વિચારવાની શક્તિને બહાર લાવો
This text was machine-transcribed from the printed book and may contain errors. Select the words and choose “Report a mistake”.
તમારી વિચારણાને ઉચ્ચતમ સંભાવના સુધી સંવાદિત કરો
તમારી વિચારવાની પદ્ધતિ એ ખરેખર તો
તમારા દ્વારા પ્રોત્સાહિત થાય છે,
સન્માનિત થાય છે અને સમૃદ્ધ થાય છે.
પણ દુર્ભાગ્યવશ, તમે એમ માનો છો કે
વિચારો આકસ્મિક છે તમે તમારા મનને
નિયંત્રણ કરી શકતા નથી.

જ્યારે તમે વિચારવાની શક્તિને બહાર
લાવો છો, તમારી શ્રેષ્ઠતમ શક્તિમત્તાને
પ્રાપ્ત કરવા માટે તમારા વિચારોને તરત જ,
સહજ રીતે કેન્દ્રિત કરી શકશો.
તમારી ઉચ્ચતમ સંભાવનાએ સતત કાર્યરત રહેવું, એ શ્રદ્ધા છે. શ્રદ્ધા એ ચાવી છે જે વિચારવાની શક્તિને બહાર લાવે છે.
શ્રદ્ધા એટલે તમે તમારી જાતને તમારા પોતાના માટે જે સમજો છો, તમે તમારી જાતને અન્ય લોકો સમક્ષ જે રીતે રજૂ કરો છો અને તમારી પાસે અન્ય લોકો તેઓના માટે જે અપેક્ષા રાખે છેએવા તમારા જીવનને પ્રતિભાવ આપવો અને તમારી ઉચ્ચતમ શક્તિમતામાં તમારે સ્થાપિત થવું. સાંભળો, તમે કલ્પના કરો છો એવી તમારી માત્ર એક જ ઓળખ નથી હોતી. તમારી ચાર ઓળખો છે. બધી જ વખતે, તમે એક સાથે ચાર ઓળખો અથવા પરિમાણો (dimensions) સાથે લઈને ફરો છો.
આ ચાર ઓળખોમાંની પહેલી ઓળખ એ તમારો મમકાર (Inner Image- આંતરિક છબી) છે. તે એક આંતરિક વિચાર અને અનુભવ છે, જે તમે તમારા પોતાના વિષે લઈને ફરો છો: હું સ્વસ્થ છું, હું કદરૂપો છું, હું બુદ્ધિશાળી છું, હું સખત મહેનત કરી શકતો નથી, હું લોકોને પ્રેમ કરું છું,

વગેરે. તમે તમારા પોતાના માટે આવા ઘણા બધા આંતરિક વિચારો લઈને ફરો છો. દુર્ભાગ્યવશ તમે તમારી જાતને અન્ય લોકો સમક્ષ જેવી રીતે રજુ કરો છો, તે હંમેશા ઓછી હોય છે! બીજી ઓળખ એ તમારો અહંકાર (Outer Image- બાહ્ય છબી) છે. તે તમારી જાતને અન્ય લોકો સમક્ષ કેવી રીતે રજુ કરો છો તે છે. બની શકે કે તમે તમારી જાતને શક્તિશાળી, કૌશલ્યપૂર્ણ, સદાચારી, સહાયકર્તા કે કોઈ પણ રીતે રજૂ કરવા પ્રયત્ન કરો છો. દુર્ભાગ્યવશ, તમે
તમારી ચાર ઓળખો છે.
તમારી જાતને જે રીતે માનો છો અને જે રીતે રજૂ કરો છો- તે બંને વચ્ચે હંમેશા ખૂબ વધારે અંતર હોય છે.
આ બંનેથી અલગ છે, તમે એક ત્રીજી ઓળખ લઈને ફરો છો, તે એ છે જે અન્ય લોકો તમારા માટે અપેક્ષા રાખે છે તમારી છબી બનાવે છે. આને અન્યકાર (Others' Image- અન્ય લોકોની તમારા માટેની છબી) કહે છે.
તમે તમારી જાતને જે રીતે અન્ય લોકો સમક્ષ રજૂ કરો છો તેના કરતા અન્ય લોકો તમને કેવી રીતે જુએ છે, એ જુદું હોઈ શકે છે. કારણ કે લોકો તમે નિખાલસતાથી જે રજૂ કરો છો તેના કરતા તમે તેઓને આપેલા સૂક્ષ્મ સંકેતોમાંથી જ તેમનો પોતાનો તમારા વિષેનો અભિપ્રાય બનાવે છે. મનુષ્ય જાતિ તમે જે ના બોલો તે પણ અથવા તમે ચોક્કસપણે નથી બોલતા તે જાણી લેવા પૂરતી બુદ્ધિશાળી છે.
ચોથી ઓળખ ખુબ જ સૂક્ષ્મ છે, કારણ કે તે સીધીરીતે તમારી સાથે સંબંધિત નથી. તેને સ્વઅન્યકાર(Life Image- જીવન વિષેના તમારા જે વિચારો)કહે છે. તમે તમારા માટે જીવનનો(સમાજ તરફથી) જે અનુભવ કરો છો તે ‘સ્વ-અન્યકાર’છે. ઉદાહરણ તરીકે, તમે અનુભવ કરતા હશો- જીવન એકાકી છે કે જીવન અટપટું છે કે જીવન પવિત્ર છે કે જીવન ભયજનક છે અથવા મને જરૂરી બધી જ વસ્તુથી જીવન હંમેશા કૃપા વરસાવે છે. કૃપયા સમજો, આ પણ તમારી ઓળખ છે. કારણ, કે તમારા જીવનની પરિસ્થિતિઓ અને લોકો તરફથી મળેલા ચોક્કસ અનુભવને તમે સ્પષ્ટ રીતે સમજાવો છો! આ દરેકે દરેક પરિમાણમાં, ચારેય પરિમાણોમાં તમારી શ્રેષ્ઠ કક્ષાએ જીવવું એટલે શ્રદ્ધા.
શ્રદ્ધા (Authenticity) શું છે?
મૂળ વિચારના સંસ્કારો (Root Thought Patterns) તમારા સંઘર્ષોનો સ્ત્રોત
વિચારના સંસ્કાર (thought Pattern), એ ભૂતકાળના શક્તિશાળી અનુભવોના આધારે- જેવા કે નિષ્ફળતા, અસ્વીકાર, દંડ થવો, દુરુપયોગ, પ્રિય વ્યક્તિનું મૃત્યુ અને કેટલું બધું- કોઈ પણ પરિસ્થિતિને પ્રતિભાવ આપવાની પૂર્વ નિર્ધારિત બાબત છે. સંકટની કેટલીક ક્ષણો દરમિયાન, તમે જીવન વિષે અને પોતાના વિષે એક વિચાર બનાવી લો છો, જેમ કે, ‘હું નિર્બળ છું’, ‘હું નિષ્ફળ છું’, કે ‘મને કોઈ પ્રેમ નથી કરતું કે ‘જીવન ભયાનક છે, તેથી મારે ખુબ જ કાળજીપૂર્વક રહેવું પડશે.’

મોટે ભાગે બધા જ મૂળ વિચારનાં સંસ્કારો(Root Thought Patterns) નકારાત્મક છે, કોઈ એક પણ જે તમારા જીવનમાં સફળતા તરફ લઈ જઈ શકે છે, એ પણ, તે તમારી શક્તિહીન લાગણીઓમાંથી ઉત્પન્ન થયેલી હોય છે. કેટલાક સર્વ સામાન્ય મૂળ વિચારના સંસ્કારો આ પ્રમાણે છે:
- હું નિષ્ફળ છું
- મને કોઈ પ્રેમ નથી કરતું
- હું એકલો છું
- હું કદરૂપો છું
- જીવનમાં મને લોકો છેતરે છે
- હું નિર્બળ અને અસ્વસ્થ છું
- હું શક્તિહીન છું, તેથી મારે દરેકને ખુશ કરવા પડે છે.
- જીવન કઠીન છે, તેથી મારે વધારે ચાલાક થવું પડશે.
- મારા માટે જીવનને સમજવું ખુબજ અગત્યનું છે.
આ બધા જ વિચારોના સંસ્કારો અપૂરતા જ્ઞાનને આધારે છે, કારણ કે દરેક ક્ષણે જીવન જુદું જ હોય છે, અને તમારે તેને સહજ રીતે પ્રતિભાવ આપવાની જરૂર છે. પણ હમણાં, તમે બીજું કઇ જ નહીં પણ તૈયાર ગોઠવેલી ક્રિયાઓ અને સંસ્કારોનું ઝૂમખું છો, જે તમને જીવન જેવું છે તેની સાથે કદી સંપર્ક કરવા દેતું નથી.
તમારા વિચારના સંસ્કારો ઘણા બધા છે, પણ એમાંના કેટલાક નિર્ધારિત કરેલા વિચારના સંસ્કારોમાંનો એક- જે તમારા સમજની બહાર તમારા જીવનને સતત ચલાવે છે. એ મૂળ વિચારનો સંસ્કાર (Root Thought Pattern) છે!
તમારી ઓળખોની વચ્ચેના સંઘર્ષો પણ, બીજું કંઈ નહીં પણ તમારા મૂળ વિચારોનું પરિણામ છે. જો તમારી અંદર તમારા પોતાના માટે કોઈ ચોક્કસ વિચાર હોય, પણ બહારની તરફ તમે જુદું જ વ્યક્તિત્વ દર્શાવો છો, એ જ અશ્રદ્ધા (Inauthenticity) છે.
જો તમે ગહનતાથી વિચારશો તો તમારી બધી જ સમસ્યાઓ તમારી ચાર ઓળખોના સંઘર્ષમાંથી ઉદ્ભવે છે. જ્યારે તમારા કોઈ પરિમાણો, અન્ય પરિમાણોની સાથે સંવાદિતામાં ના હોય ત્યારે એ તમારા જીવનમાં અપૂર્ણતા, રોગ અને પીડા ઉત્પન્ન કરે છે.
કેવી રીતે શ્રદ્ધા વિચારવાની શક્તિને
બહાર લાવે છે?

કૃપયા સમજો, તમે ધારણ કરેલી બધી જ
ઓળખો એ ખરેખર તમારા વિષે તમે
બનાવેલા વિચારના સંસ્કારો છે, તમારા
વિષેનો 'અન્યકાર' પણ એક વિચાર છે.
તેથી તમારી બધી જ ઓળખોના તમે
સર્જક છો, સમજ્યા?
હવે જ્યારે એક ઓળખ બીજી ઓળખ સાથે સંઘર્ષ કરે છે, તમારો વિચાર કેવી રીતે કેન્દ્રિત થઈ શકે? તમારી સંઘર્ષ કરતી ઓળખોનું સમાધાન કરવામાં તમારી બધી જ ઊર્જાનો ઉપયોગ થતો રહે છે. જ્યારે તમારી બધી જ ઓળખો કે 'છબીઓ' સંવાદિતામાં હોય છે, ત્યારે તમારા બધા જ વિચારો એક જ દિશામાં સુમેળભર્યા રહેશે. તમારો વિચાર એક લેઝર કિરણની જેમ સ્પષ્ટ અને તીવ્ર બને છે. તમે વિચારવાની શક્તિને જગાડશો.
શ્રદ્ધાપૂર્વક, અજાગ્રત વિચાર કે જીવન માટે ત્યાં કોઈ અવકાશ નહીં રહે, કારણ કે, તમારા જીવનમાં બનતાં કારણો અને પરિણામો માટે હંમેશાં તમે જાગ્રત રહેશો.
જે કઈ પણ તમે કલ્પના કરી શકો
તે વાસ્તવિક(સત્ય) છે!
તમે તમારી જાતને જે રીતે તૈયાર કરવા ઈચ્છો છો, તે જ રીતે તમારા વિચારો એક સાથે રહે છે. તમારી વિચારણાના આ ચાર ભાગોને સંપૂર્ણપણે શુદ્ધ કરવાની તમારે જરૂર છે. આંતરદૃષ્ટિ કરો અને તમે જે તમારા માટે ધારણ કરેલી છે તે છબીઓને ઓળખો. ત્યારપછી, તમે જે અનુભવો છો તે- આ ચાર છબીઓમાંની ઉચ્ચતમ સંભાવના-શ્રેષ્ઠતમ ગુણ જે તમે ધારણ કરી શકશો- તે હશે, જેને
મમકાર અને અહંકારની સંવાદિતતા
| મમકાર | અહંકાર | ઉચ્ચતમ છબી |
|---|---|---|
| હું નબળો છું | ★ હું મજબૂત છું | ★ હું મજબૂત છું |
| હું અપ્રિય છું | ★ હું લોકપ્રિય છું | ★ હું લોકપ્રિય છું |
| ★ હું જવાબદાર છું | ★ હું જવાબદાર છું | હું જવાબદાર છું |
| ★ હું ચતુર છું | હું મૂર્ખ છું | હું ચતુર છું |
- જ્યાં પણ સંઘર્ષ રહે છે, તમારા મમકાર અને અહંકારને - તમે તમને પોતાને જે માનો તે અને અન્ય લોકો સમક્ષ તમને પોતાને જે દર્શાવો છો - તેમાંથી હંમેશાં શ્રેષ્ઠ વિચાર પંસદ કરીને, સુમેળમાં લાવવાનું શરૂ કરો. ઉદાહરણ તરીકે, જ્યાં તમારા મમકાર કરતા તમારા અહંકાર શ્રેષ્ઠ છે, તમારા મમકારને અહંકાર સાથે સુમેળમાં લાવવાનો નિશ્ચય કરો. અન્ય લોકો માટે તમારી જાતને તમે જે દર્શાવો છો તેને ઓછું ના કરો. તમારા પોતાના માટે તમે તમારી જાતને જે માનો છો તેને વધારો.
- દરેક મુદ્દા માટે પુનરાવર્તન કરો. બંને ઓળખો ને સરખાવો. બંનેમાંથી જે કોઈ પણ સદ્ગુણો શ્રેષ્ઠ હોય, તેને પસંદ કરો. તમારા શ્રેષ્ઠ મમકાર સામે ચિહ્ન કરો. તમારા શ્રેષ્ઠ અહંકાર સામે ચિહ્ન કરો.
તમારા વિચારોમાં
શ્રદ્ધા લાવો.
વિચારોમાં શ્રદ્ધાના બે ક્રમ છે.
- પહેલું, તમે તમારા ચાર પરિમાણોને જેવા ઇચ્છો છો તેના પર સંપૂર્તિથી (પ્રામાણિકતાથી)ચિંતન કરીને, તમારા જીવનમાં તમે ખરેખર શું ઇચ્છો છો, તે જાણો. તમારા શ્રેષ્ઠ મમકાર, શ્રેષ્ઠ અહંકાર, શ્રેષ્ઠ અન્યકાર અને શ્રેષ્ઠ સ્વ-અન્યકારની યાદીઓ બનાવો અને તેને તમારી બાજુમાં,તમારા ઑફિસનાં ટેબલ પર કે કોઈપણ જગ્યાએ જ્યાં તમે દરરોજ જેવા તમે ઊઠો કે તરત જોઈ શકો એ રીતે મૂકો.
- હવે તમારે શું કરવાની ઇચ્છા છે, શું બનવાની ઇચ્છા છે, કેવી રીતે બનવા ઇચ્છો છો- આ બધું મેળવવા માટે તમને જે અટકાવે છે કે જે વિચલિત કરે છે, એવાં વિઘ્નોને ઓળખો. સ્વસંદેહ - ભૂતકાળની નિષ્ફળતાઓની સ્મૃતિને કારણે બનતો એક નકારાત્મક વિચારનો સંસ્કાર - એ મોટા ભાગના બધા જ લોકો માટે સૌથી મોટા વિઘ્નોમાંનું એક છે.
જે કોઈપણ વિચાર તમારી શ્રેષ્ઠ સંભાવના સાથે સુમેળમાં આવતો હોય, તેને પ્રોત્સાહિત કરો, સમૃદ્ધ કરો અને તેનો આનંદ માણો. જે કોઈપણ વિચાર તમારી શ્રેષ્ઠ સંભાવના સાથે સુમેળમાં ના હોય, તેની સાથે પૂર્ણત્વ કરો. સભાનપણે, નિશ્ચયપૂર્વક તે સંસ્કાર સાથે પૂર્ણત્વ કરો. તમારી શ્રેષ્ઠ સંભાવનાને પ્રાપ્ત કરવામાં અટકાવતા બધા જ સંસ્કારો સાથે દરરોજ પૂર્ણત્વ કરતાં રહો.
જ્યારે તમે શ્રદ્ધાથી જીવવાનું શરૂ કરો છો, તમે વિચારવાની યોગ્ય રીત જાણી લો છો અને જીવનમાં તમે જે ઇચ્છો તે પ્રાપ્ત કરવા તમારા વિચારોને ઉપયોગમાં લેશો. હિંદુ ધર્મના આધ્યાત્મિક અભ્યાસમાં, મનન- ‘શ્રદ્ધા પૂર્વકની વિચારણા’ તરીકે જાણીતું આ બીજું સોપાન છે.
તમારી ઉચ્ચતમ સંભાવના તરફ સતત વિસ્તૃત પામતી શ્રદ્ધામાં તમારા વિચારો સ્થાપિત થાવ. તમે જે પણ વિચારો તેને સફળ બનાવે તેવા તમારા વિચારોમાં તીવ્રપણે સ્પષ્ટતા પ્રાપ્ત કરો છો ત્યારે તમે વિચારણાની શક્તિને બહાર લાવી દો છો.
લાગણીની શક્તિને
બહાર લાવો
ઉપાયનમ્
તમે સ્ત્રોત છો
લાગણીની શક્તિ એ બીજું કશું નથી પણ જીવનમાં જે કંઈ બને છે એ બધી બાબત માટે તમે સ્ત્રોત છો- એમ તમારી જાતને અનુભવવાની તમારી ક્ષમતા છે. આ સમજ તમારા પોતાના જીવન પર તીવ્રપણે નિયંત્રણ લાવે છે અને અન્ય લોકોના જીવન પર હકારાત્મક પ્રભાવ પાડવાની શક્તિ તમને આપે છે.
લાગણીની શક્તિ બહાર આવે છે જ્યારે તમે તમારી જાતને એક નેતા તરીકે અનુભવો છો અને તમારામાં રહેલી દરેક બાબત તેમજ તમારી આજુબાજુની દરેક બાબત માટે જવાબદારી લો છો!
ઉપાયનમ્ એ ચાવી છે જે લાગણીની શક્તિને બહાર લાવે છે.

ઉપાયનમ્ શું છે?
ઉપાયનમ્ એટલે તમારી અંદર અને તમારી આજુબાજુ જે કંઈ પણ બને છે તે બધાને માટે તમે મૂળ સ્ત્રોત છો અને તેથી તમે તેના માટે જવાબદાર છો- એવા સત્યથી જીવવું અને તમારા જીવનને પ્રતિભાવ આપવો.
SOMEBODY, NOBODY, ANYBODY & EVERYBODY
અહીં એક નાની વાર્તા છે, જે આપણે બધા જાણીએ છીએ!
એક વખત Everybody, Somebody, Anybody, and Nobody નામના ચાર લોકો હતા. એક વખત એક મહત્ત્વનું કામ કરવાનું હતું. પણ તે કોણ કરે?
Everybody ચોક્કસ હતો કે Somebody તે કરશે. Anybody કરી શક્યો હોત પણ Nobody એ તે કર્યું. Somebody તેને માટે ક્રોધે ભરાયો કારણ, કે તે Everybody નું પણ કાર્ય હતું. Everybody એ વિચાર્યું કે Anybody તે કરી શક્યો હોત. પણ Nobody એ અનુભવ્યું કે Everybody એ નહીં કર્યું હોય તેનો અંત એ આવ્યો કે, Everybody એ Somebody પર આક્ષેપ કર્યો, જ્યારે Anybody એ કરી શક્યો હોત જે Nobody એ તે કરી લીધું હતું.


ત્રણ પ્રકારના લોકો
જે વ્યક્તિ તેના પોતાના કાર્યો માટે પણ જવાબદારી (ઉપાયનમ્) અનુભવતી નથી તે એક પશુ જેવી છે - તે ચૈતન્યના નીચલા સ્તરે રહે છે. જે વ્યક્તિ માત્ર તેનાં પોતાનાં કાર્યો માટે જ ઉપાયનમ્ અનુભવે છે, તે માનવ છે - તે ચૈતન્યનાં મધ્યમ સ્તરે રહે છે. જે વ્યકિત અન્યનાં કાર્યો માટે પણ ઉપાયનમ્ લે છે, તે દિવ્ય છે - તે નેતૃત્વની ચેતનાએ રહે છે.
જો કે તમારા કાર્યો કોઈપણ બાબત માટે જવાબદાર હોતા નથી, અન્ય લોકોની અશ્રદ્ધા અને બે જવાબદારી માટે પણ જવાબદારી (ઉપાયનમ્) લેવી, એ તમને નેતા બનાવે છે.
કારણ વિરુદ્ધ ઉપાયનમ્ (Reason versus Responsibility)
જ્યારે આપણી બધી જ બાબત માટેના ઉપાયનમ્ વિષે સાંભળીએ છીએ, સૌથી મોટો પ્રશ્ન આપણા મનમાં રહે છે - ‘મારી આજુબાજુમાં બનતી દરેક બાબત માટે હું કેવી રીતે જવાબદાર હોઈ શકું? હું સમજું છું કે મારી અંદર જે કાંઈ થઈ રહ્યું તેના માટે હું

જવાબદાર હોઈ શકું. મારી બહારની બાજુ જે બને છે તેના માટે હું કેવી રીતે જવાબદાર હોઈ શકું? ઉદાહરણ તરીકે, જો મારા જીવનમાં અકસ્માત થાય તો હું કેવી રીતે જવાબદાર હોઈ શકું?
દરેક વ્યક્તિ આ પ્રશ્ન પૂછે છે!
સાંભળો: કોઈક બાબત માટે કારણભૂત હોવું અને તેના માટે જવાબદાર હોવું- આ બંને વચ્ચે મહત્ત્વપૂર્ણ ભેદ છે.
ક્યારેક કોઈક ઘટના માટે કારણભૂત ના હોઈ શકો, પણ જો એ તમારા જીવનને અસર કરે છે, તો તમે એ ઘટના માટે જવાબદાર છો. ઉદાહરણ તરીકે, તમારા દેશમાં થતાં રાજકીય ભ્રષ્ટાચાર માટે તમે કારણભૂત ના હોઈ શકો, પણ દેશના એક નાગરીક તરીકે, તમે તેના માટે જવાબદાર છો! તમારા તર્ક મુજબ તમે તેના માટે કારણભૂત ના હોઈ શકો, પણ એનો અર્થ એ નથી કે તમે ખરેખર જવાબદાર નથી.
તમારે જાણવાની જરૂર છે કે જ્યાં સુધી તમે જવાબદારી નહીં લો, ત્યાં સુધી તમે તમારી આજુબાજુની પરિસ્થિતિને સુધારી શકતા નથી.

ઉપાયનમ્ તમને શક્તિશાળી બનાવે છે.
આપણને હંમેશાં એમ લાગે છે કે ઉપાયનમ્ એ બોજારૂપ છે. ના! એ શક્તિ છે! ઉપાયનમ્ સીધી જ રીતે તમને નેતૃત્વના ચૈતન્ય તરફ લઈ જાય છે. જ્યાં સુધી તમે માત્ર તમારા પરિવાર માટે જ જવાબદારી (ઉપાયનમ્ ) અનુભવો છો, તમે માત્ર તમારા પરિવારના જ અધ્યક્ષ બની રહો છો, જ્યારે તમે સમાજ માટે જવાબદારી અનુભવો છો, તમે સમાજનાં એક નેતા બની રહો છો. જેવી રીતે તમારી જવાબદારીની લાગણી વિસ્તરે છે, તમારો નેતૃત્વનો સદ્ગુણ પણ વિસ્તૃત થાય છે સમગ્ર બ્રહ્માંડ માટેની જવાબદારી અનુભવવાનો નિર્ણય એ જીવનમુક્તિ છે! સમગ્રતા માટે જવાબદારી અનુભવવી અને તમારી લાગણીઓ દ્વારા જીવવાની ઘોષણા કરવી એ એક જવાબદાર ઘોષણા છે, જે હિન્દુ ધર્મનાં આધ્યાત્મિક અભ્યાસમાં નિદિધ્યાસન તરીકે ઓળખાય છે. જવાબદાર ઘોષણા તમારામાં લાગણીની શક્તિ બહાર લાવે છે. પણ જે ક્ષણે તમે સાંભળો છો કે તમારી આજુબાજુ બનતી દરેક ઘટના માટે તમે જવાબદાર છો, તમે વિચારવાનું શરૂ કરો છો, ‘જો હું શેરીમાં પડેલા બધા જ કચરા માટે જવાબદારી અનુભવું તો હું બાબત આરામદાયક છે- કારણ કે, કોઈ પણ બાબત તમને શક્તિહીન નહીં બનાવી શકે. તેથી જવાબદારીથી તમારી જાતને સામર્થ્યવાન બનાવો અને લાગણીની શક્તિને બહાર લાવો.
લાગણીની શક્તિને બહાર
લાવવાથી તમે....
■ હંમેશાં શક્તિ અને પૂર્ણત્વના અવકાશમાંથી કાર્ય કરશો. ■ સમસ્યા નહીં, સમાધાન પર કેન્દ્રિત થવાનું શરૂ કરો. ■ તમારા આંતરિક અવકાશને વિસ્તારો અને નવી સંભાવનાઓને બહાર લાવો. ■ તમારા જીવન પર ઉચ્ચ કક્ષાનું નિયંત્રણ લાવો. ■ સફળતાના આગળના સ્તરે તમારી જાતને ઉપર લાવો અને નવા અસ્તિત્વમાં વિકસિત થાઓ.


તમારી લાગણીની શક્તિને બહાર લાવવાનો અભ્યાસ
■ તમારા જીવનના બધા જ તબક્કાઓને લખો, જ્યાં તમે તમારી જાતને સંપૂર્ણપણે વ્યક્ત કરવામાં સંકોચાયા છો, ઉદાહરણ તરીકે: કાર્યક્ષેત્રમાં, સંબંધોમાં. ■ તમારા જીવનના દરેક આ તબક્કા માટે, તમારા જે વિચારો છે તે લખો, તમારા જે શબ્દો તમે બોલ્યા છો અને તમારી ક્રિયાઓ જે તમે નક્કી કરી છે તે તમે લખો. ■ એ જાણો કે, તમારા જીવનની એ બાબત માટે જ્યાં તમે જવાબદારી નથી લીધી, જ્યાં તમે તેને બદલવા માટે તેના બદલામાં બાહ્ય પરિસ્થિતિઓના પરિવર્તનની રાહ જોઈ રહ્યા છો. ■ કોઈ એક બાબતને પસંદ કરો અને તમે ઈચ્છો એ પ્રમાણેની નવી પરિસ્થિતિને સર્જવા માટેની તમારી જવાબદારી માટેની ઘોષણા કરો, જાણો કે, તે બાબત થવા માટે શું પરિવર્તન લાવવું જોઈએ. ■ એક અઠવાડિયા માટે પ્રામાણિકતાથી તમારી જાતને અનુસરો અને તમારી પ્રગતિની નોંધ લો.