શબ્દોની શક્તિને બહાર લાવો
This text was machine-transcribed from the printed book and may contain errors. Select the words and choose “Report a mistake”.
સંપૂર્તિ
તમારા શબ્દો તમારું જીવન છે!

તમારા શબ્દોને આદર આપવો ખૂબ જ મહત્ત્વનું શા માટે છે?
તમે એ અનુભવો કે નહીં તમારું જીવન તમારા શબ્દો અને પ્રતિજ્ઞાઓ પર સર્જાયેલું છે. શબ્દો, જે તમે અન્ય લોકોને અને તમારી જાતને આપો છો, તે એક માળખું બનાવે છે, જેના પર તમારા જીવનનું બંધારણ બનેલું છે. જો તમે તમારા જીવનની એક મકાન સાથે સરખામણી કરી શકો તો શબ્દો, જે તમે અન્ય લોકોને અને તમારી જાતને આપો છો, આ મકાનના પાયા જેવા છે. તે ધૂળ અને કાટથી મુક્ત હોવા જોઈએ, એટલે કે અજાણતાં નકારાત્મકતા અને માનસિક સંસ્કારોથી મુક્ત હોવા જોઈએ. શબ્દો જે અજાણતાથી તમે તમારી જાત અને અન્ય લોકોને આપ્યા છે, એ તમારા મકાનનાં ધૂળ અને કાટ છે. એક ધૂળિયા અને કાટવાળા માળખા પર રચાયેલું મકાન લાંબા સમય સુધી ટકી શકતું નથી! તે શુદ્ધ, વિશ્વાસપાત્ર, સખત ધાતુમાંથી બનેલું હોવું જોઈએ. એજ રીતે,
તમે અનાદર કરેલા શબ્દો ખુમાર (hangover) સર્જે છે.
ઘણી વખત તમે તમારી જાતને અન્ય
લોકોને આપેલી પ્રતિજ્ઞાઓ યાદ પણ
નથી કરતાં, કારણ કે તમને તમારા
શબ્દોનો ખુબ જ અજાણતા થી
(unconsciousness), વિચાર્યા
વગર ઉપયોગ કરો છો. અન્ય લોકો
પર કે તમારી જાત પર જે અસર થઇ
શકે છે. તેનો તમે ખ્યાલ રાખતા નથી.
જયારે તમે પ્રતિજ્ઞા કરો છો અને તેને
પૂરી કરતા નથી, ત્યારે એ તમારામાં
અને અન્ય વ્યક્તિઓમાં એક ખુમાર
બની રહેશે, જે તમારો આત્મવિશ્વાસ
અને અન્ય વ્યક્તિના તમારા પરના
વિશ્વાસને નષ્ટ કરી શકે છે.

સંપૂર્ણિ તમારા શબ્દોને શક્તિ આપે છે.
સંપૂર્ણિ એ ચાવી છે જે શબ્દોની શક્તિને બહાર લાવે છે. સંપૂર્ણિના બે પરિમાણો છે- તમારી જાતને કહેલા શબ્દોને આદર અપવો અને અન્ય લોકોને કહેલા શબ્દોને આદર આપવો.
તમે ઉચ્ચારેલા શબ્દોને સાંભળનાર પહેલી વ્યક્તિ કોણ છે? તમે! તેથી યોગ્ય શબ્દોનો ઉપયોગ કરવાની શરૂઆત તમારાથી જ કરો. જ્યારે તમે તમને પોતાને આપેલા શબ્દોનો આદર કરો છો, તમારી જાત પરનો તમારો વિશ્વાસ વધે છે અને તમારો સ્વ-સંદેહ(self-doubt) ઓગળી જાય છે. તમે શક્તિશાળી બનો છો જ્યારે તમે અન્ય લોકોને તમે આપેલા શબ્દોનો આદર કરો છો, અન્ય લોકોનો તમારા પરનો વિશ્વાસ વધે છે. તે વ્યક્તિ સાથેના તમારા સંબંધો શક્તિશાળી થાય છે.
તમારા જીવનમાં કોઈ પણ જગ્યાએતમારા વ્યવસાય ક્ષેત્રમાં કે તમારા સંબંધોમાં જ્યારે તમે અજાણતાથી શબ્દો ઉચ્ચારો છો ત્યારે તમે તમારા જીવનમાં આવનારા પરિણામ બાબતે અજાણ રહેશો. જ્યારે તમે તમારા શબ્દોના પરિણામ બાબતે અજાણ રહો છો, ત્યારે જીવન હંમેશાં તમારા માટે આઘાત લાવે છે. જો જીવન હંમેશા, સતત તમારા માટે આઘાત લાવે છે, તો સમજો કે તમે પ્રામાણિક નથી!


શા માટે તમારે શબ્દોનો સભાનપણે
ઉપયોગ કરવો જોઇએ?
- સભાનપણે, જાગૃતતાથી શબ્દોનો ઉપયોગ કરવો- એ તમારા પોતાના પર અને અન્ય લોકો પર તમારા શબ્દોની અસરને સમજવામાં મદદ કરશે.
- યોગ્ય શબ્દોનો ઉપયોગ કરવાથી, એ તમારા પોતાના માટે તમે જે વિચારો છો અને અનુભવો છો, એ રીતને તરત જ બદલી શકે છે. પરિસ્થિતિ પ્રત્યેના તમારા શરીરના પ્રતિભાવોમાં પણ તમે પરિવર્તનની નોંધ લઈ શકશો જ્યારે તમે યોગ્ય શબ્દોથી તેનું સંચાલન કરો છો.
- દેખીતી રીતે તમારા સ્વાસ્થ્યમાં સુધારો લાવીને અને લાંબું આયુષ્ય આપીને યોગ્ય શબ્દો તમારા આંતરિક અવકાશને સંઘર્ષ-મુક્ત અને શાંતિપૂર્ણ રાખે છે.
- તમારા પોતાના માટે અને અન્ય લોકો માટે યોગ્ય શબ્દો વ્યક્ત કરવાથી અને સર્જન કરવાથી, તમે જેવી પસંદ કરો તેવી વાસ્તવિકતાને રૂપરેખા આપી શકો છો.
શબ્દોની શક્તિથી તમે વાસ્તવિકતાનું
સર્જન કરી શકો છો
શબ્દો તમે જે ઉચ્ચારો છો એ તમે છો!
એ મહત્ત્વનું છે કે તમે યોગ્ય શબ્દોને પસંદ કરો કારણ કે તમે તમારા શબ્દોથી તમારી વાસ્તવિકતાનું સર્જન કરી શકો છો. તમે પોતાની જાતને કહેલા અને અન્ય લોકોને કહેલા શબ્દો ‘તમે’ બની જાઓ છો. જો તમે કહેતા રહેશો, ‘હું માંદો છું’ તમે માંદા થઇ જશો. એ જ રીજે, જો તમે સતત તમારી જાતને કહેશો, ‘હું સ્વસ્થ છું’, તમારી ઊર્જા જાગ્રત થશે. તમે ખુબ જ સ્વસ્થ બની જશો! વૈશ્વિક ઊર્જા તમારી પ્રણાલીમાં જાગ્રત થાય છે અને તમારી ઘોષણાઓને વાસ્તવિકતા બનાવે છે.


તમારા પોતાના માટે યોગ્ય શબ્દો → અન્ય લોકો તરફ યોગ્ય શબ્દો
તમારા પોતાના માટે ખોટા શબ્દો → અન્ય લોકો તરફ ખોટા શબ્દો
શબ્દોની શક્તિ વિશે
એક નાની વાર્તા...
એક વખત એક સંતપુરુષે એક નાના ગામની મુલાકાત લીધી. જેવા એ સંતપુરુષ એક નાની ઝૂંપડી પાસેથી પસાર થયા, એક સ્ત્રી તેમના પાસે આવી અને તેમના મૃત્યુ પામેલા બાળક માટે પ્રાર્થના કરી. જો કે સંતપુરુષ આ ગામમાં નવા આવેલા હતા, તે કંઈ કરી શકે છે કે કેમ તે જોવાની આતુરતાથી, એક ટોળું એમની આજુબાજુ ભેગું થઈ ગયું. તે સ્ત્રી તેના બીમાર બાળકને બહાર લાવી અને સંતપુરુષે તેણીને એક પ્રાર્થના આપી.
‘શું તમને લાગે છે કે તમારી પ્રાર્થના આ બીમાર બાળકને મદદરૂપ થશે, જ્યારે દવા પણ અહીં નિષ્ફળ રહી છે? ગમે તેમ પણ, આ માત્ર થોડા શબ્દો જ છે!’ ટોળામાંથી એક માણસે બરાડીને કહ્યું. પાછળ ફરીને, એ સંતપુરુષ એ માણસ પર બૂમો પાડવા માંડ્યા, ‘ઓ મૂર્ખ, હું શું કરું છું તે તું નથી જાણતો! ચૂપ થા!’ એ માણસ આકુળવ્યાકુળ થઇ ગયો! તેનો ચેહરો લાલ-ચોળ અને ગરમ થઈ ગયો. ‘મારું અપમાન કરવાની તારી શું હિંમત!’ એને સંતપુરુષને બરાડીને કહ્યું.
સંતપુરુષ શાંતિપૂર્વક તેના તરફ હસ્યા અને કહ્યું, ‘જો એક શબ્દમાં જ તમને ક્રોધિત કરવાની શક્તિ છે, તો શું અન્ય શબ્દમાં આ બાળકને સાજો કરવાની શક્તિ નહીં હોય?’

શ્રવણ
તમારા શબ્દોમાં સંપૂર્તિ લાવે છે
એ જ શબ્દોની શક્તિ છે! તમે તમારા શબ્દોને છેલ્લે ખરેખર ક્યારે સાંભળ્યા હતા? આપણી જાતને કે અન્ય લોકોને આપણે ખરેખર કદી સાંભળતા જ નથી. જ્યારે તમે ખરેખર તમારી જાતને સાંભળવાનું શરૂ કરો છો, સ્વાભાવિક રીતે જ તમે અન્ય લોકોને અને તમારી જાતને આપેલા શબ્દો માટે વધારે જાગ્રત થઈ જાઓ છો. તમારામાં અન્ય લોકોના શબ્દોને સંપૂર્તિથી સાંભળવાની શક્તિ પણ હશે.
શ્રવણ એ સીધી જ રીતે, તમારા પોતાના અજાગ્રત વિચારો કે અંતિમ નિર્ણયોનું સર્જન કર્યા વગર, જે છે તે જ વાસ્તવિકતાને જાળવી રાખવાની તમારી શક્તિ સાથે સંકળાયેલું છે. જ્યારે તમે સાંભળતા નથી, ત્યારે તમને માહિતીની જાણ થાય એ પહેલાં જ, તમે હંમેશાં એક નિષ્કર્ષ પર આવી જાવો છો.
તેથી જ, શ્રવણ, સંપૂર્તિથી સાંભળવું એ હિન્દુ ધર્મના અધ્યાત્મના અભ્યાસમાં સૌથી પહેલું સોપાન છે.


પૂર્ણત્વ (Completion) સંઘર્ષ-મુક્ત જીવન ની પદ્ધતિ
પૂર્ણત્વ શું છે?

પૂર્ણત્વ એટલે ભૂતકાળનાં
પ્રસંગો, શબ્દો, ક્રિયાઓ કે
સ્મૃતિઓના કોઇપણ ખુમાર વગર
કાર્ય કરવું અને જીવન જીવવું.
ખુમાર ન હોવો એનો અર્થ એ નથી કે તમને તમારો ભૂતકાળ બિલકુલ યાદ નથી. જ્યારે તમે પૂર્ણત્વમાં હોવ છો, પણ તમારી અંદર વધારે દુઃખ કે ક્રોધ કે દોષને ઉત્પન્ન કરવાની તે બધામાં વધારે શક્તિ રહેતી નથી. તમારા શબ્દો દ્વારા અન્ય લોકોમાં અને તમારામાં અપૂર્ણત્વનું સર્જન નથી થતું - એમ નિશ્ચિત કરવા માટેની સંપૂર્ણતિ એક સુંદર રીત છે.

પૂર્ણત્વ માટેની બે પદ્ધતિઓ
અ. સતત પૂર્ણત્વ (Continuous Completion)
કરવાની પદ્ધતિ

જીવનમાં સામેલ થવા માટે, જાણે કે તે
ઘટના બની રહી છે એવી રીતે ભૂતકાળનું
કંઇ પણ તમને રોકે છે, એ અપૂર્ણત્વ છે.
તેથી તમારામાં પીડા ઉત્પન્ન કરતી
ભૂતકાળની ઘટનાઓને યાદ કરવાથી,
ફરીથી જીવવાથી અને તેમાંથી તમને
પોતાને મુક્ત કરવાથી પૂર્ણત્વ શરૂ થાય
છે. પૂર્ણત્વ જ એક માત્ર પદ્ધતિ છે જ્યાં
તમે તમારા ભૂતકાળને પણ બદલી શકો
છો.
- અરીસાની સામે આરામથી બેસો.
- તમારા આખા ચહેરાને અને શક્ય હોય તો તમારા બાકીના શરીરને પણ, સરળતાથી જોઈ શકો એટલો મોટો અરીસો હોવો જોઈએ.
- તમારા શરીર અને તમારા પ્રતિબિંબ વચ્ચે ગહન રીતે આંખો સાથે સંપર્ક જાળવી રાખો
- જે ક્ષણે તમને આંખો સાથે ગાઢ રીતે સંપર્ક થાય છે, પહેલી બાબત એ થશે કે તમને આંસુ આવશે. આવવા દો.
- અરીસાની સામે બેસી રહો અને વાત કરતા રહો- તમે તમારી જાતને જે કઇ પણ કહેવા માગો છો, તેને બહાર નીકળવા દો. તમારી જાતને તમારું બધું દુઃખ કહી દો.
- તમારી સાથે સમય વિતાવો, વાત કરો- વાત કરતાં રહો.
- હવે તમારી પીડાના મૂળ-સંસ્કાર(root pattern)ને બનાવતી, તમારામાં અપૂર્ણ સમજ ઉત્પન્ન કરી છે એવી સૌથી પહેલાંના સમયની સ્મૃતિ સાથે ઐક્ય સાધવા પ્રયત્ન કરો.
- તમારા જીવનની સૌથી પહેલી કેટલીક પરિસ્થિતિઓને ભૂતકાળમાં જઇને જુઓજ્યારે તમે પીડા અનુભવી હતી. ખાસ કરીને તમારા જીવનનાં ત્રીજા અને પાંચમાં વર્ષની વચ્ચે આ પરિસ્થિતિ બની હશે.
- એ પરિસ્થિતિને ફરીથી જીવો. જો આંસુ આવે તો આવવા દો, જો ગુસ્સો આવે તો આવવા દો.
- જ્યારે તમે વ્યક્તિગત રીતે તમારા ભૂતકાળમાં ઉભા રહો છો, દુઃખ દુર થઇ જાય છે! જ્યારે ક્રોધ અદૃશ્ય થઇ જાય છે, તે પ્રેમમાં પરિવર્તિત થાય છે. કૃપયા સમજો, જ્યારે ઊર્જા ક્રોધ તરીકે વ્યક્ત થાય છે, જો ક્રોધને ઊર્જામાંથી દૂર કરી દેવામાં આવે, તો તે સંપૂર્ણપણે પ્રેમમાં પરિવર્તિત થાય છે.
જો તમે માત્ર ને માત્ર મૂળ સંસ્કાર (root pattern) પર કાર્ય કરતા રહેશો તો પૂર્ણત્વ નહીં થાય; મૂળ સંસ્કાર માંથી જે શાખાઓ ઊભી થઈ છે એવા દરેક પ્રસંગને પણ પૂર્ણ કરવા જોઇએ.
કૃપયા સમજો; તમારે તમારા બાળપણમાં તમારી સૌથી પહેલી જે સ્મૃતિ હતી તે ભૂતકાળમાં જવાની જરૂર છે અને એ સ્મૃતિ સાથે પૂર્ણત્વ કરો- અને જે સ્મૃતિ જે અત્યાર સુધી તમારામાં રહેલી છે, તેમાથી ઊભા થયેલા દરેક સંસ્કારને પૂર્ણ કરો.

બ. સહજ પૂર્ણત્વ (Spontaneous completion) માટેની પદ્ધતિ
પૂર્ણત્વ નો અર્થ એ નથી કે તમારા જીવનમાં જે બને છે તેને અજ્ઞાનતાથી (સમજ્યા વગર) સ્વીકારી લેવું. તેનો સરળ અર્થ એ છે કે આપણામાં જે બને છે તે જીવનને અટકાવવું નહીં. આપણે જે સમજ લઇને ફરીએ છે- ‘જીવન આ રીતે ના હોવું જોઇએ’- એ સમજ જ આપણી બધી અપૂર્ણતાઓનું મૂળ છે.
તેથી જ આપણું આખું જીવન આપણે એ પુછવામાં પસાર કરીએ છે, “શા માટે, શા માટે, શા માટે? જીવન શા માટે આટલું ખરાબ છે? મારી સાથે અવું શા માટે બને છે? સારા લોકો સાથે ખરાબ બાબતો શા માટે થાય છે?”
સહજ પૂર્ણત્વ કે તત્ક્ષણ પૂર્ણત્વ એટલે કે કોઇ ખાસ પરિસ્થિતિમાં તમારા માટે સંઘર્ષ ઊભો કરે છે એવી ખોટી સમજને છોડી દેવી.
એ શક્ય છે!
હવે પછીના સમયમાં, જીવનમાં સંકટ કે સંઘર્ષ નો સામનો કરો, ત્યારે એમ ના પૂછો,
“જીવન આ રીતે શા માટે છે?”
તેના બદલે નિશ્ચય કરો:
આ જીવન છે, તો હવે શું?
શું હું તેનો સ્વીકાર કરું અને આગળ જાઉં?
શું હું તેનો ત્યાગ કરું અને આગળ જાઉં?
અથવા શું હું ઇચ્છું એ પ્રમાણે એમાં પરિવર્તન લાવું?


આ જ્ઞાનમાંથી જે કંઈ પણ નિર્ણય તમે લો છો, તે તમારા માટે યોગ્ય રહેશે. જ્યારે તમે પૂર્ણત્વ કર્યા પછી કોઇ કાર્ય કરો છો, ત્યારે તમારી બહાર કે તમારી અંદર જે કોઇ પણ સંઘર્ષ થાય છે તેના નિરાકરણ માટે તમે સક્ષમ બનો છો.
પૂર્ણત્વ તમારા માટે શું કરે છે?
■ પૂર્ણત્વની વિધિ દરમિયાન જ્યારે તમે દુઃખભરી સ્મૃતિઓને ફરીને ફરીથી જીવો છો, તેઓ તમારા પરની તેઓની શક્તિ ગુમાવે છે.
■ તમે સંઘર્ષ-મુક્ત અને સહજ રીતે જીવવાની શક્તિ પુનઃપ્રાપ્ત કરો છો.
■ શબ્દોની શક્તિને સંપૂર્ણપણે સુરક્ષિત રાખીને તમે સંપૂર્ણિથી જીવવાનું શરૂં કરો છો.
■ તમે એકનિષ્ઠ અને એકમાત્ર વ્યક્તિ બનો છો- આંતરિક અવકાશ, શરીર અને મન તમારા નિયંત્રણમાં રહે છે.
તમારા શબ્દો માટે ઉપાયનમ્ હોવું
તમારા શબ્દો માટે ઉપાયનમ્ હોવું એ ‘ધર્મ’, ‘યોગ્ય જીવન’ માટેનો અભ્યાસ છે. પ્રાચીન હિન્દુ ગ્રંથ ‘મહાભારત’માં કહેલું છે, જે બાબતથી (કાર્ય કરવાથી) તમને પોતાને દુઃખ પહોંચે એવી
ઘોષણાની શક્તિ
પ્રામાણિક અને પૂર્ણ બનવાના તમારા નિર્ણયને શક્તિશાળી બનાવવા, તમારી જાત સમક્ષ અને અન્ય લોકો સમક્ષ તેને ઘોષિત કરો. જ્યારે પણ તમે એ નિર્ણય ઘોષિત કરો છો, તે તમારી છૂટીછવાઇ ઊર્જાને એકત્રિત કરવામાં મદદ કરે છે અને જવાબદારીવાળા કાર્ય દ્વારા તમારી ઘોષણાને વાસ્તવિક બનાવવા તેને કેન્દ્રિત કરે છે. જ્યારે તમે સતત અને સભાનપણે તમારા શબ્દોનો યોગ્ય કાર્યો સાથે સુમેળ કરો છો, તમારા શબ્દો શક્તિશાળી બને છે. તમે વાક્-શક્તિ કે વાક્-સિદ્ધિ- તમે જે કઇ પણ બોલો છો તેને વાસ્તવિક બનાવવાની શક્તિ- પ્રાપ્ત કરો છો.