ નથી, પરંતુ તેની અંદર જે માલ ભરેલો છે તે છે, ખરું કે નહીં? આવી જ રીતે તમે પણ લોકોએ તમારા પર જે સિક્કા લગાવ્યા છે, તે તમે નથી; તમારી અંદર જે ‘સ્વ’ છે, તે તમે છો.

ગમે તેમ, પણ સમય સાથે, આ સિક્કાઓથી તમારો અહમ્ બંધાય છે અને તમને તમારા અહમ્ને ખોરાક આપવા માટે વધારેને વધારે લોકોની જરૂર પડે છે. તેથી તમે તમારી જાતને એકલી અને તમારા ‘સ્વ’ સાથે જોઈ શકવા માટે સમર્થ નથી. તમે જ્યારે એકલાં હો છો ત્યારે તમને તમારા અહ્મને પોષણ આપવા માટે બીજા લોકોના અવાજો સાંભળવાની જરૂર પડતી નથી. તમારો અહમ્ ભૂખ્યો રહી જાય છે. તમે શું કરો છો? તમે અંતે ટી.વી. અને ઘડીયાળ તરફ વળો છો !

એક નાની વાર્તા :

લાંબા સમયથી એક જ રાજકીય પક્ષમાં રહેલો એક માણસ મરણપથારી પર હતો.

આ માણસ પર મૃત્યુ તોળાઈ રહ્યું હતું, એ જ સમયે તેણે તેની વફાદારી વિરોધ પક્ષ તરફ બતાવી છે તેવું જાણીને તેના મિત્રો તેને મળવા આવ્યાં.

એ લોકો સ્તબ્ધ બની ગયા હતા. અને તેમણે તેને આવું શા માટે કર્યું એમ પૂછ્યું.

માણસે જવાબ આપ્યો; "અરે ! મારે અથવા તેમાંના કોઈ એકને મરવાનું જ છે ને !

આપણી બનાવટી ઓળખ કેટલી બધી મજબૂત હોય છે ! આપણા માટે તે આપણી મજબૂત વાસ્તવિકતા બની જાય છે અને તે આપણને બીજું કંઈ જોવા માટે આંધળા બનાવી દે છે. અરે મૃત્યુ વખતે પણ આપણા માટે તેને છોડવી મુશ્કેલ હોય છે ! આપણે અભાનતામાં જ જીવીએ છીએ અને મરી જઈએ છીએ.

તમારા એક માત્ર આધારરૂપ, તમારું વ્યક્તિત્વ ગુમાવી દેવાના ભયને કારણે જ તમે આવું વર્તન કરો છો. માટે જ આપણે કહીએ છીએ કે તમારો અહમ્ જ બધી રમત રમી રહ્યો છે. આખી આધ્યાત્મિકતા આ વ્યક્તિત્વને ગુમાવી દેવા વિષે જ છે, આ બનાવટી ઓળખને ગુમાવી દેવા માટે.

આવું ત્યારે જ બને છે, જ્યારે તમે કોઈ પણ બાબતમાં સામેલ થવાનું અને માનવાનું છોડી દઈને નિરીક્ષણ કરવાનું શુરુ કરો છો. તમે જ્યારે નિરીક્ષણ કરાવવાનું શરુ કરો છો ત્યારે જ તમે સમજી શકો છો કે તમે પાર્સલની અંદરનો માલ છો. નહીં કે પાર્સલને જે નામ અને લેબલો લગાવવામાં આવ્યા છે તે. જ્યારે તમારામાં આ જાગ્રતતા આવે છે, ત્યારે તમારે કોઈ પ્રવચનો, ધાર્મિક વ્યાખ્યાનો, ઉપદેશો અથવા શિક્ષણની જરૂર રહેતી નથી.

યસ ... ?

“માસ્ટરજી, જો અમે તમને, અમારા ગુરુને સમર્પિત થઈ જઈએ તો અમારા અહમ્‌ને તમે સંભાળી લેશો ?"

સૌથી પહેલાં એક વાત, જો તમે હકીકતમાં શરણાગતિ સ્વીકારી લો, તો તમે એન્લાઈટેન્ડ બની જાવ છો. આમાં જ્યારે ‘હું શરણાગતિ સ્વીકારું’ તેવો પ્રશ્ન જ ઉપસ્થિત થતો નથી. પરંતુ દલીલ ખાતર જો તમે મને તમારી આરપાર સોંસરવો ઉતરવા દો, તો હું તમારા અહમ્‌ને, તેનાં ડાળી ડાંખળાઓ તોડીને ઘાટ આપી શકું અને તમે તેને સંપૂર્ણ છોડી દો ત્યાં સુધી બોન્સાઈના છોડની જેમ રાખી શકું. જેથી તમે એન્લાઈટેન્ડ બની શકો.

તમારી પાસે તમારી રોજિંદી ક્રિયાઓ કરવા પૂરતો અને ધંધો ચલાવવા પૂરતો અહમ્ રહેશે, જે બીજાને અને તમારી જાતને ઈજા નહીં પહોંચાડે. તમે ભૂંજાઈ ગયેલા બીજ જેવા બની જશો જેમાંથી અહમ્‌નો અંકુર ના ફૂટે.

એક વાત સમજી લો : જે માણસ એન્લાઈટેન્ડ ના થયો હોય તેમાં એક અથવા બીજા સ્વરૂપે થોડો અહમ્ હોય જ છે. પછી તે સક્રિય અહમ્ હોય કે છૂપો અહમ્ હોય. તમે જેટલા વધારે સાક્ષી બનતાં જશો એટલો તમારો અહમ્ વધારે ઓગળતો જશે. અત્યારે આટલી સમજણ પુરતી છે.

સામાન્ય માણસો સાથે તમે સરળતાથી તમારા અહમ્‌નું રક્ષણ કરીને નીકળી શકો છો. પરંતુ ગુરુ સાથે, તમે ક્યારેય તેમને થાપ આપી શકો નહીં. તમે માત્ર તમારી જાતને એવું વિચારીને છેતરી શકો કે તમે તેમને થાપ આપી છે. તમે ગમે તેટલી ચાલાકીથી તમારા અહમ્‌ને છૂપાવવાની કોશિશ કરો તો પણ તે ગુરુની નજરમાં સરળતાથી આવી જ જાય છે. જ્યારે તમે તેનું રક્ષણ કરવાની મથામણ કરતાં હો છો, ત્યારે ગુરુ તમને સાજા કરવાની કોશિશ કરતાં હોય છે. માત્ર તેઓ જ જાણે છે કે અહમ્ કેટલો કેન્સરગ્રસ્ત છે.

હું તમને ભગવત્ ગીતાની થોડી બાબતો કહું છું. ભગવત્ ગીતા, ભગવાન ક્રિષ્ણે દુનિયાને આપેલું શિક્ષણ છે.

જ્યારે ભગવત્ ગીતા શરુ થાય છે, ત્યારે અર્જુન મુંઝવણમાં પડી ગયો હોય છે.

તે કહે છે; "હે ભગવાન મારે જીવનમાં શું કરવુંતે હું જાણતો નથી. મહેરબાની કરીને મને માર્ગદર્શન આપો."

ક્રીષ્ના તેને ‘સાંખ્ય યોગ’ સમજાવે છે - આત્મા સુધી પહોંચવાનો રસ્તો.

‘કર્મ સન્યાસ યોગ’, પછી ‘રાજ વિદ્યા યોગ’ અને પછી આવી રીતે આગળ.

૭૦૦ પંક્તિઓ અને ૧૮ અધ્યાયોમાં તે વિવિધ મેડિટેશનની પધ્ધતિઓ સમજાવે છે.

અંતે છેલ્લે અર્જુન કહે છે; “ક્રીષ્ણા, તમે મને જ્યારે સમજાવવાનું શરૂ કર્યું ત્યારે હું જેટલો મુંઝવણમાં હતો તેના કરતાં અત્યારે વધારે ગુંચવાઈ ગયો છું. મારે કઈ પધ્ધતિ અનુસરવી જોઈએ ? કઈ પધ્ધતિ વધારે સારી અને ઝડપી છે ? સૌથી ટૂંકે રસ્તે અંતિમ પરિણામ મેળવી શકાય તેવી કઈ પધ્ધતિ છે ?”

ક્રીષ્ણા ૧૮માં અધ્યાયમાં આના નિચોડરૂપ જવાબ આપે છે.

કોઈપણ ગુરુ સાથે, જ્યારે તેના શબ્દો નિચોડ રૂપ હોય છે, ત્યારે તે અંતિમ, યોગ્ય અને અંતિમ સત્ય હોય છે.

ક્રીષ્ણા કહે છે; “સર્વ ધર્માન્ પરિત્યાજ્યેય મામ્ એકમ્ શરણમ્ વ્રજ, અહમ્ત્વ સર્વ પાપેભ્યો મોક્ષયીશ્યામી મા સુચહ.”

આ વાક્ય જે તેમણે કહ્યું છે, તે જો આપણે બધાં જ ધર્મો, ફીલોસોફીઓ અને આધ્યાત્મિક પુસ્તકોને દૂધનું વાસણ માનીએ તો, આ એ બધાંને વલોવીને તેમાંથી કાઢેલું માખણ છે.

તે કહે છે; “મેં તને ન્યાયના બધાં જ સ્વરૂપો સમજાવી દીધા છે. બસ, બધું જ મારા શરણોમાં સમર્પિત કરી દે. મારા શરણમાં આવી જા અને હું તારી સંભાળ લઈશ. હું તને તારા બધાં જ પાપોમાંથી મુક્તિ અપાવીને તને મોક્ષ તરફ ઉંચકી લઈશ.”

ક્રીષ્ણા ખરેખર તેની ઉક્તિમાં ખૂબ જ સુંદર વચન આપે છે.

આ ઉક્તિ દ્વારા, ક્રીષ્ણા દુનિયાને બતાવે છે કે, ‘શરણાગતિ’ જ અહમ્શૂન્ય સ્થિતિ અને મોક્ષ માટે એક જ, ટૂંકામાં ટૂંકી, છેલ્લી, યોગ્ય અને અંતિમ પધ્ધતિ છે.

ક્રીષ્ણા અને અર્જુનની બીજી એક સુંદર વાર્તા :

એક સાંજે ભગવાન ક્રીષ્ણા અને અર્જુન સાથે સમય વિતાવી રહ્યાં હતા.

ક્રીષ્ણાએ અચાનક જ એક કાગડા તરફ આંગળી ચીંધીને કહ્યું; “અર્જુન પેલા લીલા કાગડા તરફ જો !”

અર્જુને તે દિશામાં જોયું અને કહ્યું; “હા ક્રીષ્ણા મેં જોયું !”

થોડી મિનિટ પછી, ક્રીષ્ણાએ આશ્ચર્યથી બૂમ પાડી; “અર્જુન પેલો કાળો કાગડો જો !”

અર્જુને કહ્યું; “હા ક્રીષ્ણા મેં જોયું !

અર્જુનની પરીક્ષા કરવા માટે જ ક્રીષ્ણા એ પૂછ્યું; “અર્જુન તું કેવો મૂર્ખ છે ! કાગડો ક્યારેય લીલો હોઈ શકે જ નહીં. તેં પહેલી જગ્યામાં તેને કેવી રીતે જોયો ?”

અર્જુને જવાબ આપ્યો; “ક્રીષ્ણા તમે જ્યારે તેને લીલો કાગડો કહ્યો ત્યારે મેં તેને લીલાની જેમ જોયો.”

અર્જુનની બધી જ ઈન્દ્રીયો ક્રીષ્ણાને સમર્પિત હતી. ગુરુનીસમક્ષ સંપૂર્ણ, બધી જ ઈન્દ્રીયોની શરણાગતિ સ્વીકારવી

એ સૌથી મુશ્કેલ કામ છે. ગુરુ પોતે જ અસ્તિત્વ છે; તે સ્વરૂપ વિહિન સ્વરૂપ છે. જ્યારે તમારી ઇન્દ્રીઓ ફક્ત ગુરુ કહે તેટલું જ ગ્રહણ કરે છે, ત્યારે તમે શરણાગતિના સૌથી ઊંચા બિન્દુ પર પહોંચી ગયા હો છો.

શરણાગતિ શું છે ? શરણાગતિમાં ખૂબ જ ગહન અર્થ છૂપાયેલો છે. જો આપણે તેને બરાબર ના સમજી શકીએ તો, આપણે તેનો ખોટો અર્થ કરીશું ! આપણે મરવા જેવી મોટી ભૂલ કરીશું. આપણે ગહન સત્યને ખોટી રીતે સમજીશું.

એક નાની વાર્તા :

એક રાત્રે બે પીધેલા શેરીમાં હેલોજનની લાઈટના અજવાળામાં ચાલી રહ્યા હતાં.

એક જણાએ લેમ્પ જોયો અને આશ્ચર્યથી બૂમ પાડી; “એય જો સૂર્ય આપણાં માટે નીચે આવી ગયો છે !”

બીજાએ જવાબ આપ્યો; “ના, અત્યારે તો રાતનો સમય છે. એ ચંદ્ર છે.”

પહેલાએ કહેવાનું ચાલુ રાખ્યું; તેનો રંગ પીળો છે એટલે એ સૂર્ય છે.”

બીજાએ કહેવાનું શરૂ રાખ્યું કે ના રાત્રિ છે અને તેનો રંગ સફેદ છે એટલે એ ચંદ્ર છે.

એક ત્રીજો પીધેલો માણસ ત્યાંથી પસાર થઈ રહ્યો હતો.

પેલા બન્નેએ તેને પૂછ્યું; “સર, અમને કહો કે આ સૂર્ય છે કે ચંદ્ર ?”

ત્રીજા માણસે જવાબ આપ્યો; “હું આ વિસ્તારમાં નવો છું, મને ખબર નથી.”

માટે તમે જ્યારે કોઈક એવાને પૂછો કે જે જાણતો નથી, તો તમને જવાબ નહીં મળે અથવા ખોટો જવાબ મળશે.

ફક્ત જેણે અનુભવ કર્યો હોય છે, તે જ સ્પષ્ટતાથી સમજાવી શકે છે. જો તમે સમર્પણ-શરણાગતિનો અર્થ એવી કોઈ વ્યક્તિને પૂછશો કે જેણે તેનો અનુભવ કર્યો નથી. તો તે કહેશે; “બધું ભગવાનને આપી દો, બસ આટલું જ.”

આ સમર્પણ નથી.

એક માણસ મારી પાસે આવ્યો અને પૂછ્યું; “જો હું બધું જ ભગવાનને અર્પણ કરી દઈશ, તો બધું જ બરાબર થઈ જશે ?”

મેં જવાબ આપ્યો; હા જો તમે ખરેખર બધું જ ભગવાનને અર્પણ કરી દેશો તો, બધું જ બરાબર થઈ જશે.

તે ત્રણ દિવસ પછી પાછો આવ્યો અને મને કહ્યું; સ્વામીજી, મેં બધું જ ભગવાનને અર્પણ કરી દીધું છે.”

હું ખુશ થઈ ગયો અને પૂછ્યું; “હવે તમે ક્યાં જવાના છો ?”

તેણે જવાબ આપ્યો; “દારૂના પીઠામાં.”

તેણે કહેવાનું ચાલુ રાખ્યું “હવે પછી હું જે કંઈપણ કરીશ, તેના માટે ભગવાન જ જવાબદાર હશે.”

આ હકીકતમાં પોતાની જાતને મૂર્ખ બનાવવાની રીત છે. જો તેણે ખરેખર સમર્પણ કર્યું હોત, તો તેણે પીવાની આદત પણ અર્પણ કરી દીધી હોત. તે વધારે પીવા માટે શક્તિમાન જ ના રહ્યો હોત.

રામકૃિષ્ણ ખૂબ જ સુંદર રીતે કહે છે, “જયારે તમારા હૃદયમાંથી સાચી શરણાગતિ આવે છે, ત્યારે ભગવાન તમને દરેક ડગલે માર્ગદર્શન આપે છે અને તમે ક્યારેય ખોટું કરતાં જ નથી.” જ્યારે સમર્પણ તમારી અંદરથી ખીલતું નથી અને ફક્ત બોલવા પૂરતું જ હોય છે, ત્યારે તમે તમારી જાતને અને બીજાઓને મૂર્ખ બનાવો છો.

શરણાગતિ તમને બધો જ સમય અસ્તિત્વનો જ વિચાર કરતાં રાખે છે. ધીમે ધીમે તમે તમારી ઓળખ ગુમાવતાં જાવ છો. તમારો અહમ્ ઓગળતો જાય છે. ‘ભાગવત’માં ગોપી પોતાની જાતને કહે છે. “હું ક્રિષ્ણા સિવાય બીજું કશું જ વિચારી શકતી નથી. મેં મારું મન તેને સમર્પણ કરી દીધું છે. જો મારે બીજા કશાનો વિચાર કરવો હોય તો, મારે તેની પાસેથી મારું મન પાછું લઈ લેવું પડે; હું તે કઈ રીતે કરી શકું?”

રામક્રિષ્ણા પરમહંસને તેમના છેલ્લા દિવસોમાં કેન્સર થયું હતું.

તેમણે ઘણાં બધાં લોકોને ઘણાં રોગોમાંથી સાજા કર્યા હતા.

કોઈકે તેમને પૂછ્યું; “તમે તમારા મનને તમારા પોતાના રોગ પર કેન્દ્રીત કરીને તેને સાજો કેમ નથી કરી દેતાં?”

તેમણે જવાબ આપ્યો; “મેં મારું મન દિવ્ય શક્તિને સમર્પિત કરી દીધું છે, મારા રોગ ઉપર ધ્યાન આપવા હું તેને પાછું કેવી રીતે લઈ શકું?”

આ સાચું સમર્પણ છે. શરણાગતિ છે.

વૈશ્વિક દિવ્ય શક્તિ આપણી સંભાળ રાખે છે. તમે કદાચ પૂછશો, “જો હું શરણાગતિ સ્વીકારીશ તો વૈશ્વિક શક્તિ બધી જ સમસ્યાઓની સંભાળ લેશે.?” ભગવદ્ ગીતામાં ક્રિષ્ણા સુંદર રીતે જવાબ આપીને વચન આપે છે, “કોઈપણ જાતના બીજા કોઈપણ વિચાર વગર માણસ જ્યારે ફક્ત મારા માટે જ વિચારે છે, ત્યારે હું તેની ભેટોની જેમજ તેની ધારણાઓ અને તેના આનંદની પણ કાળજી રાખું છું. જે લોકો મારા શરણે આવવા સંકલ્પબધ્ધ હોય છે. હું તેમની આવક અને તેમની સમૃધ્ધિની પણ સંભાળ રાખું છું. તેમના બધા જ પ્રશ્નો ઓગળી જાય છે.”

સાચું સમર્પણ થવા માટે, મનની પુખ્તતા અને સંકલ્પ બધ્ધતાની જરૂર હોય છે. તમારે ભગવાન કે ગુરુ ને જ સમર્પિત થવાની જરૂર નથી. તમે કોઈપણ બાબતને સમર્પિત થઈ શકો છો. સમર્પણ પોતે જે એક સદ્ગુણ છે અને તેનામાં પોતાનામાં મહાન શક્તિ રહેલી છે. તમે જ્યારે સમર્પણ કરો છો, ત્યારે તમે કબૂલાત કરો છો કે, તમારા અહમ્ કરતાં જીવન શક્તિ મહાન છે. બસ આટલું જ.

હકીકતમાં, સમર્પણ કરવા માટે ભગવાન એક બહાનું છે. સમર્પણની ‘ક્રિયા’ જ મહત્વની છે. ભગવાન લક્ષ્ય નથી; સમર્પણ સાચું લક્ષ્ય છે. તમે જ્યારે સમર્પણ કરો છો અથવા તમારો અહમ્ છોડી દો છો, પછી તમે અસ્તિત્વથી અલગ હસ્તી તરીકે વધારે વખત રહેતાં નથી; તમે અસ્તિત્વ અથવા ભગવાનમાં એકરૂપ થઈ જાવ છો. તમે સમજી જાવ છો કે, ભગવાન ક્યાંય ઉપર બેઠો નથી. એક એવું અસ્તિત્વ છે જે પૂરા બ્રહ્માંડમાં વ્યાપેલું છે અને તમે તેના જ એક ભાગ છો.

એક નાની વાર્તા :

એક માણસે નક્કી કર્યું કે તેણે શરણાગતિ સ્વીકારી લેવી છે. પરંતુ તે જાણતો નહોતો કે કોની શરણાગતિ લેવી. તેણે નક્કી કર્યું કે તે જંગલમાં જશે અને રસ્તામાં જે પહેલી વ્યક્તિ મળશે તેને સમર્પિત થઈ જશે.

તે જંગલમાં ગયો, રાહ જોવા લાગ્યો.

તેને જે પહેલો પહેલો માણસ દેખાયો તે ચોર હતો અને તેની પાછળ પડેલી પોલીસથી છટકીને ભાગી રહ્યો હતો.

માણસે તેના પગ પકડી લીધાં અને ચોરને ગુરુ તરીકે કબૂલી લીધો અને તેની શરણાગતિ સ્વીકારી લીધી.

ચોર ગૂંચવાઈ ગયો. તેને સમજ ના પડી કે શું કરવું.

તેણે વિચાર્યા વગર જ ઉતાવળમાં જવાબ આપ્યો; “ઠીક છે, તો પછી તારી આંખો બંધ કર ને હું અહીં પાછો આવું ત્યાં સુધી અહીં જ ઉભો રહેજે.” આમ કહીને ચોર દોડીને જતો રહ્યો.

માણસ ખૂબ જ સંકલ્પબધ્ધ હતો. ખોરાક અને પાણી વગર ખૂબ જ લાંબા સમય સુધી તે ત્યાંજ ઉભો રહ્યો.

તેની સંકલ્પબધ્ધતા જોઈને, ભગવાન તેની સામે પ્રગટ થયા અને તેને ભેટી પડ્યા અને તેને મુક્તિ આપી.

તમે કોની શરણાગતિ સ્વીકારો છો, તે મહત્વનું નથી; સંપૂર્ણ શરણાગતિના વિચારમાં જ તમારી જીંદગીને દિવ્ય આનંદમાં પરિવર્તન કરી દેવાની શક્તિ હોય છે. તમે જ્યારે સમર્પણ કરો છો, ત્યારે તમે અસ્તિત્વની અખૂટ શક્તિ મેળવી લો છો અને તમારા રસ્તામાં જે કંઈ પણ આવે તેને તમારી સાથે રાખીને આગળ વધતા રહો છો.

તમે મજબૂત અને સ્થિર બનો છો. પછી ગમે તે આવે. તમારી આજુબાજુ લોકો તમને શક્તિના સ્તંભ તરીકે જુએ છે. તેમને લાગે કે તમારા દ્વારા અદ્રશ્ય રીતે સમગ્ર અસ્તિત્વ વ્યક્ત થઈ રહ્યું છે. જો તમે સમર્પિત નથી, તો તેનો અર્થ એ છે કે તમારો અહમ્ હજુ તમને અનંતમાં એકરૂપ થતાં રોકી રહ્યો છે અને તમે આપોઆપ તમારી શક્તિના સ્ત્રોતો માટે મર્યાદીત થઈ જાવ છો.

ગુરુ તમને શરણાગતિ સ્વીકારવામાં મદદરૂપ થવાનું સાધન છે. શરણાગતિનો અર્થ એ નથી કે તમે કોઈના આધારિત થઈ ગયા છો. તેનો સરળ અર્થ એ છે કે તમે તમારા પોતાના અહમ્ને ઓગાળવા માટે તેમની મદદ લઈ રહ્યા છો.

યસ … ?

“માસ્ટરજી, મહેરબાની કરીને તમે અમને મેડિટેશન વિષે વધારે કહેશો અને તે અમારો અહમ્ છોડવામાં કઈ રીતે મદદ કરે છે તે જણાવશો.”

યસ … પહેલાં હું તમને એ કહું છું કે મેડિટેશન પધ્ધતિઓ કેવી રીતે અને શા માટે અસ્તિત્વમાં આવી. માણસને હંમેશા નવાઈ લાગતી હતી અને તે શોધમાં હતો કે આવું સુંદર બ્રહ્માંડ કોણે બનાવ્યું. એવું શું છે જેણે સુંદર પૃથ્વી બનાવી અને તેની આસપાસનું આકાશ બનાવ્યું; એવું શું છે કે જે નદીઓને વહાવે છે અને પર્વતોને બનાવે છે. તે એવા નિષ્કર્ષ પર આવ્યો કે કોઈક એવું બળ અથવા શક્તિ છે જે આ બધાનું સંચાલન કરે છે. તે એવા નિષ્કર્ષ પર આવ્યો કે કોઈક એવી મહાન અસ્તિત્વની શક્તિ છે જે આ બધા નાટકને ચલાવે છે. પછી તેણે આ શક્તિ સાથે સંબંધ કઈ રીતે સ્થાપી શકાય તેની શોધ આરંભી દીધી.

સૌથી પહેલા જે લોકો આવા નિષ્કર્ષ પર આવ્યા, જેમણે શોધ કરી અને આ શક્તિ સાથે સંબંધ સ્થાપિત કર્યો, તે લોકો ઋષિઓ અથવા આત્મ સાક્ષાત્કારીઓ અથવા એનલાઈટેન્ડ ગુરુઓ હતા. એક વખત તેમણે સંબંધ સ્થાપિત કરી દીધો, પછી તેમણે ભવિષ્યની પેઢીઓ માટે આ શક્તિનો અનુભવ કરવા માટેના ઘણાં બધાં રસ્તાઓ બનાવ્યા. તે દરેકે જે રસ્તાઓ પેદા કર્યા તે રસ્તાઓ છે, વિવિધ મેડિટેશન પધ્ધતિઓ અને ધર્મો.

તેમાનાં દરેક અલગ અલગ રસ્તે ભગવાનનો અનુભવ કર્યો. અલગ અલગ પધ્ધતિઓથી કર્યો અને તેમણે તેની સ્વતંત્ર રીતે નોંધો કરી. આ વૈજ્ઞાનિકો જે રીતે પોતાની શોધનો રીપોર્ટ તૈયાર કરે છે તેના જેવું છે. દરેક ઋષિએ તેમના એન્લાઈટેનમેન્ટનો રીપોર્ટ આપ્યો અને એ ધર્મ બની ગયો અથવા મેડિટેશન ટેકનીક પધ્ધતિ બની ગઈ.

આ આત્મસાક્ષાત્કારીઓ એ, આખા બ્રહ્માંડનું સંચાલન કરતી જીવન શક્તિના વિચારો સ્થાપિત કરવા માટે અલગ અલગ ધર્મો બનાવ્યા. આપણે આ જીવન શક્તિને, જીસસ, અલ્લાહ, શિવ અને આગળ ઘણાં બધાં નામોથી બોલાવીએ છીએ. તમારે કોઈપણ ભગવાનમાં માનવાની જરૂર નથી. એથેઇસ્ટો-નાસ્તિકો ભગવાનમાં માનતાં જ નથી. પરંતુ તેમને તેમના અસ્તિત્વમાં તો માનવું જ પડે છે ને ? જો આપણે આપણાં અસ્તિત્વને સ્વીકારીએ અને 'હું કોણ છું ?' આ સવાલના જવાબની શોધ કરીએ તો, એ મેડિટેશન પધ્ધતિ બની જાય છે, અને આપણે ભગવાનનો સાક્ષાત્કાર કરી શકીએ છીએ. ગમે તેમ આ અલગ અલગ રસ્તાઓ અથવા મેડિટેશન પધ્ધતિઓ સમય જતાં અલગ અલગ ધર્મો બની ગયા.

પરંતુ પાછળથી શું બન્યું ? લોકોએ આ ધર્મો પાછળનો મૂળભૂત ખ્યાલ છોડી દીધો અને ધર્મોના નામે લડવાનું શરૂ કરી દીધું.

એક નાની વાર્તા :

એક તામિલીયન, એક અંગ્રેજ, એક ઉત્તર ભારતીય અને એક બંગાળી એક સાથે મુસાફરી કરી રહ્યા હતાં.

તેમણે દૂરથી એક તળાવ જોયું.

તામિલીયને તને દક્ષિણમાંથી જોયું અને તેને ‘થાન્નીર કહ્યું’ જે તામિલમાં પાણી માટે વપરાતો શબ્દ છે.

અંગ્રેજે તેને પશ્ચિમથી જોયું અને તેને ‘વોટર’ કહ્યું.

ઉત્તર ભારતીયે તેને ઉત્તરમાંથી જોયું અને તેને ‘પાની’ કહ્યું

બંગાળીએ તેને પૂર્વમાંથી જોયું અને તેને ‘જળ’ કહ્યું.

આ ચારેય જણા પોતાની રીતે પાણીનો જ ઉલ્લેખ કરી રહ્યાં હતાં.

પરંતુ ચારેય જણ, પોતે જ કહે છે તેજ સાચી વસ્તુ છે. એમ કહીને લડવા લાગી ગયા.

ચારમાંથી એક પણ જણે તળાવમાં જઈને હકીકતમાં પોતાના માટે આ શું છે તે જાણવાની કોશીશ ના કરી.

તામિલીયન, તેને તેના દાદાએ જે કહ્યું હતું તે પકડીને તેને જ વળગી રહ્યો; અંગ્રેજે દાવો કર્યો કે તેના દાદાએ તેને આ ‘વોટર’ છે તેમ કહ્યું છે. તેને વળગી રહ્યો; આવી જ રીતે ઉત્તર ભારતીય અને બંગાળી પણ, તેમને તેમના દાદાઓએ જે કહ્યું હતું તેને જ વળગી રહ્યા.

આપણે પણ આવું કરીએ છીએ. જે લોકો ધર્મને નામે લડે છે, તે લોકો આવું જ કરે છે. તેમણે સમજવું જોઈએ કે પ્રાચીન આત્મસાક્ષાત્કારીઓએ જે ખૂણાથી અસ્તિત્વને જોયું એ પ્રમાણે તેમણે તેને નામ આપ્યું; પરંતુ બધું એક જ છે. અસ્તિત્વ અથવા ભગવાન ક્રિષ્ણા અને ક્રાઈસ્ટર એક જ છે. લોકોએ તેમને અલગ અલગ ખૂણાઓથી જોયાં છે, બસ આટલુ જ.

આ ચાર માણસો, તળાવમાં ગયા વગર જ, તેમના વડવાઓ જે કહ્યું હતું તેના વિષે જ દલીલો કરતાં હતાં ! શું બનશે ? એ લોકો માત્ર લડાઈ જ કરશે કારણ કે દરકે જણ એવું વિચારશે કે તેમના બાપ-દાદાઓ જે કહ્યું છે, તે જ સાચું હતું. જો તે લોકો તેના બાપ દાદાએ જે કહ્યું છે તેને બાજુ પર મૂકી દે અને તળાવમાં જઈને જુએ તો તેઓ સમજી જાય કે તેમના બાપ-દાદાનો કહેવાનો અર્થ એક જ હતો ! એ લોકો પાણી વિષે જ અલગ અલગ ભાષામાં બોલતાં હતાં ! તો પછી કોઈ ઝગડો જ ના રહે.

આજે જે લોકો તળાવની અંદર નથી જતાં અને પાણી વિષે મોઢાંની જ વાતો કરે છે અને ઝઘડે છે; જે લોકો ધર્મના નામે અને જ્ઞાતિના નામે ત્રાસવાદ ફેલાવે છે, તેઓ આધ્યાત્મિકતાના તળાવમાં જઈને સત્યનો સ્વાદ ચાખતાં નથી. બધાં માણસો ખાલી કિનારે ઉભા રહે છે અને આપસમાં લડ્યા કરે છે ! માટે સમજી લો કે સત્ય વિવિધ સ્વરૂપોમાં વ્યક્ત થાય છે. બસ આટલું જ.

મેડિટેશન પર પાછા આવીએ, સરળ વાત છે. મેડિટેશન બસ તમારા મનને રીલેક્સ થવા દે છે. બસ આટલું જ . લોકો એમ સમજે છે કે મેડિટેશન એકાગ્રતા કેળવવાની બાબત છે. ખરેખર તેવું નથી. તમે જ્યારે એકાગ્રતા કેળવવાનો પ્રયત્ન કરો છો ત્યારે હકીકતમાં તમે બધી જ બાબતોને બહાર કાઢવાનો પ્રયત્ન કરો છો, જે અશક્ય બાબત છે.

તમે માત્ર બે મિનિટ માટે બેસો અને તમારા મનમાંથી બધી જ બાબતોને બહાર કાઢવાનો પ્રયત્ન કરી જુઓ; તમે પાગલ થઈ જશો ! એકે એક વાત જેને તમે બહાર કાઢવાની કોશિશ કરશો, તે તરત જ પાછી આવશે અને તમને ત્રાસ આપવાનું શરૂ કરશે. માટે એકાગ્રતા એ મેડિટેશન નથી. મેડિટેશનમાં બસ બધી બાબતોને સામેલ કરવાની છે અને રીલેક્સ થવાનું છે. તમે જ્યારે કોઈ બાબતને બહાર કાઢવા માટે એકાગ્ર નથી થતાં, ત્યારે તમે રીલેક્સ હો છો.

તમે જ્યારે પણ સમય મળે, બસ રીલેક્સ બની જાવ અને તમારી આજુબાજુની બાબતો પ્રત્યે સજાગ રહો. તમારી આજુબાજુના બધાં અવાજોને હૃદયથી સાંભળો, તમારી આજુબાજુના લોકોના અવાજો સાંભળો, પક્ષીઓના અવાજો, પવનમાં ફરકતાં કેલેન્ડરના અવાજો, જે કંઈ આવે તેને બસ તમારા હૃદયથી સાંભળો. એક વાત ખ્યાલમાં રાખો આ બધાં તમારું ધ્યાન વિચલન કરનારા નથી. તમે તેમની સાથે પ્રવાહમાં વહી રહ્યાં છો. તેથી તે તમને ધ્યાનભંગ કરતાં નથી. તમે જ્યારે તેમની સાથે વહો છો ત્યારે તે ધ્યાન ભંગ કરતાં બંધ થઈ જાય છે.

જેવું તમે આવું કરો છો, ત્યારે તમને ખ્યાલ આવે છે કે કોઈક એવી ચોક્કસ પ્રકારની શાંતિ છે, જેનું તમારો આત્મા નિરીક્ષણ કરી રહ્યો છે. સાક્ષી બની ગયો છે. અને તમે તમારી અંદરની શાંતિ તરફ વધારે ને વધારે જાગ્રત થતાં જાવ છો. તમને તમારી અંદરની શાંતિની ઝાંખી થવા માંડે છે.

ધીમે ધીમે તમે તમારા શરીરની સભાનતા પણ ગુમાવી દો છો. તમારામાં ફકત જાગૃતતા જ હોય છે. તમે તમારી જાતને ફકત જાગૃતતા દ્વારા જ અનુભવી શકો છો, તમારા શરીર દ્વારા અથવા તમારા મન દ્વારા નહીં. તમારું શરીર, ચેતન વગરનું નહીં બની ગયું હોય, પરંતુ તમે તેને અનુભવી નહીં શકો, બસ આટલું જ. ફકત તમારી જાગૃતતા જ રહેશે. જો પૂરી તીવ્રતાથી આ રીતે કરવામાં આવે તો તે તમને તમારા મનની ઉપર લઈ જાય છે.

મેડિટેશન તમને એ સમજવામાં મદદ કરે છે કે વાસ્તવમાં તમે જીવનમાં માત્ર સાક્ષી જ છો. નિરીક્ષણકર્તા જ છો. તે તમને તમારા ‘સ્વ’માં કેન્દ્રીત થવામાં મદદ કરે છે અને તમને બહારની દુનિયાના કામો અસરકારક અને આનંદદાયક રીતે કરવામાં મદદ કરે છે. કારણ કે તમે એ બધું તમારી આંતરિક શાંતિ સાથે કરતાં હો છો. જેથી કોઈપણ બાબત તમને વિચલિત કે વ્યગ્ર બનાવી શકતી નથી. જો તમે આમ કરવાનું સતત ચાલુ રાખો છો, તો તમે ‘હું’ અને ‘મારૂં’ છોડવાનું શરૂ કરી દો છો. તમારો અહમ્ ઓગળી જાય છે. તમારો અહમ્, તમારામાં રહેલી તમારા મન અને શરીરની મજબૂત ઓળખની લાગણી સિવાય બીજું કશું જ નથી.

તમને શું લાગે છે, અમે દુનિયાભરમાં મેડિટેશન માટેની ચળવળ પેદા કરવાનો પ્રયત્ન શા માટે કરીએ છીએ? વિશ્વશાંતિ માટે, મેડિટેશ એ જ એક ચાવી છે. તમે જ્યારે તમારી અંદર જોવાનું શરૂ કરો છો, ત્યારે તમે સત્તા, પૈસા, વેરઝેર વગેરે જેવી બહારની દુનિયાની બાબતોથી વિચલિત થતાં નથી. તમારી બધી મૂળભૂત આંતરિક શક્તિઓ ઉચ્ચતમ આધ્યાત્મિક શક્તિઓમાં રૂપાંતર પામે છે. સામૂહિક સભાનતાની જગ્યા આપોઆપ પ્રગાઢ શાંતિ લઈ લે છે.

આટલા માટે જ હું વ્યક્તિઓના રૂપાંતરણમાં ધ્યાન આપું છું. જ્યારે વ્યક્તિઓનું અમુક જુથ અનુભવજન્ય સમજણ સાથે પરિવર્તન પામે છે ત્યારે તેઓ પોતાના અનુભવોથી બીજાઓને પણ પ્રોત્સાહિત કરે છે. અને આમ થવાથી

સમાજમાં એક હકારાત્મક અને નવો માનસિક સેટઅપ તૈયાર થાય છે. જ્યાં સુધી તમારી સમજણ તમારો અનુભવ ના બની જાય ત્યાં સુધી તમારું પરિવર્તન શક્ય નથી. મેડિટેશન તમારી સમજણને તમારો અનુભવ બનાવે છે. વ્યક્તિ અને સમાજના પરિવર્તન માટે મેડિટેશન જ ફક્ત એક આશા છે.

તમે જ્યારે મેડિટેશન કરો છો, ત્યારે તમારું જ્ઞાન વધે છે. તમે દરેક બાબતમાં સ્પષ્ટતા મેળવવા લાગો છો. તમારે વિકલ્પો માટે લોકોને વધારે પૂછપરછ કરવાની જરૂર પડતી નથી. તમે બસ તેને જાણો છો. બસ આટલું જ. તમે જાણો છો, કારણ કે તમે તમારા આંતરીક જ્ઞાન સાથે ખૂબ જ લયમાં હો છો. તમે જાણો કે તે ખોટું હોઈ શકે નહીં.

તમે તમારા ‘સ્વ’માંથી જાણો છો કે તમે સાચા રસ્તા પર છો. કદાચ એવી ક્ષણો પણ આવી જાય કે જે મુશ્કેલ હોય, કારણ કે તમે બહુમતિથી વિરુદ્ધમાં છો, પરંતુ તમે જાણો છો કે જે કંઈ પરિણામ આવશે તે સુંદર અને મુક્તિ અપાવનારું જ હશે ! તમારે માત્ર તમારા પ્રયાસો સતત ચાલુ રાખવાના છે અને તમારા જ્ઞાનમાં ઊંડી શ્રધ્ધા રાખવાની છે.

તમે જ્યારે તમારી જાતને મેડિટેશન સાથે ઉછેરો છો, ત્યારે તમારી ક્ષમતા વિસ્તરે છે અને તમે બહારની દુનિયામાં ઘણી બધી બાબતો કરી શકો છો. તમે કેટલું કરી શકો અને કેટલું વ્યક્ત કરી શકો તેની કોઈ મર્યાદા રહેતી નથી. તમને લાગશે કે તમે વિવિધ દિશાઓમાં વિકાસ પામી રહ્યા છો.

તમે જ્યારે તમારા આંતરીક જ્ઞાન સાથે કર્તવ્ય કરો છો, ત્યારે દરકે બાબત સરળતાથી તમારી પાસે આવે છે. તમારા અહમ્ સાથે આમ બનતું નથી. જ્યારે તમારા માટે કોઈ બાબત મુશ્કેલ બની જાય છે ત્યારે તે ફક્ત તમારા અહમ્ને લીધે બને છે કારણ કે તમારો અહમ્ તે બાબત પરથી તમને બીજે વાળી દે છે. તમે જ્યારે તમારી જાતને છોડી દઈને અસ્તિત્વ સાથે એકરૂપ બનવાનું શરૂ કરો છો, ત્યારે કોઈ બાબત ગુંચવાયેલી હોતી જ નથી; તમે બસ એક પ્રવાહની જેમ વહ્યા કરો છો. અસ્તિત્વની શક્તિને તમારી અંદર ઉતારવ માટે તમારું જ્ઞાન આપોઆપ કામ કરવા લાગે છે.

તમે તમારી જાતને ચમત્કારી વ્યક્તિ તરીકે જોવાનું શરૂ કરો છો ! જે બાબતો તમને મર્યાદિત લાગતી હતી તે એકાએક અમર્યાદીત બની જાય છે તમે અજ્ઞાનમાંથી ગહન જાગૃતતા તરફ આગળ વધો છો.

યસ ... ?

“માસ્ટરજી, જ્યારે આપણે સ્વપ્નાં વગરની ગાઢ ઊંઘમાં હોઈએ છીએ અને જ્યારે આપણે ખરા મેડિટેશનમાં હોઈએ ત્યારે આપણે બન્ને વખતે એકસરખી અ-મનની સ્થિતિમાં હોઈએ છીએ ?”

ના. તમે જ્યારે ગાઢ ઊંઘમાં હો છો ત્યારે તમે બીજના સ્તરે જતાં રહો છો અને જ્યારે જાગો છો ત્યારે તમે જે સ્થિતિમાં ઊંઘમાં ગયા હતાં તે જ સ્તરે પાછા આવો છો. તમારામાં કોઈ વિકાસ થતો નથી. તમે જ્યારે ખરા મેડિટેશનમાં હો છો, ત્યારે તમે બીજના સ્તર સુધી જાવ છો. બીજ ફાટે છે અને તમે પછીના ઊંચા સ્તરમાં પહોંચો છો. આટલો તફાવત હોય છે. બન્ને સામસામેના છેડા છે. અલબત્ત, તમે જ્યારે બહારની બાજુએથી જુઓ છો, ત્યારે બન્ને છેડા એક સરખાં દેખાય છે. પાગલ માણસ રહસ્યવાદી જેવો લાગે છે અને રહસ્યવાદી માણસ પાગલ જેવો લાગે છે ! બન્નેએ પોતાના મન ગુમાવી દીધાં હોય છે, પરંતુ અલગ અલગ દિશામાં.

યસ ...

‘માસ્ટરજી, તમે હંમેશા આટલાં બધાં સુંદર કેવી રીતે લાગો છો ?’’

(માસ્ટરજી હસે છે)

આ આ રસ પડે તેવો સવાલ છે ! હું હંમેશા સુંદર કેવી રીતે દેખાવું છું !

તમે સમજો : જો ફક્ત આ સ્વરૂપ જ મારું સ્વરૂપ હોત, જે તમને સુંદર દેખાય છે અને જેના તરફ તમે ખેંચાઈને આવો છો, તો તે ખેંચાણ સમય જતાં ઢીલું પડી જાય છે. તે આ સંજોગોને, શણગારને, અને બીજા બધાંને સમય જતાં ડગુમગુ બનાવી દેશે. જરા વિચારો : તમે મને એકસરખા પોશાકમાં જુઓ છો, એક સરખાં ગીતો સાંભળો છો. દરરોજ એનો એ જ અવાજ સાંભળો છો અને છતાં પણ ક્યારેય ન હોય તેવી આતુરતા સાથે અહીં હાજર છો. તમે વિચારો છો કે જીવનમાં બીજા કોઈ સાથે, તમે સતત આ રીતે રહી શકો ? સમજી લો : જેની સાથે તમે છો તે ‘વ્યક્તિ’ સાથે નથી. આ એક ‘હાજરી’ છે જે સુંદરતા ફેલાવે છે અને તમે તેનો અનુભવ કરો છો; જે તમને ખેંચે છે.

જ્યાં સુધી તમારી વાત છે ત્યાં સુધી તમે ‘વ્યક્તિ’ છો. જ્યાં મારી વાત છે, હું બસ ‘હાજરી’ છું. બસ આટલું જ. અહમ્ વિહીન હાજરી એટલી બધી શક્તિશાળી હોય છે, જે તમને આકર્ષે છે. ઘણાં બધાં મોડેલો અને એકટરો હોય છે જેમનો દેખાવ ખૂબ જ સુંદર હોય છે. હું ખરું કહું છું ને ? તેમની સામે કદાચ તમે આકર્ષાતા હશો. પરંતુ મારી સાથે જેટલી આંતરીક ઝંખનાથી આકર્ષાવ છો તેટલી ઝંખનાથી નહીં.

સાંભળો, ઝંખના મારી અંદરના ‘સ્વ’માંથી આવતી હોય છે, કારણ કે તમારો ‘સ્વ’ મારા સ્વરૂપ પાછળ રહેલી દિવ્યતાને જોઈ શકે છે. તમારા ‘સ્વ’ને માત્ર તેની સાથે જ લાગે વળગે છે. અહમ્ વિહીન હાજરી તમારા ‘સ્વ’ માટે ઉર્મિના તરંગોનો ઉછાળો લાવે છે. માટે જ તમે વારંવાર મારા તરફ ખેંચાવ છો !

તમે સમજો : ભગવાનનો અનુભવ કરવાની ઝંખના દરેક માણસમાં હોય છે, પરંતુ તે પોતાના માટે વાસ્તવિક બનાવી શકતો નથી. તમે જ્યારે મને જુઓ છો, ત્યારે તમે એક ખેંચાણ અનુભવો છો અને તમને નવાઈ લાગે છે કે આ શાનું ખેંચાણ છે. આ ખેંચાણ તમારી મૂળભૂત જાતમાંથી આવેલું છે. પરંતુ તમે તરત વિચારવાનું શરૂ કરી દો છો કે આ શું હશે; માટે તમે મારી તરફના ખેંચાણને તમારા તરફથી સમજાવી શકતાં નથી.

તમે બધાં બસ અહીં બેસીને મારી સામે અનિમેષ નજરે જોતાં રહો છો અને નવાઈથી વિચારો છો કે આંખનું મટકું પણ માર્યા વગર કલાકો સુધી તમે આમ કેમ બેસી રહો છો. જ્યારે અંદરની ઝંખના ગહન હોય છે ત્યારે આવું બને છે. આ તમારા મૂળ સ્વરૂપમાં, ઘરમાં પાછા ફરવાની ઝંખના છે. ઘણાં જન્મોથી તમે આ ઝંખના પરિપૂર્ણ કરવાના પ્રયત્નો કર્યા છે, પરંતુ સફળ થયા નથી અને તેથી તમે પાછા આવ્યા છો; અને વધુ બીજો એક જન્મ લીધો છે.

જ્યારે તમારામાં આ ઝંખના જાગે છે, ત્યારે તમારા માંના અમુક તેનું લક્ષ્ય નક્કી કરીને, તેનો પીછો પકડીને અંદર તરફની યાત્રા શરૂ કરી દે છે. જ્યારે અમુક ભડકી જાય છે અને ભાગી છૂટે છે ! તમે બહારના વર્તુળોને પકડી રાખીને મારું નિરીક્ષણ કરતાં રહો છો, જેથી કંઈ બની જાય તો તમે સરળતાથી દૂર ભાગી જઈ શકો ! મારે પછી તમને છેતરીને શીખવવું પડે છે અને તમને બતાવવું પડે છે કે તમે આવી પહોંચ્યા છો. તેમજ હવે વધારે કશું જ કરવાની જરૂર નથી સિવાય કે તમારા અહમ્ને જતો કરવાનો છે !

તમે હંમેશા ભયમાંથી કામ કરો છો, કારણ કે તમને એ રીતે શીખવવામાં આવ્યું છે, ભય, અહમનું છૂપું સ્વરૂપ છે. તમારે કદાચ અહમ્ની આહુતિ આપી દેવી પડશે એ વાતથી તમે ખૂબ જ ડરી ગયેલા છો અને તેથી ભયના બહાના નીચે અંતર જાળવી રાખો છો. એવું ના વિચારો કે ભય રાંક છે. ભય અમહ્નું ખૂબ જ છેતરામણું સ્વરૂપ છે. તમે તેને જતું કરતાં ખૂબ જ ડરો છો. તમને એટલો બધો ડર છે કે કદાચ તમે જ ઓગળી જશો.

સમજી લો : અસ્તિત્વ પ્રેમ છે. એ ફક્ત પ્રેમ જ છે, બીજું કશું જ નથી. અસ્તિત્વ તમને જાણે પણ છે, કારણ કે તમે તેના જ અંશ છો. જો અસ્તિત્વ તમને નહીં જાણી શકે, તો કોણ જાણી શકશે ? માટે તેનાથી ડરવા જેવું કશું જ નથી.

તમારે અસ્તિત્વ સાથે કોઈ છળ-કપટ કરવું જ ના જોઈએ. તમે બસ તમારી સામાન્ય જાતમાં જ રહી શકો છો. અને અસ્તિત્વ તમારા પર વરસવાનું ચાલુ રાખે છે. અસ્તિત્વ ફક્ત પ્રેમ કરવાનું અને માફ કરવાનું જ જાણે છે. તે બીજી કોઈ બાબત જાણતું નથી તમે તમારા અહમ્ પ્રેરિત અને કહેવાતા નૈતિક ધોરણોથી અસ્તિત્વનો અંદાજ બાંધો છે; આજ સમસ્યા છે; માટે જ તમે આવું બધું કરવાનું શરૂ કરી દો છો.

તમે જ્યારે જાણો છો કે તમે અસ્તિત્વનો જ ભાગ છો ત્યારે તમે મુક્તિનો અનુભવ કરો છો. તમે જ્યારે એવું વિચારો છો કે, તમે અસ્તિત્વથી જુદાં છો, ત્યારે તમે દુઃખોમાં ડૂબી જાવ છો. તમે જાણો છો કે, અસ્તિત્વનો અંશ હોવું તે એક મહાન અનુભવ છે. પરંતુ તમારા અહમના કારણે જ તમને એવું લાગે છે કે તમે મજબૂત હસ્તી છો અને તમે અસ્તિત્વથી પૂરેપૂરા અલગ થઈ જાવ છો.

હકીકતમાં તમારે જોવા માટે આખું આકાશ છે. પરંતુ તમે તેને તમારી બારીમાંથી જ જુઓ છો. તમારો અહમ્ તમને જેટલું જોવાની છૂટ આપે તેટલું જ તમે જુઓ છો અને વિચારો છો કે તમારી બારીમાંથી જેટલું આકાશ દેખાય છે, હકીકતમાં એ એટલું જ છે. આ બધી જ રમતો અહમ્‌ની રમતો સિવાય બીજું કશું જ નથી. આનાથી જાગૃત થવું તે જ તેમાંથી બહાર નીકળવાનું પહેલું પગલું છે. જાગૃતતા જ માસ્ટર ચાવી છે, જેનાથી તમે તમારી અંદરના કોઈપણ તાળાને ખોલી શકો છો. માટે જ હું વારંવાર કહું છું જાગૃતતા લાવો. યસ ?

“માસ્ટરજી, અમારી સાથેના સંબંધને તમે કઈ રીતે વર્ણવો છો ?”

મારો તમારી સાથેનો સંબંધ ફક્ત એટલો જ છે કે તમને ખીલવામાં મદદ કરવી. તમારા માટે હું જે કંઈ કરી શકું છું તેમાંથી આ જ સૌથી મહાન બાબત છે અને તે તમે મારા માટે કરી શકો છો ! હું ઇચ્છું છું કે, લોકો તેમના જન્મ સિધ્ધ દિવ્ય આનંદનો સાક્ષાત્કાર કરે, તેમની પૂરેપૂરી શક્તિનો અનુભવ કરે. આજના સમયનો માણસ આધ્યાત્મિક અનુભવની શોધમાં છે. તેણે સ્પષ્ટતાથી સમજવાની જરૂર છે કે તે આધ્યાત્મિક હસ્તી છે અને માણસના ‘હોવાના’ અનુભવની શોધમાં છે. હું તેને આ શીખવવાનું કામ કરું છું.

અને તે એક જ રીતે શીખી શકે છે કે તે એ બાબતથી જાગૃત થઈ જાય. તેના અહમ્‌ના સ્વરૂપો જ તેને એવો અનુભવ કરાવે છે કે તે આધ્યાત્મિક હસ્તી નથી પરંતુ માણસ છે. જ્યારે માણસ કંઈક બનવાની પ્રાર્થના કરવામાંથી ખસી જાય છે, તેણે ચાવી શોધી લીધી છે.

યસ ...

“માસ્ટરજી, જ્યારે કોઈ મેડિટેશન કરે છે ત્યારે રૂપાંતરણ કેવી રીતે થાય છે ? તમે અમને આનાં વિષે વધારે કહેશો?”

જ્યારે માણસ મેડિટેશન કરે છે ત્યારે તેનો ગુસ્સો, વાસના, ઈર્ષા વધારે પડતું વળગણ જેવી પાયાની લાગણીઓનું ઉચ્ચતમ શક્તિમાં પરિવર્તન થાય છે. મેડિટેશન તેને સભાનતા અને જાગૃતતાના ઉચ્ચ સામ્રાજ્યમાં લઈ જાય છે. પછી તે પહેલાંની જેમ ક્યારેય અશાંત બનતો નથી. શક્તિઓનું રૂપાંતરણ ફક્ત મેડિટેશન થકી જ થઈ શકે છે.

જ્યારે દરેક વ્યક્તિમાં આ પરિવર્તન થાય છે, ત્યારે આખો સમાજ પરિવર્તિત થઈ જાય છે. પછી તેમાં હિંસા ખૂબ જ ઓછી હોય છે અને વધારે વૈશ્વિક સંવાદિતા આવે છે. આખી દુનિયામાં શાંતિ લાવવા માટેનો સૌથી સારો વ્યવહારૂ રસ્તો એ છે કે પહેલાં વ્યક્તિમાં પરિવર્તન લાવવું.

માસ્ટરના માર્ગદર્શનથી અને મેડિટેશનથી, તમે ‘જે નથી’ તેનો નાશ કરીને તમે ‘જે છો’ તેમાં પરિવર્તનની પ્રક્રિયા થઈ શકે છે. તમે જ્યારે ગુરુ દ્વારા આ પ્રક્રિયામાંથી પસાર થાવ છો, ત્યારે આ પ્રક્રિયા પીડાદાયક હોય છે, કારણ કે તમારે તમારા હૃદયની નજીક હોય તેવી બધી જ બાબતોને જતી કરવી પડે છે; બધી જ બાબતો કે જેને માટે તમે વિચારતા હતા કે જે તમે હતા.

ગુરુ તમને, તમે જે નથી તે સતત બતાવતા રહે છે અને દરેક બાબતનું છૂટવાનું શરૂ થઈ જાય છે. તે તમારી દબાયેલી લાગણીઓ સપાટી પર આવે તેવી પરિસ્થિતિઓ પેદા કરે છે. તમારે બસ તેમને તમારા પર કામ કરવાની છૂટ આપવાની છે, જેથી તમે ઘણાં જન્મોથી સંગ્રહ કરેલો કચરો તે બાળી શકે.

હું લોકોને કહેતો રહું છું. જો તમે દૂર ભાગી જવાનો પ્રયત્ન કરશો તો તમે મને ફરી એક વખત ગુમાવી દો છો. ભાગી છૂટવાનો પ્રયત્ન ના કરો. હું તમારી અંદર છુપાયેલી ગાંઠો ઉપર જ હાથ મૂકીશ, એ ગાંઠો કે જે તમારા અહમના સ્વરૂપોમાં છે. બસ મારા પર શ્રધ્ધા રાખો અને ખુલ્લા થવાની હિંમત કરો. પછી હું તમારી ગાંઠોનો ઈલાજ કરી શકીશ. તમે ગુરુ સામે માત્ર ખુલ્લા થાવ છો એ વખતે જ તમારો અર્ધો અહમ્ છૂટી જાય છે. બાકી બચેલાને તે સંભાળી લેશે. તમારે માત્ર હાથ હેઠાં મૂકી દેવાની જરૂર છે; તે તમને બહાર ઊંચકી લેશે. બસ આટલું જ.

તમે જ્યારે ગંભીરતાથી કંઈક મેળવવાની આતુરતા વાળા હો છો; જ્યારે તમે પરિવર્તન માટે તૈયાર હો છો. ત્યારે તમે ગુરુ સામે ખુલ્લા થઈ જાવ છો અને દરેક બાબતો આપોઆપ બનવા માંડે છે. જો તમે ખાલી જાણવા જ માંગતા હો, તો પછી કશું જ બની શકે નહીં; તમે બસ એક ગુરુ પાસેથી બાજા પાસે ફર્યા કરો છો અને તેમની પાસેથી કશું જ શીખી શકતાં નથી.

તમે જ્યારે મેડિટેશન કરો ત્યારે પૂરી તીવ્ર લાગણી સાથે કરો. જ્યારે મડિટેશન સાથે તીવ્ર લાગણી આવે છે ત્યારે પરિવર્તન થાય જ છે; ઉચ્ચતમ જાગૃતતા આવે જ છે. સામાન્ય રીતે આપણે પૂરા અસરકારક હોતાં નથી અને મેડિટેશન ચૂકી જઈએ છીએ અથવા પૂરી તીવ્ર લાગણી સાથે મેડિટેશન કરતાં નથી. આપણે એકને પકડી લઈએ છીએ અને બીજાને ચૂકી જઈએ છીએ. આપણે ખીલવા માટે બન્નેને સાથે પકડી લેવાની જરૂર હોય છે.

તમે કેટલો લાંબો સમય મેડિટેશન કરો છો તે મહત્વનું નથી; તમે કેટલી તીવ્ર લાગણીવશતાથી મેડિટેશન કરો છો તે અગત્યનું છે. તમારી સભાનતાની ગુણવત્તા મહત્વની છે. તમે જ્યારે અંદર તરફ વળવાનો સભાનતા સાથે નિર્ણય કરો છો, તે સભાનતા જ તમને મેડિટેશનમાં તીવ્ર લાગણીવશતા લાવી આપે છે.

યસ... ?

“માસ્ટરજી, અમે હંમેશા જીવનમાં કશુંક પ્રાપ્ત કરવાની શોધમાં હોઈએ છીએ. શું આ પણ અહમ્ની રમત છે?

અલબત્ત, હા. તમે મુદ્દા પર આવ્યા છો. તમે જ્યારે વિચારો છો કે ધ્યેય મળી ગયું છે અને તમે તે હેતુ પાછળ દોડો છો, ત્યારે તમે અહમ્વાદી બની જાવ છો. તમે જ્યારે અસ્તિત્વની સુંદરતાનો અનુભવ કરો છો અને તેના પ્રવાહ સાથે વહેતા રહો છો, અને સમજી લો છો કે જીંદગી ‘પોતે જ’ એક ધ્યેય છે અને તે સિવાયના બધાં ધ્યેયો ભ્રમ છે, પછી તમે જાગ્રતતા પ્રાપ્ત કરો છો; પછી તમે વધારે અહમ્વાદી હોતાં નથી.

ગુરુ એવી વ્યક્તિ છે જે તમને જીંદગીની હેતુવિહિનતા સમજાવે છે. તમે જ્યારે કોઈ ધ્યેય સાથે શોધ કરો છો, ત્યારે તમે વાસ્તવિકતા ચૂકી જાવ છો કારણ કે તમે જ્યારે ધ્યેય પાછળ દોડો છે, ત્યારે તમે વર્તમાનને ચૂકી જાવ છો. તમે બસ અસ્તિત્વને ચૂકી જાવ છો. તમે ધ્યેયો માટે જીવતાં નથી; તમે જીવવા માટે અને જીવનનો આનંદ ઉઠાવવા માટે જીવો છો.

જુઓ, હું એમ નથી કહેતો કે તમારે પૈસા કમાવવાનું છોડી દેવું જોઈએ. પૈસા વગર જીવનમાં તમે કશું જ કરી શકતાં નથી. હું એમ કહું છું કે દરેક ક્ષણનો આનંદ માણીને જીવો અને તમારા ધ્યેયોને આખી પ્રક્રિયામાં થતા આકસ્મિક બનાવો સમજીને જીવો. તમારે સ્પષ્ટતાથી સમજી લેવું જોઈએ આખી બાબત માત્ર એક નાટક છે અને તમે તેમાં એક પાત્ર છો. તમે જ્યારે ધ્યેયો સાથે સંલગ્ન થઈ જાવ છો ત્યારે તમે આખો ખ્યાલ જ ચૂકી જાવ છો.

નાટકમાં તમારે તમારા પાત્ર સાથે સંલગ્ન થવાનો કોઈ મતલબ છે અથવા બીજા કોઈ પાત્ર સાથે અથવા બીજી કોઈ બાબત સાથે સંલગ્ન થવાનો અર્થ છે ? ના ! એ ચોખ્ખું બેહૂદું લાગે છે, ખરું કે નહીં ? આવી જ રીતે, જીંદગી પણ એક મહાન નાટક છે; માટે તેની સાથે કોઈપણ રીતે સંલગ્ન ન બનો. બસ માત્ર તમારું પાત્ર ભજવો અને આખા શો નો, આખા તમાશાનો આનંદ માણો.

સમજી લો કે જીવન એ ધ્યેય નથી પણ એક રસ્તો છે. જ્યારે ધ્યેય હોય છે ત્યારે તમારે દોડવું પડે છે તમે જ્યારે દોડો છો ત્યારે તમારા પગ જમીનને સ્પર્શતા નથી, ત્યારે તમે અસ્તિત્વની સુંદરતા ચુકી જાવ છો. તમે જ્યારે દોડો છો, ત્યારે અણછાજતી રીતે આપોઆપ રસ્તાનું મહત્વ વધી જાય છે. રસ્તો જ આનંદ મનાવવાનું સાધન બની જાય છે; પછી ધ્યેય તમારું આપોઆપ ધ્યાન રાખે છે.

જ્યારે તમે જીવનની હેતુ વિહિનતા સમજી જાવ છો, ત્યારે તમે જીવનનો અર્થ સમજી જીવ છો. જ્યાં સુધી તમે સમજી જતાં નથી ત્યાં સુધી તમે સભાનતા વગર જીંદગી જીવો છો. તમે યોગ્ય સભાનતા વગર જ જીવો છો. તમે મજબૂત અહમ્ સાથે જીવો છો, જે ફક્ત ધ્યેયોને જ જુએ છે, અને જીવન પોતે જ એક સુંદરતા છે એ જોઈ શકતાં નથી.

ધ્યેય માટે આખી જીંદગીનું બલિદાન આપી દેવું તે સાચી રીતે જીવવાનો રસ્તો નથી. જો તમે આ રીતે જીવો છો, તો તમે જ્યારે દરેક વખતે ધ્યેય પ્રાપ્ત કરી લો છો ત્યારે છેલ્લે તમને બિન મહત્વની બાબતો પાછળ જીંદગી વેડફી દીધાનો પસ્તાવો થાય છે. ધ્યેયોને છોડી દો અને રસ્તાનો આનંદ માણો. આ ઉપદેશ પર વારંવાર મેડિટેશન કરો. અમુક સમયે સત્ય તમારી સામે આવીને ઉભું રહેશે.

એક વધારે વાત : તમારા જીવનમાંથી કંઈ પણ બહાર કાઢો નહીં અને એવું ક્યારેય ના વિચારો કે તમે તમારા જીવનમાં કંઈક ચૂકી રહ્યા છો. તેને બદલે દરેક બાબતને એક સૂત્રી કરીને સામેલ કરો. પછી તમે ‘એક’ બની જશો. જ્યારે તમે ‘એક’ બની જાવ છો, ત્યારે તમે પવિત્ર બની જાવ છો !

અલબત્ત, જો તમને અમુક બાબતોમાં રસના હોય તો, તે અલગ વાત છે. તમારે તેને તમારી જીંદગીમાં સામેલ કરવાની ચિંતા કરવાની જરૂર નથી. બસ માત્ર જાગૃતતા સાથે જીવો અને વહેવાનું ચાલુ રાખો.

સમજી લો : એક વૈજ્ઞાનિક એક ફોર્મ્યુલાનું સર્જન તેણે બહારની દુનિયામાંથી જે શોધ્યું હોય છે, તેને બીજી વખત બનાવવા માટે તેમજ બીજાઓના અનુભવ માટે કરે છે.

ગુરુ એક એવા માણસ છે જે ફોર્મ્યુલાનું સર્જન તેણે જે અંદરની દુનિયામાં અનુભવ્યું હોય છે તેનો બીજા લોકો અનુભવ કરી શકે તે માટે કરે છે. તેણે પોતાની જાગ્રતતામાં જે દિવ્ય આનંદનો અનુભવ કર્યો હોય છે, તેની ફોર્મ્યુલાનું સર્જન બીજા લોકો અનુભવ કરી શકે તે માટે કરે છે.

હવે હું તમને પરમ દિવ્ય આનંદનો અનુભવ કરવાનું સૂત્ર-ફોર્મ્યુલા આપવાનો છું. ‘નિત્યાનંદ’નું સૂત્ર. યસ... ?

“માસ્ટરજી, અમે અમારા અહમ્‌નો નાશ કેવી રીતે કરી શકીએ ?”

પહેલાં સ્પષ્ટતાથી સમજી લો કે તમારામાં એક અથવા બીજા સ્વરૂપમાં અહમ્ છે. તે સક્રિય અથવા છૂપો હોઈ શકે. પછી અહમ્ પોતે જ વિવિધ રસ્તે પોતાનું સ્થાપન કરે છે તે સમજી લો. જેની આપણે હમણાં સુધી ચર્ચા કરતાં હતાં. તમારી બધી જ ગુનાહિત ભાવનાઓ, ઈચ્છાઓ, ભય, વિનમ્રતા, પોતાની જાતને મહત્વ આપવું વગેરે, આ બધાં જ અહમ્‌ના અલગ અલગ સ્વરૂપો છે, જે તમારામાં થાય છે તેનું કારણ છે કે તમે ‘હું’ અને ‘મારૂં’ની ભાવના મજબૂત રીતે અનુભવો છો. એક વખત તમે આને સમજીલો, સાક્ષી બની જાવ જેથી તમે સમજી જશો કે આખી જીંદગી એક નાટક છે. આવું કરવાથી, તમે તમારૂં મજબૂત ‘હું’ પણું ઓગળતું અનુભવશો, તમારો અહમ્ ઓગળી જશે.

જ્યારે આવું બનવાનું શરૂ થાય છે, ત્યારે તમે આપોઆપ અસ્તિત્વ સાથે રણકવા લાગો છો અને જુઓ છો કે બાબતો પોતે જ ફરી વખત ગોઠવાઈ જઈને તમારા માટે જીવનને સુંદર બનાવી દે છે. પછી તમે તમારા અહમ્‌ને મારવાના એક લક્ષ્યથી જીવો. તેનું કોઈપણ રીતે રક્ષણ ના કરો. તમારા અહમ્‌ને મારવા માટે હંમેશા તૈયાર રહો. તમે જ્યારે તમારા અહમ્‌ને મારવા માટે તૈયાર હો છો, ત્યારે તમે મુક્તિ પામવા માટે તૈયાર હો છો. બસ આટલું જ.

“માસ્ટરજી, તમે કહ્યું કે ‘આજ્ઞા ચક્ર’, સ્વયં સ્ફુરણા અને જ્ઞાન સાથે સંકળાયેલું છે. તમે નિખાલસતા અને જ્ઞાનને કેવી રીતે સમજાવો છો ?”

તમે જ્યારે મનની અક્કડ યાંત્રિકતામાંથી મુક્ત થાવ છો, ત્યારે તમે પ્રવાહી બની જાવ છો, નદીની જેમ વહેવા લાગો છો; પછી તમે જ્ઞાની છો. તમે જ્યારે સાક્ષીબનીને બાજુમાંથી વિચારી શકો છો, ત્યારે તમે જ્ઞાની છો; જ્યારે તમે સ્વયંસ્ફૂરીત હો છો, ત્યારે તમે જ્ઞાની છો; જ્યારે તમને પડકારવા મુશ્કેલ હોય છે, ત્યારે તમે જ્ઞાની છો.

તમે જ્યારે જાણી લો છો કે જીવન એક નાટક છે, ત્યારે તમે જ્ઞાની છો. તમે જ્યારે સમજી જાવ છો કે અસ્તિત્વ જ જીવનનું અંતિમ બળ છે, ત્યાર તમે જ્ઞાની છો. તમે જ્યારે તમારી આંતરિક શાંતિથી સભાન અને જાગૃત હો છો, ત્યારે તમે જ્ઞાની છો.

જ્યારે તમે તમારા મન ને કામે લગાડ્યા વગર જ, સ્વયંસ્ફૂરણાથી હસી અને મુસ્કુરાઈ શકો છો, તમે જ્ઞાની છો. તમે જ્યારે માત્ર તમારી હાજરીથી જ શક્તિના તરંગો પ્રસારીત કરો છો, ત્યારે તમે જ્ઞાની છો. તમે જ્યારે લાંબા સમય સુધી કોઈ બાબતને ચોંટીને સ્થિર નથી બની જતાં, અને તમને સરળતાથી પડકારી શકાતાં નથી, તમે જ્ઞાની છો. જ્યારે તમારામાં અહમ્ છે એવું તમને સતત ભાન રહે છે, ત્યારે તમે જ્ઞાની છો, તમે જ્યારે જાણી જાવ છો કે તમે તમારી મિલકતોથી સમૃધ્ધ નથી પરંતુ તમારા ‘સ્વ’થી શ્રીમંત છો, ત્યારે તમે જ્ઞાની છો.

તમે જ્યારે ગુરુને ઓળખી લો છો, ત્યારે તમે જ્ઞાની છો. તમે જ્યારે તમારો અહમ્ ગુરુને ચરણે ધરી દો છો, ત્યારે તમે જ્ઞાની છો. તમે જ્યારે જીવનની દરેક ક્ષણને, તેનો ભરપૂર આનંદ માણીને રમો છો, ત્યારે તમે જ્ઞાની છો.

એક નાની વાર્તા :

ત્રણ માણસોને એક ડોક્ટર તરફથી પ્રશ્ન પૂછવામાં આવ્યો; “તમને જો એમ કહેવામાં આવે કે તમારી જીંદગીમાં દિવસ જીવવા માટે હવે દસ જ દિવસ છે, તો સૌથી પહેલાં તમે શું કરશો ?”

પહેલા માણસે કહ્યું; “હું મારા બધાં જ કામને બરાબર ગોઠવીને પૂરાં કરી દઈશ, જેથી મારા ગયા પછી મારા કુટુંબને સહન ના કરવું પડે અને પછી હું શાંતિથી જીવીશ.”

બીજા માણસે કહ્યું; “હું અત્યાર સુધી જે બાબતોનો પહેલાં ક્યારેય આનંદ નથી ઉઠાવી શક્યો તે બધી જ બાબતોનો વધુમાં વધુ આનંદ ઉઠાવીશ.”

ત્રીજા માણસે કહ્યું; “હું બીજા ડોક્ટરની સલાહ લઈશ !”

આ જ્ઞાન છે ! તમે જ્યારે, તમે જ બાંધેલા મજબૂત અને જાણીતા રસ્તાઓમાં જકડાઈ જવાને બદલે સ્વયં સ્ફૂરિત બની જાવ છો, ત્યારે તમે પ્રવાહી અને જ્ઞાની છો.

બીજી નાની વાર્તા :

એક હોસ્પિટલમાં ટેલીફોનની ઘંટડી વાગી અને નર્સે જવાબ આપવા ફોન ઉપાડ્યો.

સામેના અવાજે પૂછ્યું; “હું જાણી શકું, રૂમ નં. ૧૦ વાળા ચન્દ્રા બાસુ કેમ છે અને શું કરી રહ્યાં છે ?”

નર્સે જવાબ આપ્યો; “તેઓ સારા છે અને અમે આશા રાખીએ છીએ કે કાલે સાંજે તેમને રજા આપી દઈએ. હું કોની સાથે વાત કરી રહી છું ?”

અવાજે જવાબ આપ્યો; “હું ચદા બાસુ બોલું છું. તમે દર્દીઓને આ જગ્યામાં કશું કહેતા નથી.”

આ જ્ઞાન છે ! તમે જ્યારે કોઈ મુદ્દા પર લાંબા સમય માટે ચીટકી જતાં નથી, જ્યારે તમને લાંબો સમય પડકારી શકાતાં નથી, ત્યારે તમે જ્ઞાની છો.

હવે એક વધારે વાત સાંભળો :

એક માણસ તેના શહેરના મિત્રને તેના ખેતરમાં લઈ ગયો.

તેણે આજુ બાજુ બધું બતાવ્યું અને પૂછ્યું; “તમને આટલા બધાં ઘેટાં જોઈને જરૂર નવાઈ લાગી હશે ! તમે તેને ગણવાનો પ્રયાસ કર્યો ?”

મિત્રે જવાબ આપ્યો; “અરે હા, એ ૩૦૦ હતાં.”

માણસ આશ્ચર્યમાં પડી ગયો અને પૂછ્યું; “તમે આ ગણતરી કેવી રીતે કરી શક્યા ?”

મિત્રે જવાબ આપ્યો; “અરે તે એકદમ સરળ હતું. મેં તેના પગ ગણી લીધાં અને પછી તેનો ચારથી ભાગાકાર કરી નાંખ્યો.”

આ જ્ઞાન નથી ! આ એ બતાવવાનો રસ્તો છે કે આપણે જીંદગીમાં બાબતોને કેવી રીતે ગૂંચવી નાંખીએ છીએ.

હવે પછી આપણે નિખાલસતા પર આવીએ છીએ; નિખાલસતાને સમજવા માટેનો સૌથી ઉત્તમ રસ્તો બાળકો છે. તેઓ કોઈપણ જાતની કાપકૂપ કે સંપાદન કર્યા વગર જ બોલે છે. તેઓ ગણતરીઓ કરતાં નથી; તેઓ પોતાના વર્તનમાં ખૂબજ સંપૂર્ણ હોય છે, તેઓ ક્યારેય ચાલાક અથવા દંભી નથી હોતાં. આ નિખાલસતા છે.

પરંતુ આપણે તેમની સાથે શું કરીએ છીએ ? આપણે તેમને શબ્દોમાં કેવી રીતે કાપકૂપ કરવી તે શીખવવાનો પૂરેપૂરો પ્રયત્ન કરીએ છીએ તેને કુશળતા પૂર્વક કેમ વાપરવા તે શીખવવાનો પ્રયત્ન કરીએ છીએ. આપણે તેમને તેમનાં હૃદયમાંથી મન તરફ ખસવાનું શીખવીએ છીએ જેથી તેમની શુદ્ધ નિખાલસતા મન વડે ભ્રષ્ટ બની જાય છે.

એક નાની વાર્તા :

એક છોકરાને કહેવામાં આવ્યું કે, તેની શ્રીમંત કાકી તેના ઘરે આવવાની છે અને તારે ખૂબ જ સારામાં સારું વર્તન કરવાનું છે.

કાકી આવી પહોંચ્યા અને તેમના માનમાં ભવ્ય ભોજન પીરસવામાં આવ્યું.

છોકરો જમણ દરમ્યાન સતત તેનું નિરીક્ષણ કરી રહ્યો હતો અને છેલ્લે તેણે પૂછ્યું; “કાકી તમે તમારી યુક્તિ ક્યારે કરવાના છો ?

મહિલાએ પૂછ્યું; “કઈ યુક્તિ માય ડીયર ?”

છોકરાએ જવાબ આપ્યો; “મારા પપ્પા કહેતા હતાં કે તમે માછલીની જેમ પીઓ છો ?”

બાળકો તેમને જેવું લાગે તેવું વર્તન સરળતાથી કરે છે. માટે જ તેમને નિહાળવામાં આપણને ખૂબ જ આનંદ આવે છે. માટે જ આપણે તેમનો આનંદ ઉઠાવી શકીએ છીએ. તેમની નિખાલસતા આપણને આકર્ષે છે. પરંતુ આપણે આ સમજતાં નથી અને તેમને આપણે ચાલાક અને દંભી બનવાનું શીખવીએ છીએ. આપણે આવું સતત કરતાં હોઈએ છીએ.

એક નાનો છોકરો તેના દાદા પાસે ગયો અને પૂછ્યું; “દાદા તમે ખરેખર દેડકાંનો અવાજ કાઢી શકો છો ?”

દાદાને નવાઈ લાગી અને પૂછ્યું; “બેટા આવું કેમ પૂછે છે ?”

છોકરાએ જવાબ આપ્યો; “તમે જ્યારે જોરથી દેડકા જેવા ખોખરા અવાજે ખાંસતા હતા, ત્યારે મેં મારા મમ્મી પપ્પાને એવું બોલતાં સાંભળ્યા હતાં કે, આપણી પાસે આપણાં માટે હવે ખૂબ જ ઓછી મિલકત બાકી રહી છે.”

આપણે દરકે વખતે દંભી બની જઈએ છીએ. આપણે ક્યારેય આપણી જાતને મુક્ત રીતે વ્યક્ત કરતાં નથી. આપણે કંઈક બીજું વિચારીએ છીએ અને કંઈક બીજું જ બોલીએ છીએ. આને લીધે આપણે ખૂબ જ કદરૂપા બની ગયાં છીએ. આપણે બસ આપણી નિખાલસતા ગુમાવી દીધી છે. બાળકો દંભી હોતાં નથી. તેઓ ખૂબ કુદરતી હોય છે. સ્વાભાવિક હોય છે. તેઓ સુંદર છે કારણ કે તેઓ તેમની જાતને મુક્ત રીતે વ્યક્ત કરે છે.

એક બીજી વાર્તા :

એક માં તેના બાળકને એક દિવસ માટે તેના મિત્ર સાથે મોકલી રહી હતી.

તેણે તેના બાળકને કહ્યું કે, તું સાંજે પાછી આવે ત્યારે તારી મિત્રને થેંક્યુ કહેવાનું ભૂલી ના જતી.

તે સાંજે બાળક ઘરે પાછું આવ્યું ત્યારે માતાએ તેને પૂછ્યું કે તારી મિત્રને થેંક્યુ કહ્યું કે નહીં.

બાળકે જવાબ આપ્યો; “મેં નથી કહ્યું કારણ કે જ્યારે બીજી છોકરીએ તેને થેન્ક્યુ કહ્યું ત્યારે તેણે કહ્યું કે “આભાર માનવાની જરૂર નથી.”

બાળકો આવાં હોય છે ! અલબત્ત, હૃદય પૂર્વક આભાર માનવા જેવી પાયાની બાબતો તેમને શીખવવી તે આપણી ફરજ છે. પરંતુ હું જે કહેવાનો પ્રયત્ન કરી રહ્યો છું. તેનો અર્થ છે કે આપણે બાળકોને દંભી ના બનાવવાં જોઈએ. તેમને રમતને સમજવા દો અને જાગૃતતા સાથે રમવા દો, અહમ્ વગર. પરંતુ ફક્ત જાગૃતતા સાથે તેમને પાયાના નિયમો આપો અને પોતાની જાતે જ ભેદ પારખી શકે તેવું જ્ઞાન આપો.

એક વાત : બાળકની નિખાલસતા તેના અજ્ઞાનને લીધે હોય છે. તેનામાં આ નિખાલસતા હોય છે કારણ કે હજુ સુધી તેના પર સામાજિક અસર થઈ હોતી નથી. પરંતુ એક વખત સામાજિક અસર થવાનું શરૂ થઈ જાય અને જ્ઞાન મેળવવાનું શરૂ થઈ જાય, પછી બાળક તેની નિખાલસતા ગુમાવી દે છે. પરંતુ બાળક, વરસોમાં તેણે ગુમાવી દીધેલી નિખાલસતા સાથે ગહન જાગૃતતાથી ફરી વખત જોડાઈ શકે છે. આ ફરી વખત મેળવેલી નિખાલસતા સાચી નિખાલસતા હોય છે, કારણ કે હવે નિખાલસતા અજ્ઞાનમાંથી નથી આવતી પરંતુ તે ગહન સમજણમાંથી આવે છે.

બાળકની નિખાલસતા અને માસ્ટરોની નિખાલસતામાં આ તફાવત હોય છે. મૃત જ્ઞાન નિખાલસતાને દબાવીને કચડી નાંખે છે અને અહમ્ને પોષણ આપીને ઉછેરે છે. પરંતુ જ્ઞાન અને જાગૃતતા જાણકારીને બાજુ પર ખસેડીને નિખાલસતાને ફરી પાછી લાવે છે. જ્યારે આવું બને છે ત્યારે તમને રસ્તો મળી ગયો છે.

યસ ... ?

“માસ્ટરજી, અમે ભગવાન સાથે, સંબંધ કઈ રીતે જોડી શકીએ ?”

ભગવાન કોઈ અલગ હસ્તી નથી કે જેની સાથે તમે જોડાઈ શકો. સૌથી પહેલાં આ વાત સમજી લો. એ તમારી ઉપર કહેવાતા સ્વર્ગમાં બેઠો નથી અને તમારી રાહ નથી જો તો કે જેની સાથે તમે જોડાઈ શકો. તે આ બ્રહ્માંડની દરેક દરેક વસ્તુમાં રહેલો છે. દરેક વસ્તુ તેની જ બનાવેલી છે.

તે જ સર્જક છે, તે જ સર્જન છે, અને તે જ સર્જાયેલ છે. તે જ અનુભવકર્તા છે, તે જ અનુભવાયો છે, અને તે જ અનુભવ છે. ભગવાન એક નામ છે જે આપણે અસ્તિત્વને આપેલ છે. બસ આટલું જ. જ્યારે તમે આ સમજી જાવ છો, તમે ભગવાનનો અનુભવ કરવાનું શરૂ કરી દીધું છે; પછી ત્યાં ભગવાન સાથે જોડાવાનો પ્રશ્ન રહેતો નથી.

લોકો મને કહે છે, મને હું ભગવાનની નજીક હોઉં તેવું લાગે તો. હું તમને કહું છું કે ‘હું જ ભગવાન છું !’ હું તમને કહું છું, તમે પણ ભગવાન છો ! પરંતુ, અલબત્ત તે લોકો આ સ્વીકારવા તૈયાર થતાં નથી. તે લોકો જાણવા માંગે છે કે ભગવાનની નજીક કઈ રીતે જઈ શકાય. નજીક શબ્દનો અર્થ જ એવો છે કે તમારી અને ભગવાન વચ્ચે જુદાપણાનું અંતર છે. હું તમને કહું છું તમે જ ભગવાન છો ! પછી નજીકનો પ્રશ્ન જ ક્યાં છે ?! હું જે કહેવાનો પ્રયત્ન કરી રહ્યો છું તે તમે સમજી રહ્યાં છો ? આ ખૂબ જ સાદું છે ! ભગવાન, તમે અસ્તિત્વને આપેલ નામ સિવાય બીજું કશું જ નથી અને તમે અસ્તિત્વનો જ એક ભાગ છો.

તમે જ્યારે અસ્તિત્વ સાથેની સંવાદિતામાં, લયમાં જીવો છો; તમે જ્યારે અસ્તિત્વ સાથેનું જોડાણ શોધી લીધું હોય છે, ત્યારે તમે ભગવાન છો. બસ આટલું જ. તમે જ્યારે તમારા રસ્તામાં આવતી દરેક બાબતો અને દરેક વ્યક્તિ પ્રત્યે એકાત્મતા અનુભવો છો, ત્યારે તમે શુધ્ધ જાગૃતતા બની જાવ છો. તમે જ્યારે તમારી આસપાસની દરેક વ્યક્તિ પ્રત્યે પછી તમે તેને જાણતાં હો અથવા ના જાણતાં હો, એક સરખા પ્રેમનો અનુભવ કરો છો, ત્યારે તમે તમારી અંદર ભગવાનનો અનુભવ કરો છો. તમે ભગવાનની સભાનતાથી કેટલાં દૂર છો તેને જાણવા માટેનું આ સાદું અને સરળ સાધન છે.

તમે જ્યારે અસ્તિત્વ સાથે લયનો અનુભવ કરવાનું શરૂ કરો છો, ત્યારે તમે તમારી અંદરના અવાજને સાંભળવાનું શરૂ કરો છો. પછી તમારે બીજા માર્ગદર્શનની જરૂર પડતી નથી. પછી લોકોએ, તમારે શું કરવું અને શું ના કરવું, તે તમને કહેવાની જરૂર પડતી નથી. તમે બસ જાણતાં હો છો; તમારું જ્ઞાન તમને માર્ગદર્શન આપ્યા કરે છે. નિર્ણય લેવાના ભારની લાગણી વગર તમે પ્રવાહિત બનીને વહ્યા કરો છો. ગુરુ એવી વ્યક્તિ છે જે તમારી અંદરના અવાજને જગાડી શકે છે. તે તમારા જ્ઞાનને જાગૃત કરવા ઉપર કામ કરે છે.

આપણાંમાંના મોટા ભાગનાં ફક્ત કારણો સાથે જ પ્રેમ કરી શકીએ છીએ. આ બતાવે છે કે આપણો અહમ્ કેટલો બધો મજબૂત હોય છે. તમે જ્યારે આવા હો છો; ખૂબ જ સ્પષ્ટતાથી સમજી લો, ત્યારે તમે ભગવાનથી ખૂબ જ દૂર હો છો ! આપણે દાવો કરીએ છીએ કે, આપણે આપણાં મિત્રો અને કુટુંબીજનો ઉપર પ્રેમ વરસાવીએ છીએ. અત્યાર સુધીમાં પૃથ્વી ઉપર જેટલા માસ્ટરો થયાં છે તે બધાં પર નજર નાંખો. તેમના મિશનને દોરનાર, તે બધામાં ક્યાં એક જ સામાન્ય સદ્ગુણ હતો ? શુધ્ધ પ્રેમ. બસ આટલું જ. જો તેમણે તમે રોજીંદી જીંદગીમાં જે પ્રેમનો અનુભવ કરો છો, તેવા સામાન્ય પ્રેમનો અનુભવ કર્યો હોત તો, તમને લાગે છે કે તેઓ તેમનું મિશન બનાવી શક્યા હોત ?

ફક્ત સામાન્ય પ્રેમ સાથે વિશ્વવ્યાપી ચળવળ શરૂ કરવી શક્ય છે ખરી ? સામાન્ય પ્રેમ કેટલું પ્રેરકબળ આપી શકે ? હકીકતમાં એ તમને તરત જ થકવી નાંખે ! એ ગુરુઓ પાસે સમય હતો અને તેઓ દુનિયાભરના લોકોની જીંદગીનું પરિવર્તન કરવા પહોંચી શક્યા, તેનું કારણ એ હતું કે દુનિયાભરની માણસ જાત પ્રત્યે તેઓ એકાત્મકતા અને દિવ્ય પ્રેમ અનુભવતાં હતાં.

હકીકતમાં, જો તમે તેમની જીવન કથા વાંચો તો જાણી શકશો કે તેમાંના મોટાભાગનાઓ એ તેમનાં કુટુંબને બાજુ પર મૂકી દીધું હતું. તેમણે કુટુંબનો ગુસ્સો વહોરી લીધો હતો અને તેમની ઉપર જઈને લોકો સુધી પહોંચી ગયા હતા.

આવા કિસ્સાઓમાં કુટુંબ હંમેશા પ્રતિરોધ કરે છે. અલબત્ત, એક વખત પુખ્તતા અને જાગૃતતા આવી જાય છે, પછી તેઓ પણ બહારની દુનિયાની જેમ જ તેમને સ્વીકારવા અને અનુસરવા લાગે છે.

તમે ભગવાનથી જુદાં છો એવો અનુભવ જો કોઈ બાબત કરાવતી હોય તો તે તમારો અહમ્ છે. જ્યારે અહમ્ હોય છે ત્યારે તમે સતત દૃઢતાથી અને એક સરખી ગહન લાગણીથી દરેક સમયે પ્રેમ કરી શકતાં નથી; તમારો પ્રેમ ખૂબ જ લૌકિક હોય છે. તે એક અંતિમ છેડાથી બીજા અંતિમ છેડા વચ્ચે ફર્યા કરે છે.

ગુરુઓના શરીરોની ભાષાનું અવલોકન કરજો. અને તમે જોઈ શકશો કે દિવ્ય પ્રેમનો રણકાર કેવો હોય છે. અસ્તિત્વ સાથે લયમાં આવવાનો સૌથી સહેલો રસ્તો ગુરુઓની શારિરીક ભાષાનું અવલોકન કરવાનો છે. ગુરુ અસ્તિત્વ સાથે હંમેશા નીતરતાં રહે છે. તમે જ્યારે તેમની શારિરીક ભાષાનું નિરીક્ષણ કરો છો, ત્યારે તમે તેની પાછળ રહેલી ગુણવત્તાને ગ્રહણ કરી લો છો.

જો તમે માસ્ટરનું વધારે સમય સુધી અવલોકન કરો છો તો તમે જાણી શકો છો કે તે નદીની જેમ જ અસ્તિત્વની સાથે લયમાં રહીને, ખૂબ જ સુંદરતાથી, ખૂબ જ કાવ્યમયતાથી, ખૂબ જ સંક્રમિકતાથી વહી રહ્યા છે. માટેજ તેમનું અવલોકન કરવું આટલું બધું સુંદર હોય છે ! બસ માત્ર ગુરુનું અવલોકન કરીને, તમે અસ્તિત્વની સુંદરતાનો અનુભવ કરી શકો છો અને અસ્તિત્વ સાથે લયમાં વહેતા રહો છો.

કારણ કે ગુરુ અહમ્-વિહીન હોય છે. તે કોઈપણ જાતના અવરોધો વગર વહ્યા કરે છે. કારણ કે તેઓ ‘હું’ અને ‘મારૂં’ થી સભાન હોતાં નથી. બસ તે વહે છે. કારણ કે તે પ્રેમ સિવાય બીજું કશું જ પ્રસારિત કરતાં નથી, તે સાજા કરે છે. સાજા કરવાની પ્રક્રિયા, પ્રેમની એકાગ્રતા સિવાય બીજું કશું જ નથી. તેથી જ તો આપણે ગુરુઓની સાજા કરવાની ચમત્કારિક શક્તિઓ વિષે વારંવાર સાંભળીએ છીએ. માટે જ ગુરુઓને ભગવાનની જેમ જોવામાં આવે છે. ખૂબ જ સ્પષ્ટ બની જાવ : ગુરુઓ જ ફક્ત જીવતાં ભગવાન છે. તેઓ બ્રહ્માંડીય શક્તિનું શ્રેષ્ઠ સર્જન છે.

માટે ભગવાન સાથે જોડાવાની ચિંતા બંધ કરી દો. અસ્તિત્વ સાથે સંવાદિતામાં રહેવાનું શરૂ કરી દો અને ભગવાન બની જાવ.

યાદ રાખો : તમે અસ્તિત્વને જીતી શકો નહીં. તમે ફક્ત અસ્તિત્વથી જીતાઈ શકો. તમે જ્યારે તમારો સમગ્ર અહમ્ છોડી દો છો, તમે જીતાઈ ગયા છો, બસ આટલું જ. જ્યારે તમે ભગવાન માટે સાનુકૂળ ગર્ભ બની જાવ છો ત્યારે તે તમારી અંદર રહે છે. પ્રારંભિક તબક્કામાં તમે મહેમાન છો અને તે યજમાન છે. છેલ્લે તમારે યજમાન બની જવાનું હોય છે; તમારે તેને આવકારવા ગર્ભ બની જવાનું હોય છે. ગર્ભ બની જવું એટલે ઓગળી જવું અને વિનમ્ર બની જવું. વિનમ્ર બની જવું એટલે સમગ્ર અહમ્ને વિલીન કરી દેવો અને ભગવાન અથવા અસ્તિત્વમાં ઓગળીને એક થઈ જવું. પછી, જીવન સંગીત બની જાય છે અને અનંત ઉત્સાહની ઉજવણી બની જાય છે !

યસ ... હવે આપણે ખૂબ જ સુંદર અને અતિશય અસરકારક મેડિટેશન કરીશું. જેને ‘દિવ્ય નેત્ર’ મેડિટેશન કહે છે એ ‘આજ્ઞાચક્ર’ માટે છે.

દિવ્ય નેત્ર મેડિટેશન

(કુલ સમય : ૩૦ મિનિટ)

‘દિવ્ય નેત્ર’ મેડિટેશન ‘આજ્ઞા ચક્ર’ ને જાગૃત કરવા માટે કરવામાં આવે છે. જાગૃત ‘આજ્ઞા ચક્ર’ તમને બ્રહ્માંડીય જ્ઞાન સાથે જોડે છે. આ મેડિટેશનની પધ્ધતિ ઝોરાષ્ટ્રીયાનીઝમ્ માંથી લેવામાં આવી છે. આ પધ્ધતિના બે ભાગ છે.

પહેલો ભાગ ‘આજ્ઞા ચક્ર’ને શુદ્ધ કરવા માટે છે અને બીજો તેને શક્તિશાળી બનાવવા માટે છે. ‘આજ્ઞા ચક્ર’ અથવા ‘ત્રીજી આંખ’ને ભ્રમ અને વાસનાનો નાશ કરનાર તરીકે ઓળખવામાં આવે છે. તે તમારી અંદર ઉચ્ચતમ સભાનતા ખીલવવામાં મદદ કરે છે.

અહીં તમારી સામે એક સળગતો પ્રાર્થનાનો દીવો છે. તેને ગાયનું ઘી અથવા તલના તેલથી સળગાવવામાં આવ્યો છે. તમે મીણબત્તીનો ઉપયોગ પણ કરી શકો છો. પરંતુ તે વેજીટેબલ ચરબીમાંથી બનાવેલી હોય તેની ખાત્રી કરી લેવી. આ માર્ગદર્શક મેડિટેશન પધ્ધતિ છે. મારી સૂચનાઓનું મહેરબાની કરીને ચૂસ્ત પણે પાલન કરજો.

પલાંઠી વાળીને જમીન પર આંખો બંધ કરીને બેસી જાવ. જે લોકો જમીન પર ના બેસી શકતાં હોય તે ખુરશી પર બેસી શકે છે.

(હળવું સંગીત વગાડવામાં આવે છે.)

તમારી આંખો ખોલી નાંખો અને તમારી આંખના ભવાં વચ્ચે આવેલી ત્રીજી આંખ વડે દિવાની જ્યોત સામે જુઓ. તમારી આંખો પલકારા મારશે અથવા બળશે અથવા આસુંઓ વહેવા માંડશે; જે થાય તે થવા દો. (પાંચ મિનિટ)

આંખો બંધ કરી દો અને ફરી વખત તમારું ધ્યાન ‘આજ્ઞા ચક્ર’ પર કેન્દ્રીત કરો. ખૂબ જ ગહનતાથી તેની સોંસરવું જુઓ. (પાંચ મિનિટ)

આંખો ખોલી નાંખો અને તમારી આંખના ભવાંની વચ્ચે આવેલી ત્રીજી આંખ વડે દિવાની જ્યોત સામે જુઓ. (પાંચ મિનિટ)

આંખો બંધ કરી દો; આ વખતે ‘આજ્ઞા ચક્ર’માં ધ્યાન કેન્દ્રીત ના કરો, માત્ર રીલેક્સ રહો. (પાંચ મિનિટ)

ઓમ્ શાંતિ શાંતિ શાંતિઃ

ધીમેથી, ખૂબ જ ધીમેથી, તમારી આંખો ખોલી નાંખો

આપણે પછીની બેઠકમાં મળીશું થેન્કયુ. આભાર.