KAILASA Library/તમારી ચાર આંતરિક શક્તિઓને બહાર લાવો/જીવન જીવવાની શકિતને બહાર લાવોSign in
તમારી ચાર આંતરિક શક્તિઓને બહાર લાવો

જીવન જીવવાની શકિતને બહાર લાવો

This text was machine-transcribed from the printed book and may contain errors. Select the words and choose “Report a mistake”.

આપ્યાયનમ્

જીવન જીવવું એ શક્તિ છે.

દરરોજ તમે ચાલો છો, વાત કરો છો, બેસો
છો, વિચારો છો, બોલો છો, લાગણી
અનુભવો છો, અને ઘણું બધું. આ બધાને
સાથે મૂકો તો એ જીવન જીવવું છે. જીવન
જીવવું એ પોતે જ એક શક્તિ છે! તમારા
જીવનમાં જીવવાની શક્તિનો તમે ઉપયોગ
કરી શકો છો, જ્યારે તમે સમૃદ્ધ થવા માટેની
જીવનશૈલી અપનાવો છો.

હાથમાં પકડેલું સફેદ ફૂલ

સાંભળો! જે ઉદ્દેશ્ય માટે તમે જન્મ્યા છો તે છે-તમારી જાતને અને અન્ય લોકોને સમૃદ્ધ કરવા. જ્યારે આ સમજથી તમે કાર્ય કરો છો, તમે ખૂબ જ જીવંત રહો છો અને જીવનમુક્ત બનો છો! આપ્યાયનમ્ એ એવી ચાવી છે જે તમારામાં જીવવાની શકિતને બહાર લાવે છે.

આપ્યાયનમ્ શું છે?

આપ્યાયનમ્ એટલે સંપૂર્ણિ અને શ્રદ્ધાથી એ જવાબદારી લેવી કે તમે સતત સમૃદ્ધ કરવાની પ્રતિજ્ઞા કરી છે, જે તમારી જાતને, તમારી અંદરનાં અને તમારી આસપાસના જીવનને વિસ્તૃત કરે છે. જ્યારે તમે તમને પોતાને અને તમારી આસપાસના લોકોને સમૃદ્ધ કરવાની પ્રતિજ્ઞા લો છો, જીવન તમારા પર સૌથી શ્રેષ્ઠ કૃપા વરસાવે છે! તમે માત્ર તમારી અંદર જીવનનો અનુભવ કરો છો એટલું જ નહીં પણ, અન્ય લોકો સાથે તમારી બહાર પણ જીવનનો અનુભવ કરો છો. જ્યારે તમે સમૃદ્ધ કરો છો, તમારામાં જીવવાની શક્તિ જાગ્રત થાય છે.

દરેક બાબત તમારો અંશ છે.

સાંભળો, જીવનમાં તમારા બધા જ સંઘર્ષોએ ક્ષણથી જ શરૂ થાય છે, જે ક્ષણે તમે વિચારવાનુ શરૂ કરો કે અન્ય લોકો તમારા થી જુદા છે. સમજો, તમારા જીવનમાં ‘બીજું’ કહેવા જેવું કશું જ નથી ! ‘બીજું’ એ માત્ર તમારો ભુલાયેલો અને તરછોડાયેલો અંશ છે. અન્ય લોકો સાથેના તમારા સંઘર્ષોએ બીજું કશું નથી પણ તમારા ભુલાયેલા અંશ સાથેનો તમારો સંઘર્ષ છે. જ્યારે તમે અન્ય લોકોને સમૃદ્ધ કરો છો, તમે સ્વાભાવિક રીતે જ તમારા પોતાના અસ્તિત્વના તરછોડેલા ભાગને સમૃદ્ધ કરો છો. ઉપરાંત, તમે એ સત્ય બાબતે જાગ્રત થાઓ કે દરેક જણ અને દરેક બાબત તમારો જ ભાગ છે.

આપ્યાયનમ્ એ બધી જ શક્તિઓને જીવન આપે છે.

‘સંપૂર્ણિ’ થી તમે હકારાત્મકતાના અવકાશને અનુભવો છો. ‘શ્રદ્ધા’થી તમે સંભાવનાના અવકાશને અનુભવો છો. અને ‘ઉપાયનમ્’ થી તમે નેતૃત્વના અવકાશને અનુભવો છો અને ‘આપ્યાયનમ્’ થી તમે જીવનમુક્તિના અવકાશને અનુભવો છો. પ્રબુદ્ધ જીવન જીવવું એ બીજું કશું જ નથી પણ તમારી બધી જ આંતરિક શક્તિઓનો ઉપયોગ કરવો અને તમારી જાતને અને અન્ય લોકોને સમૃદ્ધ કરવા તે છે.તેથી જીવન જીવવાની શક્તિ એ તેના પોતાનામાં જ બીજી બધી શક્તિઓને સમાવી લે છે.

Flowchart diagram
Cyclic diagram

જ્યારે તમે પ્રામાણિકપણે સાંભળવું(શ્રવણ), શ્રદ્ધાપૂર્વકની વિચારણા(મનન)અને જવાબદારીભરી ઘોષણા(નિદિધ્યાસન)કરો છો, તમે એક સમૃદ્ધ જીવન જીવતાં રહેશો. જ્યારે તમે તમારી જાતને અને અન્ય લોકોને સમૃદ્ધ કરો છો(આપ્યાયનમ્)- એ બાબત ઉપાયનમ્ કરતા પણ વધારે આગળનું સોપાન છે. માત્ર ‘આપ્યાયનમ્’ જ તમારામાંની સંપૂર્ણતિની ઊણપ, અશ્રદ્ધા કે બેજવાબદારીને બાળી શકે છે! ‘આપ્યાયનમ્’ એટલે અન્ય લોકોની સંપૂર્ણતિની ઊણપ અને અશ્રદ્ધા - આ બધાની સાથે દરેક બાબત અને દરેક વ્યક્તિ માટે ઉપાયનમ્ હોવું, કારણ કે, તેઓ તમારા અંશ છે.

મારે શા માટે અન્ય લોકોને સમૃદ્ધ કરવા જોઈએ?

સમજો, તમે નિર્જન ગુફા કે વનમાં નથી રહેતા. તમે અન્ય લોકો સાથે રહો છો, જ્યાં જીવન તમારી બહાર બને છે. જીવન અન્ય લોકો સાથે બને છે! તમે અન્ય હજારો લોકો સાથે સંકળાયેલા છો અને અન્ય હજારો લોકો તમારી સાથે સંકળાયેલા છે. તેથી સ્વાભાવિક રીતે જ, જ્યારે તમારું જીવન ઘણા બધા લોકો સાથે સંકળાયેલું હોય છે, તમારા જીવનમાં તમે ઈચ્છો એવું કોઈ પણ પરિવર્તન લાવવા માટે તમારે કાર્યરત રહેવું પડે છે તેમજ અન્ય લોકોના જીવનમાં પરિવર્તન લાવવાનું રહે છે!

નહીં તો તમે બેસી રહો છો અને સતત દિવસો અને મહિનાઓ સુધી ધ્યાન કરો છો અને આનંદ અને ખુશીના ખૂબ જ ઊંચા સ્તરે તમારી જાતને ઉપર ઉઠાવો છો, પણ જે ક્ષણે તમે તમારા ઘરમાં

પાછા આવો છો, તમારા પતિ/પત્ની તમને દસથી પણ ઓછી મિનિટોમાં ચૈતન્યના નીચલા સ્તરે લાવી શકે છે! દસ મિનિટ એ પૂરતી જ છે!

એક ઝાંખી, એક શબ્દ કે માત્ર એક ફોન-કોલ જ પૂરતો છે. જ્યારે તમે અન્ય લોકોને સમૃદ્ધ કરો છો, માત્ર ત્યારે જ તમારા જીવનમાં કોઈપણ વાસ્તવિક પરિવર્તન સાચી રીતે થઈ શકે છે.

અન્ય લોકોની જવાબદારી લેવી એનો અર્થ એ નથી કે તમારે દરેક જણની અસંપૂર્તિ કે અશ્રદ્ધાને સ્વીકારી લેવી અને તેના માટેનો ખોટો આક્ષેપ લેવો. ના! તેનો અર્થ એ છે કે તમે તેઓના જીવનમાં ચાર આંતરિક શક્તિઓનો અનુભવ કરાવવા માટે દરેકને સામર્થ્યવાન બનાવવાની અને પ્રોત્સાહિત કરવાની પ્રતિજ્ઞા લેશો.

અન્ય લોકોને સમર્થ બનાવવા

‘સહજ હોવું’ એ તમને વહેંચણી કરવા (Sharing) માટે જવાબદાર બનાવે છે. આ કુદરતી નિયમ છે. આંખોવાળી વ્યક્તિ એક આંધળી વ્યક્તિને દૃષ્ટિનો લાભ આપવા માટે જવાબદાર છે. શક્તિશાળી વ્યક્તિ શક્તિહીન લોકોને શક્તિશાળી બનાવવા માટે જવાબદાર છે. એક જ્ઞાની વ્યક્તિ અજ્ઞાની લોકોને જ્ઞાની બનાવવા માટે જવાબદાર છે. જો તમે સંપત્તિવાળા છો, તમે નિર્ધન લોકોને સંપત્તિવાળા બનાવવા માટે જવાબદાર છો.

હું નથી કહેતો ‘તમારી બધી જ સંપત્તિની વહેંચણી કરો.’ ના! જો તમે દસ નિર્ધન લોકોને લાવો અને તેઓને તમારી બધી જ સંપત્તિ ની વહેંચણી કરો. તો આપણી પાસે અગિયાર નિર્ધન લોકો હશે, બસ એ જ! તેથી હું તમને નિર્ધન લોકોને તમારી સંપત્તિની વહેંચણી કરવાનું નથી કહેતો,

A man holding an object among a crowd

આપ્યાયનમ્ વિશેનાં કેટલાંક સત્યો

  • શિક્ષણ આપીને તેઓને સંપત્તિવાળા બનાવવા માટેની જવાબદારી લેવાનું તમને કહું છું. તમારી પાસે જે કાંઈપણ છે તેની વહેંચણી કરવા અને વધારવા માટે તમે જવાબદાર છો.
  • આપ્યાયનમ્ એ તમારો સ્વભાવ જ છે! સમજો કે તમે જે કંઈ કરો છો, તે અન્ય લોકોનું આપ્યાયનમ્ છે- તમારો શ્વાસ પણ પૃથ્વી ગ્રહ પરનાં વૃક્ષો અને છોડવાઓને સમૃદ્ધ કરે છે.
  • ‘અન્ય લોકોને સમૃદ્ધ કરવા ’ એ તમને સમૃદ્ધ કરે છે, કારણ કે દરેક વ્યક્તિ તમારો અંશ છે.
  • જે ક્ષણે તમે તમારા હૃદયને ખાતરી આપો છો કે જીવન અન્ય લોકો માટે છે, તે જ ક્ષણે તમારા હૃદયની બધી જ પીડાઓ તમને છોડી દે છે.

તેઓની ઉચ્ચતમ સંભાવનાએ તેઓ જીવન જીવી શકે એ રીતે તે લોકોને સમૃદ્ધ કરવા - એ

પોતાના પર અને અન્ય લોકો પર શ્રદ્ધા રાખવાનું છોડશો નહીં

જ અંતિમ રીત છે, જે રીતે તમે તેઓને સમૃદ્ધ કરી શકો છો.

તેથી તમારી જીવનશૈલીને સમૃદ્ધ કરવા (આપ્યાયનમ્) માટેનો નિર્ણય લો!

આ મહત્વપૂર્ણ સત્યનું ચિંતન કરો - તમારી જાત પર અને લોકો પર શ્રદ્ધા રાખવાનું ના છોડો! જો લોકો હજાર વખત નિષ્ફળ જાય તો પણ તે લોકોની સાથે કાર્યરત રહો. જ્યારે તમે અન્ય લોકોની નિષ્ફળતાથી નાસીપાસ થાઓ છો, સમજો કે એ બીજું કશું નથી પણ તમારી પોતાની નિષ્ફળતા તરફથી તમારી હતાશા છે. જો આપણે અન્ય લોકો તરફ આપણી પીઠ ફેરવીએ, આપણે ધર્મ નથી રાખતા, કારણ કે જ્યારે આપણે અન્ય લોકો પર શ્રદ્ધા રાખતા નથી, ત્યારે આપણે આપણી જાત પર પણ શ્રદ્ધા રાખતા નથી. તેથી કદીય લોકો પર શ્રદ્ધા રાખવાનું ના છોડશો!

જીવન જીવવાની શક્તિને બહાર લાવવાની પદ્ધતિ

  • તમારા જીવનનો એ પહેલો પ્રસંગ લખો, જ્યાં તમે અનુભવ્યું હતું કે જીવન તમારું શોષણ કરે છે અને તમારી જાતની તમારી જાતે જ કાળજી લેવી પડતી હતી.
  • તે મૂળ-વિચારનાં સંસ્કાર સાથે સંપૂર્ણપણે તીવ્રતાથી પૂર્ણત્વ કરો, જે તમને અન્ય લોકોથી અલગ હોવાનો અનુભવ કરાવે છે.
  • આવતા ૪૮ કલાક માટે, તમે જે કોઈ લોકોને મળો તે દરેક વ્યક્તિને, દરેક બાબતને તમારા પોતાનાં વિસ્તરણ તરીકે જુઓ. અને પૂર્ણત્વના અવકાશમાંથી આવકારો અને મદદ કરો. શું તમે અનુભવ કર્યો છે કે બ્રહ્માંડ તમારાં સ્વપ્નાંઓ માટેની પ્રાર્થનાઓ અને ચિંતાઓને કદી સાંભળતું નથી? ના! જ્યારે તમે સ્વપ્ન જુઓ છો, બ્રહ્માંડ ખરેખર તમારી સાથે સ્વપ્ન જોતું હોય છે. જે ક્ષણે તમે સ્વપ્ન જોવાનું શરૂ કરો છો, જીવન તમારા વિષે તેનુ સ્વપ્ન રચવાની શરૂઆત કરે છે. બ્રહ્માંડ તમને પરિપૂર્ણ કરવાની રાહ જોઈ રહ્યું છે, તે તમારા દ્વારા સ્વપ્ન જુએ છે, તે તમારા માટેની વાસ્તવિકતા માટે અતિશય ઈચ્છા રાખે છે. જેવી રીતે માતા પોતાના બાળક માટે -તે પુરુષ બને કે સ્ત્રી-તે માટે અતિશય ઉત્સુક હોય છે, તેવી રીતે બ્રહ્માંડ તમારી શ્રેષ્ઠ સંભાવનાને તમારી વાસ્તવિકતા બનવવા માટે અતિશય ઉત્સુક હોય છે. તમારા પોતાના માટે કોઈ પણ સ્વપ્ન જોઈ શકવું -તેનાં કરતાં વધારે શક્તિશાળી અને સો ગણું મોટું ‘જીવન તમારા માટે છે’ -એ સ્વપ્ન છે!

બ્રહ્માંડ તમને પરિપૂર્ણ કરવાની રાહ જોઈ રહ્યું છે

તમારી શ્રેષ્ઠ સંભાવના માટેનું સ્વપ્ન જુઓ અને તેને ઘોષિત કરો! વિચારવાનું, જીવવાનું, કાર્ય કરવાનું અને બધું શરૂ કરી દો, જાણે કે તમારી ઘોષણા વાસ્તવિકતા બની ગઈ છે! તે કરો! પછી તમે તમારા શબ્દોની શક્તિને, તમારી વિચારવાની શક્તિને, તમારી લાગણીની શક્તિને સમજશો. બ્રહ્માંડના પ્રવાહની સાથે તમારી જાતનો સુમેળ કરવો - આ ધર્મ છે.