KAILASA Library/સચોટ ઉકેલો/પ્રકરણ - ૫ ભયનો સામનો કરવોSign in
સચોટ ઉકેલો

પ્રકરણ - ૫ ભયનો સામનો કરવો

This text was machine-transcribed from the printed book and may contain errors. Select the words and choose “Report a mistake”.

હવે આપણે સ્વાધિષ્ઠાન ચક્રમાં પ્રવેશ કરીશું જે નાભિથી બે ઈંચ નીચે આવેલું છે.

‘સ્વાધિષ્ઠાન’નો અર્થ છે ‘જ્યાં તમારી જાત સ્થાપિત થયેલી છે તે જગ્યા.’ ‘સ્વ’એટલે ‘જાત’અને ‘અધિષ્ઠન’એટલે ‘સ્થાપિત થયેલું’.

આ ‘ચક્ર’ભયથી બંધ થયેલું હોય છે. ખાસ કરીને મૃત્યુના ભયથી અને ભયનો સ્વીકાર કરવાથી, મૃત્યુનો સ્વીકાર કરી લેવાથી આ ચક્ર ખીલી જાય છે.

(મેડિટેશન પધ્ધતિ : નિર્ભય ધ્યાન - તાંત્રિક મેડિટેશન)

આપણાં બધાં જ ભય હકીકતમાં મૃત્યુના ભયની નીચે જુદો જુદો વેશ પલ્ટો કરીને આવેલાં હોય છે. બસ આટલું જ. આપણો દરેક ભય મૃત્યુના ભય સાથે જોડાયેલો હોય છે. પરંતુ ગુંચળું વળીને વિંટળાયેલો હોય છે. તે વિંટળાયેલા હોય છે એટલે આપણે તેને મૃત્યુના ભય રૂપે જોઈ શકતાં નથી. ભય વગર આપણે જે શબ્દ ‘મૃત્યુ’ સાથે જોડાયેલા છીએ, તે પોતાનો અર્થ ગુમાવી દે છે.

માટે મૃત્યુ શું છે ?

જો હું આ પ્રશ્ન તમને પૂછીશ તો તમે કહેશો; “મૃત્યુ એટલે આપણા જીવનના અંતે જે બને છે તે.” જો મૃત્યુ આનાં કરતાં વધારે બીજું કશું જ ન હોત, તો તે એકદમ સહેલું હોત !

પરંતુ મૃત્યુ આપણી જીંદગીના અંતે જે બને છે, તે નથી. તે તમારી જીંદગીની દરેક ક્ષણે બને છે. તે આપણી દરેક ક્રિયાની ખબર ન પડે તે રીતે ગુણવત્તા બદલી નાંખે છે. તે અંત નથી; તે આપણી જીંદગીનું સર્વોચ્ચ બિંદુ છે. ટોચ છે. જેના તરફ આપણી આખી જીંદગી અભિમુખ થયેલી હોય છે.

હું આમ શા માટે કહું છું ?

કારણ કે આપણી આખી જીંદગી મૃત્યુના ખ્યાલથી નિયંત્રિત થયેલી છે. આપણું સામાજિક માળખું પણ આપણાં મૃત્યુના ખ્યાલની પ્રેરણાથી રચાયેલું છે.

આખી દુનિયાના મહાન ધર્મો અને દર્શનો (ફીલોસોફીઓ) એક જ સવાલનો જવાબ આપવામાંથી ઊભા થયેલાં છે; “મૃત્યુ પછી શું બને છે ?”

આ એક પ્રશ્નનો જવાબ મેળવવાના પ્રયાસમાં, જીવનના વિવિધ ઉકેલોના મૂળીયા પકડી લીધાં છે.

જે સંસ્કૃતિઓ એક જ જીંદગીમાં માને છે. જેમાં પુનર્જન્મનો ખ્યાલ જ નથી, તેઓ એ તેમની બધી જ શક્તિઓને જીંદગીને પૂરી રીતે જીવવામાં રેડી દીધી છે. તે લોકો માહિતીઓને આત્મસાત કરવામાં, જ્ઞાન મેળવવામાં અને ભૌતિક સુખ સગવડો મેળવવામાં, શિખરે પહોંચ્યા હોય છે.

આ સંસ્કૃતિ એ વિજ્ઞાનનો ઉદય કર્યો છે. વિજ્ઞાન આપણને જીવનને તેની મહત્તમ અનુકૂળ કક્ષાએ જીવવામાં મદદ કરે છે. વિજ્ઞાન આપણને આ જીંદગીમાંથી સૌથી વધુમાં વધુ મેળવવામાં મદદ કરે છે.

જે સંસ્કૃતિઓ પુનર્જન્મમાં માને છે તેમણે તેમનું ધ્યાન અંદર તરફ કેન્દ્રીત કર્યું છે. તેની શોધ અલગ છે. તેઓ જીવનને ઉતાવળથી જીવવા માટે પ્રેરિત નથી, કારણ કે તેઓ મૃત્યુ પછીના જીવનમાં માને છે.

આ ખ્યાલને તમે ભારતીય લોકોની જીવનશૈલીમાં સ્પષ્ટતાથી જોઈ શકો છો, જો પ્રોગ્રામ છ વાગ્યે શરૂ થવાનો હોય તો, તમે ખાત્રી પૂર્વક કહી શકો કે તે સાડા સાત વાગ્યા પહેલા શરૂ નહીં થાય ! કારણ કે તેમની સામે અનંત જીવન પડેલું હોય છે !

આપણો આખો માનસિક સેટઅપ, આપણી જીવનશૈલી, આપણો સમાજ, આપણો ધર્મ-બધું જ મૃત્યુના પાયા પર જ રચાયેલું છે. આપણે મૃત્યુ બાબતમાં ન વિચારવું પડે તે માટે મહત્તમ પ્રયત્નો કરીએ છીએ. પરંતુ મૃત્યુ આપણા જીવનની દરેક ક્ષણો પર છવાયેલું હોય છે.

આપણે જ્યારે મૃત્યુની ગહનતા, મૃત્યુનુ રહસ્ય અને અગમ્યતાને સમજી લઈએ છીએ ત્યારે આપણે જીંદગીનું રહસ્ય સમજી જઈએ છીએ. આપણે મૃત્યુને ઉકેલીને જોવાની જરૂર છે તે એક બીજા સ્વરૂપના સાતત્ય સિવાય બીજું કશું જ નથી. નહીંતર આપણે જીંદગીને જ ચૂકી જઈએ છીએ.

જ્યારે આપણે સમજી લઈએ છીએ કે મૃત્યુ જીવનનું સાતત્ય છે ત્યારે આપણે મૃત્યુથી ડરતાં નથી અને આપણે જ્યારે મૃત્યુથી ભય પામવાનું બંધ કરી દઈએ છીએ ત્યારે જ આપણે જાણી શકીએ છીએ કે આપણે જીવનનો કયો અંશ ચૂકી જતાં હતાં.

આપણે જીવનને કાયમ માટે મળેલું સમજીએ છીએ અને ખૂબ જ સપાટી પર જીવીએ છીએ, આપણે જીંદગીમાં ઘણાં પાસાં ચૂકી જઈએ છીએ. ફક્ત મૃત્યુ જ આપણને જીવનમાં વધારે જાગૃતતાથી જોવાનું શીખવી શકે. મૃત્યુ જેવો મહાન ગુરુ બીજો કોઈ નથી.

જ્યારે આપણે અમુક બાબતમાં પાકી ખાતરી પર આવવું હોય ત્યારે, આપણે તે બે રસ્તે કરી શકીએ. એક : આપણે જાતે પ્રયોગ કરીને જાણી શકીએ કે સત્ય શું છે. બીજું : આપણે એવા માણસનો અભિપ્રાય લઈ શકીએ કે જે તેવા અનુભવમાંથી પસાર થયો હોય. હવે હું તમને ઉપનિષદમાંથી અભિપ્રાય આપીશ.

‘કઠોપનિષદ’નામનું એક ‘ઉપનિષદ’ છે, તેમાં અદ્ભૂત વ્યક્તિગત મુલાકાતની વાત છે, જેમાં એક બાળક મૃત્યુના દેવતા યમરાજ સાથે સીધી જ વાતચીત કરે છે. ભગવાન યમ હિંદુ પુરાણોમાં મૃત્યુના દેવતા છે. તે મૃતકને લેવા ઉભાં રહે છે.

ઉશ્નેશ્વર (વાજશ્રવસ)નામનો એક પ્રખ્યાત રાજા હતો. તેના મનમાં આખી દુનિયા પર કબજો જમાવવાની દૃઢ ઈચ્છા થઈ અને તેથી તેણે ‘વાજપેય યજ્ઞ’કર્યો. જેની ઈચ્છા આખી દુનિયા પર રાજ કરવાની થાય છે તે અગ્નિ પ્રગટાવીને તેમાં આહૂતિ આપીને આ યજ્ઞ કરે છે.

આ આહૂતિના નિયમ પ્રમાણે, યજ્ઞ કરનારે પોતાની સૌથી વધુ પ્રિય હોય અને સૌથી વધુ મૂલ્યવાન વસ્તુ હોય તેને અગ્નિને અર્પણ કરવી પડે છે. પછી જ તે આખી દુનિયાના રાજાનું પદ પ્રાપ્ત કરી શકે છે.

રાજાઓ હંમેશા સારા વેપારી હોય છે; તેમણે બનવું જ પડે, નહીંતર તેઓ રાજા બનીને વિશાળ સંપત્તિનું નિયંત્રણ રાખી ના શકે. તેઓ એ જ જુએ છે કે ઓછામાં ઓછું આપીને તેમાંથી વધુમાં વધુ કઈ રીતે મેળવી શકાય.

રાજાએ આહુતિઓ આપવાની કોશિશ શરૂ કરી. પહેલાં ગાયો આપી કે જેણે આખી જીંદગી પોતાનું પુરેપુરું દૂધ આપી દીધું હતું અને મરવાની અણી પર હતી. ગાયોએ તેની જીંદગીમાં જેટલાં વાછરડાં આપી શકે તેટલાં આપી દીધાં હતાં.

રાજા આવી નકામી ચીજોની આહૂતિઓ આપી રહ્યો હતો.

તેનો સાત વરસનો કુંવર નચિકેતા જે બની રહ્યું હતું તેનું અવલોકન કરી રહ્યો હતો.

નચિકેતા આ વાર્તાનો નાયક છે.

તે જાણતો હતો કે તેના પિતા ખોટું કરી રહ્યા છે, પરંતુ પિતાને આ કેમ કહેવું તે એ જાણતો નહોતો. તમે જોજો બાળકો તીક્ષ્ણ બુધ્ધીવાળાં હોય છે. તમે તેને છેતરી શકો નહીં. સમાજે હજુ તેમને ભ્રષ્ટ કર્યા નથી હોતાં. તેની ઘરેડમાં બેસાડ્યાં નથી હોતાં.

નચિકેતા તેના પિતા જે કરી રહ્યા હતા તે સતત જોઈ રહ્યો હતો, અંતે તેણે ઊભા થઈને પિતા પાસે જઈને કહ્યું; “પિતાજી તમારી પાસે જે સૌથી મૂલ્યવાન વસ્તુ હોય તેની આહુતિ આપી દેવી જોઈએ. તમારે માટે હું જ સૌથી મૂલ્યવાન છું. તમે મને કોને આહુતિમાં આપવાના છો?”

રાજા સમજી ગયો કે હું જે કરી રહ્યો છું તે બદલ મારો પુત્ર મને મહેણું મારી રહ્યો છે; પરંતુ તેનો અહમ્ તેને આપી દેવા માટે રજા આપતો નહોતો.

તેણે તેની નકામી વસ્તુઓ આહુતિમાં આપવાનું ચાલુ રાખ્યું.

છોકરાએ ફરી વખત એજ પ્રશ્ન પૂછયો અને રાજા ચૂપ રહ્યો.

ત્રીજી વખત છોકરાએ રાજાને હલાવીને પૂછ્યું કે તમે મને કોને આહુતિમાં આપવાના છો? રાજા ખુબ જ ગુસ્સે થઈ ગયો અને ઉતાવળમાં બકી માર્યું; “હું તને યમરાજને આપી દઈશ. તું યમ પાસે જા.”

કોઈ સામાન્ય છોકરો હોત તો, તેણે કહ્યું હોત; “હું શા માટે જાઉં? તમે પૂરી જીંદગી જીવી લીધી છે તમે જાવ!”

પરંતુ નચિકેતા ખૂબ જ લાગણીશીલ અને વચનપાલક છોકરો હતો.

વચન પાલન અને પ્રામાણિકતા તેના પર ભૂતની જેમ સવાર હતી.

તેના પિતાના શબ્દોનું માન રાખવા માટે, તેણે જઈને યમરાજને મળવાનો નિશ્ચય કર્યો.

યાદ રાખો : નચિકેતા પૃથ્વી પરનો પહેલો અને છેલ્લો વ્યક્તિ હતો જે જઈને યમને મળ્યો હતો. સામાન્ય રીતે યમ લોકોને મળવા આવે છે. પહેલી જ વખત નચિકેતા યમને મળવા જાય છે.

તે યમના દરબારમાં પહોંચ્યો, પરંતુ યમ ત્યાં નહોતા!

તે બહાર ગયા હતા.

નચિકેતાએ ત્રણ દિવસ સુધી રાહ જોઈ.

અહીં એક વાત સમજી લો : આ વાર્તામાં મુખ્ય બિંદુ પર એક મહાન સત્ય સ્થાપિત થયું છે. અહીં આપણે જ્યારે મૃત્યુની શોધમાં જઈએ છીએ, અથવા આપણાંમાં મૃત્યુની સામે ઊભા રહેવાની હિંમત હોય છે ત્યારે જ આપણે જાણીએ છીએ કે મૃત્યુ ત્યાં નથી હોતું.

ત્રણ દિવસ પછી યમ પાછા આવ્યા.

તેમના નોકરો એ તેમને કહ્યું કે એક છોકરો તમારી ત્રણ દિવસથી રાહ જુએ છે.

યમ નચિકેતાને જોવા દોડી ગયા.

તેને આવકારવા તે હાજર નહોતા તે બદલ માફી માંગી.

આગળ તેમણે કહ્યું; “તારે ત્રણ દિવસ રાહ જોવી પડી છે, માટે હું તને ત્રણ વરદાન આપું છું તને જે જોઈએ તે ત્રણ વરદાન માંગી લે. હું તને આપીશ.

નચિકેતા માટે મૃત્યુ ભગવાન બની ગયું. જેણે ત્રણ વરદાન માગવાનું કહ્યું ! તેણે ત્રણ વરદાન માંગ્યા.

પહેલું વરદાન હતું; “મારા પિતાના બધાં જ પાપો ધોઈ નાંખવામાં આવે.”

યમે કહ્યું; “તથાસ્તુ.”

તેણે બીજું વરદાન માંગ્યું; “હું તમને મળીને પાછો જાઉં ત્યારે મારા પિતા મારો સ્વીકાર કરે.”

યમે આ વરદાન પણ આપ્યું.

ત્રીજું વરદાન માંગ્યું. “મને કહો મૃત્યુ પછી શું બને છે ? કોઈ કહે છે, માણસ મૃત્યુ પછી જીવે છે. કોઈ કહે છે. મૃત્યુ પછી માણસ જીવતો નથી. સત્ય શું છે ?”

નચિકેતાનો પ્રશ્ન સાંભળીને યમ આઘાત પામી ગયા.

તેમણે તેને કહ્યું; “મહેરબાની કરીને મને આ પ્રશ્ન ન પૂછ. તું મને મૃત્યુનું અંતિમ રહસ્ય પૂછી રહ્યો છે જે હું તને આપી નહીં શકું. જો હું તને તે આપી દઈશ, તો તું એન્લાઈટેન્ડ થઈ જઈશ. તને જોઈએ તો હું તને અમાપ સંપત્તિનો સ્વામી બનાવી દઉં. પરંતુ આ પ્રશ્ન ન પૂછ.”

પરંતુ નચિકેતા દૃઢ રહ્યો.

તેણે કહ્યું; “જો હું આ બધી સંપત્તિ તમારી પાસેથી લઈશ તો પણ હું સો વરસથી હજાર વરસ સુધી તેનો ફક્ત ટ્રસ્ટી બની રહીશ. બસ આટલું જ. મારે તમારા દરબારમાં એક જ વખત આવવાનું છે, સમય પુરો થઈ ગયો છે ! મારા માટે તેનો કશો જ ઉપયોગ નથી. માટે તેના બદલામાં મને મહેરબાની કરીને મૃત્યુનું રહસ્ય આપો.

યમરાજાએ છોકરાની પુખ્તતા અને સત્ય જાણવા માટેની વચન બધ્ધતા જોઈ.

તેણે છોકરાને મૃત્યુનો પ્રત્યક્ષ જાગ્રત અનુભવ આપવાનું નક્કી કર્યું.

યમ, છોકરાને જે અનુભવમાં લઈ ગયા, તે અનુભવ છોકરા માટે આત્માનો અનુભવ બની ગયો અને નચિકેતા ખીલીને એન્લાઈટેન્ડ થઈ ગયો.

‘ઉપનિષદ’ની આ અતિ સુંદર વાર્તા છે. આ વાર્તા હકીકત છે કે નહીં તેનું વિશ્લેષણ ના કરતાં. તેનો ઈતિહાસ અને તારીખો શોધવાનું ચાલુ ના કરતાં. તે સત્ય નું ઉદ્ઘાટન કરે છે. આટલું પુરતું છે. તે સત્ય સુધી પહોંચવાની સીડી છે, તેને પકડીને લટકી રહીને સત્ય ચૂકી જવાને બદલે, તેનો ઉપયોગ કરીને સત્ય સુધી પહોંચી જાવ.

મૃત્યુ મહાન ગુરુ છે, તે પોતે જ એન્લાઈટેન્મેન્ટ આપે છે. સામાન્ય રીતે આપણી જીંદગીમાં મૃત્યુ જ એવી બાબત

છે જે બરાબર યોગ્ય સમયે આવે છે ! આપણે વધારાની એક સેકંડ માટે પણ તેને રોકી શકતાં નથી. અને આપણી જીંદગીમાં મૃત્યુ આપણી પાસેથી બધું જ લઈ લે છે. આપણા સંબંધીઓ, આપણી સંપત્તિ બધું જ. પરંતુ નચિકેતા માટે, મૃત્યુ તેને બધું જ આપે છે અને એન્લાટેનમેન્ટ પણ ! આવો પક્ષપાત શા માટે ? આપણી અને નચિકેતા વચ્ચે શો ફરક છે ?

ફક્ત, એક જ કારણ છે. આપણે બધાં મૃત્યુથી દૂર ભાગીએ છીએ, જ્યારે નચિકેતા તેનો સામનો કરે છે.

આ અદ્ભૂત વાર્તામાંથી ચાર બાબતો સમજવાની જરૂર છે. પહેલી બાબત: આપણે જ્યારે મૃત્યુને શોધવા જઈએ છીએ, તેની સામે ઊભા રહીએ છીએ, ત્યારે તે ત્યાં હોતું નથી. બીજી બાબત : મૃત્યુ ત્યાં હોય તો પણ, આપણે તેને જેટલું ભયાનક માનીએ છીએ એટલું એ નથી. તે પ્રેમાળ અને કંઈક આપનારું છે. ત્રીજી બાબત : મૃત્યુ સૌથી મહાન ગુરુ છે. ચોથી બાબત : મૃત્યુ એ બાબત છે જે આપણને અંતિમ ભેટ આપે છે. એન્લાઈટેનમેન્ટ !

ગમે તેમ હોય, પણ મોટા ભાગના લોકોની જીંદગી ‘સ્વાધિષ્ઠાન ચક્ર’થી ઉપર આગળ જતી નથી. જીંદગી ક્યારેય મૃત્યુના ભયથી ઉપર જતી નથી. આપણે ‘મુલાધાર’ અને ‘સ્વાધિષ્ઠાન’ ચક્રની વચ્ચે જ જીવીએ છીએ અને મરી જઈએ છીએ – ઈચ્છાઓ અને ભયની વચ્ચે. આપણે જીવનનો બીજો કોઈ રસ્તો જાણતાં નથી; અથવા આપણાંમા જીંદગીના બીજા કોઈ રસ્તે જવાની હિંમત નથી.

પહેલાંના સમયમાં લોકો જે રીતે સલામતીની ભાવના વગર જીવતાં હતાં. આજે આપણે પણ એમ જ જીવીએ છીએ. એ લોકો જો રણ મેદાનમાં હારી જતાં હતાં, તો બસ લાંબી અણીદાર વસ્તુથી પોતાનું ‘સ્વાધિષ્ઠાન ચક્ર’ વીંધી નાંખતા હતાં. આ ઉચ્ચ પ્રકારની વ્યવહારુ રીત હતી. જેનાથી ‘સ્વાધિષ્ઠાન ચક્ર’માં રહેલી જીવન શક્તિ મુક્ત થઈ જતી હતી, પરિણામે ક્ષણ માત્રમાં પીડા રહિત મૃત્યુ થઈ જતું હતું. આ પધ્ધતિ જાપાનમાં હારા-કીરીના નામથી ઓળખાતી હતી.

આપણે બધાં જ સતત મૃત્યુના ભયમાં જીવીએ છીએ, આપણે તેમાંથી ગમે તે કિંમતે છટકી જવા માંગીએ છીએ, મૃત્યુ ને આપણે મહાન દુશ્મન તરીકે જોઈએ છીએ.

સોક્રેટિસ વિષેની એક નાની વાર્તા :

સોક્રેટિસને હેમલોક નામની ઝેરી વનસ્પતિનો રસ પીવાની ફરજ પાડીને મારી નંખાયો હતો. તેણે ઝેર પીધું તે પહેલાં જ તેના એક શિષ્યે તેને પુછ્યું; “ગુરુજી તમને મોતનો ડર નથી લાગતો ? તમે એકદમ શાંત દેખાવ છો ?”

સોક્રેટિસે જવાબ આપ્યો; “મને ડર શા માટે લાગવો જોઈએ ? હું જાણું છું કે મૃત્યુથી ફક્ત બે જ બાબતો બની શકે છે. કાં તો હું કોઈ બીજા સ્વરૂપે અથવા બીજા નામથી અસ્તિત્વમાં હોઈશ અથવા તો મૃત્યુ પછી મારું અસ્તિત્વ સમાપ્ત થઈ જશે.પહેલા કેસમાં ચિંતા કરવા જેવું કશું જ નથી. પછીના કેસમાં હું જ નહીં હોઉં તો ચિંતા કોણ કરશે? માટે એકપણ રીતે ડરવાનું કોઈ કારણ નથી.”

સોક્રેટીસ મૃત્યુથી તદ્દન નિર્ભય હતો, કારણ કે તેની પાસે મૃત્યુ અને તેના પરિણામોની સ્પષ્ટ સમજણ હતી. મૃત્યુને હંમેશા સાતત્યને તોડનારું માનવામાં આવે છે એટલે જ લોકો તેને જોઈને દુઃખી થાય છે. મૃત્યુની પાયાની સમજણમાં જ ખામી છે.

મૃત્યુ ક્યારેય સાતત્યને તોડતું નથી. તે બીજા સ્વરૂપ સાથે સાતત્યમાં લઈ જાય છે અથવા બસ, મુક્તિ છે. આટલું જ. માણસ જ્યારે આ વાત સમજી જાય છે ત્યારે તેને લાગે છે કે, આ વાત પર દુઃખી થવું કેટલું મુર્ખતા ભર્યું છે. માણસ પોતાના ભૌતિક સ્વરૂપ સાથે ગાઢ રીતે જોડાયેલો હોય છે. માટે જ તેને વધારે દુઃખ લાગે છે. શરીર તો ફક્ત આત્માનું વાહન છે. આ બાબતને સ્પષ્ટતાથી સમજી લેવાની જરૂર છે.

અને આમ આ પૃથ્વી પર માણસ માટે જો કોઈ એક વાત ચોક્કસ હોય તો તે મૃત્યુ છે, હકીકતમાં તે જયારે આવે છે. અણધાર્યુ જ આવે છે. માણસ વિષે આ સૌથી વધારે આકસ્મિક ઘટના છે.

એક નાની વાર્તા :

એક મહિલા તેનો ૧૦૦મો જન્મ દિવસ ઉજવી રહી હતી.

આ પ્રસંગ તેનું આખું કુટુંબ ભેગું થયું હતું.

તેઓ કુટુંબીઓ અને મિત્રો તરફથી મળેલી ભેટો ખોલીને જોઈ રહ્યાં હતાં. અને અભિનંદનના કાર્ડ વાંચી રહ્યાં હતાં.

તેમણે મહિલાને તેની એક ૯૪ વરસની બહેનપણીનું કાર્ડ બતાવ્યું.

મહિલાએ તીણે સાદે ચીસ પાડી; "અરે ભગવાન આ હજુ પણ જીવે છે !"

આપણે દરેકના મૃત્યુ માટે વાત કરીએ છીએ, સિવાય કે આપણું પોતાનું ! આપણે બધાં આ મહિલા જેવાં છીએ આપણાં પોતાના મૃત્યુ સિવાય આપણે જીંદગીમાં બધું જ સ્વીકારવા તૈયાર હોઈએ છીએ. વકતાએ છે કે જીવનમાં મૃત્યુ સિવાય દરેક બાબત અચોક્કસ હોય છે. ફક્ત મૃત્યુ જ એક એવી બાબત છે જે ચોક્કસ છે. પરંતુ આપણે બધાં જ એક વાક્ય કાયમ બોલતાં હોઈએ છીએ કે વહેલાં કે મોડા મરવાનું જ છે ને !

ભગવાન રમણ મહર્ષિએ સભાન અવસ્થામાં મૃત્યુના અનુભવમાંથી પસાર થઈને એન્લાઈટેનમેન્ટ પ્રાપ્ત કર્યું હતું.

જ્યારે રમણ યુવાન હતા, ત્યારે એક દિવસ મદુરાઈમાં તેમના કાકાને ત્યાં તેઓ પથારીમાં સૂતા હતા.

એકાએક તમને એવી લગાણી થઈ કે તે મરી રહ્યા છે ! તેમણે અનુભવ્યું કે મૃત્યુ તેમની ઉપર આવી રહ્યું છે.

તેમની પાસે બે પસંદગી હતી. કાં તો લાગણીનો પ્રતિકાર કરવો અથવા તેને સ્વીકારીને તેમાંથી પસાર થવું.

સામાન્ય રીતે લોકો મૃત્યુનો પ્રતિકાર કરે છે. તેથી તેઓ કોમામાં જતા રહ્યા અને અભાન સ્થિતિમાં જ દેહ છોડી દીધો.

આપણાંના ૯૯% શરીરની અંદર અભાન સ્થિતિમાં જ રહીએ છીએ !

આપણે જન્મની ક્ષણથી જ જાણીએ છીએ કે, જીવનની પરાકાષ્ઠા મૃત્યુ છે, છતાં આપણે ક્યારેય તૈયાર હોતાં નથી.

કમ સે કમ એક વખત તમે જો જાગૃત અવસ્થામાં તેમાંથી પસાર થાવ તો, તેનો ડર આપોઆપ જતો રહેશે.

રમણમાં એટલી હિંમત હતી કે તેમણે મૃત્યુના અનુભવમાંથી પસાર થવાનું પસંદ કર્યું. તેમણે તે લાગણીને સહકાર આપ્યો.

તેમણે મૃત્યુ થવા દીધું. તેમણે નક્કી કર્યું કે મૃત્યુ દરમ્યાન શું બને છે તે જોવું છે. તેમણે પોતાના શરીરના એક પછી એક ભાગને મરતાં જોયાં. તેમણે પોતાના શરીરને રાખ બની જતું જોયું.

એકાએક તેમને ખ્યાલ આવ્યો કે મૃત્યુ પછી પણ કંઈક બચી જાય છે; કંઈક એવું કે જેનો નાશ કરી શકાતો નથી. તેમને ચોટ લાગી ગઈ કે તેઓ આ સમયે શુધ્ધ જાગૃતતામાં છે, મન અને શરીરની ઉપર, તેઓ આખી વાતના ફક્ત સાક્ષી જ હતાં ! આ જ્ઞાન પ્રચંડ અને અસાધારણ હતું, અને તે તેમનામાં કાયમ રહ્યું. પછી તેઓ જ્યારે તેમના શરીરમાં પાછા પ્રવેશ્યા ત્યારે તેઓ ભગવાન રમણ મહર્ષિ હતા. એન્લાઈટેન્ડ ગુરુ.

તમે જ્યારે મૃત્યુના ભયને જીતી લો છો. તમે સ્વયં મૃત્યુને જીતી લો છો. કારણ કે મૃત્યુ એક વધારે કલ્પના જ છે! જેવી રીતે આપણી ‘મુલાધાર ચક્ર’માં રહેલી વાસનાઓ આપણને દુનિયાને તે છે અને તેના કરતાં વધારે સુંદર છે તેવી કલ્પનાઓ કરાવે છે, તેવી જ રીતે અહીં મૃત્યુનો ભય આપણને તે જે છે તેનાથી વધારે ભયાનક કલ્પનાઓ કરાવે છે.

આપણે લાલસા અને ભયના ચશ્મા પહેરી રાખ્યા છે. એટલે આપણે વાસ્તવિકતા જોઈ શકતાં નથી. તમે જ્યારે મનોવૈજ્ઞાનિક રીતે મૃત્યુનો અનુભવ કરો છો, ત્યારે તમારા ‘સ્વાધિષ્ઠાન ચક્ર’ માં મૃત્યુના ભયથી બંધ થઈ ગયેલી શક્તિને મુક્ત કરો છો. જ્યારે ‘સ્વાધિષ્ઠાન’ ખુલી જાય છે. ત્યારે પૂરી જીંદગીની ગુણવત્તા બદલી જાય છે.

મૃત્યુ પછી તમારું બીજા સ્વરૂપે સાતત્ય ટકી રહે છે, એવું સ્વીકારવાની તમારી ક્ષમતાને કારણે તમારા જીવનમાં આનંદમાં પરિવર્તન થવાની ક્ષમતા આવી જાય છે. તમારું આખું શરીર રીલેક્સ થઈ જાય છે; તમારી જાગૃતતા વિસ્તરે છે; તમારા જીવનની ક્ષમતા વિસ્તરે છે. તમે તેને સ્વીકારો અથવા ના સ્વીકારો, તમારા અર્ધજાગૃત મનમાં મૃત્યુનો ભય લટકતો જ રહે છે. મૃત્યુ અને તેના ભયને સમજી લેવાથી, તમારું જીવન સમૃદ્ધ બની જાય છે. અને જીવન માટે આજ મહત્વની બાબત છે.

પરંતુ આ બધું તમને હું અત્યારે કહીશ તો તે તમારા માનવામાં નહીં આવે તમે વિચારશો કે હું વ્યવહારું વાતો કરી રહ્યો છું.

એક નાની વાર્તા :

એક માણસ આંધળો જ જન્મયો હતો પરંતુ ડોક્ટરે તેને સાજો કરી દેવાની ખાત્રી આપી હતી.

ડોક્ટરે તેને ખાત્રી આપી; “આ ઓપરેશન પછી તમે જોઈ શકશો ! તમારે હવે વધારે સમય લાકડીનો ઉપયોગ નહીં કરવો પડે !”

આ સાંભળીને આંધળો માણસ ડરવા લાગ્યો.

તેણે કહ્યું; “ડોક્ટર, હું સમજી ગયો કે હું જોઈ શકીશ. પરંતુ મારી લાકડી વગર હું ચાલી શકું તે કેવી રીતે બની શકે ?”

લાકડી આંધળા માણસનો એવો અતુટ હિસ્સો બની ગઈ હતી કે, એક વખત તેને દૃષ્ટિ મળી જાય પછી હકીકતમાં તેને લાકડીની જરૂર જ પડવાની નથી. એ વાત તેના ધ્યાનમાં જ નહોતી આવતી. તમે તેને કઈ રીતે સમજાવી શકો કે તમે દેખતાં થઈ જાવ પછી તમને લાકડીની જરૂર નથી પડતી ? તે હજુ પણ ડરતો હતો. તો પછી તમે એટલું જ કરી શકો કે તેનું ઓપરેશન કરી નાંખો અને તેને જાતે જ અનુભવ કરવા દો કે લાકડીની જરૂર નથી. તે પોતે જ લાકડી ફેંકી દેશે !

આવી જ રીતે, જો હું તમને કહીશ : બધા ભય મોતના અંતિમ ભય સાથે વણાયેલા છે. તમારો આત્મા તો અમર છે. ફક્ત તમારું શરીર જ નાશ પામે છે અને આવું બીજું બધું. તમે હજું પણ મૂળભૂત ભયને, વિટળાયેલા ભયને પકડી રાખશો, કારણ કે તમને મૃત્યુનો અનુભવ નથી !

જ્યાં સુધી તમે મૃત્યુનો જાગ્રતતાથી અનુભવ નહીં કરો, ત્યાં સુધી ભય તમને છોડશે નહીં, પરંતુ તમે એક બાબત કરી શકો છો. વારંવાર આ શબ્દો સાંભળો; તેના વિષે દ્રઢ માન્યતાનો વિકાસ કરો; તમારા નાના મોટા દરેક ભય મૃત્યુ સાથે કઈ રીતે સંકળાયેલા છે તે જોવાનો પ્રયત્ન કરો; તમારી રોજિંદી જીંદગીના ભય વિશે સ્પષ્ટતા લાવો; બધા જ ભય એકબીજા સાથે કેવી રીતે સંકળાયેલાં છે તે જુઓ; તમારા ભય પ્રત્યે જાગૃતતા લાવો; પછી તેમાં તમે ઊંડા ઉતરી શકશો અને સત્યની નજીક પહોંચી શકશો.

આપણે આપણા બધા જ ભયને પાંચ મુખ્ય પ્રકારોમાં વહેંચી શકીએ : પહેલો પ્રકાર : આપણી સંપત્તિ, સગવડો, નામ અને કિર્તી અને બીજી બહારની ભૌતિક બાબતો ગુમાવી દેવાનો ભય. બીજો પ્રકાર : આપણું સ્વાસ્થ્ય બગડવાનો, કોઈ એક્સીડેન્ટ અથવા રોગથી શરીરનો કોઈભાગ ગુમાવી દેવાનો, આપણા શારીરિક સ્વાસ્થ્ય ને લાગતો ભય. ત્રીજો પ્રકાર : આપણી માનસિક સ્થિતરતા, માનસિક સ્વસ્થ્યતા ગુમાવી દેવાનો ભય. ચોથો પ્રકાર : આપણે જેને ચાહતાં હોઈએ તેમને ગુમાવી દેવાનો, તેમનો પ્રેમ ગુમાવી દેવાનો ભય. પાંચમો પ્રકાર : અજાણ્યા ભય - જેવાં કે ભગવાનનો ભય, ભૂતનો ભય અને મૃત્યુનો ભય.

જો તમે હકીકતમાં પાંચેય પ્રકારના ભયનું ઊંડાણ પૂર્વક વિશ્લેષણ કરો તો બધાં જ ભય ફક્ત મૃત્યુના ભય છે. બધાં પોતાને અલગ અલગ રસ્તે પ્રગટ કરે છે. બસ આટલું જ.

લોકોને મૃત્યુનો ભય લાગવાનું મુખ્ય કારણ એ હોય છે કે, તેઓ તેમની જીંદગીને પૂર્ણતાથી જીવ્યા નથી હોતાં. તેઓ ડરે છે કે જે જીવનમાં પૂરેપૂરું જીવ્યા નથી, તેને છોડી દેવું પડશે. તેમને આવું લાગે છે, કારણ કે તેઓ પોતાની આખી જીંદગી ભૂતકાળની યાદોમાં અને ભવિષ્યની ઉત્તેજનાઓમાં, બીજાઓ માટે જીવ્યા હોય છે. ક્યારેય વર્તમાનકાળમાં જીવ્યા હોતા નથી.

આપણી ક્રિયાઓ એકબીજાના અહંમ્ને ખેંચવા માટે અને ધક્કો મારવા માટેની હોય છે, એકબીજાની ઈચ્છાઓ અને લાગણીઓને પૂરી કરવાની હોય છે. તમે જો તમારી જીંદગીનું ગહનતાથી વિશ્લેષણ કરશો તો તમે સમજી શકશો કે હું શું કહેવાનો પ્રયત્ન કરું છું. તમારા માતા-પિતા જ્યાંથી હટી જાય છે ત્યાંથી તમે તમારી જીંદગી શરૂ કરો છો, તમે સરળતાથી ઈચ્છાઓ, દોષભાવનાઓ, ભય વગેરેને માથા પર ઓઢી લો છો. આ બધું તમારી જૂની પેઢીએ તમને આપ્યું હોય છે અને તમે જતી વખત તમારા પછીની પેઢીને આપતાં જાવ છો. બસ આટલું જ. તમે ક્યારેય પૂર્ણતાથી જીવ્યા નથી.

મારી દ્રષ્ટિએ પૂર્ણતાથી જીવવું એટલે વધારે સ્પષ્ટતાથી જીવવાનો પ્રયત્ન કરવો. બસ આટલું જ. બીજા લોકોને ખ્યાલ આવવા દેવો કે તેઓ તમારા પર શું લાદી રહ્યા છે. આવી સ્પષ્ટતા આવવાથી તમારી ઈચ્છાઓ શું છે તે તમે સાફ રીતે સમજી શકશો. અને બીજાઓ તેમની ઈચ્છાઓ તમારા ઉપર લાદી દે છે તેને સમજી શકશો, ઉપરાંત તમે બીજાઓ પાસેથી ઉછીની લીધેલી ઈચ્છાઓ કઈ કઈ છે, તે જાણી શકશો.

ઈચ્છાઓનો પહેલો ભાગ કોઈ વ્યક્તિ અથવા મિલ્કતને નુકસાન પહોંચાડ્યા વગર જ પૂરો કરવાની જરૂર છે. અને બીજા બે ભાગને સ્પષ્ટતાની મદદ છોડી દેવાની જરૂર છે.

જો તમે આ રસ્તે જીવશો તો તમારે બીજા લોકોની વધારે પડતી ઈચ્છાઓ પૂરી કરવી નહીં પડે અને તમે બીજાની જીંદગી વધારે જીવતાં નહીં હો. તમે તમારી પોતાની જીંદગી જ જીવતાં હશો, અને પૂર્ણતાનો અનુભવ કરશો, અને જ્યારે મૃત્યુ આવશે ત્યારે મરવા માટે પૂરેપૂરા તૈયાર હશો. તમને કોઈ છુપાયેલા ભયની મુંઝવણો અથવા મૃત્યુનો ભય નહીં હોય. હું તમને સ્વાર્થી બની જવાનું નથી કહેતો, હું ફક્ત તમને આખી બાબતમાં સ્પષ્ટતા લાવવાનું કહું છું.

એક નાની વાર્તા :

એક વખતે એક રાજાએ એક ઝેન સાધુને મારી નાંખવાનો હુકમ કર્યો. તેને બીજે દિવસે મારી નાંખવાનો હતો.

સાધુ ગંભીર અને શાંત જ રહ્યો.

સાધુના શિષ્યો સાધુની શાંતિથી નવાઈ પામી ગયા અને તેમાંના એકે પૂછ્યું; “તમને ખ્યાલ છે તમે ફક્ત ચોવીક કલાક જ જીવવાના છો ? તમને ડર નથી લાગતો ?”

સાધુએ શાંતિથી જવાબ આપ્યો; “હું જીવ્યો છું, તેથી મને મરવાની બીક નથી લાગતી.”

તેનો કહેવાનો મતલબ છે; “હું જીંદગીની ક્ષણે ક્ષણને પૂરેપૂરી જીવ્યો છું. મારા માટે એક એક ક્ષણ ઘણી બધી બની ગઈ હતી ! મારે ડરવું શું કામ જોઈએ ?”

તમે જો ગહનતાથી જોશો તો તમને ખ્યાલ આવશે કે, આપણામાંના મોટાભાગનાં મરવાથી ડરતાં નથી, પરંતુ આપણે આપણી જીંદગી પૂરેપૂરી જીવ્યા નથી તે વાતથી ડરીએ છીએ. આપણે એ વાતથી ડરીએ છીએ કે આપણે કહેવાતું જ જીવ્યા છીએ. આપણને આખી બાબત પ્રત્યે સમજાવી ના શકાય તેવા ખેદનો અનુભવ થાય છે. આપણને એવું લાગે છે કે આપણે જેવું જીવવું જોઈએ તેવું જીવન આપણે જીવ્યા નથી; આપણને પરિપૂર્ણતાની લાગણી થતી નથી. અને અહીંથી જ મૃત્યુના ભયની શરૂઆત થાય છે.

બીજાઓ માટે સતત સમાધાનો કરીને આપણી જીંદગી જીવવી તે આપણો સ્વભાવ નથી ; સમાજે તૈયાર કરેલા બીબાંમાં ઢળી જવાનો આપણો સ્વભાવ નથી. અને આ બધી બાબતોને લીધે આપણને જીંદગી અધૂરી લાગે છે ! જીવનનો ભય, મૃત્યુનાં ભયનું પ્રતિબિંબ થઈને સામે આવે છે.

તમે જેટલાં શક્ય હોય તેટલાં તમારાપણાંની ગહનતાથી જીવો. તમારામાં પૂરા સંતોષથી જીવો. તમારો મૃત્યુનો ભય જતો રહેશે.

અને એક વધારે વાત : તમે જ્યારે કોઈપણ લાગણીઓના ઓથાર વગર, તમારી લાગણીઓની પૂરી સ્પષ્ટતા અને પૂર્ણતાથી, સમગ્રપણે જીવો છો ત્યારે તમને તમારું કુટુંબ કે સગાસંબંધીઓને ગુમાવી દેવાનો ભય પણ લાગતો નથી.

તમે સમજો : તમને બીજી વ્યક્તિને ગુમવી દેવાનો ભય એટલા માટે લાગે છે કે તમને એવું લાગે છે કે તમે જીવનમાં સંબંધોને પૂરો ન્યાય નથી આપી શક્યા; તમે તેમાં પૂર્ણ પણે રહી નથી શક્યા; તમે તેને જતું કરવા તૈયાર નથી. શારીરિક રીતે છૂટા પડવું તે ભયનું ફક્ત એક જ પાસું છે; ખરૂં કારણ સંબંધોમાં અપૂર્ણતા હોય છે.

સંબંધોમાં ‘ન્યાય’ આપી શકવો શબ્દ એટલા માટે આવે છે કે, તમને હંમેશા એવું શીખવવામાં આવ્યું છે કે ફક્ત બીજાઓને માટે જીવો, તેમની જરૂરિયાતો અને ઈચ્છાઓ પૂરી કરો. આ બધી બાબતોને લીધે જ તમને સંબંધોનો ન્યાય તોળવાની જરૂરિયાત લાગે છે. જો તમે આ બાબતો ન કરો તો તમે દોષ અને ભયના વર્તુળમાં ફસાઈ જાવ છો. જો તમે બસ સમગ્રતાથી જીવો, સમાજની આખી રમત ને પૂરી સ્પષ્ટતાથી સમજીને જીવો, તો તમે ક્યારેય આવી બળજબરીમાં નહીં જકડાવ.

સંબંધોમાંથી પ્રેમ ગુમાવ્યા વગર પણ તમે ભરપૂર રીતે જીવી શકો છો. આપણે ‘અનાહત ચક્ર’ની વાત કરી ત્યારે આ બાબતની ચર્ચા કરી છે. સંબંધોને ન્યાય ન આપી શક્યાની દોષ ભાવનાને લીધે આપણને ભૌતિક રીતે વિખુટા પડી જવાનો ડર લાગે છે. જો તમે સંબંધોમાં લેણ-દેણની વાત લાવ્યા વગર, શુધ્ધ પ્રેમની શક્તિથી, પૂરી સમગ્રતાથી જીવો તો ત્યાં દોષ ભાવના કે ડર માટે જગ્યા જ નથી હોતી. જો માણસ મૃત્યુ પામશે તો પણ તમારો પ્રેમ સતત તેના માટે વધ્યા કરશે, ક્યારેય જુદા પડવાના ભય વગર. બસ આટલું જ.

તમે જ્યારે કોઈ વ્યક્તિ સાથે જીવતા હો ત્યારે, પૂરી સ્પષ્ટતા અને જાગૃતતા સાથે જીવવનો પ્રયત્ન કરો. મોટેભાગે અસલામતીની ભાવના અને એકબીજાને ગુમાવી દેવાનો સતત લટકતા ભયને કારણે સંબંધોને ખૂબ જ સહન કરવું પડે છે. તમે જો ગહનતાથી સંબંધોમાં રહેલાં ભયનું વિશ્લેષણ કરશો તો તમને સમજાઈ જશે કે આપણા સંબંધો વ્યવહારીક પ્રકારના સંબંધો છે, માટે જ ત્યાં ભય છે.

પતિ પત્નિનાં સંબંધોમાં એવો ભય રહે છે કે બેમાંથી એક બહાર બીજે જશે તો, માતા અને પુત્ર વચ્ચે એવો ભય હોય છે કે પુત્ર તેની પત્ની પ્રત્યે વધારે ધ્યાન આપવા માંડશે તો, પિતા અને પુત્ર વચ્ચે એવો ભય હોય છે કે પુત્ર મારા સંસ્કારોનો વારસો નહીં જાળવે તો, અથવા મારા કુટુંબની આબરૂ નહીં સાચવે તો.

આવી રીતે દરેક સંબંધોમાં મુળભૂત અપેક્ષાઓ હોય છે, તેને સંતોષીને જેનું રક્ષણ કરવાનું હોય છે. અને આ જ બાબત ભય પેદા કરે છે. હું તમને કહું છું : તમે કોઈપણ સંબંધને પૂરેપૂરો સંતોષ ક્યારેય આપી શકો નહીં. કોઈએ પોતાના આખા કુટુંબને ખુશ રાખવાનો પ્રયત્ન કર્યો હોય છે તો તે કમરથી પૂરેપૂરો તૂટી ગયો હોય છે.

જે સંબંધો શુધ્ધ પ્રેમના પાયા પર બંધાયેલાં હોય, કોઈપણ છાપ હેતુ વગર હોય, તો આ પ્રેમ આપણે જે ‘અનાહત ચક્ર’ વખતે ચર્ચા કરી હતી તેવો હોય છે, જેમાં ક્યાંય ભયનું તત્ત્વ હોતું જ નથી.

તમે જાણતાં નથી કે ભયમાંથી પ્રેમમાં જવાથી કેવી અદ્ભુત મુક્તિનો અનુભવ થાય છે. ભય હંમેશા બંધનમાં રાખે છે. પ્રેમ હંમેશા મુક્તિ આપે છે. પરંતુ જો સમાજ તમારામાં ભય પેદા નહીં કરે તો તમે તેનું સાંભળશો નહીં અને તેથી તે બધા જ પ્રયાસો કરીને કોઈપણ અર્થોમાં તમારામાં ભય પેદા કરે છે. જેવાં કે અસલામતી, નિયમો, નિયંત્રણો, પૂજાભક્તિ અને બીજું શું શું નહીં.

સમાજ તમને સંત બનાવી દેવા માંગે છે. એવો સંત કે જે હંમેશા દરેક બાબતો અને અસ્તિત્વથી ડર્યા કરે. હું અહીં તમને સંત બનાવવા માટે નથી. હું તમને આનંદપૂર્ણ બનાવવા માટે છું. તમે જ્યારે દિવ્ય આનંદમાં હો છો, ત્યારે, તમે જીવનથી ભરપૂર, જીવંત અને જાગ્રત હો છો.

ભય, ગમે તે રીતે આપણાં સંબંધોમાં ઈર્ષાનું સ્વરૂપ પકડી લે છે. આપણી દરેક ક્રિયાઓ અને લાગણીઓમાં ભય છૂપાયેલી સંવેદના છે. ઈર્ષા, ગુસ્સો, લાલસા આ બધી જ લાગણીઓનાં મૂળ ભયમાં રહેલાં છે. પરંતુ આપણે આ બાબતમાં જાગ્રત હોતાં નથી. આપણે નથી જાણતાં કે આ બધાનું મૂળ કારણ ભય છે. આ જ સમસ્યા છે. માટે જ આપણી જીવન શૈલીને લાગેવળગે છે ત્યાં સુધી આપણે અંધારામાં જ રહેવાનું ચાલુ રાખીએ છીએ. માટે જ આપણાં સંબંધો ત્રાસમાં ફેરવાઈ જાય છે.

સમજી લો : ભય અને પ્રેમ ક્યારેય સાથે રહી શકે નહીં. જો સંબંધોમાં શુધ્ધ પ્રેમ હોય, તો ત્યાં ક્યારેય ભય હોઈ શકે નહીં. જો ત્યાં ભય હોય,તો ત્યાં ક્યારેય શુધ્ધ પ્રેમ હોઈ શકે જ નહીં. સ્પષ્ટતાથી સમજી લો. જ્યાં સંબંધોમાં અમુક સ્થાપિત હિતો હોય છે; જ્યાં કોઈક હેતુ હોય છે, કંઈક વસ્તુલક્ષીતા, કંઈક સલામતીની અપેક્ષાઓ અથવા લાલસા અથવા કંઈક વળતર મેળવવાની ઇચ્છાઓ હોય છે. ત્યાં જ ભય હોય છે.

એક નાની વાર્તા :

એક નાની છોકરીએ, એક દિવસ તેના પિતાને પૂછ્યું; “પપ્પા, બાંયધરી વાળું (Guaranteed) શબ્દનો અર્થ શું થાય?”

પિતાએ જવાબ આપ્યો; “અમુક વસ્તુ સરસ રીતે બનાવેલી છે જે લાંબો સમય સુધી ચાલશે”. તે રાત્રે સૂવા જતી વખતે છોકરીએ કહ્યું; “ગુડ નાઈટ ગેરન્ટીડ પપ્પા !”

આપણે બધાં જ આપણા જીવનમાં સતત સલામતી શોધતાં હોઈએ છીએ. પરંતુ આપણે એમ કહીએ છીએ કે આપણે સ્વતંત્રતા શોધીએ છીએ. જો આપણે સ્વતંત્રતા શોધતાં હોઈએ તો આપણે શા માટે સલામતી શોધીએ છીએ? ભય શા માટે હોય છે ? જ્યાં સુધી તમારામાં ભય હોય છે ત્યાં સુધી તમે સલામતની શોધ કરો છો. ત્યાં સુધી તમારે સ્વતંત્રતા જોઈએ, એમ કહીને તમે તમારી જાતને છેતરો છો.

ગુરુ જ એક એવી વ્યક્તિ છે જે તમને અસલામતીમાંથી ઉપર ઉઠાવી શકે. એ એક જ એવી વ્યક્તિ છે જે તમને સંપૂર્ણ સ્વતંત્રતા આપે છે. માટે જ તમને તેની સાથે અસલામતી લાગે છે; તમે ડરો છો. સ્વતંત્રતા ડર પેદા કરે છે.

તમને બીજા સંબંધોમાં અંતિમ અસલામતી નહીં લાગે કારણ કે ત્યાં હંમેશ કંઈ લાલસાની ખેંચતાણ હોય છે, ભય અને ગુસ્સો તમને તમારા જાણીતા સંબંધોની ઘરેડમાં ગોઠવાયેલાં રાખે છે. પરંતુ ગુરુ સાથે તમે સંપૂર્ણ મુક્ત હો છો. તેથી તમે ડરો છો.

એક નાની વાર્તા :

એક માણસ વીસ વરસથી જેલમાં હતો.

જેલમાંથી છૂટવાના દિવસે તે ખૂબજ ચિંતા અને તણાવમાં હતો.

જેલમાંથી તેના મિત્રે તેને પૂછ્યું; “તને શું થયું છે ? તું કેમ આટલો ચિંતિત દેખાય છે ?

માણસે જવાબ આપ્યો; “મને ડર લાગે છે. હું જ્યારે જેલની બહાર જઈશ ત્યારે શું કરીશ ?”

જેલે આ માણસ માટે એવી સલામતીની ઘરેડ પેદા કરી હતી કે, તેને ખબર નહોતી પડતી કે જેલની બહાર જઈને શું કરી શકાય ? સલામતિ અને ઘરેડોમાં પકડાઈ જવાનું આ જોખમ છે.

તમે જે સલામતીની શોધમાં છો, તેવી સલામતી ગુરુ તમને ક્યારેય નહીં આપે. તમે જેવી ઘરેડોની શોધમાં છો તેવી ઘરેડો પણ તે નહીં આપે. તમે જે સલામતીની શોધમાં છો, તે જ્યારે નહીં મળે ત્યારે તમે તમારી જાતમાં કેન્દ્રીત થઈને વિકસવા લાગશો; તમે નિર્ભયતાથી વિકાસ પામશો. કારણ કે તમારે કશું ગુમાવવાનું નથી હોતું અને તમને જ્યારે ખબર પડે છે કે તમારે કશું જ ગુમાવવાનું નથી. ત્યારે ત્યાં ભય રહેતો નથી.

તમારે કશું જ ગુમાવવાનું નથી તે બતાવવા માટે ગુરુ તમને અંતિમ અસલામતીમાં ફેંકે છે. તમારા તરફની ગહન કરુણા માટે, તમારા વિકાસ માટેની ઊંડી લાગણી માટે, તે તમને સલામતી આપતા નથી. તમને જ્યારે ભૌતિક સલામતી મળતી નથી, ત્યારે જ તમે ભગવાનને શોધો છો; તમે અસ્તિત્વને ઓળખો છો.

તમારા બધાંજ ભયનું કારણ એ છે કે, તમે સ્પષ્ટતાથી જાણતાં નથી કે તમારે કશું જ ગુમાવવાનું નથી. મૃત્યુ સાથેની એક જ નજીકની અથડામણ તમને બતાવે છે કે તમારે કશું જ ગુમાવાનું નથી અને તમારા બધાં જ ભય પાયાવિહોણાં છે. ગુરુ તમને આ સમજણ એમની પોતાની રીતે આપે છે. બસ.

માટે ગુરુથી છૂટીને ભાગી જવાની કોશિશ ન કરો. તે, તમે હકીકતમાં જે છો તે બતાવવા માટે જ અહીં છે. તમારો મુળભૂત સ્વભાવ જ અભય છે. વરસોથી તમે ભય સાથે લઈને ફરો છો. ગુરુ તમારા ઉપર વરસોથી સ્થાપતિ થયેલાં પડોને તોડવાનો પ્રયત્ન કરે છે. બસ આટલું જ. જો તમે શ્રધ્ધા અને પ્રેમથી તેમને તમારી ઉપર કામ કરવા દો તો તમે તમારી આંખો સામે જ તમારું પરિવર્તન થયેલું જોઈ શકો છો. હું તમને મારા એક ઓળખીતા ‘સ્વામી’ વિષેની નાની વાર્તા કહું છું.

આ ‘સ્વામી’ને પોતાના રૂમમાં ઘણી બધી ઘડીયાળો રાખવાની ટેવ હતી, અને અને દરેક ઘડીયાળ અલગ અલગ સમય બતાવતી હતી !

મેં તેને એક દિવસ આના વિષે પૂછ્યું.

તેણે જવાબ આપ્યો; “સમય મારો ગુરુ નથી. હું ગુરુ છું ! મારે જે સમય પસંદ કરવો હોય છે તેને તે સમય પ્રમાણેની ઘડીયાળમાંથી હું પસંદ કરી લઉં છું.”

આ ‘સ્વામી’એ પોતાનું ભવિષ્ય લખ્યું હતું કે પોતે પોતાના શરીરનો ત્યાગ અમુક ચોક્કસ સમયે અને દિવસે કરવાના છે.

તેમના મૃત્યુના આગલા દિવસે તેણે તેમના બધાં શિષ્યોને પોતાની આજુબાજુ ભેગા થઈને વેદની ઋચાઓની સ્તુતિઓ ગાવાનું કહ્યું.

તેમાં એક ગાવાવાળાને પોતાની સંગીતની શક્તિ વિષે ઘમંડ હતો. તે આવા પ્રસંગે ક્યારેય ગાતો નહીં. રિવાજ પ્રમાણે ‘સ્વામી’ એ કાગળ ઉપર કશુંક લખ્યું અને ચિઠ્ઠી તેની પાસે મોકલાવી.

શિષ્ય મનમાં રાજી થયો અને વિચાર્યું કે આમાં કોઈ ચોક્કસ ગીત માટેની ફરમાઈશ હશે.

તેણે ચિઠ્ઠી ખોલી અને સ્વામીએ લખેલું વાચ્યું; “મારા મૃત્યુ પછી મહેરબારી કરીને તમે ગાતા નહીં.”

પોતાની મરણ પથારી પર પણ તે મજાકના મુડમાં હતાં !

મોડી રાતે તેમણે તેમના શિષ્યોને આશ્રમમાં રહેતાં અનાથોની કાળજી લેવાની સૂચનાઓ આપી. તેમણે કહ્યું; “ખાસ કરીને તમે બધાં મારી અંતિમ ક્રિયાની તૈયારીમાં રોકાયેલાં હશો. પેલા અનાથ બાળકોના ભોજનની વ્યવસ્થા કરવાનું ભૂલતાં નહીં !”

છેલ્લી મિનિટ સુધી તેઓ જેમને પાછળ છોડીને જઈ રહ્યા હતાં તે લોકોનો તેમને ખ્યાલ હતો. બીજે દિવસે સવારે તેમણે જે ચોક્કસ સમય કહ્યો હતો એ જ સમયે તેમણે બધા સામે બન્ને હાથ જોડીને બધાને નમસ્કાર કર્યા અને હાથ ઢળી પડ્યા. બસ નાટકની જેમ જ!

મૃત્યુનો સામનો કરવાની કેવી સુંદર, શાંત અને હિંમત ભરી રીત ! આપણું અથવા આપણાં કુટુંબીનું મૃત્યુ થાય ત્યારે મૃત્યુને આ રીતે જોવું એ જ સાચો રસ્તો છે. તમે જ્યારે આ સમજી જશો, તમારો ભયનો આખો ખ્યાલ જ ધીરેથી ઓગળી જશે, કારણ કે મે કહ્યું તેમ દરેક ભયની પાછળ મૃત્યુનો ભય છૂપાયેલો છે.

યસ ... કોઈ પ્રશ્નનો જવાબ જોઈએ છે ?

“માસ્ટરજી, શું સ્ત્રીઓ સાથે ભય સામાન્ય રીતે વધારે જોડાયેલો હોય છે ?”

તમે સમજો : પુરુષ મુખ્યત્વે ‘મુલાધાર ચક્ર’માં પકડાયેલો હોય છે. અને સ્ત્રી મુખ્યત્વે ‘સ્વાદીષ્ઠાના ચક્ર’માં જકડાયેલી હોય છે. માટે પુરુષો વધારે વાસના યુક્ત હોય છે અને સ્ત્રીઓ વધારે ભયયુક્ત હોય છે. હકીકત એ છે કે બન્ને જાણે છે કે બન્ને તે માટે એકબીજાનો પોતાના સ્વાર્થ માટે ફાયદો ઉઠાવે છે!

પુરુષ જાણે છે કે સ્ત્રીની દુઃખતી નસ કઈ છે. તે તેણીની અસલામતી અને ભય સાથે રમીને તેનો ફાયદો ઉઠાવે છે. આવી જ રીતે પુરુષની ચાવી શું છે તે સ્ત્રી જાણે છે ! તેણી પણ એવી જ રીતે પોતાની રમત રમીને પુરુષનો ફાયદો ઉઠાવે છે. દરેક લગ્નોમાં સતત આજ ચાલતું રહે છે.

હકીકતમાં હિન્દુ લગ્નવિધિઓમાં, સ્ત્રી અને પુરુષ, ભગવાનની સાક્ષી એ એવી પ્રતિજ્ઞા કરતાં હતાં કે, તેઓ એકબીજાના ‘કર્મો’ અતૃપ્ત ક્રિયાઓ અને ઇચ્છાઓ સરળ રીતે પૂરાં કરશે, અને તે પણ આ જીવનમાં બીજાં વધારાનાં ‘કર્મો’ ભેગાં કર્યા વગર.

પરંતુ આજે, લોકો એ વિષે જાણતાં જ નથી કે તેમણે આવી પ્રતિજ્ઞા કરી છે. કારણ કે તેઓ લગ્નગ્રંથીથી જોડાંતા નથી; ગોર મહારાજ મંત્રો બોલે છે અને લગ્ન થઈ જાય છે !

તેઓ જે પ્રતિજ્ઞાઓ લેતાં હતાં તે ખરેખર અતિ સુંદર હતી. તમે સમજો. આપણે અગાઉના જન્મોમાં પૂરતાં ‘કર્મો’ ભેગાં કર્યા હોય છે અને આ જીંદગીમાં બીજાં વધારે કરીએ છીએ. આપણા બધાનો આ બધાં કર્મોને ખાલી કરીને આ જન્મમાં જ મુક્તિ મેળવવાનો હેતુ હોવો જોઈએ.

પરંતુ આપણે શું કરીએ છીએ ? આપણે એકબીજાનો ગેરલાભ લઈએ છીએ અને લુચ્ચાઈ અને વેરઝેરની રમતો રમીએ છીએ. આપણે એકબીજાનાં ‘કર્મો’ માં ઉમેરો કરીએ છીએ અને જન્મ મરણના વર્તુળમાં ફસાતાં જઈએ છીએ. એનાથી વધારે ખરાબ વાત તો એ છે કે આનો દોષ આપણે એકબીજાંને આપીએ છીએ. તમે જો લગ્નોનું બહારથી નિરીક્ષણ કરશો તો જણાશે કે દરેક જણ પોતાના ‘કર્મો’ પોતે જ પેદા કરે છે અને અંતે તેના માટે આખી દુનિયાને દોષિત માને છે.

તમે જો ફક્ત બહારથી જ નિરીક્ષણ કરો તો પણ, તમે સમજી શકો છો કે કેવી મૂર્ખતાપૂર્ણ રમત રમાઈ રહી છે. હું લોકોને હંમેશા કહું છું : અભિનેતા અને અભિનેત્રીઓ માટે જીંદગીને રમત તરીકે જોવી સહેલી છે, કારણ કે તેઓ બધો જ સમય પાત્રો પ્રમાણે અભિનય કરતાં હોય છે. તેઓ જીંદગીને એક મહાન નાટક તરીકે ખૂબ જ નજદીકથી જોનારાં છે. બાકીના આપણે બધાં આપણાં પાત્રો સાથે એટલાં બધાં જકડાઈ ગયાં છીએ કે તે આપણા માટે મજબૂત વાસ્તવિકતા બની ગઈ છે.

સ્ત્રીઓ વધારે ભયયુક્ત હોય છે કારણ કે તેમનું મનોવૈજ્ઞાનિક બંધારણ એ રીતે ઘડાયેલું હોય છે. પુરુષ અને સ્ત્રી વચ્ચે ફક્ત શારીરિક ફરક જ નથી, પરંતુ મનોવૈજ્ઞાનિક ફરક પણ છે.

“માસ્ટરજી, નાની બાબતોના ભયમાંથી બહાર કેવી રીતે આવી શકીએ.”

સૌથી પહેલાં એ સમજી લો કે, દરેક ભય, મૃત્યુના અંતિમ ભયમાંથી જ ઉદ્ભવેલા હોય છે. બીજું તમારી અંદરના ભયનો પ્રતિકાર ન કરો. તમારી જાત સાથે સતત પુનરાવર્તન કરતાં રહો કે, મને બીક છે અને હું તેમાંથી પસાર થઈ જઈશ. બસ આટલું જ ! તમને તરત ખ્યાલ આવશે કે ભય ત્યાં વધારે ટકતો નથી. કારણ કે તમે ભયની આરપાર જોઈ લીધું છે. તમને જ્યારે પણ ભય લાગે ત્યારે આવું કરવાનું શરૂ કરી દો.

તમે જ્યારે જાગ્રતતાથી ભય સાથે કામ પાડશો ત્યારે તમે સમજી જશો કે, બનાવ અથવા વિચારને તમે આપેલો

પ્રત્યુત્તર અથવા પ્રતિક્રિયા સિવાય ભય કશું જ નથી. તમે ભયભીત છો કે નહીં તેનો આધાર તમારા પ્રત્યુત્તર અથવા પ્રતિક્રિયા પર હોય છે. અને વધારે જાગૃતતા લાવવાથી તમે ભય વગર જ ભયને પ્રત્યુત્તર આપી શકો છો.

એક વાત યાદ રાખો : કોઈપણ વ્યક્તિ હું નિર્ભય છું, તેવો દાવો કરી શકે નહીં. પરંતુ તે ભય સાથે ભય વગર કામ પાડી શકે. બસ આટલું જ. જો કોઈ વ્યક્તિ પોતાની જાતને હું નિર્ભય છું તેમ જાહેર કરતી હોય તો, ખૂબ જ સ્પષ્ટતાથી સમજી લો કે તેણે ભય વિષે અને માણસની પ્રતિક્રિયા વિષે ગહનતાથી વિશ્લેષણ કર્યું નથી. એવું વિચારવાનું શરૂ નાં કરતાં કે તેઓ ખૂબ જ ઊંચા પ્રકારના માણસો છે અને તમે તેમનાથી નીચા છો.

યસ ...

“માસ્ટરજી મને યાદ છે તમે મારો કરોળીયાનો ભય દૂર કરી દીધો હતો !”

(માસ્ટરજી હસે છે !) યસ ... યસ ... તે મને કહો મા !

(યુવાન છોકરી કહે છે) એક દિવસ જ્યારે આપણે ચર્ચા કરી રહ્યાં હતાં ત્યારે મેં એક કરોળીયો જોયો અને મેં ભયથી કૂદકો માર્યો હતો. તમે આ માટે મારા પર હસ્યા હતા. તમે મને કહ્યું કે તમે કરોળીયા ઉપર ધ્યાન (Meditate) કરો. મેં જ્યારે પણ કરોળીયાને જોયો ત્યારે મેં ચોકસાઈપૂર્વક તે પ્રમાણે કર્યું, મેં તેના તરફ જાગૃતતા અને એકાગ્રતાથી જોયું. ધીમે ધીમે મને નવાઈ લાગવા માંડી કે હું શા માટે કરોળીયાથી ડરીને ભાગી જતી હતી !”

યસ ... તમે બધાં એ આ સાંભળ્યું ? આપણા ભયમાં ફક્ત જાગૃતતા લાવવાની જરૂર છે. પછી તમને નવાઈ લાગશે કે તમારામાં ભય પેદા થવાનું કારણ શું છે !

(બીજી જુવાન છોકરી) “માસ્ટરજી મને યાદ છે કે હિમાલયમાં ગંગા કિનારે જ્યારે અમે બધાં તમારી આજુબાજુ ઊભાં હતાં ત્યારે પાણીનો એક નાનો સાપ આપણે ઉભા હતાં ત્યાં આવી ચડ્યો હતો. હું ચીસ પાડીને ડરીને પાણીમાંથી બહાર ભાગી ગઈ હતી. જ્યારે અનુપમા ને ભૂતકાળમાં એવો સાપ કરડ્યો હતો તો પણ શાંતિથી તેને જોઈ રહી હતી. તે વખતે તમારી હાજરીમાં પણ હું જાગૃતતા ન બતાવી શકી તે બદલ તમે મને ખૂબ જ ધમકાવી નાંખી હતી.”

યસ ! હવે હું જેને જાગૃતતા કહું છું તેની સાથે તું જોડાઈ શકે છે.

આ બધાં જ ભયમાંથી બહાર નીકળી જવા માટે, તેને મનમાં વાસ્તવની જેમ જ કલ્પનામાં સ્પષ્ટતાથી જુઓ અને તમારી કલ્પના શક્તિની મદદથી તેમાંથી પસાર થાવ. તમે એકલાં બેસીને પણ, તમે આ ભયમાંથી પસાર થઈ રહ્યા છો તેવી કલ્પના કરી શકો છો. તમારી કલ્પનામાં પૂરી જાગૃતતા અને શાંતિથી તેનો પ્રત્યક્ષ સામનો કરો અને તેમાંથી પસાર થઈ જાવ. કલ્પના કરતી વખતે જો તમે સહન કરી લો છો તો તે બરાબર છે. તેને દબાવો નહીં કે સજા ન કરો. જો તમારું શરીર ભયથી ધ્રુજી જાય તો ધ્રુજવા દો. બસ તમારી બુધ્ધિથી તેને સહકાર આપો અને તમારી જાતને તેની સાથે વહેવા દો. તમે જ્યારે કોઈપણ બાબતને સંપૂર્ણ પણે જીવી લો છો ત્યારે તમારા પર તેની અસર રહેતી નથી. તમારા બધા જ ભય, માત્ર તમારા ભયના જ ભય છે. બસ આટલું જ !

એક નાની વાર્તા :

એક દિવસ એક શિષ્ય નદીના પ્રવાહમાં ફસાઈ ગયો. તે ડૂબીને મરી જવાની બીકથી અતિશય અકળાઈ ગયો હતો. તેણે પોતાને પાણીમાં તણાઈને ડૂબી જતાં બચાવવા માટે પોતાના ગુરુને બૂમ પાડી. ગુરુએ કહ્યું, “ઊભો થઈ જા !” શિષ્યે ચીસ પાડીને કહ્યું; “હું કેવી રીતે ઊભો થઈ શકું ? હું પાણીના પ્રવાહમાં ડૂબીને મરી રહ્યો છું.” ગુરુએ કહ્યું; “મેં તને નથી શીખવ્યું કે પોતાની જાતે જ પોતાને મદદ કરવી ? હવે ઊભો થઈ જા !” શિષ્યે કહ્યું; “ગુરુજી, તમે મને મારા મૃત્યુની ક્ષણે ઉપદેશ આપી રહ્યા છો. તમે મને બચાવી કેમ લેતાં નથી?” ગુરુએ દૃઢતાથી કહ્યું; “મેં કહ્યુંને ઊભા થઈ જા.” ગુરુની જીદથી શિષ્ય ખુબ જ ગુસ્સે થઈ ગયો. તે ફટાકથી ઊભો થઈ ગયો. પાણી તેના ગોઠણ સુધી જ પહોંચતું હતું.

હું તમને કહું છું : તમારા બધાં જ ભય તમે ભયથી ડરો છો એ સિવાય કશું જ નથી. જો તમે ભયને ખંખેરી નાંખો અને તમારી બુદ્ધિને સપાટી પર આવવા દો, તો તમે જોશો કે તમારા ભય ફક્ત જે તે બાબતોના પડછાયા જ છે. તેનું કોઈ અસ્તિત્વ જ નથી.

તમે જો મૃત્યુના ભયનું ગહનતાતી નિરીક્ષણ કરશો તો, તમને જાણવા મળશે કે લોકો મોતથી એટલા માટે ડરે છે કે, તેઓને એવું લાગે છે કે તેઓ અત્યારે જ્યાં છે ત્યાંથી હજુ વધારે ઊંચે હોવા જોઈએ. તેમને લાગે છે કે જીવનમાં હકીકતમાં તેમને જ્યાં સુધી પહોંચવું જોઈએ ત્યાં સુધી તેઓ પહોંચ્યા નથી અને તેથી તેઓ જીંદગીને છોડી દેવા તૈયાર નથી.

અમુક લોકોને એવું લાગે છે કે તેમને બીજાઓની નજર લાગી ગઈ છે, જેથી તેઓ પ્રગતિ કરી શકતાં નથી ! સત્ય એ છે કે : તમે જ તમારી જાત પર યોગ્ય રીતે નજર રાખી નથી. માટે જ તમે જીવનમાં છેલ્લા દિવસોમાં પણ તમારા મૃત્યુને દૂર ધકેલવા માંગો છો.

જો તમે તમારી ઈચ્છાઓનું બરાબર વિશ્લેષણ કરીને સમજી લો; તમારા ભય અને બીજી લાગણીઓને સમજી લો, તો તમે બીજા કોઈનો દોષ નહીં કાઢો.

જે લોકો આ વિંટળાયેલા ભય વગર તેમની જીંદગી જીવે છે, તે લોકો તેમનું મૃત્યુ પણ જીવી શકે છે. મેં તમને પહેલાં કહ્યું તેમ, એવા ઘણા બધાં અમર ગુરુઓની વાતો છે, જેમણે પોતાના શિષ્યને પોતાના મૃત્યુનો ચોક્કસ સમય અને દિવસ અગાઉથી કહેલ હતો અને તેઓ તે જ સમયે અને દિવસે મૃત્યુ પામ્યા હતાં.

તેમના ઘણાં બધાં શિષ્યો, ગુરુનાં જીવતા તેમનો ઉપદેશ નહોતા શીખ્યા તે તેમનાં મૃત્યુમાંથી શીખ્યા હતાં. આપણે જ્યારે એમ કહીએ છીએ કે તેઓ તેમનું મૃત્યુ જીવી ગયા. ત્યારે આપણો કહેવાનો મતલબ હોય છે કે, તેઓ પોતાનું મૃત્યુ વહેલાં જાહેર કરી શકતાં હતાં અને પૂરી જાગ્રતતાથી મૃત્યુ પામી શકતાં હતાં. તેમના કિસ્સામાં તેઓ સાચા અર્થમાં તેમનાં શરીરને છોડતાં હતાં.

આપણે બધાં આપણાં શરીરને ખૂબ જ પીડા સાથે અભાન પણે છોડીએ છીએ. આપણી અપૂર્ણ ઇચ્છાઓ આપણને એક બાજુ ખેંચે છે અને શરીર બીજી બાજુ એમ કહીને ત્રાસ આપે છે કે બસ હવે ઘણું થઈ ગયું. મૃત્યુ વખતની પીડા તેની હોય છે. આપણે જ્યારે જીવતાં હોઈએ છીએ, મન અને શરીર વચ્ચેની પ્રતિકૂળતા આપણને ત્રાસ આપે છે અને મૃત્યુ વખતે પણ જ્યારે આપણે જીવતાં હોઈએ ત્યારે, જો આપણે આપણાં શરીરમાં, આપણી સીમાઓમાં જીવીએ, તો જ આપણે આપણાં શરીરને શાંતિથી છોડી શકીએ. સમસ્યા એ છે કે જ્યારે આપણે જીવતાં હોઈએ છીએ, ત્યારે હંમેશા આપણા શરીરની બહાર જ જીવીએ છીએ, અંદર ક્યારેય નહીં. હું તમને આ સમજાવું છું.

તમારા જીવનમાં ઊંડાણ પૂર્વક નજર કરો. સવારે તમે જ્યારે દાંતને બ્રશ કરો છો ત્યારે તમે શું કરો છો ? તમે કામ પર જવાના જ વિચારો કરતાં હો છો. તમે જ્યારે કામ પર હો છો, ત્યારે ઘરે જવા માટેની બસ પકડવાના વિચારો કરતાં હો છે. તમે જ્યારે ઘરમાં હો છો, ત્યારે તમે બીજા દિવસના કામનાં વિચારો કરતાં હો છો, તમે જ્યારે વેકેશન ગાળતાં હો છો ત્યારે ઓફિસના વિચારો કર્યા કરો છો અને જ્યારે ઓફિસમાં હો છો ત્યારે વેકેશન ગાળવા ક્યાં જવું, તેના વિચારો કર્યા કરો છો.

જ્યાં પણ તમારું શરીર હોય, તમે ખાત્રી પૂર્વક કહી શકો કે તમારું મન ત્યાં નથી ! તમે તમારી જીંદગીની એક ક્ષણ પણ પૂરી ભરપૂરતાથી જીવ્યા નથી. તમે હંમેશા ભૂતકાળમાં અથવા તો ભવિષ્યમાં જીવ્યા છો. આને જ તમે ‘તમારી સીમાઓમાં નથી જીવ્યા’ તેમ કહેવાય છે. આથી જ મૃત્યુ સમયે તમને તમે રોકાયેલાં અને અધુરા હો તેવું લાગે છે અને જવાની ઇચ્છા થતી નથી. માટે જ તમને મૃત્યુનો ભય લાગે છે.

તમે પૂછી શકો છો કે જાગૃતતાથી મરવા વિષે જાણવાની શું જરૂર છે ? હું તમને કહું છું : તમે જ્યારે મૃત્યુ વિષે જાણો છો ત્યારે જ ફક્ત તમે જીંદગીને સમજણ પૂર્વક જીવી શકો છો. નહીંતર તમે યોગ્ય રસ્તે જીંદગીને જીવી શકતાં નથી.

જીવનમાં તમે બધું જ મુલતવી રાખો છો. તમે તમારી મજા મુલતવી રાખો છો, તમે તમારું કામ મુલતવી રાખો છો, તમે બધું જ આવતીકાલ પર મુલતવી રાખો છો. તમારે સમજવું જોઈએ કે દરેક ‘આવતીકાલ’ ‘આજ’ ના રૂપમાં જ આવે છે! જ્યારે તે આજની જેમ આવે છે, તમે ફરીથી કહો છો આવતી કાલે ! આ એ રમત છે જે તમે તમારી જાત સાથે રમો છો.

અંતે જ્યારે મૃત્યુ આવે છે, તમે તૈયાર નથી હોતાં ! તમને એવું લાગે છે કે હજુ ઘણું બધું કરવાનું બાકી છે. તમને એવું લાગે છે કે જીંદગીથી તમે છેતરાયા છો. સત્ય એ છે કે, તમે તમારી જાતને ખોટે માર્ગે દોરી ગયા હો છો. પરંતુ તમે દરેક બાબત માટે જીંદગીને દોષ દો છો. માટે જ જીવવા માટે તમારામાં મૃત્યુની સ્પષ્ટ સમજણ હોવી જરૂરી છે. પછી જ્યારે સમય આવશે ત્યારે તમારામાં કોઈ ભ્રમ નહીં હોય અને તમે મરવા માટે તૈયાર હશો.

મુલતવી રાખવાની આપણી માનસિકતાને કારણે આપણે જીંદગીની ઘણી બાબતો ગુમાવી દઈએ છીએ. લોકો મને પૂછે છે; “માસ્ટરજી, આટલા ઓછા સમય ગાળામાં તમે આટલી બધી બાબતો કઈ રીતે કરી શકો છો ? આખી દુનિયામાં બનતી વિવિધ બાબતોથી તેઓને નવાઈ લાગે છે. હું તેમને કહું છું “આ એકદમ સરળ છે. - હું સંપૂર્ણ પણે વર્તમાનમાં જીવું છું. હું તમારી જેમ મુલતવી રાખતો નથી.”

તમારી બાબતોને છોડી દેવાનો અભિગમ તમને તમે કંઈક ગુમાવો છો તેવો અનુભવ કરાવે છે. તમને ગુમાવો છો એવું લાગે છે, તો પણ તમે મુલતવી રાખવાનું બંધ કરવાનો પ્રયાસ કરતાં નથી.

અમારા મેડિટેશન પ્રોગ્રામમાં, લોકોને માર્ગદર્શીત મેડિટેશનમાંથી પસાર કરીએ છીએ. જેમાં તેમને એ કલ્પના ચિત્રો જોવાનું કહેવામાં આવે છે કે તમે ચોવીસ કલાકમાં મૃત્યુ પામવાનાં છો અને તેથી તેમાં તેમને એમના અધૂરાં રહેલાં બધાં જ કામો પૂરા થઈ ગયેલાં છે તેવાં કલ્પના ચિત્રો જોવાનાં હોય છે. આ સુંદર મેડિટેશન પધ્ધતિ છે. તેમણે તેમની પોતાની અંતિમ ક્રિયાનો પ્રસંગ પણ કલ્પનામાં જોવાનો હોય છે.

આ મેડિટેશન પછી એક યુવાન છોકરીએ પોતાનાં વિચારો જણાવ્યા હતાં.

તેણીએ કહ્યું; “ માસ્ટરજી, મેં દુકાનમાં એક પોસ્ટર જોયું હતું તેમાં લખ્યું હતું, ‘તમે જ્યારે આયોજન કરો ત્યારે ભવિષ્યના આવનારા વર્ષોનો હિસાબ રાખીને આયોજન કરો. તમે જ્યારે તેનો અમલ કરો ત્યારે એવી રીતે કરો કે પછીની મિનિટમાં તમે મૃત્યુ પામવાનાં છો. આ મેડિટેશન કર્યા પછી મને સમજણ પડી કે તે વાક્યનો અર્થ શું હતો.”

મેં કહ્યું; “સુંદર !”

તમે સમજો. તમે જ્યારે આયોજન કરો તો તે ભવિષ્યનું આયોજન હોવું જોઈએ, જેથી ઘણી બધી બાબતો થોડા વરસો સુધી ફરી વખત ગોઠવીને બનાવવી ન પડે. પરંતુ તમે જ્યારે તેના પર કામ કરવાનું ચાલુ કરો ત્યારે તમારા હાથ પર જે કામ હોય તેમાંથી કશું જ બાકી રહી જવું ન જોઈએ. તો જ તમે તમારા મુખ્ય ધ્યેય સુધી સફળતા પૂર્વક જઈ શકો.

તમે જે કામ હાથ પર લીધું હોય તે બિંદુ પર પૂરું કર્યા પછી જો તમે તેજ ક્ષણે મૃત્યુ પામો તો પણ બધી જ બાબતો બરાબર હશે અને તમારા મુખ્ય હેતુનું આયોજન તમે બીજા લોકો માટે છોડી જઈ શકશો અથવા તો તે લોકો તે વખતની પરિસ્થિતિની માંગ પ્રમાણે આગળ વધશે. આવું તો જ બની શકે, જો તમે તમારા મુખ્ય ધ્યેયનાં પેટા ધ્યેયોને પૂરાં કર્યા હોય અને મુલતવી ના રાખ્યાં હોય.

ઘણીવાર, મુલતવી રાખવાથી તમે ગરીબીમાં ધકેલાઈ જાવ છો. ગરીબી તમારી પોતાની પસંદગી છે. તમે જ્યારે તમારા નિર્ણયોને મોકૂફ રાખો છો ત્યારે તમે ગરીબ બનવા માટેના પગલાં ભરો છો. પરંતુ તમે આનાથી અજાણ હો છો. તમને એવું લાગે છે કે તમારા પર ભગવાનની બરાબર મહેરબાની નથી અને તમારાં સ્વપ્ના સાકાર કરવા માટે જીંદગી ઘણી જ ટૂંકી છે. જો તમે યોગ્ય રીતે અને સ્પષ્ટતાથી પૂરેપૂરી શક્તિ વાપરી હોય તો, તમને ક્યારેય આવું નહીં લાગે અને તમે મૃત્યુ પામવા માટે પૂરેપૂરા તૈયાર હશો.

જો તમે દરરોજ અરીસામાં જોઈને તમારી જાતને કહેશો કે આજનો દિવસ તમારી જીંદગીનો આખરી દિવસ છે, તો તમે મુલતવી રાખવાનું બંધ કરી દેશો. તમારે તમારી જાતને આવું આખી જીંદગી કહેવાની જરૂર નથી. માત્ર એક મહિનો જ પુરતો છે. આપોઆપ તમે મુલતવી રાખ્યા વગર જીવવાનું શરૂ કરી દેશો. એટલું જ નહીં, તમારા આબરૂના, તકલીફોના, ગૌરવના અને બીજી અપેક્ષાઓના બધાં જ ભય ઓગળી જશે, કારણ કે તમે જાણતાં હો છો કે તમારે કશું જ ગુમાવવાનું નથી.

જે લોકો મૃત્યુના નજીકના અનુભવમાંથી પસાર થયાં હોય છે. જેવાં કે, જીવલેણ અકસ્માતમાંથી બચી ગયા હોય, કેન્સરમાંથી સાજા થઈ ગયા હોય અથવા આના જેવા બીજાં કશાકમાંથી બચી ગયેલા લોકો વધારે નિર્ભયતાથી જીવે છે. કારણ કે તેઓ જાણી ગયા હોય છે કે કશું જ ગુમાવવાનું નથી ! તેઓ તેમની જીંદગી ખૂબ જ સ્પષ્ટતાથી અને વધારે બુધ્ધિપૂર્વક જીવી શકે છે.

તમારા શિક્ષણમાં તમારે સૌથી પહેલો પાઠ એ શીખવો જોઈએ કે, તમારે યોગ્ય બાબત યોગ્ય સમયે કરીને આગળ વધવું જોઈએ. ગમે તે રીતે પણ આપણે આ પાઠ સૌથી છેલ્લે શીખીએ છીએ ! બધા જ પાઠ ભણાઈ ગયા પછી જ આપણે આ પાઠ શીખીએ છીએ !

મુલતવી રાખવાની બાબત તમે તમારી જાતમાંથી લાવો છો. પરંતુ બાકીના બધાં જ ભય સમાજ તમારા પર સ્થાપિત કરે છે. સમાજ તમને તમારી પોતાની જાતથી ડરાવે છે, બીજાઓથી અને ભગવાનથી ડરાવે છે. સમાજ તમને નૈતિકતા, નામ અને સ્વરૂપો, આબરૂ જેવી સાદી બાબતોથી ડરતાં કરી દે છે.

નૈતિકતાના નામે, સમાજ તમારો આત્મવિશ્વાસ તોડી નાંખે છે. અને તેથી જ જ્યારે નૈતિકતાની વાત આવે ત્યારે તમે ચોક્કસ નથી હોતાં. જ્યારે તમે ભયના કારણે નૈતિકતાનું અનુસરણ કરવાનું શરૂ કરો છો ત્યારે તમને તમારી આંતરિક બુધ્ધિ પાસેથી માર્ગદર્શન મળવાની તક જ રહેતી નથી. જ્યારે લોકો મને સ્ત્રીઓ સાથે મુસાફરી કરતો જુએ છે ત્યારે પૂછે છે; "માસ્ટરજી તમે આધ્યાત્મિક વડા થઈને સ્ત્રીઓ સાથે મુસાફરી કેવી રીતે કરી શકો છો? લોકો તેના વિષે વાતો નહીં કરે ?"

પહેલી વાત તો એ છે કે લોકો ભૂલી જાય છે કે તેઓ એન્લાઈટેન્ડ ગુરુ સાથે વાત કરી રહ્યાં છે. એ લોકો જો આ બાબતથી પૂરા સજાગ હોત તો આવો પ્રશ્ન કરત જ નહીં. ગમે તેમ પણ મારે તેમને તેમની ભાષામાં જવાબ આપવાનો હોય છે. અને તેથી હું તેમને કહું છું; "મને મારી જાતમાં શ્રધ્ધા છે અને સ્ત્રીઓને મારામાં શ્રધ્ધાં છે. તમે શા માટે ચિંતા કરો છો?"

આપણાં જીવનમાં નૈતિકતા, એટલે બુધ્ધિની અછત સિવાય બીજું કશું જ નથી. તમે જ્યારે તમારી પોતાની બુદ્ધિથી કામ કરો છો ત્યારે તમે તે વિશ્વાસથી કરી શકો છો. પરંતુ તમે જ્યારે નિયમો અને ધોરણોમાં રહીને કરો છો ત્યારે તમે તમારી જાત માટે ચોક્કસ હોતાં નથી, કારણ કે તમારે તે તમારી જાતથી શરૂ કરવાનું હોતું નથી ! તમે તમારા જીવનમાં કેન્દ્રીત હોતાં નથી; તમે નિયમોમાં કેન્દ્રીત હો છો.

જો તમે બુધ્ધિપૂર્વક જીવશો તો આ પ્રકારના ભય તમને ક્યારેય પકડશે નહીં. જે લોકો પોતાની બુદ્ધિ વગર નૈતિકતા એ પહોંચે છે તેઓ અંદરથી ખૂબ જ ભયભીત હોય છે. માટે જ તેઓ નૈતિકતા વિષે ઉપદેશ આપ્યા કરે છે. તેઓ પોતાની જાત માટે ચોક્કસ નથી હોતા એટલે ડરે છે અથવા માત્ર ભય સાથેજ નૈતિકતા છે તેમ જાણે છે. નૈતિકતાવાદીઓ તેમની નૈતિકતા અને શિસ્તના ખ્યાલોને લીધે માનસિક રીતે અતિ સંવેદનશીલ બની જાય છે.

એક નાની વાર્તા :

એક નૈતિકતાવાદી હતો જે શેરીઓમાં ચાલતી વખતે ખૂબ જ માપી માપીને ડગલાં ભરતો હતો.

એક દિવસ તે એકાએક ખૂબજ જોરથી દોડવા માંડ્યો.

તે ટોળાંની પાછળ દોડતો હતો.

થોડા સમય દોડ્યા પછી તેને ભાન થયું કે તે તેની રીત ભાતો પ્રત્યે બેદરકાર બન્યો છે.

તેણે પોતાની જાતને કહ્યું; “હું શું કરી રહ્યો છું ! આ રીતે દોડવું તે તો અસભ્યતા છે. એક સારા માણસે ભૂલ કરી હોય તો તેણે તેને દિલગીરી સાથે સુધારી લેવી જોઈએ.”

તેથી તે વરસાદમાં ભીંજાતો ભીંજાતો જ્યાંથી દોડવાનું શરૂ કર્યું હતું ત્યાં પાછો આવ્યો અને ફરીથી માપી માપીને ડગલાં ભરીને ચાલવા લાગ્યો.

નૈતિકતા તમને મંદ અને મૃત બનાવી દે છે !

એક વાત સમજી લો : જ્યારે હું આ કહું છું ત્યારે, હું એમ નથી કહેતો કે આ મુક્ત દુનિયા છે અને તમે તમને મન ફાવે તેમ કરી શકો છો. હું એમ કહું છું કે તમારે તમારી પોતાની બુદ્ધિનો વિકાસ કરવો જોઈએ અને એ રીતે જીવવું જોઈએ કે તમે તે નિયમોને જાણો છો અને અનુભવો છો કે તે યોગ્ય છે. આ સાચી બુદ્ધિ છે.

કોઈપણ યોગ્ય નિયમ આપણી બુદ્ધિથી બરાબર પ્રમાણિત થવો જોઈએ. માટે તમારા ભય છોડી દો. અને તમારી અંદરની બુદ્ધિને, તમારા અંદરના અવાજને, તમારી અંદરના ગુરુને શોધી કાઢો.

એક નાની વાર્તા :

એક સન્યાસી જ્યાં રહેતો હતો ત્યાં રસ્તાની બરાબર સામે એક સ્વરૂપવાન ગણિકા રહેતી હતી.

સન્યાસી બધો જ સમય મેડિટેશન કરવાનો પ્રયત્ન કરતો હતો.

ગણિકા બીજી બાજુ પોતાની રીતે પૈસા કમાવવાનો ધંધો કર્યા કરતી હતી.

તેના ઘરમાંથી ઘણાં પુરુષો આવ-જા કર્યા કરતા હતા.

‘સન્યાસી’ મેડિટેશન કરવા ધ્યાન કેન્દ્રીત કરવાનો પૂરેપૂરો પ્રયત્ન કરતો હતો, પરંતુ તેનું વધારે પડતું ધ્યાન પેલી યુવાન સ્ત્રી પર હતું. અને સ્ત્રી જે અનૈતિક જીવન જીવી રહી હતી તેના માટે મનમાં તેને અભિશાપ આપી રહ્યો હતો.

ગણિકા પોતાની સામેના દરવાજે રહેતાં ‘સન્યાસી’ પ્રત્યે બિલકુલ સભાન નહોતી. તે તો પોતાના ધંધામાં મશગુલ હતી.

પુરુષોને આનંદ આપવાનો તેનો ધંધો હોવા છતાં પણ ગણિકા ભગવાન કૃષ્ણનાં પ્રેમમાં એકરૂપ બની ગઈ હતી અને જે કંઈ સમય મળે તેમાં તે ભગવાનની પ્રાર્થના કરતી અને કૃષ્ણની કલ્પનાઓ સાથે રમ્યા કરતી.

‘સન્યાસી’ અને ગણિકા બન્ને એક જ દિવસે મૃત્યુ પામ્યા અને તેમને યમરાજના દરબારમાં હાજર કરવામાં આવ્યા. યમરાજ કે જે મૃત્યુના ભગવાન છે તેના દરબારમાં.

બન્નેના રેકોર્ડનું વિશ્લેષણ કર્યા પછી, ગણિકાને સ્વર્ગમાં મોકલવામાં આવી અને સન્યાસીને નર્કમાં.

‘સન્યાસી’ એ યમરાજના અન્યાય પ્રત્યે ઘેરા દુઃખની લાગણી વ્યક્ત કરી.

યમે ‘સન્યાસી’ને શાંતિથી સમજાવ્યું; “તારી આખી જીંદગી મેડિટેશનનો દેખાવ કરવામાં ગઈ છે. તારૂં ધ્યાન ગણિકાની વાસનાઓ પર હતું. જ્યારે બીજી બાજુ ગણિકા પોતે જે કંઈ કરતી હતી તે તેને ગમતું નહોતું છતાં પણ તેનું સંપૂર્ણ ધ્યાન ભગવાનની વાસ્તવિકતા પર હતું.”

નૈતિકતાવાદીઓ સપાટી પરનું ભયભીત અને છીછરૂં જીવન જીવે છે. તેઓ સમગ્રતાથી જીવતાં નથી. તેઓને નૈતિકતા ચૂકી જવાનો ડર સતત સતાવતો રહે છે. તેમનો સાચો ઈરાદો નૈતિકતાના બાહ્ય દેખાવની નીચે છૂપાયેલો હોય છે. આ જ સમસ્યા છે કે તમે તમારી આંતરિક બુદ્ધિથી કંઈપણ કરવાને બદલે નૈતિકતાના ધોરણો કરો છો.

તમે જ્યારે તમારી બુદ્ધિ પ્રમાણે કામ કરો છો ત્યારે તમારામાં ચોક્કસ પ્રકારની શુધ્ધતા હોય છે. તમે જ્યારે માત્ર બહારના પરીધ પરથી, નૈતિકતાના નિયમોથી કરો છો ત્યારે તમારામાં સુંદરતા અથવા શુધ્ધતા હોતી નથી.

જે લોકો પોતાની જાત માટે ખાત્રીવાળાં અને નિર્ભય નથી હોતાં. તેઓ નૈતિકતાના ધોરણો બનાવે છે અને તેને અનુસરે છે. જે લોકો બુદ્ધિશાળી છે અને ખેલદિલીપૂર્વક કામ કરે છે અને જેઓ પોતાના ગહન કેન્દ્રમાંથી કામ કરે છે તેઓને કોઈ ભય હોતો નથી. બસ આટલું જ.

નૈતિકતાની જેમ જ આબરૂ પણ ભય ઊભાં કરે છે અને કિર્તી, સામાજીક મોભો, આ બધાંજ ભયને વધારે છે. આ બધાં ભય તમારા અહમ્‌ના ભય સિવાય કશું જ નથી. તમે કઈ પ્રતિષ્ઠા બચાવવાનો પ્રયત્ન કરો છો ? સંપૂર્ણ પરિપૂર્ણતા અને આત્મ ગૌરવ સાથે જીવો બસ. આટલું પુરતું છે. જે લોકો પોતાની આબરૂનું રક્ષણ કરવામાં પડ્યા છે તે લોકો દુનિયાના મહાન દંભી લોકો છે.

આવા લોકો જ સતત ભયમાં પણ જીવે છે. તેમની કહેવાતી પ્રતિષ્ઠા તેમના પર કાબુ જમાવીને બેઠી હોય છે.

એક નાની વાર્તા :

એક દિવસ એક માણસ નદીમાં માછલીઓ પકડી રહ્યો હતો.

તે ઘણાં વખત સુધી બેઠો પરંતુ એક પણ માછલી પકડી શક્યો નહીં.

હાથમાં માછલી પકડવાનો સળીયો પકડી રાખીને તેને ઝોકાં આવવા માંડ્યા.

એકાએક એક મોટી માછલી કાંટામાં ફસાઈ ગઈ અને સળીયાને જોરથી આંચકો લાગ્યો.

માણસ ઊભો થઈ શકે તે પહેલાં જ તે પાણીમાં ગુલાંટ ખાઈ ગયો.

તેનો છોકરો દૂરથી આ બધું જોઈ રહ્યો હતો. તેણે તેના પિતાને પૂછ્યું; “પપ્પા તમે માછલીને પકડો છો કે માછલી તમને પકડી રહી છે ?”

પ્રતિષ્ઠા માટે તમારે ખૂબજ સાવચેત રહેવું પડે છે. જ્યારે પ્રતિષ્ઠા તમારી જીંદગી કરતાં તમારા માટે મોટી બની જાય છે ત્યારે તે તમને ખાવાનું શરૂ કરી દે છે. તે તમને બસ ખાઈ જાય છે. બસ આટલું જ. તમારે તેની શોધમાં વધારે જવું પડતું નથી.

અને તમને પ્રતિષ્ઠા ખોઈ બેસવાનો આટલો બધો ભય શા માટે લાગે છે ? કારણ કે તમારી પ્રતિષ્ઠાથી તમને એવું લાગે છે કે તમે અસામાન્ય છો. તમારી પ્રતિષ્ઠા સમાજમાં તમને મજબૂત ઓળખ આપે છે. લોકો પૈસા અને પ્રતિષ્ઠાની આડમાં બધાં જ અનૈતિક અને વાહિયાત કામો કરીને સલામત બહાર આવી જાય છે. લોકો તેમની પીઠ પાછળ તેમની નિંદા કરે છે અને સામે હોય ત્યારે અભિનંદન આપે છે. કારણ કે તેમની પાસે શક્તિ અને પ્રતિષ્ઠા છે.

આ પ્રકારની પ્રતિષ્ઠાનું તેઓ સાવચેતીથી રક્ષણ કરતાં હોય છે. મને એક વાત કહેવા દો; તમે જો આ પ્રકારના હશો તો અસ્તિત્વ તમને ક્યારેય પસંદ નહીં કરે. ભૌતિક દુનિયામાં કદાચ તમારે જોઈતું હશે તે મેળવી શકશો; તમે કદાચ સફળ થયેલાં દેખાશો, પરંતુ અસ્તિત્વની નજરમાં તમે ગરીબ જ રહી જશો. અસ્તિત્વની પસંદગીના તેના પોતાના જ રસ્તાઓ હોય છે.

સમજી લો, પ્રતિષ્ઠા, નામ, કિર્તી અને શક્તિ આ બધી જ તમારી કલ્પનાઓ છે.

તમે તેમને જીવન આપો છો ; તમે જ તેને પેદા કરો છો અને પછી તેને ગુમાવી દેવાનો ભય વિકસાવો છે.તમારી આસપાસની દરેક વ્યક્તિ અને દરેક વસ્તુ તરફ ગહન પ્રેમનો અનુભવ કરો. જો તમે આ રીતે જીવો છો, તો પ્રતિષ્ઠા આપોઆપ તમારી પાસે આવશે. લોકો તમારા ગુણોને માન આપશે. નહીં કે તમારી સંખ્યાને. અને આ પ્રકારની પ્રતિષ્ઠાને ગુમાવી દેવાનો ભય હોતો જ નથી; તમારે બધો જ સમય તેનું રક્ષણ કરવું પડતું નથી; તમે આવા પ્રકારના ભયથી મુક્ત હો છો.

જાહેરમાં બોલવાના ભય વગેરે પણ આબરૂ જવાના ભયમાંથી જ આવે છે. તમે જ્યારે સભામાં લોકો સામે બોલવાથી ડરો છો ત્યારે એ લોકો તમારા વિશે શું કહેશે તેનો જ ભય હોય છે. તે લોકો કદાચ કંઈ એવું કહેશે જેથી તમારા અહમ્ને સહન કરવું પડશે તેવો ભય તમને લાગે છે. આ પણ આપણા અહમનું રક્ષણ કરવાનું એક છૂપાયેલું સ્વરૂપ છે. ભયને અહમ્ જ પેદા કરે છે. આ વાત સમજી લો.

માટે, લોકો તમારી વાતને મંજુરી આપે નહીં, તો શું થઈ ગયું ? તમે સમગ્રતાની ભાવનાથી વાત કરો, આટલું પુરતું છે. તમારી જાતનો આનંદ ઉઠાવો અને બોલો; બીજા લોકો શું કહેશે તેની ચિંતા ન કરો. જે ક્ષણે તમે, લોકો શું કહેશે તેનાથી ડરો છો,ત્યારે તમે તમારા અહમ્નું રક્ષણ કરો છો.

લોકો મેડિટેશનમાં જતાં ડરે છે તેમાં પણ પોતાના અહમ્ને સહન કરવું પડશે તેવો ભય હોય છે. તમે જ્યારે મેડિટેશનમાં જાવ છો ત્યારે તમારી જાતને ભૂલી જવાનો ડર હંમેશા હોય છે. અસ્તિત્વમાં ઓગળી જવાનો ડર હોય છે. તમારી આસપાસ ઘેરાયેલી અસ્તિત્વની શક્તિમાં ઓગળી જવાનો ભય. તેથી તમે અહમ્ ને પકડી રાખો છો અને મેડિટેશનનો પ્રતિકાર કરો છો. આના બદલે જો હું તમને કંઈક મંત્રો ગણગણવાનું કહીશ તો તમે ખુશીથી તે કરશો. તેમાં તમને ભય નહીં લાગે.

તમારો અહમ્ ઓગળી જવાનો તમને ખૂબ જ ભય લાગે છે. જો તે ઓગળી જાય તો તમે જે બધાં લેબલોથી તમારી જાતને ઓળખાવો છો તે પણ ઓગળી જાય છે. તમારા અહમ્ માટે આ અતિ મુશ્કેલ કામ છે. તમે કશું જ રહેતાં નથી ! તેથી તમે પ્રતિકાર કરો છો અને તમારી જાત માટે કંઈક રહો છો. આ પ્રતિકાર તમારા અહમ્નો સ્પષ્ટ ભય છે. તમે આંતરિક રીતે કોમળ બનવા માટે, છિદ્રાળુ બનવા માટે ખૂબજ આળાં બની ગયા છો.

ભયને કારણે જ લોકો સામાજીક વર્તુળોમાં બહુ જ બોલ બોલ કરે છે. તમે જો લોકોનું નિરીક્ષણ કરશો તો તમને લાગશે કે તેમને પોતાના તરફથી બળજબરીથી કંઈ કરવું પડે છે. તેમને એવું લાગે છે કે તેમને કંઈક કહેવું જોઈએ, નહીંતર લોકો તેમની કશામાંય ગણતરી નહીં કરે. માટે તેઓ કોઈપણ જરૂરીયાત ન હોય તો પણ કંઈક કહ્યા કરે છે. આ બધી જ ભયની છૂપી અભિવ્યક્તિઓ હોય છે જે તમારા માટે સમજવી મુશ્કેલ હોય છે.

યસ ... ?

“માસ્ટરજી, તમે જે અજ્ઞાત ભય વિષે બોલ્યા તેના વિષે ફરીથી આગળ સમજાવી શકો ?”

હાં, હું તેના પર આવુ છું.

તમે સમજો : અજ્ઞાત ભય એટલે, અંધારાનો ભય, ભૂતપ્રેતનો ભય, ભગવાનનો ભય અને અંતે આપણા પોતાના મૃત્યુનો ભય.

હકીકતમાં આપણે આપણાં ભયથી ખૂબ જ ભય પામીએ છીએ ! આ જ સત્ય છે. આપણને આપણાં ભયનો સામનો કરવાનો ડર લાગે છે. અને તેથી તેને વધારે સુદૃઢ થવા દઈએ છીએ અને આપણે તેનાથી વધારેને વધારે ડરવાનું શરૂ કરીએ છીએ.

એક નાની વાર્તા :

એક માણસ રેલ્વેમાં મુસાફરી કરી રહ્યો હતો.

ટીકીટ ચેકર તેની પાસે આવ્યો, ટીકીટ માંગી.

તેણે રઘવાયા થઈને પોતાના પાકિટમાં, પોતાના સામાનમાં, પોતાના પેન્ટના ખીસ્સામાં બધે જ ટીકીટ શોધવા માંડી.

ટીકીટ ચેકર તેનું નિરીક્ષણ કરી રહ્યો હતો. તેણે કહ્યું; “સર તમે તમારા કોટના ખિસ્સામાં શા માટે નથી જોતા?”

માણસે જવાબ આપ્યો; “મહેરબાની કરીને મને અત્યારે ત્યાં જોવાનું ના કહેતાં. મારી એ એક છેલ્લી જ આશા છે કે ટીકીટ તેમાં હશે ?”

આપણે જોવાથી ખૂબ જ ડરીએ છીએ ! હકીકતમાં આપણે આપણાં ભય તરફ જોવાથી ખૂબજ ડરીએ છીએ; આ જ આખી સમસ્યા છે. તેથી આપણે આપણી અનુકૂળતાઓમાં સરી જઈએ છીએ અને તેમાં જ રહેવાનું ચાલુ રાખીએ છીએ.

જોવાથી ક્યારેય ડરો નહીં. તમે જ્યારે જોવાથી ડરો છો ત્યારે તમે વધારે ભય પેદા કરો છો. કારણ કે તે તમારા માટે અજ્ઞાત બની જાય છે. બસ ભયની અંદર જુઓ અને સ્વીકારી લો કે તમે ભયમાં છો. આપોઆપ ભય ઓગળી જશે. જો તમે એક પછી એક ભયનો સામનો જાગૃતતાથી કરવા માંડશો તો, ક્યાંક અંદરથી જ તમારી બુદ્ધિ ભયનું સ્થાન લઈ લેશે અને તમે ભયની લાગણીમાંથી બહાર આવતાં જશો.

ગમે તેમ પણ જ્યારે આપણે અજ્ઞાત ભયની વાત કરતાં હોઈએ છીએ ત્યારે આત્મા અને ભૂતપ્રેતના ભયની વાત સામાન્ય હોય છે. તેમનાથી ભય પામવાની બિલકુલ જરૂર જ નથી. સમજી લો કે ભુત પ્રેત આપણાં કરતાં ઘણાં ઓછા શક્તિશાળી હોય છે. આપણે જ તેમને તે જે છે તેનાં કરતાં વધારે શક્તિ આપીએ છીએ અને આપણાં ભય પર કાબુ જમાવવા દઈએ છીએ. સમસ્યા અહીં થી જ શરૂ થાય છે.

ભૂતપ્રેતના વિષયમાં ઊંડા ન ઉતરો. તેનો કોઈ મતલબ નથી. તમે તમારી જાતમાં બરાબર કેન્દ્રીત અને સ્પષ્ટ હો એટલું પૂરતું છે. આપોઆપ કોઈ બાબત તમને સ્પર્શશે નહીં અને આ વાતોનો ભય પણ નહીં લાગે.

અંધારાનો ભય પણ અજ્ઞાત ભય છે. અંધારાનો ભય મૃત્યુના ભય સિવાય બીજું કશું જ નથી. જરા વિચારોઃ તમારા ઘરના બગીચામાં તમે દિવસે જે રીતે ચાલો છો એજ રીતે રાત્રે ચાલશો ? ના ! તમને ડર લાગે છે ! શા માટે? તમે તમારા બગીચાની સીમાઓ પણ જાણો છો. જાણો છો કે નહીં ? તો પછી તમે શા માટે ડરો છો ? તમે તમારા બગીચાથી ડરતાં નથી, પણ અંધારાથી ડરો છો.

તમને ભય લાગે છે કે અંધારામાં કંઈક બનશે તો. તમે તમારી જીંદગીથી ડરો છો. માટે જ હું કહું છું કે તમારા દરેક ભય, મૃત્યુના અંતિમ ભય સાથે સંકળાયેલાં છે. અંધારાની બાબતમાં, આ દેખીતું જ છે, પરંતુ તમારા બીજા ભયમાં પણ એ જ મૃત્યુનો ભય છૂપાયેલો હોય છે, બસ આટલું જ.

હકીકતમાં અંધારૂં અતિ સુંદર છે. એ તમારી પોતાની માતાના ગર્ભાશય જેવું છે. તમે જ્યારે માતાના ગર્ભમાં હતાં, ત્યારે સંપૂર્ણ અંધકારમાં જ હતાં. પરંતુ બહારની દુનિયામાં આવ્યા પછી તમે તમારો અંધારા સાથેનો સંબંધ ગુમાવી દીધો છે; તમે કંઈક અજ્ઞાત રીતે તેનાથી ભય પામો છો. તાંત્રિકો અસ્તિત્વની તીવ્રતાનો અનુભવ કરવા માટે અંધારામાં મેડિટેશન કરે છે.

અંધારાથી ડરવાની જરૂર જ નથી. જો તમે માત્ર એક વખત ગહન પ્રેમથી અંધારાની અંદર જોશો, એ તમારી માતાનું ગર્ભાશય છે એવી લાગણીથી જોશો, તો પછી તમને તેનો ભય ક્યારેય નહીં લાગે.

બાળક જ્યારે અંધારાથી ગભરાય ત્યારે તેને એવું ક્યારેય ન કહો કે, ‘બહાદૂર’ બન. જો તમે તેને એમ કહેશો તો તે તણાવમાં આવી જશે કારણ કે તે એમ સમજે છે કે, ત્યાં ભય છે જ. તે અંધારા પ્રત્યેનો તેનો ભય છોડશે નહીં. એને થોડું ધ્રુજવા દો. જેથી તે તેના ભયને ખોલી શકે, જ્યારે તે આવું થોડી વખત કરશે ત્યારે તે ધીરે ધીરે અંધારાનો ભય છોડી દેશે.

have હવે ભગવાનના ડર પર આવીએ છીએ, ભગવાન પણ આપણા માટે અજ્ઞાત છે અને તેથી ભગવાનથી ડરીએ છીએ. સમજી લો : આપણે અસ્તિત્વને, બ્રહ્માંડને, વૈશ્વક શક્તિને, જીવન બળ કે જે આખા બ્રહ્માંડના ખૂણે ખૂણે વ્યાપેલું છે તેને આપેલા નામ સિવાય ભગવાન બીજું કશું જ નથી. આ બ્રહ્માંડ, આ બ્રહ્માંડીય શક્તિ ફકત પ્રેમને જ જાણે છે. તમે જો આટલું જ સમજી જાવ તો, આપોઆપ તમારા બધાં જ ભય છૂટી જશે. લોકો ભગવાનથી ખૂબ જ ડરે છે. લોકો મને પૂછે છે; “ લોકો કહે છે કે જો તમે સારાં કામો અથવા ‘પુણ્ય’ કરો અને ખરાબ કામો અથવા ‘પાપ’ ના કરો તો તમે સ્વર્ગમાં જશો, નરકમાં નહીં, આ સાચું છે ?”

સૌથી પહેલા તો એ સમજી લો કે, સ્વર્ગ અને નરક ક્યાંય નકશામાં નથી. તમારી ઉપર ક્યાંય સ્વર્ગ અથવા નરક આવેલાં નથી. આ માત્ર માણસ ઉપર ભય અને લાલસા સ્થાપિત કરવા માટે લાદેલી વાતો છે. બસ આટલું જ. સ્વર્ગ અથવા નર્કનું સ્પષ્ટ અર્થઘટન માણસનું મૃત્યુ, જલદ માનસિક વ્યગ્રતા સાથે થાય છે અથવા શાંતિપૂર્ણ અને જાગ્રતતામાં થાય છે તેના પર જ કરી શકાય છે. બસ આટલું જ.

તમારા જીવનની કોઈપણ ક્ષણ તમે જેને મેડિટેશનમાં ગાળો છો તે સારું કામ છે અથવા ‘પુણ્ય’ છે. જ્યારે હું

મેડિટેશન કહું છું ત્યારે હું આંખો બંધ કરીને બેસી રહેવાનું નથી કહેતો. મારો કહેવાનો અર્થ છે તમે જે ક્ષણોમાં વર્તમાનમાં પૂરી જાગ્રતતા સાથે હો છો; જ્યારે તમારી જાગૃતતા તમારી સાથે હોય છે; જે ક્ષણોમાં તમે તમારી અર્ધજાગૃત અવસ્થામાંથી બહાર વર્તમાનમાં આવો છો; જે ક્ષણોમાં તમે અસ્તિત્વની શક્તિનો તમારી અંદર રણકાર અનુભવો છો; આ ક્ષણોમાં તમે મેડિટેશનમાં હો છો.

કોઈપણ ક્ષણો જે તમે આ સ્થિતિમાં ના પસાર કરી હોય તો તે ‘પાપ’ છે. જાગૃત અવસ્થાની દરેક ક્ષણો તમારા બેંક બેલેન્સ જેવી છે. તમારા મૃત્યુના સમયે આ સ્થિતિ સપાટી પર આવે છે અને તમને મુક્ત કરે છે.

લોકો એવું વિચારે છે કે જો તેઓ મંદીરના દેવદેવીઓને દૂધની લોટી ચડાવશે તો તેમના ‘પુણ્ય’માં તે વધારો કરશે અને તેઓ સ્વર્ગમાં પહોંચી જશે. મને કહેવા દો : ભગવાનને દૂધ ચડાવવાથી કશું જ બનવાનું નથી. જ્યારે તમારી અંદર અસ્તિત્વ તરફ કૃતજ્ઞતા ઉપસી આવે અને તમે તે દેવ-દેવીઓને અસ્તિત્વની પૂજાની ભાવનાથી વ્યક્ત કરવા માટે દૂધ અર્પણ કરો એ બરાબર છે. પરંતુ તેને ‘પૂણ્ય’ વગેરેની સાથે મહેરબાની કરીને ન જોડો.

તમે પવિત્ર આનંદ અને શુધ્ધ કૃતજ્ઞતા સાથે દૂધનું એક ટીપું પણ મૂકશો તો તે લાગણીભર્યું મેડિટેશન છે. જે મૃત્યુના સમયે તમારી પાસે ઉભું રહેશે. ‘પૂણ્ય’ ભેગું કરવાનું ચૂકી જવાશે, એવા ભયથી તમે જો વાસણોના વાસણો ભરીને દૂધ ચડાવશો તો પણ તેનું કશું જ વળતર નહીં મળે. માટે મહેબાની કરીને તમારી જાગૃતતા વધારો અને સભાનતાથી જીવો. દરેક ક્ષણે તમે જે કંઈ કરતાં હો તેને મેડિટેશન બનાવી દો. આટલું પુરતું છે. તમે પાપના ભય વગર જીવી શકો છો.

હું તમને એક બનાવ વર્ણવું છું.

હું ભારતના એક દૂરના ગામડાંમાં શિવ મંદિરે ગયો હતો.

મુખ્ય દેવના પ્રવેશદ્વાર પર એક ટ્યૂબલાઈટ સળગતી હતી.

લાઈટ મુશ્કેલીથી દબાતી હતી કારણ કે તેના પર કાળી શાહીથી લખેલું હતું, ‘વિષ્ણુનાથન બી.એસ.સી.’

હું નવાઈ પામી ગયો કે ભગવાન શિવને વિષ્ણુનાથન કહ્યા હતા. પછી તેની નીચે નાના અક્ષરોમાં લખેલું વાંચ્યું.’ ‘કૈલાસનાથન’ શિવનું સાચું નામ. વિષ્ણુનાથન, જેણે ટ્યૂબ લાઈટ દાનમાં આપી હતી તેનું નામ હતું. આપણે જીવનમાં સારા કર્મો એકઠા કરવાનું ચૂકી જવાશે તેવા ખ્યાલથી ખૂબ જ ભય પામીએ છીએ, તેથી આપણે ભૌતિકવાદી બનીને સારા કર્મોનું બેંક બેલેન્સ વધારવાનું શરૂ કરી દઈએ છીએ. અને આપણે ત્યાં જ અટકી જતાં નથી. આપણે જે કંઈ સારા કર્મો કર્યા હોય છે તેનું ભગવાન પાસે વારંવાર પુનરાવર્તન કરીએ છીએ. જેથી તે ભૂલી ન જાય ! ભગવાનને લગતી બાબતોમાં પણ આપણે અતિશય ભૌતિકવાદી બની ગયાં છીએ.

સમજી લો : ભગવાન સ્વર્ગમાં રિસોર્ટ ચલાવતો નથી, જેથી તમે પૃથ્વી પર કહેવાતાં સારાં કર્મો કરો તો તમે તેમાં પ્રવેશ મેળવી શકો. તમે જ્યારે જીવતાં હો છો ત્યારે વિચાર્યા વગર જ આવી બધી ભૌતિક બાબતો કરવાનો પ્રયત્ન કરો છો. તેની પાછળના સત્યની લાગણીના અનુભવ વગર જ.

આ બધી વસ્તુઓથી તમે કહેવાતા પુણ્યનો મોટો મહેલ બનાવો છો. પછી તમે આશા રાખો છો કે આ મહેલ તમારા મૃત્યુ સમયે તમારી પડખે ઊભા રહેશે.

આ કંઈક આવું છે : તમે તમારા સ્વપ્નમાં એક મકાન બનાવો છો, તેને રંગો છો, શણગારો છો અને તેનો આનંદ ઉઠાવો છો. તમે તમારા સ્વપ્નમાંથી જાગો છો ત્યારે શું બને છે ? તમે જાગો છો પછી તે તમારા કોઈ ઉપયોગમાં આવે છે ખરો? ના ! આવી જ રીતે, તમે આ પુણ્ય ના ખ્યાલમાં તમારી જાતને ડૂબાડી રાખો છો. આપણે બીજું બધું જ ઓછું કરીએ છીએ, સરળ રીતે ભક્તિ કરવાનું પણ. બસ આટલું જ.

મેં લોકોને જોયાં છે : તે લોકો કોઈ ચોક્કસ દેવતાને, ચોક્કસ મંદિરે, ચોક્કસ પ્રસાદ લઈને જવાનું નક્કી કરે છે, અઠવાડિયાના દરેક શનિવારે. જો તે પોતે શનિવારે નહીં જઈ શકે તેમ હોય તો પ્રસાદ લઈને પોતાના ડ્રાઈવરને મોકલશે! સ્પષ્ટતાથી સમજી લો : તમે જ્યારે મૃત્યુ પામતા હશો ત્યારે ભૌતિક બાબતો તમારી સાથે આવવાની નથી. ફક્ત જાગ્રતતાની ક્ષણો, સભાનતા અને મેડિટેશન તમારી સાથે આવશે.

અને એક આ વાત સમજી લો : તમે તમારી જાત વિષે જેટલું જાણો છો તેનાં કરતાં ભગવાન તમારા વિષે વધારે જાણે છે. તમે તેનાથી કશું જ છૂપાવી શકો નહીં; કારણ કે તે બધું જાણે છે. માટે તેનાથી ડરવાનું કે તેને ખુશ કરવાનું કોઈ કારણ નથી. જો ભગવાન તમને સમજતો ના હોય, તો પછી આખી દુનિયામાં ક્યાંય સમજણ નથી.

તમારા માતા પિતા કરતાં પણ ભગવાન તમને વધારે ઓળખે છે. તમને તે આ જન્મથી જ નહીં પરંતુ એ પહેલાંના તમારા બધા જ જન્મો વિષે તે જાણે છે. માટે તેનાથી ડરવા જેવું કશું જ નથી. તેની સામે તમે ખુલ્લી કિતાબ છો. તે ગમે તે પાનું ગમે ત્યારે જોઈ શકે છે !

માટે ભગવાનનો ભય છોડી દો અને તેને અસ્તિત્વની સમગ્રતા રૂપે જુઓ. તેના તરફ મિત્રની રીતે જુઓ. સમાજ તમને ભગવાનથી ડરાવવાનો ગમે તેટલો પ્રયત્ન કરે, તેમને સાંભળો નહીં. ભગવાન સાથે તમારા પોતાના સંબંધો વિકસાવો. મજબૂત ને વિશ્વાસભર્યા. શ્રધ્ધાથી ભરપૂર. માણસની જીંદગીમાં આ એક જ સંબંધની જરૂર છે.

તમે જ્યારે અસ્તિત્વ સાથે અથવા ભગવાન સાથે જોડાવાનું શરૂ કરો છો, ત્યારે તમે તમારી જાત સાથે પહેલાં કરતાં વધારે જોડાતાં જાવ છો. તમારી અંદર ખરેખર શું ચાલી રહ્યું છે તે તમે જાણો છો. તેમાં સ્પષ્ટતા આવે છે. તમારી આંતરિક બુદ્ધિ વિકસે છે. તમારા ભય છૂટી જાય છે. તમે કોઈપણ બાબતથી ભય પામતાં નથી. કારણ કે ભયનું સ્થાન બુદ્ધિએ લીધું છે. તમે વધારે રીલેક્સ અને આનંદ પૂર્ણ બનો છો. તમે મુક્તિનો અનુભવ કરો છો.

અસ્તિત્વ વિષે તમે જ્યારે આ સમજી જાવ છો, ત્યારે ધર્મને નામે ચાલતું એક પણ યુધ્ધ નહીં હોય. જે લોકો પોતાના ધર્મથી ડરે છે. જે લોકો ધર્મ માટે લડે છે. તેઓ પ્રેમાળ અસ્તિત્વની સ્પષ્ટતાને સમજ્યા જ નથી. તેઓ સતત આખી બાબતને જ ચૂકી રહ્યાં છે. તેઓ આંધળા લોકોની જેમ એકબીજા સામે લડી રહ્યાં છે.

અને ખૂબ જ મહત્વનું : મહેરબાની કરીને ભગવાન વિષેના તમારા વિચારો બાળકોને ના આપતાં અને તેમનામાં ભગવાનનો ભય ના પેસાડતાં. તેમને ભગવાનને આલિંગન આપવાનું શીખવજો. તેમને શીખવો કે ભગવાન આપણી આસપાસ વિસ્તરેલું અસ્તિત્વ છે જે આપણને આલિંગન આપી રહ્યું છે. તેમને શીખવો કે ભગવાન શુધ્ધ પ્રેમ સિવાય કશું જ નથી. તેમને ભગવાન અને સમગ્ર અસ્તિત્વ પ્રત્યે પ્રેમાળ અભિગમથી વિકાસ પામવામાં મદદ કરો. આવી રીતે, તેઓ સામાન્ય રીતે જે ભય સાથે ઉછરે છે તેવા ભય સાથે નહીં ઉછરે.

યસ . . .

“માસ્ટરજી, અમને ઘણીવાર આશ્ચર્ય થાય છે - અમારી સાથે જે કંઈ બને છે તે અમારું નસીબ છે કે અમારી પસંદગી છે?”

(સ્વામીજી હસે છે !) વારંવાર ખૂબજ પૂછાતો સામાન્ય પ્રશ્ન !

જુઓ સમજો : તમારી વર્તમાન ક્ષણ તમે ભૂતકાળમાં લીધેલા નિર્ણયોની સમગ્રતા છે. અત્યારે તમે અહીં આ જગ્યામાં છો. એ માટે તમે સવારે વહેલાં ઉઠવાનું નક્કી કરો છો, યોગ્ય રસ્તો લો છો, અહીં આવો છો, બેસો છો અને બેસવાનું ચાલુ રાખો છો. હું બરાબર કહું છું ?

આવી જ રીતે તમારા ભૂતકાળના નિર્ણયો તમારો વર્તમાન છે - તમે જેમ અહીં છો તેમ જ, એવી જ રીતે તમારું ભવિષ્ય પણ તમે અત્યારે જે નિર્ણય લેશો તેનું પરિણામ હશે. હવે આપણે કેવી રીતે વિચારીએ છીએ કે તે નસીબ છે? કારણ કે આપણે અભાન પણે નિર્ણયો લઈએ છીએ અને તેના અમુક પરિણામો આવે તેવી આશા રાખતાં નથી. જ્યારે અપેક્ષા સિવાયનાં અથવા અણગમતાં પરિણામો આવે છે ત્યારે આપણે તેને નસીબ કહીએ છીએ.

આપણે જ્યારે અભાનપણે નિર્ણય લઈએ છીએ ત્યારે આપણે તેની આડ અસર અને પછીની અસરો વિષે જાગૃત હોતાં નથી, ત્યારે આપણે તેને નસીબ કહીએ છીએ. હકીકતમાં જીંદગી તમારી શુધ્ધ પસંદગી જ છે. આપણે જ નિર્ણયો લઈએ છીએ, આપણાં માટે બીજું કોઈ નિર્ણય લેતું નથી.

આખી દુનિયા તેની જ હોવાં છતાં, ભગવાન ખૂબજ કૃપાળુ છે. તે આપણને આપણી પસંદગીઓ કરવાની છૂટ આપે છે! તમે ફક્ત એક જ રીતે સાચા નિર્ણયો લઈ શકો. જે રીત છે: તમારા દરેક શ્વાસને જાગૃતતા સાથે જોડી દો. જેથી તમારી દરેક ક્રિયાઓ, તમારા દરેક નિર્ણયો પૂરી જાગૃતતા સાથે લેવાય અને તમે ક્યારેય અર્ધસભાનતામાં અથવા અભાનતામા નિર્ણયો લેવામાં સરકી ન પડો. બસ આટલું પુરતું છે. પછી તમારે નસીબ અને ભવિષ્યની ચિંતા નહીં કરવી પડે.

અને એક વાત સમજી લો : તમારી મિલકત અને તમારા કહેવાતા ખરાબ નસીબ માટે કોઈ તમારો કબજો જમાવીને બેઠું નથી. ગમે તેમ પણ આપણે એવા ભયમાં સતત જીવીએ છીએ કે લોકો આપણી મિલકત લૂંટી લેશે. આ આપણી મિલકત ગુમાવી દેવાનો ડર છે.

આ ભયને લીધે આપણે આપણી આસપાસ ઘણી બધી દિવાલો ચણી દઈએ છીએ. અને અંતે આપણે આપણી પોતાની જ જેલમાં કેદ થઈ જઈએ છીએ. માટે જ હું કહું છું; “દરવાજા ખોલી નાંખો, તાજગીને અંદર આવવા દો”. જીવન શક્તિ તમારી સંભાળ લેશે તેમાં શ્રધ્ધા રાખો. સ્પષ્ટતાથી સમજી લો : હું એવું નથી કહેતો કે, “તમારા ઘરને તાળાં ન મારો !”

તમારે ભૌતિક સ્તર પર તમારા ઘરને તાળુ મારવું જ જોઈએ. હું માનસિક સ્તરની વાત કરૂં છું, તાળાં માટેનું વળગણ છોડી દો. બસ એટલું જ.

એક દાખલો લો, તમે રેલ્વેમાં મુસાફરી કરી રહ્યા છો. તમારા ડબ્બામાં ગોઠવાઈ જતાંની સાથે જ તમે શું કરો છો? તમારી બાજુના મુસાફર સાથે વાતચીત ચાલુ કરો છો. તમે તેમને પૂછો છો કે તમે ક્યાંથી આવો છો, ક્યાં જવાના છો. તે ક્યા ધર્મનો હશે તે જાણી લેવાનો પ્રયત્ન કરો છો. તમે તેના બેકગ્રાઉન્ડ વિષેના પ્રશ્નો પૂછો છો, વગેરે. શા માટે ? શું તમને ખરેખર તેની વિગતોમાં રસ છે તેથી ? ના ! છતાં તમે પૂછો છો, કારણ કે તમે તેને અજાણ્યા તરીકે જુઓ છો અને જો તમે આ બધી બાબતો જાણી લો, તો અજાણ્યા તરફનો તમારો માનસિક ભય ઓછો થઈ જાય છે, અને તમે આરામથી મુસાફરી કરો છો. બસ આટલું જ.

જો તમે હિન્દુ હો અને તે પણ હિન્દુ હશે તમે રીલેક્સ થઈ જાવ છો. પરંતુ જો તમે હિન્દુ હો અને તમને જાણવા મળે કે તે મુસ્લીમ છે તો તમે અસ્વસ્થ અને ભયભીત બની જાવ છો; તમે તેને શંકાની નજરે જોવાનુ શરૂ કરી દો છો. કદાચ તમે તમારી બેઠક બદલી નાંખવાનું પણ વિચારવા માંડો. તમારો ભય આ રીતે કામે કરે છે. તમે હંમેશા તમારી મિલકત ગુમાવી દેવાના આવા ભયમાં રહો છો.

શારદા દેવી કહે છે; “તમારો લોકોએ તેમનાં સ્વાર્થ માટે ઉપયોગ કર્યો હોય તો પણ તેમનામાં વિશ્વાસ રાખો. તમારા અસ્તિત્વમાં વિશ્વ સમાયેલું છે એવા વિશ્વાસથી તમે પૃથ્વી પરના ભગવાન તરીકે જીવી શકો છો.”

જ્યારે તમારી બુદ્ધિ તીવ્ર બને છે, ત્યારે તમે વૈજ્ઞાનિકની જેમ સમજી શકો છો; જ્યારે લાગણીઓ તીવ્ર બને છે ત્યારે શ્રધ્ધા ખીલે છે; જ્યારે અનુભવ તીવ્ર બને છે ત્યારે એન્લાઈટેન્મેન્ટ ખીલે છે. માટે ભય છોડી દો અને તમારી અંદર, સમજણ અને વિશ્વાસથી જે બને છે તે બનવા દો.

માટે તમારી મિલકત વિષેનો ભય છોડી દો. એક વાત સમજી લો : દરેક બાબત અસ્તિત્વને આધારીત છે. તમે તેના થોડા સમય માટેના કબજેદાર છો. બસ આટલું જ. જો તમે આ ગહન સ્તરે સમજી લો તો મિલકતના ભયને તમે તમારી અંદર પ્રવેશવા નહીં દો.

આપણે અજાણ્યાઓથી મિલકતના ડર વિષે વાત કરી : પરંતુ આબરૂની બાબતમાં ભય કઈ રીતે કામ કરે છે. ધારો કે કોઈકને એવું કંઈક કરવું છે જેને સમાજ મંજુરી નહીં આપે. જેવું કે લગ્ન બાહ્ય સંબંધો અથવા માત્ર હવામાં હાથ પગ ઉછાળવા છે, તો તે શું કરશે ? તે કોઈ એવી અજાણી વ્યક્તિની હાજરીમાં કરશે જે તેને કોઈપણ રીતે સામાજીક રીતે ઓળખતી ના હોય. આ કિસ્સામાં અજાણી વ્યક્તિ ભય માટે મિત્ર બની જાય છે. અહીં વચન બધ્ધતા અને સંલગ્નતા ભયને ઊભો કરે છે અને તેથી તમે ઓછી જાણીતી વ્યક્તિ શોધો છો જેમાં તમે વચનબધ્ધતા અને સંલગ્નતાને ઓછી કરી શકો અથવા અવગણી શકો. જરા જુઓ ભય કેવી રીતે કામ કરે છે ! જરા જુઓ તમે બધો જ સમય ભયના સાણસામાં કેવી રીતે જકડાયેલો હો છો !

યસ ...

“માસ્ટરજી, તમે એમ કહો છો કે જ્યારે અમે ભયમાં હોઈએ ત્યારે અમારે જાગૃતતાથી તેની અંદર જોવું જોઈએ. પરંતુ અમુક વખતે, ભય એટલો અચાનક હોય છે કે તે આવે છે અને જતો રહે છે. એક આંચકાની જેમ. પછી અમારી પાસે તેની અંદર જોવાનો સમય હોતો જ નથી ...”

હાં ... તમે ભયનો હુમલો શું છે તે વિષે વાત કરો છો.

ભયના હુમલા ટૂંકા, ભયની અણી જેવા હોય છે. જે આવે છે અને થોડી સેકંડોમાં જ જતાં રહે છે. દાખલા તરીકે, તમે રોડ પર ચાલી રહ્યા છો. તમે એકાએક દોરડું જુઓ છો અને તમે વિચારો છો કે તે સાપ છે, તમારા શરીરમાંથી ભયનું લખલખું પસાર થઈ જાય છે, અને ભય જતો રહે છે કારણ કે તમને ખ્યાલ આવે છે કે આ તો ફક્ત દોરડું છે. આ ભયનો હુમલો છે.

તમે જુઓ : આ કંઈક આવું છે : આપણાંમાં ભયનો કરંટ હંમેશા હોય છે. એ સમયે એ ટોચ પર પહોંચે છે બસ આટલુ જ. આવા ભયના હુમલા થોડા સમય માટે આવતાં હોવા છતાં અતિશય તીવ્રતાવાળાં હોય છે. આવા ભયના હુમલા રોગપ્રતિકારક શક્તિને નબળી બનાવી દે છે. તે આપણી અંદર રસાયણો સાથે હતાશા પ્રસરાવે છે અને વૃધ્ધત્વની પ્રક્રિયાને ઝડપી બનાવે છે. તે હાર્ટ એટેકનું કારણ બને છે અથવા આપણા વાળ સફેદ બનાવી દે છે.

સરેરાશ, દરેક વ્યક્તિને દિવસ દરમ્યાન જાણતાં કે અજાણતાં આવા ભયના ૬ હુમલા આવે છે. અભાન ભયના હુમલા જેવાં કે, પાછલી રાત્રે ટેલીફોનની ઘંટડી વાગવી, અથવા કાર ચલાવતી વખતે કોઈ અચાનક જ તમારી એકદમ નજીક આવી જાય અથવા જ્યારે તમે હોરર ફિલ્મ જોઈ રહ્યાં હો અને કોઈ તમારા ખભા પર ટપલી મારે; આવી ઘણી બાબતોમાં ભયના હુમલા આવી જાય છે. તમને સ્વપ્નામાં પણ ભયના હુમલા આવી જાય છે, પરંતુ તમે જ્યારે જાગો છો ત્યારે તેને ભૂલી જાવ છો. ભયના હુમલા ગુલાબના છોડનાં મૂળિયા હલાવી નાંખવા જેવા હોય છે. તે આપણી સિસ્ટમ માટે ખૂબ જ જોખમી છે.

તમે જેમ કહ્યું તેમ ભયના હુમલા વખતે તમારી પાસે જાગ્રતતામાં જવાનો સમય જ હોતો નથી; તેમજ કોઈ ભગવાનનું નામ જપવાનો સમય હોતો નથી અને હુમલો આવી જાય છે, કારણ કે તે ફક્ત ભયની તીક્ષ્ણ અણી હોય છે. પરંતુ ભયનો હુમલો પસાર થઈ ગયા પછી, તમે હુમલાનું સારી રીતે વિશ્લેષણ કરી શકો છો અને તમારા ભયની છાપની સમજણ મેળવી શકો છો. તે તમને ભયના આખા વિચારોને ઓગાળવામાં મદદ કરે છે.

આપણા નિયમિત સામાન્ય ભયોની તીવ્રતા અને ગહનતાને ઓછી કરી દેવાથી, ભયના હુમલાની તીવ્રતા ઓછી થઈ જાય છે અને બે હુમલા વચ્ચેનો સમયગાળો વધી જાય છે. ફક્ત આપણાં નિયમિત સામાન્ય ભયમાંથી જ ભયના હુમલા પેદા થાય છે. જો ગહન સમજણ અને સ્પષ્ટતા સાથે નિયમિત સામાન્ય ભયને ઘટાડી શકાય તો, ભયના હુમલા પણ ઘટી જાય છે.

સામાન્ય પણે ભય એવી શક્તિ છે, જે તમને તમારા પોતાના કાબુમાંથી બહાર ધકેલી દે છે.

એક નાની વાર્તા :

એક શિષ્યને ચિંતા થતી હતી કે સુફી ગુરુ તેને ક્યારે દીક્ષા આપશે.

અંતે ગુરુએ તેને કહ્યું કે, હું તને એક શરત પર દીક્ષા આપીશ. તારે બાજુના નગરમાં જવું અને બુરખો પહેરેલી સ્ત્રીને ચુંબન કરવું અને પછી જંગલમાં જઈને તારી લાકડીથી વાઘને ફટકો મારવો.

બીજા શિષ્યોએ એવો બચાવ કર્યો કે આ તો ખૂબ જ સરળ છે.

ગુરુ માત્ર મલકાયા અને તેમને રાહ જોવાનું કહ્યું.

એક અઠવાડિયા પછી તે શિષ્ય પાછો આવ્યો. તે ભયંકર લોહી લુહાણ અને ઘવાયેલી હાલતમાં હતો.

ગુરુએ તેને પૂછ્યું કે શું થયું હતું.

શિષ્ય બોલ્યો; “મને ખબર નથી શા માટે, પરંતુ મેં સ્ત્રીને લાકડી મારી અને વાઘને ચુંબન કર્યું !”

ભય તમને આંધળા કરી નાંખે છે ! તે થોડી ક્ષણો માટે તમારા વિચારો અને બુદ્ધિને દૂર કરી શકે છે. માટે જ તમારે ભયને ગહનતાથી સમજીને તેમાંથી બહાર આવી જવું જોઈએ.

ઘણાં બધા કિસ્સાઓમાં કદાચ તમે સાંભળ્યું હશે : જ્યારે આગ લાગે છે અથવા મોટી દુર્ઘટના બને છે ત્યારે લોકો ભયના માર્યા બધી જ દિશાઓમાં દોડાદોડ કરી મૂકે છે; તેઓ ખોટી દિશામાં દરવાજા ખોલવાનો પ્રયત્ન કરે છે; તેઓ સામાન્ય રીતે જ્યાંથી બહાર નીકળતા હોય છે તેની ઉલટી દિશામાંથી બહાર નીકળવાની કોશિશ કરે છે. આ બધી બાબતો તેમને માટે જીવલેણ બને છે. ભય માણસને આંધળો બનાવી દે છે.

હું તમને ભય પ્રત્યે હંમેશા જાગૃત થવાનું કહું છું, કારણ કે માત્ર જાગૃતતાથી જ તમે તમારી પાયાની શક્તિનું ઊંચી શક્તિમાં પરિવર્તન કરી શકો છો. જેવી રીતે જાગૃતતાથી વાસનાને પ્રેમમાં ફેરવી શકાય છે, તેવી જ રીતે ભયને નિર્ભયતામાં અને બુદ્ધિમાં, શુદ્ધ જાગૃતતાથી જ પરિવર્તન કરી શકાય છે.

દબાવી દીધેલી કોઈપણ બાબત બીજું સ્વરૂપ ધરે છે. તે મૂળીયામાંથી ઉખડી જતી નથી માટે ભયને દબાવી દેવો, તે ભયમાંથી બહાર આવવાનો રસ્તો નથી. જાગ્રતતા જ તેનો રસ્તો છે. હકીકતમાં જો તમે તમારા ભયને દબાવી દો છો, તો તમે તેમાંથી બહાર આવવાની તક ગુમાવી દો છો. જ્યારે તમે ભયને જાગૃતતાથી જોશો અને તેને આવવા દેશો. ત્યારે આવું બનવા દેવાનું મહત્વનું છે કારણ કે તમારા બધાં જ ભય મૃત્યુના ભય સિવાય બીજું કશું જ નથી. તમે જ્યારે તમારા રોજિંદા ભય ઉપર કામ કરો છો ત્યારે તમારો મૃત્યુનો ભય અજાણતાં જ ઓછો થતો જાય છે, અને જ્યારે મૃત્યુનો ભય ઓછો થય છે, ત્યારે તમારા રોજિંદા ભય પણ ઓછા થઈ જાય છે.

યસ ... હવે આપણે સુંદર મેડિટેશન કરીશું જેને ‘નિર્ભય ધ્યાના’ કહે છે, જે સીધું ‘સ્વાધીષ્ઠાન ચક્રા’ પર કામ કરે છે.

અંધકાર મેડિટેશન

(કુલ સમય : ૩૦ મિનિટ)

‘નિર્ભય ધ્યાન’ મેડિટેશનની પધ્ધતિ ‘વેદાંતા’ માંથી લેવામાં આવી છે. આ મેડિટેશન શરીરની બહાર નીકળવાનો અનુભવ કરાવે છે.

શરીરની બહાર નીકળવું એટલે મૃત્યુનો અનુભવ. જ્યારે આને નિયમિત કરવામાં આવે છે, ત્યારે દરેક વખતે વૈશ્વિક

શક્તિ, જે અંધકારની શક્તિ છે અને દરેક જગ્યાએ હાજર હોય છે તે તમારા મન અને શરીરને સતત શક્તિશાળી બનાવે છે. તે ‘સ્વાધીષ્ઠાન ચક્ર’ ને પણ તાકાતવાન બનાવે છે. આ ૩૦ મિનિટનું માર્ગદર્શિત મેડિટેશન છે.

જમીન પર આરામથી બેસી જાવ. જે લોકો નીચે ન બેસી શકતાં હોય, તે ખુરશી પર બેસી શકે છે. મસ્તક, ગરદન અને કરોડરજ્જુ સીધી લાઈનમાં રહેવાં જોઈએ.

(હળવું સંગીત વાગે છે)

તમારી આંખો બંધ કરી દો. ઊંડા શ્વાસ લો, કલ્પના કરો કે તમે ગાઢ જંગલમાં ચાલી રહ્યા છો. તમે અતિશય ગાઢ જંગલમાં ચાલી રહ્યાં છો. તમે એક ઊંડી અંધારી ગુફામાં દાખલ થાવ છો. તમને તમારી આંખોથી કશું જ દેખાતું નથી. તમે અંધારી ગુફામાં બેસી જાવ છો. તમને તમારું પોતાનું શરીર પણ દેખાતું નથી. તમે ત્યાં છો એવી લાગણી સિવાય તમારી બીજી કોઈ જ ઓળખાણ નથી.

તમે જોવાની ઘણી બધી કોશિશ કરો છો, પરંતુ તમે જોઈ શકતાં નથી. અંધકારમાં, તમે માત્ર સ્પર્શથી જાણી શકો છો કે તે તમે ત્યાં છો ... (૧ મિનિટ)

તમે અંધકારમાંથી જન્મ્યા છો જે તમારી માતાના ગર્ભાશયમાં હતું અને એજ પ્રેમાળ, કરુણામય અંધકારમાં તમે ઓગળી જવાનાં છો. (૧ મિનિટ)

તમારી આસપાસના અંધકારનો ઊંડો શ્વાસ લઈને તેને તમારી અંદર ભરી દો. અંધકારને ગહન શ્વાસમાં ભરી દો. જેણે તમારી ઓળખાણ અદૃશ્ય કરી છે.

ધીમેથી, ખૂબ જ ધીમે થી, તમારા શરીરને અંધકાર સાથે એકરૂપ થતું અનુભવો. (૫ મિનિટ)

ધીમેથી, ખૂબ જ ધીમે થી, તમારા શરીરને અંધકાર બની જતું અનુભવો. (૫ મિનિટ)

તમારા આખા શરીરને, અંધકારને શ્વાસમાં, ‘અંદર’ લઈ લો. તમારા દરેક કોશોની સાથે, અંધકારને, શ્વાસને, શ્વાસમાં અંદર લઈ લો. ઊંડાણથી (૧૫ મિનિટ)

તમારી જાતને અનુભવવાનું શરૂ કરો. તમારી બધી જ ઇન્દ્રીમાંથી તમારા શરીરને અનુભવવાનું શરૂ કરો. બેઠેલી સ્થિતિમાંજ તમારા શરીરને ખૂબ જ ધીમેથી થોડું હલાવો. ઉભા થાવ અને ગુફામાંથી બહાર આવો. તમે ગાઢ જંગલમાંથી બહાર આવી રહ્યાં છો.

તમે મેડિટેશન હોલમાં પાછા ફરી ગયા છો ... (૩ મિનિટ)

ઓમ શાંતિ, શાંતિ, શાંતિ હી.

આપણે બીજા સેશન માટે મળીએ ત્યાં સુધી આ શાંતિને તમારી સાથે લઈ જાવ. આભાર.