તમારી ચાર આંતરિક શક્તિઓને બહાર લાવો
This text was machine-transcribed from the printed book and may contain errors. Select the words and choose “Report a mistake”.
તમારી ચાર આંતરિક શક્તિઓ
| ■ તમારી ચાર આંતરિક શક્તિઓને ઓળખો | ૭ |
| ■ જ્યારે તમે આ ચાર આંતરિક શક્તિઓને બહાર લાવો છો ત્યારે શું થાય છે? | ૮ |
| ■ તત્ત્વો - ચાર આંતરિક શક્તિઓની ચાવીઓ | ૯ |
શબ્દોની શક્તિઓને બહાર લાવવી
// સંપૂર્ણતા //
| ■ તમારા શબ્દો તમારું જીવન છે! | ૧૧ |
| ■ સંપૂર્ણતા શું છે? | ૧૨ |
| ■ તમારા અપૂર્ણ શબ્દો ખુમાર (hangover) સર્જે છે. | ૧૩ |
| ■ સંપૂર્ણતા તમારા શબ્દોને શક્તિ આપે છે. | ૧૪ |
| ■ તમારે શબ્દોનો ઉપયોગ સભાનતાથી શા માટે કરવો જોઈએ? | ૧૫ |
| ■ શબ્દોની શક્તિથી તમે વાસ્તવિકતાનું સર્જન કરી શકો છો! | ૧૫ |
| ■ શબ્દોની શક્તિ વિશેની એક નાની વાર્તા.... | ૧૬ |
| ■ શ્રવણ તમારા શબ્દોમાં સંપૂર્ણતા લાવે છે. | ૧૭ |
| ■ જો હું એક શબ્દને આદર ના આપી શકું તો શું થશે? | ૧૯ |
| ■ પૂર્ણત્વ - સંઘર્ષમુક્ત જીવનની પદ્ધતિ | ૨૦ |
| ■ પૂર્ણત્વ માટે બે પદ્ધતિઓ : | ૨૧ |
| અ. સતત પૂર્ણત્વ માટેની પદ્ધતિ | |
| બ. તાત્કાલિક પૂર્ણત્વ માટેની પદ્ધતિ | |
| ■ પૂર્ણત્વ તમારા માટે શું કરે છે? | ૨૪ |
| ■ તમારા શબ્દો માટે ઉપાયનમ્ હોવું | ૨૫ |
| ■ ઘોષણાની શક્તિ | ૨૫ |
વિચારવાની શક્તિને બહાર લાવવી
// શ્રદ્ધા //
| ■ તમારી શ્રેષ્ઠતમ સંભાવના સુધી તમારી વિચારણાને સુમેળમાં લાવો | ૨૬ |
| ■ શ્રદ્ધા શું છે? | ૨૭ |
| ■ તમારી પાસે ચાર ઓળખો છે | ૨૮ |
| ■ મૂળ વિચારના સંસ્કારો - તમારા સંઘર્ષનું મૂળ | ૨૯ |
| ■ વિચારવાની શક્તિને શ્રદ્ધા કેવી રીતે બહાર લાવે છે? | ૩૧ |
| ■ તમે જે કલ્પના કરી શકો છો તે સત્ય છે | ૩૧ |
| ■ તમારા મમકાર અને અહંકારને સુમેળમાં લાવવાનો અભ્યાસ | ૩૨ |
| ■ તમારી વિચારણામાં શ્રદ્ધા લાવો | ૩૫ |
લાગણીની શક્તિને બહાર લાવો
// ઉપાયનમ્ //
| ■ તમે સ્ત્રોત છો | ૩૬ |
| ■ ઉપાયનમ્ શું છે? | ૩૭ |
| ■ Somebody, Nobody, Anybody & Everybody | ૩૭ |
| ■ ત્રણ પ્રકારના લોકો | ૩૮ |
| ■ કારણ વિરુદ્ધ ઉપાયનમ્ | ૩૮ |
| ■ તમારી મહત્તા (bigness) તમને ગભરાવે છે | ૪૦ |
| ■ ઉપાયનમ્ તમને શક્તિશાળી બનાવે છે | ૪૧ |
| ■ લાગણીનું વિજ્ઞાન | ૪૨ |
| ■ લાગણીની શક્તિને બહાર લાવીને, તમે... | ૪૩ |
| ■ તમારી લાગણીની શક્તિને બહાર લાવવાનો અભ્યાસ | ૪૪ |
---|
જીવવાની શક્તિને બહાર લાવો
//આપ્યાયનમ્//
| ∎ જીવવું એ શક્તિ છે | ૪૫ |
| ∎ આપ્યાયનમ્ એ શું છે? | ૪૬ |
| ∎ દરેક વસ્તુ તમારો ભાગ છે | ૪૬ |
| ∎ આપ્યાયનમ્ થી બધી શક્તિઓને જીવન મળે છે | ૪૬ |
| ∎ શા માટે અન્ય લોકોનું આપ્યાયનમ્ થવુ જોઈએ? | ૪૭ |
| ∎ અન્ય લોકોને શક્તિશાળી કરવા | ૪૮ |
| ∎ સમૃદ્ધિ વિષે કેટલાંક સત્યો | ૪૯ |
| ∎ તમારી જાત પર અને અન્ય લોકો પરની શ્રદ્ધા છોડો નહીં | ૫૦ |
| ∎ તમારી જીવન જીવવાની શક્તિને બહાર લાવવાની પદ્ધતિ | ૫૦ |
ચાર શક્તિઓનો અનુભવ કરવો
//પુર્ણત્વ અને સર્જન//
| ∎ બ્રહ્માંડ તમને પૂર્ણ કરવા માટે રાહ જુએ છે | ૫૨ |
| ∎ જ્યારે તમે બ્રહ્માંડની સાથે સુમેળમાં રહો છો, તમે... | ૫૨ |
| ∎ તમારા જીવનમાં ચમત્કાર થવા દો | ૫૩ |
| ∎ પ્રહ્લાદની વાર્તા | ૫૪ |
| ∎ ઇચ્છાને વાસ્તવિકતા બનાવવી | ૫૫ |
| ∎ પૂર્ણત્વમાંથી સર્જન કરવાની પદ્ધતિ | ૫૬ |
| આગળનું સોપાન | ૫૮ |
//આંતરિક જાગૃતિ//
---|


તમારી ચાર
આંતરિક શકિતઓ
જો તમે જાણી લીધું હોય કે તમારા જીવનમાંથી હંમેશને માટે સંઘર્ષ, પીડા અને તણાવ દૂર કરવા માટે નો એક માર્ગ હતો, તો તમે શું કરશો?
સાંભળો: તમે તે કરી શકો છો!
તમારી પસંદગીની વાસ્તવિકતાને સરળતાથી વ્યક્ત કરવા માટે તમારી પાસે ખરેખર શક્તિ છે જ. પોતાની જાતનું રૂપાંતરણ કરવાની આંતરિક શક્તિ તમારી પાસે છે, જે તમારા જીવનમાં બધું જ સ્વાસ્થ્યથી શરૂ કરીને સંપત્તિ, અર્થપૂર્ણ સંબંધો, કાયમી સુખ - લાવીને, તમારા જીવનના દરેક પાસા ને સમૃદ્ધ કરે છે.
તમારા દરેકની અંદર કુંડલિની તરીકે ઓળખાતી એક અસાધારણ શક્તિ છે. કુંડલિની એ બીજું કશું નહીં તમારી પોતાની જ સુષુપ્ત આંતરિક ઊર્જા છે, જેનો તમે કદી ઉપયોગ નથી કર્યો અને જેના વિષે તમે કદી જાણ્યું પણ નહીં હોય!
કુંડલિની તમારા દ્વારા ચાર આંતરિક શક્તિ તરીકે જાણીતા ચાર જુદા જુદા પ્રવાહમાં વ્યક્ત થાય છે.
આ બધી આંતરિક શક્તિઓ તમારા જીવનમાં કુંડલિની શક્તિની જુદી જુદી અભિવ્યક્તિઓ છે.

તત્વો
ચાર શક્તિઓ માટેની ચાવીઓ
‘તત્વ’ તરીકે ઓળખાતા એક આધ્યાત્મિક સિદ્ધાંત દ્વારા ચાર શક્તિઓમાંથી દરેકનો નિર્દેશ થાય છે. તમારામાં સુમેળ થતી શક્તિઓને બહાર લાવવા માટે ‘તત્વ’ એ ચાવીરૂપ છે.
- જ્યારે તમે સંપૂર્ણતિ(Integrity-પ્રામાણિકતા)નો અભ્યાસ કરો છો, તમારામાં શબ્દોની શક્તિ ઉપસ્થિત થશે.
- જ્યારે તમે શ્રદ્ધા(Authenticity-પ્રમાણભૂતતા)નો અભ્યાસ કરો છો, વિચારવાની શક્તિ તમારામાં બહાર આવશે.
- જ્યારે તમે ઉપાયનમ્(Responsibility-જવાબદારી)નો અભ્યાસ કરો છો ત્યારે લાગણીની શક્તિ તમારામાં બહાર આવશે.
- જે ક્ષણે તમે નક્કી કરશો કે અન્ય લોકોનું આપ્યાયનમ્ (Enriching-સમૃદ્ધ કરવું) એ જ તમારું જીવન છે, એ જ ક્ષણે તમારામાં જીવવાની શક્તિ આવશે.


| સંપૂર્ણતિ | શબ્દોની શક્તિ | | શ્રદ્ધા | વિચારવાની શક્તિ | | ઉપાયનમ્ | લાગણીની શક્તિ | | આપ્યાયનમ્ | જીવવાની શક્તિ |


તમારી ચાર આંતરિક શક્તિઓને ઓળખો
તમારી અંદરની આ શ્રેષ્ઠ શક્તિઓને બહાર લાવવા સક્ષમ થવા માટે, તમારે સૌ પ્રથમ, તમારી જાત વિશે થોડું વધારે જાણવું પડે. ચાર આંતરિક શક્તિઓ, તમારા જીવનનાં ચાર મુખ્ય પરિમાણો - તમારા શબ્દો, તમારી વિચારણા, તમારી લાગણીઓ અને તમારા જીવન- સાથે સંબંધિત છે. જ્યારે તમે આ દરેક પરિમાણમાં તમારી શ્રેષ્ઠ સંભાવનાઓને જાગ્રત કરો છો, એ તમારા જીવનમાં મહાન શક્તિ બને છે.
જેમ કે, તમારી ચાર આંતરિક શક્તિઓ તમે અહીં જોઈ શકો છો -
- શબ્દોની શક્તિ કે વાક્-શક્તિ
- વિચારોની શક્તિ કે મનો-શક્તિ
- લાગણીની શક્તિ કે પ્રેમ-શક્તિ
- જીવન જીવવાની શક્તિ કે આત્મ-શક્તિ
શું થાય છે જ્યારે તમે આ ચાર આંતરિક શક્તિઓને બહાર લાવો છો?
- જ્યારે તમે શબ્દોની શક્તિને બહાર લાવો છો, ત્યારે તમારા પોતાના માટે અને અન્ય લોકો માટે સત્ય અને તદ્ન અસરકારક શબ્દોનો ઉપયોગ કરવાની સહજ બુદ્ધિ હશે.
- જ્યારે તમે વિચારોની શક્તિને જાણી લો છો, તમે તમારી નોકરી, સંબંધો, શિક્ષણ, નાણાકીય બાબતમાં અને જીવનમાં પણ સફળતા મેળવવા માટે તમારા વિચારોને કેન્દ્રિત કરવા સક્ષમ બનશો.
- લાગણીની શક્તિ તમને શીખવાડે છે કે, અધિકૃત ઉપાયનમ્ દ્વારા જીવનના આગળના તબક્કે તમારી જીતને કેવી રીતે લઈજવી!
- તમને જીવવાની શક્તિનો સાચો આનંદ ત્યારે જ મળે જ્યારે તમે અનુભવો છો કે સૌથી શ્રેષ્ઠ ઈનામ ત્યારે જ મળે છે જ્યારે તમે તમારું જીવન અન્ય લોકો માટે જીવો છો.
